SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ નવમા ગણધર - અચલભ્રાતા વિવક્ષિત કારણનો પરપર્યાય છે. જેમકે ઘટ એ માટીનો સ્વપર્યાય છે. તથા માટીમાંથી બનતા કોડીયું, તવી, માટલું વગેરે પદાર્થો માટીના સ્વપર્યાય કહેવાય પરંતુ ઈતર સર્વે પણ વસ્તુઓ માટીનો પરપર્યાય છે, અર્થાત્ અનનુરૂપ છે. આ રીતે ઈતર સર્વે વસ્તુઓ પ્રત્યે વિવક્ષિત એવું તે કારણ અસમાનરૂપવાળું અર્થાત્ અનનુરૂપ કહેવાય છે. પ્રશ્ન - માટી-ઘટ અને તન્તુ-પટમાં સ્વપર્યાયને આશ્રયી અનુરૂપતા અને પરપર્યાયને આશ્રયી અનનુરૂપતા સમજાય છે. પરંતુ પ્રસ્તુત એવાં સુખ અને દુઃખાત્મક કાર્યમાં કારણનો (કર્મનો) સ્વપર્યાય કેવી રીતે કહેવાય ? સુખ-દુઃખ એ કાર્ય છે અને કર્મ એ કારણ છે. તેમાં સ્વપર્યાયતા કેવી રીતે સંભવે છે ? તે સમજાવો કે જેથી કાર્યની અનુરૂપતા કારણમાં છે આ વાત બરાબર સમજાય. ૫૦૭ ઉત્તર - જીવ અને પુણ્યનો સંયોગ એ સુખનું કારણ છે તેથી તે જીવ અને પુણ્યના સંયોગનો સુખ એ સ્વપર્યાય છે. એવી જ રીતે જીવ અને પાપનો સંયોગ એ દુઃખનું કારણ છે તેથી તે જીવ અને પાપના સંયોગનો દુઃખ એ સ્વપર્યાય છે. આ રીતે સ્વપર્યાયતા જાણવી. તથા સુખને જેમ શુભ-કલ્યાણ-શિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે તેમ તેના કારણભૂત પુણ્યાત્મક કર્મપુદ્ગલસ્કંધોને પણ શુભ-કલ્યાણ-શિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે. એવી જ રીતે દુ:ખને જેમ અશુભ-અકલ્યાણ-અશિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે તેમ તેના કારણભૂત પાપાત્મક કર્મ પુદ્ગલસ્કંધોને પણ અશુભ-અકલ્યાણ અને અશિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે. આ પ્રમાણે સુખ-દુઃખ આત્મક કાર્ય અને જીવની સાથે પુણ્ય-પાપના સંયોગરૂપ કારણને વિશેષે કરીને અનુરૂપતા કહેલી છે. આ ભાવાર્થ જણાવવા માટે જ ૧૯૨૧મી ગાથામાં ભારપૂર્વક કાર્ય-કારણની અનુરૂપતા હોવી જોઈએ એમ જણાવ્યું છે. ૧૯૨૪ પ્રશ્ન કરવાની ઈચ્છાવાળા અચલભ્રાતા પ્રશ્ન પૂછવાનો અવકાશ હોવાના કારણથી ભગવાનને પ્રશ્ન કરે છે કે - किं जह मुत्तममुत्तस्स कारणं तह सुहाईणं कम्मं ? । दिट्ठ सुहाइकारणमन्नाइ जहेह तह कम्मं ॥ १९२५॥ (किं यथा मूर्तममूर्तस्य कारणं तथा सुखादीनां कर्म ? । दृष्टं सुखादिकारणमन्नादि यथेह तथा कर्म ॥ ) ગાથાર્થ - શું કોઈ મૂર્ત વસ્તુ અમૂર્તનું કારણ બને, એવું કોઈ ઉદાહરણ છે ? કે જેથી મૂર્ત એવું કર્મ અમૂર્ત એવા સુખ-દુઃખાદિનું કારણ માની શકાય ? ઉત્તર - અન્નાદિ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy