________________
૧૮૭
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ ગાથાર્થ - જેમ વર્તમાનકાલીન અભિલાષ અન્ય અભિલાષપૂર્વક હોય છે તેમ પ્રથમ સ્તનપાનનો અભિલાષ પણ અન્ય અભિલાષપૂર્વક જ છે. કારણ કે તે અનુભવાત્મક (જ્ઞાનાત્મક) છે અને તે અનુભવાત્મક પદાર્થ દેહથી અધિક છે. I/૧૬૬ ૨l
વિવેચન - પાંચ ભૂતોના બનેલા શરીર કરતાં આત્મદ્રવ્ય એ ભિન્ન પદાર્થ છે. આ વાત સિદ્ધ કરવા માટે વળી અન્ય અનુમાન પરમાત્મા સમજાવે છે.
આ સંસારમાં બાળકને જન્મ પામતાંની સાથે જ જે પ્રથમ સ્તનપાન કરવાની ઈચ્છા થાય છે, તે આ પ્રથમ સ્તનપાનાભિલાષ પૂર્વકાલીન અન્ય અભિલાષપૂર્વક છે. એટલે કે આ સ્તનપાનના સંસ્કાર પૂર્વકાલીન આહાર લેવાના સંસ્કાર વડે થયેલા છે. કારણ કે સ્તનપાનની જે ઈચ્છા થવી તે પણ એક પ્રકારનો અનુભવ છે માટે. જેમકે વર્તમાનકાલીન અભિલાષ પૂર્વકાલીન અભિલાષપૂર્વક હોય છે તેમ અહીં મનુનવત્વત્ આવા પ્રકારનો હેતુ મૂલગાથામાં કહ્યો જ છે. છતાં ગાથામાં ન કહેલો એવો મનીષત્વીત્ હેતુ પણ ઉપરોક્ત ચર્ચાથી સમજી લેવો. આ સંસારમાં જે જે અભિલાષ થાય છે તે તે અભિલાષ અવશ્ય અન્ય અભિલાષપૂર્વક જ હોય છે. જેમકે વર્તમાનકાલીન આહારનો અભિલાષ પૂર્વકાલમાં વારંવાર ગ્રહણ કરેલા આહારના અભિલાષપૂર્વક છે તેવી જ રીતે પ્રથમ ક્ષણે બાળકને થતો જે સ્તનપાનાભિલાષ છે તે પૂર્વભવીય વારંવાર ગ્રહણ કરાયેલા આહારના અભિલાષપૂર્વકનો છે અને તે અભિલાષવાળો પદાર્થ શરીરથી અન્ય છે અર્થાત્ આત્મા છે. કારણ કે જો શરીરને જ અભિલાષવાળું માનીએ તો ગયા ભવના શરીરનો તો ત્યાગ કરેલો છે. તે શરીર તો ત્યાં જ રહેલું છે કે જે બાળી નાખવામાં આવ્યું છે. એટલે તે પૂર્વભવીય શરીર તો આ ભવના શરીરના આહારની અભિલાષાનું કારણ બની શકે નહીં. પરંતુ આહારની અભિલાષાપૂર્વકનો કોઈક પદાર્થ ગયા ભવના શરીરનો ત્યાગ કરીને અહીં આવેલ છે અને તે આ ભવના શરીરની પુષ્ટિ માટેના આહારની અભિલાષાનું કારણ છે.
આહારની અભિલાષા થવી એ ઈચ્છાત્મક ગુણ છે. આ ગુણ જડ એવા શરીરમાત્રમાં સંભવિત નથી. જો શરીરને જ ઈચ્છા થતી હોત તો મૃતશરીરને પણ તેવી તેવી ઈચ્છાઓ થાત. પણ મૃતશરીરને આહારની અભિલાષા એટલે ઈચ્છા થતી નથી. માટે તે ઈચ્છા એ ગુણ હોવાથી તેના આધારભૂત એવો કોઈક ગુણી શરીરથી ભિન્ન અને શરીરની અંદર હોવો જોઈએ. તેથી અભિલાષા અર્થાત્ ઈચ્છા નામના ગુણનો જે ગુણી છે તે જ શરીરમાં રહેલો અને શરીરથી ભિન્ન એવો આત્મા નામનો પદાર્થ છે.
પ્રશ્ન - તમારું આ અનુમાન વ્યભિચાર એટલે કે અનૈકાન્તિક હેત્વાભાસના