________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે? ફરીથી અંદરથી અવાજ આવે છે કે મને કોણ ન જાણે? હું તો સર્વવિશ્વમાં વિખ્યાત છું. મારું નામ જાણે એટલા માત્રથી હું કંઈ આશ્ચર્ય પામું નહીં. મારા નામકથનથી હું તેને સર્વજ્ઞ માનું નહીં. મારા હૃદયમાં જે સંદેહ છે તે જો જાણે અને કહે તો મને કંઈક આશ્ચર્ય થાય અને તે સર્વજ્ઞ હશે એવો વિચાર આવે. આવા વિચારો જ્યાં ઈન્દ્રભૂતિ કરે છે ત્યાં ભગવાન મધુર વાણીથી કહે છે કે -
હે આયુષ્યમાન્ ઈન્દ્રભૂતિ ! તમને જીવને વિષે આવો સંદેહ છે કે શું આ આત્મા છે કે નથી? તમને આવા પ્રકારનો સંદેહ થવાનું કારણ એ છે કે બન્ને બાજુની દલીલો અર્થાત્ અસ્તિસાધક અને નાસ્તિસાધક હેતુઓનો સદ્ભાવ હોવાથી આ શંકા થઈ છે. ત્યાં પ્રથમ “આત્મા નથી” આવા પ્રકારના નાસ્તિત્વના સાધક તર્કો તમારા મનમાં આ પ્રમાણે
વસ્તુ જે જ્ઞાનથી જણાય, અર્થાત્ વસ્તુને જાણવામાં સાધનભૂત જે જ્ઞાન છે તેને દર્શનશાસ્ત્રોમાં પ્રમાણ કહેવાય છે. પ્રમાણ એટલે પુરાવો, સાબિતી, નિશાની આ પ્રમાણના પાંચ ભેદ છે. (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન, (૪) આગમ અને (૫) અર્થપત્તિ.
(૧) આંખથી જે સાક્ષાત્ જ્ઞાન કરવું અથવા પાંચે ઈન્દ્રિયોથી સાક્ષાત્ જે અનુભવ કરવો. જેમાં બીજા કોઈ પદાર્થની મદદ ન લેવાય, તેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. જ્યાં પ્રત્યક્ષથી વસ્તુ જણાતી હોય ત્યાં અનુમાનાદિ પ્રમાણો લગાડાતાં નથી. પ્રત્યક્ષથી વસ્તુ ન જણાય તો અનુમાનાદિથી વસ્તુ સિદ્ધ કરાય છે. સાક્ષાત્ દેખવું, જાણવું તે પ્રત્યક્ષ.
(૨) જ્યાં ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી વસ્તુ સાક્ષાત્ જણાતી ન હોય, ત્યાં તે વસ્તુની સાથેના અવિનાભાવ સંબંધવાળી બીજી વસ્તુને જોવાથી તે વિવક્ષિત વસ્તુની કલ્પના કરવામાં આવે તે જ્ઞાનને અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમકે પર્વતાદિ સ્થાનોમાં ખીણની અંદર લાગેલી આગ ચક્ષુથી સાક્ષાત્ દેખાતી નથી, તો પણ તેમાંથી નીકળતા અને તેથી જ તેની સાથે અવિનાભાવ સંબંધવાળા એવા ધૂમને જોઈને “અહીં અવશ્ય અગ્નિ છે” આવી કલ્પના કરવી તે જ્ઞાન અનુમાનપ્રમાણ કહેવાય છે.
(૩) જે વસ્તુ બીજા કોઈની ઉપમા આપીને સમજાવાય તેને ઉપમાન પ્રમાણ કહેવાય
૧. સ્વપ૨વ્યવસાયિ જ્ઞાન પ્રમUમ્િ પોતાનો અને પરનો નિર્ણય કરાવનારું જે જ્ઞાન તે પ્રમાણ, સાક્ષાત્ આત્માને અથવા ઈન્દ્રિયોથી જે બોધ થાય તે પ્રત્યક્ષ, લિંગથી જે બોધ થાય તે અનુમાન, આપ્તવચનથી જે બોધ થાય તે આગમ ઈત્યાદિ અર્થો પ્રમાણનયતત્તાલોકના આધારે જાણવા.