________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે. જેમકે ગાયના જેવું જે પ્રાણી હોય તે ગવય (રોઝ) કહેવાય. કોઈ ક્રોધી માણસને આ સાપ જેવો છે, બહાદૂર માણસને આ સિંહ જેવો છે ઈત્યાદિ રીતે જે સમજાવાય તે બોધને ઉપમાન પ્રમાણ કહેવાય છે.
(૪) જે વસ્તુ ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી સાક્ષાત્ જણાતી ન હોય, તથા તે વસ્તુને જણાવનારું, તેની સાથે અવિનાભાવ સંબંધવાળું કોઈ લિંગ પણ દેખાતું ન હોય તેવા સ્થાને જ્ઞાનીઓએ કહેલાં વચનોનો જ આધાર લઈને વસ્તુને સ્વીકારી લેવી. તેથી જ્ઞાનીઓના વચનોથી થતું જે જ્ઞાન તેને ત્રીજું આગમપ્રમાણ કહેવાય છે. જેમકે “ચૌદ રાજલોકમાં અનંત અનંત નિગોદના જીવો ભરેલા છે” “સાત નારકી છે” “૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે” આ સર્વે ભાવો પ્રત્યક્ષ દેખાતા નથી. તેમ તેને જણાવનારાં લિંગ ન દેખાતાં હોવાથી અનુમાન પણ થઈ શકે તેમ નથી. એટલે જ્ઞાનીઓના વચનને જ પ્રમાણભૂત માનીને સ્વીકારવું તેને આગમપ્રમાણ કહેવાય છે.
(૫) જે પદાર્થ શબ્દથી બોલાતો ન હોય પણ આગળ-પાછળ બોલાયેલા બીજા શબ્દો દ્વારા અર્થથી સમજાતો હોય, ભાવાર્થથી જે અર્થ ફલિત થતો હોય તે બોધને અર્થપત્તિ નામનું પાંચમું પ્રમાણ કહેવાય છે. જેમકે “જાડો એવો દેવદત્ત દિવસે ખાતો નથી” તેનો ભાવાર્થ એ નીકળે છે કે તે દેવદત્ત રાત્રે ખાય છે. પરંતુ “રાત્રે ખાય છે” આવા શબ્દો આ વાક્યમાં લખ્યા નથી. છતાં “જાડો છે અને દિવસે ખાતો નથી.” આ બન્ને શબ્દો ઉપરથી ફલિતાર્થ એ થાય છે કે જરૂર રાત્રે ખાય છે તેના વિના શરીરમાં જાડાપણું સંભવી શકે નહીં આવા પ્રકારના જ્ઞાનને અર્થપત્તિપ્રમાણ કહેવાય છે.
કોઈપણ વસ્તુ છે એવી સિદ્ધિ અથવા નથી એવી સિદ્ધિ કરવી હોય તો ઉપર કહેલા પાંચમાંના કોઈપણ પ્રમાણથી કરવામાં આવે છે. તેમ “આત્મા છે” અથવા “આત્મા નથી” આ વાતની સિદ્ધિ પણ ઉપરોક્ત પાંચ પ્રમાણોથી કરવામાં આવે છે. તેથી તે ઈન્દ્રભૂતિ “આત્મા નથી” આ વાતની સિદ્ધિ માટે તમારા હૃદયમાં આવા તર્કો વર્તે છે. તે તર્કો આ પ્રમાણે છે -
(૧) “આત્મા” નામનો પદાર્થ સ્વતંત્રપણે આ સંસારમાં નથી જ. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ વડે અત્યન્ત અગ્રાહ્ય છે, આ સંસારમાં જે જે વસ્તુ અત્યન્ત અપ્રત્યક્ષ જ હોય છે તે તે વસ્તુ આ લોકમાં હોતી જ નથી. જેમકે આકાશનું પુષ્પ, વળ્યાનો પુત્ર, સસલાનાં શૃંગ અને આ સંસારમાં જે જે વસ્તુ હોય છે તે તે વસ્તુ પ્રત્યક્ષપ્રમાણ વડે અવશ્ય ગ્રહણ થાય જ છે. જેમકે ઘટ, પટ, સ્તંભ વગેરે. આ ઘટ-પટનું જે દૃષ્ટાન્ત કહ્યું છે તે