________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૮૫ ઘટ બન્યા પહેલાંની અવસ્થા છે તે પૂર્વાવસ્થા કહેવાય છે. ઘટ બને ત્યારથી ઘટ રહે ત્યાં સુધીની જે અવસ્થા તે ઘટની વર્તમાનાવસ્થા કહેવાય છે અને લાકડી કે પત્થરના ઘા આદિથી ઘટ ફુટી જાય અને ઠીકરાં થઈ જાય તે ઘટની પશ્ચાઅવસ્થા કહેવાય છે. આમ ત્રણ અવસ્થાઓ લોકમાં ઘટની તથા ઘટની જેમ સર્વેની પ્રસિદ્ધ છે.
હવે તમે સર્વથા શૂન્યતા જ માનો છો, કંઈ છે જ નહીં, આમ માનો છો તો મૃપિંડવાળી પૂર્વાવસ્થામાં જે ઘટ દેખાતો નથી તે ઘટ કુલાલાદિ સામગ્રીથી બન્યા પછી તેની ઉત્પત્તિ બાદ એકદમ કેમ દેખાવા લાગે છે? જો વસ્તુ અસત્ હોય તો આકાશપુષ્પાદિની જેમ ક્યારેય પણ ન દેખાય, અથવા સામગ્રીથી બન્યા પછી જો દેખાય છે (છતાં તેને તમે અસત્ માનતા હો, તો તે બન્યા પહેલાં મૃત્યિંડવાળા કાલમાં પણ કેમ દેખાતો નથી? અસપણું તો બને કાલે સરખું જ છે.
વળી લાકડી, પત્થર કે પગની ઠેસ વાગવાથી જ્યારે તે ઘટ ફુટી જાય છે ત્યારે પશ્ચાદ્ અવસ્થામાં પણ તેનો અનુપલંભ કેમ છે ? તમારા મતે સામગ્રીથી જમ્યા પહેલાં, જમ્યા પછી અને નાશ પામ્યા પછી ત્રણે કાલે સર્વથા શૂન્યતા જ છે. અસત્ જ છે તો પછી ત્રણે કાલવાળી ત્રણે અવસ્થામાં તે ઘટનો ઉપલંભ થવો જોઈએ, અથવા કાં તો ત્રણે કાલવાળી ત્રણે અવસ્થામાં તે ઘટનો અનુપલંભ જ થવો જોઈએ. કારણ કે તમારા મતે ત્રણે કાલે શૂન્યતા જ છે. તેથી શૂન્યતા જ હોવાથી સદા અનુપલંભ જ હોવો જોઈએ અને શૂન્યવસ્તુનો પણ જો ઉપલંભ થતો હોય તો પૂર્વ-અપરકાલમાં પણ તે શૂન્યતા સમાન જ હોવાથી ત્યાં પણ એટલે કે પૂર્વાપરકાલમાં પણ તે વસ્તુનો ઉપલંભ થવો જોઈએ.
આકાશપુષ્પાદિ જે જે પદાર્થો સર્વથા અસત્ છે, શૂન્ય છે તેનો સર્વકાલમાં જેમ અનુપલંભ છે તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ જો શૂન્ય જ હોય તો તેનો પણ સર્વકાલમાં અનુપલંભ જ હોવો જોઈએ. પરંતુ ક્યારેક અનુપલંભ, ક્યારેક ઉપલંભ અને પાછો વળી ક્યારેક અનુપલંભ જે થાય છે તે જાતવસ્તુમાં જ = સત્ વસ્તુમાં જ ઘટે. માટે પણ શૂન્યતા નથી જ. ll૧૭૨૬ll
जह सव्वहा न जायं, जायं सुण्णवयणं तहा भावा । अह जायंपि न जायं, पयासिया सुन्नया केण ? ॥१७२७॥ (यथा सर्वथा न जातं जातं शून्यवचनं तथा भावाः । अथ जातमपि न जातं प्रकाशिता शून्यता केन ? ॥)