________________
પ૬૧
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય અગ્નિહોત્રાદિ યજ્ઞો કરવા આવું જે શાસ્ત્રવિધાન છે તે સઘળું વિધાન નિષ્ફળ થાય. જો પરભવમાં જવાનું જ ન હોય તો અગ્નિહોત્ર કરવાનું વિધાન વ્યર્થ બને. માટે અવશ્ય પરભવ છે.
તથા દાન-શીયળ આદિ ધર્મક્રિયાઓનું અને હિંસા, જુઠ, ચોરી, વ્યભિચારાદિ પાપક્રિયાઓનું ફળ લોકમાં પુણ્ય અને પાપના નામે પ્રસિદ્ધ છે. જો પરભવમાં જવાનું હોય જ નહીં તો આ ભવમાં ગમે તેવાં પુણ્યનાં કામો કરો કે ગમે તેવાં પાપનાં કામો કરો પણ મૃત્યુ બાદ જો સુખ-દુઃખ મળવાનું જ ન હોય તો આ ધર્મક્રિયાઓ અને પાપક્રિયાઓ પણ નિષ્ફળ થાય. તે માટે અવશ્ય પરભવ છે જ. જે આત્માઓ દાન-શીયળ વગેરે ધર્મક્રિયાઓ કરે છે તે પુણ્યનો બંધ કરીને ભવાન્તરમાં સુખી થાય છે. એટલે કે પુણ્યફળ ભોગવે છે અને જે આત્માઓ હિંસા, જુઠ, ચોરી ઈત્યાદિ પાપક્રિયાઓ કરે છે તે પાપનો બંધ કરીને પરલોકમાં દુઃખી થાય છે. એટલે કે પાપફળ ભોગવે છે. માટે શાસ્ત્રવિધાનથી પણ પરભવ છે. આ પ્રમાણે આ દશમા મેતાર્યપંડિતના મનનો સંશય છેદાયો. ભગવાનની વાણીથી પ્રતિબોધ પામ્યા. ૧૯૭૦
छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहिओ सह खण्डियसएहिं ॥१९७१॥ (छिन्ने संशये, जिनेन जरामरणविप्रमुक्तेन । સ: શ્રમUT: પ્રવ્રુગિત:, ત્રિમતું સદ ઘડેશ્વશતૈ: I)
ગાથાર્થ - જરા-મરણથી સર્વથા મુકાયેલા એવા જિનેશ્વરપ્રભુ વડે સંશય છેદાયે છતે તે મેતાર્યશ્રમણ પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા. ll૧૯૭૧/l
વિવેચન - ભાવાર્થ પૂર્વની જેમ સુગમ છે. પરમાત્મા જન્મ-જરા-મૃત્યુથી અત્યન્ત મુક્ત છે. કારણ કે હવે આ અન્તિમ ભવ છે. ત્યાર બાદ તેઓશ્રીને ક્યાંય જન્મ લેવાનો નથી. તેથી જરા-મરણ આવવાનાં નથી. તેઓની અપૂર્વ વાણી સાંભળવાથી મેતાર્ય નામના દશમા પંડિત બ્રાહ્મણના મનનો “પરલોક છે કે નથી” આ સંશય છેદાયો. સંશય છેદાયે છતે મેતાર્ય બ્રાહ્મણે પોતાના ત્રણસો શિષ્યો સાથે પરમાત્મા પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ll૧૯૭૧||
દસમા ગણધર શ્રી મેતાર્યજીનો વાદ સમાપ્ત થયો.