SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમા ગણધર - પ્રભાસ ૫૯૭ હજુ પણ પ્રભાસજી મુક્તાત્માને “સુખાભાવ” છે આવું સમજીને પ્રભુને પ્રશ્ન કરે છે पुण्णापुण्णकयाई, जं सुहदुक्खाइं तेण तन्नासे । તનાસાઓ મુત્તો, નિમ્મુહ-તુવશ્ર્વો નહાવામં ૨૦૦૨॥ अहवा निस्सुह - दुक्खो नभं व देहेंदियादभावाओ । आधारो देहोच्चिय, जं सुहदुक्खोवलद्धीणं ॥२००३॥ (पुण्यापुण्यकृते यत्सुखदुःखे तेन तन्नाशे । तन्नाशाद् मुक्तो नि:सुख-दुःखो यथाकाशम् ॥ अथवा निःसुखदुःखो नभ इव देहेन्द्रियाद्यभावात् । आधारो देह एव यत् सुखदुःखोपलब्धीनाम् ॥) ગણધરવાદ ગાથાર્થ - સુખ અને દુઃખ એ પુણ્ય અને પાપના ઉદયજન્ય છે. જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તે પુણ્ય અને પાપનો નાશ થતો હોવાથી સુખ-દુઃખનો પણ નાશ થવાથી આ આત્મા આકાશની જેમ સુખ-દુઃખ વગરનો જ સિદ્ધ થાય છે અથવા દેહ અને ઈન્દ્રિયોનો અભાવ હોવાથી જ આકાશની જેમ આ આત્મા સુખ-દુઃખ વિનાનો જ હોય છે. કારણ કે સુખ અને દુ:ખના અનુભવનો આધાર દેહ જ છે. ૨૦૦૨-૨૦૦૩/ વિવેચન - અત્યાર સુધી મોક્ષના આત્માને જ્ઞાનનો અભાવ છે અર્થાત્ અજ્ઞાનિત્વ છે આવા પ્રકારનો પ્રભાસજીનો જે પ્રશ્ન હતો તેની જ ચર્ચા કરી અને સિદ્ધ કર્યું કે મુક્તાત્માને જ્ઞાનાભાવ નથી પણ અનંત જ્ઞાન છે. આવરણ વિનાના દીપકની જેમ તથા વાદળ વિનાના સૂર્યની જેમ આ વાત પૂર્ણ કરીને હવે બીજી વાત શરૂ કરે છે. પ્રભાસજી પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! આ જીવને સુખ પુણ્યથી આવે છે અને દુઃખ પાપથી આવે છે. મોક્ષે જતા જીવને પુણ્યનો પણ ક્ષય થાય છે અને પાપનો પણ ક્ષય થાય છે. આ રીતે સુખ અને દુઃખના કારણભૂત એવા પુણ્ય અને પાપકર્મોનો નાશ થયે છતે તેના ફલભૂત એવા સુખ અને દુઃખનો પણ નાશ જ સંભવે છે. તેથી મોક્ષગત આત્માને સુખ અને દુઃખ એમ બન્નેનો અભાવ જ ઘટે છે. અનંત સુખ છે આમ કેમ કહેવાય ? જેમ આકાશદ્રવ્ય જડ હોવાથી તેને પુણ્ય કે પાપ નથી. તેથી તેને પુણ્ય અને પાપના ફલરૂપ સુખ-દુઃખ પણ નથી. એમ મોક્ષના જીવને પણ પુણ્ય અને પાપ નામના કારણનો
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy