________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૧૭
ઉત્તર - પ્રત્યક્ષ દેખાતી વસ્તુ પણ “નથી” આમ માનવામાં શૂન્યવાદી પાસે પ્રબળ એવું એક બાધકપ્રમાણ છે. એટલે ત્યાં અનુમાનાદિથી વસ્તુની સિદ્ધિ કરવી પડે છે. જેમ સ્વપ્નમાં “મારો રાજ્યાભિષેક થયો, મેં બત્રીસ પક્વાન્નનું ભોજન કર્યું” આવું જ્ઞાન થાય તો પણ નિદ્રાના ત્યાગ પછી જોઈએ તો તેમાંનું કંઈ જ હોતું નથી. બધું શૂન્ય જ હોય છે તથા ઝાંઝવાનું જળ જળરૂપે દેખાય છે પણ જળ હોતું નથી. આ ઉદાહરણની જેમ શૂન્યવાદી એમ માને છે કે “જે સર્વે પણ શાનો થાય છે તે જ્ઞેય વિનાનાં છે. અર્થાત્ જેવું જ્ઞાન થાય છે તેવું જ્ઞેય સંસારમાં હોતું નથી. જેમકે સ્વપ્નજ્ઞાન અથવા ઝાંઝવાના જળનું જ્ઞાન. તેમ ગામ-નગર ઈત્યાદિ વિશ્વ જે દેખાય છે તે દેખાય છે અવશ્ય, પરંતુ છે નહીં. આવું શૂન્યવાદી માને છે. તેથી સ્વપ્નજ્ઞાનની જેમ વસ્તુને ન માનવા માટે આવું બાધકપ્રમાણ તેની પાસે છે. તેથી અનુમાનાદિ ઈતરપ્રમાણોથી તેનું ખંડન કરવું પડે છે. પરંતુ આત્માને જણાવનારા સંશયાદિજ્ઞાનમય અનુભવપ્રત્યક્ષમાં આવું કોઈ બાધકપ્રમાણ છે જ નહીં, કે જેથી અનુમાનાદિ કરવાં પડે. માટે હે ગૌતમ ! અનુભવપ્રત્યક્ષથી જ આત્મા છે આમ સમજાય છે. ૧૫૫૪॥
ગણધરવાદ
વળી નીચેની યુક્તિઓથી પણ આ જીવ પ્રત્યક્ષ છે.
कयवं करेमि काहं, वाहमहं पच्चया इमाउ य । अप्पा सप्पच्चक्खो, तिकालकज्जोवएसाओ ॥ १५५५ ॥
( कृतवान् करोमि करिष्यामि वाहमहं प्रत्ययादस्माच्च । आत्मा स प्रत्यक्षस्त्रैकालिककार्योपदेशात् । )
ગાથાર્થ - મેં કાર્ય કર્યું, હું કાર્ય કરું છું, હું કાર્ય કરીશ ઈત્યાદિ રૂપે ત્રણે કાલના કાર્યનો જે વ્યપદેશ થાય છે તેમાં “હું-હું નો જે બોધ થાય છે” તેનાથી પણ આત્મા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. ૧૫૫૫
વિવેચન - સંશયાદિ વિજ્ઞાન જે થાય છે તે જ આત્મા છે. આમ અનુભવપ્રત્યક્ષથી જ આત્મા સિદ્ધ થાય છે. આ એક વાત કરી અથવા હવે બીજી રીતે પણ આત્માની સિદ્ધિ આ ગાથામાં કરે છે.
મેં આ કાર્ય કર્યું, હું આ કાર્ય કરું છું, હું આ કાર્ય કરીશ, હું આવું વાક્ય બોલ્યો, હું આમ કહું છું, હું હવે આમ કહીશ, મેં આ જાણ્યું, હું આમ જાણું છું, હવે આ હું જાણીશ, ઈત્યાદિ પ્રકારે જે આ ત્રણે કાલના કાર્યના વ્યપદેશવાળો વ્યવહાર થાય છે. તેવા