________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગાથાર્થ જેમ યુવાવસ્થાનું શરીર ઈન્દ્રિયાદિવાળું હોવાથી બાલ્યાવસ્થાના શરીરપૂર્વક છે, તે જ રીતે બાલ્યાવસ્થાનું શરીર પણ ઈન્દ્રિયાદિવાળું હોવાથી બીજા કોઈ (તૈજસ-કાર્પણ નામના) દેહાન્તરપૂર્વક છે. તે દેહ જેનો છે તે દેહી (આત્મા) નામનું દ્રવ્ય છે. ૧૬૬૩॥
ગણધરવાદ
૧૮૯
વિવેચન - પાંચ ભૂતોના બનેલા શરીરથી આત્મા નામનું દ્રવ્ય ભિન્ન છે. આ વાત સમજાવવા માટે ફરીથી નવું અનુમાન સમજાવે છે - બાલ્યાવસ્થાનું જે શરીર છે તે શરીર પૂર્વભવથી લઈને આવેલા સૂક્ષ્મ અને અદૃશ્ય એવા તૈજસ-કાર્મણ નામના દેહાન્તર (બીજા શરીરો) પૂર્વકનું શરીર છે. કારણ કે બાલ્યાવસ્થાનું શરીર ઈન્દ્રિયાદિ (પાંચ ઈન્દ્રિયો અને બીજા કેટલાક અવયવો) વાળું હોવાથી, યુવાવસ્થાના દેહની જેમ. આ સંસારમાં જે જે શરીર ઈન્દ્રિયાદિવાળું હોય છે તે તે શરીર અવશ્ય દેહાન્તરપૂર્વક જ હોય છે. જેમકે યુવાવસ્થાનું શરીર ઈન્ક્રિયાદિવાળું હોવાથી બાલ્યાવસ્થાના શરીરપૂર્વકનું છે તેમ બાલ્યઅવસ્થાનું જે આ શરીર છે તે બાલ્યાવસ્થાનું આ શરીર, (સૂક્ષ્મ અને અર્દશ્ય) એવા દેહાન્તરપૂર્વકનું છે. કારણ કે બાલ્ય-અવસ્થાના શરીરનું કારણ ગતભવનું શરીર બની શકે નહીં. કારણ કે તે શરીર તો ત્યાં જ નષ્ટ થયેલ છે. તેથી સૂક્ષ્મ અને અદૃશ્ય એવું શરીર તૈજસ-કાર્મણ શરીર, આ સ્થૂલ અને દૃશ્ય એવા બાલ્યાવસ્થાના શરીરનું કારણ છે. કારણ કે ગતભવનું સ્થૂલ અને દૃશ્યશરીર તો ત્યાં જ રહી ગયું છે. તેથી તે ગતભવના સ્થૂલ અને દૃશ્યશરીરનો નાશ થયો હોવા છતાં પણ સૂક્ષ્મ અને અદૃશ્ય એવું કાર્મણ શરીર આ ભવમાં જીવની સાથે આવે છે અને તે કાર્પણશરીર જ વર્તમાનભવના સ્થૂલ અને દૃશ્ય એવા શરીરનું કારણ બને છે. માટે બાલ્યશરીરથી કાર્યણશરીર ભિન્ન છે અને તે કાર્યણશરીરવાળો આત્મા પણ સ્થૂલશરીરથી ભિન્ન છે.
સારાંશ કે ગતભવના શરીરનો તો ત્યાં જ અગ્નિસંસ્કાર થયેલો હોવાથી તેનો તો ત્યાં નાશ જ થયો છે અને ગર્ભમાં નવા શરીરની રચના કરવામાં કોઈક ઉપાદાનકારણભૂત તત્ત્વ હોવું જોઈએ. જો ઉપાદાનકારણભૂત તત્ત્વ વિના જ શરીરરચના થતી હોય તો મોક્ષે જતા જીવો પણ મોક્ષે ન જતાં નવા ભવમાં જઈને શરીરરચના કરનારા બનવા જોઈએ, પણ આમ બનતું નથી. તેથી નવા ભવમાં બનતા નવા બાહ્યશરીરની રચનામાં કારણભૂત, ગયા ભવથી સાથે લઈને અહીં આવેલું સૂક્ષ્મ અને અદૃશ્ય એવું શરીર હોવું જોઈએ. આવા પ્રકારનું ઉપાદાન કારણભૂત જે સૂક્ષ્મ અને અદૃશ્ય શરીર છે. તે જ તૈજસ-કાર્મણશરીર છે. આવા પ્રકારનાં બે શરીરોનાં બંધન ચાલુ હોવાથી ગયા ભવથી મૃત્યુ પામીને છુટેલો જીવ મોક્ષમાં જતો નથી પણ તૈજસ-કાર્પણશરીર પ્રમાણે ભવાંતરમાં જાય છે.