________________
(૧૨)
(૯) નન્જિટિપ્પણ આ ગ્રંથની વિશેષ માહિતી હાલ ઉપલબ્ધ નથી.
(૧૦) વિશેષાવશ્યકભાષ્ય વિવરણ - આ તે જ ગ્રંથ છે કે જેમાં આવેલા ગણધરવાદનો આ અનુવાદ કરવામાં આવ્યો છે. પાંચ જ્ઞાન, ગણધરવાદ, આઠ નિહ્નવવાદ અને સાત નયોનું આ ટીકામાં મૂલ ગ્રંથના આધારે સારામાં સારું વિવેચન કરાયેલું છે. ૨૮૦૦૦ શ્લોકપ્રમાણ આ ટીકા છે. વિક્રમ સંવત ૧૧૭૫ના કાર્તિકસુદ પાંચમના દિવસે આ ટીકાની રચનાની સમાપ્તિ થઈ છે. આ આચાર્યશ્રીને લેખનકાર્યમાં સહાયતા કરનારા ૧ અભયકુમારગણિ, ૨ ધનદેવગણિ, ૩ લક્ષ્મણગણિ, ૪ વિબુધચંદ્ર. આટલા મુનિમહાત્માઓ તથા ૧ શ્રી મહાનન્દા અને ૨ શ્રી મહત્તરા વીરમતીજી ગણિની એમ બે સાધ્વીજીશ્રી લેખનક્રિયામાં સહાયક હતાં.
ગણધર ભગવંતોના પ્રશ્નોની ચર્ચા ઃ
પ્રત્યેક ગણધરોના મનમાં જે એક એક પ્રશ્ન હતો તેની ઘણી લંબાણપૂર્વકની ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ ઘણો જ સારી રીતે ચર્ચવામાં આવ્યો છે.
(૧) જીવદ્રવ્ય ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતું નથી. ઉત્પત્તિસ્થાનમાં આવતું અને મૃત્યુ બાદ પરલોકમાં જતું જીવદ્રવ્ય નજરે નીહાળાતું નથી. જીવતા શરીરને અને મૃતશરીરને તોળતાં વજન વધતું-ઘટતું નથી. કાચની પેક પેટીમાં જીવતા જીવને રાખવામાં આવે અને ત્યાં તે મૃત્યુ પામે તો કાચ તુટી-ફુટી જતો નથી ઈત્યાદિ રીતે જીવ નથી એવી માન્યતા પૂર્વપક્ષવાળાની છે. તેથી દેહ એ જ આત્મા એટલે કે દેહાત્મવાદ, પાંચ ભૂતોનો જ બનેલો આ આત્મા છે તે ભૂતાત્મવાદ, ઈન્દ્રિયો એ જ આત્મા છે તે ઈન્દ્રિયાત્મવાદ આવા પૂર્વપક્ષો આ ચર્ચામાં છે અને તેના ઉત્તર રૂપે ચેતનાગુણવાળો આત્મા સ્વતંત્ર હોવાથી શરીર, ભૂતો અને ઈન્દ્રિયોથી આત્મા નામનું દ્રવ્ય ભિન્ન અને સ્વતંત્ર છે આવી ચર્ચા ઉત્તરપક્ષમાં છે.
તથા
આ આત્મા સર્વજગદ્યાપી છે કે શરીરમાત્રવ્યાપી છે ? સર્વ આત્માઓનો એક જ આત્મા છે કે દરેક આત્મા સ્વતંત્ર અને અનંત છે. બ્રહ્માત્મા જ જગરૂપે બનેલા છે કે સર્વે આત્માઓ બ્રહ્માથી ભિન્ન છે. જીવ પરલોકગામી છે કે દીપક બુઝાઈ જાય તેમ આ આત્મા મૃત્યુ પામે ત્યારે સમાપ્ત જ થઈ જાય છે. આમ આત્મા સંબંધી વિવિધ ચર્ચાઓ આ પ્રથમ ગણધરવાદમાં છે. વિશ્વવ્યાપિત્વ, દેહમાત્રવ્યાપિત્વ, અદ્વૈતવાદ, અનંતાત્મવાદ, બ્રહ્મવાદ, સ્વતંત્ર આત્મવાદ વગેરે વિષયોનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. ચાર્વાકદર્શનની દૃષ્ટિએ ભૂતો એ જ આત્મા, સાંખ્ય-નૈયાયિક-વૈશેષિકદર્શનની દૃષ્ટિએ