________________
૩૫૮ પાંચમાં ગણધર - સૌધર્મ
ગણધરવાદ ધર્મ છે ? આ ત્રણ પક્ષોમાંથી “જો વસ્તુ છે” આમ કહેશો તો તે વસ્તુ નથી - કારણ કે વસ્તુરૂપે દેખાતો નથી આકાશપુષ્પની જેમ. /૧૭૮૬/
અત્યન્ત દેખાતો નથી છતાં તે વસ્તુ છે આમ જો કહો તો “કર્મ નથી” આમ કેમ કહો છો ? અથવા સ્વભાવના અસ્તિત્વમાં જે હેતુ છે તે જ હેતુ કર્મના અસ્તિત્વમાં પણ હો. ૧૭૮
અથવા કર્મનું જ જો બીજું નામ સ્વભાવ કહેતા હો તો તે સ્વભાવ ભલે હો. (અમને કંઈ વાંધો નથી.) એમ માનવામાં શું દોષ ? અથવા તે સ્વભાવ હંમેશાં સદેશ જ રહે તેમાં શું કારણ ? ll૧૭૮૮
| વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુ સુધર્મ બ્રાહ્મણને જુદી જુદી રીતે સમજાવે છે. ગયેલી ગાથા ૧૭૮૫ માં સુધર્મબ્રાહ્મણે જે દલીલ કરેલી કે “મ્મમ વિ મરું તો તોલો હોન્ન નડું નમાવોડ્ય" કર્મ ન માનીએ અને ભવનો (સંસારનો) એવો સ્વભાવ જ માનીએ કે કારણભૂત કર્મ વિના જ આ સંસાર છે. ત્યાં ભગવાન સુધર્મબ્રાહ્મણને પ્રશ્ન કરે છે કે -
ભગવાન્ – તમારો માનેલો આ સ્વભાવ એ શું છે? શું ઘટ-પટ જેવી સ્વભાવ નામની કોઈ વસ્તુ છે ? કે શું નિષ્કારણતા એટલે કે કોઈપણ કારણનો અભાવ એ જ સ્વભાવ છે ? કે શું સ્વભાવ એ વસ્તુનો કોઈ ધર્મવિશેષ છે ? આ ત્રણમાંથી સ્વભાવનો અર્થ તમને કયો માન્ય છે ? સ્વભાવ એ છે શું ? તે કહો.
સુધર્મ બ્રાહ્મણ - સ્વભાવ એ ઘટ-પટાદિની જેમ એક વસ્તુ છે.
ભગવાન્ - જો સ્વભાવ એ ઘટ-પટાદિની જેમ વસ્તુવિશેષ હોય તો ઘટ-પટાદિ ચક્ષુર્ગોચર થાય છે. ઘટ-પટાદિની ઉપલબ્ધિ થાય છે. સ્વભાવ એ ચક્ષુર્ગોચર થતો નથી. સ્વભાવની ઉપલબ્ધિ થતી નથી, અનુલબ્ધ છે. માટે સ્વભાવ નામની વસ્તુ હોય આ વાત તર્ક વિનાની છે. જેમ આકાશનું પુષ્પ ઉપલબ્ધ થતું નથી માટે નથી, તેમ સ્વભાવ નામની વસ્તુ ઉપલબ્ધ થતી નથી માટે નથી. જો હોત તો ઉપલબ્ધ થાત.
સુધર્મબ્રાહ્મણ – જેમ તલમાં તેલ અનુપલબ્ધ છે છતાં અવશ્ય છે. માટીમાં ઘટ અનુપલબ્ધ છે છતાં છે. સૂર્મ પુદ્ગલો, નિગોદના જીવો અને દૂર દૂરના પદાર્થો અનુપલબ્ધ છે, છતાં છે, તેમ સ્વભાવ નામની વસ્તુ ભલે અનુપલબ્ધ હોય તો પણ જગતમાં છે. આમ માની શકાય છે. જે કોઈ અનુપલબ્ધ હોય તે સઘળુંય નથી જ હોતું એમ નહીં.