________________
ગણધરવાદ
૬)
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ પ્રકારના વાક્યપ્રયોગો પણ સંસારમાં થાય છે. માટે શરીરમાં જે જીવ શબ્દ વપરાય છે તે ઉપચારથી છે, પરમાર્થથી બન્ને ભિન્ન દ્રવ્યો છે.
તથા જીવદ્રવ્ય તો જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને દેહ તો જડ છે. તેથી પણ દેહ એ જ જીવ છે આમ કેમ કહેવાય? જીવંત શરીરમાં ચેતના-પીડા-દુઃખ-સુખની લાગણીસ્મરણ-શંકા આદિ જ્ઞાનધર્મો જેવા દેખાય છે તેવા તે ધર્મો મૃતશરીરમાં જણાતા નથી. માટે પણ દેહ એ જીવ નથી. અમે પહેલાં પણ (ગાથા ૧૫૬૨ માં) કહ્યું છે કે - દેહ એ જ્ઞાનાદિ ગુણોવાળો નથી. કારણ કે દેહ એ મૂર્તિમાન્ (રૂપી) વસ્તુ છે તેથી જેમ ઘટ મૂર્તિમાન્ છે. એટલે જ્ઞાનાદિ ગુણોવાળો નથી. તેમ આ દેહ પણ મૂર્તિમાન્ છે તેથી જ્ઞાનાદિ ગુણોવાળો નથી. તથા દેહ અને ઈન્દ્રિયોથી કંઈક ભિન્ન એવો આત્મા છે. કારણ કે તે ઈન્દ્રિયો અને શરીર દ્વારા જાણેલા વિષયોનું અનુસ્મરણ ઈન્દ્રિયાદિના વિરામ બાદ પણ અંદર કોઈક કરે છે. તેથી બારી દ્વારા જોનારો પુરુષ જેમ બારીથી ભિન્ન છે તેમ અહીં ઈન્દ્રિય અને શરીરથી ભિન્ન એવો આત્મા છે આમ જાણવું. /૧૫૭૫-૧૫૭૬
जीवोत्थि वओ सच्चं, मव्वयणाओऽवसेसवयणं व । सव्वण्णुवयणओ वा, अणुमयसव्वण्णुवयणं व ॥१५७७॥ (जीवोऽस्ति वचः सत्यं, मद्वचनादवशेषवचनमिव ।
सर्वज्ञवचनतो वाऽनुमतसर्वज्ञवचनमिव ॥)
ગાથાર્થ - “જીવ છે” આ વચન સત્ય છે. મારું વચન હોવાથી, તમારી શંકા આદિ અવશેષવચનની જેમ. અથવા “જીવ છે” આ વચન સત્ય છે. સર્વજ્ઞનું વચન હોવાથી, તમારા માનેલા સર્વજ્ઞના વચનની જેમ. l/૧૫૭૭ll
વિવેચન - આટલાં અનુમાનો સમજાવવા છતાં મિથ્યાત્વ અને અજ્ઞાનની તીવ્રતા હોવાથી હજુ ઈન્દ્રભૂતિ આત્માનું અસ્તિત્વ જોઈએ તેવું નથી સ્વીકારતા, ત્યારે પરમાત્મા ઈન્દ્રભૂતિને કહે છે કે – હે ઈન્દ્રભૂતિ ! આ સંસારમાં જીવ જેવું તત્ત્વ છે. આમ મારા કહેવાથી તમે આ વચન સ્વીકારી લો. તમારા સંશય વગેરેના વિષયવાળાં વચનો હું બોલ્યો તે વચનો જેમ તમે માની લીધાં છે. તેમ મારા કહેવાથી આ વચન પણ સ્વીકારી લો. ભગવાને કહેલી આ વાત પણ અનુમાનાત્મક જ છે તે આ પ્રમાણે -
(૧) નીવતિ = જીવ છે આ વચન સાચું છે, પ્રતિજ્ઞા, (૨) અર્વનત્વદ્ = મારું વચન હોવાથી, હેતુ, (૩) મવલ્લંશવિષયોદ્યવશેષવનવત્ = તમારા સંશયાદિ