________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૧
એવા અનંતા જીવો છે અને પૃથ્વી જલ-તેજ તથા વાયુરૂપે શરીર હોય તેવા અસંખ્ય જીવો છે. આવા પ્રકારના અનંત અને અસંખ્યની સંખ્યાવાળા, અર્દશ્ય-સૂક્ષ્મ શરીરવાળા જીવો માનીએ તો જ સંસારની અનાદિ-અનંતતા એટલે કે નિત્યતા ઘટી શકે છે. અન્યથા અનાદિ-અનંતતા (નિત્યતા) ઘટી શકતી નથી.
અથવા અનંત જીવોની સંખ્યા માન્યા વિના આ સંસાર અનાદિ અનંત છે તે ઘટવાનું નથી તેથી જીવો તો અનંત માનવા જ પડે તેમ છે. હવે પૃથ્વી-જલ-તેજ અને વાયુ ઈત્યાદિ ચારે ભૂતો જો આ જીવોનાં શરીરો ન હોય, એટલે કે ચારે ભૂતોમાં જો જીવ ન હોય તો આ જીવોનાં સૂક્ષ્મ એવાં પણ શરીરો શેનાં બનેલાં જાણવાં ? શરીર વિના સંસારી જીવો ન હોય, જીવો વિના સંસાર ન હોય, પાંચ ભૂતો વિના બીજું કશુંય છે નહીં તો નક્કી થાય છે કે આ ભૂતોનાં જ બનેલાં શરીરો એ આ જીવોનો આધાર છે. તેથી ભૂતોમાં અવશ્ય જીવ છે. II૧૭૬૦-૧૭૬૧॥
एवमहिंसाभावो जीवघणंति न य तं जओऽभिहिअं । सत्थोवहयमजीवं, न य जीवघणं ति तो हिंसा ॥१७६२॥
(एवमहिंसाऽभावः जीवघनमिति न च तद् यतोऽभिहितम् । शस्त्रोपहतमजीवं न च जीवघनमिति ततो हिंसा ॥ )
ગાથાર્થ - - સમસ્ત લોક જીવોના ઘનવાળો (જીવોથી ભરચક ભરેલો) છે. તેથી આમ માનવાથી અહિંસાનો અભાવ થશે. આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે પહેલાં જ કહેલું છે કે શસ્ત્રથી હણાયેલ આ નિર્જીવ થાય છે એટલે “જીવોનો ઘનમાત્ર છે” તેટલા માત્રથી કંઈ હિંસા થઈ જતી નથી. ૧૭૬૨
વિવેચન - વ્યક્તપંડિત ભગવાનશ્રી મહાવીરસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવાન! જો આમ માનશો તો એટલે કે પૃથ્વી આદિ ચારે ભૂતો સચેતન છે અને આખો લોક જીવોના ઘનથી ભરેલો છે આમ માનશો સર્વત્ર જીવોના સમૂહો જ હોવાથી હાલો
ચાલો-બેસો-ઉઠો ત્યાં બધે જ જીવોની હિંસા જ થવાની આપત્તિ આવશે. તેથી અહિંસાનો
તો સર્વથા અભાવ જ થશે અને જો આ રીતે આ લોક જીવઘનથી ભરપૂર ભરેલો જ છે. તો સર્વ ક્રિયાઓમાં જીવોની હિંસા જ થવાની હોય, ક્યાંય અહિંસા પળાય એમ જ ન હોય તો સંયમી મહાત્માઓ વડે પણ અહિંસા પાળવાના વ્રતનો નિર્વાહ કરવો ઘણો જ દુષ્કર બનશે ? અણુવ્રત કે મહાવ્રત પાળી શકાશે જ નહીં.