________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
મરણની પીડાને પામનારા બનશે અને પ્રાપ્ત કરેલો મોક્ષ નિષ્ફળ જશે. માટે કાર્પણશરીર માન્યા વિના સંસારની અને મુક્તિની વ્યવસ્થા ઘટશે નહીં.
૧૩૮
પ્રશ્ન - ધારો કે એમ માનીએ કે કાર્યણશરીર નથી જ, અને સ્થૂલ એવા ભોગ્ય શરીરમાંથી જીવો જેવા છુટે છે તેવા જ મૃત્યુ બાદ મોક્ષે જ જાય છે. ભવાન્તર જતા જ નથી, દેહાન્તર ધારણ કરતા જ નથી. આમ માનીએ તો શું દોષ ?
-
ઉત્તર જો આમ જ હોય એટલે કે કાર્પણશરીર ન હોય અને મૃત્યુ બાદ સર્વે જીવો ભવાન્તરમાં ગયા વિના મોક્ષે જ જતા હોય તો પ્રતિસમયે નિગોદમાં અનંતા, મનુષ્યભવમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને શેષભવોમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવો મૃત્યુ પામે છે. તે સર્વે પણ જીવો મોક્ષે જ જવાના. આમ થવાથી થોડા જ કાલમાં સંસારનો વિચ્છેદ થવાનો પ્રસંગ આવે. સંસારમાં એક પણ જીવ રહેશે નહીં. અભવ્ય જીવો પણ મૃત્યુ પામતા હોવાથી તેઓનો પણ મૃત્યુ બાદ મોક્ષ જ થવાનો. આવી આપત્તિ આવશે. આ વાત પણ
ઉચિત નથી.
તથા ભવ્ય હોય, અભવ્ય હોય કે દુર્ભવ્ય હોય. આમ સર્વે પણ જીવોને મૃત્યુ અવશ્ય આવે જ છે અને તે સર્વે પણ જીવો મૃત્યુ બાદ મોક્ષે જ જશે. જેથી ભવ્યાભવ્યની તથા આસન્ન ભવ્ય અને દુર્વ્યવ્યની વ્યવસ્થા પણ તુટી જશે. માટે હે અગ્નિભૂતિ ! કર્મતત્ત્વ (કાર્પણ શરીર) ન માનો તો ઘણા દોષો આવશે. ।।૧૬૩૩।।
सव्वविमोक्खावत्ती, निक्कारणउ व्व सव्वसंसारो ।
भवमुक्काणं व पुणो, संसरणमओ अणासासो ॥१६३४॥
(सर्वविमोक्षापत्तिर्निष्कारणको वा सर्वसंसारः ।
भवमुक्तानां वा पुनः संसरणमतोऽनाश्वासः ॥ )
ગાથાર્થ - કર્મતત્ત્વ ન માનવાથી (૧) સર્વજીવોને મોક્ષની પ્રાપ્તિ થશે. (૨) સર્વે જીવોનો સંસાર નિષ્કારણ થઈ જશે. (૩) ભવથી મુક્ત થયેલાને ફરીથી સંસાર થશે અને તેથી (૪) મોક્ષમાં પણ અવિશ્વાસ થશે. (આમ ચાર મોટા દોષો આવશે.) ૧૬૩૪
વિવેચન - જો કાર્પણશરીર એટલે કે કર્મતત્ત્વ ન માનીએ અને માત્ર સ્થૂલ ભોગ્યશરીર જ માનીએ તથા તે શરીર પોલિક હોવાથી અભ્રાદિના વિકારની જેમ કર્મ વિના તે ભોગ્યશરીરની સહજ વિચિત્રતા માનીએ તો સર્વે પણ જીવો જ્યારે જ્યારે પોતાનો વર્તમાન ભવ સમાપ્ત કરે ત્યારે સ્થૂલશરીરમાંથી નીકળેલા જીવને કાર્યણશરીર