________________
૩૫૦ પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ પ્રશ્ન - જીવ વડે ગ્રહણ કરાયા પહેલાં કામણ વર્ગણાનાં પુગલો એકસરખાં સમાન છે તો જ્યારે જીવ વડે ગ્રહણ કરાય છે ત્યારે ચિત્ર-વિચિત્રરૂપે કેમ પરિણામ પામી જાય
ઉત્તર - જેમ દૂધમાં દહીંરૂપે પરિણામ પામવાનો સ્વભાવ છે અને ખટાશ તેમાં નિમિત્ત બને છે. સોનામાં કડું-કુંડલ-કેયૂરાદિ વિવિધ અલંકારો બનવાપણાનો પરિણામ છે. પણ સોનીનો પ્રયત્ન તેમાં નિમિત્તભત છે. તેવી રીતે કામણવર્ગણામાં કર્મરૂપે રૂપાન્તર થવાપણાનો પરિણામ છે. (આ પારિણામિક ભાવ છે) અને તેમાં કર્તા એવા જીવમાં આવેલા મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગ-અન્ય ઉપરનો રાગ-દ્વેષ અને સાચી વાતને છુપાવવી (નિદ્વવતા) વગેરે ૧૮ પ્રકારનાં પાપસ્થાનકો સેવવાનો આત્માનો જે પરિણામ છે તે નિમિત્ત છે. તેથી કાર્મણવર્ગણાનાં પુદ્ગલો પુદ્ગલપણે સમાન હોવા છતાં પણ જીવોમાં આવેલા મિથ્યાત્વાદિ પરિણામોની ચિત્ર-વિચિત્રતાને લીધે અને તેનામાં પોતામાં પરિણામ પામવાનો સ્વભાવ હોવાથી તે જ પુગલો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય ઈત્યાદિ મૂલભેદે ૮ પ્રકારે અને ઉત્તરભેદ રૂપે ૧૨૦-૧૨૨-૧૪૮ અને ૧૫૮ રૂપે પરિણામ પામે છે.
આ રીતે કાર્મણવર્ગણાનાં પુદ્ગલોમાં પરિણામ પામવાનો સ્વભાવ હોવાથી તથા કર્તા એવા જીવમાં મિથ્યાત્વાદિ હેતુઓની ચિત્ર-વિચિત્રતા હોવાથી તે જ કાર્મણવર્ગણા જીવે જીવે ચિત્ર-વિચિત્ર એવા કર્મરૂપે પરિણામ પામે છે. I/૧૭૮૦
હવે પરવાદી (સુધર્મપંડિત) ની માન્યતા પ્રમાણે પણ પરભવમાં જીવોની સદેશતા સંભવતી નથી પણ વિસદેશતા હોય છે તે સમજાવતાં કહે છે -
अहवा इहभवसरिसो, परलोगो वि जइ सम्मओ तेणं । कम्मफलंपि इहभवसरिसं पडिवज परलोए ॥१७८१॥ किं भणियमिह मणुया नाणागइकम्मकारिणो संति । जइ ते तप्फलभाजो, परे वि तोऽसरिसया जुत्ता ॥१७८२॥ (अथवेहभवसदृशः परलोकोऽपि यदि सम्मतस्तेन । कर्मफलमपीह भवसदृशं प्रतिपद्यस्व परलोके ॥ किं भणितमिह मनुजा, नानागतिकर्मकारिणः सन्ति । यदि ते तत्फलभाजः, परस्मिन्नपि ततोऽसदृशता युक्ता ॥)