________________
૩૯૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નથી. તેમ આ નથી. કારણ કે ઘટનો પ્રાગભાવ જે દ્રવ્યમાં છે તે દ્રવ્ય માટીરૂપે અથવા પુદ્ગલ સંઘાતરૂપે વિદ્યમાન પદાર્થ છે. તેથી ઘટાભાવ એ પણ પુદ્ગલસંઘાતરૂપે વિદ્યમાન વસ્તુ છે અને ભવ્યત્વ એ પણ જીવ સ્વરૂપે વિદ્યમાન વસ્તુ છે. તેથી અનુરૂપ જ ઉદાહરણ છે. અલ્પમાત્રાએ પણ અનુચિત ઉદાહરણ નથી.
જે પુદ્ગલસમૂહ અનાદિકાલથી પણ ઘટસ્વરૂપે બન્યો નથી પણ ઘટસ્વરૂપે બનવાનો છે. તેથી ત્યાં ઘટની અનુત્પત્તિ માત્ર રૂપે અભાવ કહેવાય છે. પરંતુ ત્યાં કોઈ વસ્તુ જ નથી એવો સર્વથા શૂન્યતારૂપ અભાવ નથી. તેથી ઉચિત જ ઉદાહરણ છે. આ રીતે ઘટ
પ્રાગભાવની જેમ જીવગત-ભવ્યત્વ અનાદિ હોવા છતાં પણ સાન્ત હોઈ શકે છે. તેમાં કોઈ દોષ નથી. ૧૮૨૬॥
પ્રશ્ન - સારું, ભલે ઘટના પ્રાગભાવની જેમ જીવમાં રહેલા ભવ્યત્વનો નિર્વાણકાલે વિનાશ હો. પરંતુ તેમ માનવાથી બીજો દોષ આવે છે. તે દોષ પ્રશ્નકાર કહે છે -
एवं भव्वुच्छेओ, कोट्ठागारस्स वा अवचओत्ति ।
तं नाणंतत्तणओऽणागयकालंबराणं व ॥१८२७॥
( एवं भव्योच्छेदः कोष्टागारस्येवापचय इति ।
तद् नानन्तत्वतोऽनागतकालाम्बरयोरिव ॥ )
ગાથાર્થ આમ માનવાથી કોઠારની હાનિની જેમ ભવ્ય જીવોનો ઉચ્છેદ થશે. અનાગતકાલની જેમ અને આકાશની જેમ ભવ્યજીવોની રાશિ અનંત હોવાથી તે પ્રશ્ન બરાબર નથી. ૧૮૨૭થી
વિવેચન - પ્રશ્ન જીવમાં રહેલો જીવત્વ સ્વભાવ જેમ અનાદિ અનંત છે તેમ જીવમાં રહેલો ભવ્યત્વ સ્વભાવ પણ અનાદિ-અનંત છે. આમ માનવું જોઈએ. જો આમ નહીં માનીએ અને અનાદિ-સાન્ત છે એમ માનીશું ભવ્યત્વ સ્વભાવ નાશવંત થશે. તેથી તે તે ભવ્યજીવો મુક્તિગામી થશે અને મોક્ષે ગયેલા જીવો ફરીથી સંસારમાં આવવાના નથી. તેથી ક્યારેક એકકાલ એવો આવશે કે ભવ્યજીવો વડે શૂન્ય આ સંસાર બનશે. આ સંસારમાંથી ભવ્યજીવો નિરંતર મોક્ષ પામતે છતે સંસાર ભવ્યજીવો વિનાનો થશે.
-
જેમ કોઈ ધાન્યનો કોઠાર પુષ્કળ ધાન્યથી ભરેલો હોય અને તે કોઠારમાંથી થોડું થોડું ધાન્ય પ્રતિદિન લેવામાં આવે તો પ્રતિદિને અપચય (હાનિ) થવાથી ક્યારેક તે કોઠાર સર્વથા ખાલી થઈ જાય છે. તેવી રીતે આ સંસાર ભવ્યજીવોથી ભરેલો છે. પરંતુ ભાવિ