________________
૩૫૨
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ ઉંચી સ્થિતિને પામે છે અને આ ભવમાં નીચ કરણી કરનારો જીવ ભવાન્તરમાં નરકનિગોદ કે તિર્યંચગતિ પામે છે. તેથી આ ભવમાં જે જીવ જેવો (જેવી કરણીવાળો) હોય છે તે જીવ પરભવમાં તેવો થાય છે. તેથી એકલી સદેશતા રહેતી નથી પરંતુ વિદેશતા પણ થાય છે. અર્થાત્ કરણીને અનુસારે ભવાન્તરમાં સદેશતા અને વિસશિતા થાય છે. //૧૭૮૧-૧૭૮૨||
अह इह सफलं कम्मं, न परे तो सव्वहा न सरिसत्तं । अकयागम-कयनासा, कम्माभावोऽहवा पत्तो ॥१७८३॥ कम्माभावे य कओ भवंतरं, सरिसया व तदभावे । निक्कारणओ य भवो, जइ तो नासोवि तह चेव ॥१७८४॥ (अथेह सफलं कर्म, न परस्मिंस्ततः सर्वथा न सदृशत्वम् । अकृतागम-कृतनाशौ, कर्माभावोऽथवा प्राप्तः ॥ कर्माभावे च कुतो भवान्तरं, सदृशता वा तदभावे । निष्कारणकश्च भवो यदि ततो नाशोऽपि तथैव ॥)
ગાથાર્થ - અહીં પ્રશ્ન થાય છે કે આ ભવને આશ્રયી ક્રિયા ફળવાળી છે પણ પરભવને આશ્રયી ફળવાળી નથી. આમ જો કહેશો તો પરભવમાં સદેશતા પણ ઘટશે નહીં તથા અકૃતાગમ-કૃતનાશ અને સર્વથા કર્મનો અભાવ આવા દોષો પ્રાપ્ત થશે. કર્મનો જો અભાવ માનશો તો ભવાત્તર પણ કેમ ઘટશે ? અને ભવાન્તરના અભાવે સદેશના પણ કેમ ઘટે? અને જો ભવની ઉત્પત્તિ નિષ્કારણ હોય તો ભવનો નાશ પણ નિષ્કારણ જ થશે. તેથી તપાદિ ધર્માનુષ્ઠાન પણ નિષ્ફળ થશે. ll૧૭૮૩-૧૭૮૪ll
વિવેચન - અહીં સુધર્મ કદાચ આવો પ્રશ્ન કરે કે હે ભગવાન ! આ ભવમાં કરાતી ખેતી-વેપાર-રસોઈ તથા નોકરી આદિ જે જે ક્રિયાઓ કરાય છે તે તે ક્રિયાઓ આ ભવમાં જ ફળ પ્રાપ્ત કરવાના આશયથી કરાય છે અને તે જ ક્રિયાઓ સફળ છે, ફળવાળી છે એમ મનાય છે. જેમકે ખેતીની જે ક્રિયા કરાય છે તેનું ધાન્યપ્રાપ્તિરૂપ ફળ છે. વેપારની જે ક્રિયા કરાય છે તેનું ધનપ્રાપ્તિરૂપ ફળ છે. રસોઈની જે ક્રિયા કરાય છે તેનું ભોજનપ્રાપ્તિરૂપ ફળ છે અને નોકરીની જે ક્રિયા કરાય છે તેનું વેતનની પ્રાપ્તિ (પગારની પ્રાપ્તિ) રૂ૫ ફળ છે એમ આ ભવમાં જ ફળ પ્રાપ્ત થાય એવા આશયથી જે જે ક્રિયાઓ કરાય છે તે તે ક્રિયાઓ સફળ = ફળ આપનારી છે. પરંતુ પરભવમાં ફળપ્રાપ્તિ થાય