Page #1
--------------------------------------------------------------------------
________________
Page #2
--------------------------------------------------------------------------
________________
न२(न. 339
ormann 335
શ્રી સાગગગા,
जाप
नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें.
बाजी मामबागर परिक्षर श्री नागोर बाजाराषमाओवा
Page #3
--------------------------------------------------------------------------
________________
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધર્ષિં વિરચિતા
ઉપમિતિ ભવપ્રપંચા કથા
ભાષા અવતરણ.
પ્રથમ ભાગ,
પ્રસ્તાવ ૧-૨-૩.
ચેાજક અને લેખક, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ.
ખી, એ; એક્ એક્, બી. સેાલિસિટર હાઇકોર્ટ, મુંબઈ,
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ અને આનંદધનજીના પદા ઉપર વિવેચન કરનાર અને જૈનદૃષ્ટિએ યાગ'ના લેખક.
છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા,
વીરાત્ ૨૪૪૭.
ભાવનગર.
ગ્રંથમાવૃત્તિ.
વિક્રમ ૧૯૭૭. ઇ. સ. ૧૯૨૧
મૂલ્ય રૂ. ૩-૦-૦
Page #5
--------------------------------------------------------------------------
________________
66
यूयमपि भो भव्या ! इदं संसारिजीवचरितमनुभवागमसिद्धमवबु
ध्यध्वं अवबोधानुरूपं चाचरत, विरहयत कषायान्, स्थगयताश्रवद्वाराणि, निराकुरुतेन्द्रियगणं, दलयत सकलं मनोमलजालं, पोषयत सद्भूतगुणगणं, मुञ्च भवप्रपञ्चं, यात तूर्णं शिवालयं, येन यूयमपि सुमतयो भव्यपुरुषा “ भवथ । अथ नास्ति भवतां तादृशी लघुकर्मता ततो यथा सुललिता भूयो
66
66
भूयः प्रचोदिता सप्रणयं मुहुर्मुहुर्निर्भर्सिता बहुविधमुपालब्धा पुनः पुनः " स्मारिता सती गुरुकर्मिकापि प्रतिबुद्धा तथा बुध्यध्वम् यथा स्वदुश्च“ रितपश्चात्तापेन सद्भूतगुणपक्षपातसारो निखिलकर्म मलविलयकारी सदागमबहुमानस्तस्याः सुललितायाः प्रतिबोधकारणं संपन्नः तथा भवद्भिरपि तथैव स विधेयो येन संपद्यते भवतामपि विशिष्टस्तत्त्वावबोध इति ।
66
66
66
VERSEASEASERSEASES
८८
सिद्धर्षिगणि
PARARARAMAYARALANARARA!
આ ગ્રંથ શ્રી મુંબઈમાં નિર્ણયસાગર પ્રેસમાં રામચંદ્ર યેશૂ ોડગેએ મુદ્રિત કર્યો અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના
પ્રમુખ શેઠ કુંવરજી આણંદજીએ પ્રસિદ્ધ કર્યાં.
Page #6
--------------------------------------------------------------------------
________________
मा.श्री कैलाममागर सूरि शान मदिर भी महावीर जैन आराधमा केन्द्र. कोमा
www.jainelibrary.o
Page #7
--------------------------------------------------------------------------
________________
Jain Education Inte
પૂજ્ય શ્રી ગિરધરલાલ આણંદજી.
Lakshmi Art. Bombay. No. 8
Page #8
--------------------------------------------------------------------------
________________
Gioneelo Togos closedsdd goes Jogolf golog9H0GcRE
વડીલશ્રી ગિરધરલાલ આણંદજી.
તીર્થસ્વરૂપ પરમ પૂજ્ય પિતાશ્રી!
આપે મને અનન્ય વાત્સલ્યભાવે ઉછે; મારામાં થી નીતિ, ધર્મ અને અધ્યાત્મનાં બીજ રોપ્યાં; આધુનિક
શિક્ષણનાં સર્વ સાધન મને સુલભ્ય કરી આપ્યાં; આપના E નિર્મળ ચારિત્ર અને ધર્મપરાયણ જીવન વડે આદર્શ જીવB નની મને ઝાંખી કરાવી; મારી પ્રસંગોપાત થતી ખલના તિ ઓ સુધારી ધર્મમાર્ગ સ્થીર રાખવા આપે નિરન્તર પ્રયત્ન , જ સેવ્યો; અનુકૂળ સુલભતા છતાં સંતતિપરના વાત્સલ્યભાવે અને Sી આત્મહિતાર્થે ભર યૌવનમાં બ્રહ્મચર્યને આદર કર્યો–આવા આ મારી ઉપરના અગણિત ઉપકારનાં સ્મરણેની કણબુIી દ્ધિથી નમ્ર બનતું મારું હૃદય આપને ભક્તિભાવે નમન કરે છે. આ
ઉપમિતિ ભવપ્રપંચ મૂળ ગ્રંથ આપના વાંચવામાં આAણે વતાં તે તરફ આપે મારું ધ્યાન ખેંચ્યું, તેમાં રહેલી અલ- BE
કિક ઘટનાને આપે મને પરિચય કરાવ્યું અને તેનું ગુજ- 8 થી રાતી ભાષામાં અવતરણ કરવા આપે મને પ્રેરણા કરી તેના વત
પરિણમે ઉકત અનુવાદને પ્રથમ ભાગ આપને અર્પણ કરી હતી ન હું મારી જાતને અંશે કૃતકૃત્ય માનું છું. આશા છે કે સેહભાવે મારું આ નૈવેદ્ય આપ સ્વીકારશે અને આત્મશ્રેયનાં
અનેક કાર્યો સાધવાનું આંતર બળ મને સવિશેષ પ્રાપ્ત . છે થાય એવા આપના શુભ આશિર્વાદથી મને કૃતાર્થ કરશે.
આપનો સેવક બાળ મૌક્તિક, હક
NagoaloiolopoulosopologgleionofobsorbsionToolsiologos/og૦poGoposionbsonguages
geoGordosebg9eoGeoBJulos9ooscologicaloE૦eo OlobogoEછેdoEOaogenopolog
GSERBolloGop/6GS] Bollogi૦ds Son Diplosioભાવો OnloE0g/g
Page #9
--------------------------------------------------------------------------
________________
Sense sensers ASASER
જબ લગ ઉપસમ નાહિ રતિ,
તમ લગે જોગ ધરે કર્યું હવે, નામ ધરાવે જતી. જમ, ૧
કપટ કરે તું બહુવિધ ભાતે, ક્રોધે જલે છતી, તાકા ફલ તું કયા પાવેગા, જ્ઞાનવિના નાહિ ખતી, ભૂખ તરસ આર પ સહતું હે, કહેતુ બ્રહ્મવ્રતી, કપટ કેલવે માયા ભંડે, મનમે ધરે વ્યકતી, ભસ્મ લગાવત ઠાઠા રહેવત, કહત હૈ હું વસતી, જંત્રમંત્ર જડી બૂટી ભેષજ, લાભ વશ મૂઢમતી. બડે બડે બહુ પુરવધારી, જિનમે સકતિ હતી, સેાભી ઉપસમ છેાડી ખિચારે, પાયે નરક ગતી. કાઉ ગૃહસ્થ કાઉ હવે વૈરાગી, જોગી ભગત જતી, અધ્યાતમ ભાવે ઉદાસી રહેંગા, પાયેંગેા તબહી મુકતી. શ્રી નયવિજય વિસ્મુધ વર રાજે, જાને જગ કીરતી, શ્રીજસવિજય ઉવઝાય પસાથે, હેમ પ્રભુ સુખસંતતી,
જસવિલાસ.
જખ. ૨
જન્મ, ૩
જન્મ. ૪
જમ, ૫
જમ. ૬
જન્મ. ૭
NARASARANANANAY
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
ઉપદેશ આપવાનું પ્રમળ સાધન કથાનુયોગ છે. કથાવાર્તા કરનાર લેખકમાં જ્યારે વિવિધવિષયગ્રાહી લોકોત્તર આદર્શોથી નિયંત્રિત અદ્ભુત બુદ્ધિચાતુર્ય, અસાધારણ પ્રતિભા, ઉત્તમ કાવ્યકુશળતા અને અપૂર્વ રસપોષકતા જોડાયલા હોય ત્યારે જે કાર્ય કથાનુયોગ સાધી શકે છે તે શુષ્ક ઉપદેશ કદિ પણ્ સાધી શકતો નથી એ નિ:સંદેહ છે, ભારતવર્ષના થાસાહિત્યમાં જૈન કથાનુયોગ અગ્રપદ ભોગવે છે એમ ઘણા વાંચન અને વિવેચનને પરિણામે જણાતાં અને સમગ્ર સમાજપર એ સાહિત્યની એકસરખી અસર નીપજાવીશકાય છે એમ નિર્ણય થતાં આ ગ્રંથ વાંચવાનો પ્રસંગ બન્યો. વધારે તપાસ કરતાં જૈન અને જૈનેતર વિદ્વાનો પાસેથી એમ પણ જણાયું કે કથાની અદ્ભુત સંકલના સાથે આંતર ધ્વનિમાં ઉપદેશનું અસાધારણ ગૌરવ ધરાવનાર આ ગ્રંથ આખા સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે એટલે તે વારંવાર વાંચ્યો અને વાંચતા ઉક્ત નિર્ણયની સાર્થકતા અને સત્યતા સમજાણી.
કથાસાહિત્ય માળકથી માંડી વૃદ્ધ પર્યંત સર્વને ઉપકારી અને છે. દરેક પ્રાણી પછી તે સામાન્ય બુદ્ધિમાન હોય કે વિશેષ અભ્યાસી હોય તે સર્વને એ સાહિત્ય અભ્યાસ ગ્રાહકતા અને શીઘ્રવેદિત્યના પ્રમાણમાં ઓછો વધતો લાભ કરે છે; એટલા માટે આ ઘણા મોટા ગ્રંથનું ભાષામાં અવતરણ કરવા વિચાર થયો અને એ કાર્ય સંવત્ ૧૯૭૧ માં શરૂ કર્યું. એ પ્રયત્નના પરિણામનો પ્રથમ વિભાગ આજે જાહેર પ્રજા સમક્ષ ધરવામાં આવે છે. એ પ્રયતના શુભ પરિણામ કે લોકપ્રિયતા માટે જરા પણ શંકા નથી, કારણ કે એક અવાજે મૂળગ્રંથની વિશિષ્ટતા એનો લાભ લેનાર ગાઈ રહ્યા છે. માત્ર જો ભાષાઅવતરણમાં કાંઈ ક્ષતિઓ આવી ગઈ હોય, તદ્ન સરળ ભાષા રાખવાનો ઇરાદો રાખવા છતાં કોઈ જગોએ તે અઘરી થઇ ગઇ હોય તો તે દોષ મારો છે. મારી ભાવના ગુજરાતી પાંચ ચોપડી ભણેલી સ્ત્રી પણ આ ગ્રંથ સમજી શકે તેટલો
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
સરળ બનાવવાની હતી તે કેટલે દરજે સફળ થઈ છે તે વિચારવાનું કાર્ય હવે તો વાંચકોનું છે.
આ ગ્રંથના કર્તા કયારે થયા, એમનું જીવનવૃત્ત કેવું હતું, એમનો આદર્શ કેટલો શુદ્ધ હતો, એમણે ગ્રંથકર્તા તરીકે કેટલું બુદ્ધિચાતુર્ય બતાવ્યું હતું, એમને અનુભવ કેટલો સર્વગ્રાહી હતી, એમનું જ્ઞાન કેટલા વિષયોમાં વ્યાપી રહેલું હતું અને એમનો જનસમાજનો અભ્યાસ, માનસશાસ્ત્રની ઊંડાઈએ ઉતારવાની શક્તિ અને ભાષા પરનો કાબુ કેટલા મજબૂત હતા તે ઉપર એક સવિસ્તર ઉપોદ્દઘાત ત્રીજા ભાગમાં આપવામાં આવશે. એમના સમયના સંબંધમાં ઘણો મતભેદ છે; પ્રે. જેકોબી સાથે આ વિષયમાં ઘણો પત્રવ્યવહાર થયો હતો તે આખો પત્રવ્યવહાર શ્રી જૈન કોન્ફરન્સ હેર૯ના ખાસ અંકમાં બહાર પાડવામાં આવ્યો છે ત્યાર પછી મને એ વિષય પર વધારે અજવાળું પાડે તેવા અનેક સાધનો મળ્યાં છે, તે પર સવિસ્તર વિવેચના ત્રીજા ભાગમાં થશે. ગ્રંથ સમજવા માટે તેની ઉપયુક્તતા તો ગણાય, પણ તે સિવાય પણ ગ્રંથ સમજવામાં અગવડ નહિ આવે અને હજુ ઉપોદઘાત લખાયેલ નથી, તેથી આ પ્રથમ વિભાગ માત્ર સાદી પ્રસ્તાવના સાથે જ બહાર પાડવામાં આવેલ છે. અહીં એટલું જણાવી દેવાની જરૂર છે કે આ ગ્રંથમાં બતાવી છે તેવી સરળ ભાષામાં માનસ શાસ્ત્રના ઊંડામાં ઊંડા ભાવો બતાવવાની અપૂર્વતા અન્યત્ર પ્રાપ્ત થવી મુશ્કેલ છે. આ અતિ મહત્વની બાબત પર ઉપોદ્દઘાતમાં વિવેચન કરવાનું છે તેથી અત્ર માત્ર તેનો નિર્દેશ કર્યો છે.
શ્રી સિદ્ધર્ષિગણિને ઈરાદો ઉપમિતિ દ્વારા સંસારને સર્વ પ્રપંચ બતાવવાનો છે. એક વાર્તા કહી તેની અંદરના રહસ્ય તરીકે સંસારમાં મનોવિકારો, દોષો અને ઇન્દ્રિયો કેવી રીતે કામ કરે છે તે બરાબર બતાવી તે દ્વારા સંસારપરથી ચિત્તને ફેરવી એના યોગ્ય માર્ગે લઈ આવવાનો છે અને તે કાર્ય તેઓ બહ સફળ રીતે કરી શક્યા છે. વિષયને ખીલવવાની તેમની શક્તિ અદ્દભુત છે અને પોતાને કહેવાનો આશય તેઓ બહુ સુંદર અને સચોટ રીતે કહી શક્યા છે. મનોવિકારોનું જે માત્ર વર્ણન કરવામાં આવે તો વાંચ
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
નાર કે શ્રોતાને તેમાં મજા આવતી નથી અને વિષય તદ્ન લુખ્ખો લાગે છે. આથી તેમણે કથાદ્વારા મનોવિકારો વર્ણવ્યા છે; અને સાથે એમણે અંદર એવા એવા પાત્રા રજુ કરી દીધા છે કે તેમનો કહેવાનો આશય તેઓ બહુ સારી રીતે વ્યક્ત કરી શક્યા છે.
આધુનિક પદ્ધતિએ આપણે જેમ પ્રસ્તાવના અને ઉપોદ્ઘાત મોટા ગ્રંથમાં લખીએ છીએ તેમ તેમણે પણ કર્યું છે. આખા ગ્રંથમાં આ પ્રસ્તાવ રાખ્યા છે તે આઠ પ્રસ્તાવમાં આવનારી હકીકતનો ટુંકો સાર પ્રથમ કહી દીધો છે. આવા પ્રકારની ગ્રંથશૈલી આગમપ્રમાણયુક્ત છે તેમ મતાવ્યું છે. ગ્રંથભાષા સંસ્કૃત રાખવાનું કારણુ કહી દીધું છે અને સર્વ વાતનો મેળ આઠમા પ્રસ્તાવમાં મળી જશે એમ જણાવ્યું છે. આટલી પ્રસ્તાવના કરી પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર કહ્યું છે અને તેના પ્રત્યેક શબ્દમાં રહેલ ઊંડો આશય ખતાવ્યો છે. આ સર્વ હકીકત કથાના ટુંકા સારમાં સાથે આપી છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. અત્ર વક્તવ્ય એ છે કે તેઓએ આ રીતે આધુનિક પ્રદ્ધત્તિ પ્રમાણે ઉપોદ્ઘાત લખ્યો છે અને પોતાની લઘુતા પોતાને ‘નિપુણ્યક' તરીકે બતાવી જણાવી દીધી છે; સાથે તેઓશ્રીએ આ ગ્રંથને લાકડાની પેટીમાં મૂકવા યોગ્ય ગણાવ્યો છે એટલે સોના રૂપા કે ખીજી મૂલ્યવાન વસ્તુઓની પેટીને યોગ્ય ગ્રંથો તો પૂર્વાચાર્યચિત જ હોય એમ જણાવી દીધું છે. તેમના મનની કેટલી વિશાળતા હશે તે આ પ્રસંગે વિચારવા જેવું છે. આવો અપૂર્વ ગ્રંથ રચી જાહેરને અર્પણ કરતા તેઓ વાંચવા માટે આમંત્રણ કરે છે અને તે પણ તેમના ઉપર ઉપકાર કરવા સારૂ વાંચવા પ્રેરણા કરે છે. અહીં નમ્રતા ગુણ પરાકાષ્ઠાને પામે છે! પ્રથમ પ્રસ્તાવમાં આવી રીતે તેઓ પ્રસ્તાવના અને ઉપોઘાત પૂરા કરે છે. એની રચના ચોક્કસ પ્રકારની હોવાથી મારાથી તેના પ્રકરણો પાડી શકાયા નથી અને ઉપોદ્ઘાતને પ્રકરણ હોઈ શકે પણ નહિ.
ખીજા પ્રસ્તાવમાં ખરી વાર્તા શરૂ થાય છે. કર્મપરિણામ રાજા અને કાળપરિણતિ દેવીને ચીતરી તેમને ત્યાં સુમતિ નામના પુત્રને ઉત્પન્ન કરે છે; પ્રજ્ઞાવિશાલા જેવી બુદ્ધિશાળી ધાત્રીને
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તેને ઉછેરવા સોંપે છે અને અગ્રહીતસંકેતા જેવી સખીને ભોળી મનાવે છે; મહાન ચક્રવતીને ચોરનો આકાર આપી વધ્યસ્થાનકે લઈ જતાં તેને સદાગમ પાસે લાવી તેની પાસે ચરિત્ર કહેવરાવે છે અને તેનું ચરિત્ર આઠમા પ્રસ્તાવ સુધી ચાલે છે. બીજા પ્રસ્તાવમાં સર્વથી નીચા નિગેાદ નામના વિભાગમાંથી નીકળી વિકાસક્રમમાં તેને મનુષ્યની ગતિ સુધી ઉપર લઇ આવે છે. એ રચનામાં નિગોદ વિગેરે સ્થાનોના અદ્ભુત વર્ણન આવે છે અને તે સર્વ શાસ્ત્રીલીને અનુરૂપ છે.
ત્રીજા પ્રસ્તાવમાં એજ સંસારીજીવ રાજપુત્ર નંદિવર્ધન નામે થાય છે, તેના ઉપર ક્રોધ નામનો મનોવિકાર કેવું કાર્ય કરે છે અને પ્રાણાતિપાત–હિંસા તેને કેવી ભયંકર સ્થિતિમાં મૂકે છે તેનું લખાણ વર્ણન છે. એક મનોવિકાર અથવા દોષ પ્રાણીને કેટલો અધમ મનાવે છે તેનો વિસ્તારથી હેવાલ અત્ર આપ્યો છે. અંતર કથા તરીકે સ્પર્શેન્દ્રિયની આસક્તિ પ્રાણીને કેટલો ત્રાસ આપે છે અને તેનો ત્યાગ પ્રાણીને કેવી ઉચ્ચ સ્થિતિપર મૂકે છે તે પર બાળ મધ્યમ અને મનીષીની વાર્તા એક રાજપુરૂષના મુખમાં મૂકી છે. વિચારીને કાર્ય કરવાપર એક મિથુનયની કથા પણ કહી નાખી છે અને સ્પર્શનનું મૂળ શોધવા પ્રયત્ન કર્યો છે. એક પ્રસંગે ચાર પ્રકારના પ્રાણીઓપર વિસ્તારથી વિવેચન કર્યું છે અને ખાસ પ્રસંગને પ્રાપ્ત કરીને પ્રબોધનતિ નામના આચાર્યના મુખમાં ખાસ ઉ પદેશ મૂકયો છે. એમાં અનેક પાત્રો અને સ્થાનો આવે છે તે સર્વ ગૃઢાર્થ અને બહુ વિચારીને નિર્માણ થયેલાં જણાય છે. ક્રોધનાં ભયંકર પરિણામ–હિંસાના આકરા વિપાકો છેવટે કથાદ્વારા જ બતાવ્યા છે.
આ બીજા અને ત્રીજા પ્રસ્તાવની કથાનો ઉપનય બતાવ્યો નથી, પણ મૂળ વાર્તા એટલી સારી રીતે કરી છે કે દરેક વાંચનાર પોતાની યોગ્યતાના પ્રમાણમાં તેની અંદર રહેલો ભાવાર્થ સમજી જ જાય છે. કથાના પ્રવાહમાં તણાતાં પણ ભાવાર્થે મગજપર અસર કર્યા વગર રહે તેમ નથી અને તેની અસર જેટલે દરજ્જે હૃદયપર થાય તેટલે અંશે આ કથાવાંચન સફળ છે.
આજા અને ખાસ કરીને ત્રીજા પ્રસ્તાવથી અંતરંગ અને બાહ્ય
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
૯
સૃષ્ટિના પ્રકારો શરૂ થાય છે, તેનો તફાવત ગ્રંથકર્તાએ સારી રીતે અતાવ્યો છે અને તે બહુ મુદ્દાસરનો છે. અંતરંગ રાજ્યને સમજવાનું છે અને તે માટે હજુ આગળના પ્રસ્તાવોમાં બહુ વિવેચન થવાનું છે. આ બાહ્ય અને અંતરંગ રાજ્યને અલગ રાખવા, સ્પષ્ટ રીતે જૂદા રાખવા અને તેનો પ્રત્યેકનો અવકાશ ક્યાં અને કેટલો છે તે સમજવું એટલે જનસ્વભાવનો ઊંડામા ઊંડો અભ્યાસ થઈ જશે. આ અતિ મહત્વની ખામત છે.
ગ્રંથકત્તોએ ઉપદેશના પ્રસંગો એવી સુંદર રીતે ચોજ્યા છે કે એ મગજ ઉપર દબાણુ ન કરતાં શાંતિ પાથરે અને પોતાનું કાર્ય બરાબર કરી આપે.
કથા ઘણી લાંબી છે અને પાત્રા તથા સ્થાનો ઘણાં છે તેથી જરૂર પડે ત્યારે સંક્ષેપમાં પૂર્વેનો ભાગ યાદ કરી લેવાય તેવી સરળ યુક્તિ માટે કથાનો સાર શરૂઆતમાં આપ્યો છે. એ બહુજ જરૂરી છે જે કથા વાંચતાં જણાશે.
સંસ્કૃત ભાષાપરનો અસાધારણ કાણુ, હકીકત કહેવાની ૫ષ્ટતા, વક્તવ્ય પદાર્થની પ્રતીતિ અને હકીકત, પાત્રો અને સ્થાનોને જરૂર પડે ત્યાં કાવ્યચાતુર્યથી અને સાહજિક વર્ણનથી શોભાવવાની કર્તાની અદ્ભુત ખૂબી ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. આથી પણ વધારે ચમત્કાર ચોથા પ્રસ્તાવમાં આવનાર છે. એમાં મામા ભાણેજ નગરચર્ચા જોવા નીકળે છે ત્યાં કંઈ કંઇ અદ્દભુત આશ્ચર્યો તેમણે જોયેલાં વર્ણવ્યાં છે. જો આ પ્રથમ વિભાગમાં રસ પડે તો આગળના ભાગો વાંચવા તૈયાર થઇ રહેવું. આગળ હજુ પણ વધારે આશ્ચર્યો અને હૃદયદ્રાવક પ્રસંગો આવનાર છે. આ ગ્રંથમાં પ્રકરણો મેં પાડ્યા છે, મથાળાંઓ મેં મધ્યાં છે. એ માત્ર વાંચનારની સગવડ ખાતર છે. પાત્રા ઘણાં આવ્યાં છે અને હજુ ઘણાં આવનાર છે તેથી દરેક પ્રસ્તાવની શરૂઆતમાં તેનું પત્રક આપ્યું છે. ભાષા જેમ બને તેમ સાઢી રાખવા પ્રયત્ન કર્યો છે, જૈનેતર વાંચનાર પણ સમજી શકે તેથી મને તેટલી જરૂરી જગોએ પારિભાષિક શબ્દોપર નોટ આપી છે અને શ્લેષો સામાન્ય વાંચનારની માહિતી માટે છોડી બતાવ્યા છે. અક્ષરશઃ ભાષાંતર નથી કર્યું; ભાષાસૌષ્ઠવ
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
જળવાય અને કર્તાનો આશય ખરાખર અન્યો રહે તેવી લખાણમાં છૂટ લીધી છે.
આ ગ્રંથના આઠ પ્રસ્તાવો પૈકી આ વિભાગમાં પ્રથમના ત્રણ પ્રસ્તાવોનું ભાષાંતર આપવામાં આવ્યું છે. એક બુક ઘણી મોટી થઈ જાય તેથી ત્રણ વિભાગે બહાર પાડવા ધાર્યું છે.
ગ્રંથ અદ્ભુત છે, શાંતિ આપે તેવો છે, ઘણીવાર વાંચવાથી દરેક પ્રસંગે નવું નવું વધારે અજવાળું પાડે તેવો છે, આખા સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય છે અને વાંચતા મનને વિચારમાં પાડી નાખે તેવો છે. એના પર વિસ્તૃત વિવેચન હાલ મુલતવી રાખી વાંચનારને એકજ વિજ્ઞપ્તિ કરવાની છેવટે રહે છે અને તે એ છે કે આ ગ્રંથમાં જ્યાં જ્યાં સ્ખલના જણાય, જ્યાં જ્યાં ક્લિષ્ટતા જણાય ત્યાં ત્યાંથી તારવીને તે તે મને લખી જણાવવા જેથી તેનો દ્વિતીયાવૃત્તિમાં ઉપયોગ થાય.
મારા કાકાશ્રી કુંવરજી આણંદજીએ આખું અવતરણ વાંચી સુધારી આપ્યું છે તેમજ ભાઈ પરમાનંદ કુંવરજી કાપડીઆએ પ્રુફ્ જોવામાં સહાય કરી છે અને શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ આ ગ્રંથ જાહેરમાં મૂકવા ઇચ્છા દર્શાવી છે તે સર્વનો આભાર માની સ્ખલના માટે ક્ષમા યાચી. વાંચકને ગ્રંથમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરી અત્ર વિરમીશ.
સેવક
સંવત ૧૯૭૭, અક્ષયતૃતીયા. } મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ,
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રસ્તાવ-કથાસાર.
ગ્રંથકર્તાની પ્રસ્તાવના. આદિ મંગળ, (પૃ. ૧). હેય, કર્તવ્ય, ગ્લાધ્ય અને શ્રોતવ્યની વિચારણા (૩). શ્રોતવ્યમાં સર્વજ્ઞવચન (૪). કથાના ચાર પ્રકાર-ધર્મ, અર્થ, કામ અને સંકીર્ણ (૫). ચાર પ્રકારના શ્રોતાઓ (૬). સંકીર્ણ કથાની સાર્વજનિક આકર્ષક શક્તિ (૭). સંસ્કૃત ભાષા અને સર્વમનરંજન (૮). ગ્રંથ રચનાનું કથાશરીર (૮). અંતરંગ કથાશરીર (૯). આઠ પ્રસ્તાવની આંતર કથાનો ટૂંક સાર (–૧૧). સૂત્રમાં રૂપક (૧૧). બહિરંગ કથાશરીર (૧૨). આ કથાના અધિકારી (૧૩).
મૃ. ૧ થી ૧૪ ઉપઘાત રૂપે દષ્ટાન્ત કથા.
અષ્ટમલપર્યન્ત નામના નગરમાં નિપુણ્યક નામને એક ભીક્ષુક રહે છે, તેને શરીરે અનેક વ્યાધિઓ છે, શરીરે ફાટેલાં તૂટેલાં કપડાં છે, અને ભીખ માટે આખા નગરમાં ફરે છે તે વખતે તેફાની છોકરાએ તેને ત્રાસ આપે છે. એકંદરે એ ભીખારી સજજનને દયાનું પાત્ર બની રહ્યો છે. ઘેર ઘેર ભીખ માગવા છતાં એને હુકડાઓ મળતાં તે તરત જ ખાઈ જતો તેથી તૃપ્તિ થતી નહિ, ભૂખ ઉલટી વધારે લાગતી અને પેટમાં દુઃખાવો થતો હતો. આખા નગરમાં ફરતાં અને રખડતાં તેને ઘણો કાળ ચાલ્યો ગયો (૧૮). સાતમે માળ રાજભુવનમાં સુસ્થિત મહારાજ બેઠેલા છે તેના હુકમથી એ રખડતા ભીખારીને સ્વકર્મવિવર નામના દ્વારપાળે રાજમહેલમાં દાખલ કર્યો. રાજમંદિરમાં અનેક યોદ્ધાઓ, વૃદ્ધાઓ, નિયુHકે, ગાયક અને લલનાઓ હતાં. મંદિરમાં દાખલ થયા પછી નિપુણ્યકને થયેલ આહૂલાદ અને જિજ્ઞાસા. તે વખતે સુસ્થિત રાજાએ તેના ઉપર નજર કરી તે નજર ધર્મબંધકર નામના રસોડાના ઉપરીએ પડતી જોઈ અને તે પર તર્ક કરી તેણે ભીખારીને ભીક્ષા આપવા ઇચ્છા જણાવી એટલે તોફાની છોકરાઓ જે નિપુણ્યકની પછવાડે પડ્યા હતા તે નાસી ગયા. નિપુણ્યકને દાન આપવાને ધર્મબેધકરે હુકમ આપે (૨૩). ધર્મબોધકરની તયા નામની દીકરી હતી, તે મહાકલ્યાણ નામનું સુંદર ભેજન ભીખારી પાસે લઈ આવી, પણ ભીખારીને વિચાર થયો કે “પરાણે ભેજન આપવા આ કન્યા આવી છે તેથી તેની અંતર ભાવના જરૂર મલીન હશે, પિતાનું (મારું) ભીક્ષાનું અન્ન લઇ લેવા સારૂ એ તેની યુક્તિ હશે. આ પ્રમાણે તે તો વિચારમાં પડી ગયો તેથી તયા ભજન લેવાને આગ્રહ કરે છે તે તરફ તે જરા પણ ધ્યાન આપતા નથી (૨૪). આવો અઘટિત બનાવ જોઇ વિચાર કરી ધર્મબોધકરે જોરાવરીથી તેની આંખમાં વિમળલોક અંજન આંજી દીધું અને તરવપ્રીતિકર પાણી પાઈ દીધું. વ્યાધિઓ દૂર કરવાનો આ અદ્દભુત પ્રયોગ હતો. તે બન્ને વસ્તુથી ભીખારીને ઘણી શાંતિ થઈ, પણ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપમિતિ ભવપ્રપંચા થા.
પેાતાના ઠીકરાને ખેડવાનું હજી એને મન થયું નહિ તેમજ તેનું ઠીકરૂં ધર્મખાધકર લઇ લેવા પ્રયત્ન કરી રહ્યો છે એ શંકા પણ દુર થઇ નહિ (૨૭). ધર્મખાધકરે ભાજન લેવાને આગ્રહ કરવાનું કામ ચાલુ રાખ્યું અને તેના ખરાબ અન્નને તજી દેવાની સમજાવટ પણ ચાલુ રાખી. નિપુણ્યક છેવટે એક શરતે ભેાજન સ્વીકારવા તૈયાર થયા અને તે શરત એ હતી કે પેાતાનું તુચ્છ ભેાજન પાતાની પાસે રહે અને ધર્મબેાધકરનું સુંદર ભાજન પણ ઘેાડું ચાહું તે લે.' ધર્મબાધકરે તેને સમજાવ્યું કે ‘તેના શરીરમાં સર્વ વ્યાધિએ એ ખરાબ ભાજનને અંગે થયેલા છે અને તે તદ્ન તજી દેવા યેાગ્ય છે.’ ભીખારીની દરેક રાંકાઓના જવાબ ધર્મબેધર આપ્યા, પણ નિપુણ્યક એકને બે થયા નહિ. આખરે ધર્મબાદકરે વિચાર કર્યો કે એ શરતે પણ એને ભેાજન લેવા દેવું; આગળ જતાં એ ભેાજનના લાભ સમજરો ત્યારે સર્વ સારાં વાનાં થરો. પછી તદ્યાને સંજ્ઞા કરતાં તેણે ભીખારીને તે શરતે સારૂં ભેાજન-મહાકલ્યાણુક આપ્યું. એ ભાજન ખાતાં લીખારીને અપૂર્વ શાંતિ થઇ (૩૧). ધર્માવકરે ત્યાર પછી ભેાજનને મહિમા વિસ્તારથી કહ્યો અને તડ્યા પાસેથી વારંવાર ભેાજન લેવા સૂચના કરી; અને ભેાજન, જળ અને અંજનના ઉપાય તેના વ્યાધિનાસ માટે કેટલા અસરકારક છે તે જણાવ્યું. નિપુણ્યક પેાતાના તુચ્છ ભેાજનને આગ્રહ કાઇ રીતે તે વખતે છે।ડી શક્યા નહિ અને અસ્તવ્યસ્ત જવાબ આપવા લાગ્યા એટલે ધર્મબેાધકરે એને ખાતરી આપી કે “તેઓ કાંઇ તેનું (ખરાબ) અન્ન લઇ લેવા માંગતા નથી.' આટલી ખાતરી મળતાં નિપુણ્યકે જણાવ્યું કે આખી વાત દરમ્યાન તેની વિચારશ્રેણી પેાતાના (તુ) ભેાજન ઉપડી જવાના ભય તરફ હતી તેથી તે ધર્મબાધકરની વાત સમન્ત્યા જ નથી.’ એટલે પેાતાના કર્તવ્યની સૂચના કરવા ધર્મબાધરને વિજ્ઞપ્તિ કરતાં ધર્મબાધકર ત્રણે ઔષધોના મહિમા ફરીવાર વિસ્તારથી કહ્યો, ષધના અધિકારી પ્રાણીઓના ત્રણ વિભાગેા પાડ્યા, સુસ્થિતરાજના આદેશા કહી બતાવ્યા, પ્રયાસ વગર ઔષધ લેનારને સુસાધ્યની કક્ષામાં મૂકયા, ધીમે ધીમે ઔષધ વાપરનારને કૃચ્છ્વસાધ્યના વિભાગમાં મૂકયા, અને ઔષધ વાપરનાર પર દ્વેષ કરનારને અસાધ્યની ગણનામાં મૂકયા. નિપુણ્યકને તેમણે વચલા વર્ગમાં મૂકયા અને તેને સુસ્થિતરાજની ભક્તિ કરવાનું કહી વારંવાર ઔષધાના ઉપયાગ કરવા સૂચવ્યું અને તદ્યાને તેની પિરચારિકા બનાવી (૩૬). નિપુણ્યકે સર્વ વાત કબૂલ કરી, પણ તે સારૂં ભેાજન ચેાડું લેતા હતા અને ખરાબ ભેાજન વધારે લેતેા હતેા. આથી તેના ભાજનમાં વધારા થતા ગયા પણ તે શાથી થાય છે તે તે સમજી શક્યા નહિ. તેના વ્યાધિઓ ભેાજન, જળ અને અંજનના પ્રયાગથી ઓછા થતા ગયા, પણ મૂળમાંથી ગયા નહિ (૩૭). એક વખત તેણે તાને હજી પણ ન્યાધિઓ તદ્ન ઓછા ન થવાનું કારણ પૂછ્યું એટલે તદ્યાએ જણાવ્યું કે અપથ્ય સેવવાનું એ પરિણામ છે.’ નિપુણ્યકની ખાતરી થતાં તેણે ધીમે ધીમે કુભાજનના ત્યાગ કરવા ઇચ્છા જણાવી અને તડ્યાને તે માટે જાગૃતિ રાખ્યા કરવા સૂચના કરી. તદ્યા રાજી થઇ. વિશેષ પ્રકારે સારા ભેાજનના ઉપયાગથી વ્યાધિઓ ધટતા ચાલ્યા, છતાં તદ્યા જરા દૂર જાય એટલે પા! નિપુણ્યક પેાતાનું તુચ્છ અન્ન ખાવા લાગી જતે (૩૯). તાને ઘણા માણસો સંભાળવાના હતા તેથી જ્યારે નિપુણ્યક ધર્મમાધકર પાસે માગણી કરી ત્યારે તેની પાસે નિરંતર હાજર રહી શકે અને
4;
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રસ્તાવ-કથાસાર.
સલાહ આપી શકે એવી એક સદ્બુદ્ધિ નામની પરિચારિકા તેને આપી. સદુબુદ્ધિની હાજરી પછી નિપુણ્યકમાં બહુ ફેર પડી ગયો અને તુચ્છ ભજનપરની આસક્તિ ઘટી ગઈ. ત્રણે ઔષધોને પ્રયોગ એણે મોટા પ્રમાણમાં કરવા માંડ્યો અને તેને પરિણામે એના વ્યાધિઓ ઓછા થતા ગયા. પછી તો એણે સદબુદ્ધિ સાથે વાત કરવા માંડી. સદબુદ્ધિએ વ્યાધિના કારણોમાં ભીખારીનું તુચછ ભજન અને તેનો ઉપયોગ જણા એટલે તરત નિપૂણ્યક ઠેકાણે આવ્યો અને ત૭ ભેજનને સર્વથા ત્યાગ કરી દેવા ઇચ્છા જણાવી. (૪૨). સદ્બુદ્ધિએ એને જણાવ્યું કે “સર્વથા ત્યાગ કરવા પહેલાં પાકે નિર્ણય કરવાની જરૂર છે, એક વાર ત્યાગ કર્યા પછી તેના પર મન જાય તો બેવડું નુકશાન થાય.” એટલે વળી નિપુણ્યક વિચારમાં પડી ગયો. છેવટે એણે કર્ભજન ત્યાગ કરવાનો પાક નિર્ણય કર્યો ત્યારે તેને મક્કમ જોઇને બુદ્ધિએ તે સંબંધમાં ધર્મબેકરને અભિપ્રાય લેવાની સલાહ આપી (૪૩). સદ્દબુદ્ધિ અને નિપુણ્યક ધર્મબોધકર પાસે ગયા, ધર્મબંધકરે સંમતિ આપી પણ નિશ્ચય પાકો કરવાની જરૂરીઆત પર વધારે ભાર મૂક્યો. આખરે ભીખારીનું ઠીકરું ફેંકાવી દીધું અને તેનામાં સુંદર પરમાત્ર સારી રીતે ભર્યું. તે દિવસે ધર્મબોધકરને ઘણે આનંદ થયો, તડ્યા હરખઘેલી થઈ ગઈ, સદુબુદ્ધિ રાજી થઈ ગઈ અને આખું રાજમંદિર ખુશી થઈ ગયું. તે દિવસથી તેનું નામ ફેરવીને સપુણ્યક કરવામાં આવ્યું. (૪૪). પછી સપુણ્યક રાજમંદિરમાં જ રહેવા લાગ્યો, તદ્યા અને બુદ્ધિના પ્રતાપ અને પરિચયથી આખો વખત ત્રણે ઔષધને ઉપયોગ કરતો રહ્યો અને તેની અસર તેની તંદુરસ્તી પર ઘણું સારી થઈ તેના વ્યાધિઓ ઘટી ગયા અને તેને આકાર સુંદર થયો (૪૫). સદ્દબુદ્ધિને પૂછતાં એને જણાયું કે ત્રણે ઔષધો કે જેના ઉપયોગથી પોતાને ઘણો લાભ થયો હતો તેનું ઘણું દાન દેવાને પરિણામે તે દરરોજ મળ્યા કરશે” એટલે જે માગે તેને ત્રણે ઔષધનું દાન કરવાને તેણે નિર્ણય કર્યો. એ સપુણ્યક જેવા ત્રણે ઔષધને ઉપયોગ કરનાર અને દેનાર તે મંદિરમાં ઘણું હોવાથી તેની પાસે કોઈ ઔષધ લેવા આવતું નહિ. તેથી વળી તેણે સદબુદ્ધિને પૂછતાં તેણે જણાવ્યું કે જાહેર રીતે તેણે જણાવવું કે જે માગે તેને ઔષધે આપવામાં આવશે.” તેણે તે પ્રમાણે ઘેર ઘેર ફરી આઘોષણું કરી, પણ પૂર્વનું તેનું દરિદ્રીપણું યાદ કરી કે તેની પાસે લેવા આવતું નહિ (૪૬). પોતાની ભાવના ઘણાને દાન આપવાની હતી તે આ રીતે ભગ્ન થતી જોઇ તેણે બુદ્ધિને પૂછ્યું એટલે જવાબમાં તેણે ત્રણે ઔષધે લાકડાની પેટીમાં ઠાંસી ઠાંસીને ભરી વગર નામે બજારમાં તે પેટી મૂકી દેવા જણાવ્યું અને કહ્યું કે જ્ઞાનમય પાત્ર તારા ઔષધનો ઉપયોગ સ્વયમેવ કરશે. સંક્ષિપ્ત ઉપનયમાં દરેક સ્થાન અને પાત્રને ત્યાર પછી નિર્દેશ કરવામાં આવ્યો છે, પૃ. ૪૮થી ૪૯. દાસ્કૃતિક ભેજના અને કથાને ઉપનય.
પૃષ્ઠ ૫૦ પૃષ્ટ ૫૧ થી ઉપરની કથાના દરેક શબ્દને વિસ્તારથી ઉપનય બતાવવામાં આવ્યો છે, આખું પોતાનું ચરિત્ર સર્વ પ્રાણુને લાગુ પડે તેવા આકારમાં સમજાવવામાં આવ્યું છે, એમાં નીચેની ખાસ બાબતે લક્ષ્ય ખેંચવા યોગ્ય છે.
અષ્ટમૂલપર્યત નગરપર વિવેચન (૫૨). નિપુણ્યક દરિદ્રી (૫૩). તોફાની છોકરાઓ (૫૫). ચાર ગતિનાં દુઃખ (૫૭). રેગેનાં ઉપાદાન કારણો (૬૦).
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ભીખારીની વિવિધ પાત્રતા (૬૨). ભીખારીના ફાંફાં (૧). ભીખારીને આંતર ભાવ. રૌદ્રધ્યાનનાં દૃષ્ટાન્તો (૬૫). ભિક્ષાભોજનના સાદો (૬૯). ભીખારી શામાટે અને કેમ? (૭૧). સામાન્ય જીવનપ્રસંગે અને ભીખારીપણું (૭૨). ધનવાનની ખરી દશાનું વર્ણન (૭૬). સ્ત્રીઆસક્તની ચેષ્ટાઓ (૭૮), તૃપ્તિને અભાવ (૭૯). પેટનો દુઃખાવો (૮૦). અનંત કાળથી રખડપટે (૯૧). પુદ્ગલપરાવર્તન પર નેટ (૮૨). સુસ્થિત મહારાજ અને કર્મવિવર દ્વારપાળ (૯૫). યથાપ્રવૃત્તિકરણપર નેટ (૮૬). બાર અંગપર નેટ (૮૯). શીલાંગપર નોટ (૯૨). મંદિરમાં રાજા, મંત્રી, યદા, કામદાર, કોટવાળ, વૃદ્ધ, સુભ, રમણીઓ, વિષ (૭). મંદિરદર્શનની અસર (૧૦૭). સુસ્વિતરાજની નજર (૧૯). ધર્મબેકરની તેયર વિચાર (૧૧૨). ભિક્ષાદાનપર વિચાર અને તાનુસંધાન (૧૬). ધર્મને ઉપદેશ (૧૧૯). તયા (૧ર૦). ઉપદેશકપર વહેમ (૧૨૨). ઉપદેશકની નિઃસ્પૃહતા (૧૨૫). ત્રણે ઔષધોની વિચારણું (૧ર૭). ઠીંકરા ઉપર અદ્દભુત પ્રેમ (૧૩). અર્થપુરૂષાર્થ (૧૩૭). કામપુરૂષાર્થ (૧૩૮). ધર્મપુરૂષાર્થ (૧૪૧). સમ્યગદર્શનસ્વરૂપ (૧૪૭). ઉપદેશકની મહાનુભાવતા (૧૪૯). કુવિકલ્પના પ્રકારો (૧૫૧). મૂછ અને ત્યાગની બીક (૧૫૩). ઉપદેશકને અસરકારક ઉપદેશ (૧૫૬). આસક્તને વિષ
પર દઢ પ્રેમ (૧૫૮). પ્રતીતિમાટે ખાસ પ્રયાસ (૧૧૦). રસીઆની શરત અને સ્વીકાર (૧૬૫). ઉપદેશને સર્વ અથવા સત્યાગને અંગે ક્રમ (૧૯૬). ઉપદેશકની ગંભીરતા (૧૭૧). કાંઈક સરળતાથી કરેલી કબુલાત (૧૭ર). ત્રણ પ્રકારના અધિકારી (૧૭૫). અલ્પ સ્વીકારમાં પણ મોટે લાભ (૧૮૦). રોગો અને સ્થિરીકરણ (૧૮૮૪). સદબુદ્ધિ (૧૮). પોતાના પર આધાર રાખવામાં વિશિષ્ટતા (૧૯૧). સર્વત્યાગ (૧૫). નિપુણ્યક સપુણ્યક (૨૦૦૦). વૈરાગ્યના પ્રસંગો (૨૦૧). આત્મભાવરમણતા (૨૦૬). ગ્રંથ ઉત્પત્તિ પ્રસંગ (૨૦૭). અંતિમ પ્રાર્થના (૨૧૪). અને આભલઘુતા (૨૧૫). ઉપસંહાર (૨૧૬).
પરિશિષ્ટ - (૧) આવશ્યકમાંથી મગરોળઆ અને પુષ્પરાવર્તની સ્પર્ધા. (૨) આવશ્યકમાંથી નાગદત્તકથા. (૩) પિંડનિર્યુક્તિમાંથી મસ્યચરિત્ર. (૪) ઉત્તરાધ્યયન સૂત્રમાંથી-દ્રુમપત્રક અધ્યયન. પરિશિષ્ટ ૩. પુગલપરાવર્તનું સ્વરૂપ.
પૃ. ૨૧૯
૯
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
દ્વિતીય પ્રસ્તાવ-કથાસાર,
પ્રકરણુ ૧ લું-મજગતિ નગરી. સર્વ મનોરથ પૂરનાર અનેક આશ્ચય અને બનાવેથી ભરપૂર મનજગતિ નામની અદ્દભુત નગરીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એ નગરીના મહોલ્લા પરા વિગેરે વિસ્તારથી બતાવવામાં આવ્યા છે અને છેવટે એ નગરીની અભુતતા વર્ણવી છે.
પૃ. ૨૫-૨૫૭ પ્રકરણ ર -પરિણામ અને કાળપરિણતિ. એ મનુજગતિ નગરીનો રાજા કર્મપરિણામ નામનો છે. એનો હુકમ ત્રણે લોકમાં ચાલે છે, એ ઘણો બળવાન છે અને એનું શાસન પ્રચંડ છે. એને નાટક જેવા ઘણે શેખ છે અને લોકોને (છ) તેથી તે નવા નવા વેશ લેવરાવે છે અને અનેક પ્રકારના ચાળા તેમની પાસે કરાવે છે. એનું સંસારનાટક અતિ વિચિત્ર પ્રકારનું છે અને એના નાટકને સાજ આખે સમજવા યોગ્ય છે. રાજકાર્યમાં સલાહ આપનાર, લાવણ્યનો નમુનો અને રાજાની અત્યંત પ્રીતિ સંપાદન કરનાર કાળપરિણતિ નામની તેની રાણું છે, તે પતિની બાજુમાં રહી નાટકના હુકમો આપે છે અને લોકે મુંગે મહેઠે રાણીના હુકમો અમલમાં મૂકે છે.
પૃ. ૨૫૮-૨૭૦ - પ્રકરણ ૩ જું-ભવ્યપુરૂષ સુમતિજન્મ. રાણીને પુત્ર નથી તે બાબતનું દુઃખ થાય છે. પતિને મત મળતાં પુત્ર જરૂર થશે એમ રાણીની ખાતરી થાય છે. શુભ સ્વમ આવ્યા પછી યોગ્ય કાળે પુત્રને જન્મ થાય છે, જન્મને સુંદર મહેત્સવ આખા નગરમાં થાય છે અને ત્યાર પછી તેનું ભવ્યપુરૂષ નામ પાડવામાં આવે છે; રાણું તેને સુમતિ (ડાહ્યો) એવું ઉપનામ આપે છે. પૃ. ૨૭૧–૨૭૪
પ્રકરણ ૪ થું-અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલા. એજ નગરીમાં અગ્રહીતસંકેતા નામની બ્રાહ્મણ રહેતી હતી. તેણે પિતાની સખી પ્રજ્ઞાવિશાલાને પૂછયું કે રાજા અને રાણી વંધ્ય કહેવાય છે છતાં તેને પુત્ર કેમ થયો? પ્રજ્ઞાવિશાલાએ જણાવ્યું કે રાજાની નિબ જતા તે તેના અવિવેક વિગેરે મંત્રીએ હેતુપૂર્વક જાહેર કરી છે, બાકી તો સર્વ પ્રાણીઓ તેના પુત્ર છે. છતાં પુત્રજન્મને આવડે મહોત્સવ થવાનું કારણ પૂછતાં પ્રજ્ઞાવિશાલાએ જણાવ્યું કે આ નગરમાં એક સદગમ (શદ જ્ઞાન) નામનો ડાહ્યો પુરૂષ છે, તે રાજા રાણીના મર્મ જાણનાર છે, તેણે એ વાતનું રહસ્ય પોતાને કહ્યું છે; તેમાં રાણીના ખાસ આગ્રહથી વંધ્યાપણાનું મહેણું ટાળવા પુત્રજન્મ થયો છે એમ તેમનું કહેવું થયું છે. એ પુત્રના જન્મથી સદાગમ પણ રાજી થયા છે. બજારમાં સદાગમે એના જન્મથી આનંદ જણાવ્યું તે વાત અગુહીતસંકેતાએ સાંભળી હતી તેથી તેણે પણ તે વાતમાં સંમતિ બતાવી. વળી અગૃહતસંકેતાએ જણાવ્યું કે લોકો એના જન્મથી બહુ રાજી થયા છે. સદાગમ કોણ છે તેના સમાચાર મેળવવાની અને રાજપુત્રના જન્મથી તેના આનંદનું કારણ જાણવાની તેને ઘણી ઇચ્છા હતી તે સંબંધી તેણે પછી પ્રજ્ઞાવિશાલાને સવાલ કર્યો.
પૃ. ૨૭૪-૨૮૦ પ્રકરણ ૫ મુંસદાગમપરિચય: પ્રજ્ઞાવિશાલા જવાબમાં સદાગમની
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
પૃ. ૨૮૦-ર૯૨
ઓળખાણ આપતાં બોલી કે તે મહાપુરૂષ છે અને સર્વ ભાવને કહેનારા છે. સદાગમ સાચે ઉપદેશ આપનાર છે છતાં લોકો તેને બરાબર ઓળખતા નથી. હાલ જન્મેલ રાજપુત્ર તેને બરાબર ઓળખશે અને અનુસરશે તેવા જ્ઞાનથી સદાગમને આનંદ થયો છે. સદાગમનું માહાસ્ય જબરું છે. ઘણાને તેણે કર્મપરિણામ રાજાની જાળમાંથી છોડાવ્યા છે. બધાને કેમ છોડાવ્યા નથી ? તેના વિસ્તારથી તેઓ કારણે બતાવે છે. સદાગમના સ્વરૂપને અદ્ભુત હેવાલ સાંભળતાં અગૃહીતસંકેતાને પણ તેના દર્શન કરવાનું મન થાય છે. - પ્રકરણ ૬ ઠું-સંસારીજીવતસ્કર. ઉપરની વાતને પરિણામે મહાવિદેહ બજારમાં સદાગમ મંહાત્મા અનેક જનોથી વેષ્ટિત બેઠા હતા ત્યાં બન્ને સખીઓ ગઈ. તેને નજરે જોતાં અગ્ર૦ રાજી થઈ ગઈ અને પોતાને ત્યાં લઈ આવવા માટે સખીને આભાર માન્યો અને તેને પણ સદાગમની આરાધના કરવા તીવ્ર ઈચ્છા થઈ. ત્યાર પછી સખીઓ અવારનવાર સદાગમ પાસે આવવા લાગી. સદારામે એક દિવસ પ્રજ્ઞાવિશાલાને રાજપુત્રની ધાવ થવાનું કહ્યું કે તેણે કબુલ કર્યું. ત્યારપછી તે રાજપુત્રને સદાગમ પાસે લાવી અને અધ્યાપક તરીકે તેમની નિમણુક કરી. રાજકુમાર સદગમ પાસે અભ્યાસ કરે છે. એક વખત અગૃહીતસંકેતા સદગમ પાસે આવી અને પ્રજ્ઞાવિશાલાના કુશળ પુછયા તેવામાં રસ્તા પર મેટો કેળાહળ થયો અને જણાયું કે કોઇ ચોરને ફાંસી દેવા લઈ જાય છે. ચારે સદાગમને આશ્રય લીધે. સદગમે તેને અભય આપ્યું, એટલે તે છૂટે થઈ ગયે. અગ્રહીત સંકેતાએ ચોરને પૂછ્યું કે ક્યા ગુન્હાને અંગે તેને ફાંસીની સજા થઈ હતી જેના જવાબમાં ચાર પોતાના ગડાની વાર્તા વિસ્તારથી કહે છે જે અગ્રહીતસંકેતા. પ્રજ્ઞાવિશાલા સુમતિ અને સદાગમ સાંભળે છે. હવે પછીની આખી વાર્તા રે (જેનું નામ સંસારીજીવ છે તેણે ) કહેલી છે.
પૃષ્ટ ૨૯૩ થી ર૯૯ - પ્રકરણ ૭ મું–અસંવ્યવહાર નગરે. અવ્યવહાર નગરમાં મહારાજા કર્મપરિણામના તાબાને અત્યંતઅબાધ નામને સેનાપતિ અને તીવ્રમોહદય નામને સરસુબે રહે છે. ત્યાંના લોકોને તેઓ તદ્દન અંધકારમાં રાખે છે, નિદ નામના ઓરડામાં તેમને ભરી રાખે છે. ત્યાં સંસારીજીવ પણ વસતો હતો. એક વખત તપરિણતિ પ્રતિહારીએ કર્મપરિણામ રાજાના દૂત તબ્રિયોગને પેલા બે અધિકારીઓની રાજસભામાં દાખલ કર્યો. તેણે જણાવ્યું કે “મહારાજાની બહેન લોકસ્થિતિ જેનું કામ સદાગમે નિવૃત્તિનગરીએ મોકલેલા લોકોની ખાલી પડેલી જગા પૂરવાનું હતું તેણે મને અહીં મોકલ્યો છે. તીવ્ર મહોદયે પોતાના નગરની વિશાળતા અને છાની બહોળતા બતાવવા સારૂ દુતને નગરમાં ફેરવ્યું અને મહારાજાને ભય દૂર કરવાનું કહેવા જણાવ્યું. અનેક ગેળાઓ અને પ્રાસાદમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવ બતાવ્યા અને સદાગમની મશ્કરી કરી. પછી ત્યાંથી કોને મોકલો તે કાર્ય ભવિતવ્યતા જે સંસારી જીવની સ્ત્રી થતી હતી તેને સેપ્યું. ભવિતવ્યતાનું વિસ્તારથી વર્ણન કર્યું. તેણીએ સંસારીજીવને એકાક્ષનિવાસનગરે મોકલવાની ભલામણ કરી.
પૃષ્ટ, ૩૦૦-૩૧ર પ્રકરણ ૮ મું-એકાક્ષનિવાસનગરે. ભવિતવ્યતા પણ સંસારીજીવ સાથે ચાલી. એકાક્ષનિવાસનગરના પહેલા પાડા “વનસ્પતિમાં પ્રથમ તે પો
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
તૃતીય પ્રસ્તાવ-કથાસાર.
તાના પતિને લઇ ગઇ ત્યાં સાધારણ અને પ્રત્યેક-બંને વિભાગેામાં ખૂબ ફેરવ્યા. પ્રત્યેક થયા પછી એક એક ગેાળી આખા ભવ સુધી ચાલે તેવી આપવા માંડી, ગાળીની અસરથી આખા ભવમાં સંસારીજીવને અનેક નાટકા કરવા પડતા. ગાળી પૂરી થાય ત્યારે ભવિતવ્યતા નવી ગાળી આપી નવા વેશ કઢાવતી. પછી તેને પૃથ્વીકાય નામના ખીન્ન પાડામાં લઇ ગઇ, ત્યાં તે પથ્થર આદિ પાર્થિવ ઘણીવાર થયેા. ત્રીજા અણૂકાય નામના પાડામાં આપ્યુકુટુંબીના ઘણા વેરા તેણે લીધા. ચોથા તેજ સ્કાય પાડામાં અગ્નિનાં રૂપે અનેક લીધાં અને પાંચમા વાઉકાય પાડામાં પવનનાં રૂપે! લીધાં. આ દરેક પાડામાં વારંવાર નવી નવી ગાળીએ તેને ભવિતવ્યતા આપતી રહી.
પૃષ્ઠ. ૩૧૩-૩૨૦
પ્રકરણ ૯ મું-વિલાક્ષનિવાસનગરે. ત્યાર પછી ભવિતવ્યતા સંસારીજીવને વિક્લાક્ષનિવાસ નગરે લઇ ગઇ. ત્યાં તેને ત્રણ પાડામાં ખૂબ ફેરવ્યા અને તેની પાસે નવાં નવાં રૂપે! લેવરાવ્યાં. પ્રથમ દ્વેિષીક (એઇંદ્રિય) પાડામાં કૃમિ બનાવી મૂત્રમાં નાખ્યા. આ આખા નગરના સુખા ઉન્માર્ગોપદેશે અને તેની સ્ત્રી માયાદેવીએ તેને ઘણા રંજાડયા. ખીન્ન ત્રિકરણ (તેઇંદ્રિય) પાડામાં માંડ સ્તૂ થયેા. ત્રીજા ચતુરક્ષ (ચૌરિંદ્રિય) પાડામાં માખી ડાંસ વિગેરે થયા. આમ તેને ખૂબ રખડાવ્યેા.
પૃ. ૩૨૦-૩૨૩
પ્રકરણ ૧૦ મું-પંચાક્ષપશુસંસ્થાને. પછી ભવિતવ્યતાએ સંસારીજીવને પંચાક્ષપશુસંસ્થાનનગરે આણ્યા. ત્યાં ગર્ભજસમુŚમપણે તેને જળચર, સ્થળચર અને ખેચર બનાળ્યા, અનેક રૂપે આપ્યાં. છેવટે હરણ બનાવ્યા, ગીતા સંભળાવ્યાં. પછી હાથી બનાવ્યા અને દાવાનળ વખતે કુવામાં પાડચો. ત્યાં કર્મની (અકામ) નિર્જરા થઇ, પુણ્યાય નામના મિત્ર પ્રગટ થયા અને દેવીએ તેને વધારે સારી નગરીમાં લઇ જવાનું વચન આપ્યું. ( અહીં સંસારીજીવ સંબંધી કેટલાક જરૂરી ખુલાસા અગૃહના પૂછવાથી પ્રજ્ઞાવિ॰ કરે છે.) ઉપસંહાર.
નિગેાદ સ્વરૂપ-પરિશિષ્ટ
**—
તૃતીય પ્રસ્તાવ–કથાસાર.
પ્રકરણ ૧ હું-નંદિવર્ધન અને વૈશ્વાનર. હવે સંસારીજીવ નવી ગાળી લઇને મનુજંગતિ નામની નગરીના ભરત નામના મહેાલ્લામાં જયસ્થળનગરે પદ્મરાજા અને નંદારાણીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નંદિવર્ધન નામ પાડયું. પુણ્યાય તેના સહચારી મિત્ર થયા. અસંવ્યવહાર નગરથી સંસારીજીવ ચાલ્યેા ત્યારથી તેની સાથે અંતરંગ અને બાહ્ય એમ બેવડા પરિવાર હતા. અંતરંગ રિવારમાંથી અવિવેકિતા બ્રાહ્મણીએ તે જ દિવસે વૈશ્વાનર નામના પુત્રને જન્મ આપ્યા. તેનું આખું શરીર અનેક દુર્ગુણાથી જ ભરેલું હતું. વૈશ્વાનર અને નંદિવર્ધનને ઘણી દોસ્તી થઇામી-તે જોઇ પુણ્યાયને ઘણા ખેદ થયા. એ દેસ્તીને પરિણામે નંદ્િ વર્ધન તેના મિત્રને પણ ઘણા ભારે થઇ પડ્યો. પિતાએ તેને અભ્યાસ કરવા
પૃ. ૩૨૪-૩૩૧ પૃ. ૩૩૨-૩૩૫
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
બુદ્ધિસમુદ્ર નામના કળાચાર્ય પાસે મૂકયે। જ્યાં તેના રાજમિત્રાને પણ તે સતાવતા રહ્યો અને ગુરૂ ઉપર પણ તેણે પેાતાના ધાક બેસાડી દીધેા. વૈશ્વાનર ઉપર તેના પ્રેમ વધતા જ ચાહ્યા એટલે વૈશ્વાનરે એને ક્રૂરચિત્ત નામનાં વડાં ખાવા આપ્યાં અને જરૂર પડે ત્યારે પ્રસાદ આરેાગવા જણાવી દીધું. રાજાએ એક વખત વિદુર નામના વફાદાર સેવકને કુમારના અભ્યાસ સંબંધી ખબર લાવવા આજ્ઞા કરી. વિદુર તેા કુમારના ઘમધમાટ અવલેાકી આભા જ બની ગયા અને પદ્મરાજને બધી હકીકત જણાવી. રાજાએ કળાચાર્યને ખેલાવ્યા અને સત્ય હકીકત જણાતાં વૈશ્વાનરના સંગ મૂકાવવાના ઉપાયની ચિંતવના કરી. કળાચાર્યે જિનમતજ્ઞ નામના નિમિત્તિઆની એ બાબતમાં સલાહ લેવા સૂચના કરી, તે રાજાએ સ્વીકારી.
પૃષ્ઠ. ૩૪૪-૩૬૦
૧૮
'
પ્રકરણ ૨ જું-ક્ષાંતિકુમારી, જિનમતજ્ઞ નિમિત્તકને ઉપાય પૂછતાં તેણે જણાવ્યું કે ચિત્તસૌંદર્ય નામના અતિ પવિત્ર નગરમાં એક બહુ ભલા શુભપરિણામ નામે રાજા રહે છે, તેને અતિ પવિત્ર નિષ્રકંપતા નામની રાણી છે, એ રાણીને ગુણાનું ધામ ાંતિ નામની દીકરી છે, એની સાથે જો નંદિવર્ધનના લગ્ન થાય તા તેને વૈશ્વાનરના સંગ મટે–' રાજાને તે વાત ગળે ઉતરી એટલે કન્યા માટે કહેણ મેાકલવા વિચાર કર્યો. નિમિત્તિએ જણાવ્યું કે એ નગર, રાજા અને પુત્રી અંતરંગ છે, ત્યાં આપણા પ્રવેશ નથી, ત્યાં તેા કર્મયરિણામ રાજા જે સર્વના ઉપરી છે તેનું જોર ચાલે છે અને તે પેાતાની બહેન લેાકસ્થિતિ, ભાર્યા ફાળપરિણતિ અને સ્વભાવ તથા ભવિતવ્યતાની સલાહ પ્રમાણે કામ કરે છે. તે રાજા જ્યારે પ્રસન્ન થઇ ઉક્ત કન્યા પરણાવશે ત્યારે નંદિવર્ધન ઠેકાણે આવશે.' રાજા તે વાત સાંભળીને નિરાશ થયા પણ કળાચાર્યના અને નિમિત્તિઆના આભાર માન્યો. રાજાએ આમ છતાં પણ બનતા પ્રયત કરવા વિદુરને ફરી કુમાર પાસે માકલ્યા. વિદુરને કુમારે એક દિવસ વચ્ચે ન આવવાનું કારણ પૂછતાં પાતે સાંભળેલી વાત કહેવા માંડી. તે વાર્તા ધણી લાંખી છે. નીચેની વાર્તા વિદુર કહે છે અને સંસારીછવ (નંદિવર્ધન) સાંભળેછે.
પૃ. ૩૬૧-૩૭૩,
સ્પર્શન-કથાનક.
પ્રકરણ ૩ -મનીષી અને માળ. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં કર્મવિલાસ નામના રાજા હતા, તેને શુભસુંદરી અને અકુશળમાળા નામની રાણીએથી અનુક્રમે મનીષી અને માળ નામના પુત્ર થયા હતા. સ્વદેહ નામના બગીચામાં બન્ને ભાઇએ એક વખત રમતા હતા ત્યાં કાઇ પુરૂષ ફાંસીએ લટકવાની તૈયારીમાં દેખાયા. ખાળે ઝટ દોડીને દોરડું કાપી નાખ્યું અને આપધાત કરવાનું કારણ પૂછ્યું. તે પુરૂષે જણાવ્યું કે તેનું નામ સ્પર્શન હતું, તેને એક ભવજંતુ નામના મિત્ર હતા, તેનાપર બહુ પ્રીતિ રાખતા હતા અને પેાતે કહે તેમ કરતા
Page #24
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ-કથાસાર
૧૯
હતો, પણ તેને એક સદાગમ નામના માણસે બહેકાવ્યો; પછી તે ભવજતુએ તેને પરિચય ઓછો કર્યો અને આખરે તેને સંગ તદન છોડી દઈને તે નિવૃત્તિ નગરીએ ચાલ્યો ગયો. તેના વિરહ પોતે આપઘાત કરે છે. સ્પર્શનને બળે દિલાસે આપે અને પોતાની સાથે મૈત્રી જોડવા કહ્યું. સ્પર્શને તે વાત કબૂલ કરી. વાતચીત દરમ્યાન મનીષી તો વિચાર જ કર્યા કરતે હતો પણ લોકરૂઢિ ખાતર તેણે પણ સ્પશન ઉપર પ્રેમ દેખાડો. ત્રણે જણા નગરમાં પાછા ફર્યા અને સ્પર્શનની ઓળખાણ થયાની વાત કરવા લાગ્યા. તે હકીકતથી કમપરિણામ રાજા રાજી થયા, અકુશળમાળા પણ ખુશી થઈ પણ શુભસુંદરી તે વ્યાકુળ થઈ ગઈ. પૃષ્ઠ ૩૭૪-૩૮૩
પ્રકરણ ૪ થું-સ્પર્શનમૂળશુદ્ધિ. સ્પર્શન તો હવે બન્ને રાજપુત્રને મિત્ર થયે, પણ મનીષીને તેની સાથે બરાબર ઘાટ બેઠે નહિ, પછી એ સ્પર્શન કોણ છે તેની બરાબર બાતમી મેળવવા પિતાના અંગરક્ષક બોધને મનીષીએ આજ્ઞા કરી. બધે પોતાના માણસ પ્રભાવને આજ્ઞા કરી એટલે તેણે પરદેશમાં ફરી તપાસ કરી આવી નીચે પ્રમાણે અહેવાલ કહ્યો
અંતરંગમાં રાજસચિત્ત નગરે રાગકેશરી રાજા રાજ્ય કરે છે. તેને વિષયાભિલાષ નામને અમાત્ય છે. તે નગરે હું ગયું. ત્યાં મેટે ખળભળાટ જોયો. ત્યાં વિપાક નામના એક રાજપુરૂષને તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે “અમારા રાજાને આખી દુનિયા૫ર જય મેળવવાની ઇચ્છા થઈ છે, તેથી મંત્રીએ પોતાના સ્પર્શન વિગેરે પાંચ પુત્રોને બધે મોકલી આપ્યા છે. તેઓ વિજય મેળવતા ચાલ્યા પણ માર્ગમાં એક સંતોષ નામને તેમને દમન મળે તે કેટલાકને નિવૃત્તિપુરીએ મોકલી આપે છે. રાગકેશરી રાજાને એ વાતની ખબર પડતાં પોતે લડાઈમાં જવા તૈયાર થયા. ચાલતી વખત પોતાના વૃદ્ધ પિતા મહામહને પગે પડવા ગયા. એ મહામહ બહુ જબરે સત્તાધારી છે પણ ઘડપણને લઈને તેણે પુત્રને રાજ્ય સોંપ્યું છે. તેણે રાગકેશરી પુત્રની વાત સાંભળી એટલે પોતે પણ લડવા તૈયાર થઈ ગયો. અંતે એમ ઠર્યું કે પિતા અને પુત્ર બન્નેએ સાથે લડવા જવું–તેનું લશ્કર લડવા જવાનું છે તેની તૈયારીને આ અવાજ છે, એમ કહી વિપાક વિદાય થયો. આ પ્રમાણે સ્પર્શનનું ઉત્પત્તિસ્થાન જાણને પ્રભાવે બધાને જણાવ્યું અને બેધે તે વાત મનીષીને કહી બતાવી.
પૃષ્ઠ ૩૮૩-૩૯૬ પ્રકરણ ૫ મું-સ્પર્શનની ગતિ . વાતને મેળ મેળવવા એકવાર મનીષીએ સ્પર્શનને પૂછયું કે “ભવજંતુ સાથે કહ્યું હતું ? તેના જવાબમાં કેટલીક આનાકાની પછી સ્પર્શને જણાવ્યું કે તેની સાથે સંતોષ હતો.' મનીષીએ તે વખતે મનમાં નિર્ણય કર્યો કે "સ્પર્શનને વિશેષ પરિચય સારે નથી, ઉપર ઉપરથી સ્નેહ કરવા યોગ્ય જ તે છે. એકવાર સ્પરને ચાલાકી કરવા માંડી, સુખ આપવાને બહાને યોગશક્તિને આવિર્ભાવ કર્યો અને સમાધિને ડોળ કરી બન્નેના શરી૨માં પ્રવેશ કર્યો. બાળ તે સ્પર્શ સુખમાં રાચી ગયે, ઊંડે ઊંડે ઉતરતો ચાલ્યો અને તેમાં સુખ માનવા લાગ્યો. મનીષી તો પ્રથમથી ચેતો હતો તેથી ઉપરથી હેત બતાવે પણ સ્પર્શનને મચક આપે નહિ. બાળ સ્પર્શન ઉપર વધારે આસક્ત થતે ગયે, પણ મનીષી તે તેની ગૂઢ રીતે મશ્કરી જ કર્યા કરતો હતો. બાળની
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચાકથા.
મૂખઇમાં તેની માતા અકુશળમાળાએ વધારો કર્યો અને સ્પર્શનની સોબત વધારે કરવા સૂચના કરી. વિચક્ષણ શુભસુંદરીએ પોતાના પુત્ર મનીષીને તેનાથી સાવધ રહેવા ભલામણ કરી અને વખત આવ્યે તેને સંબંધ તદ્દન તેડી નાખવા ભલામણું કરી. બાળ વિલાસ દરરોજ વધતો ચાલ્યો અને તેથી શિખામણને તે અવગણવા લાગે.
પૃ. ૩૯૭–૪૦૭ પ્રકરણ -મધ્યમબુદ્ધિ. કર્મવિલાસ રાજાને ત્રીજી સામાન્યરૂપ નામની રાણી હતી, તેને પુત્ર મધ્યમબુદ્ધિ પરદેશ ગયો હતો. તે પાછો આવતાં તેના પર સ્પર્શને જાળ પાથરવા માંડી, પણ મનીષીએ તેને ચેતાવ્યું. તેથી પોતાની માતા સામાન્યરૂપાને પૂછતાં તેણે કહ્યું કે “એવી સંશયવાળી બાબતમાં કાળક્ષેપ કરવો સારો.” તેના પર તેણે એક નાની વાર્તા કહી તે આ પ્રમાણે –
મિથુનય અંતરકથા-તથાવિધ નગરમાં જુ રાજા અને પ્રગુણી રાણી હતા. તેને મુગ્ધ નામને પુત્ર હતો. તેની સ્ત્રીનું નામ અકુટિલા હતું. મુધ અને અકુટિલા એકવાર બગીચામાં ક્રીડા કરવા ગયા. કુલની છાબડી પ્રથમ કોણ ભરે છે તે પર હેડ કરતાં બન્ને જુદી જુદી દિશાએ ગયા. હવે તે વખતે આકાશમાં કાળજ્ઞ અને વિચક્ષણા નામના વ્યંતર અને વ્યંતરી આવ્યા. તેમને અનુક્રમે અકટિલા અને મુગ્ધ કુમાર તરફ રાગ થયો. પરસ્પર એક બીજાથી તે હકીકત છાની રાખવા ખાતર બહાના કાઢી બન્ને ક્ટા પડ્યા. કાળશે મુગ્ધકુમારનું રૂપ લીધું અને અકુટિલા પાસે ગયો, ત્યારે વિચક્ષણુએ અકુટિલાનું રૂપ લીધું અને મુગ્ધકુમાર પાસે ગઈ. બનાવ એવો બન્યો કે લતામંડપમાં બન્ને જોડલાં એકઠાં થઈ ગયાં. બન્ને જોડલાંને ઘણું આશ્ચર્ય થયું અને મુગ્ધકુમારે તો માન્યું કે દેવકૃપાથી પોતે અને ભાર્યા એકના બેવડા થઈ ગયા છે. ત્યાંથી પિતા પાસે ગયા, વાત કરી, એટલે સર્વને આશ્ચર્ય ઉત્પન્ન થયું. કાળજ્ઞને પોતાની સ્ત્રીનું બેવફાપણું જોઈ ઘણે ગુસ્સે થયો પરંતુ પોતાને પણ દેષ હોવાથી તે મૌન રહ્યો. વિચક્ષણું પણ એવા જ નિર્ણય ઉપર આવી, ઘણું શરમાણી, પણ મનને સમજાવી ત્યાંજ રહી.
| પૃષ્ઠ ૪૦૮-૪૧૬. પ્રકરણ ૭ મું-અંતરકથા ચાલુ-પ્રતિબાધકાચાર્ય. તથાવિધ નગર બહાર મેહવિલય નામના ઉદ્યાનમાં પ્રતિબંધક નામના આચાર્ય પધાર્યા. હજુ રાજા આખા પરિવારને અને બન્ને પુત્ર તથા પુત્રવધૂઓને લઈને વંદન કરવા ગયા. આચાર્યો મેક્ષસુખપર દેશના આપી તે વખતે કાળજ્ઞ અને વિચક્ષણને ઘણે ૫સ્તાવો થયો અને તે વખતે તેમના શરીરમાંથી એક કદરૂપી સ્ત્રી બહાર નીકળી દર જઈને બેઠી. કાળક્ષે બહુ પસ્તાવો કર્યો એટલે ભગવાને એના કારણ રૂપે પેલી કદરૂપી સ્ત્રી જેનું નામ ભેગતૃષ્ણા હતું તેને ઓળખાવી અને તેનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું, તેમજ તેને સર્વ પાપોનું કારણ જણાવી. એના પાસમાંથી ટવાને ઉપાય પૂછતાં આચાર્યે સમ્યગ્રદર્શનરૂપ મુદુગરને ઉપયોગ કરવા સૂચવ્યું. આ વાત સાંભળતાં રાજા રાણી અને કુમાર તથા વધૂને બહુ ખેદ થયો, અકાર્ય થઈ જવા માટે પશ્ચાત્તાપ થયું. તે વખતે તેમના શરીરમાંથી એક સુંદર બાળક બહાર નીકળ્યું અને ભગવાન સામે બેસી ગયું, તેની પછવાડે બીજું કાળું બાળક બહાર નીકળ્યું. તેજ બાળકમાંથી ત્રીજું ઘણું ખરાબ બાળક બહાર નીકળતું અને વધતું જતું
Page #26
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ-કથાસાર.
૨૧
જણાયું. પેલા પ્રથમના રૂપાળા બાળકે વધતા જતા ત્રીજા બાળકનાં માથાંમાં મુઠ્ઠી મારી વધતું અટકાવી દીધું એટલે બન્ને બેડોળ બાળકો સભામાંથી બહાર નીકળી ગયાં. આચાર્યે જણાવ્યું કે પ્રથમનું સુંદર બાળક આર્જવ હતું, બીજું અજ્ઞાન હતું અને ત્રીજું પાપ હતું. આર્જવ પાપને વધતું અટકાવી અજ્ઞાનને ધકેલી દે છે. આ સર્વ ગોટાળે કરનાર અજ્ઞાન છે. પોતાના કર્તવ્યને યથાર્થ ઉપદેશ સાંભળી ચારેએ આચાર્ય પાસે દીક્ષા લીધી, વ્યંતરવંતરીએ તેમના શરીરમાંથી નીકળી જઈ પ્રગટ થઈ સમ્યકત્વ આદર્યું અને અરસ્પરસ ખુલાસા કર્યા અને કાળવિલંબથી કેટલો લાભ છે તે પર વિચાર કર્યો. (અંતરકથા સંપૂર્ણ.)
આ વાત કહીને સામાન્યરૂપા મધ્યમબુદ્ધિ પુત્રને કહે છે કે એવી બુંચવણું થાય ત્યારે વખત કાઢવો, હકીકત તપાસવી અને પછી નિર્ણય પર આવવું. મધ્યમબુદ્ધિએ માતાની આજ્ઞા માથે ચઢાવી.
પૃ. ૪૧૭–૪૩૧. પ્રકરણ ૮મું-મદનકંદળી. બાળ તો સ્પર્શનના સંબંધમાં વધતો જ ચાલે. ઓછામાં પૂરું એની માતાએ એને પોતાની યોગશક્તિ બતાવી એના શરીરમાં પ્રવેશ કર્યો અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ગશક્તિ બતાવવા વચન આપ્યું. ત્યાર પછી હલકી જાતની સ્ત્રીઓને પણ આળ ભોગવવા લાગ્ય, વિવેકભ્રષ્ટ થયો અને લેમાં મોટા અપયશને પાત્ર થશે. મધ્યમબુદ્ધિની સલાહ એણે અવગણી નાખી. અન્યદા વસંતસમય આવ્યે. લીલાધર ઉદ્યાનમાં લોકે કીડા કરવા ગયા. આળ પણ મધ્યમબુદ્ધિને સાથે લઈ બગીચામાં ગયો. તેરસનો દિવસ હતો. કામદેવના મંદિરમાં દાખલ થયો. બાજુમાં વાસભુવન હતું તેમાં અતિ કોમળ કામદેવની શવ્યા હતી તે પર સુતે. દેવશય્યા ઉપર આળોટી સ્પર્શનું સુખ અનુભવવા લાગ્યો. હવે તેજ નગરમાં બહિરંગ રાજ્યમાં શત્રમર્દન રાજા હતો, તેની મદનકંદળી નામની અત્યંત સૌંદર્યવાળી રાણી હતી, તે ત્યાં કામદેવની પૂજા કરવા આવી. તેને બાળને સ્પર્શ થઈ ગયે. બાળને તેના પર અત્યંત મેહ થયો. રાણી વિદાય થઈ ગઈ, પણ બાળ તો વિરહના નિઃસાસા નાખતો રહ્યો. મધ્યમબુદ્ધિ મંદિરના દ્વાર પર અત્યાર સુધી ઊભો હતો તે હવે અંદર આવ્યો, બાળને કામશવ્યાપર જોય, તેને ઠપકો આપે, પણ બળે તેને જવાબ ન આપ્યું. તે વખતે મંદિરને અધિછાયક વ્યંતર ત્યાં આવી પહોંચ્યો, તેણે બાળને ખૂબ ફટકા, બહાર ધકેલી મૂક્યો અને તિરસ્કર્યો. લોકોમાં તેની ગેરઆબરૂ થઈ. મધ્યમબુદ્ધિ વચ્ચે પડો ન હોત તો માળના આજે બાર વાગી જાત. આને મધ્યમબુદ્ધિ પાસેથી એ સૌંદર્યવાન સ્ત્રીનું નામ જાણું અને તેની પાછળ ગાંડો થઈ ગયો. મધ્યમબુદ્ધિએ એને ઘણું સલાહ આપી પણ બાળ તો મદનકંદળી પાછળ ઘેલો જ થઈ ગયા. પૃ. ૪૩૨-૪૪૨
પ્રકરણ ૯ મું-બાળ મધ્યમમનીષી અને સ્પર્શન. મદનકંદળી પર આસક્ત થયેલ બાળ તેજ રાત્રે તેના મહેલમાં જવા નીકળે. મધ્યમબુદ્ધિ બંધુ પ્રેમથી તેની પછવાડે ગયે. રસ્તામાં કોઈ આકાશચારી પુરૂષે બાળને અદ્ધર ઉપાડશે. મધ્યમબુદ્ધિ જમીનપર તેની શોધ માટે તેજ દિશાએ ગયે, સાત દિવસ ફર્યો પણ આળનો પત્તો લાગે નહિ. આખરે બંધુનેહથી કુવામાં પડી આપઘાત કરવાને તેણે નિર્ણય કર્યો. ત્યાં નંદન નામના વણિકે તેને તેમ કરતાં અટકાવ્યો અને બાળનો
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પત્તો આપ્યા. ત્યાંના રાજા હરિશ્ચંદ્રને તે નાકર હતા. તે રાજાએ વિદ્યા સાધવા રતિકેલિ વિદ્યાધર મારફત માળનું હરણ કરાવ્યું હતું અને તેના લેહી માંસથી સાત રાત હવન કર્યાં અને હવે ખાળ તે તદ્દન શુષ્ક અને લેાહી માંસવગરને નિÖળ થઇ ગયા છે. આળને ખાંધપર ઉપાડી મધ્યમબુદ્ધિ રાજભયથી જંગલેામાં ચાહ્યા. બાળને જે દુઃખને સાત રાત અનુભવ થયા હતા તે તેણે ઘરે આવ્યા પછી વિસ્તારથી કહી સંભળાવ્યા, મનીષી પણ લેાકાચાર અનુસાર ખખર પૂછવા આવ્યા. તેણે આળને સ્પર્શનના સંગ મૂકવા કહ્યું. આળે સલાહ માની નહિ. મધ્યમબુદ્ધિએ ત્યાર પછી મનીષીની વાત વિચારી, આાળની અધમ દશાના કારણ તરીકે સ્પર્શનને સંગ જાણી લીધે। અને લેાકામાં તેની કેટલી માનહાનિ થઇ છે તે સમનતાં આળને સમાગમ તજી દેવાના નિર્ણય કર્યો.
પૃ. ૪૪૩-૪૫૫
પ્રકરણ ૧૦ મું-માળના હાલહવાલ, માતા અકુરાળમાળા ખાળ ઉપર પેાતાની ખરાબ અસર જમાવતી રહી. આગલું દુ:ખ માળ તે અસરમાં ભૂલી ગયેા, રાત્રે ચેારીથી મદનકંદળીના વાસભુવનમાં દાખલ થઇ ગયા. શયનગૃહમાં જઇ શય્યા ઉપર સુતા. સભા વિસર્જન કરી ઘેાડી વારમાં શત્રુમર્દન રાજા તે તરફ આવ્યા. સત્ત્વહીન આળ શય્યામાંથી જમીનપર પડી ગયેા, અવાજ થયા, પકડાઇ ગયા. વિભીષણ નામના સેવકે રાજાના હુકમથી તેને આખી રાત બહુ ત્રાસ આપ્યા. તેના આક્રંદથી લેાકેા સવારે આવી પહોંચ્યા, તેને ઠાર કરવાની માગણી કરી. રાજાએ આળને ફાંસીએ ચઢાવવાના હુકમ કર્યો. ગધેડે બેસાડી નગરમાં ફેરવી તેને ફાંસીએ લટકાવ્યા. દૈવયેાગે ફાંસીનું દેરડું તૂટી ગયું અને ખાળ લપાતા છુપાતા ઘેર આવ્યા અને ગુપ્તપણે રહ્યો. મધ્યમબુદ્ધિએ દયાથી તેને આશ્રય તે આપ્યા પણ તેને પરિચય છેાડી દીધેા.
પૃ. ૪૫૬-૪૬૨
પ્રકરણ ૧૧ સું-પ્રાધનરતિ આચાર્ય. હવે તે વખતે નગર બહાર નિજવિલસિત ઉદ્યાનમાં પ્રાધનતિ નામના આચાર્ય પધાર્યાં. ત્રણે ભાઇએ -મનીષી, મધ્યમબુદ્ધિ અને બાળપણ ઉદ્યાનમાં જોવા આવ્યા અને આચાર્યની નજીક ગાઠવાઇ ગયા. શત્રુમર્દન રાજા પેાતાના સુબુદ્ધિ મંત્રી અને રાણી મદનકુંદળી સાથે ત્યાં વંદન કરવા આવ્યા. નજીકમાં આદિનાથને પ્રાસાદ હતા તેમાં સુબુદ્ધિએ પૂજા કરી અને શુદ્ધ ભાવે અદ્ભુત સ્તુતિ કરી. પછી સર્વ આચાર્યની દેશના સાં ભળવા બેઠા. આચાર્યશ્રીએ કર્મબંધનાં કારણા અને નિર્વાણપર વિદ્વત્તાભરેલું વિવેચન કર્યું.
પૃ. ૪૬૩-૪૭૩
પ્રકરણ ૧૨ સુ-ચાર પ્રકારના પુરૂષો. સામાન્ય ધર્મદેશના થઇ રહ્યા પુછી રાજા શત્રુમર્દનના સવાલના જવામમાં આચાર્યશ્રીએ ધર્મઆચરણ અને સુખને સંબંધ મતાન્યા. ધર્મારાધનને અંગે ઇંદ્રિયજયની મુખ્યતા બતાવી અને ઇંદ્રિયનું સ્વરૂપ ખતાવતાં તેનું દુયપણું બતાવ્યું. પછી પાંચમાંથી એક સ્પર્શેન્દ્રિયના વિષય લઇ તેને અંગે ચાર પ્રકારના પુરૂષાનું વર્ણન કર્યુ. ઉત્તમાત્તમ ઇંદ્રિયસંગ ત્યાગ કરી સંતાષની સાથે સંબંધ કરે છે, દીક્ષા લેછે અને નિવૃત્તિનગરીએ જાય છે. આવા નવા બહુજ થાડા હેાય છે. મનીષી સમજી ગયા કે આ કક્ષામાં મૂકવા યેાગ્ય તા ભવજંતુ જણાય છે અને જે ઇંદ્રિયનું વર્ણન કર્યું તે સ્પર્શન જણાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ–કથાસાર.
૨૩
મધ્યમમુદ્ધિને તેણે આ અર્થ સૂચવી દીધા. આળ તેા આચાર્યની વાત પણ સાંભળતે ન હેાતા, તે તે। મદનકંદળીને રાગદૃષ્ટિથી નીહાળી રહ્યો હતેા. વિચારની આકુળતામાં તેતા મૂઢ જેવા થઇ ગયેા. ખીજા વિભાગમાં ઉત્તમ પુરૂષ! હાય છે, તે સ્પર્શેદ્રિયથી ચેતતા રહેછે, તેની જાળમાં ફસાતા નથી એમ આચાર્યશ્રીએ જણાવ્યું. આ વિભાગનું વર્ણન મનીષીને મળતું આવ્યું. ત્રીજા વિભાગના પ્રાણીઓને આચાર્યશ્રીએ મધ્યમ કહ્યાઃ તેવા પ્રાણીએ કાળક્ષેપ કરે છે, મેટાં પાપ કરતા નથી અને સંદેહમાં રહે છે; વળી કાઇ સત્ય શિખામણ આપે છે ત્યારે ચોંકે છે, હલકાની સેાખત કરે છે તેથી સુખદુઃખ પામ્યા કરે છે, પ્રસંગ મળતાં તે ઠેકાણે પણ આવે છે. મધ્યમમુદ્ધિને લાગ્યું કે આ વર્ણન પેાતાને લાગુ પડે છે. ચેાથા જઘન્ય પ્રકારના પુરૂષ! તે ઇંદ્રિયને તાબે રહે છે, સર્વ પ્રકારનાં યાા કરેછે, ઉપદેશ આપનાર તરફ કાન પણ આપતા નથી, સંસારમાં ઊંડા ઉતરતા જાય છે. આવેા પ્રાણી માળ છે એમ સમજવામાં આવ્યું.
ચાર પ્રકારના પ્રાણીએ જૂદા જૂદા વિભાગમાં કમૅની વિચિત્રતાથી આવે છે. પ્રથમ સિવાયના ત્રણે વિભાગના પ્રાણીએની માતા તેમને તે પ્રકારે પ્રેરે છે. પ્રથમના વર્ગવાળા તા પેાતાના સ્થાનમાં સ્થિત રહે છે. બાકીના ત્રણે વિભાગવાળા સંયેાગ પ્રમાણે એક ખીન્ન વર્ગમાં જાય છે અને આવે છે. પ્રાણી પેાતાના વીર્યથી જ પ્રથમ વર્ગમાં સ્થિત થાય છે. એના ઉપાય તરીકે આચાર્યશ્રીએ દીક્ષા તાવી. મનીષી તે માટે તૈયાર થઇ ગયેા, મધ્યમબુદ્ધિ તેની રીત પ્રમાણે કાળક્ષેપ કરતેા રહ્યો અને ગૃહસ્થધર્મ આદરવાના વિચારવાળે થયા. પૃષ્ઠ. ૪૭૪–૪૯૨
પ્રકરણ ૧૩ મું-ખાળનું અધમ વર્તન-તેપર વિચારણા. આચાર્યના આખા ઉપદેશ દરમ્યાન બાળ તે મદનકુંદળી સામું જ ોઇ રહ્યો હતેા. એણે દેશનાને એક શબ્દ પણ સાંભળ્યેા નહિ. સર્વની સમક્ષ સ્પર્શનની અસરતળે આવી મળે સદનકંદળીપર સભામાં જ ધસારો કર્યો. એને જોઇ એળખી રાજાએ હેાકારા કર્યો એટલે આળને મદનવર ઉતરી ગયા અને તે પાછે પગે પાછે! હઠશો. સ્પર્શન તેના શરીરમાંથી બહાર નીકળી દૂર બેઠા. રાજાને એનાપર દયા આવી. આચાર્યે જણાવ્યું કે સ્પર્શન અને અકુરાળમાળાએ ખાળની એ દશા કરી હતી. કેટલાંક કર્મો એવાં આકરાં હોય છે કે જે મહાત્મા પુરૂષાની હાજરી છતાં પણ દેખાઇ જતાં નથી, તેઓ તે ખૂદ તીર્થંકર ઉપર પણ ઉપદ્રવ કરે છે. આળનું શું થશે ?' તેના જવામમાં ભગવાને કહ્યું અહીંથી નાસીને દૂર એક સરાવર પાસે જશે, તેમાં ન્હાવા પડશે, અંદર ચંડાળની સ્ત્રીને સ્પર્શ થશે, તેના ઉપર તે લંપટ થશે, તેનાપર ખળાત્કાર કરશે, કાંઠાપર રહેલા ચંડાળ ખાળને ખાણથી વીંધરશે અને મરીને નરકમાં જઈ ત્યાં અને ત્યાર પછી બીજી ગતિએમાં મહા દુઃખ પામશે.' પૃ. ૪૯૩-૫૦૦
પ્રકરણ ૧૪ મું–અપ્રમાદયંત્ર-મનીષી. શત્રુમજ્જૈન રાજાએ પછી આચાર્યને પૂછ્યું કે એ સ્પર્શન અને અકુરાળમાળાની શક્તિ બાળપર જ ચાલતી હશે કે ખીજા પ્રાણી ઉપર પણ ચાલે છે? તેના જવાખમાં આચાર્યે કહ્યું કે એની શક્તિ સર્વ પ્રાણીએપર ચાલે છે; એટલે રાજાએ સ્પર્શન અને અકુશળમાળાને દેહાન્ત કરવાના હુકમ કર્યો, જ્યારે આચાર્યે જણાવ્યું કે એ બન્ને તે અંતરંગ નગરના રહે
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
વાશી છે તેથી તેની ઉપર તમારા હુકમ ચાલતા નથી એટલે રાજાએ તેના નાશને ઉપાય પૂછતાં આચાર્યશ્રીએ તેના નાશ માટે અપ્રમાદયંત્રનું વિસ્તારથી વિવેચન કર્યું અને છેવટે મનીષીને જણાવ્યું કે ‘અપ્રમાયંત્ર અને ભાવ દીક્ષા એક જ છે.' એટલે મનીષીએ પેાતાને દીક્ષા આપવા આચાર્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આચાર્યે કર્મવિલાસના રાજ્યને પરિચય કરાવ્યા અને એના અખંડ સામ્રાજ્યને વિસ્તાર ખતાન્યા. મધ્યમબુદ્ધિને રાજાની ઇચ્છાથી આચાર્યે ગૃહસ્થધર્મ બતાવ્યા અને તેની પાસે તે સ્વીકારાવ્યા.. પૃ. ૫૦૧-૫૧૨
પ્રકરણ ૧૫ મું-શત્રમર્દનાદિને આંતર પ્રમાદ. શત્રુમર્દન રાન્તએ ઉત્સવ કરવા નિમિત્તે મનીષીને જરા ઢીલ કરવા વિજ્ઞપ્તિ કરી. દીક્ષા લેનાર મનીષીએ દાક્ષિણ્યથી તે માગણી સ્વીકારી. રાજાએ દેવિવમાનની જેવી ઉત્તમ અદ્ભુત રચના કરાવી. સ્નાન કરીને મનીષીને અગ્રસ્થાન આપી શ્રી જિનબિંબને મહા અભિષેક તેની પાસે રાજાએ કરાવ્યેા. રાજાએ મનીષીના પ્રભુતાસ્થાનની ઉāાષણા કરાવી અને મેટા આડંબર સાથે તેને નગરમાં પ્રવેશ કરાવ્યેા. આખા નગરમાં ચામેર આનંદ પસરી રહ્યો. મનીષીના સ્નાન, ભાજન વિગેરે માટે બહુ સુંદર વ્યવસ્થા થઇ, પણ મનીષીનું મન એમાં જરા પણ આસક્ત બન્યું નહિ. રાન્તએ આજનું કાર્ય સુંદર કરી આપવા માટે અને આચાર્યને યાગ સાધી આપવા માટે સુબુદ્ધિમંત્રીને અભિનંદન આપ્યું.
પૃ. ૫૧૩-૫૨૩
પ્રકરણ ૧૬ સુ-તિવિલસિત ઉદ્યાનપ્રભાવ. હવે સુબુદ્ધિ મંત્રીને ધરે સાનાદિ કરી મધ્યમબુદ્ધિ પણ રાજા પાસે આવી પહોંચ્યા અને રાજા સાથે પેાતાની મધ્યમ રૂપતાપર વિચાર ચલાવી રહ્યો. રાજાને મંત્રીએ પ્રમેાદશેખર ચૈત્યને અને નિજવિલસિત ઉદ્યાનને પ્રભાવ કહી સંભળાવ્યા; ખાળ જીવાપર ક્ષેત્રની અસર થતી નથી તે વાત પણ તેણે જણાવી દીધી; ક્ષેત્રપ્રભાવમાં સહકારી કારણા કાં કયાં છે તે પર વિવેચન કર્યું અને કર્મવિલાસ રાન્તના આખા પરિવારપર દૃષ્ટિપાત કરી નાખ્યા. મનીષીપર રાન્તને બહુ પ્રેમ થયેા, એને દીક્ષા સમય લખાવવા ફરી માગણી કરી પણ સુબુદ્ધિએ જવાબ આપ્યા કે દીક્ષાની મહત્તા અદ્ભુત છે અને તે લેવાની ઇચ્છાવાળા આ સંસારના કીચડમાં રગદેાળાતા નથી. રાજાએ દીક્ષાને પ્રભાવ વિચારી અવસરર્યેાગ્ય મહેાત્સવ કરવા નિર્ણય કર્યો. પૃ. ૫૨૪–૫૩૪
પ્રકરણ ૧૭ મું-નિષ્કમણેાત્સવ- દીક્ષા-દેશના. મનીષીની દીક્ષાનું સુહૂર્ત જોવરાવ્યું, આઠ દિવસ સુધી તન્નિમિત્તે મેાટા ઉત્સવ કરવામાં આવ્યેા. માટી સવારી અને આખા રાજ્યના સરંજામની સાથે મનીષી બહાર નીકળ્યા. નગર નરનારીએ ટાળાબંધ જોવા આવ્યા. સવારી નિજવિલસિત ઉદ્યાન તરફ ચાલી. એક પણ આનંદ કે આકર્ષણ પ્રસંગની અસર મનીષીના ઉદાત્ત મનપર થઇ નહિ. રાજા પણ આ વાત ધારી ધારીને જોયા કરતા હતા, તેને વિર્યોલ્લાસ થયા અને અરસ્પ રસ સંભાષણ થઇ ગયા પછી યોગ્ય વિચારણાને પરિણામે શત્રુમર્દન રાજા, મદનકંદળી, સુબુદ્ધિ મંત્રી અને અનેક નગરજને। દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. રાજપુત્ર સુલેાચનને રાજ્યચિહ્નો આપી સર્વ આચાર્ય પાસે આવ્યા. આચાયૅ પણ અવસરાચિત દેશના આપી. પછી શુભસુંદરીના છે.કરાઓને ઓળખાવ્યા, મધ્યમમુદ્ધિ
Page #30
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ-કથાસાર.
૨૫ જેવા ઘણું બાળકો છે એમ જણાવ્યું અને છેવટે કર્તવ્યને ઉપદેશ કર્યો; દુર્જનની સોબત ન કરવા ખાસ વિવેચન કર્યું. સર્વેએ દીક્ષા લીધી. મનીષી તેજ ભવે મોક્ષે ગયો, રાજા આદિ મધ્યમ છ દેવલોકે ગયા.
પૃષ્ઠ ૫૩૫-૫૪૭ (સ્પર્શન કથાનક સંપૂર્ણ) - પ્રકરણ ૧૮મું-કનકશેખર. હવે અસલ વાર્તા આગળ ચાલે છે. પ્રકરણ ૩ જા સાથે સંબંધ છે. વિદુરે અંતર કથા કરી છે. વિદુર વાર્તા કહી રહ્યા પછી તેને સાર કહેતાં કુસંગતિથી દૂર રહેવા કુમાર નંદિવર્ધનને ભલામણ કરતો આપણે હવે જોઈએ છીએ. નંદિવર્ધન સમજ્યો પણ જ્યાં વેશ્વાનરની સંગતિ મૂકવાની વાત વિરે કહી ત્યાં તે ચમકે અને તતડાવીને વિદુરને એક તમાચો ખેંચી કાઢો. વિદર ગમ ખાઈ ગયો પણ પદ્મરાજાને તેણે જણાવ્યું કે નંદિવર્ધનને કુસંગત છૂટવી મુશ્કેલ છે.
દિવઈન હવે યુવાન થયો. તેને રહેવા માટે તેના પિતા પદુમરાજાએ જાદુ વાસભુવન આપ્યું. ત્યાંથી તે દરરોજ પિતાને નમન કરવા સવારે જતો હતો. એક વખત પિતાને નમીને આવ્યો ત્યાર પછી તુરત જ ધવળ નામને સેનાપતિ તેને પાછો તેડવા આવ્યો અને જણાવ્યું કે “કુશાવર્તપુરના રાજા કનકચૂડનો પુત્ર નગર બહાર વનમાં આવ્યો છે તેને તેડી લાવવા રાજા સાથે કુમારે પણ સામે જવાનું છે.” કુમારે આજ્ઞા માથે ચઢાવી અને તપાસ કરતાં જાણ્યું કે કનકશેખર પોતાના મામાને છોકરો થાય છે. કનકશેખરને ઉતારો નંદિવઘેનના વાસભુવનમાં આપવામાં આવ્યો.
પૃ. ૫૪૮-૫૫૩ પ્રકરણ ૧૯મું-ખટપટી દુર્મુખ અને કનકશેખર. નંદિવર્ધન અને કનકશેખરને બહુ સારી મિત્રતા થઈ. એક વખતે નંદિવર્ધને કનકશેખરને આવવાનું કારણ પૂછ્યું એટલે કનકશેખરે પોતાની વાત નીચે પ્રમાણે કહી–
એક વખત દત્ત નામના જૈન સાધુ મારા નગર બહાર આવ્યા. તેમનો ઉ૫દેશ મને ઘણું સારો લાગ્યો. તેમને મેં ધર્મને સાર પૂછતાં તેમણે અહિંસા, દયાનયોગ, રાગાદિપર અંકુશ અને સાધમી પર પ્રેમ-એ ચાર વાત કહી. મને સાધમપર પ્રેમની વાત ઘણી રૂચી અને કર્તવ્યરૂપે થઈ શકે તેવી લાગી. પિતાને જણાવીને સાધમપર-જૈનીપર કર કાઢી નાખ્યો અને તેમને અનેક રીતે સહાય કરવા માંડી. લોકો પણ એથી ધર્મસન્મુખ વધારે થયા. અમારે ત્યાં એક દુર્મુખ નામનો ખટપટી કારભારી હતો તેણે રાજાના કાન ભંભેર્યા, મારા ભેળપણને કેટલાક લોકો ગેરલાભ લે છે એમ જણાવ્યું, સરળ પિતાને એ ખટપટીએ ખૂટે માર્ગે દોરવ્યા. પછી એ મારી પાસે આવ્યો અને સ્વામીવાત્સલ્યના ગેરલાભ કહેવા લાગ્યો. મેં તેના મુદ્દામ જવાબ આપ્યા. મારી ચુસ્તતા જોઈ દુર્મુખે બાજી બદલી નાખી પણ મને તેમાં ગેટે જણાયો એટલે મારા સેવક ચતુરને મેં તપાસ કરવા કહ્યું. તેણે તપાસ કરી જણાવ્યું કે દર્ભેખ તો જેની પાસેથી પણ કર લે છે અને પિતાશ્રીની તેને સંમતિ મળી છે. એ વાત જાણતાં મને ઘણે ખેદ થયો અને હું કુશાવર્તનગર છોડી અપમાન થવાને લીધે અહીં ચાલ્યો આવ્યો.
૫. પપ૪-૫૬૩
Page #31
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
પ્રકરણ ૨૦ મુવિમલાનના અને રાવતી. ઉપરની વાત થયાને દશ દિવસ થયા ત્યાં તો કનકશેખરને તેડવા તેના પિતાના માણસો આવ્યા. નંદિવર્ધન અને કનકશેખર પદ્મરાજા પાસે આવ્યા. ત્યાં તો સુમતિ, વરાંગ અને કેશરિકનકશખરના પિતાના પ્રધાને બેઠા હતા તે કનકશેખરને નમ્યા. પછી વાત ઉપરથી સમજાયું કે કનકશેખરના વિદાય થયા પછી રાજા કનકચૂડ બહુ દુ:ખી થયા, ચતુરના કહેવાથી કુમાર ગયાના સમાચાર જાણ્યા અને અનુમાનથી તે જયસ્થળે ગયેલ હશે એમ ધાયું. માતાએ ભજનો ત્યાગ કર્યો. રાજાએ દુર્મુખને દેશવટે આપે. તે વખતે વળી એક બીજી વાત બની. વિશાળાનગરીના નંદનરાજા તરફથી એક દત કુશાવર્તપૂરે આવ્યો. એ નંદરાજાને બે રાણીઓ હતી. તેમાં પ્રભાવતીથી વિમલાનના પુત્રી થઈ અને બીજી પદ્માવતીથી રવતી પુત્રી થઈ. એ પ્રભાવતી રાહીન પ્રભાકર નામનો ભાઈ હતો જે કનકપુરનો રાજા હતા. એ ભાઈ બહેને સંતતિ થયા પહેલાં નિર્ણય કર્યો હતો કે જે તેમને પુત્ર પુત્રી થાય તો તેમને વિવાહ સંબંધથી જોડવા. એ હિસાબે વિમલાનના અને વિભાકર (પ્રભાકરના પુત્ર)ને સંબંધ થવા
ઇએ. હવે બન્યું એમ કે વિમલાનનાએ કનકશેખરનું નામ જાણ્યું ત્યારથી તેના પર પ્રેમમાં પડી ગઇ અને તેને જ વરવાનો નિશ્ચય કરી બેઠી હતી. તેના પિતાએ જોયું કે પુત્રી તેના ધારેલા પતિને વર્યા સિવાય જીવે તેમ નથી તેથી તેણે વિમલાનનાને કુશાવર્તપુરે મોકલી આપી તેની સાથે તેની બહેન રવતી પણ ત્યાં આવી. ત્યાં તો કુમાર ન હતા એટલે કુમારના પિતા કનકચૂડને ચિંતા થઈ. તેથી પોતાના ત્રણે મુખ્ય પ્રધાનોને તેડવા સારૂ જયસ્થળ નગરે મોકલ્યા હતા.
પદ્મરાજા સમક્ષ આ વાત ત્રણે પ્રધાનેએ કરી હતી અને કનકશેખરને મોકલવા તેમજ તેની સાથે નંદિવર્ધનને પણ રતવતીનું પાણિગ્રહણ કરવા માટે મેકલવા વિજ્ઞપ્તિ કરી. કુંવરોની સંમતિ લઈ પતરાજાએ એ વાત સ્વીકારી અને બન્નેને કુશાવર્તપુરે મોકલ્યા.
મૃ. ૫૬૪-૫૭૦ - પ્રકરણ ૨૧ મું-રૌદ્રચિત્તે હિંસા લગ્ન. નંદિવર્ધન ચાલે ત્યારે તેની સાથે પુણ્યોદય અને વૈશ્વાનર પણ ગયા. હવે રૌદ્રચિત્ત નગરમાં દુષ્ટાભિસબ્ધિ નામના રાજ અને નિષ્કરૂણતા નામની રાણીથી હિંસા નામની પુત્રી થઈ હતી. નંદિવર્ધનના મિત્ર વૈશ્વાનરની માતા અવિવેકિતા હતી તે દ્વેષગજેન્દ્રની સ્ત્રી થાય અને દ્વેષગાઁ મહામહને પુત્ર થાય. નંદિવર્ધન કહે છે કે એ મારા મિત્રની માતા પોતાનું તામસચિત્ત નગર છોડી રૌદ્રચિત્તપુરે થોડા વખતને માટે આવી હતી. તે મારા મિત્રની માતાના આગ્રહથી મારું હિંસાદેવી સાથે રસ્તામાં લગ્ન અવિવેકિતા એ કરાવી આપ્યું. હિંસાની સાથે પ્રેમ વધારવાના હેતુથી વૈશ્વાનરે નંદિવર્ધનને સલાહ આપી કે ગમે તેને વિના કારણે પણ મારી નાખવામાં સંકોચ ન કરો જેથી હિંસાદેવી વધારે પ્રેમ રાખશે-વૈશ્વાનરની આ સલાહ નંદિવર્ધને માન્ય કરી અને શિકાર કરવા દ્વારા તે સલાહને અનુસરવાની શરૂઆત કરી. પૃ. ૫૭૧-૫૭૮
પ્રકરણ ૨૨ મું-અંબરીષ બહારવટીઆને નાશ અને લગ્ન. નંદિવર્ધન અને કનકશેખર આગળ ચાલ્યા. કનકશેખરના ગામ કુશાવર્તપુરના સિમાડામાં અંબરીષ જાતિના બહારવટીઆઓ સાથે મોટી લડાઈ થઈ. તેમનો આગેવાન અવરસેન
Page #32
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ-કથાસાર.
२७
આખરે નંદિવર્ધન સાથે લડતાં પડશે અને એ વિજયનું માન પુણ્યદયને ઘટતું હતું છતાં નંદિવર્ધને તો એ સર્વ માન દેવી હિંસાને આપ્યું. બન્ને કુમારે આનંદ પૂર્વક કુશાવર્તનગરમાં દાખલ થયા. વિમલાનનાનું લગ્ન કનકશેખર સાથે થયું અને રતવતી નંદિવર્ધન સાથે પરણી.
પૃ. ૫૭-૫૮૨ પ્રકરણ ૨૩ મું-વિભાકર સાથે મહાયુદ્ધ. ઉપરના બનાવને ત્રણ દિવસ થયા પછી વિમલાનના અને રત્રવતી નગર જોવા માટે બહાર નીકળ્યા. બગીચામાં ફરતા બન્નેનું કેઈએ હરણ કર્યું. મોટો શેરબકોર થઈ રહ્યો. નંદિવર્ધન અને કનકશેખરનું લશ્કર તેની પૂંઠે પડયું. જણાયું કે એ કન્યાઓને હરી જનાર પ્રભાકર રાજાનો પુત્ર વિભાકર છે. વળી તેની સહાયમાં કલિંગ દેશને રાજા સમરસેન અને યંગદેશને રાજા કુમ છે. બન્ને લશ્કર ભેગાં થતાં ભયંકર લડાઈ થઈ, કનકચૂડના લશ્કરમાં ભંગાણ પડવાની તૈયારી હતી તે વખતે નંદિવર્ધન ઘૂમ્યો, સમરસેનને શક્તિવડે ઠેકાણે પાડી દીધે, તૂમને અર્ધચંદ્ર બાણવડે ઠાર કર્યો અને બીજી બાજુએ કનકશેખરે વિભાકરને હરાવ્યો પણ જીવતો પકડી લીધો. વિજયનું આખું માન નંદિવર્ધનને મળ્યું. નંદિવર્ધને તે માન હિંસાદેવીની કરતાને અને વૈશ્વાનરને આપ્યું અને મોટા વિજયના ભવ્ય દેખાવ સાથે તેને નગરપ્રવેશ થયો. પૃ. ૫૮૨-૫૮૮ - પ્રકરણ ૨૪ મું-કનજર. નગરપ્રવેશપ્રસંગે જ્યારે નંદિવર્ધનને રથ રાજગઢ પાસે આવ્યો ત્યારે તેણે ઝરૂખામાં કનકચૂડ રાજાની પુત્રીકનકશેખરની બહેન-કનકમંજરીને જોઈ અને જોતા જ તે તેના ઉપર આસક્ત થઈ ગયો. ચતુર સારથિ ચેતી ગયે-સમજી ગયો અને શેઠની ફજેતી ન થાય માટે રથને હંકારી ગયો. નંદિવર્ધન મુકામે પહોંચ્યો અને એણે આખી રાત બહુ વ્યાકુળપણે ગુજારી. કનકમંજરીની સૌદર્યલાવણ્યમય મૂર્તિ એના હદયપર ચોંટી રહી અને તેણે એને ગાંડે બનાવ્યો. સવારે સારથિ આવ્યો અને નંદિવર્ધને ઘણા ગોટા વાન્યા પણ એણે ચતુરાઈથી નંદિવર્ધન પાસેથી વાત કઢાવી. તેણે છેવટે કહ્યું કે એ દુઃખનું ઔષધ તે જાણે છે એટલે નંદિવર્ધનની આતુરતા વધી પડી. સહજ મશ્કરી કરીને પછી સારથિએ વાત કરી કે જ્યારે તે કુંવર પાસે આવતો હતો ત્યારે તેને એક વૃદ્ધ દાસી કપિંજલા મળી, તેની પાસેથી તેની શેઠાણી દેવી મલયમંજરી અને કુંવરી કનક મંજરીના સંબંધમાં ગઈ રાત્રે શું બન્યું હતું તે પોતાના જાણવામાં આવી ગયું. વાત એમ બની કે સવારી પૂરી થતી વખતે તે દાસીએ કનકમંજરીને તદ્દન મુંગી અને એકાગ્ર ધ્યાનસ્થ સ્થિતિમાં જોઇ તેને બોલાવવા પ્રયત કર્યો. આખરે થાકીને તેણે દેવી મલયમંજરીને ત્યાં લાવ્યા. અનેક બાહ્ય ઉપચાર કર્યા પણ કનકમંજરીની સ્થિતિ વધારે બગડતી ચાલી, એને દાહવર વધતા જ ચાલ્યા અને એ વધારે દુ:ખી થતી જણાઈ. છેવટે એને ઠંડક માટે અગાશીમાં લઈ ગયા પણ એની સ્થિતિ વધારે વધારે બગડતી ચાલી. રાણીએ કનકમંજરીની આ પ્રકારની સ્થિતિનું કારણ શોધવા માડયું. નંદિવર્ધનને જોયા પછી એ સ્થિતિ કંવરીની થઇ ગઈ છે એમ તેને બીજી દાસીએ કરેલા અવલોકનની વાતથી જણાયું. હવે તેજ વખતે ત્યાં કનકમંજરીની મોટી બહેન મણિમંજરી આવી પહોંચી, તે હરખાતી દેખાઈ અને હરખનું કારણ પૂછતા જણાયું કે તે તે વખતે કનકચૂડમહારાજા અને ભાઇ કનકશેખર પાસેથી આવી હતી, પિતાપુત્રે વાતચીત દરમ્યાન ગઈ કાલે નંદિ
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. વર્ષને દેખાડેલા શુરાતનના બદલા તરીકે કનકમંજરીને નંદિવર્ધન સાથે પરણાવવાને ઠરાવ કર્યો હતો અને તેને પોતાને નંદિવર્ધનના સેનાપતિ શીલવર્ધન સાથે પરણુંવવાનો નિર્ણય કર્યો હતો. આથી તેને આનંદ થયો હતો. કનકમંજરીએ આ વાત સાંભળી પણ માની નહિ. કપિંજલા આટલી વાત સારથિને કરી રહી અને છેવટે બન્નેને જલ્દી મેળાપ કરવાની જરૂર બતાવી. સારથિ આ વાત નંદિવર્ધનને કરી રહ્યો અને જણાવ્યું કે એ દુઃખનું ઔષધ છે-મતલબ એને કનકમંજરીને વિરહરૂપ દુઃખ છે, એનું એસડ બન્નેના મેળાપમાં છે અને હાલ તુરત બગીચામાં બન્નેએ મળવું એવો તે સંકેત કરી આવ્યો છે. નંદિવર્ધન તો તૈયાર જ હતું. રતિમન્મથ બગીચામાં તે ગયે. ત્યાં શોકગ્રસ્ત સુંદરી (કનકમિંજરી)ને જોઈ. આખરે બન્નેને મેળાપ થયે અને અત્યંત શેકથી આપઘાત કરતી સુંદરીને નંદિવર્ધને અણીને વખતે બચાવી લીધી, પ્રેમવચનથી એને શાંત કરી. તે વખતે ત્યાં કપિંજલ દાસી અને સારથિ પણ આવી પહોંચ્યા. આનંદ થયો. કુંવરી પિતાને ઘરે ગઈ. વિરહ તો થયો પણ બહુ ટુંક વખત ચાલ્યો. કનકચૂડેરાજાએ તે જ દિવસે પુત્રી કનકમંજરીને નંદિ સાથે પરણાવી દીધી અને વિજયની બીજી રાત્રે નંદિવર્ધન દેવી કનકમંજરી સાથે રાત્રી આનંદમાં પસાર કરવા ભાગ્યશાળી થયે.
પૃ. ૧૮૯-૬૧૩ પ્રકરણ ૨૫ મું-હિંસાની અસરતળે. વિભાકરને લડાઇમાં ઘા વાગ્યા હતા તે હવે રૂઝાઈ ગયા. તેને માનપૂર્વક તેને દેશ વિદાય કર્યો. ચારેને યોગ્ય માન આપ્યું, તેઓ દાસ થઈ ગયા અને તેમને પણ વિદાય કર્યા. કનકમંજરી રાવતી સાથે નંદિવર્ધને કુશાવર્તનગરમાં રહી આનંદ કરવા માંડ્યો. પિતાના માન અને ઉત્કર્ષના કારણ તરીકે તે તો વેશ્વાનર અને હિંસાને જ માનવા લાગ્યું અને તેની સાથે સેહ વધારવા માંડે. પ્રથમ વૈશ્વાનરે ખૂબ વડાં આપી તેને ક્રૂર બનાવ્યું અને પછી હિંસાદેવીએ તેને શિકારને વ્યસને ચઢાવ્યો. કનકશેખર સહદય હતો, તેને આ વેશ્વાનર હિંસા સાથેનો સંબંધ ઘણો ખરાબ લાગ્યો અને તેના ઉપાય તરીકે પિતા પાસે નંદિવર્ધનને સલાહ અપાવવાનું યોગ્ય ધાર્યું. રાજસભામાં એકવાર તાગડો સાધ્ય, પિતાજી પાસે નંદિવર્ધનના વખાણ કર્યા અને પછી એના પરિચય વિશ્વાનરહિંસાની નિંદા કરી. રાજા કનકચૂડે નંદિવર્ધનને એ સંબંધ છોડવા સૂચના કરી એટલે નંદિવર્ધનને ક્રોધ ઉછળી પડયો અને તુચ્છ ભાષા સાથે બે ચાર પડી દીધી. કનકશેખરે મોં મલકાવ્યું એટલે ક્રોધમાં રાજસભા વચ્ચે નંદિવર્ધને તરવારપર હાથ નાંખે. વાત તે વખત તો એટલેથી પતી પણ કનકશેખર અને નંદિવર્ધન વચ્ચેનો સંબંધ તે દિવસથી તૂટી ગયે.
પૃષ્ઠ. ૬૧૪-૬૧૮ પ્રકરણ ૨૬મું-પુણદયથી વગાધિપતિપર વિજય. તે વખત પછી સુરતમાં જ પિતાના જયસ્થળ નગરથી એક દૂત આવ્યો. તેણે જણાવ્યું કે જયસ્થળ નગરપર વંગરાજ યવનરાજાએ ઘેરો ઘાલ્યો છે અને પ્રધાનના મત પ્રમાણે કુમારે ત્યાં જઈ પરાક્રમ બતાવવું જોઈએ, પદ્યરાજા મુંઝાય છે પણ પુત્રસ્નેહથી તેને બોલાવતા નથી વિગેરે. નંદિવર્ધન ઉપડયો, કનકચૂડ કે કનકશેખરને ચાલતી વખત મળવા પણ ન ગયો. યવનરાજ સાથે મોટી લડાઈ કરી. પ્રથમ તો હારી જતો હતો, પણ પછી ખૂદ વંગના રાજા સાથે લઢતાં તેણે તેનું માથું ઉડાવી દીધું. માતાપિતાને ખબર પડી. તેમના આનંદને પાર રહ્યો નહિ. અત્યંત માન આનંદ સાથે નદિવ
Page #34
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ-કથાસાર.
૨૯ ધન જયસ્થળ નગરમાં પ્રવેશ થયો અને તે બનાવથી વૈશ્વાનરહિંસાપર નંદિને પ્રેમ વધ્યો. પુણ્યોદયને ખરે પ્રતાપ નંદિવર્ધને ઓળખે નહિ. ૫ ૬૧૮-૧૨૪
પ્રકરણ ૨૭ મું-દયાકુમારી. જયસ્થળ નગરમાં નંદિવર્ધન આવ્યો, વિદુરના કહેવાથી પઘરાજાને ખબર પડી કે હિંસાને પરણ્યા પછી કુમાર શિકારને વ્યસને ચઢી ગયો છે અને આ વખત જીવને મારવામાં મજા માને છે. વૈશ્વાનર સાથે હિસા પણ આવી છે એ જાણી રાજાને ખેદ થયો અને એને ઉપાય શોધવા સારૂ ફરીવાર જિનમતજ્ઞ નિમિત્તિઓને બોલાવ્યો. તેણે કહ્યું કે ચિત્તસૌંદર્યનગરે શુભ પરિણામ રાજ છે, તેની એક બીજી ચારૂતા રાણી છે, તેની દયા નામની દીકરી છે, તેની સાથે કુમારના લગ્ન થાય તે હિંસાની અસર જાય, પણ સાથે જણાવ્યું કે એ સર્વ અંતરંગ રાજ્યના પાત્ર છે અને લગ્ન તે જ્યારે કર્મપરિણામરાજાની કૃપા થાય ત્યારે થાય તેમ છે. કમને રાજાએ મૌન ધારણ કરવાની અને થાય તે જોયા કરવાની સલાહ માન્ય કરી.
પૃ. ૬૨૫-૬૩૨ પ્રકરણ ૨૮ મું-વૈશ્વાનર હિંસાની ભયંકર અસરતળે. કેટલાક દિવસ પછી પઘરાજાએ નંદિવર્ધનને યુવરાજપદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. શુભ દિવસે સર્વ તૈયારીઓ થઈ રહી. બરાબર તે જ વખતે એક દૂત આવ્યો. તેણે જણાવ્યું કે શાર્દૂલપુરના અરિદમન રાજાને મદનમંજૂષા નામની દીકરી છે તેના નંદિવર્ધન સાથેના વેવીશાળનું કહેણ દેવા તે આવ્યું હતું. રાજાએ મંત્રીઓની સલાહથી કહેણ સ્વીકાર્યું. ત્યાં નંદિવર્ધન અને દૂત કુટવચન વચ્ચે જયસ્થળ અને શાલપુરના અંતરની વાત થઈ. ફુટવીને ૨૫૦ જન કહ્યા અને નંદિવર્ધને એક ગાઉ ઓછું કહ્યું. દૂતે જાતે અંતર માપ્યું હતું તેથી તે મક્કમ રહ્યો. નંદિવર્ધનને એથી અપમાન લાગ્યું. પોતે તે કઈ પાસે સાંભળ્યું હતું તે વીસરી ગયું અને શ્વાનરની અસર તળે આવી ગયો. તે વખતે પુણ્યોદય રીસાઈ ચાલ્યો ગયો. નંદિવર્ધને તરવારના એક ઝટકાથી દૂતના બે કટકા કરી નાખ્યા, પિતા વચ્ચે પડ્યા તેને પણ તરવારથી મારી નાખ્યા, રડતી માતા પર તેજ તરવારને ફટકે મારી તેને દેવલોક પહોંચાડી દીધી, મણિમંજરીને તેના પતિ શીલવર્ધનને અને દેવી રતવતીને એક પછી એક વચ્ચે પડવા માટે ઠાર કર્યા અને છેવટે દેવી કનકમંજરીનું પણ ખૂન કર્યું. રંગમાં ભંગ પડો, યૌવરાજ્ય મહોત્સવ તે દૂર રહ્યો પણ બીજી અનેક ખૂન કર્યો, લોકેએ પકડી તેને આખરે કેદખાનામાં નાખ્યો. એક માસ ત્યાં રહ્યો, ભૂખ્યા તરસ્યા દિવસે કાથા, રાત્રે અકસ્માત્ બંધ ઊદરવડે તૂટશ્યા, બહાર આવી આખા નગરને સળગાવી મૂકયું અને ચોતરફ કળકળાટ રાડે અને બૂમ વચ્ચે નંદિવર્ધન ભાગે.
પૃ. ૬૩૩-૬૪૧. પ્રકરણ ૨૯ મું-ખૂની કોધીને રખડપાટે. નંદિવર્ધને નાસતાં નાસતાં જંગલમાં આગળ ચલાવ્યું. ભૂખથી થાકથી આખરે તે પડો, બેભાન થયે, ભીલ લોકોએ તેને હષ્ટપુષ્ટ જાણુને વેચવા માટે ઉપાડ્યો અને કનપુર નજીકની પલ્લીમાં તેને ઉપરી પાસે આ. ઉપરીએ તેને એક ભીલને સોંપ્યો અને તેને સારી રીતે ખવરાવી પીવરાવી વેચવા સારૂ જ બનાવવા કહ્યું. તે ભીલ તેને ઘરે લઈ આવ્યો એટલે પાછો એ (નંદિવર્ધન) તે ગાળો કાઢવા લાગે, પરિણામે ખૂબ માર ખાધે.
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
હવે કનકપુરથી ભીલેાપર તવાઇ આવી તેથી ઘણા ભાગી ગયા અને બીજા પકડાઇ ગયા. પકડાયલા સાથે નંદિવર્ધન પણ હતા. સર્વ વિભાકર રાનપાસે આવ્યા. રાજા એ નંદિવર્ધનને ઓળખ્યા અને પિતા જેટલું સન્માન આપ્યું. આવી દશાનું કારણ પૂછતાં નંદિવર્ધનને વૈશ્વાનર ઉછળ્યા. જ્યારે વિભાકરે તેને માતાપિતાના ખૂન માટે વાર્યો ત્યારે તે તેના ક્રોધની સિમા ન રહી. રાત્રે વિભાકર વિવેક બતાવતાં સાથે સુતા. તે વખતે તેને જમીનપર પટકી મારી નાખ્યા. રાતેારાત ત્યાંથી નંદિવર્ધન ભાગ્યા અને કુશાવર્તનગરે આવ્યા. સુજ્ઞ નકરશેખરે તા તેને। આદર કર્યો અને આવી સ્થિતિનું કારણ પૂછ્યું. એ કંટાળાભરેલા સવાલથી ઉશ્કેરાઇ નંદિવર્ધને કનકશેખરની કેડમાંથી છરી ખેંચી તેનાપર તાકી. કનકચૂડ દોડી આવ્યા. દેવતાએ નંદિવર્ધનને થંભી દીધે। અને આકાશમાર્ગે ઉપાડી દેશપારની હ્રદપર મૂકી દીધા. તે અંબરીષ ચારાની પલ્લીમાં જ આળ્યા, ચેારાના નાયક વીરસેને તેને ઓળખ્યા, એ સ્થિતિનું કારણ પૂછ્યું એટલે ભાઇશ્રી ઉછળી પડ્યા. ચેારાએ તેને મજબૂત ખાંધ્યા, ગાડા સાથે જકડ્યો અને દૂર આવેલ શાર્દૂલપુરને શામાટે ગામમહાર મૂકી ચાલ્યા ગયા. આવી રીતે ખૂનીક્રોધી નંદિવર્ધનની રખડપાટી થઇ.
३०
પૃ. ૬૪૧-૬૫૦
પ્રકરણ ૩૦ મું-મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. શાર્દૂલપુરને પાદરે અલવિલય નામનું ઉદ્યાન હતું. ત્યાં અત્યંત એજસ્વી વિવેક નામના કેવળ પધાર્યા. તે વખતે તેમને વંદન કરવા અનેક દેવેશ અને મનુષ્યા આવ્યા. રાજાએ અપૂર્વ શબ્દોમાં સ્તુતિ કર્યાં પછી આચાર્યશ્રીએ સુંદર દેશના આપી જેમાં તેમણે ધર્મપ્રાપ્તિની દુર્લભતા બહુ સારી રીતે બતાવી. પછી રાજાએ પ્રસંગ જોઇ નંદિવર્ધન સંબંધી અનેક સવાલા પૂછ્યા. આચાર્યે જણાવ્યું કે અંધાયલા શરીરવાળે પુરૂષ પષૅદાની બહાર છે તેજ નંદિવર્ધન છે, તેણેજ જયસ્થળ બાળી મૂકયું હતું અને તેનાં હીન કાર્યની પ્રેરણા કરનાર પેલા વૈશ્વાનર અને હિંસા હતા. પછી વિસ્તારથી એ બન્ને દુષ્ટાત્માઓની એળખાણ આપવામાં આવી, અને તે બન્નેએ બાળપણથી છેવટ સુધી નંદિવર્ધનપર કેટલી ખાટી અસર કરી હતી તેનું વર્ણન કર્યું, અગાઉ પુણ્યાયને સહચાર હતા તેથી તેમની અસર જણાતી ન હેાતી, બાકી એને સંબંધ તે! ઘણા જીનેા હતેા એમ જણાવ્યું, ભવપ્રપંચ કેવી રીતે થાય છે તે જાણવાની રાજાએ અન્ન જિજ્ઞાસા બતાવી.
પૃષ્ઠ ૬૫૦-૬૬૩
પ્રકરણ ૩૧ મું-ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા. અરિદમન રાજાની જિજ્ઞાસા તૃપ્ત કરવા આચાર્યશ્રીએ આખા સંસારના પ્રપંચ મતાન્યેઃ અસંવ્યવહાર નગરથી માંડીને રખડપાટી થતાં પ્રાણી કેટલા હેરાન થાય છે તેના વિસ્તાર કહી બતાવ્યા અને ધર્મપ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે અને મનુષ્યપણું કેટલું દુર્લભ છે તેપર લંબાણ વિવેચન કર્યું, કોહિંસામાં આસક્ત પ્રાણીએ એવી સુંદર જોગવાઇને કેવી ખાટી રીતે ફેંકી દેછે તેના વિસ્તાર સમજાવ્યા અને એને વશ પડેલા પ્રાણીએ સંસારમાં કેવી રીતે ડૂબી જાય છે તે સ્પષ્ટ કર્યું. વૈશ્વાનર એકલે. મંદિ વર્ધનના જ મિત્ર થાય છે એમ નથી પણ ખીન્ન પ્રાણીઓને પણ તેવી જ રીતે અનેક વાર ફસાવે છે એમ જણાતાં રાજાએ વળી અનેક સવાલા કર્યો એટલે આચર્યશ્રીએ ત્રણ કુટુંબના હેવાલ નીચે પ્રમાણે કહી સંભળાવ્યો.
પૃ. ૬૬૪-૬૬૯
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
તૃતીય પ્રસ્તાવ-કથાસાર પ્રકરણ ૩૨ મું-ત્રણ કુટ, ક્ષમા માનત્યાગ વિગેરે પ્રથમ અંતરંગ કુટુંબ છે, ક્રોધ, રાગદ્વેષાદિ બીજું અંતરંગ કુટુંબ છે અને બાહ્ય માતપિતાદિનું ત્રીજું બાહ્ય કુટુંબ છે. પ્રથમ કુટુંબ સ્વાભાવિક છે, બીજું આગંતુક છે પણ દર એ ચલાવે છે કે સામ્રાજ્ય પ્રાપ્ત કરી બેસે છે અને ત્રીજું કુટુંબ તો તદ્દન અસ્થિર છે. પ્રથમ કુટુંબ દબાયેલી સ્થિતિમાં રહે છે ત્યાં સુધી પ્રાણુ ઊંચો આવતો નથી, બીજાને હઠાવી પ્રથમને જય થાય ત્યારે પ્રાણું પ્રગતિ કરે છે અને આખરે સિદ્ધ થાય છે. બન્ને અંતરંગ કુટુંબના ગુણદોષના જ્ઞાનની અત્યંત જરૂર છે અને તે જ્ઞાન સાથે વર્તન હેય ત્યારે સાધ્ય સાધી શકાય છે. બન્ને અંતર કુટુંબ વચ્ચે અનાદિ કાળથી યુદ્ધ ચાલ્યા કરે છે, તેમાં નિર્દય સંહાર ચાલે છે અને પરિણામે જાણવા જેવા નિપજાવી શકાય છે. બીજા અંતર કુટુંબને ઓળખી તેનો નિર્દેયપણે નાશ કરવાની ખાસ જરૂર છે. ત્યાગ પહેલા તૈયારી કરવાની જરૂર છે અને પોતાની શક્તિ માટે બરાબર ખ્યાલ રાખવાની જરૂર છે. બીજા કુટુંબના વિજય વગર બાહ્ય કુટુંબને ત્યાગ નકામો છે.
પૃષ્ઠ ૬૭૦-૬૭૯. પ્રકરણ ૩૩ મું અરિદમનનું ઉત્થાન. ત્રણ કુટુંબની વાત સાંભળી અરિદમન રાજાને તો વિચાર થઈ પડયો. તે સહદય હતો. આચાર્ય પણ વખત જોઈને વાત આગળ ચલાવતા રહ્યા હતા. તેઓશ્રી પ્રથમ કુટુંબને સ્વીકાર, બીજા પર વિજય અને ત્રીજાના ત્યાગની વાત નવા નવા આકારમાં કરતા ચાલ્યા. પછી તેમણે તત્વજ્ઞાનની જરૂરીઆત સવિશેષપણે કરી અને તે વગર ત્યાગ કે વિજયની અશકયતા જણાવી. રાજા અરિદમન જાગ્ય, દીક્ષા લેવા ઉઘુક્ત થયો, સાથે બુદ્ધિશાળી પ્રધાન વિમળમતિ પણ તૈયાર થઈ ગયા અને અંતઃપુરની સન્નારીઓ, અન્ય રાજ પુરૂષ અને જનસમાજને કેટલોક ભાગ પણ ત્યાગ કરવા-દીક્ષા લેવા તૈયાર થઇ ગયો. પ્રસંગાનુરૂપ સત્રમહેસવ થયે અને અનેક લધુકમ છો સાથે રાજાની દીક્ષા થઈ.
પૃ. ૬૮૦–૬૮૩ - પ્રકરણ ૩૪ મું-નંદિવર્ધન મરણ-ઉપસંહાર, નંદિવર્ધન-સંસારીજીવ તે તે ને તે જ રહ્યો. એને તો વિવેક કેવળીની વાતો ટાયલા જેવી લાગી, પોતાની વગોવણી કરનાર આચાર્ય તરફ ધૃણું ઉત્પન્ન થઈ અને સભા વિસર્જન થતાં તે ત્યાંથી વિજયપુરને માર્ગે નિક. રસ્તે વિજયપુરનો રાજકુંવર ધરાધર મળ્યો. તે પણ ક્રોધી હતો. બન્નેને નજીવી બાબતમાં બોલાચાલી થતાં લડાઈ થઈ, પરસ્પર ઘા માર્યા અને આખરે કપાઈ મુ. નંદિવર્ધન અને તે મરીને છઠ્ઠી નરકે ગયા. ત્યાં પણ ખૂબ લડ્યા. પછી નંદિવર્ધન સર્ષ થયો, પાંચમી નરકે ગયો. પછી સિંહ થયે, ચોથીએ ગયે. પછી બાજ થયે, ત્રીજી નરકે ગયો. નળીઓ થયે, બીજી નરકે ગયો. અને દરેક સ્થાને અને ખાસ કરીને નારકી તરીકે બહુ દુઃખ પામ્ય. હિંસા શ્વાનરના વિપાક અનુભવી આખરે શ્વેતપુરે આહેર થયે, ત્યાં કાંઈક અકામ નિર્જરા થઈ અને ગુણપ્રાપ્તિ થઈ ગઈ. દેવી ભવિતવ્યતાએ આખરે સંસારીજીવને સિદ્ધાર્થપુરે જવા આદેશ આપ્યો અને પુણ્યદયને તેને સહચર બનાવ્યો. સિદ્ધાર્થપરનું તેનું જીવન ચોથા પ્રસ્તાવમાં વિસ્તરાશે.
પૃ. ૬૮૪-૬૮૨,
Page #37
--------------------------------------------------------------------------
________________
Aી
અનુક્રમણિકા.
Iિ
ગ્રંથકર્તાની પ્રસ્તાવના. . ઉપઘાતરૂપે દુષ્ટાન્તકથા... સંક્ષિપ્ત ઉપનય.... દાછત્તિક યોજના. ... ઉપનય-અષ્ટમૂલપર્યન્ત. ... તય પરિચારિકા. .. ત્રણ ઔષધ " . સયા પરિચારિકા.... ..
પ્રસ્તાવ પ્રથમ પ્રષ્ટાંક. 3
પૃષ્ટાંક, - ૧
દાન-ગ્રંથાત્પત્તિ . • • ૨૦૭ ઉપસંહાર. . . . . ૨૧૬ મગશેળીઆનું દષ્ટાત. પરિશિષ્ટ .(૧) ૧૯ આવશ્યકમાં નાગદત્તકથા (૨) • ૨૨૨
પિંડનિયુક્તિમાં મસ્યચરિત્ર (૩) રર૮ " ૧૨૭
કુમપત્રક અધ્યયન (૪) • • ૨૩૦ ... ૧૮૮ | પુદ્ગલાવર્તેસ્વરૂપ પરિશિષ્ટ . • ૨૪૬
પ્રસ્તાવ બીજે, પ્રકરણું. વિષય. પૃષ્ટાંક. પ્રકરણ. વિષય. પ્રણાંક. ૧ મનુજગતિનગરી .. . ૨૫૨ ૭ અસંવ્યવહારનગરે. . . ૩૦૦ ૨ કર્મપરિણામ અને કાળપરિણતિ. ૨૫૮ ૮ એકાક્ષનિવાસનગરે. . ૩૧૩ ૩ ભવ્યપુરૂષ-સુમતિજન્મ. ... ર૭૧
૯ વિકલાક્ષનિવાસનગરે... ૩૨૦ ૪ અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાર૭૫ ૫ સદાગમ પરિચય. . . ૨૮૦
૧૦ પંચાક્ષપશુસંસ્થાને. . ૩૨૪ ૬ સંસારી જીવ તરકર. . . ર૯ર | નિગેદસ્વરૂપ-પરિશિષ્ટ. • ૩૩૨
પ્રસ્તાવ ત્રીજે. પ્રકરણ. વિષય. પૃષ્ટાંક. | પ્રકરણ. વિષય.
પૃષ્ટાંક, ૧ નંદિવર્ધન અને વૈશ્વાનર. ૩૪૪ ૫ સ્પર્શનની યોગશક્તિ. * ૩૭ ૨ ક્ષાન્તિકુમારી. . .. ૩૬૧ ૬ મધ્યમબુદ્ધિ-મિથુનદ્રય કથા. ૪૦૮
૭ અંતરકથા (ચાલુ). પ્રતિબંધકાસ્પર્શનકથાનક,
ચાર્ય. .. . . . ૪૧૭ ૩ મનીષી અને બાળ. . . ૩૭૪ | ૮ મદનકંદળી. . .. • ૪૩૨ ૪ સ્પર્શનમૂળશુદ્ધિ. . . ૩૮૪ ૯ બાળમધ્યમમનીષી અને સ્પર્શન, જ૩
Page #38
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટાંક,
અનુક્રમણિકા.
૩૩ પ્રકરણ. વિષય. પૃષ્ટાંક. ( પ્રકરણ. વિષય. ૧૦ બાળના હાલહવાલ. . . ૪૫૬ | ૨૩ વિભાકર સાથે મહાયુદ્ધ. . પ૮૨ ૧૧ પ્રબોધનરતિ આચાર્ય. ૪૬૩ ૨૪ કનકમંજરી. .. . .. ૫૮૯ ૧૨ ચાર પ્રકારના પુરૂષે. .. ૪૭૪ ૨૫ હિંસાની અસર તળે... .. ૬૧૪ ૧૩ બાળનું અધમ વર્તન-વિચારણું. ૪૯૩
ર૬ પુર્યોદયથી વંગાધિપતિ પર ૧૪ અપ્રમાદયંત્ર-મનીષી. ... .. ૫૦૧ ૧૫ શત્રુમદનાદિને આંતર પ્રમોદ, ૫૧૩
| વિજય . . . . . ૬૧૮ ૧૬ નિજવિલસિત ઉદ્યાનપ્રભાવ. પરજ | ૨૭ દયાકુમારી. . . .. ૬૨૫ ૧૭ નિષ્ક્રમણોત્સવ-દીક્ષા-દેશના. પ૩૫ ૨૮ વૈશ્વાનરની ભયંકર અસરતળે. ૬૩૩ ઇતિ સ્પર્શન કથા
૨૯ ખૂની ક્રોધીને રખડપાટો. . ૬૪૧
૩૦ મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. ૬૫૧ ૧૮ કનકશેખર . ... ૫૪૮ ૩૧ ભવપ્રપંચ અને મનુષ્યધર્મ૧૯ ખટપટી દુર્મુખ. . . ૫૫૪
દુર્લભતા .. . . . ૬૬૮ ૨૦ વિમલાનના અને રાવતી. . ૫૬૪ ૨૧ રૌદ્રચિત્તે હિંસાલગ્ન. . . ૫૭૧
કર ત્રણ કુટુંબ. . . . ૧૭૦ ૨૨ અંબરીશ બહારવટીઆનો નાશ
૩૩ અરીદમનનું ઉત્થાન. .. ૬૮૦ અને લગ્ન. ... ... . ૫૭૯ ૩૪ નંદિવર્ધન મરણ- ઉપસંહાર. .. ૬૮૪
*
*
*
Page #39
--------------------------------------------------------------------------
________________
---
-
-
-
---
-
-
-
-
2
-
-
-
--
...
.........
...
...
...
...
...
...
...
...
...#...
...
...
...
...
......
किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं, यन्निष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सूक्तयः ॥
“ગળાના હારથી શું અને હાથના કંકણોથી શું? નાનાં મોટાં “ કાનનાં ઘરેણાંથી શું અને બાજુબંધથી શું? હીરાના કુંડળથી શું અને “ભારે ભારે કપડાઓથી શું? એ સર્વથી સર્યું ! અમારી માન્યતા પ્રમાણે
“તો પુરૂષનું અખંડ ઘરેણું એકજ છે અને તે અમૃતકિરણથી ભરેલા $ “પૂર્ણચંદ્રને દાબીને કાઢેલા રસના ઝરણા સાથે સરખાવી શકાય તેવી છે “પંડિતની ઉક્તિ (વાણી) છે.
–સુભાષિત. खिन्नं चापि सुभाषितेन रमते स्वीयं मनः सर्वदा,
श्रुत्वान्यस्य सुभाषितं खलु मनः श्रोतुं पुनर्वाञ्छति । અજ્ઞાનવતોડગ્રેનેજ દિ વરવતું સમર્થો માત, कर्तव्यो हि सुभाषितस्य मनुजैरावश्यकः सङ्ग्रहः ॥
મને ગમે તેટલું નારાજ થયેલું હોય કે થાકી ગયેલું હોય પણ “સુભાષિતવડે તે રમવા-આનંદ કરવા મંડી જાય છે; અન્ય સુંદર વાત “કરે તો વારંવાર સાંભળવા ઇચ્છા થયા કરે છે; એનાથી જ્ઞાની અને
અજ્ઞાની વશ થઈ જાય છે; તેટલા માટે માણસે સુભાષિત (સારા “લેખ કે કાવ્ય)ને જરૂર સંગ્રહ કરવો. –સુભાષિત
सत्यं तपो ज्ञानमहिंसता च, विद्वत्प्रणामं च सुशीलता च । एतानि यो धारयते स विद्वान केवलं यः पठते स विद्वान् ॥
જે પ્રાણી સત્ય બોલે છે, તપ આચરે છે, જ્ઞાન ધારણ કરે છે, અહિંસા પાળે છે, વિદ્વાનને (નમ્રતાથી) નમે છે, ઉત્તમ વર્તન રાખે છે તે વિદ્વાન છે, માત્ર જે ભણી બોલી જાય તે ખર વિદ્વાન નથી.
પ્રાચીન मानुष्यं विफलं वदन्ति हृदयं व्यर्थ वृथा श्रोत्रयोनिर्माणं गुणदोषभेदकलनां तेषामसंभाविनी । दुर्वारं नरकान्धकूपपतनं मुक्तिं बुधा दुर्लभां, सार्वज्ञसमयो दयारसमयो येषां म कर्णातिथिः ॥
“સર્વજ્ઞ આગમ જે દયા રસથી ભરપૂર છે કે જેનાં કર્ણાચર “થતો નથી તેનો મનુષ્યજન્મ ડાહ્યા માણસો નકામો ગણે છે, તેના “કાને નિરર્થક છે, તેવાને સારા ખરાબને વિવેક અસંભવીત છે, “તેઓને નરકના અંધ કુવામાં પડવું અનિવાર્ય છે અને મુક્તિ તેઓને “માટે દુર્લભ છે.”
-સિંદુરપ્રકર.
...
...
...
...
Page #40
--------------------------------------------------------------------------
________________
ERARARARARAR PR PR R R R R R ARARAR PR PR ARAR PR:
ARRARARARARR &
શ્રી
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રથમ પ્રસ્તાવ.
અવતરણ.
గోలా లేల్ లో లేత లేత చేతా జిలా ఆతాఆతా అత త త త చేతలలో లతా అలా ఆటో ఆలో
శిలా చిలా తాత టీట్ అల్ అల్ అలా భలా
Page #41
--------------------------------------------------------------------------
________________
મ—
—
ક્ષ
મતા
જયજયવંતી (રાગ ) છે ધમકે વિલાસ વાસ, જ્ઞાનકે મહા પ્રયાસ
દાસ ભગવંત કે, ઉદાસભાવ લગે હૈ, છે સમતા નદી તરંગ, અંગહી ઉપગ ચંગ;
ભજન પ્રસંગ રંગ, અંગ ઝગમગે હૈિ, ધર્મ કે૧ છે કર્મ કે સંગ્રામ ઘોર, લરે મહામહ ચેર;
જેર તાકે તોરવેકે, સાવધાન જગે હૈ. આ શીલકે ધરી સન્નાહ, ધનુષ મહા ઉત્સાહ, જ્ઞાન બાન કે પ્રવાહ, સબ વેરી ભગે છે. ઘમકે, ૨
આયોહે પ્રથમ સેન, કામક ગયે હે રેન, છે હરિ હર બ્રહ્મ જેણે એકલેને ઠગે હૈ,
કોઈ માન માયા લેભ, સુભટ મહા અભ; ( હારે સોચ છોડ થોભ, મુખ દેઇ ભગે છે. ધર્મ કે ૩ છે નેકષાય ભયે છીન, પાપકે પ્રતાપહીન; S ઉરભટ ભયે દીન, તાકે પગ ઠગે હૈ, છે કેઉ નહિ ભયે ઠા, કર્મ મિલે તે ગા;
ચરનકે કહાં કહે, કરવાલ નગે હૈ ' ધકે. ૪ છે જગત્રય ભય પ્રતાપ, તપત અધિક તાપ;
તાતે નહિ રહી ચાપ, અરિ તગતગે છે. સુજસે નિસાન સાજ, વિજય વધાઈ લાજ; એસે મુનિરાજ, તાકું હમ પાય લગે હૈ, ઘમકે, ૫
શ્રી મદ્યશવિજય. આ અવધુ નટનાગરકી બાજી, જાણે ન બાંભણ કાજી, અવધુ, છે થિરતા એક સમય ઠાને, ઉપજે વિણસેં તબહી; $ ઉલટ પુલટ ધ્રુવ સત્તારાબેં, યા હમ સુની ન કબહી, અવધુ. ૧ આ એક અનેક અનેક એક ફની, કુંડળ કનક સુભાવે; | જલતરંગ ઘટ માટી રવિકરે, અગનિત તાહી સમાવે. અવધુ, ૨ 3 હૈ નાંહિ હૈ વચન અચર, નયપ્રમાણ સતભંગી;
નિરપખ હેય લખે કઇ વિરલા, કયા દેખે મતજંગી, અવધુ, ૩ જ સર્વમચી સરવંગી માને, ન્યારી સત્તા ભાવે; આ આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સે પાવે, અવધુ. ૪
યેગી આનંદઘન,
Page #42
--------------------------------------------------------------------------
________________
ॐ परमात्मने नमः ઉપમિતિ ભવપ્રપંચો કથા.”
ગુજરાતી અવતરણ.
સિદ્ધાર્થ ગણિની પ્રસ્તાવના.
“જે પરમાત્માએ મહામહની સર્વ ઠંડી પીડાઓને નાશ કર્યો
છે અને જે લોકાલેકનાં વિશુદ્ધ દર્શન કરાવવા માટે નમસ્કાર અને સૂર્ય સમાન છે તે પરમાત્માને નમસ્કાર થાઓ. જે મંગળાચરણ પરમાત્મા શુદ્ધ ધર્મમાં રત છે, જેઓ સ્વરૂપસ્વભા
વની પરાકાષ્ટાએ પહોંચી ગયા છે અને જે મહાસની મૂર્તિ સાંસારિક વિકારના વિસ્તારથી દૂર થઈ ગયેલી છે એટલે કે જેમના સર્વ વિકારે નાશ પામી ગયા છે તે પરમાત્માને નમસ્કાર થાઓ
નાભિ રાજાના પુત્ર શ્રી આદિનાથ ભગવાન (ઋષભદેવ સ્વામી) જેઓએ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના જીવોને ત્રાસ આપનાર
* જે કથામાં સંસાર (ભવ)ની ધૂંચવણોને અંદરથી રહસ્ય તરીકે સમજાવટ નીકળે છે તે કથા. પ્રથમ પ્રસ્તાવ ઉપઘાત રૂપે છે, તેમાં પણ પ્રથમનો ભાગ પ્રસ્તાવના જેવું છે. ભાષાન્તર અક્ષરે અક્ષર કર્યું નથી, પણ અવતરણરૂપ છે. આ સંબંધી વિશેષ હકીક્ત માટે જુઓ અવતરણકારનો ઉપઘાત.
- ગ્રંથની નિર્વિધ્ર સમાપ્તિ માટે મંગળાચરણ કરવાનો સંપ્રદાય પ્રથમથી ચાલ્યો આવે છે.
૧ મોહની પીડાને ઠંડી પીડા ગણવામાં આવી છે, કારણ કે પ્રેમથી ત્યાં પીડા થાય છે. પરિણામે પીડામાં તે ઉકળાટજ થાય છે, પણ તેનું કારણ ઠંડું છે. યાદ રાખવું જોઈએ કે ઠંડી પીડા હમેશાં વધારે સખ્ત હોય છે અને તે બહુ ત્રાસ આપે છે. ગરમીના હજારો ઉપાય છે, શરદીનો ઉપાય નથી.
૨ મોક્ષમાં ગયા પછી-પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થયા પછી ઇંદ્રિયના કે મનના કોઈ પણ પ્રકારના વિકારો રહેતા નથી. એ ભાવના હદયમાં સ્થિત કરવા જે પરમ પુરુષોએ પોતાના વિકારો દૂર કર્યા છે તેમને શરૂઆતમાં નમસ્કાર કર્યો છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૧ રાગ” કેશરી સિંહનો નાશ કરી નાખે છે અને જેઓ શાંતરસ અમૃતપાનથી તૃપ્ત થયેલા છે તેઓશ્રીને મારે નમસ્કાર હો.
બીજા શ્રી અજિતનાથથી ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પર્યંતના પવિત્ર તીર્થકર મહારાજાઓ જેઓએ ટ્વેષ નામના હાથીરૂપ શત્રુનાં કુંભસ્થળને ભેદી નાખ્યાં છે તે સર્વને નમસ્કાર થાઓ.
ચરમ તીર્થકર શ્રી વીર પરમાત્મા જેમણે પોતાના સર્વ દેને દળી નાખ્યા છે, જેમણે મિથ્યા દર્શનને કાપી નાખ્યું છે, જેમણે કામદેવને નાશ કરીને તેના પર વિજય મેળવ્યું છે અને જેમના શત્રુઓ નાશ પામ્યા છે તેમને નમસ્કાર થાઓ.
અંતરંગ મહાસૈન્ય (જેનું વર્ણન આ ગ્રંથમાં આગળ બહુ વિસ્તારથી આવવાનું છે) જે સર્વ પ્રાણીઓને સંતાપ આપનાર થાય છે તેને લીલામાત્રથી–રમતમાં જે કંઈ મહાત્માએ હણું નાખ્યું હોય તેને નમસ્કાર કરું છું.
જિનેશ્વર ભગવાનની વાણી જે સર્વ વસ્તુઓ (પદાર્થો)નો - ૧ મોક્ષમાં જવામાં પ્રત્યાય કરનાર “રાગ ”મોહને મુખ્ય આવિર્ભાવ છે. વિતરાગત્વને અંગે તેના પર જય મળે છે અને તે વાત મુખ્યપણે બતાવવા આ વિશેષણ અહીં મૂક્યું જણાય છે.
૨ ગજેદ્રારિનો અર્થ સિંહ થાય, પરંતુ તેને કુંભસ્થળ હતાં નથી અથવા સામાન્ય હોય તે તે પર ઉક્તિ હોતી નથી, તેથી હાથીરૂપ શત્રુ-એવો અર્થ કરવો વધારે સમીચીને જણાવે છે. તેને ગજૈકની ઉ૫માં અન્યત્ર પણ આપેલી છે.
૩ દોષ દૂર કરવાથી પિતાને લાભ થયો છે, મિથ્યા દર્શન દૂર કરવાથી અનેક પ્રાણી ઉપર ઉપકાર થયો છે, કામદેવ પર વિજય મેળવવો એ સર્વથી વધારે મુશ્કેલ બાબત છે અને તીર્થંકર મહારાજના શત્રુઓ હતા તે નાશ પામવાની વાતથી તીથંકરદ્ધિ બતાવી છે. આ ચારે વિશેષણે બહુ ઉપયોગી છે.
૪ અંતરંગ મહા સૈન્યમાં ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, શક, ભય, વિકાર, રાગ આદિ અનેક વિભાને સમાવેશ થાય છે. એને ઓળખાવવા એ આ ગ્રંથનો ખાસ વિષય છે. અહીં નમસ્કાર સામાન્ય કેવળીને કર્યો છે (જિન શબ્દથી તે ઓળખાય છે). - ૫ ગ્રંથકર્તાની આદર્શ ભાવના શું છે તે આ વાક્ય બતાવે છે. જે કોઈ મહામાએ જય કર્યો હોય તેને નમસ્કાર કરી તેવા થવા અથવા તે સ્થિતિએ પહોંચવાની અત્ર ભાવના બતાવે છે. ૫રમાત્મભાવનું આ અતિ વિશિષ્ટ આદર્શ છે.
૬ એવો કોઈ પણ પદાર્થ નથી, એવી કોઈ વસ્તુ નથી, એવો કઈ વાગ્યે ભાવ નથી કે જે જિનેશ્વરની વાણીનો વિષય થઈ ન શકે. અમુક ભાવ કહી શકાય નહિ એ સમયને આધીન વાત છે. આવા વાચ ભાવને બતાવનાર વાણીને અહીં નમસ્કાર કરવાથી પોતે પણ ઘણું વાચ ભાવો બતાવી શકે તે માટે બળ પ્રાપ્ત કરવાની ઈચ્છા જણાવી છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
શ્રોતન્ય અને આ કથા.
વિચાર કરી શકે છે. અને જે વસ્તુસમુદ્રના અન્ને કાંઠા સુધી પહોંચી જાય છે તેમજ જે સર્વ પાપાને ધોઇ નાખે છે તેને હું નમસ્કાર કરૂં છું. “ સરસ્વતી દેવી જે પેાતાના ચંદ્ર જેવા સુંદર અને ગાળ સુખનાં કિરણાથી વિકસિત થયેલ કમળને અચિન્હ તેજથી હાથમાં ધારણ કરે છે તેને નમસ્કાર કરૂં છું.
“મારા જેવા (સામાન્ય મનુષ્ય) પણ જે ગુરુ મહારાજના પ્રભાવથી અન્યને ઉપદેશ દેવા તત્પર થઇ જાય છે તે ગુરુ મહાત્માના ખાસ કરીને નમસ્કાર થા.”
આવી રીતે નમસ્કાર-મંગળાચરણ કરવાથી ગ્રંથ પૂર્ણ કરવામાં આવતી મારી મુશ્કેલીઓ શાંત થઇ ગઇ છે. હવે હું આકુળતા રહિત થઇ સ્વસ્થપણે મારે કહેવાની વસ્તુના પ્રસ્તાવ જણાવું છું.
*
**
*
અતિ મુશ્કેલીથી પ્રાપ્ત થઇ શકે એવું દુર્લભ મનુષ્યપણું પામીને તેમજ શુભ કર્મોના ઉદયથી ફળ વિગેરે સારી કૈઅનુકૂળતાઓ પ્રાપ્ત કરીને ભવ્ય પ્રાણીએ તજવા ચેાગ્ય ભાવાના ત્યાગ કરવા જોઇએ, કરવા યોગ્ય કર્મો કરવાં જોઇએ, પ્રશંસા કરવા યોગ્ય મમતા અથવા ભાવેાનાં વખાણ કરવાં જોઇએ અને સાંભળવા ચાગ્ય ખાતા સાંભળવી જોઇએ. (આ પ્રમાણે હેય, કર્તવ્ય, શ્લાધ્ય અને શ્રોતવ્ય એ ચાર બાબત પર ધ્યાન આપવાનું કહ્યું તે ચારનું કાંઇક વિશેષ વર્ણન કરે છે. આ ચારે બાબતે મુમુક્ષુએ બરાબર વિચારવા યોગ્ય છે. )
આમુખમાં -
૩
પદેશ.
જે કાંઇ ચિત્તની સહજ પણ મલિનતા કરે તેવું હોય અને મેક્ષને અટકાવે તેવું હોય-પછી તે મન સંબંધી હેાય, વચન સંબંધી હાય કે શરીર સંબંધી હાય-તે સર્વને જે પ્રાણી પેાતાનું હિત કરવા ઇચ્છતા હાય તેણે તજી દેવું જોઇએ. (આ હેય ભાત્ર વિચારણા થઇ.)
૧ સરસ્વતીને વાણીની દેવી ગણવામાં આવેલ છે, તેના હાથમાં પદ્મ-ક્રમળ આપવામાં આવેલ હેાય છે. ચંદ્ર જેવા ગેાળ અને આકર્ષક મુખમાંથી તે દેવીનું તેજ હાથમાં રહેલ કમળ પર પડે છે તે ભાવ અન્ન ખતાન્યા છે.
૨ આવી રીતે તીર્થંકર મહારાજ, સિદ્ધના જીવા, વાદેવી અને ગુરુને નમસ્કાર કરી ગ્રંથની શરૂઆત બહુ સારી રીતે કરવા માટે પ્રથમ મંગળાચરણ કરે છે. આ શિષ્ટાચાર બહુ આકર્ષણીય અને અનુકરણીય છે.
૩ અનુકૂળતાએ અનેક પ્રકારની છે. આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, શરીર નીરાગ, ઇંદ્રિયસુખ, બુદ્ધિ, ગ્રહણશક્તિ, સદ્ગુરુને જોગ, તત્ત્વ શ્રવણેચ્છા, આળસાદિ કાઠિયાના નાશ વિગેરે વિગેરે.
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ જે કર્મ કરવાથી મન મેતીની માળા, બરફ, ગાયનું દુધ, છેલરનું પુષ્પ કે ચંદ્ર જેવું નિર્મળ થાય તેવું કર્મ બુદ્ધિવાન્ માણસોએ કરવું જોઈએ ( આ કર્તવ્ય વિચારણું થઈ.)
વિશુદ્ધ અંતરાત્માવડે ત્રણ લેકના નાથ, તેમને બતાવેલે અમે અને તેને આદરનાર મહાસનાં નિરંતર વખાણ કરવાં, તેઓની વારંવાર પ્રશંસા કરવી. (સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રશંસા કરવાની અત્ર જરૂર બતાવી શલાધ્ય વિચારણા કરી.) - સર્વ દેને નાશ કરવા માટે શ્રદ્ધાથી શુદ્ધ થયેલ બુદ્ધિપૂર્વક સર્વજ્ઞ મહારાજનાં કહેલાં વચને ભાવપૂર્વક સારી રીતે સાંભળવાં. (અત્ર શ્રોતવ્ય વિચારણું થઈ.)
આ ચારમાંથી તવ્ય હકીકત સાંભળવી જોઈએ, કારણ કે તેથી જગતના પ્રાણીઓનું હિત થાય છે, તેથી સર્વજ્ઞ મહારાજનું વચન અત્ર શ્રોતવ્ય વિભાગમાં પ્રસ્તુત ગણવામાં આવ્યું છે. એ પ્રમાણે હોવાથી મહામહ વિગેરે અંતરંગ શત્રુને નાશ કરનારી અને આ સંસારને વિસ્તાર બતાવનારી આ કથા કહેવામાં આવે છે. શ્રોતવ્ય વિભાગમાં સર્વવચન કેવા ભાવ બતાવે છે તેનો વિચાર
કરતાં જણાશે કે તે પાંચ આશ્રવના મહાદેશે, પાંચ શ્રોતવ્યમાં સ- ઇંદ્રિક મેહના આવિર્ભાવરૂપ ચાર કષાયો તથા વૈજ્ઞવચન. મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ અંતરંગ લશ્કરના દોષોને
બતાવે છે. એ આશ્રવ ઇંદ્રિય, કષાય વિગેરે અંતરંગમાં રહી આ પ્રાણને કેટલે સંસારમાં રખડાવે છે તેનું સ્વરૂપ “સર્વજ્ઞ
૧ મન gવ મનુષ્યtiાં વાર વન્યમોક્ષયોઃ સંસારબંધન અને મોક્ષનું કારણ મન હોવાથી તે બહુ અગત્યનો ભાગ કર્તવ્ય વિચારણામાં બજાવે છે. એને પવિત્ર કરવાની અને તેના પર અંકુશ રાખવાની બહુ જરૂર છે અને તેને ત્યાં ત્યાં ચંચળપણે ભટકતું અટકાવવાની ખાસ આવશ્યકતા છે.
ર સમ્યકત્વની યોજનામાં સુદેવ, સુગુરુ અને સદ્ધર્મની જરૂરીઆત મુખ્યપણે છે. એને બરાબર ઓળખવા, આદરવા અને સહવા એ સમ્યકત્વ છે કે જે યોગમાં બહુ આગળ પડતો ભાગ લે છે. જ ૩ અન્ય જીવને દુઃખ ઉપજાવવું, તેને પ્રાણનાશ કરવો તે પ્રાણાતિપાત; અસત્ય વચન બોલવું તે મૃષાવાદ; પારકી વસ્તુ લઈ લેવી તે અદત્તાદાન; પર રમણીમાં વિષયાસક્તિ તે મૈથુન અને વસ્તુ, ધન, હવેલી પર મૂછો તે પરિગ્રહ, આ પાંચ આશ્રવ કહેવાય છે અને તેથી બહુ દોષે ઉત્પન્ન થાય છે. કર્મ ગ્રહણ કરવાના માર્ગો–પ્રણાલિકા-ગરનાળાને આશ્રવ કહેવાય છે.
૪ સ્પર્શન, રસ (જિહા), નાસિકા, ચક્ષુ અને શ્રોત્ર-એ પાંચ ઇંદ્રિયો છે અને તેના વિષયે કેટલા અને કેવી રીતે કામ કરનારા છે તે સર્વજ્ઞવચન બતાવે છે.
૫ કોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે, સંસારને વધારનાર છે અને બહુ રીતે ત્રાસ આપનાર છે. આ પાંચ આશ્રય, પાંચ ઇંદ્રિય અને ચાર કષાય ૫ર બહુ વિસ્તારથી વાતા આ ગ્રંથમાં આવશે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]
કથા-થોના પ્રકાર. વચન સ્પષ્ટ રીતે બતાવે છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંતોષ, પ્રશમ, તપ, સંયમ, સત્ય વિગેરે કરડે લડવૈયાવાળું બીજું અંતરંગ લશ્કર છે તેના ગુણસમૂહની શ્રેષ્ઠતા પણ “સર્વવચન” પગલે પગલે બતાવે છે. એક બાજુએ જ્યારે તે વચન મેહ મિથ્યાત્વરૂપ અંતરંગ લશ્કરના દો બતાવે છે ત્યારે બીજી બાજુએ શમ સંયમરૂપ અંતરંગ લકરના ગુણે બતાવે છે. આ ભવ (સંસાર)નો પ્રપંચ એકપ્રિય આદિ જાતિમાં કેવા પ્રકારનો થાય છે, તે કેવી રીતે દુઃખરૂપ છે અને કેવી રીતે અનંત કાળ સુધી ચાલ્યા કરે છે તે સર્વ હકીકત પણ સર્વજ્ઞવચન બહુ સારી રીતે બતાવે છે. આવી મહાન મહાન ભીંતનો સુંદર ટેકે મેળવીને મારા જેવો કાંઈ બોલે (લખે) તે સર્વજ્ઞસિદ્ધાન્તનાં નિઝરણાં છે એમ સમજવું. (આ વાર્તા છેતવ્યમાં સમાય છે એમ અત્ર બતાવ્યું.)
લેકમાં અર્થ સંબંધી, કામ સંબંધી, ધર્મ સંબંધી અને સંકીર્ણ
(અથે, કામ અને ધર્મ મિશ્ર) એમ ચાર પ્રકારની કથા કથા સંબંધી કહેવાય છે. સામાદિ નીતિ સંબંધી, ભુસ્તર વિદ્યા ને વિચારે. કૃષિ વિદ્યાના વિષયોને બતાવનારી અને ધન ઉપાર્જન
કરવાની બાબતોથી ભરેલી કથાને અર્થકથા કહેવામાં આવે છે; એ કથા મનને ખરાબ કરનારી હોવાથી પાપ સાથે સંબંધ કરાવનારી છે અને તેટલા માટે તેને દુર્ગતિના માર્ગ પર લઈ જનારી ગણવામાં આવે છે. વિષયનું ગ્રહણ થાય એવો અર્થ જેમાં સમાયેલ હોય તે, વય અને દક્ષિણનું સૂચન કરનારી અને પ્રેમ તથા ચેછાથી ઉત્પન્ન થતી કથાને કામકથા કહેવામાં આવે છે; એ કથા પણ અત્યંત મલિન વિષય ઉપર રાગને વધારનારી અને વિપર્યાસ (ઉલટાપણું) કરાવનારી હોવાથી દુર્ગતિની હેતુ થાય છે. જે કથા, દયા, દાન, ક્ષમા આદિ ધર્મનાં અંગોમાં ખ્યાતિ પામેલી હોય છે અને જેમાં ધર્મ
૧ વ્યવહારમાં ફત્તેહ મેળવવા માટે કેટલીક નીતિઓ ઉપયોગી ગણવામાં આવી છે. મુખ્ય ચાર નીતિ ગણાય છે. સામ (અન્યને મીઠાં વચને સમજાવવું), દામ (પૈસા સંબંધી લાલચ આપવી), દંડ (શિક્ષાનો ભય બતાવવ-દમ આપવો) અને ભેદ (શિક્ષા કરવી).
૨ વય-ઉમર સ્થાને પાઠાંતરે વચન શબ્દ પણ છે. વચન અથવા વયને કામકથા સાથે ખાસ સંબંધ શું છે અને તે વયનું દાક્ષિણ્ય બતાવે છે કે અન્ય અર્થમાં ગ્રંથકારે એ વાકય વાપર્યું છે તે બરાબર સ્પષ્ટ થતું નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૧ કેવી રીતે આદર કરવા ગ્ય છે તે હકીકતનો સમાવેશ કરવામાં આવ્યું હોય છે તે કથાને ડાહ્યા માણસો ધર્મકથા કહે છે; આ કથા ચિત્તને નિર્મળ કરનારી હોવાથી પુણ્યનો અંધ અને કર્મની નિર્જરાને કરે છે, તેથી તેને સ્વર્ગ અને મોક્ષના કારણભૂત સમજવી. જે કથા અનેક પ્રકારના રસ યુક્ત ધર્મ, અર્થ, કામ એ ત્રણે વર્ગના સાધનભૂત ઉપાયોનું પ્રતિપાદન કરનારી હોય છે તેને સંકીર્ણ કથા કહેવામાં આવે છે. વિચિત્ર પ્રકારના અભિપ્રાયને બતાવનાર આ કથા અનેક પ્રકારનાં જુદાં જુદાં ફળ આપનારી છે અને પ્રાણુઓને વિદ્વાન બનાવવામાં હેતુભૂત થાય છે.
આ કથાઓના સાંભળનાર શ્રોતાઓ પણ ચાર પ્રકારના મનુષ્યો
હોય છે તેનું લક્ષણ ટુંકામાં કહું છું તે સાંભળોઃ શોતાના પ્ર- માયા, શક, ભય, ક્રોધ, લોભ, મોહ અને મદથી કાર.
યુક્ત જે પ્રાણીઓ અર્થકથા સાંભળવા ઈચ્છે છે
તેને તામસી પ્રકૃતિવાળા અધમ મનુષ્યો જાણવા. જે પ્રાણીઓનું મન રાગમાં રાચી માચી રહેલું છે અને જેઓ વિવેકથી રહિત છે તેવા રાજસી પ્રકૃતિવાળા પુરુષે “કામકથા સાંભળવા ઇચછે છે તેને મધ્યમ મનુષ્ય સમજવા. જે સાત્ત્વિક પ્રકૃતિવાળા મહા પુસની ઈચ્છા મોક્ષ મેળવવા માટે એક તાન થઈ રહી હોય છે અને તે સારૂ જેઓ અંતઃકરણપૂર્વક શુદ્ધ ધર્મકથા જ સાંભળવાને ઇચ્છે છે તેને ઉત્તમ પ્રાણુઓ જાણવા. જેઓ આ લેક અને પરલેક બન્નેની અપેક્ષાવાળા હોય છે અને કાંઈક સત્ત્વવાળા (તેજી) હોય છે તે “સંકીર્ણ કથા સાંભળવા ઈચ્છા રાખે છે તેવા પ્રાણીઓને “વર મધ્યમ” મનુષ્યો ગણવા.
રાજસી અને તામસી પ્રકૃતિવાળા પ્રાણુઓ ધર્મશાસનને ચલાવનાર અને કામ અને અબૅકથાનું નિવારણ કરનાર મહાપુરુષની અવગણના કરીને પિતે અર્થ અને કામકથા કરવામાં આનંદ માને છે. એવા પ્રાણુઓને રાગ, દ્વેષ અને મહામોહરૂપ અગ્નિ અથે કામકથારૂપ
૧ પુણ્ય વિશિષ્ટ દૃષ્ટિએ સોનાની સાંકળ છે, તેનાથી સ્વર્ગ મળે છે, સુખ મળે છે, સગવડ મળે છે. ભોગવ્યા વગર કર્મને બારેબાર દૂર કરી દેવાં તેને નિરા કહેવામાં આવે છે. તે બાહ્ય અને અત્યંતર તપથી થાય છે. એ તપ ધર્મકથાનો વિષય છે, તેથી ધર્મકથા પુણ્ય અને કર્મનિર્જરા કરે છે એમ અત્રે કહ્યું.
૨ રસ નવ છે. શૃંગાર, હાસ્ય, કરૂણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદુભુત અને શાંત. સંકીર્ણ કથામાં આ નવે રસ હોય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
સંકીર્ણ કથા-ભાષા.
ધૃતની આહુતિથી ઘણા વૃદ્ધિ પામે છે. જેમ મયૂરના ટહુકા શરીરના રામરાયને વધારે વિકસિત કરે છે તેમ કામ અને અર્થકથા પાપકાર્યમાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે. તેટલા માટે કામકથા અને અર્થકથા કદાપિ પણ કરવી નહિ. કયા ડાઘો માણસ રક્ષત ઉપર ક્ષાર નાખવાને વિચાર કરે? પરોપકાર કરવામાં તત્પર વિચક્ષણ પ્રાણીઓએ સર્વ પ્રાણીઓનું ભલું થાય તેવું કામ કરવું જોઇએ કે જેથી પાતાનું ભલું પણ આ ભવ અને પરભવમાં જરૂર થાય. આ પ્રમાણે હેાવાથી લોકોને કામકથા અને અર્થકથા સારી લાગે છે તેાપણુ સમજી પ્રાણીએ તેના અવય ત્યાગ કરવા ઉચિત છે, કારણ કે તે બન્ને પ્રકારની કથાઓ જો કે કરતી વખતે જરા ઠીક લાગે છે, પણ પરિણામે બહુ ભયંકર છે. પરિણામે દુ:ખ આપનારી વસ્તુ કાઇ પણ રીતે આદરવી ઉચિત ગણાય નહિ, આ પ્રમાણે હકીકત સમજીને ભાગ્યવાન્ પ્રાણીઓ આ લોક અને પરલાકમાં સર્વ પ્રાણીઓનું હિત કરવાની ઇચ્છાથી અમૃત જેવી શુદ્ધ ધર્મકથા કરે છે.
આશય.
કેટલાક આચાર્યોં ધર્મ-અર્થ-કામ મિશ્ર સંકીણું કથા આકર્ષણ કરનારી હાવાથી અને માર્ગ પર લઇ આવનારી હાસંકીર્ણ કથાના વાથી તેને પણ સારી માને છે. જે કોઇ પ્રકારે પ્રાણીને બેધ આપી શકાય તે પ્રકાર આદરીને તેને ઉપદેશ આપવાના પ્રયત હિતેચ્છુઓએ કરવા ચેાગ્ય છે, સંસારરસિક મેાહાસક્ત મુગ્ધ પ્રાણીઓનાં મનમાં શરૂઆતમાં ધર્મ ભાસમાન થતા નથી, ઝળકતા નથી, તેના તરફ આકર્ષણ થતું નથી અને તેમ હાવાથી કામ અને અર્થ સંબંધી વાતે કરીને તેનાં મનનું આકર્ષણ કરી શકાય છે. એક વખત આવી રીતે કામ અને અર્થની કથા દ્વારા તેઓને ધર્મકથા તરફ દોર્યાં હોય તેા પછી તેઓ ધર્મ ગ્રહણ કરવાને શક્તિવાદ્ન થાય છે. આવી રીતે વિક્ષેપદ્વારથી સંકીર્ણ કથાને પણ સત્કથા કહેવામાં આવે છે. તેટલા માટે
૧ અગ્નિમાં ધી પડવાથી જેમ તે વધારે જોસથી મળવા માંડે છે, પ્રજ્વલિત થાય છે તેમ રાગ, દ્વેષ ને મેહરૂપ અગ્નિ ઉપરોક્ત કથાએ જે ધી જેવું કામ કરે છે તેનાથી બહુ સખ્ત થઇ વધારે આકરા થઇ પડે છે.
૭
૨ ક્ષત=ધા, ગુમડું. ક્ષાર=ખાર, મીઠું, ધા ઉપર મીઠું નાખવાથી બળતરા બહુ વધી જાય છે.
૩ વિક્ષેપટ્ટારથી એટલે આડકતરી રીતે, ઉપચારથી. પરિણામે સુંદર હેાવાથી આશય ધ્યાનમાં રાખી વિશિષ્ટ હેતુને અંગે ઉપચારથી સંકીર્ણ કથાને શુદ્ધ કથા ગણવામાં આવે છે, પણ જ્યાં તેવા હેતુ ન હેાય તા સંકીણું કથા સત્કથા થતી નથી એ ખાસ ધ્યાનમાં રાખવા યાગ્ય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ આ ( ઉપમિતિ ભવપ્રપંચ કથા) શુદ્ધ ધર્મકથા જ છે, પણ કે કઈ જગેએ તે સંકીર્ણ રૂપ લે છે ત્યાં ત્યાં તે ધર્મકથાના ગુણની અપેક્ષા રાખે છે એમ સમજવું.
સંસ્કૃત અને પ્રાકત બન્ને ભાષાઓ પ્રાધાન્યને યોગ્ય છે. તેમાં
પણ દુર્વિદગ્ધ મનુનાં હૃદયમાં સંસ્કૃત ભાષા ભાષાવિચા- તરફ વલણ વધારે હોય છે. પ્રાકૃત ભાષા જે કે રણ.
બાળજીવોને સુંદર બાધ કરનારી અને કાનને સુંદર
લાગે તેવી છે, છતાં દુર્વિદગ્ધ પ્રાણુઓને તે (પ્રાકૃત) ભાષા તેવી લાગતી નથી. ઉપાય જે વિદ્યમાન હોય તો સર્વનાં મનનું રંજન કરવું પડ્યું છે તેટલા માટે તેઓની ખાતર આ કથા સંસ્કૃત ભાષામાં રચવામાં આવી છે. અહીં સંસ્કૃત ભાષા વાપરવામાં આવી છે. પણ તે મેટાં મોટાં વાક્યો અને અપ્રસિદ્ધ અર્થથી અતિગૂઢ અર્થવાળી નથી અને તેથી તે સર્વ પ્રાણીઓને ઉપયોગી થાય તેવી (કપ્રિય) છે.
કથા શરીર આ કથાના નામથી જ પ્રતિપાદન કરવામાં આવ્યું
છે. આ કથાનું નામ ઉપમિતિ ભવપ્રપંચો કથા છે કથાશરીર. તેને એવો આશય છે કે કઈ પ્રકારના ન્હાનાએ
કરીને આ સંસાર (ભાવ)નો વિસ્તાર (પ્રપંચ) બતાવવો એટલે કે કઈક હકીકત દ્વારા આ સંસારનો વિસ્તાર કેવો છે, કેમ થાય છે અને કેવી રીતે થાય છે તેનું ઉપમાન થઈ શકે તેવી સવે હકીકત શ્રોતા સમક્ષ રજુ કરવી. આ સંસારનો પ્રપંચ-
વિસ્તાર જો કે દરરેજના અનુભવને વિષય છે, સર્વ પ્રાણીઓ તેને અનુભવે છે તોપણ જાણે તે પરોક્ષ હોય, જાણે તેની સામે પિતાને કોઈ સંબંધ ન હોય તેવું લાગે છે અને તેટલા માટે તેના પર વિસ્તારથી વર્ણન કરવાની અને તેના સંબંધમાં વ્યાખ્યાન કરવાની જરૂર લાગે છે. કેઈ પણ પ્રકારની ભ્રાન્તિ કે ગેરસમજુતી ન થાય અને યાદશક્તિ-સ્મૃતિરૂપ બીજ તાજું રહે તેટલા માટે આ કથાના નામને અર્થ વિચારી
૧ અધચરા, પંડિતો . ભાષાપાંડિત્યનું અભિમાન કરનારા પર આ આક્ષેપ હોય તેમ જણાય છે. સિદ્ધાર્ષ ગણિના સમયમાં ભાષા સંબંધી જૈન વિચાર કેવો હતો તે બતાવવા માટે આ પેરેગ્રાફ ઉપયોગી છે. આના સંબંધમાં જુઓ ઉપદુધાત.
Page #50
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]
કથા શરીર. હવે આ કથાના વિષયો પર ટુંકામાં વિવેચન પ્રસ્તાવનારૂપે કરું છું. આ કથા બે પ્રકારની છે. અંતરંગ અને બહિરંગ, આ બે પ્રકારમાંથી અંતરંગ કથાશરીર શું છે તે પ્રથમ કહું છું. આ કથાના આઠ પ્રસ્તાવો (વિભાગો) સ્પષ્ટ રીતે પાડવામાં
આવશે. તે પ્રત્યેકમાં જે હકીકત કહેવામાં આવશે અંતરંગ તેનો સાર આ પ્રમાણે છે તે ધ્યાનમાં રાખશે. કથાશરીર. પ્રથમ પ્રસ્તાવમાં જે હેતુથી આ કથા આ પ્રકારે
અને આ આકારમાં રચવામાં આવી છે તે હેતુનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરવામાં આવશે. આ પ્રથમ પ્રસ્તાવ ઉપઘાત જેવો જ છે.
બીજા પ્રસ્તાવમાં એક “ભવ્યપુરુષ” સુંદર મનુષ્યપણું પામીને આત્મહિત કરવા તત્પર થઈ “સદાગમની સોબત મેળવે છે અને તેની પાસે રહે છે. સદાગમના સૂચવવાથી “અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને તેના બહાનાથી સદાગમની સમક્ષ રહીને એક સંસારીજીવ પિતાનું ચરિત્ર કહે છે અને પ્રજ્ઞાવિશાલા” સહિત ભવ્યપુરુષ તે સાંભળે છે. આ બીજા પ્રસ્તાવમાં તિર્યંચ ગતિમાં બનેલા સંસારીજીવના અનેક ભાવ પ્રતિપાદન કરવામાં આવ્યા છે, તે સર્વ પર તે વિચાર કરે છે તેનું અત્ર પ્રતિપાદન કરવામાં આવશે.
ત્રીજા પ્રસ્તાવમાં હિંસા અને ક્રોધને વશ થવાથી તેમજ સ્પર્શેદ્રિયમાં મૂઢ થવાથી અનેક દુઃખ પ્રાપ્ત થવાને લીધે અત્યંત પીડા પામવાથી સંસારી જીવ મનુષ્યજન્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે સર્વ હકીકત સંસારી જીવના મુખથીજ નિવેદન કરવામાં આવશે. અહીં
૧ “સદાગમ” શુદ્ધ શ્રુતજ્ઞાન. “અગૃહતસંકેતા’–ભેળા લેક, દીર્ધ વિચાર વગરના, ગતાનુગતિક વ્યવહારૂ પ્રાણીને બતાવનાર પાત્ર. “પ્રજ્ઞાવિશાલા” તીવ્ર દીધ વિચાર કરનાર વિચક્ષણ પાત્ર. આ સર્વ પાત્ર બીજા પ્રસ્તાવમાં આવશે ત્યારે તેનું સ્વરૂપ બરાબર સમજાશે. એ બીજા પ્રસ્તાવથી ખરેખરી ભવપ્રપંચની કથા ચાલે છે. પ્રથમ પ્રસ્તાવમાં ઉપઘાત છે. - ૨ એકથી ચાર ઇંદ્રિયવાળા સર્વ જીવો તથા જળચર, સ્થળચર અને ખેચર જનાવરો, પશઓ. પક્ષીઓ અને પ્રાણીઓને જૈન પરિભાષામાં તિર્યંચ કહે છે. એકેન્દ્રિયપણુથી ઉત્ક્રાંતિમાં પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ થતાં સુધી કેવી સ્થિતિ થાય છે તે બીજી પ્રસ્તાવમાં બતાવે છે. ત્રીજો પ્રસ્તાવથી મનુષ્યગતિની ઉત્કાન્તિ બતાવે છે અને અંતિમ ઉત્ક્રાન્તિ આઠમાં પ્રસ્તાવમાં બતાવે છે.
૩ પાઠ છાપેલ બુકમાં તથા પ્રતમાં છે તે પ્રમાણે અર્થ આ પ્રમાણે થાય છે? તે સર્વ સંસારી જીવ સુખથી જણાવે છે” મુન એ પાઠ જોઈએ એમ સંબંધ પરથી મને લાગે છે. ભા. ક.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૧ પ્રથમ અવ્રત હિંસા, પ્રથમ કષાય ક્રોધ અને પાંચ ઇંદ્રિયમાંથી પ્રથમ ઇંદ્રિય સ્પર્શ ઇન્દ્રિય પર સ્પષ્ટ વિવેચન થશે અને તેને પ્રપંચ બતાવવામાં આવશે.
ચોથા પ્રસ્તાવમાં માન, જિહા ઇદ્રિય અને અત્યમાં આસક્ત થઈ સંસારીજીવ કેવો દુઃખથી પીડા પામે છે અને અનેક દુઃખમાં ડૂબેલે તે અપાર, અનંત સંસારમાં કેવી રીતે વારંવાર રખડે છે તે સર્વ બતાવવામાં આવશે. અહીં દ્વિતીય અત્રત અસત્ય, દ્વિતીય કષાય માન અને પાંચ ઇન્દ્રિયમાંથી બીજી ઇદ્રિય રસંદ્રિય પર સ્પષ્ટ વિવેચન થશે અને તે સર્વને પ્રપંચ બતાવવામાં આવશે.
પાંચમા પ્રસ્તાવમાં ચોરી, માયા તથા ધ્રાણેદ્રિયને વિપાક સંસારી જીવ વિસ્તારથી કહેશે. અહીં ત્રીજા અવ્રત સ્તેય, ત્રિીજા કષાય માયા અને પાંચ ઇંદ્રિયમાંથી ત્રીજી નાસિકા ઇંદ્રિય પર સ્પષ્ટ વિવેચન થશે અને તે સર્વને પ્રપંચ બતાવવામાં આવશે.
છઠ્ઠા પ્રસ્તાવમાં લેભ, મિથુન અને ચક્ષુ ઇંદ્રિયનું પરિણામ સંસારી જીવ કહેશે. અહીં ચોથા અવ્રત મિથુન (સ્ત્રીસંગ), ચોથા કષાય લેભ અને પાંચ ઇન્દ્રિયમાંથી ચોથી ચક્ષુ (આંખ) ઇન્દ્રિય પર સ્પષ્ટ વિવેચન થશે અને તે સર્વને પ્રપંચ બતાવવામાં આવશે.
સાતમા પ્રસ્તાવમાં મહામહેને પરિગ્રહ અને શ્રવણ ઇદ્રિયને લઈને કે પ્રપંચ થાય છે તે બતાવવામાં આવશે. અહીં પાંચમા અત્રત પરિગ્રહ (વસ્તુઓ પર માલીકપણું) અને પાંચ ઇંદ્રિયમાંથી છેલ્લા શ્રવણેન્દ્રિય પર સ્પષ્ટ વિવેચન થશે અને તે બન્નેને પ્રપંચ બતાવવામાં આવશે.
આ પ્રમાણે ત્રીજાથી સાતમા મળીને પાંચ પ્રસ્તાવમાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન તથા પરિગ્રહ એ પાંચ આશ્રોથી તથા શરીર, જિહા, નાસિકા, ચક્ષ અને કાન એ પાંચ ઇંદ્રિયોથી અને કોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોથી તથા મહામહના વશવતપણથી સંસારી જીવ ઉપર અનેક દુઃખ પડે છે તેનું વર્ણન કરવામાં આવશે. એ સર્વ હકીકતમાંની કેટલીક સંસારીજીવે પોતે અનુભવેલી છે અને તેને પોતાને તેવી જ રીતે પ્રાપ્ત થયેલી છે અને કેટલીક બીજાઓએ તેની પાસે નિવેદન કરેલી છે, પણ તે સર્વ તેણે પિતે સ્વીકારેલી હોવાથી તે સર્વ સંસારીજીવની પિતાની છે એમ અત્ર કહેવામાં આવશે.
આઠમા પ્રસ્તાવમાં પૂર્વ સૂચવેલી સર્વ હકીકતને મેળ મળે છે અને સંસારીજીવ પિતાના આત્માનું હિત કરે છે. તેમજ ત્યાં કહેવામાં
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૧
પીઠબંધ ]
અંતરંગ કથાશરીર. આવશે કે સંસારીજીવનું સંસાર પર અત્યંત વિરાગ ઉત્પન્ન કરે તેવું ચરિત્ર સાંભળીને ભવ્યપુરુષ બોધ પામે છે. સંસારીજીવે વારંવાર પ્રેરણું કરેલી અગૃહીતસંકેતા ઘણું મુશ્કેલીથી બંધ પામે છે એમ પણ ત્યાં જણાવવામાં આવશે. કેવળજ્ઞાનરૂપ સૂર્યથી ભાસમાન નિમેળાચાર્યને પૂર્વ ભવમાં મળેલ તે વખતે સંસારીજીવે પોતાને સર્વ વૃત્તાંત પૂછીને સારી રીતે સમજી રાખ્યો હતો અને સદારામે સંસારીજીવને વારંવાર સ્થિર કરવાથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી આ સર્વ વાત તેણે પ્રતિપાદન કરી છે.
આ કથામાં અંતરંગ લેકનાં જ્ઞાન, અરસ્પરસ બેલચાલ, ગમન
આગમન, વિવાહ, રસગપણ વિગેરે સર્વ લોકસ્થિતિ આ રૂપકથાને કહેવામાં આવી છે, તેને કઈ પણ પ્રકારે ગેરવાજબી આગમથી બચાવ. ન ધારવી; કારણ કે ગુણાન્તરની અપેક્ષા રાખીને
ઉપમા દ્વારથી બંધ કરાવવા માટે તેનું નિવેદન કરવામાં આવ્યું છે. વિદ્વાને કહી ગયા છે કે પ્રત્યક્ષથી કે અનુભવથી જે સિદ્ધ થતું હોય અને યુક્તિથી જેમાં કોઈ પણ પ્રકારનો દોષ આવતું ન હોય તે 'સત્કલિપત ઉપમાન કહેવાય છે અને સિદ્ધાન્તમાં પણ એવાં ઉપમાન ઘણું જગએ કરેલાં લેવામાં આવે છે. દાખલા તરીકે શ્રીઆવશ્યક સૂત્રમાં મગળીઆ પાષાણ અને પુષ્પરાવર્તકના વરસાદની સ્પર્ધા-હરીફાઈ બતાવવામાં આવી છે અને તે જ સૂત્રમાં નાગદત્તના ચરિત્રમાં કોધ વિગેરેને સપનું ઉપમાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત પિષણ અધ્યયનમાં માછલાએ પિતાનું ચરિત્ર કહ્યું છે અને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં સૂકાં (ખરી જતાં) પાંદડાંઓએ સંદેશે કહ્યો છે. મૂળ સિદ્ધાન્તમાં આ પ્રમાણે હેવાથી આ કથામાં જે હકીકત કહેવામાં આવશે તે યુક્તિયુક્ત છે એમ સમજવું અને ઉપમાનથી સવે કહેવામાં આવેલ છે એમ જાણવું. આ પ્રમાણે અંત
૧ કલ્પના પર આધાર રાખનાર સુંદર અનુમાન ઉપમાન દ્વારા આ કાર્ય બહુ ફિત્તેહમંદીથી થાય છે.
* ઉપમા દ્વારા ઉપદેશ આપવાની પદ્ધતિ આગમસંમત છે તે બતાવવા આ ચાર દાખલાઓ ગ્રંથકર્તાએ આપ્યા છે. આ ચારે દાખલાઓ ધણું સુંદર છે, મૂળ સૂત્રમાંથી છે, અત્રે નોટમાં તે લખતાં નોટ બહુ લાંબી થઈ જાય તેથી તે ચારે પરિશિષ્ટમાં આપ્યા છે. મતલબ આ પ્રકારની કથા કરવી તે શાશ્વસંમત છે એમ બતાવવાને ગ્રંથકારને આશય છે. વિસ્તાર માટે પુસ્તકને છેડે આપેલ પરિશિષ્ટ જ જીઓ,
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
રંગ થાશરીર આ ગ્રંથનું શું છે તે કહેવામાં આવ્યું, હવે અહિરંગ કથાશરીર કહીએ છીએ.
*
મેરૂ પર્વતની પૂર્વ દિશાએ આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં મુકચ્છ નામના એક વિજય છે. તે વિજયમાં ક્ષેમપુરી નામની એક નગરી છે જે તે વિજયની રાજધાનીનું શહેર છે. આ વિશાળ નગરમાં મુકચ્છ વિજયના પ્રભુ અનુસુંદર નામે ચક્રવર્તી ઉત્પન્ન થયા. એ અનુસુંદર ચક્રવર્તી પોતાના આયુષ્યના છેવટના ભાગમાં પેાતાના દેશ જોવાની ઇચ્છાથી આનંદ કરતા મહાર નીકળી પડ્યા. એ પ્રમાણે ફરતાં ફરતાં તે એક વખત શંખપુર નામના નગરમાં આવી પહોંચ્યા. તે નગરની બહાર મનને અત્યંત આનંદ ઉપજાવે તેવું ચિત્તરમ નામનું ઉદ્યાન-સુંદર બગીચા છે. તે સુંદર બગીચાની વચ્ચે મનેાનંદન નામના એક સુંદર જૈન પ્રાસાદ છે. આ બગીચામાં આવેલા સુંદર પ્રાસાદમાં એક વખત સમન્તભદ્ર નામના મહા ધુરંધર આચાર્ય પધાર્યા. તેમની પાસે મહાભદ્રા નામની પવિત્ર સાધ્વી, સુલલિતા નામની અતિ ભેળી અને પવિત્ર રાજકુંવરી, પુંડરિક નામને રાજપુત્ર અને બીજા અનેક લેાકેાની મોટી સભા મળી છે. અનુસુંદર ચક્રવર્તીએ મહાપાપ કર્યું છે એમ જ્ઞાનદૃષ્ટિવડે જોઇને તે વખતે તે વિદ્વાન સમન્તભદ્ર સૂરિએ આ પ્રમાણે કહ્યું. “મહાર લાકામાં જેના મોટા કાળાહળ અત્યારે સંભળાય છે તે સંસારીજીવ નામના ચેાર છે અને તેને વધ્ય સ્થાનકે લઇ જવામાં આવે છે. ” આચાર્ય મહારાજનું આવું વચન સાંભળીને મહાભદ્રા સાધ્વીએ વિચાર કર્યો કે જે જીવનું સૂરિ મહારાજે આવી રીતે વર્ણન કર્યું તે કાઇ નરકગામી જીવ હોવા જોઇએ. આવા વિચારથી તે સાધ્વીને તે જીવ ઉપર કરૂણા ઉત્પન્ન થઇ, તેથી તે વધ્ય સ્થાનકે લઇ જવાતા તે જીવની પાસે ગયા. સાધ્વીના દર્શનથી તે જીવને સ્વગોચર જ્ઞાન
બહિરંગ
કથાશરીર.
૧ જૈન ભૂગાળ પ્રમાણે મેરૂ પર્વત પાસે મહાવિદેહ ક્ષેત્ર શ્રીજંબુદ્રીપમાં આવેલ છે. તે ક્ષેત્રમાં સર્વદા ચેાથા આરાના ભાવે વર્તે છે. તેના ૩૨ વિભાગ પાડવામાં આવ્યા છે, જેને વિજયના નામથી ઓળખવામાં આવે છે. ચક્રવતી આખા વિજય પર જય મેળવી તેના પર સામ્રાજ્ય ચલાવે છે.
૨ મારી નાખવાનું સ્થાન, ફ્રાંસી દેવાની અથવા શૂળીએ ચઢાવવાની જગાને વધ્ય સ્થાન કહેવામાં આવે છે.
૩ જાતિસ્મરણજ્ઞાન. આ જ્ઞાન મતિજ્ઞાનના ભેદ છે, એનાથી પૂર્વ ભવના વૃત્તાંત યાદ આવે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ]
આદ્ય કથાશરીર
૧૩
થયું. પછી તેણે સાધ્વી પાસેથી આચાર્ય મહારાજે કહેલી હકીકત સાંભળી એટલે વૈક્રિય લબ્ધિથી તેણે ચેરના વેષ ધારણ કર્યો અને સાધ્વી સાથે આચાર્ય મહારાજ સમક્ષ તે આવ્યા.ના રાજપુત્રી સુલલિતા જે આચાર્ય સમક્ષ બેઠી હતી તેણે આ નવા આવનાર તસ્કર (ચાર)ને અને તેની કુલ ચારીના વૃત્તાંત પૂછ્યો. સૂરિ મહારાજે તેને તે જણાવવા કહ્યું, તે ઉપરથી તે ચારે આ રાજપુત્રીને ખેાધ થવા માટે તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય તેવું પેાતાનું ભવસ્વરૂપ ઉપમા દ્વારવડે કહી અતાવ્યું. રાજપુત્ર લલિતાંગ જે બાજુએ બેઠો બેઠો પ્રસંગને લઇને આ અહેવાલ સાંભળતા હતા તે લઘુકર્મી હાવાથી તુરત બેધ પામી ગયા. પેલી ભેાળી રાજપુત્રી સુલલિતામાં પૂર્વના અજ્ઞાન (કર્મ) દોષ અહુ હતા, તેથી વારંવાર તેને ઉદ્દેશીને વાત કહેવામાં આવતી હતી તેાપણ તે ખાધ પામતી નહેાતી, તેને વિશેષ પ્રેરણા થતાં આખરે ઘણી મુશ્કેલીએ તે પણ બેધ પામી; ત્યારપછી તે સર્વેએ તેના આત્માનું હિત કર્યું અને આખરે સર્વ મેક્ષે ગયા. આ કથાશરીર મનમાં અરાબર ધારણ કરી રાખવું, લક્ષ્યમાં રાખવું. આ સર્વ બાબતનેા વિગતવાર ખુલાસા અને સ્પષ્ટીકરણ આઠમા પ્રસ્તાવમાં થશે.
*
*
સર્વજ્ઞ મહારાજના નિરૂપણ કરેલા સિદ્ધાન્તરૂપ સમુદ્રના બિન્દુ તુલ્ય આ કથા તે મહાસમુદ્રમાંથી ખેંચીને મહાર કાઢવામાં આવી છે એમ સમજવું. દુર્જન માસ તેટલા માટે આ કથા સાંભળવાને ચોગ્ય નથી. અ મૃતબિન્દુ અને કાળફૂટ ઝેરના સંચાગ કોઇ પણ રીતે પસંદ કરવા લાયક નથી, દુર્જન-અધમ મનુષ્યના દાષાની વિચારણા પણ કરવી નહિ. એવી પાપને પેદા કરનારી પાપી મનુષ્યોની કથા કરવાની પણ શી જરૂર છે? કદાચ દુર્જનની સ્તુતિ કરવામાં આવી હાય તાપણુ તે કાવ્યમાંથી તે દાષાજ શોધી કાઢશે અને તેને વિશેષ જાહેરાત આપશે અને તેની નિંદા કરવામાં આવી હાય તે ઉલટા વિશેષે કરીને તે પ્રમાણે કરવા પ્રયત્ન કરશે. આ પ્રમાણે હાવાથી એવા પ્રાણીઓ તરફ બેદરકારી રાખવી એજ ઉચિત છે.
આ ગ્રંથના અધિકારી.
*
૧ આ એક એવા પ્રકારની લબ્ધિ છે કે તેનાથી મનુષ્ય મનમાં ઇચ્છે તેવું રૂપ કરી શકે છે. (Power of Personation ).
૨ કાળાહળ જેને સંભળાતા હતા અને ચારનું રૂપ લઇ ગુરુ પાસે આવ્યા તે ચક્રવતી પાતે છે એમ સમજવું.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ અધમ દુર્જન પ્રાણીની નિંદા કરવામાં પિતામાં કઇક દુર્જનપણું આવે છે અને તેઓની સ્તુતિ કરવામાં અસત્ય ભાષણ થાય છે, માટે તેના સંબંધમાં તે આંખ આડા કાન કરવા તેજ વધારે પિગ્ય છે.” તેટલા માટે ક્ષીર સમુદ્ર જેવા નિર્મળ અને વિશાળ મનવાળા, ગંભીર હૃદયવાળા, લઘુકર્મી, ભવ્ય સજજનો આ કથાના અધિકરી છે. આવા અધિકારી સજન પ્રાણીઓની નિંદા કરવી નહિ, તેમજ તેની પ્રશંસા કરવાની જરૂર નથી, તેઓના સંબંધમાં મૌન ધારણ કરવું તે હિત કરનાર છે. એનું કારણ એ છે કે એવા અનેક ગુણથી ભરેલા મહા પુરુષોની નિંદા કરવી એ તો મહા પાપ છે અને મારા જેવો જડબુદ્ધિ તેઓનું ગ્ય સ્તવન કરી શકે, તેઓની પૂરતી પ્રશંસા કરી શકે તે તદ્દન અશક્ય છે. આવા સજ્જન પુરુષની ખાસીઅત એ હોય છે કે તેઓની સ્તુતિ કરવામાં આવી ન હોય તેપણ કાવ્યમાં જે ગુણ હોય છે તે તે તેઓ પોતાની જાતે જોઈ શકે છે, સમજી શકે છે અને કઈ દે હોય તો તેને ઢાંકી દે છે, એટલે પ્રકૃતિથી તેઓ દુધને ગ્રહણ કરી પાણીને ફેંકી દેનારા હોય છે અને તેમ કરવામાં પોતાની પ્રશંસાની તેઓ રાહ જોતા નથી. તેઓની સ્તુતિ કરવાની તેટલા માટે ખાસ જરૂર નથી, માત્ર આવા વિશાળ બુદ્ધિવાળા સર્જનને વિજ્ઞપ્તિ કરવાની છે કે તેઓએ આ કથા બરાબર સાંભળવી અને એટલી વાત કરવા માટે જ આટલી હકીકત અહીં કહેવામાં આવી છે.
હે ભવ્ય પ્રાણુઓ! તમારું મન સ્થિર કરી કાન દઈ મારા ઉપર કૃપા કરી હું જે કહેવા માગું છું તે થોડી વાર બરાબર સાંભળશે.'
ગ્રંથકર્તાની પ્રસ્તાવના
૧ મંગળ, વિષય, પ્રજન, સંબંધ અને આધકારી એ પાંચ બાબત ગ્રંથની શરૂઆતમાં જણાવવાનું વિશિષ્ટ સંપ્રદાય આવી રીતે અમલમાં મૂકી ગ્રંથકર્તા ઉપદુઘાત કરે છે. પ્રસ્તાવના વડૅમાન શૈલી અનુસારે છે તે માટે વિવેચન ભા. ક. ની ઉપોદ્દઘાતમાં જુઓ.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાતરૂપે દષ્ટાન્ત કથા. લેકમાં અનંત પ્રાણીઓથી ભરેલું અને સનાતન એક અદૃષ્ટ
મૂલપર્યન્ત નામનું નગર છે. એ નગર આકાશ જેઅષ્ટમૂલ- ટલાં ઊંચાં અને મનહર શ્વેત ઘરની હારથી વ્યાપી પર્યત નગરમાં રહેલું છે, જેની શરૂઆત કે છેડે મળી શકે નહિ
એવાં અનેક બજારોથી તે સુશોભિત છે; અપાર અને અતિ વિસ્તારવાળા જુદા જુદા પ્રકારનાં કરિયાણુંથી તે ભરેલું છે અને કરિયાણુને ખરીદી શકાય એવા મહામૂલ્યવાળાં કરોડો રથી ભરપૂર છે. તે નગરીમાં અનેક દેવાલ સુંદર રીતે શોભી રહ્યાં છે, એ દેવાલયમાં અનેક પ્રકારનાં જુદી જુદી જાતનાં ચિત્રો ચિતરવામાં આવ્યાં છે અને તેને એવી સુંદર રીતે આલેખવામાં આવ્યાં છે કે બાળક તેના ઉપર આંખ નિશ્ચળ કરીને તેને જોયાંજ કરે છે. કીડામાં કલકલ કરતા વાચાળ બાળકોના સુંદર અવાજથી તે નગર ગાજી ઉર્યું છે, અલંડ્યું અને તુંગ કિલ્લાઓથી તે વીંટાયેલ છે. તે શહેરની રચના એવી છે કે તેનો મધ્ય ભાગ અતિ ગંભીર હોવા સાથે પ્રાપ્ત થઈ શકે નહિ એટલે એને મેળવો અતિ મુશ્કેલ પડે તેવો છે અને તે નગરની ચોતરફ મોટી ખાઈઓ હોવાથી તે નગર દુર્ગમ છે. તે નગરમાં અવાજ કરતાં ચપળ કલ્લોલવાળાં અનેક નાનાં મોટાં સરેવરે છે તેનાથી તે સર્વને વિસ્મય પમાડે છે. તે નગરના કિલ્લાની બાજુમાં
૧ આખો પ્રથમ પ્રસ્તાવ ઉપોદઘાત જેવો છે. આ દૃષ્ટાન્તના દરેકે દરેક વાકયનો ઉપન્યાસ ગ્રંથકર્તાએ પોતે કર્યો છે અને તે આગળ વિસ્તારથી બતાવવામાં આવશે. ગ્રંથ સમજવાની ચાવી જેવો આ વિભાગ છે. દરેક વિશેષણ બે અર્થવાળાં હોવાથી ભાષાન્તરમાં અસલ શબ્દ રાખી નોટમાં તેને અર્ય આપ્યો છે. તેના શ્લેષ અર્થે ઉપનય પ્રસંગે વિચારવામાં આવશે. શબ્દો અને તેના અર્થ ધ્યાનમાં રાખવા
ગ્ય છે. - ૨ કાયમી, નિરંતરનું, નિશ્ચળ. ૩. વેપાર કરવાની સર્વ વસ્તુઓ, પર્યા. ૪ ઓળંગી ન શકાય તેવા. ૫ ઊંચા. ૬ અતિ મહેનતે જઈ શકાય તેવું,
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ અથવા નજીકમાં એવા મોટા ઘેર ભયંકર કુવાઓ છે કે જે શત્રુઓને મોટા ત્રાસનું કારણ થઈ પડે છે. ચોતરફ ભમતા ભમરાઓના ઝણઝણાટ કરતા અવાજના તારરૂપ સંગીતથી સુંદર લાગતા અને જુદાં જુદાં અનેક પ્રકારનાં ફુલ ફળથી ભરપૂર અનેક દેવવન' તે નગરની બહાર શોભી રહ્યાં છે. આ પ્રમાણે અનેકાનેક આશ્ચર્યોવાળું અને ચમત્કાર ઉત્પન્ન કરે તેવું અષ્ટમૂલપર્યન્ત નામે મોટું નગર છે. તે નગરમાં નિપુણ્યક નામને એક ગરીબ માણસ રહે છે. તે
નિપુણ્યક દરિદ્રી મોટા પેટવાળે છે, સગા સંબંધી નિપુણ્યક વગરનો છે, મહા દુબુદ્ધિ છે, તેની પાસે કાંઈ પણ દરિદ્રી. દ્રવ્ય નથી, કઈ પણ વસ્તુ મેળવવાને માટે પુરુષાર્થે
કરવાની તેનામાં શક્તિ નથી, ભુખથી તેનું શરીર તદન લેવાઈ ગયું છે, અને હાડપિંજર જેવો તે દેખાય છે. તે ભાંગેલું ઠીકરું લઈને ભિખ લેવા માટે રાત દિવસ ઘેર ઘેર ભટકે છે, ત્યાં સર્વત્ર તેની નિંદા થાય છે અને તેથી તે રાંક-ગરીબડો દેખાય છે. તે અનાથ છે, જમીન પર સુવાથી તેનાં પડખાંનાં હાડકાંઓ બહુ ઘસાઈ ગયાં છે, ધૂળથી તેનું આખું શરીર મલિન થઈ ગયું છે અને ફાટેલાં તૂટેલાં વસ્ત્રથી તેનું શરીર નહિ જેવું ઢંકાયેલું જણાય છે.
આ દરિદ્રીને જોઈને અનેક દુર્દાન્ત બકરાઓ વારંવાર તેને મારતા હતા અને તેઓના લાકડી, મુઠી, અને માટીનાં ઢેફાંના પ્રહારથી તે અધમુઓ થઈ ગયો હતો. આવી રીતે તેનાં સર્વ અવયવો પર ઘા લાગવાથી તે બહુ દુઃખી થઈ ગયો હતો અને “ઓય મા ! મરી ગયે, મને બચાવ, બચાવ” એવા એવા શબ્દો તે વારંવાર બોલતે હતું. તેને ઉન્માદ થયેલ હતો, તેના શરીરમાં સખ્ત તાવ રહેતો હતો, તેના અંગ ઉપર કુષ્ઠ રોગ થ હતા, આંગળાંઓ ઉપર ખસ થઈ હતી, હૃદય ઉપર શૂળની પીડા થતી હતી અને જાણે તે સર્વ રોગોનું ધામ હોય તેવો થઈ ગયો હતો. તેને એટલી બધી વેદના થતી હતી
૧ આરામ બગીચાઓ. ૨ જાતમહેનત-જેને લેકમાં પુરુષાતન કહેવામાં આવે છે તે.
૩ તોફાની, જેઓને કબજામાં રાખવામાં ઘણું મહેનત પડે તેવા. આ સર્વ વિશેષણો શ્લેષ છે તે ઉપનયથી જણાશે.
૪ સનેપાત વખતે જે સ્થિતિ થાય છે તે. ૫ કોઢ અનેક પ્રકારના થાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] નિપુણ્યક ભિખારી.
૧૭ કે તેના જેરથી તે મુંઝાઈ ગયું હોય એમ લાગતું હતું. તેને ઠંડીની, ગરમીની, ડાંસની, મચ્છરની, ભુખની, તરસની-એમ અનેક પીડાઓ થતી હતી અને તેથી હેરાન થતા, દુઃખ પામતે, ત્રાસ પામતે નારકીના જીવોના જેવી વેદનાએ તે સહન કરતો હતો.
એ નિપુણ્યક દરિદ્રીને જોઈને સજજન પુરુષોને મોટી દયા આવે તેવું હતું, અભિમાની પુરુષોને તે મશ્કરી કરવાનું સ્થાન થઈ પડયો હતો, બાળકને તે રમત કરવાનું રમકડું થઈ પડ્યું હતું અને પાપ કરનારાઓને એક દાખલે પૂરો પાડે તેવો થઈ ગયે હતે.
આ અષ્ટમૂલપર્યન્ત નગરમાં બીજા પણ ઘણું દરિદ્રીઓ વસતા હતા, પણ એ નિપુણ્યક એટલે દુ:ખી હતો કે તેના જેવો નિર્ભાગી બહુધા તે આખા શહેરમાં બીજો કઈ નહિ હોય એમ લાગતું હતું. તે નિપુણ્યક મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કર્યા કરતો હતો,
રૌદ્રધ્યાન થતો હતો અને વારંવાર વિચારતો હતો ભિખારીનાં કે “મને આ ઘરમાંથી ભિખ મળશે, ત્યાંથી મળશે હવાતી. એવી રીતે આખો વખત દુર્ધાન કર્યા કરતો હતો.
એ પ્રમાણે કરવા છતાં તેને કાંઈ પણ મળતું નહિ, માત્ર પરિતાપજ પામતો હતો. કેઈ જગેએ માગતાં ભિખતાં જરા એહું જુઠું અન્ન મળી જાય તે જાણે પોતાને રાજ્ય મળી ગયું હોય એમ માની તે મનમાં રાજી રાજી થઈ જતો હતો. અનેક પ્રકારે અપમાન કરીને આપેલ એ હું જુઠું અન્ન જે જથામાં બહુજ થતું હતું તે ખાતાં જાણે કઈ બળવાનું મારું આ અન્ન લઈ જશે એમ શ. કથી પણ વધારે ભયમાં રહ્યા કરતો હતો. વળી તે બાપડાને એવા ભજનથી કેઈ દિવસ તૃપ્તિ થતી નહોતી અને ઉલટી તેની ભુખ વધારે વધારે જોર પકડતી જતી હતી. તે અન્ન પચતાં પચતાં વળી તેના
૧ અહીં જે પેરેગ્રાફ પાડવામાં આવ્યા છે તે ઉપનય સાથે સંબંધ ધરાવે છે, તેથી પારાઓમાં અવ્યવસ્થા હાલ જણાય તો તેને ખુલાસો આગળ ઉપનય વાંચવાથી સ્પષ્ટ થઈ જશે. બીજા પ્રસ્તાવથી તે બરાબર નિયમસર પેરેગ્રાફ અને પ્રકરણ પાડવામાં આવ્યાં છે.
૨ ક્રર આશયથી ઉત્પન્ન થનાર દુષ્યનને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. એનાથી હિંસાના, અસત્ય બલવાના, ચોરી કરવાના અને વસ્તુ રક્ષણના નકામા વિચારો થયા કરે છે.
૩ ઇંદ્ર. ઇદ્રને તેનું ઇદ્રાસન કોઈ વિશેષ તપ કરીને લઇ જશે એવી બીક બહુ રહે છે. આ દરિદ્રીને પણ શક જેટલેજ અથવા તેથી વધારે ભય રહે છે એમ કહેવાનો આશય જણાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ શરીરમાં વાતવિસૂચિકા ઉત્પન્ન કરીને તેને બહુ પીડા ઉપજાવતું હતું. વળી તે ભોજન સર્વ રોગોનું કારણ હતું અને પૂર્વે થયેલા સર્વ વ્યાધિઓને વધારનાર હતું. આ પ્રમાણે હકીકત હોવા છતાં તે નિપુણ્યક તે તેને જ સારું માનતો હતો અને તેથી વધારે સુંદર ભેજન તરફ નજર પણ કરતો નહતો. આથી થયું એમ કે ખરેખર સુંદર અને લીજત આપનાર ભજનનો સ્વાદ ચાખવાને તેને પ્રસંગ પણ કદિ આવ્યો નહિ અને તેનો સ્વાદ કેવો હશે તેનું તેને સ્વપ્ર પણ આવ્યું નહિ. આવી રીતે ભિખ માગતા અને ત્રાસ પામતો અદષ્ટમૂપિયેન્ત નગરનાં ઊંચાં નીચાં ઘરોમાં, જુદા જુદા આકારવાળી શેરીઓમાં અને ગલીઓમાં જરા પણ થાક ખાધા વગર બહુ વખત તે દરિદ્રી ભટક્યો. એ મહા દુર્ભાગી જીવને એવી રીતે રખડતાં રખડતાં કેટલો કાળ ગયે તેની પણ ખબર પડતી નથી.
સુસ્થિત રાજાસ્વકર્મવિવર દ્વારપાળ
ધમેબોધકર મંત્રી, હવે તે નગરમાં સુસ્થિત નામે એક અતિ પ્રખ્યાત રાજા છે. તે પિતાના સ્વભાવથી સર્વ પ્રાણી સમૂહ પર બહુ પ્રેમ રાખે છે. એકદમ પેલો નિપુણ્યક ભિખારી રખડતે રખડતો તે સુસ્થિત મહારાજાના મંદિર પાસે જેમ તેમ કરીને આવી પહોંચ્યું. હવે તે મંદિરના દરવાજા પર સ્વકર્મવિવર નામનો દ્વારપાળ છે. તે દ્વારપાળે અત્યંત કરૂણું ઉપજાવે તેવા આ ભિખારીને જોઈને તેના પર અત્યંત કૃપા કરી અને તેને અપૂર્વ રાજમંદિરમાં દાખલ કર્યો. અનેક રોની પ્રભાના તેજથી તે મંદિરમાં કઈ જગાએ અંધ
કારનું તો નામજ નહોતું; કટિમેખલા (કેડનો કંદર) રાજમંદિરને અને પગમાં ઝાંઝરમાંથી અનેક સુંદર રાગો તે રાજવૈભવ. મંદિરમાં ઉત્પન્ન થયા કરતા હતા; ઝુલતી મુક્તાફળની
માળાઓથી શોભી રહેલાં દેવી વસ્ત્રોના ચંદરવા ઠેકાણે ઠેકાણે તે મંદિરમાં બાંધી દીધા હતા; મંદિરમાં રહેનાર લેકે તાંબુલ ચાવવાથી મનહર મુખવાળા થયેલા હતા અને તેના વડે તે મંદિર બહુ શોભતું હતું. જે પુષ્પની માળાઓમાં ચિત્રવિચિત્ર વિભાગ - ૧ પેટનો દુઃખાવો, દસ્તન કોલેરા જે વ્યાધિ.
૨ કર્મ જ્યારે વિવર એટલે માર્ગ આપે ત્યારેજ જીવની ઉત્કાન્તિ થાય છે. સુસ્થિત અને સ્વકર્મવિવર વિગેરે પાત્રોના ભાવ ઉપનય પરથી બરાબર સ્પષ્ટ થશે. હાલ તે વાર્તા અને નામે ધ્યાનમાં રાખી આગળ વધવું. ૩ મેતી.
Page #60
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] રાજા, દ્વારપાળ અને મંત્રી.
૧૮ પાડવામાં આવ્યા હતા, જેમાંથી સુગંધી પસર્યા કરતી હતી, જેનો રંગ સોના જેવો આકર્ષક દેખાતો હતો અને જે કલરવ કરતા ભમરાઓના ગીતથી ગાજી રહી હતી તેવી અનેક માળાઓ આ અતિ સુંદર રાજમંદિરના આંગણામાં આવી રહી હતી. શરીર પર વિલેપન કરવાની સુંદર વસ્તુઓ જમીન પર એટલી બધી પડી હતી કે તેને જાણે કાદવ થઈ ગયો હોય એમ લાગતું હતું. તે રાજમંદિરમાં રહેનારા સર્વ પ્રાણીઓ હર્ષથી સંતુષ્ટ થયેલા હોવાથી નિરંતર આનંદનાં વાજિંત્રો વગાડતા હતા. અનેક રાજપુરુષ જેઓના અંતરમાં બળતા તેજથી તેઓના શત્રુઓ પલાયન કરી ગયા હતા અને જેઓના બાહ્ય વ્યાપાર સર્વે શાંત થઈ ગયા હતા એવા વડે આ રાજમંદિર વસાયેલું હતું. અનેક મંત્રીઓ જેઓને આખા જગતની ચેષ્ટા સાક્ષાત્ જણાઈ રહેલી હતી, જેઓએ પોતાની બુદ્ધિથી પિતાના શત્રુઓને પણ બરાબર ઓળખી લીધા હતા અને જેઓ સર્વ નીતિશાસ્ત્રનો પાર પામી ગયા હતા તેવાએ આ અતિ વિશાળ રાજમંદિરમાં વસતા હતા. જેઓ પોતાની આગળ યમને લડાઈના મેદાનમાં જોઈ જરા પણ ગભરાતા નહોતા. તેવા અસંખ્ય યોધાઓ એ રાજમંદિરમાં રહેતા હતા.
એ વિશાળ રાજમંદિરમાં અનેક નિયુક્ત હતા જેઓ જરા પણ વ્યાકુળતા વગર કરે નગરનું તથા અસંખ્ય ગામ અને ખાણનું પરિપાલન કરતા હતા અને તેને સર્વે પ્રબંધ ચલાવતા હતા. ત્યાં સ્વામી ઉપર અત્યંત પ્રીતિવાળા અને ઘણું બળવાનું તેમજ ખરેખરા ડહાપણવાળા તલવકે અનેક રહેલા હતા. તે મંદિરમાં અનેક સ્થવિર રહેતી હતી કે જેમણે પોતે વિષયનો સર્વથા ત્યાગ કર્યો હતો અને જેઓ મદોન્મત્ત થયેલી યુવાન સ્ત્રીઓને યોગ્ય અંકુશમાં રાખવાને શક્તિવાન હતી. તે રાજમહેલની ચોકી કરવા માટે અનેક સુભટે ચારે તરફ વીંટાઈને રહેતા હતા. વિલાસ કરતી અનેક રમણીય સુંદર સ્ત્રીઓથી તે મંદિર દેવલોકને પણ જીતી લેતું હતું.
આ રાજમંદિરમાં સુંદર કંઠવાળા, પ્રયોગ જાણનારા ઉસ્તાદ ગાયકો વીણું વેણુ સાથે સુંદર આલાપવડે મધુર રાગ ગાઈ શ્રો
૧ ભમરાઓ ફુલની આસપાસ ગુંજારવ કર્યા કરે છે તેના પર આ રૂપક જણાય છે. ૨ મરણને દેવ જેને “જમ” કહેવામાં આવે છે તે. ૩ કામદાર, રાજસેવકે. ૪ કેટવાળ. ૫ વૃદ્ધ-ઘરડી સ્ત્રીઓ ૬ જુસ્સાવાળી, વિષયી. ૭ સર્વ ઇંદ્રિયને આનંદ થાય-તૃપ્તિ થાય તેવાં સાધને આ રાજમંદિરમાં હતાં તે યુક્તિપુરઃસર બતાવે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
૨૦
દ્રિયને અનેક પ્રકારે શાંતિ પમાડતા હતા. મનને આકર્ષણ કરે તેવાં અનેક સુંદર જૂદી જૂદી જાતનાં ચિત્રો એવી સુંદર રીતે ત્યાં ગોઢવવામાં આવ્યાં હતાં કે જેને જોઇને આંખા તેના પર સ્થિર થઇ જતી હતી અને ત્યાંથી તેને ખસેડવી ન ગમે તેવી રીતે તે નિશ્રળ થઇ જતી હતી. ત્યાં ચંદન, અગર, કપૂર, કસ્તૂરી વિગેરે સુગંધી દ્રવ્યો એટલાં બધાં ચારે તરફ પડી રહેલાં હતાં કે તેનાથી નાસિકાને ઘણી તૃપ્તિ મળતી હતી. કામળ વસ્ત્ર, કામળ શય્યા અને સુંદર લલનાઓના ચેાગથી તેને ચાગ્ય સર્વ જનાની સ્પર્શદ્રિય ત્યાં પ્રસન્ન થતી હતી. ત્યાં મનને પ્રીતિ ઉત્પન્ન કરનાર અને જીભને સ્વાદિષ્ટ લાગે તેવાં અતિ ઉત્તમ પ્રકારનાં ભાજનથી સર્વ પ્રાણીએ સ્વસ્થ થઇ જતા હતા.
સર્વ ઇંદ્રિયોને તત્ત્વથી નિર્વાણનું કારણ એવા તે રાજમંદિરને
જોઇને આ શું હશે?' એમ તે રંક આશ્ચર્યપૂર્વક વિચારવા લાગ્યા. તેનામાં હજી ઉન્માદ ઘણેા હતેા તેથી આ રાજમંદિર સંબંધી વિશેષ તાત્ત્વિક હકીકત તે જાણતા નહાતા, પરંતુ હવે તેને ચેતના પ્રાપ્ત થવા માંડી તેથી વિચાર કરતાં કરતાં તેના મનમાં આ પ્રમાણે સ્ફુરણા થવા લાગી. તે વિચાર કરેછે કે ‘જે રાજમંદિરમાં નિરંતર ઉત્સવ થઇ રહ્યા છે અને જે મંદિર દ્વારપાળની કૃપાથી હું આજેજ જે છું તે અત્યાર સુધી મારા જોવામાં કદિ પણ આવ્યું નહોતું! આ રાજમંદિરના દરવાજા પાસે અગાઉ પણ હું ઘણી વાર રખડતા રખડતા આવી પહોંચ્યા હતા એમ મને યાદ આવે છે, પણ હજી તેની નજીક આવું ન આવું ત્યાં તે મહાપાપી દ્વારપાળા મને ત્યાંથી હાંકી મૂકતા હતા. ખરેખર મારૂં નામ નિપુણ્યક છે તે પ્રમાણે હું પુણ્ય વગરનાજ છું, જેને લઇને આવું દેવાને પણ મળવું મુશ્કેલ સુંદર રાજમંદિર મેં અત્યાર સુધી અગાઉ કદિ જોયું પણ નહિ અને તેને જોવાના ઉપાય પણ કર્યો નહિ !! માહને લીધે મારી વિચારણાશક્તિ એટલી બધી મંદ પડી ગઇ હતી કે આ રાજમંદિર કેવું હશે તે જાણવાની મને જિજ્ઞાસાê પણ અત્યાર સુધી ઉત્પન્ન થઇ નહિ ! ચિત્તને અત્યંત આહ્લાદ ઉત્પન્ન કરનાર આ સુંદર રાજમંદિર બતાવનાર અને મારી ઉપર મેાટી કૃપા કરનાર આ દ્વારપાળ
મંદિરદર્શનથી
સ્ફુરણા.
૧ સ્રીએ. ૨ શાંતિ. પાંચે ઇંદ્રિયાને તૃપ્તિ થવાની બાબત બહુ યુક્તિસર લખી છે, તેનાથી ઇંદ્રિયનું નિર્વાણ થઇ જાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. એને આધ્યાત્મિક ભાવ વિચારવા યાગ્ય છે. નિર્વાણના અર્થે વિશ્રાંતિ થાય છે અને વિનાશ પણ થાય છે એ બરાબર લક્ષ્યમાં લેવું. ૩ નવું જાણવાની ઇચ્છા, હોંશ.
Page #62
--------------------------------------------------------------------------
________________
પીઠઅંધ ] સુસ્થિત કૃપા-ધર્મધકર વિચારણા.
૨૧
મારા ખરેખરા અંધુ છે. હું નિર્ભાગી છું છતાં મારી ઉપર આ ભાઇએ ઘણી મેાટી કૃપા કરી છે. સર્વ પ્રકારના સંશયથી રહિત થઈને અને ચિત્તમાં પરિપૂર્ણ હર્ષ લાવીને આ મંદિરમાં રહેવાના આનંદ જે ભાગવે છે તે ખરેખરા ભાગ્યશાળી છે.
એ નિપુણ્યક દરિદ્રીને કાંઇક ચેતના પ્રાપ્ત થવાથી ઉપર પ્રમાણે પેાતાના મનમાં તે વિચાર કરે છે તે વખતે ત્યાં એક અનાવ અન્ય તે સાંભળે: આ સુંદર રાજમંદિરના સાતમા માળ ઉપર સર્વથી ઉપરની ભૂમિકાએ લીલામાં લીન થઇ સુસ્થિત મહારાજા બિરાજમાન થયા છે. ત્યાં બેઠા બેઠા પેાતાની નીચે આવી રહેલ આખા નગરના લોકા જૂદા જૂદા વ્યાપાર કરી રહ્યા છે અને અનેક પ્રકારના આનંદામાં મચી રહ્યા છે તે સર્વ એકી વખતે એક સાથે જોઇ રહ્યા છે. તે નગરની મહાર અથવા નગરમાં એવી કોઇ વસ્તુ કે એવા કોઇ ભાવ નથી કે જે સાતમી ભૂમિ ઉપર બેઠેલા પરમ ઐશ્વર્યવાળા સુસ્થિત રાજાની નજર બહાર હાય અથવા જેના ઉપર તેઓશ્રીની નજર ન પહોંચી શકતી હાય. અત્યંત ભયંકર દેખાવવાળા, અનેક રોગોથી ભરેલા શરીરવાળા અને સારા માણસાને અત્યંત દયા ઉપજાવે તેવા તે વખતે મંદિરમાં દાખલ થયેલા નિપુણ્યક દરિદ્રી ઉપર તે મહારાજાની નિર્મળ નજર કરૂણાપૂર્વક પડી અને તેની દૃષ્ટિ પડવા માત્રથીજ તે દરિદ્રીનાં પાપ કેટલેક અંશે ધોવાઇ ગયાં.
સુસ્થિત મહારાજની નજર.
એ સુસ્થિત મહારાજે રસેાડાના ઉપરી તરીકે ધર્માધકર નામના રાજસેવકની નિમણુક કરેલી છે તેણે તે વખતે એ દરિદ્રી ઉપર મહારાજાની કૃપાષ્ટિ થઇ છે એમ જોયું; એટલે તે વખતે તે કાંઇક આશયપૂર્વક વિચારવા લાગ્યા કે ‘અહા! હું શું અદ્ભુત નવાઇ ઉપજાવે તેવી હકીકત જોઉં છું ! જેના ઉપર આ રાજાની નજર-દૃષ્ટિ ખાસ કરીને પડે છે તે તુરતજ ત્રણ લોકના રાજા થઇ જાય છે અને આ નિપુણ્યક
ધર્મબોધકરની વિચારણા.
૧ કંદ્રના અર્થ શીતઉષ્ણ જેવાં વિરાધદ્રવ્યેા થાય છે, કલેશ પણ થાય છે. અહીં તેને અર્થે સંશય બંધબેસતા આવે છે. એ પણ તેનો અર્થ છે. સંશય હાય ત્યાંસુધી મંદિરમાં પ્રવેશ થઇ શકતા નથી.
૨ પાપ તદ્દન ધેાવાઇ જવાને હજી વખત લાગવાના છે, પણ ધોવાઈ જવાના માર્ગ પર ચડી જવાની શરૂઆત થઇ અને સુસ્થિત મહારાજની કૃપા થઇ એ વાતનું મહત્ત્વ બતાવવા આ પ્રમાણે કહ્યું છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
તે ભિખારી છે, રાંકડો છે, આખા શરીરે રાગથી ભરેલા છે, લક્ષ્મીને અયેાગ્ય છે, મૂર્ખ છે અને આખા જગતને અનેક પ્રકારના ઉદ્વેગ કરાવે તેવા છે. એવા દીન રાંક ઉપર મહારાજાની દૃષ્ટિ પડી તે આગળ પાછળના વિચાર કરતાં કેમ બેસતું આવી શકે? એવાની તરફ પરમાત્મા નજર કેમ કરે? અરે હા! પણ બરાબર છે! એની તરફ નજર કરવાના એજ હેતુ જણાય છે કે એને સ્વકર્મવિવર દ્વારપાળે અહીં દાખલ કર્યો છે. એ સ્વકર્મવિવર દ્વારપાળ બહુ ચોકસાઇથી પરીક્ષા કરીને પછીજ કોઇ પણ પ્રાણીને મંદિરમાં દાખલ કરે છે. આ પ્રમાણે હાવાથી રાજાએ સભ્યષ્ટિથી તેના તરફ જોયું હોય એમ જણાય છે. વળી એમ પણ જણાય છે કે જે પ્રાણીના આ રાજભુવન તરફ પક્ષપાત થાય છે તે મહારાજ સુસ્થિતરાજને વહાલા થઇ પડે છે. આ દરિદ્રી નિરંતર આંખાની પીડાથી હેરાન થતા હતેા તે મહેલના દર્શનથી પેાતાની આંખા સારી રીતે ઉઘાડે છે; અત્યાર સુધી તે દરિદ્રીનું મોઢું અત્યંત ભયંકર દર્શનવાળું દેખાતું હતું તે અત્યારે સુંદર રાજમંદિરના દર્શનથી ઉત્પન્ન થયેલા પ્રમાદને લઇને કાંઈક સારૂં થઇ ગયું જણાય છે; તેનાં ધૂળથી ખરડાચલાં અંગે વિકવર થઇ ગયાં છે. અને તેને વારંવાર રામાંચ થયા કરે છે, તેથી તેને આ રાજભુવન ઉપર ખરેખરી પ્રીતિ થઇ હોય એમ જણાય છે. આટલા ઉપરથી એમ લાગે છે કે જો કે એ દરિદ્રી ભિક્ષુકના આકાર ધારણ કરે છે, પરંતુ હમણાં તેના ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ થઇ છે. તેથી તે વસ્તુપણાને પામી જશે. આ પ્રમાણે વિચાર કરીને તે ધર્મબાધકર મંત્રી પેલા ક્રમક ઉપર કરૂણા કરવામાં તત્પર ચિત્તવાળા થયા. લેાકેામાં વાસ્તવિક રીતે કહેવાય છે કે યથા રાજા તથા પ્રજા. ’ રાજાનું જેવું વર્તન એક પ્રાણીના સંબંધમાં થાય તેવું સાધારણ રીતે પ્રજાનું પણ તેની તરફ થઇ જાય છે. આવી રીતે વિચાર કરીને તેના ઉપર આદર ભાવ લાવી ધર્મબોધકર મંત્રી તેની નજીક ગયા અને આવ, આવ ! તને ( ભિક્ષા ) આપીએ’-એ પ્રમાણે કહેવા લાગ્યા. તે વખતે પેલા નિપુણ્યકને અનેક પ્રકારની પીડા કરવા માટે તાફાની છેકરાઓ પાછળ પડ્યા હતા તે ધર્મબેાધકર મંત્રીના
૧ સારી નજર. સમ્યગ્દષ્ટિ એ પારિભાષિક રાખ્ત છે. છેલ્લા પુગળપરાવર્તમાં ત્યારે ગ્રંથિભેદ થાય ત્યારે સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે તે વખતની સ્થિતિને-તે યાગ ખળને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ બાબત ઉપર માગળ વધારે વિવેચન આવરો. સમ્યક્ શબ્દ અહીં શ્લેષ છે.
૨ ધનાઢયપણું, રાજાપણું. વસ્તુપણાને પામવું તેના ખીન્ને અર્થે સમ્યગ્ બાષ થઇ છેવટે અનંત સુખ પ્રાપ્ત કરવું એમ પણ થાય છે, એ શ્લેષ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
પીઠબંધે ] સંકલ્પ વિકલ્પ.
૨૩ આવા શબ્દો સાંભળીને તુરત નાસી ગયા. પછી ધર્મબોધકાર મંત્રી ભિક્ષા લેવા આવનારને બેસવા યોગ્ય જગ્યાએ તે દ્રમુકને લઈ ગયા અને તેને ગ્ય દાન આપવા માટે પિતાના સેવકેને તેણે હુકમ કર્યો.
તદુદયા. ધર્મબોધકર મંત્રીશ્વરને એક તદુદયા નામની અતિ સુંદર સુશીળ
દીકરી છે. પોતાના પિતાનાં ઉપર જણાવેલાં વચનો મહાકલ્યાણક સાંભળીને તે તુરતજ ઉભી થઈ અને મહાકલ્યાણકર ભજન. નામનું સુંદર પરમાન્ન લઈને પેલા દ્રમુકને તે ભેજન
આપવા માટે જલદી તેની પાસે આવી પહોંચી. આ મહાકલ્યાણક ભજન સર્વ વ્યાધિઓનો નાશ કરે તેવું, શરીરના વર્ણ (૩૫), શક્તિ અને પુષ્ટિને વધારનાર, સુગંધી, સારા રસવાળું, દેવતાઓને પણ મળવું દુલૅભ અને અત્યંત મનોહર હતું. હવે તે દરિદ્રીના વિચારે હજુ ઘણું હલકા છે અને તેના મનમાં હજુ અનેક પ્રકારની શંકાઓ છે તેથી જ્યારે તેને ભોજન લેવા માટે આ પ્રમાણે બોલાવવામાં આવ્યો ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “મને જાતે ચાલી ચલાવીનેબોલાવીને આ માણસ ભિક્ષા આપવા માટે આટલે બધે પ્રયત્ન કરે છે તે વાત મને કઈ પણ રીતે ઠીક (લાભકારી) લાગતી નથી. મને લાગે છે કે આ મારૂં ભિખ માગવાનું ઘડાનું ઠીકરું ભિક્ષાના અન્નથી ભરેલું છે તે આ (ધર્મબોધકર) મને કઈ એકાંત જગોએ લઈ જઈને તેડી નાખશે, ભાંગી નાખશે અથવા તેને પોતે ઉપાડી જશે. ત્યારે શું હું અહીંથી નાસી જઉં? કે અહીં એક સ્થાને બેસીને મારું ભજન કરી લઉં? અથવા મારે કાંઈ ભિક્ષાની જરૂર નથી એમ કહીને ચાલ્યો જઉં? આવા આવા અનેક સંકલ્પ વિકલ્પથી તેના ભયમાં વધારે થતો ગયે અને તેને લઈને પોતે કયાં આવ્યો છે અને કયાં બેઠે છે તેનું પણ તે ભાન ભૂલી ગયો. પોતાની વસ્તુ ઉપર તેને એવી ગાઢ મૂચ્છ આવી ગઈ કે તેના સંરક્ષણ નિમિત્તક રદ્રધ્યાનમાં તે પડી ગયો અને
૧ તેના ઉપરની દયા-કરૂણું આ તદ્દયા નવીન પાત્ર છે. એનું કામ પ્રત્યેક પ્રાણી તરફ પ્રેમ બતાવવાનું છે. એના સંબંધી હકીકત જન વખતે સ્પષ્ટ થશે.
૨ અત્યંત મોટા કલ્યાણ કરનાર, ભવિષ્યમાં બહુ સારું કરનાર. ૩ ફીર, ખીર. એનો અર્થ પકવાન્ન પણ થાય છે. બન્ને અર્થ અહીં લાગુ પડે છે.
૪ પિતાની વસ્તુઓ જાળવવા માટે દુર્ધાન થાય તે રૌદ્રધ્યાનને ચોથો ભેદ છે. એના વધારે વિસ્તાર માટે જૈન દષ્ટિએ ગ” (પ્ર. વિ.) પૃ. ૧૩૭ જુઓ.
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ તે દુર્થોનમાં તેની બન્ને આંખ મીંચાઈ ગઈ. તેના મન પર આ વિચારની એટલી બધી અસર થઈ ગઈ કે તેની સર્વ ઇદ્રિના વ્યાપારે જાણે થોડે વખત તદ્દન બંધ થઈ ગયા અને લાકડા જેવો ચેતના વગરને તે થઈ ગયો અને તે જરા પણ હાલતા ચાલતે પણ બંધ થઇ ગયો. પેલી તદ્યા તેની પાસે ઊભી ઊભી વારંવાર “આ ભેજન લે, આ ભેજન લે’ એમ કહેતી કહેતી થાકી ગઈ, પણ નિપુણ્યક દ્રમક તો તેના તરફ જરા ધ્યાન પણ આપતો નથી અને પોતાની પાસે રહેલું તુચ્છ - જન આખી દુનિયામાં કઇ જગોએ થવું નથી-મળવું નથી એવા વિચારમાં ગુંચવાઈ ગયેલો તે દરિદ્રી તયાએ આણેલા અમૃતભેજનની કિમત પણ સમજતો નથી.
આ તદ્દન અસંભવિત બનાવ બનતે જોઇને ધર્મબેધકાર
મંત્રીશ્વર પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “આ ત્રણ ઔષધોની રકને આવું પ્રત્યક્ષ સુંદર ભોજન આપીએ છીએ વિચારણું. તોપણ તે લેતો નથી અને કાંઈ ઉત્તર પણ આપતે
નથી તેનું કારણ શું હશે? ઉલટું તેનું મોટું ઝાંખું પડી ગયું છે, તેની આંખ મીંચાઈ ગઈ છે અને મેહથી જાણે તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય નહિ તેમ લાકડાની ખીલી જે તે ચેષ્ટા વગરને થઈ ગયો છે! એટલા ઉપરથી આ પાપાત્મા આવા સુંદર ભેજનને લાયક હોય એમ લાગતું નથી. અથવા બીજી રીતે જોઈએ તે તેમાં એ બાપડાનો કાંઈ પણ દોષ નથી. એ બાપડ શરીરની અંદરના અને બહારના એટલા બધા વ્યાધિઓથી ચેતરફ ઘેરાઈ ગયેલે છે અને તેની પીડાથી એટલે બધે મુંઝાઈ ગયો છે કે તે કાંઈ પણ જાણી શકતો નથી, સમજી શકતા નથી, વિચારી શકતો નથી. જે એમ ન હોય તે તે પિતાના અત્યંત હલકા તુછ ભજન પર એટલી બધી પ્રીતિ શામાટે કરે? અને જે તેનામાં જરા પણ સમજણ હોત તો આવું અમૃતભોજન શા માટે ગ્રહણ ન કરે? ત્યારે હવે એ બાપડે નીરોગી કેવી રીતે થાય તેને માટે મારે કોઈ ઉપાય કરવું જોઈએ. અરે હા! બરાબર છે, તેને નીરેગી કરવા માટે મારી પાસે ત્રણ સુંદર "ઔષધે છે
૧ આ અંજન, જળ અને ક્ષીર ત્રણે બરાબર સમજવા યોગ્ય ઔષધો . એના પર વિવેચન દાર્શનિક યોજનામાં થશે. એના પર અનેક જગાએ વિવેચન આવે છે, તેથી તે બરાબર ધ્યાનમાં રાખવા.
Page #66
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
અંજન-જળ-ભેજન. વિમળાલક અંજન: તવમીતિકર જળ:
મહાકલ્યાણક ભેજન, તેમાં પ્રથમ તે મારી પાસે વિમળાફેક નામનું મજાનું - જણ છે, તે આંખના સર્વ વ્યાધિઓ દૂર કરવાને શક્તિમાન છે. તેને બરાબર વિધિપૂર્વક આંખમાં આંક્યું હોય તે સૂક્ષ્મ રીતે ગોઠવાયેલા અતીત અને અનાગત એટલે ભૂત કાળના અને ભવિષ્ય કાળના સર્વ ભાવને જોઈ શકે તેવી સુંદર આંખ તે બનાવી શકે છે.
“વળી મારી પાસે બીજું તત્વપ્રીતિકર નામનું તીર્થજળ છે, તે સર્વ રોગોને એકદમ ઓછા કરી શકે છે, ખાસ કરીને શરીરમાં જે કાંઈ ઉન્માદ હોય તેને એકદમ તે નાશ કરે છે અને પંડિત પુરુષો કહે છે કે સમ્યમ્ રીતે જોવામાં તે મજબૂત કારણરૂપ થાય છે.
વળી આ તયા અહીં લઈ આવી ઢાંકીને મૂકી ગઈ છે તે મહાકલ્યાણક નામનું પરમાત્ર છે, તે સવે વ્યાધિઓને મૂળમાંથી નાશ કરવાને શક્તિમાન છે. તેને બરાબર વિધિપૂર્વક સેવવામાં આવ્યું હોય તો તે શરીરનો વર્ણ વધારે છે, પુષ્ટિ કરે છે, ધૃતિ આપે છે, બળ પ્રાપ્ત કરે છે, મનને આનંદમાં રાખે છે, પરાક્રમીપણું લાવી આપે છે, નિરંતર યુવાવસ્થા ટકાવી રાખે છે, વીર્યમાં વધારે કરે છે અને અજરામરપણું પ્રાપ્ત કરે છે એમાં જરા પણ શક જેવું નથી. એ પરમાન્ન એટલું બધું સારૂં ઔષધ છે કે તેના કરતાં વધારે સુંદર ઔષધ આ દુનિયામાં બીજું હોય એમ હું માનતો નથી.' આ પ્રમાણે હોવાથી આ બાપડાને આ ઔષધેવડે ઉપચાર
કરીને તેને સમ્યમ્ રીતે વ્યાધિથી છોડાવું”—આ પ્રમાણે આંજણને અ- ધર્મબોધકર મંત્રીશ્વરે પિતાના મનમાં વિચાર કર્યો. દુભુત પ્રભાવ. પછી તે મંત્રીશ્વરે શલાકા આણીને અંજન ઉપર
મૂકી, તેમાં જરા અંજન લીધું અને પેલે દ્રમક તે માથું ધુણાવતો રહ્યો છતાં જોરાવરીથી તેની આંખમાં તે અંજન આંજી દીધું. તે અંજન અત્યંત આનંદને ઉત્પન્ન કરે તેવું હોવાથી, બહુ ઠંડું હોવાથી અને ન સમજી શકાય તેવા અનેક ગુણવાળું હોવાથી પિલા ભિખારીને જેવું તે આર્યું કે તેની ચેતના-સમજશક્તિ ચાલી ગઈ
૧ આંખમાં આંજવાની દવા. ૨ પવિત્ર ભૂમિનું પાણ. ૩ અંજન આંજવાની સળી.
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
હતી અને તેથી તે જડભરત જેવા થઇ ગયા હતા તે ચેતના પાછી આવવા માંડી. પરિણામ એ થયું કે થોડી વારમાં તેણે આંખા ઉઘાડી, તેના વ્યાધિઓ જાણે નાશ પામી ગયા હૈાય તેવા થઈ ગયા અને તેના મનમાં પણ જરા આનંદ થયો. તેને પેાતાને પણ એમ થવા માંડ્યું કે આ તે શું થઇ ગયું ? આટલેા લાભ જણાયા છતાં પણ પેાતાના ભિખના ઠીકરાને જાળવી રાખવાના તેના વિચાર પૂર્વ કાળના લાંબા અભ્યાસને લઇને હજી જતા નથી, હજી તેને સંરક્ષણ કરવાને વિચાર વારંવાર થયા કરે છે. આ એકાંત સ્થાન છે, તેથી પેાતાનું ભિક્ષાપાત્ર કોઇ ઉપાડી જશે એવા હજુ પણ વારંવાર તેને વિચાર આવ્યા કરે છે અને નાસી જવા સારૂ લાગ શોધવા ચારે તરફ તે નજર નાખ્યા કરે છે.
ક્રમકને અંજન આંજવાથી કાંઇક ચેતના પ્રાપ્ત થઇ છે એમ જોઇને ધર્મબેાધકર મંત્રી હવે મીઠાં વચનેાથી તેની જળને અ સાથે વાત કરવા લાગ્યા. તેણે વાત શરૂ કરતાં કહ્યું ભુત પ્રભાવ. “ભાઇ ! તારા સર્વ તાને શમાવી દેનાર આ પાણી જરા પી. આ પાણી પીવાથી તારા આખા શરીરમાં સમ્યક્ પ્રકારની સ્વસ્થતા થઇ જશે.” ધર્મબેાધકર મંત્રી આ પ્રમાણે તેને પ્રેરણા કરે છે ત્યારે પેલા ભિખારી પેાતાના મનમાં શંકા હોવાથી વિચાર કરે છે કે એ પાણી પીવાથી શું થશે તેની કાંઇ ખબર પડતી નથી-એવા એવા વિચાર કરીને તે પાણી પીવાની ઇચ્છા કરતા નથી. ધર્મબાધકર મંત્રીશ્વરે આવી તેની સ્થિતિ જોઇ ત્યારે તેને તેની ઉપર વધારે દયા આવી અને દયાને લઇને તે ભિક્ષુકનું એકાંત હિત કરવાની બુદ્ધિથી તેની મરજી નહાતી તાપણ તેનું મોઢું ઝેરથી ઉઘાડીને તેમાં પાણી રેડી દીધું. તે પાણી (જળ) તદ્દન ઠંડું હતું, અમૃતના જેવું સ્વાદિષ્ટ હતું, ચિત્તને અત્યંત આહ્લાદ ઉપજાવે તેવું હતું અને સર્વ સંતાપ દૂર કરે તેવું હતું. તેને પીવાથી તે તદ્ન સ્વસ્થ જેવા થઇ ગયા, તેને જે ઉન્માદ હતા તે લગભગ નહિ જેવા થઇ ગયા, તેના
વ્યાધિઓ નરમ પડી ગયા અને તેના શરીરમાં દાહની પીડા થતી હતી તે સર્વ શમી ગઇ, તેમજ તેની સર્વ ઇંદ્રિયો પ્રસન્ન થઇ. આવી રીતે તેના અંતરાત્મા સ્વસ્થ થવાથી કાંઇક વિમળ ચેતનાવાળા થઇને તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યાઃ—
અહા! આ અત્યંત કૃપાળુ મહાત્મા પુરુષને મેં મહામહના જોરથી મૂર્ખાઇને અંગે ઠગારા ધાર્યાં હતા. એ મહાપુરુષે મારા ઉપર
Page #68
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] આશંકા અને ઉપકાર.
૨૭ મોટો ઉપકાર કરીને મારી આંખ પર અંજનનો પ્રયોગ કર્યો, મારી આંખો તદ્દન સારી બનાવી દીધી અને મારી ટુંકી નજર હતી તે દૂર કરી ! વળી તેણે મને પાણી પાઈને અત્યંત સ્વસ્થ બનાવી દીધે. ખરેખર તે મારા ઉપર મોટો ઉપકાર કરનારા છે. મેં તે અત્યાર સુધીમાં તેઓ ઉપર શું ઉપકાર કર્યો છે? તેઓએ મારા ઉપર આટલો ઉપકાર કર્યો તેમાં તેઓના મહાનુભાવપણું સિવાય બીજું કાંઈ પણ કારણ નથી. આવા આવા સારા વિચાર તે દરિદ્રી કરે છે તોપણ પિતાની
સાથે લાવેલા તુછ ભજન ઉપર તેનું ચિત્ત ઘણું ભોજન લે લાગી રહેલું હતું, તેથી તેના ઉપરની તેની મૂછ વાને આગ્રહ. કઈ પણ રીતે નાશ પામતી નથી અને પોતાની
નજર વારંવાર તે (પેલા તુચ્છ ભજન)ની ઉપર નાખ્યા કરે છે. આ પ્રમાણે તેને તુચ્છ વસ્તુ ઉપર નજર નાખતે જોઈ તેના મનને આશય સમજી જઈને ધર્મબોધકર તેને કહેવા લાગ્યા કે “અરે મૂર્ખ દ્રમક ! આ કન્યા તને અતિ સુંદર ભેજન આપે છે તે શું તું જોતો નથી? આ દુનિયામાં પાપી ભિખારીઓ ઘણું હોય છે, પણ મને તો નિશ્ચય થાય છે કે ઘણે ભાગે તારા જેવો નિર્ભાગી તે બીજો કઈ નહિ હોય, કારણ કે તને તારા તુચ્છ ભોજન ઉપર એટલું બધું લંપટપણું છે કે જેથી આ મારું ભેજન અમૃત જેવું છે તે તને આપી દેવામાં આવે છે છતાં તેને તું લેતો નથી. તેને એક બીજી વાત કહું. આ રાજમહેલની બહાર અનેક દુઃખી માણસો રહે છે, પરંતુ તેમને આ મહેલ જોઈને આનંદ થયો નથી અને અમારા મહારાજાની તેના ઉપર મીઠી દષ્ટિ પડી નથી, તેથી અમારે તેઓ તરફ ખાસ આદર હોતું નથી, અમે તેની વાત પણ પૂછતા નથી; તારે માટે તે અહીં પ્રવેશ થયા પછી આ રાજભુવન જોઈને તારા મનમાં આહાદ થયે અને અમારા રાજાની તારા ઉપર દષ્ટિ પડી તે કારણથી અમારે તારા પ્રત્યે આદર છે. પોતાના સ્વામીને જે પ્રિય હોય તેનું હિત સ્વામિભક્ત સેવકએ કરવું જોઈએ એ ન્યાયથી અમે તારા તરફ દયાળુ નજરથી જોઈએ છીએ. અમને અત્યાર સુધી ચોકસ વિશ્વાસ હતો કે અમારા રાજા યોગ્ય પ્રાણી શેધીને તેના ઉપરજ પોતાની દષ્ટિ નાખે છે અને તેના લક્ષ્યમાં કેઇ મૂઢ આવતા જ નથી એવી અમને ખાતરી હતી તે વિશ્વાસ પણ આજે તું ખોટે પાડે છે. તારા અત્યંત તુછ ભજન ઉપર તારૂં મન ચડ્યું છે, તેથી તું આ અતિ સુંદર અમૃત જેવા
૧ પ્રેમ, ગાઢતા. ૨ ભિખારી દરિદ્રી.
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ સ્વાદવાળા પરમાત્રને લેતે નથી, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે. એ ભજન સર્વ વ્યાધિને નાશ કરે તેવું છે અને મધુર તેમજ સ્વાદિષ્ટ છે તેને તું શામાટે લેતે નથી? માટે દુર્બુદ્ધિ કમક! તારી પાસેનું પુજન તજી દે અને આ સુંદર સ્વાદિષ્ટ ભજન જેના પ્રતાપથી આ રાજમંદિરમાં રહેલા પ્રાણુઓ લહેર કરે છે તેને સારી રીતે વિશેષ પ્રકારના આદર સહિત ગ્રહણ કરે અને તે અન્નના માહાતમ્યથી થયેલો આ મંદિરમાં રહેતા પ્રાણુઓને આનંદવૈભવ જરા અવેલેકન કરીને જે.” ધર્મબોધકર મંત્રીશ્વરનાં આવાં વચન સાંભળી તેને કાંઈક
વિશ્વાસ આવ્યો અને મનમાં કાંઈક નિર્ણય પણ થયો તુચછ ભજન કે આ પુરુષ મારું હિત કરનાર છે તે પણ પોતાની પર દઢ પ્રેમ. પાસેના ભેજનના ત્યાગની વાતથી તેના મનમાં ખેદ
થવા લાગ્યો. આખરે તેણે જવાબમાં ધમેબોધકર મંત્રીને કહ્યું, “આપ સાહેબે જે વાત કહી સંભળાવી તે સર્વ તદ્દન સાચી હોય એમ મને લાગે છે, પણ મારે આપને એક બાબતની પ્રાચૅના કરવી છે તે આપ બરાબર સાંભળઃ આ મારા ઠીકરામાં ભેજન છે તે સ્વાભાવિક રીતે મને મારા પ્રાણથી પણ વધારે વહાલું છે, એને મેં બહુ મહેનત કરીને મેળવેલું છે અને ભવિષ્યમાં એના ઉપર મારે નિર્વાહ થશે એમ હું ધારું છું. વળી આપનું ભજન કેવું છે તે ખરેખર હું જાણતો નથી. આ પ્રમાણે હોવાથી તે સ્વામિન ! મારૂં પિતાનું ભોજન છે તે તે કઈ પણ રીતે છોડવું નહિ એવો મારે નિશ્ચય છે, માટે મહારાજ ! જે આપને આપનું ભજન મને આપવાની ઈચ્છા હોય તો મારું ભોજન મારી પાસે રહે અને આપનું ભોજન મને મળે એવી ગેઠવણ કરી આપ.” ધર્મબોધકર મંત્રી તેનાં આવાં વચન સાંભળીને મનમાં વિચાર
કરવા લાગ્યા-અહે! અચિંત્ય શક્તિવાળા મહાપ્રતીતિ માટે મેહની ચેષ્ટા તે જુઓ ! એ બિચારે કમક સર્વ દઢ પ્રયત્ર. વ્યાધિ કરનાર પિતાના તુચ્છ ભજનમાં એટલે બધે
આસક્ત થઈ ગયો છે કે તેના મનમાં મારા ઉત્તમ ભોજનની એક તૃણ જેટલી પણ કિમત કરતો નથી, છતાં હજુ પણ બની શકે એટલાં એ બાપડા રાંક જીવને શિક્ષાવચન કહી સંભળાવું; કદાચ એને મેહ તેથી નાશ પામશે કે ઓછો થશે તે એ બાપડાનું હિત થશે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને ધર્મબેધકર મંત્રીશ્વરે ભિખારી નિપુણ્યકને કહ્યું, “અરે ભાઈ! તું એટલું
Page #70
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]
મહાહનું વૈચિત્ર્ય. પણ જેત નથી કે આ તારે શરીરે હજારે વ્યાધિઓ છે તે સર્વ તારી પાસેના તુચ્છ ભજનના સંબંધથી થયેલા છે? તારી પાસે જે ભેજન છે તેને વધારે ખાવામાં આવે છે તેથી તારા સર્વ વ્યાધિઓ એકદમ વધી જાય તેમ છે, તેથી સારી બુદ્ધિવાળા પ્રાણુઓએ તેને એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. તારા ભેજન ઉપર તને અત્યારે પ્રેમ આવે છે અને તેને તું સારું ગણે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે, તને વસ્તુ અત્યારે ઉલટી સમજાય છે, તેથી તું એમ માને છે; પરંતુ જ્યારે મારા ભેજનને એક વાર બરાબર તત્વથી સ્વાદ લઈશ ત્યારે તને અટકાવવામાં આવશે તેપણ તારી પિતાની ઈચ્છાથી આ તારૂં કુજન તું તજી દઈશ. અમૃત પ્રાપ્ત કરીને પછી તે કેણ એ મૂર્ખ હોય કે જે ઝેર પીવાની ઇચ્છા કરે? વળી હું તને પૂછું છું કે તે મારે અંજનની શક્તિ અને પાણુંને મહિમા શું હમણુંજ જોયાં નથી? છતાં તને મારા વચન ઉપર પૂરો વિશ્વાસ કેમ નથી આવતો? તું એમ કહે છે કે તે ભેજન તે બહુ મહેનતે મેળવ્યું છે તેથી તારાથી તેને ત્યાગ કરી શકાય તેમ નથી તેના સંબંધમાં હું તને ખુલાસો કરું છું તે ધ્યાન રાખીને સાંભળ. એ ભેજનને મેળવવામાં બહુ ફ્લેશ થાય છે, એ પિતે લેશરૂપ છે અને એનાથી ભવિષ્યમાં પણ અનેક પ્રકારના કલેશ ઉત્પન્ન થાય છે તેટલા માટે જ તેને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. તે ત્યારપછી એમ કહ્યું કે “ભવિષ્યમાં તારો તેના ઉપર નિર્વાહ છે, તેથી તે તેને ત્યાગ કરી શકતો નથી તેને ખુલાસો પણ મનની શું છોડી દઈને સાંભળ. એ ભવિષ્યમાં અનેક દુઃખને નિર્વાહ કરે તેવું ભેજન છે, તેથી કદાચ તું માને છે તેમ તેના ઉપર તારે ભવિષ્યને આધાર હોય તોપણ દુઃખમાં ડૂબેલે તું તેને સર્વદા રાખી શકીશ? ( રાખી શકીશ નહિ). વળી તે કહ્યું કે “આ મારૂં સુંદર ભજન તને આપવામાં આવે છે તે કેવું છે તે તું જાણતો નથી તે બાબતમાં હું તને ખુલાસો કરું છું તે બરાબર ધ્યાન રાખીને વિશ્વાસ લાવીને સાંભળઃ તને કોઈ પણ જાતનો કલેશ ન થાય તેવી રીતે હમેશાં તારી જેટલી ઈચ્છા હશે તેટલું આ સુંદર ભજન હું તને આપ્યા કરીશ, માટે તું જરા પણ મુંઝવણ રાખ્યા સિવાય આ પરમાત્તને ગ્રહણ કર. આ સુંદર ભેજન તારાં સર્વ દરદને મૂળમાંથી
૧ ભરણપોષણ ૨ પોષણ, પ્રેરણું. ૩ અહીંથી બેંગોલ એશોઆટિક સાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૨૬ શરૂ
થાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ દર કરી નાખે તેવું છે અને ઉપરાંત શરીરને અને મનને સંતોષ આપે છે, પુષ્ટ કરે છે, બળ વધારે છે, શરીરને વર્ણ સુધારે છે અને વીર્યમાં વૃદ્ધિ કરે છે. એ ભોજન સારી રીતે ખાવાથી અનંત આનંદથી ભરપૂર થઈ અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરી જેવી રીતે અમારા રાજા સુસ્થિત મહારાજ સુખમાં રમણ કરે છે તેવી રીતે તેના જેવો તું પણ થઈ જઇશ, તેટલા માટે હે ભદ્ર! તું આગ્રહ તજી દઈને તારું ભજન જે અનેક રોગોનું કારણ છે તેને છેડી દે, તજી દે, મૂકી દે અને આ પરમ ઔષધ જેવું મહા આનંદનું કારણું સુંદર ભેજન લે, ગ્રહણ કર અને તેને ઉપયોગ કર.” ધર્મબંધકર મંત્રીએ આટલે લંબાણ ખુલાસો કર્યો તે સાંભળીને
નિપુણ્યકે જવાબ આપે “ભટ્ટારક મહારાજ ! મને શરત અને મારા ભેજન ઉપર એટલે બધે સ્નેહ છે કે તેનો સ્વીકાર. ત્યાગ કરવા માત્રથી તેના પ્રેમના ગાંડપણમાં હું મરી
જઈશ એમ મને લાગે છે, માટે મહારાજ ! આ ભજન મારી પાસે રહેવા દઈને આપ મને આપનું ભેજન આપો.” તેનો આ પ્રમાણે અત્યંત આગ્રહ જોઈને ધર્મબોધકરે મનમાં વિચાર કર્યો કે આ બિચારાને સમજણ આપવાનો હાલ તો બીજે કાંઈ ઉપાય નથી, માટે તે તેનું ખરાબ ભજન તેની પાસે ભલે રાખે અને આ આપણું ભેજન તેને આપીએ, પછી જ્યારે તેને આ સુંદર ભેજનને રસ લાગશે ત્યારે તે પોતાની મેળેજ પેલા ખરાબ ભોજનને ત્યાગ કરી દેશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને ધર્મબોધકર મંત્રીશ્વરે તેને કહ્યું, “ભાઈ ! તારું ભોજન તારી પાસે રહેવા દઈને આ સુંદર ભજન હાલ તું લે અને લઈને તેનું ભક્ષણ કર.” દરિદ્રીએ જવાબ આપ્યો “ભલે, તેમ કરીશ.” આ તેનો જવાબ સાંભળીને ધર્મબોધકરે તયાને સંજ્ઞા કરી એટલે તેણીએ દરિદ્રીને ભેજન આપ્યું. તે ભેજન દરિદ્વીએ તુરત ગ્રહણ કર્યું અને ત્યાં બેઠા, બેઠાજ તેનું ભક્ષણ કર્યું. આ ભજન કરવાથી તેની ક્ષુધા શાંત થઈ ગઈ, તેના શરીર ઉપર અનેક વ્યાધિઓ થયા હતા તે લગભગ નાશ પામવા જેવા થઈ ગયા. અગાઉ આંખમાં આંજન આંજવાથી અને પાણી પીવાથી જે સુખ તેને થયું હતું તેના કરતાં હજાર ગણું સુખ આ સુંદર ભેજન કરવાથી તે નિપુણ્યક દરિદ્રીને થયું. આ પ્રમાણે થવાથી તે દરિદ્રીને ધર્મબોધકર મંત્રી ઉપર ભક્તિ ઉત્પન્ન થઈ, તેના મનમાં જે શંકા હતી તે દૂર થઈ ગઈ અને તે હર્ષ પામીને બોલ્યો, “હું ભાગ્યહીન છું, સર્વે પ્રાણું કરતાં ઘણે અધમ છું અને આપના ઉપર
Page #72
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ].
શાંતિથી સમજાવટ.
૩૧
કઈ પ્રકારનો મેં ઉપકાર કર્યો નથી છતાં આપ મારા ઉપર આટલી બધી દયા દેખાડે છે તેથી તમારા સિવાય હે પ્રભે! મારે બીજે કેઈ નાથ નથી.” તેને આ પ્રમાણે બેલતો સાંભળીને ધર્મબંધકર મંત્રીશ્વર
બોલ્યા, “જે એ પ્રમાણે છે તે હું જે કહું તે થોડી ઔષધ સેવ- વાર અહીં બેસીને બરાબર સાંભળ અને સાંભળીને નને ઉપદેશ. તે પ્રમાણે આચરણ કર.” દરિદ્રી વિશ્વાસ લાવીને
ત્યાં બેઠે એટલે તેનું હિત કરવાની ઈચ્છાથી તેના મનને આનંદ પમાડે તેવા સુંદર શબ્દોમાં ધર્મબંધકર બોલ્યા, “તે કહ્યું કે તારે મારા સિવાય બીજો કોઈ નાથ નથી, પણ એવું તારે બલવું યેગ્ય નથી, કેમકે આપણા રાજાના રાજા મહા ઉત્તમ ભૂપાળ શ્રીસુસ્થિત મહારાજ તારા સ્વામી છે. એ મહારાજ સ્થાવર અને જંગમ સર્વ પ્રાણી અને પદાર્થોના નાથ છે, ધણી છે, સરદાર છે; અને તેમાં પણ આ રાજભુવનમાં જે પ્રાણીઓ રહે છે તેના તે તેઓશ્રી ખાસ કરીને નાથ છે. જે ભાગ્યશાળી પ્રાણીઓ એ મહારાજાનું દાસપણું સ્વીકારે છે તેઓની સાથે આખું ભુવન ચેડા કાળમાં દાસની જેમ વર્તે છે એટલે કે આ ભુવનના સર્વ લેકે તેના દાસ થઈ જાય છે. જે પ્રાણીઓ અત્યંત પાપી હોય છે અને ભવિષ્યમાં પણ જેનો ઉદય થવાનો સંભવ નથી તેઓ બાપડા આ મહારાજાનું નામ પણ જાણતા નથી. જે ભાવિભદ્ર મહાત્માઓ આ રાજભવનમાં દેખાય છે તેને પ્રથમ તો સ્વકમૅવિવર દ્વારપાળ અંદર પ્રવેશ કરાવે છે અને તેઓ કઈ પણ પ્રકારની શંકા વગર આ રાજાને વસ્તુતઃ સ્વીકારે છે. અંદર દાખલ થનારમાં કેઇ મુગ્ધ (મહને વશ પડેલા, સામાન્ય બુદ્ધિવાળા) હોય છે તેઓને અંદર પ્રવેશ કરાવ્યા પછી જ્યારે હું તેને બધી વાત કહું છું ત્યારે વિશેષ હકીકત તેઓ સમજે છે. આ પ્રમાણે હોવાથી તારે સદ્દભાગ્યને યોગે આ વિશાળ રાજમંદિરમાં જ્યારથી તારે પ્રવેશ થયો છે ત્યારથી આ સુસ્થિત મહારાજા તારા સ્વામી થયેલા છે. હવે તારે મારા વચનથી શુદ્ધ આત્માવડે
જ્યાં સુધી જીવ ત્યાંસુધી આ રાજાને તારા મહારાજા તરીકે-નાથ તરીકે સ્વીકારી લેવા. જેમ જેમ તું તેના ગુણેને ઉપભોગ કરતે જઇશ તેમ તેમ તારા શરીરમાં જે અનેક વ્યાધિઓ થયેલા છે તે નરમ પડતા જશે. તને જે રેગો થયેલા છે તેને ઘટાડવાને અને
૧ ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે તેવા ભાગ્યશાળી પ્રાણીઓ.
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૩ર
[ પ્રસ્તાવ ૧
તેના છેવટે સર્વથા નાશ કરવાના ઉપાય સદરહુ ત્રણે ઔષધોના વારંવાર ઉપયોગ કરવા એજ છે, તેથી હું ભાઇ! સર્વ પ્રકારના સંશયને છેડી દઇને આ રાજભુવનમાં નિરાંતે રહે અને દરેક વખતે વારંવાર અંજન, જળ અને અન્નના ઉપયાગ કર. એવી રીતે એ ત્રણે ઔષધના ઉપયોગ વારંવાર કરવાથી તારા સર્વ વ્યાધિઓ મૂળમાંથી નાશ પામી જશે અને તું એ મહારાજાની વિશેષ સેવા કરતાં કરતાં આખરે પાતે પણ નૃપાત્તમ (મહારાજા) થઇ જઇશ. આ તદ્યાને હું ભલામણ કરૂં છું, તે તને દરરોજ ત્રણે ઔષધો આપતી રહેશે. હવે મારે તને વધારે તા શું કહેવું? પણ તને ફરીવાર પુનરાવર્તન કરીને કહું છું કે તારે ત્રણે ઔષધના બરાબર ઉપયોગ નિરંતર કર્યાં કરવા.”
ધર્માધકર મંત્રીની ઉપરની વાત સાંભળીને દરિદ્રી ખુશી થઇ ગયા અને મનમાં વિચાર કરીને બોલ્યા, “સ્વામિન્ ! આપે આટલી બધી વાત કહી તેાપણુ હજુ હું મારૂં તુચ્છ ભેાજન તજી શકતા નથી, એ સિવાય મારે જે કરવાનું હોય તે આપ મને ઘણી ખુશીથી ફરમાવે.” દરિદ્રીને આવે વિચાર સાંભળીને ધર્મબેાધકર મંત્રીશ્વરને મનમાં વિચાર થવા લાગ્યો કે આને તેા ત્રણ ઔષધના ઉપયાગ કરવાની વાત કહેવામાં આવી તેના જવાબમાં આ શું મેલવા મંડી ગયા છે? પણ અરે! હવે સમજાય છે કે અત્યારે તેના મનમાં એવાજ વિચાર ચાલે છે કે હું હાલ તેની સાથે જે વાત કરૂં છું તેમાં મારા ઉદ્દેશ ગમે તેમ કરીને તેની પાસેથી તેના ખરામ ભેાજનને ત્યાગ કરાવવાના છે. આ વિચાર તે તુચ્છપણાને લીધે કરે છે. ક્લિષ્ટ ચિત્તવાળા પ્રાણીઓ આખા જગતને દુષ્ટ માને છે અને શુદ્ધ વિચારવાળા પ્રાણીઓ આખા જગતને પવિત્ર માને છે. આવી રીતે પેાતાના પ્રયત્નના ખેાટા અર્થ દરિદ્રીને કરતા જોઇ ધર્મબેાધકર જરા હસ્યા અને તેને કહ્યું, “ ભાઇ ! તું જરા પણ ગભરાઇશ નહિ. હું તારી પાસેથી તારૂં અન્ન હાલ છેડાવવા માગતા નથી, તારે ગભરાયા વગર તારા ભેાજનના ઉપયાગ કરવા. હું તને પહેલાં તે ખરાબ ભાજન તજી દેવાનું વારંવાર કહેતા હતા તે માત્ર તારૂં ભલું કરવાની ઇચ્છાથીજ કહેતા હતા, પણ હવે જ્યારે તને તે વાત પસંદ આવતી નથી તે હાલ હું એ બાબતમાં તદ્ન ચુપ રહીશ, પણ વારૂ, તારે શું કરવા
*
૧ મલિન, મેલવાળા.
દદ્રીના
આગ્રહ.
ઉપદેશકની ગંભીરતા.
Page #74
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] અંતરની ડામાડોળ સ્થિતિ. યોગ્ય છે તે સંબંધી મેં તને અગાઉ અહીં ઉપદેશ આપ્યો હતો તેને માંથી કાંઈ તે તારા હૃદયમાં ધારણ કર્યું છે કે નહિ ?” - દરિદ્રીએ કહ્યું-“આપે કહ્યું તેમાંની કઈ પણ હકીકત એ ધ્યાનમાં
રાખી નથી. માત્ર તમે તે વખતે કાનને પસંદ આવે ભિખારીની તેવું બેલતા હતા તે સાંભળીને હું મારા મનમાં કબુલાતો. રાજી થતો હતો. સજ્જન પુરુષોની વાણુને
આશય સમજાયું ન હોય તો પણ તે વાણું જાતેજ અતિ સુંદર લેવાથી મનુષ્યનાં ચિત્તને પ્રસન્ન કરે છે. બીજું
જ્યારે આપ બેલતા હતા ત્યારે મારી આંખે આપની સન્મુખ રહેતી હતી, પણ મારું મન બીજી જગાએ ભટકતું હતું, તેથી આપ જે બોલતા હતા તે એક કાનમાં પેસીને બીજે કાનેથી બહાર નીકળી જતું હતું. મારા મનની એવી તદ્દન ખરાબ સ્થિતિ થવાનું તે વખતે એક કારણ હતું. તે વખતે મને જે બીક લાગતી હતી તેનો હવે નાશ થઈ જવાથી તે વખતે એવી સ્થિતિ મારા મનની થઈ હતી તેનું જે કારણ હતું તે આપને કહેવામાં મને કોઈ વાંધો નથી. મારા મનની ચંચળ સ્થિતિનું કારણ આપ સાંભળે: આપે મારા ઉપર અત્યંત કરૂણા કરીને મને ભેજન આપવા માટે પ્રથમ બોલાવ્યો ત્યારે મારા મનમાં એમ થવા માંડ્યું કે આ માણસ ભેજન આપવાને
ન્હાને મને કઈ જગ પર લઇ જઇને મારું ભેજન લઈ જશે. આવા વિચારને વશ થઈને હું તે વખતે તદ્દન મુંઝાઈ ગયે હતો. આપે ત્યારપછી મારા ઉપર પ્રેમ લાવી મારી આંખમાં અંજન આંજી જ્યારે મને જાગ્રત કર્યો અને મારી મુંઝવણુ કાંઈક દૂર કરી ત્યારે અહીંથી કેવી રીતે જલદી નાસી જઉં એવો વિચાર કરવા લાગ્યો હતો. ત્યારપછી આપ સાહેબે જ્યારે જળ પાઈને મારા શરીરને શાંત કર્યું અને મારી સાથે વાતચીત કરી ત્યારે મને કાંઈક તમારે વિશ્વાસ આ. તે વખતે મેં વિચાર કર્યો કે જે પ્રાણી મારા ઉપર આટલો બધો ઉપકાર કરે છે અને જેની પાસે આટલી મોટી વિભૂતિ (દોલત) છે તે મારી પાસેથી મારા અન્નને ચેરી જનાર કે મૂકાવી દેનાર કેમ હોઈ શકે? ત્યારપછી જ્યારે આપે “આ (મારું ખરાબ ભોજન) છોડી દે અને આ (તારું સારું ભજન) ગ્રહણ કર” એમ કહ્યું ત્યારે વળી પાછું શું કરવું એવા વિચારની શૃંચમાં પડીને હું મુંઝાઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે તે પોતે તે મારું ભજન લઈ લેતા નથી, પણ મારી પાસેથી તેને ત્યાગ કરાવે છે; પણ મારાથી તો તેને ત્યાગ થઈ શકે તેમ નથી ત્યારે હવે તેમને ઉત્તર શું આપો? છેવટે મારું
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૧ ભોજન મારી પાસે રહે અને આપનું ભજન મને મળે એવી મેં આ પને વિજ્ઞપ્તિ કરી. આપે તે સ્વીકારી સુંદર ભજન મને આપવા હુકમ કર્યો અને તેને જ્યારે મેં સ્વાદ ચાખ્યો ત્યારે મને વિશેષ પ્રતીતિ થઈ કે આપ મારા ઉપર અત્યંત પ્રેમવાળા છો. તે વખતે વળી મને વિચાર થવા લાગ્યું કે “આપના કહેવાથી મારા ભેજનનો ત્યાગ કરી દઉં? પણ ના, જે હું તેને છોડી દઇશ તે તે ભજન પરની મૂર્છાથી આકુળ વ્યાકુળ થઈને હું જરૂર મરી જઇશ. આ ધર્મબોધકર વાત કરે છે તે તત્ત્વથી ખરેખરી છે, પણ હું તેને ત્યાગ કરી શકું તેમ નથી, અરે! આ તો મારે માથે મોટું ધર્મસંકટ આવી પડ્યું!” આવા આવા અનેક વિચારે મારા મનમાં થયા કરતા હતા, તેથી આપ તે વખતે જે બોલતા હતા તે જેમ ભરેલા ઘડા ઉપરથી પાણું ચાલ્યું જાય તેમ ઉપર ઉપરથી ચાલ્યું જતું હતું. આપ સાહેબે મારું મન જાણી લઈને મારા ભજનો ત્યાગ કરાવવામાં આવશે નહિ એમ ફરમાવ્યું ત્યારે કાંઈક સ્વસ્થતા થવાથી આપના કહેવાનો આશય મારા જાણવામાં સહજ આવ્યો છે. મારું ચિત્ત આવું અસ્થિર છે અને હું પાપી છું, તેથી મારે શું કરવું જોઈએ તે આપ સાહેબ હવે મને જશું કે જેથી આપની કહેલી હકીકત હું મારા મનમાં ધારણ કરું.” નિપુણ્યકની આ સર્વ હકીકત સાંભળીને “દયાના સમુદ્ર ધર્મ
બોધકરે પ્રથમ જે વાત ટુંકામાં સમજાવી હતી તે ઔષધના અધિ- પાછી ફરીવાર અતિ વિસ્તારથી સમજાવી. ત્યારકારીનું લક્ષણ. પછી પોતાનાં વિમળાલક અંજન, તત્વપ્રીતિકર
પાણી અને મહાકલ્યાણક અન્નની અને ખાસ કરીને સુસ્થિત મહારાજ સંબંધી અને તેના અનેક ગુણ સંબંધી હકીકતથી તેને અજાણે જાણીને તેને આ પ્રમાણે કહ્યું, “હે ભાઈ! મને મહારાજા સાહેબે અગાઉ હુકમ કર્યો છે કે તેનાં ત્રણે ઔષધો મારે યોગ્ય માણસોનેજ આપવાં. જો એ ત્રણે ઔષધ કેઈ અગ્યને આપવામાં આવશે તે તે ઉપકાર નહિ કરે એટલું જ નહિ, પણ ઉલટા અનેક પ્રકારના અને ઉત્પન્ન કરશે. અમારા મહારાજને આવો આદેશ સાંભળીને અમુક પ્રાણી પાત્ર છે કે નહિ તેને કેવી રીતે ઓળખ એવી મુશ્કેલીને મેં સવાલ પૂછયો હતો તેના જવાબમાં મહારાજાધિરાજે આ ઔષધને ગ્ય પ્રાણુનાં લક્ષણે બતાવ્યાં તે આ પ્રમાણેઃ
“જે રેગી પ્રાણીઓ આ ઔષધ લેવાને હજુ સુધી યોગ્ય થયા નથી તેને સ્વકર્મવિવર દ્વારપાળ આ રાજમંદિરમાં દાખલજ કરતો નથી. મેં સ્વકર્મવિવર દ્વારપાળને હુકમ આપી રાખે છે કે તેણે જે આ
Page #76
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] પ્રાણુઓના વિભાગો.
૩૫. ત્રણે ઔષધને યોગ્ય હોય તેવા પ્રાણીને જ રાજભુવનમાં દાખલ કરવા અને જેઓ એ ઔષધને યોગ્ય ન હોય તેને દાખલજ કરવા નહિ. તેમ છતાં કોઈ પ્રાણી આ મંદિરમાં દાખલ થઈ ગયેલ હોય, પણ જે ભારે મહેલ જોઈને આનંદ પામે નહિ તેના ઉપર મારી દષ્ટિ માટે ભાગે પડતી નથી, તેથી એવા પ્રાણીઓને કેઈ બીજા દ્વારપાળે ગમે તેમ કરીને અંદર દાખલ કરેલા છે એમ તારે તેઓનાં ચિહ્ન ઉપરથી સમજી લઈને તેઓને સંભાળથી ત્યાગ કરવો. જેઓ મારું મંદિર જેઈને પોતાનાં મનમાં આનંદ પામે છે-હર્ષમાં આવી જાય છે અને જેઓના આત્મા વિકસ્વર થાય છે તેવા રેગીઓનું ભવિષ્યમાં સારું થવાનું હોવાથી તેના ઉપર હું ખાસ કૃપાદૃષ્ટિ કરું છું. સ્વકર્મવિવારે જેને મંદિરમાં પ્રવેશ કરાવ્યું હોય અને જેના ઉપર મારી કપાદષ્ટિ પડતી હોય તે પ્રાણીઓ આ ત્રણે ઔષધને ગ્ય છે એમ તારે સમજવું. આ ત્રણે ઔષધો તે પ્રાણુઓની કસોટી કરનારાં છે. એ ઔષધ પ્રાણીઓને આપવાથી તેને તે પ્રાણી ઉપર કેવો ગુણ થાય છે તે જાણવા ઉપરથી તે આ મંદિરમાં રાખવા યોગ્ય છે કે નહિ તેની ખબર પડી આવે છે. આ ઔષધ ઉપર જે પ્રાણુઓનાં મનમાં પ્રેમ થાય અને તેને ઉપયોગ કરવાથી ગુણ કરનાર થાય અને તેમ થવામાં પ્રયાસ કરવો ન પડે તે પ્રાણીઓને સુસાધ્ય વિભાગના જીવો તારે સમજવા. જેઓ શરૂઆતમાં ઔષધોને ગ્રહણ કરે નહિ, પરંતુ જેઓને પ્રયાસ કરીને ઔષધો વાપરવા માટે સમજાવવામાં આવે અને જેઓ વખતના વહેવા સાથે ધીમે ધીમે ઔષધે વાપરે તે કછૂસાધ્ય વિભાગના પ્રાણીઓ છે એમ તારે સમજવું. જેઓને આ ઔષધ ઉપર જરા પણ પ્રેમ ન થાય, જેઓને ઔષધ આપવાની ગોઠવણુ કરવામાં આવે તે પડી ભાંગે અને જેઓ ઔષધ આપનાર ઉપર ઉલટા દ્વેષ કરે તેઓને અસાધ્ય વિભાગના પ્રાણુઓ સમજવા.”
આ પ્રમાણે અમારા મહારાજાધિરાજ સુસ્થિતરાજે મને સપ્રદાયથી કહી રાખ્યું છે તે ઉપરથી તું વચલા કુઅસાધ્ય વર્ગને પ્રાણુ છે એમ તારાં લક્ષણ ઉપરથી જણાય છે. બીજી પણ તને એક વાત કહું તે સાંભળઃ મારી આ ઔષધ કરવાની ક્રિયા જે અનંત શક્તિથી ભરપૂર છે અને જે સર્વ વ્યાધિઓનો નાશ કરે તેવી છે તે
૧ સહેલાઈથી સમજી શકે તેવા પ્રાણીઓ. ૨ અઠ્ઠમુશ્કેલી. પ્રયાસ કરવાથી મહેનતે સમજી શકે તે અસાધ્ય પ્રાણીઓ. ૩ ને સમજી શકે તેવા પ્રાણીઓ. ૪ ઘણા કાળથી ચાલતા આવેલા પ્રવાહથી, ઉત્તરોત્તર ઉતરી આવેલ હકીક્તથી,
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
૩૬
જે પ્રાણીએ અમારા મહારાજાને પોતાની આખી જીંદગી સુધી ખાસ કરીને ભાવથી રાજા તરીકે સ્વીકારે છે અને તે સંબંધમાં પેાતાના મનમાં કોઇ પણ પ્રકારની શંકા રાખતા નથી તેનેજ ગુણ કરે છે, ફાયદો કરે છે, લાભ કરે છે; તેથી તું અમારા મહારાજાને તારા નાથ તરીકે સ્વીકાર, કારણ કે મહાત્મા પુરૂષ ભાવપૂર્વક ભક્તિથીજ પેાતાના થાય છે. અનેક રોગી પ્રાણીઓ અગાઉ આ મહારાજાના નાથ તરીકે ભક્તિપૂર્વક સ્વીકાર કરીને આનંદ પામ્યા, રોગ રહિત થઇ ગયા અને પેાતાનું કામ સાધી ગયા તેના દાખલાએ મેાજુદ છે. તારા રોગે ઘણા આકરા છે, તારૂં મન તુચ્છ ભાજન ઉપર હજુ લાગેલું છે, તેથી મને એમ લાગે છે કે તારા સંબંધમાં અસાધારણ પ્રયત્ન કર્યા સિવાય તારા વ્યાધિએ નાશ પામી જશે નહિ. તેટલા માટે હે ભાઈ ! સાવધાન થઇ ચન્ન કરી તારૂં મન સ્થિર કરી આ વિશાળ રાજભુવનમાં રાજી ખુશીથી રહે અને આ મારી દીકરી તને વારંવાર ત્રણે ઔષધો આપ્યા કરે તે લઇને તારા આત્માનું આરોગ્ય કર.
..
ધર્મબાધકર મંત્રીશ્વરે આટલી વિગતથી જે લખાણ વાત કહી તે તેણે ખરાખર સ્વીકારી લીધી અને મંત્રીશ્વરે પેતાની દીકરી તદ્યાને તેની પરિચારિકા બનાવી. નિપુણ્યકે પેાતાના ભિક્ષા માગવાના પાત્રને એક સ્થાનકે હમેશને માટે મૂકી દીધું અને તેની પાલના– જાળવણી કરતાં તેને કેટલાક કાળ એ પ્રમાણેની સ્થિતિમાં ત્યાં નીકળી ગયા. તદ્યા—મંત્રીશ્વરની દીકરી તેને રાત દિવસ ત્રણે ઔષધો આપ્યા કરે છે, પરંતુ આ નિપુણ્યકને પેાતાના કુભાજન ઉપર હજી આસક્તિ ઘણી છે, તેથી તેના ઉપર જોઇએ તેટલેા પ્રેમ થતે નથી. માહથી પાતાની પાસેનું તુચ્છ ભેાજન તે વધારે ખાતા હતા અને તદ્યાએ આપેલ બાજન બહુ થોડું ખાતા હતા, તઢ્યા તેને સંભારી આપે ત્યારે કોઇ વખત જરા અંજન આંખમાં આંજતા હતા અને તીર્થજળ પણ તદ્યા વારંવાર કહે ત્યારે કોઇ વખત જરા પીતા હતા. તદ્યા અને હોંશથી મહાકલ્યાણક ભાજન અહુ સારી રીતે આપતી હતી. ત્યારે તેમાંનું જરા ખાઇને બાકીનું અન્ન તે પાતાના ભિક્ષાપાત્રમાં નાખી દેતા હતા. તેના તુચ્છ ભેાજનની સાથે આ સુંદર ભેાજન મળવાથી તેના અન્નમાં નિરંતર વધારો થયા કરતા હતા અને તેથી તેનું અન્ન દરરોજ રાત દિવસ ખાધા કરે તાપણુ પૂરું થતું નહતું. ૧ તંદુરસ્તી. અત્ર આત્મિક આરેાગ્ય કરવાનું છે તે ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. ૨ સેવા કરનારી, ચાકર દાસી.
અલ્પ સ્વીકારને! મેટા લાભ.
Page #78
--------------------------------------------------------------------------
________________
હાથ
પીઠબંધ] રાગીનાં રાગ અને રેગ. પિતાના ભેજનમાં આવી રીતે વધારે થતે જોઈને તે મનમાં બહુ રાજી થતો હતો, પણ તેના પ્રતાપથી અને શા કારણથી પિતાના - જનમાં વધારે થાય છે તેનું કારણ તે કદિ વિચાર નહોતે. પિતાના ભજનમાં આસક્ત થયેલે નિપુણ્યક સુંદર ભેજન તરફ ઓછા ઓછા આદરવાળો થતે જતે હતો અને પોતે કાંઈક સમજતો હતો છતાં જાણે તદ્દન અજાણ્યો હોય તેમ સાંસારિક મોહમાં કાળ ગાળતે હતો. પિતાનું તુછ ભજન તે રાત દિવસ ખાતે લેવાથી શરીરે હષ્ટપુષ્ટ
તે ગયે, પણ ત્રણે ઔષધે આદર વગર માત્ર જરા જરા કઈ વખત વાપરતો હતો તેથી તેના વ્યાધિઓનો સમૂળ નાશ થયો નહિ. એટલું મહાકલ્યાણક અન્ન તે થોડું થોડું લેતે હવે તેનાથી પણ તેને ફાયદો તે ઘણે થયો અને તેના વ્યાધિઓ તેથી ઓછા તે થતા ગયા, પણ વસ્તુસ્વરૂપનું બરાબર ભાન ન હોવાને લીધે અને અપથ્ય ભજનનું જોર વધારે હોવાને લીધે તેના શરીર ઉપર કુજનને વિકાર વારંવાર દેખાતો હતઃ અપથ્ય ભજનના વિશેષ ઉપયોગથી કઈ વાર તેને શૂળ નીકળતું હતું, કઈ વખત શરીરે દાહ થઈ આવતો હતું, કઈ વાર તેને મુંઝવણ થઈ આવતી હતી, કેઈ વખત તાવ આવી જતું હતું, કેઈ વાર શરદી થઈ આવતી હતી, કેઈ વાર જડપણું જણાતું હતું, કઈ વાર છાતીમાં અને પડખાંમાં વેદના થઈ આવતી હતી, કેઈ વાર ઉન્માદની પીડા થઈ આવતી હતી અને કઈ વાર શરીરને પથ્ય વસ્તુ ઉપર “અરૂચિ થઈ આવતી હતી. આવી રીતે એ સર્વ રેગો તેના શરીરમાં વિકાર ઉત્પન્ન કરીને કઈ કઈ વાર તેને ત્રાસ આપતા હતા. આવી રીતે વ્યાધિઓની પીડાથી ઘેરાયેલા અને રડતા નિપુ
યકને એક વખત દયાળુ તયાએ જે અને તેના વસ્તુવિચારણું સંબંધમાં વિચાર કરીને તે બેલી, “ભાઈ ! પિતાજીએ તા સ્થિરીકરણ. તને પ્રથમથી જ કહ્યું છે કે તારા શરીરે આ સર્વ
વ્યાધિઓ છે તે ખરાબ ભેજન ઉપર તને પ્રીતિ છે તેને લઈને જ છે. અમે આ તારી સર્વ હકીકત જોઈએ છીએ, સમજીએ છીએ, પણ તને આકુળતા ન થાય તેટલા સારૂ તને તારા ખરાબ ભોજનનું ભક્ષણ કરવાથી વારતા નથી. આ સુંદર ત્રણે ઔષધો
૧ બન્ને બાજુનાં પડખાંમાં ચસકા આવે તેને શૂળ કહે છે. ૨ મૂછ આવી જાય તેને હીસ્ટીરીઆને વ્યાધિ કહે છે. ૩ જડપણું. જાચ. એનાથી સુસ્તી જણાય છે, કાર્ય પર અરૂચિ થાય છે.
૪ સનેપાત જેવું ગાંડાપણું. ૫ મંદવાડમાં શરીરને લાભ કરે તેવા ભજન ઉપર અરચિ-અનિચ્છા થવી એ બહુ સાધારણ છે. માંદાને અપચ ઉપરજ બધા રૂચિ થાય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ જે મહા શાંતિ કરનાર છે તેના ઉપર તારી શિથિલતા છે! અને આ સર્વ પ્રકારના સંતાપને કરનારા ભેજન ઉપર તારી રૂચિ છે! ખરેખર તારી સ્થિતિ ઘણી વિચિત્ર છે. તું અત્યારે રડે છે, પણ તને શાંતિ આપે તેવી બાબત કે અત્યારે તે વિદ્યમાન જણાતી નથી. બીજી એમ પણ વાત છે કે જેને અપથ્ય ઉપર બહુ પ્રેમ હોય છે તેને ઔષધ લાગુ પડી શકતાં નથી. હું તારી પરિચારિકા હોવાથી મને પણ આ બાબતમાં અપવાદ આવે છે. હું તને આટલી વાત સમજાવું છું, પણ તેને સારું કરવાની હાલ મારામાં શક્તિ નથી.” ( આ પ્રમાણે તયાની વાત સાંભળીને નિપુણ્યક બે, “તેમજ હોય તે તમારે મને હવેથી તુચ્છ ભોજનને ઉપયોગ કરતાં વારંવાર વાર્યા કરે, કારણ કે એ ભજન કરવાની મને એટલી બધી પ્રેમપૂર્વક ઈચ્છા રહ્યા કરે છે કે મારી પિતાની મેળે તેને ત્યાગ કરવાનો ઉત્સાહ મારામાં આવે એમ મને લાગતું નથી. તમારા પ્રભાવથી એ ખરાબ ભજનને થોડો થોડે ત્યાગ કરતાં સર્વને ત્યાગ કરવાની શક્તિ પણ મારામાં આવશે.” તયાએ હર્ષના આવેશમાં આવી જઈને કહ્યું કે “શાબાસ છે, શાબાસ છે! તારા જેવાને એ પ્રમાણે કરવું તે યોગ્ય જ છે.” આ પ્રમાણે કહીને પછી તેને વધારે ખરાબ ભેજન લેતાં વારંવાર તે વારવા લાગી. આવી રીતે વારંવાર કહેવાથી તે અપથ્ય ભજનને છેડે થોડે ત્યાગ પણ કરવા લાગે, તેમ તેમ તેના વ્યાધિઓ ઓછા પણ થવા લાગ્યા, વિશેષ પીડા થતી હતી તે અટકતી ગઈ અને ઔષધો શરીર પર અસર કરવા લાગ્યાં.
જ્યારે તયા નજીકમાં હોય ત્યારે નિપુણ્યક સુંદર ભેજન કરે અને અપથ્ય ભેજન થોડું લે, તેથી વ્યાધિઓ ઓછા થાય, પરંતુ તે જરા દૂર જાય એટલે હજુ તેનામાં અપથ્ય ભેજન ઉપર લેપટપણું ઘણું હોવાથી તે ખાવા મંડી જાય અને ઔષધે જરા પણ લે નહિ, તેથી વળી પાછા અજીર્ણવિકાર થઈ આવે.
ધર્મબંધકારે પોતાની દીકરી તયાને આખા લેકના પાલક તરીકે
અગાઉથી નીમેલી હતી, તેથી તેને તે અનંત લેકની તયાના અનેક
નક સંભાળ રાખવાના કામમાં રોકાઈ રહેવાનું હતું, તેને વ્યવસાયનું
લઈને તે આ નિપુણ્યક પાસે તો કઈ કઈ વાર પરિણામ.
આવી શકતી એટલે બાકીનો બધો વખત તે તદ્દન છૂટ રહેતું હતું. એવા વખતમાં અપથ્ય ભેજન ખાવાથી તેને કઈ
૧ ઠપકો, લોકમાં અપ્રિયપણું
Page #80
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]. સબુદ્ધિ-બીજી પરિચારિકા. વારતું નહિ, તેને લીધે વ્યાધિ સંબંધી વિકારે પાછા ઉદભવી નીકળતા હતા, જેથી પાછું એ ભગવાન એના એ-એના જેવું થઈ જતું હતું. એ તે પછી તેજ ખાડા અને તેજ મેંઢાંવાળી વાત થતી હતી.'
આવી રીતે વ્યાધિઓથી તેને પીડ પામતે ધર્મબોધકરે એક વખત જો. તે વખતે ધર્મબોધકરે તેને આ પ્રમાણે હજુ પણ પીડા પામવાનું કારણ પૂછયું. એ સવાલના જવાબમાં નિપુણ્યકે પિતાની સર્વ હકીકત તેને જણાવી અને પછી કહ્યું, “સાહેબ! આપની દીકરી તયા મારી પાસે દરરોજ રહી શકતી નથી અને તેની ગેરહાજરીમાં આ મારા વ્યાધિઓ બહુ વધી જાય છે, તેટલા માટે પ્રભુ! આપ મારે માટે પ્રયાસ કરીને કોઈ એવી ગોઠવણ કરે કે મને સ્વપ્રમાં પણ જરાએ પીડા થાય નહિ.”
ધર્મબેધકાર મંત્રીશ્વરે જણાવ્યું, “ભાઈ! તને શરીરે વારંવાર પીડા થઈ આવે છે તેનું કારણ અપથ્ય ભોજનનું સેવન છે. આ તદ્દયાને ઘણું કામ સોંપેલાં હોવાથી તે તે આખે વખત કામમાં અને કામમાં વ્યાકુળ રહે છે, તેથી તેને અપથ્ય સેવતાં વારંવાર વારે એવી કઈ સ્ત્રી હોય તે તેને તારી પરિચારિકા નીમી આપું. તું તારા આ ત્માને હિત શું કરવાથી થાય છે તે જાણતો નથી, પથ્ય ભોજન કરવાથી દૂર નાસતે ફરે છે અને તારું તુછ ભોજન કરવામાં નિરંતર પ્રેમ રાખ્યા કરે છે, તેથી મારે તારા સંબંધમાં શું કરવું?” નિપુણ્યક ધમેધકરનાં આવાં વચન સાંભળી ઉત્તરમાં બોલ્યો, “પ્રભુ ! આપ આવું હવે કદિ બેલશે નહિ. આપને હુકમ હવે કદિ ઉલ્લંઘીશ નહિ, ફેરવીશ નહિ, આપની આજ્ઞા બરાબર માન્ય કરીશ.” નિપુણ્યનું ભલું થાય તેના ખ્યાલમાં છેડે વખત ધર્મબોધ
કરે તેની વાત સાંભળ્યા પછી વિચાર કર્યો અને પછી સબુદ્ધિને તેઓ બોલ્યા, “એક સદ્બુદ્ધિ નામની મારા હુકપરિચારિકા૫૬. મમાં રહેનારી છોકરી છે તેને બીજું બહુ કામ નથી,
મારે વિચાર તેને તારી પરિચારિકા (દાસી) બનાવવાને છે. તે મારી બાલિકા તારી પાસે નિરંતર રહેશે અને તને પથ્ય
૧ સાંજે ગોવાળ બૂમ મારે તો બકરાં એકઠાં થઈ જાય છે, પણ મેંઢાં ચાલ્યાં આવતાં નથી; પણ મેંઢાંની ખાસીઅત એવી હોય છે કે તે દરરોજ અમુક ખાડામાંજ બેસે છે અને સાંજે ગોવાળ તેને હાંકી લેવા ત્યાંજ જાય છે. મતલબ એ છે કે તેજ ખાડા તરક મંઢાં જાય છે. જેવા–તેવા એ રીતે આ અર્થ જોડવાનો છે.
૨ આ સદ્દબુદ્ધિ તે Conscience છે. એના પર બરાબર ખ્યાલ કરવો. ૩ નેકર, હાજરીમાં રહેનાર, પાસે રહેનાર, a female attendant,
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ છે
હિત કરનાર શું અને અપથ્ય શું છે તેનો વિચાર બતાવશે. આવી સારી દાસી હું તને આપું છું તેથી હવે તારે તારા મનમાં જરા પણ ગભરાવું નહિ, પરંતુ તે ઘણું જાણકાર હોવાથી તેનાથી ઉલટી રીતે ચાલનાર અને આદર વગરના પ્રાણી ઉપર જરા પણ ઉપકાર કરતી નથી, તેથી જે તને સુખ મેળવવાની ઈચ્છા હોય અને દુઃખથી તને ભય ઉત્પન્ન થયેલ હોય તે તે જે કહે તે પ્રમાણે તે દરરોજ કરજે, એ પ્રમાણે હું તને ખાસ હુકમ કરું છું, ભલામણ કરું છું અને તેને ભાર દઈને કહું છું કે તારે તેના કહેવા પ્રમાણે જ કરવું. તેને જે ૫સંદ ન આવે તે મને પણ પસંદ નથીજ એમ તારે સમજી લેવું. તયાને અનેક જગાએ કામ હોય છે તોપણ વચ્ચે વચ્ચે કઈ કઈ વાર તે પણ તારી પાસે આવી જઈને તને જાગ્રત રાખ્યા કરશે. માત્ર તારું હિત કરવાની બુદ્ધિથી અમે તને ટુંકામાં સારભૂત વાત કહીએ છીએ કે જે તારે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે સદ્દબુદ્ધિને રાજી રાખવા માટે તારાથી બની શકે તેટલે પ્રયન તું કર્યા કરજે. જે મૂર્ખ પ્રાણીઓ સારી રીતે આરાધના-સેવા કરીને સદ્દબુદ્ધિને પ્રસન્ન કરતા નથી તેના ઉપર આપણું મહારાજા, હું પિતે કે આ મંદિરમાં રહેનાર બીજું કઈ પ્રસન્ન થતું નથી. જેના ઉપર તે સબુદ્ધિની અવકૃપા થાય છે તે પ્રાણીઓ દુ:ખ ભોગવવાને લાયક ગણાય છે. એના પ્રસાદ સિવાય લેકમાં સુખ આપનાર બીજું કોઈ પણ કારણ નથી. મારી જેવા તે તારાથી છેટા રહેનારા હેય છે, પણ આ બુદ્ધિ તો દરરેજ આ વખત તારી પાસે જ રહેશે, માટે તારા પોતાના સુખ માટે તારે તેની આરાધના કરવી સર્વ રીતે ઉચિત છે.” નિપુણ્યકે આ બાબતમાં સંમતિ આપવાથી ધર્મબંધકરે સદ્દબુદ્ધિને તેની પરિચારિકા બનાવી અને ત્યારથી ધર્મબોધકર નિપુણ્યકના સંબંધમાં નિશ્ચિત થયા. હવે થોડા દિવસ સદબુદ્ધિ પેલા દ્રમકની પાસે રહી તેટલા વખતમાં
તેના સંબંધમાં જે બન્યું તે ખાસ જાણવા લાયક સબુદ્ધિનું હોવાથી અહીં કહેવામાં આવે છે તે સાંભળો. અત્યાર પરિણામ. સુધી તે દરિદ્રી બહુ રાગપૂર્વક તુછ બેજન ઘણું
ખાતો હતો છતાં ધરાતો નહિ તેટલું બધું તુચ્છ ભોજન હવે તે ખાતો નહિ અને તેના સંબંધની ચિંતા પણ જે તેને બા રહેતી હતી તે હવે નાશ પામી હતી. ઘણું કાળથી તેને ટેવ પડી ગઈ હતી તેથી કઇ કઇ વાર હજુ પણ તુચછ ભોજન કરતું હતું, પરંતુ તે તૃપ્તિ પૂરતું જ કરતો હતો, અને તે પણ બહુ કૃદ્ધિઆસતિથી કરતો નહોતે, તેથી તેના મનની શાંતિને નાશ થતો નહતો.
Page #82
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] આંતર વિચારણા.
૪૧ અત્યાર સુધી બહુ આગ્રહ કરવામાં આવે ત્યારે ત્રણે ઔષધોનો ઉપયોગ તે કરતો હતો તેને બદલે હવે તે પોતાની મેળે રાજીખુશીથી ત્રણે ઔષધે વાપરવા લાગ્યો અને તે લેવામાં તેને હોશ પણ વધારે વધારે થવા લાગી. પોતાની જાતને નુકશાન કરે તેવા અપથ્ય ભોજન ઉપર તેની પ્રીતિ ઓછી થવાને લીધે અને પોતાની જાતને લાભ કરે તેવી ત્રણે વસ્તુઓ ઉપર તેની પ્રીતિ વધવાને લીધે તેને જે લાભ થયો તે હવે કહેવામાં આવે છે. અગાઉ જે વ્યાધિઓનાં નામ ગ|વ્યાં હતાં તે હવે તેના શરીરને પીડા કરતા નહોતા અને કાંઈ કાંઈ નરમ પણ પડવા લાગ્યા હતા. તેને કદાચ કોઈ વખત સહજ પીડા થઈ આવતી તે તે પણ થોડા વખતમાં ઓછી થઈ જતી અને આખરે મટી જતી હતી. એ દરિદ્રીને હવે ખરા સુખને રસ કેવો છે તેનો સ્વાદ આવવા લાગે, તેનું ભયંકર રૂપ હતું તે દૂર થતું ગયું અને તેનામાં શાંતિ આવી ગયેલી હોવાથી તેના મુખ ઉપર સંતોષ પણ બહુ દેખાવા લાગ્યું. એક દિવસ એકાન્તમાં રહેલે તે પિતાના મનમાં અત્યંત રાજી
થઈને નિરાકુળપણે સદ્બુદ્ધિ સાથે વાત કરવા લાગ્યો, સદબુદ્ધિ સા. “ભદ્ર! મારા શરીરમાં આ શું બધું નવાઈ જેવું થે વાતચીત. લાગે છે! તું જો તો ખરી, અત્યાર સુધી જે શરીર
સર્વ દુઃખથી ભરપૂર હતું તેજ શરીર હવે સુખથી ભરપૂર થઈ ગયું જણાય છે.”
સદબુદ્ધિએ જવાબ આપ્યો, “ભાઈ! સારી રીતે પથ્ય સેવવાથી અને તારા શરીરને નુકશાન કરનાર વસ્તુ ઉપરના રાગને દૂર કરવાથી એ સવે લાભ થાય છે. લાંબા વખતની ટેવથી ખરાબ ભજન કદાચ કઈ વાર તું કરે છે ખરે, પણ તે વખતે હું નજીકમાં હોવાથી તેને તેમ કરતાં બહુ શરમ આવે છે. એ ખરાબ ભેજનનો ઉપયોગ
જ્યારે શરમ સાથે કરવામાં આવે છે ત્યારે તેની અસર નહિ જેવી થઈ જાય છે, ઉપરાંત તેના ઉપર તિરસ્કાર હોવાથી–ગૃદ્ધિ નહિ હોવાથી વારંવાર તે ખાવાની ઈચછા પણ થયા કરતી નથી. આવા પ્રકારની વૃત્તિ થઈ ગયા પછી તેવું ખરાબ ભજન કદાચ થોડું ખાઈ લીધું હોય છે તેથી શરીરે વ્યાધિઓને વધારનાર તે થઈ જતું નથી. તારા, મનમાં આનંદ અને સુખ થાય છે તે આ કારણુથી થયેલ છે.”
નિપુણ્યકે કહ્યું, “જે એમજ હોય તે તે ખરાબ ભોજનને હું
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ સર્વથા ત્યાગ કરી દઉં કે જેથી મને ઊંચા પ્રકારનું સુખ સારી રીતે પ્રાપ્ત થાય.” સદ્દબુદ્ધિએ જવાબમાં કહ્યું, “વાત તે તદન યોગ્ય છે, પરંતુ
તેને ત્યાગ બરાબર વિચાર કરીને કરજે, કારણ કે સર્વથા ત્યાગને તજ્યા પછી તેના ઉપરના પૂર્વ પ્રેમને લઈને અગાઅંગે સાવચેતી. ઉના જેવી આકુળ વ્યાકુળતા તને થવી ન જોઈએ.
એક વાર એનો ત્યાગ કર્યા પછી વળી ફરીવાર તેના ઉપર સ્નેહ થઈ આવે તેના કરતાં તો ત્યાગ ન કરવો એજ વધારે ઠીક ગણાય, કારણ કે એ તુચ્છ ભેજન ઉપર સેહ રાખવાથી વ્યાધિઓ બહુ વધી જાય છે. ખરાબ ભેજન થોડું થોડું કરવાથી અને ત્રણે ઔષધને વધારે વધારે ઉપયોગ કરવાથી તારા વ્યાધિઓ નરમ પડ્યા છે અને તને શાંતિ થયેલી છે તેટલું થવું પણ અત્યંત દુર્લભ છે. એક વાર સર્વથા ત્યાગ કર્યા પછી તેવા તુચ્છ ભજનની ઈચ્છા કરનારા તે મહામહના પ્રતાપથી વ્યાધિઓની લાઘવતા' પણ જલદી મેળવી શકતા નથી. આ બાબતને સારી રીતે વિચાર કરીને મનમાં જે ખરેખર ત્યાગ કરવા ગ્ય ભાસે તેજ ઉત્તમ મનુષ્યોએ તેને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે.” સદબુદ્ધિને આવો જવાબ સાંભળીને તેનું મન જરા ગભરાટમાં
પડી ગયું તેથી શું કરવું? તેને બરાબર નિશ્ચય તે સર્વથા ત્યાગ કરી શક્યો નહિ. ત્યારપછી એક દિવસ એમ બન્યું ને નિશ્ચય. કે મહાકલ્યાણક ભેજન ખૂબ સારી રીતે ખાધા પછી
લીલામાત્રથી તેણે ખરાબ ભેજન જરા લીધું. તે વખતે સુંદર ભેજન ખાવાથી તે ધરાઈ ગયેલ હોવાને લીધે અને સબુદ્ધિ તેની પાસે હોવાને લીધે સુંદર ભજનના ગુણે તેના મન ઉપર બહુ અસર કરવા લાગ્યા, તેથી તે વિચાર કરવા લાગ્ય-આ મારૂં પિતાનું તુછ ભજન છે તે અત્યંત ખરાબ થઈ ગયેલું, શરમ ઉપજાવે તેવું, મેલથી ભરેલું, કંટાળે ઉપજાવે તેવું, ખરાબ રસવાળું, નિંદવા ગ્ય અને સર્વ દેષોનું સ્થાન છે. આવું હું જાણું છું છતાં તેના ઉપરને મેહ હજુ નાશ કેમ પામતો નથી? મને એમ લાગે છે કે એને સર્વથા ત્યાગ કર્યા વગર મને સંપૂર્ણ સુખ કદિ મળશે નહિ. હું એને ત્યાગ કરી દઉં અને અત્યાર સુધીના તેના પરના રાગથી કદાચ પાછો હું તેને ત્યારપછી યાદ પણ કરૂં તે તે પણ દુઃખનું કારણ છે
૧ ઓછાશ.
Page #84
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] વિચારણું અને પ્રકાર.
૪૩ એમ સદબુદ્ધિએ મને કહ્યું છે અને જે તેને એકદમ ત્યાગ નથી કરતો તે દુઃખના દરિયામાં હું હમેશાં પડ્યાંજ રહું છું; ત્યારે મારે શું કરવું? હું તદ્દન શક્તિ વગરને નિર્ભાગી છું. અથવા તો મોહને લીધે આવા સંકલ્પ મને થયા કરે છે; પણ તેમ કરવાની જરૂર શું છે? હું તે આ ભજનનો સર્વથા ત્યાગ કરી દઉં, પછી જે થવાનું હશે તે થશે! અને વાસ્તવિક રીતે એમાં બીજું થવાનું પણ શું છે? ત્યાગ કર્યા પછી તુચ્છ ભજનનું મને નામ પણ યાદ આવશે નહિ. રાજ્ય પ્રાપ્ત થયા પછી પોતાનું અગાઉનું ચંડાળપણું તે કેણ યાદ કરે?” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેણે સદ્દબુદ્ધિને કહ્યું, “આ મારું ભજન ભરવાનું વાસણ લે અને તેમાંથી ખરાબ ભજન ફેંકી દઈને તેને જોઈને સાફ કરી આપ.” બુદ્ધિએ તેને જવાબમાં કહ્યું, “આ બાબતમાં તારે ધર્મબોધકરને પૂછવું વધારે સારું છે. સારી રીતે વિચાર કરીને કરેલાં કામમાં પાછળથી ફેરફાર કરવો પડતો નથી.”
નિપુણ્યક-સપુણ્યક, પછી તે પ્રમક પિતાની સાથે રાબુદ્ધિને લઈને ધર્મબેધકરની
પાસે ગયો અને ત્યાં જઈને તેની પાસે પિતાની સર્વ દઢ નિશ્ચય હકીકત કહી સંભળાવી. ધર્મબોધકરે કહ્યું, “તે ત્યાગ-આનંદ, બહુ સારે વિચાર કર્યો છે અને વાત બહુ સારી છે.
માત્ર જે કરવું તે ચોક્કસ નિશ્ચય કરીને કરવું કે જેથી ભવિષ્યમાં કઈ પણ દિવસ લેકમાં હસીને પાત્ર થવાનો વખત આવે નહિ.” દરિદ્રીએ જવાબ આપે, “ નાથ ! વારંવાર તેને તેજ વાત મને શા માટે કહ્યા કરે છે? મારે હવે એ બાબતમાં એટલે નિશ્ચય થઈ ગયો છે કે કુભોજન ખાવા તરફ મારું મન જરા પણ જતું નથી. તેને આ જવાબ સાંભળીને વિચક્ષણ ધર્મબોધકરે બીજા ડાહ્યા માણસો સાથે વિચાર કરી તે કમકની પાસે ઠીકરાનું વાસણ હતું તે તાવી દીધું, તેને ચોખા પાણુ વડે સારી રીતે સાફ કર્યું અને તેમાં મહાકલ્યાણક ભેજન સારી રીતે ભર્યું. પેલા દ્રમકને તેમાં પ્રમોદ થવાથી તે દિવસથી જ તેમાં વધારો થવા માંડ્યો. આ પ્રમાણે થવાથી ધર્મબોધકર બહુ રાજી થયા, તયા હરખધેલી થઈ ગઈ, સદબુદ્ધિના આનંદમાં ઘણું વધારે થયો અને આખું રાજમંદિર ખુશી ખુશી થઈ ગયું. તે વખતે લેકે આ પ્રમાણે બોલવા લાગ્યા.-“આ નિપુણ્યક જેના ઉપર સુસ્થિત મહારાજાની કૃપાદ્રષ્ટિ થઈ હતી, જે ધર્મબોધકરને પ્રિય હતો, જેનું તયા લાલનપાલન
Page #85
--------------------------------------------------------------------------
________________
४४
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ કરતી હતી, જે બુદ્ધિથી દરરોજ અધિષિત હતો અને છેડે થે અપથ્ય ભોજનને જે ત્યાગ કર્યા કરતો હતો તે ત્રણ ઔષધના સેવનથી અત્યારે અનેક વ્યાધિઓથી રહિત જેવો થઈ ગયો છે અને તેથી હવે તે નિપુણ્યક નથી, પણ પુણ્યક છે.” ત્યારપછીથી લોકે તેને નિપુણ્યકને બદલે સપુણ્યકના નામથી ઓળખવા લાગ્યા. પુણ્ય વગરના પ્રાણુઓને આવી અનુકૂળતાઓ અને સગવડે ક્યાંથી મળી શકે? જે જન્મથી દરિદ્રી અને ઓછા નશીબવાળે હેય છે તે ચકવતીપણાને યોગ્ય જ નથી.
ત્યારપછી તે સપુણ્યક સબુદ્ધિ અને તયાની સાથે રાજમ
દિરમાં રહેવા લાગ્યો. ત્યારથી તેની જે સ્થિતિ બની રાજમંદિરમાં તે હવે કહીએ છીએ. તે શરીરને નુકશાન કરે તેવું સપુણ્યકસ્થિતિઅપથ્ય ભૂજન કરતો નહિ હોવાથી તેના શરીરે
પ્રગટપણે મટી પીડા ઘણું ખરું તો થતી જ નહોતી અને કદાચ પૂર્વના દેષથી સહજ પીડા થઈ આવતી તે તે બહ
ડી અને થોડા વખત સુધી રહે તેવી થતી હતી. એને હવે કઈ પ્રકારની ઈચ્છાઓ રહેલી ન હોવાથી તે લોકવ્યાપારનો વિચાર પણ કરતે નહિ અને અત્યંત આનંદમાં આવીને પૂણે હોંશથી વિમળાલેક અંજન પિતાની આંખમાં વારંવાર આંજતો હતું, જરા પણ થાક્યા વગર તવપ્રીતિકર પાણું દરરેજ પીતા હતા અને પેલું સુંદર મહાકલ્યામુક ભેજન દરરેજ સારી રીતે ખાતો હતો. આ અંજન, જળ અને ભજનના ઉપયોગથી દરેક મિનિટે તેના બળમાં વધારે થવા લાગે, સુખમાં વધારે થવા લાગ્ય, શાંતિમાં વૃદ્ધિ થવા લાગી, તેમજ રૂપમાં, શક્તિમાં, પ્રસન્નપણામાં તેમજ બુદ્ધિની અને ઇંદ્રિયોની પટુતામાં ઘણો વધારો થવા લાગ્યું. તેના શરીરમાં રેગ બહુ હોવાને લીધે હજા સુધી તેને તદન આરામ યે નહોતે, છતાં તેના શરીર પર ઘણે મોટો ફેરફાર થયેલું દેખાતું હતું. અત્યાર સુધી જે ભૂત પ્રેત જે અત્યંત ભયંકર અને કદરૂપ લાગતો હતો અને તેને તેના સામું જેવું પણ ગમતું નહોતું તે હવે મનુષ્યને સુંદર આકાર ધારણ કરનાર થઇ ગયો હતો. અગાઉ દરિદ્રીપણામાં તુચ્છતા, અધેર્ય, લોલુપતા, શેક, મોહ, ભ્રમ વિગેરે હલકા ભાવે તેનામાં બહુ હતા તે ત્રણ ઔષધના આસેવનથી લગભગ નાશ પામવા જેવા થઈ ગયા અને તે તેને જરા પણ પીડા કરતા ન હોવાથી તે નિરંતર આનંદી મનવાળે થઈ ગયે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૫
પીઠબંધ] અભિમાન અને નિરાદર.
ઓધાન નિર્ણય કથાની ઉત્પત્તિનો પ્રસંગ એક દિવસ અત્યંત આનંદમાં આવી જઈને સદ્બુદ્ધિને તેણે
પૂછયું, “ભદ્ર! આ સુંદર ત્રણે ઔષધો મને કયા અર્થસૂચક કર્મના વેગથી મળ્યા?” બુદ્ધિએ જવાબ આપ્યો, સવાલ. “ભાઈ ! અગાઉ જે આપ્યું હોય છે તેજ પાછું મળે
છે એમ કેમાં કહેવાય છે, તેથી એમ જણાય છે કે અગાઉ તે કઈ વખત અન્યને એ વસ્તુઓ આપી હશે.” સદબુદ્ધિને આ જવાબ સાંભળીને સપુષ્પક વિચાર કરવા
લાગ્યો અને કેઈને દીધેલું હોય તે જ પાછું મળતું ઔષધદાન હોય તે અનેક પ્રકારે કલ્યાણ કરનાર આ ત્રણે ઔકરવા નિર્ણય. બધે હું યોગ્ય પાત્રોને સારી રીતે આપું કે જેથી
ભવિષ્યમાં–અન્ય જન્મમાં તે ન ખૂટે તેટલાં મને મળ્યા કરે. તેના મનમાં આવા પ્રકારને નિશ્ચય થયો તે સુસ્થિત મહારાજે સાતમે માળે બેઠા બેઠા જે, ધર્મબંધકરને તે બહુ પસંદ આવ્યો, તયાએ તેને વધાવી લીધે, સર્વ લેકેએ તેની પ્રશંસા કરી અને સબુદ્ધિને તે તે બહુજ ગમી ગયો. આ હકીકત તેના જાણુવામાં આવવાથી તેને પિતાને (સપુણ્યકને) પણ એમ લાગવા માંડ્યું કે “હું પુણ્યવાન હોવાથી તેમાં બહુ ઉત્તમ સ્થાન ભેગવું છું. હવે કે મારી પાસે આવીને આ ત્રણે ઔષધો માગશે તો તેને હું જરૂર આપીશ” એવા વિચારથી આપી દેવાની ઈચ્છાપૂર્વક તે દરરોજ લેવા આવનારની રાહ જોઈને બેસી રહેતો હતો. પ્રાણી પોતે અત્યંત નિર્ગુણ હોય, પણ મહાત્મા પુરુષે જે તેની મોટાઇ વધારે તો તે આ અધમ દરિદ્રીની પેઠે અભિમાની થઈ જાય છે, હકીકત એમ હતી કે મંદિરમાં જે લેકે રહેતા હતા તે દરરોજ
ત્રણે ઔષધોને સારી રીતે ઉપગ કરનારા હતા લોકેનો અને તેના જેરથી કઈ પણ પ્રકારની ચિંતા પીડા નિરાદર. વગરના હેઈને પરમ ઐશ્વર્યવાળા થઈ ગયેલા હતા.
જેઓએ તુરતમાંજ એ રાજમંદિરમાં પ્રવેશ કર્યો હતું અને જેઓ કમકની જેવાં (પોતાનું ત્રણ ઔષધરૂપ ધન જેઓ પાસે કાંઈ ન હોય તેવા નિર્ધનીઆ) હતા તેઓ બીજા પાસેથી ત્રણે ઔષધો સારી રીતે મેળવી શકતા હતા. આ પ્રમાણે હોવાથી મંદિરમાં ઘણું કાળથી આવી રહેલા અથવા નવા આવનારામાંથી કઈ પણ ઔષધે લેવા માટે તેની પાસે આવતા નહિ અને તે સંપુણ્યક ચતરફ
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૬
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૧
યાચના કરનારની રાહ જોતા ચક્ષુ ફેરવતા બેસી રહેતા હતા. આવી રીતે ઘણા વખત રાહ જોઇને બેસી રહેવા છતાં જ્યારે ઔષધના ખપી કાઇ તેની પાસે આવ્યા નહિ ત્યારે વળી તેણે એક દિવસ સદ્બુદ્ધિને આ પ્રમાણે થવાનું કારણ પૂછ્યું. સત્બુદ્ધિએ કહ્યું, “ ભાઇ ! તારે બહાર આવીને ઘોષણાપૂર્વક આ ત્રણે ઔષધો ાકારી પાકારીને જે કોઇ લે તેને આપવાં અને એમ કરતાં જો કોઇ લેનાર મળી આવશે તેા બહુ સારૂં થશે.” સદ્ગુદ્ધિની આવી સલાહથી “ભાઇએ ! મારી પાસેથી આ ઔષધા ગ્રહણ કરો, ગ્રહણ કરો” એ પ્રમાણે ઊંચા સ્વરથી ખેલતા તે ઘરે ઘરે ફરવા લાગ્યા. તેની આવી આઘાષા સાંભળીને જે અત્યંત હલકા પ્રાણીઓ હતા તે કોઇ કોઇ વખત જરા જરા ઔષધ તેની પાસેથી લેતા હતા અને બીજા તેવાજ હલકા પ્રાણીઓ મનમાં વિચાર કરતા હતા કે ‘અહા ! અગાઉ આ ભિખારીને આપણે જોયા હતા તે અત્યારે ગાંડો થઇ ગયા હોય એમ જણાય છે. જીએ તે ખરા! રાજસેવક પાસેથી ઔષધ મેળવીને હવે તે આ પણને આપવા નીકળી પડ્યો છે!' આવા વિચાર તેના સંબંધમાં કરીને તે માણસે તેની મશ્કરી કરતા હતા, કેટલાક તેને ઉડાવતા હતા અને કેટલાક તેના તરફ બેદરકારી બતાવી તેના તરફે તદ્દન નિરાદર મતા
વતા હતા.
આવી રીતે સપુણ્યકને અન્ય પ્રાણીઓને દાન આપવાની થયેલી રૂચિ તેમજ તેના ઉત્સાહને ભાંગી નાખે એવી તુચ્છ લોકાની વર્તણુક જોઇને તે સત્બુદ્ધિને કહેવા લાગ્યા, “ ભદ્રે ! મારૂં ઔષધ તા જે ભિખારીઆ હાય છે તેજ માત્ર ગ્રહણ કરે છે, કોઇ મોટા માણુસા તે મારી પાસેથી લેતા નથી અને મારી ઇચ્છા તા એવી છે કે સર્વે લોકો મારાં ઔષધના ઉપયોગ કરે. વિશુદ્ધ દર્શન કરનાર મહાશયા ! ભૂત ભવિષ્યની વિચારણા કરવામાં તું ઘણી પ્રવીણ છે, તેા મહાત્મા પુરુષા મારી પાસેથી ઔષધા ગ્રહણ કરતા નથી તેનું કોઇ કારણ હાવું જોઇએ તે તું શોધી આપ.”
સમુદ્ધિએ
કરેલ સમાધાન.
આવા સપુણ્યક તરફના પ્રશ્ન સાંભળીને સપુણ્યકે મને મોટા કામમાં જોડી એવા વિચાર કરતી વિચક્ષણુ સદ્ભુદ્ધિએ મહા ધ્યાનમાં પ્રવેશ કર્યો અને એ પ્રમાણે કામ અનવામાં અંતરંગ કારણ શું છે તેના પેાતાના મનમાં નિર્ણય કરીને તે બાલી, “સર્વ પ્રાણીઓ તારાં ઔષધોને ગ્રહણ કરે તેવા એકજ ઉપાય છે અને તે એ છે કે જે
દાનના માર્ગ અને
લેવાની પ્રાર્થના.
Page #88
--------------------------------------------------------------------------
________________
સીમંધ ]
કથાનું ટુંક રહસ્ય.
રાજમાર્ગમાં લોકોની આવજા બહુ થતી હોય ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં આ ત્રણે ઔષધો મૂકીને પછી પેાતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી રહેવું. તારૂં અગાઉનું દરિદ્રીપણું સંભારીને જે લોકો આ ઔષધા તારા હાથથી ગ્રહણ કરતા નથી તેમાંથીજ કોઇ કોઇ તેના અથી હશે તે ત્યાં કાઇને નહિ દેખવાથી પેાતાની મેળેજ પાત્રમાંથી ઔષધા ગ્રહણ કરશે. તેમાંથી કાઇક ખરો ગુણવાન પ્રાણી પણ તારૂં ઔષધ લેનારો નીકળી આવે તે તું તરી ગયા ( તારા મનારથ પૂર્ણ થઇ જશે ) એમ હું માનું છું, કારણ કે કોઇ જ્ઞાનમય પાત્ર આવશે, કાઇ તપમય પાત્ર આવશે એમાં જે જ્ઞાનપાત્ર આવશે તે તને તારશે.” સદ્ગુદ્ધિના આવા કુશળ જવાબથી સપુણ્યકના આનંદમાં સારી રીતે વધારો થયા અને સત્બુદ્ધિએ તેને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તેણે કર્યું. તેટલા માટે આ હકીકત કહેવામાં આવી છે કે એ દરિદ્રીએ ખતાવેલાં ઔષધને જે પ્રાણીઓ ગ્રહણ કરશે તે સર્વ રેગ વગરના થઇ જશે, કારણ કે નીરોગી થવાનાં કારણભૂત તે ત્રણે ઔષધાજ છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમામને માટે (જે આવે તે સર્વને માટે) કહી છે અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર ઉપકાર થાય તેમ છે, માટે તે વિષયમાં મારી ઉપર દયા ( કૃપા )વાળા સર્વેએ તે (ત્રણે વસ્તુ ) લેવાની કૃપા કરવી, સર્વ તે લેવાને ચોગ્ય છે.
આ પ્રમાણે દૃષ્ટાન્ત આપની પાસે ટુંકામાં કહી સંભળાવ્યું, હવે તેના ઉપનય ( ગર્ભિત આશય-રહસ્ય-સાર) કહેવામાં આવે છે તે સાંભળે.
૪૭
૧ જ્ઞાન અને તપ (જ્ઞાન અને ક્રિયા ). જ્ઞાનના ઇચ્છક પાત્ર હશે તે તારે યેાગ્ય છે એ અત્ર બતાવવાના આશય છે. ખુલાસા આગળ થશે.
૨ અહીં સુધી ઉપેાદ્ઘાતરૂપે સિર્ષિં ગણિએ પેાતાની વાર્તા કહી. એ વાતત્વના દરેક શબ્દ અર્થભિત છે તે ઉપનયની યાજનાથી જણારો. આ ઉપેાદ્ધાત તેવી રીતે અર્થવિચારણાથી પૂર્ણ કરી આ પ્રાથમિક વિષય અંધ કરવામાં આવશે અને તેવી રીતે શ્રોતાઓને તૈયાર કરી પછી વિષયની શરૂઆત કરવામાં આવશે. આ પદ્ધતિ ચાલુ ઉપેાધાતની પદ્ધતિને કેટલી મળતી છે તે માટે ઉપાદ્ધાત જીએ. ભા. ક.
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા, સંક્ષિપ્ત ઉપનય.
અહીં જે અષ્ટમૂલપર્યંત નામનું નગર કહેવામાં આવ્યું તે આ સંસાર જેની શરૂઆત અને છેડો કાંઇ દેખાતા નથી તે છે એમ સમજવું. ત્યાં એક દરિદ્રીનું વર્ણન કરવામાં આવ્યું છે તે મહામેાહથી હાયલા, અનંત દુ:ખથી ભરેલા અને પુણ્ય વગરના પૂર્વ કાળના મારે જીવ સમજવા. ભિક્ષા લેવા માટે તેની પાસે એક વાસણ છે એમ જે અગાઉ બતાવવામાં આવ્યું હતું તે ગુણ અને દોષના આધારરૂપ આયુષ્ય' સમજવું. તે નિપુણ્યકને તાફાની છે.કરાએ ત્રાસ આપતા હતા તે કુંતીએ સમજવા, તેને વેદના થાય છે એમ કહ્યું તે તેના મનની ખરાબ સ્થિતિ સમજવી, રાગ વિગેરે રેગા સમજવા અને અજીર્ણ-અપચા તેને થતા કર્મના સંચયર સમજવા. ભાગાની ત્યાં વાત કરવામાં આવી છે તે સ્રી પુત્ર વિગેરે સમજવા. તે જીવની અત્યંત આસક્તિનું નિમિત્ત હોવાથી સંસાર વધારનાર ગણાય છે અને તેથી તેને કન્ન-તુચ્છ અધમ ભાજન તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યાં મુસ્થિત મહારાજ રાજમંદિરના ઉપરના માળ ઉપર બેઠા છે એમ કહેવામાં આવ્યું તેને પરમાત્મા સર્વજ્ઞ શ્રીજિનેશ્વર ભગવાન્ સમજવા. આનંદને ઉત્પન્ન કરનાર અને અનેક પ્રકારની રાજલક્ષ્મીથી ભરપૂર રાજમંદિરનું ત્યાં વર્ણન કર્યું તે જિનશાસન સમજવું. એ રાજમંદિરમાં
સ્વકર્મવિવર નામે દ્વારપાળ છે તે પાતાનેા કર્મોના ઉચ્છેદ-નાશ સમજવા. તે કર્મવિવર સિવાય અન્ય દ્વારપાળા પણ ત્યાં છે એમ કહેવામાં આવ્યું તે મેહ, અજ્ઞાન, લાભ વિગેરે છે એમ તત્ત્વવિચારકોએ સમજી લેવું.
૪૮
તે રાજભુવનમાં રાજાએ તે આચાર્યો સમજવા, મંત્રી ઉષાધ્યાય સમજવા, ચાધાએ તે ગણની ચિંતાનું કાર્ય કરનાર વિદ્વાન ગીતાર્થો સમજવા, મૂલગિક ( ભાયાત ગરાસદાર ) તે સામાન્ય સાધુએ સમજવા, શાંત પ્રકૃતિની વૃદ્ધ સ્થવિરાએ તે આર્યા–સાધ્વીએ સમજવી, સેનાનીઓ તે રાજભુવનનું રક્ષણ કરવા માટે પ્રાણ આપે તેવા શ્રાવકા સમજવા. ત્યાં વિલાસિનીએ બહુ છે એમ કહ્યું તે ભક્તિ કરવાની રૂચિવાળી શ્રાવિકાઓ સમજવી. એ રાજભુવનમાં શબ્દ વિગેરે
[ પ્રસ્તાવ ૧
↑ Span of Life. ૨ સંચય=એકઠું કરવું તે.
૩ આ શબ્દના અર્થ કાઇ કાષમાંથી મળતા નથી, સંબંધ પરથી અર્થે કર્યો છે આનંદસાગર મહારાજે તેના અર્થ કાટવાળ-તળાટી કહ્યો છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
સંક્ષિપ્ત ઉપનય. વિષયમાં બહુ આનંદ થાય છે એવું વર્ણન કરવામાં આવ્યું છે તેવીજ હકીકત વિશુદ્ધ ધમૅના પ્રભાવથી સારી રીતે પ્રાપ્ત થાય છે. મને પ્રતિબોધ કરનાર સૂરિ મહારાજ તે ધર્મબંધકર મંત્રી સમજવા અને તેઓની મારા ઉપર કપા થઈ તે તયા સમજવી. વિમળાલક અંજનની વાત કરી તે જ્ઞાન સમજવું, તત્ત્વપ્રીતિકર જળ તે સમ્યકત્વ સમજવું અને વિદ્વાન માણસોએ) મહાકલ્યાણક ભેજન તે ચારિત્ર સમજવું, સદ્બુદ્ધિને પરિચારિકા બનાવી તે સારે માર્ગે પ્રવર્તાવનારી સારી બુદ્ધિ સમજવી અને એ ત્રણે વસ્તુઓને ધારણ કરનાર કાષ્ટનું પાત્ર કહેવામાં આવ્યું તે આ ઉપમિતિ ભવપ્રપંચો કથા સમજવી. આ પ્રમાણે સામાન્ય રીતે પેજના કરી બતાવી. હવે એજ હકીકત વિસ્તારથી કહેવામાં આવે છે.
૧ નેકી.
૨ મૂળ ગ્રંથમાં અહીં સુધી પદ્ય છે, હવેથી ગદ્ય આવે છે અને પ્રથમ પ્રસ્તાવના બાકીના આખા વિભાગમાં ગદ્ય છે. આ ગ્રંથનું ખરેખરૂં ગૌરવ શું છે તે આ ઉપોદઘાત જેવા પ્રથમ વિભાગથીજ જણાય છે. આ વિશેષાર્થ યોજના અગાઉની વાર્તા સાથે રાખીને વાંચવાથી બહુ આનંદ આવશે. સગવડ માટે પછવાડેનાં પ્રકોના અંક આપ્યા છે એટલે તે પાના પર પેરેગ્રાફ વાંચી લેવા. આ પ્રથમ પ્રસ્તાવ વાંચ્યા પછી આ ગ્રંથ સમજવો એકદમ સહેલો થઈ જશે. ભા. ક.
Page #91
--------------------------------------------------------------------------
________________
દહી અટક
દાઈન્તિક યોજના-કથાને ઉપનય. અવતરણ:-તત્ત્વવેદી પુરુષોને એ માર્ગ છે કે અન્યનું કલ્યાણ કરવામાં જોડાયેલા હોવાથી કારણ વગર તેઓ કાંઈ વિચાર કરે નહિ, કદાચ અજાણપણુમાં તેઓનાં મનમાં કઈ વિચાર પ્રોજન વગર આવી જાય તે પણ તેઓ નિમિત્ત વગર કાંઈ બોલે નહિ, તત્વને નહિ જાણનાર માણસની વચ્ચે તેઓ રહેતા હોય અને કદાચ કોઈ બેલે તો તેઓ હેતુ વગર ચેષ્ટા તે કરેજ નહીં, તેઓ જે કારણ વગર ચેષ્ટા કરે તે પછી તત્ત્વ નહિ જાણનારમાં અને તેમાં કાંઈ તફાવત રહેતો ન હોવાથી તેઓનું તત્વજાણપણું નાશ પામી જાય છે. આ પ્રમાણે હોવાથી જેઓ પોતાની ગણતરી તત્વના જાણકાર પ્રાણએમાં કરાવવા ઈચ્છતા હોય તેઓએ દરેક વખતે પોતાના વિચાર, વાણી અને વર્તનનું સાર્થકપણું વારંવાર વિચારવું અને આ હકીકત જેઓ સમજી શકતા હોય તેઓની પાસે તે કહી સંભળાવવી. આવા તત્ત્વવેદી પુરુષો નકામા વિચાર, ઉચ્ચાર અને વર્તનમાં ખોટી રીતે સાર્થકપણું માનનારાઓને તેમ કરતાં કૃપા કરીને વારે છેઅટકાવે છે. આ પ્રમાણે હોવાથી હું પણ મારી પ્રવૃત્તિનું સાર્થકપણું પ્રથમથી જણાવું છું. મારી ઈચ્છા ઉપમિતિ ભવપ્રપંચા કથાનો આરંભ કરવાની છે તે તમે જાણે છે, તે વાત મેં બીજું દૃષ્ટાંત આપીને તમને બતાવી છે તે હકીક્ત જે તમારા ધ્યાનમાં આવી ગઈ હોય તે હે ભવ્ય પ્રાણીઓ ! મારા ઉપર કૃપા કરી બીજા વિક્ષેપોનો ત્યાગ કરીને આ કથાને આંતરંગ અર્થ સાંભળો કે જેથી તેને આશય-અભિપ્રાય શું છે તે આપના ધ્યાનમાં આવે.
૧ સંકલ્પ. આ મનયાગની પ્રવૃત્તિ થઈ. ૨ આ વચનગની પ્રવૃત્તિ થઈ. ૩ આ કાયયોગની પ્રવૃત્તિ થઈ. ૪ યોગ્ય બાબતમાં મન, વચન અને કાયાના યુગની પ્રવૃત્તિ.
Page #92
--------------------------------------------------------------------------
________________
અષ્ટમૂલપર્યન્ત નગર, દૃષ્ટાન્તમાં અનેક પ્રાણુઓથી ભરપૂર અને સદા સ્થિર રહેનારું એક અદષ્ટમલપત નામનું નગર કહ્યું તે આ આદિ અને અંત વગરને, અવિચિછન્ન રૂપવાળે અને અનંતા પ્રાણીઓના સમૂહથી ભરેલે સંસાર સમજ.
આ સંસારનું નગરપણું કપ્યું છે તે બરાબર છે. એ નગરમાં ઘળાં ઘરની હાર બતાવી છે તે આ સંસાર નગરમાં દેવલોક વિગેરે સ્થાને સમજવાં; બજારના માર્ગો તે નગરમાં કહ્યા છે તે આ સંસાર નગરમાં એક જન્મમાંથી બીજા જન્મમાં અવતાર લેવાની પદ્ધતિ સમજવી; જાદા જુદા વેપાર કરવાનાં કરિયાણુરૂપ નાના પ્રકારનાં સુખદુ:ખ સમજવાં; તેની (ચીની) કિમત સમાન અહીં અનેક પ્રકારનાં પુણ્ય પાપ સમજવાં; તે નગરમાં વિચિત્ર પ્રકારનાં ચિત્રોથી ઉજળાં લાગતાં અનેક દેવળે કહેવામાં આવ્યાં છે તે આ સંસારનગરમાં સુગત, કણભ, અક્ષપાદ, કપિલ વિગેરેએ
૧. પૃ. ૧૫ પરનો આખો પર અહીં વાંચી લે.
૨ બજારમાં વસ્તુ ખરીદવા માટે જેમ પૈસાની જરૂર પડે છે તેમ અહીં પુણ્ય અને પાપથી સુખ અને દુઃખ અનુક્રમે ખરીદી શકાય છે.
૩ બુદ્ધદેવ. આ બૌધ વિગેરે સર્વ મતોનું સ્વરૂપ આનંદઘન પદ્યરસાવલી (પ્રથમ ભાગ)માં પૃ. ૩૯૧ પર વિસ્તારથી આપ્યું છે. બૌધે ક્ષણિકવાદી છે, આ મતના સ્થાપક બુદ્ધદેવને સુગત કહેવામાં આવે છે. આ મતે પર પાંચમા પ્રસ્તાવમાં પુષ્કળ વિવેચન આવશે
૪ કણભક્ષ. વૈશેષિક દર્શનના સ્થાપનારને કણભક્ષ અથવા કણાદ કહેવામાં આવે છે. સદર પુસ્તકના પૃ. ૩૯૮ પર આ સંબંધમાં વિશેષ હકીકત બતાવવામાં આવી છે. એ મત પરમાણુવાદીના નામથી ઓળખાય છે. - ૫ અક્ષપાદ. ન્યાયદર્શનના પ્રણેતા. તે ગૌતમના નામથી પણ પ્રસિદ્ધ છે. નૈયાયિકે સાત પદાર્થ માને છે, વૈશેષિકે સેળ માને છે. જુઓ સદર પુસ્તક પૃ. ૩૯૨.
૬ કપિલ. સાંખ્યદર્શન બતાવનાર કપિલના નામથી ઓળખાય છે. આ દર્શન ૨૫ તત્વ માને છે. આ ઉપરાંત પાંચમું જૈમિનીય દર્શને આવે છે. આ દર્શન સંબંધી વિસ્તારથી હકીક્ત શ્રીષદશનસમુચય ગ્રંથમાં શ્રી હરિભદ્ર સૂરિએ બતાવી છે. છએ દર્શન તથા બીજા સંપ્રદાયની હકીકત એકતાળીશમા પદના વિવેચનમાં અવતરણરૂપે કરી છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ બતાવેલા ફદર્શન-કમતે સમજવાં; એ રાજમંદિરમાં કીડામાં કલકલ અવાજ કરનારા બાળકની વાત કહેવામાં આવી છે તે આગળ પાછળની હકીકતને વિચાર નહિ કરનારા મોહથી ભ્રમમાં પડી જનારા બાળ લે-ભેળા અજ્ઞાની જીવો સમજવા, બીજી રીતે એ કુમત પોતે પણ કલકલ કરતા બાળક જેવી ચેષ્ટા કરે છે અને આગળ પાછળ સંબંધ વિચાર્યા વગર જેમ આવે તેમ પરસ્પરવિરોધી વાક્યો પણ કહી દે છે. એ નગરમાં ઊંચા ઊંચા કેટ-કિલ્લાઓ કહ્યા તે આ સંસાર નગરમાં
ક્રોધ, માન, માયા, ભરૂપ ચારે કષાય છે; એને નગર વન કિલ્લા જેવા ગણવાનું કારણ એ છે કે જેમ કિલ્લાર્ણન વિવેક. આથી ઘેરો ઘાલવા આવનાર શત્રુઓનાં મનમાં ઉદ્વેગ
થાય છે તેમ આ ચારે કષાયો વિવેકી મહાપુરુષોનાં મનમાં પણ ઉદ્વેગનું કારણ ઉત્પન્ન કરે છે. તે નગરની આસપાસ ઓળંગી ન શકાય એવી ખાઈ કહેવામાં આવી છે તે રાગ દ્વેષરૂપ તૃષ્ણા સમજવી, કારણ કે જેવી રીતે સાધારણ ખાઈ ચાર વિગેરેથી એલંધી શકાતી નથી, માત્ર પ્રબળ શત્રુજ તેના પર સામ્રાજ્ય મેળવી તેને ઓલંધી શકે છે તેમ આ તૃણુરૂપ ખાઈ સંસાર નગરને બરાબર
તરફ વીંટાઈ રહી તેનું રક્ષણ કરે છે અને મહામેહમાંજ એટલું સામર્થ્ય છે કે તે તેને ઓલંઘી જાય છે; એટલે એ ખાઈ કરતાં પણ મહાહનું જોર વધારે છે. તે નગરમાં મોટાં સરોવર છે એમ કહેવામાં આવ્યું છે તે શબ્દ વિગેરે વિષયે સમજવા, કારણ કે તે વિષય જળથી કદિ ભરાઈ શકતા નથી અને ઘણું ગંભીર છે. એટલે જેમ મોટાં સરેરે જળથી કદિ પૂરાં ભરાઈ શકાતાં નથી તેમ આ ઇંદ્રિયોના વિષયો પણ વિષયરૂપ જળથી કદિ પૂરા ભરાઈ શકાતા નથી એટલે એને ભેગવનાર કદિ તૃપ્ત થઈ શકતા નથી અને સરવરેની પેઠે તે બહુ ઊંડા હોય છે એટલે તેના મૂળ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી પડે છે. તે નગરમાં શત્રુને ત્રાસ કરે તેવા મોટા ભયંકર યુવાઓ કહ્યા તે આ સંસાર નગરમાં પ્રિયં' (વસ્તુ અથવા વહાલા)નો વિયોગ, અનિષ્ટ (પસંદ ન પડે તેવા પદાર્થો અથવા સંબંધીઓ)ને સંગ, સંબંધીનું મરણ, ધનનું હરણ વિગેરે ભાવ સમજવા, કારણ કે
૧ પ્રિયવિયેગ, અનિષ્ટસંગ એ આર્તધ્યાનના ભેદે છે. એનું વિસ્તારથી સ્વરૂપ જાણવાના ઇછકે જૈન દષ્ટિએ યોગ (પ્ર. ભાગ) પૃ. ૧૭૧-૧૩૩ ની હકીક્ત વિચારણુપૂર્વક મનન કરવી.
Page #94
--------------------------------------------------------------------------
________________
૫8
પીઠબંધ]
નગર જના. અંધ કપિમાં જેમ પાણીના કલ્લોલ થયા કરે છે અને અનેક પક્ષીઓ ત્યાં આવીને વસે છે તેવી રીતે આ સંસાર પણ ઈષ્ટવિયોગ અનિષ્ટસંગ વખતે પહેલાં આંસુઓથી ભરપૂર રહે છે અને મિથ્યાત્વવાસિત પ્રાણુઓના તે આધારભૂત હોય છે એટલે ઈષ્ટવિયેગ અનિષ્ટસંગ વખતે જે અપધ્યાન થાય છે તે બહુધા મિથ્યાત્વઅવસ્થામાં બહુ જોરમાં હોય છે તેવા મિથ્યાત્વવાળા પ્રાણીરૂપ પક્ષીઓ આવા અંધ કૂપમાં આવીને પોતાના માળા નાખે છે. તે નગરમાં ફળ ફૂલથી ભરપૂર અનેક વનો છે એમ કહ્યું છે તે આ સંસાર નગરમાં પ્રાણીઓનાં શરીર સમજવાં, કારણ કે જેમ વન-જંગલો ભમરાના ગુંજારવથી અનેક પ્રકારનો ત્રાસ આપે છે અને તેનું મૂળ શોધી કાઢવું અશક્ય થઈ પડે છે તેવી રીતે શરીરરૂપ વનમાં ઇંદ્રિય અને મનરૂપ ભમરા નિરંતર ગુંજારવ કર્યા કરે છે અને ત્રાસ આપ્યા કરે છે તેમજ પિતાનાં કમૅરૂપ જુદા જુદા પ્રકારનાં ઝાડે, ફૂલ અને ફળના ભારથી ભરેલ હોવાને લીધે તે દુઃખનું કારણે થાય છે અને તેના મૂળને પત્તે. લાગતું નથી; એટલે જીવનો અને શરીરનો સંબંધ કયારથી શરૂ થયો તે સંબંધી સમજણ એકદમ પડી શકતી નથી. આવી રીતે જેમ તે અષ્ટમૂલપર્યત નગર અનેક આશ્ચર્યોથી ભરપૂર કહ્યું છે તેવી રીતે આ સંસારનગરમાં પણ અનેક પ્રકારનાં આશ્ચર્યો થયાં કરે છે.
નિપુણ્યક દરિદ્રી. એ અદષ્ટમૂલપર્યત નગરમાં નિપુણ્યક નામને ભિખારી છે એમ કહ્યું છે તે આ સંસારમાં સર્વશ શાસનની પ્રાપ્તિ થયા પહેલાં અહીં તહીં ચારે ગતિમાં રખડનારે મારો જીવ જાણવો. તે પુણ્ય વગરનો હોવાથી તેનું નિપુણ્યક નામ આપવામાં આવ્યું છે તે ચોગૃજ છે. તે દરિદ્રને મેટા પેટવાળે કહેવામાં આવ્યો છે તેમ આ જીવ વિષયરૂપ કુજનથી કદિ ધરાતો ન હોવાને લીધે ઘણું ખાવાથી મેટા પેટવાળે છે એમ સમજવું. એ નિપુણ્યક દરિદ્રી સગા સંબંધી વગરનો છે એમ કહેવામાં આવ્યું છે તેમ આ જીવના સંબંધમાં પણ બરાબર સમજવું એટલે કે તે અનાદિ કાળથી સંસારની રખડપટ્ટીમાં એક
૧ જુએ આ પુસ્તકનું પૃષ્ઠ ૧૬. આને સંબંધ તે પૃષ્ઠ સાથે છે. ૨ જૈનશાસન.
૩ આ ગ્રંથના કરનાર સિદ્ધાર્થ ગણિ આ આખા પ્રસ્તાવમાં પોતાની વાત કરે છે. તેઓ માર્ગ પર આવ્યા પહેલાં પોતાની જાતને કેટલી નિદે છે તે વિચારવા યોગ્ય છે. દરેક જીવે એ હકીકત એટલે જ દરજજે પોતાની જાતને લાગુ પડે છે એમ સમજી લેવું. નિષ્પકની આખી હકીક્ત ખાસ મનન કરી વિચારવા યોગ્ય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૪
ઉપમિતિ ભવ!પંચા કથા.
[ પ્રસ્તાવ ૧
ઉત્પન્ન થાય છે, એકલા મરણ પામે છે, અને પેાતાનાં કર્મ પ્રમાણે એકલા સુખ અથવા દુઃખ અનુભવે છે અને તે પ્રમાણે હોવાથી પરમાર્ચથી કોઇ તેના સગા કે સંબંધી નથી. તે નિપુણ્યક ભિખારી દુર્બુદ્ધિ છે એમ કહ્યું તેમ આ જીવ પણ ઘણા મૂર્ખ છે, કારણ કે અનેક દુઃખ આપનાર ઇંદ્રિયના વિષયાને પ્રાપ્ત કરીને તે રાજી થાય છે, પરમાર્થથી તેના ખરા દુશ્મના કષાયા છે તેની તે સેવા કરે છે અને ભાઇઓની જેમ તેની સાથે વર્તે છે, મિથ્યાત્વ ( અનુપણું ) જે ખરેખરી રીતે અંધપણું છે તેને શુભ દષ્ટિરૂપ ગણી તેનેા આદર કરે છે, નરકમાં પડવાના કારણરૂપ `અવિરતિપણામાં આનંદ માને છે, અનેક પ્રકારના અનર્થોને ઉત્પન્ન કરનાર પ્રમાદસમૂહ ( આળસ વિગેરે) રૂપ શત્રુએ તરફ જાણે તેઓ પેાતાના અતિ વહાલા મિત્ર હેાય તેમ વહાલથી જુએ છે, મન, વચન, કાયાના અશુભ યોગેા તેના ધર્મધનને લુંટનારા હાવાથી ખરેખરી રીતે ચાર જેવા છે તેને તે બહુ પૈસા પેદા કરનાર કમાઉ દીકરા જેવા ગણે છે અને પુત્ર શ્રી ધન સુવર્ણ વિગેરે સંસારમાં આકરાં બંધન જેવાં છે છતાં તેને અત્યંત આનંદનાં કારણ માને છે– આ પ્રમાણે હોવાથી આ જીવ અત્યંત દુર્બુદ્ધિ છે.
પેલા ભિખારીને પૈસા વગરને દરિદ્રી ખતાન્યેા તેમ આ જીવની પાસે શુદ્ધ ધર્મની એક કાઢિ પણ ન હેાવાથી તે દારિદ્રચની મૂર્ત્તિજ છે. જેમ તે દરિદ્રીને પુરુષાર્થ વગરને કહેવામાં આવ્યા તેમ આ જીવ પણ પેાતાના કર્મબંધનના ‘હેતુઓના નાશ કરવાની શક્તિ વગરના હાવાથી પુરુષકાર વગરના છે એમ સમજવું. જેમ તે ભિખારીનું શરીર ભૂખથી લેવાઇ ગયું હતું એમ કહેવામાં આવ્યું છે તેમ વિષયસેવનની ઇચ્છારૂપ આ જીવની ક્ષુધા કદિ પણ શાંત થતી નહિ હોવાને લીધે ભૂખથી લેવાઇ ગયેલા શરીરવાળે તેને સમજવા. તે કમકને અનાથ કહ્યો તેમ આ જીવને પણ સર્વજ્ઞરૂપ નાથ-સ્વામી મળેલા નહિ હાવાને લીધે તે અનાથજ છે. તે ભિખારીનાં હાડકાં જમીન ઉપર શયન કરવાથી છેલાઇ ગયાં હતાં તેમ અત્યંત ખરાબ આકરાં પાપાની ભૂમિ
દારિદ્રચમૂર્ત્તિ.
૧ ત્યાગભાવને વિરતિપણું કહેવામાં આવે છે, તેથી વિરૂદ્ધ અવસ્થા-ત્યાગ નહિ કરવાપણાના ભાવને અવિરતિપણું કહેવામાં આવે છે.
૨ કર્મબંધનના હેતુ ચાર છે. મિથ્યાત્વ (અજ્ઞાન ), અવિરતિ ( ઉપર જીએ) કષાય અને યેાગે. એને નાશ કરવામાં પુરુષાર્થ-આત્મવીર્યની બહુ જરૂર પડે છે.
રૂ શક્તિ, તાકાત.
Page #96
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] ભિખારી-ભીક્ષા–ત્રાસ.
પપ પર આળોટતે હેવાથી આ પ્રાણીનાં સર્વ અંગો અને ઉપાંગો જાણે દળાઈ ગયાં હોય એ તે દેખાય છે. જેમ તે ભિખારીનું આખું શરીર ધૂળથી મલિન થઈ થયેલું હતું તેમ નિરંતર બંધાતાં પાપકર્મોનાં પરમાણુરૂપ ધૂળથી આ જીવનું આખું શરીર મલિન છે. જેમ ફાટેલ તૂટેલ કપડાથી તે ભિખારીનું શરીર નહિ જેવું ઢંકાયેલું હતું તેમ આ જીવની આકૃતિ પણ મેહની કળાઓને સૂચવનારી નાની નાની ધજાઓથી વીંટાયેલી છે અને મહા ભયંકર રૂપ ધારણ કરે છે. તે દરિદ્રીને નિંદનીક અને દીન (ગરીબડે-રાંક) કહેવામાં આવ્યું તેમ આ જીવ પણ વિવેકના સ્થાનભૂત સજજનોથી નિંદા પામે છે અને ભય શોક ઉત્પન્ન કરનારાં તુચ્છ કર્મોથી ભરેલું હોવાને લીધે અત્યંત દીન-રાંક છે એમ સમજવું. પેલે નિપુણ્યક ભિખારી અદષ્ટમૂલપર્યત નગરમાં આખો વખત
ભિખ લેવા માટે ઘેર ઘેર ભટકે છે એમ કહ્યું તેમ આ ભિક્ષાપાત્ર જીવ પણ સંસારનગરમાં વિષયરૂપ તુચછ ભજન અને અટન. મેળવવાની આશાના પાશમાં વીંટાળાઈ રહી એક
જન્મમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ ઉચાં નીચાં ઘરમાં આખો વખત ભટક્યા કરે છે. ભિખ લેવા માટે તેની પાસે ભાંગેલું-ખોખરૂં ઠીકરું છે એમ કહેવામાં આવ્યું હતું તે વાસણને સ્થાનકે આ જીવનું આયુષ્ય સમજવું, કારણ કે તે વાસણુજ વિષયરૂપ કુત્સિત અન્નને અને ચારિત્રરૂપ મહાકલ્યાણ કરનાર ભોજનને લેવાનો આધાર છે અને તે શરીરને લઈને જ આ જીવ વારંવાર સંસાર નગરમાં ભટકે છે. તે રાંક ભિખારીને દુદન્ત છોકરાઓ વારંવાર મારતા હતા અને
તેના પર થયેલા લાકડી, મુઠી અને માટીના પ્રહારથી તોફાની તે અધમુઓ થઈ ગયે હતું એમ કહેવામાં આવ્યું હતું છોકરાઓ. તે આ જીવના ખોટા વિકલ્પો, શુષ્ક તર્કો, તેને ઉત્પન્ન
કરનાર ગ્રંથે અને તેવા ગ્રંથના ઉપદેશક કુતીથીઓ સમજવા. તેઓ જ્યારે આ બાપડા જીવને જુએ છે ત્યારે તેના તરફ સંકડે ખોટા હેતુરૂપ મુગના ઘા કરીને તેના તત્ત્વાભિમુખ શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. આવી રીતે પિતાનું શરીર જર્જરિત થઈ ગયા
૧ મેહના જૂદા જૂદા આવિર્ભાવો.
૨ શુષ્ક ત આ જીવને ખોટી દલીલ પૂરી પાડે છે અને સત્ય માર્ગથી દૂર રાખે છે, એથી એના તત્કાભિમુખ શરીરને ઘા લાગ્યા કરે છે એટલે તે સત્ય તત્ત્વ પામી શકતો નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૧
પછી આ પ્રાણી કાર્ય કે અકાર્યના વિચાર કરી શકતા નથી, અમુક વસ્તુ ખાવા યોગ્ય છે કે નહિ તેનું સ્વરૂપ કળી શકતા નથી, અમુક પ્રવાહી પીવા યોગ્ય છે કે નહિ તેનું સ્વરૂપ જાણી શકતા નથી, અમુક વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે કે ગ્રહણ કરવા યોગ્ય છે તે સમજી શકતા નથી, પેાતાને અને પારકાને ગુણુ અને દોષના નિમિત્ત કારણ શું છે તે લક્ષ્યમાં લઇ શકતા નથી. પછી તે ખાટા તર્કથી વિચારશક્તિને ભરી દઇને વિચારે છે કે-પરલેાક ન હેાવા જોઇએ, સારાં ખરાબ કર્મનું ફળ હોઇ શકેજ નહિ, આત્મા જેવી કોઇ વસ્તુ હેાવાના સંભવ લાગત નથી, કોઇ પ્રાણી સર્વજ્ઞ હાઇ શકે નહિ, હાવાને દાવા કરી શકે નહિ અને સર્વજ્ઞે બતાવેલો મેાક્ષમાર્ગ હોઇ શકે નહિ–વિગેરે વિગેરે.' આવા આવા વિચાર કુતીર્થીના પરિચયથી અને માઝા સંકલ્પોથી વારંવાર થયા કરે છે તે સર્વ આ જીવને પીડા આપનાર દુર્રાન્ત-તાફાની છેકરાઓ સાથે સરખાવવા યોગ્ય છે. શુદ્ધ તત્ત્વજ્ઞાનથી ઉલટી દિશાએ પેાતાનું વલણ રાખીને પછી અતત્ત્વમાં પેાતાનું મન લગાડે છે અને તેને પરિણામે તે પ્રાણીઓની હિંસા કરે છે, ખાટું બેલે છે, પારકાનું ધન ચેરી લે છે, પરસ્ત્રી સાથે વિષયસેવન કરે છે, પરિગ્રહના સંચય કરે છે, પેાતાની ઇચ્છાનું માપ કરતા નથી, હદ બાંધતા નથી, માંસ ખાય છે, દારૂ પીએ છે, કોઇ સારો ઉપદેશ આપે તે ગ્રહણ કરતા નથી, ખાટા માર્ગના પ્રકાશ કરે છે, નમસ્કાર કરવા યોગ્ય મહાત્મા પુરુષાની નિંદા કરે છે, નમસ્કાર ન કરવા યાગ્ય હાય તેની સેવા કરે છે, પેાતાના અને પારકાના ગુણ દોષના નિમિત્ત કારણ તરફ દોડે છે અને બીજા માણસાની નિંદા કરે છે અને એવી રીતે સર્વ પાપે આચરે છે. એવી રીતે અનેક પાપે આચરવાને લીધે તે પ્રાણી આકરાં કર્મો બાંધે છે, તેને લઇને તે નરકમાં પડે છે. ત્યાં ( નરકમાં) તે કુંભીપાકવડે રંધાય છે, કરવતવડે વેરાય
પાપાચરણથી થતાં દુ:ખા.
૧ ધન, ધાન્ય, ધર વિગેરે વસ્તુઓનું એકઠું કરવું તેને પરિગ્રહ કહેવામાં આવે છે.
૨ અમુક ખાખત સારી છે કે ખરાબ છે તે જાણે, પણ તેમ થવાનું કારણ પેાતાનાં કર્મ વિગેરે છે તેને ધ્યાનમાં લેતેા નથી. શુદ્ધ પાઠ દ્ધતિ સ્વપયોન વિષેસ્ પેાતાનું ખરેખરૂં અને પારકું તે બે વચ્ચે તફાવત સમજતા નથી. ાતિ સ્વર્ રચોળુંળવોષનિમિત્તમ્ એવેા પાઠ હેય તા એને અર્થ એમ કરવા કે ગુણ દોષનાં નિમિત્તોબાહ્ય કારણા તરફ ધ્યાન આપે છે, અંદર પ્રવેશ કરી શકતા નથી. સુજ્ઞ મનુષ્યા નિમિત્ત કારણ તરફ જતા નથી પણ ઉપાદાન કારણને શેાધે છે.
૩ નરકને ભયંકર અગ્નિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
પી.ડબંધ ]
ચતુર્ગતિદુઃખવર્ણન.
૫૭
છે, વજ્ર જેવા કાંટાઓથી ભરેલા શાહ્સલી વૃક્ષ ઉપર તેને ચઢાવવામાં આવે છે, ચીપીઆવડે મોઢું ઉઘાડીને ચીસ પડાવે તેવું તપાવેલું સીસું તેના મ્હોંમાં રેડવામાં આવે છે, ત્યાં તે પેાતાનુંજ માંસ ખાય છે, અત્યંત તપાવેલી ભઠ્ઠીમાં ભુંજાય છે, પરૂ, ચરબી, લેાહી, મળ, મૂત્ર અને આંતરડાંથી અત્યંત ભયંકર અનેલી વૈતરણી નદીમાં તેને તરવું પડે છે અને તરવારની ધાર જેવાં અણીદાર પાંદડાંવાળાં વૃક્ષાથી ભરપૂર જંગલામાં ખંડ ખંડ થાય છે. આ સર્વ પીડાએ તેને પેાતાનાં પાપથી પ્રેરાયલા પરમાધાર્મિક નામના અસુરો કરે છે.
નરકગતિમાં આ જીવ હાય છે ત્યારે તેને ભૂખ એવી સખ્ત
૧ એક જાતના તીવ્ર કાંટાથી ભરેલું ભયંકર નારકીનું ઝાડ.
૨ નારકી સાત છે. તે દરેકમાં મેાટા આયુષ્યવાળા જીવા જન્મે ત્યારથી તે મરણ પામે ત્યાંસુધી અનેક પ્રકારનાં દુ:ખેા અનુભવે છે. ત્યાં સુખનું નામ પણ હેાતું નથી અને દુ:ખ એટલું આકરૂં હાય છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નારકીમાં વેદના ત્રણ પ્રકારની હેાય છે: ક્ષેત્રવેદના, અન્યાન્યકૃત વેદના અને પરમાધામીકૃત વેદના.
(૧) ક્ષેત્રવેદનાના વિચાર કરતાં નરકાવાસ બે પ્રકારના છેઃ શીત અને ઉ. તે બન્ને પ્રકારના નરકાવાસમાં શીત અને તાપની વેદના અસહ્ય છે અને એટલી સમ્ર છે કે તેને ખ્યાલ કરવા પણ મુશ્કેલ છે. નારકીનાં શરીરનાં પરમાણુએ પણ તેને અનેક પ્રકારે દુ:ખ આપે તેવાં હેાય છે. શીત અને ઉષ્ણ વેદના ઉપરાંત ખીજી આઠ પ્રકારની વેદના ક્ષેત્ર સંબંધી ગણાવવામાં આવી છે: ભૂખ મટે નહિ, તરસ છીપે નહિ, ખરજ મટે નહિ, પરવશ રહે, નિરંવર શરીરમાં તીવ્ર તાવ-તાપ રહ્યા કરે, શરીર તાપમય થઈ ય, ભય અત્યંત થયા કરે, રોક બહુ સખ્ત રહે. આવી રીતે કુલ ક્ષેત્રવેદના દશ પ્રકારની બતાવી છે.
(૨) અન્યેાન્યકૃત વેદના: નારકીના છત્રેા વૈક્રિય શરીરવાળા હેાવાથી તેઓનું પારા જેવું શરીર છૂટું પડતાં પાછું એક થઇ જાય છે. પૂર્વ વૈર સંભારી નારક જીવે! એક બીજા સાથે અનેક પ્રકારનાં યુદ્દો મચાવે છે, કાપાકાપી કરે છે, સામા જીવને ત્રાસ આપે છે અને જાતે દુ:ખી થાય છે; તેવાં યુદ્ધ કરવા માટે પેાતાનાં શરીરે અને શસ્રો પણ અનેક આકારનાં બનાવે છે અને આવી રીતે પરસ્પર એક ખીજાનાં દુ:ખમાં માટેા વધારો કરે છે.
(૭) પરમાધામીકૃત વેદના: તુચ્છ જાતિના અસુરે કે જેઓ અન્યને દુ:ખ દેવામાંજ રાજી થાય છે તેએ ઉપર ગ્રંથમાં જણાવ્યું તેમ નારકીના જીવાને અનેક પ્રકારનાં દુ:ખે। આપે છે, ત્રાસ પમાડે છે અને તેએને રડતાં, રાડા પાડતાં, દુ:ખી થતાં જોઇ આનંદ માને છે. આ અસુરાને પરમાધાર્મિક અસુરા કહેવામાં આવે છે. નરકગતિનાં દુઃખનેા ચિતાર જૈન દૃષ્ટિએ યાગમાં (પ્ર. વિ) પૃ. ૧૫૧૧૫૪ સુધી વાંચી વિચારી જવા ભલામણ છે. એ વિષય પર ત્યાં વિસ્તારથી ઉલ્લેખ માલૂમ પડશે.
.
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
લાગે છે કે આખી દુનિયાનાં સર્વ પુગલે ખાઈ જવાથી પણ તે ભૂખની શાંતિ થાય નહિ; તેને તરસ એટલી આકરી લાગે છે કે આખી દુનિયાના સર્વ સમુદ્રોનાં પાણી એક સાથે પીવાથી પણ તે છીપે નહિ; ત્યાં તે ઠંડા ક્ષેત્રની ઠંડીથી મહા પીડા પામે છે; ઉણુ-ગરમ ક્ષેત્રમાં ગરમીથી મહા હેરાનગતિ ભોગવે છે; અને એ ઉપરાંત બીજા નારકીના છે તેને અનેક પ્રકારે દુઃખ આપે છે. તે વખતે આ પ્રાણી મહા દુઃખથી આકુળવ્યાકુળ થઈ “હે માતા ! રક્ષણ કર, હે તાત ! હે નાથ! રક્ષણ કરે, રક્ષણ કરે,” એમ રાડ પાડીને બોલ્યા કરે છે, પણ તેના શરીરનું રક્ષણ કરનાર છે ત્યાં હોતું નથી અને આવા ભયંકર દુ:ખમાંથી કે તેને બચાવી શકતું નથી.
નારકનાં આવાં ભયંકર દુઃખમાંથી કદાચ મહા મુશ્કેલીએ તે છૂટે તો તિર્યંચ ગતિમાં જન્મ લઈને ત્યાં અનેક પ્રકારની પીડા પામે છે અને દુઃખ સહન કરે છે. તેની પાસે પુષ્કળ બોજો ઉપડાવવામાં આવે છે, લાકડી વડે તેને કુટવામાં આવે છે, એનાં કાન, પૂછડાં વિગેરે છેદી નાખવામાં આવે છે, હજારે કીડાઓ વિગેરે એનું લોહી પીધા કરે છે, તેને ભૂખ સહન કરવી પડે છે, તે તરસથી મરી જાય છે અને જુદી જુદી અનેક પ્રકારની પીડાઓથી દુઃખી થાય છે.
ત્યારપછી વળી કઈ વાર આ જીવ મનુષ્યને ભવ પ્રાપ્ત કરે છે તો ત્યાં પણ અનેક દુઃખોથી પીડા પામે છે. હજારે પ્રકારના રોગો તેને દુઃખ ઉપજાવે છે, ત્રાસ આપે છે, હેરાન કરે છે, ઘડપણના વિકારે તેને શિથિલ કરી નાખે છે, નીચ દુર્જને તેને દુઃખ આપે છે, વહાલાના વિયોગો તેને મુંઝવી નાખે છે, અનિષ્ટ વસ્તુઓ કે પ્રાણીઓ સાથેના સંયોગે કે પ્રસંગે મન ઉપર ખરાબ અસર કરે છે, બીજાએતેનું ધન હરણ કરીને તેને રાંક બનાવી દે છે, સગા સંબંધીઓનાં આ કાળ મરણે આકુળવ્યાકુળ કરી નાખે છે અને જુદા જુદા પ્રકારના અધ્યવસાયે તેને વિહળ કરી નાખે છે.
કદાચ એ જીવ દેવગતિમાં જન્મ લઈ દેવતા થાય છે તે ત્યાં
૧ આ ક્ષેત્રવેદના કહી. ૨ આ અન્યોન્યકૃત વેદના કહી.
૩ દેવતા, મનુષ્ય અને નારકી સિવાયના સર્વ જીવોને તિર્યંચ સંજ્ઞાથી - ળખવામાં આવે છે. તેમાં એકથી પાંચ ઇંદ્રિયવાળા (દેવ, મનુષ્ય અને નારક સિવાચના) સર્વ જીવોનો સમાવેશ થાય છે. પંચેદ્રિય તિર્યંચમાં જળચર, સ્થળચર, ખેચર આદિ જીવોને સમાવેશ થાય છે. અહીં ખાસ કરીને તિર્યંચ પંચેંદ્રિય જીવોને નિર્દેશ છે એમ સંબન્ધ પરથી જણાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]
દીનતા અને રોગોનું રહસ્ય.
પણ જુદા જુદા પ્રકારની વેદનાઓ સહન કરે છે. ઇદ્ર કાંઈ પણ હુકમ તેને ફરમાવે તે પરવશ થઈને તે હુકમ તેને ઉઠાવવો પડે છે, અન્ય દેવોનો વૈભવ જોઈને તેને વારંવાર અદેખાઈ આવ્યા કરે છે, પૂર્વ ભવમાં પોતે ભૂલ કરી હોય તેનું સ્મરણ થવાથી દુઃખ થાય છે એટલે શુભ ક્રિયા કરવામાં ગયા ભવમાં અમુક અમુક કચાશ રાખી તેથી આ ભવમાં પૂર્ણ ઋદ્ધિ, અધિકાર કે મહત્તા મળ્યાં નહિ એવી ક૯૫ના વારંવાર થયા કરે છે, અન્ય દેવેની સુંદર યુવતીઓ કે જે પિતાને વશ થાય તેમ ન હોય તેની પ્રાર્થના કરવાને પરિણામે નાસીપાસી થવાથી અથવા તેઓ પોતાની પ્રાર્થના કરે તો તેને તૃપ્ત કરવાની પિતાની શક્તિ ન હોવાથી મનમાં બળી જાય છે, તેને સંગ કેવી રીતે થાય તેના વિચારે વારંવાર થતા હોવાથી મનમાં શલ્ય રહ્યા કરે છે, મોટી ઋદ્ધિવાળા દેવતાઓથી વારંવાર નિંદા પામે છે, પિતાને મરવાન (ચવવાનો સમય નજીક જાણી અત્યંત વિલાપ કરે છે અને છેવટે સર્વ પ્રકારના અશુચિના સ્થાનકભૂત ગર્ભના કાદવમાં પડે છે. આવા પ્રકારની સ્થિતિ હોવાથી તે દરિદ્રીના વર્ણનમાં સર્વ અંગે
ઉપર મોટા મોટા ઘા વાગવાથી થયેલ તાપને લીધે દરિદ્રીને આકુળવ્યાકુળ થઈને તે બહુ હેરાન થઇ ગયો હતો દીન શબ્દ. અને “ઓય મા! મરી ગયે, મને બચાવ, મને બચાવ,
એવા એવા શબ્દો તે વારંવાર બોલતો હતો” એ મતલબની હકીકત કહેવામાં આવી હતી તે આ જીવને સર્વ બરાબર બંધબેસતી આવે છે, કારણ કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં અનેક પ્રકારનાં દુઃખ અનુભવતે વારંવાર તે નિસાસા મૂકે છે, તેના શરીરમાં તાપ આવ્યા કરે છે અને તે વારંવાર રાંક-બાપડ-બિચારો થઈ જાય છે. આ સર્વનું કારણ તેના પિતાના જુદા જુદા પ્રકારના માઠા વિકલ્પો, તેને સંપાદન કરાવનાર કુદર્શનગ્રંથો (અન્ય ધર્મનાં પુસ્તક) અને તે પુસ્તકના બનાવનાર અને મત ચલાવનાર કુગુરુએ છે.
---------- ૧ દેવતા અવાધજ્ઞાન કે વિલંગજ્ઞાનથી પોતાના પૂર્વ ભવ સંબંધી હકીકત ઉપયોગ મૂકીને જાણી શકે છે. જેઓને સમ્યગુ બેધ થયો હોય છે તેને અવધિજ્ઞાન હોય છે અને બાકીનાને વિર્ભાગજ્ઞાન હોય છે. આ ગતિ આશ્રયી જ્ઞાન હોવાથી સર્વ દેવોને હોય છે,
૨ જુઓ આ પુસ્તકનું પૃષ્ઠ ૧૬ મું (નિપુણ્યકનું વર્ણન). બેંગાલ ર. એ. સાસાયટિના મૂળ પુસ્તકનું અહીંથી ૫૧ મું પૃષ્ઠ શરૂ થાય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧ આગળ તે ભિખારીના શરીરમાં ઉન્માદ વિગેરે રોગે બતાવવામાં આવ્યા તે આ જીવના સંબંધમાં મહામહ વિગેરે સમજવા. ઉન્માદ સનેપાત જેવા વ્યાધિ છે, જેની અસર તળે પ્રાણી અનેક પ્રકારનાં અકાર્યાં કરે છે, તેવી રીતે માહ-મિથ્યાત્વ અજ્ઞાનથી અનેક પ્રકારનાં ન કરવા યાગ્ય કાર્યોની પરંપરા આ પ્રાણી કરે છે તેથી ઉન્માદ તે માહ સમજવે. તાવ આવવાથી આખા શરીરે ગરમી થાય છે તેવી રીતે રાગ ( પરવસ્તુ વિગેરે તરફ પોતાપણાના આકર્ષણ ને લીધે સર્વ અવયવેામાં એક જાતની ગરમી આવે છે, તેથી તાપ તે રાગ સમજવેા. જેમ રાળના વ્યાધિ થવાથી હૃદય ઉપર અને પાંસળાંઓમાં સખ્ત પીડા થાય છે તેમ દ્વેષ ( અન્ય વસ્તુ અને પ્રાણી તરફ તિરસ્કારની લાગણી )ને લીધે હૃદયમાં વેરની સખ્ત વેદના ચાલે છે અને મનમાં ગ્લાનિ રહ્યા કરે છે, તેથી શૂળ તે દ્વેષ સમજવા. જેમ ખસ થવાથી સર્વ અવયવામાં ખુજલી આવે છે તેમ કામ (વિષયસેવનઇચ્છા થી વિષયસેવનરૂપતીત્ર અભિલાષા ઉત્પન્ન થાય છે અને તેમાં મન વળગેલુંજ રહે છે, તેથી ખસ તે કામ સમજવા, જેમ ગળતા કાઢના વ્યાધિવડે માણસ લોકો તરફથી નિંદાય છે અને મનમાં અનેક પ્રકારના ઉદ્વેગા થયા કરે છે તેવી રીતે ભય, શાક અને અરતિ ( અપ્રીતિ )થી થયેલી દીનતાથી પણ લોકોનાં મનમાં મા દીન પ્રાણી માટે ખરામ વિચારો આવે છે અને દીન પ્રાણીને પેાતાને પણ અનેક પ્રકારના ઉદ્વેગા થયા કરે છે, તેથી દીનતા તે ગળતા કેઢનો વ્યાધિ સમજવા. આંખના વ્યાધિથી જેમ દેખવાની શક્તિના નાશ થાય છે તેમ અજ્ઞાન ( અંધકાર-જ્ઞાનનું આચ્છાદન )થી વિવેકદૃષ્ટિ-સાચું ખાટું પારખી લેવાની શક્તિના નાશ થાય છે, તેથી તે દરિદ્રીના નેત્રરોગને સ્થાને અજ્ઞાન સમજવું. જળાદરના વ્યાધિથી જેમ કાર્ય કરવાના ઉત્સાહના નાશ થઇ જાય છે તેમ પ્રમાદથી ધર્મનાં શુભ અનુષ્ઠાના (ક્રિયા-પ્રતિક્રમણ વિગેરે ) કરવા તરફ જે ઉત્સાહ હોય છે તેના નાશ થઇ જાય છે અને પ્રાણી મંદ ઉત્સાહવાળા થઇ જાય છે, તેથી જળેાદરની સાથે પ્રમાદની સરખામણી કરવી.
આ પ્રમાણે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કામ, દીનતા, અજ્ઞાન અને પ્રમાદ વિગેરે ભાવ રગેથી આ પ્રાણી હેરાન ગેાનાં ઉપા હેરાન થયાજ કરે છે અને તેની મુંઝવણથી તે દાન કારણેા. શુભ વિચાર કરી શકતા નથી, તેટલા માટે હાલ તેને ખાવા યોગ્ય ન ખાવા ચાગ્યના વિવેક ( ભક્ષ્યાભક્ષ્યના સ્વરૂપનું ૧ આ વ્યાધિમાં પેટ મેાટું થઇ જાય છે અને કાઇ કામ કરવાની હોંરા થતી નથી.
ભિખારી
ના રાગે.
Page #102
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] અનર્થનાં બાહ્ય અંતરંગ કારણો. જ્ઞાન) પીવા યોગ્ય ન પીવા યોગ્ય વિવેક (પિયારેય વિચાર ) ના હોવાથી તેના પિતાના સંબંધમાં મોટે અંધકાર પ્રવર્તતો હતો અને તે અંધકારમાં તે મુંઝાઈ ગયો હતો એમ હકીકત દરિદ્રીના વર્ણનમાં અગાઉ બતાવી હતી અને પરલોક નથી, શુભ અશુભ કર્મનું ફળ નથી એવા અને એવી જાતના અનેક કુવિકો તેને થતા હતા. આ અજ્ઞાન અને વિકલ્પ બન્નેને ઉત્પન્ન કરનાર સહકારી કારણ તરીકે બાહ્ય કારણોમાં કુતર્કના ગ્રંથ અને તેને પ્રવર્તાવનારા તેના ઉપદેશકે છે એમ સમજવું અને રાગ દ્વેષ મેહ વિગેરે ઉપાદાન કારણ તરીકે આંતરંગ કારણું પૂરાં પાડે છે એમ વિચારવું અને તે ઉપરથી આ પ્રાણીને અનેક પ્રકારની પીડાઓ થાય છે તેને ઉત્પન્ન કરનાર અને ફેલાવનાર પરમાથેથી એ રાગ, દ્વેષ ને મોહ છે એમ સમજવું. એમાં એટલી હકીકત લક્ષ્યમાં રાખવાની છે કે કુશાસ્ત્રના સંસ્કાર તે કોઈ કઈ વખત થાય છે અને એ પીડાઓને ઉત્પન્ન કરવામાં કારણભૂત રાગ, દ્વેષ ને મોહ વિગેરે તે પિતાને ભાગ સર્વ વખત ભજવ્યા કરે છે, નિરંતર આ પ્રાણીને અનર્થપરંપરા ઉત્પન્ન કરે છે અને હમેશા તેને અજ્ઞાનદશામાં રાખે છે. એ ઉપરાંત એમાં બીજી પણ એક વાત છે અને તે એ કે કુદર્શનના અભિપ્રાયનું શ્રવણ કરવામાં આવે છતાં તે અનર્થપરંપરાનું કારણ થાય અને ન પણ થાય, એટલે અન્ય મતના દર્શન ગ્રંથોના વાંચન મનનથી અનર્થપરંપરા કે પ્રાણીઓને થાય અને કેઈને ન પણ થાય એવો તેમાં વિકલ્પ છે, એક સરખો નિયમ નથી; પરંતુ રાગ દ્વેષ વિગેરે આંતર કારણે જે ઉપર બતાવ્યાં છે તે સેવવામાં આવે તો જરૂર અનકૅપરંપરા થાયજ છે, એમાં કઈ જાતની શંકા છે કે પ્રકારનો વિકલ્પ નથી. એ રાગ દ્વેષ મહ વિગેરેને વશ પડેલો અને તેઓના જોરથી દબાઈ ગયેલ પ્રાણી અજ્ઞાનરૂપ મહાન અંધકારમાં પ્રવેશ કરે છે, મનને વિપરીત કરી નાખે તેવા ખોટા વિકલ્પો કરે છે, ઍક ન કરવા યોગ્ય કાર્યો કરે છે અને તેને લઈને મહા આકરાં કર્મોને સમૂહ એકઠા કરે છે. આવાં આકરાં કમાં એકઠાં કરવાને પરિણામે કઈ વખતે તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે, કેઈ વખત મનુષ્યગતિમાં જન્મ લે છે, કઈ વખત પશુભાવ ધારણ કરે છે અને કઈ વખત નરકમાં પડે છે અને ઉપર ચારે ગતિઓને
૧ અહીં આ પ્રાણીના સંબંધમાં અનર્થ પરંપરા કરનાર કારણોમાં બાહ્ય અને આંતર કારણને ભેદ પાડવામાં આવ્યો છે તે બરાબર સમજવો. અન્ય ગ્રંથો બાહ્ય કારણ છે, ઉપાદાન કારણ તો મેહ-અજ્ઞાનજ છે એ બરાબર ધ્યાનમાં રાખવું.
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
દુઃખનું વર્ણન આપ્યું છે તે પ્રમાણે ત્યાં અનંત વાર અરઘટ્ટઘટ્ટી ન્યાયે મહા દુ:ખાને વારંવાર જાતે અનુભવે છે અને ચારે તરફ ભટક્યા કરે છે. આ પ્રમાણે હાવાથી ભિખારીના વર્ણનમાં કહેવામાં આવ્યું હતું કે “ તેને ઠંડીની, ગરમીની, ડાંસની, મચ્છરની, ભૂખની, તરસની–એમ અનેક પીડા થતી હતી અને તેથી હેરાન થતા, દુ:ખ પામતા, ત્રાસ પામતા નારકીના જીવાની જેવી વેદના તે સહન કરતા હતા.” તે સર્વ આ પ્રાણીના સંબંધમાં બરાબર મળતું અને અંધબેસતું આવે છે એમ સમજવું.
r
ત્યારપછી તે દરિદ્રીના સંબંધમાં કહેવામાં આવ્યું હતું કે “ એ નિપુણ્યક દરિદ્રીની સ્થિતિ જોઇને સજ્જન પુરુષોને મેટી દયા આવે તેવું હતું, અભિમાની પુરુષને તે મકરી કરવાનું સ્થાન થઇ પડ્યો હતેા, બાળકાને રમત કરવાનું રમકડું થઇ પડ્યો હતા અને પાપ કરનારાઓને એક દાખલા પૂરો પાડે તેવા થઇ ગયા હતા ”~ એ સર્વ હકીકતની ચેાજના આ જીવના સંબંધમાં પણ બરાબર કરવી તે આ પ્રમાણે:-આ પ્રાણી નિરંતર અશાતા વેદનીયરૂપ કર્મના કાદવમાં દબાયલા રહે છે તેને જ્યારે અત્યંત પ્રશમ સુખમાં આસક્ત થયેલા અને નિરંતર વિશિષ્ટ આત્મસુખના અનુભવ કરનારા મહાત્મા સાધુએ જુએ છે ત્યારે તેઓનાં ચિત્તમાં સર્વદા કરૂણાભાવ જાગ્રત રહેતો હાવાથી સ્વાભાવિક રીતે આ પ્રાણી ઉપર તેને ઘણી દયા આવે છે. કેટલાક સરાગસંયમી સાધુઓ-યતિએ વીર રસના જોરથી તપસ્યા કરે છે, તેને ધર્મ ઉપર રાગ હોય છે, પણ તેને તે રાગ એક પ્રકારની ઘેલછા જેવા હાય છે અને તપસ્યા વિગેરે જે તે આદરતા હાય છે તેને માટે તેનાં મનમાં બહુ અભિમાન હેાય છે. આવા સરાગસંયમી યતિઓને આ પ્રાણી મશ્કરી કરવાનું સ્થાન પૂરૂં પાડે છે. તે પાતાનાં મનમાં આ જીવ સંબંધી
ભિખારીની વિવિધ પાત્રતા.
૧ જુએ અગાઉ પૃષ્ઠ ૫૭ થી ૫૯. ૨ અરધટ્ટધટ્ટી એટલે રેંટ એ કુવાએ ઉપર યેાજવામાં આવે છે. અને તેમાં ધડાએ એવી રીતે ગાઠવ્યા હેાય છે કે ઉપર આવતાં ઘડા ઠલવાય છે ત્યારે નીચેના ભરાતા જાય છે; મતલબ કોઇ વખત તદ્દન સર્વ ઘડા ખાલી થતા નથી અને પ્રાણીની મુક્તિ થતી નથી. દેહધારણ અને કર્મગ્રહણ એ ઘડાના જળ સાથે બરાબર સરખાવવા યાગ્ય છે.
૩ ત્યાગ ઉપર રાગવાળા, ત્યાગની ખાતર ત્યાગ કરનાર નહિ, પણ મેાહથી ત્યાગ કરનારાને સરાગસંયમી કહેવામાં આવે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
કર્તની આદર્શનમ્રતા. વિચાર કરે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંથી ધર્મ નામના મુખ્ય પુરુષાર્થેના સાધન વગરના આ પ્રાણીમાં માણસાઇજ કેમ સંભવે? એવો ખ્યાલ કરી તેના તરફ અનાદરની નજરથી તેઓ જુએ છે-આવા પ્રાણીઓનું આ જીવ હાસ્યસ્થાન થઈ પડે છે. વળી કેટલાક પ્રાણીઓ જેઓનાં મનમાં મિથ્યાત્વ પેસી ગયું છે અને જેઓને કઈ પ્રકારે થોડું થોડું વિષયસુખ મળી ગયું છે તેઓને આ જીવ ક્રીડા કરવાનું રમત કરવાનું-સ્થાન થઈ પડે છે. આપણે દુનિયામાં જોઈએ છીએ કે પૈસાના મદમાં અંધ થઈ ગયેલાએ બીજા સામાન્ય માણસ તરફ અનેક પ્રકારની પીડાઓ-હેરાનગતીઓ કરે છે અને તેઓ તરફ તિરસ્કારની નજરથી જોઈ તેઓ જાણે તદ્દન મૂખ-અક્કલ વગરના કે ઠેકાણું વગરના હોય તેમ તેઓને બનાવે છે. દુનિયામાં પાપી પ્રાણીઓ કેવી રીતે પાપ એકઠું કરે છે અને તેનાં કેવાં ફળ થાય છે તે હકીકત બતાવવાની હોય છે ત્યારે તે બાબતનો દાખલે આ પ્રાણી પૂરું પાડે છે તે આ પ્રમાણે પાપ કાર્યોની હકીકત જ્યારે ભગવાન બતાવે છે ત્યારે ભવ્ય પ્રાણીઓને સંસાર પર વૈરાગ્ય થાય તેટલા માટે આ પ્રાણુઓના જેવા જીવનું દષ્ટાન્ત આપે છે. આવી રીતે આ જીવ કૃપા, હાસ્ય અને ક્રીડાનું સ્થાન થાય છે અને પાપીઓનું દૃષ્ટાનું પૂરું પાડે છે. વળી તે દરિદ્રીના વર્ણનમાં આગળ કહેવામાં આવ્યું છે કે “આ
અષ્ટમૂલપર્યન્ત નગરમાં બીજા પણ ઘણું દરિદ્રીઓ દરિદ્રીની વસતા હતા, પણ એ નિપુણ્યક દરિદ્રી એટલે સરખામણ. દુઃખી હતો કે તેના જેવો નિભૉગી બહુધા તે આખા
શહેરમાં બીજો કઈ નહિ હોય એમ લાગતું હતું.” તે મારા પિતાના જીવનું અત્યંત વિપરીત વર્તન જોઇને અને અનુભવીને મેં કહ્યું છે, કારણ કે જન્મથી અંધપણને પણ હલકા પાડી નાખે તેવો તેને મહામોહ છે, નારકીના તાપને પણ હસી કાઢે તેવો તેને રાગ છે, જેને કેઈ સાથે સરખાવી ન શકાય તેવો એને અન્ય ઉપર દ્વેષ છે, વૈશ્વાનરને પણ હસી કાઢે એવો તેને કોધ છે, મેરૂ પર્વતને પણ નાનો બતાવે તેવું તેને માન છે, નાગણ (સર્ષણ)ની ગતિને પણ
૧ તેને મહામોહ એટલો આકરો થાય છે કે કોઈ પ્રાણી જાત્યંધ-જન્મથી અંધ હોય તેનું વિકળ ચક્ષુ પણું પણ તેની પાસે કાંઇ હિસાબમાં નહિ. જન્માંધપણુથી પણ આકરે તેને મહામોહ છે. એવી રીતે બાકીના ભાવો માટે પણ સમજી લેવું. ૨ મેટે અગ્નિ.
Page #105
--------------------------------------------------------------------------
________________
૬૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
જીતી જાય તેવી તેને માયા છે, સ્વયંભૂરમણ સમુદ્રને પણ નાના દેખાડે તેવા તેને લેાભ છે અને સ્વામાં લાગેલી તૃષા ( પાણી પીવાની ઇચ્છા ) જેવું તેનું વિષયલંપટપણું છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ થયા પહેલાં આ પ્રમાણે સર્વ મારા જીવના સંબંધમાં હતું અને તે મેં જાતે અનુભવેલું હતું અને મને પેાતાને એમ લાગે છે કે અન્ય પ્રાણીઓમાં દેષોની આવી ઉત્કટતા નહિ હેાય. આ વાત મારા જીવના સંબંધમાં યુક્તિથી કેવી રીતે અંધબેસતી આવે છે તે આગળ મને પ્રતિબાધ થાય છે તે વખતે વિસ્તારથી કહી બતાવીશ. ભિખારીનાં હવાંતી,
ત્યારપછી તે દરિદ્રીના વર્ણનમાં કહેવામાં આવ્યું છે તેની મતલખ આ પ્રમાણે છે. “ તે ભિખારી અષ્ટમૂલપર્યન્ત નગરના દરેક ઘરમાં ભિક્ષા માટે રખડતા રખડતા વિચારતા હતા કે · મને અમુક દેવદત્તના અથવા અંધુમિત્રના અથવા જિનદત્તના ઘેરથી રસકસવાળી,
સ્વાદિષ્ટ, પુષ્કળ અને સારી રીતે રાંધેલી ભિક્ષા મેાટા પ્રમાણમાં મળશે, તે ભિક્ષાને એકદમ લઇને બીજા ભિખારીએ ન જુએ તેમ એકાંત જગા પર હું ચાલ્યા જઇશ. પછી એવી રીતે માગીને આણેલી ભિખની વસ્તુઓમાંથી થોડી હું ખાઇ લઇશ અને બાકીની બીજા દિવસ માટે ઢાંકી મૂકીશ. બીજા ભિખારીએ કદાચ કોઇ પણ કારણથી મને ભિક્ષા સારી રીતે મળી છે એમ જાણી જશે તે તે મારી પાસેથી તેમાંથી લેવાની માગણી કરશે અને મને એક પ્રકારે ત્રાસ આપશે, પરંતુ હું મરીશ પણ તેને મારી ભિક્ષામાંથી એક જરા ભાગ પણ આપીશ નહિ. જ્યારે તેએ જબરજસ્તી કરી મારી પાસેથી મળેલી ભિક્ષા છેડાવવા યન કરશે ત્યારે હું તે સાથે લડાઇ કરવા માંડીશ. જ્યારે તેઓ મને લાકડીવડે, મુડીવડે અને પથરાવડે મારવા લાગશે ત્યારે હું એક મોટા મુદ્ગર લઇ આવીને તેનાવડે તે એકે એકના ચૂરેચૂરા કરી નાખીશ. તે લુચ્ચા મારી પાસેથી નાસીને ક્યાં જશે ?' આવા આવા અનેક પ્રકારના માઠા વિ
૧ સર્વથી મેટ। છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ નામનેા છે. એનાથી વધારે વિસ્તારવાળા કાઇ સમુદ્ર નથી. આ તીછો લેાકના અર્ધ ભાગને તે રશકે છે અને તેનું પ્રમાણ અર્ધરાજનું છે એમ શાસ્ત્રકાર કહે છે.
૨ ૨વ×માં લાગેલી પાણી પીવાની તરસ છીપી શકતી નથી મુશ્કેલીથી છીપે છે તેપણ ફરીવાર લાગે છે; તેમજ આ જીવની ઇચ્છા કર્દિ તૃપ્ત થતી નથી અને કિંદે થાય છે તે તુરત ફરીવાર ૩ મહેાળતા, સખ્તપણું. ૪ એ વાર્તા પ્રસંગ પૃષ્ઠ ૧૭,
અથવા ઘણી વિષયસેવનની જન્મ લે છે,
Page #106
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સંસારરસિકની ખાલી અભિલાષાઓ. કલ્પથી તે દરિદ્રીના મનમાં વ્યાકુળતા રહ્યા કરે છે અને દરેક ક્ષણે નકામું રૌદ્રધ્યાન કર્યા કરે છે. તે ભિખારી તે નગરમાં દરેક ઘરે રખડે છે, પણ તે બાપડાને જરા પણ ભેજન મળતું નથી, એટલે ઉલટ તેના હૃદયને ખેદ વધ્યા કરે છે અને પ્રતિદિવસ અનેક ગણે વધારે વધારે થયા કરે છે. કદાચ કઈ વખત દેવવશે તેને જરા તુચ્છ ભજન મળી જાય છે તો જાણે પિતાને મોટું રાજ્ય મળ્યું હોય તેમ તે આખી દુનિયાને પિતાથી હલકી માને છે.” દરિદ્રીના સંબંધમાં ઉપર પ્રમાણેની મતલબની હકીકત કહી હતી તે સર્વ મારા જીવન સંબંધમાં બરાબર યોજવી તે આ પ્રમાણે આ સંસારમાં હમેશાં પરિભ્રમણ કરતાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને
સ્પર્શ એ પાંચે ઇંદ્રિયના વિષયે, સગા સંબંધીઓનો ભજનનો સમૂહ, ધન કનક વિગેરે તથા કામ, ક્રીડા ને વિકથા આંતર ભાવ. વિગેરે સંસારવૃદ્ધિનાં કારણો હોવાથી અને અજીર્ણ
કરનાર હોવાથી તેને કદન્ન, તુચ્છ-અધમ ભજન તુલ્ય સમજવાં; કારણ કે તે સંસારવૃદ્ધિનાં કારણે હોવાથી અને કર્મસંચયરૂપ અજીર્ણ કરનાર હોવાથી ભેજનની સાથે બરાબર સરખાવી શકાય તેવાં છે. મહામોહમાં આસકત થયેલો આ જીવ વિચાર કરે છે તે ઉપર બતાવેલા દરિદ્રીના રદ્રધ્યાન સાથે સરખાવવા યોગ્ય છે. આ પ્રાણી વિચાર કરે છે કે “હું ઘણી સ્ત્રીઓને પરણીશ; તે મારી સ્ત્રીઓ એટલી રૂપવંત હશે કે પોતાનાં રૂપમાં તેઓ સ્વર્ગ મૃત્યુ પાતાળની સર્વ સ્ત્રીઓને હરાવી દેશે, એટલી સૌભાગ્યવાળી હશે કે તેમાં તેઓ કામદેવની સ્ત્રી રતિ)ને પણ હટાવી દેશે, એટલી વિલાસવતી હશે કે તેવટે તેઓ મોટા મેટા મુનિઓનાં મનને પણ ક્ષોભ પમાડશે, એવી કળાવાળી હશે કે તેમાં તેઓ બૃહસ્પતિને પણ હસી કાઢશે અને વિજ્ઞાન (કળા કૌશલ્ય)માં એટલી પ્રવીણું હશે કે તે વડે તેઓ પતાની જાતને પંડિત માનનારાઓનાં ચિત્તને પણ રીઝવી શકશે. આવી ગુણ લક્ષણવાળી સુંદર આકર્ષક સ્ત્રીઓનાં હૃદયને વલ્લભ પતિ હું થઈશ. એ મારી વહાલી સ્ત્રીઓ પારકા પુરુષની ગંધને પણ સહન કરશે નહિ, મારી આજ્ઞાને કદિ પણ લેપશે નહિ, મારા મનને તેઓ દરરોજ અત્યંત આનંદ આપશે, હું તેઓ ઉપર જરા ઉપર ઉપરનો ખેટ કેપ બતાવીશ ત્યાં તો તેઓ મને રાજી કરવા મંડી જશે, કામક્રીડાની પોતાની ઈચ્છા પૂરી પાડવા માટે તેઓ મારી અનેક
૧ રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનકથા.
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ પ્રકારે ખુશામત કરશે, ઇસાર કરીને અને તેવી જ બીજી નિશાનીઓ કરીને તેઓ મારા તરફ પ્રેમ બતાવ્યા કરશે, જૂદા જૂદા પ્રકારના બિમ્બક ભાવે ધારણ કરીને મારા મનને પિતાના તરફ તેઓ ખેંચશે અને અરસ્પરસ એક બીજાની ઈર્ષ્યાને લઈને તેઓ મારા ઉપર કટાક્ષનાં બાણ ફેંકીને મને વારંવાર અભિલાષપૂર્વક ઘાયલ કરશે. વળી મારે ઇંદ્રના પરિવારને પણ હસી કાઢે તે,વિનયવાન, ચતુર, શુદ્ધ ચિત્તવાળે, સુંદર વેશવાળા, અવસર જાણનાર, મનને પસંદ આવે તે, મારા પર પ્રેમ રાખનાર, સર્વ પ્રકારના ઉપાય કરવામાં કુશળ, શૂરવીર, ઉદાર, સર્વ કળામાં કુશળતાવાળ, સેવાભક્તિ કરવામાં હશિયાર પરિવાર થશે. વળી ઇંદ્રના આવાસને પણ હસી કાઢે એવા સાત માળના ભારે અનેક મહેલે થશે, જે પોતાના યશરૂપ ચળકતા અમૃતને લીધે ઘોળાપણું પામેલા હોવાથી મારા ચિત્તના જેવા નિર્મળ હશે, જે ઘણું ઊંચા હોવાથી હિમાલય પર્વત હોય એ ખ્યાલ કરાવે તેવા હશે, જેમાં નાના પ્રકારનાં ચિત્રો મૂકવામાં આવેલાં હોવાથી જે જોવા લાયક લાગશે, જે ચંદ્રવાથી સુંદર લાગશે, જે આંખોને આનંદ આપનારી પુતબીઓ તેમજ બીજા જુદી જુદી જાતના આકારોથી શોભાયમાન લાગશે, જેમાં ભેજનશાળા, ગૌશાળા, કામશાળા આદિ અનેક શાળાઓઓરડાઓ હશે, જે અત્યંત વિશાળ હશે, જેમાં અનેક પ્રકારના ચેક મૂકવામાં આવ્યા હશે, જેમાં લાંબા પહોળા અને જુદા જુદા આકારના અનેક સભામંડપ કરવામાં આવ્યા હશે, જેની તરફ મટે કિલ્લો આવી રહ્યો હશે અને જે એકંદર રીતે બહુ આકર્ષક, આનંદદાયક અને રહેવા લાયક હશે-આવા અનેક રાજમહેલ-પ્રાસાદો મારે થશે. તથા મારા રાજમહેલમાં મરકત, ઇંદ્રનીલ, “મહાનલ, કર્કતન, “પવરાગ,
૧ પતિ તરફ ઉપર ઉપરથી અનાદર બતાવી તે દ્વારા તેને પિતા તરફ ખેચાણ કરવાના હાવભાવને વિક અથવા બિક કહેવામાં આવે છે.
૨ કબી સંબંધી નેકર ચાકર વર્ગના સમૂહને પરિવારનું નામ આપવામાં આવે છે.
૩ મેલ વગરના, કલંક વગરના. ૪ લીલું મણિ. ૫ પડ્યું, પાનું. ૬ શનિની એક જાત sapphire. ૭ રની એક જાત. ૮ માણેક (લાલ રંગને મણિ).
Page #108
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સંસારરસિકની ખ્યાલ અભિલાષાઓ. "વજ, વૈર્ય, ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, પ્રચૂડામણિ, પુષ્પરાગ વિગેરે અનેક જાતિનાં રત્નો હમેશાં પ્રકાશ કરશે, સેનાના ઢગલાઓ મારા મહેલમાં ચારે તરફ પીળા રંગને પ્રકાશ બતાવશે, મારા ઘરમાં ધાન્ય, ચાંદી અને બીજી ધાતુઓ એટલી બધી વધી પડશે કે લેકે તેટલી બધી વસ્તુઓ મારા ઘરમાં છે એ વાત માનશે પણ નહિ. વળી મુગટ, બાજુબંધ, “કુંડળ, પ્રાલંબ વિગેરે અનેક જાતનાં ઘરેણુંઓ મારા હૃદયને બહુ આનંદ આપશે. તથા ચીનનાં વસ્ત્ર (રેશમી કાપડ), સુતરનાં વસ્ત્ર તથા દેવદૂષ્ય (દેવતાનાં આપેલાં કપડાં) વિગેરે વસ્ત્રો મારા ચિત્તને આનંદ ઉપજાવશે. વળી મારા મહેલની સામે આવેલા કીડા કરવાના બગીચાઓ મારા મનના આનંદમાં ઘણે વધારે કરશેઃ એ બગીચાઓ એવા સુંદર હશે કે તેમાં રન અને સેનાવડે જુદી જુદી જાતના વિભાગોથી શોભી નીકળેલા અનેક બેનાવટી પર્વતો દીપી રહ્યા હશે, તેમાં વાવ, ગુંજાલિકા અને ફુવારા વિગેરે અનેક જળાશ આવી રહેલ હોવાથી તે અત્યંત મનોહર લાગતા હશે, તેમાં બકુલ, પુન્નાગ, નાગ, અશેક, ચંપક વિગેરે અનેક જાતનાં સુંદર ઝાડેને વિસ્તાર આવી રહેલ હશે, પાંચ જાતનાં સુગંધી અને મનહર ફૂલના ભારથી જેની શાખાઓ નમી ગઈ છે
૧ હીરે.
૨ વિદ્ર પર્વતમાંથી ઉત્પન્ન થયેલ રત જેને Lapis laxmi ના નામથી ઓળખવામાં આવે છે. ૩ મણિને પ્રકાર જે ચંદ્રદર્શનથી ઓગળવા માંડે છે.
મણિને પ્રકાર જે રજૂર્યદર્શનથી ઓગળવા માંડે છે. ૫ માથાના મુગટમાં રાખવા માટે હીર. ૬ પોખરાજ, હરે. ૭ હાથે બાંધવાનું ઘરેણું. બાજુના નામથી ઓળખાય છે. ૮ કાનમાં પહેરવાનું ઘરેણું.
૯ ગળાથી નીચે લટકતી હદય સુધી પહોંચતી માળા (સોનાની અથવા મોતીની).
૧૦ ગુંજાલિકા કયા પ્રકારનું જળાશય છે તે સમજાતું નથી. સંબંધ પરથી તેની આસપાસ ઘણું ભમરાઓ મધમાખીઓ ફરતી હોય તેવું પાણીનું સ્થાન જણાય છે.
૧૧ કેશરનું ઝાડ. સ્ત્રી અને સ્પર્શ કરે ત્યારે તે વિકાસ પામે છે. ૧૨ સેરંગીનું ઝાડ, ૧૩ નાગ કેશરનું ઝાડ. ૧૪ અંત ભાગો.
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ એવા કુમુદ તથા કેકનદથી તે અતિ સુંદર હશે અને ગુંજારવ કરતા ભમરાઓના અવાજથી સુંદર ગીતો તેમાં ચાલ્યાં કરતાં હશે–આવા અનેક સુંદર બગીચાઓ મારા મહેલની પાસે હશે. સૂર્યના રથની સુંદરતાને પણ જીતી લે તેવા અનેક રથે મને પ્રમેદ કરાવશે. ઇંદ્રના ઐરાવત હાથીની મોટાઈને પણ બાજુએ મૂકી દે એવા મારા કરોડ હાથીઓની શ્રેણી મારે હર્ષ વધારશે. દેવતાના પતિ ઇંદ્રના ઘોડાએની ચાલને પણ હલકી દેખાડે એવા અનેક-કરડે ઘડાઓ મારી જાતને સંતોષ આપશે. મારી આગળ દેડતા, મારા ઉપર પ્રીતિ ભક્તિવાળા, બીજાઓને હઠાવી દેવામાં કુશળ, પરસ્પર એક ચિત્તવાળા ( ભિન્ન વૃત્તિ વગરના) અને સ્વાર્થ વગરનાર ન ગણી શકાય તેટલા પાળાઓ ( પાયદળ લકર) મારા મનને ઉલ્લાસ વધારશે. મને નમવાની ઈચ્છાવાળા અનેક રાજાઓ પિતાના મુગટમાં રહેલાં મણિરોથી મારા પગને લાલ કરશે. હું મોટી પૃથ્વીને સ્વામી માંડલિક રાજા થઈશ! બુદ્ધિમાં દેવતાઓના મંત્રી (બૃહસ્પતિ)ને પણ હસી કાઢે તેવા મારા મોટા પ્રધાને મારા રાજ્યનો સર્વ કારભાર ચલાવશે.” આ સર્વે વિચારે (અભિલાષાઓ ) સારી ભિક્ષા મેળવવાના લાભની જે ઈચ્છા પેલા દરિદ્રીને થયા કરતી હતી તેની બરાબર સમજવાં. વળી આ જીવ આગળ વિચાર કરે છે-“આવી રીતે હું મટે
ધનદોલતવાળે થયેલ હોવાથી અને મને કઈ જાતની શરીરપુષ્ટિ- ચિંતા ન હોવાને લીધે તેમજ મારાં સર્વ સાધન પૂરાં ના વિત થઈ ગયેલાં હોવાથી હું "કુટીપ્રાવેશિક નામનું રસાયણ
સિદ્ધ કરીશ-સાધીશ. એ રસાયણના ઉપયોગથી મારૂં શરીર વળીઆ, ઘેળા વાળ, માથામાં તાલ તેમજ કઈ પણ પ્રકારની
૧ કમળ, પદ્મ, પોયણું. ૨ રાતું પોયણું.
૩ એટલે અંદર અંદર મળી જઈ રાજ્ય વિરૂદ્ધ બળવો ઉઠાવે નહિ તેવા-દુર્યોધનના ધાઓ માટે કિરાતાર્જીનીયમાં આવાં જ વિશેષણવાળ શ્લોક છે, જુઓ કિરાત. પ્રથમ સર્ગ-(શ્લોક ૧૯)
महौजसो मानधना धनार्चिता, धनुर्भृतः संयति लब्धकीर्तयः। न संहतास्तस्य न भिन्नवृत्तयः, प्रियाणि वांछन्त्यसुभिः समीहितुम्॥ ન સંહતાને અર્થ ટીકાકાર સ્વાર્યનિષ્ટ ન થાય તેવા એમ કરે છે. તેઓ ભિન્ન વૃત્તિવાળા નથી એટલે અંદર અંદર લડી મરે તેવી વૃત્તિવાળા નથી અને તેમ હોવાથી તેઓ પોતાના સ્વામીનું કામ કરનારા છે એવો ભાવ સમજવો.
૪ અમાત્ય, Councillors.
૫ આ નામનું રસાયણ તૈયાર થાય છે જે બરાબર વિધિપૂર્વક થયું હોય તો તે ખાવાથી શરીર તદ્દન નીરોગી રહે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
રસિકના હવાઇ તરંગો.
ખાડ ખાપણ વગરનું, ઘડપણ અને મરણના વિકારથી રહિત, દેવકુમારાથી પણ વધારે કાંતિ તેજવાળું, સર્વ પ્રકારના વિષયા ભોગવવાને સમર્થ અને બહુ બળવાળું થશે.' પ્રાપ્ત થયેલી ભિક્ષાને એકાંત સ્થાનમાં લઇ જવાના મનેરથ તે ભિખારી ભિક્ષા પ્રાપ્ત થયા પહેલાં અગાઉથી કર્યાં કરતા હતા તેની સાથે આ હકીકત સરખાવવી.
વળી તે રાંક પેાતાના મનમાં વિચાર કરે છે-ત્યારપછી આવું સુંદર શરીર મળવાથી મારા મનમાં અત્યંત આનંદ પ્રાપ્ત થશે, પછી ગંભીર પ્રેમસમુદ્રમાં ડૂબીને મારી ઉપર વર્ણવી તેવી અનેક સુંદર સ્ત્રીઓ સાથે આવી રીતે ક્રીડા કરીશઃ-કાઇ વખત નિરંતર પ્રવર્તતા મદનરસને વશ પડીને ઘણા વખત સુધી સુરતક્રીડા કરી સ્પર્શન્દ્રિયને તૃપ્ત કરીશ; કોઇ વખત રસદ્રિયને તૃપ્ત કરવા માટે જે મનને પસંદ આવે તેવા રસા બાકીની સર્વ ઇંદ્રિયાને પણ સ્વસ્થ કરનાર હાય તેને સ્વાદ લઇશ; કોઇ વખત ઘણી સુગંધીવાળા કપૂરથી મિશ્ર કરેલ સુખડ કેશર કસ્તૂરી વિગેરેનું વિલેપન કરીને તેમજ પાંચે સુગંધી પદાર્થોથી ભરપૂર તાંબુલ (પાન) ખાઇને ઘ્રાણેયિ ( નાસિકા-નાક)ને તૃપ્ત કરીશ; વારંવાર વાગતા મૃદંગ (ઢાલ)ના અવાજથી યુક્ત, જાણે દેવતાઓની સુંદરીઓ (દેવાંગનાઓ ) નૃત્ય કરતી હોય એવા ભ્રમ ઉત્પન્ન કરે તેવી સુંદર સ્ત્રીઓના કટાક્ષના જેમાં પાડે આવતા હાય અને જે નાટકામાં અનેક પ્રકારના શરીરના આકાર કરવામાં આવે તેવા અંગહાર નામના નાચેા આવતા હાય તેવાં સુંદર નાટકો જોઇને કોઇ વાર ચક્ષુઇંદ્રિયને આનંદ આપીશ; કોઇ વખત મધુર કંઠવાળા અને ગાયનવિદ્યા ( સંગીત )ના પ્રયાગમાં સારી રીતે પ્રવીણ થયેલા ગાંધૌનાં વેણુ, વીણા, મૃદંગ, કાકલી આદિ વાજિત્રો સાથે ગાયનેાના સ્વર સાંભળીને શ્રોયિને આહ્વાદ આપીશ; કોઇ વખત સર્વ કળાઆમાં કુશળ, સરખી વયના, પોતાના હૃદયની ગુપ્ત વાત એક બીજા પાસે કહે તેવા, શૌર્ય, ઔદાર્ય અને વીર્યથી શ્રેષ્ઠ અને રૂપમાં કામદેવને પણ હસી કાઢે તેવા મિત્રો સાથે જૂદા જૂદા પ્રકારની ક્રીડા કરતા સર્વે ઇંદ્રિયાને સામટી–એક સાથે તૃપ્ત કરીશ.' પેલા ભિખારીને પાતાની ભિક્ષા એકાંત સ્થાનમાં લઇ જઇને ત્યાં ખાવાની ઇચ્છા થતી હતી તેની ખરાખર આ સર્વ હકીકત સમજવી.
એકાંતમાં ભિક્ષા ને ખાવાને વિચાર
૧ સ્ત્રીસંયાગ. ૨ તજ, એલચી, લવીંગ, જાઇફળ, જાવંત્રી. ૩ એક જાતને નાચ. આ નાચમાં આંગળી અને શરીરનાં ખીજાં અવયવાનાં લટકાં બહુ કરવામાં આવે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
વળી આ જીવ વિચાર કરે છે હું આવી રીતે ઘણા વખત સુધી બહુ ઉત્તમ પ્રકારનું સુખ ભાગવીશ. એવી રીતે સર્વોત્તમ સુખ ભાગવતાં મારે દેવકુમારના આકારને ધારણ કરનાર, શત્રુઓની સ્ત્રીઓનાં હૃદયમાં ઈર્ષ્યા ઉત્પન્ન કરનાર, સર્વ સગા સંબંધીએ તથા વહાલા સ્રહીઓના જૂદા જૂદા સ્વભાવને એક સરખી રીતે રાજી રાખનાર અને મારા જેવાજ સેંકડો પુત્રો થશે. આવી રીતે મારા મનના સર્વે મનારથા પૂર્ણ થશે, મારા સર્વ શત્રુઓ અસ્ત પામી જશે અને તેવી રીતે અનંતા કાળ હું મારી મરજી આવશે તે પ્રમાણે રહીશ-વિહાર કરીશ.' પેાતાની પાસેનું કદન્ન ( ખરાબ ભાજન ) ઘણા દિવસ સુધી રાખી મૂકવાની–ઢાંકી મૂકવાની ઇચ્છા તે ભિખારીને થયા કરતી હતી તેની બરાબર આ સર્વે મનેારથા સમજવા.
વળી પેલા
७०
કુંભેાજન
ના સંગ્રહ.
દરિદ્રી જીવ વિચાર કરે છેઃ-મારી પાસે આટલી અને આવી સંપત્તિ છે એ બાબતની હકીકત ત્યારપછી કાઇ વાર બીજા રાજાઓ સાંભળશે ત્યારે તે મારી ઉપર ઈર્ષ્યા કરીને સર્વ એકઠા થઇને મારા દેશ ઉપર ચઢી આવશે અને ધમાધમ મચાવવાની શરૂઆત કરશે. એ હકીકત જાણીને હું મારી ચતુરંગિણી' સેના સાથે તે ઉપર ચડાઇ કરી તૂટી પડીશ ત્યારે તેઓ પેાતાના બળ ઉપર મુસ્તકીમ રહીને મારી સાથે લડાઇ કરશે. તે વખતે લાખા વખત સુધી ચાલે તેવા મોટા-મહાભારત વિગ્રહ થશે. સર્વ શત્રુઓ એક બીજા સાથે મળી ગયેલા હેાવાથી અને સંખ્યામાં વધારે હાવાથી તથા તેનાં સાધના મારા કરતાં ઘણાં વધારે હાવાથી તેઓ મને જરા પાછા હટાવશે. તે વખતે પછી મારા ગુસ્સા ઘણા વધી જશે અને મારામાં લડાયક જીસ્સા પણ ઘણા ઉશ્કેરાઇ જશે, તેના આવેશમાં સામી માજીના દરેક રાજાને અને તેના લરકરને હું મારી નાખીશ, તેના ચૂરેચૂરા કરી નાખીશ, તેના ઘાણ કાઢી નાખીશ. મારાવડે અટકાવાયલા–કેદી તરીકે પકડાયલા સર્વ શત્રુસેનાનીએ કદિ પાતાળમાં જશે તેપણ તેઓને છુટકારો થશે નહિ.' અગાઉ દરિદ્રીની હકી
રદ્ર ધ્યાન અ
ને ભિખારી.
૧ હાથી, ઘેાડા, રથ અને પાયદળ, એ ચાર અંગવાળી સેનાને ચતુરંગિણી સેના કહેવામાં આવે છે.
૨ આવા આવા અનેક વિચાર આ જીવ મનમાં કરે છે તે વખતે તેની પાસે કાંઇ પણ હેાતું નથી, ખાલી રૌદ્રધ્યાન કરી કર્મબંધ કરે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
મહાજ્યસ્થિતિમાં વસ્તુતઃ રાંકપણું
૭૧
કતમાં તે કારણ વગર અકાળે લડાઇ કરવા તત્પર થઇ ગયા એમ કહ્યું હતું તેની ખરાખર આ હકીકત સમજવી.
વળી આ જીવ વિચાર કરે છેઃ- આવી રીતે આખી પૃથ્વી પરના સર્વ રાજાઓને મેં જીતી લીધેલા હેાવાથી મારા ઉપર ચક્રવતીપણાના અભિષેક કરવામાં આવશે. ત્યારપછી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળલોકમાં એવી કોઇ પણ વસ્તુ નહિ રહે કે જે મને પ્રાપ્ત ન થઇ હોય.’ રાજપુત્ર વિગેરે અવસ્થામાં વર્તતા આ જીવ આવી રીતે કારણ વગર નકામા હજારો સંકલ્પ વિકલ્પ કરી પેાતાની જાતને વારંવાર આકુળવ્યાકુળ કર્યાં કરે છે અને રૌદ્રધ્યાન કરે છે, તેને લઇને મહા આકરાં કર્મ અંધે છે અને તેને લઇને નારકીમાં પડે છે. આવી રીતે અનેક પ્રકારનાં દુઃખા અને માનસિક વેદનાઓ તેને થાય છે છતાં પૂર્વ ભવમાં પુણ્ય રહિત હાવાથી પેાતાના હૃદયના તાપ સિવાય તે બીજો કોઇ પણ અર્થ પ્રાપ્ત કરતા નથી, તેનું કાંઇ વળતું નથી. આટલા ઉપરથી સમજવાની હકીકત એ છે કે જ્યારે આ જીવ રાજાના પુત્ર જેવી સુંદર સ્થિતિમાં હોય છે કે જે વખતે હૃદયની વિશાળતાને લીધે ખરાબ વસ્તુઓ પ્રાપ્ત કરવાના તે તેને મનારથ પણ ઘણે ભાગે થતા નથી અને ઘણા માણસે તેની પાસે ધનની પ્રાર્થના કરતા હોવાથી જ્યારે તેનું મન ઘણું ઉદાર વિચારનું પેાતાની બુદ્ધિથીજ હોય છે તે વખતે પણ સાધુ પુરુષા–મહાત્માઓ કે જેઓએ શાંત રસરૂપ અમૃતનું પાન કરેલું હાવાથી તેના રસની કિંમત જેએ સમજે છે અને જેએ વિષય ભાગવવાનાં ભયંકર પરિણામે જાણી રહ્યા છે અને જેઓએ સિદ્ધ ( મેાક્ષ ) સ્ત્રીને પ્રાપ્ત કરવામાં પેાતાના અધ્યવસાયે બરાબર જોડી દીધા છે તેમને આ જીવ ભિખારી-દરિદ્રી-રાંક જેવા લાગે છે તેા પછી બીજી અવસ્થામાં જ્યારે આ પ્રાણી વર્તતા હાય ત્યારે તેઓ એને માટે શું ધારે? ( રાજપુત્રને સર્વ પ્રકારની સગવડો હોય છે, પાણી માગે ત્યાં દુધ હાજર થતું હાય છે, સેવકા સેવામાં હાજર હાય છે, ધનના લાલચુ લોકો બિરૂદાવળી બેાલતા હાય છે અને ખમા ખમા થતી હોય છે તેવા ઉત્તમ મનુષ્યજન્મને માટે તે ખરેખરા સંતપુરુષના અભિપ્રાય પૂછ્યો હાય, જે સતા સંસારનું ખરાખર અવલેાકન કરી શક્યા હાય તેના આશય જાણવાની દરકાર કરી હાય તે તેમના તરફથી તમને એકજ જવાબ મળશે કે રાજપુત્રની સ્થિતિ ચાસ ભિખારી જેવીજ છે. રાજપુત્ર જેવા ઉત્તમ જન્મ માટે તે
સંસારદશામાં ભિખારીપણું.
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
આવા અભિપ્રાય આપે તે પછી સાધારણ ઘરે જન્મ થયા હેાય તેવા મનુષ્ય માટે તે તેઓ કેવા અભિપ્રાય આપે તે વિચારી લેવું !) આ હકીકત ઘણી અગત્યની હાવાથી તે અત્ર વધારે સ્પષ્ટ કરવામાં આવે છે.
તત્ત્વમાર્ગ (શુદ્ધ-સાચા ધર્મ)ને નહિ જાણનારા આ રાંક જીવ બ્રાહ્મણ, વાણીઆ, આભીર` કે અંત્યજ ( અસ્પર્ય વર્ગ-ઢેઢ ભંગી વિગેરે) નતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેના વિચારમાર્ગ બહુ ટુંકો અને તુચ્છ હાવાને લીધે તેને કદિ બે ત્રણ નાનાં ગામાના લાભ થાય છે તે જાણે પોતે ચક્રવર્તીપણું પામી ગયા હોય એમ માને છે; પાતે એકાદ ખેતરના ટુકડાના સ્વામી થઇ જાય તો જાણે પોતે મેટા નંલિક રાજા થઇ ગયા હોય એમ ગણે છે; કોઇ વ્યભિચાર કરનારી ફુલટા સ્ત્રી તેને મળી જાય તે જાણે પોતે દેવાંગનાને પ્રાપ્ત કરી હાય એમ કલ્પના કરે છે; પોતાના શરીરનાં અમુક અવયવા તદ્દન બેડોળ હાય તાપણુ જાણે પાતે કામદેવ જેવા રૂપાળા છે એમ ધારી લે છે; કોઇ વખત મળેલા ઢેઢના પાડામાં રહેનારની જેવા આત્મ પરિજનને ( પોતાના પરિવારને ) શક્ર (ઇંદ્ર)ના પરિવાર જેવા ગણે છે; કોઇ વખત ત્રણ ચાર હજાર, ત્રણસેા ચારસા અથવા તે ત્રણ ચાર કોડિ રૂપીઆના લાભ થાય તે જાણે પાતે કરાડાધિપતિ થઇ ગયા એમ ગણે છે; કદાચ તેને પાંચ છ દ્રોણુ અનાજની ઉત્પત્તિ થાય તેા જાણે પાતે મેાટા કુબેર ભંડારી થઇ ગયા હોય એમ સમજે છે; કોઇ વખત પાતાના કુટુંબનું સુખે ભરણ પોષણ કરવું તેને મહાન્ રાજ્ય પ્રાપ્ત થયા અરાબર માને છે; કોઇ વખતે મુશ્કેલીથી ભરી શકાય તેવા પેાતાના પેટનું પૂરૂં કરવાના કામને મેટા ઉત્સવ જેવું ગણે છે; કોઇ વખત ભિક્ષા મળવી તે જાણે જીવન મળ્યું હોય તેમ ગણી લે છે; કોઇ વખત રાજાને અથવા બીજા કોઇને શબ્દ, સ્પરી કે બીજી કોઇ ઇંદ્રિયના ભાગે! ભાગવતા જોઇને તેના સંબંધમાં એ વિચાર કરે છે કે અહા! એ શક્ર (ઇંદ્ર) છે! દેવ છે, વાંદવાયાગ્ય છે, પુણ્યવાન છે, મહાત્મા છે!! ખરેખર તે બહુ ભાગ્યશાળી મનુષ્ય છે; મને પણ જો એવા વિષય ભોગવવા માટે કદાપિ મળી જાય તે હું પણ તેની પેઠે વિલાસ કરૂં-આવા પ્રકારના નકામા નકામા વિચારો કરીને વારંવાર ખેદ પામે છે.
જીવનના
ખેદ પ્રસંગેા.
૧ ગાવાળ, આહેર. ૨ ખત્રીશ શેરના વજનનું માપ (શેર અહીં એંશી રૂપીઆભારને સમજવે ),
Page #114
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]
રસિકની સેવાઓ-વ્યાપારે.
૭૩
વળી આવા આવા વિચારોથી હેરાન થઈને તેવી વસ્તુઓ પ્રાપ્ત
કરવાના ઇરાદાથી તે રાજસેવા ઉઠાવે છે, રાજાની રાજસેવા અને ઉપાસના (ચાકરી) કરે છે, તેના તરફ વિનય બને ધનપ્રાપ્તિ. તાવે છે, તેને અનુકૂળ લાગે તેવું બોલે છે, તેની
ખુશામત કરે છે, પોતે દિલગીરીમાં હોય તે પણ તે રાજાને હસતે દેખીને પિતે હસે છે, પોતાને ઘરે પુત્રજન્મ થ. વાથી ઘણો આનંદ થતો હોય ત્યારે પણ રાજાને રડતો જોઈને પોતે પણ રડવા લાગી જાય છે, રાજાના માનીતા લોકો પોતાના દુશમન હોય તો પણ તેનાં વખાણ કરે છે, રાજાના દુશમનો પોતાના ઇષ્ટ મિત્ર હોય તો પણ તેની નિંદા કરે છે, રાજાની આગળ રાત દિવસ દોડે છે, પિતે તદ્દન થાકી ગયો હોય તોપણ રાજાના પગ ચાંપવા બેસી જાય છે, રાજાનાં અપવિત્ર સ્થાને પિતાને હાથે ધુએ છે, રાજાની આજ્ઞાથી ગમે તેવું હલકું કામ ઉપાડી લે છે, યમનાં હો જેવા રણમેદાનમાં જાતે પ્રવેશ કરે છે, તરવાર ભાલાના ઘા સહન કરવા માટે પોતાની છાતી આગળ ધરે છે અને ધનની ઈચ્છાવાળે આ રાંક જીવ આવી રીતે દુઃખ ભોગવીને પોતાની ધનપ્રાપ્તિ વિગેરેની ઈચ્છા પૂરી થયા અગાઉજ મરણ પામે છે. વળી આ જીવ કઈ વખત ખેતી કરવાનો આરંભ કરે છે
ત્યાં રાત દિવસ હેરાન થાય છે, હળ જડે છે, જંગખેતી. લમાં રહીને પશુની જીંદગીને અનુભવ કરે છે એ
ટલે જાણે પિતેજ પશુ હોય તેવી જિંદગી વહન કરે છે, નાના પ્રકારના સંખ્યાબંધ નો ઘાત કરે છે, વરસાદ ન થાય તો સંતાપ પામે છે અને બીજાને નાશ થઈ જાય તો દુઃખી થાય છે. વળી આ પ્રાણી કઈ વખત વેપાર કરે છે તો તેમાં સાચું ખોટું
બેલે છે, વિશ્વાસુ અને ભોળા લોકોને ઠગે છે, પરવ્યાપારાદિ. દેશ જાય છે, ઠંડીની પીડા સહન કરે છે, ઉનાળાની
ગરમી ખમે છે, ભૂખ વેઠે છે, તરસની બાબતમાં બેદરકાર રહે છે, અનેક પ્રકારના ત્રાસ અને પરિશ્રમથી થતાં સંકો દુ:ખ અનુભવે છે. ધનપ્રાપ્તિ માટે મોટા સમુદ્રની સફર કરે છે, વહાણ ભાંગી જવાથી અથવા ડૂબી જવાથી પોતે નાશ પામવાની સ્થિતિ પર આવી જાય છે અને પોતે પાણીમાં રહેનારા જીવોનું ભક્ષ્ય
૧ લઘુશંકા, વડીશંકા કરવાના સ્થાને-જગાઓ.
૧૦
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ થઈ પડે છે. ધનપ્રાપ્તિ માટે કઈ વખત પર્વતની ગુફાઓમાં ભમે છે, રાક્ષસોની ગુફાઓમાં જાય છે, રસકૂપિકા' શોધે છે અને તે વખતે (કૂપિકાનું) રક્ષણ કરનાર રાક્ષસો તેનું પિતાનું જ ભક્ષણ કરી જાય છે. વળી કોઈ વાર મેટું સાહસ ઉપાડે છે, રાત્રે મશાનમાં જાય છે, મરેલાં મનુષ્યનાં શરીર (મડદાંઓ)ને ઉઠાવે છે, તેનું માંસ ચુંથે છે, ભયંકર વૈતાળાની સાધના કરે છે અને સાધનામાં કાંઈ ભૂલચૂક થતાં તે વૈતાળ તેના પરજ ગુસ્સે થઈ આખરે તેને મારી નાખે છે. કેઈ વાર ખન્યવાદને અભ્યાસ કરે છે, એના વડે જે જમીનમાં ભંડારે દટાયેલા હોય તેના લક્ષણે જુએ છે, તેમ કરતાં કઈ જગે એ નિધાન મળી જાય તો તે દેખવાથી રાજી રાજી થઈ જાય છે, તેને ગ્રહણ કરવા માટે રાત્રિએ જીવોનું બલિદાન આપે છે અને એવી રીતે બેળિદાન આપીને બહાર કાઢેલા નિધાનના વાસણમાં પાછા કેલસા જોઈને અત્યંત ખેદ પામે છે. વળી આ જીવ કઈ વખત ધાતુવાદને અભ્યાસ કરે છે, ધાતુવાદ જાણનારની સેવા ઉઠાવે છે, તે જે કાંઇ કહે છે તે માન્ય રાખે છે, અનેક જાતની જડીબુટ્ટીઓ એકઠી કરે છે, ધાતુની માટી લઈ આવે છે, પારાને નજીક લાવી રાખે છે, તે પારાને ગરમ કરો, ઉડાવ અને મારો-એ સર્વે કામમાં રાત દિવસ અનેક પ્રકારે ખેદ પામે છે, અહોરાત્ર તેને ધમે છે, દરેક ક્ષણે તેને ફેંકે છે, પીળા કે સફેત રંગની જરા પણ સિદ્ધિ થવાના દેખાવથી જાણે હવે તેનું કે રૂપું જરૂર થઈ જશે એવા વિચારથી રાજી રાજી થઈ જાય છે, દરરોજ આશાના લાડવા ખાધા કરે છે, પોતાની પાસે ભેડા ઘણું પૈસા હોય છે તે પણ આવી સિદ્ધિઓ મેળવવાની ખાતર ખરાબ કરે છે અને આખરે કઇ પણ પ્રકારની સિદ્ધિ ન થવાથી નિરાશ થઈને મરણ પામે છે. વળી આ પ્રાણી પિતાને વિષયભોગ પ્રાપ્ત થઈ શકે તેટલા સારુ
પૈસા મેળવવાની ઈચ્છા કરે છે અને તેને માટે ચેરી ભાગ સારું છે- કરે છે, જુગટું રમે છે, જક્ષણીની આરાધના કરે છે, નની શોધમાં. મંત્રોનો જાપ કરે છે, તિષની ગણતરી કરે છે,
નિમિત્તને વેગ મેળવે છે, લોકોનાં ચિત્તનું પિતા ૧ એના રસથી લેઢાનું સેનું થઈ જાય છે એવી માન્યતા હતી.
૨ Minerology. જમીનમાં કઈ જગ્યાએ કઈ ધાતુ નીકળશે તે. ભૂસ્તરવિદ્યા (Geology) નો પણ આ ખન્યવાદમાં સમાવેશ થાય છે.
૩ Metallurgy. ધાતુને ખાસ અભ્યાસ એ પણ ભુસ્તરવિદ્યાને એક વિભાગ છે. ૪ જેમકે તે જમતુરી વિગેરે.
Page #116
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]. રસિકની ધન માટે ધમાલ.
૭૫ તરફ આકર્ષણ કરે છે, સર્વ પ્રકારની કળાઓનો અભ્યાસ કરે છે, વધારે શું કહેવું? ટુંકામાં કહીએ તો ધન મેળવવા ખાતર એવું કઈ કામ નથી કે જે તે ન કરતો હોય, એવું કેઈ વચન નથી કે જે તે બોલતો ન હોય, એવો કોઈ વિચાર નથી કે જે તે પિતાના વિચારપથમાં લેતે ન હોય; આવી રીતે પૈસાની ખાતર અહીંથી તહીં અને તહીંથી અહીં ભમ્યા કરે છે, રખડ્યા કરે છે, દોડાદોડ કર્યા કરે છે, છતાં તેની પાસે પૂર્વ ભવનાં પુણ્યનો જથશે નહિ હોવાથી તેની ઈચ્છા જેટલું પ્રાપ્ત કરવાની હોય છે તેના પ્રમાણમાં તેને તલના ફેતરાનો ત્રીજો ભાગ પણ મળતો નથી, માત્ર આથી કરીને તેના ચિત્તમાં મોટે સંતાપ નિરંતર રહ્યા કરે છે અને તેને લઈને તેને કર્મને મોટે ભારે મળે છે, જેના પરિણામે પિતાની દુર્ગતિમાં જવા યોગ્ય સ્થિતિમાં તે અત્યંત વધારો કરે છે.
કદાચ પૂર્વ પુણ્યનો જરા ઉદય થઈ આવે અને તેથી જે વખતે
તેને હજાર કે લાખ રૂપિઆની પ્રાપ્તિ થઈ જાય અને વાસ્તવિક થવા પ્રેમ રાખનારી સ્ત્રી, સુંદર શરીર અથવા વિનયી ભિખારીપણું કુટુંબ પરિવાર મળી જાય અથવા તે તેને ધાન્યને
સંગ્રહ અથવા થોડાં ગામોનું સ્વામીપણું અથવા નાનું સરખું રાજ્ય મળી જાય તે પછી જેમ પેલા દરિદ્રીને જરા તુચ્છ કુજન મળતું હતું તે વખતે તેના લાભથી તે રાજી રાજી થઈ જતો હતો તેમ આ જીવને મદ (અહંકાર)રૂપ સપાત થઈ જાય છે અને ત્યારે તે એ મી જાશમાં આવી જાય છે કે ત્યારપછી કઈ તેને કાંઇ વિનતિ કરે તો તે સાંભળતો નથી, બીજા લોકેની સામે નજર પણ કરતા નથી, પોતાની ડેક જરા પણ નમાવત નથી, મીઠાં વચન બોલતો નથી, હેત કે કારણ વગર દુમમાં ને દમમાં આંખ મીંચે છે અને વૃદ્ધ વડિલોનું પણ અપમાન કરે છે. આવી રીતે અતિ હલકા અભિપ્રાયથી જેનું મૂળ સ્વરૂપ નાશ પામી ગયું છે એ આ જીવ જ્ઞાનરલથી પરિપૂર્ણ મહાત્મા ભગવાન્ મુનીશ્વરોને અતિ ક્ષુદ્ર દરિદ્રીથી પણ વધારે અધમ લાગે તેમાં નવાઈ શું છે? સાધારણ વસ્તુને મોટી માનનાર, અલ્પસ્થાયી વસ્તુની વાસ્તવિક કિંમત નહિ સમજનાર, પરવસ્તુની પ્રાપ્તિના અહંકારમાં ઉદ્ધત થઈ અધર ચાલનાર આ જીવને જ્ઞાની મહાત્માઓ યથા સ્વરૂપમાં દેખે છે અને તેની મૂર્ખતા પર વિચાર કરી તેને આત્મદ્રવ્યને અંગે ભિખારી જે ગણે છે તે તદ્દન યોગ્ય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૧
જ્યારે આ પ્રાણી પશુભાવ ( તિર્યંચગતિમાં) અથવા નરકવસ્થા ધારણ કરતો હોય છે ત્યારે તેને ભિખારીની ઉપમા વધારે બંધબેસતી આવે છે અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તે ભિખારીની ઉપમાથી પણ આગળ વધી જાય છે; કારણ કે અનેક પ્રકારની મોટી ઋદ્ધિસિદ્ધિવાળા, અતિ આકર્ષક તેજ કાંતિવાળા, અતિ ઉચ્ચ પ્રકારનાં પાંચ ઇંદ્રિનાં અનેક પ્રકારનાં સુખ જોગવવાને યોગ્ય અને ઘણી લાંબી સ્થિતિ સુધી સુખી કહેવાતી અવસ્થામાં રહેનારા શક વિગેરે દેવતાઓ પણ જે સમ્યમ્ દર્શનરૂપ રત્નથી રહિત હોય તો વિવેકરૂપ ધનવાળા મહર્ષિઓની નજરમાં તો મહાદરિદ્રતાની મૂર્તિ જેવા અને વિજળી જેવા ચપળ જીવિતવ્યવાળા લાગે છે તે પછી સંસારના પેટામાં રહેનારા બીજા જીવોના સંબંધમાં તે શું કહેવું? સાધારણ દષ્ટિએ દેવતાઓનો અને ખાસ કરીને ઇંદ્રનો વૈભવ બહુ બહુ વખત રહેનાર અને આકર્ષક લાગે છે તેવું સુખ ભેગવનાર પણ જ્ઞાનીની નજરે તદ્દન સાચી રીતે ભિખારી અને ચપળ લાગે છે, ત્યારે પછી સાધારણ જીવન માટે મજુરી કરનાર મનુષ્યો, મુંગે માર ખાનારા પશુઓ અથવા એકાંત દુઃખ સહન કરનારા નારકે તો તેઓને કેવા લાગતા હશે તેને ખ્યાલ કરી લેવો! લેઓએ તેને તિરસ્કારથી આપેલું ઉભેજન ખાતાં ખાતાં જેમ
પેલો ભિખારી મનમાં શંકા રાખતો હતો કે કદાચ ધનીના કુ. કેઈ બળવાનું પ્રાણી તે ભેજન લઈ જશે તે વિકલ્પ. પ્રમાણે મહામેહમાં પડી ગયેલો આ પ્રાણી ધન,
સ્ત્રી કે બીજો તેને માની લીધેલ વૈભવ જેને પ્રાપ્ત કરવા માટે તેણે અત્યંત કલેશ સહન કરેલ હોય છે તેને ભગવતી વખતે મનમાં બહુ ભય રાખ્યા કરે છે તે ચોરથી બીહે છે, રાજાથી ત્રાસ પામે છે, પિત્રાઈઓ તરફના ભયથી ધ્રુજે છે, ભિખ માગનારના વિચારથી ઉદ્વેગ પામે છે, વધારે તે વાત શું કરવી પણ અત્યંત નિઃસ્પૃહ મુનિ મહારાજાએથી પણ શંકા રાખ્યા કરે છે. એ બાપડે એમ સમજે છે કે આ મુનિ મહારાજાએ મને ઉપદેશ આપી, ઉપર ઉપરથી મીઠી લાગતી વાતોથી મને આંજી દઈ અથવા મને છેતરીને મારી પાસેથી પૈસા લુંટી લેવા અથવા ઉડાવી દેવરાવવા ઈચ્છા રાખે છે. આવા આવા કુવિચારના ઝેરથી મૂછમાં પડી જઈ તે બાપ વિકલ્પ કરે છે કે અરે! મારી માલ મિલ્કત અગ્નિથી બળી જશે, અથવા પાણીના પ્રવાહમાં તણાઈ જશે અથવા ચોરોથી ચોરાઈ જશે, માટે એને સુરક્ષિત કરવી જોઈએ. પછી કાઈના ઉપર વિશ્વાસ ન
Page #118
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ધનાસતની ચેષ્ટાઓ.
৩৩ હોવાથી કોઈની મદદ વગર રાત્રિએ ઉઠીને તે એકલો જમીનમાં બહુ ઉડે ખાડો ખોદે છે, ધીમે પગલે ચાલીને જરા પણ ઘરમાં સંચાર થતો હોય તો તેને છુપાવી દઈને પિતાની પુંજી ખાડામાં ધીમે રહીને મૂકે છે, પછી ખાડે પૂરી દઈને જમીનના તળીઆને સરખું કરે છે, તેના ઉપર ધૂળ કચરો વિગેરે નાખે છે, તેને તદ્દન ન ઓળખી-પારખી શકાય તેવું બનાવે છે, વળી તે ધન દાટેલ સ્થાન કદાચ પોતે પણ ભૂલી જાય તે મોટો ગોટાળો થઈ જાય તેથી અનેક પ્રકારનાં ચિહ્નો (એંધાણે) રાખી મૂકે છે (જેને લઈને અમુક જગાએ પોતે ધન દાટ્યું છે એમ જાણી શકાય), કઈ કામ સારૂ આવેલ બહારને કઈ માણસ જે વિભાગમાં પિતે ધન દાટ્યું હોય તે તરફ અથવા ત્યાં જાય આવે છે તો તેને વારંવાર જોયા કરે છે, તે પ્રદેશ ઉપરજ પેલા માણસની વારંવાર નજર પડતી જોઈને આ ભાઇશ્રીને શંકા થાય છે કે જરૂર પિતે ઘન ઘરમાં કઈ જગાએ દાઢ્યું છે તેની આ માણસને ખબર પડી ગઈ છે, આવા વિચારથી ગભરાઈ જઈ રાત્રે ઉંઘી પણ શકતો નથી, ચિંતામાં તેની ઉંઘ ઉડી જાય છે, વળી ચિંતામાં ને ચિંતામાં રાત્રે ઉઠીને પાછે ખાડે ખેદે છે, તેમાં દાટેલ ધનને બહાર કાઢે છે અને બીજી જગે પર તેને મૂકે છે અને બીકમાં ચોતરફ પિતાની નજર નાખતે આમતેમ ભયમાં જોયા કરે છે, રખે કઈ પિતાને જોઈ જશે એવા ભયથી પિતે હાલવા ચાલવાની ક્રિયા કરે છે તે પણ શરીર માત્રથી જ કરે છે, પણ તેનું મન તો પેલા ધનના બંધનમાં એવું બંધાઈ ગયેલું હોય છે કે તે સ્થાનથી એક ડગલું પણ આગળ પાછળ જતું નથી. આવી રીતે હજારે પ્રયત્નોથી જાળવી રાખેલું ધન કઈ વખત કઈ જોઈ જાય અને પછી લઈ જાય છે તે વખતે અકાળે જાણે તેને વજન ઘા લાગ્યું હોય નહિ એવો તે થઈ જઈ “હે ભાઈ! હે મા ! હે બાપ! એવા એવા નિ:શ્વાસના શબ્દો બોલી દયાળુ મામુસોની લાગણી ઉશ્કેરે છે, અથવા અત્યંત મૂછરૂપ વાઘણે તેનો નાશ કરેલો હોવાથી કેઇ વખત ધનનાશના આઘાતથી તે મરણ પણુ પામે છે. આ પ્રમાણે લેશ માત્ર ધનમાં આસક્ત પ્રાણીઓ પિતાનું વર્તન કેવા પ્રકારનું રાખે છે તેની ચેષ્ટાઓનું સંક્ષેપમાં દિગદર્શન કરી બતાવ્યું.
Page #119
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
એવીજ રીતે પેાતાની સ્રીના પ્રતિબંધમાં લેવાઇ ગયેલા આ જીવ અન્ય પુરુષાની ઈર્ષ્યા કરીને બીજા માણસા પેાતાની સ્ત્રી સામી નજર પણ ન કરી શકે એવા વિચારથી પેાતાના ઘરની બહાર પણ નીકળતા નથી, રાતે ઉંઘતા પણ નથી, માત પિતાના ત્યાગ કરે છે, સગા સંબંધીઓના એહને શિથિળ કરી નાખે છે, પેાતાના ખાસ ઇષ્ટ મિત્રોને પણ ઘરે આવવાનું આમંત્રણ આપતા નથી, ધર્મનાં કાર્યોને તિરસ્કાર કરે છે, લોકોમાં પેાતાની નિંદા થાય છે તેની પણ દરકાર કરતા નથી, માત્ર સ્ત્રીનું મુખ વારંવાર ોઇને તેજ જાણે પરમાત્માની મૂર્ત્તિ હાય અને પોતે જાણે એક જોગી હોય તેમ બીજું સર્વ કામકાજ છેડી દઇ તેનુંજ ધ્યાન કરતા અને તેનીજ ચિંતવના કરતા પાતે ઘરમાંજ રહે છે; તે સ્ત્રી જે કરે છે તે એને સારૂં લાગે છે, તે જે ખેલે છે તે એને આનંદ આપનાર લાગે છે અને તે પેાતાના મનમાં કોઇ વસ્તુ મેળવવાના વિચાર કરે તે તેની બાહ્ય ચેષ્ટા અને આકારથી જાણી લઇ તે મેળવવા યોગ્ય છે એમ માની લે છે. વળી મેાહને લીધે તે પેાતાના મનમાં વિચાર કરે છે કે એ ખરેખર મારા ઉપર યાર રાખનારી છે, મારામાં આસક્ત છે, મારૂં હિત કરનારી છે, એના જેવી સુંદર ઉદાર સૌભાગ્યવાળી બીજી કોઇ પણ સ્ત્રી આખી દુનિયામાં હાય એમ તેને લાગતું નથી. કોઇ માણસ તેની સ્ત્રીને મા, મ્હેન કે દેવી અથવા દીકરી તરીકે ગણીને પણ તેના સામું જુવે તે આ ભાઈ સાહેબ તેના ઉપર ક્રોધ કરે છે, આકુળવ્યાકુળ થઇ જાય છે અને મરી જવા જેવા થઇ જઇ શું કરવું તેનેા ખ્યાલ પણ કરી શકતા નથી. કોઇ કારણથી તેની સાથે પોતાના વિયેાગ થાય અથવા તે મરણુ પામે તે! આ જીવ રડવા લાગે છે, શાક કરવા મંડી જાય છે અને કદાચ મરણ પણ પામે છે. ખરાબ ચાલચલગતવાળી તે સ્ત્રી હાય અને તેથી તે પરપુરુષ સાથે પ્રેમ રાખનારી થાય અથવા પરપુરુષા અળાત્કારે તેને લઇ જાય તા મહામેાહમાં આસક્ત આ પ્રાણી જીવે ત્યાંસુધી હૃદયના દાહથી મળ્યા કરે છે અથવા ઘણા દુ:ખથી કદાચ પ્રાણ પણ મૂકી દે છે-એવી રીતે એક એક વસ્તુના પ્રતિબંધમાં આસક્ત થયેલા આ જીવ અનેક દુઃખા ખમે છે, છતાં પણ વિપરીત નિર્ણયાના યાગથી તે વસ્તુઓનું રક્ષણ કરવા તત્પર રહે છે અને મારી આ વસ્તુ કાઇ ઉઠાવી જશે એવી શંકા નિરંતર રાખ્યા કરે છે.
02
સ્ત્રી આસક્ત
ની ચેષ્ટાઓ.
Page #120
--------------------------------------------------------------------------
________________
પીઠઅંધ ]
અતૃપ્ત વધતી જતી આશાઓ.
૭૯
૮ વળી તે આપડાને એવા ભાજનથી કોઇ દિવસ તૃપ્તિ થતી નહાતી અને ઉલટી તેની ભૂખ વધારે વધારે ઝેર પકડતી જતી હતી ' એ પ્રમાણે અગાઉ નિપુણ્યકની વાર્તાના પ્રસંગમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આ જીવને પણ પૈસા, સ્ત્રી કે વિષયભાગે જે સર્વ લગભગ ફુભાજન જેવા છે તે પેટ ભરીને પૂરતાં મળે તેપણ તેની ઇચ્છાના નાશ થતા નથી, પણ તે નિરંતર વધ્યા કરે છે; તે આવી રીતેઃ કોઇ વખત કદાચ સેા રૂપીઆ મળી જાય છે તેા હજાર મેળવવાની ઇચ્છા રાખે છે, કદાચ હજાર પણ મળી જાય છે તે લાખ રૂપી મેળવવાની વાંછા તેને થાય છે, કદાચ લાખ રૂપી મળી જાય તે કરોડ મેળવવાની તેને અભિલાષા થાય છે, કદાચ કરોડ રૂપીઆના લાભ થઈ જાય તે રાજ્ય મેળવવાની ઈચ્છા કરે છે, કદાચ તે રાજા થઇ જાય તેા ચક્રવર્તીપણાની શોધ કરે છે, કદાચ ચક્રવર્તીપણું મળી જાય તેા દેવપણાની હોંશ રાખે છે, કદાચ દેવપણું મળી જાય તે શકપણું શોધે છે અને કદાચ શક્રપણું મળી જાય તેા તેનાથી ઉપર ઉપરના દેવલાકનું સ્વામીપણું મેળવવાના વિચારથી તેના મનમાં આકુળતા રહ્યા કરે છે—આવી રીતે તેના મનારથા કદિ પૂરા થતા નથી. જેવી રીતે સખત ઉનાળામાં જેનું શરીર ચારે તરફથી લાગતી ગરમીથી મળી રહ્યું હાય, જેને સખત તૃષા લાગી હોય અને જેને મૂર્છા આવી ગઇ હોય એવા કોઇ મુસાફર સ્વસામાં જળતરંગથી સુંદર લાગતાં મોટાં જળાશયામાંથી ગમે તેટલું પાણી પીએ તેથી તેની તૃષા છીપતી નથી તેવીજ રીતે આ જીવને ધન વિષયાના સંબંધમાં સમજવું: અનાદિ સંસારમાં રખડપટ્ટી કરતાં આ પ્રાણીને અનેક વખત અતિ સુંદર પાંચે ઇંદ્રિયોના વિષયભોગ ભોગવવા માટે મળ્યા, મહા
તૃપ્તિના
અભાવ.
૧ જુએ અગાઉના નિપુણ્યક કથાપ્રસંગ પૃ. ૧૭.
૨ પ્રથમ દેવલેાકના ઇન્દ્ર, દેવેશને સ્વામી.
૩ આવેાજ વિચાર ઉપાધ્યાયજીએ લાભની સઝાયમાં ખતાન્યા છે—
જીરે મારે નિર્ધનને શત ચાહ, શત ચાહે સહસ લેાડીએં, જીરે મારે સહસ લહે લખ લેાભ, લખ લાલે મને કાડીએં, અરે મારે કાટીશ્વર નૃપઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું, અરે મારે ચક્રી ચાહે સુરભેગ, સુર ચાહે સુરપતિ સુખ ઘણું, જીરે મારે મૂળ લઘુ પણ લાભ, વાધે શ્રાવ પરે સહી, અરે મારે ઉત્તરાધ્યયને અનંત, ઇચ્છા આકાશ સમી કહી.
જીરેજી.
જીરેજી.
રેજી.
છછ.
જી.
જીરેજી.
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
મૂલ્યવાન્ અનેક રત્નો તેને પ્રાપ્ત થયાં, કામદેવની સ્રી રતિના વિભ્રમને પણ બાજુએ મૂકે એવી સુંદર યુવાન સ્ત્રીઓ સાથે તેણે અનેક પ્રકારના વિલાસે ભાગવ્યા અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળલોકમાં અતિ સુંદર ગણાતી ઊંચા પ્રકારની ક્રીયાએ તેની સાથે તેણે કરી તાપણ ઘણી ભૂખ લાગવાથી જેમ પેટ પાતાળમાં પેસી ગયું હોય નહિ તેમ અગાઉના દિવસેામાં ભાગવેલ વિષય કે ખાધેલ ભાજનની વાત પણ તે જાણતા નથી, યાદ પણ લાવતા નથી, માત્ર નવા નવા વિષયભાગ મેળવવાના મનારથા કરી કરીને નકામા સુકાયા કરે છે.
૮૦
વળી પૂર્વે કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે આવી લાલતાથી ખાધેલું અન્ન તેને પચતું નહતું અને “પચતાં પચતાં વળી તેના શરીરમાં વાતવિસૂચિકા ( પેટના દુ:ખાવા ) ઉત્પન્ન કરીને તેને બહુ પીડા ઉપજાવતું હતું ” તે આ પ્રાણીના સંબંધમાં આવી રીતે ચાજવું: રાગ મેહમાં લેવાઇ ગયેલા આ પ્રાણી ભેાજન જેવાં ધન વિષય સ્રી વિગેરેના સ્વીકાર કરી લે છે અને તેમાં આનંદ માની તેને ભાગ ઉપભોગ કરે છે ત્યારે તેને કર્મસંચયરૂપ અજીણું થાય છે; પછી જ્યારે ઉદય દ્વારા એ કર્મોને પચવે છે-નિર્જરે છે ત્યારે નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવગતિમાં રખડવારૂપ તેને ટૂંકા આવે છે, પેટના દુ:ખાવે। થાય છે અને એવી રીતે સદરહુ કર્મો તેને અત્યંત પીડા આપે છે, તેને ત્રાસ પમાડે છે અને તેને હેરાન કરે છે. વળી તે ભાજન સર્વે રોગનું કારણ હતું અને પૂર્વે થયેલા સર્વ વ્યાધિઓને વધારનાર હતું” એમ જે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું તે પણ યાગ્ય છે, કારણ કે એ ભેાજનની સાથે સરખાવેલ ધન વિષય સ્ત્રી વિગેરેના ભાગ ઉપભોગ આ જીવ રાગપૂર્વક કરે છે ત્યારે તેને લઇને મહામેાહના લક્ષણવાળા અનેક નવા વ્યાધિએ તેને થાય છે અને પૂર્વના હાય છે તેમાં વધારો પણ થાય છે. આથી સર્વ વ્યાધિઓને ઉત્પન્ન થવાનું અને તેમાં વધારો થવાનું કારણ એ કુભેાજન છે. નવીન કૌં આથી બહુ અંધાય છે અને પૂર્વ કર્માંના સ્થિતિ અને અનુભાગ (રસ) વધારે તીવ્ર બને છે.
પેટના
દુખાવે.
“ આ પ્રમાણે હકીકત હોવા છતાં તે નિપુણ્યકતા તેનેજ ( ખરાબ ભાજનનેજ) સારૂં માનતા હતા અને સુંદર ભાજનના તેથી વધારે સુંદર ભેાજન તરફ નજર પણ કરતા સ્વાદથી એનશીખ. નહાતા. આથી થયું એમ કે ખરેખરા સુંદર લીજત આપનાર ભાજનના સ્વાદ ચાખવાને તેને
Page #122
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ
માહનિદ્રાનું પરિણામ.
૧
પ્રસંગ પણ આવ્યે નહિ અને તેના સ્વાદ કેવા હશે તેનું તેને સ્વસ પણ આવ્યું નહિ.” આ પ્રમાણે નિપુણ્યકના સંબંધમાં કથાપ્રસંગે કહેવામાં આવ્યું છે તે આ જીવના સંબંધમાં અરાખર મળતું આવે છે. આ જીવની ચિત્તવૃત્તિ મહામેાહથી હણાયલી હાવાને લીધે અનેક દોષાનાં કારણભૂત ધન વિષય સ્રી વિગેરે તેને હેરાન કરનાર-ત્રાસ આપનાર હેાવા છતાં તેને પેાતાની જાતને સુખ આપનાર અને આત્માને હિતકારી માને છે અને પેાતે ઇચ્છે ત્યારે મેળવી શકે તેવું સ્વાધીન, અતિ ઉચ્ચ પ્રકારના વિશિષ્ટ આનંદને આપી શકે તેવું મહાકલ્યાણ કરનાર ચારિત્રરૂપ ક્ષીરભાજન છે તેને એ આપડો કાંદ અડકતા પણ નથી, કારણ કે મહામેાહની નિદ્રામાં પડેલા તે જીવનાં વિવેકરૂપ નેત્રો મીંચાઇ ગયેલાં છે, તેથી જેમ ઊંઘમાં પડેલા માણસને સારાસારના વિવેક રહેતા નથી તેમ પેાતાને કઇ વસ્તુથી લાભ છે અને કાનાથી નુકશાન છે તેના વિચાર આ પ્રાણીને મહામેાહની નિદ્રામાં પડ્યા પછી રહેતા નથી. અનંત કાળ સુધી આ સંસારમાં પરિભ્રમણ કરતાં કદાચ કોઇ વખત તે સુંદર ભેાજન આ પ્રાણીને મળેલ હોત તેા સર્વ કલેશના નાશ કરનાર મેક્ષ આ પ્રાણીને ક્યારનું મળી ગયું હાત, આટલા બધા કાળ એ સંસારમાં રખડતા હેાતજ નહિ અને મારે જીવ તેા સંસારમાં હજી પણ રખડ્યા કરે છે, તેથી એમ નિશ્ચય થાય છે કે આ જીવે સચ્ચારિત્રરૂપ સુભાજન પૂર્વે કદિ પણ મેળવ્યું નથી. આવી રીતે ભિખ માગતાં અને ત્રાસ પામતાં અદૃષ્ટભૂલપર્યન્ત નગરનાં ઊંચાં નીચાં ઘરમાં, જૂદા જૂદા આકારવાળી શેરીઓમાં અને ગલીઓમાં જરા પણ થાક લીધા વગર બહુ વખત તે દરિદ્રી ભટક્યો.” આ પ્રમાણે હકીકત નિપુણ્યકના કથાપ્રસંગમાં કહેવામાં ૧ આવેાજ વિચાર કલ્યાણમંદિરમાં બતાવ્યેા છે તે સરખાવે. अस्मिन्नपारभववारिनिधौ मुनीश ! मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि; आकर्णिते तु तव गोत्र पवित्रमंत्रे, किं वा विपद्विषधरी सविधं समेति.
અનંત કાળથી રખડપટ્ટી.
“હે પ્રભુ! આ અપાર સંસારસમુદ્રમાં તારૂં નામ પણ મેં સાંભળ્યું નહિ હાય એમ મને લાગે છે, કેમકે કાનને પવિત્ર કરનાર તારા નામને મંત્ર સાંભળ્યા પછી વિપત્તિરૂપ સર્પણી કદિ આવે ખરી ?’ આની પછીનાં બે કાવ્યા પણ લક્ષ્યમાં લેવા
યેાગ્ય છે.
૨ જૂદા જૂદા આકારવાળી શેરીએ તે ત્રિક, ચતુષ્ક, ચવર આદિ સમજવા. એક જગા પર ત્રણ રસ્તા મળે તેને ત્રિક' કહેવામાં આવે છે, ચાર રસ્તા સાથે એકઠા થાય તેને ચતુષ્ક' કહેવામાં આવે છે. શહેર વચ્ચે ચેક હેાય તેને ચવર’ કહેવામાં આવે છે, ૧૧
Page #123
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ આવી છે તે બરાબર મારા જીવના સંબંધમાં મળતી આવે છે; કારણ કે કાળની આદિ નહિ હોવાથી આ જીવે પણ અનંત પુગળપરાવર્તા
S9
અ
સમય
મંધી હકીકત ખાસ સમજવા યોગ્ય છે. અસંખ્ય વોંએ એક “૫૯૫મ” થાય છે. એને સામાન્ય ખ્યાલ આપવા માટે ચાર ગાઉ લાંબે, ચાર ગાઉ પહોળો અને ચાર ગાઉ ઊડે ખાડો કલ્પી તેમાં યુગળીઆને બારીક વાળના નાનામાં નાના ટુકડાઓ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે અને તેમાંથી સો સે વર્ષે એક એક વાળ કાઢતાં ખાડો પૂરો થાય ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ” થાય છે. તે વાળના ટુકડાને અસંખ્યાત ગુણું કલ્પી પછી સે સે વર્ષે એકેક ટુકડો કાઢતાં તે ખાલી થાય ત્યારે “સૂમ અધા પલ્યોપમ” થાય છે અને એવા દશ કોડાકડિ પલ્યોપમે એક સૂક્ષ્મ અધ્ધા સાગરેપમ થાય છે. સાગરોપમનું વિશેષ સ્વરૂપ ચેથા કર્મગ્રંથમાં તેમજ લોકપ્રકાશ વિગેરેમાં બતાવવામાં આવ્યું છે તે જિજ્ઞાસુએ ત્યાંથી જાણવા એગ્ય છે. આવા દશ કટાકેટિ સાગરોપમને એક ઉત્સર્પિણ અને દશ કટાકેટિ સાગરોપમને એક અવસર્પિણ કાળ થાય છે. (કેટકેટિ અથવા કડાકડિ એટલે કરેડને કરડે ગુણીએ તેટલા મતલબ કે એકડા ઉપર સોળ મીંડાં ચઢાવવાથી કોડાકડિ થાય છે.) અવસર્પિણી કાળના છ આરા હોય છે. ભારત ને ઐરાવત ક્ષેત્રમાં પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે, જેને કલ્પવૃક્ષ સર્વ વસ્તુઓ પૂરી પાડે છે અને ઉપાધિવ્યવહાર કોઈ પ્રકાર હોતો નથી. ચેથા આરામાં દુઃખ થવા માંડે છે, પણ ત્રીજા આરાના પ્રાંત ભાગથી ચેથા આરાના પ્રાંત ભાગ સુધીમાં ચોવીશ તીર્થંકર થાય છે. પાંચમા આરામાં પાછો મોક્ષમાર્ગ બંધ થાય છે, પણ ધર્મ રહે છે અને છઠ્ઠા આરામાં તે ધર્મને પણ લેપ થાય છે. આવા અસાર્પણ કાળનો પ્રથમ આરે ચાર કડાકડિ સાગરોપમને, બીજો ત્રણ કલાકેડિ સાગરોપમને, ત્રીજે બે કલાકેડિ સાગરોપમને અને ચોથે બેંતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કડાકડિ સાગરોપમનો અને પાંચમો તથા છઠ્ઠો દરેક એકવીશ હજાર વર્ષના હોય છે. એવી રીતે દશ કોડાકડિ સાગરોપમથી એક “અવસર્પિણી કાળ” થાય છે. તેમાં ક્રમે દુઃખ વંધતું જાય છે અને સ્થિતિ સર્વ બાબતમાં વધારે વધારે ખરાબ થતી જાય છે. ઉત્સર્પિણ કાળ પણ એવી રીતે દશ કડાકડિ સાગરોપમને હોય છે, પણ એમાં સ્થિતિ સુધરતી જાય છે, તેથી એની સ્થિતિ અવસર્પિણીના પ્રત્યેક આરાથી ઉલટી સમજવી એટલે ઉત્સર્પિણીના પ્રથમ આરાની સ્થિતિ એકવીશ હજાર વર્ષની, બીજાની એકવીશ હજાર વર્ષની, ત્રીજાની બેતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કડાકડિ સાગરોપમની, ચોથ, પાંચમા અને છઠા આરાની સ્થિતિ અનુક્રમે બે, ત્રણ અને ચાર કડાકડિ સાગરોપમની હોય છે. તેના ત્રીજા આરામાં ૨૩ અને ચોથા આરાના પ્રારંભમાં ૧ એમ ૨૪ તીર્થંકરો થાય છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી બે મળીને એક કાળચક કહેવાય છે. આવાં અનંત કાળચક્ર આ પ્રાણીએ કર્યા. પુગળપરાવર્તન કાળનું જ્ઞાન બહુ ઉપયોગી છે, કારણ કે આ પ્રાણીઓ અનંત પુદગળપરાવર્ત કર્યો છે. વળી એને છેલ્લા પુદુગળપરાવર્તમાં મોટે ફેરફાર થાય છે જે પ્રગતિ અંગે અન્યત્ર વિચારેલ છે. (જુઓ જૈન દષ્ટિએ યોગ પૃ. ૧૭ પ્રથમ વિભાગ). આ
Page #124
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] આશા લોલુપતા અને અતૃપ્તિ. કર્યો છે એટલે અનંત પુદુગળપરાવર્ત જેટલો કાળ સંસારમાં રખડયો છે. “એ મહા દુર્ભાગી જીવને (તે નગરમાં) એવી રીતે રખડતાં રખડતાં કેટલે કાળ ગયો તેની પણ ખબર પડતી નથી” એમ અગાઉ કહ્યું છે. આ જીવના સંબંધમાં પણ તે બરાબર સમજી લેવું એટલે કે આ સંસારમાં તે કેટલે કાળ રખડ્યો તેનો નિર્ણય થઈ શકે એમ નથી, કારણ કે કાળની આદિ-શરૂઆત ન હોવાથી તેની હદ બાંધવી અશક્ય છે.
આવી રીતે મારે રાંક જીવ આ સંસારનગરમાં ભાઠા સંકલ્પ વિકલ્પ, સાચી ખોટી દલીલો અને ખોટાં દર્શનેરૂપ તોફાની છોકરાઓનાં ટેળાંથી દરેક ક્ષણે તત્ત્વ સમ્મુખ સુંદર શરીર પર ભ્રાંતિ (મિથ્યાત્વ)રૂપ માર ખાતો હોવાથી મહામહ વિગેરે રોગવાળા શરીરવાળે થઈ ગયો છે અને તેવા ખરાબ વ્યાધિઓને તાબે થઈને નરક વિગેરે સ્થાનમાં અત્યંત પીડા સહન કરવાથી સ્વરૂપભ્રષ્ટ થઈ ગયો છે. તેની આવી સ્થિતિ થઈ ગયેલી હોવાથી જે પ્રાણુંઓનાં ચિત્ત વિવેકબુદ્ધિથી નિર્મળ થયેલાં છે તેમને તેના પર અત્યંત દયા આવે છે. આટલું છતાં આગળ પાછળનો વિચાર તે નહિ કરતો હોવાથી તબોધ (સમ્યજ્ઞાન)થી બહુ છેટે રહે છે. આ સર્વ બાબતોને લીધે તે લગભગ સર્વ જીવોથી અધમ-હલકો છે અને એવી સ્થિતિનો તે થઈ ગયેલો હોવાથી ધન વિષય સ્ત્રી પુત્રાદિ પ્રાપ્ત કરવાની ખોટી આશારૂપ તુચ્છ ભોજનને લોલુપ થઈ કદાચ જરા તુચ્છ ભોજન મળે તો તેથી કાંઈક સંતેષ (તૃપ્તિ) પામી જાય છે, પણ તે તૃપ્તિ ટકતી નથી તેથી કદિ પણ તે ધરાતો નથી અને તેવી સર્વ બાહ્ય વસ્તુઓ કેમ વધારે
પ્રમાણે હોવાથી પુદગળપરાવર્તની હકીક્ત ખાસ સમજવા યોગ્ય છે. એના પર વિસ્તારથી નેટ અધ્યાત્મક૯૫દ્રમના દશમાં પ્રસ્તાવની સાતમી ગાથામાં આપવામાં આવી છે તે વાંચવાથી જણાશે કે તેના બાદર અને સૂમ એવા બે વિભાગ પાડી તે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની યોજના કરી દરેક ૫ર સૂક્ષ્મ અને બાદર પરાવર્તની ગોઠવણ બતાવવામાં આવી છે, બધી રીતે વિચારતાં બહુ લાંબે કાળ દરેક પુગળાવર્ત લે છે એમ જણાઈ આવે છે અને એ કાળ એટલો લાંબો છે કે તેનો વિચાર કરતાં આ દુ:ખનો છેડો કઈ પણ રીતે લાવવો જોઈએ એમ સહજ વિચાર આવ્યા વગર રહેતો નથી. પુદગળપરાવતે સંબંધી હકીકત બરાબર સ્પષ્ટ રીતે સમજવાની ખાસ જરૂર છે. એ સંબંધી વધારે હકીકત વિસ્તારપૂર્વક શ્રીપ્રવચનસારદાર ગ્રંથમાં બતાવવામાં આવી છે. ( જુઓ પ્રકરણ રત્નાકર ત્રીજો ભાગ પૃ. ૪૧૧. સહેલથી વાંચી શકાય તે સારૂ અધ્યાત્મકલ્પદ્રુમની મારી નોટ પરિશિષ્ટમાં ઉતારી લીધી છે. જુઓ પરિશિષ્ટ ૧૦)
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
મેળવવી, તેને કેવી રીતે વધારવી, તેનું કેવી રીતે સંરક્ષણ કરવું તે ખાખતના નિરંતર વિચાર કર્યાં કરે છે, જેને પરિણામે તે મહા આકરાં આઠે કર્મારૂપ નહિ ઇચ્છવા યોગ્ય ઘણે કાળે પણ ખપે નહીં તેવું અને ન પચી શકે તેવું ભાતું બાંધી લે છે અને તેવું અપથ્ય ભાજન ખાવાથી તેના રાગ વિગેરે વ્યાધિએ બહુ વધી જાય છે; એમ એ સર્વ અનુભવે છે છતાં પણ તે સર્વ વ્યાધિનું કારણ શું છે તેની તપાસ કરવામાં વિપરીત બુદ્ધિવાળા હાવાથી ઉલટા અપથ્ય વધારે ખાય છે અને સચ્ચારિત્રરૂપ પરમાન્ન-અતિ સુંદર, પચે તેવું અને દુ:ખ માત્રના નાશ કરે તેવું સુંદર ભાજન ચાખતા નથી અને તેવી રીતે અનંત પુગળપરાવર્ત સુધી અરઘટ્ટઘટ્ટી યંત્રના ન્યાયથી સર્વ ઉત્પત્તિસ્થાનામાં રખડ્યા કરે છે, ભટક્યા કરે છે, ફર્યા કરે છે. હવે આગળ તે દરિદ્રીના સંબંધમાં શું બન્યું તે અત્ર કહેવામાં આવે છે.
૮૪
સુસ્થિત મહારાજા. સ્વકર્મવિવર દ્વારપાળ, ધર્મભેાધકર મંત્રી.
તે નગરમાં સ્વભાવથી સર્વ પ્રાણી
તરફ અત્યંત પ્રેમાળ વૃત્તિ
૧ર.
૨ આ કથાને વિષય ત્રણ કાળના છે, તેથી ક્રિયાપદના કાળના છૂંદા જૂદા પ્રયેગા આ કથામાં કહેવામાં આવ્યા છે તેનેા આશય એક સરખાજ છે એમ સમજી લેવું. વ્યાકરણવેત્તાઓ કહે છે કે વિવક્ષાનુસારેન હ્રાપ્રવૃત્તિઃ એટલે કહેનારની ઇચ્છા પ્રમાણે કારકની પ્રવૃત્તિ થાય છે અને કારક પ્રમાણે કાળની પ્રવૃત્તિ થાય છે. તેએ સ્પષ્ટ રીતે કહે છે કે કારની પેઠે કાળ પણ એક સ્વ રૂપવાળી વસ્તુમાં તે વસ્તુની સ્થિતિના ફેરફારથી જૂદા જૂદા પ્રકારના કહેવામાં આવે છે એમ અમે તેયેલ છે અને તે અમને અભીષ્ટ છે. એને દાખલેા બતાવતાં તેમા કહે છે કે પાટલીપુરથી શરૂ થતા આ માર્ગમાં એક કુÀા હતા, હાતા હવા, થયેા, થરો, હરો વિગેરે કાળનાં રૂપા એકજ કુવા માટે છે, તાપણુ તે માટે જૂદી જૂદી વિવક્ષા થઇ રાકે છે અને તે સર્વ ઉચિત છે. ભાષાન્તરમાં આ મુશ્કેલી મને વારંવાર જણાઇ છે. ભૂત અને વર્તમાન કાળના પ્રયાગ કરવામાં ઘણી વખત અગવડ લાગે છે અને તેને ખુલાસેા ઉપર પ્રમાણે છે. ત્રણ કાળ (ભત, ભવિષ્ય અને વર્તમાન )ને લગતી આ વાર્તા ઢાવાથી જ્યાં અનુકૂળ પડે ત્યાં કથાને અનુરૂપ કા ળના પ્રયાગ કર્યો છે. આ બાબતમાં અત્ર રેલે ખુલાસા સુજ્ઞ વાંચનાર વિચારી જો તે હકીકતને મુદ્દો અને થાયરીર કાળપ્રયાગનું કારણ બરાબર બતાવી માપરો. શા. ક,
Page #126
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] જિદ્ર ભગવાન અને મંદિર પ્રવેશ. વાળા સુવિખ્યાત સુસ્થિત નામના મહારાજા છે એમ પૂર્વે કહ્યું છે તે આ સંસારનગરમાં પરમાત્મા જિનેશ્વર ભગવાન્ સમજવા. તેમના સર્વ કલેશે નાશ પામી ગયેલા હોવાથી, અનંત જ્ઞાન દર્શન વીર્ય યુક્ત હોવાથી તેમજ ઉપમા રહિત સ્વાધીન અતિશય અનંત આનંદસ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે તેજ સુસ્થિત નામને યોગ્ય છે. (સુસ્થિત એટલે સારી રીતે સ્થિત થયેલા, રહેલા). અવિદ્યા (અજ્ઞાન) આદિ કલેશમાં રચી પચી પડેલા બીજા કેઈ પણ સુસ્થિત નામને વેગ્ય નથી, કારણ કે મિથ્યાત્વને લીધે એવા બીજા ખરાબ રીતે (દુસ્થિત) રહેલા છે અને અજ્ઞાન અથવા અલ્પ જ્ઞાન સાથે સુસ્થિતપણું સંપૂર્ણ અંશે કદિ પ્રાપ્ત થતું નથી. એ પ્રભુ સર્વ પ્રાણીઓનું અતિ સૂક્ષ્મપણે રક્ષણ કરવાનો ઉપદેશ આપનારા હોવાથી (અહિંસા પરમ ધમૅનું સ્વરૂપ વિસ્તારથી બતાવનારા હોવાથી) અને મોક્ષ પ્રાપ્ત કરાવી આપે એવો કુશળ સિદ્ધાન્તમાગે ‘આક્ષેપ દ્વારા કહેનારા હોવાથી સ્વાભાવિક રીતે જ તે અત્યંત પ્રેમાળ હૃદયવાળા છે. નર અને દેના નાયક ચક્રવતી અને ઇંદ્રથી પણ તેઓ વધારે પ્રખ્યાત હોવાથી તેમને સુવિખ્યાત કહેવામાં આવ્યા છે, કારણ કે દેવો અને મનુષ્ય પ્રશસ્ત મન વચન કાયાના યુગમાં પ્રવૃત્ત થઈ નિરંતર તેમની સ્તુતિ કરે છે. આ પ્રમાણે હોવાથી સવે જિનેંદ્ર ભગવાન “મહારાજ શબ્દ ધારણ કરવાને યોગ્ય છે. પેલે નિપુણ્યક ભિખારી રખડતો રખડત તે સુસ્થિત મહા
રાજાના મંદિર પાસે જેમ તેમ કરીને આવી પહોંચ્યો. દ્વારપાળ અને હવે તે મંદિરના દરવાજા પર સ્વકર્મવિવર નામને મંદિર પ્રવેશ દ્વારપાળ છે. તે દ્વારપાળે અત્યંત કરૂણું ઉપજાવે
તેવા આ ભિખારીને જોઈને તેના પર અત્યંત કૃપા કરી અને તેને અપૂર્વ રાજમંદિરમાં દાખલ કર્યો.” આ પ્રમાણે વાત અગાઉ કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવી છે તેની આ પ્રમાણે ભેજના કરવીઃ કેઇ વખત આ જીવ ઘર્ષણ
૧ અહીં મૂળ કથાશરીર પુષ્ટ ૧૮ જુઓ. એ પારિગ્રાફ સાથે આ ઉપનયને સંબંધ છે. ૨ આક્ષેપથી ઉપદેશ આપવાની પદ્ધતિ ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં પથમથીજ સ્વીકારી છે. સંકીર્ણ કથાને અંગે શરૂઆતમાં આ વાત કરી છે. જુઓ પૃષ્ઠ. ૭
૩ નદીમાં અથવા સમુદ્રમાં પથ્થર એક બીજા સાથે અથડાઈ પછડાઈને તદન ગોળ બની જાય છે. એવા પથ્થરને જો હોય તો એમ લાગે કે તેને ગોળ બના. વતાં ઘણું મહેનત પડી હશે, પણ તે અથડાઈ કુટાઈને જ એવી સ્થિતિએ પહોંચેલ હોય છે. એને “ઘર્ષણઘણેનન્યાય કહેવામાં આવે છે. આ પ્રાણી પણ સંસા૨માં રખડતો અથડાતો ફટાતો આગળ જણાવેલી સ્થિતિ પ્રાપ્ત કરે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ઘર્ણન ન્યાયથી યથાપ્રવૃત્તિ કરણ કરે છે ત્યારે આયુષ્ય કર્મ
૧ યથાપ્રવૃત્તિ કરણ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં આ પ્રાણી મિથ્યાત્વમાં-અજ્ઞાનદશામાં અનંત કાળ સુધી રહ્યા કરે છે. તે વખતે તેનું સ્વરૂપ જોયું હોય તો રાગ દ્વેષમાં આસક્ત, ધર્મથી વિપરીત વર્તન કરનાર, અનેક પ્રકારની શારીરિક અને માનસિક ઉપાધિઓ સહન કરનાર અને ચારે ગતિમાં રખડનાર હોય છે. કોઈ વખત તે નારક તિર્યંચગતિમાં એકાંત દુઃખ ખમે છે, કઈ વાર દેવગતિમાં સુખ ભોગવ્યાં એમ માને છે, પણ તે એક સ્થાનકે ઠરીને બેસતો નથી અને તેનું સ્વરૂપ જોયું વિચાર્યું કે જાણ્યું હોય તો તે બહુ ખેદ ઉત્પન્ન કરે તેવું હોય છે. આ ગ્રંથમાં ઉપર આપણે તે સ્વરૂપ કાંઇક જોઈ ગયા છીએ. જ્યાં સુધી તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય નહિ, શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મની ઓળખાણ પડે નહિ, ઓળખાણ પડ્યા પછી અંત:કરણપૂર્વક તે દેવ ગુરૂ ધર્મને શુદ્ધ સ્વરૂપે આદરે નહિ ત્યાંસુધી તેને કદાચ કોઈ વખત સહજ સુખ જેવું લાગે છે તોપણ અંતે ચક્રભ્રમણમાં તો તેને પડવુંજ પડે છે, તેથી તેવી સ્થિતિને છેડો લાવવા માટે તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરવું જ જોઈએ. આ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે તેણે ઉકાન્તિમાંથી પસાર થવું પડે છે. તે ઉકાન્તિ કેવા પ્રકારની છે તે અત્ર બતાવ્યું છે. સમ્યકત્વ આ જીવનાં સર્વ દુ:ખને છેડો લાવનાર હોવાથી પ્રત્યેક પ્રાણી જે પોતાની આ રખડપટ્ટીની સ્થિતિને છેડો લાવવા ઇચ્છતા હોય તેની પ્રબળ વાંછા સમ્યકત્વ પ્રાપ્ત કરવાની રહેવી જ જોઈએ. એ સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં કર્મની નિવિડ ગાંઠનો ભેદ-છેદ થાય છે તેને ગ્રંથિભેદ કહે છે. એ ગ્રંથિભેદ કરવાની સ્થિતિનો વિચાર જરા વિસ્તારથી કરવા યોગ્ય છે તે આપણે આ પ્રસંગે કરી જઇએ.
અંતિમ-છેલ્લા પુગળપરાવર્તમાં મિથ્યાત્વની મંદતા થાય તે વખતે આ પ્રાણી ઓઘ દ્રષ્ટિ મૂકી યુગ દષ્ટિમાં પ્રવેશ કરે છે. એ સંબંધમાં વિશેષ વિચાર * જૈન દષ્ટિએ યોગ' પ્રથમ ભાગના પૃ. ૧૬ થી કરવામાં આવ્યો છે તે પર અત્ર ધ્યાન ખેંચવામાં આવે છે. જૈનને ઉકાન્તિવાદ સમજવા માટે આ સર્વ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે. સાધારણ લોકોની દૃષ્ટિ તજ યોગ દષ્ટિમાં આ પ્રાણી પ્રવેશ કરે છે ત્યારપછી તે આગળ વધતું જાય છે, આત્મવિચારણા, નિયંત્રણ અને યોગ્ય માર્ગ આદરી નીતિને પંથે વિચરી પોતાની યોગ્ય ફરજો અધિકાર, ઇચ્છા અને અનુકુળતા પ્રમાણે બજાવી અનેક ગુણ પ્રાપ્ત કરે છે, વ્યવહારકુશળ અને આત્માથી થાય છે. સમકિત પ્રાપ્ત કરવા પહેલાં જીવ ત્રણ કરણ કરે છે. આ ત્રણ કારણ તે સમ્યકત્વપ્રાપ્તિનાં કારણે છે. વૈરાગ્યવાસનાથી ઉદાસીન વૃત્તિરૂપ પ્રથમ કરણને યથાપ્રવૃત્તિ કરણ નામ આ૫વામાં આવ્યું છે. અહીં પ્રાણીની પ્રવૃત્તિ પૂર્વે હતી તેવી જ રહે છે, તેની અનાદિની ચાલ હોય છે તેમાં ફેરફાર થતો નથી, પરંતુ તેની પ્રગતિ-વિશેષ થયેલી હોવાથી અને સાતે કર્મોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાત્વનું જોર મંદ થતું જાય છે. પ્રાણી કર્મને ફેકી દેવા માટે-દૂર કરવા માટે સકામ અને અકામ નિર્જરા કરે છે. ઇચ્છાપૂર્વક શુભ આત્મસંયમવડે થાય તેને “સકામ નિર્જરા” કહેવામાં આવે છેજેમકે તપસ્યા, વાંચન, ધ્યાન, વિચારપૂર્વક, ઇરાદાપૂર્વક કરવાં તે. ઇમહા વગર
Page #128
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
કરણ, ગ્રંથિભેદ અને સ્થિતિ.
૭
સિવાય બીજાં સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓછી કરી સર્વ
પણ ઘણી વાર નિર્જરા થઇ જાય છે: જેમકે એ ત્રણ ચાર ઇંચિવાળા જીવા મન વગર દુ:ખે. સહન કરે છે તેએ અકામ નિર્જરા કરે છે. પશુએ અને મનુષ્યા પણ પરાધીનપણે ઘણું સહન કરે છે. એવી રીતે પેાતાનાં છેદન ભેદનથી પણ ઘણી નિર્જરા ઇચ્છા વગર થઇ આવે છે; સ્વાભાવિક રીતે કષાયની મંદતા પણ કેટલીક વાર થઇ જાય છે. આવી સ્થિતિ થતાં પ્રાણી ઘણાં કર્મોને ખપાવી દે છે અને નવીન બંધ થાડા કરે છે. એવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધીમાં આ પ્રાણીને કેટલાક ગુણા એવા સારા પ્રાપ્ત થઇ જાય છે કે તેને નિર્જરા કરવાનું સકામવૃત્તિએ પણ બહુ વખત બની આવે છે. આવી રીતે યથાપ્રવૃત્તિ કરણ કરે તે વખતે આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મની વધારેમાં વધારે સ્થિતિ એક કાડાકેાડિ સાગરેાપમથી કાંઇક ઓછી રહે છે. એની હકીકત એમ છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકાટ સાગરાપમની છે. સાગરોપમના સ્થિતિકાળ આપણે અગાઉ જોઇ ગયા છીએ ( જુએ પૃ. ૮૨ ની નેટના. ૧) એવા એકડા ઉપર પંદર મીંડાં ચડે ત્યારે કાટાકાટ થતાં સાગરોપમે। ૩૦ વખત થાય ત્યારે જેટલે કાળ જાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરનાં ચાર કર્મોની હાય છે એટલે એક વખત બાંધેલા જ્ઞાનાવરણીય કર્મને વધારેમાં વધારે ઉદયકાળ ઉપર જણાવ્યું તેટલા થાય છે એટલે તેટલા વખત સુધી તે પેાતાનું પરિણામ-ફળ ખતાવી શકે છે. એવા એવા ખીજા અનંત ભવમાં બાંધેલાં જ્ઞાનાવરણીય કર્યું આત્મા સાથે લાગેલાં હેાય છે, પણ તે પ્રત્યેકની સ્થિતિ વધારેમાં વધારે ઉપર કહી તેટલીજ હાય છે-તેવી રીતે સર્વ કર્મ માટે સમજી લેવું. એવી રીતે નામ અને ગેાત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કાડાકાંડ સાગરેાપમની હાઇ શકે છે અને મેાહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કાડાર્કાડિ સાગરાપમની હેાઇ શકે છે. આવી રીતે સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારી. આઠમા આયુષ્ય કર્મની સ્થિતિ ભવ આશ્રયી હેાય છે તેથી અત્ર તે સંબંધી કાંઇ વિચાર કરવાના નથી. આ રીતે સાત કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે તે પ્રત્યેક જાતનાં ગમે તેટલાં કર્મો હાય તે દરેકની કાંઇક ઓછી એક કાડાકાર્ડિ સાગરોપમની સ્થિતિ આ પ્રાણી કરી નાખે છે ( કાંઇક એછી એટલે પલ્યેાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સમજવી). આવી રીતે સર્વ કર્મની સ્થિતિના યાગ થઇ આવે અથવા પ્રાણી પેાતે પુરુષાર્થ વાપરી કરે તેને યથાપ્રવૃત્તિ કરણ કહેવામાં આવે છે. પ્રમાણમાં અહીં કર્મસ્થિતિ ઘણી ઓછી છે, છતાં આવું કરણ તા ભવસ્થિતિમાં પ્રાણી અનેક વાર કરે છે, કારણ કે કોઇ વાર તે પુરુષાર્થે વાપરી–વીર્યોલ્લાસ દાખવી એ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને કાઇ વાર તેમ સંયેાગખળે થઇ આવે છે. આવી સ્થિતિ થાય છે ત્યારે તે ગ્રંથિ (મિથ્યાત્વની ગાંઠ )ના ભેદ કરવાની નજીકની સ્થિતિમાં આવે છે, પરંતુ શુભ પરિણામ વિશેષ આગળ ન વધવાથી કાંઇ પ્રગતિ કર્યા સિવાય પાળે ચાલ્યા જાય છે અને વધારે સ્થિતિવાળાં કર્મો ખાંધે છે. આવી રીતે ઘણી વાર પ્રાણી ગ્રંથિની નજીક આવી જાય છે અને અનંતી વખત આવીને પા! ચાલ્યેા જાય છે. આત્મપ્રગતિનું સ્વરૂપ સમજનાર અહીં સમજી શકો કે આદરેલ પ્રગતિને વળગી રહેવામાં ચીવટ રાખવામાં ન આવે તે
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ કમને એક કડાકડિ સાગરોપમની સ્થિતિ સુધી લઈ આવે પ્રગતિને બદલે પશ્ચાગતિ થઈ જાય છે. જેઓ પુરુષાર્થ કરી આગળ વધવાની ઇચ્છા રાખતા હોય છે તેઓ ગ્રંથિભેદ કરવા માટે ત્યારપછી અપૂર્વ કરણ કરે છે. આ બીજું કારણ છે. અહીં રાગ દ્વેષની ગાંઠ (ગ્રંથિ)ને કાપી નાખવારૂપ (ભેદ) ગ્રંથિભેદ કરે છે. કરણ આત્માના અધ્યવસાયરૂપ છે અને પ્રત્યેક કરણમાં આગળ વધતા જવાય છે તેમ પરિણતિની નિર્મળતા વિશેષ થાય છે. આખા સંસારપર્યટનમાં પૂર્વે કોઈ વખત નહિ થયેલા એવા આત્મઉન્નતિના અહીં અધ્યવસાય થતા હોવાથી આ કરણને “અપૂર્વ કરણ કહેવામાં આવે છે. જે પ્રાણીઓની ભવસ્થિતિ પરિપાક પામેલી હોતી નથી તેઓ આ અપૂર્વ કરણ કરી શકતા નથી અને જે પ્રાણી અભવ્ય હોય છે (કે જેઓ યોગ્ય સામગ્રી મળે તોપણ કદિ મોક્ષ જવાના નથી) તેઓ આ કરણ કરી શકતા નથી. એવા બન્ને પ્રકારના પ્રાણીઓ યથાપ્રવૃત્તિ કરણની સ્થિતિ સુધી અનેક વાર આવી ઉપર જણાવ્યું તેમ પાછા ચાલ્યા જાય છે. રાગ દ્વેષની ગ્રથિનું સ્થાનક પ્રત્યેક કર્મની (આયુષ્ય સિવાય) એક કડાકડિ સાગરોપમથી કાંઈક ઓછી સ્થિતિ રહે ત્યાંજ છે. ગ્રંથિભેદ કરે એ બહુ મુશ્કેલ છે અને જ્યાંસુધી સાતે કર્મોના સંબંધમાં સ્થિતિ ઉપર જણાવી તેટલી થઈ જતી નથી ત્યાંસુધી અપૂર્વ કરણ થઈ શકતું નથી. એક કર્મની પણ સ્થિતિ વધારે રહે તો સર્વ પ્રયાસ નિષ્ફળ થાય છે. અપૂર્વ કરણથી રાગ દ્વેષ મિથ્યાત્વરૂપ ગ્રંથિનો ભેદ કરી પ્રાણી તુરતજ અનિવૃત્તિ કરણ કરે છે. અહીં વિશેષ વિશુદ્ધ પરિણામના જેરથી મિથ્યાત્વ મેહનીયના પુજની બે સ્થિતિ પ્રાણી કરે છે. એક અંતર્મુહર્ત (સમયથી માંડીને ૪૮ મીનિટથી કાંઈક એવું )ની અને બીજી કોડાડિ સાગરોપમમાં કાંઈક ઓછી. આ બન્ને સ્થિતિમાંથી પ્રથમના અંતર્મુહુર્તની નાની સ્થિતિમાં રહેલા કર્મદળને ક્ષય કરે છે અને બન્ને વચ્ચે અંતર–આંતરે પાડે છે. આનું નામ અંતર કરણું કહેવાય છે. અંતર કરણમાં મિથ્યાત્વના ઉપર જણાવેલા બે પુંજમાંથી નાના પુજને ક્ષય કરેલો હોય છે તેથી તેને વિપાક કે પ્રદેશઉદય હતો નથી અને મોટા પુંજને ઉપશમાવેલ હોય છે તેથી તે વખતે પ્રાણુને ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. આ ત્રણ કરણ સંબંધી હકીકત આત્મપ્રબંધ વિગેરે અનેક જૈન ગ્રંથમાં છે ત્યાંથી બરાબર સમજવા યોગ્ય છે. નોટમાં વિસ્તારભયથી અતિ પ્રસંગ દૂર કરવા માટે વધારે લખી શકાય નહિ, પણ આત્મપ્રગતિને અંગે એ અગત્યનો વિષય હોવાથી તેને ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. સર્વ પ્રવૃત્તિનો ઉદેશ આત્માની પ્રગતિ કરાવવાનું છે, તેથી આત્માની પ્રગતિ કેમ થાય છે, કેવી રીતે થાય છે અને તેમાં શું શું થાય છે તે વિચારવું એકંદરે સર્વ રીતે જરૂરી છે.
૧ આયુષ્ય કર્મની સ્થિતિ ભવ આશ્રયી છે, મનુષ્ય ને તિર્યંચનું ત્રણ ૫ો૫મથી વધારે આયુષ્ય હાય નહિ, દેવ અને નારકીના જીવોનું આયુષ્ય તેત્રીશ સાગરેપમથી વધારે ન હોય, એમાં પણ જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્યના અનેક પ્રકાર છવ વિષયના ગ્રંથોમાં બતાવ્યા છે અને તે ઉપરાંત આયુષ્ય કર્મની બીજી ખાસીઅત એ છે કે એ આવતા એક ભવ માટે જ આ ભવમાં મુકરર થાય છે; ઘણું ભવ માટે બંધાઈ જતું નથી. આથી કરણવિચારણામાં આયુષ્ય કર્મને બાદ કરવામાં આવ્યું છે. આયુષ્ય કર્મનો સ્વભાવ વિચારતાં આ હકીક્ત બરાબર બંધબેસતી જણાય છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
ee
પીઠબંધ ]
કર્મક્ષયથી મહામંદિર પ્રવેશ.
છે અને તે સર્વ માઁની ઉપરની સ્થિતિને ક્ષય કરે છે. એ એક કડાકાડિ સાગરોપમની સાતે કર્મોની સ્થિતિમાંથી પણ થોડી સ્થિતિને ક્ષય કરે છે ત્યારે આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ પર્યંત ખાર અંગ-આગમરૂપ અથવા તેના આધારભૂત
૧ અહીં ઘેાડી સ્થિતિનેા ક્ષય કરે છે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સમજવી.
૨ ખાર અંગ, પીસ્તાળીશ આગમના પ્રથમ વિભાગમાં અગ્યાર અંગ આવે છે તે સંબંધી કાંઇક હકીકત અહીં ખતાવીએ. અત્યારે ખારમું અંગ ઢષ્ટિવાદ વિચ્છેદ ગયું છે, બાકીનાં ૧૧ અંગેા છે વધતે અંશે ઉપલબ્ધ છે.
(૧) આચારાંગ સૂત્ર. આમાં ૨૫ અધ્યયન છે, મૂળ શ્તાક ૨૫૦૦ છે, એની ઉપર શીલાંગાચાર્યકૃત ૧૨૦૦૦ ટીકા છે. પૂર્વાચાયૅકૃત ચૂણ અને ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિ પણ તેના ઉપર છે. એનાં ભાષ્ય તથા લવૃત્તિ મળી શકતાં નથી. સર્વ મળીને એ ગ્રંથના કુલ ૨૩૨૫૦ સ્લૅક હાલ ઉપલબ્ધ છે. મૂળ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર પ્રા. જેકામીએ કર્યું છે.
(૨) સુયગડાંગ સૂત્ર. એનાં ૨૩ અધ્યયન (પ્રકરણ) છે. પાખંડ મતેાના એમાં વિચાર છે અને દલીલા મુદ્દાસર બતાવી છે તેમજ આચાર વિચારની હકીકત તેમાં બતાવી છે. મૂળ શ્લાક ૨૧૦૦, શીલાંગાચાર્યની ટીકા ૧૨૮૫૦ અને ચૂર્ણિ ૧૦૦૦૦ છે. એના પર ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ છે. સર્વ મળીને એ ગ્રંથના ૨૫૨૦૦ શ્યાકા છે. આ ગ્રંથ દ્રવ્યાનુયાગનેા છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર પ્રા. જેકામીએ કર્યું છે.
(૩) ઠાણાંગ સૂત્ર. એનાં દશ સ્થાને ( અધ્યયને ) છે. મૂળ શ્લોક ૩૭૭૦ છે. એના પર શ્રીઅભયદેવ સૂરિની ટીકા છે જેનું પ્રમાણ ૧૫૨૫૦ શ્યાક છે. સરવાળે એ ગ્રંથના ૧૯૦૨૦ શ્યાક છે.
(૪) સમવાયાંગ સૂત્ર. મૂળ શ્લાક ૧૬૬૭ છે. એના પર અભયદેવ સૂરિની. ૩૭૭૬ શ્લાક પ્રમાણ ટીકા છે. સરવાળે એના ૫૮૪૩ શ્લાક ઉપલબ્ધ છે.
(૫) ભગવતી સૂત્ર અથવા વિવાહપન્નતિ. એનાં ૪૧ શતક (અધ્યયને) છે. એમાં ગૌતમસ્વામીએ શ્રી મહાવીર પરમાત્માને છત્રીશ હજાર સવાલેા પૂછ્યા છે તેના ઉત્તર છે. મૂળ ગ્રંથ ૧૫૭પર શ્યાક પ્રમાણ, તેના પર અભયદેવ સુરિની ટીકા ૧૮૬૧૬ શ્લાકની છે. એના પર ૪૦૦૦ શ્લાકની ચૂર્ણ છે. એકંદરે એ ગ્રંથ ૩૮૩૬૮ શ્લાક પ્રમાણુ હાલ ઉપલબ્ધ છે. ૨૫૦૦ શ્લાક પ્રમાણ ટીપ્પણ પણ પ્રાચીન છે.
1
(૬) જ્ઞાતાધર્મકથા, અગાઉ આ ગ્રંથના ધર્મકથાભાગમાં નવીન સાડાત્રણ ક્રોડ ક્થાઓ હતી. આ ગ્રંથ કથાનુયોગને છે. હાલ તેમાં ૧૯ જ્ઞાતેા અને ૧૦ કથાએ બાકી રહી છે, જેનું પ્રમાણ ૫૫૦૦ શ્લાકનું છે. અભયદેવ સૂરિએ તે પર ૪રપર ફ્લાક પ્રમાણ ટીકા લખી છે.
(૭) ઉપાસકદશાંગ. આમાં શ્રીવીરના મુખ્ય દશ શ્રાવકાને અધિકાર છે.
ર
Page #131
--------------------------------------------------------------------------
________________
હ૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૧
ચાર પ્રકારના સંઘલક્ષણવાળું સદરહુ સુસ્થિત મહારાજાનું મંદિર પ્રાપ્ત કરે છે. ત્યાં સર્વરશાસનરૂપ મંદિરમાં પ્રવેશ કરાવવાને તત્પર પિતાના કર્મને વિવર (વિચ્છેદ-વિનાશ) તેને મુખ્ય સાધનભૂત થાય છે અને તેથી સર્વજ્ઞમંદિરના દ્વારપાળ તરીકે કાર્ય કરનાર “સ્વકર્મવિવર” એવું પિતાનું નામ બરાબર સાર્થક કરે છે તે દરવાન છે. ત્યાં રાગ, દ્વેષ, મોહ વિગેરે પણ દ્વારપાળ તરીકે કામ કરે છે, પરંતુ ખરેખરી રીતે તેઓ આ પ્રાણુને રાજમંદિરમાં દાખલ કરનારા નથી, પણ તેના માગમાં મુશ્કેલી નાખનારા છે અને તેને અટકાવનારા છે. સર્વર મહારાજના મંદિરના દરવાજા નજીક આ જીવ અનંતી વાર આવી ગયો અને આવ્યા કરે છે, પણ તે રાગ દ્વેષ મહાદિ દ્વારપાળો તેને વારંવાર રેકી પાડે છે, તેને અંદર દાખલ થવા દેતા નથી. કદાચ કઈ વખત એ રાગ દ્વેષાદિ દ્વારપાળો આ પ્રાણુને સર્વજ્ઞમંદિરમાં દાખલ કરે છે, પરંતુ તેઓ વડે એ મંદિરમાં દાખલ થયેલ પ્રાણી વાસ્તવિક રીતે દાખલ
જ નથી એમ જણાઈ આવે છે, કારણ કે જેઓનું ચિત્ત રાગ દ્વેષથી આકુળ વ્યાકુળ રહેલું હોય તેઓ કદાપિ બહારથી યતિ કે શ્રાવકનાં
એમાં મૂળ શ્લોક ૮૧૨ અને તેના પર અભયદેવ સૂરિની ટીકા ૯૦૦ શ્લોક લગભગ છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર પ્રો. બુલરે કર્યું છે.
૯) અંતગડદશાંગ. એના ૩ વર્ગ અને બધાં મળી ૯૦ અધ્યયન છે. મૂળ લોક ૯૦૦ અને તેના ઉપર શ્રી અભયદેવ સૂરિની ટીકા ૩૦૦ છે.
(૯) અનુત્તરવવાઈ સૂત્ર. એનાં તેત્રીશ અધ્યયન છે. મૂળ શ્લોક ૨૯૨ છે. એના ઉપર શ્રી અભયદેવ સૂરિ મહારાજની ટીકા ૧૦૦ શ્લેક પ્રમાણે છે.
(૧૦) પ્રશ્નવ્યાકરણ. એનાં દશ અધ્યયન છે. મૂળ સૂત્ર ૧૨૫૦ શ્લોક પ્રમાણ છે. અભયદેવ સૂરિ મહારાજે તેના ઉપર ૪૬૦૦ શ્લોક પ્રમાણુ ટીકા લખી છે.
(૧૧) વિપાકસૂત્ર. તેના બે વિભાગ છે. સુખવિપાક ને દુઃખવિપાક. દરેકનાં દશ દશ હોવાથી આ સૂત્રનાં વીશ અધ્યયન છે. એના મૂળ શ્લેક ૧૨૧૬ છે. એના ઉપર અભયદેવ સૂરિ કૃત ટીકા ૯૦૦ શ્લોકની છે. | સર્વ મળીને અગ્યાર અંગની મૂળ સંખ્યા ૩૫૯૫૯, ટીકાના લોક ૭૩૫૪૪ ચૂણિ ૧૨૭૦૦, નિર્યુક્તિ ૭૦૦. કુલ શ્લોક ૧૩૧૬૦૩. પ્રથમનાં બે સૂત્રો પર શીલાંગાચાર્યની ટીકા છે, બાકીનાં નવે ઉપર શ્રી અભયદેવ સૂરિની ટીકા છે, તેથી તેમને નવાંગવૃત્તિકારના નામથી ઓળખવામાં આવે છે. બારમું દષ્ટિવાદ અંગ જે અતિ વિસ્તારવાળું હતું અને જેના એક વિભાગ તરીકે ચૌદ પૂર્વ હતાં તે તદ્દન વિચ્છેદ ગયું છે, અત્યારે તેનો નાનો ટુકડો પણ મળતો નથી.
૧ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર પ્રકારને સંઘ,
Page #132
--------------------------------------------------------------------------
________________
ઊઠબંધ
મહામંદિરના અદ્ભુત વૈભવ.
૧
ચિહ્નો ધારણ કરે તેપણ તે સર્વજ્ઞશાસનની મહારજ છે એમ સમજવું. આવા બાહ્ય દૃષ્ટિથી સાધુ કે શ્રાવકના આડંબર રાખનારા મોક્ષપ્રાપ્તિરૂપ કાર્ય સાધી શકતા ન હોવાથી તે વસ્તુતઃ સર્વજ્ઞશાસનની મહારજ છે એમ માનવું બરાબર યોગ્ય લાગે છે, તેથી સ્વકર્મવિવર દ્વારપાળ જે પ્રાણી રાજભુવન સુધી આવી પહોંચ્યા હાય છે તેને ગ્રંથિભેદ કરાવીને રાજભુવનમાં પ્રવેશ કરાવે છે એમ હકીકત કહી છે તે ખરાખર ઉચિત જણાય છે. રાજમંદિરના વેભવ.
નિપુણ્યકની કથામાં એવી મતલબની હકીકત જણાવી હતી કે તે દરિદ્રીએ અગાઉ કદિ પણ નહિ જોયેલું, અનેક પ્રકારની વિભૂતિઆથી ભરેલું, રાજા, પ્રધાના, મોટા યેાધાઓ, કામદારો અને કેટવાળાથી અધિષ્ઠિત, સ્થવિર ( વૃદ્ધ, ઘરડી ) સ્ત્રીઓથી યુક્ત, લશ્કરી સુભટોથી ભરપૂર, વિલાસ કરતી અનેક સુંદર સ્ત્રીઓથી સનાથ, અતિ ઉત્તમ પ્રકારના અને ઉપમા વગરના શબ્દ વિગેરે ઇંદ્રિયના ભાગોથી મુંદર અને જ્યાં દરરોજ ઉત્સવ થઇ રહ્યો છે એવું રાજમંદિર દેખ્યું તે પ્રમાણે આ જીવે સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધી કર્મની નિવિડ ગાંઠના ભેદ કર્યાં હોતા નથી તેને સ્વકર્મવિવર પ્રાપ્ત થવાથી જ્યારે ક્લિષ્ટ કર્મગ્રંથિના ભેદ થાય છે અને તેથી સર્વજ્ઞ મંદિરમાં તે પ્રવેશ કરે છે ત્યારે તેને પણ આ રાજમંદિર ( સર્વજ્ઞશાસન ) એવાંજ વિશેષણાથી જોડાયેલ જણાય છે. મતલબ એ છે કે કર્મવિવર મળ્યા પછી ઉપર જે વિશેષણા મંદિરને લગાડ્યાં તે જૈન શાસનને લાગુ પડતાં ખરાખર જોઇ શકાય છે તે આ પ્રમાણેઃ—
આ 'મૌનીંદ્ર શાસનમાં અજ્ઞાનરૂપ અંધકારનાં પડળાને દૂર કરનાર, જૂદા જૂદા પ્રકારનાં રત્નના સમૂહના આકારને ધારણ કરનાર, ચળકતા નિર્મળ પ્રકાશથી ત્રણ ભુવનના સર્વ ભાગાને પ્રકાશિત કરનાર ઉત્કૃષ્ટ જ્ઞાન (પાંચમું કેવળજ્ઞાન જેનાથી લાક અલાકના સર્વ ભાવેા જણાઇ આવે છે તે) દેખાય છે. વળી આ ભગવાનના પ્રવચનમાં મહાત્મા મુનિનાં શરીરને શેશભાવનાર હાવાથી સુંદર રનોથી જડેલાં ઉત્તમ ઘરેણાંઓના સુંદર આકારને ધારણ કરનાર આર્ષઔષધિ
૧ મૌનિક્ અટલે મુનિ, તેને વિષે ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ મુનિએ બતાવેલા. ૨ તપના પ્રભાવથી અનેક શક્તિએ પ્રાપ્ત થાય છે. ઔષધિનું કામ કરે તેને આમર્ષધિ નામની લબ્ધિ કહે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
ર
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૧
વિગેરે અનેક પ્રકારની લબ્ધિઓ દેખાય છે. વળી આ જિનમતમાં અતિ સુંદર હેાવાને લીધે વિચિત્ર વસ્ત્રોના આકારને ધારણ કરનાર અનેક પ્રકારનાં તપેા સજ્જન પુરુષાનાં હૃદયનું આકર્ષણ કરી રહ્યા છે. વળી આ પારમેશ્વર મતમાં સુંદર રચનાને લીધે સારી રીતે ગોઠવાયલા હોવાથી ચપળ ઉજ્જ્વળ વસ્ત્રોના ચંદરવામાં લટકાવેલા માતીના ગુચ્છાઓના રૂપને ધારણ કરનાર વેંચરણ કરણના મૂળ ઉત્તર ગુણા મનને અત્યંત આનંદ ઉપજાવે છે.
આવા જૈન શાસનમાં વર્તનારા ભાગ્યશાળી પ્રાણીઓનાં ‘સત્યવચન' તાંબૂલ (પાન) જેવાં છે, કેમકે જેમ તાંબૂલ મંદિરમાંના પ્રા- મેઢાનું સારાપણું, સુગંધીપણું અને મનનું આનંદિતણીએની શાંતિ પણું આપે છે તેમ તે સત્યવચન પણ સારાપણાની સુગંધી ફેલાવે છે અને મનને પ્રસન્ન રાખે છે. આ ભગવાનના મતમાં મનેાહર ફુલના ઢગલાના આકારને ધારણ કરનાર ૮ અઢાર હજાર શીલાંગો' પોતાની સુગંધી ચારે દિશામાં તથા વિદિશામાં ફેલાવે છે, કારણ કે ફુલના સમૂહ જેમ ભમરાઓને આનંદ આપે છે તેમ આ શીલાંગે મુનિ મહાત્મારૂપ ભ્રમરાને અત્યંત પ્રમાદ આપે છે અને ફુલાને જેમ ગુંથવામાં આવે છે તેમ આ શીલાંગાને વિચિત્ર
૧ પરમ ઐશ્વર્ય-જ્ઞાન દર્શન ચારિત્ર સંપત્તિથી યુક્ત તીર્થંકર ભગવાને બતાવેલ મેાક્ષમાર્ગમાં.
૨ ચારિત્ર અને ક્રિયા જેમાં વર્તનને સમાવેશ થાય છે તે. ચારિત્રના મૂળ ગુણે તે પાંચ આશ્રવના ત્યાગરૂપ સમજવા. હિંસા ન કરવી, અસત્ય ન ખાલવું, ચારી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવા-આ પાંચ મૂળ ગુણેા છે. વળી ચરણ અને કરણના સિત્તેર સિત્તેર ઉત્તરગુણા છે જેને ચરણસિત્તરી અને કરણસિત્તરીના નામથી એળખવામાં આવે છે. એ બન્ને જાતના ગુણાનું વિસ્તારથી સ્વરૂપ અધ્યાત્મકલ્પદ્રુમના વિવેચનમાં લખ્યું છે, તેથી અત્ર તે પુનઃ નિર્દિષ્ટ કરવામાં આવ્યું નથી. જીએ સદર ગ્રંથ (પ્રથમાવૃત્તિ) પૃષ્ઠ ૩૯૯ થી ૪૦૨ સુધી. આવી રીતે સર્વજ્ઞશાસનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અતિ ઉત્કૃષ્ટ પ્રકારન છે એમ આ પારિગ્રાફમાં બતાવવામાં આવ્યું છે.
૩ શીલાંગ એટલે શાલ-શુદ્ધ વર્તન, અત્યુત્તમ ચારિત્રનાં અંગે. એના અઢાર હાર વિભાગ પાડવામાં આવ્યા છે અને તેને રથને આકાર ચિતરવામાં આવ્યું છે. તે આકાર ખરાખર સન્મુખ રાખવાથી અઢાર હજાર ભેદ રથના આકારમાં બતાવી શકાય છે. ત્રણ યાગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇન્દ્રિય, પૃથ્વીકાય વિગેરે દશ અને દશ સાધુધર્મ-ચતિધર્મ-એના મેળાપથી અઢાર હજાર શીલાંગ થાય છે તેનું વિવેચન શ્રીપ્રવચનસારાદ્દાર ગ્રંથ (પ્રકરણ રત્નાકર-ભાગ ત્રીજો-પૃષ્ઠ ૩૩૯) માં
Page #134
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] : વૈભવની વાનકીઓ-શીલાંગ. પ્રકારની ભક્તિ (રચના)થી ગોઠવવામાં આવે છે. આ પરમેશ્વર કર્યું છે અને ત્યાં એક કષ્ટક આપ્યું છે જે જોવાથી ૧૮૦૦૦ શીલાંગના અઢાર હજાર લોક બનાવી શકાય તેવું છે. જિજ્ઞાસુએ આ ભાગ તે પુસ્તકમાંથી જરૂર વાંચી જવા યોગ્ય છે. એ લેખકની વિશિષ્ટ શક્તિનું ભાન કરાવે છે. પ્રસ્તુત અઢાર હજાર ભેદ કેવી રીતે પડે છે તે આપણે અહીં વિચારી જઈએ:
યોગ ત્રણ છે: મનગ, વચનોગ, કાગ. કરણ ત્રણ છેઃ કરવું, કરાવવું અને અનુમોદવું. સંજ્ઞા ચાર છેઃ આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુનસંજ્ઞા. ઇંદ્રિય પાંચ છે સ્પર્શેન્દ્રિય, સંદ્રિય, પ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રિય.
પૃથ્વીકાયાદિ દશને આરંભ થાય છે. પૃથ્વીકાય આરંભ, અપ્લાય આરંભ, તેઉકાય (અગ્નિ) આરંભ, વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બેઇદ્રિય આરંભ, તેઇદ્રિય આરંભ, ચૌરિન્દ્રિય આરંભ, પંચંદ્રિય આરંભ અને અજીવ આરંભ.
યતિધર્મ દરા પ્રકારે છે: ક્ષમા (કો ત્યાગ), માર્દવ (માનત્યાગ), આર્જવા (ભાયાત્યાગ), મુક્તિ (લોભત્યાગ), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રપણુંઅન્નત્યાગ), અકિંચન (ધન ૫ર નિઃસ્પૃહતા) અને બ્રહ્મચર્ય.
આ છમાંથી દરેકના એક વિભાગ લેવાથી એક શીલાંગ થાય છે. દાખલા તરીકે પ્રથમ ભેદ આવી રીતે થાય: “મને કરી આહારસંજ્ઞા રહિત થઈ શ્રોત્રેન્દ્રિયને સંવર કરી ક્ષમા યુક્ત રહી પૃથ્વીકાયને આરંભ કરે નહિ.” હવે આ વાકયમાંથી બીજું બધું કાયમ રાખી “ક્ષમા યુક્ત” શબ્દને બદલે “માર્દવ યુક્ત” એ શબ્દ મૂકવાથી બીજે ભેદ શીલાંગને થાય, તેવી રીતે “આર્જવ યુક્ત” શબ્દ મૂકવાથી ત્રીજે શીલાંગને ભેદ થાય. આવી રીતે દશ યતિધર્મના ભેદને ઉપર બતાવવામાં આવ્યા છે તેનાં દશ વાક્ય કરી દશ શીલાગે કરવાં. આ દશ વાક્યો લખી રાખવાં. એ સર્વ પૃથ્વીકાયના આરંભને અંગે થયા. એ દશે વાકયોને પ્રથમથી વારાફરતી લઈ “પૃથ્વીકાયનો આરંભ કરે નહિ? એટલા વાકયને સ્થાને અનુક્રમે “અકાયો આરંભ કરે નહિ, તેઉકાયને આરંભ કરે નહિ” એવા દશ પ્રકારના આરંભને બદલતાં સે શીલાંગ થાય. એવી રીતે સો વાક લખાયાં. તે સર્વ શ્રેન્દ્રિયના સંવરને અંગે થયા. એને સ્થાને અનુક્રમે ત્યારપછી સ્પર્શ, રસ, પ્રાણુ અને ચક્ષુના સંવરની હકીકત લખવાથી પાંચસે લાગે થાય. આ સર્વ “આહારસંશા રહિત ને અંગે ભેદો ગણ્યા છે. તે પાંચમું વાક સાથે ત્યાર૫છી ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા રહિત હોવાની હકીકત લખવાથી બે હજાર ભેદ થાય, આ બે હાર વા અનુક્રમે લખી જવાં. આ સર્વ ભેદ “મને કરીને થયા તેને વચને કરી” અને “કાયાએ કરી’ એમ લખવાથી છ હજાર ભેદ થાય. એ છ હજાર ભેદમાં કરે નહિ' એમ જણાવેલ છે, તેની સાથે બીજા કરાવે નહિ” અને “અનુમોદન કરે નહિ' એવા છ છ હજાર ભેદ લખવાથી અઢાર હજાર શીલાંગ થાય છે. આવી રીતે યોગ, કરણ, સંજ્ઞા, ઇદ્રિય, આરંભ અને યતિધર્મનો પરસ્પર યોગ કરવાથી અઢાર હજાર શીલાંગ થાય છે. આવી રીતે ૧૮૦૦૦ શીલાંગ બીજી પણ બહુ રીતે થાય છે. જુઓ, તેની બુક બહાર પડેલી છે તે પ્રકાશક લીમશી માણેક.
૧ વિભાગ, ભેદ, ફલને ગોઠવવામાં આવે છે તેમ શીલાંગને ભેદે ગોઠવવામાં અાવે છે,
Page #135
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવન મતમાં સમ્યગ્દર્શન' ગારૂ (ગાશીર્ષ) ચંદનના વિલેપનનું કાર્ય કરે છે, કારણ કે ગેરૂચંદન જેમ મનુષ્યનાં શરીરને લગાડવાથી શાંતિ આપે છે તેમ આ સમ્યગ્દર્શન મિથ્યાત્વ અને કષાયના સંતાપથી મળી રહેલા ભવ્ય વાનાં શરીરને અત્યંત શાંતિ આપે છે તે આવી રીતે:-સર્વજ્ઞ મહારાજે અતાવેલા જૈન દર્શનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રની મુખ્યતા છે એ વાત સુપ્રસિદ્ધ છે. હવે જે ભાગ્યવાન્ પ્રાણીએ એ દર્શનમાં વર્તતા હેાય છે તેઓએ નરકના મહા અંધકારમય ગ્રૂપ પેાતાને માટે બંધ કરી દીધા છે, તિર્યંચગતિરૂપ મંદિખાનાને ભાંગી નાખ્યું છે, અધમ મનુષ્યપણામાં થતાં દુ:ખાને દળી નાખ્યાં છે, હલકી જાતના (તુચ્છ) દેવાનાં મનમાં થતા અનેક સંતાપાનું મર્દન કર્યું છે, મિથ્યાત્વરૂપ વૈતાળના નાશ કરી નાખ્યા છે, રાગ વિગેરે શત્રુઆને હીલચાલ વગરના કરી નાખ્યા છે, કર્મને એકઠાં કરવારૂપ અજીર્ણને જીણું કરી નાખ્યું છે, વૃદ્ધાવસ્થાના વિકારને તિરસ્કારી નાખ્યા છે, મરણભયને હસી કાઢ્યો છે તથા દેવલાક અને મેક્ષનાં સુખને કરતલવત્તી ( હાથમાં આવેલાં) કરી મૂક્યાં છે. અથવા તે એ દર્શનમાં વર્તતા ભાગ્યશાળી પ્રાણીઓ સાંસારિક સુખની જરા પણ દરકારજ કરતા નથી, તે આ આખા સંસારના પ્રપંચને ત્યાગ કરવા યોગ્યપણાની બુદ્ધિથીજ જુએ છે, તે એમ સમજે છે કે આ ભવપ્રપંચમાં કાંઇ પણ આદરવા યોગ્ય નથી, સર્વ ત્યાગ કરવા ચેાગ્ય છે, તેઓએ મોક્ષપ્રાપ્તિ માટે એક તાન લગાવી પેાતાનાં અંતઃકરણને તેમાં જોડી દીધેલાં હોય છે અને પેાતાને મેાક્ષ મળવાનું છે એ સંબંધમાં તેનાં મનમાં કદિ જરા પણુ શંકા હાતીજ નથી, કેમકે *ઉપાય અને ઉપેયપ પરસ્પર વિરૂદ્ધ હોતાં નથી. તેઓ સમજે છે કે પરમપદ જે મેાક્ષ છે તેની પ્રાપ્તિ માટે સજ્ઞાન દર્શન ચારિત્રરૂપ માર્ગ છે તે અપ્રતિહત શક્તિવાળા છે-કદિ પણ પા પડે તેવા નથી, સીધા, સરળ અને પ્રેરણા કરનાર છે અને એવા મેાક્ષપ્રાપ્તિના ઉપાય અમને મળી ગયા છે. આવા સુંદર માર્ગના તેઓને લાભ થવાથી તેનાં મનમાં નિશ્ચય થયેલા હોય છે કે આથી વધારે
૧ એટલે એવા પ્રાણીએ કદિ નરકગતિમાં જાય તેવા સંભવ નથી. તેઓને માટે નારકી બંધ છે.
૨ તિર્યંચતિગમન પણ તેને માટે બંધ છે.
૩ જ્યાં આનંદ ભાગ નહિ એવું તુચ્છ મનુષ્યપણું, દરિદ્રીગૃહમાં જન્મ વિગેરે. ૪ મેળવવાનાં સાધનો.
૫ મેળવવાની વસ્તુ, સાધ્યું. (અત્ર મેક્ષ ઉપેય છે).
Page #136
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]. મંદિરમાં શાંતિ અને ઉત્સવ. સુંદર વસ્તુ હવે કઈ પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી. આ સંસારમાં જે સારામાં સારી વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે તે તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં મળી ચૂકી છે. આથી તેઓનું મન તૃપ્ત થઈને સંપૂર્ણ મનોરથવાળું થયેલું હોય છે અને તેથી તેઓને શાંતિ થયેલી હોય છે તેને શરીરે લગાડેલા ગેરચંદનથી થયેલી શાંતિ સાથે યોગ્ય રીતે સરખાવવામાં આવેલ છે. ઉપર પ્રમાણે હકીક્ત હોવાથી મહાત્મા જિનેશ્વર દેવના મતમાં
વર્તતા પ્રાણીઓને શેક કદિ હોતાજ નથી, તેઓમાં મંદિરમાં નિરં દીનતા દેખાતી નથી, તેઓની આતુરતા સંતાઈ ગયેલી તર ઉત્સવ. હોય છે, કામદેવને વિકાર છુપાઈ ગયેલું હોય છે,
અન્ય વસ્તુ કે પ્રાણુ તરફ ચીડ (દુગચ્છા) આવવાની હકીકત ઉપર તેમને ચીડ આવે છે, તેઓના સંબંધમાં મનનો ઉગ તદ્દન અસંભવિત છે, તૃષ્ણ તેઓથી ઘણે દૂર નાસી ગયેલી હોય છે અને ત્રાસને તેઓએ મૂળથીજ ત્રાસ પમાડેલ-દૂર કરેલો હોય છે, તેઓનાં મનમાં ધીરતા રહે છે, ગંભીરતા ઘર કરીને વાસે કરે છે, ઉદારપણું અત્યંત પ્રબળ થતું જાય છે અને આત્મવિશ્વાસ ઘણે વધી જાય છે. સ્વાભાવિક શાંતિ સામ્રાજ્યરૂપ સુખના અમૃતને તેઓ વારંવાર સ્વાદ લેતા હોવાથી તેઓનાં હૃદયમાં નિરંતર 'ઉત્સવ ચાલ્યાજ કરતે હોય છે અને તેને લીધે તેઓને પ્રબળ રાગ મંદ થઈ ગયું હોય છે તો પણ તેઓનાં ચિત્તમાં રતિને પ્રકર્ષ વૃદ્ધિ પામે છે, તેઓને મદરૂપ વ્યાધિ નાશ પામ્યો હોય છે તોપણું
૧ આ આખે પારિગ્રાફ સુસ્થિત રાજાના મંદિરમાં ચાલતા ઉત્સવની હકીકત સાથે યોજવાનું છે. એ મંદિરમાં નિરંતર મહોત્સવ કેવી રીતે ચાલે છે તે અત્ર બતાવ્યું છે.
૨ રતિને પ્રકર્ષ એટલે શુભ રાગ સમજવો. રાગ વિના રતિ હેય નહિ છતાં તેઓને શુભ રાગ હોય છે. અહીં રતિ શબ્દ શ્લેષ છે. રાગ વગરના છે તે પણ રતિવાળા છે એ વિરોધાભાસ છે. રાગને પ્રથમ અર્થ મોહ અને બીજો અર્થ ગુણાનુરાગ સમજવો.
૩ મદ-અહંકાર, અભિમાન. તેઓ ગર્વ રહિત છે તે પણ તેઓનાં મનમાં હર્ષ વર્તે છે. સારા ગુણે જોઈને તેઓને પ્રમોદ થાય છે, મદને અર્થ હર્ષ પણ થાય છે. તેથી અહીં વિરોધ બતાવતાં કહે છે કે તેઓ મદ્દ (ગર્વ) રહિત છે તો પણ તેઓ મદ, (હર્ષ) વાળા છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ છે તેઓનાં મનમાં હર્ષ-આનંદ વર્તે છે અને તેઓ ચંદનની પાસે રહેવાવાળા હોવા છતાં તેઓના આનંદને નાશ થતો નથી.
આ જિનેશ્વર મહારાજાના શાસનમાં રહેલા પ્રાણીઓ પોતાના સ્વાભાવિક હર્ષથી રાજી થઈને પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાને બહાને આખો વખત ગાયા કરે છે, આચાર્ય વિગેરે દશનું વૈયાવચ્ચ કરવારૂપ અનુષ્ઠાન કરીને તદ્રપ નાચ કરે છે, તીર્થકર મહારાજના જન્મને અવસરે તેઓનો મેરૂ પર્વત પર થતો અભિષેક કરવા માટે તેઓનું સમવસરણ રચવા માટે તથા પૂજા રથયાત્રા આદિ મહોત્સવો કરવા માટે અનેક પ્રકારની ધામધુમ કરવામાં કુદે છે, ૫ર દર્શનના વાદીઓ સાથે વાદવિવાદ કરતાં મોટા સિંહનાદ કરે છે અને ભગવાનનાં ચ્યવન (માતાની કુક્ષિમાં અવતરણ), જન્મ, દીક્ષા, કેવલ્યાનપ્રાપ્તિ અને મેક્ષગમન એ પાંચ કલ્યાણકને પ્રસંગે હર્ષમાં આવી જઈ તેઓ સારાં વાજિંત્રો વગાડે છે. આ પ્રમાણે હોવાથી આ જિનેશ્વર મહારાજનું શાસન જેમાં નિરંતર આનંદ આનંદ થયા કરે છે અને જેમાં રહેવાથી સર્વ સંતાપ નાશ પામી જાય છે તે આ જીવને ભાવપૂર્વક કદિ પણ મળ્યું હોય એમ લાગતું નથી. એમ ધારવાનું કારણ એ છે કે આ પ્રાણીનું સંસારમાં ભટકવાનું હજુ ચાલુ જ છે. ભગવાનનું શાસન ભાવપૂર્વક પ્રાપ્ત કરીને અને તેમના ફરમાનને બહુ સારી રીતે અનુસરીને વિશુદ્ધ વર્તન કરવામાં આવેલ હોત તે ઘણુ વખત અગાઉ આ જીવને મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ હોત અને તેના સંસારભ્રમણુને છેડે આવી ગયે હેત.
૧ એ નિયમ છે કે ચંદનનું વૃક્ષ સારી રીતે ઉગે તે માટે તેની આજુબાજુ નજીકમાં બીજું વૃક્ષ હોય છે તેને કાપી નાખવામાં આવે છે અને જેને કાપી નાખે તેઓનાં દુઃખને પાર રહેતો નથી. આ સમકિતી પ્રાણી ચંદન જેવા સુગંધી–અતિ સુંદર ગુણવાળા મહાત્મા પાસે રહે તોપણ તેના આત્મિક આનંદનો નાશ થતો નથી.
૨ વાચના-વાંચવું તે, પૃચ્છના સવાલ પૂછવા તે, પરાવર્તન ભણેલું સંભારી જવું તે, અનુપ્રેક્ષા ભણેલ બાબત પર વિચાર કરી છે તે અને ધર્મકથા ધર્મો પદેશ આપવો તે. આ પાંચ પ્રકારને સ્વાધ્યાય છે. જૈન શાસનમાં આસક્ત પ્રાઓએ આ પાંચ સ્વાધ્યાયમાં નિરંતર ઉદ્યત રહેવું એ આદેશ છે.
૩ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, પ્લાન (રેગી), નવ દીક્ષિત મુનિ, સામી (સ્વધર્મ), કુળ, ગણુ અને સંઘ.
૪ ઉપર જણાવેલ દશને આહારાદિ લાવી આપી, જરૂરીઆતો પૂરી પાડી તેઓની સેવા કરવી તેને “વૈયાવચ્ચ” કહેવામાં આવે છે. - ૫ આને માટે જુઓ ઉપરનું પૃષ્ઠ–૮૨
Page #138
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ) રાજમંદિરનાં પાત્રો.
૯૭ અગાઉ કહેલી કથામાં રાજભુવનનાં બે વિશેષણ કહેવામાં
આવ્યાં હતાં. એક તો તે અષ્ટપૂર્વ હતું (એટલે મંદિરમાં તેને અગાઉ કદિ જોયેલું નહોતું) અને બીજું અનેક સંપરાજાઓ. ત્તિઓથી તે ભરપૂર હતું એટલે તેમાં અનેક પ્રકારની
ઋદ્ધિ સિદ્ધિઓ ભરેલો છે) એ વિશેષણને લગતી સર્વ હકીકતને ઉપર બરાબર ખ્યાલ આપ્યો છે. ત્રીજું વિશેષણ ત્યારપછી તે રાજભુવનના સંબંધમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં અનેક રાજાઓ, પ્રધાનો, મેટા ધાઓ, મંત્રીઓ, કામદારો વિગેરે રહેતા હતા તે વિશેષણનો ઉપનય અત્ર હવે સ્પષ્ટ કરીએઃ-ત્યાં કથાનકમાં કહેવામાં આવ્યું છે કે “અનેક રાજપુરુષો જેઓનાં અંતરમાં બળતા તેજથી તેઓના શત્રુઓ પલાયન કરી ગયા હતા અને જેઓના બાહ્ય વ્યાપારે સર્વ શાંત થઈ ગયા હતા એવાઆવડે આ રાજમંદિર વસાયેલું હતું.” આ રાજાઓ તે સવૅજ્ઞશાસનના આચાર્યો સમજવા. તેઓનાં અંતરમાં મહા તપસ્યાનું તેજ ઝળઝળાયમાન હોવાથી તેઓના રાગ દ્વેષ એહ વિગેરે શત્રુઓ પલાથન કરી ગયા હોય છે અને બહારના સર્વ વ્યાપાર શાંત થઈ ગયેલા હેવાથી તેઓ આખા જગતને આનંદ આપવાના હેતુભૂત હોય છે. જેમ સ્થળ રાજાઓ રનથી ભરપૂર હોય છે અને પ્રભુત્વવાળા હોય છે તેમ તેઓ (આચાર્યો) ગુણરતથી ભરપૂર હોવાને લીધે અને પ્રભુતાની સાથે જોડાઈ ગયેલા હોવાને લીધે “રાજા” શબ્દને સર્વ પ્રકારે ગ્ય છે. “અનેક મંત્રીઓ જેઓને આખા જગતની ચેષ્ટા સાક્ષાત જણાઈ
રહેલી હતી, જેઓએ પોતાની બુદ્ધિથી પિતાના મંદિરમાં શત્રુઓને પણ ઓળખી લીધા હતા અને જેઓ મંત્રીઓ. સર્વ નીતિશાસ્ત્રોને પાર પામી ગયા હતા તેવાઓ
આ અતિ વિશાળ રાજમંદિરમાં વસતા હતા–આ. પ્રમાણે અગાઉ કહેવામાં આવ્યું છે. અહીં સવૈજ્ઞશાસનમાં મંત્રીને સ્થાને ઉપાધ્યાય સમજવા. તેઓને વીતરાગ ભગવાનના આગમન સાર સારી રીતે જણાયેલો હોવાથી તેઓને આખા જગતની ચેષ્ટા જણાયેલી છે એમ કહ્યું છે. તેઓએ પોતાની બુદ્ધિના જોરથી રાગ મેહ વિગેરે પિતાના ખરા શત્રુઓ કેણું છે તેને ઓળખી લીધેલા હોય છે અને શાસ્ત્રનું ખરું રહસ્ય બતાવનાર ચાવી જેવા ગ્રંથોનું તે
૧ જુએ અગાઉ પૃષ્ઠ ૧૯.
૧૩
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
એને બહુ સારી રીતે જ્ઞાન થયેલું હાવાથી અને તેને વિચારવામાં તેઓએ મેાટી કુશળતા પ્રાપ્ત કરેલી હોવાથી તે સર્વે નીતિશાસ્ત્રને જાણનારા છે. જેમ રાજમંત્રી મુદ્ધિવડે આખા રાજ્યનાં સર્વ અંગેાની તુલના કર્યાં કરે છે તેમ આ ઉપાધ્યાયેા પેાતાના અસાધારણ બુદ્ધિવૈભવથી આખા સર્વજ્ઞશાસનનાં સર્વ અંગેાની તુલના કર્યાં કરે છે, તેથી તેઓ મંત્રી–અમાત્ય' શબ્દને ચેાગ્ય રીતે ધારણ કરતા શાલી
રહ્યા છે.
“ જેએ પાતાની આગળ યમને પણ લડાઇના મેદાનમાં જોઇ જરા પણ ગભરાતા નહાતા તેવા અસંખ્ય યાધા એ રાજમંદિરમાં વસતા હતા”—આ પ્રમાણે અગાઉ કહેવામાં આવ્યું છે. મહાયાધાએ તે અત્ર ગીતાર્થી સમજવા. તેનાં અંત:કરણમાં તત્ત્વની વિશિષ્ટ ભાવના હોવાથી દેવતાઓ કદિ મહા ભયંકર ઉપસર્ગો કરે તેપણ તેનાથી તેઓ જરાએ ક્ષેાભ પામતા નથી અને ઘેર પરિષહાથી જરા પણ ડરતા નથી. તેઓના સંબંધમાં વધારે વાત શી કરવી ? કદાચ તેઓ પેાતાની સામે યમ જેવા ભયંકર ઉપદ્રવ કરનારને જુએ એટલે કે પેાતાને મરણાંત ભય પ્રાપ્ત થાય તેપણ તેઓને તેના જરા પણ ત્રાસ થતા નથી. જેમ મહાયેાધાએ લડાઇના છેડા વિજયમાં લાવી શકે છે તેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે ગચ્છ, ફળ, ગણુ અને સંઘને મેક્ષપ્રાપ્તિ કરાવવા દ્વારા તેના સંસારના તેઓ છેડો લાવનાર હાવાથી આ ગીતાર્થ વૃષભાને મહાયેાધા' કહેવામાં આવ્યા છે.
મંદિરમાં
યેાધા.
“ એ વિશાળ રાજમંદિરમાં અનેક નિયુક્તકા (કામદારો) હતા જે જરા પણ વ્યાકુળતા વગર કરોડો નગરનું તથા અસંખ્ય ગામ અને ખાણાનું પરિપાલન કરતા હતા અને તેને સર્વ પ્રબંધ ચલાવતા હતા” એમ અગાઉ જણાવવામાં આવ્યું છે. તેમાં કામદારો તે આ સર્વજ્ઞ
મંદિરમાં
કામદાર.
૧ જૈન મતનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર હાય, ષટ્નાસ્રમાં નિપુણ હાય અને નિયંત્રણા કરાવવામાં કુશળ હેાય તેને ગીતાર્થ’ સાધુ કહેવામાં આવે છે.
૨ કાઇએ કરેલાં-નીપાવેલાં દુઃખ. અન્યકૃત અનુકૂળ પ્રતિકૂળ સત્ત્વપરીક્ષાનાં કાર્યને ઉપસર્ગ કહેવામાં આવે છે.
૩ ક્ષુધા તૃષા સહન કરવી તે. તેના ખાવીશ પ્રકાર છે તે માટે જીએ નવ તત્ત્વ-સંવરતત્ત્વ.
૪ સાધુઓના નાના મેાટા વિભાગને કુળ, ગણ અને ગચ્છ કહેવામાં આવે છે. આખા સમુદૃાયને સંધનું નામ આપવામાં આવે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ
રાજમંદિરનાં પાત્રો.
ટ
શાસનમાં ગણચિંતા સમજવા. કુળ, ગણુ અને સંઘમાં રહેલા આળ, વૃદ્ધ, રાગી અને અતિથિરૂપ પાલન કરવા ચાગ્ય અનેક પુરુષાથી તે પરવરેલા હોય છે અને કરોડો નગર જેવા કાઢિ ગચ્છારૂપ અસંખ્ય ગામ અને આકરામાં રહીને તેએ ગીતાર્થ હાવાથી અનેક પ્રકારના ઉત્સર્ગ' અને અપવાદમાર્ગના તે જાણનાર હાય છે અને ચેાગ્ય સ્થાનકે યોગ્ય પુરુષાને જોડી દેવામાં અત્યંત કુશળ હાય છે; તેમજ પ્રાસુક અને એષણીય ભક્ત, પાન, ઔષધ, ઉપકરણ અને ઉપાશ્રય મેળવી આપવા સંબંધી કાર્ય તેએ જરા પણ આકુળ વ્યાકુળ થયા વગર નિરંતર કર્યાં કરે છે. ઉત્સર્ગમાર્ગમાં સ્પષ્ટ આદેશા હાય છે અને અમુક સંયોગેામાં અપવાદ સેવવાની રજા આપવામાં આવી હોય છે. અમુક સ્થાનકે, અમુક પદ પર કે અમુક દેશમાં આ સાધુ ચેાગ્ય કામ કરશે એવી યેાજના કરવી, સર્વની સંભાળ શખવી, તેઓ માટે દોષ વગરના આહાર પાણીની ચેાજના કરવી, તેને માટે સ્થાન અને વજ્ર પાત્રાદિ ઉપકરણાની વ્યવસ્થા કરવી એ રીતે આખી રાજ્યવ્યવસ્થા કરવાનું કાર્ય ગણુચિતકા કરે છે. સર્વ રીતે યોગ્ય અને અનુકૂળ સમજીને આ સ્થાન પર તેમની નિમણુક આચાર્ય મહારાજે કરેલી હાવાથી તેઓ ‘નિયુક્તક' (કામદાર—સ્થાન પર ચેોજેલ ) નામને બરાબર ચેાગ્ય છે.
“ ત્યાં સ્વામી ઉપર અત્યંત પ્રીતિવાળા અને ઘણા બળવાન્
૧ ગણુ-ગચ્છ સંબંધી ચિંતા કરનાર સાધુએ.
૨ ખાળ એટલે નાની વયના, વૃદ્ધ અને રાગી એ ત્રણે અન્ય પાસેથી સંભાળ રખાવવાની અપેક્ષા રાખે છે. તેની સાથે તપસ્વી શબ્દ જૈન ગ્રંથેામાં આવે છે તેથી પ્રાણૂંકને તે અર્થે હોવા જોઇએ, પણ કાશમાં તે અર્થ મળતા નથી. તપસ્વી શબ્દ મુનિ વાચક છે. આ પ્રાહુણા મુનિ તેના સૂચક હેાય તેમ જણાય છે.
૩ સાધુ અતિથિ' કહેવાય છે. અતિથિ કહ્યા અણુગારને.' એક સાધુ ઉતરેલા હોય તે સ્થાન પર ખીજા સાધુ આવે તેા તે પણ અતિથિ કહેવાય છે.
૪ કાઢિ ગચ્છ એટલે કરોડા ગચ્છ એ અર્થ કરવા કરતાં કાટિ ગચ્છ નામને ગચ્છ જે સર્વેથી વિશાળ ગચ્છ હતા તે અર્થમાં તે શબ્દ સમજવા વધારે ઠીક લાગે છે.
૫ મૂળ માર્ગ.
૬ સંચાગને લઇને તેમાં કરવા પડતા ઘટતા ફેરફાર
છ ‘પ્રાસુક' એટલે જીવ વગરનું. એણીય એટલે સાધુને ખાવા યોગ્ય.
૮ સાધુને રાખવાનાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણેા' કહેવાય છે. ૯ સાધુને વસવાના સ્થાનને ‘ઉપાશ્રય ’ કહે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવન
તેમજ ખરેખરા ડહાપણવાળા કોટવાળા રહેલા હતા,” એમ પ્રથમ કહ્યું છે. આ તલગિક-ક્રાટવાળા તે સર્વજ્ઞરાજમંદિરમાં રહેલા સામાન્ય સાધુ સમજવા. તે લક્ષ્યપૂર્વક આચાર્ય મહારાજની આજ્ઞાને ઉઠાવી લે છે, ઉપાધ્યાયના હુકમેને અમલમાં મૂકે છે, ગીતાર્થના વિનય કરે છે, ગણચિંતક જે મર્યાદા-હદ આંધી આપે તેનું ઉલ્લંઘન કરતા નથી, ગચ્છ કુલ ગણુ કે સંઘનાં કામમાં પેાતાની જાતને જોડી દે છે અને ગચ્છ કુલ ગણુ કે સંઘ ઉપર કાઇ પણ પ્રકારની ઉપાધિ આવી પડે તે પાતે પાતાની જીંદગીને જોખમે પણ તે વિપત્તિને દૂર કરવા પ્રયત્ન કરે છે. તેમાં શુરાતન, ભક્તિ અને વિનય એટલાં બધાં હાય છે કે તેઓ કોટવાળ'ની સાથે સરખામણી કરવા ચેોગ્ય છે, કારણ કે કાટવાળનું કામ પણ શુરાતનથી ભરપૂર હેાય છે. તેઓને સ્વામી ઉપર અત્યંત ભક્તિ હાય છે અને તેએ પેાતાના ઉપરી અધિકારી તરફ બહુ વિનયપૂર્વક વર્તે છે. એવી રીતે જે જૈન શાસનને અત્ર રાજ્યભુવન તરીકે ઓળખાવવામાં આવ્યું છે તેમાં આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે ઉપાધ્યાય તેનું ચિંતવન કરે છે, ગીતાર્થી તેનું રક્ષણ કરે છે, ગણચિંતકા તેની પુષ્ટિ કરે છે અને સાધુ મહાત્માઓ ચિંતા વગરના થઇને નિષ્કૃત થયેલા માર્ગને યથાયોગ્ય રીતે અનુસરે છે. આ પ્રમાણે હેવાથી સદરહુ રાજ્યભુવન આચાર્ય આદિથી વ્યાસ છે એમ સમજવું.
૧૦૦
મંદિરમાં કાટવાળ.
મંદિરમાં
“તે મંદિરમાં અનેક સ્થવિરા (વૃદ્ધ સ્ત્રી) રહેતી હતી કે જેમણે પોતે વિષયના ત્યાગ કર્યાં હતા અને જે મદાન્મત્ત થયેલી યુવાન સ્ત્રીઓને યોગ્ય અંકુશમાં વૃદ્ધાઓ. રાખવાને શક્તિમાન હતી.” એ પ્રમાણે અગાઉ નિપુણ્યકની કથામાં કહેવામાં આવ્યું છે. તેની યાજના સર્વજ્ઞશાસનમાં આ પ્રમાણે કરવી. સ્થવિરા ( વૃદ્ધ સ્ત્રી ) તે આ રાજમંદિરમાં આર્યા ( સાધ્વીએ ) સમજવી. સ્થવિર સ્ત્રીઓને માટે ઉપર એ વિશેષણા કહ્યાં છે: એક તે તેએ મદોન્મત્ત સ્ત્રીઓનું નિવારણ કરનાર છે એમ કહ્યું છે અને પેાતે ઇંદ્રિયા સંબંધી વિષય ભાગેાથી નિવૃત્ત થયેલી છે એમ કહ્યું છે; આ બન્ને વિશેષણા ‘આર્યા’– સાધ્વીને બરાબર મળતાં આવે છે. તેઓના પેાતાના શિષ્યવર્ગ અને શ્રમણાપાસક ( તીર્થંકરના ભક્ત શ્રાવક) વર્ગની સ્ત્રીએ જ્યારે પ્રમાદ ( આળસ )ને વશ થઇ ધર્મકાર્યમાં આળસ કરતી હાય છે ત્યારે પાતે પરોપકાર કરવામાં તત્પર થઇને અને ભગવાનના આગમમાં બતાવેલ
Page #142
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] રાજમંદિરનાં પાત્ર.
૧૧ મહાનિર્જરાનું કારણ સાધર્મિક વાત્સલ્યને જાણીને વારંવાર તેઓને તેમના કર્તવ્યની યાદી આપે છે (સ્મારણું), અયોગ્ય કામ કરતાં વારે છે (વારણું), શુભ કાર્ય કરવા પ્રેરણું કરે છે (ચોયણું), સારાં કામો માટે વારંવાર પ્રેરણા કર્યા કરે છે (પડિચોયણુ) અને તેમ કરીને પિતાના શિષ્યવર્ગને તેમજ શ્રાવિકાવર્ગને ખેટે રસ્તે જતાં વારંવાર અટકાવે છે અને સાથે માર્ગ તેઓને લઈ આવે છે. વળી તેઓને *વિષય વિષના વિષમ વિપાક વિદિત હોવાથી વિષયભેગથી નિવૃત્ત વૃત્તિવાળા થઈને સંયમમાં તેઓ રહે છે, અનેક પ્રકારની તપસ્યા કરવામાં કીડા કરે છે, નિરંતર સ્વાધ્યાય ( અભ્યાસ અને મનન) કરવામાં આનંદ માને છે, પ્રમાદોને જરા પણ સેવતી નથી અને કોઈ પણ પ્રકારની શંકા ઉઠાવ્યા વગર આચાર્ય મહારાજના આદેશને ઉઠાવી લે છે. તે રાજમહેલની ચોકી કરવા માટે અનેક સુભટે ચારે તરફ
વીંટાઈને રહેતા હતા” એ પ્રમાણે અગાઉ કહ્યું છે. મંદિરમાં આ સુભટો તે ભગવાનના શાસનમાં શ્રમણોપાસક સુભ. શ્રાવકે સમજવા. તેઓની સંખ્યા મોટી હોવાથી
તેઓ રાજમંદિરની ચોતરફ વ્યાસ થઈને રહેલા છે, કારણ કે દેવગતિમાં અસંખ્ય શ્રાવકે હોય છે, મનુષ્યગતિમાં સંખ્યાતા હોય છે, તિર્યંચગતિમાં બહુ પ્રકારના હોય છે અને નારકગતિમાં પણ બહુ હોય છે. તેઓ શુરાતન, ઉદારતા અને ગંભીરતા આદિ અનેક ગુણવાળા હોવાથી ભગવાનના શાસનના દુશ્મને જેઓનાં હૃદયમાં મિથ્યાત્વે વાસ કરેલ હોય છે તેને ઉખેડી નાખવામાં ઘણી ચતુરાઈ ધારણ કરનારા હોય છે અને આવી અનુપમ પ્રવૃત્તિ માટે તેઓ “સુભટના ઉપમાનને બરાબર રીતે ગ્ય છે. તેઓ સર્વદા સર્વર મહારાજનું ધ્યાન કરે છે, આચાર્યરૂપ રાજાઓની આરાધના કરે છે, ઉપાધ્યાયરૂપ અમાત્યને ઉપદેશ આચરે છે, ધર્મધુરંધર ગીતાર્થની આજ્ઞા પ્રમાણે સર્વ ધર્મકાર્યમાં જોડાય છે, સાધુવર્ગ ઉપર અનુગ્રહ કરનાર ગણુચિંતકે જેમને કામદારનું સ્થાન આપવામાં આવ્યું છે તેઓને વસ્ત્ર, પાત્ર, ભાત, પાણું, ઔષધ, આસન, સંથારે, ઉપાશ્રય વિગેરે વિધિપૂર્વક આપે છે, કેટવાળ જેવા સાધુ પુરુષોમાં આ સાધુ આજનો દીક્ષિત છે-આ ઘણું વખતનો છે એવો કઈ પ્રકારને
૧ પોતાના ધર્મબંધુઓનું હિત કરવું તે. ૨ ઇંદ્રિયના વિષયરૂપ ઝેરનું ભયંકર પરિણામ તેઓ જાણતા હોવાથી, ૩ આ શ્રાવકો ચતુર્થ ગુણસ્થાનકે સ્થિત થયેલા સમજવા,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ{
ભેદ પાડ્યા વગર સર્વ સાધુઓને મન વચન ઢાયાથી વંદન કરે છે, સ્થવિરા જનને ઠેકાણે ગોઠવાયલી આપ્યું-સાધ્વીને ભક્તિપૂર્વક નમે છે, વિલાસિનીને સ્થાનકે ગોઠવાયલી શ્રાવિકાઓને સર્વ ધર્મનાં કામેામાં ઉત્સાહ આપે છે અને તીર્થંકર મહારાજના જન્માભિષેક', નંદીશ્વર દ્વીપની યાત્રા અને મનુષ્યલેાકનાં પર્વન્નાત્ર વિગેરે સર્વ ધ્યાન રાખી યથાયોગ્ય કરે છે. મતલબ કે તે દેવ હોય તે દેવતાને યાગ્ય અને મનુષ્ય હોય તે મનુષ્યને યોગ્ય સર્વ ક્રિયાઓ કરે છે. ટુંકામાં જૈન શાસનમાં ખતાવેલી નિત્ય ક્રિયાઓ તથા નૈમિત્તિક ક્રિયા તેઆ ઉચિત રીતે કરે છે. તેએના સંબંધમાં વધારે કેટલી હકીકત કહેવી? તેઓ જૈન શાસન સિવાય ભાવપૂર્વક બીજું કાંઇ પણ શ્વેતા નથી, સાંભળતા નથી, જાણતા નથી, અનુસરતા નથી, અન્ય ઉપર પ્રીતિ કરતા નથી, અન્યનું પરિપાલન કરતા નથી, માત્ર જૈન શાસનજ મહાકલ્યાણનું કરનાર છે એમ અંતઃકરણથી માને છે. તેને સર્વજ્ઞ મહારાજ તરફ ઘણી ભક્તિ હાય છે તેથી તે સર્વજ્ઞ મહારાજને પણ વહાલા લાગે છે એટલે તે સર્વજ્ઞમંદિરની અંદર રહેનારા વિનયી ઋદ્ધિવાળા મોટા કુટુંબીઓ જેવા છે એમ સમજવું. રાજમંદિરમાં પણ એવા આશ્રિત ભાયાત જેમ મહારાજાના અંગરક્ષકની જેવું કામ કરી રાજ્ય પર પ્રેમ રાખીને રહે છે તેમ આ વિનીત શ્રાદ્ધોના સંબંધમાં પણ સમજવું. આવી શુભ દૃષ્ટિ સિવાય અન્ય દૃષ્ટિવાળા જીવાને તે આ સર્વજ્ઞભુવનમાં વસવાટજ ક્યાંથી હોય ?
ત્યારપછી મૂળ કથાનકમાં આગળ કહેવામાં આવ્યું છે કે વિલાસ કરતી અનેક રમણીય સુંદર સ્ત્રીએથી તે મંદિર દેવલાકને પણ જીતી લેતું હતું.” તેની યેાજના સર્વજ્ઞમંદિરમાં આવી રીતે કરવી: વિલાસ કરતી સ્ત્રીઓ તે અત્ર સમ્યગ્દર્શન ધારણ કરવું, ‘અણુવ્રતાને
મંદિરમાં
રમણીએ.
૧ મેરૂપર્વત ઉપર.
૨ પંચકલ્યાણક પ્રસંગે તથા નિત્ય અઠ્ઠાઇમાં દેવા નંદીશ્વર દ્વીપની યાત્રા કરે છે.
૩ દરાજ કરવાની ક્રિયા: આવસ્યક, પૂજન વિગેરે.
૪ અમુક પ્રસંગે કરવાની ક્રિયા: પ્રતિષ્ઠા, કલ્યાણુક્રમહેાત્સવ વિગેરે. ૫ જૈન દર્શન તરફ ચિ.
૬ હિંસાત્યાગ, સત્ય વચનેાચ્ચાર, પરવસ્તુગ્રહણયાગ, સ્ત્રીસંબંધયાગ અને પરવસ્તુ પર માલીકીનું અસ્થાપન. એ પાંચ તેને સર્વથા આદરવાં તે મહામત
કહેવાય છે, જ્યારે તેને દેશથી દરવાં તેને અણુવ્રત’ કહેવામાં આવે છે,
Page #144
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] રાજમંદિરનાં પાત્રો.
૧૦૩ આચરવાં અને તીર્થકર મહારાજ તથા સાધુની ભક્તિ કરવી–એ બાબતમાં જેઓનું મન લાગી રહ્યું છે એવી શ્રાવિકાઓ સમજવી. તેઓ પણ શ્રમણોપાસક (શ્રાવક)ની પેઠે સર્વજ્ઞ મહારાજની આરાધના કરવામાં તત્પર રહીને નિરંતર આજ્ઞાને અભ્યાસ કરે છે (આજ્ઞા પ્રમાણે વર્તે છે), વિશુદ્ધ શ્રદ્ધા (દર્શન)માં પિતાના આત્માને વિશેષ દૃઢ કરે છે, અણુવ્રતોને ધારણ કરે છે, ગુણવ્રતને ગ્રહણ કરે છે, શિક્ષાવ્રતોને અભ્યાસ કરે છે, જુદા જુદા પ્રકારનાં તપ કરે છે, સ્વાધ્યાય કરવામાં રમણ કરે છે, સાધુઓને પોતાનું ભલું કરે તેવું ઉપકરણ વિગેરેનું દાન આપે છે, સગુરુ મહારાજના પાદમાં વંદન કરીને હર્ષ પામે છે, સારા સાધુને નમસ્કાર કરીને સંતોષ પામે છે, સુંદર ધર્મકથા કરવામાં મેસેજ માને છે, સ્વધર્મી બંધુઓને પોતાના નજીકના સગા સંબંધી કરતાં પણ વધારે ગણે છે, જે દેશમાં સ્વધર્મ બંધુ ન હોય ત્યાં રહેવું પડે તો મનમાં ઉદ્વેગ પામે છે, સાધુ મહાત્માને વહેરાવ્યા સિવાય પિતાને ભોજન લેવું પડે તો તે તેમને પસંદ પડતું નથી અને ભગવાનના ધર્મની સેવા કરવાથી જાણે પિતાને આત્મા આ સંસારરૂપ દુ:ખ સમુદ્રને પાર પામી ગયો હોય એમ અંતઃકરણપૂર્વક માને છે. આ પ્રમાણે હોવાથી તેઓ પણ સર્વજ્ઞશાસનમંદિરના મધ્ય ભાગમાં પૂજાનાં ઉપકરણનો આકાર ધારણ કરનારી હોઇ શ્રમસેપાસકે સાથે બંધાઈને (તેઓની સ્ત્રી તરીકે-ગૃહસ્થ સ્ત્રી તરીકે) અથવા તેઓથી છુટી (વિધવા અથવા કુમારી શ્રાવિકાઓ તરીકે) રહીને વસે છે. જે સ્ત્રીઓ આવા પ્રકારની ન હોય તે પણ કદાચ તે રાજમંદિરના મધ્ય ભાગમાં રહેતી બહારથી જણાય તોપણ પરમાથેથી ૧ જે દેવની આરાધનને ઉપાય તેની આજ્ઞાને અભ્યાસ કરવો તેજ છે. यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि.
હરિભદ્ર સૂરિ–પ્રથમ અષ્ટક લેક છો. ૨ દિપરિમાણ, ભેગે પગપ્રમાણ અને અનર્થદંડત્યાગ. ૩ સામાયિક, દેશાવગાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ. ૪ તપના અનેક પ્રકાર છે: બાહ્ય અને અત્યંતર–તે પ્રત્યેકના પણ બહુ ભેદ છે.
૫ મંદિરમાં જઈએ ત્યાં કોઈ કેશર બરાસ કુલ તૈયાર રાખે ત્યારે જાણે તે પૂજાનાં ઉપકરણને આકાર ધારણ કરનાર હોય તેવી લાગે છે. પાઠાંતરે–પૂનાનાં ઉપકરણ હાથમાં લઈ જાણે કહેતી હોય કે આ, પધારે, પૂજા કરે-એવી શ્રાવિકાઓ ત્યાં છે. પાઠાંતર પૂનો રળવારઃ એમ છે.
૬ ગૃહસ્થી ન હોય તેવી સ્ત્રીઓ એટલે જેઓ કુમારી અથવા વિધવા હોય છે તે પણ શ્રાવિકા નામને યોગ્ય છે (જે તેનામાં શ્રાવિકા૫ણાના ગુણ હોય તો).
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ એવી સ્ત્રીઓ તે રાજમંદિરની બહાર જ છે એમ સમજવું. આ સર્વરશાસનરૂપ મંદિર ભાવવડેજ ગ્રહણ કરવાનું છે, તેથી બહારની છાયામાત્રથી તેમાં દાખલ થઈ ગયેલા છે એમ દેખાતા પ્રાણીઓને પરમાર્થથી તેમાં દાખલ થયેલા સમજવા નહિ. તે રાજમંદિરમાં પાંચે ઈદ્રિયના અનેક પ્રકારના ઉપગ થઈ
શકે તેવા અનુપમ વિષયે હતા અને તેથી તે મંદિર મંદિરમાં બહુ સુંદર લાગતું હતું એમ કહીને તે પર વિવેચન વિષયે. કથાપ્રસંગમાં ત્યારપછી કરવામાં આવ્યું છે તેની
યોજના આ પ્રમાણે કરવીઃ સર્વ ઇદ્રો તે રાજમંદિ૨ના મધ્ય ભાગમાં વસે છે. એ સિવાય બીજા પણ મહર્ફિક દેવતાઓ પણ ઘણું કરીને ભગવાનના મતરૂપ રાજમંદિરની બહાર હોતા નથી. આવી રીતે જ્યાં વિમાનના સ્વામી દેવતાઓ અને ઇંદ્ર વસતા હોય ત્યાં શબ્દ વિગેરે ઇંદ્રિયના અનુપમ વિષપભેગની સુંદરતા હોય એમાં કાંઈ નવાઈ લાગતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે ઇંદ્રિયના વિષયોની પ્રાપ્તિના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવા ગ્ય છે કે વિષય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. એ પુણ્ય બે પ્રકારનું હોય છે. પાપાનુબંધી અને પુણ્યાનુબંધી. તેમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે ઇંદ્રિયના વિષયોને અનુપમ વિશેષણ ઘટે છે, કારણ કે સારી રીતે રાંધેલાં મનહર ભોજનની પેઠે તેનું પરિણામ સુંદર આવે છે. જેમ સારી રીતે તૈયાર કરેલું ભેજન ખાતી વખત સુંદર લાગે છે અને ત્યારપછી શરીરમાં અજીર્ણ કર્યા વગર શરીરની તુષ્ટિ અને પુષ્ટિ કરે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગો પ્રાણીના અધ્યવસાયને વિશેષ ઉજળા કરે છે અને આવી રીતે તે પ્રાણીને આશય ઉદાર થવાથી તે
૧ મોટી ઋદ્ધિવાળા.
૨ ઇન્દ્રો તથા મહર્દિક દેવતાઓના છ પ્રાયે ભવ્ય અને સમકિતી હોય છે, ઘણું ખરું મિથ્યાદષ્ટિ છો અને અભવ્ય એ સ્થાન પામતા નથી.
૩ જે પુણ્યનો ઉદય થાય ત્યારે પુણ્યનો બંધ થાય તે પુણ્યાનુબંધી, જે પુણ્યનો ઉદય થાય ત્યારે પાપને બંધ થાય તે પાપાનુબંધી. બન્ને પુણ્ય છે, પણ એકમાં અનુબંધ પુણ્યને અને બીજામાં પાપને છે. બન્નેના હદય વખતે તો ભેગ મળે છે, પણ આગળના પરિણામને લઈને આ ભેદ પાડ્યા છે. આ આખો પેર વાંચવાથી તે વાત સ્પષ્ટ થશે.
૪ આત્માના વ્યક્ત આવિર્ભાવ (વિચારને મળતું બાહ્ય ફુરણ).
Page #146
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] રાજમંદિરમાં વિષયો.
૧૦૫ વિષયમાં પ્રતિબંધ કરતો નથી એટલે તે વિષયોમાં અંધ લેીિ થઈ અતિ આસક્ત થઈ જતું નથી. એ પ્રમાણે વિષયભોગ ઉપર અત્યંત રાગ ન હોવાને લીધે વિષય ભોગવતાં પણ પ્રાણી પૂર્વે બાંધેલ પાપ ૫૨ભાણુઓના બંધને શિથિલ કરે છે અને સુંદર ફળ આપે તેવાં પુણ્યનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. આવા પુણ્યને જ્યારે વળી ઉદય થાય છે ત્યારે સંસાર પરથી આ પ્રાણીને વિરાગ ઉત્પન્ન કરાવે છે, સુખની પરંપરા આપે છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરાવે છે–તેટલા માટે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે વિષયના ઉપભેગનેજ સુંદર પરિણામવાળા કહેવામાં આવ્યા છે અને પાપાનબંધી પુણ્યના ઉદયથી જે વિષયભેગે પ્રાપ્ત થાય છે તે એકદમ મારી નાખે તેવા ઝેરથી લેપ કરાયેલા લાડવા ( લડુ)ની પેઠે ભયંકર પરિણામ ઉપજાવનાર હોવાથી વાસ્તવિક રીતે “ગ” નામનેજ ઉચિત નથી, કારણ કે મરૂ ભૂમિ (મારવાડ)ની મૃગતૃષ્ણ (ઝાંઝવા)માં દેખાતા પાણીના કલ્લોલની પેઠે તેને માટે દેડનાર પુરુષોને શ્રમ તદ્દન નિષ્ફળ હોવાથી તે તૃષ્ણાને વધારી મૂકે છે, પણ મનધાર્યા વિષયે કદિ પ્રાપ્ત થતા નથી. (ઝેરી લાડવા ખાવાથી તરત પ્રાણ લે છે અને ભયંકર પરિણુંમ લાવે છે તેવા તે વિષય છે. ઉજડ જંગલમાં ઝાંઝવાનું જળ પીવા માટે ગમે તેટલું દોડવામાં આવે તે સર્વ પ્રયાસ નકામે જાય છે અને પાણી મળતું નથી તેમ આવા વિષય તૃણું વધારે છે અને પોતે મળતા નથી). કદાચ મહામુશ્કેલી એ મળી જતાં તેને ભેગવવામાં આવે તો તે વખતે તે કિલષ્ટ આશયોને વધારે છે અને તેથી અધમ વિચારથી વ્યાપ્ત થઈ જઈ પ્રાણુ પોતાની બુદ્ધિ ઉપર અંધી ચઢાવે છે અને વિષયો ઉપર બહુ રાગ-પ્રીતિ આસક્તિ કરે છે. આવી રીતે થોડા દિવસ રહેનાર વિષયોને ભોગવતી વખત તેને પ્રાપ્ત કરાવી આપનાર અલ્પ પુણ્યને પ્રાણી ખપાવી દે છે, વાપરી નાખે છે અને તીવ્ર પાપકર્મના ભારથી પોતાના આત્માને ભારે કરે છે. એવી રીતે બાંધેલાં પાપકર્મો જ્યારે ઉદયમાં આવે છે અને તેનાં પરિણામો ભોગવવા પડે છે ત્યારે આ પ્રાણી અનંત દુઃખથી ભરેલા સંસારસમુદ્રમાં અનંત કાળ ભટક્યા કરે છે; તેટલા માટે પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે ઇંદ્રિયના ભેગેને ભયંકર પરિણામવાળા કહેવામાં આવ્યા છે.
સંસારમાં રહેલા કેટલાક પ્રાણીઓને પ્રાપ્ત થયેલા શબ્દાદિ વિ૧ બેંગાલ રોયલ એશઆટિક સાયટીએ છપાવેલ મૂળ ગ્રંથનું પૃ. ૭૬ અહીંથી શરૂ થાય છે.
૧૪
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૧
ષ સુંદર પરિણામ લાવે તેવા હોય છે. આવા પ્રાણુઓ ઉપર જણુંવેલી હકીકત પ્રમાણે ભગવાનના શાસનની બહાર હોતા નથી, તેટલા માટે બુદ્ધિપૂર્વક વિચાર કરનારે (વિદ્વાને) અવશ્ય શીધ્ર મોક્ષ અપાવનાર આ ભગવાનના શાસનમાં ભાવપૂર્વક રહેવું ઉચિત છે. આ ભગવાનના શાસનમાં જે પ્રાણી રહે છે તેઓને તે અવશ્ય સુંદર ભોગો પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે, તેને પ્રાપ્ત કરાવનાર બીજે કઈ હેતુજ નથી એ હકીકત ઉપર જણાવી છે. મતલબ એ છે કે જે કારણોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તે જ કારણથી વિષયોની પ્રાપ્તિ થાય છે, તેથી આ શાસન સર્વ રીતે બુદ્ધિમાનને પસંદ આવે તેવું છે. આવી રીતે અપ્રતિપાતી' સુખને પ્રાપ્ત કરાવી આપવાનું કારણ હોવાથી આ પરમેશ્વરનું રાજ મંદિર નિરંતર ઉત્સવવાળું છે એમ કહેવામાં આવ્યું હતું. ઉપરનાં સર્વ વિશેષણેથી યુક્ત રાજ મંદિર જેમ કથાનકમાં કહેલા દરિદ્રીએ જોયું તેવી રીતે તે સર્વ વિશેષણથી યુક્ત સર્વજ્ઞશાસન આ જીવ જુએ છે.
મંદિરદર્શનથી ફુરણા. સર્વ ઇદ્રિને તત્ત્વથી નિર્વાણનું કારણ એવા તે રાજમંદિરને જોઈને “આ શું હશે?” એમ તે રંક આશ્ચર્યપૂર્વક વિચારવા લાગ્યો. તેનામાં હજુ ઉન્માદ ઘણે હતો તેથી આ રાજમંદિર સંબંધી વિશેષ તાવિક હકીકત તે જાણતો નહોતો.” આ પ્રમાણે અગાઉ નિપુયકની કથામાં કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે આ જીવને કર્મ વિવાર (માર્ગ) આપે છે ત્યારે મહામુશ્કેલીએ જૈન શાસન પામીને “એ શું હશે!” એમ જાણવાની જિજ્ઞાસા કરે છે, પરંતુ ઉન્માદની સાથે સરખાવવા 5 મિથ્યાત્વ (અજ્ઞાન)ના અંશો તેનામાં હજુ બહુ હોવાથી તેવી અવસ્થામાં હોય ત્યાંસુધી જિનમતના વિશેષ ગુણે તે તત્ત્વથી જાણતા નથી. ત્યારપછી તે કથાનકમાં કહેલા નિપુણ્યકને “હવે ચેતના પ્રાપ્ત થવા માંડી છે તેથી વિચાર કરતાં કરતાં તેના મનમાં આ પ્રમાણે કુરણું થવા લાગી. તે વિચાર કરે છે કે “જે રાજમંદિરમાં નિરંતર ઉત્સવ થઈ રહ્યો છે અને જે રાજમંદિર દ્વારપાળની કૃપાથી હું આજે જ જોઉં છું તે અત્યાર સુધી મારા જેવામાં કદિ પણ આવ્યું નહોતું! આ રાજમંદિરના દરવાજા પાસે અગાઉ પણ હું
૧ સુખની પાછળ દુઃખ ન થાય તેવું, પાત ન થાય તેવું, અંત વગરનું સુખ. આવું સુખ મોક્ષમાં પામે છે.
૨ આ હકીક્તને સંબંઘ પૃષ્ઠ. ૨૦ ૫. ૧૧ થી શરૂ થતા પારિગ્રાફ સાથે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
માર્ગાનુસારીને! સરળ માર્ગ,
૧૦૭
રખડતા રખડતા ઘણી વાર આવી પહોંચ્યા હતા એમ મને યાદ આવે છે, પણ તેની નજીક આવું ન આવું ત્યાં તે! મહાપાપી દ્વારપાળા મને ત્યાંથી હાંકી મૂકતા હતા” આ પ્રમાણે પ્રથમ કહેવામાં આવ્યું છે તે સર્વ આ જીવના સંબંધમાં બરાબર મળતું આવે છે; તે આવી રીતેઃ
થોડા સમયમાં જેઓનું કલ્યાણ થવાનું છે એવા ભવ્ય પ્રાણીએ મહા મુશ્કેલીએ જ્યારે સર્વજ્ઞાાસનને પ્રાપ્ત કરે છે ત્યારે જો કે તે વખતે તે સર્વજ્ઞશાસન સંબંધી વિશેષ હકીકત જાણતા નથી તેાપણ તેઓ 'માર્ગાનુસારી થયેલ હાવાથી તેનાં મનમાં એવા વિચાર થાય છે કે અહે! આ અર્હત્ ભગવાનનું દર્શન અત્યંત અદ્ભુત છે! અહીં જે લોકો વસે છે તેઓ જાણે ભાઇએ હાય, મિત્રો હાય, એક અર્થ સિદ્ધ કરવાની ઇચ્છાવાળા હોય, હૃદય અર્પણ કરી દેનારા હાય, એક આત્માવાળા હોય તેમ અરસ્પરસ વર્તે છે; તેઓ જાણે અમૃતનું પાન કરીને ધરાઇ ગયા હોય તેવા જણાય છે, તેઓને કાઇ પણ પ્રકારનેા ઉદ્વેગ હેાયજ નહિ તેવા દેખાય છે, તેઓને કોઇ પ્રકારની ચિંતા જણાતી નથી, તેઓ ઉત્સાહથી ભરપૂર દેખાય છે, તેનાં મનના સર્વ મનારથા જાણે પૂરા થઇ ગયા હેાય તેવા તે જણાઇ આવે છે અને તે સર્વ વખત આખી દુનિયાના સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર દેખાય છે. આ પ્રમાણે હાવાથી આ સર્વજ્ઞમંદિર ઘણું સુંદર છે, પણ અગાઉ કદિ મરાબર વિચાર કરેલા ન હેાવાથી તે મંદિર આવું સુંદર છે એમ કદિ જાણ્યું નહતું. આ જીવ ગ્રંથિપ્રદેશ સુધી અનેક વખત આવી ગયા, પરંતુ તે ગાંઠના ભેદ કરીને તેણે કદિ પણ સર્વજ્ઞશાસનનું અવલાકન કર્યું નહતું, કારણ કે રાગ દ્વેષ વિગેરે ક્રૂર દરવાને વારંવાર તેને ત્યાંથી હાંકી મૂકતા હતા તેથી તેણે મંદિરના અંશને કદાચ જોયા હાય, પરંતુ જે વિભાગમાં સમ્યકપ્રાપ્તિ થાય છે તે તેણે અત્યાર સુધી કદિ પણ જોયા નહાતા અને તે સંબંધમાં તેણે કદિ કાંઇ વિચાર પણ કર્યાં નહાતા.
અગાઉ કથાપ્રસંગમાં કહ્યું કે તે દરિદ્રીને વારંવાર વિચારણા
રસ્તે ચડનારના શુદ્ધ વિચારે.
૧ રસ્તાપર આવી ગયેલને ‘માર્ગાનુસારી’ કહે છે. એના ૩૫ ગુણા-માહ્ય ચિહ્નો બતાવ્યાં છે તે માટે જીએ યોગશાસ્ત્ર ( બી. મા. ભાષાંતર) પૃષ્ઠ ૯૨–૩ (પ્રથમ પ્રકાશ.)
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૧
કરતાં એવી ફુરણું થઈ આવવા લાગી કે “ખરેજિજ્ઞાસા ખર, મારું નામ નિપુણ્યક છે તે પ્રમાણે હું પુણ્ય ફુરણા. વગરનો જ છું, જેને લઈને આવું દેવને પણ મળવું
મુશ્કેલ સુંદર રાજમંદિર મે અત્યાર સુધી અગાઉ કદિ જોયું પણ નહિ અને તેને જોવાનો ઉપાય પણ કર્યો નહિ!! મેહને લીધે મારી વિચારણુશક્તિ એટલી બધી મંદ પડી ગઈ હતી કે આ રાજમંદિર કેવું હશે તે જાણવાની મને જિજ્ઞાસા પણ અત્યાર સુધી ઉત્પન્ન થઈ નહિ ! ચિત્તને અત્યંત આહાદ ઉત્પન્ન કરનાર, આ સુંદર રાજમંદિર બતાવનાર અને મારી ઉપર મોટી કૃપા કરનાર આ દ્વારપાળ મારે ખરેખર બંધુ છે. હું નિર્ભાગી છું છતાં મારી ઉપર આ ભાઈએ ઘણી મોટી કૃપા કરી છે. સર્વ પ્રકારના સંશયથી રહિત થઈને અને ચિત્તમાં પરિપૂર્ણ હર્ષ લાવીને આ મંદિરમાં રહેવાને આનંદ જેઓ ભેગવે છે તેઓ ખરેખરા ભાગ્યશાળી છે. આ પ્રમાણે હકીકત અગાઉ કહી છે તે સર્વ મારા (આ) જીવના સંબંધમાં બરાબર ઘટાવવી. કેઈ વખત તીર્થંકર મહારાજના સમવસરણનાં દર્શનથી, જિનેશ્વર મહારાજના મોટા સ્નાત્ર મહોત્સવનું અવલોકન કરવાથી, વીતરાગ ભગવાનના બિંબને દેખવાથી, શાંત તપસ્વીઓના સાક્ષાત્કારથી અથવા શુદ્ધ શ્રાવકની સોબતથી અથવા તો તેમનાં કરેલાં સારાં અનુષ્ઠાનો જેવાથી આ પ્રાણીના અધ્યવસાયે શુભ ધ્યાનથી વિશુદ્ધ થઈ જાય છે તે વખતે તેને મિથ્યાત્વભાવ ખસી જાય છે અને મનનું વલણ નમ્ર થઈ જાય છે તે પ્રસંગે સર્વે બાબત જાણે સર્વજ્ઞદર્શનને ગોચર હોય એવો તેને વિચાર આવે છે, આવા વિચારથી તેજ વિચારે ઉપર આ પ્રાણીને પ્રીતિ થાય છે અને અત્યાર સુધી એવા સુંદર વિચાર કરવાની પોતાને તક મળી નહિ તે માટે તેના મનમાં દિલગીરી થાય છે; જેન માર્ગના ઉપદેશ કરનારનો તે પછી તુરત આશ્રય શોધે છે અને જૈન ધર્મમાં રહેલ બીજા લેકોને માટે અંતઃકરણપૂર્વક બંધુબુદ્ધિથી માન લાવે છે. આ સર્વ હકીકત જે લધુકમ જીવો સન્માર્ગની નજીક આવ્યા હોય છે અને જેઓએ ગ્રંથિભેદ કર્યો હોય અથવા ન કર્યો હોય પણ જેઓ સમ્યગદર્શન પામવાની નજીક આવી ગયા હોય છે અને જેમાં કેટલાક વખત સુધી ભદ્રકભાવે વર્તતા હોય છે તેઓની છે એટલે અહીં જે વાત કરવામાં આવી તે ઉત્કા
૧ તીર્થંકર મહારાજ વિચરે છે ત્યાં દેવતાઓ સુંદર કામચલાઉ રચના કરે છે તેને સમવસરણ”ના નામથી ઓળખવામાં આવે છે. એના વિવેચન માટે જુઓ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ભાષાન્તર પ્રથમ પર્વ-ત્રીજે સર્ગ. પૃ. ૧૨૧ થી ૧૨૩ (બીજી આવૃત્તિ)
Page #150
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] પ્રભુકૃપાથી મંદિર પ્રવેશ.
૧૦૯ તિમાં આગળ વધી ગ્રંથિભેદના પ્રદેશની નજીક આવી ગયેલાની છે એમ સમજવું. સમ્યકત્વ પ્રાપ્ત થતાં પહેલાં પ્રાણુની આવી દશા થાય છે એમ વિસ્તારથી જણાવવાનો અત્ર પ્રયત્ન કર્યો છે. સમ્યકત્વ વિમળા દશા સૂચવે છે, પણ તે પ્રાપ્ત થયા પહેલાં ચેતનની પ્રગતિ ઘણું થાય છે અને તે કેવી રીતે થાય છે તે આ નિપુણ્યકના દષ્ટાન્તથી બરાબર વિચારવા ગ્ય છે.
- સુસ્થિત મહારાજની નજર ત્યારપછી સર્વ કલ્યાણના કારણભૂત પરમાત્માની નજર આ પ્રાણી ઉપર પડે છે તેને અંગે કથાનકમાં કહેલો દરિદ્રી ચેતના પ્રાપ્ત કરીને ઉપર કહ્યું તે પ્રમાણે વિચાર કરે છે ત્યારથી તે મહારાજની તેના ઉપર નજર પડી ત્યાંસુધીની હકીક્ત પર વિચારણા કરવાની છે. તેને માટે મૂળ કથાનકમાં કહેવામાં આવ્યું છે કે “એ નિપુણ્યક દરિદ્રીને કાંઈક ચેતના પ્રાપ્ત થવાથી ઉપર પ્રમાણે પોતાના મનમાં તે વિચાર કરે છે તે વખતે ત્યાં એક બનાવ બન્યો તે સાંભળે આ સુંદર રાજ મંદિરના સાતમા માળ ઉપર સર્વથી ઉપરની ભૂમિકાએ લીલામાં લીન થઈ સુસ્થિત મહારાજા બિરાજમાન થયા છે. ત્યાં બેઠા બેઠા પોતાની નીચે આવી રહેલ આખા નગરના લેકે જુદા જુદા વ્યાપાર કરી રહ્યા છે અને અનેક પ્રકારના આનંદમાં મચી રહ્યા છે તે સર્વ એકી વખતે એક સાથે જોઈ રહ્યા છે. તે નગરની બહાર અથવા નગરમાં એવી કઈ વસ્તુ કે એવો કઈ ભાવ નથી કે જે સાતમી ભૂમિ ઉપર બેઠેલા પરમ ઐશ્વર્યવાળા સુસ્થિત મહારાજાની નજર બહાર હોય અથવા જેના ઉપર તેઓશ્રીની નજર ન પહોંચી શકતી હોય. અત્યંત ભયંકર દેખાવવાળા, અનેક રોગોથી ભરેલા શરીરવાળા અને સારા માણસોને અત્યંત દયા ઉપજાવે તેવા તે વખતે મંદિરમાં દાખલ થયેલા નિપુણ્યક દરિદ્રી ઉપર તે મહારાજાની નિર્મળ નજર કરૂણાપૂર્વક પડી અને તેની દૃષ્ટિ પડવા માત્રથી જ તે દરિદ્રિીનાં પાપ કેટલેક અંશે ઘવાઈ ગયાં” આ સર્વ હકીકત આ જીવના સંબંધમાં બરાબર વિચારવી. અહીં પણ જ્યારે તેનાં કર્મ જરા હલકાં થાય છે અને ભદ્રકભાવમાં વર્તતો આ પ્રાણી જ્યારે માર્ગસન્મુખ વધારે થતો જાય છે તે વખતે તેના સંબંધમાં પરમાત્માની તેના પર દૃષ્ટિ પડવારૂપ અતિ સુંદર બનાવ બને છે. ત્યાં રાજમંદિરમાં સાતમા માળની સર્વથી ઉપરની ભૂમિકા ઉપર બેઠેલા, પોતાની નીચે આવી
૧ તેનામાં માર્ગનુસારીપણાના ગુણો વધારે વધારે આવતા જાય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
રહેલા અમૂલપર્યન્ત નગરને સર્વ કળાથી યુક્ત સર્વ કાળે' જોઇ રહેલા તેમજ તેની બહાર રહેલા દ્રવ્યને જેવામાં પણ સંપૂર્ણ શક્તિવાળા નિરંતર આનંદવાળા અને લીલામાં મગ્ન મહાનરેન્દ્ર આવી રહેલા છે એમ બતાવ્યું છે તે નિરાકાર ( કર્મરહિત-શરીરરહિત ) અવસ્થામાં વર્તનારા પરમાત્મા ભગવાન શ્રીસર્વજ્ઞ દેવ સમજવા. તે પરમાત્મા આ મર્ત્યલાકની અપેક્ષાએ એક બીજાની ઉપર આવી રહેલા માળ જેવા *સાત રાજલેાકરૂપ લેાકપ્રાસાદના શિખર ઉપર રહેલા છે. સિદ્ધશિલા પર બિરાજમાન મહાત્મા સર્વજ્ઞ મહારાજ જૂદા જૂદા પ્રકારના તે નગરના વ્યાપાર સાથે સરખાવવા યોગ્ય આખા સંસારના વિસ્તાર એકી વખતે નેઇ શકે છે એટલે આખા સંસારમાં શું થયું, થશે અને થાય છે તે બરાબર જ્ઞાનથી જાણી શકે છે એટલું જ નહિ પણ ચૌદ રાજલેાકની બહાર અલાકમાં રહેલ આકાશ દ્રવ્યને નેવાની પણ તેનામાં શક્તિ હાય છે, તેને લેાકાલેાકના સર્વ ભાવા પ્રત્યક્ષ કરનાર પાંચમું કેવળજ્ઞાન થયેલું હાવાથી તે તે નગરના અને નગરની બહારના સર્વ ભાવા હાથમાં રહેલા આમળાની પેઠે જોઇ શકે છે. તેને અનંત વીર્યરૂપ સુખ સંપૂર્ણ અનુભવાતું હાવાથી તે નિરંતર આનંદ કરતા જણાય છે અને તદ્રુપ લીલામાં મગ્ન છે. સંસારમાં રહેલા પ્રાણીઓ સાથે અથવા તેને ભાગે આનંદ ભાગવવા એ પરમાર્થથી વિડંબનારૂપ હોવાને લીધે એવા આનંદ તે આનંદ નથી અને તેને ભાગવનાર ખરા આનંદનું સ્વરૂપ સમજતા નથી. આ ભગવાન્ પોતાના અર્ચિત્ય વીર્યથી પાતામાં રહેલ સુખને અનુભવ કરે છે અને તેના વિલાસમાં આનંદ પામે છે.
એવા મહાત્મા સર્વજ્ઞ મહારાજે અનેક રેગેાથી પીડાતા અને ભયંકર દર્શનવાળા પેલા નિપુણ્યક દરિદ્રીને કરૂણાપૂર્વક જોયા તેવી રીતે આ પ્રાણી પણ પેાતાની તથાભવ્યતા પાકી જવાથી આગળ પ્રગતિ કરે છે અને ઉન્નતિના માર્ગ પર આગળ આગળ પ્રયાણ કરતા જાય
ભગવાન ની કૃપા.
૧ અતીત, અનાગત અને વર્તમાન–સર્વ કાળના સર્વ ભાવા કોઇ પણ વખતે નેઇ રહેલા. સર્વજ્ઞપણાથી આ પ્રમાણે અને છે.
૨ અષ્ટમૂલપર્યન્ત તે આખા સંસાર છે તેની બહાર અલામાં માત્ર આકાશ દ્રવ્ય છે તેને જોવાની પણ સર્વજ્ઞની શક્તિ છે.
૩ મનુષ્ય રહે છે તેને વચ્ચેના મર્ત્યલાક અથવા તીછોલાક કહે છે. ૪ આ મર્ક્યુલેાક ઉપર સાત રાજલેાક વૈમાનિક દેવેના નિવાસના છે અને તેને છેડે સિદ્ધશિલા આવી રહેલી છે જે પરમાત્માનું નિવાસસ્થાન છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] ભગવાનનું સપ્રમાણ ઉપકારીપણું.
૧૧૧ છે ત્યારે તેના ઉપર પણ ભગવાનની કૃપા થાય છે, કારણ કે ભગવાનની કૃપા વગર માર્ગાનુસારીપણું પણ પ્રાપ્ત થતું નથી. આ મહાત્માની કપા હોય તોજ ભાવપૂર્વક ભગવાનમાં બહુ માન થાય છે, તે વગર થતું નથી; કારણ કે આ બાબતમાં કમેને ક્ષય અથવા ઉપશમ અથવા તે તેવા બીજા હેતુઓ મુખ્ય ભાગ ભજવી શકતા નથી. પ્રગતિ કરવા માટે કર્મના ક્ષય અથવા ઉપશમની જરૂર છે, પણ તેથી થયેલી ઉત્કાતિ ટકી શકતી નથી એટલે વાસ્તવિક રીતે તેની ઉપર ઉપરની પ્રગતિ કામની નથી, જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ ખરી ઉત્કાન્તિ થાય છે. આ હકીકત લક્ષ્યમાં રાખીને આ પ્રાણી ઉપર ભાગવાને વિશેષે કરીને નજર નાખી દષ્ટિ કરી એ પ્રમાણે હકીકત ઉપરની કથામાં કહી છે. એ પરમાત્મા-પરમેશ્વરમાં આચિત્ય શક્તિ હોવાને લીધે અને અન્ય ઉપર ઉપકાર કરવાનું તેઓને તાન લાગેલું હોવાથી આ પ્રાણુની મોક્ષ સન્મુખ અથવા મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું પરમ કારણ તેઓજ છે એમ લક્ષ્યમાં રાખવું. આ પરમાભાનું નિરાકાર સ્વરૂપ આખા જગતના સર્વ જીવોનું કલ્યાણ કરી શકે એટલી શક્તિવાળું છે એટલે તેઓ રૂ૫ રહિત છે છતાં તેઓની કૃપાથી સર્વ પ્રાણ ભાવપૂર્વક ક્ષે જઈ શકે એ બરાબર હકીકત છે, તેપણું તે પ્રાણુનું ભવ્યપણું, કર્મ, કાળ, સ્વભાવ અને નિયતિ વિગેરે કારરણની અપેક્ષાપૂર્વક ભગવાનની કૃપા જગત ઉપર ઉપકાર કરવામાં પ્રવૃત્ત થાય છે તેથી ભગવાનમાં ભાવપૂર્વક સર્વને મોક્ષ લઈ જવાની શક્તિ છે, છતાં એક સાથે સર્વ પ્રાણુઓ મોક્ષ જઈ શકતા નથી. જે પ્રાણુના કાળ સ્વભાવ વિગેરે કારણે પરિપાકદશાને પામે તેજ પ્રાણી આગળ વધે છે અને તેના ઉપર ભગવાનની દૃષ્ટિ પડે છે. જે જીવનું કલ્યાણ થવાનું હોય છે અને જે ભદ્રકપરિણમી હોય છે તેના ઉપરજ
૧ પાંચ સમવાયી કારણ કહેવાય છે. કાળ (સમય, વખત), સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યોગ (પુરુષાર્થ). આ પાંચે કારણે એકઠાં થાય ત્યારેજ કઈ પણ કાર્ય બને છે. સર્વ પ્રાણુઓને એક સાથે મોક્ષ થઈ શકતો નથી તેનું અત્ર કારણ બતાવ્યું. પ્રભુની કૃપા તો સર્વને મોક્ષ લઈ જાય તેવી છે, પણ બીજાં સમવાયી કારણોની મેક્ષ જવામાં અપેક્ષા રહે છે એ ધ્યાનમાં રાખવું. શાશ્વત ભાવ સિદ્ધોને અને ગુણોનો આવશ્યક નિર્યુક્તિમાં બતાવ્યો છે તે અહીં સ્પષ્ટ કર્યો છે. આનંદઘન મહારાજ પણ સિદ્ધને વર્ણવતાં છેવટે કહે છે કે “શાશ્વત ભાવ વિચારકે, પ્રાણું ખેલો અનાદિ અનંત; નિશાની કહા બતાવું રે.” સિદ્ધનું ઉપકારીપણું શાશ્વત ભાવને લઇને છે,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ તેટલા માટે ભગવાનની દૃષ્ટિ-નજર પડે છે એમ હકીકત કહી છે તે હકીકત આગમાનુસાર સમજવી.
ધર્મબેકરની વિચારણા એ સુસ્થિત મહારાજે રસઈ ખાતાના (રસાના) ઉપરી તરીકે ધર્મબોધકાર નામના રાજસેવકની નિમણુક કરેલી છે, તેણે તે વખતે તે દરિદ્રી ઉપર મહારાજાની કૃપાદષ્ટિ થઈ છે એમ જેયું.” આ પ્રમાણે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે. ધર્મને બેધ કરવામાં તત્પર હોવાથી ધર્મબોધકારના નામને ગ્ય એવા મને માર્ગને ઉપદેશ કરનાર આચાર્ય મહારાજે મારા ઉપર પરમાત્માની કૃપાનજર થતી જોઈ એમ તે હકીક્ત ઉપરથી સમજવું. જે મહાત્મા યોગીઓને આત્મા વિશુદ્ધ ધ્યાનથી નિર્મળ થયેલ હોય છે અને જેઓનું મન હમેશાં પારકાનું હિત સાધવા તરફ લાગેલું હોય છે તેઓ દેશ કાળથી દૂર રહેલા પ્રાણની યોગ્યતા પણ જાણી શકે છે. જેઓ 'છમસ્થઅવસ્થામાં વર્તતા હોય છતાં જે તેઓની બુદ્ધિ જૈન આગમથી વિશુદ્ધ થયેલી હોય છે તે તેઓ ઉપયોગ મૂકીને પોતાની પાસે રહેલા પ્રા
ની યોગ્યતા કહી શકે છે. આ પ્રમાણે જ્યારે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પણ ચગ્યતા અગ્યતા માટે ઉપયોગીપૂર્વક વિચાર કરી નિર્ણય આપી શકે છે તો પછી વિશેષ જ્ઞાની માટે તે શી વાત કરવી? મને ઉપદેશ દેનાર આચાર્ય મહારાજ તે વિશિષ્ટ જ્ઞાનવાળા હતા, કારણ કે ભવિષ્યમાં મારા સંબંધમાં બનનાર સર્વ બનાવ તેઓ અગાઉથી જાણું ચુક્યા હતા. એમણે જાણેલે કેટલેક વૃત્તાંત તો મેં જાતે અનુભવ્યું છે તેથી એ સર્વ વાત મારા મનમાં સિદ્ધ થયેલી છે. તે વખતે તે (ધર્મબોધકર મંત્રી) કાંઈક આશયપૂર્વક વિ
ચારવા લાગ્યા કે “અહો! હું શું અદ્ભુત નવાઈ ધર્મબોધ- ઉપજાવે તેવી હકીકત જોઉં છું ! જેના ઉપર આ કરને શંકા. રાજાની દૃષ્ટિ ખાસ કરીને પડે છે તે તુરતજ ત્રણ
લેકનો રાજા થઈ જાય છે અને આ નિપુણ્યક તે ભિખારી છે, રાંકડે છે, આખા શરીરે રેગથી ભરેલું છે, લક્ષ્મીને અયોગ્ય છે, મૂખે છે અને આખા જગતને અનેક પ્રકારના ઉદ્વેગ કરાવે તેવો
૧ છદ્મ એટલે ઘર. સંસારદશામાં રહેલા. કૈવલ્યજ્ઞાન ન થાય ત્યાંસુધીની અવસ્થાને છમસ્થદશા કહેવામાં આવે છે.
૨ બહુશ્રુત હોય તે કૃતજ્ઞાનના ઉપયોગથી કહી શકે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ]
વર્તન અને કૃપાનાં કારણેા.
૧૧૩
છે. એવા દીન-રાંક ઉપર મહારાજાની દૃષ્ટિ પડી તે આગળ પાછળના વિચાર કરતાં કેમ બેસતું આવી શકે ? એવાના તરફે પરમાત્મા નજર કેમ કરે ?” ” વિશેષમાં તેને વિચાર થવા લાગ્યો કે અત્યંત કમનશીબ માણસાનાં ઘરમાં અમુલ્ય રત્રની વૃષ્ટિ થતી નથી, ત્યારે અહીં આ પ્રમાણે કેમ બન્યું હશે એમ તેને વિચાર કરતાં આપણે કથાપ્રસંગમાં જોયા, તેવી રીતે આ જીવના સંબંધમાં વિશુદ્ધ ધર્મ બતાવનાર આચાર્ય મહારાજના મનમાં વિચાર થાય છે તેની યોજના આ પ્રમાણે કરવી: પ્રથમ અવસ્થામાં વર્તતા આ જીવને ભારે કર્યો લાગેલાં હાવાથી તે સર્વ પ્રકારનાં હિંસાદિ પાપા કરતા હોય છે, સર્વ પ્રકારનાં અસભ્ય અને ખાટાં વચને ખેાલતા હાય છે, રૌદ્રધ્યાન આખા વખત કર્યાં કરતા હાય છે, તેજ જીવ એકાએક સારા નિમિત્તને પામીને સારા વર્તનવાળા, સત્ય અને પ્રિય ખેલનારો અને શાંત ચિત્તવાળા દેખાવા લાગે છે તે વખતે આગળ પાછળને લાંબા વિચાર કરનાર ચતુર પુરુષના મનમાં સાધારણ રીતે વિચાર થાય છે કે કોઇ પણ શુભ ધર્મને સાધી આપનારી આવી સુંદર મન વચન કાયાની પ્રવૃત્તિ ભગવાનની કૃપા વગર કોઇ પ્રાણીની થતી નથી અને અમે આ પ્રાણીની મન વચન કાયાની પ્રવૃત્તિ તે આ ભવમાંજ અતિ અધમ જોઇ છે, તેથી આ બાબતમાં આગળ પાછળના વિચાર કરતાં ઘણા વિરોધ દેખાઇ આવે છે ! વળી એવા પણ વિચાર તેમને થાય છે કે એવા પાપથી હાયલા પ્રાણી ઉપર ભગવાનની કૃપા કેવી રીતે થઇ કે હાઇ શકે? કારણ કે ભગવાનની કૃપા એક વખત થઇ તેા પછી તે પ્રાણીને મેાક્ષ અપાવીને થાડા વખતમાં તેને ત્રણ ભુવનનેા નાથ મનાવી દે છે; તેટલા માટે ભગવાનની કૃપા આ પ્રાણી ઉપર થઇ હોય અથવા ભગવાને તેના ઉપર નજર કરી હાય એ વાત તેા સંભવતી નથી. વળી એવા પણ વિચાર થાય છે કે આ પ્રાણીમાં હાલ જે મન વચન કાયાની થોડી થોડી સુંદર પ્રવૃત્તિ દેખાય છે તેનું બીજું કાંઇ કારણ ન હેાવાથી ભગવાનની તેના ઉપર સુંદર નજર પડી હોય એમ માનવાના નિશ્ચય પણ થઇ શકે છે. આવી રીતે સંદેહને દૂર કરવાનું એક કારણુ તા મળી જાય છે તેાપણ હજી “આ કેવી નવાઇ જેવી મામત છે?” એવા એવા વિચારે મનમાં આવ્યા કરે છે.’
આવી રીતે વિચાર કરતાં અને તેના સાર શોધતાં ધર્મમાધકરે નિશ્ચય કર્યો કે ઃ મહારાજ રાજરાજેંદ્ર શ્રીસુસ્થિત મહારાજની આ ભિખારી ઉપર નજર પડવાનાં બે કારણેા સંભવે છે, તેથી તે રંક ઉપર ઐશ્વર્યવાળી ભગવાનની દૃષ્ટિ પડી છે એમ નિર્ણય થઈ શકે છે
દષ્ટિપાતનાં કારણેા.
૧૫
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
તે યુક્તિયુક્ત છે. સારી રીતે ખરાખર પરીક્ષા કરીને દાખલ કરનાર સ્વકવિવર દ્વારપાળે તેને અહીં પ્રવેશ કરાવ્યેા છે અને તેથી તે ભગવાનની વિશેષ દૃષ્ટિ અને કૃપાને યોગ્ય છે તે પ્રથમ કારણ છે. બીજું આ રાજમંદિર જોઇને જેને મનમાં આનંદ થાય છે તે પ્રાણી મહારાજને બહુ વહાલા થાય છે એમ તે અગાઉથી નક્કી કરી રાખેલું છે. આ રંક જીવને રાજ્યભુવન દેખવાથી બહુ આનંદ થયા હોય એમ જણાય છે, કારણ કે તેની આંખેા અનેક રોગોથી ભરપૂર હાવા છતાં આ રાજ્યજીવનના દર્શનથી દરેક ક્ષણે ઉઘડે છે, ઊંચી નીચી થાય છે, તેનું ભયંકર દેખાવવાળું મુખ પ્રભુકૃપાની સંપત્તિથી સુંદર થયેલું જણાય છે અને ધુળથી ખરડાયલાં સર્વે અંગે અને ૧ઉપાંગા રામરાય વિકસ્વર થવાથી પુલકિત થયેલાં દેખાય છે. આ સર્વ મામતે અંદરના હર્ષ–આનંદ વગર બની શકતી નથી, તેથી રાજભુવન તરફ પક્ષપાતરૂપ રાજેંદ્ર દષ્ટિપાતનું બીજું કારણ છે.' (એક સ્વકમઁવિવર દ્વારપાળે તેને અહીં પ્રવેશ કરાવ્યા છે તે અને બીજું તેના પોતાના મનમાં સર્વજ્ઞમંદિર તરફ પ્રમાદ થયેા છે તેઃ આ બન્ને કારાને લઇને ભગવાનની તેના ઉપર દૃષ્ટિ પડી છે એમ ધર્મભેાધકર મંત્રીશ્વરે નિશ્ચય કર્યાં. ) આવી રીતે શુદ્ધ ધર્માચાર્યો પણ આ જીવના સંબંધમાં વિચાર કરે છે તે આ પ્રમાણે: વિચારપૂર્વક જ્યારે આ જીવ ઉપર તે લક્ષ્ય આપે છે ત્યારે તેમને જણાય છે કે આ પ્રાણીનાં કર્મે વિવર ( માર્ગ ) આપ્યું છે તેથી ભગવાનનું શાસન પ્રાપ્ત કરીને તેને મનમાં આનંદ બહુ થયા છે તેથી વારંવાર આંખ ઉઘાડવા મીંચવારૂપ જીવ અજીવ આદિ પદાર્થો તરફ જિજ્ઞાસાબુદ્ધિથી તે નજર કરે છે, શાસ્ત્રના થોડા પદાર્થો સમજવામાં આવતાં સુંદર મુખાકૃતિરૂપ સંવેગ તે બતાવે છે અને ધુળથી ખરડાયલાં અંગેામાં રોમાંચના આકારને ધારણ કરનાર સુંદર અનુષ્ઠાનની ચાડી ઘેાડી પ્રવૃત્તિ તેનામાં દેખાય છે, તેથી ભગવાનની સુંદર દૃષ્ટિ તેના ઉપર પડી છે એમ નિશ્ચય થાય છે. અહીં આંખેા ઉઘાડવા મીંચવાને તત્ત્વજિજ્ઞાસા' સાથે સરખાવેલ છે, સુંદર મુખાકૃતિને ‘સંવેગ’(વૈરાગ્ય ) સાથે સરખાવેલ છે અને રોમાંચને સદનુષ્ઠાન સાથે સરખાવેલ છે તે ત્રણે અનુક્રમે સદ્નાન, સદર્શન અને સચ્ચારિત્રના વિષય છે અને સખ્યદ્ જ્ઞાનીન ચારિત્રાળ મોક્ષમાî: એ પ્રસિદ્ધ હકીકત છે.} આ પ્રમાણે
૧ અવયવ-શરીરવિભાગે.
૨ શરીર પર લાગણી થતાં રામ ઊભાં થઇ આવે છે તે.
Page #156
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
પ્રભુકૃપાથી ગુરુકૃપા.
૧૧૫
ધર્માચાર્યને આ જીવના સંબંધમાં નિર્ણય કરવામાં પણ ઉપર જણાવ્યાં તેજ બન્ને કારણે સાધનભૃત છે એટલે કે સ્વકર્મે આપેલ વિવર અને ભગવાનના શાસન તરફ પક્ષપાત અથવા તેના તરફ મનને પ્રસાદ એ બન્ને કારણેાને લઇને પ્રાણી શાસનસન્મુખ થાય છે.
ત્યારપછી તે ધર્મએધકર મંત્રીએ આ જીવના સંબંધમાં વિચાર્યું કે આટલા ઉપરથી એમ લાગે છે કે જો કે એ દરિદ્રી ભિક્ષુકના આકાર ધારણ કરે છે, પરંતુ હમણાં તેના ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ થઇ છે તેથી તે વસ્તુપણાને પામી જશે આ પ્રમાણે દરિદ્રીના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે. તેવીજ રીતે ધર્માચાર્યો પણ ભગવાનની નજર આ જીવ ઉપર પડી છે એમ નિશ્ચય કરીને ત્યારપછી આગામી કાળે ઉત્તરાત્તર પ્રગતિ થતાં છેવટે તેનું પરમ કલ્યાણ થશે એવા તેના સંબંધમાં સંદેહ વગરના નિર્ણય કરે છે. તેઓને આ જીવ હવે પેાતાના આત્માની પ્રગતિ કરી આગળ વધી અંતે સર્વ દુઃખથી નિવૃત્ત થવાના માર્ગ પર આવી ગયા છે એ બાબતમાં જરા પણ શંકા રહેતી નથી.
પ્રગતિ
નિર્ણય.
“
આ પ્રમાણે વિચાર કરીને તે ધર્મબેાધકર મંત્રી પેલા મક ઉપર કરૂણા કરવામાં તત્પર ચિત્તવાળા થયા. લાકામાં વાસ્તવિક રીતે કહેવાય છે કે યથા રાજા તથા પ્રજા': રાજાનું જેવું વર્તન એક પ્રાણીના સંબંધમાં થાય તેવું સાધારણ રીતે પ્રજાનું પણ તેના તરફ થઇ જાય છે” આ પ્રમાણે અગાઉ દરિદ્રીના દૃષ્ટાન્તમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે વિશુદ્ધ ધર્મને ઉપદેશ કરનાર આચાર્ય મહારાજ જ્યારે જુએ છે કે પરમાત્માની આ પ્રાણી ઉપર કૃપા થઇ છે ત્યારે તેઓ પાતે પરમાત્માની આરાધના કરવામાં તૈયાર હોવાથી આ પ્રાણી તરફ કરૂણાભાવથી જુએ છે. ભગવાનની જેના ઉપર મીઠી દૃષ્ટિ થઇ હેાય તેના તરફ કરૂણાભાવ દેખાડવા એ તેના સંબંધમાં ભગવાનની આરાધનાજ છે.
પ્રાણી તર
♦ કરૂણા.
ત્યારપછી નિપુણ્યકના કથાપ્રસંગે કહેવામાં આવ્યું છે કે “ આવી રીતે વિચાર કરીને તેના ઉપર આદરભાવ લાવી ધર્મબાધકર મંત્રી તેની નજીક ગયા અને આવ, આવ, તને ( ભિક્ષા ) આપીએ,’ એ પ્રમાણે કહેવા લાગ્યા” તેની આ જીવના સંબંધમાં આવી
ભિક્ષા આપવા
ની સન્મુખતા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ રીતે યોજના કરવીઃ-અગાઉ બતાવેલી હકીક્ત પ્રમાણે અનાદિ સંસારમાં રખડતાં જ્યારે આ જીવની ભવિતવ્યતા પાકી જાય છે, તેનાં કિલષ્ટ (આકરાં) કર્મો જ્યારે લગભગ નાશ પામવા જેવાં થઈ જાય છે, માત્ર તેમાંથી થોડાં જ બાકી રહે છે, તે બાકી રહેલા કર્મો પણ માર્ગ આપે છે, મનુષ્યભવ વિગેરે સુંદર સામગ્રી તેને મળી આવે છે, તે સવેગશાસનનું દર્શન કરે છે, તે શાસન અતિ સુંદર છે એ તેના મનમાં નિર્ણય થાય છે, પદાર્થનું જ્ઞાન મેળવવાની પ્રબળ ઈચ્છા થાય છે અને જ્યારે તેને સારાં કમ ( પુણ્યકાર્ય કરવાની કાંઈક બુદ્ધિ થઈ હોય છે-આવે વખતે આવા સુંદર ભદ્રકભાવમાં વર્તતાં જે કે સહજ પાપકળાઓ હજુ પણ વર્તતી હોય છે પણ તેના ઉપર તીવ્ર કરૂણ લાવીને તેનામાં વિશુદ્ધ માર્ગ પર આવી જવાની યોગ્યતા છે એમ નિર્ણય કરી આચાર્ય મહારાજ અથવા ઉપદેશકે તેની સન્મુખ થાય છે. એવા મહાત્માઓ જુએ છે કે આ પ્રાણી હજુ પાપકર્મો આચરતો હોય છે, તો પણ તેની વૃત્તિ માર્ગસમુખ થઈ ગઈ છે અને ભગવાનની તેના ઉપર કૃપા થઈ છે. આથી એવા જીવ પર કરૂણ લાવીને ધર્માચાર્યો તેની સન્મુખ થાય છે એ ભાવને અહીં ધર્મધકર દરિદ્રી સન્મુખ જાય છે તેની સાથે સરખાવો. ત્યારપછી કૃપા લાવીને આચાર્ય તેને આ પ્રમાણે કહે છે “હે ભદ્ર! આ લેક
અકૃત્રિમ છે. કાળ અનાદિ અનંત છે. આપણે આત્મા શાશ્વત છે, અવિનાશી છે. આ સંસારનો આ પ્રપંચ કર્મને કરેલ છે. પ્રવાહથી આત્માનો અને કમને સંબંધ અનાદિ છે અને મિ
થ્યાત્વ અવિરતિ કષાય અને યોગ કર્મબંધનાં ભિક્ષાદાન- “કારણો છે. સંસારપ્રપંચને ઉત્પન્ન કરનાર કર્મ બે તત્ત્વનુસંધાન. “પ્રકારનાં છેઃ કુશળરૂપ અને અકુશળરૂપ અથવા
“શુભ અને અશુભ. તેમાં કુશળરૂપ શુભ કર્મો તે પુણ્ય અથવા ધમૅ કહેવાય છે અને જે અકુશળરૂપ અશુભ કર્મો તે પાપ અથવા અધર્મ કહેવાય છે. પુણ્યના ઉદયથી પ્રાણુને સુખને “અનુભવ થાય છે, પાપના ઉદયથી પ્રાણીને દુઃખનો અનુભવ થાય છે.
ઓછાં વધતાં પાપ અને પુણ્યના અનંત ભેદો થાય છે અને તેવા “જુદા જુદા ભેદથી પ્રાણી અધમ મધ્યમ ઉત્તમ વિગેરે અનંત પ્ર“કારનાં રૂપો પામે છે. આ પ્રમાણે હોવાથી આ વિચિત્ર સ્વરૂપવાળે
૧ વિશ્વ. ૨ કોઈને બનાવેલો નહિ તેવો.
Page #158
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સંસારપ્રપંચ અને ફેવિકો . ૧૧૭ “આખો સંસારપ્રપંચ કર્મ નિત છે.” વિશુદ્ધ ધર્મના ઉપદેશક ધર્માચાર્યનાં આવાં વચનો સાંભળીને પૂર્વ કાળની અનાદિ કુવાસનાએને લીધે આ પ્રાણીને અત્યાર સુધી જે અનેક પ્રકારના વિકલ્પ થયા કરતા હોય છે. જેવા કે "આ જગત ઇંડામાંથી ઉત્પન્ન થયું હશે? કે તેને ઈશ્વરે બનાવ્યું હશે? કે બ્રહ્માએ તેને કર્યું હશે? અને થવા તે “પ્રકૃતિને વિકાર છે? અથવા તે દરેક ક્ષણે નાશ પામનારૂં છે? વળી પાંચ સ્કંધરૂપ આ જીવ “પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયે હશે? અથવા તો “જ્ઞાન માત્રજ છે કે આ સર્વ શૂન્ય છે? કર્મ એવી કઈ વસ્તુ હશે કે નહિજ હોય? કે મહેશ્વરને લીધે આ સર્વે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે?-આવા આવા અનેક પ્રકારના વિકલ્પ તેના મનમાં થયાં કરતા હોય છે તે ભયંકર રણસંગ્રામમાં બળવાન શત્રુસમૂહને જોઈને જેમ બીકણ મનુષ્યો નાસી જાય છે તેમ (તે સર્વે કુવિકલ્પો) દૂર હટી જાય છે. એ વખતે આ જીવની ખાતરી થાય છે કે આ મહાત્મા ધર્માચાર્ય જે વાતો મને કહે છે તે સર્વ ખરેખરી છે અને સત્યાસત્યની પરીક્ષા કરવામાં તેઓ મારાથી વધારે શક્તિવાળા છે અને વસ્તુનું ખરું સ્વરૂપ તેઓજ જાણે છે. આ પ્રમાણે
૧ દરેક દર્શનમાં જીવ, જગત અને ઈશ્વર એ ત્રણે પ્રશ્નો ખાસ મુદ્દાના હોય છે. આ સંબંધમાં પર્શનસમુચ્ચય ગ્રંથ વાંચવો. સાધારણ સમજણ માટે જુઓ આનંદઘન ૫ઘરવાવલી પ્રથમ ભાગ પૃષ્ઠ ૩૮૭ થી ૪૧૦.
૨ ઇંડામાંથી જગતની ઉત્પત્તિ પુરાણમાન્યતા પ્રમાણે છે. એને સ્માર્ત મત કહેવામાં આવે છે.
૩ ઈશ્વરકૃત સૃષ્ટિનો વિચાર સેશ્વર સાંખ્ય અને જૈમિનીય દર્શનને છે.
૪ બ્રહ્માકૃત ઈશ્વરને વિચાર પુરાણમાન્યતા પ્રમાણે છે. દ્વતના સર્વ પ્રકારેને અહીં સમાવેશ થાય છે.
૫ આ જગત્ પ્રકૃતિને વિકાર છે એમ વૈશેષિક દર્શન માને છે. ૬ દરેક ક્ષણે નાશ પામવાની માન્યતા બૌધ દર્શનની છે.
૭ ૩૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર આ પાંચ રૂંધ છે. (જુઓ આ સર્વ હકીકત માટે આનંદઘન ૫ઘરાવલી પૃષ્ઠ ૩૯૧ ).
૮ પંચ ભૂતમાંથી ઉત્પન્ન થઈ તેમાં મળી જવાની માન્યતા બૌધ મતની છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચ ભૂત છે.
૯ જ્ઞાન માત્ર જગતની માન્યતા સૌતાંત્રિક બૌધ દરનની છે.
૧૦ શૂન્ય ભાવ બૌધને એક પ્રકાર છે. આ છેલ્લા ત્રણે અભિપ્રાય બૌધ મતના છે.
૧૧ આ ચાર્વાકનારિત મત છે. તેને લોકાયતીક પણ કહે છે. ૧૨ આ મતનું નામ ઐકય દર્શન કહેવાય છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
૧૧૮
હકીકત બની તે વખતે કથાપ્રસંગમાં જણાવ્યું હતું તે પ્રમાણે “તે વખતે પેલા નિપુણ્યકને અનેક પ્રકારની પીડા કરવા માટે તેાફાની છેકરા પાછળ પડ્યા હતા તે ધર્મબોધકર મંત્રીના આવા શબ્દો સાંભળીને તુરત નાસી ગયા.” તે હકીકતની પણ અહીં યોજના થઇ ગઇ, કારણ કે મનમાં સાચા ખાટા વિકા થયા કરે છે તે તેાફાની છેકરાએ સમજવા. એ વિકલ્પાજ આ જીવને અનેક પ્રકારના ત્રાસ આપે છે અને ગુરુ મહારાજના શુભ યોગ અને સંબંધથી તે કુવિકલ્પે દૂર થઇ જાય છે. એવી રીતે સર્વ કુવિકલ્પે જ્યારે નાશ પામી જાય અને જ્યારે ગુરુ મહારાજનાં સુંદર વચને સાંભળવાની ઇચ્છાથી પ્રાણી સન્મુખ થાય ત્યારે એવા ધર્માચાર્ય ગુરુ મહારાજ કે જે પારકાનું હિત કરવામાંજ આનંદ લેનારા છે તેઓ શુદ્ધ માર્ગને ઉપદેશ આપી આ પ્રાણીને કહે છે કે “ હું ભદ્ર! સાંભળઃ “ સંસારમાં રખડતાં આ ભવને જે “ખરેખર પ્રેમાળ અંતઃકરણવાળા પિતા કોઇ હાય “તે તે ધર્મજ છે, ધર્મજ અત્યંત સહથી ભરેલ “ માતા છે, પોતાના હૃદયના વિચારથી જરા પણ ભિન્ન ભાવ ( ાદાઇ) ન બતાવે તેવા ધર્મજ ખરેખરા ભાઇ છે, એ ધર્મજ એક સરખા “ એહ રાખનારી ભાઈને ખમા' કહેનારી બહેન છે, ધર્મજ સર્વ સુખાની ખાણુ જેવી પતિમાં અત્યંત પ્રેમ રાખનાર અનુરક્ત અને t ગુણવાન ભાર્યા છે, ધર્મજ વિશ્વાસનું સ્થાન સર્વદા એક સરખા રસથી
**
<<
**
ધર્મને શુદ્ધ ઉપદેશ.
*
'
પ્રીતિ રાખનાર અનુકૂળ અને સર્વ કળામાં કુશળ મિત્ર છે, ધર્મજ દેવકુમાર જેવી સુંદર આકૃતિ ધારણ કરનાર અને મનને અત્યંત “ આનંદ આપનાર પુત્ર છે, ધર્મજ શીળ, સૌંદર્ય અને ગુણાએ કરીને
'
જયપતાકા મેળવનારી અને કુળની ઉન્નતિ કરનારી પુત્રી છે, ધર્મજ સદાચરણી ભંવર્ગ છે, ધર્મજ વિનયી પરિવાર છે, ધર્મજ રાજ્ય “ છે, ધર્મજ ચક્રવતીપણું છે, ધર્મજ દેવપણું છે, ધર્મજ ઇંપણું છે, “ ધર્મજ જરા મરણના વિકારથી રહિત, વજ્રના આકારને ધારણ કર“નાર અને સુંદરતામાં ત્રણ ભુવનને હસી કાઢનાર શરીર છે, ધર્મજ “ સર્વ શાસ્ત્રોના અર્થરૂપ શુભ શબ્દોને ગ્રહણ કરવામાં ચતુર કાન છે,
૧ પિતાને પેાતાના પુત્ર ઉપર જેમ અત્યંત વાત્સલ્યભાવ રહે છે તેમ આ જીવ તરફ પિતા તુલ્ય ધર્મ વર્તે છે. આ પ્રમાણે માતા, સ્ત્રી, પુત્ર આદિ સર્વ સાથે યેાજના કરવી, એમાં પિતા, પુત્ર, માતા, સ્ત્રી, મિત્ર વિગેરેની ફરજે પણ આડકતરી રીતે જણાવી દીધી છે. ૨ નેાકર ચાકર વગે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પીબંધ ]
સહષઁદર્શન અને પ્રેરણા,
૧૧૯
*
“ધર્મજ ત્રણ ભુવનને જોવા સમર્થ કલ્યાણુદર્શી આખા છે, ધર્મજ “મનને પ્રમોદ કરાવનાર અમૂલ્ય રતના ઢગલા છે, ધર્મજ ચિત્તને આહ્લાદ ઉત્પન્ન કરનાર અને વિષઘાતાદિ આઠ ગુણુને ધારણ કર“નાર સાનાના ઢગલા છે, ધર્મજ શત્રુને હરાવવામાં પ્રવીણ ચતુરંગ સેના છે, ધર્મજ અનંત રતિસાગરમાં અવગાહન કરાવનાર વિ“લાસસ્થાનેા છે; વધારે શું કહેવું? અનંત કાળ પર્યંત કોઇ પણ પ્રકારના અંતરાય વગર એકાંત સુખને પ્રાપ્ત કરાવનાર ધર્મજ છે, તેને ። “સુખને પ્રાપ્ત કરવાનું બીજું કોઇ પણ કારણુ નથી. ”
*
મધુર બાલનાર મહાત્મા ધર્માચાર્ય એ પ્રમાણે ઉપદેશ આપે છે ત્યારે આ પ્રાણીનું ધ્યાન કાંઇક ભગવાન્ તરફ ખેંચાય છે અને તેથી તે પેાતાની આંખેા કાંઇક ઊંચી કરે છે, મ્હોં ઉપર પ્રસન્નતાનાં ચિહ્નો બતાવે છે, રાજથા, સ્ત્રીકથા આદિ નકામી વાતાના વિક્ષેપે। તજી દે છે અને કોઇ વખત હૃદયમાં શુભ ભાવ આવવાથી મુખેથી હસે છે, હાથે ચપટી વગાડે છે આવી રીતે આ પ્રાણીને ધર્મની બાબતમાં કાંઇ કાંઇ રસ પડવા માંડ્યો છે એવી ધર્માચાર્યને ખબર પડતાં તે વળી આ પ્રમાણે આગળ કહે છેઃ—
વિશેષ
ઉપદેશ.
።
“ હું ભાઇ! ઉપર મેં જે ધર્મની આટલી બધી પ્રશંસા કરી તે “ધર્મ ચાર પ્રકારના છે. દાનમય, શીલમય, તપમય અને ભાવનામય. “હું ભાઇ! જો તને સુખ મેળવવાની બહુ ઇચ્છા હોય તેા એ ચારે “ પ્રકારના ધર્મ તારે કરવા યોગ્ય છે. તું યાગ્ય પાત્રને તારી શક્તિ
፡
પ્રમાણે દાન આપ (દાન), સર્વ પાપાને તું છેડી દે ( સર્વવિરતિ થા ) “ અથવા સ્થૂળ પાપાના ત્યાગ કર ( દેશવિરતિ થા) અથવા અને તે “ પ્રમાણમાં પ્રાણાતિપાતથી, અસત્ય વચનથી, ચોરી કરવાથી, પર
<
દારા ગમનથી, અપરિમિત વસ્તુસંચયથી, રાત્રિભેાજનથી, મદ્ય“ પાનથી, માંસભક્ષણથી, સચિત્ત ( જીવવાળાં) ફળા ખાવાથી, મિત્રદ્રોહથી, ગુરુપની સાથે વિહાર કરવાથી અને તેવી બીજી “ તારાથી તજી શકાય તેવી મમતાથી નિવૃત્ત થા (શીલ ), તારી
“
૧ સેનાના આઠ ગુણા માટે જીએ દશવૈકાલિક નિયુક્તિ ગાથા ૩૫૧ (પૃ. ૨૬૩ ). વિષધાત, રસાયણ, મંગળ, વાળી શકાવાપણું, જમણેા આવર્ત પડે તે ગુણુ, ભારેપણું, ન મળે તે ગુણ અને કાહાય નહિ તે ગુણ. સેાનાના એ ગુણેા છે. ૨ હાથી, ધેાડા, રથ અને પાયદળ લડનારા. એવા લશ્કરને ચતુરંગી સેના કહે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
*
“ શક્તિ પ્રમાણે કાંઇક તપસ્યા કર ( તપ ) અને તું વારંવાર સારી ભાવના (ભાવના) ભાવ. આ પ્રમાણે કરવાથી તને જરા પણ શંકા વગર સર્વ કલ્યાણુ આ ભવમાં અને પરભવમાં જરૂર પ્રાપ્ત થશે, ”
<<
તા. અગાઉ નિપુણ્યકની કથાનકમાં કહેવામાં આવ્યું છે કે “ પછી ધર્મ એધકર મંત્રી ભિક્ષા લેવા આવનારને બેસવા ચાગ્ય જગ્યાએ તે દ્રમકને લઇ ગયા અને તેને યોગ્ય દાન આપવા માટે પેાતાના સેવકોને તેણે હુકમ કર્યાં, ધર્મબાધર મંત્રીશ્વરને એક તદ્યા નામની અતિ સુંદર સુશીલ દીકરી છે. પાતાના પિતાનાં ઉપર જણાવેલાં વચના સાંભળીને તે તુરતજ ઊભી થઇ અને મહાલ્યાણક નામનું સુંદર પરમાન્ન લઇને પેલા ક્રમકને તે ભેાજન આપવા માટે તેની પાસે આવી પહોંચી. ” આ સર્વ હકીકતની ઉપર યોજના થઇ ગઇ છે તે આવી રીતેઃ ચાર પ્રકારના ધર્મનું ઉપર વર્ણન કરવામાં આવ્યું તે જીવને ખેલાવવા તુલ્ય સમજવું; તે દરિદ્રીનું ચિત્ત તે તરફ્ ખેંચાયું તે ભિક્ષાચરને ચેાગ્ય જગ્યા તરફ તેને લઇ જવા તુલ્ય સમજવું; ધર્મના ભેદ પાડીને તેના ઉપર ધર્માચાર્યે જે વ્યાખ્યાન કર્યું તે પેાતાના સેવકાને ભિક્ષા આપવાના હુકમ તુલ્ય સમજવું અને તેજ ગુરુ મહારાજ ધર્માચાર્યની આ જીવ ઉપરની કૃપા તે તદ્યા (સ્મિન્ નીચે ચા-કૂવા તા ) નામની મંત્રીશ્વરની પુત્રી સમજવી; દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મનું અનુષ્ઠાન કરવું તે સુંદર પરમાત્ર (ઉત્કૃષ્ટ ભાજન, ક્ષીર, દૂધપાક)ના ભાજન તુલ્ય સમજવું, એ ધર્મરૂપ પરમાન્ન ધર્માચાર્યની કૃપાથીજ પ્રાણી મેળવે છે, બીજા કોઇ પણ કારણથી મેળવી શકતે નથી એમ લક્ષ્યમાં રાખવું.
મહાકલ્યાણુક ભાજન.
મહાકલ્યાણક ભાજનનું સામાન્ય વર્ણન કર્યાં પછી અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે “તે દરિદ્રીના વિ.
ટ્રીને ચારો હજી ઘણા હલકા છે અને તેના મનમાં હજી આશંકા. અનેક પ્રકારની શંકા છે. તેથી જ્યારે તેને ભેાજન લેવા માટે આ પ્રમાણે ખેલાવવામાં આવ્યા ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યા કે મને જાતે ચાલી ચલાવીને-બેલાવીને આ માણસ ભિક્ષા આપવા માટે આટલા બધા પ્રયત્ન કરે છે તે વાત મને કોઇ પણ રીતે ઠીક (લાભકારી) લાગતી નથી. મને
૧ આ હકીકતનેા સંબંધ અગાઉ પૃ. ૨૩ સાથે છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
સંસારીના વિકલ્પાનું દર્શન.
૨૧
સીમંધ લાગે છે કે આ મારૂં ભિખ માગવાનું ઘડાનું ઢીકરૂં ભિક્ષાના અન્નથી ભરેલું છે તે આ ( ધર્મબોધકર ) મને કોઇ એકાંત જગ્યાએ લઇ જઇને તાડી નાખશે, ભાંગી નાખશે અથવા તેને પાતે ઉપાડી જશે. ત્યારે હું શું અહીંથી નાસી જઉં? કે અહીં એક સ્થાને બેસીને મારૂં ભેટજન કરી લઉં? અથવા મારે કાંઇ ભિક્ષાની જરૂર નથી એમ કહીને ચાલ્યેા જઉં ?'–આવા આવા અનેક સંકલ્પ વિકલ્પાથી તેના ભયમાં વધારો થતા ગયા અને તેને લઇને પોતે ક્યાં આવ્યો છે અને ક્યાં બેઠા છે તેનું પણ તે ભાન ભૂલી ગયા. પેાતાની વસ્તુ ઉપર તેને એવી ગાઢ મૂર્છા આવી ગઇ કે તેના સંરક્ષણ નિમિત્તક રૌદ્રધ્યાનમાં તે પડી ગયા અને તે દુર્ધ્યાનમાં તેની અન્ને આંખો મીંચાઇ ગઇ. તેના મન પર આ વિચારની એટલી બધી અસર થઇ કે તેની સર્વ ઇંદ્રિયાના વ્યાપારો જાણે થોડો વખત તદ્દન શાંત થઇ ગયા અને તે લાકડા જેવા ચેતના વગરના થઇ ગયા અને તે જરા પણ હાલતા ચાલતા પણ અંધ થઇ ગયા. પેલી તદ્યા તેની પાસે ઊભી ઊભી વારંવાર ‘આ ભાજન લે, આ ભાજન લે' એમ કહેતી કહેતી થાકી ગઇ, પણ નિપુણ્યક દ્રમક તેા તેના તરફ જરા ધ્યાન પણ આપતા નથી અને પાતાની પાસે રહેલું તુચ્છ ભાજન આખી દુનિયામાં કોઇ જગ્યાએ થવું નથી-મળવું નથી એવા વિચારમાં ગુંચવાઇ ગયેલા તે દરિદ્રી તદ્યાએ આણેલા અમૃતભેાજનની કિંમત પણ સમજતા નથી.” આ શબ્દોમાં દરિદ્રીના સંબંધમાં અગાઉ વાત કરવામાં આવી છે તે સર્વ આ જીવના સંબંધમાં બરાબર યેાજાય છે, તેની યોજના નીચે પ્રમાણે કરવી.
જ્યારે આ પ્રાણીનું એકાંત હિત કરવાની બુદ્ધિથી ધર્માચાર્યે વિસ્તારથી ધર્મના ગુણુનું વર્ણન કરીને પછી ચાર પ્રકારના ધર્મનું અનુષ્ઠાન કરવાના ઉપદેશ આપે છે તે વખતે આ જીવનાં વિવેકચક્ષુ મહા અંધકારમય મિથ્યા જ્ઞાનરૂપ કાચ, પટલ, તિમિર, કામલ વિગેરે વ્યાધિઓથી જોવાની શક્તિને અંગે નરમ પડી ગયેલાં હાવાથી, અનાદિ સંસારભ્રમણના અભ્યાસથી મહામિથ્યાત્વના સંતાપ તથા ઉન્માદવડે તેનું હૃદય ભ્રમિત થઇ ગયેલું હોવાથી તેમજ પ્રમળ ચારિત્ર માહનીયરૂપ
મૂશ્ચિતના અધમ વિચારો.
૧ કાચ, પટલ, તિમિર, કામલ એ સર્વ આંખના વ્યાધિએનાં નામ છે, પ્રત્યેકથી જોવાની શક્તિ ઘટતી જાય છે.
૨ કષાય, હાસ્ય, રતિ, અતિ, શાકાદિ તથા વેદેશ્યને ચારિત્ર મેાહનીય કહેવામાં આવે છે,
૧૬
Page #163
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
૧૨૨
[ પ્રસ્તાવ ૧
રોગથી તે વિદ્યુળ ચેતનાવાળા હાવાથી વિષય ધન શ્રી વિગેરે ઉપર ગાઢ મૂર્છાવડે તેની ચિત્તવૃત્તિ પરાભવ પામી જવાથી તે આ પ્રમાણે વિચાર કરે છે કે હું પહેલાં ધર્મ અધર્મના વિચારોની શોધખેાળ કરતા નહાતા ત્યારે કોઇ કોઇ વખત કદાચ આ સાધુ મહારાજ પાસે આવી ચઢતા તે તેઓ મારી વાત પણ પૂછતા નહાતા, મારે ભાવ પણ પૂછતા નહાતા અને કદાચ મને કાંઇક ધર્મપ્રાપ્તિ થશે એમ ધારીને કાંઇક એકલતા તાપણુ બેદરકારીથી એક બે વચન કોઇ વાર ખેલતા હતા; અત્યારે તા હવે મને ધર્મ અને અધર્મ શી વસ્તુ છે તે જાણવાની હોંશવાળા જોઇને તેઓ મને પાતાના આદેશમાં (હુકમમાં) રહેલ માને છે અને તેથી ભવિષ્યમાં તેમના ધર્મના અનુયાયી થઇશ એમ ધારીને હું તેને કાંઇ પૂછ્તા નથી તેાપણુ પાતાના ગળાને ગમે તેટલું ખેંચવું પડે અથવા તાળવાને શાષ પડે તેની પણ દરકાર કર્યા વગર ઊંચા સ્વરથી અને ઘણી સુંદર વચનરચનાવરે આખા લોકનું સ્વરૂપ પ્રકાશ કરનાર આ મહારાજા ધર્માચાર્ય મારી પાસે ધર્મના ગુણાનું વર્ણન કરે છે અને ત્યારપછી મારૂં એવી ખમતામાં મન દેારાયલું જાણીને મારી પાસે દાન દેવરાવે છે, શીલ ગ્રહણ કરાવે છે, તપસ્યા કરાવે છે અને ભાવનાઓનું ચિંતવન કરાવે છે. આવી રીતે આ ગુરુ મહારાજ એકદમ મારા તરફ આટલા બધા ભાવ બતાવે છે અને મને દાન આપવા વિગેરેની વાતે કહે છે તે આવા પ્રસંગ વગરના વિચિત્ર વચનઆડંબરનું કારણ શું હોવું જોઇએ ? અરે હા ! તે કારણ બરાબર સમજાય છે! મારે સુંદર સ્ત્રીએ છે, મારી પાસે બહુ ધનના સંગ્રહ છે, જૂદા જૂદા અનાજના મોટા કાઠારો છે અને ગાય, ભેંસ, ઘેાડા વિગેરે ચાર પગવાળાં જનાવરો તથા વાસણ કુસણા (ઘરવકરી ) મારી પાસે બહુ છે, તેથી તેઓ મને ખાસ તક લઈને અને ઉદ્દેશીને ઉપદેશ આપે છે તેના હેતુ એ હાવા જોઇએ કે મારી પાસે શું છે તે સર્વે તેઓ જાણી ગયા છે અને તે જાણપણાના લાભ લઇ તે મને જણાવે છે કે–તને દીક્ષા આપીએ, તારાં પાપા કાપી નાખીએ, તારાં કર્મબીજા નાશ કરીએ, તું અમારો વેશ ધારણ કર, ગુરુના ચરણુકમળની પૂજા કર, તારાં ધન, સ્ત્રી વિગેરે તારૂં સર્વસ્વ ગુરુચરણમાં સમર્પણ કર–આ તેઓના કહેવાના તાત્પર્યાર્થ જણાય છે. વળી તે વિચારે છે કે “અમારા કહેવા પ્રમાણે કરવાથી તું પિંડપાત કરીને એટલે શરીર છેડી દઈને શિવ થઇ જઇશ, તારૂં કલ્યાણ થઇ જશે અને તું પરમાત્મા સાથે એક રૂપ થઇ જઇશ.”
ઉપદેશક પર વહેમ,
Page #164
--------------------------------------------------------------------------
________________
પીટબંધ ]
સંકલ્પ વિકલ્પોના પ્રકારો
૧૨૩
આવી આવી સુંદર વચનરચના કરીને એ જૈન ધર્માચાર્યે મને શૈવાચાર્ય પેઠે ઠગશે અને મારી પાસેની વસ્તુઓ ઉઠાવી જશે અથવા બ્રાહ્મણા જેમ દુનિયાને કહે છે કે “ સાનાનું દાન આપવું તે મહાફળ આપનાર છે, ગાયનું દાન આપવાથી મહા ઉદય થાય છે, પૃથ્વીનું દાન આપવાથી અવિનાશી થવાય છે, 'પૂર્વ ધર્મનું અતુલ્ય ફળ છે, વેદના પાર પામેલા હોય તેને દાન આપવું તે અનંત ગુણ કરનાર છે, તેમજ દુઝતી, તરતની વીઆયેલી, વાછડાવાળી, વસ્ત્ર ઓઢાડેલી, સેાનાનાં શીંગડાવાળી, રત્નેાથી મંડિત અને ઉપચાર કરાયલી ગાય જે બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તે તેને ચાર સમુદ્રની વચ્ચે આવી રહેલી અનેક નગર અને ગામાથી ભરેલી અને પર્વતા તથા જંગલાથી યુક્ત પૃથ્વીનું દાન આપવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને તે ફળ અક્ષય છે–” આ પ્રમાણે મિથ્યા શાસ્ત્રોમાં ખાટાં બનાવીને દાખલ કરેલાં મૂર્ખ પ્રાણીઓને છેતરનારાં શ્લોકા તથા વાક્યોથી જેમ બ્રાહ્મણા આખી દુનિયાને છેતરે છે તેમ આ જૈનાચાર્ય પણ જરૂર મારા પૈસા હરી જશે. અથવા “ અતિશય સુંદર વિહાર (બૌધ સાધુઆને રહેવાનું સ્થાન ) બંધાવે, બહુશ્રુત ( પંડિત ) સાધુઓના તેમાં વાસ કરાવેા, સંઘની પૂજા કરે, ઔધ સાધુ ( ભિક્ષુ )ને દક્ષિણા આપા, સંઘના કેશ ( ભંડાર ) માં તમારૂં ધન મેળવી દે, સંઘના કોઠારમાં તમારૂં ધાન્ય ( અનાજ-દાણા ) મેળવી દો, સંઘના ગેાકુળમાં તમારા ચતુષ્પદ વર્ગ–સર્વ ચેાપગાં જનાવરે આપી દો, ઔધ ધર્મને અનુસરનારા થાઓ-એવી રીતે કરવાથી તમને થેાડા વખતમાં મહાત્મા ભગવાન્ બુદ્ધનું પદ પ્રાપ્ત થશે ” આવી રીતે પેાતાના વાચાળપણાના ઉપયોગ કરીને જરક્ત ભિક્ષુ પેાતાની માયાજાળ ફેલાવીને પોતાનાં શાસ્ત્રો બતાવીને જેમ પ્રાણીઓને છેતરે છે તેમ આ શ્રમણ સાધુ પણ મારું સર્વસ્વ ઉપાડી લેવાને પ્રયત્ન કરતા હોય એમ જણાય છે. અથવા “સંઘને જમણુ આપેા, ઋષિઓને જમાડો, સારા
૧ યજ્ઞ કરવા અથવા તળાવ, કુવા ખેાદાવવા તે.
૨ બૌદ્ધ ધર્મોનુયાયીનેા સમૂહ, પ્રતમાં સંયતની પૂજા કરી એવા પાઠ છે. સંચત એટલે ઇંદ્રિય વશ કરનાર.
૩ ‘સંજ્ઞાતિ ’ એવા શબ્દ છે. તેના અર્થે ગાકુળ લાગે છે. પાંજરાપેાળ જેવા
.
‘સંજ્ઞાતિ' ઔધા કરતા હશે એમ અનુમાન થાય છે.
6
૪ બુદ્ધ ધર્મના ભિક્ષુએ લાલ રંગનાં કપડાં પહેરે છે તેથી રક્ત ભિખ્ખુના નામથી ઓળખાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ સારા ખાવાના પદાર્થો આપો, મુખવાસ માટે સારી સારી વસ્તુઓ ભેટ કરો, દાન આપવું એ ગૃહસ્થને મુખ્ય અને મેટો ધર્મ છે, દાનથી સંસારનો પાર પમાય છે... આવી રીતે મને લેભમાં નાખીને છેતરીને પોતાના શરીરનું પોષણ કરનાર 'દિગંબરની પેઠે આ જૈન શ્રમણને મારું ધન હરણ કરવું તે નહિ હોય ? જો એમ ન હોય તો સંસારનો પ્રપંચ તેઓ આટલે બધે પ્રયાસ લઈને મારી પાસે શા માટે કહેતા હોય ? આ બધી વાતનો સાર મને તે એટલે જણાય છે કે આ સર્વ સાધુઓ ( શ્રમણો ) ત્યાંસુધી સારા છે કે જ્યાં સુધી આપણે તેઓની પાસે જઇએ નહિ અને તેઓને વશ પડીએ નહિ; તેઓને વશ થઇ રહેનાર કોઇ શ્રદ્ધાળુ માલુમ પડ્યો એટલે એ માયાવી સાધુઓ નાના પ્રકારના વચન આડંબરથી તેને ભેળવીને તેનું સર્વસ્વ લુંટી લેવાનો પ્રયાસ કરે છે અને અત્યારે તેઓ મારી સાથે પણ એજ ધારણસર વર્તે છે એ બાબતમાં મારા મનમાં શંકા રહેતી નથી. આ ધર્માચાર્યો તો પિતાની વાત શરૂ કરી દીધી છે ત્યારે મારે હવે શું કરવું ? હું તો એ બાબતમાં વધારે વધારે વિચાર કરતાં વધારે વધારે મુંઝાતો જઉં છું. તેઓએ આવો સવાલ પૂછયો તેને કાંઈ પણ જવાબ આપ્યા વગર ચાલ્યો જઉં? અથવા ધર્મનું અનુષ્ઠાન કરવાની મારામાં શક્તિ નથી એમ સાફ કહી દઉં? અથવા તે ચોર વિગેરે મારું ધન લુંટી ગયા છે, મારી પાસે હવે કાંઇ બાકી પૈસા રહેલા નથી કે જે હું પાત્રને આપી શકું એવો ઉત્તર આપી દઉં? અથવા મારે કાંઈ તમારા ધર્માનુષ્ઠાનનું કામ નથી અને આપે મને તે બાબતમાં કદિ કાંઇ પણ કહેવું નહિ એમ કહીને ધર્માચાર્યને ઉડાવું? અથવા આપે હાલ જે વાત કરી છે તે અકાળે કહી છે એમ બતાવવા માટે કોધથી ભવાં ચઢાવું? ટુંકામાં હવે આ સાધુ મારાં કહેલાં વચનને સમજી જઈને મને છેતરવાનો પિતાનો વિચાર કેવી રીતે છોડી દેશે અથવા મને આ પંચાતમાંથી કેવી રીતે છોડશે તે સમજાતું નથી.
ઉપર જણાવ્યા તેવા અને તેને મળતા બીજા અનેક માઠા વિ
૧ અહીં “દિગંબર’ શબ્દોથી જૈનને દિગંબર સંપ્રદાય લે કે વેદાનુયાયી પરમહંસ આદિ દિગંબર-નગ્ન રહે છે તે મત લે તે સ્પષ્ટ નથી. સંઘ શબ્દ જૈન વિભાગ સૂચવે છે જ્યારે ઋષિ શબ્દ જૈનેતર સૂચવે છે. કહેવાનો મતલબ કોઈ મત ઉપર આક્ષેપની છેજ નહિ, પણ પ્રાણીના મનમાં આવા વિચાર થાય છે એ અત્ર ભાવ છે. દિગંબર સાધુઓને પણ “ઋષિ” કહેવામાં આવતા હતા, તેઓ શ્રાવકને ત્યાં ભોજન કરતા હતા. જૈન દિગંબર સંપ્રદાય વધારે સંભવિત છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ધર્માચાર્યને સ્વભાવ અને પ્રાણુનું વલણ. ૧૨૫
ચારે પિતાના મનમાં આ પ્રાણું કર્યા કરે છે, પણ સાધુની નિ. તેને અંતરાત્મા મૂઢ થયેલ હોવાથી તે બાપડાને સ્પૃહતા. ખબર પડતી નથી કે એ ધર્માચાર્ય અત્યંત જ્ઞાનવાનું
હોવાથી સંસારમાં રહેલા સર્વ પદાર્થો અને ભાવોને ફતરોની મુઠી જેવા સમજી રહ્યા છે એટલે મુઠી ભરીને ફેતરાં હોય તેની કોઈ કિંમત નથી અને તે પવનની કુંક લાગતાં ઉડી જાય તેવાં હોય છે તેમ સંસારના પદાર્થો અને ભારે કિંમત વગરના અને ઉડી જનારા (નાશ પામનાર) છે એમ તેઓ જ્ઞાનબળથી જાણે છે તે જૈન ધર્માચાર્યો માપ ન કરી શકાય તેવા સંતોષરૂપ અમૃતના પાનથી ધરાઈ ગયેલા હોય છે; તેઓ વિષયરૂપ ભયંકર ઝેરનું તીવ્ર દુઃખ આપનાર પરિણામ જાણે છે; તેઓ સર્વ વસ્તુ ઉપર સમભાવ રાખતા હેવાથી અને જાતે અત્યંત નિઃસ્પૃહી હોવાથી અને તેઓનું મન મક્ષ પ્રાપ્ત કરવાની બાબતમાં એક તાનથી લાગેલું હોવાથી તેઓ જ્યારે ઉપદેશ દેવાની બાબતમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓનાં મનમાં ઇંદ્ર કે ભિક્ષક વચ્ચે જરા પણ તફાવત હોતો નથી, મોટી ઋદ્ધિવાળા દેવો કે નિર્ધન પુરુષ વચ્ચે તેઓ જરા પણ આંતર રાખતા નથી, મેટા ચક્રવર્તામાં અને રંક પ્રાણુમાં કાંઈ અંતર દેખતા નથી, તેમજ ઉદાર પૈસાદાર તરફ કે કૃપણ માણસ તરફ આદર કે અનાદરની નજરથી જેતા નથી; તેઓના વિચારમાં મોટું ઐશ્વર્ય અને દરિદ્રતા સમાન છે, મેટા રતના ઢગલા કઠેર પથ્થરના ઢગલા જેવા છે, તાવેલ સેનાનો ઢગલો માટીનાં ઢેફાંઓ જે છે, રૂપાને સંચય ધૂળના ઢગલા જે છે, ધાન્યના કોઠારે ખાર (મીઠા)ના ઢગલા જેવા છે અને ચોપગાં જનાવરે અને બીજી ધાતુઓ વિગેરેમાં અને બીજી સાર વગરની વસ્તુઓમાં તેઓને કાંઈ તફાવત જણને નથી, તેમજ કામદેવની સ્ત્રી રતિના રૂપને પણ હસી કાઢે એવી સુંદર સ્ત્રીઓમાં અને લાકડાના જીર્ણ થાંભલામાં તેઓ કાંઈ ફેર લેતા નથી. આ પ્રમાણે હોવાથી પ્રાણુને ઉપદેશ દેવાને પ્રયત્ન કરવામાં પરોપકાર કરવાની તેઓની વિશુદ્ધ વૃત્તિ સિવાય બીજું કાંઈ પણ કારણ નથી. તેઓ પિતાને સ્વાર્થ સાધે છે તે પણ સ્વાધ્યાય (વાંચન, અભ્યાસ, મનન આદિ) ધ્યાન તપશ્ચર્યા વિગેરે કરીને સાધે છે અને તેથી સ્વાર્થની ખાતર પણ તેઓની ઉપદેશ આપવામાં પ્રવૃત્તિ થતી નથી. તેઓ આ પ્રાણી તરફથી કઈ પણ પ્રકારની આશા રાખતા જ નથી અને અન્ય કોઈ પણ પ્રકારના લાભની તેઓનાં મનમાં આશા હેવી તે તે તદ્દન અસંભવિતજ છે. આ સર્વ હકીક્ત બરાબર છે, પણ આ પ્રાણીની બુદ્ધિ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
અત્યંત મહેર મારી ગયેલી હાવાથી તે આ સર્વ હકીકત સમજતે નથી, તેથી જે ગુરુ મહારાજ અત્યંત ઉદાર આશયવાળા હાય છે તેમને પણ પેાતાની અત્યંત તુચ્છ વૃત્તિને લઇને પેાતાના જેવા હલકા ધારી લે છે અને મહામેાહને વશ પડીને પેલા તત્ત્વને નહિ બતાવનાર રોવાચાર્ય, બ્રાહ્મણ કે બૌધના ભિક્ષુની જેવા તેમને પણ ગણે છે. ગ્રેથિના ભેદ કર્યાં. હેય તાપણુ તેણે દર્શન માહનીયના ત્રણ પુંજ ( શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ કરેલા હોવાથી જ્યાંસુધી મિથ્યાત્વ પુંજમાં આ પ્રાણી વર્તતા હોય છે ત્યાંસુધી ઉપર જણાવેલા સર્વ કુવિકલ્પે તેને સંભવે છે.
મિથ્યાત્વની
મિથ્યાત્વ પુંજના ઉદયથી પ્રાણીમાં મિથ્યાત્વનું ઝેર વધારે ફેલાતું જાય છે અને હૃદયમાં વ્યાકુળપણું સ્પષ્ટ જણાય છે અને તેના પરિણામે તેનામાં વળી પાછું મિથ્યાત્વનું પ્રમળ અસર. ઝેર વધારે પ્રસરે છે. આ મિથ્યાત્વને વશ પડેલા પ્રાણી વળી પાછે સંસાર તરફ વધારે સરતા જાય છે, તેને અત્યાર સુધી જૈન દર્શન ઉપર પક્ષપાત થયેા હોય છે તે વળી પાછો શિથિળ થઇ જાય છે, તેને નવા નવા પદાર્થો સંબંધી જ્ઞાન મેળવવાની ઇચ્છા થઇ હોય છે તેને તે છેાડી દે છે, અન્ય પ્રાણીઓ વિશુદ્ધ ધર્મનું આચરણ કરતા હોય છે તેમને જોઇને તેઓના આ ભાઇશ્રી તિરસ્કાર કરે છે, વિચાર વગરના પ્રાણીએ (અન્ય ધર્મી) હોય છે તેને એ બહુમાન આપે છે, અગાઉ પાતે થોડું થોડું સારૂં કામ કર્યાં કરતા હતા તેમાં પણ આળસ-પ્રમાદ કરે છે, ભદ્રભાવ છેડી દે છે, નિરંતર વિષયમાં રાચ્ચા મા રહે છે અને તેમાં આનંદ પામે છે, વિષયને મેળવી આપનાર સાધનેા-ધન અને સુવર્ણ વિગેરેને સર્વ ખાખતનાં તત્ત્વ જેવાં ગણે છે, જે ગુરુ મહારાજ પાતાને અનુકૂળ આવે તેવા અને વિષયનાં સાધન મેળવી આપવાની હકીકતને પુષ્ટિ આપનાર ઉપદેશ આપે તેને ગુરુ તરીકે ગ્રહણ કરે છે, એવા ગુરુએ ઉપદેશ આપે છે તે છેતરવા સારૂ આપે છે એમ ન સમજતાં તે વાસ્તવિક ઉપદેશ આપે છે એમ પોતાની જાતને મનાવી લે છે, પેાતે ધર્મની નિંદા કરે છે, ધર્મગુરુનાં મર્મસ્થાના ઉઘાડા પાડે છે, ખાટા
૧ મેાહનીય કર્મના ત્રણ પુંજ (ઢગલા) કરે છે. તેમાંના અશુદ્ધ ઢગલાને મિથ્યાત્વ માહનીય કહેવામાં આવે છે. તેને ઉદય વર્તતા હેાય ત્યારે પ્રાણી મેાહમાં મુંઝાઇ જાય છે. શુદ્ધ પુંજને પણ ભેાગવી લેતાની સાથે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રથમ કર્મગ્રંથની ચદમી ગાથાની ટીકામાં આ ત્રણ પુંજની હકીકત બહુ સુંદર રીતે આપવામાં આવી છે તે જુઓ.
Page #168
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ] ગુરુ તરફ બેદરકારી-સંસારપર મૂર્છા.
૧૩૭
વિવાદ ઊભા કરે છે, પ્રતિકૂળ મામામાં ધ્યાન લગાડે છે અને તેને લઇને ગુરુ મહારાજ તરફથી ગલે અને પગલે અપમાન પામે છે. આવી રીતે ગુરુ મહાન તરી ગયાન છે ત્યારે વળી આ પ્રાણી વિચાર કરે છે આ સા ચણામ વધે પોતાની પાસે સારી રીતે પ્રથમથી રચીએ તૈયાર વેલ, ગ્રંથી રાખતા હોવાથી તેઓને વાદવિવાદમાં વવા મારી જેમ માટે ા છે. હવે તેઓ પોતાની માયાજાળ વધારે નવથ ફેલાવી મને ખોટી સાચી વાતે સમજાવી સાચા ખાટા વિકલ્પો વાવીને સારા આત્માને પોતાનું ભક્ષ્ય બનાવશે, માટે એવા ધર્માચાર્યને તે પણે થીજ નમસ્કાર કરવા, તેઓને છેડી દેવા, તેઓ ઘરે આવતા હાય તે અટકાવી દેવા અને તેનું નામ પણ સહન કરવું નહિ એટલે જે કોઇ તેનું નામ એલે કે મને સંભળાવે તેા તેમ કરનારને જોસ કરીને અટકાવવા. આ પ્રમાણે મહામેાહને વશ પડેલા આ પ્રાણી ખરામ અન્ન જેવા ધન, વિષય, સ્ત્રી વિગેરે ઉપર મૂર્છા કરીને અને તેના રક્ષણમાં અહર્નિશ તત્પર થઇને સારે। અને સાચા ઉપદેશ આપનાર ગુરુ મહારાજને છેતરનાર તરીકે ગણી લે છે અને તેમ કરીને પછી આપ્યા વખત નકામું દુર્ધ્યાન કરે છે. આવી રીતે જ્યારે આ પ્રાણીની સારી ખાટી વસ્તુ તપાસવાની વિવેકબુદ્ધિ નાશ પામી હેાય છે ત્યારે તેને આચાર્ય મહારાજ જમીનમાં નાખેલા ઊભા લાકડાના ખીલા જેવા ગણે છે. આવી દશામાં તે વર્તતા હેાય છે તેથી ગુરુ મહારાજ ધર્મોચાર્યની દયા સુંદર ભેાજન તુલ્ય સારાં સારાં અનુષ્કાને કરવાના ઉપદેશ આપે છે તેને એ આપડો સમજતા નથી. આવી હકીકત જોઈને વિવેકી પ્રાણીઓને ઘણી નવાઇ લાગે છે કે વિષય ધન આદિ જે મહા નરકમાં પાડનારા છે તેના ઉપર આસક્તિ રાખી ગુરુ મહારાજ દયા કરી મેાક્ષનાં સુખ ઉત્પન્ન કરી આપે તેવાં સુંદર અનુષ્કાના બતાવે છે તેને
આ પ્રાણી તિરસ્કાર કરે છે, તેની અવહેલના કરે છે અને તેના તરફ વિરોધ સ્પષ્ટ રીતે બતાવે છે તે શું? આ પ્રમાણેની વિચિત્ર હકીકત જોઇ વિવેકી પ્રાણીને ખેદ થાય છે કે આ પ્રાણી જે પેાતાનું અહિત કરે તેને આદરે છે અને હિત કરનારને હાંકી કાઢે છે. આ હકીકત તેઓને નવાઇ ઉપજાવનારી લાગે છે.
ત્રણ ઓષધેાની વિચારણા,
ત્યારપછી નિપુણ્યક દરિદ્રીના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું
Page #169
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
છે કે “ આવે! તદ્દન અસંભવિત મનાવ બનતા જોઇને ધર્માધાર મંત્રીશ્વર પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રાંકને આવું પ્રત્યક્ષ સુંદર ભેાજન આપીએ છીએ તેપણ તે લેતેા નથી અને કાંઈ ઉત્તર પણ આપતા નથી તેનું કારણ શું હશે? ઉલટું તેનું મોઢું ઝાંખું પડી ગયું છે, તેની આંખા મીંચાઇ ગઇ છે અને મોહથી જાણે તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હેાય તેમ લાકડાની ખીલી જેવા તે ચેષ્ટા ૧ગરના થઇ ગયા છે! એટલા ઉપરથી આ પાપાત્મા આવા સુંદર ભાજનને લાયક હોય એમ લાગતું નથી.”” આ જીવના સંબંધમાં આ સર્વ હકીકત અરાબર બંધબેસતી આવે છે. ગુરુ મહારાજ એવી રીતે વિસ્તારથી ધર્મની દેશના આપે અથવા બીજી રીતે પ્રયત્ન કરે છતાં પણ જ્યારે તેઓ આ પ્રાણીનેા ભદ્રકભાવ નાશ પામતા જુએ અને તેને ઉલટા વિપરીત માર્ગે પ્રવર્તતા જુએ ત્યારે તેના મનમાં સ્વાભાવિક રીતે વિચાર થાય છે કે આ જીવનું કલ્યાણ થવાનું નહિ હાવાથી તે ભગવન્તના ધર્મને લાયક નથી, તે સારી ગતિમાં જવાને ચેાગ્ય જણાતા નથી, ખરાબ ગતિમાં જનારા જણાય છે. વળી એના મનમાં અનેક માઠા કુવિકલા ઉઠતા હેાવાથી ધર્માત્માઆવડે સંસ્કારિત થવાને તે ચોગ્ય જણાતા નથી. આવા માહથી હાયલા પ્રાણી પર મારે પ્રયાસ કરવા તે નકામા છે, તેને માટે પરિશ્રમ ઉઠાવવા તે ફળ વગરના છે, તેની ઉપર મહેનત લેવી નિરર્થક છે.
૧૨૮
નિરર્થક
પ્રયત્ન.
ત્યારપછી વધારે વિચાર કરીને આપણે કથાપ્રસંગમાં ધર્મબોધકરને નક્કી કરતાં જોયા કે “ અથવા બીજી રીતે જો ઇએ તો તેમાં એ આપડાનેા કાંઇ પણ દોષ નથી. એ આપડો શરીરની અંદરના તથા બહારના એટલા બધા વ્યાધિઓથી ચાતરફ ઘેરાઇ ગયેલા છે અને તેની પીડાથી એટલા બધા મુંઝાઇ ગયા છે કે તે કાંઇ પણ જાણી શકતા નથી, સમજી શકતા નથી, વિચારી શકતા નથી. જો એમ ન હોય તે તે પોતાના અત્યંત હલકા તુચ્છ ભેાજન પર એટલી બધી પ્રીતિ શા માટે કરે? અને જો તેનામાં જરા પણ સમજણ હાય તો આવું અમૃત ભાજન શા માટે ગ્રહણ ન કરે ?” તેવીજ રીતે આચાર્ય મહારાજના મનમાં પણ એવાજ વિચાર ચાલતા હોય છે. તેઓ વિચારે છે કે આ જીવ વિષયોમાં શૃદ્ધિ રાખે છે, ખરાબ માર્ગે જાય છે, સાચેા ઉપદેશ આપતાં છતાં ગ્રહણ કરતા નથી તેમાં એ આપડાના કાંઇ દોષ નથી, પરંતુ તેમ થવામાં દોષ મિથ્યાત્વ વિગેરે ભાવ રોગોના છે. એવા
દોષનું ઉત્પત્તિ કારણ.
Page #170
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ની રેગી કરવાના ઉપાયનું ચિંતવન. ૧૨૯ રેગોથી તેની ચેતના હણાયેલી હોવાને લીધે તે કાંઈ જાણી શકતો નથી, સમજી શકતો નથી, વિચારી શકતા નથી. જે તે રોગોથી મુક્ત હોય તો પોતાની જાતને (આત્માને) હિત કરનારી પ્રવૃત્તિ છોડી દઈને પિતાની જાતને નુકશાન કરે તેવી બાબતમાં શા માટે પ્રવૃત્તિ કરે?
વિમળાલક અંજન: તવપ્રીતિકર જળ:
મહાકલ્યાણક ભજન, વળી તે ધર્મબોધકાર મંત્રીશ્વરે વિચાર કરવા માંડ્યો કે “ “ત્યારે હવે એ (નિપુણ્યક) બાપડો નીરોગી કેવી રીતે થાય તેને માટે મારે કાંઈ ઉપાય કરવો જોઈએ. અરે હા ! બરાબર છે, તેને નીરોગી કરવા માટે મારી પાસે ત્રણ સુંદર ઔષધો છે. તેમાં પ્રથમ તો મારી પાસે વિમળાલક નામનું મજાનું આંજણું છે, તે આંખના સર્વ વ્યાધિઓ દૂર કરવાને શક્તિમાન છે. તેને બરાબર વિધિપૂર્વક આંખમાં આંક્યું હોય તે સૂક્ષ્મ રીતે ગોઠવાયેલા અતીત અને અનાગત એટલે ભૂત કાળના અને ભવિષ્ય કાળના સર્વ ભાવોને જોઈ શકે તેવી સુંદર આંખો તે બનાવી શકે છે. વળી મારી પાસે બીજું તત્ત્વપ્રીતિકર નામનું તીર્થજળ છે તે સર્વ રોગોને એકદમ ઓછા કરી શકે છે, ખાસ કરીને શરીરમાં જે કાંઈ ઉન્માદ હોય તેને એકદમ તે નાશ કરે છે અને પંડિત પુરુષો કહે છે કે સમ્ય રીતે જોવામાં તે મજબૂત કારણરૂપ થાય છે. વળી આ તદ્દા અહીં લઈ આવી ઢાંકીને મૂકી ગઈ છે તે મહાકલ્યાણક નામનું પરમાત્ર છે તે સર્વે વ્યાધિઓને મૂળમાંથી નાશ કરવાને શક્તિમાન છે. તેને બરાબર વિધિપૂર્વક સેવવામાં આવ્યું હોય તો તે શરીરનો વર્ણ વધારે છે, પુષ્ટિ કરે છે, ધૃતિ આપે છે, બળ પ્રાપ્ત કરે છે, મનને આનંદમાં રાખે છે, પરાક્રમીપણું લાવી આપે છે, નિરંતર યુવાવસ્થા ટકાવી રાખે છે, વીર્યમાં વધારો કરે છે અને અજરામરપણું પ્રાપ્ત કરે છે એમાં જરા પણ શક જેવું નથી. એ પરમાત્ર એટલું બધું સારું ઔષધ છે કે તેના કરતાં વધારે સુંદર ઔષધ આ દુનિયામાં બીજું કઈ હોય એમ હું માનતો નથી. આ પ્રમાણે હોવાથી આ બાપડાને આ ઔષધવડે ઉપચાર કરીને તેને સમ્યગ રીતે વ્યાધિથી છોડાવું.” આ પ્રમાણે ધર્મબોધકરે પિતાના મનમાં વિચાર કર્યો.”
ધર્માચાર્ય પણ આ જીવના સંબંધમાં એવીજ રીતે વિચાર કરે છે
૧ આને સંબંધ અગાઉના પૃષ્ઠ ૨૫. સાથે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧
તેની યોજના આ પ્રમાણે કરવીઃ આ જીવની અરોગને ત્યાર સુધીની સર્વ પ્રવૃત્તિઓ જોઈને ધર્માચાર્યના ઉપાય. મનમાં જ્યારે નિર્ણય થાય છે કે આ જીવ ભવ્ય છે,
માત્ર આકરાં કમથી હેરાન થયેલો હોવાને લીધે તેનું મન વ્યાકુળ રહે છે અને તેથી તે ખરા રસ્તાને ચૂકી ગયેલ છે, ત્યારે તેઓનો એવો અભિપ્રાય થાય છે કે આ બાપડાનો રોગરૂપ કર્મસમૂહથી કેવી રીતે છુટકારે થાય? આ બાબતનું તાત્પર્ય શોધતાં શોધતાં અને લંબાણ વિચાર કરતાં કરતાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણ ઔષધે આ પ્રાણીને રોગથી મૂકાવવાના ઉપાય છે અને એ સિવાય બીજે કોઈ ઉપાય ધ્યાનમાં આવતો નથી કે જેથી એ કર્મોગની પીડાથી મુક્તિ પામે એ પ્રમાણે તેઓશ્રીને જણાય છે. અહીં જ્ઞાન તે અંજન સમજવું. એ સર્વ વસ્તુઓને સ્પષ્ટપણે
બતાવતું હોવાથી તેનું નામ વિમળલોક કહેવાય છે. અંજનની આંખની અંદર થતા વ્યાધિઓના સમૂહરૂપ અજ્ઞાનનો યોજના. નાશ જ્ઞાન જ કરે છે, તેમજ થઈ ગયેલા, થનારા અને
થતા સર્વ સ્વભાવને પ્રગટ કરનાર વિવેચક્ષુને તે સંપાદન કરી આપે છે. દર્શન તે તીર્થજળ સમજવું. જીવ અજીવ વિગેરે પદાર્થોમાં
શ્રદ્ધા ઉત્પન્ન કરવાનું તે હેતુભૂત હોવાથી તેનું નામ તીર્થજળ તત્ત્વપ્રીતિકર આપવામાં આવ્યું છે. આ દર્શનને ની યોજના. જ્યારે ઉદય થાય છે ત્યારે સર્વ કર્મોની સ્થિતિ
ઓછી થઈ એક કડાકડિ સાગરોપમમાં પણ કાંઈ ઓછી બાકી રહે છે અને તે વખતે દર્શન (દેખવું-તત્ત્વશ્રદ્ધાન) પ્રાપ્ત થઈને એ કર્મસ્થિતિમાં ધીમે ધીમે ઘટાડો કરતું જાય છે. કર્મોને અહીં રોગનું રૂપક આપ્યું છે તેથી સર્વ રોગોને ઘટાડવાનું એ દર્શન કારણ થઈ પડે છે. વળી દષ્ટિને નિમૅળ કરનાર જ્ઞાનમાં પણ યથાવસ્થિત અર્થે ગ્રહણ કરવાની ચતુરાઈ આ દર્શન પ્રગટ કરે છે એટલે જ્ઞાનથી ઘણું હકીકત જણાય છે, પછી ગ્ય હકીકતને જાણ વાનું અને અગ્યને રદ કરવાનું કાર્ય દર્શન કરે છે. આ ઉપરાંત મહા ઉન્માદ તુલ્ય મિથ્યાત્વનો એ દર્શન નાશ કરે છે એટલે અજ્ઞાનદશાનો દર્શનપ્રાપ્તિથી છેડે આવે છે અને સન્માર્ગ તરફ આદર થાય છે.
૧ અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થાય તો મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવ. ૨ આયુષ્ય સિવાય બાકીનાં સાતે કર્મની. ૩ જુઓ નેટ પૃષ્ઠ. ૮૨.
Page #172
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ], ઔષધે કૃપાપૂર્વક ઉપગ.
૧૩૧ ચારિત્ર તે પરમાત્ર સમજવું. સારાં અનુષ્ઠાન, ધર્મ, સામાયિક,
વ્રત વિગેરે એના સમાનઅર્થવાચી પર્યાય છે. ભોજનની મોક્ષ પ્રાપ્ત કરવાનું તે પ્રબળ કારણ હોવાથી અને યોજના. મોક્ષપ્રાપ્તિમાં પ્રાણીનું વધારેમાં વધારે કલ્યાણ રહેલું
હોવાથી તેનું નામ મહાકલ્યાણક કહેવાય છે. રાગ વિગેરે મહા આકરા વ્યાધિઓને એ પરમાન્ન મૂળથી નાશ કરે છે. એ પરમાત્ત (ક્ષીરજન) વર્ણ, પુષ્ટિ, ધ્રુતિ (ધીરજ ), બળ, મનની પ્રસન્નતા, શક્તિ, યુવાવસ્થાનું ચાલુ રહેવાપણું અને પરાક્રમ-એના જેવા આત્માના ગુણોને પ્રગટ કરે છે. પ્રાણીમાં એ પ્રમાણે વર્તતું સચારિત્ર ધૈર્યનું ઉત્પત્તિસ્થાન, ઉદારતાનું કારણ, ગંભીરતાની ખાણ, પ્રશમ ભાવનું શરીર, વૈરાગ્યનું સ્વરૂપ, આંતર વીર્યની ફુરણાનું મોટું કારણ, કંકાસ રહિત સ્થિતિનું આશ્રમ, ચિત્તની શાંતિનું મુખ્યસ્થાન અને દયા વિગેરે ગુણોનું ઉત્પત્તિસ્થાન છે. વળી તે પરમાત્ર (ચારિત્ર) અનંત જ્ઞાન દર્શન નીચે અને આનંદથી પરિપૂર્ણ, અક્ષય, અવ્યય અને અવ્યાબાધ સ્થાનને આ પ્રાણી માટે મેળવી આપે છે, અને તેથી આ પ્રાણુને માટે અજરામરપણું પણ તેજ ઉત્પન્ન કરે છે, તેટલા માટે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પ્રયોગ આ બિચારા કર્મરેગથી હણાયેલા પ્રાણુ ઉપર કરી તેને રોગમુક્ત કરું. આ પ્રમાણે સદ્ધર્મગુરુ પિતાના મનમાં આ પ્રાણી માટે વિચાર કરે છે.
આંજણને અદ્ભુત પ્રયોગ, ત્યારપછી પિલા નિપુણકના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે પછી તે મંત્રીશ્વરે શલાકા (સળી) આણીને અંજન ઉપર મૂકી, તેમાં જરા અંજન લીધું અને પેલે દ્રમક તો માથું ધૂણુવતો રહ્યો છતાં રાવરીથી તેની આંખમાં તે આંજી દીધું. તે અંજન અત્યંત આનંદને ઉત્પન્ન કરે તેવું હોવાથી, બહુ ઠંડું હોવાથી અને ન સમજી શકાય તેવા અનેક ગુણવાળું હોવાથી પેલા ભિખારીને જેવું તે આંક્યું કે તેની ચેતના-સમજશક્તિ ચાલી ગઈ હતી અને તેથી તે જડભરત જેવો થઈ ગયો હતો તે ચેતના પાછી આવવા માંડી. પરિણામ એ થયું કે થોડી વારમાં તેણે આંખ ઉઘાડી, તેના વ્યાધિઓ જાણે નાશ પામી ગયા હોય તેવા થઈ ગયા અને તેના મનમાં પણ જરા આનંદ થયો. તેને પોતાને પણ એમ થવા માંડ્યું કે આ તે શું થઈ ગયું?” આ પ્રમાણે જે વાર્તા કરી હતી તે આ પ્રાણુના સંબંધમાં આવી રીતે
૧ જુઓ અગાઉ પૃષ્ઠ ૨૫ મું.
Page #173
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
ચેાજવી: પહેલાં તા આ જીવ ભદ્રભાવ ધારણ કરે છે, જિનેંદ્ર ભગવાનના ધર્મમાં રૂચિ બતાવે છે, અર્હત્ પરમાત્માની પ્રતિમાની પૂજા કરે છે, સાધુલાકની સેવા કરે છે, ધર્મનું વસ્તુસ્વરૂપ જાણવાની જિજ્ઞાસા બતાવે છે, દાન શીલ તપ ભાવમાં પ્રવૃત્તિ કરે છે, અને ધર્મગુરુના દિલમાં પોતાને માટે પાત્રબુદ્ધિ ઉત્પન્ન કરે છે; પરંતુ ત્યારપછી અશુભ કર્મના ઉદયથી વિસ્તારવાળી ધર્મદેશના સાંભળવાના પ્રસંગને અથવા બીજા કોઇ નિમિત્તને પામીને ઉપર જણાવેલાં સુંદર પરિણામેથી ભ્રષ્ટ થાય છે એટલે તે દેવમંદિરે જતા નથી, સાધુના ઉપાશ્રયમાં પ્રવેશ પણ કરતા નથી, સાધુઓને જુએ તેપણ તેઓને વંદના સરખી પણ કરતા નથી, સ્વધર્મી અંધુઓને આમંત્રણ પણ કરતા નથી, પેાતાને ઘરે દાન આપવાની પ્રવૃત્તિ હાય છે તે પણ બંધ કરી દે છે, ધર્મગુરુને દૂરથી દેખીને નાસવા લાગે છે, તેઓની પુંઠે તેઓની નિંદા કરે છે-આવી રીતે આ પ્રાણીની વિવેકરૂપ ચેતના નાશ પામી ગયેલી જોઇ ગુરુ મહારાજ પોતાની બુદ્ધિશલાકામાં આ પ્રાણીને પ્રતિòાધ કરવાના ઉપાયરૂપ અંજન લે છે ( એટલે પેાતાની બુદ્ધિવડે તેને પ્રતિબાધ કરવાના ઉપાય ચિંતવે છે) અને તે માટે જાદી જુદી તકે હાથ ધરે છે. કોઇ વખત ગુરુ મહારાજ બહાર ગયા હાય અને ત્યાં માર્ગમાં આ પ્રાણી સાથે મેળાપ થઇ જાય તે તે તેની સાથે પ્રિય ભાષણ કરે છે, તેની ઉપર પેાતાની હિતબુદ્ધિ છે એમ બતાવે છે, પેાતાનેા સરળ ભાવ તેની પાસે વ્યક્ત કરે છે, પાતે તેને કોઇ પણ પ્રકારે ઢગવાના ઇરાદા રાખતા નથી એવી ખાતરી આપે છે અને અમુક વ્યક્તિને ( પેાતાને ) અંગે તેનામાં કાંઇક સાર ભાવ ઉત્પન્ન થયા છે એમ જોઇને તેઓ કહે છે કે “ ભાઇ ! સાધુ મહારાજના ઉપાશ્રયે તું કેમ આવતા નથી ? તારા આત્માનું કલ્યાણુ કેમ કરતા નથી? આ મનુષ્યનેા ભવ કેમ તદ્દન નકામા કરી નાખે છે? શુભ અને અશુભના તફાવતને તું કેમ જાણતા નથી ? તું પશુભાવના કેમ અનુભવ કરે છે ? અમે તને વારંવાર જણાવીએ છીએ કે આ ( ઉપદેશ ) તારૂં ખરેખરૂં હિત કરનારો છે એ વાત પર તારે વિચાર કરવા તૈઇએ. ’ આ સર્વ હકીકત સળી ( શલાકા ) ઉપર અંજન સ્થાપન કરવા તુલ્ય સમજવી. અહીં ઉપદેશરૂપ કારણમાં સમ્યગ્
૧૩૨
અનધિકારીને ઉપદેશ.
૧ વધારે પડતી ધર્મદેરાના સાંભળે એટલે તેનાં પરિણામ ભગ્ન થઇ જાય છે. અધિકાર વગર આપેલા ઉપદેશનું આવું પરિણામ આવવું સંભવિત છે. ખાળને બાળ યેાગ્ય દેરાના અપાય, વધારે પડતી આપે તેા ઉલટું તેને વિપરીત પડે છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] સંસારીનાં બહાનાં ગુરૂની ચાલુ સમજાવટ. ૧૩૩ જ્ઞાનરૂપ કાર્યને ઉપચાર કર્યો છે એમ સમજવું. એને આશય એમ સમજવો કે વાસ્તવિક રીતે તો સમ્યધ-જ્ઞાન એ આ પ્રાણુને પથ્ય છે તેને બદલે તે જ્ઞાનને પ્રગટ કરવાનું કારણુ ગુરુ મહારાજને ઉપદેશ છે તેમાં અહીં પથ્યપણને ઉપચાર કરવામાં આવ્યો છે. ગુરુ મહારાજનાં આવાં વચન સાંભળીને આ પ્રાણુ આઠ ઉત્તર
આપવાની સંકળના કરીને બોલ્યો “મહારાજ ! મને વિચિત્ર બિલકુલ ફુરસદ મળતી નથી (૧); ભગવાનની સમીપે ઉત્તર. આવવામાં મારું કાંઈ વળતું નથી એટલે મને કઈ
પ્રકારનો લાભ થતો નથી (૨); કામ ધંધા વગરના પ્રાણીઓ ધર્મની ચિંતા કરે છે એટલે નવરા હોય તેને એક જાતનું એ કામ મળે છે (૩); મારા જેવા જો આમ જ્યાં ત્યાં રખડ્યા કરે તો બાઈડી છોકરાં ભૂખ્યાં મરે (૪); મારે ઘરનાં ઘણું કામ છે તે બધાં કર્યા વગરનાં રહી જાય (૫); વેપાર બંધ કરવો પડે (૬); રાજસેવા થઈ શકે નહિ (૭); ખેતીવાડીનું કામ ચઢી જાય એટલે કરવું બાકીમાં રહે (૮).” આ હકીકતને પેલે દ્રમક માથું ધુણુવ્યા કરતો હતો તેની સાથે સરખાવવી. તે નિપુણ્યકનાં આવાં વચન સાંભળી કરૂણું હૃદયવાળા ગુરુ મહારાજ પોતાના મનમાં વિચાર કરે છે કે આ બાપડા પ્રાણીએ શુભ કર્મ-પુણ્ય વિશેષ કરેલ નહિ હોવાથી તે જરૂર દુર્ગતિમાં ચાલ્યો જશે, માટે મારે કોઈ પણ રીતે ઉપેક્ષા કરીને તેના તરફ બેદરકારી બતાવવી ન જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને પછી ગુરુ મહારાજ તેને કહે છે “ભાઈ ! તું કહે છે તેમજ હશે એટલે તને ધર્મ કરવાનો અવકાશ નહિ મળતો હોય એ વિગેરે તે ઉપર વાત કહી તે પ્રમાણેજ હશે તો પણ મારી ખાતર-મારા આગ્રહથી હું કહું તેટલું તું કબૂલ રાખ. તારે રાત અને દિવસમાં થઈને એક વખત ઉપાશ્રયે આવીને
સાધુનાં દર્શન કરી જવાં. માત્ર વીશ કલાકમાં વ્યવહારથી તારી સગવડે તને અનુકૂળ આવે તે વખતે એક ધર્મસેવન. વખત સાધુ પાસે આવી જઈ ચાલ્યા જવું એ નિ
ર્ણય કર અને એ માટે તું અભિગ્રહ લે. એ ઉપરાંત વિશેષ નિયમ કાંઈ પણ લેવાનું હું તને કહેતો નથી” તે વખતે આવી ભરાણું તેનો ઉપાય શું? એટલે માર્ગમાં મહારાજ મળી ગયા એટલે તેમની કહેલી આટલી સામાન્ય વાત ન કરીએ તો ઠીક ન લાગે તેથી મને ન હોવા છતાં પણ ગુરુ મહારાજના અનુરોધથી જીવે એટલો નિયમ ગ્રહણ કર્યો. ગુરુ મહારાજનું આ એક વચન અંગીકાર કર્યું તે દ્રમકની આંખમાં અંજન પડવા તુલ્ય સમજવું. ત્યારપછી પેલે દ્રમક દરરોજ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
ઉપાશ્રયે જવા લાગ્યા. દરરોજ સાધુ મહારાજના સંબંધમાં આવવાથી, તેમનાં સ્વાભાવિક શુભ અનુષ્ઠાને દેખવાથી, તેના નિઃસ્પૃહતા વિગેરે ગુણા તેના જોવામાં આવવાથી અને તેનાં પાપપરમાણુઓનેા નાશ થતા જતા હેાવાથી તેને જે વિવેકકળાની પ્રાપ્તિ થઇ તે તેની નાશ પામેલી ચેતના તેને ફરીવાર પ્રાપ્ત થઇ એમ પૂર્વે કહ્યું છે તેની ખરાખર સમજવું; વારંવાર તેને ધર્મ પદાર્થને જાણવાની ઇચ્છા થયા કરે છે તે આંખા ઉઘાડવા મીંચવાના બનાવ તુલ્ય સમજવું; અને દરેક ક્ષણે તેની અજ્ઞતાના નાશ થતે જતા હતા તે તેની આંખની પીડાના ઉપશમરૂપ સમજવું. એટલે જેમ તેના આંખના રોગો ઓછા થતા હતા તેમ તેની અજ્ઞતા દૂર થતી હતી. આવી રીતે બેધ થવાથી મનમાં જે જરા જરા સંતાષ થતા હતા તે તેને વિસ્મયઆશ્ચર્ય થવા તુલ્ય સમજવું.
ત્યારપછી આગળ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે “આટલા લાભ જણાયા છતાં પણ પેાતાના ભિખના ડીકરાને જાળવી રાખવાને તેને વિચારપૂર્વકાળના લાંબા અભ્યાસને લઇને હજી જતેા નથી, હજી તેને સંરક્ષણ કરવાના વિચાર વારંવાર થયા કરે છે. આ એકાંત સ્થાન છે તેથી પેાતાનું ભિક્ષાપાત્ર કોઇ ઉપાડી જશે એવા હજુ પણ વારંવાર તેને વિચાર આવ્યા કરે છે અને નાસી જવા સારૂ લાગ શોધવા માટે ચારે તરફ તે નજર નાખ્યા કરે છે.” આ પ્રાણીના સંબંધમાં પણ તેવીજ હકીકત અને છે તે આ પ્રમાણે સમજવી: જ્યાંસુધી આ પ્રાણીપ્રશમ, સંવેગ, નિવૈદ, આસ્તિક્ય અને અનુકંપાના લક્ષણથી યુક્ત અધિગમ સમકિત પ્રાપ્ત કરતા નથી ત્યાંસુધી સામાન્ય ઉપર ઉપરના બાધ થયા છતાં પ્રાણીમાં વિવેકની અલ્પતા હાવાને લીધે તેને ધન વિષય સ્રી વિગેરેમાં પરમાર્થબુદ્ધિ ઓછી થતી નથી એટલે ધન વિષય સ્ત્રી જે વસ્તુતઃ ખરાબ ભાજન જેવાં છે તે પેાતાનું મહુ સારૂં કરનારાં છે એમ જે પ્રાણીમાં બુદ્ધિ હાય છે તે વિવેક વગર દૂર થતી નથી. આવી તુચ્છ વિચારણાવાળા પ્રાણી અતિ
ઠીકરા ઉપરને પ્રેમ.
૧ બનાવટ વગરનાં, સાચા અંતરનાં, કૃત્રિમ નહિ.
૨ સમકિતનાં આ પાંચ લિંગ છે. પ્રશમ=શાંતિ. સંવેગવૈરાગ્ય. નિર્વેદ=સંસાર પર કંટાળે. આસ્તિકચ-આસ્થા અને અનુકંપા=યા.
૩ અન્યના ઉપદેશથી સમ્યક્ત્વદર્શન થાય તેને અધિગમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પીઢબંધ ] પરિચય, અવજ્ઞા અને સ્થીરીકરણ પ્રયાસ.
૧૩૫
વિશાળ હૃદયવાળા નિઃસ્પૃહી મુનિ મહાત્માઓને પેાતાના અધમ મનને અનુસારે પેાતાની જેવા ધારે છે અને તેઓની પાસે વધારે વખત રહેવાથી મારી પાસે તેઓ કોઇ વસ્તુ માગશે એવી વારંવાર શંકા લાવ્યા કરે છે. આવા હેતુથી એવા મહાત્મા પુરુષોને વધારે પરિચય કરતા નથી અને તેની પાસે વધારે વખત આ પ્રાણી રોકાતા પણ નથી.
જળને અદ્દભુત પ્રભાવ.
વળી પૂર્વે કહેવામાં આવ્યું છે કે “મકને અંજન આંજવાથી કાંઇક ચેતના પ્રાપ્ત થઇ છે એમ જોઇને ધર્મબેાધકર મંત્રી હવે મીઠાં વચનેાથી તેની સાથે વાત કરવા લાગ્યા. તેણે વાત શરૂ કરતાં કહ્યું ભાઇ ! તારાં સર્વ તાાને શમાવી દેનાર આ પાણી જરા પી. આ પાણી પીવાથી તારા આખા શરીરમાં સમ્યગ પ્રકારની સ્વસ્થતા થઇ જશે.' ધર્મબાધકર મંત્રી તેને આ પ્રમાણે પ્રેરણા કરે છે ત્યારે પેલા ભિખારી પેાતાના મનમાં શંકા હોવાથી વિચાર કરે છે કે એ પાણી પીવાથી શું થશે તેની કાંઇ ખબર પડતી નથી-એવા એવા વિચાર કરીને તે પાણી પીવાની ઇચ્છા કરતા નથી. ધર્મબેાધકર મંત્રીશ્વરે આવી તેની સ્થિતિ જોઇ ત્યારે તેને તેની ઉપર વધારે દયા આવી અને દયાને લઇને તે ભિક્ષુકનું એકાંત હિત કરવાની બુદ્ધિથી તેની મરજી નહાતી તાપણ તેનું માટું વ્હેરથી ઉઘાડીને તેમાં પાણી રેડી દીધું. તે પાણી (જળ) તદ્દન ઠંડું હતું, અમૃતના જેવું સ્વાદિષ્ટ હતું, ચિત્તને આહ્લાદ ઉત્પન્ન કરે તેવું હતું અને સર્વ સંતાપ દૂર કરે તેવું હતું. તેને પીવાથી તે તદ્દન સ્વસ્થ જેવા થઇ ગયા, તેને જે ઉન્માદ હતા તે લગભગ નહિ જેવા થઇ ગયા, તેના વ્યાધિએ નરમ પડી ગયા અને તેના શરીરમાં દાહની પીડા થતી હતી તે સર્વ શમી ગઇ તેમજ તેની સર્વ ઇંદ્રિયા પ્રસન્ન થઇ. આવી રીતે તેના અંતરાત્મા સ્વસ્થ થવાથી કાંઇક વિમળ ચેતનાવાળેા થઈને તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા.” આ પ્રાણીના સંબંધમાં સર્વ એજ પ્રમાણે ઘણું ખરું અને છે. તેની યોજના આ પ્રમાણે સમજવી.
કોઇ વખતે જરા વખત મેળવીને આ ભાઇસાહેબ સાધુ મહાહારાજને ઉપાશ્રયે આવે છે તે વખતે સાધુ મહારાજના સંબંધથી તેને ઉપર ઉપરનું કેટલુંક જ્ઞાન ( દ્રવ્યશ્રુત ) થાય છે અને તેવા દ્રવ્યશ્રુતને લઇને કાંઇક સહજ વિવેકબુદ્ધિ પણ પ્રગટ થાય છે, તે પણ
સમ્યગ્દર્શનપ્રાસિની મુશ્કેલી.
Page #177
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ૧ તેનામાં વિશિષ્ટ શ્રદ્ધા હોતી નથી અને ધન વિષય સ્ત્રીને તે પરમાર્થબુદ્ધિથી ગ્રહણ કરતા હોય છે અને તેનામાં અત્યંત આસક્ત બુદ્ધિ રાખતા હોય છે; વળી તેના ઉપરની પિતાની અત્યંત મૂચ્છ (વિચાર વગરના પ્રેમીને લીધે મહાત્મા સાધુઓ પણ તેને જ શોધતા હશે એવી આશંકા મનમાં તે રાખતો હોય છે અને તેથી કરીને ધર્મની કથા વાર્તા ચર્ચા ચાલતી હોય તેને ઈરાદાપૂર્વક ત્યાગ કરતો હોય છેઆવી સ્થિતિમાં આચાર્ય મહારાજ આ જીવને મળે છે. તે વખતે ગુરુ મહારાજ પોતે અત્યંત દયાળુ હોવાથી આ પ્રાણીને વધારે ગુણેનું ભાજન કરવા તેમને વિચાર થાય છે. આવા સંયોગોમાં જ્યારે કઈ વખત તે ગુરુ મહારાજ પાસે આવી ચઢે છે ત્યારે તેના સાંભળતાં બીજા પ્રાણીને ઉદ્દેશીને સમ્યગદર્શનમાં કેટલા ગુણે છે તેનું ગુરુ વર્ણન કરે છે, સાથે જણાવે છે કે એને પ્રાપ્ત કરવું તે બહુ મુશ્કેલ છે અને કહે છે કે જે પ્રાણીઓ એને (સમગદર્શનને) આદરે છે તે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વળી વિશેષમાં જણાવે છે કે પરલેકમાં ઉપર જણાવ્યું તેવું સુંદર ફળ થવા ઉપરાંત આ ભવમાં પણ તેનાથી મનની અપૂર્વ શાંતિ થાય છે. આ પ્રાણીને ચેતના આવ્યા પછી ગુરુ મહારાજ તેને પાણીને ઉપયોગ કરવાનું આમંત્રણ કરે છે તેની બરાબર આ હકીકત સમજવી. ગુરુ મહારાજનાં આવાં વચન સાંભળીને આ પ્રાણુનું મન વધારે
હીંડોળે ચઢે છે અને તેથી તે વિચાર કરે છે કે “આ ઉપદેશકને સાધુ મહારાજ સમ્યગદર્શનનાં બહુ વખાણ કરે છે, અનાદર. પણ જેવું હું તે સમ્યગદર્શન અંગીકાર કરીશ કે
તેઓ જાણું જશે કે હું તેઓને વશ પડેલો છું અને પિતાને કબજે થયેલે મને જાણી જરૂર તેઓ મારી પાસે પૈસાની, અન્નની અને બીજી ભારી વસ્તુઓની માગણી કરશે. ત્યારે મારે તે આવી આત્મવંચના (છેતરપીંડી)નું શું કામ છે? આમાં તેઓનો ઊંડે આશય શું છે અને મારી પાસે તેઓ શેનો શેને કેટલો ત્યાગ કરાવશે તેની પણ કાંઈ ખબર પડતી નથી.” આવો વિચાર કરીને ગુરુ મહારાજ બોલ્યા તે સાંભળ્યું ન સાંભળ્યું કરીને તેમણે કહેલી વાતમાંથી કાંઈ પણ અંગીકાર કરતા નથી. આ નિપુણ્યકના સંબંધમાં તેને પાણી પીવાની નિમંત્રણ કર્યા છતાં પણ તે પીવાની તેને ઈચ્છા થતી નથી તેની બરાબર સમજવું.
આ પ્રમાણે હકીકત જોઈને ગુરુ મહારાજ આ પ્રાણુને બંધ કર
Page #178
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] અર્થ પુરુષાર્થ-આક્ષેપ.
૧૩૭ વાનો શો ઉપાય કરે તેને વિચાર કરે છે. એ બાબમાર્ગદેશના તમાં અનેક પ્રકારની વિચારણા કરતાં તેઓ ત્યારઅર્થપુરુષાર્થ. પછી આ પ્રમાણે કરે છે કે ઈ વખતે આ પ્રાણું
સાધુના ઉપાશ્રયે આવવાનો છે એમ જાણીને અન્ય પ્રાણીઓને ઉદ્દેશીને તેના આવવા પહેલાં ગુરુ મહારાજ માર્ગ દેશના આપવાની શરૂઆત કરી દે છેઃ “હે ભવ્ય પ્રાણીઓ ! તમે સર્વ પ્રકા
રના વિક્ષેપ તજી દઈને હું જે હકીક્ત તમને કહું છું તે બરાબર “સાંભળે. આ સંસારમાં ચાર પકારના પુરુષાર્થ હોય છે. ધર્મ, અર્થ,
કામ અને મોક્ષ કેટલાક પ્રાણીઓ આ ચાર પુરુષાર્થમાંથી અર્થને “પ્રધાન (મુખ્ય) પુરુષાર્થ ગણે છે. આટલી પ્રસ્તાવના થઈ રહે છે તે વખતે આ પ્રાણું આવી પહોંચે છે. પછી તેના સાંભળતાં ગુરુ મહારાજ વ્યાખ્યાન આગળ ચલાવે છે. “પૈસાના ભંડારથી શોભતા પુરુષનું શરીર “ઘડપણથી જીર્ણ થઈ ગયેલું હોય તો પણ પચીસ વર્ષની વયવાળા “જુવાન પુરુષ જેવો તે ગણાય છે; અત્યંત બીકણ હોય તે પણ જાણે મોટી મોટી લડાઇઓમાં તેણે સાહસ કરી બતાવ્યું હોય અને જાણે તે
અતુલ્ય બળ પરાક્રમવાળે હોય એવાં તેનાં ગીતડાં ગવાય છે; પૂરા “ક ખ ગ ઘ પણ ન આવડતા હોય અને પાટી ઉપર જરા ધૂળ પણ ન નાખી હોય છતાં જાણે ભાઈ સાહેબ સર્વ શાસ્ત્રોનું અવગાહન કરી શકે તેવા અને ભણી ચૂકેલા (પારંગત થયેલા) હોય એવી તીવ્ર બુદ્ધિવાળા છે એ પ્રમાણે ભાટ લેકે તેની સ્તુતિ કરે છે; પિતે એટલે કદરૂપ અને બેડોળ હોય કે કેઈને તેની સામે જેવું પણ ગમતું ન હોય તેપણ ખુશામત કરનારા તેના સેવકે તે રૂપમાં કામદેવને પણ હરાવી “નાખે તે છે એ પ્રમાણે તેની સ્તુતિ કરે છે, તેનામાં પ્રભાવ (રેફ)
ની એક જરા ગંધ સરખી પણ ન હોય તોપણ સર્વ વસ્તુઓ સાધવામાં તેનો પ્રભાવ સમથે હોય એમ તેના ધનના લાલચુ લેકે જણાવે છે; નીચ અધમ પાણી ભરનારીને દીકરે હોય છતાં જાણે તે કઈ “પ્રખ્યાત મોટા વંશમાં ઉત્પન્ન થયો હોય એમ તેના ધનની ઇચ્છા કર“નારાએ તેને કહે છે; સાત પેઢી સુધીમાં કઈ જાતનું સગપણ ન હોય તે પણ જાણે તે પિતાને સગો ભાઈ હોય એવી રીતે સર્વ લેકે તેની સાથે સંબંધ રાખે છે-આ સર્વ ભગવાન અર્થ-ધન-દેવની લીલા છે. વળી પુરુષત્વ સર્વ પ્રાણુઓનું એક સરખું હોવા છતાં અને આંખ “કાન નાક હાથ પગ એક સરખાં અને સરખી સંખ્યાવાળાં છતાં લે
૧ ધર્મોપદેશ. ૨ ઉદ્યોગથી પ્રાપ્ત કરવાનાં સાધ્ય. મનુષ્યયન,
૧૮
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૧
“કામાં કેટલાક પ્રાણીએ ( દાન ) આપનાર હેાય છે અને કેટલાક યાચક “હાય છે; કેટલાક રાજા હોય છે અને કેટલાક પાળા હોય છે; કેટલાક “ ઊંચા પ્રકારના ઈંદ્રિયના સુંદર વિષયા ભેાગવવાને ચેાગ્ય હોય છે અને “ કેટલાક દુ:ખે કરીને પૂરી શકાય તેવું પેટ ભરવાને પણ અસમર્થ હોય “ છે; કેટલાક અન્યને પેાષનારા હોય છે અને કેટલાક ખીજાવડે પેાષાય “ છે. આવા આવા અનેક તફાવતા જે દુનિયામાં જણાય છે તે ધનઅર્થના સદ્ભાવ અને અસદ્ભાવથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હાવાથી અર્થ મુખ્ય પુરુષાર્થ છે. એને લઇને કહેવામાં આવે છે કે, अर्थाख्यः पुरुषार्थोऽयं, प्रधानः प्रतिभासते । arraft लघु लोके, धिगर्थरहितं नरम् ॥
'
“ અર્થ નામના પુરુષાર્થ સર્વથી મુખ્ય લાગે છે, તેથી ઘાસના તરણાથી પણ હલકા જેવા ધન વગરના મનુષ્યને આ લાકમાં ધિક્કાર છે.” આચાર્ય મહારાજે આ પ્રમાણે વાત કરી તે સાંભળીને વ્યાખ્યાનની શરૂઆત થઇ ગયા પછી મે આવેલા આ પ્રાણી વિચાર કરે છે કે મહારાજે હાલ તે બહુ સારી વાત કહેવા માંડેલી જણાય છે! એટલેૉ વિચાર કરીને તે બહુ ધ્યાન રાખીને વાત સાંભળવા લાગી જાય છે, સાંભળીને જાણે સમજતેા હોય એમ બતાવે છે અને જાણે પોતે સમજતા હતા એમ બતાવવા માટે પેાતાની ડોક પણ હલાવ્યા કરે છે, આંખા ઉઘાડે ભીચે છે, અને મુખ વિકસ્વર કરે છે અને મુખે ધીમે ધીમે ખેાલતા જાય છે કે અહા ! મહારાજશ્રીએ વાત તે બહુ સારી કરી !’તેનાં અવયવા ઉપર આવી નિશાની જોઇને ગુરુ મહારાજ સમજી જાય છે કે આ પ્રાણીને વાત સાંભળવાનું કુતૂહળ ઉત્પન્ન થયું છે. આટલું અવલેાકન કરી લઇ ગુરુ મહારાજ વ્યાખ્યાન આગળ ચલાવે છે.
અર્થે દ્વારા આક્ષેપ.
વળી કેટલાક પ્રાણીએ કામ (ઇંદ્રિયોગ-વિષયસુખના અનુ“ ભવ )ને પ્રધાન પુરુષાર્થ માને છે. તેઓ વિચાર કરે હું છે કે લલિત લલનાના મુખકમળમાં રહેલ મધુનું “ પાન કરવામાં ચતુર ભમરાના ગુંજારવનું આચરણ “ કરવામાં ન આવે અથવા જ્યાંસુધી નવ ચૌવના “સ્ત્રીના મુખકમળના મધ્યમાં આવેલ અધરોષમાંથી અમૃતનું પાન
કામ પુરુષાર્થ પર વિવેચન,
૧ પગે ચાલનાર; રાજસેવક,
૨ હેાવાપણું અને નહિ હેાવાપણું.
Page #180
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] કામ પુરુષાર્થ-આક્ષેપ.
૧૩૯ કરવામાં ન આવે ત્યાં સુધી પુરુષમાં વાસ્તવિક રીતે પુરુષપણું ઘટતું “નથી; કારણ કે પૈસાના સંગ્રહનું, કળામાં કુશળતા પ્રાપ્ત કરવાનું, ધર્મ “પ્રાપ્ત કરવાનું કે આ મનુષ્યજન્મ પામવાનું વાસ્તવિક ફળ તે “કામ”જ છે અને એ સર્વે સુંદર સામગ્રી પ્રાપ્ત થઈ હોય પણ કામનાં સાધન તરીકે તેનો ઉપયોગ ન થાય તે તે સર્વ નકામું છે. જે પ્રા“ણીઓ કામોગની સેવાના કરવામાં તત્પર હોઈ તેને ભેગી હોય છે તેઓને ભેગનાં સાધનભૂત ધન, સ્ત્રી, સુવર્ણ વિગેરે પિતાની મેળે આવીને મળે છે. સંપત્તિ મોનીનાં મોજાઃ (એટલે ભેગીને ભોગ મળી રહે છે) એ વાત બાળ ગોપાળ અને સ્ત્રીઓ પણ જાણે છે. કહ્યું છે કે
स्मितं न लक्षेण वचो न कोटिभिने कोटिलः सविलासमीक्षितम् । अवाप्यतेऽन्यैरयोपगृहनं,
न कोटिकोट्यापि तदस्ति कामीनाम् ॥ * બીજા પુરુષોને લાખ સોનામહોર ખરચવાથી પણ જે મંદ હાસ્ય પ્રાપ્ત થતું નથી, કોડ સોનામહોર ખરચવાથી પણ જે વચન “સાંભળવાનું બની શકતું નથી, લાખ કરોડ સોનામહેર ખરચવાથી પણ “તેની સામે જે કટાક્ષ ફેંકાતું નથી અને કરેડ કરેડ સોનામહોર ખરચ“વાથી પણ નિષ્ફરતાપૂર્વક જે આલિંગન પ્રાપ્ત થતું નથી તે સર્વ કામી “પુરુષોને સહજ પ્રાપ્ત થાય છે. ત્યારે કામ પુરુષને તે કઈ વાતની કમીના છે? તેટલા માટે કામજ પ્રધાન પુરુષાર્થ છે. આથી લેકમાં “કહેવાય છે કેઃ
कामाख्यः पुरुषार्थोऽयं, प्राधान्येनैव गीयते ।
नीरसं काष्ठकल्पं हि, धिक्कामविकलं नरम् ॥ “ “ આ કામ નામનો પુરુષાર્થ જ દુનિયામાં પ્રધાનપણે ગવાય છે, તેથી રસ વગરના અને લાકડા જેવા કામરહિત પુરુષને ધિક્કાર છે. ”
આ કામ પુરુષાર્થની વાત સાંભળીને આ પ્રાણીને હર્ષ તેના હૃદયમાં ન સમાઈ શકવાથી અંદર ઉછળવા લાગે છે, તેથી તે પ્રકટપણે બલવા લાગે છે કે “અહો ! મહારાજ સાહેબે બહુ સારી વાત કરી! ઘણું વખત પછી મહારાજશ્રીએ આજે બહુ સારું વ્યાખ્યાન કરવા માંડ્યું છે, આવું વ્યાખ્યાન આપ સાહેબ દરરેજ આપ્યા કરશો તો જો કે અમારે સંસારનાં કામમાંથી પાણું પીવાની પણ ફુરસદ નથી તેપણું ગમે તેમ કરી વખત કાઢી બરાબર ધ્યાન રાખી આપ સાહેબનું વ્યાખ્યાન સાંભળવા માટે આવવાનો નિર્ણય કરશું.” ગુરુ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉપમિતિ ભવપ્રપંચ ક્યા. [ પ્રસ્તાવ ૧ મહારાજે પોતાના સામર્થ્યથી તે નિપુણ્યકનું મોઢું ઉઘાડ્યું હતું તેની બરાબર આ હકીકત સમજવી. જ્યારે પેલે પ્રાણી ઉપર કહ્યું તે પ્રમાણે બોલતા હોય છે ત્યારે
ગુરુ મહારાજના મનમાં એવો વિચાર થાય છે કે “અહો મોહરાયની અસરઃ મહામહની ચેષ્ટા તો જુઓ ! એ મહામહની અસર ગુરુનું પર્યાલચન. તળે આવી રહેલા પ્રાણુઓ પ્રસંગોપાત્ત કહેલી અર્થ
અને કામની કથાથી રીઝ પામે છે અને ખાસ યત કરી કહેલી ધર્મની કથા સાંભળીને જરા પણ રીઝ પામતા નથી. અર્થે અને કામમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા ક્ષુદ્ર પ્રાણુઓનાં મનમાં કેવા અભિપ્રા વર્તતા હોય છે તેનું અમે અત્રે વર્ણન કરી બતાવ્યું ત્યારે આ બાપડો તો તેમાં જ સુંદરપણાની સ્થાપના કરીને બેસી ગયો છે ! આટલું કરવાથી તે અમે જે કહીએ તે સાંભળવા તત્પર થયો છે તેથી એ રીતે પણ અમે જે પરિશ્રમ કયાં અને જે જેહમત ઉપાડી તે એક રીતે સફળ થઈ છે. આ પ્રાણીને બોધ પ્રાપ્ત કરવાના ઉપાયે કરવા માટે મેં જે બીજ વાવવાની વિચારણું કરી રાખી હતી તે બીજને આજે કાંઈક અંકુર ફુટ્યા છે. આને લઇને હવે એ પ્રાણી રસ્તા ઉપર આવી જશે.” આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરી ગુરુ મહારાજ તેને જવાબ આપતાં બોલ્યા કે “રે ભદ્ર! અમે તે વસ્તુ જેવી હોય તેવા પ્રકારની કહી બતાવીએ છીએ, અમને ખોટું બોલતાં આવડતું નથી.” ગુરુ મહારાજનાં આવાં વચન સાંભળીને તે પ્રાણીને ગુરુ ઉપર વધારે વિશ્વાસ ઉત્પન્ન થયો તેથી તે ફરી વાર બોલ્યો “હે ભગવન્ ! આપ કહો છે તેમજ સર્વ હકીકત છે, એમાં કઈ પ્રકારને શક નથી.” ત્યારે ગુરુ મહારાજ કહે છે “ભદ્ર! જે એમ છે તે કહે, અર્થ અને કામનું માહામ્ય મેં હમણું કહી સંભળાવ્યું તે તારી સમજણમાં આવી ગયું ?” પેલે પ્રાણ જવાબ આપે છે કે “હા, મહારાજ ! બહુ સારી રીતે મારા ધ્યાનમાં અર્થ અને કામની સર્વ હકીકત આવી ગઈ.” ગુરુ મહારાજે કહ્યું “ભાઈ ! અમે ચાર પુરુષાર્થોનું માહાત્મ્ય કહેવાનો આરંભ કર્યો હતો, તેમાંથી અર્થ અને કામ એ બે પુરુષાર્થ સંબંધી હકીકત કહી સંભળાવી. હવે અમે ત્રીજા પુરુષાર્થની વાત કરીએ છીએ તે પણ તારે બરાબર ચિત્ત લગાડીને સાંભળવી” પેલે પ્રાણું જવાબમાં કહે છે “મહારાજ ! મારું બરાબર ધ્યાન છે, આપ વાત આગળ ચલાવો.”
૧ પ્રો. જેકેબી (બેંગાલ રે. એ. સો)વાળા મૂળ ગ્રંથનું પૃ ૧૦૧ અહીંથી શરૂ થાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ધર્મ પુરુષાર્થ-સાધ્ય.
૧૪૧ આ પ્રમાણે વાતચીત થયા પછી ગુરુ મહારાજે વ્યાખ્યાન આગળ
ચલાવ્યું “વળી કેટલાક પ્રાણીઓ ધર્મને જ પ્રધાન ધર્મ પુરુષાર્થ “પુરુષાર્થ માને છે. સર્વ પ્રાણુઓનું જીવિતવ્ય સરખું નું સ્પષ્ટ વર્ણન. “હેવા છતાં કેટલાક પ્રાણીઓ એવા કુળમાં ઉત્પન્ન
થાય છે કે જ્યાં ઘણી પેઢી સુધી પરંપરાગત દ્રવ્ય ચાલ્યુંજ આવતું હોય છે, જે કુળ મનને અનેક પ્રકારના આનંદ ઉપ“જાવવાનાં સ્થાન હોય છે અને જે કુળનું આખો સંસાર સારી રીતે “માન જાળવે છે. વળી કેટલાક એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં “ધનની ગંધને પણ સંબંધ થતું ન હોય, આખી દુનિયાનાં સર્વ દુઃખ “જ્યાં આવીને વસી રહેલાં હોય અને જે કુળની સર્વ પ્રાણુઓ નિંદાજ “કર્યા કરતા હોય–આવો તફાવત શા માટે પડતે હશે? તથા એક
માબાપથી જુદે જુદે વખતે જન્મ પામેલા ભાઈઓ અથવા જોડલાના “(સાથે જન્મેલા) ભાઈઓમાં મોટો તફાવત જોવામાં આવે છે તે “એવી રીતે કે તેમાંનો એક રૂપમાં કામદેવ જેવો હોય છે, શાંતિમાં “મુનિ મહારાજ જેવો હોય છે, બુદ્ધિને વૈભવમાં અભયકુમાર જે થાય છે, ગંભીરતામાં ક્ષીર સમુદ્ર જેવો થાય છે, સ્થિરપણમાં મેરૂ પર્વતના શિખર જેવો થાય છે, શૂરવીરપણુમાં ધનંજયે જેવો થાય છે, “ધનની બાબતમાં કુબેર ભંડારી જેવો થાય છે, દાન દેવામાં કર્ણ જેવો થાય છે, નીરોગીપણુમાં વજ જેવા સખ્ત શરીરવાળે થાય છે, દરરેજ પ્રસન્ન રહેવાની બાબતમાં મોટી ઋદ્ધિવાળા દેવતાઓ જેવો થાય
છે; આવી રીતે સર્વ ગુણ અને કળાના સમૂહથી અલંકૃત થયેલ તે “ભાઈ સર્વ પ્રાણીઓનાં મનને આનંદનું કારણે થાય છે અને આંખોને “ઠંડક આપનાર થાય છે ત્યારે તેજ માબાપને બીજો પુત્ર પિતાના “ભયંકર દર્શનથી સર્વ લેકેને ઉદ્વેગ પમાડે છે, પોતાનું ચિત્ત અત્યંત “દુષ્ટ હોવાથી પોતાનાં માતા પિતાને પણ સંતાપ આપે છે, મૂર્ખશિરેમણિ હોવામાં આખી પૃથ્વીને જીતી લે છે, તુછપણુએ કરીને આકડાના તેમજ શાલ્મલી વૃક્ષના રૂથી પણ વધારે હલકે હોય છે, ૧ કામદેવનું રૂપ સર્વથી સુંદર ગણાય છે.
૨ અભયકુમાર–શ્રેણિક રાજાનો પુત્ર બુદ્ધિમાં બહુ શ્રેષ્ઠ ગણાય છે. તેને ઉત્પાતિકી બુદ્ધિ હતી તેને માટે જુઓ, અભયકુમાર ચરિત્ર.
૩ અર્જુન. પાંચ પાંડવોમાંથી એક ૪ એટલે તેના જેવો આખી પૃથ્વીમાં કોઈ મૂર્ણ હોતો નથી. ૫ આકાડાના રૂને અકેલીયું કહેવામાં આવે છે. ૬ સીમળાનું ઝાડ. તેના રેસા થાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ચપળપણમાં વાંદરાની લીલાને પણ હસાવે છે, બીકણપણુમાં ઉંદરને પણ પાછા પાડે છે, નિર્ધન હોવાને લીધે દરિદ્રીને આકાર ધારણ કરે
છે, કૃપણુપણુમાં 'ઢક વાજિત્ર વગાડનાર અધમ મનુષ્યને પણું ઉલ્લંઘી “ જાય છે, આખા શરીરમાં રોગો ભરેલા હોવાથી અને તેમાંના ઘણું તેના શરીર પર પ્રગટ દેખાતા હોવાથી તે પિકાર કરે અને રાડ પાડતો આખા જગતને પિતાની ઉપર કરૂણું ઉપજાવે છે, તેનું ચિત્ત “દીનપણું, ઉદ્વેગ અને શેકથી ભરપૂર હોવાથી તેને મહા ભયંકર ઘેર નારકી જે સંતાપ થયા કરે છે, અને તે પ્રમાણે એ સર્વ દેષનું સ્થાન હોવાથી લકે એને પાપિષ્ટ અને પ્રદર્શનીય (નહિ જોવા લાયક) કહી તેની વારંવાર નિંદા કરે છે-આવી રીતે એક માબાપના બે પુત્રોમાં પણ આટલો મટે તફાવત પડે છે તેનું કારણ શું હશે? વળી બીજો પણ વિચાર કરવો જોઈએ કે એવા બે પુરુષ કે
જે ઊંચા પ્રકારનાં બળ, બુદ્ધિ, ઉદ્યોગ અને પરાક્રતફાવત અને “મની બાબતમાં જરા પણું તફાવત વગરના હોય નુકશાન. “એટલે જેઓની માનસિક અને શારીરિક શક્તિઓ
સરખી હોય અને ઉદ્યોગમાં પણ એક સરખો પ્રયાસ કરનારા હોય અને ટુંકામાં સર્વ બાબતમાં સરખા દેખાતા હોય, તેઓ પૈસા પેદા કરવાની બાબતમાં પ્રવૃત્તિ કરે ત્યારે તેમને એક ખેતી“વાડીને આરંભ કરે, પશુ પાળવાનું કાર્ય કરે, વેપાર કરવા લાગે, “રાજાની સેવા કરવાનું કામ હાથ પર લે કે બીજું કઈ પણ કામ કરવા “લાગે તે સર્વેમાં ફત્તેહ પામે છે અને ઇચ્છિત મેળવે છે ત્યારે બીજો “તેવાં જ કઈ કર્મો કે વ્યાપારે શરૂ કરે તેમાં સફળ થતો નથી કે “ઇચ્છિત મેળવતો નથી એટલું જ નહિ પણ પોતાના વડીલ તરફથી
તેને જે ડું ઘણું દ્રવ્ય મળેલું હોય છે તે પણ ઉલટ આપત્તિઓ “દ્વારા ગુમાવી બેસે છે. એમ શા માટે થતું હશે? વળી પણ વિચાર કરવો જોઈએ કે બે પુરુષને સ્પર્શ, રસ,
પ્રાણુ, ચક્ષકે કર્ણના ઉચ્ચ પ્રકારના વિષયો એક સાથે વિશેષતાનાં “પ્રાપ્ત થાય છે ત્યારે તેમને એક એ સર્વ વિષકારણની શોધ. “યોને પ્રબળ શક્તિવાળે અને વધારે વધારે પ્રીતિ
“વાળે થઈને વારંવાર ભગવે છે અને બીજાને અકાળે “કપણુતા અથવા કોઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થાય છે તેથી પરિણામ
૧ ઢક્ક નામનું એક વાજિત્ર થાય છે તે અધમ જાતિના ચડાળે વગાડે છે. એ જાતિના લોકો બહુ પણ હોય છે એમ અત્ર બતાવેલી હકીકતથી જણાય છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પીઠબંધ] તફાવતોને ખુલાસ-ધર્મવિશિષ્ટતા.
એ થાય છે કે તેને તે સર્વ ભેગો ભોગવવાની ઈચ્છા હોય તો પણ તે “ભેગવી શકતો નથી-આ પ્રમાણે બનતું ઘણુ વાર જોવામાં આવે છે “તેનું કારણ શું હશે? સંસારી પ્રાણીઓમાં ઉપર જણાવી તેવી અને બીજી અનેક પ્રકારની વિશેષતાઓ (જાદાપણું) વારંવાર જોવામાં આવે છે તેનું ઉપર ઉપરથી જોતાં કોઈ કારણું દેખાતું નથી અને કઈ પણ બાબત કારણ વગર થઈ શકે નહિ. જે એવા પ્રકારના તફાવતો કારણ વગરજ બનતા હોય તો આકાશની પેઠે હમેશાં બન્યા કરવા “જોઇએ અથવા તે તે સસલાનાં શીંગડાંની પેઠે કોઈ દિવસ પણ ન “હોવા જોઈએ. તે તફાવત કાં તો હોવાજ જોઈએ અને કાં તો નજ “હોવા જોઈએ, પણ આ તો બને છે એમ કે એવા તફાવતો કઈ વખત દેખાય છે અને કોઈ વખત બિલકુલ દેખાતા નથી; માટે એ “તફાવતો કારણ વગરના નથી એમ ચોક્કસ જણાય છે અને તેથી સ“હજ અનુમાન થાય છે કે એ તફાવતનું કાંઈ પણ કારણ જરૂર હોવું જોઈએ.”
આટલી હકીકત સાંભળીને પેલા પ્રાણુને આ વાત કાંઈક સમજાણી
હોય તેવી રીતે તે ગુરુ મહારાજને પૂછે છે “હે ભગવન ! ધર્મનું કા. ત્યારે એવા તફાવતો જોવામાં આવે છે તેનું કારણ રણપણું. શું હશે?” ગુરુ મહારાજ તેને પ્રત્યુત્તર આપતાં કહે
છે “ભદ્ર ! સાંભળ. સર્વ પ્રાણીઓને જે સુંદર વિશેષતાઓ પ્રાપ્ત થાય છે એટલે ઉપર જે જાદી જૂદી હકીકત પ્રાણી
ઓની બતાવી અને તેમાં તફાવત રહેતો બતાવ્યો એમ જે અવ“લોકન કરતાં જોવામાં આવે છે તેનું અંતરંગ (૭૫) કારણ ધર્મ
છે. એ મહાત્મા ધર્મ પ્રાણીને સારા કુળમાં ઉત્પન્ન કરે છે, તેજ તેને “સારા ગુણેનું સ્થાન બનાવે છે, એનાં સર્વ અનુષ્ઠાનોને તે સફળ કરે છે, પ્રાપ્ત થયેલા ભેગેને તે વારંવાર ભોગવાવે છે અને બીજા અનેક પ્રકારના શુભ વિશેષોને તે પ્રાપ્ત કરાવે છે અર્થાત્ એ ધર્મના પ્રતા“પથી પ્રાણી એવા સુંદર સંયોગોમાં મૂકાય છે કે એ જે કાર્ય હાથમાં “લે તેમાં તે સફળ થાય છે અને તેને ઇચ્છિત સર્વ વસ્તુઓ પ્રાપ્ત
૧ એટલે આકાશને ઉત્પન્ન થવાનું કાંઈ કારણ નથી તેથી તે સદા દેજ. પછી એ નથી એમ કદિ થતું નથી અને સસલાનાં શીંગડાં થવાનું કારણ નથી તો તે કદિ થતાં જ નથી. તેમાં કદાપિ થઈ જાય છે એવું બની શકતું નથી. તે નિયમ પ્રમાણે એવા તફાવતો કાં તો હમેશાં હોવા જ જોઈએ અથવા કદિ પણ નજ હેવા જોઈએ.
Page #185
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૧૪૪
[ પ્રસ્તાવ ૧
“ થાય છે. એવીજ રીતે આ પ્રાણીઓમાં નહિ પસંદ આવે તેવા તફા“વા વારંવાર જોવામાં આવે છે તેનું કારણ અધર્મ છેઃ એ ખરાબ “ પરિણામ ઉત્પન્ન કરનાર અધર્મ આ પ્રાણીને અધમ કુળમાં ઉત્પન્ન “કરે છે, સર્વ દોષોનું જાણે તે સ્થાન હેાય એવી ખરાબ સ્થિતિ તેને “પ્રાપ્ત કરાવી આપે છે, તે પ્રાણી જે જે ધંધા કે વ્યવસાયેા આદરે “ તે તે સર્વે નિષ્ફળ બનાવી દે છે અને પ્રાપ્ત થયેલા ભાગ ન ભોગવી (c શકાય તેવી નિર્બળતાને ઉત્પન્ન કરે છે. આવા આવા ન પસંદ પડે તેવા “ અનેક તફાવતો આ પ્રાણીમાં તે અધર્મે ઉત્પન્ન કરે છે, તેટલા માટે “ જે ધર્મના પ્રભાવથી આ સર્વ સંપત્તિ પ્રાણીઓને આવી મળે છે “ તેજ પ્રધાન પુરુષાર્થ છે. અર્થ અને કામની પ્રાણી ગમે તેટલી વાંછા
કરે, પરંતુ ધર્મ વગર તે પ્રાપ્ત થતા નથી અને ધર્મ જે પ્રાણીમાં હોય “ છે તે એવી કોઇ પણ વસ્તુની ઇચ્છા કરે કે ન કરે તેાપણુ પાતાની “ મેળે સર્વ સુંદર વસ્તુઓ તેને આવી મળે છે. આ પ્રમાણે હાવાથી “ જે પ્રાણીઓ અર્થ કામ પુરુષાર્થ સાધવાની ઇચ્છા રાખતા હોય તેમણે
cr
પણ ધર્મ પુરુષાર્થ સાધવાની ખાસ જરૂર છે, તેટલા માટે ધર્મ પ્રધાન “ પુરુષાર્થ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદરૂપ “ આત્માની મૂળ અવસ્થા પ્રગટ કરનાર મેાક્ષ નામના ચોથા પુરુષાર્થ “ જો કે છે અને તે સર્વ પ્રકારના ક્લેશસમૂહને કાપી નાખનાર હેાવાથી “ અને સ્વાભાવિક આનંદ પાતે સ્વતંત્રપણે ભાગવી શકે એવી અતિ આહ્લાદજનક સ્થિતિ પ્રાપ્ત કરાવનાર હોવાથી મુખ્ય પુરુષાર્થ તેજ છે, “ પરંતુ ધર્મ પુરુષાર્થનું તે કાર્ય હાવાથી એટલે ધર્મ પુરુષાર્થ સાધવાને પરિણામે મેાક્ષ પુરુષાર્થ પરંપરાએ સાધ્ય થતા હોવાથી જ્યારે એ પુરુષાર્થ સર્વથી મુખ્ય છે એમ કહેવા લાગીએ ત્યારે પણ તેને પ્રાપ્ત કરાવનાર ધર્મજ પ્રધાન પુરુષાર્થ છે એમ અર્થ બતાવાય છે. ભગવાન્ “ તીર્થંકર મહારાજ પણ તેટલા માટે કહી ગયા છે કે
<<
*
CC
*
धनदो धनार्थिनां धर्मः, कामार्थिनां च कामदो । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥
“ ધર્મ ધનની ઇચ્છાવાળાને ધન આપે છે, કામની ઇચ્છાવાળાને
દ
કામ આપે છે, અને પરંપરાએ ધર્મ મોક્ષને પણ અપાવે છે,' તેટલા
૧ મેાક્ષમાં જવા માટે ધર્મની રાશિની પ્રથમ જરૂર પડે છે. જો કે સર્વ કર્મના નારાથી મેક્ષ થાય છે તાપણ શુભ રસ્તે ચઢવા માટે ધર્મની આવશ્યકતા છે. આથી ધર્મ મેાક્ષનું કારણ બને છે અને તેથી મેાક્ષ પુરુષાર્થને પ્રાધાન્ય આપ વામાં આવે તે પણ તેના સંપાદક ધર્મના ઉત્કર્ષમાં વધારા કરનાર છે,
Page #186
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ધર્મ પુરુષાર્થ સંબંધી વિવેચન.
૧૪૫ માટે ધર્મથી કોઈ વધારે માટે પુરુષાર્થ નથી. આ પ્રમાણે હોવાથી તેઓ કહે છેઃ
ધર્મા પુરુષાર્થ, પ્રધાન રુત્તિ જત્તા
पापग्रस्तं पशोस्तुल्यं, धिग् धर्मरहितं नरम् ॥
ધર્મ નામનો આ પુરુષાર્થ છે તે સર્વથી મુખ્ય છે એમ જણાય છે. એવા પાપમાં પચી રહેલ અને ધર્મ વગરના તેમજ જનાવરની જેવા જીવતરવાળાને ધિક્કાર છે.” ગુરુ મહારાજની આવી ધર્મદેશના સાંભળી પેલો પ્રાણી કહે
છે “મહારાજ ! અર્થ અને કામ તો સાક્ષાત્ જેધર્મનાં કારણ, વામાં આવે છે અને આપ સાહેબે હમણું ધર્મનું સ્વભાવ, કાર્ય. વર્ણન કરી બતાવ્યું તે તો અમે કઈ જગાએ હજુ
સુધી જોયો નથી, તેથી આપ સાહેબ તેનું સ્વરૂપ અમને બતાવો.” આ પ્રશ્નના જવાબમાં ધર્માચાર્ય કહે છે “ભદ્ર! “જે પ્રાણીઓ મેહથી અંધ થઈ ગયા હોય છે તેઓ ધર્મને જોઈ શકતા “નથી, પરંતુ જે પ્રાણીઓમાં વિવેક હોય છે તેઓની નજરમાં ધર્મ “પ્રત્યક્ષ દેખાય છે. સામાન્ય રીતે ધર્મનાં ત્રણ સ્વરૂપ આપણે વિચારી જઈએ. કારણ, સ્વભાવ અને કાર્ય, તેમાં સારાં સારાં અનુષ્ઠાનો કરવાં તે ધર્મનું કારણ છે એ તો સર્વના જોવામાં આવે છે. દાખલા તરીકે “સામાયિક, પૌષધ, દેવપૂજા, ગુવંદના વિગેરે. ધર્મનો સ્વભાવ બે “પ્રકારનો છેઃ સાશ્રવ અને અનાશ્રય. સાશ્રવ સ્વભાવ પ્રાણીમાં શુભ “પરમાણુઓના સંગ્રહરૂપ છે અને અનાશ્રવ સ્વભાવ તે પૂર્વે એકઠાં “કરેલાં કર્મપરમાણુઓના નાશરૂપ છે. (આશ્રવ દ્વારા સર્વ કર્મો આવે
છે અને અનાશ્રવ અથવા સંવર દ્વારા તે આવતાં અટકે છે અને “નિર્જરા દ્વારા તેનો નાશ થાય છે. અનાશ્રવમાં સંવરનો અને નિર્જરાનો
સમાવેશ થાય છે.) આ બન્ને પ્રકારના ધર્મનો સ્વભાવ યોગીઓ “તે બરાબર (પ્રત્યક્ષ) જોઈ શકે છે અને અમારા જેવા અનુમાનથી
જોઈ શકે છે. ધર્મનું કાર્ય તો પ્રત્યેક જીવમાં જે તફાવત છે તે સ્પષ્ટ “રીતે દેખાઈ આવતા હોવાથી સર્વને ઉઘાડી રીતે દેખાય છે. આ પ્ર“માણે ધર્મનાં કારણ, સ્વભાવ અને કાર્ય એ ત્રણે તું દેખે છે છતાં તે
ધર્મ જોયો જ નથી એમ શા માટે બેલે છે? આ ધર્મનાં કારણ, સ્વ“ભાવ અને કાર્ય એ ત્રણે બતાવ્યાં તેમાંથી ધર્મનાં કારણ છે તેને ધર્મ શબ્દથી લેકે ઓળખે છે. તેમાં જાણવા જેવું એ છે કે સુંદર અનુછાનરૂપ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી તેને પણ કઈ વખત ધર્મ “કહેવામાં આવે છે. જેમકે આપણે એમ બેલીએ છીએ કે વરસાદ
૧૯
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ચોખા વરસે છે-અહીં વરસાદ તો પાણી જ વરસાવે છે, પણ તે પાણુના પડવાથી કાર્યરૂપે ભાતનો પાક નીપજશે, તે કારણમાં કાર્યને આરેપ કરીને વરસાદ ચખા વરસે છે એમ કહેવામાં આવે છે–તે પ્રમાણે સુંદર અનુષ્ઠાન એ ધર્મનું કારણ છે તેને ધર્મ કહેવામાં આવે છે. “ધર્મને સાશ્રવ સ્વભાવ ઉપર કહેવામાં આવ્યું તે પુણ્યાનુબંધિ પુણ્યરૂપ સમજવો. જે સ્વભાવ ઉદયમાં આવતાં વિપાકકાળે વિશેષ નવીન પુણ્યને બંધ કરાવે તેને પુણ્યાનુબંધિ પુણ્ય કહેવામાં આવે છે, અને જે સ્વભાવ વિપાકકાળે આગળનાં બાંધેલાં શુભ કે અશુભ “કને નાશ કરે છે તેને અનાશ્રવ સ્વભાવ કહેવામાં આવે છે. જેના
પરિભાષામાં આ અનાશ્રવ કર્મસ્વભાવને નિર્જરા કહેવામાં આવે છે. “નિર્જરાનો સામાન્ય અર્થે આત્મપ્રદેશથી કર્મોનું ખરી જવું એવો થાય છે. આ સાશ્રવ અને અનાશ્રવ બન્ને પ્રકારના સ્વભાવને કઈ પણ પ્રકારના ઉપચાર વગર સાક્ષાત્ ધર્મ નામથી ઓળખવામાં આવે છે. પ્રાણીઓમાં આરોગ્ય, સૌભાગ્ય, યશ, કીર્તિ, ધનપ્રાપ્તિ વિગેરેને અંગે જે મોટા તફાવતો દેખાય છે તે કાર્યમાં કારણને આરોપ કરીને લોકે તેને પણ ધર્મ નામથી ઓળખે છે એટલે કે એવા જે તફાવતો દેખાય છે “એટલે કેઈને ધનવાનું અને કોઈને ગરીબ, કેઈને કીર્તિમાનું અને કેાઈને કીર્તિ વગરના વિગેરે વિગેરે અનેક પ્રકારના તફાવત જોવામાં આવે છે તે ધર્મનું કાર્ય-પરિણામ છે, છતાં તે કાર્યમાં કારણને આરેપ કરી તેને પણ લેકે ધમેના નામથી ઓળખે છે. દાખલા તરીકે આપણે લેકને એમ બોલતાં સાંભળીએ છીએ “આ મારું શરીર પૂર્વ કર્મ છે.”
અહીં શરીરરૂપ કાર્યનું કારણ પૂર્વકૃત કર્મ છે, છતાં શરીરરૂપ કાર્યમાં “કારણનો આરોપ કરી તેને જ ધર્મ કહેવામાં આવે છે.” એ વાત સાંસદનુષ્ઠાન આ
ભળીને આ પ્રાણું બોલે છે-“ભગવદ્ ! આપે ધદરવા યોગ્ય.
મેનાં કારણ, સ્વભાવ અને કાર્યો એ ત્રણ વસ્તુઓ " બતાવી તે ત્રણમાં પ્રાણી એ આદરવા ગ્ય શું છે??? ધર્મગુરુ “એ ત્રણમાં સદનુષ્ઠાનરૂપ કારણ જે પ્રથમ કહેવામાં “આવ્યું હતું તે ખાસ આદરવા ગ્ય છે, કારણ કે તે બાકીના બન્નેને “એટલે ધર્મના સ્વભાવને અને કાર્યને મેળવી આપનાર છે.”
પ્રાણી “એ સદનુષ્ઠાન કયાં કયાં છે?” ધર્મગુરુ –“સદનુષ્ઠાનના મુખ્ય બે પ્રકાર છે: સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. આ બન્ને પ્રકારનાં ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.”
પ્રાણી–“આપ સાહેબે પ્રથમ મને એક વખત સમ્યગ્દર્શન સંબંધી કાંઇક ઉપદેશ કર્યો હતો એવું મને યાદ આવે છે, પરંતુ તે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૭
પીઠબંધ] ધર્મ અને સમ્યગ્દર્શન. વખતે એ વાત ઉપર મેં કાંઇ ધ્યાન આપ્યું નહોતું, માટે કૃપા કરીને હવે એ સમ્યગ્ગદર્શનનું સ્વરૂપ શું છે તે મને કહી બતાવો.” આ પ્રમાણે હકીકત સાંભળીને ગુરુ મહારાજ પ્રથમ અવસ્થાને
ઉચિત સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહી બતાવે છે. તેઓ સામાન્ય સમ્ય- કહે છે-“ભદ્ર! જે પરમાત્મા રાગ, દ્વેષ અને મેહ દર્શનસ્વરૂપ. “વિગેરેથી રહિત હોય, જે અનંત જ્ઞાન દર્શન વીર્ય
આનંદસ્વરૂપ હોય, જે આખી દુનિયાના સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા તત્પર હોય, જે સકલ અને નિઃકલરૂપ “હોય એવા અનેક ગુણ યુક્ત પરમાત્મા છે તે જ ખરેખરા દેવ છે એવી “બુદ્ધિથી અંતઃકરણપૂવૅક તેઓની ભક્તિ કરવી (દેવતવ) અને તે રાગ શ્વેષ રહિત ભગવાને બતાવેલા જીવ, અજીવ (જડ), પુણ્ય (સુખને અનુભવ), પાપ (દુ:ખનો અનુભવ), આશ્રવ (કર્મ ગ્રહણ કરવાના માગે), સંવર (કર્મને રોકવાનાં દ્વારે), નિર્જરા (કર્મને ખેરવી નાખવાં), બંધ (કર્મ અને આત્માનું જોડાણ) અને મેક્ષ (સર્વ કર્મથી આત્માને મુક્ત કરવો) એ નવ પદાર્થોને બરાબર સમજવા, કબૂલ કરવા અને તેમાં વિશ્વાસ રાખવો (ધર્મત) અને તે પરમાત્માએ બતાવેલા “જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જે પ્રવૃત્તિ કરે તે જ ખરા સાધુઓ
અને તેજ ગુરુ થવાને અને વંદન કરવાને યોગ્ય છે એવી બુદ્ધિ થવી “( ગુરુતત્ત્વ) એનું નામ સમ્યગ્દર્શન કહેવાય છે. પ્રાણીમાં આ
સમ્યગદર્શન છે કે નહિ તે જાણવા માટે પાંચ લક્ષણ અથવા બાહ્ય “ચિ બતાવવામાં આવ્યાં છે જેને સમકિતનાં પાંચ લિંગ કહેવામાં “આવે છે તે આ પ્રમાણે ૧ પ્રશમ એટલે શાંતિ-ક્રોધનો ત્યાગ ૨ સંવેગ “એટલે મેક્ષ મેળવવા યોગ્ય છે એવા નિર્ણયપૂર્વક તેને પ્રાપ્ત કરવાની અંતઃકરણની અભિલાષા; ૩ નિવૈદ એટલે સાંસારિક સર્વ પદાર્થો ઉપર ખેદ-તે તરફ અરૂચિ, ૪ આસ્તિક્ય એટલે ઉપર જણાવેલા શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મતત્ત્વ ઉપર શ્રદ્ધા અને ૫ અનુકંપા એટલે દીન “દુઃખી પ્રાણુ ઉપર દયા. આવા સમ્યગ્દર્શનને અંગીકાર કરીને પ્રાણું સાત્વિક ગુણેથી પણ અધિક વિનય ગુણવડે યુક્ત થઈને સર્વ પ્રાણુઓ
૧ શરૂઆતમાં બહુ ઊંડી હકીકત બતાવવા જતાં પ્રાણી રહય સમજી શકે નહિ તેથી તે વખતે સામાન્ય સ્વરૂપ બતાવવાની યોગ્ય પદ્ધતિ ગુરુ મહારાજ અત્ર સ્વીકારે છે.
૨ સકલ એટલે સંપૂર્ણ એટલે પૂર્ણતાને પ્રાપ્ત થાય છે અને નિષ્કલ એટલે વિભાગ વગરના “સંપૂર્ણ અંશે એકરૂપ ” એ બન્નેને અર્થ સાથે થાય છે. સિદ્ધદશામાં દરેક આત્માનું વ્યક્તિત્વ રહે છે એવો ભાવ અત્ર બતાવવાનો આશય છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૧૪૨
[ પ્રસ્તાવ ૧
“ ઉપર પ્રેમ ભાવ રાખે છે (મેત્રી), ગુણવાનને ોઇ દિલમાં બહુ રાજી “ થાય છે ( પ્રમાદ ), દુ:ખી પ્રાણી ઉપર દયા લાવે છે ( કરૂણા ) અને “ પેાતાના અવિનય કરનાર કે અપમાન કરનાર અથવા પાપથી હણાયલા હું ઉપર માધ્યસ્થ ભાવ રાખે છે ( ઉપેક્ષા ), આવી રીતે ચાર પ્રકારની “ ભાવના ભાવવા ઉપરાંત તેનામાં પાંચ ભાવેા એવા સુંદર હોય છે “કે તેનાથી સમ્યગ્દર્શન વધારે દીપી નીકળે છે તે પાંચ ભાવા આ
*
'
પ્રમાણે છેઃ (૧) ‘સ્થિરતા, ’(૨) ‘ભગવાનના મંદિરની સેવના ’ “ એટલે ત્યાં જવું, તેની સંભાળ રાખવી વિગેરે, ( ૩ ) ‘આગમકુશળતા' “ ( શાસ્રાયન, શ્રવણ, વાંચન વિગેરે), (૪) ‘ભક્તિ' અને (૫) “ શાસનની પ્રભાવના.’ આ સમકિત દર્શનને બીજા પાંચ ભાવા (દૂષણા) દૂષિત કરે છે, તેને અતિચાર લગાડે છે તેથી તે ભાવાના સમકિતી જીવ અવશ્ય ત્યાગ કરે છે; તે સમ્યક્ત્વનાં પાંચ દૂષણેા આ પ્રમાણે છે: “ શંકા એટલે તીર્થંકર મહારાજના બતાવેલા વિશુદ્ધ તત્ત્વમાર્ગમાં શંકા “ કરવી, સંદેહ લાવવા; આકાંક્ષા એટલે કાઇ પણ પ્રકારની આ ભવની “કે પરભવની અપેક્ષા રાખી ધર્માચરણા કરવી એટલે અમુક ક્રિયાનું “મને અમુક ફળ મળેા એવી મનમાં ધારણા કરવી; વિચિકિત્સા ધર્મનાં
'
'
ફળના સંબંધમાં સંદેહ રાખવા, મનમાં વિચાર કરવા કે આ વીતરાગ તે શું ફળ દેવાના હતા વિગેરે; પાખંડીપ્રશંસા એટલે મિથ્યાદષ્ટિ“ આની અને તેના ગુરુની પ્રશંસા કરવી અને સંસ્તવ એટલે તેવા પા“ ખંડીએ સાથે પરિચય કરવા. આટલા ઉપરથી તને જણાયું હશે કે “ એ સર્વ પ્રકારનાં કલ્યાણનાં સ્થાન અને દર્શન માહનીય કર્મના ક્ષાપરામથી પ્રકટ થયેલ આત્માના પરિણામને વિશુદ્ધ સમ્યગ્ “ દર્શન કહેવામાં આવે છે, કહેવાની મતલબ એ છે કે એ સમ્યગ્દર્શ“નમાં સર્વ પ્રકારનું કલ્યાણ થાય એવા વિશુદ્ધ ગુણા છે અને જ્યારે “ દર્શન માહનીય નામના કર્મની પ્રકૃતિના ક્ષયાપશમ થાય એટલે “ કેટલીક ખપી જાય અને બીજી દમાઇ જાય તે વખતે જે શુદ્ધ આત્મ
<<
6.
પરિણામ જાગ્રત અવસ્થાને પામે છે અને ત્યારે જે સ્થિતિ ઉત્પન્ન “ થાય છે તેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ’
ભગવાન્ ધર્માચાર્યે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પ્રાણીના મનમાં સારી રીતે ધર્મના સંબંધમાં ખાતરી થઇ અને તેને લઇને તેનાં આકરાં કર્મો નાશ પામી ગયાં તેથી તે વખતે આ પ્રાણીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું. સુંદર તીર્થના જળ જેવું આ તત્ત્વપ્રીતિકર પાણી ગુરુ મહારાજે તેને બળાત્કારે પાયું એમ જે હકીકત ઉપર જણાવવામાં આવી
સમ્યગ્ જળથી વ્યાધિની શાંતિ.
Page #190
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] તીર્થજળપ્રભાવઃ ઉન્માદને પ્રાયઃ નાશ. ૧૪૯ હતી તેની બરાબર આ હકીકત સમજવી, કારણ કે તે પ્રાણુને ઉપર પ્રમાણે જ્યારે સર્વ બાબતમાં સામાન્ય પ્રકારે પ્રતીતિ થઈ ત્યારે તેને જે મિથ્યાત્વ ઉદયમાં હતું તે સર્વ ક્ષીણ થઈ ગયું અને જે ઉદયમાં નહોતું આવ્યું તે ઉપશાંત અવસ્થાને પામી ગયું એટલે ઉદયમાં નહિ આવેલું તે હવે પછી પ્રદેશ ઉદયથી અનુભવવું બાકી રહ્યું; તેટલા માટે અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે આ પ્રાણીમાં જે ઉન્માદ હતા તે લગભગ નાશ પામી ગયો, પણ ઉન્માદનો સર્વથા નાશ થઈ ગયો એમ કહેવામાં આવ્યું નહોતું તેનું એ કારણ સમજવું. એ તીર્થજળ પીવાથી આ પ્રાણીના બીજા વ્યાધિઓ પણ નરમ થઈ ગયા એમ કહેવામાં આવ્યું હતું તેનું કારણ એ કે કમ વ્યાધિઓ જેવા છે અને સમ્યગદર્શન પ્રાપ્ત થતાં કમ હલકાં પડવા માંડે છે. આ રામ્યદર્શન પ્રાણીને થાય છે ત્યારપછી ચર (ત્રીસ) અને અચર (સ્થાવ૨) સર્વ પ્રાણીઓને દુઃખ દેવારૂપ દહને તે દળી નાખે છે અને તેને સર્વ જંતુ ઉપર દયાભાવ પ્રગટ થાય છે, તેથી તે (દર્શન)ને અત્યંત શીતળ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે હોવાથી આ પ્રાણીના શરીરમાં અગાઉ જે દાહની ( ર-તાપની) પીડા થતી હતી તે નાશ પામી ગઈ અને તેના મનમાં સ્વસ્થતા પ્રાપ્ત થઈ–એવી સુંદર સ્થિતિ તેને સમ્યગ્ગદર્શન પ્રાપ્તિથી થઈ એ પ્રમાણે સમજવું. અન્ય પ્રાણીએને દુઃખ દેવાથી તે પ્રાણુને દુઃખ થાય છે એટલું જ નહિ પણ દુ:ખ આપનારના શરીરમાં પણ એક જાતનો દાહ થઈ આવે છે. તે સર્વ બાબતમાં આ સમ્યગ્દર્શન શાંતિ કરી આપે છે તેથી તે અત્યંત શીતળ છે એ પ્રમાણે હકીકત સ્પષ્ટ રીતે સમજવી. આ પ્રમાણે પેલા દ્રમુકનો અંતર આત્મ સ્વસ્થ થવાથી તેણે
મનમાં વિચાર કરવા માંડ્યો. તે વિચારે કેવા પ્રકાધર્મબોધકરની રના હતા તે બતાવતા કથાપ્રસંગમાં કહેવામાં મહાનુભાવતા. આવ્યું છે કે ““અહો! આ અત્યંત કૃપાળુ મહાત્મા
પુરુષને મેં મહામહના જેરથી મૂર્ખાઈને અંગે ઠગારા ધાર્યા હતા. એ મહાપુરુષે મારા ઉપર મોટો ઉપકાર કરીને મારી આંખો પર અંજનનો પ્રયોગ કર્યો, મારી આંખો તદ્દન સારી બનાવી દીધી અને મારી ટુંકી નજર હતી તે દૂર કરી ! વળી તેણે મને પાણી પાઈને અત્યંત સ્વસ્થ બનાવી દીધે. ખરેખર, તે મારા ઉપર મોટો ઉપકાર કરનાર છે. મેં તે અત્યાર સુધીમાં તેઓ ઉપર શું ઉપકાર કર્યો છે ? તેઓએ મારા ઉપર આટલે ઉપકાર કર્યો તેમાં તેઓના
૧ આને સંબંધ પૃષ્ઠ ૨૬ સાથે છે ત્યાંથી આ વિભાગ જોઈ લેવો.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૧ મહાનુભાવપણ સિવાય બીજું કાંઈ પણ કારણ નથી. તે જ પ્રમાણે
આ પ્રાણુને જ્યારે સમ્યગદર્શન થાય છે ત્યારે તેના સંબંધમાં પણ તેજ પ્રકાર બને છે. એ વખતે આ પ્રાણું આચાર્ય મહારાજના સંબંધમાં વિચાર કરે છે. વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ આ પ્રાણુના જાણુવામાં આવેલું હોવાથી તે વખતે આ પ્રાણી રોદ્ર પરિણામનો ત્યાગ કરે છે ( કાંધલ્યાગ), મદથી અંધ થઈ જવાની પિતાની પદ્ધતિ છેડી દે છે (ભાનત્યાગ), કાવાદાવા કરીને કામ લેવાની ટેવને દૂર કરે છે (ભાયાત્યાગ), બહુ લેભ કરવાની રીતિને દેશવટો આપે છે (લોભત્યાગ), રાગવડે જ્યાં ત્યાં માથું મારતા હોય છે તે ચાલને મંદ પાડી દે છે, અન્ય પ્રાણી ઉપર બને ઝપાટો મારતા હોય છે તેને દૂર કરી દે છે અને મહામહના દેવોને કાપી નાખે છે. આ પ્રમાણે થવાથી આ પ્રાણીનું મન પ્રસન્ન થાય છે, અંતરાત્મા નિમેળ થાય છે, બુદ્ધિનું ચાતુર્ય વધે છે, ધન, કનક અને સ્ત્રીમાં સર્વસ્વપણુની બુદ્ધિ હોય છે તે નિવૃત્ત થાય છે, જીવ અજીવ વિગેરે પદાર્થોના જ્ઞાન તરફ આકર્ષણ અને આગ્રહ થાય છે અને તેના સર્વ દો કાંઇક ઓછા થાય છે, પાતળા પડે છે. આ પ્રમાણે થવાથી આ પ્રાણ પારકા ગુણેને સમજી શકે છે, પોતામાં કેવા કેવા અને કયા કયા દે છે તે તેના લક્ષ્યમાં આવે છે, પિતાની પ્રાચીન (પહેલાંની-અસલી અવસ્થા સંભારે છે, તે વખતે ગુરુ મહારાજે પોતાને માટે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે યાદ કરે છે, પિતાની અત્યારે કાંઈક ગ્યતા થઈ છે તેનું કારણ એ ગુરુ મહારાજનો પ્રયતજ છે એમ તેને જણાય છે અને પછી તે વખતે જે પ્રાણું મારા જેવો અગાઉ અત્યંત તુચ્છ પરિણામને લીધે ધર્મગુરુની બાબતમાં પણ અનેક પ્રકારના સાચા ખોટા વિકલ્પો ઉઠાવનારે હોય છે તેને પણ કાંઈક વિવેક દષ્ટિ જાગ્રત થવાથી તે પોતાના મનમાં વિચાર કરે છે-“અહો મારી પાપિષ્ટતા ! અહે મારી મહામેહાંધતા ! ધિક્કાર છે મારા ભાગ્ય ઉપર ! તિરસ્કાર છે મારી કૃપણુતા ઉપર ! મારું અવિચારીપણું તો જુઓ ! થોડા ઘણું પ્રાપ્ત થયેલા ધનાદિ ઉપર પ્રતિબંધ રાખી તેના પર તીવ્ર પ્રીતિ કરીને અને તેમાં દઢ રાગ લાવીને મેં કેવા ખોટા વિચાર કર્યા કે આ મહાત્મા પુરુષ જેઓ નિરંતર પારકાનું હિત કરવા માટે તૈયાર રહેનાર છે, જેઓ કઈ પણ પ્રકારના દોષ રહિત હોઈ સંતેષથી પિતાના શરીરનું પિષણ કરનારા છે, જે મોક્ષસુખરૂપ ધન પેદા કરવામાંજ પિતાના અંતઃકરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેઓ આ સંસારના વિસ્તારને ફોતરાંની મુઠી જેવો નિઃસાર (નકામે, ફેટ, કિમત વિગરને) સમજી રહ્યા છે,
Page #192
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ગુરુની યથાસ્વરૂપે ઓળખાણુ.
૧૫૧ જેઓ પોતાના શરીરને પણ પીંજરારૂપ ગણીને તેના ઉપરની કઈ પણ પ્રકારની મમત્વબુદ્ધિનો ત્યાગ કરી રહ્યા છે, તેવાઓને માટે મેં મારા મનમાં ધાર્યું હતું કે તેઓ મારી પાસે આ ધર્મકથાનો પ્રપંચ કરીને કે બીજી કઈ રીતે બને છેતરીને મારી પાસે જે ડું ઘણું દ્રવ્ય છે તેને શું લુંટી જશે કે હરી જશે કે પડાવી જશે? આવા આવા અત્યાર સુધીમાં મેં અનેક વખત વિચાર કર્યા–આવા મારા તુચ્છથી પણ તુચ્છ મહા અધમ વિચારો પર ધિક્કાર પડે ! જે આ ધર્માચાર્ય મહાત્મા મારા ઉપર માત્ર પરમ ઉપકાર કરવામાં તત્પર ન હોત તો સારી ગતિરૂપ નગરમાં જવાના સુંદર અને નિર્દોષ માર્ગને બતાવતાં સમ્યગજ્ઞાનનું દાન આપવાને બહાને મહા નરકમાં જવા યોગ્ય મારી ચિત્તવૃત્તિને તેઓ શા માટે રેકે? તેમજ વિપર્યાસભાવથી (મિથ્યાદર્શનથી) ભરેલા મારા મનને પોતાની બુદ્ધિવડે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવીને પછી પોતાના ખાસ પ્રયત્નથી શા માટે જેમ બને તેમ મારા સર્વ દે મૂકાઈ જાય એવી સ્થિતિ મારે માટે ઉત્પન્ન કરે ? એ મહાત્માને અન્ય પદાર્થની સ્પૃહા એટલી ઓછી છે કે તેઓ લેઢા અને સોના તરફ એક સરખી બુદ્ધિ રાખનારા છે, એ નિઃસ્પૃહી મહાભાને પારકાનું હિત કરવાનું વ્યસન લાગી રહ્યું છે અને તેને લઈને જ તેઓ સર્વ પ્રવૃત્તિ કરે છે. તેમાં ખરેખરી ખૂબી તો એ છે કે જે પ્રાણી ઉપર તેઓ ઉપકાર કરે છે તેની તરફથી બદલામાં કઈ પણ પ્રકારને પ્રત્યુપકાર થાય એટલે પિતાને કઈ પણ પ્રકારે બદલે મળે તેવી તેઓ જરા પણ આશા રાખતા નથી. આવા પારકું હિત કરનારા મહાત્માઓના ઉપકારનો બદલે મારા જેવા સાધારણ પ્રાણીઓ પોતાના પ્રાણથી પણ વાળી શકે નહિ, તે પછી પૈસા કે ધાન્યથી તો એવા ઉપકારનો બદલો વાળવાની વાત જ શી કરવી ? ” આ પ્રાણુને સમ્યગદર્શન પ્રગટ થવાથી તે હવે અત્યાર સુધીનું પિતાનું ચરિત્ર યાદ કરીને પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને સમ્યગદર્શનનો બોધ કરનાર ગુરુ મહારાજ ઉપર જે ઉલટો વહેમ તેને પસ્યા કરતો હતો તે દૂર થવા લાગ્યો અને તેને પરિણુમે તે પ્રાણીના મનમાં ઉપર જણાવ્યા તેવા સારા વિચારે થવા લાગ્યા એમ સમજવું. અહીં પ્રથમ જણાવ્યા તેવા વિકલ્પો (ભાઠા વિચારે) બે પ્ર
કારે ઉત્પન્ન થાય છે. એક તો કુશાસ્ત્ર (મિથ્યાશાસ્ત્ર)કુવિકલ્પ ના શ્રવણથી જે મિશ્યા વાસનાઓ બંધાઈ જાય તેને ના પ્રકાર, લઈને ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે આ સ્વર્ગ,
મૃત્યુ અને પાતાળરૂપ સૃષ્ટિ ઇંડામાંથી ઉત્પન્ન થયેલ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૧
છે, બ્રહ્માદિ દેવે તેને બનાવેલ છે, તે પ્રકૃતિના વિકારરૂપ છે ક્ષણમાં નાશ પામે તેવા છે, વિજ્ઞાન માત્ર છે, શૂન્યરૂપ છે, વિગેરે વિગેરે. આવાકુવિકાને આભિસંસ્કારિક એટલે બહારના સંસ્કારથી ઉત્પન્ન થયેલા સમજવા. બીજા પ્રકારના કુવિકા-માઠાં ચિંતવના સુખની અભિલાષા કરતાં અને દુ:ખને ધિક્કારતાં, પૈસા શ્રી આદિમાં સર્વસ્વબુદ્ધિ રાખનારા અને તે ધન સ્ત્રી આદિનું રક્ષણ કરવાના ચિત્તવાળા પ્રાણીઆ જેઓએ તત્ત્વમાર્ગ શું છે તે દેખ્યા જાણ્યા હાતા નથી તેમને થાય છે. એને લઇને પ્રાણી જે બાબતમાં કદિ પણ શંકા ન કરવી જોઇએ તેના સંબંધમાં શંકા કરે છે, પેાતાના વિચારપથમાં ન લાવવા યોગ્ય આખા પર વિચાર કરે છે, ન ખાલવાનું બેલે છે અને નહિ આચરણ કરવા યોગ્ય કાર્યો આચરે છે. આવા કુવિકાને સહજ સમજવા. આ બન્ને પ્રકારના કુવિકામાં પ્રથમના આભિસંસ્કારિક કુવિકલ્પે તે સદ્ગુરુના સંબંધથી કદાચ નાશ પામે છે, પણ બીજા સહેજ કુવિકલ્પે। કહેવામાં આવ્યા તે તે જ્યાંસુધી આ પ્રાણીની બુદ્ધિ મિથ્યાત્વથી હણાયલી રહે છે ત્યાંસુધી કદિ પણ નાશ પામતા નથી. જ્યારે અધિગમ સમ્યક્ત્વ આ પ્રાણીને પ્રાપ્ત થાય છે ત્યારેજ એ સહજ વિકલ્પે। દૂર થઇ શકે છે.
૧ મનુસ્મૃતિના મત પ્રમાણે પરમાત્માએ પ્રથમ અનાદિ તિમિરને! નાશ કર્યો, પછી પાણી બનાવ્યું અને તેમાં ખીજ મૂક્યું; આ ખીજનું સુવર્ણઇંડું થયું અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. (જીએ મનુસ્મૃતિ-અધ્યાય પ્રથમ, શ્યાક ૫ થી ૧૦). ૨ ઉત્પન્ન થયેલા બ્રહ્માએ સર્વ વસ્તુએ બનાવી. સૃષ્ટિનું કારણ બ્રહ્મા માનવામાં આવે છે.
૩ સૃષ્ટિનાં મૂળ તત્ત્વોનું નામ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ ઈશ્વરજન્યા નથી, પણ છેજ. એનામાં વિકાર થવાથી આ જગત્ થાય છે એમ સાંખ્ય દર્શન માને છે. નિરીશ્વર સાંખ્ય ઈશ્વરને કર્તા તરીકે સ્વીકારતા નથી અને સેશ્વર સાંખ્ય તેને સ્વીકારે છે તેઓ પણ આ પ્રકૃતિમાં વિકાર કરવાની ઇચ્છારૂપ માત્ર ઈશ્વરનું કાર્ય સ્વીકારે છે.
૪ બૌદ્ધ લોકો ક્ષણિકવાદી છે, તેઓ પ્રત્યેક વખતે આત્માનેા નાશ માને છે. એના અનેક પ્રકાર સમજવા યોગ્ય છે.
૫ વિજ્ઞાન એટલે ઐહિક (આ લેાકનું) જ્ઞાન. જ્ઞાન અને વિજ્ઞાનના તફાવત શ્રીભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં બતાવવામાં આવ્યે છે. આ લાકના જ્ઞાનને વિજ્ઞાન કહે છે અને પરલેાકના જ્ઞાનને જ્ઞાન કહે છે.
૬ શૂન્યવાદી આ જગતને સ્વવત્ કહે છે. આ સર્વ મતે સંબંધી ઢાંઇક હકીકત શ્રી આનંદધન પદ્મરતાવલીના એકતાળીશમા પદમાં પૃ. ૩૯૨ થી લખી છે તે સર્વ સમજવા યાગ્ય છે. આ હકીકત જિજ્ઞાસુએ ત્યાંથી વાંચી લેવી.
Page #194
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]. તત્ત્વશ્રદ્ધા છતાં વિષયમૂચ્છ, ૧૫૩ પૂર્વે કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવ્યું છે કે તે દરિ.
દ્રીને પોતાની આંખમાં આંજન જનાર અને પિતુચ્છ ભોજન તાને પાણી પાનાર મહાત્મા પુરુષ ઉપર વિશ્વાસ પર મૂર્છા આવ્યું અને તે પોતાની ઉપર મોટો ઉપકાર કરે
છે એમ તેને લાગ્યું તો પણ તેને પોતાના કુછ ભજન ઉપર જે તીવ્ર મૂચ્છ અત્યાર સુધી હતી તે ઓછી થઈ નહિદૂર થઈ નહિ–આ બાબતની આ જીવના સંબંધમાં આવી રીતે યો. જના કરવીઃજે કે જ્ઞાનાવરણીય કર્મને અને દર્શન મેહનીયન ક્ષોપશમ
થવાને લીધે આ પ્રાણીને સમ્યજ્ઞાન અને સમ્યગત્યાગની દર્શન ઉત્પન્ન થાય છે અને તેને લઈને તેને સંસારના બી ક. પ્રપંચ ઉપર અત્યાર સુધી જે તત્ત્વબુદ્ધિ હતી એ
ટલે આ સંસારને અને તેના પદાર્થોને તે અત્યાર સુધી પોતાના માનતો હતો તે બુદ્ધિ તેની નાશ પામે છે, આ દુનિયામાં જીવ અજીવ વિગેરે કેટલા પદાર્થો છે તેનું તેને જ્ઞાન થાય છે અને તેના ઉપર આસ્થા થાય છે, અને સમ્યગ જ્ઞાનદર્શનને આપનાર ગુરુ મહારાજ પોતાની ઉપર મોટો ઉપકાર કરનાર છે એમ તે કબૂલ કરે છે; તોપણ જ્યાં સુધી આ પ્રાણીને બાર કષાયો ઉદયમાં વર્તે છે અને નવ નકષાય જ્યાં સુધી પ્રબળપણે વર્તતા હોય છે ત્યાંસુધી અનાદિ અભ્યાસની વાસનાઓથી પરવશ થયેલ હોવાને લીધે ધન વિષય સ્ત્રી વિગેરે જે ખરાબ ભોજન સાથે સરખાવવા યોગ્ય છે તેના ઉપર થતી મૂછને અટકાવવાને તે શક્તિવાન્ થતો નથી. એનું
૧ આ પૃ. ૨૬ છેલ્લી બે પંક્તિ અને પૃ. ૨૭ ની શરૂઆતની હકીકત ભાવાર્થ છે.
૨ કષાય ચાર છે: કોધ, માન, માયા અને લોભ એની તરતમતા પ્રમાણે દરેકના ચાર ચાર વિભાગ પાડવામાં આવેલ છે. અતિ તીવ્ર કોધ માન માયા લોભને અનંતાનુબંધિ કહેવામાં આવે છે. ત્યારપછી ઓછા આછા ઘટતા હોય તેમને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કહેવામાં આવે છે. સમ્યગજ્ઞાન દર્શન થયા પહેલાં અનંતાનુબંધિ કષાયની ચેકડી નાશ પામે છે. પણ બાકીની ત્રણ ચેકડી એટલે બાર કષાય બાકી રહે છે. તે કષાયની અહીં વાત ચાલે છે.
૩ હાસ્ય, રતિ (આનંદ), અરતિ (પસંદ ન આવે તે), શોક, ભય, દુગછા (ચીઢ), સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ નવ કષાયને ઉત્પન્ન કરનાર અને તેના સહચારી હોય છે તેમને નોકષાયના નામથી ઓળખવામાં આવે છે.
૨૦
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ કારણ એ છે કે આ પ્રાણીને મિથ્યા શાસ્ત્રો સાંભળવાથી જે ખોટા સંસ્કાર પડેલા હોય છે તેને લઈને “મહા અંડ (ઇડા)માંથી આ ત્રણ ભુવનની ઉત્પત્તિ થઈ છે” એ અને એવા એવા જે કુતર્કો થયા કરે છે તેને સંસ્કારજા એટલે સંસ્કારથી થયેલા વિતર્ક કહેવામાં આવે છે અને ધન સ્ત્રી એજ પરમ અર્થે છે અને ખાસ મેળવવા યોગ્ય છે એવા વિચારથી તેનું સંરક્ષણ કરવાના વિચારે આ પ્રાણીને થાય છે તેને લઇને જેના ઉપર કદિ શંકા લાવવી ન જોઈએ એવા ગુરુ મહારાજ તરફ તે વહેમની નજરથી જુએ છે-આવા સહજ અભિપ્રાય અને કુતકો મિથ્યા દર્શનના ઉદયથી તેનામાં પ્રવર્તે છે તે મારવાડ દેશમાં જણાતા ઝાંઝવામાં દેખાતી જળકલ્લોલની માળા (જ) જેવા ખોટા હોય છે; આ બન્ને પ્રકારના-સંસ્કારથી થયેલા અને સહજ વિકો તેનાથી વિરૂદ્ધ હકીકત અને દલીલ મળવાને લીધે અને તે સંબંધમાં યથાયોગ્ય પ્રમાણે મળવાને લીધે જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે નાશ પામી જાય છે; પરંતુ ધન વિષય સ્ત્રી ઉપર મૂર્છા આવવારૂપ જે મેહ (આસક્તિ) પ્રાણીમાં હોય છે તે તો ઘણો જબરે છે અને તેનામાં એટલું બધું જોર હોય છે કે તન્વબુદ્ધિ થયા છતાં પણ જાણે દિશામહ થ હોય નહિ તેમ તે પ્રાણુ સાથે ચો રહે છે; એટલે કુવિકલ્પ નાશ પામે, વસ્તુસ્વરૂપ સમજવામાં આવે તોપણ મેહ જતો નથી. એ મોહને લઈને આ પ્રાણ ડાભને છેડે લાગેલા પાણીના બિંદુ જેવું સર્વ ચપળ છે એમ જાણતા છતાં પણ જાણે તે કાંઈ ન જ જાણતા હોય, ધનને નાશ સગા સંબંધી સેહીનાં મરણ દેખતાં છતાં પણ જાણે તે નજ દેખતો હોય એમ વર્તે છે, અત્યંત વિશાળ બુદ્ધિવાળે વિચક્ષણ હોવા છતાં જડ જેવું વર્તન કરે છે અને સર્વ શાસ્ત્રમાં પંડિત હોવા છતાં જાણે પિતે મૂર્ખને સરદાર હોય તેમ વર્તે છે. આવી સ્થિતિને પરિણામે એ ભાઇશ્રીને સ્વતંત્રપણું પસંદ આવે છે, વર્તનમાં પિતાની મરજી આવે તેવી ચેષ્ટા કરવી ગમે છે, કાંઈ વ્રત નિયમ લેતાં બીહે છે અને તેની એવી સ્થિતિ થઈ જાય છે કે વધારે તો શું પણ કાગડાનું માંસ ભક્ષણ કરવાની બાબતથી પણ નિવૃત્ત થઈ શકતો નથી, મતલબ કે એક સામાન્યમાં પણ સામાન્ય ત્યાગની બાબત પણ સ્વીકારી શકતો નથી.
ભજન લેવાનો આગ્રહ, ત્યારપછી નિપુણ્યકના કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે - ૧ કાગડાનું માંસ ઘણું તુચ્છ ગણાય છે છતાં એનો ત્યાગ કરવાનો નિયમ આ પ્રાણી કરી શક્તો નથી
Page #196
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ] ગુરુ મહારાજની વખતસરની પ્રેરણા.
૧૫૫
કે “ આવા આવા સારા વિચાર તે દરિદ્રી કરે છે તાપણુ પોતાની સાથે લાવેલા તુચ્છ ભેાજન ઉપર તેનું ચિત્ત લાગી રહેલું હતું તેથી તેના ઉપરની તેની મૂર્છા કોઇ પણ રીતે નાશ પામતી નથી અને પેતાની નજર વારંવાર તે ( પેલા તુચ્છ ભેાજન)ની ઉપર નાખ્યા કરે છે. આ પ્રમાણે તેને તુચ્છ ભાજન ઉપર નજર નાખતા જોઇ તેના મનનેા આશય સમજી જઇ ધર્મબેાધકર તેને કહેવા લાગ્યા કે અરે મૂર્ખ દ્રમક ! આ કન્યા તને અતિ સુંદર ભાજન આપે છે તે શું તું જોતા નથી ? આ દુનિયામાં પાપી ભિખારાએ ઘણા હેાય છે, પણ મને તે નિશ્ચય થાય છે કે ઘણે ભાગે તારા જેવા નિર્વાંગી તેા ખીજે કોઇ નહિ હાય, કારણ કે તને તારા તુચ્છ ભાજન ઉપર એટલું બધું લંપટપણું છે કે જેથી આ મારૂં ભાજન અમૃત જેવું છે અને તે તને આપી દેવામાં આવે છે છતાં તેને તું લેતા નથી. તને એક બીજી વાત કહું. આ રાજમહેલની બહાર તે અનેક દુઃખી માણસા રહે છે, પરંતુ તેમને આ મહેલ જોઇને આનંદ થયા નથી અને અમારા મહારાજાની તેના ઉપર મીઠી દૃષ્ટિ પડી નથી તેથી અમારે તે તરફ આદર હાતા નથી, અમે તેની વાત પણ પૂછતા નથી; તારે માટે તેા અહીં પ્રવેશ થયા પછી આ રાજભુવન જોઇને તારા મનમાં આહ્વાદ થયા અને અમારા રાજાની તારા ઉપર દૃષ્ટિ પડી તે કારણથી અમારા તારા પ્રત્યે આદર છે. પેાતાના સ્વામીને જે પ્રિય હાય તેનું હિત સ્વામિભક્ત સેવકાએ કરવું ોઇએ એ ન્યાયથી અમે તારા તરફ દયાળુ નજરથી જોઇએ છીએ. અમને અત્યાર સુધી ચેસ વિશ્વાસ હતેા કે અમારા રાજા યોગ્ય પ્રાણીને શોધીને તેના ઉપરજ પાતાની દૃષ્ટિ નાખે છે અને તેના લક્ષ્યમાં કોઇ મૂઢ આવતાજ નથી એવી અમને ખાતરી હતી તે વિશ્વાસ પણ આજે તું ખોટા પાડે છે. તારૂં તારા અત્યંત તુચ્છ ભેાજન ઉપર મન ચોંટ્યું છે તેથી તું આ અત્યંત સુંદર અમૃત જેવા સ્વાદવાળા પરમાન્નને લેતા નથી, પણ તેમાં તારી મેટી ભૂલ થાય છે. એ ભાજન સર્વ વ્યાધિનેા નારા કરે તેવું છે અને મધુર તેમજ સ્વાદિષ્ટ છે તેને તું શા માટે લેતે નથી? માટે દુર્બુદ્ધિ મક! તારી પાસેનું કુભાજન તજી દે અને આ સુંદર સ્વાદિષ્ટ ભેાજન જેના પ્રતાપથી આ રાજમદિરમાં રહેતા પ્રાણીએ લહેર કરે છે તેને સારી રીતે વિશેષ પ્રકારના આદર સહિત ગ્રહણ કર અને તે અન્નના માહામ્યથી થયેલા આ મંદિરમાં રહેતા પ્રાણીઓને આનંદવૈભવ જરા અવલાકન કરીને જો.’” ગુરુ મહારાજ પણ આ જીવના સંબંધમાં આવીજ રીતે આચરણ કરે છે તેની વિગત આપણે હવે તપાસી જઇએ,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ આ પ્રાણીમાં રહેલ જ્ઞાન અને દર્શન પ્રગટ થયા પછી પણ જ્યારે
કર્મની સત્તા તળે પિતે દબાઈ ગયેલ હોવાથી એક ગુરુને સ્નેહ, લગાર માત્ર પણ ત્યાગભાવ (વિરતિ ) કરી શકતો પૂર્વક ક્રોધ. નથી ત્યારે તેને ગુરુ મહારાજ એવી સ્થિતિમાં આવી
પડેલે અને વિષયભોગમાં આનંદ પામતો જોઈ પિતાના મનમાં વિચાર કરે છે કે “અહો ! આત્માની સાથે આ પ્રાણીનું કેવું દુશ્મનપણું છે ! રનદ્વીપમાં કેઇ ભાગ્ય વગરનો પુરુષ ગો હોય અને જેમ અમૂલ્ય રતે તેને મળતાં હોય તેને સ્વીકાર ન કરતાં કાચના કટકા લઈને પાછો આવે તેમ આ પ્રાણીને અમૂલ્ય રત જેવાં વ્રત નિયમ મળી આવ્યાં છે તેની અવગણના કરીને તૂટેલા કાચના કટકા જેવા વિષયભોગ ઉપર તે પ્રેમ લાવે છે અને તેનો સ્વીકાર કરે છે !” આવા વિચારથી પ્રમાદ કરનાર આ પ્રાણી ઉપર ગુરુ મહારાજને સ્નેહપૂર્વક ક્રોધ થઈ આવ્યું હોય તેમ તેને કહે છે “અરે “જ્ઞાન દર્શનને દોષ લગાડનાર ! તારી તે કેવી અનાત્મજ્ઞતા ! અમે “પ્રત્યેક ક્ષણે બુમ પાડી પાડીને તેને કહીએ છીએ તે તું શું સાંભળતા “નથી? અમે બીજા ઘણાએ પિતાનું અકલ્યાણ કરનારા પ્રાણુઓ જોયા છે,
પણ તે સર્વમાં તે તો ખરેખર મૂશિરોમણિ જણાય છે! કારણ “કે તું પરમાત્મા ભગવાન્ વીતરાગનું વચન જાણે છે, જીવ અજીવ “આદિ જે પદાર્થો ભગવાને બતાવ્યા છે તે ઉપર શ્રદ્ધા રાખે છે, મારા “જેવા તને ઉત્સાહ આપનાર અને પ્રેરણું કરનાર છે. આવી સર્વ સા“મગ્રીઓ મળી આવવી અત્યંત મુકેલ છે એમ તું સમજે છે, સંસારને “છેડે આવો અત્યંત મુશ્કેલ છે એવી ભાવના તું ભાવ્યા કરે છે, કર્મનું કેવું ભયંકર પરિણામ આવે છે તે તારા ધ્યાનમાં છે, રાગ દ્વેષનું “કેવું ભયંકરપણું છે તે તું અનુભવે છે, છતાં પણ આ વિષયો જે સર્વ પ્રકારના અનર્થોને પ્રવર્તાવનારા છે- થોડાક દિવસ રહેનારા છે અને મુઠીભર ફોતરા જેવા સાર વગરના છે તેના ઉપર તું પ્રીતિ કરે છે, “તેના વડે રંજિત થાય છે અને તેમાં સુખ માને છે ! અમે તને મહા
અનર્થના કુવામાં પડતો જોઈ તારી ઉપર દયા લાવી સર્વ કલેશ દોને “નાશ કરનારી સર્વ પાપથી વિરતિ (ત્યાગભાવ)ને ઉપદેશ આપીએ “છીએ તેના તરફ તું તિરસ્કારની નજરથી ભૂલ ભૂલમાં પણ નજર “નાખતો નથી ! અમારે તારા તરફ આટલે આદર શા માટે થયે છે તેનું કારણ તું જાણતો નથી તો તે તને હું કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળ. તું જ્ઞાન દર્શન યુક્ત હોવાને લીધે સર્વ૧ આત્માના હિતને નહિ સમજવાપણું.
Page #198
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] કર્તવ્ય સૂચવન-વિરતિ માટે પ્રેરણા. ૧૫૭ શાસનમાં દાખલ થયે છે, તેથી અમે તારા તરફ આટલું ધ્યાન ખારા કરીને આપીએ છીએ. પ્રથમ તો ભગવાનને મત પહેલી વાર તે જોયો ત્યારે તારા મનમાં આનંદ થયો હતો, તે ભગવાનના મતનું દર્શન કરતો હતો ત્યારે ભગવાનની દષ્ટિ તારા ઉપર પડી એમ અમે “જોયું હતું અને તેથી અમને જ્યારે એમ જણાયું કે ભગવાનની આના “ઉપર કૃપા થઈ છે ત્યારે અમને પણ તારી ઉપર આદર છે. ભગ“વાનના સેવકોએ જે પ્રાણી ભગવાનને વહાલા હેય તેના તરફ “પ્રેમ રાખે એ ઉચિત છે, જે પ્રાણીઓ અત્યાર સુધી સર્વજ્ઞશાસન“રૂપ મંદિરમાં દાખલ થયા નથી અને જે કંઈ પણ પ્રકારે દાખલ થઈ ગયા હોય પણ અંદર આવ્યા પછી જેઓને મંદિરના દર્શનથી આનંદ થતો નથી અને તેથીજ એવા પ્રાણીઓ ઉપર ભગવાનની કૃપાદૃષ્ટિ થઈ હોય એમ અમને જણાતું નથી એવા પ્રાણીઓને અમે “દેખીએ છીએ તોપણ તેઓ તરફ ઉદાસીન ભાવ રાખીએ છીએ એટલે એવા પ્રાણીઓનાં કર્મ માટે અને તેઓની અધમ સ્થિતિ માટે અમે દિલગીર થઈએ છીએ-એવા પ્રાણીઓ અમારા આદરને કઈ “પણ રીતે ગ્ય નથી. અમારા મનમાં આ બાબતમાં અત્યાર સુધી “વિશ્વાસ હતો અને સારા માર્ગે લઈ જવા યોગ્ય જીવો કયા કયા છે
તેનો આ ઉપાયથી અમે નિર્ણય કરતા હતા. અમે આ પરીક્ષા કરવાને “ઉપાય અત્યારે અગાઉ બહુ પ્રાણીઓ ઉપર અજમાવ્યો હતો, પરંતુ તે “નિયમમાં અત્યાર સુધી જરા પણ વાંધે આવ્યો નહોતો. આવી રીતે “તપાસ કરીને પ્રયોગ કરીને નિર્ણય કરેલે અમારે ઉપાય તું ઉલટા
પ્રકારનું આચરણ કરીને ખોટો પાડે છે. પરીક્ષા કરીને નિર્ણય કરવાની “અમારી રીતિ જે સર્વત્ર એક સરખી સાચી માલૂમ પડી છે તે તારા “સંબંધમાં ખોટી પડે છે, તો હે દુર્મતિ! તું એ પ્રમાણે કર નહિ; હજુ પણ હું તને કહું છું તે પ્રમાણે કરઃ આ તારું ખરાબ વર્તન તજી દે, દુર્ગતિ નગરીના માર્ગ જેવી અવિરતિનો ત્યાગ કર, અને એક સરખું આનંદ આપનારી સર્વજ્ઞ મહારાજે બતાવેલી સમ્યજ્ઞાન દર્શનનું ફળ આપનારી વિરતિને ગ્રહણ કર. એ પ્રમાણે તું નહિ કરીશ તો તારાં જ્ઞાન દર્શન પણ નિષ્ફળ થશે, કારણ કે જ્ઞાન અને દર્શનનું ફળ વિરતિત્યાગભાવ છે અને ચારિત્ર વગર-વિરતિભાવ આદર્યા વગર એકલા “જ્ઞાન દર્શનથી મોક્ષ મળી શકતું નથી. ભગવાન્ તીર્થકર દેવે બતાવેલી “આ વિરતિને આદરવાથી અને સમ્યક પ્રકારે તેનું પરિપાલન કરવાથી
તે સર્વ કલ્યાણપરંપરાને આપનાર થાય છે અને પરલોકમાં એ વિ“રતિભાવ ગ્રહણ કરવાથી લાભ થાય છે તે વાતને હાલ કદાચ બાજુ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
“ ઉપર રાખ તેપણ ભગવાને બતાવેલી એ વિરતિ ઉપર પ્રેમ રાખ“નાર અને તેને આદરનાર સાધુઓ આ લાકમાં કેવી માજ માણે છે “ તે તું શું જાતેા નથી? તણે સારી રીતે અમૃત રસનું પાન કર્યું હાય “ તેવા તેઓ સ્વસ્થ દેખાય છે, વિષયની ઇચ્છાથી અને કામને પરવશ “ થવાથી જે ઉત્સુકપણું પ્રિયવિરહવેદના વિગેરે અનેક દુઃખા પ્રાણીને • થાય છે તે તેઆનાં (સાધુનાં) મનને જરા પણ અસર કરતાં નથી અને તેઆને એવી કોઇ ઉપાધિ ભોગવવીજ પડતી નથી, તેઆમાં કષાય
6.
ન હાવાથી લાભના નાશને લીધે ધન પેદા કરવામાં, રક્ષવામાં અને “ તેના નાશમાં જે અનેક દુઃખો દુનિયાદારીવાળા પ્રાણીઓને થાય છે “ તેને તે ાણતા પણ નથી, ત્રણ ભુવન તેવા સાધુઓને નમસ્કાર
**
કરે છે અને મહાદુ:ખથી ભરેલા સંસારસમુદ્રથી પોતાના આત્માને
“ પાર પામેલા. માનનારા એ સાધુએ કેવા શ્રેષ્ઠ આનંદ કરે છે? આ
• ભવમાં કેટલું માનસિક અને આત્મિક સુખ સાક્ષાત્ અનુભવે છે? આ
.
સર્વ સુંદર સ્થિતિ તે વિરતિભાત્ર આદરવાથી અનુભવે છે તે
• આવી અનેક ગુણથી ભરેલી વિરતિ શું તું તારા આત્મવેરીપણાથી • આદરતા નથી?
..
તુચ્છ ભાજન પર દૃઢ પ્રેમ,
હું ધર્મએધકર
આવ્યા. અને કરનાર છે તેમનમાં ખેદ મંત્રીને કહ્યું સાચી હોય
ત્યારપછી થાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીશ્વરનાં આવાં વચને સાંભળી તેને કાંઇક વિશ્વાસ મનમાં કાંઇક નિર્ણય પણ થયા કે આ પુરુષ મારૂં હિત પણ પોતાની પાસેના ભોજનના ત્યાગની વાતથી તેના થવા લાગ્યો. આખરે તેણે જવામમાં ધર્મભેાધકર આપ સાહેબે જે વાત કહી સંભળાવી તે સર્વ તદ્દન એમ મને લાગે છે, પણ મારે આપને એક બાબતની પ્રાર્થના કરવી છે તે આપ ખરાખર સાંભળે: આ મારા ટીકરામાં ભાજન છે તે સ્વભાવિક રીતે મને મારા પ્રાણથી પણ વધારે વહાલું છે, એને મેં બહુ મહેનત કરીને મેળવેલું છે અને ભવિષ્યમાં એના ઉપર મારે નિર્વાહ થશે એમ હું ધારું છું. વળી આપનું ભાજન કેવું છે તે ખરેખર હું જાણતા નથી. આ પ્રમાણે હોવાથી હે સ્વામિન્ ! મારૂં પેાતાનું ભાજન મારી પાસે છે તે તે કોઇ રીતે છેડવું નહિ એવા મારા નિશ્ચય છે, માટે મહારાજ ! જે આપને આપનું ભાજન મને આપવાની ઇચ્છા હોય તેા મારૂં ભાજન મારી પાસે રહે અને આપનું ભાજન મને મળે એવી રીતે ગોઠવણ કરી આપે।’ ” આ પ્રમાણે અગાઉ જે હકીકત કહી છે તેને આશય હવે વિચારી જઇએ.
૧ આ કથાપ્રસંગને સંબંધ અગાઉની નિપુણ્યકકથાના પૃષ્ઠ ૨૮ સાથે છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
સીમંધ ]
સંસારરસિકના આંતર ભાવે.
૧૫૯
આ પ્રાણીને ચારિત્ર આદરવાનાં પરિણામ હોય છે તેાપણુ કર્મને પરવશ હેાવાથી ગુરુ મહારાજ પાસે ઉપર કહ્યું તેવીજ રીતે તે બાલે છે. તેને ગુરુ મહારાજ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હાય છે અને જ્ઞાન દર્શનથી કેટલેા લાભ છે તે સંબંધમાં તેને પૂર્ણ પ્રતીતિ પણ થયેલી હાય છે, પરંતુ ત્યાંસુધી તેને ધન સ્ત્રી વિગેરે ઉપરની મૂર્છા જરા પણ ઓછી થયેલી હાતી નથી અને ગુરુ મહારાજ તેા તેને એકદમ ધન શ્રી આદિ તેણે પેાતાની માનેલી વસ્તુઓના ત્યાગ કરવાનું અને ચારિત્ર ગ્રહણ કરવાનું કહે છે તે વખતે આ પ્રાણી એકદમ ગરીબ-રાંક જેવા બની જાય છે અને ગુરુ મહારાજને કહે છે, “ આપ સાહેબ જે આજ્ઞા કરે છેજે વાત ફરમાવા છે તે બરાબર છે, પરંતુ મારે આપ સાહેબને એક નાની સરખી વિનતિ કરવી છે તે આપ જરા સાંભળવાની મહેરબાની કરો. મારો આત્મા ધન વિષયની બાબતમાં અત્યંત ગાઢ થઇ ગયા છે, તેમાં અત્યંત આસક્ત બની ગયા છે, અને તેમાંથી નિવર્તવાનું કાઇ પણ રીતે બની શકે તેમ નથી. એ ધન વિષયના ત્યાગથી તે હું મરી જ! એ ધન વિષયા તે મહારાજ ! મેં બહુ મહેનત કરીને એકઠાં કર્યાં છે, એને સંપાદન કરવામાં મારે કંઇ કંઇ જાતનાં કષ્ટ વેઠવાં પડ્યાં છે તે હવે અકાળે તેને તે સાહેબ ! કેવી રીતે ત્યાગ કરી શકું ? મારા જેવા પ્રમાદી પ્રાણીએ આપે બતાવેલી વિરતિનું સ્વરૂપ કદિ અરાબર સમજતા નથી. બીજી પણ એક વાત આપને કહું: આ ધન વિષયે વિગેરે આજે મેળવી રાખ્યાં હાય તા મારા જેવાને આગળ ભવિષ્યમાં પણ ચિત્તને આનંદ આપવાનું કારણ થઇ પડે અને આપ સાહેબ જે અનુષ્કાના ફરમાવા છે તે તે। ‘ રાધાવેદ ’ ની પેઠે મેળવવાં અત્યંત મુશ્કેલ છે, તેથી આપ મારા જેવા ઉપર આટલા બધા પ્રયાસ કરો છે તે અસ્થાને હોય એમ મને તેા લાગે છે. કહ્યું છે કે
ભાગાસક્તની ટૂંક વિજ્ઞિ
महतापि प्रयत्नेन तत्त्वे शिष्टेऽपि पण्डितैः, प्रकृतिं यान्ति भूतानि, प्रयासस्तेषु निष्फलः ।
પંડિતો દ્વારા મોટા પ્રયત્નથી પ્રાણીએ તત્ત્વ જાણ્યું હોય તાપણુ પ્રાણી પેાતાની પ્રકૃતિ તરફ ખેંચાઇ જાય છે અર્થાત્ પોતાની પ્રકૃતિ છેડતા નથી, જેવા હાય તેવા ને તેવા રહે છે. આવા પ્રાણીના સંબંધમાં જે કાંઇ પ્રયન કરવામાં આવે તે સર્વ નિષ્ફળ છે.' આ પ્રમાણે હકીકત છે, છતાં આપ સાહેબને મને વિરતિ-ચારિત્ર આપવાના ખાસ
૧ પ્રતમાં આ પ્રમાણે પ્રથમ પંક્તિ છેઃ મતાપિ પ્રયયેન, તત્ત્વે કઽપિ fd-1 /
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૧
આગ્રહજ હોય તો મારાં ધન વિષય વિગેરે મારી પાસે છે તે રહે અને આપનું ચારિત્ર આપ મને આપી શકતા હૈા તા આપેા, નહિ તે મારે આપના ચારિત્રથી સર્યું ! કાંઇ નહિ, તેના વગર હું ચલાવી લઇશ.” પ્રતીતિ માટે દૃઢ પ્રયત્ન,
'
પ્રાણીએ-આ જીવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે વિશુદ્ધ હિતકારી સુંદર ભાજન ગ્રહણુ કરવાના સંબંધમાં આ પ્રાણીને વિમુખ ( બેદરકાર ) જાણીને કથાપ્રસંગમાં ધર્મએધકરને ત્યારપછી આપણે વિચાર કરતા ોઇએ છીએ. તેઓ વિચારે છે કે ' અહે। ! અર્ચિત્ય શક્તિવાળા મહામેાહની ચેષ્ટા તે જુએ ! એ બિચારા દ્રમક સર્વ વ્યાધિ કરનાર પોતાના તુચ્છ ભાજનમાં એટલા બધા આસક્ત થઇ ગયા છે કે તેના મનમાં મારા ઉત્તમ ભોજનની એક તૃણ જેટલી પણ કિંમત કરતા નથી, છતાં હજુ પણ બની શકે એટલાં એ આપડા રાંક જીવને શિક્ષાવચન કહી સંભળાવું; કદાચ એના માહ એથી નાશ પામશે કે આછે થશે તે। એ આપડાનું હિત થશે.' વિશુદ્ધ ધર્મના ઉપદેશ કરનાર ગુરુ મહારાજ પણ આ પ્રાણીના સંબંધમાં એવાજ પ્રકારના વિચાર કરે છે. તેઓ વિચારે છે, ‘અહા ! આ પ્રાણીના મહામેહ તેા કોઇ અપૂર્વ પ્રકારના જણાય છે! એ મહામેાહના પ્રતાપથી અનંત દુ:ખના હેતુભૂત અને રાગાદિ ભાવ રાગને વધારી મૂકનાર ધનાદિ વિષય ઉપર પેાતાનું મન સ્થાપિત કરી દઇને ભગવાનનાં વચનાને જાણતા છતાં એક તદ્દન અજાણ્યા પ્રાણીની પેઠે તે વર્તે છે, જીવ અજીવાદિ તત્ત્વ ઉપર તેને શ્રદ્ધા થયેલી હાવા છતાં એક નાસ્તિકની પેઠે આચરણ કરે છે અને તેને લઇને સર્વ દોષ અને ક્લેશના નાશ કરનાર મારી બતાવેલી વિરતિને ગ્રહણ કરતા નથી, આદર કરતા નથી, તેના ઉપર પ્રીતિ કરતા નથી; પરંતુ વધારે વિચાર કરતાં મને જણાય છે કે એમાં આ બાપડાનેા કાંઇ દોષ નથી, સર્વ દોષ તેનાં કર્મોના છે. એ કર્યો આ જીવના સારા અધ્યવસાયાને છિન્ન ભિન્ન કરી નાખે છે. હું તે તેને પ્રતિધ આપી ઠેકાણે લાવવાના કામમાં જોડાયલા છું અને તે તેને લાભ લઇ શકતા નથી તેથી એ પ્રાણી કાંઇ વિરતિ અંગીકાર કરવાના નથી એમ ધારી લઇને મારે તેના તરફ વિરક્ત થઇ જવું ન જોઇએ-એના સંબંધના પ્રયત્ન છોડી દેવા ન જોઇએ.’
ઉપદેશકની માનસિક સ્થિરતા,
अनेकशः कृता कुर्याद्देशना जीवयोग्यताम् ॥ यथावस्थानमाधत्ते, शिलायामपि मृद्घटः ॥ १ ॥
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પીઠબંધ] ત્યાગભાવપ્રયાસ–બહાદુરીનું કાર્ય.
यः संसारगतं जंतुं बोधयेजिनदेशिते; धर्मे हितकरस्तस्मान्नान्यो जगति विद्यते ॥२॥ विरतिः परमो धर्मः सा चेन्मत्तोऽस्य जायते;
ततःप्रयत्नसाफल्यं किं न लब्धं मया भवेत् ॥३॥ अन्यच्च
महान्तमर्थमाश्रित्य यो विधत्ते परिश्रमम्: तत्सिद्धौ तस्य तोषः स्यादसिद्धौ वीरचेष्टितम् ॥४॥ तस्मात्सर्वप्रयत्नेन पुनः प्रत्याय्य पेशलैः;
वचनैर्बोधयाम्येनं गुरुश्चित्तेऽवधारयेत् ॥५॥ ગુરુ મહારાજ પોતાના મનમાં આગળ વિચાર કરે છે “પ્રાણીને અનેક વાર દેશના આપી હોય તો તે તેનામાં ગ્યતા ઉત્પન્ન કરે છે, જેમકે સખ્ત પથ્થર ઉપર માટીનો ઘડે વારંવાર રાખવામાં આવે તે ધીમે ધીમે તે પિતાનું સ્થાન ત્યાં કરી લે છે. (પથ્થરના ચેરસ ઉપર દરરોજ જળનો કુંભ-ઘડે મૂકવામાં આવે તે ત્યાં ઘસાઈ ઘસાઈને પથ્થરમાં એક નાનું થાળુ પિતાને માટે તે બનાવી લે છે. એવી જ રીતે કુવા ઉપરના કાળા પથ્થરાઓમાં દેરડી નીચે ઉપર જવા આવવાનો માર્ગ કરી લે છે.) આથી જે હું તેના ઉપર ભારે પ્રયત ચાલુ રાખીશ તે જરૂર મારે માર્ગે આગળ જતાં સરળ થઈ જશે. પ્રાણીને તીર્થકર મહારાજનો બતાવેલો ધર્મ કહે તેનાથી વધારે ઉત્તમ આ પ્રાણીનું હિત કરનાર બીજે કઈ ઉપાય આ દુનિયામાં નથી, કારણ કે એ ધર્મ આદરવાથી વિરતિભાવને અંગે છેવટે સર્વ દુઃખથી મુક્તિ થાય છે અને દુઃખથી મુક્તિ એ પ્રાણુનું પરમ સાધ્ય છે. તેને મુક્તિ અપાવવાનું કારણ એ ઉપદેશ આપનાર ગુરુ બને છે, તેથી આ પ્રાણનું ઉત્કૃષ્ટ હિત સાધનાર એને શુદ્ધ માર્ગનો ઉપદેશ આપનાર છે એમ લાગે છે. વિરતિ-ત્યાગભાવ એ સર્વથી ઊંચા પ્રકારનો ધર્મ છે, એ જે હું કઈ પણ પ્રકારે આ પ્રાણીને અપાવી શકે એટલે એ વિરતિભાવ આદરે એવું કંઈ પણ રીતે હું તેને સમજાવી શકું તે પછી મારે બીજું શું કરવાનું બાકી રહે? વિરતિભાવને આદરે એટલે પછી એ રસ્તા પર બરાબર આવી જાય અને તેવા ઉત્તમ સાધન સાથે તેને જોડવાને મારા મનમાં સંતોષ થાય તો તે બહુ ઠીક થયું કહેવાય. જે કોઈ મોટું કામ ઉપાડી લઈ તેને માટે મહેનત કરવામાં આવે તે કામ કરનારને તો બન્ને રીતે આનંદ છે; કામ સિદ્ધ થાય તે તેને મનમાં મોટો સંતોષ થાય છે અને કદાચ કઈ કારણથી કાર્યસિદ્ધિ ન થઈ પણ તેણે બહાદુરીનું કામ તે હાથમાં લીધુંજ
૨૧
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૨
. ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ કહેવાય, માટે હજુ પણ સર્વ પ્રકારનો પ્રયત્ન કરી સુંદર વચનથી આ પ્રાણીને સમજાવીને તેને મારા ઉપર વિશ્વાસ પમાડી બંધ કરૂં અને સુંદર માર્ગ બતાવી તેનું સ્વરૂપ, ફળ અને આદેયતા સમજાવીને તેને માર્ગ પર લઈ આવું.” આ પ્રમાણે ગુરુ મહારાજ પિતાના મનમાં વિચાર કરે છે. કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવ્યું હતું કે આ પ્રમાણે
પિતાના મનમાં વિચાર કરીને ધર્મબોધકર મંત્રીએક વિશેષ શ્વરે ભિખારી નિપુણ્યકને કહ્યું “અરે ભાઈ! તું મહા પ્રયત. એટલું પણ જતો નથી કે આ તારે શરીરે હજારે
વ્યાધિઓ છે તે સર્વ તારી પાસેના તુચ્છ ભજનના સંબંધથી થયેલા છે? તારી પાસે જે ભેજન છે તેને વધારે ખાવામાં આવે તો તેથી તારા સર્વ વ્યાધિઓ એકદમ વધી જાય તેમ છે, તેથી સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ તેનો એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. તારા ભેજન ઉપર તને અત્યારે પ્રેમ આવે છે અને તેને તું સારું ગણે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે; તને વસ્તુ અત્યારે ઉલટી સમજાય છે તેથી તું એમ માને છે; પરંતુ જ્યારે મારા ભોજનને એક વાર બરાબર તત્ત્વથી તું સ્વાદ લઇશ ત્યારે તને અટકાવવામાં આવશે તોપણ તારી પોતાની ઈચછાથી આ તારું ભોજન તું તજી દઈશ. અમૃત પ્રાપ્ત કરીને પછી તે કણ એ મૂર્ખ હોય કે જે ઝેર પીવાની ઇચ્છા કરે? વળી હું તને પૂછું છું કે તે મારા અંજનની શક્તિ અને પાણીનો મહિમા શું હમણાં જ જોયાં નથી? છતાં તને મારાં વચન ઉપર પૂરો વિશ્વાસ કેમ નથી આવતો? તું એમ કહે છે કે “તે ભોજન તે બહુ મહેનતે મેળવ્યું છે તેથી તારાથી તેને ત્યાગ કરી શકાય તેમ નથી તેના સંબંધમાં તને ખુલાસે કરું છું તે ધ્યાન રાખીને સાંભળ. એ ભજનને મેળવવામાં બહુ કલેશ થાય છે, એ પોતે કલેશરૂપ છે અને એનાથી ભવિષ્યમાં પણ અનેક પ્રકારના કલેશ ઉત્પન્ન થાય છે, તેટલા માટે જ તેનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. તે ત્યારપછી એમ કહ્યું કે “ભવિષ્યમાં તારે તેના ઉપર નિર્વાહ છે તેથી હું તેનો ત્યાગ કરી શકતો નથી તેનો ખુલાસો પણ મનની ઘુએ છેડી દઈને સાંભળ. એ ભવિષ્યમાં અનેક દુઃખોને નિવહ કરે તેવું ભોજન છે, તેથી કદાચ તું માને છે તેમ તેના ઉપર તારે ભવિષ્યનો આધાર હોય તોપણ દુઃખમાં ડૂબેલે તું તેને સર્વદા
૧ જુઓ પૃષ્ઠ ૨૮, પંક્તિ ૩ર.
Page #204
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] વિશ્વાસ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ.
૧૬૩ રાખી શકીશ? ( રાખી શકીશ નહિ). વળી તે કહ્યું કે “આ મારૂં સુંદર ભેજન તને આપવામાં આવે છે તે કેવું છે તે તું જાણતો નથી તે બાબતમાં હું તને ખુલાસો કહું છું તે બરાબર ધ્યાન રાખીને વિશ્વાસ લાવીને સાંભળઃ તને કઈ પણ જાતને કલેશ ન થાય તેવી રીતે હમેશાં તારી જેટલી ઈચ્છા હશે તેટલું આ સુંદર ભેજને હું તને આપ્યા કરીશ, માટે તું જરા પણ મુંઝવણ રાખ્યા સિવાય આ પરમાન્નને ગ્રહણ કર. આ સુંદર ભજન તારાં સર્વ દરદોને મૂળમાંથી દૂર કરી નાખે તેવું છે અને તે ઉપરાંત તે શરીરને અને મનને સંતોષ આપે છે, પુષ્ટ કરે છે, બળ વધારે છે, શરીરનો વર્ણ સુધારે છે અને વીયૅમાં વૃદ્ધિ કરે છે. એ ભજન સારી રીતે ખાવાથી અનંત આનંદથી ભરપૂર થઈ અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરી જેવી રીતે અમારા રાજા સુસ્થિત મહારાજ સુખમાં રમણ કરે છે તેવી રીતે તેના જે તું પણ થઈ જઈશ, તેટલા માટે હે ભદ્ર! તું આગ્રહ તજી દઈને તારું ભજન જે અનેક રોગોનું કારણ છે તેને છોડી દે, તજી દે, મૂકી દે અને આ પરમ ઔષધ જેવું મહા આનંદનું કારણ સુંદર ભજન લે, ગ્રહણ કર અને તેનો ઉપયોગ કર.” ” આવી રીતે રસવતીપતિએ ખરાબ ભેજનના દોષો તે નિપુણ્યકને સમજાવ્યા, તે તજવા ગ્ય છે એ વાત સ્પષ્ટ કરી બતાવી, કાળાંતરે એ ભેજન ઉપર તેને નિર્વાહ થવાનો છે એવી તેની જે માન્યતા હતી તે ખોટી હતી એમ બતાવી આપ્યું, પોતાની પાસેના સુંદર ભેજનનાં વખાણું ક્ય, તે આ પ્રાણીને દરરોજ મળ્યા કરશે એમ જણુવી દીધું અને અગાઉ તેને જળ અને અંજનથી કેવો ફાયદો કર્યો હતો તેનો દાખલો. આપી છેવટે કુજન છોડી દેવાનો અને પોતાનું સુંદર ભેજન લેવાને આગ્રહ કર્યો. વિશુદ્ધ ધર્મને ઉપદેશ આપનાર ગુરુ મહારાજ પણ આ જીવના સંબંધમાં એવીજ રીતે કામ લે છે તે હવે આપણે જોઈએ. ગુરુ મહારાજ પણ ધન વિષય સ્ત્રી વિગેરે રાગનાં કારણ છે એમ
નિવેદન કરે છે, કર્મ સંચય થવાનું કારણ છે એમ ચારિત્ર રસના તેને સમજાવે છે, દુઃખે કરીને પાર પહોંચી શકાય સ્વાદનું વર્ણન. તેવા અનંત સંસારનાં તે નિમિત્ત કારણ છે એમ
સ્પષ્ટ કરે છે અને પછી તેને કહે છે “ભદ્ર! ધન “વિષય વિગેરે કલેશથી મેળવાય છે, એને અનુભવ કરતી વખતેતેને બેગ ભેગવતી વખતે અનેક પ્રકારને કલેશ થાય છે અને
ભવિષ્યમાં તે અનેક કલેશ ઉત્પન્ન કરે છે-આ પ્રમાણે ધન વિષયથી “આગળ અને પાછળ સર્વ રીતે અનેક પ્રકારના કલેશ થતા હોવાથી તે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ “ત્યાગ કરવા યોગ્ય છે. હે ભદ્ર! મોહને લીધે તારૂં મન અત્યારે ફરી ગયેલું છે તેથી તે વિષય બહુ સારા છે એવી તારી બુદ્ધિ થાય છે, પરંતુ જ્યારે તું એક વાર ચારિત્રનો રસ ચાખીશ ત્યારે તો અમારા “કહ્યા વગરજ તું એ ધન વિષયની જરા પણ સ્પૃહા-ઈચ્છા કરીશ “નહિ. દિ સજોડકૃતં વિશ્વ વિષમમિતિ મતલબ એ કેણ “બુદ્ધિમાન પ્રાણી હોય કે જે અમૃતને ત્યાગ કરીને ઝેરની ઇચ્છા “કરે ! અમે જે ચારિત્રપરિણામનો ઉપદેશ આપીએ છીએ તે તને કઈ કઈ વાર જ પ્રાપ્ત થનાર હોવાથી તેના ઉપર તારે નિર્વાહ થઈ “ શકશે નહિ એમ તું ધારે છે અને ધન વિષય સ્ત્રી વિગેરે પ્રકૃતિ
ભાવમાં રહેનાર હોવાથી હમેશાં તારી પાસે રહેનારાં છે તેથી તેના “વડે તારો નિર્વાહ થઈ શકશે એમ હું માને છે તે પણ બરાબર નથી, “કારણ કે ધન સ્ત્રી વિષયો વિગેરે પણ ધર્મ રહિત પ્રાણુઓની પાસે “સર્વદા રહેતાં નથી અને કદાચ રહે તેપણુ બુદ્ધિમાન પુરુષ એને પિતાનો નિર્વાહ કરનાર તરીકે કદાપિ સ્વીકારે નહિ, કેમકે સર્વ
પ્રકારના રોગોને વધારી દેનાર અપથ્ય ભેજન હોય તે કદાચ સર્વ “કાળ પ્રાપ્ત થયાં કરે તો પણ તે નિર્વાહ કરનાર છે એમ કઈ માને
નહિ. આ ધન સ્ત્રી વિષયો વિગેરે જેના ઉપર તારી આટલી બધી “પ્રીતિ છે તે સર્વ અનર્થપરંપરાનાં કારણ છે, માટે તે સુંદર છે કે “તારે નિર્વાહ કરનારાં છે એવો વિચાર તેઓના સંબંધમાં લાવવો “ઘટતો નથી. વળી તું એમ કહે છે કે તે ધન વિષયાદિ પ્રકૃતિભા“વમાં રહેનારાં છે તે પણ તારી માન્યતા તદ્દન બેટી છે. આ પ્રાણી “અનંત જ્ઞાન દર્શન વીર્ય આનંદરૂપ છે, તેથી જ્ઞાન દર્શન વિગેરે તેની “સ્વાભાવિક પ્રકૃતિ છે અને આ ધન સ્ત્રી વિષય વિગેરે ઉપર જે રાગ થાય છે, તેના તરફ આકર્ષણ થાય છે અને તેમાં આ પ્રાણી બંધાઈ રહે છે તે તે માત્ર કર્મને લીધે થયેલા વિભ્રમ (વિભાવ)નું પરિ“ણુમ છે એ પ્રમાણે તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ચારિત્રનાં પરિણામ આ પ્રાણીને થાય છે તે કઈ કઈ વખત થનાર તરીકે (અલ્પ
“કાલીન) માત્ર ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી વિષય વિ. “આ પ્રાણું પિતાના વીર્ય (શક્તિ)ને ફેરવતો નથી, ચારિત્રભાવ. “એક વખત વીર્યસ્કૂરણે આ પ્રાણીએ કરી એટલે
ચારિત્રપરિણમ દીર્ઘ કાળ સુધી નિરંતર બન્યાં બન્યાં રહે છે અને તેજ આ પ્રાણીને ખરેખર નિર્વાહ કરનાર થાય
છે. આટલા માટે ડાહ્યા માણસોએ તે એ ચારિત્રપરિણામને માટે જ “પ્રયત્ન કરવો ઉચિત છે. એ ચારિત્રપરિણુમના બળથીજ મહા
Page #206
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] ચારિત્રના લાભે છતાં શરતપૂર્વક સ્વીકાર. ૧૬૫ પુરુષો અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો (અન્ય તરફથી અનુકૂળ પ્રતિકૂળ સંસાર તરફ ખેંચનારાં વિરૂદ્ધ વર્તન) ઉત્પન્ન થાય “તેને સહન કરે છે, ધનાદિનો તિરસ્કાર કરે છે, રાગ દ્વેષ વિગેરેને દળી નાખે છે, કર્મની જાળને ઉખેડી નાખે છે, સંસાર સમુદ્રને તરી જાય છે અને અનંત કાળ સુધી સતત આનંદવાળા મેક્ષસ્થાનમાં નિવાસ કરે છે. વળી જે જ્ઞાન મેં તને આપ્યું તેને લીધે શું તારા અજ્ઞાનને “અંધકાર દૂર થઈ ગયો નથી? મેં જે દર્શન તને બતાવ્યું તેને લઈને “તારા વિપર્યાસ (સાચા ખોટા વિચારો-મિથ્યાત્વ)રૂપ દૈત્યનો નાશ “થઈ ગયે નથી? ત્યારે હવે તું શા માટે મારાં વચન ઉપર જરા પણુ અવિશ્વાસ લાવે છે? તને લાભ તે સ્પષ્ટ રીતે બતાવી આપે
છે અને તે લાભ તને નિરંતર મળ્યા કરશે તે તને બરાબર સમ“જાવી પણ આપ્યું છે, માટે હે ભદ્ર! આ સંસારને વધારનાર ધન “સ્ત્રી વિષય વિગેરેને છોડી દે અને મારી દયાએ (દીકરીએ) લાવેલું
આ પરમાન્ન (ચારિત્ર) ગ્રહણ કર, એ પ્રમાણે કરવાથી તારા સર્વ “કલેશે નાશ પામી જશે, કપાઈ જશે, હમેશને માટે દૂર થઈ જશે અને તું શાશ્વત સ્થાનમાં જઈને નિવાસ કરી શકીશ.”
શરત અને સ્વીકાર “ધર્મબેધકાર મંત્રીએ આટલો લંબાણ ખુલાસો કર્યો તે સાંભળીને નિપુણ્યકે જવાબ આપે “ભટ્ટારક મહારાજ ! મને મારા ભેજન ઉપર એટલે બધા એહ છે કે તેનો ત્યાગ કરવા માત્રથી તેના પ્રેમના ગાંડપણમાં હું મરી જઈશ એમ મને લાગે છે, માટે મહારાજ ! આ ભેજન મારી પાસે રહેવા દઈને આપ મને આપનું ભેજન આપે.” ” આ પ્રમાણે મૂળ કથાપ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આ પ્રાણીને ગુરુ મહારાજ વારંવાર પ્રેરણું કરે છે ત્યારે ગળીઆ બળદની જેમ પગ પસારીને તે ગુરુને ઉત્તર આપે છે “મહારાજ ! મારાં ધન વિષયાદિક છે તેને હું કઈ રીતે છેડી શકું તેમ નથી, તેથી આ મારા ધન વિષયાદિક મારી પાસે રહે અને તમારૂં કોઈ પ્રકારનું ચારિત્ર અને અપાય તેવું હોય તે તે આપ.” ત્યારપછી આગળ કહેવામાં આવ્યું છે કે “તેને આ પ્રમાણે
અત્યંત આગ્રહ જોઈને ધર્મબોધકરે મનમાં વિચાર ભેજન કર્યો કે આ બિચારાને સમજણ આપવાનો હાલ તે ગ્રહણ, બીજો કોઈ ઉપાય નથી, માટે તે તેનું ખરાબ
ભેજન તેની પાસે ભલે રાખે અને આ આપણું
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ભોજન તેને આપીએ, પછી જ્યારે તેને આ સુંદર ભજનનો રસ લાગશે ત્યારે તે પોતાની મેળે જ પેલા ખરાબ ભજનો ત્યાગ કરી દેશે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને ધર્મબંધકર મંત્રીશ્વરે તેને કહ્યું “ભાઈ ! તારું ભોજન તારી પાસે રહેવા દઈને આ સુંદર ભજન હાલ તું લે અને તેનું ભક્ષણ કર.” દરિદ્રીએ જવાબ આપો “ભલે, તેમ કરીશ.” આવો તેનો જવાબ સાંભળીને ધર્મબધકરે તયાને સંસા કરી એટલે તેણીએ દરિદ્રીને ભોજન આપ્યું. તે ભોજન દરિદ્વીએ તુરત ગ્રહણ કર્યું અને ત્યાં બેઠા બેઠાજ તેનું ભક્ષણ કર્યું. આ ભજન કરવાથી તેની ક્ષુધા શાંત થઈ ગઈ, તેના શરીર ઉપર અનેક વ્યાધિઓ થયા હતા તે લગભગ નાશ પામવા જેવા થઈ ગયા. અગાઉ આંખમાં અંજન આંજવાથી અને પાણી પીવાથી જે સુખ તેને થયું હતું તેના કરતાં હજાર ગણું સુખ આ સુંદર ભેજન કરવાથી તે નિપુણ્યક દરિદ્રીને થયું. આ પ્રમાણે થવાથી તે દરિદ્રીને ધર્મબોધકર મંત્રી ઉપર ભક્તિ ઉત્પન્ન થઈ, તેના મનમાં જે શંકા હતી તે દૂર થઈ ગઈ અને તે હર્ષ પામીને બાલ્યો “હું ભાગ્યહીન છું, સર્વ પ્રાણી કરતાં ઘણે અધમ છું અને આપના ઉપર કઈ પણ પ્રકારને મેં ઉપકાર કર્યો નથી છતાં આપ મારા ઉપર આટલી બધી દયા દેખાડે છે તેથી તમારા સિવાય હે પ્ર ! મારે બીજે કઈ નાથ નથી. ?? ?? આ પ્રાણું ચારિત્ર ગ્રહણ કરે એટલે ગુરુ પાસેથી પરમાર
ગ્રહણ કરે તેને ક્રમ આવા પ્રકારના હોય છે તે સર્વવિરતિ આપણે વિચારીએ-જ્યારે આ જીવને બહુ પ્રકારે
વિ. ઉપદેશ આપવા છતાં તે બદ્ધઆગ્રહપણાને લીધે દેશવિરતિ,
ધન વિષયાદિને ત્યાગ કરી શકતા નથી ત્યારે ધમ
ચાર્ય તેના સંબંધમાં વિચાર કરે છે કે આ પ્રાણું હાલ તુરત સર્વવિરતિ ગ્રહણ કરી ધન વિષયાદિનો સર્વથા ત્યાગ કરી દે એમ તે લાગતું નથી, માટે એને હાલ દેશવિરતિ (અમુક અંશે ત્યાગભાવ) આપીએ. એને (દેશવિરતિને) પાળવાથી તે પ્રાણુમાં વિશેષ ગુણે ઉત્પન્ન થશે અને ત્યાગભાવની મહત્તા તે સમજશે એટલે પછી પોતાની મેળેજ સર્વસંગનો ત્યાગ કરી દઇ તે સર્વવિરતિ અંગીકાર કરશે. આ પ્રમાણે લંબાણથી દીર્ધ દૃષ્ટિપૂવૅક વિચાર કરીને આ પ્રાણું બહાનું કાઢી છટકી ન જાય તેટલા સારૂ તેને દેશવિરતિ ગુરુ મહારાજ આપે છે. (મહાવ્રતને સર્વવિરતિ કહેવામાં આવે છે જેમાં સર્વેથા ત્યાગ કરવામાં આવે છે; જ્યારે અણુવ્રતને દેશવિરતિ કહેવિામાં આવે છે જેમાં થોડો થોડે ત્યાગભાવ સર્વ વ્રતને અંગે હોય છે.)
Page #208
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સત્યાગ પ્રથમ, વિમુખ ને દેશથી ત્યાગ. ૧૬૭ અહીં ઉપદેશ દેવાને કમ આ પ્રમાણે છે-સર્વથી પહેલાં તો
સર્વવિરતિને ઉપદેશ આપ, પરંતુ જ્યારે એમ ઉપદેશ- માલૂમ પડે કે આ પ્રાણુ સર્વવિરતિ ગ્રહણ કરને ક્રમ. વાથી પરામુખ (વિમુખ) છે, તેને તે ગ્રહણ
કરવાનું અને સર્વથા ત્યાગ કરવાનું મન થતું નથી ત્યારે તેને દેશવિરતિનો ઉપદેશ આપવો અને તે તેને આપવી. જે શરૂઆતમાં પહેલેથી જ દેશવિરતિને ઉપદેશ આપવામાં આવે તે આ પ્રાણુ તેમાં પ્રતિબંધ કરી દે અને તેમાં રક્ત થઈ જાય અને ગુરુ મહારાજ સૂક્ષ્મ (સ્થાવર) પ્રાણીઓના નાશના સંબંધમાં સંમતિ આપે છે તે તેને ખ્યાલ બેસી જાય. વળી આ પ્રાણીને જે જરા લાગ મળે તે તેને છટકી જવાની ટેવ હોય છે તેથી છટકી પણ જાય, માટે શરૂઆતમાં સર્વવિરતિનો બોધ આપો અને તે લેવાને શતિમાન ન હોય તો પછી દેશવિરતિને ઉપદેશ આપવો. આવી રીતે કરવાથી આ પ્રાણું દેશવિરતિ આદરે છે તે થોડું થોડું પરમાન્નસુંદર ભજન ભક્ષણ કરે છે તેની બરાબર સમજવું. એ થોડા ભેજનનો ઉપયોગ કરવાથી આ પ્રાણીને વિષયભોગો ભેગવવા સંબંધી જે તીવ્ર સુધા રહેતી હતી તે જરા શાંત થાય છે, રાગ વિગેરે ભાવરેગો કાંઈક ઓછા થાય છે, જ્ઞાન દર્શનની પ્રાપ્તિથી જે સુખ થયું હતું તે કરતાં અત્યંત વધારે સ્વાભાવિક શાંતિરૂપ પ્રશમસુખ હવે તેને બહુ સારી રીતે ઉત્પન્ન થાય છે, સારી ભાવનાના યોગથી મનમાં આનંદ આનંદ થઈ જાય છે, આવી સુંદર દેશવિરતિ બતાવનાર ગુરુ મહારાજ પોતાની ઉપર ઘણે મોટો ઉપકાર કરનાર છે એવી ભાવનાને લઈને તેના ઉપર તેને ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અને તેથી આ પ્રાણુ ગુરુ મહારાજને કહે છે “આપજ મારા ખરેખરા નાથ છે. હું દુષ્ટ કાષ્ટ જે તદ્દન નાલાયક હોવા છતાં આપે પોતાના જોરથી મને લાયક બનાવીને ગુણેનું પણ ભાજન કર્યો, તેથી આપને જેટલે આ ભાર માનું એટલે ઓછા છે.”
ઔષધસેવનને ઉપદેશ. ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું તે હવે વિચારીએ. “તેને (ભિખારીને) આ પ્રમાણે બેલતો સાંભળીને ધર્મ
૧ જ્ઞાન દર્શનથી થતાં સુખ કરતાં પણ ચારિત્રથી વધારે આત્મસુખ થાય છે, કારણ કે તેમાં આમરમતા છે.
૨ જુઓ પૃષ્ઠ ૩૧.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ બોધકાર મંત્રીશ્વર બોલ્યા “જે એ પ્રમાણે છે તે હું જે કહું તે થોડી વાર અહીં બેસીને બરાબર સાંભળ અને સાંભળીને તે પ્રમાણે આચરણ કર.” દરિદ્રી વિશ્વાસ લાવીને ત્યાં બેઠે એટલે તેના ઉપર હિત કરવાની ઈચ્છાથી તેના મનને આનંદ પમાડે તેવા સુંદર શબ્દોમાં ધર્મબંધકર બેલ્યા “તે કહ્યું કે મારા સિવાય બીજો કઈ નાથ નથી, પણ એવું તારું કથન યોગ્ય નથી, કેમકે આપણુ રાજાના રાજા મહા ઉત્તમ ભૂપાળ શ્રીસુસ્થિત મહારાજ તારા સ્વામી છે. એ મહારાજ સ્થાવર અને જંગમ સર્વે પ્રાણી અને પદાર્થોના નાથ છે, ધણી છે, સરદાર છે; અને તેમાં પણ આ રાજભવનમાં જે પ્રાણુઓ રહે છે તેના તો તેઓશ્રી ખાસ કરીને નાથ છે. જે ભાગ્યશાળી પ્રાણુઓ એ મહારાજાનું દાસપણું સ્વીકારે છે તેઓની સાથે આખું ભુવન થોડા કાળમાં દાસની જેમ વર્તે છે એટલે કે આ ભુવનના સર્વ લોક તેના દાસ થઈ જાય છે. જે પ્રાણુઓ અત્યંત પાપી હોય છે અને ભવિધ્યમાં પણ જેનો ઉદય થવાનો સંભવતો નથી તેઓ બાપડા આ મહારાજાનું નામ પણ જાણતા નથી. જે ભાવિભદ્ર મહાત્માઓ (ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું હોય છે તેવા ભાગ્યશાળી પ્રાણીઓ) આ રાજભુવનમાં દેખાય છે તેને પ્રથમ તો સ્વકર્મવિવર દ્વારપાળ અંદર પ્રવેશ કરાવે છે અને તેઓ કઈ પણ પ્રકારની શંકા વગર આ રાજાને વસ્તુતઃ સ્વીકારે છે. અંદર દાખલ થનારમાં કેાઇ મુગ્ધ (મોહને વશ પડેલા, સામાન્ય બુદ્ધિવાળા) હોય છે તેઓને અંદર પ્રવેશ કરાવ્યા પછી જ્યારે હું તેને બધી વાત કહું છું ત્યારે વિશેષ હકીકત તેઓ સમજે છે. આ પ્રમાણે હોવાથી તારા સદ્ભાગ્યને વેગે આ વિશાળ રાજમંદિરમાં જ્યારથી તારે પ્રવેશ થયો છે ત્યારથી આ સુસ્થિત મહારાજા તારા સ્વામી થયેલા છે. હવે તારે મારાં વચનથી શુદ્ધ આત્માવડે જ્યાં સુધી જીવ ત્યાં સુધી આ રાજાને તારા મહારાજા તરીકે-નાથ તરીકે સ્વીકારી લેવા. જેમ જેમ તે તેના ગુણોને ઉપભેગ કરતે જઇશ તેમ તેમ તારા શરીરમાં જે અનેક વ્યાધિઓ થયેલા છે તે નરમ પડતા જશે. તને જે રેગો શરીરે થયેલા છે તેને ઘટાડવાનો અને તેને છેવટે સર્વથા નાશ કરવાનો ઉપાય-સદરહુ ત્રણે
ઔષધનો વારંવાર ઉપયોગ કરવો એજ છે, તેથી હે ભાઈ! સર્વ પ્રકારના સંશયને છેડી દઈને આ રાજભવનમાં નિરાંતે રહે અને દરેક વખતે વારંવાર અંજન, જળ અને અન્નનો ઉપગ કર. એવી રીતે એ ત્રણે ઔષધને ઉપગ વારંવાર કરવાથી તારા સર્વ વ્યાધિઓ મૂળમાંથી નાશ પામી જશે અને તું એ મહારાજાની વિશેષ સેવા કરતાં
Page #210
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] આગળ પ્રગતિ કરાવવાના પ્રયત.
૧૬૯ કરતાં આખરે પિતે પણ નૃપોત્તમ (મહારાજા) થઈ જઈશ. આ તદ્યાને હું ભલામણ કરું છું, તે તને દરરેજ ત્રણે ઔષધે આપતી રહેશે. હવે મારે તને વધારે તે શું કહેવું? પણ તેને ફરી વાર પુનરાવર્તન કરીને કહ્યું છે કે તારે ત્રણે ઔષધનો બરાબર ઉપગ નિરંતર કર્યા કરે.”” આવી રીતે મૂળ કથાપ્રસંગમાં ધર્મબંધકર મંત્રીએ મધુર વચનથી પેલા ભિક્ષુકને બેલા, તેનું મન હર્ષિત કર્યું, તેની પાસે મહારાજના ગુણેનું વર્ણન કર્યું, તે પિતે એ મહારાજાના સેવક છે એમ બતાવ્યું, તે મહારાજાનું દાસપણું સ્વીકારવાને તેને આગ્રહ કર્યો, મહારાજાના વિશેષ ગુણે જાણવાનું તેના મનમાં કુતૂહળ ઉત્પન્ન કર્યું, એ જ્ઞાન ઉત્પન્ન કરવાને હેતુ વ્યાધિઓ ઘટાડવાનું છે તે કહી સંભળાવ્યું, એ વ્યાધિઓ ઘટાડવાનું કારણ ત્રણે ઔષધો છે તે સમજાવી આપ્યું, એ ત્રણે ઔષધોનો વારંવાર ઉપયોગ કરવાની સૂચના કરી, તે ઔષધોને વારંવાર ઉપયોગ કરવાથી મહારાજાની આરાધના થાય છે તે સ્પષ્ટ કર્યું અને એ મહારાજાની આરાધના કરનારાઓને મહારાજા જેવું જ મોટું રાજ્ય મળે છે એમ પ્રતિપાદન કર્યું. આ પ્રાણીએ દેશવિરતિ આદરેલી હોય છે તે અવસ્થામાં ગુરુ મહારાજ તેને તેમાં વિશેષ સ્થિરતા પમાડવા માટે અને તેની પ્રગતિ કરાવવા માટે એજ પ્રમાણે આચરણ કરે છે તે આવી રીત:આ પ્રાણીને ગુરુ મહારાજ કહે છે, “ભાઈ! તે કહ્યું કે “તમેજ
મારા નાથ છે તે બેલવું તારા જેવાને માટે તે આરાધના અને ઉચિત છે ( કારણ કે તું ઉપકારના બદલામાં એમ મહારાજ્ય પ્રાપ્તિ, બેલતો હોઈશ), પણ સાધારણ રીતે એ પ્રમાણે
બોલવું ન જોઈએ; કારણ કે મારા અને તારા પરમ નાથ તે સર્વજ્ઞ ભગવાન છે. ત્રણ ભુવનમાં રહેલા સર્વ સ્થાવર (સ્થિર) અને ત્રસ (૨૨) જંતુઓનું પ્રતિપાલન કરતા હોવાથી સર્વના નાથ થવાને તે સર્વજ્ઞ મહારાજાજ યોગ્ય છે, વળી એમાં પણ જે પ્રાગીઓ એ સવૅર મહારાજના બતાવેલા જ્ઞાન દર્શન ચારિત્ર પ્રધાન દર્શનમાં વર્તતા હોય છે તેઓના એ મહારાજા ખાસ કરીને નાથ છે. કેટલાએક મહાત્મા પ્રાણીઓ એ મહારાજાનું દાસપણું સ્વીકારીને કેવળજ્ઞાનરૂપ રાજ્ય પ્રાપ્ત કરી આ આખા ભુવનને પોતાના દાસ બનાવે છે એટલે આ સંસાર તેવા મહાત્માઓનો સેવક બની જાય છે. બાકી જે પાપી પ્રાણુઓ હોય છે તેઓ તે આ મહારાજાનું
૧ સંપૂર્ણ જ્ઞાન, સર્વજ્ઞાપણું
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ નામ પણ જાણતા નથી. ભવિષ્યમાં જેઓનું કલ્યાણ થવાનું હોય છે તેવા ભાવિભદ્ર પ્રાણીઓ જ તેઓનાં કર્મો વિવર આપે તે માર્ગે આ દર્શનને પ્રાપ્ત કરે છે એટલે આ દર્શનાલયમાં સ્વકર્મવિવર દ્વારપાળ તેને પ્રવેશ કરાવે છે. તું આ સીડી પર ચઢયો છે અને તને સ્વકર્મવિવરે અહીં દાખલ કરાવ્યો છે, તેથી તે ભાવથી આ ભગવાનને આ દર્યા છે એમ ધારી શકાય છે. એ ભગવાનને મેળવવાનો અને મેળવ્યા પછી આગળ વધવાનાં અનેક સ્થાનો છે જેના ભેદો તરતમાતાને અંગે પડે છે. તેને વધારે સારું સ્થાન પ્રાપ્ત થાય અને તે પોતે આગળ પ્રગતિ કરે તેને માટે અમારે આ સર્વ પ્રયત્ન છે. હકીકત એમ છે કે પ્રાણીઓ સામાન્ય રીતે એ ભગવાનને કદાચ ઓળખતા હોય છે તેને પણ સદ્ગુરૂ દ્વારા સંપ્રદાયના જ્ઞાન વગર તેને વિશેષ પ્રકારે જાણી શકતા નથી.” આવી રીતે ગુરુ મહારાજ આ જીવ પાસે ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, પિતે પણ એ ભગવાનના સેવક છે એમ બતાવે છે, ભગવાનને વિશેષે કરીને નાથ તરીકે સ્વીકારવાનું તેને સમજાવે છે, ભગવાનમાં વિશેષ ગુણો કયા છે તે બતાવીને તે સંબંધી વધારે જ્ઞાન મેળવવા માટે આ પ્રાણીમાં કોતક ઉત્પન્ન કરે છે, ભગવાનના ગુણે જાણવાનો ઉપાય રાગ દ્વેષાદિ ભાવરેગોને ઓછા કરવા તે છે એમ તેને જણાવે છે, એ રાગાદિ ભાવોને ઓછા કરવાના ઉપાય જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિપુટીરૂપ ત્રણ ઔષધો એમ બતાવે છે, વારંવાર બની શકે તેટલું એ ત્રણે ઔષધનું સેવન કરવું બહુ જરૂરનું છે એમ તેને ઉપદેશ આપે છે, એ ઔષધનું સેવન કરવું (ઉપયોગ કરવો) એ ભગવાનની આરાધના છે એમ નિવેદન કરે છે અને એવી રીતે ભગવાનની આરાધના કરવાથી મહારાજ્યપ્રાપ્તિ જેવી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ પ્રતિપાદન કરે છે. જે ગુણે પ્રાણીએ આદરેલા–સ્વીકારેલા છે તેમાં વિશેષ સ્થિરતા
પ્રાપ્ત કરાવવા માટે સૂરિ મહારાજ આ પ્રમાણે હિત વિશેષ સ્થિરતા કરવાના હેતુથી પ્રાણીને કહે છે, પરંતુ જેવી રીતે અને પ્રગતિ. પેલે દરિદ્રી રસાઈઆનું વચન સાંભળીને બોલી ઉઠે
છે “સ્વામિન્ ! આપે આટલી બધી વાત કરી તેપણું હજુ હું મારું તુચછ ભજન તજી શકતો નથી. એ સિવાય મારે જે કરવાનું હોય તે આપ મને ઘણી ખુશીથી ફરમાવો” તેવીજ રીતે આ પ્રાણું ચારિત્ર મેહનીય નામના કર્મથી વિહળ થઈને આવી રીતે વિચાર કરે છે. “અહો ! આ ગુરુ મહારાજ મને વારંવાર ધર્મદેશના આપવા મંડી ગયા છે તેમાં જરૂર તેઓને આશય આ મારી પાસે
Page #212
--------------------------------------------------------------------------
________________
પીડબંધ ] આંતર આશય પ્રમાણે અન્ય સંબંધી માન્યતા.
૧૦૧
મારાં ધન સ્રી વિષયો વિગેરે છે તેના ત્યાગ કરાવવાના હોવા જોઇએ, પણ હું કાઇ પણ રીતે તેના ત્યાગ કરી શકું તેમ નથી, માટે હવે તે તેમને જેવી છે તેથી મારા મનની ચાખી વાત કરી દઉં કે સાહેબ ! તમે નકામા તમારૂં ગળું ખેંચી રહ્યા છે.” આ પ્રમાણે વિચાર કરીને પેાતાના મનમાં જે વિચારો ચાલતા હતા તે ગુરુ મહારાજને આ પ્રાણી કહી બતાવે છે.
ઉપદેશકની ગંભીરતા.
દરિદ્રીના આવા જવાબ સાંભળીને ધર્મબાધકર મંત્રીશ્વરને વિચાર થવા લાગ્યા કે આને તે ત્રણે ઔષધાના વારંવાર ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી તેના જવાબમાં આ શું ખેલવા મંડી ગયા છે ? પણ અરે ! હવે સમજાય છે કે અત્યારે તેના મનમાં એવાજ વિચાર ચાલે છે કે હું હાલ તેની સાથે જે વાત કરૂં છું તેમાં મારો ઉદ્દેશ ગમે તેમ કરીને તેની પાસેથી તેના ખરાબ ભાજનના ત્યાગ કરાવવાના છે. આ વિચાર તે તુચ્છપણાને લીધે કરે છે. ક્લિષ્ટ ચિત્તવાળા પ્રાણીઓ આખા જગતને દુષ્ટ માને છે અને શુદ્ધ વિચારવાળા પ્રાણીઓ આખા જગતને પવિત્ર માને છે. આવી રીતે પોતાના પ્રયત્નના ખાટા અર્થ દરિદ્રીને કરતા જોઇને ધર્મબાધકર જરા હસ્યા અને તેને કહ્યું “ ભાઇ ! જરા પણ ગભરાઇશ નહિ. હું તારી પાસેથી તારૂં અન્ન હાલ છોડાવવા માંગતા પણ નથી, તારે ગભરાયા વગર તારા ભાજનના ઉપયાગ કરવા. હું તને પહેલાં તે ખરાબ ભાજન તજી દેવાનું વારંવાર કહેતા હતા તે માત્ર તારૂં ભલું કરવાની ઇચ્છાથીજ કરતા હતા, પણ હવે જ્યારે તને તે વાત પસંદ આવતી નથી ત્યારે તા હાલ હું એ બાબતમાં તદ્ન ચુપ રહીશ, પણ વારૂ, તારે શું કરવા ચેાગ્ય છે તે સંબંધી મેં અગાઉ ઉપદેશ આપ્યા હતા તેમાંથી કાંઇ તેં તારા હૃદયમાં ધારણ કર્યું છે કે નહિ ? ” ” ગુરુ મહારાજ પણ જ્યારે જાણે છે કે પેાતે આ પ્રાણીને જ્ઞાન દર્શન ચારિત્ર અંગીકાર કરવાના ઉપદેશ આપે છે તેને આ પ્રાણી પોતાના વિચારમાં આકુળ રહી ધનાદિ ત્યાગના અર્થમાં સમજી જાય છે ત્યારે તેને ગભરાઇ ન જવાનું કહી ગુરુ પૂછે છે કે અગાઉ તારી પાસે મહારાજાના ગુણાનું મેં વર્ણન કર્યું હતું તે તેને યાદ છે કે નહિ? આ સર્વ હકીકત સમજાઇ જાય તેવી છે, બુદ્ધિમાન વાંચનારે તેની ચેાજના જીવ અને ગુરુના સંબંધમાં ચોગ્ય રીતે કરી લેવી.
૧ જુએ કથાપ્રસંગ પૃષ્ઠ ૩ર.
k
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
ભિખારીની કબુલાતા ( Confessions).
ગુરુ મહારાજના આવા પ્રશ્ન સાંભળી પેલા દરિદ્રીએ લંમાણુથી જવાબ આપ્યા હતા તે આપણે કથાપ્રસંગમાં વાંચી ગયા છીએ. ત્યાં તેણે જવાખમાં જણાવ્યું તેની મતલબ એ હતી કે “ હે નાથ ! આપે જે કહ્યું તેમાંનું કાંઇ પણ મેં ધારણ કર્યું નથી, પણ સજ્જનની વાણી સમજાણી ન હેાય તાપણ તેના કામળપણાથી આનંદ થાય તેવા પ્રકારના આનંદ આપને ખેલતાં સાંભળીને મને થયા હતા. ' ત્યારપછી જાદી જાદી વાત ધર્મભેાધકરે કરી ત્યારે પાતાનું મન ક્યાં રખડતું હતું તેની સર્વ હકીકત દરિદ્રીએ કહી સંભળાવી. છેવટે જ્યારે ગુરુ મહારાજે તેને ખાત્રી આપી કે તેની પાસેનું ભેાજન તે ત્યાગ કરાવવા માગતા નથી ત્યારે તેના મનમાં ભય અને આકુળતા હતાં તે દૂર થઇ ગયાં અને પેાતાની સર્વ વાત ફરી વાર કહી સંભળાવી છેવટે દરિદ્રીએ ધર્મબેાધકરને કહ્યું “ મહારાજ ! આ પ્રમાણે મારી સ્થિતિ છે અને આવી મારી હકીકત છે! મારૂં ચિત્ત આવું અસ્થિર છે અને હું પાપી છું તેથી મારે શું કરવું ોઇએ તે આપ સાહેબ હવે મને જણાવે કે જેથી આપની કહેલી હકીકત હું મારા મનમાં ધારણ કરૂં.” આ પ્રમાણે સર્વ હકીકત આ જીવના સંબંધમાં બને છે તે હવે આપણે જોઇએ.
૧૦૨
અહીં ગુરુ મહારાજ પણ આ પ્રાણીના મનના અભિપ્રાય જાણીને તેને કહે છે “હું ભાઇ ! તું સર્વ વસ્તુના ત્યાગ કરવાને શક્તિવાત્ નથી તેા અમે તારી પાસે સર્વે સંગનેા ત્યાગ હાલ કરાવવા પણ માગતા નથી; હાલ તા . તને સ્થિર કરવા માટે તારી પાસે ભગવાનના ગુણા અમે અનેક પ્રકારે કહી સંભળાવ્યા છે અને તેં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થોડું થોડું આદરેલું છે તેને વારંવાર-વધારે વખત સુધી આદરવા માટે ઉપદેશ આપીએ છીએ. એવી રીતે અને એ માટે તને હ કીકત કહી સંભળાવી તે તારી ધારણામાં ખરાખર આવી છે કે નહિ ?” ગુરુ મહારાજ આવા સીધા પ્રશ્ન પૂછે છે તેના આ પ્રાણી જવામ આપે છે: “આપ સાહેબે ઘણી વાર કહ્યું પણ તેમાંની કોઇ પણ મામત મારી ધારણામાં બરાબર આવી નથી. આપ સાહેબ જ્યારે જ્યારે એવી વાત કરી છે ત્યારે ત્યારે આપના અતિ પ્રિય શબ્દોથી મારા ૧ જુએ અગાઉ પૃષ્ઠ ૩૩ પંક્તિ ૩ થી શરૂ થતા પારિગ્રાફમાં આવેલા ૬રિદ્રીને જવાબ. લંખાણ ન થાય તે માટે તેના ભાવાર્થં અહીં દાખલ કર્યો છે.
ઉપદેશકના
સીધા પ્રશ્ન.
વ્યગ્રતાને
નમુને.
[ પ્રસ્તાવ ૧
Page #214
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] વ્યગ્ર મન પર ઉપદેશ લાગે નહિ. ૧૭૩ મનમાં આનંદ પામું છું અને વિચારું છું કે ભગવાનની (ગુરુની) કહેવાની ઢબ બહુ સારી છે'! આપ તેથી જ્યારે કાંઈ બોલતા હો છે ત્યારે મારું હૃદય જો કે તદ્દન શૂન્ય હોય તોપણ આંખે વિકસ્વર કરીને જાણે અત્યંત બુદ્ધિમાન હોઉં અને આપ બોલતા હો છો તે સર્વ સમજીને હૃદયમાં ઉતારતો હોઉં એવો ઉપર ઉપરને ડોળ કરીને સાંભળું છું, પરંતુ સાહેબ ! મારા જેવા પ્રાણીમાં તત્ત્વજ્ઞાન સ્થિરતા તો કેવી રીતે પામી શકે? મને તેનું જાણપણું કેવી રીતે થાય? કારણ કે આપ સાહેબ જ્યારે તત્ત્વના ગૂઢ પ્રદેશોના સંબંધમાં અસાધારણ પ્રયાસ લઈ વ્યાખ્યાન કરતા હો છો ત્યારે જાણે હું ઉંઘતે હોઉં, પીધેલ હાઉં, ઉન્મત્ત (ગાંડે) ઉં, મન વગરનો હોઉં, શેકથી લેવાઈ ગયેલ હોઉં અથવા તે જાણે મૂછ પામેલ હોઉં તેની પેઠે હું કોઈ પણ ધ્યાન આપતો નથી, આપનું બોલેલું મારા હૃદયમાં ઉતારતો નથી અને તે પર કદિ જરા લક્ષ્ય પણ આપતા નથી. મારા મનની આવી ખરાબ સ્થિતિ થયેલી છે તેનું કારણ પણ આપની સમક્ષ હું ખુલ્લા દિલથી કહી બતાવું છું તે આપ સાંભળે.” આવી રીતે પશ્ચાત્તાપપૂર્વક સર્વ બાબતની કબૂલાત કરતો આ પ્રાણુ ગુરુ મહારાજ પાસે પોતાના ખરાબ વર્તનની નિંદા કરે છે, પોતાના ખરાબ ભાષણે માટે ખેદ કરે છે, અગાઉ પિતાને ગુરુ મહારાજ સંબંધી, પિતા સંબંધી, સંબંધીઓ સંબંધી અને વસ્તુઓ સંબંધી કેવા કેવા
ટા ફવિકલ્પ થતા હતા તે કહી સંભળાવે છે અને પ્રથમથી શરૂ કરીને અત્યાર સુધીનું પિતાનું સંપૂર્ણ ચરિત્ર ગુરુ મહારાજ સમક્ષ નિવેદન કરે છે. ત્યારપછી તે જણાવે છે કે “આપ સાહેબ મારૂં એકાંત હિત કરવાની ઈચ્છા રાખો છો એ વાત હું જાણું છું. મને એટલી પણ ખબર છે કે આપ વિષયાદિકની નિંદા તેટલાજ માટે કરે છે, એ જ હેતુથી વસ્તુસંગનો ત્યાગ કરવાને ઉપદેશ આપે છે, એવી રીતે ત્યાગ કરનારના મનમાં કેવું શાંતિસામ્રાજ્ય પથરાય છે તેનું આપ વર્ણન કરે છે અને એવા સુંદર જીવનના પરિણામે પ્રાપ્ત થતું પરમ પદ (મોક્ષ) છે તેનાં આપ મારા હિત સારૂ વખાણ કરે છે,
૧ વ્યાખ્યાન કરનાર ગુરુના સંબંધમાં આવીજ ટીકા અને વાતો કરતાં આપણે લોકોને અનુભવીએ છીએ. મુદ્દા કરતાં મહારાજની કહેવાની ઢબ પરજ વિવેચન વધારે થાય છે. સારગ્રહણને અંગે શ્રોતાને મેટે વર્ગ તો શાહુકાર રાખે છે. ગુરુ પાસેથી કાંઈ પણ લઈ જતો નથી. આસક્તિનું અને પરભાવરમણનું આ પરિણામ છે, જરા અવલોકન કરવાથી ગ્રાહ્ય થાય તેવું છે અને પરિણામે શોચનીય દશામાં લઈ જનારું છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ છતાં જેવી રીતે કે ઈ માણસે રીંગણાં અને ભેંસનું દહીં વધારે ખાધાં હોય તો તે જેમ ઉંઘ ( નિદ્રા)નું નિવારણ કરી શકતો નથી અથવા તો જેમ કેઇએ મંત્રથી પવિત્ર નહિ કરેલું આકરું ઝેર પીધું હોય તે પોતાની અવ્યવસ્થિત સ્થિતિને-વિહળતાનો ત્યાગ કરી શકો નથી તેવી રીતે કર્મની પરતંત્રતાને લીધે ધન વિષય ઉપર અનાદિ કાળથી થતી મૂચ્છને (અજ્ઞાનજન્ય પ્રીતિરાગને) કેઈ પણ પ્રકારે રેકવાને હું શક્તિવાન્ થતો નથી. ઘણુ વખતના અભ્યાસથી એ વસ્તુ ઉપરની મૂચ્છનું બહુજ જે મારા પર ચાલ્યા કરે છે અને તેનાથી વિહળ થયેલો હોવાથી જેમ કઈ બહુ ઉંઘમાં પડી ગયેલા માણસને કઈ રાડ પાડી પાડીને જગાડે તેના શબ્દો આકરાં બાણ જેવાં લાગે તેમ આપની ધર્મદેશના મને ઉગ કરાવતી હતી. આપ જે હકીકત બેલતા હતા તે હું સાંભળતો હતો અને તેમાં રહેલી મધુરતા, ગંભીરતા, ઉદારતા અને પરિણામસુંદરતા વિચારતાં વચ્ચે વચ્ચે કઈ કઈ વાર મને આનંદ પણ થતો હતો. પછી “તું અશક્ત છે તેથી અમે સર્વ વસ્તુઓનો ત્યાગ કરાવવા પ્રયત્ન કરતા નથી” એ પ્રમાણે જ્યારે આપ સાહેબે જણાવી દીધું ત્યારે મારા મનમાં જે ઊંડી બીક પેસી ગઈ હતી તે દૂર થઈ અને તેથી જ આટલી વાત ખુલ્લા મનથી આપની સમક્ષ હું કહી શક્યો છું. નહિતર તો જ્યારે જ્યારે આપ સાહેબ દેશના ( ઉપદેશ) દેવા પ્રવૃત્ત થતા ત્યારે ત્યારે મારા મનમાં એવાજ સંકલ્પ વિકલ્પ થયા કરતા કે-આ સાહેબ પોતે પૈસા કે વિષયની કે પણ પ્રકારની સ્પૃહા (છા) કરનાર ન હોવાથી મારી પાસેથી પણ બધું છોડાવવા યત કરે છે અને એ ધન વિષય વિગેરેને ત્યાગ કરવાને હું શક્તિવાનું નથી, મારાથી તેને કોઈ પણ પ્રકારે ત્યાગ થઈ શકે તેમ નથી, તેથી એ મારે માટે જે પ્રયાસ કરે છે તે સર્વથા નકામે છે-આ પ્રમાણે વિચાર મારા મનમાં ચાલતા હોવાથી બીકને લીધે મારા મનના વિચારે આપની સમક્ષ કહી પણ શકતો નહોતો. મારામાં આટલી તાકાત છે એ આપને એ નિવેદન કર્યું, હવે મારે શું કરવું યોગ્ય છે તે આપ કૃપા કરીને ફરમાવે.”
૧ માદક પદાથી વધારે ખાવાથી ઉંઘ બહુ આવે છે તે દરરોજના અનુભવને વિષય છે. દુધપાક કે કેરીનો રસ ખાધા પછી બપોરે ઝોકાં આવવા સંભવિત છે તેવી રીતે દહીં અને રીંગણાંથી પણ દુધ બહુ આવે છે એમ તેના ખાનારા કહે છે.
૨ મંત્રથી પવિત્ર કરેલું-મંત્રિત કર વિહ્વળતા કરતું નથી, મંત્રથી પવિત્ર નહિ કરેલું-સાધારણ ઝેર તેના પ્રમાણમાં વિહ્વળતા જરૂર કરે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પીઠબંધ] અસર ઉપજાવવા ઉપદેશનું પુનઃ કથન.
ઔષધના અધિકારીનું લક્ષણ મૂળ કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવ્યું તે આ પ્રમાણે છે. “નિપુણ્યકની આ સર્વ હકીકત સાંભળીને દયાના સમુદ્ર ધર્મબંધકરે પ્રથમ જે વાત ટુંકામાં સમજાવી હતી તે પાછી ફરી વાર અતિ વિસ્તારથી સમજાવી. ત્યારપછી પોતાનાં વિમળાલેક અંજન, તત્ત્વપ્રીતિકર પાણી અને મહાકલ્યાણક અન્નની અને ખાસ કરીને સુસ્થિત મહારાજ સંબંધી અને તેના અનેક ગુણ સંબંધી હકીકતથી તેને અજાયે જાણીને તેને આ પ્રમાણે કહ્યું “હે ભાઈ! મને મહારાજા સાહેબે અગાઉ હુકમ કર્યો છે કે તેને ત્રણે ઔષધે મારે ગ્ય માણસને જ આપવાં. જે એ ત્રણે ઔષધે કે અયોગ્યને આપવામાં આવશે તો તે ઉપકાર નહિ કરે એટલું જ નહિ, પણ ઉલટાં અનેક પ્રકારના અનર્થોને ઉત્પન્ન કરશે. અમારા મહારાજાને આ આદેશ સાંભળીને અમુક પ્રાણું પાત્ર છે કે નહિ તેને કેવી રીતે ઓળખ એવી મુશ્કેલીને મેં સવાલ પૂછડ્યો હતો તેના જવાબમાં મહારાજાધિરાજે આ ઔષધને યોગ્ય પ્રાણીનાં લક્ષણે બતાવ્યાં હતાં તે આ પ્રમાણે - જે રેગી પ્રાણીઓ આ ઔષધ લેવાને હજુ સુધી યોગ્ય થયા નથી તેને કમૅવિવર દ્વારપાળ આ રાજમંદિરમાં દાખલજ કરતા નથી. મેં સ્વકર્મવિવર દ્વારપાળને હુકમ આપી રાખ્યો છે કે તેણે જે આ ત્રણે ઔષધેને યોગ્ય હોય તેવા પ્રાણીને જ રાજભુવનમાં દાખલ કરવા અને જેઓ એ ઔષધને યોગ્ય ન હોય તેને દાખલજ કરવા નહિ. તેમ છતાં કઈ પ્રાણું આ મંદિરમાં દાખલ થઈ ગયા હોય પણ જે મારો મહેલ જોઈ આનંદ પામે નહિ તેના ઉપર મારી દષ્ટિ મોટે ભાગે પડતી નથી, તેથી એવા પ્રાણીઓને બીજા કેઈ દ્વારપાળે ગમે તેમ કરીને અંદર દાખલ કરેલા છે એમ તારે તેઓનાં ચિહ ઉપરથી સમજી લઈને તેઓનો સંભાળથી ત્યાગ કરવો. જેઓ મારૂં મંદિર જોઈને પિતાના મનમાં આનંદ પામે છે-હર્ષમાં આવી જાય છે અને જેઓના આત્મા વિકસ્વર થાય છે તેવા રોગીઓનું ભવિષ્યમાં સારું થવાનું હોવાથી તેવાઓ ઉપર હું ખાસ કૃપાદષ્ટિ કરું છું. સ્વકર્મવિવરે જેને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હોય અને જેના ઉપર મારી કૃપાદૃષ્ટિ પડતી હેય તે પ્રાણીઓ આ ત્રણે ઔષધને યોગ્ય છે એમ તારે સમજવું. આ ત્રણે ઔષધો તે પ્રાણુઓની કસોટી કરનારાં છે. એ ઔષધ પ્રાણીઓને આપવાથી તેને તે પ્રાણી ઉપર કેવો ગુણ થાય છે તે જા
૧ આ આખી હકીકત અહીં અગાઉ પૃ. ૩૪ થી દાખલ કરી છે, તે ખાસ વિચારવા યોગ્ય છે. મૂળ ગ્રંથમાં તેને સારજ આપ્યો છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૧
જે
ણવા ઉપરથી તે આ મંદિરમાં રાખવા યોગ્ય છે કે નહિ તેની ખબર પડી આવે છે. આ ઔષધ ઉપર જે પ્રાણીઓનાં મનમાં પ્રેમ થાય અને તેના ઉપયોગ કરવાથી ગુણુ કરનાર થાય અને તેમ કરવામાં પ્રયાસ કરવા ન પડે તે પ્રાણીઓને સુસાધ્ય વિભાગના જીવા તારે સમજવા. શરૂઆતમાં ઔષધાને ગ્રહણ કરે નહિ, પરંતુ જેને પ્રયાસ કરીને ઔષધેા વાપરવા માટે સમજાવવામાં આવે અને જે વખતના વહેવા સાથે ધીમે ધીમે ઔષધે! વાપરે તે કૃસાધ્ય વિભાગના પ્રાણીઓ છે એમ તારે સમજવું. જેને આ ઔષધ ઉપર જરા પણુ પ્રેમ ન થાય, જેને ઔષધ આપવાની ગોઠવણુ કરવામાં આવે તે પડી ભાંગે અને જેએ ઔષધ આપનાર ઉપર ઉલટા દ્વેષ કરે તેને અસાધ્ય વિભાગના પ્રાણીએ સમજવા’-આ પ્રમાણે અમારા મહારાજાધિરાજ સુસ્થિતરાજે મને સંપ્રદાયથી કહી રાખ્યું છે તે ઉપરથી તું વચલા કૃસાધ્ય વર્ગના પ્રાણી છે. એમ તારાં લક્ષણ ઉપરથી જણાય છે. બીજી પણ તને એક વાત કહું તે સાંભળઃ મારી આ ઔષધ કરવાની ક્રિયા જે અનંત શક્તિથી ભરપૂર છે અને જે સર્વ વ્યાધિને નાશ કરે તેવી છે તે જે પ્રાણીએ અમારા મહારાજાને પાતાની આખી જીંદગી સુધી ખાસ કરીને ભાવથી રાજા તરીકે સ્વીકારે છે અને તે સંબંધમાં પેાતાના મનમાં કોઇ પણ પ્રકારની શંકા રાખતા નથી તેનેજ ગુણ કરે છે, ફાયદો કરે છે, લાભ કરે છે; તેથી તું અમારા મહારાજાને તારા નાથ તરીકે સ્વીકાર, કારણુ કે મહાત્મા પુરુષા ભાવપૂર્વક ભક્તિથીજ પેાતાના થાય છે. અનેક રોગી પ્રાણીએ અગાઉ મહારાજાને નાથ તરીકે ભક્તિપૂર્વક સ્વીકાર કરીને આનંદ પામ્યા, રાગ રહિત થઇ ગયા અને પેાતાનું કામ સાધી ગયા તેના દાખલાએ માજીદ છે. તારા રેગા ઘણા આકરા છે, તારૂં મન તુચ્છ ભાજન ઉપર હજી લાગેલું છે, તેથી મને એમ લાગે છે કે તારા સંબંધમાં અસાધારણ પ્રયત્ન કર્યો સિવાય તારા વ્યાધિઓ નાશ પામી જશે નહિ, તેટલા માટે હે ભાઈ ! સાવધાન થઇ, યત્ન કરી, તારૂં મન સ્થિર કરી આ વિશાળ રાજભુવનમાં રાજીખુશીથી રહે અને આ મારી દીકરી તને વારંવાર ત્રણે ઔષધો આપ્યા કરશે તેને લઇને તારા આત્માનું આરોગ્ય કર.” ” આ લંબાણુ હકીકતની આ જીવના સંબંધમાં યાજના નીચે પ્રમાણે કરવી. ઉપર વિસ્તારથી હકીકત જણાવી તે પ્રમાણે જ્યારે આ પ્રાણી ગુરુ મહારાજ સમક્ષ પોતાના સર્વ વૃત્તાંત કહી દે છે અને ત્યારપછી તેમની પાસેથી પાતે હવે શું કરવું તે સંબંધમાં સલાહ માગે છે ત્યારે ગુરુ મહારાજ તેના ઉપર અનુકંપા (દયા) લાવીને અગાઉ પોતે જે
કૃપા કરીને
પુનઃ કથન.
Page #218
--------------------------------------------------------------------------
________________
હિબધ]
અગ્યને ઉપદેશ ન દે.
૧૭૭ હકીકત કહી ગયા હતા અને મેહને લીધે જે સર્વ હકીકત આ પ્રાણીએ ધ્યાનમાં રાખી નહતી તે સર્વ વાત ફરી વાર તેને કહી સંભલાવે છે. ત્યારપછી ધર્મ સંબંધી બાબતમાં તેને એ પક્કો બનાવ કે જેથી ભવિષ્યમાં પણ તે આચારભ્રષ્ટ થઈ ન જાય, તેટલા માટે તેની પાસે ગુરુ ધર્મની સામગ્રી મેળવવી કેટલી મુશ્કેલ છે તેનું દિગ્દર્શન કરાવે છે, રાગ વિગેરે અંદરના ખરેખરા ભાવને કેવા પ્રબળ છે તે પર વ્યાખ્યાન આપે છે અને આવી બાબતમાં પોતે પણ સ્વતંત્ર નથી, આજ્ઞાનુસાર કામ કરનારા છે એ હકીકત રજુ કરે છે. આ સર્વે બાબતનું પ્રતિપાદન કરતાં ગુરુ મહારાજ આ પ્રાણીને કહે છે “હે “ભદ્ર! તને જેવી સામગ્રી હાલ મળી આવેલી છે તેવી નશીબ વગરના (અન્ય) પ્રાણીઓને કદિ પણ મળતી નથી; વળી અમે અપાત્ર પ્રાણીઓના સંબંધમાં પ્રયાસ પણ બનતાં સુધી કરતા નથી; કારણ કે “અમને સુસ્થિત મહારાજે આજ્ઞા કરી છે કે એમનાં જ્ઞાન દર્શન ચારિત્ર “યોગ્ય પ્રાણીઓને જ આપવાં અને અયોગ્ય પ્રાણીઓને આપવાં નહિ. અગ્ય પ્રાણીને આપવાથી તે (જ્ઞાનાદિ) સ્વાર્થ સાધન કરી આપતા “નથી એટલું જ નહિ, પણ ઉલટું વિપરીતપણું કરી અનેક ઉપાધિઓ અને દુઃખે ઉત્પન્ન કરે છે અને વધારી મૂકે છે.
धर्मानुष्ठानवैतथ्यात्प्रत्यपायो महान् भवेत् ।
रौद्रदुःखौघजनको, दुःप्रयुक्तादिवौषधात् ॥ “ મતલબ એ છે કે જેમ ઔષધને યોગ્ય રીતે આપ્યું ન હોય તે લાભ થવાને બદલે તેનાથી હેરાનગતિ થાય છે તેવી રીતે ધર્માનુછાનનું વિતથપણે આચરણ કરવાથી–અયોગ્યને ઉપદેશવાથી તે “ભયંકર દુઓને ઉત્પન્ન કરનાર થઈ પડે છે.” “હે ભાઈ! ભગવાનની કૃપાથી આ જીવ યોગ્ય છે કે યોગ્ય નથી તે
જાણવું અમને ગુરુપરંપરાથી બની આવ્યું છે અને ગુરૂપરંપરાઃ “તેથી ભગવાનને એ સંબંધમાં હુકમ શું છે તે અમે અધિકારી વર્ણન. “ જાણીએ છીએ. આ જ્ઞાન દર્શન ચારિત્ર એવી વસ્તુ
Kછે કે એ અમુક જીવ સાધ્ય છે કે અસાધ્ય છે, ગ્ય “છે કે અયોગ્ય છે તે બરાબર બતાવી આપે છે. અમુક જીવને બોલાવી “તેની પરીક્ષા કરવાનું સાધન તે જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા બહુ સારું * પ્રાપ્ત થાય છે એમ ભગવાને પ્રતિપાદન કર્યું છે. જે પ્રાણીઓ પહેલી “અવસ્થામાં વર્તતા હોય છતાં તેમની પાસે એ જ્ઞાન દર્શન ચારિત્ર સંબંધી વાત કહેવામાં આવે તો તે જેઓને બહુ પસંદ આવતી હોય, જેને
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ તેવી હકીકત પર બહુ પ્રીતિ થતી હોય, એ ઔષધે સેવન કરનાર “પ્રાણીઓ જાણે કે જુદાજ હેય એ જેઓનાં મનમાં પ્રતિભાસ
પડતો હોય, જેઓ સુખે સુખે એ ઔષધે ગ્રહણ સુસાધ્ય. “કરતા હોય અને જેઓ એ ઔષધ સેવવા માંડે કે
તુરતજ પિતામાં કોઈ મોટો ફેરફાર બતાવી શકતા હોય તે પ્રાણીઓ લઘુકમ હોઈને થોડા વખતમાં મેક્ષે જનાર છે “અને સુંદર લાકડાની પેઠે ગ્ય રૂપ આળેખવાને લાયક છે એમ સમ“ જવું. ભાવરોગ મટાડવાની હકીકતને અંગે તેઓ સુસાધ્ય વર્ગમાં
આવે તેવા છે એમ જાણવું એટલે જેના ભાગો જલદી નાશ “પામી જવાના છે એવા તે પ્રાણીઓ છે એમ સમજવું. “જે પ્રાણીને એ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયી આપવામાં આવે
ત્યારે તેને તે બહુ સારી ન લાગે, જે પ્રાણીઓ એ કષ્ટસાધ્ય. “રત્નત્રયનું આરાધન કરવા તત્પર થયેલા બીજા પ્રા
“ણીઓ તરફ આદરવાળી નજરથી ન જુએ, જેઓ “ગુરુ મહારાજના બહુ સખ્ત પ્રયાસ પછીજ કાંઈક બોધ પામે, જેઓ “એ રત્નત્રયરૂપ ઔષધનું સેવન કરે તો પણ બહુ વખત જાય ત્યારે તેને કોઈ ફેરફાર પોતામાં સહેજસાજ બતાવી શકે અને જેઓ અતિચાર – દોષો કેવા છે અને કેમ લાગે છે તેનો સ્પષ્ટ નિર્ણય કર્યા વગરના હોવાથી અવ્યવસ્થિત રીતે કામ કરે તેઓ ભારે કર્યાં છે
અને લાંબે કાળે મોક્ષમાં જનારા છે એમ જાણવું અને જેમ મધ્યમ “પ્રકારનું લાકડું રૂપ આળેખવાના સંબંધમાં સારા શિક્ષકની જરૂર બતાવે
છે તેમ તેવા પ્રકારના પ્રાણુઓ સદ્ગુરુ તરફથી વારંવાર પ્રેરણું થયા “પછીજ યોગ્યતા પામતા જાય છે એમ સમજવું. ભાવરોગની શાંતિને માટે આવા પ્રકારના પ્રાણીઓને કૃછૂસાધ્ય ( મુકેલીથી ઠેકાણે લાવી શકાય તેવા ) વર્ગના સમજવી. “જે પ્રાણીઓને એ ઔષધના સંબંધમાં કહેલી વાત પર પ્રીતિજ
“થતી નથી, જે પ્રાણીઓના સંબંધમાં સેંકડો પ્રયત્ન અસાધ્ય. “કરીને એ ઔષધો આપવામાં આવે તોપણ જેઓ
એ ઔષધોને અંગીકાર કરતા નથી અને એ ઔષધ સેવવાનો ઉપદેશ આપનાર ઉપર ઉલટા દ્વેષ કરે છે તેવા મહાપાપી “અભવ્ય પ્રાણીઓ એ રત્નત્રયરૂપ ઔષધને માટે તદન અયોગ્ય
૧ સુખે-વગર મહેનતે આરામ થઈ શકે તેવા પ્રાણીઓ, ૨ જેઓમાં મોક્ષમાં જવાની યોગ્યતા નથી તેવા પ્રાણીઓ.
Page #220
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સાધના વર્ગને નિણય.
૧૭૯ છે એમ સમજવું. ભાવવ્યાધિને અંગે તેઓ અસાધ્ય વર્ગના છે એમ “સમજવું. ભદ્ર! આ ભગવાનની સેવા કરવાથી અમુક પ્રાણી સુસાધ્ય
“છે, કષ્ટસાધ્ય છે કે અસાધ્ય છે તેનું લક્ષણ અમે ચેષ્ટાથી અને આવી રીતે જાણી શક્યા છીએ. અમે કઈ પણ પ્રાધિકાર નિર્ણય. “ણીની ચેષ્ટા જોઈને તેની ઉપર ઉપર જણાવેલી બા
બતનો પ્રયોગ અજમાવી જોઈએ છીએ તેથી અમને તરતજ માલૂમ પડે છે કે ત્રણમાંથી કયા વર્ગમાં એ પ્રાણી આવી શકે છે. એવી પરીક્ષા અમે કરી જાણીએ છીએ તેથી અને અત્યારે “તું તારું પિતાનું આત્મસ્વરૂપ કહે છે તે ઉપરથી તેમજ અમે અત્યારે “તારું સ્વરૂપ જોઈ રહ્યા છીએ તે ઉપરથી અમને એમ લાગે છે કે તું
પરિશિલાને ગ્ય છે એટલે તારા ઉપર ઔષધોના વારંવાર પ્રયોગ કરવાની જરૂર છે. તે ઉપર જણાવેલા કષ્ટસાધ્ય નામના વચલા વર્ગને “પ્રાણી છે. આ પ્રમાણે હોવાથી જ્યાં સુધી તારા રાગ વિગેરે વ્યાધિ“ઓને નાશ કરવા માટે અમે અસાધારણ પ્રયાસ નહિ કરીએ ત્યાંસુધી તાર તે વ્યાધિઓ નાશ પામી જાય અથવા ઘટી જાય એમ અમને લાગતું નથી. હવે ભાઈ! જે સર્વ પ્રકારના સંબંધને ત્યાગ થઈ “ શકે એટલી તારામાં અત્યારે શક્તિ ન હોય તે હાલ તો તું આ ભાગ
વાનના શાસનમાં ભાવપૂર્વક નિશ્ચળ મન કરી સર્વ બહારની આકાંક્ષા K(એટલે ગમે તે દર્શનને અનુસરવાની ઈચ્છા ) છોડી દે અને અચિંત્ય વીર્યના અતિશયથી જે ભગવાન્ સર્વે દોષોને નાશ કરવાને શક્તિમાન
છે તેઓને પરિપૂર્ણ ભક્તિથી તારા મનમાં સ્થાપન કર અને દેશ“વિરતિપણુમાં (શેડો ડે ત્યાગ કરવો તે અવસ્થાને દેશવિરતિપણું કહે છે. દેશ એટલે ખંડ) સ્થિર થઈ જા. તારે આ જ્ઞાન દર્શન ચારિત્રને દરરોજ વધારે વધારે પ્રમાણમાં સેવ્યા કરવાં, આજે સેવ્યાં હોય તેથી વધારે આવતી કાલે સેવવાં અને એવી રીતે ઉત્તરોત્તર “તેની આસેવનામાં આગળ વધતા જવું. એ રીતે જ્ઞાન દર્શન ચારિત્રની “વિશેષ વિશેષ સેવન કરવાથી તારા ભાવને શાંત પામતા જશે. તે “સિવાય બીજી કઈ પણ રીતે તારા આ ખરેખર આકરા વ્યાધિઓ “નાશ પામે એમ તું માનીશ નહિ.”
આવી રીતે ઉપદેશ આપવાને તૈયાર થયેલા ગુરુ મહારાજના મનમાં આ જીવ માટે જે દયા ઉત્પન્ન થાય છે તેને તદ્દયા નામની
૧ નિયંત્રણ. દેખરેખ અને આજ્ઞાનુસાર વર્તવાની ફરજ.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
આ પ્રાણીની પરિચારિકા કહી છે એમ સમજવું. ગુરુ મહારાજના મનમાં જે લાગણી થાય છે તે આ પ્રાણી પાસે આવી તેની પરિચારિકાદાસી તરીકે કામ કરે છે એમ ઉપનય સમજો.
ઉપર પ્રમાણે હકીકત બન્યા પછી આ પ્રાણી ગુરુ મહારાજનું વચન અંગીકાર કરે છે, મારે આ ભવમાં જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ પ્રમાણે જ કરવું એવો નિશ્ચય કરે છે, ભગવાનના મંદિરમાં કેટલેક કાળ દેશવિરતિ તરીકે રહે છે અને ધન વિષય કુટુંબ વિગેરેના આધારભૂત ભિક્ષાપાત્ર જેવા પોતાના જીવિતવ્યને પાળે છે (ભિક્ષાપાત્ર તે સાંસારિક અપેક્ષાવાળું જીવન ઉપમાન કરાયેલું છે એમ અત્ર રસમજાય છે). આ પ્રમાણે હકીકત ચાલતી હતી તે વખતે એક બનાવ બને તે સંબંધી હકીકત હવે આપણે વિચારીએ.
અલ્પ સ્વીકારને મોટો લાભ. મૂળ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે “તા-મંત્રીશ્વરની દીકરી તેને રાત દિવસ ત્રણે ઔષધો આપ્યા કરે છે, પરંતુ એ નિષ્પ
યકને પોતાના કુભોજન ઉપર હજુ આસક્તિ ઘણું છે તેથી તેના ઉપર જોઈએ તેટલે પ્રેમ થતો નથી. આ પ્રાણીના સંબંધમાં પણ તેમજ બને છે. ગુરુ મહારાજની દયા આ પ્રાણીને વારંવાર જ્ઞાન દર્શન ચારિત્ર મેળવી આપે છે એટલે ગુરુ મહારાજ આ પ્રાણી ઉપર દયા લાવીને વારંવાર તેને જ્ઞાનાદિ આપવા પ્રયત્ન કરે છે, પરંતુ આ પ્રાણીને ધન વિષય કુટુંબ સ્ત્રી આદિ ઉપર ઘણી પ્રીતિ હોવાને લીધે અને કર્મની સત્તા તળે તે દબાયેલો હોવાને લીધે એ હકીક્તને તે પોતાના મનમાં કોઈ મોટી વાત તરીકે માનતા નથી અને ગુરુ મહારાજની દયાને વધારે લાભ લઈ શકતોન થી. જેવી રીતે પેલે દરિદ્રી “મેહથી પિતાની પાસેનું તુછ ભજન
વધારે ખાતો હતો અને તયાએ આપેલ ભોજગાઢ આસક્તિ- મને બહુ થોડું ખાતો હતો” તેવી રીતે આ પ્રાણી સહજ ત્યાગ. પણ મહામહને વશ પડીને પૈસા પેદા કરવાની
બાબતમાં, વિષયોને ઉપભોગ કરવાની બાબતમાં અને તેવાં બીજાં સાંસારિક કાર્યોમાં ગાઢપણે આસક્ત રહે છે, તે તે કાર્યો બહુ હોંશથી કરે છે અને ગુરુ મહારાજે દયાપૂર્વક બતાવેલાં વ્રત નિ
૧ આવા નિશ્ચયને પચ્ચખાણ કહેવામાં આવે છે અને તેથીજ પ્રાણી વિરતિ ગુણ પામ્ય કહેવાય છે. નિશ્ચયપૂર્વક ત્યાગ ન કરે ત્યાં સુધી વિરતિ થતી નથી.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૧
કેશવ !
પીઠબંધ ]
અલ્પ ત્યાગથી સ્થૂળ વધારે. યમે વચ્ચે વચ્ચે કે કોઈ વાર જરા જરા સેવે છે અથવા બિલકુલ સેવતા નથી. જેમ “તયા તેને સંભારી આપે ત્યારે કઈ વખત જરા અંજન આંખમાં આંજતો હતો” તેમ આ પ્રાણીને ગુરુ મહારાજ વારંવાર પ્રેરણા કરે ત્યારે ગુરુ મહારાજની ખાતરજ તેમાં જાણે પ્રવૃત્તિ કરતે ન હોય તેમ જ્ઞાનનો છેડે થે અભ્યાસ કરે છે, પરંતુ તે પણ કઈ વખતજ કરે છે. દરરોજ તે કરતો જ નથી. “અને તીર્થજળ પણ તયા વારંવાર કહે ત્યારે કોઈ વખત જરા પીતો હતો” તેવી રીતે આ પ્રાણી પણ પ્રમાદને વશ થઈને જ્યારે ગુરુ મહારાજ ખાસ પ્રેરણ કરે છે ત્યારે સમ્યગદર્શનને વધારે વધારે પ્રદીપ્ત કરતા આગળ વધતો જાય છે, પરંતુ તે માત્ર ગુરુ મહારાજની ખાતર અને તેમની પ્રેરણાને અંગેજ કરે છે, પણ પિતાના અંતઃકરણના ઉત્સાહથી કરતા નથી. ત્યારપછી નિપુણ્યકની વાતમાં જરા વિસ્તારથી આ પ્રમાણે
હકીકત કહેવામાં આવી છે કે “તયા એને હોંશથી તુચ્છ ભોજન- મહાકલ્યાણક ભોજન બહુ સારી રીતે આપતી હતી માં વધારે. ત્યારે તેમાંનું જરા ખાઈને બાકીનું અન્ન પિતાના
ભિક્ષાપાત્રમાં તે નાખી દેતો હતો. તેના તુચ્છ ભજનની સાથે આ સુંદર ભેજન મળવાથી તેના અન્નમાં નિરંતર વધારે થયા કરતું હતું, તેથી તેનું અન્ન દરરોજ રાત દિવસ ખાધા કરે છેપણ તે કદિ પૂરું થતું નહોતું (ઘટતું નહોતું ). પોતાના ભેજનમાં આવી રીતે વધારે જોઈને તે મનમાં બહુ રાજી થતા હતા, પણ તેના પ્રતાપથી અને શા કારણથી પોતાના ભોજનમાં વધારે થાય છે તેનું કારણ તે કદિ વિચારતો હતો. પિતાના ભોજનમાં આસક્ત થયેલ નિપુણ્યક સુંદર ભેજન તરફ ઓછા ઓછા આદરવાળો થતો જતો હતો અને પોતે કાંઈક સમજતો હતો છતાં જાણે તદ્દન અજાણ હોય તેમ સાંસારિક મેહમાં કાળ ગાળતો હતો. પિતાનું તુછ ભેજન તે રાત દિવસ ખાતો હોવાથી શરીરે હૃષ્ટપુષ્ટ થતો ગયે, પણ ત્રણે ઔષધે આદર વગર માત્ર જરા જરા કઈ વખત વાપરતો હતો તેથી તેના વ્યાધિઓનો સમૂળે નાશ થયો નહિ. એટલે મહાકલ્યાણક અન્ન તે થોડું થોડું લેતે હતું તેટલાથી પણ તેને ફાયદો તે ઘણે છે અને તેના વ્યાધિઓ તેથી ઓછા ઓછા તે થતા ગયા, પણ વસ્તુસ્વરૂપનું બરાબર ભાન ન હોવાને લીધે
૧ જુએ કથાપ્રસંગ અગાઉ પૃષ્ઠ ૩૬.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ અને અપથ્ય ભોજનનું જોર વધારે હોવાને લીધે તેના શરીર ઉપર કુભોજનનો વિકાર વારંવાર દેખાતો હતો. અપથ્ય ભજનના વિશેષ ઉપયોગથી કઈ વાર તેને શુળ નીકળતું હતું, કેઈ વખત શરીરે દાહ થઈ આવતો હતો. કોઈ વાર તેને મુંઝવણ થઈ આવતી હતી, કે વખત શરીરે તાવ આવી જતો હતો, કઈ વાર શરદી થઈ આવતી હતી, કેઇ વાર જડપણું જણાતું હતું, કેઈ વાર છાતીમાં અને પડખાંમાં વેદના થઈ આવતી હતી, કેઈ વાર ઉન્માદની પીડા થઈ આવતી હતી અને કોઈ વાર શરીરને પથ્ય વસ્તુ ઉપર અરૂચિ થઈ આવતી હતી. આવી રીતે એ સર્વ રોગ તેના શરીરમાં વિકાર ઉત્પન્ન કરીને કઈ કઈ વાર તેને ત્રાસ આપતા હતા.” આ પ્રાણીના સંબંધમાં પણ એવા જ પ્રકારની સર્વ વાત બને છે તે આપણે હવે જોઈએ. કઈ વખત ચોમાસાની શરૂઆતમાં દયા તત્પર થઈ ગુરુ મહા
રાજ આ પ્રાણી ઉપર વિશેષ દયા લાવીને તેને વધારે અનુવ્રતનું પ્રમાણમાં વિરતિ ( ત્યાગભાવ ) ગ્રહણ કરાવવા માહાઓ. સારૂ તેની પાસે અણુવ્રત વિધિ કહે છે. મહાવ્રતમાં
રાવે ત્યાગ કરવાની હકીકત હોય છે અને અત્રતમાં દેશથી ( અંશથી) બની શકતી બાબતમાં ત્યાગભાવ કરવાને હોય છે તે સર્વ હકીકત ગુરુ મહારાજ તેને સમજાવે છે અને એવાં અણુવ્રતો વિશેષ પ્રકારે લેવાનો વિધિ કેવો છે તે સર્વ બાબત પર વિસ્તારથી વિવેચન કરે છે ત્યારે આ જીવને સંસાર પર સંવેગ તો ઘણે આવી જાય છે અને ત્યાગ કરવાની વૃત્તિ થઈ આવે છે તો પણ ચારવ્યાવરણીય કર્મના અત્યંત જેરને લઈને અને તેના મંદ વીર્ય (ઓછી તાકાત )પણને લઇને માત્ર કઈ કઈ વ્રત નિયમ જરા જરા તે લે છે એ સર્વ તયા તેને ઘણું ભેજન આપે અને જોઈએ તેટલું લેવા તેને કહે, પણ તે તેમાંથી હું ગ્રહણ કરે તેની જેવું સમજવું. વળી ગુરુ મહારાજની ખાતર કઈ કઈ વ્રત આ પ્રાણું, તેમાં પોતાનું મન ન હોય તોપણ, લઈ લે છે તે પિતાના કુત્સિત ભજનમાં સુંદર ભજન નાખવા-ભેળવવા બરાબર સમજવું. જેવી રીતે પેલો દરિદ્રી સારૂં અને ખરાબ ભજન ભેળવી દેતો હતો તેમ આ ભાઈ પણ સમજપૂર્વક લીધેલાં વ્રતોની સાથે પોતાની અનિચ્છાથી આદરેલાં વ્રત નિયમોને ભેળવી દે છે. પિતાની ઈચ્છા વિરૂદ્ધ ઓછા સંવેગથી વ્રત નિયમો લીધાં
૧ રેયલ. એ. સેસાયટી બેંગાલ બ્રાંચવાળી આવૃત્તિના મૂળ ગ્રંથનું પૃષ્ઠ ૧૨૬ મું અહીંથી શરૂ થાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] અંતઃકરણના આદર વગરની પ્રવૃત્તિનું પરિણામ.
૧૮૩
હાય તાપણુ તે આ ભવમાં અથવા પરભવમાં જરૂર ધન વિષયનાં સાધના વધારી આપે છે તે આ સુંદર ભાજનના સંબંધથી તુચ્છ ભેાજનના વધારો થાય છે એ બાબતની ખરાબર સમજવું. મંદ સંવેગથી ગ્રહણ કરેલાં વ્રત નિયમોના પ્રભાવથી પ્રાપ્ત થયેલાં ધન વિષય વિગેરેના વારંવાર ઉપભોગ કરવામાં આવે તાપણ પેલાં વ્રત નિયમે મજબૂત કારણ હોવાને લીધે ધન વિષય ખૂટતાં નથી એટલે જેમ ધન વિષય વપરાતાં જાય છે તેમ વ્રત નિયમના પ્રભાવથી બીજાં મળતાં જાય છે. આ પ્રાણી તે મનુષ્યપણામાં અથવા દેવગતિમાં પેાતાની સંપત્તિ વારંવાર વધતી જતી જોઇને બહુ આનંદમાં આવી જાય છે; પરંતુ એ બાપડાને એમ માલૂમ પડતું નથી કે એ ધનવિષય વિગેરે પાતાને વધારે પ્રાપ્ત થતાં જાય છે તે તે માત્ર ધર્મના પ્રભાવથીજ થાય છે તેમાં આનંદ પામવા જેવું શું છે? વાસ્તવિક રીતે તેા જે ધર્મના પ્રભાવથી એ વધે છે તેજ કરવા યુક્ત છે-પણ આવી હકીકત તેના ધ્યાન પર આવતી નથી. આવા વસ્તુસ્વરૂપના જ્ઞાન ઉપર લક્ષ્ય નહિ આપતાં તે ધન વિગેરે ઉપર વધારે આસક્તિ રાખે છે અને જ્ઞાન દર્શન અને દેશથી ચારિત્ર તે ગ્રહણ કરતા હાય છે તેના તરફ વધારે શિથિળતા અતાવે છે. વળી આવી રીતે વસ્તુસ્વરૂપ જાણતાં છતાં અજાણ્યા મનુષ્યની પેઠે મેાહના દાષને લીધે તે નકામા વખત ગાળે છે. આવી રીતે જ્યાંસુધી તેનું ધન વિષય ઉપર મન ઘણું ચોંટેલું રહે છે અને ધર્માનુષ્ઠાન કરવા તરફ આછે આદર રહે છે ત્યાંસુધી ગમે તેટલા વખત તે ગાળી નાખે પણ તેના રાગ વિગેરે ભાવરોગ નાશ પામતા નથી. ગુરુ મહારાજના આગ્રહથી મન્દ ભાવે પણ થાડાં થોડાં સારાં અનુષ્ઠાના કરે છે તેથી તેને થોડા ઘણા ગુણ થાય છે. મતલમ એ છે કે તેના ભાવરગા તેથી તદ્ન શાંત પડતા નથી, કારણ એનામાં હજી ધર્મ માટે અંતઃકરણના આદર નથી, ગુરુ મહારાજના આગ્રહથીજ સારી પ્રવૃત્તિ જરા જરા કરે છે તેથી વ્યાધિઓ શાંત રહે છે, પણ ક્ષય પામી જતા નથી.
હવે આ પ્રાણીને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તે ધન વિષય ઉપર બહુ આસક્તિ રાખે છે, ઘણા પરિગ્રહ ( ધન ધાન્ય વસ્તુઓને સંગ્રહવી, તે ઉપર પોતાપણું સ્થાપન કરવું તે ) રાખે છે, માટી જાળ પાથરી હોય તેવા મેટા પાયા ઉપર વ્યાપાર શરૂ કરે છે, ખેતીવાડીના ધંધા આદરે છે અને આવા પ્રકારના ખીજા અનેક આરંભા શરૂ કરે છે. આ પ્રમાણે થવાથી રાગ વિગેરે ભાવ
ભાવરાગમાં વધારે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૧ રેગોને વધી જવાનું મજબૂત કારણ મળી જાય છે. વ્યાધિઓને વધી જવાનું એક વાર કારણ મળી આવે એટલે તે જેમ વધી જાય છે અને પ્રાણીને હેરાન કરે છે તેમ તેઓ આ પ્રાણુ ઉપર પોતાની અસર બરાબર બતાવે છે, પોતાના અનેક પ્રકારના વિકારોની અસર આ પ્રાણુ ઉપર કરી મૂકે છે, તે વખતે આદર વગર કરેલાં સહેજસાજ સારાં અનુષ્ઠાનથી આ પ્રાણુને બચાવ થઈ શકતો નથી. એટલે પછી અકાળે જેમ શૂળની પીડા થઈ આવે તેના જેવી ધન (પૈસા) ના ખરચની ચિંતાથી કઈ વખત તે પીડાય છે, કેઈ વખત પારકાની ઈર્ષાના દાહ (બળતરા)થી બળી જાય છે, કેઈ વખત તેનું સર્વસ્વ નાશ પામી ગયું હોય ત્યારે જાણે ભરવાની અણી પર આવી ગયું ન હોય તેમ મૂચ્છ પામી જાય છે, કેઈ વખતે કામન્વરથી થતી પીડાને લીધે તરફડે છે, કેઈ વખત લેણદારે તેનું ધન લઈ જાય તેની પીડાથી જાણે શરદીથી ઠરી ન ગયે હોય તેવો થઈ જાય છે, “અહો આ તે જાણ કાર છે છતાં કેવો ઉલટે રસ્તે ચાલે છે એ પ્રમાણે લેકેમાં કહેવાતી મૂર્ખતાવડે હૃદયમાં ખેદાય છે, કેઈ વખત ઈષ્ટ વસ્તુને વિગ અને અનિષ્ટ વસ્તુને સંગ જેને બન્ને પડખાંમાં અને હૃદયમાં થતી શૂળની વેદના સાથે સરખાવવા યોગ્ય છે તેનાથી હેરાન થયાં કરે છે, કેઈ વખત તે પ્રમાદી (આળસુ, સુસ્ત) પ્રાણીને ફરીવાર 'મિથ્યાત્વરૂપ ઉન્માદને સંતાપ ઉત્પન્ન થાય છે, સારાં અનુષ્ઠાન કરવાં એ વ્યાધિ મટાડવા માટે પથ્ય-પચે તેવું ભજન છે તેના તરફ અરૂચિ થવારૂપ ઉપાધિ કઈ વખત તેને થઈ આવે છે-આવી રીતે અપથ્ય સેવવામાં આસક્ત થયેલે આ જીવ દેશવિરતિની કટિ પર ચઢવા લાગેલે હોય છે તે પણ એવા એવા વિકારોથી હેરાન થયાં કરે છે.
વસ્તુવિચારણા-તડ્યા સ્થિરીકરણ, ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે કે “આવી રીતે વ્યાધિઓની પીડાથી ઘેરાયેલા અને રડતા નિષ્પકને એક વખત દયાળુ તદ્દયાએ જો અને તેના સંબંધમાં વિચાર કરીને તે બોલી
ભાઈ ! પિતાજીએ તને પ્રથમથી જ કહ્યું છે કે તારા શરીરે આ સર્વ વ્યાધિઓ છે તે ખરાબ ભેજન ઉપર તને પ્રીતિ છે તેને લઈને જ છે. અમે આ તારી સર્વ હકીકત જોઈએ છીએ, સમજીએ છીએ, પણ તને આકુળતા ન થાય તેટલા સારૂ તને તારા ખરાબ ભેજનનું ભક્ષણું
૧ પાત થવાથી મિથ્યાત્વમાં ચાલ્યા જાય ત્યારે એ પ્રમાણે થાય છે. ૨ જુઓ કથાપ્રસંગ પૃ. ૩૭.
Page #226
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] શાંત અવસ્થામાં સ્વરૂપબેધ.
૧૮૫ કરવાથી વારતા નથી. આ સુંદર ત્રણે ઔષધે જે મહા શાંતિ કરનારાં છે તેના ઉપર તારી શિથિલતા છે! અને આ સર્વ પ્રકારના સંતાપને કરનારા ભજન ઉપર તારી રૂચિ છે! ખરેખર તારી સ્થિતિ ઘણું વિચિત્ર છે. તું અત્યારે રડે છે પણ તને શાંતિ આપે તેવી બાબત કઈ અત્યારે તે વિદ્યમાન જ|તી નથી. બીજી, એમ પણ વાત છે કે જેને અપથ્ય ઉપર બહુ પ્રેમ હોય છે તેને ઔષધ લાગુ પડી શકતાં નથી. હું તારી પરિચારિકા હોવાથી મને પણ આ બાબતમાં અપવાદ આવે છે. હું તને આટલી વાત સમજાવું છું પણ તેને સારું કરવાની હાલ મારામાં શક્તિ નથી.” આ પ્રમાણે તદયાની વાત સાંભળી નિપુણ્યક બેલ્યો “ જો તેમજ હોય તો તમારે મને હવેથી તુરછ ભજનનો ઉપયોગ કરતાં વારંવાર વાર્યા કરો, કારણ કે એ ભજન કરવાની મને એટલી પ્રેમપૂર્વક ઈચ્છી રહ્યા કરે છે કે મારી પોતાની મેળે તેને ત્યાગ કરવાનો ઉત્સાહ મારામાં આવે એમ મને લાગતું નથી. તમારા પ્રભાવથી એ ખરાબ ભેજનનો થોડે થેડે ત્યાગ કરતાં સર્વને ત્યાગ કરવાની શક્તિ પણું મારામાં આવશે.” તયાએ હર્ષના આવેશમાં આવી જઈને કહ્યું “શાબાશ છે, શાબાશ છે! તારા જેવાને એ પ્રમાણે કરવું તે યોગ્ય જ છે.” આ પ્રમાણે કહીને પછી તેને વધારે ખરાબ ભેજન લેતાં તે વારંવાર વારવા લાગી. આવી રીતે વારંવાર કહેવાથી તે અપથ્ય ભજનનો થોડે થોડે ત્યાગ પણ કરવા લાગ્યો તેમ તેમ તેના વ્યાધિઓ ઓછા પણ થવા લાગ્યા, વિશેષ પીડા થતી હતી તે અટકતી ગઈ અને ઔષધે શરીર પર અસર કરવા લાગ્યાં. જ્યારે તયા નજીકમાં હોય ત્યારે નિપુણ્યક સુંદર ભજન કરે અને અપથ્ય ભજન ડું લે તેથી વ્યાધિઓ ઓછા થાય, પરંતુ વળી તે જરા દૂર જાય એટલે હજુ તેનામાં અપથ્ય ભજન ઉપર લપટપણું ઘણું હોવાથી તે ખાવા મંડી જાય અને ઔષધે જરા પણ લે નહિ તેથી વળી પાછા અજીર્ણવિકાર થઈ આવે. ધર્મબોધક પિતાની દીકરી તયાને આખા લોકના પાલક તરીકે અગાઉથી નીમેલી હતી તેથી તેને અનંત લોકની સંભાળ રાખવામાં રોકાઈ રહેવાનું હતું અને તેને લઇને તે આ નિપુણ્યક પાસે તો કઈ કઈ વાર આવી શકતી એટલે બાકીને બધો વખત તે તદ્દન છૂટો રહેતો હતો. એવા વખતમાં અપથ્ય ખાવાથી કેઈ તેને વારતું નહિ, તેને લીધે વ્યાધિ સંબંધી વિકારે પાછા ઉભવી નીકળતા હતા, જેથી પાછું “એ ભગવાન એના એ—એના જેવું તેને થઈ જતું હતું. એ તે પછી તેજ ખાડા અને તેજ મેંઢાવાળી વાત થતી હતી.”
૨૪
Page #227
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૧
આ પ્રાણીના સંબંધમાં પણ એવીજ હકીકત લગભગ ખની આવે છે. એમાં ધ્યાનમાં રાખવા યોગ્ય હકીકત એ છે કે ગુરુ મહારાજને આ જીવ ઉપર દયા આવે છે તે મુખ્ય કાર્ય કરનારી છે તે વાત પર રૂપક કરીને પ્રધાનપણે તેને ‘કર્તા’ બતાવી છે. આશય એવા છે કે ગુરુ મહારાજ પોતેજ કર્તા છે, પરંતુ તેમની આ પ્રાણી ઉપરની દયા મુખ્ય ભાગ ઉપદેશને અંગે ભજવે છે તે હકીકતને સ્પષ્ટપણે સન્મુખ રાખવા માટે દયાને રૂપક આપી જાણે તે જૂદું પાત્ર હોય તેવી સંભાવના કરી છે. વાસ્તવિક રીતે તે આ સર્વ ઉપદેશ ગુરુ મહારાજ પેાતેજ આપે છે અને ઔષધ આપનાર અને માર્ગ બતાવનાર તેજ છે એ વાત ધ્યાનમાં રાખવી.
૧૮૬
તદ્યાની
સંભાવના.
આ
''
ગુરુ મહારાજ જેમના ચિત્તમાં દયા ભરેલી છે તે આળસુ-પ્રમાદી જીવને ફરી વાર મળે છે ત્યારે તેને સાંસારિક અનેક ઉપાધિથી આકુળ વ્યાકુળ થતા જોઇ તેને ઠપકો આપતાં કહે છે “ હે ભાઇ ! જે પ્રાણીઓ વિષયમાં આસક્ત હોય છે તેઓને મનમાં અનેક પ્રકારના સંતાપ થવા એ કાંઇ દુર્લભ મમત નથી એમ અમે તને અગાઉથીજ કહ્યું હતું; એટલે જે વિષયમાં આસક્ત હોય છે તેઓને મનના સંતાપેા થયાજ કરે છે. વળી અમે તને વિશેષમાં કહ્યું હતું કે જે પ્રાણીઓ પૈસા પેદા કરવાની બાબતમાં અને તેનું રક્ષણ કરવાની બાબતમાં મંડ્યા રહે છે તેથી આપત્તિએ બહુ દૂર રહેતી નથી ( એવા પ્રાણીઓની નજીક દુઃખ-પીડા રહ્યા કરે છે અને ઘણા ટુંકા વખતમાં તેની સાથે મળી જાય છે). આ પ્રમાણે હકીકત અમે તને કહી હતી છતાં તને તે તેના ઉપરજ વધારે વધારે પ્રેમ થતા જાય છે. વળી એક બીજી પણ વાત છે તે એ કે જ્ઞાન દર્શન ચારિત્ર જે સર્વ લેશરાશિરૂપ મહા અજીર્ણના નાશ કરનાર છે અને તેમ કરીને જે પરમ શાંતિ આપનાર છે તેના ઉપર તું અનાદરની નજરથી જુએ છે; ત્યારે અમે તે હવે શું કરીએ? જે અમે ત્યાગ કરવાના સંબંધમાં કાંઇ એલીએ છીએ તે તું આકુળ વ્યાકુળ થઇ જાય છે; આથી તારા ઉપર અનેક પ્રકારના ઉપદ્રવા થયા કરે છે તે અમારી પેાતાની આંખથી અમે જોયા કરીએ છીએ તેપણ તને ખરાબ રસ્તે જતાં વારીએ તે તું આકુળ વ્યાકુળ થઇ જા તે ભયથી અમે ચૂપ બેસી રહીએ છીએ. જે પ્રાણીઓને એ જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર આદર હાય છે, જેઓ વિરૂદ્ધ કર્મોના ત્યાગ કરતા જતાં ડાય છે અને જે
સમજ આપવાની એક વધારે રીતિ.
Page #228
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] વ્યવસાયી ગુસ–બુદ્ધિની વિશિષ્ટતા.
૧૮૭ એ રતત્રયનું અનુષ્ઠાન કરતાં હોય છે તેના વિકારોનું નિવારણ થઈ શકે તે બસ છે; જેઓને એ રત્નત્રયી ઉપર મનમાં જરા પણ આદર નથી તેઓને રોકવાની અમારે કાંઈ જરૂર પણ નથી. જ્યારે તું અને મારા દેખતાંજ રાગાદિ ભાવગોથી પીડા પામે છે ત્યારે લેકે પણ અમને તારા ગુરુ જાણીને ઠપકે આપવા લાગે છે અને અમારી નિંદા પણ કરે છે” તદ્યાએ નિપુણ્યકને ઉપર કથાપ્રસંગમાં જે ઠપકે આપે હવે તેની બરાબર આ હકીકત સમજવી. ગુરુ મહારાજ તરફથી આ પ્રમાણે ઠપકો સાંભળીને આ પ્રાણી
ગુરુ મહારાજને પ્રત્યુત્તર આપતાં કહે છે કે “અઇચ્છા, આસક્તિ નાદિ કાળથી અભ્યાસ પડી ગયેલ હોવાને લીધે અને ભાવના. તૃણું લોલુપતા વિગેરે ભાવો મને મુંઝવે છે. એ
તૃષ્ણ-લેલુપતાને તાબે થઈને કરેલા આરંભ અને પરિગ્રહનું પરિણામ કેવું ખરાબ આવે છે તે જાણવા છતાં તેને હું છોડી શકતો નથી. આ પ્રમાણે હેવાથી આપ સાહેબે મારા સંબંધમાં ઉપેક્ષા ન કરવી, બેદરકારી ન બતાવવી, મને ખોટે રસ્તે પ્રવૃત્તિ કરતો જોઈને આપે સારું યોગ્ય નિવારણ કરવું, તેથી કદાચ એમ પણ બને કે હાલ હું દેષોનો થોડે થોડે ત્યાગ કરું તે આપ સાહેબની મહેરબાનીથી પરિણતિના ફેરફારને અંગે મારામાં સર્વ દોષને ત્યાગ કરવાની શક્તિ પણ આગળ જતાં આવે–તેવી શક્તિ હું પ્રાપ્ત કરું.” આ પ્રાણી ઉપર પ્રમાણે ગુરુ મહારાજને કહે છે તેની તે સર્વ
વાત ગુરુ મહારાજ સ્વીકારી લે છે અને તે પ્રમાદ, તયાના કરતા હોય છે ત્યારે ગુરુ મહારાજ તેનું કઈ કઈ વ્યવસાય વાર નિવારણ પણ કરે છે. ગુરુ મહારાજ કહે છે તે
પ્રમાણે કરવાથી અત્યાર સુધી પ્રાણુને અશુભ પ્રવૃત્તિ કરવાને લીધે જે પીડા થતી હતી તે ઉપશાંત થાય છે, જ્ઞાન દર્શન વિગેરે ગુણો વધારે વિકાસ પામે છે અને એને લઈને આ પ્રાણીમાં તયાનાં વચન પ્રમાણે અનુકરણ કરવાથી આરોગ્ય થવારૂપ થોડો થોડો ફેરફાર થયો એમ કહેવામાં આવ્યું હતું તેને બરાબર મળતું આવે છે. માત્ર હકીકત એ બને છે કે આ પ્રાણમાં વધારે જ્ઞાન અને દીર્ઘ દૃષ્ટિ ન હોવાને લીધે જ્યારે ગુરુ મહારાજ તેને પ્રેરણું કરે છે ત્યારે માત્ર તે પિતાનું ખરું હિત કરનારી બાબતમાં પ્રવૃત્તિ કરે છે,
૧ કઈ પણ સાંસારિક બાબતની શરૂઆત કરવી. જેમકે ઘર બાંધવું, મીલ થલાવવી વિગેરે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૧
પરંતુ જેવી ગુરુ મહારાજની પ્રેરણું બંધ થાય છે અથવા ગુરુ મહારાજનો જોગ બનતો નથી કે તરતજ પિતાનું વાસ્તવિક કર્તવ્ય કરવામાં તે શિથિલ થઈ જાય છે અને પાછો આરંભ પરિગ્રહની ધમાલમાં પડી જાય છે. જે તે આરંભ પરિગ્રહની જંજાળમાં પડી જાય છે કે પાછા રાગ વિગેરે વ્યાધિઓ ઉછળી પડે છે અને તેને મનની અને શરીરની અનેક પ્રકારની પીડાઓ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની પ્રાણીની અવસ્થા થાય છે તે તેની વિહળતા છે એમ સમજવું. એટલે કથાપ્રસંગમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ પ્રાણુને વિહળતા થાય છે તે તેને રાગ દ્વેષને લીધે થયેલ માનસિક અને શારીરિક વ્યથા તુલ્ય રસમજવી. એ ગુરુ મહારાજ જેવી રીતે વારંવાર પ્રેરણું કરીને આ જીવને શુદ્ધ માર્ગ પર લઈ આવે છે તેવી રીતે પ્રેરણું કરીને ઠેકાણે લાવવાના બીજા અનેક જીવો હોય છે. સર્વ પ્રાણુઓ ઉપર કૃપા કરવાની બાબતમાં તત્પર રહેલા તે ગુરુ મહારાજા તો કઈ કઈ વખત જે જીવના સંબંધમાં હાલ વાત ચાલે છે તેને પ્રેરણું કરી શકે છે, પણ બાકીના વખતમાં આ જીવ છૂટે રહેતો હોવાથી પોતાનું અહિત કરતે હોય તેનાથી તેને કઈ વારતું નથી. એને લઈને ત્યારપછી ઉપર કહ્યો તે અનર્થ ઉત્પન્ન થાય છે. તયા પાસે ન રહી શકે અને તેની ગેરહાજરીમાં પ્રાણી અપથ્ય ભોજન ખાવા મંડી જાય તેથી તેના રોગો વધી પડે અને વિકાર જણાવે તેની બરાબર આ સર્વ સમજવું.
સદબુદ્ધિ ત્યારપછી મૂળ કથાપ્રસંગમાં એવી મતલબની હકીકત કહેવામાં આવી હતી કે આવી રીતે વ્યાધિથી પીડા પામતે ધર્મબોધકરે આ પ્રાણને જે ત્યારે તેવી પીડાનું કારણ તેણે તેને પૂછયું, એના જવાબમાં નિપુણ્યકે પોતાની સર્વ હકીકત જણાવી અને પછી કહ્યું સાહેબ ! આપની દીકરી તદ્દયા મારી પાસે દરોજ રહી શકતી નથી અને તેની ગેરહાજરીમાં મારા વ્યાધિઓ બહુ વધી જાય છે. તેટલા માટે પ્રભુ! આપ મારે માટે પ્રયાસ કરીને કાંઈ એવી ગોઠવણ કરે કે મને સ્વમામાં પણું જરાએ પીડા થાય નહિ. ” ધર્મબોધકર મંત્રીશ્વરે જવાબમાં જણાવ્યું “તયાને ઘણું કામ સોપેલાં હોવાથી તે તો આખો વખત કામમાં ને કામમાં વ્યાકુળ રહે છે, તેથી તેને અપથ્ય ભજન સેવતાં વારંવાર વારે તેવી કોઈ સ્ત્રી હોય તો તેને તારી પરિ
૧ જુઓ પૃષ્ઠ ૩૯ થી. આ હકીકત લંબાણ હેવાથી તેને સારજ અહીં આપ્યો છે. આખી હકીકત માટે ઉપરના પૃષ્ઠની પંક્તિ ૪ થી શરૂ થતી હકીકત વાંચ,
Page #230
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સબુદ્ધિ
૧૮૯ ચારિકા નીમ આપું. તું તારા આત્માને હિત શું કરવાથી થાય તે જાણતો નથી, પથ્ય ભોજન કરવાથી દૂર નાસતા ફરે છે અને તારું તુછ ભજન કરવામાં નિરંતર પ્રેમ રાખ્યા કરે છે તેથી મારે તારા સંબંધમાં શું કરવું?' નિપુણ્યક બે “આપ આવું કદિ હવે પછી બોલશો નહિ, આપનો હુકમ હું હવે કદિ પણ ઉલ્લંઘીશ નહિ, ફેરવીશ નહિ, આપની આજ્ઞા બરાબર માન્ય કરીશ.” ધર્મબોધકર ત્યારપછી વિચાર કરી બોલ્યા “એક સદબુદ્ધિ નામની મારી છોકરી છે તેને બીજું બહુ કામ નથી. મારે વિચાર તેને તારી પરિચારિકા બનાવવાને છે. તે મારી બાલિકા તારી પાસે નિરંતર રહેશે અને તને પથ્ય અને અપથ્ય શું છે તેનો વિચાર બતાવશે. આવી સારી દાસી હું તને આપું છું તેથી હવે તારે તારા મનમાં જરા પણ ગભરાવું નહિ, પરંતુ તે ઘણી જાણકાર હોવાથી તેનાથી ઉલટી રીતે ચાલનાર અને આદર વગરના પ્રાણી ઉપર તે જરા પણ ઉપકાર કરતી નથી, તેથી જો તને સુખ મેળવવાની ઇચ્છા હોય અને દુઃખથી તને ભય ઉત્પન્ન થયેલ હોય તે તે જે કહે તે પ્રમાણે તું દરરેજ કરજે......તદ્યાને અનેક જોએ કામ હોય છે પણ વચ્ચે વચ્ચે કઈ કઈ વાર તે તારી પાસે આવી જઈને તને જાગ્રત રાખી જશે. જો તારે સુખ પ્રાપ્ત કરવાની ઈચછા હોય તો બુદ્ધિને રાજી રાખવા માટે તારાથી બની શકે તેટલો પ્રયત્ન કર્યા કરજે...... મારા જેવા તે છેટા રહેનારા હોય છે, પણ આ સદ્દબુદ્ધિ તો દરરોજ આખો વખત તારી પાસે જ રહેશે, માટે તારાં પોતાનાં સુખ માટે તારે તેની આરાધના કરવી સવે રીતે ઉચિત છે.” નિપુણ્યકે આ બાબતમાં સંમતિ આપવાથી ધર્મબોધકરે સબુદ્ધિને તેની પરિચારિકા બનાવી...થડા દિવસ સબુદ્ધિ પ્રમકની પાસે રહી તેટલા વખતમાં તેના સંબંધમાં ઘણું ફેરફાર થઈ ગયા. તેના ઉપદેશથી કમકની અપથ્ય ભોજન ઉપર પ્રતિ હતી તે ઉડી ગઈ, આથી અગાઉ જેટલું તુચ્છ ભજન તે ખાતો નહિ. વળી હવે તે ત્રણે ઔષધો વધારે પ્રમાણમાં રાજી ખુશીથી ખાવા લાગ્યું. આ બન્ને કારણને લઈને તેને જે વ્યાધિઓ થયેલા હતા તે ઓછા થવા લાગ્યા અને રેગના વિકારે તે લગભગ નાશ પામી ગયા. એ દરિદ્રીને હેવે સુખને રસ કે છે તેને સ્વાદ આવવા લાગ્યો, તેનું ભયંકર રૂપ હતું તે દૂર થઈ ગયું અને તેનામાં શાંતિ આવી ગયેલી હોવાથી તેના મુખ ઉપર સંતોષ પણ બહુ દેખાવા લાગ્યું.” આ પ્રમાણેની મતલબની હકી
૧ આ સદ્દબુદ્ધિને Conscience કહી શકાય.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ કત કથાપ્રસંગમાં કહેવામાં આવી હતી. આ પ્રાણીના સંબંધમાં પણ લગભગ એનેજ મળતી હકીકત બને છે તે આપણે હવે વિચારી જોઈએ. જેમ કઈ આંધળો માણસ દોડતાં દોડતાં ભીંત અથવા થાંભલા
' સાથે અફળાઈ જવાથી પીડા પામે અને તેને કેટલી ખુલ્લા દિલના પીડા થાય છે તે વાત જેમ તે બીજા માણસને કહી એ ક ર રો. સંભળાવે તેવી રીતે ગુરુ મહારાજે જે આચરણે કર
વાની મના કરી હોય તેવાં આચરણ કરવાથી વિપત્તિઓ આવે છે તે જાણીને અને અનુભવીને ગુરુ મહારાજ ઉપર આ પ્રાણ વિશ્વાસ મૂકે છે અને માને છે કે ગુરુ મહારાજ જે વાત કહેતા હતા તે બરાબર હતી અને ત્યારપછી ગુરુ મહારાજ સમક્ષ એ વિપત્તિઓ અને કષ્ટ કેવી રીતે આવે છે અને તે વખતે પ્રાણીની શી સ્થિતિ થાય છે તે કહી સંભળાવે છે: “ભગવદ્ ! આપ સાહેબના સદુપદેશથી જ્યારે હું ચેરીથી કઈ પણ પદાર્થો લેતા નથી, રાજ્યવિરૂદ્ધ કઈ પણ કાર્ય કરતો નથી, વેશ્યા અથવા પારકી સ્ત્રી તરફ દષ્ટિ કરતો નથી અને એવું ધર્મવિરૂદ્ધ અથવા લેકવિરૂદ્ધ કઈ પણ આચરણ આપના ઉપદેશ પ્રમાણે કરતો નથી અને મહા આરંભ અને મહા પરિગ્રહમાં રીઝી જતો નથી ત્યારે લેકે મને સાધુ (સારા માણસો તરીકે ગણે છે, મારામાં વિશ્વાસ મૂકે છે અને મારાં વખાણ કરે છે. એ વખતે શરીરને મહેનત પડવાથી કદાચ કાંઈ થોડું થોડું દુઃખ થાય તે તે મને જણાતું નથી અને હૃદય તદ્દન સ્વસ્થ થઈ જાય છે. આવા પ્રકારનાં શુભ આચરણ કરનારને ધર્મ સારી ગતિ અપાવનાર થાય છે એટલે એવાં સુકૃત્યને પરિણામે પ્રાણી સંગતિમાં જાય છે એ વિચારથી મનમાં બહુ આનંદ થઈ આવે છે અને જ્યારે આપ સાહેબ તરફથી કોઈ પણ પ્રકારની નિવારણ થતી નથી અથવા આપના તર
થી થયેલી નિવારણની દરકાર ન કરતાં ધન વિષય વિગેરે ઉપર અત્યંત આસક્તિ હોવાને લીધે ગુરુ મહારાજ કાંઈ જાણું જવાના નથી એમ ધારી લઈને પૈસા ઉપરની મૂછને લઈને હું ચેરીથી ધન ઉપાડવા માંડું છું, વિષયેલુપતાને લીધે વેશ્યા કે પરસ્ત્રીગમન કરું છું અને તેવું બીજું કાંઈ પણ ભગવાને નિવારણ કરેલું આચરણ કરું ત્યારે લોકો તરફથી નિંદા, રાજ્ય તરફથી શિક્ષા અને સર્વ ધનહરણ, શરીરનો ખેદ, મનનો તાપ અને બીજા અનેક પ્રકારના અનર્થો આ લેકમાં જ પ્રાપ્ત કરું છું. આવી રીતે વર્તનારાઓને દુર્ગતિરૂપ મહા ઊંડા ખાડામાં ફેંકી દેનાર પાપ થાય છે એવા વિચારથી મારું હૃદય બળી
૧ અટકાવવું તે, અમુક કાર્ય ન કરવાને ઉપદેશ.
Page #232
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] આત્માવલંબી થવું.
૧૯૧ જાય છે અને એક મીનિટ પણ મને સુખ મળતું નથી. આ પ્રમાણે હોવાથી હે કૃપાનાથ ! આપ કોઈ એવું કરી આપે છે જેથી આપના કહેવા પ્રમાણે આચરણ કરવારૂપ બખતર પહેરીને અનરૂપ ભાલાંના સમૂહથી રક્ષણ કરાયેલે હું રહું.' જીવનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને ગુરુ મહારાજે તેને કહ્યું:
ભદ્ર! બીજાના નિવારણ કરવાથી અને તેના પરના સ્વાયત્તતા- “વિશ્વાસથી અકાર્ય વર્જવાનું બની આવે છે તે તો નું મહત્ત્વ. “કઈ કઈ વખતજ બની શકે છે. આ પ્રમાણે અન્યના
“ઉપદેશથી કઈ કઈ વાર અકાર્ય વર્જવાનું પરિણામ તને પોતાને અને બીજાને કેવું સારું આવે છે તે તે જોયું અને તેમ કરવાથી તેને કેટલે મોટો ફેર પડી જાય છે તે તેં અનુભવ્યું. અમારે તે અનેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાનો હોય છે, તેઓને ઉપદેશ “આપવાનો હોય છે અને તેઓને યોગ્ય રીતે સમજાવવાના હોય છે “તેથી તારી પાસે આ વખત રહીને દરેક બાબતમાં તેને નિવારણ કરવાનું અમારાથી બની શકે નહિ. આ પ્રમાણે હોવાથી જ્યાં સુધી તારી પોતાની સદ્દબુદ્ધિ જાગ્રત નહિ થાય ત્યાંસુધી જે આચરણોનું “અમે નિવારણ કરવાનો તને ઉપદેશ આપીએ છીએ તે આચરણ “ઉપર તારી આસક્તિ હોવાને લીધે તેનાથી થતી અનર્થપરંપરા રેકી
શકાશે નહિ; તે અનર્થપરંપરા એ ને એ પ્રમાણે થયાંજ કરશે. તદુ“વિ હૈિ કસમનો કનૈવ નીવરાત્તિવાતિ. સદબુદ્ધિજ
એક એવી વસ્તુ છે કે જે અન્ય તરફની પ્રેરણાની અપેક્ષા રાખ્યા વગર પોતાના પ્રયત્નથી–જાતપ્રેરણાથી જ જીવને અકાર્ય કરતાં “નિવારણ કરે છે અને અસરકારક રીતે નિવારણ કરી શકે છે, એના પ્રતાપથીજ પ્રાણુ અનર્થોથી બચી શકે છે. આ પ્રમાણે સાંભળીને જીવે કહ્યું “ભગવાન ! તે કદાચ મને
મળવાની હશે તો તે પણ આપના પ્રસાદથી જ મળશે, સબુદ્ધિ- બીજી કઈ રીતે મળી શકવાની નથી.” ગુરુ મહાની મહત્તા. રાજે ઉત્તરમાં જણાવ્યું “વારૂ, તે હું તને બુદ્ધિ
આપું છું. અમારા જેવાને તે તે (સદ્દબુદ્ધિ) વચન“નેજ તાબે રહે છે, પરંતુ તારે આ સંબંધમાં આટલું ધ્યાનમાં રાખવાનું
છે કે સદબુદ્ધિ આપવામાં આવી હોય તો પણ જે પ્રાણીઓ પુણ્ય“શાળી હોય છે તેઓને જ તે સારી રીતે પરિણમે છે, બીજાઓને તે
૧ પરિણામ ઉપજાવવું.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
<<
<.
“ સારી રીતે પરિણમી શકતી નથી. એનું કારણ એ છે કે પુણ્યશાળી • પ્રાણીઓ હાય છે તેનેજ તેના ઉપર આદર થાય છે, બીજા પ્રાણીઓને “ તેના ઉપર જોઇએ તેવા આદરજ થતા નથી. શરીર ધારણ કરનાર પ્રાણીઓને જેટલાં કષ્ટ થાય છે-જેટલા અનર્થ થાય છે એ સર્વ સદ્બુદ્ધિ નહિ હેાવાને લીધે થાય છે અને આ સંસારમાં જેટલાં કલ્યાણ • છે-જેટલાં સુખા છે તે સર્વના આધાર સત્બુદ્ધિ ઉપરજ છે, જે મહાત્મા સદ્ગુદ્ધિના સંબંધમાં પ્રયત્ન કરે છે, તેને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે અને તેના સંબંધમાં નિર્ણય કરવા યત્ન કરે છે તેઓજ સર્વજ્ઞ મહા“ રાજની ખરેખરી આરાધના કરે છે અને જેઓ તેમ કરતા નથી તે
cr
Co
cr
Co
cc
'
સર્વજ્ઞ મહારાજની આરાધના કરી શકતા નથી. હું તારી પાસે આટલી “ બધી વાત કરૂં છું, ઉપદેશ આપું છું અને યોગ્ય માર્ગે લઇ આવવા “ પ્રયત્ન કરૂં છું તે સર્વ પ્રયત્ન તને હરકોઇ પ્રકારે સત્બુદ્ધિ પ્રાપ્ત કરાવવા માટેજ છે. સદ્ગુદ્ધિ વગરના પ્રાણીઓને કદાચ વ્યવહારથી-ઉપર “ ઉપરથી જ્ઞાન પ્રાપ્ત થઇ જાય છે તેપણ તેમાં અને જ્ઞાન પ્રાપ્ત ન “ થાય તેમાં કાંઇ માટેા ફેર પડતા નથી, કારણુ કે એવા પ્રકારનું જ્ઞાન પેાતાનું કામ કરતું નથી અથવા આવી રીતે માત્ર વ્યવહારથી જેઓને જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પાતાનું સ્વકાર્ય ( મોક્ષ પ્રાપ્ત કરવાનું અથવા “ આત્મ કલ્યાણ કરવાનું કાર્ય ) કરી શકતા નથી અને પરિણામ વગરનું << સાન તે લગભગ નકામા જેવું છે. વધારે તે શું કહેવું ? પણ સદ્
''
te
66
દ
66
બુદ્ધિ વગરના મનુષ્યમાં અને પશુમાં કાંઇજ તફાવત નથી અને “ તેવા પ્રાણી જનાવરથી કોઇ પણ માબતમાં ચડતા હોય એમ લાગતું “ નથી, તેટલા માટે જો તારે સુખ મેળવવાની ઇચ્છા-હોંશ હાય અને “ જો તને દુ:ખથી ખરેખર ભય થયા હાય તે અમે આજે તને જે સત્બુદ્ધિ આપીએ છીએ તેને તું યત્ન કરીને જાળવી રાખજે અને તેના ઉપર પૂર્ણ આદરભાવ બતાવજે. તેના ઉપર જો તું આદર “ કરીશ અને તે સંબંધમાં જે બરાબર યત્ન કરીશ તે તેમ કરવાથી તે “ અમારૂં વચન આરાધ્યું, ભુવનના માલેક પરમાત્માને બહુ પ્રકારે માન “ આપ્યું, અમને સંતાષ પમાડ્યો, મેાક્ષ પહોંચાડનાર વાહનનો સ્વીકાર ( અંગીકાર ) કર્યાં, લાકસંજ્ઞાના ત્યાગ કર્યો, ધર્મઆચરણ કર્યું અને સંસારસમુદ્રથી આત્માને તારી દીધા એમ અમે ધારી લેશું અને એમ “તારે સમજી લેવું, ”
66
<<
ગુરુ મહારાજના આવા વચનામૃતના પ્રવાહથી તે પ્રાણીનું હૃદય
૧ પ્રાકૃત લેાકાની રૂચિને અનુસરીને કામ કરવું તે.
Page #234
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] સુખદુઃખપ્રાપ્તિનું ગુઢ રહસ્ય.
૧૯૩ પ્રફુલ્લિત થયું અને તેથી તેણે ગુરુ મહારાજના વચન ઇચ્છા અને પ્રાપ્તિ અને સ્વીકાર્યું. ત્યારપછી ગુરુ મહારાજ આ પ્રાણીને ને પરસ્પર સંબંધ. સદુપદેશ આપે છે “ભદ્ર ! હું તને એક ખાસ ગુહ્ય
“હકીકત કહું છું તે તારે બરાબર ધ્યાન રાખીને “ધારણ કરવી: જ્યાંસુધી આ પ્રાણી વિપરીત જ્ઞાનને લઈને દુઃખથી “ભરેલાં ધન વિષય વિગેરેમાં સુખને આરોપ કરે છે અને સુખથી “ભરેલાં વૈરાગ્ય તપ સંયમ વિગેરેમાં દુ:ખને આરોપ કરે છે ત્યાંસુધીજ એને દુઃખની સાથે સંબંધ થાય છે; જ્યારે એને જણાય છે કે ઇન્દ્રિયના વિષયોમાં અથવા વિષય સારૂ પ્રવૃત્તિ કરવી તેમાં “દુઃખ છે અને ધન વિગેરે પદાર્થોની આકાંક્ષા દૂર કરવી એજ સુખ છે ત્યારે એની સર્વ ઈચ્છાઓનો વિચ્છેદ થયેલ હોવાથી તેને કઈ પણ પ્રકારની આકુળતા વગર સ્વાભાવિક સુખ પ્રગટ થાય છે અને “નિરંતર તે આનંદમાં રહે છે. વળી તને એક બીજી પણ મુદાની “વાત કહું તે તારા હૃદયપટ પર આળેખી રાખજે. જેમ જેમ આ “પ્રાણ પૃહા (ઈચછા, પારકી આશા) વગરનો થતો જાય છે તેમ “તેમ તેનામાં પાત્રતા આવતી જતી હોવાથી તેને સર્વે સંપત્તિઓ મળતી જાય છે અને જેમ જેમ એ સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો-અભિલાષાવાળો થતો જાય છે તેમ તેમ તેની અયોગ્યતા વિચારીને સંપત્તિઓ તેનાથી વધારે ને વધારે દૂર નાસતી ફરે છે. “આ પ્રમાણેનો તારા મનમાં નિશ્ચય કરીને તારે સાંસારિક પદાર્થો મેળવવાને માટે કે ભગવાને માટે અભિલાષા કરવી નહિ. જે તું એ પ્રમાણે કરીશ તો સ્વાવસ્થામાં પણ તને મનની કે શરીરની પીડાની ગંધ પણ આવશે નહિ એટલે જાગ્રતાવસ્થામાં તો શું પણ
સ્વમામાં પણ તને કઈ પ્રકારની માનસિક કે શારીરિક પીડા થશે “નહિ.” ગુરુ મહારાજ આ પ્રમાણે પ્રાણુને ઉપદેશ આપે છે તેને અમૃતની જેમ આ પ્રાણું ગ્રહણ કરે છે. આ પ્રાણીને સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એમ ધારીને ગુરુ મહારાજ પોતાના મનમાં નિશ્ચય કરે છે કે હવે પછી એ પ્રાણુ ઉલટા માર્ગે કદિ પણ જશે નહિ. આવા વિચારથી ગુરુ મહારાજ એ પ્રાણીના સંબંધમાં નિશ્ચિત્ત થયા.
આ પ્રાણીને સદબુદ્ધિ પ્રાપ્ત થયા પછી તે શ્રાવક અવસ્થામાં
- ૧ સાંભળનારને લાભ કરે તેવી, ઘણું ન જાણે તેવી ખાનગી હકીકત. અન્યથી નહિ સમજાયેલું ગુપ્ત રહસ્ય.
૨ ચિન્તા રહિત, ફકર વગરના.
૨૫
Page #235
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧ વર્તતા હોય અને તેથી ઇંદ્રિયના વિષયાના ઉપભાગ કરતા હોય, ધન સ્ત્રી વિગેરે તે ગ્રહણ કરતા હોય તેપણુ તેની સાથે તેને એવા સંબંધ થતા નથી કે જેથી તે દિ તૃપ્ત ન થાય, મનમાં સંતાષ પામે નહિ અને નિરંતર વધારે મેળવવાની અભિલાષા કર્યાં કરે. વળી તેના મનમાં જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર ઘણી પ્રીતિ હોવાને લીધે તેને ધનભાગના વિષયા જેટલા મળે તેટલામાં તેને સંતાષ રહે છે. વળી તે ઉપરાંત તે સદ્ગુદ્ધિના પ્રભાવથી જેટલે જ્ઞાન દર્શન ચારિત્ર મેળવવા માટે યન કરે છે તેટલા ય ધન અથવા ભાગના પદાર્થો મેળવવા માટે કરતા નથી. આને પરિણામે અગાઉ ન થયા હોય તેવા રાગ વિગેરે વ્યાધિ નવીન વધતા નથી અને અગાઉ જે થયા હોય તે આછા આછા થતા જાય છે. એ વખતે પણ પૂર્વે (અગાઉના વખતમાં) ઉપાર્જન કરેલાં કર્મનાં ફળ તરીકે જો કે કોઇ કોઇ વખતે શરીર અને મનની પીડા થઇ આવે છે તેાપણ તેના ઉપર આ પ્રાણીના તીવ્ર અનુબંધ થતે નહિ હાવાથી તે લાંબા વખત ટકતી નથી, ત્યારે પછી આ પ્રાણીને સંતેાષ અને અસંતષમાં ગુણ દોષના કેટલા તફાવત છે માલૂમ પડે છે અને ઉત્તરગુણાની પ્રાપ્તિને લીધે તેના મનમાં પ્રમાદ પણ બહુ થવા લાગે છે.
તે
૧૯૪
પીડા: ગુણ અને પ્રમેાદ.
સદ્ગુદ્ધિ સાથે વાતચીત,
આગળ કથાપ્રસંગમાં વાત કરી તે આપણે હવે વિચારીએ. “ એક દિવસ એકાન્તમાં રહેલા તે ( નિપુણ્યક ) પોતાના મનમાં અત્યંત રાજી થઈને નિરાકુળપણે સમ્રુદ્ધિ સાથે વાત કરવા લાગ્યો
'
ભદ્રે! મારા શરીરમાં આ શું બધું નવાઇ જેવું લાગે છે! તું જે તે ખરી, અત્યાર સુધી જે શરીર સર્વ દુઃખથી ભરપૂર હતું તેજ શરીર હવે સુખથી ભરપૂર થઇ ગયું છે!' સમુદ્ધિએ જવાબ આપ્યો “ ભાઈ ! સારી રીતે પથ્ય સેવવાથી અને તારા શરીરને નુકશાન કરનાર વસ્તુ ઉપરના રાગને દૂર કરવાથી એ સર્વ લાભ થયો છે. લાંબા વખતની ટેવથી ખરાબ ભાજન કદાચ કોઇ વાર તું લે છે ખરે,
૧ આસક્તિ, ચાલુ પ્રવાહ, બીજો અર્થ કરવા હાય તેા વાય આ પ્રમાણે વાંચવું: “તેનેા ચાલુ પ્રવાહ નહિ રહેતે હેાવાથી.” બન્ને અર્થ ઘટે છે.
૨ શ્રાવકના ૨૧ ગુણે વધારે ઊંચા આકારમાં અહીં પ્રાણી પ્રાપ્ત કરી આ ગળ પ્રગતિ કરતા જાય છે તે ઉત્તરગુણા પર સૂચવન જણાય છે.
૩ જીએ મૂળ કથા માટે અગાઉનું પૃષ્ઠ ૪૧.
Page #236
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] મહા લાભ સમજી સર્વસંગત્યાગ વિચારણા. ૧૯૫ પણ તે વખતે હું નજીકમાં હોવાથી તેને તે બાબતમાં શરમ બહુ આવે છે. એ ખરાબ ભેજનનો ઉપયોગ જ્યારે શરમ સાથે કરવામાં આવે છે ત્યારે તેની અસર નહિ જેવી થઈ જાય છે અને તે ઉપરાંત તેના ઉપર તિરસ્કાર હોવાથી–ગૃદ્ધિ નહિ હોવાથી વારંવાર તે ખાવાની ઇચછા પણ થયા કરતી નથી. આવા પ્રકારની વૃત્તિ થઈ ગયા પછી તેવું ખરાબ ભજન કદાચ હું ખાઈ લીધું હોય તો તેથી શરીરે વ્યાધિઓને વધારનાર તે થઈ જતું નથી. તારા મનમાં આનંદ અને સુખ થાય છે તે આ કારણથી થયેલ છે.” ?? આવી રીતે પોતાના મનમાં અને શરીરમાં પ્રમોદ થતો હતો તેનું કારણ બુદ્ધિ સાથે પ્રાણુએ વિચાર્યું અને તેના જવાબમાં સદ્દબુદ્ધિએ કદન્ન પર લેલુપતાને કરેલ ત્યાગ અને ત્રણે આષધોનું કરેલું સેવન કારણ તરીકે બતાવ્યું અને તેમ કરવાની યુક્તિનું પણ પ્રતિપાદન કર્યું તે પ્રમાણે આ પ્રાણીના સંબંધમાં પણ બને છે. સબુદ્ધિની સાથે વિચાર કરવાથી આ પ્રાણીના ધ્યાનમાં આવે
છે કે શરીરમાં અને મનમાં નિવૃત્તિરૂપ સુખ હાલમાં સદ્દબુદ્ધિથી પિતાને પ્રાપ્ત થયું છે તેનું કારણ વિષય વિગેરે પર પ્રશમ સુખ. વસ્તુ પર આસકિતનો ત્યાગ અને જ્ઞાન દશૈન ચારિત્ર
તરફ આદર અને તેની આચરણું છે. પૂર્વ અભ્યાસથી કદાચ આ પ્રાણી વિષયાદિકમાં પ્રવૃત્તિ કરે છે તો પણ તેનામાં સબુદ્ધિ જાગ્રત થયેલ હોવાને લીધે તે વારંવાર એવો વિચાર કર્યા કરે છે કે તેના જેવાને તે પ્રમાણે કરવું કઈ પણ રીતે ઉચિત નથી. આવા વિચારને પરિણામે તેને વિષય ઉપર આસક્તિ થતી નથી, તેથી તેના પર તીવ્ર લાલસા થતી નથી અને તેને લઈને આ પ્રાણીને પ્રશમ સુખ પ્રાપ્ત થાય છે. સદ્ બુદ્ધિએ આવી રીતે આ પ્રાણીને યુતિપૂવૅક સમજાવ્યો એમ સમજવું.
સર્વથા ત્યાગ, પ્રાપ્ત થયેલા સુખના રસમાં આનંદ પામી તેણે બુદ્ધિને જે
કહ્યું તે હકીકત ત્યારપછી કથાપ્રસંગમાં કહેવામાં સર્વથા ત્યાગને આવી છે. “નિપુણ્યકે કહ્યું કે “જો એમ હોય તે અગે સાવચેતી. તે ખરાબ ભજનનો હું સર્વથા ત્યાગ કરી દઉં કે
જેથી મને સુંદર સુખ સારી રીતે પ્રાપ્ત થાય.” સદ્બુદ્ધિએ જવાબમાં કહ્યું “વાત તે તદ્દન યેગ્ય છે, પરંતુ તેનો ત્યાગ
Page #237
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ બરાબર વિચાર કરીને કરજે, કારણ કે તન્યા પછી તેના ઉપરના પૂર્વ પ્રેમને લઈને અગાઉના જેવી આકુળ વ્યાકુળતા તને થવી ન જોઈએ. એક વાર એનો ત્યાગ કર્યા પછી ફરી વાર તેના ઉપર એહ થઈ આવે તેના કરતાં તો ત્યાગ ન કરવો એજ વધારે ઠીક ગણાય, કારણ કે એ તુચ્છ ભજન ઉપર સ્નેહ રાખવાથી વ્યાધિઓ બહુ વધી જાય છે. ખરાબ ભોજન થોડું થોડું કરવાથી અને ત્રણે ઔષધોને વધારે વધારે ઉપયોગ કરવાથી તારા વ્યાધિઓ નરમ પડેલા છે અને તને શાંતિ થયેલી છે તેટલું થવું પણ અત્યંત દુર્લભ છે. એક વાર સર્વથા ત્યાગ કર્યા પછી તેવા તુછ ભજનની ઈછા કરનાર મહામહના પ્રતાપથી વ્યાધિઓની લાઘવતા (ઓછાશ) પણ જલદી મેળવી શકતા નથી. આ બાબતને સારી રીતે વિચાર કરીને મનમાં જે ખરેખર ત્યાગ કરવા યોગ્ય ભાસે તોજ ઉત્તમ મનુષ્યોએ તેને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે.” બુદ્ધિનો આવો જવાબ સાંભળીને તેનું મન જરા ગભરાટમાં પડી ગયું તેથી પોતે શું કરવું તેને બરાબર નિશ્ચય તે કરી શક્યો નહિ.” આ પ્રાણીના સંબંધમાં પણ એવી જ હકીકત બને છે તે આપણે વિચારીએ.
ગૃહસ્થઅવસ્થામાં વર્તતા આ પ્રાણુને જ્યારે સાંસારિક પદાર્થો
પરની લાલસા તૂટી જાય છે અને જ્ઞાન દર્શન ચારિસર્વસંગત્યાગ માટે ત્રની આચરણું કરવા પર અત્યંત પ્રેમ થાય છે ત્યારે કરેલ પર્યાલોચના. ખરેખરું સુખ શું છે અને ક્યાં છે તે તેના જાણવામાં
આવે છે. પછી તેને પરમ શાંતિનું–પ્રશમનું સુખ અવિચ્છિન્નપણે પ્રાપ્ત થાય એટલે એક વાર તે સુખ થયા પછી નિરંતર બન્યું ને બન્યું રહે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય તેની ઇચ્છા તેના મનમાં જાગ્રત થાય છે અને તેને પરિણામે તેના મનમાં સર્વ પરભાવનો ત્યાગ કરવાની બુદ્ધિ થઈ આવે છે. તે વખતે તે પિતાની સદુબુદ્ધિ સાથે પિતે સર્વસંગનો ત્યાગ કરવાને સમર્થ છે કે નહિ તે સંબંધમાં લંબાણ પર્યાલચના (વિચાર) કરે છે. બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી એને માલૂમ પડે છે કે અનાદિ સંસારમાં દીર્ઘ અભ્યાસથી આ પ્રાણું વિષય ઉપર રસપૂર્વક ગૃદ્ધિ રાખ્યા કરે છે અને તે રસ જાણે પિતાને હોય તેમ માનીને વિષયો સાથે કામ લે છે. આ પ્રમાણે હેવાથી સર્વ પ્રકારના દોષોથી નિવૃત્તિરૂપ ભગવાને બતાવેલી દીક્ષા અંગીકાર કરીને વળી પાછો અનાદિ કાળથી કમએ કરેલી પોતાની વિભાવસ્થિતિમાં જે ચાલ્યો જાય અને પૂર્વ પ્રકૃતિને અનુસરવા લાગે
Page #238
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] વિચારણું છતાં મેહનું રે. તે પિતાના આત્માને ઉલટો વિડંબના કરે. આ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરીને વિષયાદિ પર આસક્તિ થાય અને મન લુપી રહે તેના કરતાં તે દીક્ષા પહેલેથી ન ગ્રહણ કરવી તે વધારે સારું, કારણ કે તીવ્ર અભિલાષા વગર વિષય વિગેરે સેવતો ગૃહસ્થ (શ્રાવક) પણ જ્ઞાન દર્શન ચારિત્રમાં આચરણ કરવારૂપ દ્રવ્ય સ્તવનો આશ્રય કરીને કમેરૂપ અજીર્ણને નાશ કરતો જાય છે અને તેથી રાગાદિ ભાવગને ઓછા કરીને કમેને હલકાં કરી નાખે છે. આવી ભાવગની ઓછાશ પણ અનાદિ કાળથી સંસારમાં રખડતાં આ જીવને અગાઉ કદિ પ્રાપ્ત થઈ હોતી નથી અને તેવી ઓછાશ પ્રાપ્ત થવી એ પણ ઘણી મુશ્કેલ બાબત છે. આ પ્રમાણે હોવાથી દીક્ષા લઇને પણ ત્યારપછી જે વિષયની અભિલાષા થાય તો પછી જે બાબતની પ્રતિજ્ઞા લીધી હોય તે નહિ કરવાથી મનમાં ઘણોજ આકરે કલેશ થાય છે અને તેથી મનમાં વધારે વધારે રાગ વિગેરે વ્યાધિઓ વૃદ્ધિ પામતા જાય છે. પરિણામે જે ભાવરોગોની એાછાશ તેને ગૃહસ્થાવસ્થામાં (દેશવિરતિને અંગે ) પ્રાપ્ત થઇ શકી હતી તેટલી પણ તે મેળવી શકતો નથી. જે વખતે પ્રાણી ઉપર પ્રમાણે નરમ નરમ વિચાર કરે છે તે
વખતે સર્વસંગનો ત્યાગ કરવાની બુદ્ધિને ચારિત્ર ચારિત્ર મોહ- મેહનીય કર્મના અંશે વારંવાર હચમચાવ્યા કરતા નયને ઉદય. હોય છે તેથી એને અત્યારે જે બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય
છે તે પાછી ડોળાઈ જાય છે ત્યારપછી ત્યાગબુદ્ધિ ડેળાવાને લીધે તેના વીર્યની હાનિ થાય છે અને તેથી નીચે જણાવ્યાં છે તેવાં અને તેને મળતાં ખોટાં ન્હાનાઓનો તે આશ્રય લે છે. તે ચારિત્ર મેહનીયને લીધે વિચાર કરે છે અથવા જણાવે છે કે “જો હું દીક્ષા લઉં તો આ મારા મેઢા સામું જોઈને જીવનાર મારા કુટુંબનું શું થાય ? મારા વિરહથી આખું કુટુંબ સીદાય અને જરૂર જીવેજ નહિ. ત્યારે અવસર વગર અત્યારે મારા નિરાધાર કુટુંબને કેવી રીતે છોડી દઉં? આ મારા છોકરામાં હજુ કઈ પ્રકારની તાકાત આવી નથી, આ મારી છોકરીને હજુ પરણાવી નથી, મારી બહેનને પતિ
૧ હેરાનગતી, ત્રાસ. ૨ વ્યવહારથી આચરણ કરવી તે.
ક કષાય મેહનીય અને નેકષાય મોહનીય કામ પ્રાણીને ચારિત્ર આવવા દેતા નથી, તેવા પ્રકારનાં કર્મોને ચારિત્રમેહનીય કર્મ કહેવામાં આવે છે.
૪ હેરાન થાય.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ છે પરદેશ ગયો છે અથવા તે બિચારી વિધવા છે, તેથી મારે તેનું ભરણપોષણ કરવું જોઈએ. વળી આ મારો ભાઈ ઘરનો બોજો ઉપાડવાને શક્તિવાન્ થ નથી, આ મારાં મા બાપ ઘડપણથી અર્ધા ખોખરાં થઈ ગયેલાં છે અને મારા ઉપર તેઓને ઘણોજ સ્રહ છે; મારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી આ મારી સ્ત્રી અત્યારે ગર્ભવતી છે અને મારા વગર એક ક્ષણ પણ જીવી ન શકે તેવી છે. આવા વિસંસ્થળ કુટુંબનો હું કેવી રીતે ત્યાગ કરું? મારી પાસે મોટો ધનને સમૂહ છે, ઘણા માણસો પાસે મારું મોટી રકમનું લેણું છે તે ઉઘરાણી મારા વગર કેણ લાવે ? અને તે ઉઘરાણું મારા વગર તફડકે થઈ જાય; અને મારું કુટુંબ અને ભાઈઓ સારી રીતે ભક્તિ કરનારા અને મોટી સં
ખ્યામાં છે તે સર્વનું મારે ભરણપોષણ કરવું જોઈએ તેથી લેકેની પાસેથી ઉઘરાણી વસુલ કરીને અને તે રોકડ નાણું મારા કુટુંબીઓને અને ભાઈઓને યોગ્ય રીતે વહેંચી દઈને પછી તેમાંથી કેટલાક દ્રવ્યને ધર્મની બાબતમાં સખાવત દ્વારા ખરચ કરીને, પોતાની હોંશથી માતા પિતા પાસેથી રજા મેળવીને અને મારા ગૃહસ્થ તરીકેનાં સર્વે કાર્યો પૂર્ણ કરીને પછી દીક્ષા લઇશ. ઉઘરાણી વસુલ થઈ નથી, કુટુંબની વ્યવસ્થા હજુ કરી નથી તેથી આ દીક્ષાનો વખત ન હોવાથી આ દીક્ષાના વિચારથી અત્યારે શું ? વળી દીક્ષા લેવી અને પાળવી એ તે સાક્ષાત્ હાથવડે મોટા
“સ્વયંભૂરમણ સમુદ્રને તરવા જેવું છે, ગંગાના કાયરનાં “પૂર જોરથી ચાલતા પ્રવાહની સામે તરવા જેવું છે, બહાનાં “લેઢાના ચણા ચાવવા જેવું છે, લેઢાના લાડુ ભક્ષણ
કરવા જેવું છે, છિદ્રવાળી (મોકળી) કામળને “સૂક્ષ્મ પવનથી ભરવા જેવું છે, મેરૂ પર્વતને પોતાના માથાથી ભેદી “નાખવાના પ્રયત્ન જેવું છે, સમુદ્રનું ડાભના અગ્ર ભાગથી માપ લેવા જેવું છે, તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને હાથમાં લઈને સો યોજન
૧ અસ્તચરત સ્થિતિમાં, ઢંગધડા વગરના, પોતાની મેળે વ્યવસ્થા ન ચલાવી શકે તેવા.
૨ આ આખું વાક્ય નિર્બળ–સંસારરસિક અથવા બહાનાં કાઢનારના દષ્ટિબિન્દુથી બેલાયેલું છે તે ધ્યાનમાં રાખવું.
૩ સર્વથી માટે દરિયો. તેનું પ્રમાણ બહુ મોટું છે અને તે સર્વથી છેલ્લો આવેલો છે.
૪ અથવા ગધેડા ઉપર નાખવાની ગુણો.
Page #240
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] મહને વશ પડેલાના વિચારે. “દોડતાં દોડતાં તેમાંથી તેલનું એક પણ ટીપું બહાર નહિ પડવા દેવા “જેવું છે, જમણ અને ડાબાં ફરતાં આઠ ચકરોના વચલા ભાગથી પસાર થનાર બાવડે તે આઠે ચકની ઉપર રહેલી પુતળીની ડાબી આંખમાં બાણ મારવા જેવું છે અર્થાત્ રાધાવેધ સાધવા જેવું છે, પગ ક્યાં પડે છે તેની દરકાર કર્યા વગર તીક્ષ્ણ તરવારની ધાર પર ચાલવા જેવું છે, કારણ કે અહીં પરિષદો સહન કરવા પડે છે, “દેવતાઓ વિગેરેની તરફથી ગમે તે પ્રકારના ઉપસર્ગો થાય તેની સામું થવું પડે છે, સર્વ પ્રકારનાં પાપના સંબંધથી નિવૃત્તિ કરવી પડે છે, ચાવજીવ (જીવે ત્યાં સુધી) મેરૂ પર્વત જેટલો ભારે શીલનો “ભાર વહન કરવો પડે છે, નિરંતર પોતાના આત્માને માધુકરીર
વૃત્તિથી વહન કરવો પડે છે, તેમાં શરીરને ભારે તપથી તપાવવું “જોઇએ, સંયમને આત્મભાવમાં લઈ આવવો જોઈએ, રાગ વિગેરે “ભાવશત્રુઓને મૂળથી ઉખેડી નાખવા જોઈએ અને અંતરમાં રહેલા
અજ્ઞાનરૂપ અંધકારના પ્રસારનો રેપ કરવો જોઈએ. વળી વિશેષ “શું કહેવું? કોઈ પણ પ્રકારનો પ્રમાદ કર્યા વગર મહામોહરૂપ વૈતાળનો નાશ કરવો જોઈએ.
આવી રીતે દીક્ષા લેવી અને પાળવી એ તો બહુ ભારે કામ
છે અને મારા શરીરનું તો અત્યાર સુધી કેમળ શય્યાવધારે વડે, સારાં સારાં ભેજનવડે લાલન પાલન કર્યું છે બહાનાં. અને મારા મનના સંસ્કાર પણ એવા જ પ્રકારના
છે, તેથી દીક્ષાનો આ ટે ભાર ઉપાડવાની હજુ મારામાં શક્તિ આવી નથી. સાથે એ વાત પણ બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યાં સુધી સર્વ પ્રકારના મનના અને અંતરના ગોટાળા દૂર કરીને ભગવાનની દીક્ષા લેવામાં ન આવે ત્યાંસુધી સંપૂર્ણ શાંતિસામ્રાજ્ય પ્રાપ્ત કરાવનાર અને સર્વ કલેશનો છેડે આણનાર મોક્ષ પણ પ્રાપ્ત ન થાય. આમ છે તેથી મારે હવે શું કરવું તેની કોઈ ખબર પડતી નથી.” પિતાને શું કરવું ગ્ય છે તે બાબતનો નિર્ણય નહિ કરી શકવાને લીધે સંદેહરૂપ હીંડોળા પર ચઢેલે આ પ્રાણી કેટલોક વખત આવા આવા વિચાર કરવામાં કાઢી નાખે છે.
૧ જુઓ અધ્યાત્મક૯૫ઠુમ પૃષ્ઠ ૩૯૪-૫ (પ્રથમાવૃત્તિ).
૨ સાધુ આહાર લેવા જાય તેને માધુકરી વૃત્તિ કહે છે. મધમાખ જેમ કુલ પર બેસી ફુલને પીડા ઉપજાવ્યા વગર તેમાંથી રસ ચૂસે તેમ સાધુ કોઈને બજારૂપ થયા વગર અન્ય પાસેથી આહાર ગ્રહણ કરે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧
નિષ્ણુયક-સંપુણ્યક, ત્યારપછી' મૂળ કથાપ્રસંગમાં આગળ હકીકત કહેવામાં આવી હતી તે દયાનમાં હશે. તેને આશય એ હતો કે સદબુદ્ધિને ઉપર પ્રમાણે જવાબ સાંભળી આ પ્રાણું જરા ગભરાટમાં પડી ગયો. એક દિવસ ત્યારપછી એમ બન્યું કે મહાકલ્યાણક બેજન ખુબ સારી રીતિ ખાધા પછી લીલા માત્રથી તેને ખરાબ ભોજન જરા લીધું. તે વખતે સુંદર ભોજન ખાવાથી તે ધરાઈ ગયેલ હોવાને લીધે અને સદ્બુદ્ધિ તેની પાસે હોવાને લીધે સુંદર ભજનના ગુણે તેના મન ઉપર બહુ અસર કરવા લાગ્યા તેથી પેલા ખરાબ ભેજનનું તુચ્છપણું, વિરસેપણું અને નિંદનીકપણે તેની નજર આગળ ખડું થયું. એ વિચારને પરિણામે તેને પોતાના તુચ્છ ભજન ઉપર બહુ કંટાળો આવ્યો,
અને તેથી એને ગમે તે પ્રકારે હવે જરૂર ત્યાગ કરવો એવો તેણે પિતાના મનમાં નિશ્ચય કર્યો. આ પ્રમાણે પિતાના મનમાં નિશ્ચય કરીને તેણે બુદ્ધિને આદેશ કર્યો કે “આ મારું ભજન ભરવાનું વાસણ લે અને તેમાંથી ખરાબ ભજન ફેકી દઈને તેને જોઈને સાફ કરી આપ.' સુબુદ્ધિએ તેને જવાબમાં કહ્યું “આ બાબતમાં તારે ધર્મબોધકરને પૂછવું વધારે સારું છે. સારી રીતે વિચાર કરીને કરેલાં કામમાં પાછળથી ફેરફાર કરવો પડતો નથી.” ત્યારપછી નિપુણ્યક અને સદ્બુદ્ધિ બન્ને સાથે ધર્મબોધકર પાસે ગયાં અને ત્યાં જઈને નિપુણ્યકે ધર્મબંધકર સમક્ષ પિતાને સર્વ વિચાર જણવ્યો. ધર્મબેકરે આ પ્રાણીને બરાબર કસી લેવા માટે પ્રથમ તેને ખૂબ વિચાર કરવા માટે ભલામણ કરી અને જ્યારે સર્વસંગત્યાગ કરવાને તેને દઢ નિશ્ચય જો ત્યારે પછી તેમણે એ નિપુણ્યકની પાસેથી ખરાબ ભેજનનો ત્યાગ કરાવ્યું, વિમળ (પવિત્ર-શુદ્ધ) જળથી તેના વાસણને સાફ કર્યું અને તેમાં સુંદર ભજન સારી રીતે ભર્યું. આ પ્રમાણે જે દિવસે ધર્મબોધકરે કર્યું તે દિવસે મેટે મહોત્સવ થશે અને લેકે માં અત્યાર સુધી જેનું નામ નિપુણ્યક હતું તે હવે સંપુણ્યકના નામથી ઓળખાવા લાગ્યો-આવી મતલબની વાત અગાઉ કરી હતી. આવી જ હકીકત ગૃહસ્થઅવસ્થામાં વર્તતા આગળ વધવાની હોંશ રાખતા પણ વિભાવિક ભાવથી પાછા ખેંચાતા દેલાયમાન બુદ્ધિવાળા જીવોના સંબંધમાં ઘણું વાર બને છે તે આપણે હવે વિચારીએ.
૧ જુઓ મૂળ કથા માટે અગાઉનું પણ ૪૩. અહીં તેને ભાવાર્થ આપવામાં આવ્યું છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
પ્રતિકુળ બનાવાથી અનુકૂળ માર્ગ
૨૦૧
જ્યારે આ પ્રાણીને શાંતિમાં પ્રશમ સુખ કેવા પ્રકારનું પ્રાપ્ત થાય છે તેની અરાર ખબર પડે છે અને આ સંસારના પ્રપંચ ઉપરથી જ્યારે તેનું મન ઊંચું થઇ આવે છે છતાં પણ કોઇ કોઇ મ્હાનાંના આશ્રય કરીને તે ઘરમાં પડ્યો રહે છે, સંગત્યાગ કરતા નથી ત્યારે કોઇ વિશિષ્ટ પ્રકારનાં તપ અથવા બીજા નિયમેા ધારણ કરીને તે કાંઇ કાંઇ પ્રગતિ કર્યાં કરે છે-આ સુંદર ભોજનનેા તે પ્રાણી વધારે વધારે ઉપયાગ કરે છે તેની બરાબર સમજવું. એવી અવસ્થામાં વર્તતા હાય ત્યારે પણ તે અર્થ ઉપાર્જન કરે છે અને કામનું સેવન કરે છે; તેમાં જો કે તેના બહુ આદર હોતા નથી તેાપણુ તેવાં કાર્યો કરે છે તે લીલા માત્રથી ખરાબ ભાજન ખાવા બરાબર સમજવું.
વિશેષ શુદ્ધ
અનુષ્ઠાન.
આવી રીતે ગૃહસ્થાવસ્થામાં વર્તતા હોય જ્યારે કોઇ વખત સ્ત્રી (ભાર્યા, પતી) કાંઇ વિરૂદ્ધ આચરણ કરે, છેકરા બાપાનું ( પેાતાનું ) કહ્યું ન કરે, દીકરી યાગ્ય મર્યાદાની હદ ઓળંગી જાય, બહેન વિપરીત આચરણા કરે, પાતે ધર્મની બાબતમાં પૈસા ખરચતા હોય તે ભાઇને બહુ પસંદ ન આવે, આ ભાઇ તે। હવે ઘરની બાબતમાં તદ્દન ઠંડા થઇ ગયા છે એમ પેાતાનાં મા આપ બીજાની પાસે ફરિયાદ કરે, ભાઇઓ પેાતાની સાથે દગા રમે, નાકરવર્ગ આજ્ઞાનું ઉલ્લંઘન કરે–હુકમ ન માને, પેાતાના શરીરની અનેક પ્રકારે લાલના પાલના કરવામાં આવે તે પણ તે કૃતવ્ર માણસની પેઠે રોગ વિગેરેના વિકારા બતાવે અથવા જ્યારે પૈસાના ભંડાર વિજળીના ઝબકારાની પેઠે અચાનક નાશ પામી જાયવિસરાળ થઇ જાય તે વખતે આ પ્રાણી જે સુંદર ભાજન ખાઇને ધરાયલા હાય છે તેને જણાય છે કે એ સર્વ ખરાબ ભાજન છે અને ટુંકા વખતમાં નાશ પામે તેવું છે; તે વખતે આખા સંસારના વિસ્તાર તેના યથાસ્થિત સ્વરૂપે આ પ્રાણીના લક્ષ્યમાં આવે છે અને તેને ખરેખર ભાસ થાય છે. આ સંસારના સ્વરૂપને બરાબર ભાસ થવાથી તેનું મન સંસારથી જુદું પડી જાય છે અને અત્યંત વિરાગ થવાથી તેના મનમાં સંવેગ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે પેાતાના મનમાં વિચાર કરે છે– અહા! મારૂં પોતાનું ખરૂં હિત ક્યાં છે અને કેવી રીતે સાધી શકાય તેમ છે તે સંબંધી સર્વ પરમાર્થ જાણવા છતાં જેની ખાતર હું મારા પેાતાના કામની દરકાર ન કરતાં ઘરમાં પડ્યો રહ્યો છું ( સંસારમાં રહું છું-દીક્ષા લેતા નથી ) તેજ ધન, સગા, સંબંધી
૨૬
વૈરાગ્યના
પ્રસંગેા.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
વિગેરેનું પરિણામ તે આવું છે! આ પ્રમાણે વારંવાર અને છે, પણ હું તે બાબતનો બરાબર વિચાર કરતા ન હેાવાથી મને એના ઉપર એહને લીધે માહ થયા કરે છે અને તે આછે થતા નથી. ખરેખર, હું મારા કુટુંબીઓને વળગતા જાઉં છું અને તેઓ તે સ્વાર્થસંઘટ્ટ વખતે મારી દરકાર પણ કરતા નથી અને ધન પણ નાશ પામી જાય છે ત્યારે મારે કેાની ખાતર આ બધું મારા આત્માના ભાગે કરવું ? એ ધન કે કુટુંબ પર સ્નેહ કરી સંસારમાં પડ્યા રહેવું તે અજ્ઞાનનું પરિણામ છે. આવી રીતે જેના પરિણામે ચાક્કસ નુકશાન થવાનું છે એવું ાણતાં છતાં અનર્થને લઇને જાણે મારું હૃદય બહેર મારી ગયું હોય તેમ મારા આત્માને શા માટે હું છેતરૂં છું? માટે આ અંતરંગ અને બાહ્ય સંગના સમુદાય જે સર્વ કચરા જેવા છે અને જે કોશેટા કરનાર કીડાની જેમ આત્માને બંધન માત્ર કરાવવારૂપ ફળ આપે છે તેને સર્વથા ત્યાગ કરી દઉં. જો કે જેમ વધારે વધારે વિચાર કરવામાં આવે છે તેમ તેમ વિષય સેવવાના રસમાં લીન થયેલા મનને વિષયભાગને ત્યાગ કરવા વધારે વધારે મુશ્કેલ લાગતા જાય છે, છતાં મારે એ સર્વસંગનેા ત્યાગ કરવાજ જોઇએ, પછી જે થવાનું હશે તે થશે અને એમાં થવાનું પણ શું છે? મને કાંઇ થવાનું નથી. આ ખરાબ પદાર્થોના ત્યાગ કરવામાં મારૂં શું ખાટું થવાનું છે? અરે! એના ત્યાગથી તેા ઉલટા અત્યાર સુધી કદિ નહિ થયેલ અને જેને કોઇની ઉપમા આપી ન શકાય એવા મનને પ્રમાદ પ્રાપ્ત થશે. જ્યાંસુધી આ પ્રાણી વિષયકીચડમાં હાથીની પેઠે ખેંચેલા રહે છે ત્યાંસુધી
આ સર્વ વસ્તુઓના ત્યાગ કરવા તેને આકરા લાગે છે, જ્યારે આ પ્રાણી એ વિષયકાદવમાંથી બહાર નીકળી આવે છે ત્યારે આ જીવમાં વિવેક આવી જવાથી તે ધન વિષય ઉપર નજર પણ નાખતા નથી को हि नाम सकर्णको लोके महाराज्याभिषेकमासाद्य पुनश्चाण्डालभावमात्मनोऽમિવેત્ અર્થાત્ એવા કાણુ ડાહ્યો મનુષ્ય હેાય કે જેને એક વખત મેટું રાજ્ય પ્રાપ્ત થાય ત્યારપછી પેાતાના અગાઉના ચંડાળપણાની ઇચ્છા રાખે? વાત એમ છે કે કોઇ ચંડાળને પ્રયાસ કરવાથી મેટું રાજ્ય મળી જાય ત્યારે પછી જો તેનામાં ડહાપણ હેાય તે તે કદિ રાજ્યને છોડીને પાછું ચંડાળપણું ગ્રહણ કરવાનો વિચાર કરેજ નહિ,
મનની મ જબૂતી.
૧ રેશમના કીડા પેાતાના શરીરમાંથી તાંતણા કાઢી પેાતાની જાતને બંધનમાં નાખે છે અને પરિણામે મરણનું દુઃખ પેાતાને હાથે કરીને વહેરી લે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] કસોટી પછી આખરે સર્વસંગત્યાગ.
૨૦૩ તેવી રીતે સર્વસંગત્યાગરૂપ મહારાજ્ય પ્રાપ્ત કર્યા પછી કચરા જેવા વિષયો કે જે ચંડાળપણું સાથે સરખાવવા ગ્ય છે તેને ભેગવવાની કયા ડાહ્યા પ્રાણુને ઈચ્છા થાય? માટે મારે એ સર્વ ધન વિષય સ્ત્રી વિગેરેનો ત્યાગ કરવો જ જોઈએ. એને તજી દેવામાં કઈ પ્રકારની મુશ્કેલી આવવાની નથી.” આવી રીતે પિતાના મનમાં આ પ્રાણ ચોક્કસ નિર્ણય કરે છે. ત્યારપછી તે બુદ્ધિ સાથે વિચાર કરીને નિર્ણય કરે છે કે
આ ઘણું મહત્ત્વની બાબત છે તેથી તે સંબંધમાં પ્રગતિની ભાવ- સદ્ગુરુ મહારાજને પણ પૂછવું ઠીક છે. ત્યારપછી નાની કસોટી. ગુરુ મહારાજની પાસે જઈને તે નિપુણ્યક પોતાને
સર્વ વિચાર વિનયપૂર્વક તેમને જણાવે છે. ગુરુ મહારાજ નિપુણ્યકે બતાવેલા સર્વે વિચારે ધ્યાન આપીને સાંભળે છે, પછી તેને કહે છે “ભદ્ર! બહુ સારું ! તારે વિચાર ઘણે ઉત્તમ છે, પરંતુ તારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ રસ્તેથી મોટા પુરુષો પસાર થઈ ગયા છે અને બીકણ માણસોને એ રસ્તે જતાં ભય ઉત્પન્ન થાય છે. તારી આ રસ્તે ચઢવાની ઈચ્છા થઈ છે તે તારે ખૂબ પૈર્ય ધારણ કરવું. જે પ્રાણીઓને અતિ ઊંચા પ્રકારના ચિત્તનો આશ્રય મળી શકતા નથી તેઓ આ માર્ગના બીજા છેડા સુધી પહોંચી શકતા નથી; માટે તારે જે આ માર્ગ આદરવો હોય તો પ્રથમ પરિપૂર્ણ વિચાર કરજે.” આવા પ્રકારના વિચારો ગુરુ મહારાજે બતાવ્યા તે દરિદ્રીની કસોટી કરવા બરાબર સમજવા. તે હકીકત સાંભળીને આ પ્રાણુ ગુરુ મહારાજનાં વચન ભાવપૂર્વક અંગીકાર કરે છે. ત્યારપછી ગુરુ મહારાજ આ પ્રાણીની સારી રીતે પરીક્ષા કરે છે, પોતાની સાથે બીજા ગીતાર્થ સાધુઓ હોય છે તેઓની સાથે આ પ્રાણીની ગ્યતાના સંબંધમાં વિચાર ચલાવે છે અને ત્યારપછી તેને દીક્ષા આપે છે. આ પ્રમાણે સર્વ વસ્તુસંબંધને ત્યાગ કરવો તે પેલા નિપુણ્યકના ખરાબ ભજનના સંપૂર્ણ ત્યાગ બરાબર સમજવું. આ ભવમાં આ પ્રાણીએ જે જે પાપ કર્યા હોય તે સર્વ શોધી શોધીને તે દરેકને માટે ત્યારપછી ગુરુ મહારાજ તેને પ્રાયશ્ચિત્ત આપે છે તે શુદ્ધ પાણીથી આ પ્રાણુનું ભિક્ષાપાત્ર સાફ કરવા બરાબર સમજવું. ભિક્ષાપાત્ર તે જીવિતવ્ય (મનુષ્યભવ) છે એમ અગાઉ જણાવી દીધું છે. ત્યારપછી ચારિત્ર આપવું-દીક્ષા આપવી તે ભિક્ષાપાત્રને સુંદર ભેજનથી
૧ આલોયણું, પાપની શિક્ષા.
Page #245
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
ભરવા-પૂરવા અરાબર સમજવું. જ્યારે ગુરુ મહારાજના ઉપદેશથી આ પ્રાણી દીક્ષા લે છે ત્યારે અનેક ભવ્ય પ્રાણીઆનાં ચિત્તને આહ્લાદ થાય તેટલા માટે સંઘપુજા, ચૈત્યપૂજા વિગેરે શુભ પ્રવૃત્તિના કારણભૃત માટે। મહાત્સવ થાય છે. · આ પ્રાણીને અમે સંસારઅટવીથી પાર ઉતાર્યાં' એવા વિચારથી ગુરુ મહારાજના મનમાં પણ સંતાય થાય છે. અને લઇને આ પ્રાણી તરફ ગુરુ મહારાજની દયા વધારે વૃદ્ધિ પામે છે, એ દયાના પ્રભાવથી આ પ્રાણીની સત્બુદ્ધિ વધારે નિર્મળ થાય છે. અનાં આવાં સુંદર અનુષ્ઠાને વ્હેવાથી લેાકેામાં પણ તેને વિષે કાંઇક સારા વિચાર બંધાય છે અને જૈન શાસનની ઉન્નતિ થાય છે. આ સર્વ હકીકત કહી તે મૂળ કથામાં કહેલા નીચેના ક્લાક બરાબર
સમજવી.
૨૦૪
દીક્ષાથી આનંદનું વાતાવરણ.
धर्मबोधकरो दृष्टस्तद्दया प्रमदोद्धुरा, सद्बुद्धिर्वर्धितानन्दा मुदितं राजमन्दिरम् ।
k
• આ બનાવથી ધર્મબેાધકર ખુશી થયા, તડ્યા હર્ષઘેલી થઇ ગઇ, સમુદ્ધિના આનંદ વૃદ્ધિ પામ્યા અને આખું રાજમંદિર ખુશી થયું.’ એ ખાખતના આશય આવી રીતે વધારે સ્પષ્ટ થાય છે. ત્યારપછી આ પ્રાણીએ મેરૂ પર્વત જેવડા વિરતિના મોટા ભાર ઉપાડ્યો તે જોઇને ભક્તિના ઉભરાથી ઉભરાઇ જઇને અને આખા શરીરે રેશમાંચ યુક્ત થઇને ભવ્ય પ્રાણીએ તેનાં વખાણ કરવા લાગ્યા અહા ! આ ભાઇને ધન્ય છે! એ ખરેખરા કૃતાર્થ થયો છે! એ મહાત્મા પોતાના જન્મને ખરેખર સાર્થક કરે છે! એ ભાઇશ્રીની સારી પ્રવૃત્તિ જોવાથી એમ ખાત્રીપૂર્વક જણાય છે કે ભગવાને એના ઉપર કૃપાનજર કરી છે, એના ઉપર શુદ્ધ ધર્મના ઉપદેશ આપનાર ગુરુ મહારાજની મહેખાની થઇ છે, એના પરિણામે એનામાં સારી બુદ્ધિ ઉત્પન્ન થઇ છે, એ સદબુદ્ધિને પરિણામે એણે બાહ્ય અને અંતરંગ સંગના ત્યાગ કર્યો છે એટલે મહારથી વિષય ધન આદિ પદાર્થોના અને અંતરંગથી ક્રોધ માન વિગેરે કાયા ત્યાગ કર્યો જણાય છે, એણે જ્ઞાન દર્શન ચારિત્રના સ્વીકાર કર્યાં છે અને રાગ દ્વેષ વિગેરે વિકારી ભાવાને દળી નાખ્યા છે. મહા પુણ્યશાળી પ્રાણી હોય તેનેજ આ પ્રમાણે થવું સંભવે છે!” ત્યારપછી લોકો તેનું નિપુણ્યક નામ બદલીને સપુણ્યક એવા નામથી
૧ જેણે પેાતાનું કામ સાધ્યું છે તેવે.
Page #246
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ 1 સર્વ ત્યાગથી મોટો ફેરફાર.
૨૦૫ ઓળખવા લાગ્યા અને લેકેમાં તેનું એવું નામ થયું તે બરાબર યુક્તિયુક્તજ હતું.
રાજમંદિરમાં સ્થિતિ, ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે કે “ચારપછી સપુણ્યક સબુદ્ધિ અને તદ્યાની સાથે રાજમંદિરમાં જ્યારથી રહેવા લાગે ત્યારથી તેની જે સ્થિતિ બની તે હવે કહીએ છીએ. શરીરે નુકશાન કરે તેવું અપથ્ય ભેજન તે કરતે નહિ હોવાથી તેના શરીરે પ્રગટપણે મોટી પીડા ઘણું ખરૂં થતી જ નહોતી અને કદાચ પૂર્વના દોષથી સહજ પીડા થઈ આવતી તો તે બહુ થોડી અને થોડા વખત સુધી રહે તેવી થતી હતી. એને હવે કઈ પ્રકારની ઈચ્છાઓ રહેલી ન હોવાથી તે લેકવ્યાપારનો વિચાર પણ કરતો નહિ અને અત્યંત આનંદમાં આવીને પૂર્ણ હોંશથી વિમળાલક અંજન પોતાની આંખમાં વારંવાર આંજતો હતો, જરા પણ થાક્યા વગર તત્ત્વપ્રીતિકર પાણી દરરોજ પીતો હતો અને પેલું સુંદર મહાકલ્યાણક ભેજન દરરેજ સારી રીતે ખાતો હતો. આ અંજન, જળ અને ભજનના ઉપયોગથી દરેક મીનિટે તેના બળમાં વધારો થવા લાગ્ય, સુખમાં વધારો થવા લાગ્યો, શાંતિમાં વધારે થવા લાગ્યો, તેમજ રૂપમાં, શક્તિમાં, પ્રસન્નપણમાં તેમજ બુદ્ધિની અને ઇદ્રિની પટુતામાં ઘણે વધારે થવા લાગ્યો. તેના શરીરમાં રોગે બહુ હોવાને લીધે હજુ તેને તદ્દન આરામ થયો નહોતો છતાં તેના શરીર પર ઘણો મોટો ફેરફાર થયેલે દેખાતે હતો. તેટલા માટે કહ્યું છે કે –
यःप्रेतभूतः प्रागासीद् गाढं बीभत्सदर्शनः।
सा तावदेष संपन्नो मानुषाकारधारकः॥
અત્યાર સુધી જે ભૂત પ્રેત જેવો અત્યંત ભયંકર અને કદરૂપ લાગતું હતું અને કેઈને તેના સામું જોવું પણું ગમતું નહોતું તે હવે મનુષ્યને સુંદર આકાર ધારણ કરનારે થઈ ગયે હતો. અગાઉ દરિદ્રીપણામાં તુચ્છતા, અધેર્ય, લોલુપતા, શેક, મેહ, ભ્રમ વિગેરે હલકા ભાવો તેનામાં બહુ હતા તે ત્રણ ઔષધના આસેવનથી લગભગ નાશ પામવા જેવા થઈ ગયા હતા અને તે તેને જરા પણ પીડા કરતા ન હોવાથી તે નિરંતર આનંદી મનવાળે થઈ ગયે.”
૧ દીક્ષાઅવસરે નામ ફેરવવામાં આવે છે તે હકીક્તનું સૂચક આ વાક્ય સમજવું.
૨ જુએ કથા માટે અગાઉ પૃષ્ઠ ૪૪.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રતાવ ૧ આ સર્વ હકીકત આ જીવના સંબંધમાં પણ એવી જ રીતે બને
છે તે આવી રીતે ધ્યાનમાં લેવી. ઘર વિગેરે દ્વોને આત્મભાવ ભાવપૂર્વક ત્યાગ કરેલ હોવાથી રાગ વિગેરેથી - રમણતા. ત્પન્ન થતી પીડા આ પ્રાણીને થતી નથી, કારણ કે
કારણ વગર કઈ કાર્ય થતું નથી અને અહીં કંઠના ત્યાગથી સમાનભાવ આવી જાય છે એટલે રાગ દ્વેષ વિગેરે વિકારે કઈ પ્રકારે જોર કરી શકતા નથી. કદાચ પૂર્વ કર્મોના ઉદયથી કે વખત સહેજસાજ પીડા થઈ આવે છે તો તે બહુ થોડા વખત ટકતી હતી, તે બહુ લાંબે વખત કદિ ચાલતી નહિ. વળી આ પ્રાણી લોકવ્યાપારની કઈ પણ પ્રકારની અપેક્ષા, ઇચ્છા કે દરકાર રાખતો નહિ હોવાથી તે તે આખો વખત વાચના (વાંચન), પૃચછના (પ્રશ્નો પૂછવા-જવાબ લેવા દેવા વિગેરે ચર્ચા), પરાવર્તના (પાછળનું ભણેલું યાદ કરી જવું-રીવીઝન), અનુપ્રેક્ષા (અભ્યાસ કરેલી બાબત પર વિચાર કરવો-તેના પર ચર્વણુ કરવું) અને ધર્મથ (ધર્મની બાબતમાં જ્ઞાનગોષ્ટિ અને જ્ઞાનચર્ચા કરવી) કરવામાં રોકાઈ રહીને પિતાના જ્ઞાનમાં વધારો કરે છે, જૈન શાસનની શોભા વધારે અને ઉન્નતિ કરે એવા શાસ્ત્રના વિશાળ અને વિસ્તીર્ણ અભ્યાસથી પોતાના દર્શન ગુણને સારી રીતે સ્થિર કરે છે અને ઉત્તમ પ્રકારનાં તપ નિયમ વિગેરેથી પિતાની જાતને સુંદર પ્રવૃત્તિમાં સારી રીતે રોકી ચારિત્રને પણ પિતાના આત્માની સાથે એક કરી નાખે છે એટલે પોતે ચારિત્રમય બની જાય છે. આ હકીકત ભાવપૂર્વક ત્રણે ઔષધોને સેવવા બરાબર સમજવી. ત્યારપછી એ પ્રાણીની એ પ્રકારની પરિણતિ થવાથી તેનામાં બુદ્ધિ, ધીરજ, સ્મૃતિ (યાદશક્તિ), બળ વિગેરે ગુણે પ્રગટ થાય છે. માત્ર અગાઉના ભાવમાં સંચય કરેલાં કર્મોના જોરથી તેનામાં હજુ કઈ કઈ વખત રાગ દ્વેષાદિ ભાવ રોગો જોર કરી આવતા હતા અને તેથી તે તદ્દન નીરોગી થયે નહોતે તેપણું તેના વ્યાધિઓ ઘણું નરમ ( હલકા) પડી ગયા હતા. પરિણામ એ થયું કે અત્યાર સુધી તેને અનાર્ય (ખોટું ) કાર્ય કરવામાં પ્રીતિ
૧ શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ એ સર્વને કંદ કહેવામાં આવે છે. આ પ્રાણને સુખ દુખ પર કે એવા પરસ્પર વિરોધી ભાવો પર સમાનભાવ થાય તે દશા બહુ પસંદ કરવા યોગ્ય–આદરવા યોગ્ય છે. ઘરની બાબતમાં પોતાનું અને પારકું ઘર એવો ભાવ લઇ શકાય, પણ અહીં તે ઘટતો નથી. અહીં ગૃહપતિપણું અને ઘરરહિતપણું ગૃહપતિપણું તજેલું તે સમજવું. અથવા વંદ્વ એટલે કલેશ.
Page #248
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] રોગનાશ--ઔષધપ્રાપ્તિ માટે દાનેચ્છા. ૨૦૭ ઉત્પન્ન થતી હતી તેને બદલે હવે ધર્મઆચરણ કરવામાં પ્રીતિને અનુભવ થતો હોવાથી તેમાં મજા આવતી હતી. ત્રણે ઔષધોના આસેવનના પ્રભાવથી તે દરિદ્રીના જેમ બહુ
કાળથી થયેલા તુચ્છતા, કલીબતા (મંદપણું), શેક, રેગનાશ. મોહ, ભ્રમ વિગેરે ભાવો નાશ પામી ગયા અને તે
રંક કાંઈક ઉદાર ચિત્તવાળે થયો તેવીજ રીતે આ જીવ પણ જ્ઞાન દર્શન ચારિત્રને આદરવાથી પિતાને અનાદિ કાળથી જેની સાથે પરિચય થયેલો હતો એવા તુચ્છતા વિગેરે વિકારી ભાવોને દૂર કરીને થોડે થોડે ઉજજવળ મનવાળો છે. આવી રીતે આ પ્રાણીને ભાવરોગ નવા ઉત્પન્ન થતા બંધ થઈ ગયા અને પૂર્વ કર્મના જોરથી કેઈ ઉદય આવતા તો તેને તે વધારે વધવા દેતો નહતો, ઔષધના સેવનથી તરતમાં જ મટાડી દેતો હતો. એકંદરે ઔષધના પ્રભાવથી તેના શરીરે ઘણું સ્વસ્થતા થઈ આવી.
ઔષધદાન-ગ્રંથઉત્પત્તિ, ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે કે એક
દિવસ અત્યંત આનંદમાં આવી જઈને બુદ્ધિને તેણે દાન કરવા- પૂછયું “ભદ્ર! આ સુંદર ત્રણે ઔષધે મને કયા નો નિર્ણય. કર્મના યોગથી મળ્યા?” બુદ્ધિએ જવાબ આપ્યો
ભાઈ! અગાઉ જે આપ્યું હોય તે જ પાછું મળે છે એમ લોકોમાં કહેવાય છે તેથી એમ જણાય છે કે અગાઉ તે કઈ વખત અન્યને તે વસ્તુઓ આપી હશે.” બુદ્ધિને આવો જવાબ સાંભળીને સપુણ્યક વિચાર કરવા લાગ્યો “જે કેઈને દીધેલું હોય તે પાછું મળતું હોય તે અનેક પ્રકારે કલ્યાણ કરનાર આ ત્રણે ઔષધો
ગ્ય પાત્રને સારી રીતે ખૂબ આપું કે જેથી ભવિષ્યમાં અન્ય જન્મમાં તે ન ખુટે તેટલાં મને મળ્યાં કરે.” આ જીવના સંબંધમાં પણ તેવું જ બને છે તે આપણે હવે જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્રના વિશેષ વિશેષ સેવનથી આ પ્રાણના મનમાં
શાંતિનું સુખ થાય છે તેને અનુભવ કરતાં સબુદાન અને પ્રા- દ્ધિના પ્રભાવથી આ પ્રાણીને જણાય છે કે સર્વ પ્રહિને સંબંધ. કારનાં કલ્યાણની પરંપરાને મેળવી આપનાર અને
સાધારણ રીતે મળવાં પણ મુશ્કેલ આ જ્ઞાન દર્શન ચારિત્ર સર્વને બહુ મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે તે મને મળી ગયાં છે
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૧
તેમ થવું મારા પૂર્વ કાળનાં શુભ આચરણે વગર સંભવે નહિ, એટલે મેં અગાઉ એને મળતાં કઈ સારાં આચરણે કર્યો હશે તેના પરિ
મે આ સર્વ જ્ઞાન દર્શનાદિ મને અત્યારે પ્રાપ્ત થયાં છે. આ વિચારને પરિણામે વળી તેને વધારે વિચારે થાય છે. હવે ભવિષ્યમાં પણ એ જ્ઞાન દર્શન અને અવિચ્છિન્નપણે (ચાલુપણે–આંતર વગર) કેવી રીતે મળી શકે એને પણ વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. વિચાર કરતાં કરતાં એ નિર્ણય થાય છે કે મને અત્યારે જે પ્રાપ્ત થયેલ છે તે અગાઉ મેં કેઈને તેનું દાન કરેલું હોવું જોઈએ અને એ દાનના કારણથીજ મને અહીં તે મળ્યાં છે. આ વિચારને પરિણામે તે આગબને માટે વિચાર કરે છે કે જે એમજ છે તો પછી હું સત્પાત્રને ( ગ્ય પ્રાણીને-અધિકારીને ) એ જ્ઞાન દર્શન ચારિત્રનું હાલ દાન કર્યા કરું કે જેથી મારાં ઇચ્છિત સર્વ કાર્યની સિદ્ધિ થાય એટલે એ મને ભવિષ્યમાં ચાલુ નિયમિતપણે મળ્યા કરે.
લોકોને નિરાદર, આગળ કથામાં કહેવામાં આવ્યું હતું કે “તેના (સપુણ્યકના) મનમાં આવા પ્રકારને નિશ્ચય થયો તે સુસ્થિત મહારાજે સાતમે માળે બેઠા બેઠા જે, ધર્મબોધકરને તે બહુ પસંદ આવ્યું, તયાએ તેને વધાવી લીધ, સર્વ લોકોએ તેની પ્રશંસા કરી અને સદબુદ્ધિને તો તે બહુજ ગમી ગયે. આ હકીકત તેના જાણવામાં આવવાથી તેને પિતાને (સપુણ્યકને) પણ એમ લાગવા માંડ્યું કે “હું પુણ્યવાનું હોવાથી લોકેમાં બહુ ઉત્તમ સ્થાન ભેગવું છું. હવે કઈ મારી પાસે આવીને આ ત્રણ ઔષધે માગે તે તેને જરૂર આપીશ.” એવા વિચારથી આપી દેવાની ઈચ્છાપૂવૅક તે દરરોજ લેવા આવનારની રાહ જોઈને બેસી રહેતો હતો. પ્રાણું પોતે અત્યંત નિર્ગુણી હેય પણ મહાત્મા પુરુષે જે તેની મોટાઈ વધારે તે તે આ અધમ દરિદીની પેઠે અભિમાની થઈ જાય છે. હકીકત એમ હતી કે એ મંદિરમાં જે લેકે રહેતા હતા તે દરરોજ ત્રણે ઔષધેનો સારી રીતે ઉપયોગ કરના હતા અને તેના જેરથી કઈ પણ પ્રકારની ચિંતા પીડા વગરના હોઈને પરમ ઐશ્વર્યવાળા થઈ ગયા હતા. જેઓએ તુરતમાંજ એ રાજમંદિરમાં પ્રવેશ કર્યો હતો અને જેઓ દ્રમુકની જેવા (પોતાનું ત્રણ ઓષધરૂપ ધન જેઓ પાસે કાંઈ ન હોય તેવા નિર્ધનીઆ) હતા એ બીજા પાસેથી ત્રણે ઔષધે સારી રીતે મેળવી શકતા હતા. આ પ્રમાણે હોવાથી મંદિરમાં ઘણું કાળથી આવી રહેલા અને નવા આવ
Page #250
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ] દાન લેનારની અહપતા-તેનાં કારણેા.
૨૦૯
નારામાંથી કોઇ પણ ઔષધો લેવા માટે તેની પાસે આવતા નહિ અને તે સપુણ્યક ચાતરફ યાચના કરનારની રાહ જોતા ચક્ષુ ફેરવતા એસી રહેતા હતા. આવી રીતે ઘણે વખત રાહ જોઇને બેસી રહેવા છતાં ઔષધના ખપી કોઇ તેની પાસે આવ્યા નહિ”—આ પ્રાણીના સંબંધમાં આવીજ હકીકત બને છે તે આપણે જોઇએ. બીજા પ્રાણીઓને જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણ
રત્નોનું-ઔષધોનું દાન કરવાની ઇચ્છાવાળા પ્રાણી વિચાર કરે છે અહા ! ભગવાને મારા ઉપર કૃપાદૃષ્ટિ કરી છે, આચાર્ય મહારાજ મારે માટે મેાટું માન ધરાવે છે, તેમની દયા મારા ઉપર મહેરબાની કરવા માટે નિરંતર તૈયાર રહે છે, મારા મનમાં સદ્ગુદ્ધિને કાંઇ કાંઇ વિકાસ થઇ ગયા છે અને સર્વ લોકેા મારાં વખાણ કરે છે-આટલા ઉપરથી મારો પુણ્યાદય વધારે થયેલ હેાવાને લીધે હું જનસમૂહમાં બહુ ઉત્તમ થઈ ગયેા લાગું છું.’ આવા વિચારને પરિણામે તે પ્રાણી પાતે પુણ્યશાળી હાવાનું અને લોકોમાં ઉત્તમ હાવાનું મિથ્યા અભિમાન ધારણ કરે છે. પ્રાણી પાતે અત્યંત નિર્ગુણી ( ગુણ વગરના ) હેાય પણ મેટા માણસે તેનું માન સન્માન વધારે તે તેની મગરૂબી વધી પડે છે તેનું આ દરિદ્રી સાક્ષાત્ ઉદાહરણ છે. જો એમ ન હેાય તે આ પ્રાણી પોતાની જાતની સર્વ પ્રકારની લઘુતા ભૂલી જઇને આવી રીતે ખાટું અભિમાન શા માટે કરે? આવા મિથ્યાભિમાનથી લેવાઇ ગયેલા આ પ્રાણી વિચાર કરે છે કે ‘જો કોઇ જ્ઞાન દર્શન ચારિત્રના અર્થી પ્રાણી પેાતાની ઇચ્છાથી મારી પાસે આવી વિનયપૂર્વક જ્ઞાનાદિ સંબંધી સવાલ મને પૂછશે તે તેની પાસે હું આ જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ પ્રતિપાદન કરીશ, એવી રીતે જાતે આવીને વિનયપૂર્વક નહિ પૂછે તે આપણે કાંઇ કહેવા જવાના નહિ.' આવા પ્રકારના વિચારમાં તણાચેલા તે પ્રાણી જિનેંદ્રશાસનમાં ઘણે વખત રહે છે, પણ તેની ઇચ્છા પ્રમાણે પૂછનાર તેની પાસે કાઇ આવતું નથી. એનું કારણ એ હતું કે જે પ્રાણીઓ આ જિનરાજના ભુવનમાં પેાતાના ભાવથી વર્તતા હાય છે તે તે પોતે સ્વતંત્રપણે જોઇએ તેટલા પ્રમાણમાં જ્ઞાન દર્શન ચારિત્રને ધારણ કરનારા હોય છે અને તે વળી વધારે ઊંચા પ્રકારનાં સુંદર જ્ઞાનાદિ મેળવી શકતા હેાય છે તેથી તેઓ આવા પ્રકારના બહારના ઉપદેશની અપેક્ષા રાખતા નથી અને કેટલાક પ્રાણીઓ જેએ તુરતમાંજ કર્મનું વિવર ( માર્ગે ) પામીને આ શાસનમાં દાખલ થયેલા હોય છે અને જેએની વૃત્તિ સન્માર્ગ તરફ સન્મુખ ભાવે થયેલી
२७
મિથ્યાભિમાન અને પરિણામ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ હોય છે પણ જેઓ ઊંચા પ્રકારનાં જ્ઞાન દર્શન ચારિત્રથી રહિત હોય છે તેઓ પણ આ પ્રાણી (જે ઉપર પ્રમાણે મિથ્યાભિમાનને લીધે મગરૂબીથી ટટાર રહે છે તેની સામું પણ જોતા નથી, કારણ કે ભગવાનના મતમાં બીજા અનેક મહા બુદ્ધિશાળી સબોધ આપવામાં કુશળ મહાત્મા પુરુષો હોય છે કે જેની પાસેથી આવા સુરતમાં રાજમંદિરમાં દાખલ થયેલા પ્રાણીઓ જ્ઞાનાદિ પોતાની ઈચ્છા પ્રમાણે જોઈએ તેટલાં કઈ પણ પ્રકારના કલેશ વગર મેળવી શકે છે. આવી રીતે પિતાની પાસેનાં જ્ઞાનાદિના ખપવાળે કઈ પણ પ્રાણ પ્રાપ્ત ન થવાથી પિતાની જાતને મેટી માનવાના ગર્વમાં નકામે તણાઈ જઈને લાંબો વખત સપુણ્યકની પેઠે આ પ્રાણી બેસી રહે છે, પણ પિતાના સ્વાર્થને તે કઈ પણ પ્રકારે સાધી શકતો નથી. મૂળ કથાપ્રસંગમાં ત્યારપછી આગળ કહેવામાં આવ્યું છે કે “જ્યારે
પોતાનાં ઔષધને લેનારે (ખપી) જીવ તેની પાસે લોકોને કોઈ આવ્યું નહિ ત્યારે વળી એક દિવસ તેણે સદનિરાદર. બુદ્ધિને આ પ્રમાણે થવાનું કારણ પૂછયું. સબુદ્ધિએ
કહ્યું “ભાઈ ! તારે બહાર આવીને ઘોષણાપૂર્વક આ ત્રણે ઔષધે પિકારી પોકારીને જે કઈ લે તેને આપવાં અને એમ કરતાં જે કઈ લેનાર મળી આવશે તે બહુ સારું થશે.” સદ્દબુદ્ધિની આવી સલાહથી “લોક ! ભાઈઓ ! મારી પાસેથી આ ઔષધે ગ્રહણ કરે, ગ્રહણ કરે” એ પ્રમાણે ઊંચા સ્વરથી બોલતો તે ઘરે ઘરે ફરવા લાગે. તેની આવી આઘોષણું સાંભળીને જે અત્યંત હલકા પ્રાણુઓ હતા તે કઈ કઈ વખત જરા જરા ઔષધ તેની પાસેથી લેતા હતા અને બીજા તેવાજ હલકા પ્રાણીઓ મનમાં વિચાર કરતા હતા કે
અહો! અગાઉ આપણે આ ભિખારીને જોયો હતો તે અત્યારે ગાડે થઈ ગયે હોય એમ જણાય છે. જુઓ તો ખરા ! રાજસેવક પાસેથી
ઔષધે મેળવીને હવે તે આપણને આપવા નીકળી પડ્યો છે !” આવો વિચાર તેના સંબંધમાં કરીને તે માણસ તેની ઘણી મશ્કરી કરતા હતા, કેટલાક તેને ઉડાવતા હતા અને કેટલાક તેના તરફ બેદરકારી બતાવી તેના તરફ તદ્દન નિરાદર બતાવતા હતા. આવી રીતે સંપુણ્યકને અન્ય પ્રાણીઓને દાન આપવાની થયેલી રૂચિ તેમજ તેના ઉત્સાહને ભાંગી નાખે એવી તુચ્છ લેકેની વર્તણૂક જોઈને તે સદ્દબુદ્ધિને કહેવા લાગ્યું “ભદ્ર! મારું ઔષધ તે જે ભિખારીઓ હોય છે તેજ માત્ર ગ્રહણ કરે છે, કઈ મોટા માણસે તે મારી પાસેથી લેતા નથી
૧ જુએ પૃષ્ઠ ૪૬.
Page #252
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ] દાન લેવામાં લોકોની સકારણુ બેદરકારી.
૨૧૧
'
અને મારી ઇચ્છા તેા એવી છે કે સર્વે લોકો મારાં ઔષધોના ઉપચાગ કરે. વિશુદ્ધ દર્શન કરનાર મહાશયા ! ભૂત ભવિષ્યની વિચારણા કરવામાં તું ઘણી પ્રવીણ છે, તા મહાત્મા પુરુષા મારી પાસેથી ઔષધા ગ્રહણ કરતા નથી તેનું કાંઇ કારણ હોવું જોઇએ તે શેાધી આપ.’ આવે! સપુણ્યક તરફના પ્રશ્ન સાંભળીને સપુણ્યકે મને મોટા કામમાં જોડી એવા વિચાર કરતી વિચક્ષણ સત્બુદ્ધિએ મહા ધ્યાનમાં પ્રવેશ કર્યો અને એ પ્રમાણે કામ બનવામાં અંતરંગ કારણ શું છે તેના પેતાના મનમાં નિણૅય કરીને તે બેાલીઃ ‘સર્વ પ્રાણી તારાં ઔષધોને ગ્રહણ કરે તેવા એકજ ઉપાય છે અને તે એ છે કે જે રાજમાર્ગમાં લેાકેાની આવજા બહુ થતી હોય ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં આ ત્રણે ઔષધો મૂકીને પછી પાતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી રહેવું. તારૂં અગાઉનું દરિદ્રીપણું સંભારીને જે લોકો આ ઔષધો તારા હાથથી ગ્રહણ કરતા નથી તેમાંથીજ કોઇ કોઇ તેના અથી હશે તે ત્યાં કાઈને નહિ દેખવાથી પેાતાની મેળેજ પાત્રમાંથી ઔષધા ગ્રહણ કરશે. તેમાંથી કોઇ એકાદ ખરો ગુણવાન્ પ્રાણી તારૂં ઔષધ લેનારા નીકળી આવશે તેા તારા મનારથ પૂર્ણ થઇ જશે એમ હું માનું છું, કારણ કે કોઇ જ્ઞાનમય પાત્ર આવશે, કોઇ તપમય પાત્ર આવશે, એમાં જે જ્ઞાનપાત્ર આવશે તે તને તારશે.’ સમ્રુદ્ધિના આવા કુશળ જવામથી સપુણ્યકના આનંદમાં સારી રીતે વધારો થયા અને સદ્ગુદ્ધિએ તેને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તેણે કર્યું. તેટલા માટે
આ હકીકત કહેવામાં આવી છે કે એ દરિદ્રીએ બતાવેલાં ઔષધાને જે પ્રાણીએ ગ્રહણ કરશે તે સર્વ રોગ વગરના થઇ જશે, કારણ કે નીરોગી થવાનાં કારણભૂત એ ત્રણે ઔષધાજ છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમામને માટે કહી છે અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર ઉપકાર થાય તેમ છે, માટે તે વિષયમાં મારી ઉપર દયાવાળા સર્વેએ તે ત્રણે વસ્તુઓ લેવાની કૃપા કરવી, સર્વે તે લેવાને ચોગ્ય છે. ” મારા જીવના સંબંધમાં પણ એજ પ્રકારે હકીકત બની છે તે આપણે હવે છેવટે વિચારી જઇએઃ
દાનના
ઉપાય.
આ પ્રાણીને દાન આપવાની ઇચ્છા થતાં તેનાં જ્ઞાન દર્શન ચારિત્ર લે તેવું કોઇ પાત્ર ન મળવાથી તે સદ્ગુદ્ધિપૂર્વક નિરાંતે વિચાર કરે છે ત્યારે તેને માલૂમ પડે છે કે મૌન ધારણ કરીને બેસી રહેવાથી કોઇને જ્ઞાન દર્શન આપવાનું અની શકે તેમ નથી અને બીજા પ્રાણી
પરાપકાર . અને સંકાચ.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧ એને જ્ઞાન દર્શન સંપાદન કરાવવારૂપ ઉપકાર કરવા એજ પરમાર્થથી પરોપકાર છે, તેના જેવા અન્ય પરોપકાર કોઇ હોય એમ સંભવતું નથી. પ્રાણીને જો સન્માર્ગ પ્રાપ્ત થઇ ગયા હોય તે તે સન્માર્ગ જન્માન્તરમાં પણ પેાતાને આંતરા વગર કે અગવડ વગર મળી શકે એવી જેની અભિલાષા હાય તેણે ઉપર જણાવ્યા છે તેવા પ્રકારના પરોપકાર કર્યા કરવા, કારણ કે પરોપકારના સ્વભાવ એવા છે કે એ પુરુષાના ગુણાના ઉત્કર્ષને સારી રીતે પ્રગટ કરી આપે છે. વળી જો પાપકાર ખરાખર સારી રીતે કર્યો હાય તેા તે ધીરતામાં વધારો કરે છે, દીનતા (ગરીબાઇ, રાંકાંત )ને દૂર કરે છે, ચિત્તને ઉદાર બનાવે છે, સ્વાર્થીપણું તજાવી દે છે, મનને નિર્મળ કરે છે અને પ્રભુતા પ્રગટ કરે છે, આ પ્રમાણે થવાથી તે પરોપકારપરાયણ પુરુષને વીર્યને ઉલ્લાસ થાય છે એટલે પરોપકાર તરફ વધારે વૃત્તિ થાય છે અને તેનાં માહનીય કર્મો નાશ પામે છે તેથી જન્માંતરમાં ઉત્તરોત્તર વધારે સારા માર્ગને આદર તે કરે છે અને ત્યાંથી પાછે પડી જતેા નથી. આ પ્રમાણે હાવાથી પાતે જ્ઞાન દર્શનાદિ જાણતા હેય તાપણ અન્યની પાસે તેનું સ્વરૂપ પ્રકાશ કરવાને માટે અની શકતે સર્વ પ્રયત્ન જરૂર કરવા અને તે સંબંધમાં અન્ય પ્રાણી આપણી પાસે માગણી કરશે ત્યારે જ્ઞાનસ્વરૂપ તેને બતાવશું એવી અપેક્ષા રાખવી નહિ. એટલે વગર માગવે જ્ઞાનાદિ આપવાથી આપનારની હલકાઇ ગાશે એવા વિચાર કદિ કરવા નહિ. એ આપવાથી એકાંત લાલજ છે અને તેમાં કોઈ પણ પ્રકારની હલકાઇ થતી નથી એ ચોક્કસ ખ્યાલમાં રાખવું.
ભગવાનના મતમાં મહાવ્રતીના રૂપમાં વર્તતા આ પ્રાણી ચાગ્ય દેશ અને યોગ્ય સમય ( કાળ )ની રાહ જોતે જૂદાં જૂદાં સ્થાનમાં ફરે છે અને અનેક દૃષ્ટાંતા આપીને અતિ વિસ્તારપૂર્વક ભવ્ય પ્રાણીઓને જ્ઞાન દર્શનના માર્ગ બતાવે છે. સપુણ્યકે ધોષણા કરી ઔષધા આપવા ઇચ્છા બતાવી તેની તુલ્ય આ હકીકત સમજવી.
આ પ્રાણી ઉપર પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્રના માર્ગના ઉપદેશ આપે છે ત્યારે તે ઉપદેશ આપનાર પ્રાણીના કરતાં આછી બુદ્ધિવાળા જીવા હોય છે તેઓ કદાચ તેના ઉપદેશવિષય કરેલાં જ્ઞાન દર્શન ચારિત્ર તેની પાસેથી ગ્રહણ કરે છે, પરંતુ જે મોટી બુદ્ધિવાળા પુરુષા હાય છે તેઓને તેા આ પ્રાણીના પૂર્વ અવસ્થાના દોષ સ્મરણમાં
જ્ઞાનાદિના ખ
પીના પ્રકાર.
Page #254
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
આ ગ્રંથલેખનના પ્રસંગ.
૨૧૩
હાવાથી તેને સર્વ ઉપદેશ હસવા જેવા લાગે છે. આ પ્રાણી જો કે તેઓ તરફના સર્વ પ્રકારના તિરસ્કારને યોગ્ય છે છતાં તે મહાત્માએ આ પ્રાણીને ધિક્કારતા નથી તેમાં તે મહાત્માઓનું મારું મન છે, એમાં આ પ્રાણીની કાંઇ વિશેષતા નથી અથવા તેવા તેનામાં અપૂર્વ કોઇ ગુણ નથી.
ગ્રંથવ્યવસ્થા.
'
આ પ્રમાણે પોતાના ઉપદેશ તદ્ન મંદ બુદ્ધિવાળાજ ગ્રહણ કરે છે એવી સ્થિતિ જોઇ પેાતાના ઉપદેશ સર્વ પ્રાણીઓ ગ્રહણ કરે એવા અનુકૂળ તે કેવી રીતે થઈ શકે તે માટે આ પ્રાણી વિચાર કરે છે. વિચાર કરતાં અને સદ્ગુદ્ધિ સાથે અભિપ્રાય મેળવતાં આ પ્રાણીને આ પ્રમાણે રસ્તે સૂજે છે. અહા ! હું સર્વ પ્રાણીઓને આવી રીતે સાક્ષાત્ ઉપદેશ આપું છું તે એ સર્વ લેાકેા લે એમ જણાતું નથી ( કારણ કે તે મારી જાત તરફ નજર કર્યા કરે છે અને મારી યાગ્યતા તરફ જુએ છે), માટે હવે હું એમ કરૂં કે આ ભગવાનના મતનાં સારભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે હું સર્વ લોકોને બતાવવા ઇચ્છું છું તેના જાણવા ચેાગ્ય ( જ્ઞેય–જ્ઞાનના વિષય ), શ્રદ્ધા કરવા યાગ્ય ( શ્રદ્ધેય-દર્શનને વિષય ) અને આદરવા અથવા આચરવા યોગ્ય ( અનુજ્ઞેય-ચારિત્રને વિષય ) અર્થની એક ગ્રંથના આકારમાં રચના કરૂં અને તેમાં વિષય અને વિષયીને અભેદ છે એમ બતાવી આપું. એવી વ્યવસ્થા એ ગ્રંથમાં કરી તે ગ્રંથને આ જૈન શાસનમાં ભવ્ય જીવેા સમક્ષ ખુલ્લો મૂકી દઉં. આ પ્રમાણે કરવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવાને ગ્રહણ કરવા ચાગ્ય થશે. હું જે ગ્રંથ મનાવું છું તે સર્વને ઉપયોગી થાય અને બોધ આપે તે બહુ સારૂં, પણ છેવટે સર્વ જીવામાંથી એક જીવને પણ તે ભાવપૂર્વક પરિણમશે તે મારા કરેલા સર્વ પ્રયત્ન સફળ થયા એમ હું માનીશ. આ પ્રમાણે વિચાર કરીને યથાનામ તથા ગુણવાળી આ ઉપમિતિ ભવપ્રપંચા કથા કે જેમાં આખા સંસારના પ્રપંચનું ઉપમાન કરવામાં આવ્યું છે તેની રચના કરી. એ કથામાં ઊંચા પ્રકારના શબ્દાર્થ ન હોવાથી તે સુવર્ણપાત્રમાં મૂકેલી ન કહી
૧ ગ્રંથના વિષય-જ્ઞાન દર્શન ચારિત્ર.
૨ જ્ઞાનાદિવાન્ જીવ. જીવ અને જીવના ગુણાને અભેદ છે.
૩ આ વિચારો કેટલા સુંદર છે અને ઉપેદ્ઘાત તરીકે કેવા અર્વાચીન પદ્ધતિ અનુસાર લાગે છે તે માટે જુએ ઉપેાધાત.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ શકાય, પરંતુ કાષ્ઠના વાસણમાં મૂકવા ગ્ય ગણાય એવી તેની ઘટના કરી છે અને તેમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણે ઔષધોને મારા સાધારણ શબ્દોમાં બતાવવા મેં પ્રયત કર્યો છે. મારી રચના સુવર્ણ કે રપાત્રને ચોગ્ય નથી, પણ કાષ્ટપાત્રને ગ્ય છે તે હું અત્ર સ્પષ્ટ રીતે જણાવી દઉં છું. હકીકત આ પ્રમાણે હોવાથી હવે હું જે પ્રાર્થના કરું છું તે હે
ભવ્ય પ્રાણુઓ ! તમે ધ્યાન રાખીને સાંભળે. પેલા પ્રાર્થના. ભિખારીએ (સપુણ્યકે) રાજ્યદ્વારમાં કાષ્ઠના પાત્રમાં
મૂકેલાં ત્રણે ઔષધોને ગ્રહણ કરીને જે રોગીઓ તેને સારી રીતે સેવે છે તેઓ નીરોગીપણું પ્રાપ્ત કરે છે, એ ઉપરાંત તેણે કાષ્ટપાત્રમાં મૂકેલાં ઔષધે ગ્રહણ કરવાં તે ઉચિત છે, કારણ કે તેમ કરવાથી તે સંપુણ્યક (ભિખારી-અગાઉન) ઉપર પણ ઉપકાર થાય છે. મારી જેવા પ્રાણી ઉપર ભગવાનની કૃપાનજર થવાને પરિણામે ગુરુ મહારાજના પ્રસાદથી અને તેને લઈને થયેલ અનુભવને પરિણામે પ્રગટ થયેલી બુદ્ધિના આવિર્ભાવથી આ કથામાં જે જ્ઞાન દર્શન ચારિત્રની રચના કરવામાં આવશે તેને જે ભવ્ય સો ગ્રહણ કરશે તેઓના રાગ વિગેરે ભાવગો જરૂર નાશ પામી જશે એમાં જરા પણ સંદેહ જેવું નથી, કારણ કે વાળવોવાવુપે વાચા પાક પ્રાર્થના પ્રવર્તજો કારણ કે કહેવાની જે બાબત હોય છે તે કહેનારના ગુણદોષની અપેક્ષા રાખીને પોતાના ઈચ્છિત સાધ્યની પ્રાપ્તિમાં પ્રવર્તતી નથી; એટલે કહેવાની બાબત સારી, ગ્ય અને યથાસ્થિત હોય તે બસ છે, કહેનાર ઉપર કાંઈ તેની સાથે પ્રાપ્તિને સંબંધ હોતો નથી. (કઈ વિષય ઉપર લખાણ કે ભાષણ કર્યું હોય તો તે લખાણ અથવા ભાષણના શબ્દોજ ખાસ કરીને અસર કરે છે અને પરિણામ નીપજાવે છે. સુંદર પરિણામ લાવવા માટે ખાસ કરીને લખનાર કે વક્તાના પિતાના ગુણદોષ ઉપર બહુ આધાર રહેતો નથી.) દાખલા તરીકે કે શેઠને નોકર તદ્દન ભૂખ્યો હોય અને તે એટલે બધે ભૂપે હોય કે ભૂખથી તેનું શરીર તદ્દન દુબળું થઈ ગયું હોય તે પિતાના શેઠના હુકમથી શેઠના પરિવારને માટે તૈયાર કરેલી સુંદર રસે તેઓ તે આરોગે તેટલા માટે પીરસી આપે તે એ સુધાતુર સેવકની પીરસેલી રસવતી પણ શેઠના પરિવારની ભૂખ મટાડે છે
૧ મારી રચના સામાન્ય પ્રકારની છે. અહીં ગ્રંથકર્તા પિતાની લઘુતા બતાવે છે. આ બાબત પર જુઓ ઉપદુઘાત.
Page #256
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
નિવેદન પ્રાર્થના.
૨૧૫
એમ આપણે દુનિયામાં દરરોજ જોઇએ છીએ અને ભાજનમાં ભૂખને શાંત કરવાની જે શક્તિ છે તે ભાજન મનાવનાર અથવા પીરસનારના ક્ષુધાદેષથી ચાલી જતી નથી અથવા નાશ પામી જતી નથી એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ; આવી રીતે હું તે! જો કે જ્ઞાન દર્શન ચારિત્રથી અધુરા છું છતાં આ ગ્રંથમાં ભગવાનના આગમમાં જેવી રીતે જ્ઞાન દર્શન ચારિત્ર બતાવવામાં આવ્યાં છે તેને મેં તેવા આકારમાં નિવેદન કર્યાં છે તેને જે ભવ્યસત્ત્વા ગ્રહણ કરશે તેના રાગ દ્વેષાદિ ભાવરેગા જરૂર આછા થશે અને છેવટે નાશ પામી જશે, કારણ કે રાગાદિ દોષને સર્વથા નિરંતરને માટે ક્ષય કરવા એ જ્ઞાન દર્શન ચારિત્રનું કાર્ય છે. આ ઉપરથી જણાયું હશે કે વક્તાના અંગત દોષથી વક્તવ્ય વિષયના સ્વરૂપને જો તે યથાસ્થિત રૂપે કહે વામાં આવેલ હાય તો કોઇ પણ પ્રકારે હાનિ થતી નથી.
આત્મલતા-નિવેદન.
જો કે ભગવાનના સિદ્ધાન્તમાં કહેલું એક પદ પણ ભાવપૂર્વક સાંભળવામાં આવ્યું હોય તે તે સમસ્ત રાગાદિ ભાવરાગના નાશ કરવાને સમર્થ અને તે સાંભળવું તમારાથી સહજ (વગર પ્રયાસે અથવા અલ્પ પ્રયાસે ) બની શકે તેમ છે અને વળી પૂર્વ કાળના મહાપુરુષોએ રચેલી કથા તથા પ્રબંધોનું ભાવનાપૂર્વક શ્રવણ કરવાથી રાગ વિગેરે વ્યાધિએ વધારે સારી રીતે નાશ પામી શકે તેવા સંભવ છે, તેપણ આ ઉપાયથી સંસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળા મારા ઉપર મહેરબાની કરીને-મારા ઉપર દયા લાવીને સર્વ સજ્જન પુરુષા આ મારી કથા સાંભળવા કૃપા કરશે એવી મને પૂર્ણ આશા છે.
૧ અહીં ગ્રંથકર્તો પેાતાના પુસ્તકને વાંચવાનો આગ્રહ કેવા મુદ્દા ઉપર કરે છે અને કેવી નમ્ર ભાષામાં કરે છે તે ખાસ વિચારવા યેાગ્ય છે. તેઓ પેાતાનાં વખાણ નથી કરતા, પણ જાણે વાંચનાર પુસ્તક વાંચે અથવા કથા સાંભળે તે કૌં ઉપર ઉપકાર કરવા માટે હેાય એવા આશયથી અતિ નમ્ર લખાણ સિષિ ગણિએ કર્યું છે. આ મુદ્દા પર વિશેષ હકીકત માટે જુએ ઉપેાધાત.
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર.
આ પ્રમાણે અગાઉ જે નિપુણ્યકનું દૃષ્ટાન્ત લખવામાં આવ્યું હતું તેના લગભગ દરેકે દરેક પદના ઉપનય-કહેવાના તાત્પર્યાર્થ અહીં વિસ્તારપૂર્વક બતાવ્યા છે, છતાં વચ્ચે વચ્ચે કદાચ કોઇ પદના ઉપનય ઉતારવા રહી ગયા હોય અથવા ન ઉતાર્યાં હાય તા તેની આગળ પાછળના સંબંધથી પેાતાની બુદ્ધિવડે ચેોજના કરી લેવી. જેએ સંકેત સમજી ગયા હોય છે તેને ઉપમાન બતાવવાથી ઉપમેય સમજવું મુશ્કેલ પડતું નથી એટલે જેઆ કથાની અંદરના આશય જાણતા હાય ( સંકેત ) તેને પછી ઉપમાન એટલે જે વસ્તુ સાથે ઉપમા કરવામાં આવે તે બતાવ્યું હોય તે તે ઉપરથી રહસ્યાર્થ ( ઉપમેયતાત્પર્યાર્થ)માં શું સમજવાનું છે તે તે સમજી જાય છે, તેને ઉપમેય સમજવામાં મુશ્કેલી પડતી નથી. આ હકીકત ખતાવવા માટે આ ગ્રંથની શરૂઆતમાં ઉપમાનરૂપ કથાની રચના કરવામાં આવી છે. હવે જે કથા રચવામાં આવે છે તેમાંનું એક પણ પદ બનતાં સુધી ઉપમેય વગરનું નહિ આવે, પરંતુ એવી બાબતના વિસ્તારથી ઉપનય કેવી રીતે ઉતારવા તે બાબતમાં આપ સર્વ આ કથાથી શિક્ષિત થઇ ગયા છે તેથી હવે પછી લખવાની ઉપમિતિ ભવપ્રપંચા કથામાં તમારી સર્વની સુખે પ્રવૃત્તિ થઇ શકશે. હવે આ બાબતમાં ઉપેદ્ઘાતરૂપે વધારે વિસ્તાર કરીને લખવાની જરૂર રહી નથી.
**
*
૧ પ્રથમ પ્રસ્તાવ લખવાના હેતુ શું છે તે અત્ર ગ્રંથકર્તો પેાતેજ સ્પષ્ટ કરે છે. આખા ગ્રંથના ઉપનય ઉતારતાં લાખા લેાકેા લખવા પડે,તે વાંચવાના સમય મળે નહિ તેમજ તેટલી ધીરજ રહે નહિ તેથી તેના બચાવ ખાતર આ સર્વ પ્રયત્ન ચેાગ્ય રીતે કર્યો છે. હવે જે ગ્રંથ શરૂ થાય છે તેના અન્ન ઉપાઘ્ધાત થયા. એ પર વિશેષ હકીકત માટે જીએ મારા ઉપેાદ્ઘાત.
૨ અહીં સ્પષ્ટ થાય છે કે ખરેખરા ગ્રંથ ખીજા પ્રસ્તાવથી શરૂ થાય છે અને આ આખા પ્રથમ પ્રસ્તાવ તેના ઉપેાાતરૂપે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
૨૧૭
ઉપસંહાર इह हि जीवमपेक्ष्य मया निजं, यदिदमुक्तमदः सकले जने; लगति संभवमात्रतया त्वहो', गदितमात्मनि चारु विचार्यताम् .
મેં મારા જીવની અપેક્ષાએ અહીં જે જે કહ્યું છે તે તે સર્વ ઘણે ભાગે બધા જીવોને લાગુ પડે તેવું છે. આ પ્રમાણે હોવાથી ઉપર જે હકીકત કહેવામાં આવી છે તે તમને પોતાને લાગુ પડે છે કે નહિ તેને સારી રીતે વિચાર કરશે.”
निन्दात्मनःप्रवचने परमः प्रभावो, रागादिदोषगणदौष्ट्यमनिष्टता च; प्राकर्मणामतिबहुश्च भवप्रपञ्चः, प्रख्यापितं सकलमेतदिहाद्यपीठे.
આ પીઠબંધરૂપ પ્રથમ પ્રસ્તાવમાં મારી (પોતાની) નિન્દા, જિનશાસનનો પરમ પ્રભાવ, રાગ દ્વેષ વિગેરે દોષોની દુષ્ટતા, પૂર્વ ભવમાં કરેલાં કર્મોની અનિષ્ટતા (ન ઈચ્છવા છતાં પણ ન ઈચ્છવા યોગ્ય પરિણામ નીપજાવવાની પદ્ધતિ) અને બહુ પ્રકારને સંસારને પ્રપંચ બતાવવામાં આવ્યો છે.”
संसारेऽत्र निरादिके विचरता जीवेन दुःखाकरे, जैनेन्द्र मतमाप्य दुर्लभतरं ज्ञानादिरत्नत्रयम्। 'लब्धे तत्र विवेकिनादरवता भाव्यं सदा वर्धते, तस्यैवाद्य कथानकेन भवतामित्येतदावेदितम् .
૧ તતો એ પ્રમાણે પ્રતમાં પાઠ છે. ૨ અન્ય પ્રતમાં પાઠાંતર.
૧૮
Page #259
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૧
6
આ દુઃખની ખાણુરૂપ અનાદિ સંસારમાં રખડતા પ્રાણીને જિવેંદ્ર ભગવાનના ધર્મની પ્રાપ્તિ થયા છતાં પણ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ થવી બહુ મુરકેલ છે. વિવેકી અને આદરવાળા પ્રાણીને રત્નત્રય પ્રાપ્ત થયા પછી તેનું ભવ્યત્વ હમેશાં વિશેષપણે આગળ પ્રગતિ પામતું જાય છે, વધારા કરતું જાય છે—આ કથાનકના પ્રથમ પ્રબંધમાં આપની પાસે આ બાબત નિવેદન કરવામાં આવી છે.’
૨૧૮
इति श्रीसिद्धर्षिगणिकृतायां उपमितिभवप्रपञ्चायां कथायां पीठबन्धो नाम प्रथमः प्रस्तावः
આ પ્રકારે શ્રીસિદ્ધાર્થંગણની બનાવેલી ઉપમિતિ ભવપ્રપંચા કથાના પીઠબંધ નામના પહેલા પ્રસ્તાવ અસલ સંસ્કૃત ભાષામાં હતા તેનું ગુજરાતી અવતરણ પૂર્ણ થયું.
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રસ્તાવ,
પરિશિષ્ટ. .
સંબંધ માટે જુઓ પૃ. ૧૧ ની નોટ.
અંતરંગ લોકોનાં જ્ઞાન, અરસ્પરસ બોલચાલ, ગમનાગમન, વિવાહ, સગપણ વિગેરે બતાવવાનાં છે તેનો આગમથી બચાવ કરતાં ગ્રંથકર્તા કહે છે કે ગુણાંતરની અપેક્ષા રાખીને ઉપમા દ્વારથી બધ કરાવવાની પદ્ધતિ આગમને સંમત છે; તેનાં ચાર દૃષ્ટાતો તેમણે ત્યાં આપ્યાં છે. એ ચારે દૃષ્ટાતો બીજી અનેક રીતે બોધદાયક હોવાથી આગમના ખાસ અભ્યાસીઓને પૂછીને અત્રે ઉતારી લેવામાં આવ્યાં છે તે મનન કરવા યોગ્ય છે. ચારે દૃષ્ટાન્તો હેતુ અર્થ સાથે નીચે પ્રમાણે છે.
"આવશ્યક સૂત્રમાં મગળીઆ પાષાણ અને
પુષ્પરાવર્ત મેઘની સ્પર્ધા. આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની વૃત્તિ છે તેમાં વિષય ઉદેશ વિગેરે જણાવી ત્યારપછી વ્યાખ્યાનવિધિ પર વિવેચન કરતાં જણાવ્યું છે કે સૂત્રનું વ્યાખ્યાન કરનાર આચાર્ય ગુણવાન હોવા જોઈએ અને તેને સમજનાર શિષ્ય પણ ગુણવાન અને ખપી હોવો જોઈએ. એ પર સાત દૃષ્ટાન્તો આપ્યાં છે, તેમાંનું એક દૃષ્ટાન્ત આપણે વિચારી જઈએ.
ગદષ્ટાન્તઃ કોઈ ગામમાં એક ધુતારે રોગવાળી ગાયને વેચી, એ ગાય એટલી બધી રોગથી ભરપૂર હતી કે ઊભી પણ થઈ શકે તેવી નહોતી. ખરીદનાર મૂર્ખ હોવાથી તેણે તપાસ કર્યા વગર બેઠેલી હતી તેવી ને તેવી ગાયને ખરીદી લીધી. પછી તે ગાયને બજારમાં વેચવા નીકળ્યો. ખરીદનારા કહેવા લાગ્યા કે અમે ગાયને તપાસીને ખરીદીએ ત્યારે તે બોલ્યો કે “મેં જમીન પર બેઠેલી ગાયને જ ખરીદી છે, માટે તમે પણ તેને તેવી જ
૧ જુઓ આવશ્યક વૃત્તિ પ્રથમ વિભાગ પૃ. ૧૦૦ (આગમેદય સમિતિ તરફથી છપાયેલ ગ્રંથ.)
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ ખરીદ કરી લો, તમારે લેવી હોય તો લો, નહિ તો તમારી ઈચ્છા !” આવી રીતે આચાર્યને કાંઈ સવાલ પૂછવામાં આવે ત્યારે તે જવાબ આપે કે મેં પણ એમજ સાંભળ્યું છે, માટે મેં સાંભળ્યું છે તેવું તમે સમજે, સ્વીકારો.” આ જે આચાર્ય જવાબ આપે તેની પાસેથી અભ્યાસ ન કરવો, સંશય પડે તો મિથ્યાત્વ લાગી જાય, આવી જાય અથવા મિથ્યાત્વમાં ઉતરી જવાનો સંભવ રહે તે માટે. બાકી જે સારી ગાય તપાસ કરવા દઈને વેચનાર હોય, મતલબ જે શંકાઓનું સમાધાન કરે તેવા આચાર્ય હોય તેની પાસેથી સૂત્રનો અભ્યાસ કરવો. પ્રથમ ખરીદનારની પેઠે જે તપાસ કર્યા વગર બેઠેલી ગાયને ખરીદ કરે તેવો શિષ્ય હોય તે ભણવાને માટે અયોગ્ય છે, પછવાડેના ખરીદનારની પેઠે જે તપાસ કરીને ભણનાર હોય તે ભણવાને-અભ્યાસને યોગ્ય છે. આવાં આવાં બીજાં ઉદાહરણ આપીને ગુરુ અને શિષ્ય થવાને યોગ્ય કોણ છે તે સંબંધી ચર્ચા કરવામાં આવી છે. જ્યાં ઉત્સર્ગમાર્ગની જરૂર હોય ત્યાં અપવાદમાર્ગની પ્રરૂપણ કરે એવાને ગુરુ કરવાની ત્યાં ના પાડી છે, જે નકામો વિસંવાદ ઊભો કરે તેવા આચાર્ય હોય તેને પણ અયોગ્ય ગણ્યા છે, જે સૂત્ર ઘણી વાર ભણે છતાં સ્મરણમાં રાખી શકે નહિ તે શિષ્ય થવાને યોગ્ય નથી અને તેવાને ગુરુપણું તો કદિ અપાયજ નહિ, સવાલ કાંઈ પૂછવામાં આવે અને જવાબ કાંઈ આપે તે ગુરુપણાને યોગ્ય નથી, મુદ્દાસર જવાબ આપે તેજ ગુરુપણાને યોગ્ય છે, સાંભળે કાંઈ અને બોલે કાંઈ તે શિષ્યપણાને યોગ્ય નથી.
આગળ ચાલતાં શિષ્ય ગુરુ થવાનો હોવાથી અયોગ્યને શિષ્ય પણ ન કરો એવી સ્પષ્ટ આજ્ઞા છે. ગુરુનો ઉપકાર ન સમજનાર અને પોતાની મરછમાં આવે તેમ વર્તનારને શિષ્ય કરવાની મનાઈ કરવામાં આવી છે. વિનયવાન હોય, વારંવાર જિજ્ઞાસાપૂર્વક સવાલ પૂછનાર હોય, પૂછતી વખત યોગ્ય વિવેક જાળવનાર હોય અને ગુરુનો અભિપ્રાય સમજી તે પ્રમાણે વર્તનાર હોય તેને ગુરુ શ્રત આપે છે. હવે બીજી રીતે શિષ્ય પરીક્ષા કરવાના દાખલાઓ ત્યારપછી બતાવવામાં આવ્યા છે તેમાં પ્રથમ પુષ્પરાવર્ત મેઘ અને મગળીઆ પાષાણને આપ્યો છે તે દાખલો આ પ્રમાણે -
મગશેળીઓ પથ્થર મગ જેવડો હોય છે, તેને ગમે તેટલો પાણીમાં ભીંજવે, પણ તેને પાણી લાગતું નથી, પાણીમાંથી બહાર નીકળે ત્યારે જેવો ને તેવો હોય છે. સુકો, ભીનાશ પિચાશ વગરનો, નાનો રેતી જેવો પથ્થર આ હોય છે. પુષ્પરાવર્તન મેઘ ઠંડો, સુંદર, ચાલુ, શાંત પણ અસરકારક હોય છે, સર્વને નવપલ્લવ કરનાર હોય છે, શાંતિ આપનાર લેય છે અને
Page #262
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
પરિશિષ્ટ. .
૨૨૧
આખા વિશ્વને આનંદ આપનાર હોય છે. આખા જંબૂદીપ પ્રમાણમાં વરસનાર આ પુષ્પરાવર્તના મેઘને એક દિવસ મગરોળી આ પાષાણ સાથે હરીફાઈ થઈ. પુષ્પરાવર્ત મેઘ કહે “હું સર્વને શાંતિ આપનાર–ભીંજવનાર છું.” મગશેળીઓ બોલ્યો “હવે તારું નામ જવા દે.” પુષ્પરાવર્ત મેઘ કહે “ અરે તને તો એક ધારામાં ભીંજવી દઉં ! તારામાં દમ શા છે ? મગશેનીઓ કહે “અરે! મારા એક વિભાગના નાનામાં નાના ભાગને પણ જો તું ભીનો કરે તો હું મારું નામ છોડી દઉં-મૂકી દઉં.'
આવી વાત સાંભળીને પુષ્પરાવર્ત મેઘ તે બહુજ ગુસ્સે થયો, અને ખુબ જોરથી વરસવા માંડ્યો, બને તેટલી મોટી ધારાએ વરસવા લાગ્યો અને સાત રાત અને સાત દિવસ ચાલુ વર અને મનમાં ધારી લીધું કે હવે તો મગશેળીઓ તદ્દન ભીંજાઇ ગયો હશે એટલે વરસતો બંધ રહ્યો. પાણી ચાલ્યું ગયું એટલે મગશેળીઓ તો ઉલો વધારે દીપનો પગ તદ્દન લુખો થઈને હતો તેવો ને તેવો જ રહ્યો અને વ્યંગ્યમાં મુખેથી બોલવા લાગ્યો ભાઈ સાહેબ! જુહાર ! (પ્રણામ !)'. મેઘ તે તેની આવી ચેષ્ટા જોઈને શરમાઈ ગયો.
આવી રીતે જે શિષ્યને એક પદ પણ લાગતું ન હોય તેને કોઈ આચાર્ય ગર્જના કરીને કહે કે હું એને અભ્યાસ કરાવીશ, ત્યારપછી તેને ભણાવવા માંડે, પણ તેને એક પદ પણ લાગે નહિ અને અંતે આચાર્ય પણ લજજા પામે–આવા શિષ્યને જ્ઞાન આપવું નહિ. એનું કારણ એ છે કે આચાર્ય અને સૂત્રને સંબંધ હોય છે, લોકમાં અપવાદ થાય છે, સૂત્રાર્થમાં વિશ્ન થાય છે અને બીજા અભ્યાસીઓને પણ તેથી હાનિ થાય છે. વંધ્યા ગાયને દોહવામાં કોઈ જાતને લાભ થતો નથી.
આવી રીતે શિષ્યની પરીક્ષા કરવાના અનેક ઉપાયો ત્યારપછી બતાવવામાં આવ્યા છે. એ હકીકત શરૂ કરતાં જ કહેવામાં આવ્યું છે કે આવાં ચરિત્ર અર્થ સમજાવવા માટે જ યોજેલાં છે, જેવી રીતે ચોખા રાંધવા માટે છાણાં, કીટા કે કોલસાની જરૂર પડે તેમ અત્ર દૃષ્ટાન દ્વારા સાધ્ય અર્થ સમજાવવાનો છે. દૃષ્ટાન્ત સત્કલ્પિત છે અને તેમ કરવું યુક્ત છે, કારણ કે હેતુસર છે. ગ્રંથકર્તા ઉપમાન દ્વારથી ગ્રંથ કરવાની જે પદ્ધતિ આદરે છે–સ્વીકારે છે તેનો આધાર મૂળ સૂત્રોમાંથી આવી રીતે મળી આવે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
(૨) આવશ્યકમાં નાગદત્તકથા.
પ્રતિક્રમણ સંબંધી હકીકત ચાલે છે તેના દેવસી વિગેરે ભેદો બતાવી પ્રથમ અને છેલ્લા તીર્થંકરના સાધુઓને તે અવશ્ય કરવાના છે એમ જણાવ્યું અને મધ્યના ખાવીશ તીર્થંકરના સાધુઓને પ્રસંગ પડે ત્યારે કરવાના એમ જણાવ્યું. કઇ બાબતોનું પ્રતિક્રમણ કરવું તે અતાવી પછી ત્યાં કહે છે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું, અસંયમનું પ્રતિક્રમણ કરવું, કષાયનું પ્રતિક્રમણ કરવું અને અપ્રશસ્ત મન વચન કાયાના યોગોનું પ્રતિક્રમણ કરવું, પરિપાટીથી · સંસારપ્રતિક્રમણ ’ ચાર પ્રકારનું થાય છે–નરકગતિમાં લઇ જાય તેવા મહા આરંભ વિગેરે કર્યા હોય-જાણીને કે અજાણતાં કર્યા હોય અને કોઈ અન્યથા પ્રરૂપણા કરી હોય તેની ક્ષમાપના કરવી તે પ્રથમ પ્રકાર છે, એવીજ રીતે તિર્યંચગતિમાં લઇ જાય તેવા દોષો સેવ્યા હોય તેની ક્ષમાપના કરવી, નરગતિમાં લઇ જાય તેવા દોષો કર્યા હોય તેની ક્ષમાપના કરવી, દેવગતિમાં લઇ જાય તેવા દોષો આચાર્યા હોય તેની ક્ષમાપના કરવી એ ચાર પ્રકારનાં સંસારપ્રતિક્રમણ છે.
૨૨૨
૧
ભાવપ્રતિક્રમણ ત્રણ પ્રકારે ત્રિવિધ થાય છેઃઅન્ય ધર્મ તરફ મનથી જાય નહિ, વચનથી ખોલે નહિ અને પ્રયોજન વગર શરીરથી તેની સાથે સંયોગ ન કરે તથા અન્યને મનથી તેવી રીતે પ્રવર્તાવે નહિ, વચનથી પ્રેરણા કરે નહિ, શરીરથી સંબંધ કરાવે નહિ તેમજ એમ કરનાર સંબંધી મનમાં અનુમોદના કરે નહિ, વચનથી અનુમોદના કરે નહિ, શરીરથી ઇસારો વિગેરે કરે નહિ. એવીજ રીતે અસંયમ કષાય યોગ વિગેરેમાં સમજવું. હવે આ સંસારનું મૂળ કષાયો છે. શાસ્ત્રકાર કહે છે કે ક્રોધ અને માનતા જો નિગ્રહ ન કર્યો હાય તથા માયા અને લાભને વધતાં અટકાવી દીધાં ન હેાય તે એ ચારે મહાભયંકર થઇ પડે છે અને સંસારવૃક્ષનાં મૂળામાં જળ સિંચન કરે છે. આ કષાયપ્રતિક્રમણના સંબંધમાં એક ઉદાહરણ કહે છેઃ
નાગદત્તકથા.
[પ્રસ્તાવ ૧
એ સાધુઓ હતા, અન્ને સારી રીતે ચારિત્ર પાળતા હતા, અન્નેએ અંદર અંદર સંકેત કર્યો કે તેઓમાંથી જે દેવલોકે જાય તેણે બીજાને પ્રતિઓધ કરવાનો પ્રયત્ન કરવો. અન્ને કાળ કરીને દેવલોકે ગયા. હવે એક નગ
૧ જુએ આવશ્યક સૂત્ર ઉત્તરાર્ધે-પૂર્વ ભાગ (આગમેય સમિતિ ) પૃ. ૫૬૪ થી ૫૭૦. આ સંબંધી હકીકત માટે જીએ લેાક ૧૨૫૧ થી ૧૨૭૦.
Page #264
--------------------------------------------------------------------------
________________
પીઢબંધ ]
પરિશિષ્ટ. અ.
૨૨૩
રમાં એક શેઠ વસતો હતો, તેને એક પત્ની હતી. એને મોટી ઉમર થયા છતાં છોકરાં નહોતાં થયાં, તેથી તેણે નાગદેવતાની પૂજા કરી, નાગદેવ તેના ઉપર પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યો કે તેને દેવલોકથી આવીને એક પુત્ર થશે.
હવે પેલા એ મિત્રો દેવલોકમાં ગયા હતા તેમાંથી એક ત્યાંથી ચ્છુવીને એ શેઠની ભાર્યાની ફુખમાં પુત્રપણે ઉત્પન્ન થયો. યોગ્ય સમયે શેઠે એનું નાગદત્ત નામ પાડ્યું. મોટો થતાં અનુક્રમે એ પુરુષની ૭ર કળામાં પ્રવીણ થયો. એને ગાયનકળાના અદ્ભુત શોખ હતો, ગાયનકળા શીખવામાં, ગાયન ગાવામાં અને ગાયન સાંભળવાના પ્રસંગો શોધવામાંજ તેનો આખો વખત જતો હતો અને તેથી લોકોમાં એ ગંધર્વ નાગદત્ત નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામ્યો. ઘરા ઘણો સુખી હોવાથી અને અનેક મિત્ર તથા સંબંધીઓથી યુક્ત હોવાથી અનેક પ્રકારના આનંદમાં કાળ પસાર કરતો હતો અને ઇંદ્રિયસુખો ભોગવવામાં લીન થઈને રહેતો હતો. હવે તેનો મિત્રદેવ તેને જૂદે જૂદે પ્રકારે ઓધ આપવાના અનેક પ્રસંગો શોધતો હતો, પણ નાગદત્તને કોઇ રીતે ોધ લાગતો નહોતો.
( ગાયનનું સુખ અનુભવવા સાથે નાગદત્ત સૌંને પણ બહુ રમાડતો હતો. સૌંને ગાયન સાંભળવાનો અત્યંત શોખ હોય છે, સુંદર મોરલી વાગે તો સૌં બીજી વાત ભૂલી જઇ ડોલવા મંડી જાય છે, ગાયનમાં લીન થઇ જાય છે, ગંધર્વે નાગદત્ત પાસે તેટલા સારૂ સૌ પણ ઘણા હતા ). હવે પેલા મિત્રદેવે એક વખત તેને ોધ કરવાનો નિર્ણય કર્યો, પોતે ગુપ્ત વેશ લીધો, અંદરથી સાધુનો વેશ કરી લીધો, સાથે એક કરડીઓ લીધો અને તેમાં સૌ લીધા. બધી રચના એવી કરી કે નાગદત્ત એને જરા પણ પીછાની શકે નહિ. હવે નાગદત્ત નગરની બહાર બગીચામાં પોતાના સર્પોને લઇને ખેલવા નીકળી પડ્યો હતો તે વખતનો લાભ લઇને મિત્રદેવ તેનાથી જરા દૂર આવી પોતાની રમત કરવા લાગ્યો. તે વખતે નાગદત્ત સાથે તેના દોસ્તો હતા તેમણે તેને કહ્યું કે “ ભાઇ ! અહીં નજીકમાં કોઇ ચતુર ગારૂડી આવ્યો જણાય છે, એના હાથમાં કરંડીઓ છે તેથી એ સપુને રમાડનાર હશે એમ જણાય છે.”
આ હકીકત સાંભળીને નાગદત્ત તુરતજ એ દેવગાડી પાસે આવ્યો અને તે વખતે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇ.
નાગદત્ત~ અરે કેમ અહીં આવ્યો છે? શું લાવ્યો છે?’
દેવ— સોં લાવ્યો છું.'
Page #265
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
નાગદત્ત— તો ચાલ, આપણે સūવડે રમીએ, હું તારા સૌંને રમાડું અને તું મારા સૌંને રમાડ.'
૨૨૪
દેવે એ વાત કબૂલ કરી, પ્રથમ પોતે નાગદત્તના સર્પો સાથે રમવા માંડ્યું, નાગદત્તના સર્પોએ એને ડંખ મારવાના ઘણા પ્રયત કર્યાં, પણ એની તેના ઉપર જરા પણ અસર ન થઇ. એણે નાગદત્તના સર્પો ખાધા તોપણ તેના ઉપર અસર ન થઇ. નાગદત્તે આ સર્વ હકીકત જોઇ અને કોંઇક અસૂયાપૂર્વક તેના ઉપર ગુસ્સે થયો.
નાગદત્ત— હવે લાવ તારા સર્પો. હું તેની સાથે રમીશ.'
દેવ— અરે ભાઇ ! જ્વા દે, તું મારા સૌં સાથે રમી શકીશ નહિ. એ સૌં બહુ આકરા છે. જો તું એનું ભક્ષણ કરીશ તો તુરતજ મરણ
પામીશ.’
નાગઢત્તે આ વાત કબૂલ ન કરી, તે તો દેવસર્પીની મશ્કરી કરવા લાગ્યો અને અત્યંત આગ્રહપૂર્વક સર્પોને પોતાને સોંપવાનું કહેવા લાગ્યો. દેવતાએ અત્યંત આગ્રહ જોઇને એક મોટા મંડળની રચના આળેખી, એ મંડળની ચારે દિશાએ કરડીઆઓને સ્થાપી દીધા. પછી નાગદત્તના આખા પરિવારને સગાં સ્નેહીઓને એકઠાં કરીને તેમની સમક્ષ સર્વ સાંભળે તેમ કહેવા માંડ્યુંઃ—
જુઓ! આ નાગદત્ત મારા સર્પો સાથે ક્રીડા કરવાની ઇચ્છા કરે છે, મારા સૌ મહાભયંકર છે, માટે જો ક્રીડા કરતાં નાગદત્તનું મારા સર્પો ભક્ષણ કરી જાય, મારા સૌં જો એને ખાઈ જાય તો તમારે એ આખતમાં મારો વાંક ન કાઢવો. મારા ચારે દિશાએ સ્થાપન કરેલા સર્પોનો વિગતવાર હેવાલ તમે સાંભળો એટલે તમારા લક્ષ્યમાં પણ મારી સૂચનાઓ રહેઃ—
tr
“આ મહાનાગ છે, તેની આંખો તરૂણ સૂર્ય જેવી લાલ છે, એની જીભ વિજળીના ચમકારા જેવી ચંચળ છે, મહાભયંકર ઝેરથી ભરેલી એની દાઢો છે અને એનો માસ ઉલ્કાપાતના ભયંકર અગ્નિ જેવો છે. જે પ્રાણીને એ સર્પ હંસે છે તે કાર્ય કે અકાર્યને જાણતો નથી, આ કરડીઆમાં હાથ નાખે ત્યાં પ્રાણી મરણ પામે છે તો હે ભાઈ! તું આવા મહાનાગને કેવી રીતે ગ્રહણ કરીશ? ( આ પ્રથમ ક્રોધ સર્પ છે, મનુષ્ય ઉપર તેની યોજના કરી લેવી–જેમ કે ક્રોધ કરનારની આંખો તરૂણૢ સૂર્ય જેવી પ્રચંડ થાય છે વિગેરે ).
Page #266
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ] પરિશિષ્ટ. .
૨૨૫ ત્યારપછી દક્ષિણ દિશામાં જે કરંડીઓ સ્થાપન કર્યો છે તેમાં મેરૂ પર્વતના શિખર જેટલો મોટો આઠ ફેણવાળો સર્પ છે, જેમને બોલાવી લાવે તેવી તેને બે જીભે છે. એ જેને કરડે છે તે પ્રાણી સ્તબ્ધ થઈ જાય છે અને દેવોના પતિ ઇદ્રને પણ તે ગણતો નથી. આવા મેરૂ પર્વત જેટલા ઊંચા નાગને તું કેવી રીતે ગ્રહણ કરીશ? એ તુ વિચારી લેજે. (આ આઠ ફેણવાળો સર્ષ માન છે. જાતિ (વૈરય બ્રાહ્મણ ઢેઢ વિગેરે ), કુળ (ગોત્ર વિગેરે), રૂ૫ (ખરાબ રૂ૫ સુરૂપ વિગેરે), બળ (સેન્ડ અથવા હાડપિંજર), લાભ (ધન સ્ત્રી વિલાસ), બુદ્ધિ (નજર પહોંચાડવી તે), તપ (તપસ્યા), શ્રત (જ્ઞાન) એ આઠ બાબતનાં અભિમાન થાય છે, તેથી આ સર્પને આઠ ફેણો બતાવવામાં આવી છે. મેરૂ પર્વત વિગેરે ઉપમા સમજાય તેવી છે.)
આ મુલલિત અને સુંદર દેખાતી નાગણી જેની ઉણા ઉપર સાથીઆનું ચિહ્ન છે તે આંતરના વિકારો અને વેશ પરિવર્તન વિગેરે કરનારી માયા નામની છે, તે છેતરપીંડીના કામમાં ઘણી જ કુશળ છે. આવી એ નાગણી છે અને તારે સપને હાથમાં લઈને રમવાની ટેવ છે, સાથે વળી તારી પાસે સપને વશ કરવાની વિધિનું કોઈ પણ પ્રકારનું બળ નથી અને તું તદ્દન ગાફેલ માણસ છો અને એણે (સાપણે) તો બહુ ઝેરને સંચય કરી રાખેલો છે અને કાર્યના જાળા જેવા મોટા વનમાં ને રહેનારી છે. તું જે એની દાઢમાં આવી પડ્યા તે તારી પાસે તો ઔષધિનું બળ પણ નથી તેથી તારા આત્માની દવા કોણ કરશે ? (આ માયા નામની નાગણી છે. એની હકીકત સ્પષ્ટ છે. એ પ્રપંચથી પ્રચ્છન્નપણે કામ કરનાર છે.)
“સર્વ વસ્તુઓને હટાવી દેનાર, સર્વ જગોએ જનાર હોવાથી મોટા મંદિર જેવો, પુષ્પરાવર્તના મેઘ જેવા અવાજવાળ ઉત્તર દિશામાં લોભ નામનો સર્ષ છે. જે પ્રાણીને એ કસે છે તે મોટા સમુદ્ર જેવો થઈ જાય છે, ગમે તેટલી વસ્તુ તેમાં આવે છે તેથી તે ભરાતો નથી, ધરાતો નથી, પૂરો થતો નથી. આવા સર્વ દુઃખના રાજ્યમાગ જેવા અને તું કેમ રમાડીશ? ( આ ઉત્તર દિશામાં સ્થાપેલ નાગ તે લેભ છે. એ વધતો જ જાય છે અને સમુદ્રની જેમ દુપુર છે.)
આ શોધ માન માયા અને લોભરૂપ સ આખી દુનિયાને હમેશાં તપેલ–ગરમાગરમ રાખે છે. આ ચાર વડે જે ખવાય છે, આ ચાર સર્પો જેનું ભક્ષણ કરે છે, જેને ડસે છે તે જરૂર નરકમાં પડે છે અને તે
જ્યારે નરકમાં પડે છે તે વખતે તેને કોઈનો ટેકો થતો નથી, કોઈનો આશ્રય મળતો નથી, કોઈ તેને આલંબનભૂત થતું નથી.”
૨૯
Page #267
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
આ પ્રમાણે સર્વ સ્વજનની દેખતાં વાત કરીને એ છોડી મૂક્યા. સૌં તુરતજ એને ખાઇ ગયા, નાગદત્ત પડ્યો અને મૃત્યુ પામ્યો.
દેવે પછી તેને કહ્યું “કેમ? કેમ થયું? જો હું તને વારતો હતો પણ તું થંભાણો નહિ. આ તારી ધૃષ્ટતાનું પરિણામ જો. ” પૂર્વે કહ્યા હતા તે મિત્રો તેના તરફ કાંઇ કાંઇ ઔષધો ફેંક્યા કરે છે, પણ તે ઔષધોનો તેને જરા પણ ગુરુ થતો નથી. આખરે એ નાગદત્તનાં સગાંઓ દેવમિત્રને પગે પડ્યા અને કોઇ પણ પ્રકારે એને જીવાડવા વિનંતિ કરી ત્યારે આ મિત્રદેવ કહેવા લાગ્યો કે “ અરે ! અગાઉ મને પણ એ સૌં ખાઇ ગયા હતા. એ તો જે આવા પ્રકારની ચર્ચા કરે તેજ જીવે, બીજાનું જીવવાનું કાંઇ ગજું નથી. જો એ આ પ્રમાણે ચર્ચા નહિ કરે અને હું કહું છું તેમ પાલના નહિ કરે તો પછી કદાચ તેને જીવાડવામાં આવે તોપણ આખરે તે જરૂર મરશેજ. હવે એણે ચર્ચા અને પાલના કેવા પ્રકારની કરવાની છે તે હું જરા વિસ્તારથી કહું છું તે સાંભળોઃ—એ ચારે સૌ અગાઉ મને પણ ખાઇ ગયા હતા તેના ઝેરને દૂર કરવા માટે હું પણ વિવિધ પ્રકારનાં તપો કરૂં છું, પર્વત, જંગલ, મશાન, શૂન્ય ઘર અને વૃક્ષનાં મૂળોનો હું આશ્રય શોધું છું, એ પાપી સૌંનો એક જરા પણ વિશ્વાસ કરતો નથી, વધારે પડતો જરા પણ આહાર કરતો નથી, વધારે સિન્ધ આહાર કરવાથી ઘી વિગેરે વધારે ખાવાથી વિષયો પાછા ચાલ્યા આવે છે, જોર પકડે છે, તેથી સંયમયાત્રા સુખે થઇ શકે તેટલોજ આહાર લ છું અને તે પણ બહુ હોંશથી તો કાંઈ ખાતોજ નથી, લગભગ જાણે આહાર નજ કરતો હોઉં તેમ રહું છું, વિગય વગરનો આહાર કરૂં છું, બહુ અલ્પ આહાર કરૂં છું. એના સંબંધમાં જે લાભ થાય છે તે પણ તમને બતાવું છું; જે પ્રાણી થોડો આહાર કરે છે, થોડું બોલે છે, થોડું ઉધે છે અને થોડી ઉપધિ રાખે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. સિદ્ધ (મુક્તો ) અને કેવળી અથવા ચૌદપૂર્વી જેઓ મહા વૈદ્ય છે તેમને નમસ્કાર કરીને સર્વ વિષનું નિવારણ કરનારી વિદ્યા હું કહું છું. એ વિદ્યાનો પાઠ આ પ્રમાણે છેઃ
सव्वं पाणाइवायं पञ्चवक्खाईमि अलियवयणं च, सव्वमदत्तादाणं अब्बंभ परिग्गहं स्वाहा |
હું સર્વ જીવવધને ત્યાગ કરૂં છું, અસત્ય વચનનો ત્યાગ કરૂં છું, પારકી વસ્તુ લેવાનો ત્યાગ કરૂં છું, કોઇ પણ સ્ત્રી અથવા તો સર્વ અબ્રહ્મનો ત્યાગ કરૂં છું, સર્વ પરિગ્રહનો ત્યાગ કરૂં છું.
૧ ધી તેલ ગાળ દૂધ વિગેરેને ‘વિગય' કહેવામાં આવે છે.
૨૨૬
[ પ્રસ્તાવ ૧
દેવિમત્રે સૌંને જમીન પર ઢળી
Page #268
--------------------------------------------------------------------------
________________
પીડઅંધ ]
પરિશિષ્ટ. અ.
૨૨૭
k
‹ એ પ્રમાણે એ ( નાગદત્ત ) જ્યારે સર્વ પાળશે અને મારા જેવો તે થશે ત્યારે તે ઉઠશે.”
સંબંધીઓ કહેવા લાગ્યાં કે “ એટલું કરવાથી પણ જો તે જીવતો હોય તો ભલે, તે એમ કરશે. ”
પૂર્વ દિશા તરફ નજર કરી ઉપર જણાવેલી વિદ્યા-ગારૂડીવિદ્યાવિષદ્યાવિદ્યાનો મંત્ર મિત્રદેવ ભણી રહ્યા એટલે તે ( નાગદત્ત ) ઊભો થયો.
ઊભો થતાંજ માત પિતાએ તેને સર્વ હકીકત કહી સંભળાવી, પણ તેને તે વાત ઉપર ખરી શ્રદ્ધા બેઠી નહિ અને પાછો સર્પને રમાડવા દોડ્યો, વળી પડ્યો, ફરી વિજ્ઞપ્તિ થતાં દેવે તેને ઉઠાડ્યો, વળી દોડ્યો, ફરી પડ્યો. હવે દેવની ત્રીજી વાર તેના પર કૃપા કરવા ઇચ્છા નહોતી છતાં વિજ્ઞપ્તિ બહુ થવાથી વળી તેને ફરી વાર ઉઠાડ્યો. મા બાપ પાસે હકીકત જાણીને ત્યાંથી નાઠો. એક મોટા વનખંડમાં પૂર્વ ભવની હકીકત સાંભળી એટલે પ્રમુ થયો, જાગ્યો, સમજ્યો, ઠેકાણે આવી ગયો.
દેવતા ત્યારપછી પોતાને સ્થાનકે ગયો.
પછી નાગદત્તે સપને ઓળખી લીધા એટલે એ સોંને એણે કરડીઆમાં નાખી દીધા અને તેમાંથી તેમને જરા પણ બહારજ આવવા દેતો નહિ. આવી રીતે ઉદયભાવમાંજ જે કષાયોને ન આવવા દે તે ખરૂં પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી ઘણો વખત શ્રમણ ( સાધુ )પણું પાળીને તે સિદ્ધ થયો. આનું નામ ભાવપ્રતિક્રમણ કહેવાય.
અહીં સવાલ એ થાય છે કે વારંવાર આવી રીતે પ્રતિક્રમણ કરવાનો હેતુ શો? મધ્યમ તીર્થંકરોના વખતમાં પ્રસંગ હોય ત્યારે પ્રતિક્રમણ કરવાની વાત તો સમજાય છે, પણ નહિ તો વારંવાર પ્રતિક્રમણ કરવાનું કારણ શું ? તે પર વૈદ્યની કથા કહે છે. એક રાજને છોકરો ઘણોજ વહાલો હતો, તેને એવો વિચાર થયો કે આ છોકરાને કદિ રોગજ ન થાય એવી દવા કરાવું! પછી રાજાએ ઠામઠામથી કાબેલ વૈદ્યોને બોલાવ્યા અને તેઓને ફરમાવ્યું કે મારા પુત્રને કદિ વ્યાધિજ ન થાય એવી દવા કરો, વૈદ્યોએ તેમ કરવા હા પાડી.
પછી રાજાએ તેમની દવાનો યોગ કેવા પ્રકારનો છે એ સંબંધી સવાલ કર્યો એટલે એક વૈદ્ય કહેવા લાગ્યો કે “ મારી દવા એવી છે કે જો રોગ હશે તો મટાડશે, જો રોગ નહિ હોય તો તે છોકરાને ઘરડો બનાવી મારી નાખશે.” બીજા વૈદ્યે કહ્યું જો રોગ હશે તો મારી દવા તેને મટાડી દેશે, જો રોગ નહિ હોય તો તે ગુણ પણ નહિ કરે અને નુકશાન પણ નહિ કરે.” ત્રીજા વૈદ્યે કહ્યું “મારી દવા એવી છે કે એ રોગ હશે તો તેને મટાડી
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
દેશે, જો રોગ નહિ હોય તો એના શરીરનું તેજ વધારશે, રૂપ વધારશે, યુવાવસ્થા સ્થિર કરશે, લાવણ્ય લાવશે.”
પહેલા વૈદ્યને રાજાએ તિરસ્કારી નાખ્યો, બીજાને આંખથી દૂર કર્યો અને ત્રીજા વૈદ્ય પાસે પુત્રની દવા કરાવી, આ પ્રતિક્રમણ પણ એવું છે કે ત્રીજા વૈદ્યની દવા પેઠે દોષો હોય તો તેને દૂર કરે છે અને દેષ ન હોય તો શુદ્ધ ચારિત્રને વધારે શુદ્ધ મનાવે છે.
(આ નાગદત્તની કથામાં ચાર સૌંને રમાડવાની જે વાત આવી અને તેઓ પાસે જે જૂદી જૂદી ક્રિયાઓ મતાવવામાં આવી તે ઉપમા દ્વારાએ છે, ોધ કરવા સારૂ યોજાયલી છે એમ અત્ર સમજવું અને તેમ છે એમ મૂળ સૂત્રકાર પણ કહે છે. સિદ્ધર્લિંગણિ આ બાબતનો આશ્રય લઇને ઉપમાન દ્વારાએ બોધ આપવા કથાશરીરની રચના કરે છે અને તેવી રીતે હેતુસર કલ્પિત ઉપમાન કરવામાં તેમને આગમ-મૂળ સૂત્રેાનો ટેકો છે. )
*
=%
*
(૩)
પિંડનિર્યુક્તિમાંથી મત્સ્યચરિત્ર,
દોષ વગરનાં આહાર પાણી ખાસ કરીને સાધુએ કેવી રીતે લેવાં, આહાર ગોચરીના દોષો કેવા પ્રકારના હોય છે તે સંબંધી વિસ્તારથી હકીકત પિંડનિર્યુક્તિમાં બતાવવામાં આવી છે. ત્યાં ગ્રાસૈષણા-વસ્તુઓ ખાવાના સંબંધમાં વિવેચન ચાલતાં તેના દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકાર બતાવી દ્રવ્યગ્રામૈષણા પર ઉદાહરણ બતાવે છે. ત્યાં પણ ખાસ સ્પષ્ટતા કરી છે કે કહેલ હકીકત સ્પષ્ટ કરવા સારૂ ઉદાહરણ આપવામાં આવે છે તેના એ પ્રકાર હોય છેઃ એક ચરિત્ર' ( મનેલી હકીકતનું નિરૂપણ ) અને ખીજો પ્રકાર ‘કલ્પિત’ ઉદાહરણનો હોય છે. રાંધવા સારૂ જેમ બળતણ હોય છે' તેમ આવાં ઉદાહરણો હેતુ સમજાવવા સારૂં નિર્માણ કરેલાં હોય છે. દ્રવ્યગ્રામૈષણા સમજાવવા સારૂ એક માછલાની વાર્તા ત્યાં કહી છે તે આ પ્રમાણેઃ—
એક માછીમાર માછલાને પકડવા સારૂ એક સરોવરને કાંઠે ગયો. સરોવરમાંથી માછલા પકડવા સારૂ તેણે એક દારડાને છેડે આંકડો નાખી
૧ જુએ પૃ. ૧૭૦. દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાÇાર ગ્રંથ નં૦ ૪૪ ( ગ્રંથ-પિંડનિયુક્તિ. )
Page #270
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] પરિશિષ્ટ. 1.
૨૨૯ તેમાં માંસનો ટુકડો વળગાડ્યો અને દોરડાને પાણીમાં નાખ્યું અને પોતે કાંઠા ઉપર ઊભો રહ્યો. હવે સરોવરમાં એક અનુભવી વૃદ્ધ માછલો રહેતો હતો તે ઘણો કાબેલ હતો. માંસનો ટુકડો અંદર આવતાં પેલા વૃદ્ધ માછલાને ગંધ આવી એટલે તુરતજ તે માંસ ખાવા ત્યાં આવી પહોંચ્યો. એણે યુક્તિપૂર્વક આજુબાજુથી માંસ ખાઈ લીધું, પણ આંકડામાં પોતાની જાતને ભોકાવા દીધી નહિ અને પછી પોતાની પૂંછડીવડે દોરડાને ધક્કો મારી પોતે ત્યાંથી ખસી ગયો. જેવો દોરડાને ધક્કો લાગ્યો એટલે માછીમાર સમજ્યો કે એમાં માછલું જરૂર આવ્યું હશે એટલે તેણે ઉપર દોરડું ખેંચ્યું ત્યારે તેને જણાયું કે દેરડું તે માંસના ટુકડા વગરનું છે, માંસ તેમાંથી ખવાઈ ગયું છે અને કોઈ માછલું તેમાં પકડાયું નથી. ત્યારે વળી માછીમારે બીજો માંસનો ટુકડો આંકડામાં ભરાવ્યો અને દોરડું પાણીમાં નાખ્યું. બીજી વાર પણ આજુબાજુથી માંસ ખાઈને પૂંછડીવડે દેરડાને ધક્કો મારી પેલો અનુભવી માછલો ત્યાંથી ખસી ગયો. વળી ત્રીજી વાર માંસનો ટુકડો માછીમારે લટકાવીને આંકડાને અંદર નાખ્યો તો ત્રીજી વાર પણ બુદ્ધિશાળી માછલાએ તેમજ કર્યું અને માંસ ખાઈ ગયો અને માછીમારનો પ્રયત્ન નિષ્ફળ કર્યો.
પછી માંસને અંદર નાખતાં માછીમારને વિચાર કરતો જોઈ માછલી બોલ્યો “તું શું વિચાર કરે છે ? તું તે લાજ શરમ વગરનો છે ! મારી વાત સાંભળ. એક વખત તો હું ત્રણ વાર બગલીના મુખમાંથી નીકળી આવ્યો છું. તે આ પ્રમાણે બન્યું હતું. મને એક વાર બગલીએ ગ્રહણ કર્યો હતો, પછી મને ગળી જવા સારૂ બગલીએ મુખ ઊંચું કર્યું અને મને ઉપર ઉડાડ્યો. મેં તે વખતે વિચાર કર્યો કે જો હું ઉછાળેલ હોઈ સીધો સીધો પાછો પડીશ તે તો જરૂર બગલીના મહોંમાં પડીશ અને મારા પ્રાણ જશે, માટે આડો પડી જઉ–આવો વિચાર કરી યુક્તિપૂર્વક હું આડો પડ્યો એટલે બગલીના મુખમાંથી હું છટકી ગયો; વળી બગલીએ મને ગટ કરવા બીજી વાર ઊંચે ફેંક્યો, બીજી વાર પણ હું છટકી ગયો અને ત્રીજી વાર
જ્યારે બગલીએ તેમજ કર્યું ત્યારે જોર વાપરી આડો થઈ હું પાણીમાં પડ્યો અને પસાર થઈ ગયો. વળી ત્રણ વાર સમુદ્રકાંઠે સુકી જમીન પર આવી ગયો ત્યારે સંભાળથી બચી જઈ જ્યારે ભરતી આવી ત્યારે પાણીમાં પાછો દાખલ થઈ ગયો. એકવીશ વાર હું માછીમારોની જાળમાં આવી
૧ બગલા માછલાને પકડી તેને ઉપર ફેંકે છે અને નીચે પડે ત્યારે ચાંચ ઉઘાડી તેમાં અધર ઝીલી ગટ કરે છે. તેના ગળાની રચના એવી છે કે એ પ્રકારે જ તે માછલાને ખાઈ શકે છે. ડોક નીચી રાખીને તેનાથી માછલું સીધું ખાઈ શકાતું નથી.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૧
ગયો, પણ જે રસ્તે જાળમાં આવતો તેજ રસ્તે પાછો બહાર નીકળી જતો; પણ એક વાર પણ હું જાળમાં ફસાયો નથી. વળી એક વાર તો સરોવરનું પાણી ખાલી કરી બધા માછલાઓને પકડવા માછીમારે પ્રયત્ન કર્યો, સરોવરમાં પાણી ન રહેવાથી હું બીજા માછલાઓ સાથે ફસાઈ ગયો, પકડાઈ ગયો. માછીમારે તો બધા માછલાઓનો પિંડો કરી એક સખ્ત લોઢાની સળીમાં સર્વને પરોવ્યા તે વખતે મેં યુક્તિ કરી એ લોઢાની સળી મારા મુખ આગળ રાખી મૂકી, પણ મારા શરીરમાં પેસવા ન દીધી અને પછી બધા માછલાઓ ઉપર કચરો લાગેલો હતો તેને ધોવા સારૂ બીજા સરોવરમાં માછીમાર ગમે ત્યારે તુરતજ કુદકો મારીને હું પાણીમાં પેસી ગયો. આવી મારી ચતુરતા છે ! આવી મારી ઘટના છે! અને હવે તું મને પકડવા ઈચ્છે છે? તને કાંઈ લાજ શરમ હોય તેમ લાગતું નથી ! !”
આ દ્રવ્યગ્રામૈષણા પર દૃષ્ટાન્ત કહ્યું. મસ્યસ્થાનકે સાધુ સમજવા, માંસસ્થાનકે આહાર પાણી સમજવાં, માછીમારસ્થાનકે રાગ વિગેરે દોષોનો સમૂહ સમજવો. સેંકડો ઉપાયથી પણ પેલો માછલો છેતરાયો નહિ તેવી રીતે સાધુ પણ જ્યારે તેને ભાત પાણી આપવામાં આવે ત્યારે આ ભાને અનુશાસન કરે છે અને તેમાં ફસાઈ જતા નથી. અનુશાસન કેવી રીતે કરે છે તે ત્યારપછી વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. હવે આવી રીતે માછલાઓ કદિ બોલતા નથી, પણ હકીકત સમજાવવા માટે આવા દૃષ્ટાન્તની યોજના-ક૯૫ના આગમમાં પણ કરી છે એમ બતાવવાનો અત્ર ઉદ્દેશ છે.
(૪) ઉત્તરાધ્યયનમાં દુમપત્રક અધ્યયન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં દશમું અધ્યયન ક્રમ પત્રક નામનું છે તેમાં પાંદડાંઓ શિખામણ આપતાં હોય તેમ બતાવી તે પરથી સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એવી શિખામણ આપી છે. આખું અધ્યયન ઘણું ઉપયોગી હોવાથી શ્રી શાંતિસૂરિની ટીકા અનુસારે ઉપરના અધ્યયનને સાર અહીં લખ્યો છે તે વિચારી જવો –
એક પૃષ્ટચંપા નામની નગરી હતી. તે નગરીનો શાલ નામનો રાજા હતો, મહાશાલ નામના યુવરાજ હતો. એ શાલ મહાશાલ નામના ભાઈ
Page #272
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ]
પરિશિષ્ટ. લ.
૨૩૧
ઓની યોામતી નામની એક અહેન હતી જેને કાંપિલ્ય નગરના પીઠરની સાથે પરણાવવામાં આવી હતી. એ યશોમતી અને પીઠરનો ગાગલિ નામનો પુત્ર થયો હતો. હવે એક વખત ધૃષ્ટચંપા નગરીની બહાર સુંદર ઉદ્યાનમાં ભગવાનશ્રી મહાવીરસ્વામી સમોસર્યા. તેમની દેશના સાંભળીને શાલ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેથી તેણે પોતાના યુવરાજ ભાઇ મહાશાલને રાજ્ય આપી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને મહાશાલને તે નિર્ણય જણાવ્યો. મહાશાલે તેને જણાવ્યું કે ભાઇ! જેમ તમે સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તૈયાર થયા છો તેવી રીતે હું પણ તમારી સાથેજ સંસારથી નીકળવા ઇચ્છું છું. સંસારમાં આપ મારા વડીલ છો તેમ દીક્ષા લીધા પછી પણ આપ મારા વડીલજ રહો.' મહાશાલનો આવો વિચાર સાંભળી કાંપિલ્ય નગરથી પોતાના ભાણેજ ગાગલિને તેમણે તેડાવ્યો અને પટ્ટ આંધીને તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મોટો મહોત્સવ કરીને અન્ને ભાઇઓએ દીક્ષા લીધી. યશોમતી પરમ શ્રાવિકા થઈ.
"c
શાલ મહાશાલે અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ભગવાન તો ત્યારીપછી જૂદી જૂદી જગોએ વિહાર કરતા રહ્યા અને લોકો ઉપર ઉપકાર કરતા રહ્યા. એક વખત વિહાર કરતાં કરતાં ભગવાન રાજગૃહ નગરે પધાર્યા, ત્યાંથી ચંપા નગરીએ આવ્યા. તે વખતે તેમની સાથે રહેલ શાલ મહાશાલે ભગવાનને પૂછ્યું જો કોઇને ોધ થાય તેમ હોય, કોઇના ઉપર ઉપકાર થઇ શકે તેમ હોય તો સાહેખ ! અમે પૃષ્ટચંપા નગરીએ જઇએ. આપ જ્ઞાનબળથી ઉપકારનું કારણ જાણી શકો છો. જો તેમ હોય તો અમને આજ્ઞા આપો.” ભગવાને તેમની સાથે ગોતમસ્વામીને જવાની આજ્ઞા કરી. ત્રણે પૃષ્ટચંપા નગરીએ ગયા. ત્યારપછી ત્યાં (ચંપા નગરીમાં) સમવસરણ થયું. ત્યાં (પૃષ્ટચંપામાં) પ્રેરણાથી ગાગલ, પીઠર અને યશોમતી આવ્યાં. ગૌતમસ્વામીએ સર્વને ધર્મ સંભળાવ્યો. ધર્મ સાંભળીને સર્વે પ્રતિબોધ પામ્યા. ગાગલિએ પોતાનાં માતા પિતાને પૂછ્યું કે મને સંસારથી વૈરાગ્ય થયો છે તેથી આપ રજા આપો તો મોટા છોકરાને ગાદીએ બેસાડી
હું દીક્ષા લઉ'.' જવાખમાં પીડર અને યશોમતીએ કહ્યું કે તારી પેઠે અમે પણ સંસારથી ત્રાસ પામી ગયાં છીએ.' ત્યારપછી ગાગલિએ પોતાનાં માતા પિતા સાથે દીક્ષા લીધી. ગૌતમસ્વામી તેમને સર્વને સાથે લઇને પાછા ચંપા નગરી તરફ ચાલ્યા.
હવે પાછા ચાલતાં રસ્તે શાલ અને મહાશાલને ઘણો આનંદ થયો. પોતાની પ્રેરણાથી આ ત્રણ મનુષ્યો સંસારથી તર્યા એ વિચારથી તેઓને અહુ હર્ષ થયો અને તે હર્ષના આવેગમાં અધ્યવસાયો અત્યંત શુદ્ધ થતાં
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ તેમને બન્નેને રસ્તામાં જ કેવળજ્ઞાન થયું. વળી ગાગલિ, પીડર અને યશોમતીને પણ વિચાર થયો કે અહો! આ શાલ મહાશાલે તો આપણને ખરા રાજ્ય પર સ્થાપન કર્યો અને સંસારબંદીખાનામાંથી છોડાવ્યાં! આવો વિચાર કરતાં શુભ ધ્યાને તે ત્રણેને પણ રસ્તામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી રીતે આ પાંચે કેવળજ્ઞાનીઓ ચંપા નગરીએ ગૌતમસ્વામી સાથે આવી પહોંચ્યા. મહાવીર ભગવાનને પ્રદક્ષિણા કરી તીર્થને પ્રણામ કરી તેઓ તો કેવળીઓને બેસવાની જગા (પર્ષદા ) તરફ ચાલ્યા. ગૌતમસ્વામીએ પણ ભગવાનને પ્રદક્ષિણા દઈ વંદન કર્યું, પોતે ભગવાનને પગે પડ્યા અને ઊભા થઈ બોલ્યા “ અરે તમે ક્યાં જાઓ છો? આવો અને આ તીર્થકર મહારાજને વંદન કરો. તે વખતે ભગવાન બોલ્યા “ગૌતમ! કેવળીઓની આશાતના કર નહિ.' ગૌતમસ્વામી તુરતજ સમજી ગયા કે એ પાંચે કેવળી છે એટલે તુરતજ પોતે તેઓની માફી માગી.
તે વખતે પોતાથી દીક્ષિતને કેવળજ્ઞાન થયું અને પોતે રહી ગયા એ વિચારથી ગૌતમસ્વામીને ખેદપૂર્વક સવાલ થયો, શંકા થઈ કે શું ત્યારે હું પોતે સંસારથી તરીશ નહિ! ગૌતમસ્વામીના મનમાં આવી ચિંતા ચાલતી હતી તે વખતે દેવતાઓને ધ્વનિ થયો કે જે મનુષ્ય અષ્ટાપદ પર્વત ઉપર ચઢી જાય અને ત્યાં રહેલાં મંદિરોનાં દર્શન કરે, વંદન કરે તે તેજ ભવમાં સિદ્ધ થાય.
ભગવાન તે ગૌતમસ્વામીનું મન જાણી રહ્યા હતા, વળી તેમણે જોયું કે ગૌતમના જવાથી તાપસોને પણ બોધ થવાનો છે એટલે ગૌતમને પોતાના સંબંધમાં ખાત્રી થશે અને તાપસને બોધ થશે એ બેવડા લાભનું કારણ જાણીને જ્યારે તુરતજ ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર જવાની રજા માગી ત્યારે ભગવાને કહ્યું “અષ્ટાપદને અને ચૈત્યોને વંદન કર.” અત્યંત આનંદપૂર્વક ગૌતમસ્વામી અષ્ટાપદ તરફ ચાલ્યા.
હવે લોકોમાં પણ વાત ચાલતી હતી કે જે મનુષ્ય હોઈ અષ્ટાપદ પર પહોંચી જાય અને ત્યાં રહેલાં ચિત્યોનું વંદન કરે તે તેજ ભવમાં મોક્ષ જાય તેને અનુસરીને પંદરસે તાપસી ત્રણ વિભાગે તેની ઉપર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતાઃ પાંચસો કૌડિન્ય પરિવારના હતા, પાંચસો દત્ત પરિવારના હતા અને પાંચસો શિવાલ પરિવારના હતા. કૌડિન્ય પરિવારના હતા તેઓ એક એક ઉપવાસ કરીને ઉપવાસને પારણે જીવવાળાં (સચિત્ત) વૃક્ષનાં મૂળો અને કંદનું ભક્ષણ કરતા હતા. અષ્ટાપદ પર્વતની પેલી મેખલા (હાડો)
- ૧ કેવળીને કહેવું કે તમે બીજાને વંદન કરે એ તેમનું અપમાન છે અને આ અપમાનદેષને આશાતના કહેવામાં આવે છે,
Page #274
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ]
પરિશિષ્ટ. .
૨૩૩
ગૌતમ
પ્રથમ શ્રેણિમાં તેઓ રહ્યા હતા. ( અજ્ઞાન નાં પરિણામો અત્ર ખાસ ધ્યાન ખેંચે છે. ) ખીજી મેખલામાં દત્ત પરિવ્રાજકો હતા તેઓ એ દિવસ તદ્દન ઉપવાસ કરતા હતા અને ત્રીજે દિવસે ઝાડો પરથી પડેલાં પાકાં પીળાં થઇ ગયેલાં પાંદડાંઓનોજ માત્ર આહાર કરતા હતા. તેઓ સર્વ અષ્ટાપદની ખીજી શ્રેણિ સુધી પહોંચી શક્યા હતા. અષ્ટાપદની ત્રીજી શ્રેણિ ( મેખલા ) સુધી શેવાલ નામના તાપસો પહોચ્યા હતા, તેઓ એક સાથે ત્રણ ત્રણ ઉપવાસ કરતા હતા અને પારણાને દિવસે અત્યંત મલિન ગંદી લીલ ( શેવાળ મીઠા પાણી ઉપર થાય છે તે) ખાઇ પાછા તે ઉપર ત્રણ ઉપવાસ કરતા હતા. આ સર્વ તાપસો અષ્ટાપદ પર્વતના શિખર સુધી પહોંચવા મથી રહ્યા હતા, પણ તેમના તે કાર્યમાં તેઓ ફત્તેહ પામતા નહોતા. મનુષ્યના શરીરવાળા (દેવશરીર-વૈક્રિય શરીર વગરના સ્વામીને દૂરથી આવતા તેઓએ જોયા, તેનું અગ્નિ, વીજળી અથવા મધ્યાહ્રના સૂર્ય જેવા તેજવાળું શરીર જોયું, એટલે તેઓ અંદર અંદર વાત કરવા લાગ્યા “ અરે આપણે તપ કરી કરીને તદ્ન પાતળા થઇ ગયા તોપણ આપણો પત્તો ખાતો નથી અને આ જાડો સાધુ શું અષ્ટાપદ પર ચઢી જશે?” ગૌતમસ્વામીને તો જંઘાચારણ લબ્ધિ હતી તેથી તેઓ તો જે વસ્તુ હાથમાં આવી તેનો આશ્રય લઇને ઉપર ચઢતા ગયા, કરોળીઆની જાળના એક સાધારણ તાંતણાને આશ્રયીને પણ ઉપર ચઢતા ગયા. તાપસો તો એમને આવતા પણ જોઇ રહ્યા, ચઢતા પણ જોઇ રહ્યા અને આખરે તેઓની નજરથી દૂર થઇ ગયા ત્યાંસુધી જોઇ રહ્યા અને સ્વામી તો આગળ વધતાજ ગયા. તાપસોને ઘણી નવાઇ લાગી, પોતાના કષ્ટતપનું ભાન થયું અને પાછા સ્વામી આવશે ત્યારે આપણે સર્વે તેના શિષ્ય થશેં એમ સર્વેએ ચોક્કસ નિર્ણય કર્યો.
ગૌતમસ્વામી તો અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ગયા, ત્યાં જઇને સર્વ ચૈત્યોને વંદન કર્યું. ઉત્તર પૂર્વ દિશાએ એક સુંદર અશોક વૃક્ષ હતું ત્યાં રાત્રીવાસો રહેવા માટે આવી પહોંચ્યા. હવે તે વખતે એવો બનાવ બન્યો કે શક્રુઇંદ્રની સભાનો લોકપાળ નામનો એક દેવ હતો તે પણ તેજ વખતે અષ્ટાપદ ઉપરનાં ચૈત્યોને વંદન કરવા ત્યાં આવ્યો. તે લાકપાળે ચૈત્યોને વંદન કરીને ગૌતમસ્વામીને વંદન કર્યું અને પછી ત્યાં સ્વામી સમક્ષ બેઠો. સ્વામીએ તેને ધર્મ કહેવા માંડ્યો. ધર્મદેશના કરતાં ગૌતમસ્વામીએ અણુગાર (સાધુ)ના ગુણોનું વર્ણન કરવા માંડ્યું અને તેમ કરતાં તેમણે જણાવ્યું
૧ જનકથા-સૂર્યકિરણને અવલંબી સ્વામી ચઢી ગયા એમ છે, પણ મૂળમાં તેમ નીકળતું નથી. વિચારવા યેાગ્ય છે.
૩૦
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧. કે સાધુઓ તદન સુકો આહાર લે છે, તદ્દન રસકસ વગરનો આહાર લે છે વિગેરે વિગેરે. હવે તે લોકપાળ દેવ ગૌતમસ્વામીના શરીર તરફ જોઈ જ રહ્યો, તેમના શરીરની સુકુમારતા જોઈ તેને શંકા થઈ કે સુકા નિરસ આહાર લેનારના શરીરમાં આવી સુકુમારતા કેમ હોઈ શકે ? તે વખતે તેના મનમાં થતી શંકા સ્વામી સમજી ગયા એટલે તે શંકા ટાળવા માટે સ્વામીએ તેને પુંડરીક અધ્યયન કહી સંભળાવ્યું તે આ પ્રમાણે – પુંડરીક અધ્યયન,
મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામનું એક વિજય છે, તે વિજયમાં jડરીકિણી નામની એક નગરી છે, તે નગરીમાં એક નલિની ગુલ્મ નામને બગીચો ( ઉદ્યાન) છે. તે ઉદ્યાનમાં મહાપદ્મ નામનો એક રાજા થયો. એ રાજાની પટ્ટરાણીનું નામ પદ્માવતી દેવી હતું. એ મહાપદ્મ રાજા અને પદ્માવતી રાણીને પુંડરીક અને કંડરીક નામના બે પુત્રો થયા. બન્ને પુત્રો ઘણાજ સુકોમળ શરીરવાળા અને માત પિતાની બરાબર છાયા જેવાજ હતા. પુંડરીક કુમાર મોટો હોવાથી યુવરાજ થયો હતો.
હવે ત્યારપછી એક પ્રસંગે એવી હકીકત બની આવી કે એ નલિની ગુલમમાં કોઈ મોટા વિદ્વાન સ્થવિર આચાર્ય આવી પહોંચ્યા. તેમની દેશના સાંભળવા સારૂ મહાપમ રાજા બહાર નીકળી પડ્યા. દેશના સાંભળીને તેમને ઘણોજ પ્રતિબોધ થયો, ઉપદેશની અસર થઈ અને એ અસર તળે તેમણે જણાવ્યું કે “પ્રભો! પુંડરીક કુમારને રાજ્ય સ્થાપના કરી હું સંસારથી નીકળી જવા ઈચ્છું છું.” ગુરુ મહારાજે જવાબમાં જણાવ્યું જેમ સુખ ઉપજે તેમ કરો, સંસારમાં પ્રતિબંધ કરવો નહિ.” છેવટે પુંડરીકને રાજ્યગાદીએ બેસાડી મહાપક્રમ રાજાએ તુરતજ દીક્ષા લઈ લીધી અને ભૂમિ પર વિહાર કરવા માંડ્યો. હવે પુંડરીક રાજા થયો અને કંડરીક યુવરાજ થયો. મહાપા રાજા તો ચૌદ પૂર્વનો અભ્યાસ કરી ગયા, તેમણે ઘણું વર્ષો સુધી મહા તપ કર્યો, છઠ્ઠ અટ્ટમ (બે ત્રણ ઉપવાસ) સેંકડો કર્યા અને બહુ સુંદર રીતે ચારિત્ર પાળીને છેવટે એક માસની સંલેખના (અંતઆરાધના) કરી બે ઉપવાસને અંતે સિદ્ધ થયા, તેમની સર્વ ઈચ્છાઓ સફળ થઈ, તેઓ અજરામર થઈ ગયા.
પંડરીક રાજાને પોતાના પિતાના સિદ્ધ થવાના સમાચાર મળતાં તે ઘણોજ રાજી થયો. આ હકીકત વિગતવાર તેના જાણવામાં આવવાનો પ્રસંગ તેજ સ્થવિર સાધુઓથી થયો. એ સ્થવિરો વિહાર કરતાં કરતાં પુંડરીકિણી નગરીએ એક વખત આવ્યા ત્યારે તેનાથી સર્વ હકીકત પુંડરીક રાજાના જાણવામાં આવી. એ ધર્મકથાને પરિણામે પુંડરીક પરમ શ્રાવક થયો, શ્રાવક
Page #276
--------------------------------------------------------------------------
________________
પીડબંધ ]
પરિશિષ્ટ. ઍ.
૨૩૫
યોગ્ય સર્વ તો તેણે આદર્યાં અને ગુરુસેવામાં લયલીન થયો. હવે તે સર્વ વાત અની તે વખતે કુંડરીક યુવરાજ પણ હાજર હતો, તેને પણ ધર્મ સાંભળીને ઘણો આનંદ થયો અને સાધુઓને કહેવા લાગ્યો કે મારે તો પુંડરીક રાજાની રજા લઇ પિતાની પેઠે સાધુ ( અણુગાર ) થવું છે, તો વડિલ ભાઇને પૂછીને પછી હું આપની પાસે આવું.' સ્થવિર સાધુઓએ જવાબમાં કહ્યું ‘તને જેમ સુખ ઉપજે તેમ દીક્ષા લે.’સ્થવિર સાધુઓને પ્રણામ કરીને ત્યાંથી કુંડરીક પોતાના વડિલ ભાઇ પાસે જવા નીકળ્યો, ચાર ઘોડાવાળા અને અવાજ કરતા સુંદર રથમાં બેઠો અને સ્થાન પાસે આવી રથમાંથી ઉતર્યો. છેવટે જ્યાં પુંડરીક હતો ત્યાં પોતે આવી પહોંચ્યો અને જમીન સુધી નીચા નમી પ્રણામ કરી સ્થિત થયો. તે વખતે મોટા અને નાના ભાઇ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ
કુંડરીક—ભાઇ ! મેં આજે સ્થવિર સાધુઓ પાસે ધર્મ સાંભળ્યો, એ ધર્મ મને બહુ પસંદ આવ્યો, મને તેના ઉપર બહુ રૂચિ થઇ; તેટલા માટે ભાઇ! સંસારના ભયથી હું તો બહુજ કંટાળી ગયો છું, જન્મ અને ઘડપણના ભયથી હું તો બહુ ખી ગયો છું, જો તમે રજા આપો તો હું તો વિરોની પાસે જઇ દીક્ષા લેવાની ઇચ્છા રાખું છું.”
પુંડરીક—“ ભાઈ! તું હાલ સ્થવિર પાસે દીક્ષા લે નહિ! મારી ઇચ્છા તારા ઉપર રાજ્યનો અભિષેક કરવાની છે.”
પુંડરીકે અત્રે ઇચ્છા બતાવી તેની સાથે કુંડરીક સંમત ન થયો, તેનો ભાવ જાણે સમજ્યોજ ન હોય તેમ ચૂપ બેસી રહ્યો, તે બામતનો જવાબ પણ ન દીધો, માત્ર ત્રણ વાર ફરી ફરીને એકજ વાત કહેતો રહ્યો કે ભાઈ ! મારી ઇચ્છા દીક્ષા લેવાની છે.” ત્યારપછી પુંડરીકે સાંસારિક વિષયોમાં રસ ઉત્પન્ન કરે તેવી અનેક વાતો કરી, અનેક કથાઓ કરી, અનેક સૂચવનો કર્યો, અનેક પ્રકારે વિજ્ઞાપના કરી, પણ તેથી કંડરીક કુમાર જરા પણ વિચારમાં ડગ્યો નહિ ત્યારે તેણે વિષયો તરફ પ્રતિકૂળ પણ સંયમનો ભય ઉત્પન્ન કરે તેવી વાતો કરવા માંડી. તેણે કહેવા માંડ્યું ભાઇ! નિગ્રંથપ્રવચનમાં અનુત્તર વૈમાનનાં સુખો મળે છે, કેવળજ્ઞાન થાય છે, છેવટે સર્વ દુઃખોનો હમેશ માટે નાશ થાય છે એ સર્વ વાત ખરી, પણ ભાઇ! એની દીક્ષામાં સર્પની જેમ એક નજરે રહેવાનું છે, ધનુષના ભાલાની તીક્ષ્ણ અણી પર રહેવાનું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, એ નદીની વાલુકા (રેતી)ની જેવી તદ્દન “ સ્વાદ વગરની છે, ગંગા જેવી મોટી નદીને સામે કાંઠે જવા જેવી તે
"C
k
66
<<
અતિ મુશ્કેલ છે, મોટા સમુદ્રની પેઠે એ હાથવડે તે તરી ન શકાય “ તેવી છે, એમાં અતિ ઝીણી ઝીણી ખાખતો કરવી પડે છે, અતિ ભારે
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૧
“ બાબતોને ઉલંઘવી પડે છે, તરવારની ધાર જેવા મહા આકરાં તપ તપવાં
પડે છે. જો ભાઈ ! જૈન સાધુથી કોઈ જીવને ઘાત થઈ શકતો નથી, “ મિથ્યાદર્શન સંબંધી એક જરા પણ શલ્ય મનમાં રખાતું નથી, તેને માટે
તૈયાર કરેલો આહાર લેવાતો નથી, જરા પણ દોષવાળો આહાર તેનાથી “ખવાતો નથી, સહજ મિશ્ર દોષ થઈ જાય તેવો આહાર તેના ઉપયોગમાં “લઈ શકાતું નથી, ઈદ્રિયને પોષે તેવો આહાર લેવાતું નથી, ખરીદ કરેલો “આહાર લઈ શકાતો નથી, રાખી મૂકેલો આહાર લેવાતો નથી, ફેંકી-તજી
દીધેલો આહાર લેવાતો નથી, ચોરેલો આહાર લેવાતો નથી, સ્થાપન કરી “રાખેલ આહાર લેવાત નથી, સડેલો આહાર લેવાતો નથી, દુકાળીઆ“ઓને માટે યોજાયેલો આહાર લેવાતો નથી, માંદા માણસ માટે તૈયાર કરેલો અથવા માંદા સારૂ આણેલો આહાર લેવાતો નથી, મહેમાન સારૂ આણેલો આહાર લેવાતો નથી, ઘરના માલિકની પાસેથી લીધેલો આહાર “લેવાતો નથી, રાજાને ઘરેથી વહોરેલો આહાર લેવાતો નથી, મૂળી
વાળો આહાર લેવાતો નથી, કંદ કોઈ પ્રકારનાં ખવાતાં નથી, ફળ “ (દસ) ખવાતાં નથી, બીજનું ભોજન થતું નથી, લીલોતરી જીવમિશ્ર
ખવાતી નથી, તેવી જ રીતે પીવાની બાબતમાં પણ ઘણી બાબતો જાળ“વવી પડે છે અને ભાઈ ! તું તો સુખમાં ઉછર્યો છે, તું ઠંડીની પીડા સ“હન કરી શકીશ નહિ, ગરમીનો પરિભવ સહી શકીશ નહિ, ભુખની પીડા “વેઠી શકીશ નહિ, તરસ્ય રહી શકીશ નહિ, ચોરનો ઉપદ્રવ ખમી શ“કીશ નહિ, હાથીનો પરાભવ ખમી શકીશ નહિ, ડાંસ મચ્છરના ડંસો “સહી શકીશ નહિ, ચાંચડની પીડા વહોરી શકીશ નહિ, વાત પિત્ત કફ “ સાથે ઉત્પન્ન કરે તેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકીશ નહિ, અનેક રો“ગોની પીડા ભોગવી શકીશ નહિ, રસ્તે ચાલતાં કાંટાઓ પગમાં ભોંકાશે “તેને શાંતિથી વેઠી શકીશ નહિ. આવા આવા બાવીશ પ્રકારના પરીષહો થશે તેને તું સહન કરી શકીશ નહિ. વળી ભાઇ! અમે એક પણ દિવસ તારો વિયોગ સહન કરી શકીએ તેમ નથી, તેથી તું આ રાજ્યલક્ષ્મી “ હાલ તો ભોગવ, પછી તારી મરજી થાય તો આગળ ઉપર દીક્ષા લેજે.”
કંડરીક-“ભાઈ! નિગ્રંથપ્રવચન (જૈન માર્ગ) નપુંસકો માટે નથી, બીકણ પુરુષો માટે નથી, દુર્જન મનુષ્યો માટે નથી, આ ભવમાં ખાઈ પી લહેર કરવાવાળા માટે નથી, પરલોક માટે બેદરકાર રહેનાર માટે નથી, ઈદ્રિયવિષયોના તરસ્યા માટે નથી, સાધારણ માણસોથી આદરી “ શકાય તેવું નથી; બાકી જે માણસ ધીરજવાળો હોય, એક નિર્ણયવાળો “હોય, વ્યવસ્થાવાળો હોય તેનાથી ન થઇ શકે તેવું એ પ્રવચનમાં કાંઈ “નથી, માટે ભાઈ ! હું દીક્ષા લેવાની ઈચ્છા રાખું છું.”
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૭
પીઠબંધ ]
પરિશિષ્ટ. . કોઈ પણ રીતે સમજાવટથી કે ભયથી કંડરીકનો વિચાર ફરે તેમ ન લાગવાથી અનિચ્છાએ પુંડરીકે તેને દીક્ષા લેવાની રજા આપી. પછી પુંડરીકે પોતાના કુટુંબીઓને એકઠા કર્યા અને તેમને કહ્યું કે કંડરીક દીક્ષા લેવાનો છે તો અત્યંત ઠાઠમાઠ સાથે તેનો નિષ્ક્રમણમહોત્સવ સર્વેએ કરવો. મહોત્સવ થયા પછી છેવટે કંડરીકે દીક્ષા લીધી. અનુક્રમે તે અગીઆર અંગ ભણી ગયો અને એક બે ત્રણ ચાર ઉપવાસ કરતા અને મોટી તપસ્યાઓ કરતો તે પૃથ્વીતળ પર વિહાર કરવા લાગ્યો.
હવે એક વખત તદ્દન તેરસ સુકા આહારને લીધે કંડરીકને શરીરે રોગો થઈ આવ્યા અને આખા શરીરે આકરો દાહ થઈ આવ્યો, તોપણ તેણે વિહાર કરવાનું તો ચાલુ જ રાખ્યું. હવે સર્વ સ્થવિર સાધુઓ જેમની સાથે એ કંડરીક પણ હતો તેઓ સર્વ ગામેગામ અને શહેરેશહેર વિહાર કરતા એજ નલિનીગુભ વનમાં એક વખત આવી પહોંચ્યા. પુંડરીક રાજાને સાધુઓ આવી પહોંચવાના સમાચાર મળતાં તે તુરત જ સાધુઓને વંદન કરવા આવ્યો અને આવીને સર્વની સેવા બરદાસ્ત કરી. આચાર્ય પાસે ધર્મદેશના સાંભળ્યા પછી પોતાનો દીક્ષિત ભાઈ કંડરીક જ્યાં હતો ત્યાં તે આવી પહોંચ્યો. પોતે કંડરીકને નમ્યો, કંડરીકને પ્રણામ કર્યા. તે વખતે તેને જણાયું કે કંડરીકના શરીરમાં વ્યાધિએ પ્રવેશ કર્યો છે. ત્યારપછી પુંડરીક તુરતજ સ્થવિર સાધુઓ પાસે આવ્યો અને તેમને જણાવ્યું કે સાહેબ! કંડરીકના શરીરમાં વ્યાધિ થઈ ગયેલ છે તો આપની રજા હોય તે શુદ્ધ વાપરવા યોગ્ય નિર્જીવ ઔષધથી તેના વ્યાધિઓને ઉપાય કરું. વળી તેના વ્યાધ મટી જાય તેવાં ભજન પાન તેને કરાવું. તેટલા માટે ભગવન! આપ સર્વ મારી વાહનશાળામાં પધારો. પુંડરીક રાજાએ જે વાત કરી તે સ્થવિરોએ સાંભળી અને પછી સર્વ યાનશાળામાં આવી ૫હોંચ્યા. ત્યારપછી પુંડરીકે પોતાના ભાઈની દવા કરાવવા માંડી, તેને ભાવે તેવી વસ્તુઓ ખવરાવવા માંડી, તેના વ્યાધિઓ મટી જાય તેવો ખોરાક આપવા માંડ્યો એટલે તુરતજ તેના વ્યાધિઓ નાશ પામી ગયા, તેને ઘણો આનંદ થયો, શરીર નીરોગી થયું અને દેહમાં ચેતન વધારે આવ્યું.
હવે આવી રીતે તેના વ્યાધિઓ ઓછા થઈ ગયા, દૂર થઈ ગયા છેપણ મનપસંદ ભેજન મળતું હતું તેના ઉપરની મૂર્છાને લઈને વિહાર કરવો તેને ગમતો નહોતો. પુંડરીકને આ હકીકતની ખબર મળતાં તે કંડરીક પાસે આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી તેને નમસ્કાર કર્યો અને પછી કહેવા લાગ્યો “દેવાનુપ્રિય! તું ખરેખરો પુણ્યશાળી છે ! ખરો ભાગ્યશાળી છે ! ખરો સારાં લક્ષણવાળો છે ! તારો મનુષ્યભવ ખરો સફળ છે!
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ અહાહા ! તે રાજ્યને અને અંતઃપુરનો ત્યાગ કરીને આવી દીક્ષા લીધી ! “હું તે ખરેખર કમનશીબ છું, પુણ્યહીન છું, કારણ કે આ મનુષ્યને ભવ “અનેક પ્રકારના ઉપદ્રવોથી, ઘડપણથી, મરણથી, રોગોથી, શારીરિક દુઃ“ખોથી, માનસિક દુઃખોથી, ઊભાં કરેલાં દુઃખોથી, વેદનાથી, હેરાનગતી“ઓથી આક્રમણ થયેલો છે, જાતે અનિત્ય છે, અચોક્કસ છે, સંધ્યાના “રંગ જેવો ક્ષણવિનાશી છે, પાણીના પરપોટા જેવો છે, કુશ ઘાસના
છેડા પર વળગેલા પાણીના ટીપા જેવો છે, સ્વમના દેખવાની ઉપમાને “યોગ્ય છે, વિજળીના ચમકારા જેવો ચંચળ છે, સડવું પડવું નાશ પા
મવું વિગેરે ધર્મોથી યુક્ત છે, આગળ અને પાછળ અવશ્ય તજવો પડે “તે છે; મનુષ્યનું શરીર પણ દુઃખનું ઘર છે, અનેક વ્યાધિઓનું સ્થાન
છે, હાડકાંનો માળો હોય તેવું છે, આંતરડાં, સ્નાયુ અને નાડીઓથી “ આડુંઅવળું બંધાયેલું છે, માટીના ઠામ જેવું કાચું છે, અપવિત્ર પદા
ર્થોથી ભરેલું છે, તદ્દન ન ગમે તેવું છે, છતાં આખો વખત ખમા ખમા “કરીને પંપાળવું પડે તેવું છે, ઘડપણથી ધુતરાયલું છે, ખરખર બોરડી ઘરની “પેઠે સડવા પડવા નાશ પામવાના ધર્મવાળું છે, આગળ પાછળ અંતે જરૂર “તજવું પડે તેવું છે; વળી મનુષ્યભવમાં ભોગવવાના કામભોગો પણ
અપવિત્ર છે, અનિત્ય છે, વાયુથી ભરેલા છે, પિત્તથી ભરેલા છે, કફથી “ભરેલા છે, શુકથી ભરેલા છે, લોહીથી ભરેલા છે, વિષ્ટા મુત્ર શ્લેષ્મ “પિત્ત શુક્ર લોહીથી ઉત્પન્ન થાય છે, મનને જરા પણ ન ગમે તેવા તુચ્છ “વાત પદાર્થો મૂત્ર વિષ્ટા પરૂ આદિથી ભરેલા હોય છે, મરેલાની ગંધ આવે તેવા ઉશ્વાસ નિઃશ્વાસથી ભરપૂર હોય છે, તદ્દન ગંદા હોય છે, બહુ થોડો વખત રહેનારા હોય છે, પ્રમાણમાં બહુ ઓછા હોય છે, અંદર ગોટાળાથી
ભરેલા હોય છે, બહુ દુઃખથી ભરેલા હોય છે, બહુ જનને ભોગે પડે “તેવા હોય છે, મહા મહેનતે જરા તરા મળે તેવા હોય છે, મૂર્ખ માણસોથી
ખાસ કરીને સેવાયેલા હોય છે, સાધુ પુરુષોથી નિરંતર નિંદાયેલા હોય છે, “અનંતો સંસાર વધારી દે તેવા હોય છે, મહા આકરું ભયંકર પરિણામ “નીપજાવનારા હોય છે, ચુડેલની જેમ એક વાર વળગ્યા પછી પીછો ન “મૂકે તેવા હોય છે, દુઃખમાં પરિણામ પામનારા હોય છે, મોક્ષગતિમાં
જવામાં અંતરાય કરનારા હોય છે અને આગળ અને પાછળ જરૂર તજવા પડે તેવા પ્રકારના હોય છે; વળી રાજ્ય અથવા સોના રૂપાની કે “બીજી માલેકીઓ (શેઠાઇઓ) પણ અગ્નિને તાબે રહે છે, ચોરને તાબે જ રહે છે, રાજાઓને તાબે રહે છે, સગાંસંબંધીઓને તાબે રહે છે, અનિત્ય
છે, અસ્થિર છે, અશાશ્વત છે અને આગળ અને પાછળ જરૂર તજવી પડે તેવી છે–આવા પ્રકારના રાજ્ય ઉપર, એવા પ્રકારના અંતઃપુર ઉ.
Page #280
--------------------------------------------------------------------------
________________
પીઠગંધ ]
પરિશિષ્ટ. .
૨૩૯
tr
ઉપર મૂર્છા પામીને હું ભાગ્યશાળી છે અને તારો દીક્ષા લઇ શક્યો છે. ” સાંભળીને કુંડરીક તો મૌન
“ પર, એવા મનુષ્યભવ ઉપર, એવા કામભોગો દીક્ષા લઈ શકતો નથી—ત્યારે તું તો ખરેખર “ જન્મ ખરેખર સફળ છે કે તું આવી સુંદર પુંડરીકે આટલાં લંબાણ વખાણ કર્યાં તે ધારણ કરીને ઊભો રહ્યો. ત્યારે વળી પુંડરીક એ ત્રણ વાર ફરી ફરીને બોલ્યો કે “ અહોતું ધન્ય છે, અને અહો! હીણભાગી છું. પુંડરીકે આવી રીતે બે ત્રણ વાર કહ્યું એટલે કુંડરીક મરજી ન છતાં શરમાઇ ગયો, લાજમાં લેવાઇ ગયો અને પુંડરીકની હામાં પોતાની હા ભેળવી દીધી.
""
વિ
ત્યારપછી લાજમાં ને લાજમાં કુંડરીકે ત્યાંથી વિહાર કર્યો. રોની સાથે ઉગ્ર વિહાર કરતાં કુંડરીકનું મન દીક્ષા ઉપરથી વધારે ને વધારે ઓછું થતું ગયું, આખરે એને સાધુપણા ઉપર તિરસ્કાર આવ્યો, શ્રમણપણામાં જે ગુણ હતો તે તેના ખ્યાલમાંથી છેવટે ખસી ગયો અને આખરે તે સ્થવિરો પાસેથી પણ ખસી ગયો.
આખરે ત્યાંથી થાકીને તે પુંડરીક રાજાના નગરમાં આવ્યો, પુંડરીકના રાજ્યભુવન તરફ આવ્યો, અશોકનું ઉદ્યાન હતું ત્યાં આવી પહોંચ્યો, તેમાં પણ જે અશોક નીચે પોતે દીક્ષા લીધી હતી ત્યાં આવી પહોંચ્યો, પૃથ્વી પર જ્યાં શિલાપટ્ટ હતો તે સ્થાન પર આવી પહોંચ્યો. હવે તે શિલા પર બેસવા જાય છે અને મન પાછું પડી જવાથી સંકલ્પ વિકલ્પ કરે છે તે વખતે પુંડરીકની ધાવમાતા ત્યાં આવી પહોંચી, તેની એ અવસ્થા જોઇ ગઇ અને સર્વ હકીકત તેણે તુરતજ પુંડરીકને જણાવી. આખા અંતઃપુર અને પરિવારને લઇ પુંડરીક તુરતજ ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું “ ભાઇ ! ભોગની ઇચ્છા છે?” જવાબ હકારમાં મળ્યો. કુટુંબીઓને બોલાવી તેજ વખતે તેણે કંડરીકને રાજ્યાભિષેક કર્યો. તેજ વખતે પુંડરીકે પોતાને હાથે પંચમુષ્ટિ લોચ કર્યાં, ચાર પ્રકારના યમવાળો ( પ્રાણાતિપાતત્યાગ, અસત્યત્યાગ, અદત્તત્યાગ, પરિગ્રહત્યાગ )નિયમ આદર્યો, કુંડરીકનાં ઓઘા પાત્રાં વિગેરે સર્વ ઉપકરણો પોતે ગ્રહણ કરી લીધાં અને તે વખતે અભિગ્રહ લીધો કે સ્થવિરની પાસે જઇ ધર્મ લઇને ત્યારપછીજ પોતે આહાર લેવો. આવો નિયમ લઇને પોતે સ્થવિરો તરફ ચાલ્યો.
કંડરીકે એક વખત તજેલ પાન ભોજન કરવા માંડ્યું તે પચ્યું નહિ, મહા વેદના થઇ, વધતી ચાલી, આખરે અસહ્ય થઇ પડી, વેદનાની સાથે અંતઃપુર અને રાજ્ય ઉપર મૂર્છા પણ વધતી ચાલી, મહા પીડામાં જાતે પડી ગયો અને તેની આલોચના કર્યા વગર કાળ કરી સાતમી નારકીએ ગયો અને ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી મહા પીડાઓ તેણે ભોગવી.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ - પુંડરીક તો સ્થવિરો પાસે તુરત પહોંચી ગયો, તેઓની પાસે ફરીવાર ચાર યમને નિયમ કર્યો, ત્રણ ઉપવાસ થયા હતા તેને પારણે જરા પણ દીનતા લાવ્યા વગર આહાર કરવા લાગ્યો. હવે આવું વખતના ઠેકાણા વગરનું, સકું, નિરસ અને ઠંડું ખાવાથી તે ભોજન તેને પચ્યું નહિ, તેની તેને ઘણી વેદના થઈ આવી, તેને એમ લાગ્યું કે એ વેદના પોતાથી વધારે વખત સહન થઈ શકશે નહિ એટલે હાથ જોડી માથે લગાવી બોડશુi રિહન્તાળું માવંતાળ ઈત્યાદિ અરિહંત અને સ્થવિરોને નમસ્કાર કરીને બોલ્યો કે અરે! મેં અગાઉ સ્થવિરો પાસે સર્વ પ્રાણાતિપાતત્યાગ વિગેરે ચારે યમ લીધા હતા, હવે અત્યારે એ ચારે યોગ સર્વથી લઉ છું, સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું, સર્વ ન કરવા યોગ્ય યોગોનો ત્યાગ કરું છું અને આ મારા શરીરને પણ છેલ્લો ઉશ્વાસ અને નિ:શ્વાસ લઈ ત્યાગ કરું છું એમ આલોચના કરી સર્વપ્રતિક્રમણ કર્યું અને સમાધિ આદરી. એક માસમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયો અને ત્યાં તેત્રીશ સાગરોપમના આયુષ્યમાં આનંદ કર્યો. ત્યાંથી ચ્યવન કરી મહાવિદેહમાં મનુષ્યદેહ ધારણ કરી મોક્ષ જશે.
આ પ્રમાણે વાત કરી ગૌતમસ્વામી દેવતાને કહે છે કે “તારે બહારની નજરે દુર્બળપણું કે સબળપણે જોવાનું નથી. એ કંડરીક ઘણે દુબળો થઈ ગયો હતો, પણ મનમાં ઉપાધિ રહ્યા કરતી હતી તેથી સાતમી નારકીએ ઉત્પન્ન થયો, જ્યારે પુંડરીક જાડો મજબૂત ભરેલ ગાલવાળો હતો છતાં સર્વાર્થસિદ્ધ ગયે એવી રીતે દેવાનુપ્રિય! બળ અથવા દુર્બળનું અત્ર કોઈ કારણ નથી, અહીં તો ધ્યાન ઉપર અંકુશ મેળવવો જોઈએ, ધ્યાનને નિગ્રહ કરવો એ પરમ પ્રમાણ છે.”
દેવતાએ સ્વામીના જ્ઞાનની પ્રશંસા કરી, સ્વામીને વંદના કરી અને અત્યંત સંવેગ રસમાં લીન થઈ પોતાને સ્થાનકે ગયો.
(કોઈ એમ કહે છે કે આ દેવ તિર્થંભક હતો) તાપસને બોધ.
સવારે ગૌતમસ્વામીએ ચેત્યોને વંદના કરી અને પછી અષ્ટાપદ પર્વત પરથી પાછું ઉતરવા માંડ્યું. જે તાપસોએ ગૌતમસ્વામીને ઉપર જતાં આગલે દિવસે જોયા હતા તે કહેવા લાગ્યા “સ્વામિન! તમે અમારા આચાર્ય છો, અમે તમારા શિષ્યો છીએ. ગૌતમસ્વામીએ જવાબ આપ્યો
૧ દેવતાઓની સેવા કરનારા હલકી જાતિના દેવ તિર્યર્જુભક કહેવાય છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
પરિશિષ્ટ. ૩.
૨૪૧
એમ નહિ, તમારા અને અમારા પોતાના આચાર્યશ્રી ત્રણ જગતના ગુરુ વીર પરમાત્મા છે !” તેઓને વધારે નવાઈ લાગી કે “શું વળી તમારે પણ માથે બીજા આચાર્ય છે?
આખરે સર્વ તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. હવે ભિક્ષા લઈ આવવાનો વખત થયો એટલે આચાર્યશ્રી ગૌતમસ્વામીએ પૂછયું કેમ! ભિક્ષામાં શું લાવશું? તેઓએ જવાબ આપ્યો કે “ખીર.” હવે ગૌતમસ્વામી પોતે તો મહા લબ્ધિવાળા હતા. એક પાત્રા (ભિક્ષાના વાસણ)માં ખીર ભરીને વહોરીને લઈ આવ્યા. પછી સર્વને એક પંક્તિમાં બેસી જવા કહ્યું. હવે સ્વામીને અક્ષણમહાનસ લબ્ધિ હતી તેનો એવો ચમત્કાર છે કે જે વસ્તુ પર પોતે હાથ મૂકે તે કદિ ખૂટે નહિ. એકજ પાત્રામાં આણેલી ખીરથી સર્વને તૃપ્ત કરી દીધા, પછી પોતે આહાર કર્યો. હવે પાંચસો શિષ્ય જે શૈવાલ નામથી જાણીતા થયેલા હતા તેમને ખીરનું ભોજન કરતાં કરતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વે શિષ્યો સાથે સ્વામી ભગવાન જ્યાં રહેતા હતા તે તરફ ચાલ્યા. દૂરથી સમવસરણની રચના જોઈને દત્ત નામના પાંચસો શિષ્યોને કેવળજ્ઞાન થયું. બાકીના પાંચસે કૅડિન્ય નામના હતા તેમણે ભગવાનને નજરે જોયા એટલે તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે ગૌતમસ્વામીને આગળ કરીને સર્વેએ ભગવાનને પ્રદક્ષિણા કરી, ત્યારપછી તેઓ કેવળીઓને બેસવાની જગા તરફ ચાલવા લાગ્યા એટલે ગૌતમસ્વામીએ તેમને કહ્યું “આ આપણા સ્વામી છે! આપણા આચાર્ય છે, તેને તમે વંદના કરો, તેમને નમો.' ભગવાન પોતે કહેવા લાગ્યા “ગૌતમ! કેવળીઓની આશાતના કર નહિ.” ગૌતમસ્વામી હકીકત સમજ્યા અને માફી માગી (મિથ્યાદુકૃત દીધું).
હવે આ બનાવથી ગૌતમસ્વામીને વધારે અધીરજ ઉત્પન્ન થઈ, પોતે હજુ કેવળી કેમ ન થયા તેને માટે ચિંતા થવા લાગી. ત્યારપછી ભગવાને તેને પૂછયું “ગૌતમ! દેવાનું વચન પ્રમાણ કે જિનવરનું? ગૌતમસ્વામીએ જવાઅમાં કહ્યું “ખચીત, જિનવરનું જ. પછી ભગવાને તેને કહ્યું કે “ત્યારે હવે તારા મનમાં અધીરજ કેમ થાય છે ? તું મારા તરફ રાગવાળો છે! પણ ગૌતમ ! આગળ જતાં આપણે એક સરખા થઈ જશું, જરા પણ તફાવત વગરના થઈ જશું!” આ હકીકત કહીને પછી ભગવાને આખું કુમપત્રી અધ્યયન કહી સંભળાવ્યું તે આ પ્રમાણે –
૧ કેવળી તીર્થંકરને નમતા નથી, માત્ર તીર્થને જ નમે છે.
- ૩૧
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ પીળા પાંદડાંઓને જુનાં થઈ જતાં જોઈ નવી કંપનીઓ (કિસલયો) તેના તરફ હસે છે, તેને પડતાં જોઈ તેની મશ્કરી કરે છે ત્યારે ખરી “પડતાં પીળાં પચ થઈ ગયેલાં પાંદડાંઓ લીલી લીલી કંપળીઓને કહે
છે કે જેવી અત્યારે તમે છો તેવા એક દિવસ અમે પણ હતા, તમારા “ પણ એક દિવસ અમારા જેવા જ હાલ થવાના છે. અત્યારે તમે અભિ
માન શા માટે કરો છો ? કિસલય (કંપળીઓ)નો સુંવાળા હોવાનો ગર્વ જ વધારે વખત ટકવાનો નથી, ચિર કાળ રહેવાનો નથી અને તે હકીકત
સમજનાર પાંદડાંઓ તેના ગર્વ તરફ ટીકા કરતાં આ પ્રમાણે કહે છે, “માટે આવી સ્થિતિ સમજીને તે ગોતમ ! એક સમય પણ આળસ કરવું “નહિ, પ્રમાદ કરવો નહિ.
અહીં નિયુક્તિકાર કહે છે કે ખરી પડતાં પાંદડાંઓ કદિ બોલતાં નથી, પણ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપવાને માટે આ એક પ્રકારની ઉપમા છે. દેશી ભાષામાં પણ એ ઉપમા પ્રચલિત છે તે જાણવામાં હશે –
પીપળપાન ખરંતા હસતી કુંપળી;
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીઆ ! આગળ વીર ભગવાન કહે છે –
“શર ઋતુમાં ઘાસના છેડા પર ઝાકળના પાણીનું ટીપું હોય તે જેમ બહુ થોડો વખત ટકે છે તેવી રીતે મનુષ્યનું જીવન પણ બહુ થોડો વખત ટકે છે એમ સમજી હે ગતમ! એક સમય પણ પ્રમાદ કરો “નહિ.
“આવી રીતે મનુષ્યભવના આયુષ્યને અનેક પ્રકારે ઉપકમ (ધક્કાઓ) લાગે છે અને જીવન ઉપર અનેક પ્રકારના ઉપઘાત લાગ્યા કરે છે, માટે “ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
મનુષ્યપણું પામવું મહા દુર્લભ છે, સર્વ પ્રાણીઓને ચિર કાળે તે મેળવવું અત્યંત મુશ્કેલ છે અને કર્મના વિપાકો બહુ આકરા છે એમ “સમજી હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
“પૃથ્વીકાયમાં પ્રાણી અસંખ્ય કાળ રહે છે, પણ જલદી મનુષ્યભવ “ પાછો મેળવી શકતો નથી, માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો
છે નહિ.
તેવીજ રીતે પ્રાણી અપ્લાયમાં અસંખ્ય કાળ (અનંત ઉત્સર્પિણી “અવસર્પિણી સુધી) રહે છે. તે જ પ્રમાણે તેઉકાયમાં, વાઉકાયમાં અસંખ્ય “ કાળ રહે છે, વનસ્પતિમાં અનંત કાળ કાઢી નાખે છે, તેવી જ રીતે બેઈદ્રિય
Page #284
--------------------------------------------------------------------------
________________
પોડબંધ ]
પરિશિષ્ટ. લ.
૨૪૩
પણામાં,
તે ઇન્દ્રિયપણામાં, ચૌરિંદ્રિયપણામાં અસંખ્ય કાળ કાઢી નાખે
"C
re
છે, તેમજ પંચદ્રિયપણામાં મનુષ્ય તિર્યંચના સાત આઠ ભવ કરી નાખે છે, નરક દેવગતિમાં મોટા તેત્રીશ સાગરોપમનાં આયુષ્યો કાઢી નાખે “ છે, માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
'
r
“ પ્રમાદથી ભરેલો જીવ એ પ્રમાણે સંસારમાં શુભ અશુભ કર્મોથી રખડ્યા કરે છે, માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
k
r
કદાચ મહા મુશ્કેલીએ મળવું દુર્લભ મનુષ્યપણું મળી જાય તોપણ આર્ય દેશમાં જન્મ થવો ઘણો મુશ્કેલ છે, શક યવન મ્લેચ્છ દેશમાં જન્મ થાય તો મળેલું મનુષ્યપણું વ્યર્થ થાય છે, માટે ગૌતમ! એક “ સમય પણ પ્રમાદ કરવો નહિ.
<6
'
''
કદાચ મહા મુશ્કેલીએ આર્ય દેશમાં જન્મ થાય તોપણ પાંચે ઇંદ્રિયો સુંદર હોય, કોઇ પણ પ્રકારની ખોડખાંપણ વગરની ોય એમ થવું ઘણું મુશ્કેલ છે એ હકીકત જાણી ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
'
86
કદાચ ખોડખાંપણ વગરની ઇંદ્રિયો મળી જાય તોપણ મિથ્યા“ ત્વમાં લપટાયેલા પ્રાણીને વિશુદ્ધ ધર્મ સાંભળવાનું બનતું નથી, માટે ગૌ“ તમ ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
k
“ કદાચ વિશુદ્ધ ધર્મ સાંભળવાની તુર્ક અથવા તકો મળી આવે તો“ પણ ધર્મ ઉપર શ્રદ્ધા થતી નથી, માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ “ કરવો નહિ.
<<
ધર્મ ઉપર શ્રદ્ધા થાય તોપણ શરીરે કરીને સ્પર્શદ્રિયે કરીને કામની બાબત તરફ (વિષયસેવન તરફ્ ) મન વધારે જાય છે, ધર્મ કરવાનું શરીરથી અનતું નથી, માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ “ કરવો નહિ.
kr
“ શરીર જીર્ણ થતું જાય છે, વાળ ધોળા થતા જાય છે અને કાનની “ સાંભળવાની શક્તિ ઘટતી જાય છે, માટે સમય માત્ર પણ હૈ ગૌતમ! “ પ્રમાદ કરવો નહિ.
“ તેવીજ રીતે આંખનું બળ ઘટતું જાય છે, સુંઘવાની શક્તિ મંદ પડતી જાય છે, જીભની ચાખવાની સત્તા ઓછી થતી જાય છે, ચામડીની સ્પર્શશક્તિ ઘટતી જાય છે અને એમ સર્વ પ્રકારનાં મળ શક્તિઓ “ ઓછાં થતાં જાય છે, માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ,
<<
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ વાત પિત્તનો ઉદ્વેગ શરીરમાં ભોંકાયા કરે છે, શરીરમાં આંકડીઓ આવ્યા કરે છે, વિવિધ પ્રકારના ઉપદ્રવ શરીરને ત્રાસ આપ્યા કરે છે
અને હેરાન હેરાન કરી મૂકે છે, માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ “ કરવો નહિ.
જેવી રીતે કમળ જળમાં પ્રથમ ડૂબેલું હોય છે, પણ પાછળથી જળની ઉપર આવી જાય છે, તેવી રીતે ચિર કાળથી વળગેલા પરિચિત “ વિષયોમાં તું ડૂબેલા હો તો પણ તેની ઉપર આવી જવું કમળ પેઠે તને “યોગ્ય છે–એમ જાણું હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
ઘર અને સ્ત્રીનો એક વાર ત્યાગ કર્યા પછી અને અણગારપણું આ દર્યા પછી વળી પાછો વમન કરેલ વસ્તુઓને ખાવાનો કે ચાટવાનો વિ“ચાર કરવો તે અયોગ્ય છે એમ સમજી હે ગૌતમ! એક સમય માત્ર “પણ પ્રમાદ કરવો નહિ.
મિત્ર બાંધવને તેમજ મોટા ધનના ઢગલાઓને છોડી દઈને ફરી“ વાર તેને શોધવા જવું યોગ્ય નથી એમ સમજી હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
“ આજે જિનવર દેખાતા નથી, માત્ર તેમને ઉપદેશેલ માર્ગજ “દેખાય છે એમ ધારી એટલે આજ માર્ગ દેખાય છે પણ મેક્ષ દેખાતો “ નથી–સંદેહ વગરના મનમાં આવા માર્ગ સંબંધી સ્પષ્ટ ખ્યાલ હોવા છતાં “મોક્ષ મળી ન જાય તેટલા સારૂ હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ “કરવો નહિ.
રસ્તામાં જે જે કાંટાઓ હોય તેને શોધીને તું મોટા મંદિરમાં “ દાખલ થયો છે અને હવે મોટે માર્ગે પડી ગયો છે, તેની બરાબર શોજ ધમાં છે તો હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરીશ નહિ.
કોઈ નિર્બળ બોજો ઉપાડનાર આખે રસ્તે બોજો ઉપાડીને આવે “અને જ્યાં જવાનું હોય તેની તદ્દન નજીક આવે ત્યારે બોજો છોડી દે “અને તેમ કરીને પછી આખરે બહુજ પસ્તાય તેમ ન થવું જોઈએ, માટે “ગૌતમ! જરા પણ પ્રમાદ ન કરવો.
તું તો મોટો દરિયો તરી ગયો છે, હું તારો ગુરુ છું અને હવે “લગભગ કાંઠે આવીને નરમ પડી જવા જેવી કેમ સ્થિતિ થાય છે ? માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.
મહાન શ્રેણિએ ચઢી ઉત્તરોત્તર શિવસ્થાને પહોંચીશ, માટે એક સમય પણ પ્રમાદ કર નહિ.
Page #286
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ]
પરિશિષ્ટ. .
૨૪૫
"C
તજવા યોગ્ય આમતો સમજી લે, કષાય અગ્નિથી દૂર થા, સંયમની આસેવના કર અને તેવી રીતે ગામ અને નગરમાં રહી સર્વ પાપસ્થા
“ નોથી દૂર રહે, શાંતિમાર્ગે પ્રયાણ કર અને તેમાં વધારો કર અને ગૌતમ!
..
એક સમય પણ પ્રમાદ કર નહિ.”
"
મમ્રુદ્ધ શ્રીવીર પરમાત્માની આવી સુંદર પદલાલિત્ય યુક્ત ભાષા સાંભળી ગૌતમના રાગ દ્વેષો છેદાઇ ગયા અને છેવટે તે ઇંદ્રભૂતિ ગણધર મોક્ષ ગયા.
૧ શાંતાચાર્ય ટીકા પરથી અર્થ સમજી આ આખું અધ્યયન ઘણું ઉપયોગી લાગવાથી અત્ર ઉતારી લીધું છે, એમાં કંમપત્રની હકીકત ઉપમાન બતાવવા સારૂ આપી છે તે ખાસ પ્રાસ્તાવિક છે, બાકીના ભાગ ઉપદેશક છે. પુંડરીક કુંડરીક અધ્યયનની વાત ખાસ જાણવા જેવી છે. જિજ્ઞાસુને ઉપયોગી ધારી આખું અધ્યચન અત્ર રજુ કર્યું છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ. .
જુઓ નોટ પૃ. ૮૩
પુદ્ગળપરાવર્તનું સ્વરૂપ. *પુગળપરાવર્તનું સ્વરૂપ જાણવા જેવું છે. તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રત્યેકના બાદર અને સૂક્ષ્મ ભેદ કરતાં આઠ પ્રકાર થાય છે.
દારિક, વૈક્રિય, તેજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મનોવર્ગણપણે ચંદ રાજલોકના સર્વ પુદગળ પરિણમા એટલે પ્રત્યેક વર્ગણારૂપે દરેક પુદગળ પરમાણુ પરિણમાવે ત્યારે દ્રવ્યથી બાદર પુદગળપરાવર્ત થાય. (કોઈક આચાર્યો પ્રથમની ચાર વર્ગણારૂપે સર્વ પુગળ પરિણાવવાનું કહે છે.) એજ પુદ્ગળ પરમાણુને પ્રથમ દારિક વણારૂપે ભોગવે, ત્યારપછી અનુક્રમે વૈક્રિય વણારૂપે ભોગવે, યાવત્ મનોવર્ગણારૂપે ભોગવે, તેમાં એક પરમાણુને ઔદારિક તરીકે ભોગવ્યા પછી વચ્ચે વૈક્રિયાદિરૂપે ગમે તેટલા ભોગવે તે ગણવા નહિ. એવી રીતે અનુક્રમે સાત વર્ગણાપણે સર્વ પુદ્ગળો ભોગવાય ત્યારે દ્રવ્યથી સૂક્ષ્મ પુગળપરાવર્ત થાય છે.
લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે, તે દરેક પ્રદેશને મરણથી સ્પર્શ ત્યારે ક્ષેત્રથી બાદર પુગળપરાવર્ત થાય છે અને લોકાકાશના સર્વ પ્રદેશોને કમસર એક પછી એક પ્રદેશે સ્પર્શ મરણ પામે, એમ સર્વ પ્રદેશોને અનુક્રમે સ્પર્શ થાય ત્યારે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદગળપરાવતે થાય છે. આમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેના અનંતર પ્રદેશે મરણ થાય તેજ પ્રદેશ ગણવો, બાકી અન્ય પ્રદેશોએ વચ્ચેના વખતમાં ગમે તેટલાં મરણ થાય તે પ્રદેશ ગણવા નહિ.
ઉત્સાહી અને અવસર્પિણીના સર્વ સમયે આડાઅવળા મરણથી સ્પર્શ ત્યારે કાળથી બાદર પુદુગળપરાવર્ત થાય છે અને ઉપર બતાવેલી રીત પ્રમાણે એક કાળચક્રના પ્રત્યેક સમયને અનુક્રમે મરણવડે સ્પર્શે ત્યારે
૧ અધ્યાત્મકલ્પદ્રમ દ્વિતીયાવૃત્તિની પૃ. ૨૫૬-૮ મી નોટ અહીં નોધી લીધી છે.
* આ વિષય વધારે પારિભાષિક (technical) છે. એ બરાબર સમજવા માટે ગુરુગમની જરૂર પડશે.
Page #288
--------------------------------------------------------------------------
________________
પીઠબંધ ] પરિશિષ્ટ. .
૨૪૭ કાળથી સૂક્ષ્મ પુદગળપરાવર્તિ થાય છે. એમાં ઉત્સપિણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેના પછીનાજ બીજા સમયે બીજી કોઈ પણ ઉત્સર્પિણીમાં કાળ કરે તેજ ગણાય છે, વચ્ચેના મરણસમય ગણાતા નથી.
કષાયના કારણથી જે અધ્યવસાય થાય તેને લીધે કર્મબંધ થાય છે. એ કર્મબંધમાં બહુ તરતમતા હોય છે. કષાય મંદ કે તીવ્ર હોય તેમ કર્મના અનુબંધમાં ફેર પડે છે. એનાં અસંખ્ય સ્થાન છે અને તેથી અનુબંધસ્થાન પણ અસંખ્ય છે. પ્રાણીને જેવી જેવી જુદી જુદી વાસના તેટલા તેટલા જૂદા જૂદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે તેથી પ્રત્યેકનું સ્થાન જૂદું પડે છે એ અનુબંધસ્થાન અસંખ્ય સમજવાં; એ સર્વ અધ્યવસાયસ્થાનક આગળ પાછળ ફરસીને પૂરાં કરે ત્યારે ભાવથી બાદર પુદુગળપરાવર્ત થાય છે; અને પ્રથમ અ૫ કષાયોદયરૂ૫ અધ્યવસાયે છતો મરણ પામે, તે વાર પછી બીજે ગમે તેવાં સ્થાનકોએ મરણ પામે તે ગણાય નહિ, પણ ત્યારપછી તેની અનંતર અધ્યવસાયસ્થાનકે મરણ પામે તેજ ગણાય, એવી રીતે સર્વ અધ્યવસાયસ્થાનકોએ અનુક્રમ પ્રમાણે ચાલતો કાળ કરે ત્યારે ભાવથી સૂક્ષ્મ પુદગળપરાવર્ત થાય છે.
આ સ્વરૂપમાં બાદર પુડ્ઝળપરાવર્તના ચાર ભેદ કહ્યા છે એ જરા ઠીક લાગશે, કારણ કે એમાં બહુ ઓછા ભવ કરવા પડે છે (પ્રમાણમાં), પરંતુ શાસ્ત્રકાર કહે છે કે એ બાદરના ચાર ભેદ તો સમજવા માટેજ બતાવ્યા છે, તેનો બીજો ઉપયોગ નથી. એ સમજવાથી સૂક્ષમ ભેદ ગ્રાહ્યમાં આવે તેથી જ બતાવ્યા છે, બાકી અમુક જીવે જે અનંત પુત્ર ગળપરાવર્ત કર્યો અને હજુ કરશે તે તો સૂમ સમજવાં.
Page #289
--------------------------------------------------------------------------
________________
======
==
Page #290
--------------------------------------------------------------------------
________________
છે ઉપમિતિ ભવપ્રપંચા થા.
દ્વિતીય પ્રસ્તાવ.
અવતરણ.
Page #291
--------------------------------------------------------------------------
________________
સ્થાન.
મનુજગતિ નગરી.
અસંવ્યવહાર નગર. ગેાળપ્રાસાદ. નિગેાદચેંબર.
મુખ્ય પાત્રો.
કર્મપરિણામ. કાળપરિણતિ.
ભવ્યપુરુષ. સુમતિ અગૃહીતસંકેતા. પ્રજ્ઞાવિશાલા.
સદ્દાગમ.
અત્યંતઅધિ. તીવ્રસે હાય.
સસારીજીવ.
લાસ્થિતિ.
ભવિતવ્યતા.
}
દ્વિતીય પ્રસ્તાવ.
-------
મનુજગતિને મહારાજા. કર્મપરિણામની પટ્ટરાણી.
કર્મપરિણામના પુત્ર.
એ સખીએ.
ગુરુમહારાજ.
અસંવ્યવહારને સરસુખ. અસંવ્યવહારને સેનાપતિ,
કથા કહેનાર વ્યક્તિ.
કર્મપરિણામની મેાટી વ્હેન. સંસારીજીયની ભાર્યાં.
સામાન્ય પાત્રો.
પ્રિયનિવેદિકા. દાસી, પુત્રજન્મની વધામણી આપનાર.
કર્મપરિણામ રાજાને
મંત્રી.
અવિવેક.
તત્પરિણતિ– પ્રતિહારી. તન્નિયોગ.
કર્મપરિણામને દૂત.
૨૫૦
Page #292
--------------------------------------------------------------------------
________________
એકાક્ષનિવાસ નગર
પાંચ પાડા. (૧) વનસ્પતિ. (૧) પૃથ્વીકાય. (૩) અકાય. (૪) તેજસ્કાય.
(૫) વાયવીય. વિકલાક્ષનિવાસ નગર. ઉન્માપદેશ. વિકલાક્ષનિવાસ તથા ત્રણ પાડી.
પંચેન્દ્રિય પશુસંસ્થાનને સરસુબે.
૨૫૧
માયા.
ઉન્માર્ગોપદેશની ભાર્યા.
(૨) ત્રિકરણ.
(૩) ચતુરક્ષ. પંચાક્ષપશુસંસ્થાન. જળચર | સંમૂછિમ સ્થળચર | ગર્ભજ. બેચર
ઉ૫રિ ભુજપરિ.
ગુપ્ત મિત્ર અને બંધુ. મનુજગતિએ જતા સહાયી.
હરણ હાથી.
Page #293
--------------------------------------------------------------------------
________________
ॐ परमात्मने नमः
શ્રી ઉર્ષાતિ ભવપ્રપંચા કથા. દ્વિતીય પ્રસ્તાવ.
આ
અવતરણ. તિર્થંગતિ વર્ણન.
પ્રકરણ ૧ લુ. મનુજગતિ નગરી.
લાકમાં સુમેરૂ પર્વતની પેઠે અનાદિ કાળથી પ્રતિતિ, સમુદ્રની પેઠે મહાસત્ત્વાથી સેવિત, ૩લ્યાણશ્રેણીની પેઠે મનેારથાને પૂરનારી, તીર્થંકર મહારાજે બતાવેલી *પ્રત્રજ્યાની પેઠે સારા માણુ
૧ મનુજગતિનાં સર્વ વિશેષણા શ્લેષથી ભરપૂર છે. એ અર્થે એક શબ્દના થતા હાય તે શ્ર્લેષ કહેવાય છે. પ્રતિષ્ઠિત (૧) મેરૂ પર્વત સાથે દૃઢપણે ઊભેા રહેલ’; (૨) નગરી સાથે સ્થપાયેલ.' જેમ મેરૂ પર્વત અનાદિ કાળથી દૃઢ રહેલ છે તેમ આ નગરી અનાદિ કાળથી સ્થપાયલી છે એમ શ્લેષ સર્વ ઘટાવવા.
૨ મહાસત્ત્વ શબ્દ અહીં શ્લેષ છે (૧) મહાસત્ત્વ એટલે મેટાં જનાવરામગરમચ્છ, વ્હેલ આદિ સમુદ્રને અંગે; અને (૨) મહાસત્ત્વ એટલે મેાટા માણસા-મહાત્માઓ, આસત્રસિદ્ધ જીવેા એવા અર્થે મનુજગતિ નગરીને અંગે કરવા.
૩ કલ્યાણુપપરા એટલે સારાં કર્મોના સમૂહ. તે જેમ મનેરથને પૂરા પાડે છે તેમ આ નગરી પણ ઇચ્છિત વસ્તુએ મેળવી આપે છે. લગભગ સરખા અર્થ બતાવનાર મનેરથ' શબ્દ ઉપર અહીં શ્લેષ છે.
૪ પ્રવજ્યાઃ દીક્ષા, સંસારસંબંધયાગ અને પંચમહાવ્રતનું આચરવું–સંયમ.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
મનુજગતિ નગરી.
૨૫૩
સાને પ્રમાદ ઉપજાવનારી, સમરાદિત્યની કથા પેઠે અનેક વૃત્તાંતાથી ભરપૂર, ત્રણે ભુવન જીતેલાની પેઠે જેણે નામના મેળવી છે તેવી અને સુસાધુ પુરુષાની ક્રિયાની પેઠે પુણ્ય વગરના પ્રાણીને મળવી અતિ મુશ્કેલ એવી એક મનુજગતિ નામની નગરી છે. એ નગરી ધર્મની ઉત્પત્તિભૂમિ છે, અર્થનું મંદિર છે, કામનું ઉત્પત્તિસ્થાન છે, મેાક્ષનું કારણ છે, અને પંચ કલ્યાણક વિગેરે પ્રસંગ પર થતા અને બીજા અનેક મહાત્સવ આડંબરનું સ્થાન છે. તે નગરીમાં વિચિત્ર પ્રકારનાં સુવણૅ અને રત્નોની ભીંતેાથી સુંદર લાગતાં, અતિ મનહર હોવાને લીધે જેમાં અનેક દેવા રહેલા છે તેવાં, મેરૂ પર્વતરૂપ ઊંચાં અને વિશાળ અનેક દેવકુળા છે. ત્યાં અનેક આશ્ચર્યજનક વસ્તુ
મનુજગ તિ નગરી.
૧ પ્રમેાદ શબ્દ અહીં શ્લેષ છેઃ (૧) આનંદ-દીક્ષા સાથે; (૨) સંપૂર્ણતાસિદ્ધિ-એ અર્થ નગરી સાથે કરવેા.
૨ સમરાદિત્ય ચરિત્ર માટે જીએ · સમરાઇચ્ચ કહા’ હરિભદ્ર સૂરિ રચિત છપાઇને અહાર પડી છે. તે ઉપરાંત રા. કેશવલાલ મેદીએ ‘સમરાદિત્ય સંક્ષેપ ’ છપાવેલ છે અને ‘સમરાદિત્યના રાસ' શ્રીપદ્મવિજયજીના કરેલા બહુ સુંદર છે તે પણ છપાઇ બહાર પડેલ છે. એ કથા સુંદર છે અને અહુ બનાવેાથી ભરપૂર છે. ખરા વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવી છે.
૩ વૃત્તાંત શબ્દ અહીં શ્લેષ છે: (૧) વાર્તા-અંતરવાર્તા. સમરાદિત્ય કથામાં બહુ છે અને ચિરત્ર પણ ઘણી વાતાથી ભરપૂર છે; (૨) બનાવેા-નગરી સાથે. નગરીમાં અનેક વૃત્તાંતા બન્યા કરે છે.
૪ નામના શબ્દ પર અહીં શ્લેષ છેઃ (૧) વખાણ-ત્રણ ભુવન જીતનારનાં મહુ થાય છે (૨) આબરૂ-મનુષ્યગતિ ત્રણે ભુવનમાં શ્રેષ્ઠ છે, કારણ કે તે મેાક્ષનું દ્વાર છે તેથી તેની આખરૂ~ખ્યાતિ બહુ છે.
૫ ભાગ્ય વગરના પ્રાણીએ જેમ સંત પુરુષેાની ક્રિયા મેળવી શકતા નથી, કરી શકતા નથી તેમ શુભ કર્મ વગરના પ્રાણીએ આ નગરીને પ્રાપ્ત કરી શકતા નથી. ૬ અહીં ચારે પુરુષાર્થ-ધર્મ અર્થ કામ મેાક્ષ-પ્રાપ્તવ્ય છે એમ બતાવે છે.
७
* મેરૂ પર્વત સુવર્ણ રત્તમય છે, દેવકુળાની ભીંત પર સુવર્ણ જડેલ છે.
૮ દેવા” સ્લેષ છે: (૧) મેરૂપક્ષે-દેવતાઓ; (૨) દેવાલયમાં-જિનેશ્વર દેવે
૯ પાંચ મેરૂ પર્વત છે. એક જંબૂદ્બીપના મધ્યમાં, એ ધાતકીખંડમાં અને એ પુષ્કરાર્ધ દ્વીપમાં.
૧૦ દેવાલયા, મંદિરે. મનુજગતિમાં અનેક દેવકુળા હોય તે તદ્દન સ્વાભાવિક અને સમજી શકાય તેવી બાબત છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૨
એના સ્થાનરૂપ હાવાથી દેવતાઓનાં સ્થાનાને હસી કાઢે તેવા અને ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ અનેક પુરાથી સુગેાભિત ભરત વિગેરે નાના પ્રકારના મહાલ્લાઓ છે અને તે મહેાલા આજુબાજુ ઘણા ઊંચા હોવાને લીધે કુલરોલના આકાર ધારણ કરનારા મહેાલાના નાના નાના પગઢા છે. તે નગરીના મધ્ય ભાગમાં લંખાકૃતિવાળી, જૂદા જૂદા ‘વિજયરૂપ દુકાનાથી શોભતી, અનેક મહાત્મા પુરુષાના ટાળાથી ગીરદીવાળી મહાવિદેહરૂપ મેાટી બજાર છે, જ્યાં કિમત આપીને શુભ અશુભ વસ્તુઓની ખરીદી કરી શકાય છે. તે નગરીની ચોતરફ પર્વતના આકારને ધારણ કરનાર માનુષેાત્તર' નામના મોટા ગઢ છે જે
1 ક્ષિતિપ્રતિષ્ઠિત ભરત ક્ષેત્રમાં આવેલું એક જાણીતું શહેર હતું. જ્યારે આખી મનુષ્યગતિને એક નગરી ગણવામાં આવે ત્યારે ભરત ક્ષેત્ર તેના એક સહાલ્લો-શેરી થાય છે અને અયેાધ્યા-ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ શહેર ધરા થાય છે. કલ્પના અહુ સુંદર છે.
૨ પુર શ્લેષ છે. (૧) પુર એટલે નગર એ ભરતની અપેક્ષાએ; અને (ર) ઘર એ મહેાલ્લાની અપેક્ષાએ. પુરને અર્થે ધર થાય છે એ કોઇ પણ કાષ જોવાથી જણાશે. ૩ ભરત આદિ ક્ષેત્રે એટલે ભરત એરવત મહાવિદેહ પ્રત્યેક પાંચ પાંચ છે તે સર્વ મનુજગતિ નગરીના મહેાલ્લાઓ છે.
૪ ૭ કુળાચલ પર્વતેા છે જે ત્રણે ઉપરાક્ત ક્ષેત્રાની બે બાજુએ છે. ક્ષે ત્રાને જૂદા પાડનારને વર્ષેધર કહે છે. વર્ષધર પર્વતે છ છે. હિમવંત, મહાહિમવંત, નિષધ, નિલવંત, રુક્મી, શિખરી–મેરૂ કુળાચળમાં કે વર્ષધરમાં ગણાતા નથી. જૈનેતર ગ્રંથામાં સાત વર્ષધર કહ્યા છે: હિમવાન, હેમકૂટ, નિષધ, મેરૂ, ચૈત્ર, કણી અને શ્રૃંગી ( આપ્ટે ડીક્શનેરી). વ અન્ય ગ્રંથામાં કુલરોલ પણ સાત કહ્યાં છે: મહેંદ્ર, મલય, સહ્ય, શક્તિમાન, ઋક્ષ, વિંધ્ય, પારિયાત્ર. આ સાતને કુળપર્વત કહે છે. જૈન રિભાષામાં ઉદયાચળ અને અસ્તાચળ કુળપર્વતમાં આવે છે. કુળપર્વતા’ એ અન્ય મતની અપેક્ષાએ લખેલ શબ્દ હેાય એમ જણાય છે.
૫ જેમ મહેાલ્રાના નાના ગઢ હૈદ બાંધનારા હેાય છે તેની પેઠે આ ભરતાર્દિ પરાંની બાજુમાં કુલશૈલ પર્વતરૂપ ગઢા છે.
૬ મહાવિદેહ ક્ષેત્રના ખત્રીશ વિભાગ છે જેને વિષય કહેવામાં આવે છે, આ વિજયને દુકાનેનું રૂપક આપવામાં આવ્યું છે.
૭ મહાવિદેહ ક્ષેત્ર જંબૂદ્રીપની મધ્યમાં આવેલું છે. ત્યાં નિરંતર ચાથા આરાના ભાવ વર્તે છે. એમાં અનેક મહા પુરુષ જન્મે છે અને કાર્ય સાધે છે. આ મહાવિદેહને બજારની ઉપમા આપીને તેમાં સર્વ વસ્તુ ખરીદી શકાય છે અને તેમાં દુકાનો છે એ રૂપક આપ્યું છે. ધાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં પણ છે એ મહાવિદેહે છે.
૮ માનુષેત્તર પર્વત નકશા જોવાથી આ જોઇ શકાશે.
પુષ્કરાર્ધ દ્વીપની ફરતા ગઢરૂપે છે. અઢી દ્વીપને
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] મનુજ ગતિ નગરી.
૨૫૫ એટલે ઊંચે છે કે તેને લીધે ચંદ્ર અને સૂર્યની ગતિ પણ રેકાઈ ગયેલી છે, તેને લીધે દુશ્મનો પિતાનું લશ્કર લાવી શકે એવો ભય તો ત્યાં તદ્દન નાશ પામે ગયો છે. તે અતિ ઊંચા ગઢથી દૂર તેની ફરતી મોટા વિસ્તારવાળા સમુદ્રરૂપ મટી ખાઈ આવી રહેલી છે તેથી તે નગરીનું બચાવકામ ઘણું સુંદર પ્રકારનું છે. તે નગરીમાં વિબુધથી વસાયલા ભદ્રશાલ વનરૂપ અનેક બગીચાઓ છે. એ નગરીમાં અનેક પ્રકારના પ્રાણીસમૂહરૂપ જળના પ્રવાહને વહન કરનાર મોટી નદીરૂપ મોટા મોટા જળમાર્ગો છે. તે નગરીમાં અનેક નદીઓના સંગમના આધારભૂત અનેક રસ્તાઓને મળનારા લવણુ અને કાળદધિ સમુદ્રરૂપ બે મોટા રાજમાર્ગો છે. તે નગરીમાં સદરહુ બે રાજમાર્ગથી જુદા પડી ગયેલા (ત્રણ વિભાગમાં વહેચાઈ ગયેલા)
જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવર દ્વીપાર્ધરૂપ ત્રણ મોટા વિભાગ છે (મોટા મહેલ્લાઓ છે). એ નગરીમાં લેકનાં સુખનું કારણ, પિતપિતાને યોગ્ય સ્થાનકે રહેવાવાળા અને કલ્પવૃક્ષ જેવા સ્થાનાંતર રાજાઓ છે.
૧ નગરને ગઢ જોઇએ અને ગઢ સાથે ખાઈ જોઈએ. મનુજગતિને માનપિત્તર પર્વતરૂપ ગઢ છે અને તેની આગળ પુષ્કરવર સમુદ્રરૂપ ખાઈ છે.
૨ વિબુધ શ્લેષ છેઃ (૧) ભદ્રશાળ પક્ષે-દેવતા; (૨) મનુજગતિ પક્ષે વિદ્વાન મનુષ્ય.
૩ ભદ્રશાળ વન મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું છે. ૪ ગંગા સિધુ વિગેરે નદીઓ પર રૂપક છે.
૫ રસ્તાઓ પર માણસે જાય છે તેમ મનુજગતિમાં નદીઓને પ્રવાહ ચાલ્યા કરે છે અને તે સમુદ્રને જઇને મળે છે.
૬ નદી જેમ સમુદ્રને મળે છે તેમ નાની નાની શેરીઓ મોટા રાજમાર્ગને મળે છે.
૭ શહેરની વચ્ચે નદી હોય તેથી જેમ વિભાગ પડી જાય છે તેમ આ નગરીને ત્રણ મોટા ભાગ પડી ગયા છે. જંબદ્વીપમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ ક્ષેત્ર હોય છે, જ્યારે ધાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં તે પ્રત્યેક બે બે હોય છે.
૮ જંબદ્વીપ સર્વની વચ્ચે દ્વીપ છે, તેની ફરતો લવસમુદ્ર છે, ત્યારપછી ધાતકીખંડ દ્વીપ છે, તેની ફરતો કાળદધિ સમુદ્ર છે, ત્યારપછી પુષ્કરવાર દ્વીપ આવે છે. આવી રીતે ત્યારપછી અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. મનુષ્યની વસ્તી માત્ર જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરદ્વીપના અર્ધ ભાગમાં જ છે.
૯ સ્થાન સ્થાનના નાના નાના રાજાઓ છે તે બતાવવા આ રૂપક લખ્યું છે. એ નગરીમાં કલ્પવૃક્ષ પણ બહુ છે એમ પણ આ રૂપકથી જણાય છે. સ્થાનાંતર
Page #297
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ર
૧
કોઇ માણસને કરોડો છભા હોય તેપણ તે આ નગરીનું અરાબર વર્ણન કરવાને શક્તિવાદ્ન થઇ શકે એમ નથી, તે પછી મારા જેવા સામાન્ય બુદ્ધિવાળાનું તે ગળું શું? તે નગરીમાં અનંતા તીર્થંકરો, ચક્રવર્તી, વાસુદેવા અને બળદેવા થયા છે, થશે અને કેટલાક અત્યારે પણ વિદ્યમાન છે. તે નગરી અનંત ગુણાથી ભરેલી હાવાને લીધે આ લોકમાં અને પરલોકમાં દુર્લભ છે એ પ્રમાણે સર્વ શાસ્ત્રગ્રંથેમાં તેને માટે ગાન કરવામાં આવ્યું છે. ‘ઊંચાં નીચાં સ્થાનમાં ચાલીને જ્યારે પ્રાણી થાકી જાય છે ત્યારે આ નગરીમાં આવીને નિવૃત્તિ મેળવે છે. તે નગરીના લોકો નમ્ર, બુદ્ધિશાળી, પવિત્ર અને ભાગ્યશાળી છે અને તેથી ધર્મને છેડીને બીજું કાંઇ પણ તેનાં મનમાં હેતું નથી. તે નગરીની સ્ત્રીએ હલકાં કામેા છેડી દેવાને સર્વદા તૈયાર રહે છે અને પુણ્યશાળી હાઇને જિનેશ્વર મહારાજે બતાવેલા ધર્મ નિરંતર સારી રીતે સેવે છે. એ નગરીનું વધારે શું વર્ણન કરવું ? ટુંકામાં કહીએ તે સ્વર્ગ, મર્ત્ય અને પાતાળ–ત્રણે ભુવનમાં એવી કોઇ પણ ચીજ નથી કે જે એ નગરીમાં સારી રીતે રહેનાર પ્રાણીને મળી શકે તેવું ન હોયઃ તે નગરી કરતાકરથી પરિપૂર્ણ છે, વિદ્યાની ઉત્તમ ભૂમિકા છે, મન અને નેત્રને આનંદ આપનારી છે, દુઃખના સમૂહને નાશ કરનારી છે, સર્વ પ્રકારનાં આશ્ચર્યોથી ભરપૂર છે, ઉત્તમેાત્તમ વિશેષ વસ્તુઓથી ભરેલી છે, મહાત્મા મુનિએથી વસાયલી છે, સારા શ્રાવકાથી અલકૃત છે, તીર્થંકર મહારાજના જન્મસમયે થતા અભિષેક
૨૫૬
નગરની
અદ્ભુતતા.
રાજાએ એટલે ભાયાત રાજાએ. સ્થાનાંતર રાજાએ એ કલ્પના દેવાની હાય તે સર્વ વિશેષણે ઘટે છે. તે લેાકાનાં સુખનું કારણ છે, પાતપેાતાને સ્થાને રહેનારા છે અને કલ્પવૃક્ષ જેવા છે. મનુજગતિમાં તેમની સંભાવના કરવી એ મને ઉચિત જણાતું નથી, જો કે ભદ્રશાળ વિગેરે વનેામાં ઉપમાન દ્વારા દેવતાઓને આ નગરીમાં દાખલ કરેલા જણાય છે.
૧ છ ખંડ પૃથ્વી સાથે તે ચક્રવર્તી કહેવાય છે, ત્રણ ખંડ સાથે તે વાસુદેવ કહેવાય છે અને વાસુદેવના ભાઇને બળદેવ કહે છે. પ્રતિવાસુદેવે સાધેલી ત્રણ ખંડ પૃથ્વીને તેની પાસેથી જીતીને વાસુદેવ ભાગવે છે.
૨ ઊંચાં સ્થાન–સ્વર્ગ-દેવલાકાદિ. નીચાં સ્થાન-નરક વિગેરે.
૩ નિવૃત્તિ શ્ર્લેષ છે: (૧) થાક પક્ષે શ્રમ ઉતારવે, શાંતિ; (૨) નગરી પક્ષે
મેાક્ષ.
૪ રભાકર શ્લેષ છે: (૧) નગરી પક્ષે સમુદ્ર; (૨) મનુજગતિ પક્ષે રન્નાધિય મહાત્મા પુરુષા, રણ જેવા પુરુષ-પુરુષરનો.
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
જગતિ નગરી.
૨૫૭
વિગેરેથી ભવ્ય પ્રાણીઓને સંતાષ આપનારી છે, ભવ્ય પ્રાણીઓને મેાક્ષનું કારણ બને તેવી છે અને પાપી પ્રાણીઓને સંસાર વધારવાનું કારણ થાય તેવી છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ તત્ત્વ છે કે નહિ, હાય તેા કેવા આકારમાં છે, શામાટે છે વિગેરે બાબતના દલીલસર વિચારે મેટે ભાગે એ નગરીમાંજ થાય છે. જે અધમ પ્રાણી આ નગરીમાં આવીને પણ સમ્યગ્દર્શનાદિ ગુણા સાથે જોડાતા નથી તેને લોકો કમનશીબ-ભાગ્યહીન કહે છે. એ નગરીને છેડીને બીજું એવું કોઇ પણ સ્થાન સ્વર્ગ, મૃત્યુ કે પાતાળમાં નથી કે જ્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થો સંપૂર્ણપણે સાધી શકાય તેમ હાય.
૧ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ (કર્મનું આવવું), સંવર (કર્મનું રાકલું ), નિર્જરા ( કર્મનું ઝેરવવું-ફેંકી દેવું), બંધ ( કર્મને બાંધવાં ) અને મેક્ષ ( કર્મને સર્વથા ત્યાગ) એ નવ તત્ત્વ છે. એ સંબંધી ચર્ચા મહુધા મનુષ્યગતિમાંજ થાય છે એ હકીકત અત્ર બતાવી છે. માટે ભાગે’-બહુધા શબ્દ હેતુસર લખ્યા છે. દેવ તથા પંચેંદ્રિય તિર્યંચને એનું જ્ઞાન શકય છે.
૩૩
Page #299
--------------------------------------------------------------------------
________________
OLURMET
પ્રકરણ ૨ જું. કર્મપરિણામ અને કાળપરિણતિ. પર વર્ણવેલી મનુજગતિ નગરીમાં કર્મપરિણામ નામનો મોટો રાજા રાજ્ય કરે છે. એનાં બળ અને પરાક્રમ અન્યની સાથે સરખાવી શકાય તેવાં નથી, તેણે પોતાની શક્તિથી સ્વર્ગ, મર્ય અને
પાતાળ ત્રણે લેકેને જીતી લીધા છે અને તેની શક્તિનો સખ્ત વેગ એવો આકરે છે કે શક (ઇંદ્ર) પણ તેને રેકી શકતો નથી. તે રાજા પોતાનો પ્રચંડ પ્રતાપ સર્વત્ર ફેલાવવાના ઈરાદાથી
સર્વ નીતિશાસ્ત્રો પર પગ મૂકીને આખી દુનિયા તરફ કર્મ પરિણામ એક તરખલાની સમાન ધિક્કારની નજરથી જુએ રાજાની શક્તિ છે. તે રાજા પ્રાણીઓ તરફ સર્વ અવસ્થામાં તદ્દન દયા
વગરનો છે, એને અન્ય પ્રાણીનું દુઃખ જોઈને કાંઈ લાગણી થતી નથી. તે જે કાંઈ સજા કરે તેને બરાબર સખ્ત અમલ થવો જોઈએ એવા પ્રચંડ શાસનવાળે છે અને જે દંડ કરે તે કઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર તે અમલમાં મૂકે છે. વળી એ રાજાને ૨મત ગમત બહુ પસંદ આવે છે, જાતે ઘણે દુષ્ટ છે અને પિતાની આજુ
૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મથી આત્માને જ્ઞાન ગુણ અવરાય છે, આચ્છાદન પામે છે; દર્શનાવરણીય કર્મથી દેખવાને ગુણ આચ્છાદન પામે છે અને ઉંઘ આવે છે; વેદનીયથી સુખ દુઃખનો અનુભવ થાય છે, મેહનીય કર્મથી ક્રોધ, માન, માયા, લાભ, શેક વિગેરે અંતરંગ શત્રુનું જેર થાય છે અને સંસાર તરફ ખેંચાણ થાય છે, આસક્તિ થાય છે, પોતાનું શું છે અને પારકું શું છે તેનું ભાન ભૂલાય છે; આયુષ્ય કર્મથી આયુ-જીવનકાળ નિર્ણત થાય છે; નામ કર્મથી શરીર, આબરૂ, ઇંદ્રિય વિગેરે વિચિત્ર વિગતો પૂરી પડે છે; શેત્ર કર્મથી ઊચાં નીચા કુળમાં જન્મવાનું બને છે અને અંતરાય કર્મના ઉદયથી લાભાલાભ અને શક્તિ પર આવરણ આવી પડે છે. આ આઠ કમોંના ઉત્તર ભેદ ૧૫૮ છે. એના અનેક ભેદો પડી શકે છે. એ કમનું પરિણામ ભોગવવું—એને ઉદય – તેને અહીં કર્મપરિણામ રાજાનું રૂપક આપવામાં આવ્યું છે. એને વેગ અપ્રતિહત છે, કોઈથી રેકી શકાય તેવો નથી, એની શક્તિ અદ્ભુત છે અને લોકો-છો પાસે નાટક કરાવવું તે એના ખરા પ્રેમને વિષય છે.
૨ પ્રચંડ શાસનઃ આકરો હુકમ.
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨] કર્મપરિણામ અને કાળપરિણતિ. ૨૫૯ બાજુ લોભ વિગેરે સુભટથી વિંટાયેલો રહે છે; પિતે જાતે ઘણે "વિચક્ષણ (કાબેલ) છે અને તેણે નાટકની બાબતમાં ઘણું પરિપૂર્ણતા મેળવેલી છે. તે અભિમાનપૂર્વક પોતાના મનમાં એમ માને છે કે તેના જેવો મલ્લ આખી દુનિયામાં બીજે કઈ પણ નથી અને કઈ વખત બીજા પ્રાણુ ઉપર ઉપદ્રવ કરવા મંડી જાય છે ત્યારે કોઇની જરા પણ દરકાર કરતો નથી અથવા કંઈકને નિધનીઆ (ધન વગ૨ના-ભિખારી) બનાવી મૂકે છે. વળી કઈ વખત પિતાને હાસ્ય કરવાનું મન થઈ આવે તો સર્વ પ્રાણીઓને વિચિત્ર પ્રકારે હેરાન કરીને તેઓ પાસે નાટક કરાવે છે અને તેઓને થતી હેરાનગતી જોઈને પિતાની જાતને આનંદ આપે છે. એ સર્વ લેકે જે કે ઘણું મેટા છે પણ તેને પ્રતાપ સહન કરી શકતા નથી અને પરિણામે તે જે જે કહે છે તે તે સર્વે તેઓ કરી આપે છે, તે સર્વે તેઓને કરી આપવું પડે છે.* કોઈ વખત કમેપરિણામ રાજા લેકેને નારકીને વેશ આપીને
તેઓને વેદનાથી દુઃખી થયેલા અને રાડ પાડતા. લોકોને લેવા જોઈને તેમાં વારંવાર આનંદ માનતો તેઓની પાસે પડતા વેશો. નાચ કરાવે છે. જેમ જેમ એ પ્રાણીઓને મહાદુઃ
ખથી પીડા પામતા જુએ છે તેમ તેમ તેને મનમાં ઘણે સંતોષ થાય છે અને તેના ઉલ્લાસમાં વધારો થાય છે. કેઈ વખત તે રાજા અભિમાનમાં આવી જઈને લોકે કે જેઓ ભયથી મુંઝાઈ ગયેલા હોવાથી તેને હુકમ માનવા સદા તત્પર રહેનારા હોય છે તેને એને કહે છે “અરે પ્રાણુઓ ! આ રંગભૂમિ ઉપર તમે તિર્યંચનો
૧ વિચક્ષણ: માનસિક બળમાં અગ્રગામી. ૨ મલ્લઃ કસ્તી કરનાર, પહેલવાન, શારીરિક બળમાં અગ્રગામી.
૩ મતલબ એ છે કે કર્મનું પરિણામ આવી રીતે જરા પણ અપવાદ વગર પ્રાણીને ભેગવવું પડે છે.
૪ અહીંથી જે. એ. સે. (બેંગાલ) વાળી આવૃત્તિનું પૃ. ૧૫૦ શરૂ થાય છે.
૫ આ પ્રાણી નરકગતિમાં કર્મને પરિણામે જાય ત્યાં તેના કેવા હાલ થાય છે તે પ્રથમ બતાવેલ છે.
૬ તિર્યંચ એટલે એક ઇંદ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ; બે ઇંદ્રિયવાળા પૂરા વિગેરે; ત્રણ ઇંદ્રિયવાળા જૂ, માંકડ વિગેરે; ચાર ઇદ્રિયવાળા વિંછી વિગેરે અને પાંચ ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં મગરમચ્છ વિગેરે જળચરો, ઘેડા, ગાય, ભેંસ વિગેરે સ્થળચરે અને પોપટ, કબૂતર વિગેરે ખેચરે. આ સર્વ છાને તિર્યંચ કહેવામાં આવે છે અને આ બીજા પ્રસ્તાવમાં તેઓ સંબંધી ખાસ વર્ણન છે તેથી આ શબ્દ પર બરાબર ધ્યાન આપવું. પાંચ ઇંદ્રિયવાળા મનુષ્ય, દેવો અને નારકો સિવાય સર્વ પ્રાણીઓ-છાને સમાવેશ તિર્યંચ શબ્દમાં થાય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ર
આકાર ધારણ કરીને મારા મનને આનંદ થાય તેવું ‘સુંદર નાટક જલદી કરો.’ પછી કાગડા, ગધેડા, ખિલાડી અથવા ઉંદરના આકાર ધારણ કરીને, તેમજ સિંહ, ચિત્તા, વાઘ અથવા હરણના વેશ લઇને અથવા હાથી, ઊંટ, બાકડા, બળદ, કબૂતર કે ખાજનું રૂપ ધારણ કરીને અથવા જૂ, કીડી, કીડા અથવા માંકડના આકાર ધારણ કરીને અને આવા અનેક પ્રકારના તિર્યંચનાં રૂપો તે કર્મપરિણામ મહારાજાના ચિત્તને આનંદ કરાવવાના હેતુથી ધારણ કરીને તે પ્રાણીએ મહુ હાસ્ય ઉત્પન્ન કરનારૂં નાટક ભજવી બતાવે છે. વળી કેટલાક પ્રાણીએ મનુષ્યપાત્રોના પાઠ ભજવતાં કુબડાનું રૂપ લે છે, કોઇ વામનજી (ઢીંગણા ) બની જાય છે, કોઇ મુંગા, કોઇ આંધળા, કોઇ ઘડપણને લઇને લાકડી ટેકવી ચાલનારો અને કાઇ બહેરા-એવા વિચિત્ર પ્રકારના મનુષ્યના વેશ ધારણ કરીને નાટકમાં પાઠ ભજવે છે. વળી કેટલાક પ્રાણીઓ પાસે દેવતાઓના પાઠ ભજવાવે છે અને તે જાણે પરસ્પરની ઈર્ષ્યાથી, શાકથી અને પેાતાથી ઉચ્ચ દેવાના ભયથી ત્રાસ પામતા હાય એમ બતાવી આપે છે. આવી રીતે તે પ્રાણીએ નવીન નવીન વેશ લઇ જૂદા જૂદા પાઠો ગ્રહણ કરી ખેલ ભજવી મતાવે છે તે જોઇ કર્મપરિણામ મહારાજા મનમાં મેજ પામે છે.
પેાતાની મરજી આવે તે પ્રમાણે વર્તનાર-સ્વચ્છંદી કર્મપરિણામ રાજા વળી પાછે નાટક જોવાની ઇચ્છાથી તે લોકે પાસે ફરી વાર કોઇ સારા આકાર ધારણ કરાવે છે અને પાત્રો માટે ફરી વાર જૂદા જૂદા પ્રકારની યોજના કરે છે. આવી રીતે એ મહાપરાક્રમી રાજા પ્રાણીએને અનેક પ્રકારના ત્રાસ આપ્યા કરે છે, પરંતુ એ હેરાનગતીમાંથી તેના બચાવ કરે એવા કોઇ પ્રભાવી પ્રાણી પેલા આપડા પ્રાણીઓ મેળવી શકતા નથી અને તે મહારાજા તે એટલા સ્વતંત્ર છે અને પેાતાની મરજી પ્રમાણે કામ કરનારો છે કે તેને જે કરવાનું મન થાય તે તે કરે છે અને તેની પાસે કોઇ પ્રાર્થના કરી શકતું પણ નથી અને કદાચ કોઇ તેને તેમ કરવામાં નિષેધ કરે-વારે તા તે કોઇનું કહેવું સાંભળતા પણ નથી.
એક પાત્ર પાસે
નવા નવા પાડે.
કર્મપરિણામનું સંસારનાટક,
તે કર્મપરિણામ મહારાજ આનંદ લેવાના હેતુથી જે સંસાર
૧ નાટકનાં પાત્રા જોઇએ તેા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના સર્વ પ્રાણીએ છે તેની અત્ર યાજના કરે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨] કર્મ પરિણામ અને કાળપરિણતિ. ૨૬૧ નાટક કરાવે છે તે પણ બહુ વિચિત્ર પ્રકારનું હોય છે. કેઈ વખત સ્નેહીઓના વિયેગથી તે કરૂણ રસવાળું હોય છે, કેઈ વખત સ્નેહીએના સંગ (મળવું)થી સુંદર દેખાય છે, કેઈ વખત અનેક રોગોથી ભરપૂર હોય છે, કેઈ વખત દારિદ્રયથી દોષ પામેલું જણાય છે, કોઈ વખત આપત્તિમાં આવી પડેલા અનેક પ્રાણીઓના સમૂહના દશ્યથી ઘણું ભયંકર લાગે છે અને કઈ વખત શુભ સંયોગથી ઉત્પન્ન થયેલા મોટા આનંદના કારણથી અત્યંત મનોહર લાગે છે, વળી કઈ વખત ઉત્તમ કુટુંબમાં જન્મેલા પ્રાણીઓને પોતાના કુળની મર્યાદા છોડી દઈને અત્યંત અધમ કામમાં પ્રવૃત્તિ કરતા દેખાડીને અત્યંત વિસ્મય ઉત્પન્ન કરે છે, વળી સારા કુળમાં જન્મેલી છતાં ફસંગથી ખરાબ ચાલચલગતવાલી થઈ ગયેલી કુલટા સ્ત્રીઓને પોતાની ઉપર અત્યંત પ્રેમ રાખનાર પતિને તજી દઈ હલકા માણસો સાથે પ્રીતિ કરતી બતાવીને તે નાટક અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, કઈ વખત પિતાનાં ધર્મશાસ્ત્રોનું ઉલ્લંઘન કરી તેની મર્યાદાને બાજુ પર મૂકીને કામ કરનારા વિષયાસક્ત પાખંડીઓના હસવા લાયક નૃત્ય (નાચ)થી તે ચમત્કાર કરનારું હોય છે. એવા વિચિત્ર બનાવોથી તે સંસારનાટક ભરપૂર હોય છે અને તેને તે રાજા કેઈ પણ પ્રકારની આકુળતા વગર લીલામાત્રથી જોયા કરે છે. તે નાટકમાં રાગ દ્વેષ નામના મૃદંગ (તબલા-નરઘા) હોય છે,
દુષ્ટાભિસંધિ (ખરાબ અભિપ્રાય) નામનો પુરુષ નાટકનો સાજ તેને વગાડતો હોય છે, માન જોધ વિગેરે નામ ધારણ અને તેનાં પાત્ર. કરનારા ઉસ્તાદ ગયા બહુ સુંદર-મધુર કંઠમાંથી
ગાન કરનારા હોય છે, મહામોહ નામનો સૂત્રધાર નાટકને ચલાવનાર હોય છે, ભેગાભિલાષ નામના નાંદી એટલે શરૂઆતમાં મંગળ કરનાર અને રંગભૂમિ પર આવનાર નાટકીઓ હોય છે, અનેક પ્રકારના ચાળા અને આનંદ ઉપજાવે તેવાં નખરાં કરનારે કામ નામને વિદૂષક હોય છે, કૃષ્ણ વિગેરે લેશ્યામ નામનાં પાત્રોને
૧ નાટકમાં હાસ્ય, કરૂણા વિગેરે રસો અને તેના સ્થાયી ભાવે જોઇએ તેની અત્ર યોજના કરે છે.
૨ નાટકમાં ગાન, સાજ વિગેરે જોઈએ તેનું હવે વણી ચાલે છે.
૩ નાંદીઃ પ્રાર્થના-શરૂઆતમાં નાંદી બોલે છે અને ત્યારપછી નાટકમાં રંગભૂમિ પર સૂત્રધાર દાખલ થાય છે.
૪ વિદૂષક: રંગલો, મશ્કરે-દરેક નાટકમાં વિદૂષક હોય છે.
૫ લેશ્યાઃ આત્માના અધ્યવસાયને લેશ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ એ છ પ્રકારની લેયા હોય છે,
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ શેભા આપે તેવા વણકે' (વખાણનારાઓ) હોય છે, અનેક પાત્રો જુદી જુદી યોનિમાં પ્રવેશ કરે છે તેરૂપ ત્યાં નેપથ્થસ્થાન હોય છે, ભય વિગેરે સંજ્ઞા નામના તેમાં મંજીરા હોય છે, તે નાટકની લેકાકાશરૂપ રંગભૂમિકા છે અને ત્યાં પુદ્ગલસ્કન્ધ નામનો નાટક ભજવવાની “સામગ્રીનો સમૂહ હાજર હોય છે. આવા પ્રકારની સર્વ સામગ્રીથી તૈયાર થયેલા તે નાટકમાં જુદાં જુદાં પાત્રોને નવાં નવાં રૂપિ આપીને અને વળી પાછા તેમાં વારંવાર ફેરફાર કરાવીને સર્વ પાત્રોને અનેક પ્રકારે કષ્ટ આપતો તે કર્મપરિણામ રાજા બહુ આનંદ માને છે. ઘણી વાત શું કહેવી ! આ દુનિયામાં એવી કઈ પણ ઇચ્છિત વસ્તુ નથી કે જે એના મનમાં તે આવી હોય તો તેને એ મહારાજા કઈ પણ પ્રકારે કર્યા વગર રહે.
મહાદેવી કાળપરિણતિ. આવી રીતે ત્રણ ગંડસ્થળમાંથી મદ ઝરતા જંગલી હાથીની પિઠે સર્વત્ર પિતાની ઈચ્છા આવે તે પ્રમાણે અને અન્ય કઈ તરફથી થતી અટકાયત વગર વિચરનારા અને પિતાના મગજમાં આવે તે પ્રમાણે કામ કરનારા તે કર્મપરિણામ મહારાજાને તેના આખા અંતઃપુરની તિલક સમાન અને પોતાના રૂપ, લાવણ્ય, વર્ણ, વિજ્ઞાન,
૧ વર્ણકે અમુક હકીકત કહી જનારા વર્ણકે અગાઉના નાટકમાં રાખવામાં આવતા હતા. તેઓ બે પ્રવેશની આંતર હકીકત સમજાવી દેતા હતા.
૨ નિઃ ૮૪ લાખ જીવનિઃ જૂદા જુદા પ્રકારનાં વર્ણ ગંધવાળાં ઉત્પત્તિસ્થાને છે. આ જીવ એ રાશી લાખ યોનિમાં ફરતો હોય છે.
૩ નેપથ્યઃ પાત્રોને વેશ પહેરી તૈયાર થવાનું સ્થાન.
૪ સંજ્ઞા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંજ્ઞા સર્વ પ્રાણીઓને હોય છે.
પલકાકાશ ચૌદ રાજલોકની અંદરનો સર્વ ભાગ જ્યાં પ્રાણીઓની ઉત્પત્તિ સંભવે છે એ આખી તેની ભૂમિકા છે.
૬ રંગભૂમિ નાટક કરવાનું સ્થાન-થીએટર.
૭ પુદગલકંધઃ પરમાણુઓના એકઠા થયેલા સમૂહને પુગલસ્ક કહેવામાં આવે છે. પરમાણુ અદશ્ય છે.
૮ સામગ્રી: સીન, સીનેરી, પડદા અને બીજાં નાટકનાં સર્વ સાહિત્યો.
૯ હાથી જંગલી હોય, મયુક્ત હોય અને ગંડસ્થળોમાંથી મદ ઝરતો હોય પછી તેના ગાંડપણનું શું વર્ણન કરવું?
૧૦ લાવશ્યક ખુબસુરતી.
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ ] કર્મપરિણામ અને કાળપરિણતિ. ૨૬૩ વિલાસ અને નૃત્યાદિ ગુણોથી તેજ રાજાની 'નિયતિ, યદચ્છા વિગેરે બીજી અનેક રાણુઓથી પણ અતિ સુંદર કાળપરિણતિ નામની મહારાણું છે. તે મહારાણી ઋતુલક્ષ્મીમાં શર ઋતુ જેવી, શર ઋતુમાં પણ કુમુદિની જેવી, કુમુદિનીમાં પણ કમલિની જેવી, કમલિનીમાં પણ કલહંસિકા જેવી અને કલહંસિકામાં પણ રાજહંસિકા જેવી છે. તે કાળપરિણતિ મહારાણું તે મહારાજાને પોતાના પ્રાણ સમાન વહાલી છે. જાણે કે પોતાની ચિત્તવૃત્તિ જ હોય તેમ એ મહારાણું જે કરે છે તે પ્રમાણભૂત ગણાય છે, જાણે કે પિતાનું મંત્રિમંડળ હોય તેમ કઈ પણ કાર્ય કરતાં પહેલાં મહારાણીની સલાહ લેવામાં આવે છે, જાણે કે પિતાના નિકટના મિત્રોની મંડળી હોય તેમ એ મહારાણી મહારાજાને પરમ વિશ્વાસનું સ્થાન છે. વધારે શું વર્ણન કરીએ? ટુંકામાં કહીએ તે કર્મપરિણામ રાજાનું રાજ્ય તે દેવી ઉપરજ આધાર રાખે છે અને વાસ્તવિક રીતે તે મહાદેવીજ રાજ્ય ચલાવે છે. આ પ્રમાણે હોવાથી તે કર્મ પરિણામ મહારાજા ‘ચંદ્ર જેમ ચંદ્રિકાને છેડે નહિ, કામદેવ જેમ “રતિને વિરહ સહે નહિ, કેશવ જેમ લક્ષ્મીદેવીથી દૂર
૧ નિયતિ થ#ાä તદ્મવિશ્વતિ-નિર્માણ-ભવિતવ્યતા. ૨ છાર સ્વભાવ.
૩ હતુઃ છ છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદુ, હેમંત અને શિશિર--આ છે ઋતુમાં શરદ્ ઋતુ સર્વથી સુંદર ગણાય છે. સૃષ્ટિસૌંદર્ય તે વખતે બહુ સુંદર હોય છે, લીલાં વૃક્ષે આંખને શાંત કરે છે અને આખી કુદરત જાણે હસતી જણાય છે.
૪ કુમુદિની કુમુદ જેના ઉપર થાય તે છોડને કુમુદિની કહે છે. શરદુ - તુમાં કુમુદ બહુ થાય છે અને તેની શોભા બહુ આકર્ષક હોય છે.
૫ કમલિનીઃ કમલ જેના ઉપર ઉગે તેને કમલિની કહે છે. કુમુદિની કરતાં કમલિની મનહર હોય છે.
૬ કલહંસિકાઃ કુમુદ અને કમલથી ભરપૂર સરોવરમાં વિહાર કરતી કલહુંસીએ (હંસની માદાઓ) જોનારને આનંદમુગ્ધ બનાવે છે.
૭ રાજહંસિકા કલહંસીએમાં પણ અનેક ઉત્તમ લક્ષણોથી યુક્ત રાજહેસીનું સૌંદર્ય તો અપ્રતિમ હોય છે.
૮ ચંદ્ર અને તેને શાંત શીતળ પ્રકાશ જેને ચંદ્રિકા કહેવામાં આવે છે તેને સંબંધ વિરહ વગરનો છે. ચંદ્ર હોય ત્યાં ચંદ્રિકા હોયજ છે.
૯ રતિઃ એ કામદેવની સ્ત્રી છે. સ્પર્શેન્દ્રિયના વિષયનું પુરુષાકારરૂપ “કામદેવ છે, તેની સ્ત્રી “રતિ” છે.
૧૦ કેશવઃ એટલે કૃષ્ણ-લક્ષ્મીદેવી તેમની ભાર્યા. તે જ પ્રમાણે શંકર અને પાર્વતી આ સર્વ જાણીતાં રૂપક છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨. થાય નહિ, શંકર જેમ પાર્વતીને અળગી કરે નહિ તેવી રીતે તે કર્મપરિણામ મહા નરેંદ્ર કાળપરિણતિ રાણીના વિરહની બીકથી કઈ દિવસ તેને એકલી રાખતો નથી એટલે પોતે કદિ પણ તેનાથી વિરહિત થતો નથી, પિતે જ્યાં જાય, જ્યાં બેસે ત્યાં તે મહારાણીને સાથે ને સાથે સર્વ વખત રાખે છે. તે મહારાણું પણ પિતાના પતિ ઉપર બહુ આસક્ત હોવાને લીધે કદિ પણ તેનાં વચનનું ઉલ્લંઘન કરતી નથી. પરસ્પરાનુબ્રતા દિ સુપયોઃ પ્રેમ નિરન્તરે સંપત્તિ નાથા સ્ત્રી પુરુષ-પતિ પતીની પરસ્પર અનુકૂળતા હોય તે જ પ્રેમ જામે છે, નહિ તો પ્રેમ થતો નથી અને વધતો નથી. આ નિયમ પ્રમાણે વર્તનારા તેઓનો પ્રેમ એટલે જામી ગયો હતો અને પરિપૂર્ણ દશાએ પહોંચી ગર્યો હતો કે તે પ્રેમ કદાપિ પણ તૂટી જશે એવી કેઈને શંકા કરવાનું કાંઈ પણ કારણ વિદ્યમાન હતું નહિ. કાળપરિણતિ મહારાણી મહારાજાની મહેરબાનીથી મટી થઈ
પડી હતી તેને લીધે, જુવાનીના છાકને લીધે, સ્ત્રીમહાદેવનું સ- હૃદયની તુચછતાને લીધે, પિતાના સ્ત્રી સ્વભાવની તું શાસન. ચંચળતાને લીધે અને અન્ય પ્રાણીઓને અનેક પ્રકા
રની વિડંબના થતી જોવામાં તેને કુતૂહળ થતું હોવાને લીધે તે પિતાને સર્વ જગાએ સારી રીતે પ્રસાર થઈ શકે છે એમ અંતઃકરણમાં માનતી સુષમદુઃષમા વિગેરે નામેવાળી પિતાની
૧ અવસર્પિણું કાળના ત્રીજા આરાનું નામ “સુષમદુષમા” કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ આરા અને અવસર્પિણીના છ આરા એ કાળનું અંગ છે તેથી તેઓને કાળપરિણતિની શરીર જેવી-અંગ જેવી સખીનું રૂપક અહીં આપ્યું છે.
અહીં પ્રસંગોપાત્ત જૈન ગણના પ્રમાણે કાળમાન કેવી રીતે થાય છે તે વિચારી જઈએ અને પ્રસંગે તેને લગતી ઉપયોગી હકીકત પર વિચાર કરી લઈએ, જેથી વારંવાર તેના સંબંધમાં પુનરાવર્તન કરવાની જરૂર પડે નહિ.
અસંખ્ય વર્ષોએ એક ૫૯પમ થાય છે. અસંખ્ય વર્ષોને ખ્યાલ બરાબર સમજવા માટે અહીં લંબાણ વિવેચન થઇ શકે તેમ નથી. એના સંબંધમાં * અનવસ્થિત’ વિગેરે ચાર પાલાનું સ્વરૂપ ચોથા “કર્મગ્રંથથી અને લોકપ્રકાશ” ગ્રંથથી વિચારી લેવું. (કાંઈક હકીક્ત પૃ. ૮૨ ઉપર નોટ કરી છે તેમાં જોવામાં આવશે. મતલબ એ છે કે અસંખ્ય વર્ષે એક પલ્યોપમ થાય છે. એવા દશ કોડાકોડ પલ્યોપમ થાય ત્યારે એક સાગરેપમ થાય છે. (એક કરોડને એક કરડે ગુણવાથી ક્રોડાકોડ થાય છે. એકડા ઉપર ચૌદ મીંડાં ચડે ત્યારે એટલે લખીએ તે ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંખ્યાને ક્રોડાકોડ કહેવામાં આવે છે.) આથી અસંખ્ય વર્ષો થાય ત્યારે એક સાગરોપમ થાય છે. આવા ચાર કોડાકોડ સાગરોપમનો અવસ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૬૫
પ્રકરણ ૨] કર્મપરિણામ અને કાળપરિણુતિ. વહાલી સખીઓ જેને તે પિતાના અંગ જેવી ગણતી હતી તેનાથી
પિણીનો પહેલો આરો હોય છે તેનું નામ સુષમભુષમા કહેવામાં આવે છે. ભારત અને ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ આ કાળસ્થિતિ છે એમ સમજવું, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાં તો સર્વદા અવસર્પિણીના ચોથા આરાના ભાવ વર્તતા હોય છે. આ અત્યંત સુખી પ્રથમ આરામાં બહુજ આનંદ હોય છે, યુગલિક ધર્મ વર્તતે હોય છે, પતિ પત્ની આનંદ ભગવે છે, દુઃખનું નામ હોતું નથી, કોઈ પ્રકારની મહેનત કરવી પડતી નથી, ઇચ્છિત વસ્તુ કલ્પવૃક્ષો પૂરી પાડે છે અને જુગલીઆઓ સ્વભાવે સરલ-ભલા હોય છે, તેમાં કોઈ જાતના કલહ, વૈર, વિરોધ હોતા નથી અને ત્રણ પલ્યોપમનું તેઓનું આયુષ્ય હોય છે, પતિ પતી સાથે મરણ પામે છે અને મારીને દેવગતિમાં જ જાય છે. બીજા સુષમા નામના અવસર્પિણી કાળના આરામાં પણ યુગલિક ધર્મ હોય છે, પણ સુખ પ્રથમ આરાના પ્રમાણમાં કાંઈક એવું હોય છે, આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. અને તે આરાનું કાળમાન ત્રણ ક્રોડાકોડ સાગરોપમનું હોય છે. ત્રીજો આરો સુષમદુઃષમા નામને કંઇક ઓછા સુખવાળે પણ એકંદરે વિશેષ સુખયુક્ત અને યુગલિક ધર્મયુક્ત હોય છે. તેની સ્થિતિ બે ક્રોડાકોડ સાગરોપમની છે. એમાં આયુષ્ય એક પલ્યોપમ જેટલું હોય છે. એ અવસર્પિણી કાળના ત્રીજા આરાને છેડે લોકોમાં હકાર મકાર વિગેરે કહેવાની નીતિઓ પ્રવર્તે છે, કલ્પવૃક્ષ ફળ આપતાં બંધ થાય છે અને અનેક પ્રકારના વ્યવહારની શરૂઆત થાય છે, પ્રથમ તીર્થકરને જન્મ થાય છે, પ્રથમ ચક્રવતી પણ તે આરામાં થાય છે અને તેઓ અનેક પ્રકારની રાજનીતિ પ્રવર્તાવે છે, યુગલિક ધર્મને અત આવે છે અને અગ્નિની ઉત્પત્તિ થાય છે, ધાન્યને રાંધવાનાં પાત્રો નીપજાવવામાં આવે છે અને આધુનિક વ્યવહારની રચના શરૂ થતી અનુભવાય છે. ચોથો આરો ત્યારપછી બતાળીશ હજાર વર્ષ ન્યૂન એક કોડાકોડ સાગરોપમ સ્થિતિને દુઃ૫મસુષમા ના મનો આવે છે, તેમાં બાકીના ત્રેવીસ તીર્થકર, અગ્યાર ચક્રવતી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ થાય છે. વર્તમાન સર્વ વ્યવહાર બંધાય છે, ત્રીજા આરાના પ્રાંત ભાગથી મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે અને પાપ કરનારાઓ માટે નરકનાં દ્વાર પણ ખુલ્લાં થાય છે, અનેક પ્રકારની નીતિ ચાલે છે, લોકો ધન ધાન્ય એકઠું કરતાં શીખે છે અને સુખ અને દુઃખનાં અનેક સાધનો હાથે કરીને ઉત્પન્ન કરે છે. આવો અવસર્પિણી કાળનો ચેઘો આર જે ભાવ ભરત ઐરવતમાં ભજવે છે તે મહાવિદેહમાં સર્વ કાળ વલ્ય કરે છે. ચોથા આરાની શરૂઆતથી કલ્પવૃક્ષોને બીલકુલ અભાવ થાય છે, મારામારી, લડાઈ, તોફાન, વિગેરે કિલષ્ટ ભાવો પણ એ સમયમાં થાય છે અને શમ, ત્યાગ, વૈરાગ્ય અને પ્રગતિના પ્રખર સાધનો પણ તેમાં પ્રાપ્ત થાય છે. વીસમા તીર્થંકરના નિવાણું પછી થોડાં વર્ષમાં (ત્રણ વર્ષ ને ૪ માસ પછી) દુ:ખમા નામને એકવીશ હજાર વર્ષને પાંચમે આરે બેસે છે-તેમાં દુ:ખ વધારે અને સુખને માત્ર ઉપર ઉપરને ખ્યાલ હોય છે અને તીર્થંકર મહારાજ હોતા નથી, કેવળી પણ પ્રારંભમાં થોડાં વર્ષો સુધી જ હોય છે, ધર્મ તેની આખર સુધી ચાલ્યા કરે છે, પણ મોક્ષગમન બંધ થઈ જાય છે અને ઉત્તમ છ પ્રાયે એ કાળમાં બહુ અલ્પ
૩૪
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૨
પરવરેલી, "સમય આવલિકા, મુહર્ત, પ્રહર, "દિન, અહોરાત્ર, પક્ષ
હોય છે. (કમનશીબે આપણે આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં વતીએ છીએ અને વળી તેમાં વધારે દિલગીરી ભરેલી હકીકત એ છે કે આપણે સુડા અવસર્પિણી કાળમાં છીએ. એટલે આ અવસર્પિણી કાળ બહુ હલકો ગણાય છે, માત્ર સહજ સંતોષની વાત એ છે કે એ કાળમાં પણ પ્રભાવક પુરો થાય છે.) પાંચમો આરે પૂર્ણ થયા પછી છઠ્ઠો “દુષમદુષમા” આરે એકવીશ હજાર વઈને બેસે છે, તેમાં અત્યંત દુઃખ હોય છે, મનુષ્ય નાના, નીચા, અત્યંત ટૂંકા આયુષ્યવાળા અને તદ્દન ધર્મ વગરના હોય છે. આવી રીતે દશ ક્રોડાકોડ સાગરેપમ પ્રમાણ અવસર્પિણ કાળ હોય છે તેમાં દિવસાનદિવસ હાની થતી જાય છે. તેટલાજ પ્રમાણવાળો ઉત્સર્પિણી કાળ હોય છે. તેને પહેલો આ તે અવસર્પિણીના છઠ્ઠા જેવો, બીજે પાંચમા જેવો અને ત્રીજામાં ત્રેવીસ તીર્થંકર થાય છે. ચોથાના પ્રારંભમાં ૨૪ મા (છેલ્લા ) તીર્થંકર થાય છે. આવી રીતે ઉત્સપણી કાળમાં દિવાસાનુદિવસ વૃદ્ધિ-ઉદય થતો જાય છે અને લોકોનાં સુખ સૌભાગ્ય આરોગ્યમાં વધારો થતો જાય છે. આવી રીતે ઉત્સર્પિણીના છ આરા અને અવસર્પિણીના છ ચારે એ બાર આરા મળીને એક કાળચક કહેવાય છે. ચકને જેમ આરા હોય છે તેમ આ કાળરૂ૫ ચક્રને બાર આરા હોય છે. આ બાર આરારૂપ બાર સખીઓ તે કાળપરિણતિ મહારાણીના અંગ જેવી છે અથવા તે તપજ છે એમ કહીએ તો ચાલે એમ હકીકત ઉપર જણાવી છે.
૧ સમયનું કાળમાન લક્ષમાં રાખવા યોગ્ય છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંય સમય થાય છે. પ્રથમ દૃષ્ટિએ આ વાત જરા સમજવામાં મુશ્કેલી ઉત્પન્ન કરે તેવી લાગે તેમ છે, તેથી આપણે તેને માટે બે દૃષ્ટાન્ત લઇએ. શાસ્ત્રકાર દષ્ટાન્ત આપે છે, કે કેળનાં પાંદડાં મોટી સંખ્યામાં એકઠાં કરી તરૂણ પુરુષ તરૂણ ધારવાળ બરછી ઉપરથી મારે તો બધાને એકદમ વીંધી નાખે છે તેમાં પણ એક પાંદડાથી બીજા પાંદડા સુધી બરછીને પહોંચતાં વખત લાગે તે પણ અસંખ્ય સમય છે. હવે બીજું દૃષ્ટાન્ત લઇએ: ટેન કલાકના સાઠ માઇલ જાય છે એટલે એક મિનિટમાં એક માઇલ જાય છે, એક સેકન્ડમાં ૮૮ ફીટ તે હિસાબે ચાલે છે એટલે ૧૦૫૬ ઇંચ એક સેકન્ડમાં ચાલે છે. એક ઇંચના ઝીણા દેરાપંક્તિ કરીએ તો ખુલ્લી આંખે દેખાય તેવા ૫૦ લીટા તે બહુ સારી રીતે દોરાય અને સમદર્શક યંત્રથી જોઈએ તે ૫હોળા લીંટ લાગે. આવા હજારો લીટા પર એક સેકન્ડમાં ટેન ચાલે છે. હવે એક સેકન્ડને કાળ કેટલો સૂક્ષમ છે તે વિચારે. આવા લીટાનો પણ હજા૨ વિભાગ થઈ શકે. એવો એક લીંટાના વિભાગથી બીજ પર જતાં કાંઈક પણ વખત લાગે છે એની તે ના પાડી શકાય તેમ નથી. એથી વધારે સૂમ ભાવ સમજ હોય તે પ્રકાશ (Light) અત્યાર સુધીમાં બનાવવામાં આવેલ યંત્રવડે એક સેકન્ડમાં ૧૮૪૦૦૦ માઈલ ચાલતા માપી શકાય છે, તેવા પ્રકાશને પ્રત્યેક ઇચમાં ઉપર પ્રમાણે કરેલા એક લીંટાથી બીજા લીંટા સુધી જવામાં કેટલે સૂક્ષ્મ વખત લાગે તેની કલ્પના કરી લેવી. સામાન્ય બધ માટે આ દૃષ્ટાન્ત છે, બાકી એથી પણ સૂક્ષ્મમાં સૂમિ કલ્પી શકાય તેવા
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ ]
કર્મપરિણામ અને કાળપરિણતિ,
૨૬૭
‘માસ, ઋતુ, °અયન, “સંવત્સર, યુગ, પક્લ્યાપમ, સાગરોપમ, ૧૪અવાર્પણી, ઉત્સર્પિણી, પપુદ્ગળપરાવર્ત વિગેરે પરિવાર-નાકર
કાળ–વખતને સમય કહેવામાં આવે છે એમ સમજવું. છદ્મસ્થને એક સમયનું જ્ઞાન હેાઇ શકતું નથી, પરંતુ તેને ખ્યાલ આ પ્રમાણે આપી શકાય તેમ છે. ૨ આવલિકા: અસંખ્ય સમયની એક આવલિકા થાય છે.
૩ સુહૂર્તઃ એ ઘડીને કાળ, અડતાલીશ મિનિટ, ૧૬૭૭૭૨૧૬ આવલિકાનું એક મુહૂર્ત થાય છે.
૪ પ્રહરઃ પહેાર. સાડી સાત ઘડીનેા અથવા ત્રણ કલાકના એક પહેાર થાય છે. ૫ દીનઃ દિવસ, ચાર પહેારના દિવસ થાય છે. (૧૨ કલાકનેા.) એ જાણીતે
વિષય છે.
૬ અહોરાત્રઃ રાત દિવસ, ૨૪ કલાક, તેને વાસ્તવિક રીતે દિવસ કહેવામાં આવે છે. રાત્રિ બાર કલાકની અને દિવસ ૧૨ કલાકના સમુચ્ચયે ગણાય છે. જો કે નાને દિવસ મેટા દિવસ એમ ફેરફાર થાય છે.
૭ પક્ષઃ પંદર દિવસે એક પખવાડિયું થાય છે એ જાણીતી હકીકત છે. ૮ માસઃ એ પખવાડિયાંને એક માસ મહીનેા થાય છે.
૯ ઋતુઃ બે માસની એક ઋતુ ગણાય છે. અગાઉ જણાવ્યું તેમ ઋતુ છ છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, રાદ્, હેમંત અને શિશિર
૧૦ અયનઃ ત્રણ ઋતુ અથવા છ માસના એક અયન થાય છે: દક્ષિણાયન અને ઉત્તરાયન. દક્ષિણાયનમાં સૂર્ય દક્ષિણમાં આવવા લાગે છે અને ઉત્તરાયનમાં ઉત્તરમાં આવવા લાગે છે.
૧૧ સંવત્સરઃ વર્ષ. છ ઋતુ અથવા બે અયન. બાર માસનું વર્ષ થાય છે. સૂર્યવર્ષ માટે તેમાં કેટલાક દિવસે વધારી સરવાળે તેને ૩૬૫ દિવસથી કાંઇ વધારે વખતનું કરવું પડે છે.
૧૨ યુગઃ પાંચ વર્ષને એક યુગ ગણાય છે. તેમાં એ અભિધિત એટલે ૧૩ માસવાળાં વર્ષાં આવે છે,
૧૩ પચાપત્ર-સાગરોપમ માટે ઉપરની નેટ જુએ. એના વિસ્તારથી વિચાર ‘કર્મગ્રંથ ’ અને ‘લોકપ્રકાશ’ ગ્રંથમાંથી મળી આવશે.
૧૪ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ દશ ક્રોડાક્રોડ સાગરોપમને થાય છે તે આપણે ઉપર જોઇ ગયા. જુએ પૃષ્ઠ ૨૬૪ ની નેટ,
૧૫ પુદ્ગળપરાવર્તઃ અનંતી ઉર્જાપણી અને અવર્પિણી જાય ત્યારે એક પુગળપરાવર્ત થાય છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી બાદર અને સૂક્ષ્મ ભેદો બહુ સમજવા યોગ્ય છે તે સંબંધી અન્યત્ર અધ્યાત્મકલ્પદ્રુમ દશમા પ્રસ્તાવની સાતમી ગાથા પર નેટમાં વિવેચન છે. જિજ્ઞાસુએ પ્રથમ પ્રસ્તાવના પરિશિષ્ટ T માંથી જોઇ લેવું (જુએ પૃ. ૨૪૬-૭).
૧૬ કાળના મેટા વિભાગેા-આરાને સખીરૂપ અત્ર આપ્યું છે અને સમય આવળી આદિ સૂક્ષ્મ વિભાગેાને પરિવાર-નેાકર ચાકરનું રૂપ આપ્યું છે. એ સર્વ એકંદરે કાળનાં અંગેા છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૨ ચાકરો દ્વારા આ લોકમાં જુદા જુદા પ્રકારનાં સર્વ કાર્યો કરવા હું સમર્થ છું એ ગર્વ પોતાના મનમાં રાખીને પોતાના પતિ કર્મપરિસુમ મહારાજાએ ભજવવા આજ્ઞા કરેલા આ સંસારનાટકમાં પોતાના પતિની બાજુમાં બેસીને અભિમાનપૂર્વક હુકમ કરે છે કે “આ યોનિ
રૂપ પડદાની અંદર હાલ જે પાત્રો ગોઠવાઈને રહેલા મહાદેવીને આ છે તે સર્વે હવે મારા હુકમથી બહાર નીકળે અને કરો હુકમ. બહાર નીકળીને સર્વ પ્રથમ રૂદનવ્યાપાર કરે,
ત્યારપછી તેઓ પોતપોતાની માતાઓનાં સ્તનમાંથી દૂધનું પાન કરે, પછી આખા શરીરે ધૂળથી ભરેલાં અંગવાળા થઈને તેઓ રંગભૂમિ પર ભાખોડીએ ચાલે અને તે રંગભૂમિને ધૂળથી રંગો, બે પગે ડગમગ ચાલતા જમીનને ભેટી પડે, મૂત્ર અને મળથી ખરડાયેલા પોતાના શરીરને ધિક્કારને પાત્ર કરે; ત્યારપછી બાળકપણું મૂકી દઈને કુમારપણું ધારણ કરે, તેમાં જુદા જુદા પ્રકારનાં રમત ગમત માટેનાં રમકડાંઓ લઈ આનંદ મસ્તી કરે, સર્વ પ્રકારની કળાઓમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરે; ત્યારપછી કુમારભાવ પૂરો થાય એટલે તરૂણપણું ધારણ કરે, ત્યાં સર્વ વિવેકી પ્રાણુઓને હાસ્ય ઉત્પન્ન કરે તેવા કટાક્ષે મહારાજશ્રી કામદેવ નામના મહાગુરુના ઉપદેશ અનુસાર કરે અને તેમ કરવામાં પિતાના ફળને કલંક લાગશે કે બીજી કોઈ મુશ્કેલીઓ આવશે તેની દરકાર ન કરે, પણ જેમ કામદેવ કહે તેમ જુદા જુદા પ્રકારના વિલાસો કરે, નાચે અને તોફાન મસ્તી કરે, અને પરદા રાગમન' જેવાં મહા
૧ પુત્ર પુત્રીને જન્મ થતાંજ તેઓ પ્રથમ રડે છે તે આ રૂપક બતાવે છે. રાણના આખા હુકમમાં જન્મથી મરણ સુધીના અગત્યના મોટા બનાવોનો સમાવેશ કરવામાં આવ્યે છે. તાત્પર્ય એ છે કે કર્મ હોય તો પણ તેની સ્થિતિ પાકેકાળ આવી પહોચે ત્યારે અનુક્રમે કામ થાય છે. આથી કર્મ અને કાળનાં કાર્યોની વહેંચણી થઈ જતી જણાશે.
૨ હાથ, પેટ અને પગે ડગમગ ચાલે, ચાલતાં પડી જાય. એને ભાખેડીએ ચાલવું કહેવામાં આવે છે.
૩ જુવાની, ગદ્ધા પચ્ચીશીમાં આવી જ સ્થિતિ થાય છે.
૪ કામદેવ-મન્મથ ઉપર આ આડકતરી સખ્ત વક્રોક્તિ છે. કટાક્ષ આંખથી થતું પ્રેમસૂચક ચિહ્ન છે.
૫ ૫રદારાગમનઃ અન્ય સ્ત્રી, પિતાની સ્ત્રી ન હોય તેની સાથે વિષયસુખ ભોગવવું તે.
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ ]
કર્મપરિણામ અને કાળપરિણતિ.
૨૨૬૯
'અનાર્ય કાર્ય કરો; આવી રીતે યુવાવસ્થા પૂર્ણ કરીને ત્યારપછી મધ્યમ અવસ્થા ધારણ કરે, તેમાં સાત્ત્વિક પ્રકૃતિ, પુરુષાર્થ અને પરાક્રમ બતાવે; આવી રીતે મધ્યમ વય પૂર્ણ કરીને તેઓ છેવટે વૃદ્ધાવસ્થા-ઘડપણ ધારણ કરા, તેમાં તેઓ કપાળ પર કરચલી, ધેાળા માલ, અંગભંગ, અવયવાની શિથિળતા અને શરીર પર લાળ, મેલ વિગેરે લાગવાથી અતિ વિચિત્ર શરીરના દેખાવેા દેખાડા, તેના સ્વભાવમાં અનેક પ્રકારની વિચિત્રતાએ તે વખતે આવી જાઓ-આવી રીતે જીંદગીનાં અનેક નાટકો દેખાડીને પછી શરીરના ત્યાગ કરીને મડદાંના-મરી ગયેલાના પાઠ ભજવા; ત્યારપછી તેઓ પાછા ચેાનિના પડદા પ૭વાડે ભરાઇ જાઓ, ત્યાં વળી તે ગર્ભરૂપ કાદવમાં રહીને તદંતર્ગત અનેક પ્રકારનાં દુઃખાના અનુભવ કરો અને વળી ત્યાં બીજું રૂપ ધારણ કરીને નવીન નાટક બતાવવા માટે પડદામાંથી બહાર નીકળાઆવી રીતે પડદામાં આવેા, બહાર નીકળા, મરણ પામેા, પાછા બીજા પડદામાં પ્રવેશ કરે-એવી રીતે અનંત વાર આવજા કરી નવા નવા પાડા જૂદા જૂદા રૂપે ભજવે.” આવી રીતે હુકમ કરનારી કાળપરિણતિ મહાદેવી સંસારની અંદર પાઠ ભજવનારાં સર્વ પાત્રોને બે ક્ષણ પણ નિરાંતે બેસવા દેતી નથી અને દરેક પ્રસંગે તે બિચારાઆ પાસે નવાં નવાં રૂપ ધારણ કરાવે છે અને તેને વારંવાર વેશ અદલવામાં સાધનભૂત નવાં નવાં ઉપકરણ (ડ્રેસેા) જે પુગળસ્કન્ધ નામનાં છે અને જેના સંબંધમાં અગાઉ વિવેચન થઇ ગયું છે તે પણ અતિ ચપળ સ્વભાવવાળાં હાવાથી તેના ઉપર પણ એ મહારાણી પેાતાની સત્તા ચલાવે છે અને તે ઉપકરણ પાસે પણ નવાં નવાં રૂપે ધારણ કરાવે છે. તે પાત્રો પણ આપડા વિચાર કરે છે કે શું કરીએ ? જ્યાં રાજા પણ આ રાણીને વશ થઇ ગયેલ છે ત્યાં આપણે છૂટવાની કાંઇ ખરી જણાતી નથી-આ પ્રમાણે વિચાર કરીને તે થઇ જાય છે અને કાળપરિણતિ મહારાણી જે પ્રકારના
:
લાચાર હુકમ કરે
૧ અનાર્ય: આર્ચ પુરુષને-સારા ગૃહસ્થને ન છાજે તેવું કામ.
૨ મધ્યમ અવસ્થાઃ પુખ્ત ઉમર. ગદ્દા પચીશી અને ઘડપણ વચ્ચેના સમય.
૩ અહીં જે ક્ષણે કાળ કરે છે તેને ખીજે સમયે પ્રાણી અન્યત્ર ઉપજે છે અને તે સમયેજ આહાર લે છે; તે ત્રીજે સમયે આહાર લે છે. આથી નિરાંતે બેસવાને આવતાજ નથી. સમય કેટલેા નાનેા છે તે તે। આપણે જીએ. પૃ. ૨૬૬ ની નેટ
૪ જુએ પૃ. ૨૬૨ નેટ,
સીધી ગતિએ જાય તેા કદાચ વક્ર ગતિ કરે છે એને કાઇ પણ વખત ઉપર નેઇ ગયા છીએ.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૨
છે તે સર્વ ઉપાડી લઈને અનેક પ્રકારના વેશ ધારણ રાજા રાણીની કરી પોતાના આત્માને વિડંબના આપે છે. એ કાળસરખામણી. પરિણતિ મહાદેવી એવી જબરી છે કે કર્મપરિણામ
મહારાજા હાજર હોય તો પણ પોતાનો પ્રભાવ તેનાથી પણ વધારે છે એમ વારંવાર ખુલ્લેખુલ્લું પોતાના વર્તનથી બતાવે છે. સંસારનાટકમાં ખેલ ભજવનારા પ્રાણીઓ વારંવાર નવીન નવીન રૂપ ધારણ કરે છે તેટલા પૂરતજ કર્મપરિણામ મહારાજાનો પ્રભાવ ચાલે છે (અને તે પણ કાળપરિણતિ દેવી જ્યારે વખત થયો છે એમ હુકમ કરે ત્યારેજ ), પણ આ કાળપરિણતિ મહાદેવીને પ્રભાવ તો સંસારથી તદ્દન બહાર આવેલી (રંગભૂમિની બહાર ) નિવૃત્તિ નામની નગરી છે ત્યાં પણ ચાલે છે, કારણ કે તે નિવૃત્તિ નગરીમાં જે લોકો રહે છે તેઓની જુદી જુદી અવસ્થા કરવાનું ચાતુર્ય પણ તે કાળપરિણતિ દેવીમાં છે. આ પ્રમાણે પોતાની સત્તા રંગભૂમિની બહાર પણ ચાલતી હોવાથી પોતાના પતિ કરતાં પણ પોતાની જાતને મેટી માનનારી અભિમાની મહાદેવી શું શું કામ ન કરે? આવાં અભુત ( સંસાર)નાટક કરવામાં અને જોવામાં નિરંતર પ્રવૃત્ત થયેલા તે કર્મપરિણામ મહારાજાને અને કાળપરિણતિ મહારાણીને મનમાં બહુ આનંદ થાય છે.
૧ સિદ્ધદશામાં અવસ્થાંતરઃ સિદ્ધ દિશામાં ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય રહેલાંજ છે. જ્ઞાતા સ્વભાવે નવા નવા ફેયમાં પરિણમવાપણું દરેક સમયે રહે છે તેથી કાળની અસર સિદ્ધદશામાં પણ થાય છે. ત્યાં કર્મની અસર રહેતી નથી, કારણ નિઃકર્મો થાય ત્યારેજ સિદ્ધ થવાય છે, પણ ઉત્પાદાદિને અંગે કાળની અસર રહે છે. આથી રાજ કરતાં રાણીને પ્રભાવ વધારે છે એમ બતાવ્યું. કહેવાનું તાપર્ય એ છે કે એક વસ્તુને સિદ્ધ અત્યારે વર્તમાન રૂપે જીએ, તેને અગાઉ ભવિખ્યત રૂપે જોતા હતા અને હવે પછી ભૂત રૂપે જોશે–એવી રીતે જ્ઞાનમાં અવUાંતર થયા કરે છે અને જ્ઞાન એ સિદ્ધને સ્વભાવ હોવાથી સિદ્ધને પણ જ્ઞાનમાં કાળની અસર થાય છે. એવી જ રીતે અમુક આત્મા આટલા સમય પહેલાં સિદ્ધદિશામાં આવેલ છે તે ગણતરીને પણ કાળની અસર થયા કરે છે. કલ્પનાશક્તિને બહુ જોર આપીને સિદ્ધદશામાં પણ કાળની અસર બતાવવા આ પ્રયાસ કર્તાએ કર્યો જણાય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ . ભવ્યપુરુષ–સુમતિજન્મ,
વી રીતે સંસારનાટક જોતાં અને નવા નવા ખેલેા કરાવતાં તે કર્મપરિણામ મહારાજા અને કાળપરિતિ દેવી આનંદમાં કાળ નિર્ગમન કરે છે. એક વખત તેઓ આનંદકલ્લોલ કરતાં એકાન્તમાં એઠાં છે તે વખતે મહારાણી રાજાને આનંદમાં જોઇ બેલી “ નાથ ! ભાગ ભાગવવા લાયક પદાર્થોને મેં ઘણી વખત ભાગ કર્યો અને પીવા લાયક સર્વ પદાર્થો જે આ સંસારમાં છે તે મેં ઘણી વાર પીધા અને માન્ય કરવા ચેાગ્યને માન આપીને ઘણા અભિમાનથી ભરપૂર ઈર્ષ્યા ઉત્પન્ન કરે તેવું જીવન વહન કર્યું. હે પ્રભુ ! આપની કૃપાથી આ દુનિયામાં એવું કાઇ પણ સુખ બાકીમાં નથી કે જે સુખના સ્વાદ મેં ચાખ્યા ન હેાય. મારા નાથ ! આપની કૃપાથી હું સર્વ કલ્યાણ પ્રાપ્ત કરી ચૂકી છું, આ દુનિયામાં દેખવા લાયક સર્વ પદાર્થો આપની કૃપાથી હું જોઇ ચૂકી છું, માત્ર અત્યાર સુધી મેં પુત્રનું મુખ જોયું નથી એટલું બાકી છે, તેથી જો આપશ્રીની કૃપાથી મને એક પુત્ર થઇ જાય તેા મારૂં જીવતર સફળ થાય, નહિ તો આ જીવન બધું નિષ્ફળ છે. ’
આ
28
દેવીને પુત્રપ્રાપ્તિની ઇચ્છા.
રાજા દેવિ ! તેં બહુ સારી વાત કરી, તે વાતને ઠીક યાદ કરી, મને પણ તે વાત બહુ ગમી ગઇ છે. સર્વ કાર્યમાં આપણે એકસરખાં સુખી દુ:ખી થઇને રહીએ છીએ, તેથી વહાલી ! આ મામતમાં તારે જરા પણ ખેદ કરવા નહિ, કારણ કે જે ખાખતમાં આપણા બન્નેને એકમત થાય છે તે કામ તરતજ જરૂર બની આવે છે.”
કાળપરિણતિ–“પ્રભુ ! આપે બહુ ઠીક કહ્યું અને મારા ઉપર
૧ કર્મપ્રકૃતિ સત્તામાં હેાય અને તેની સ્થિતિ પાકે ત્યારે તે જરૂર ઉદયમાં આવે છે,
Page #313
--------------------------------------------------------------------------
________________
ર૭૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૨ મોટી મહેરબાની કરી. આપે કહ્યું તે પ્રમાણે જરૂર થશે એમ મારી ખાતરી છે અને તે બાબતની હું અત્યારથીજ ગાંઠ વાળું છું.”
પતિએ જે વચનો કહ્યાં તે સાંભળીને મહાદેવીની આંખમાં હઉનાં આંસુ આવી ગયાં અને પતિનાં વચનમાં તેને પૂરે ભરોસો હોવાથી તેને ઘણો સંતોષ થઈ ગયે.
સુમતિને જન્મ-ઉત્સવ, ત્યારપછી બેડા વખતે એકદા તે મહાદેવી શયામાં સુતાં
હતાં તેવામાં રાત્રિને છેલ્લે પહોરે એક સ્વપ્ર તેમના સ્વમ- જોવામાં આવ્યું. તેમાં તેણે જોયું કે “સર્વ અંગે બહુ વિચારણા. સુંદર એક પુરુષ પિતાના પેટમાં પેઠે, પછી ત્યાંથી
તે બહાર નીકળ્યો અને તે પુરુષને તેને કેઈ મિત્ર લઈ ગયે. આવું સ્વપ જોયા પછી મહાદેવીની આંખ ઉઘડી ગઈ અને તે વખતે તેના મનમાં કાંઈક આનંદ થશે અને કાંઇક ખેદ છે. પછી તુરતજ પોતાના પ્રિય પતિની પાસે જઈ સ્વમ સંબંધી સર્વ હકીકત મહાદેવીએ તેમને કહી સંભળાવી. .
નરપતિ–“મહાદેવિ ! આ સ્વમનું મારા મનમાં જે ફળ ભાસે છે તે તને કહું છું તે સાંભળ. તને આનંદ આપે તેવો એક બહુ શ્રેષ્ઠ પુત્ર થશે, પણ તે લાંબો વખત તારા ઘરમાં રહેશે નહિ, પણ ધર્માચાર્યના વચનથી બોધ પામી પિતાના સ્વાર્થની સિદ્ધિ કરશે.”
કાળપરિણતિ–“અરે! જે મને પુત્ર થાય છે તેટલું જ બસ છે, અને તેથી પૂરે આનંદ થશે. ત્યારપછી ભલે તે પિતાને મનમાં આવે તેમ કરે." તે રાત્રિથી મહાદેવી કાળપરિણતિને ગર્ભ રહ્યો. ગર્ભ ત્રણ મા
સને થશે ત્યારે દેવીને મનોરથ થયો કે “સર્વ
પ્રાણુઓને હું અભયદાન આપું, જેને ધનની જન્મ. ઈચ્છા હોય તેઓને ધન આપું અને જેઓ ભણ્યા
ગણ્યા વગરના અભણ હોય તેઓને જ્ઞાન આપું અને એ સર્વ વસ્તુ જેને જેટલી જોઇએ તેટલી આપું.” આવી આવી - ૧ એ પ્રમાણે થશે એમ યાદ રહે તે માટે ગાંઠ બાંધવાને નિયમ અગાઉ હતે, હાલ પણ અમુક વાત યાદ કરાવવા માટે કડિયાની કસની ગાંઠ બાંધવામાં આવે છે.
૨ મચ્છર દેહદ, ગર્ભવતી સ્ત્રીઓને થતી ઇચ્છાઓ
પુત્ર
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] ભવ્યપુરુષ–સુમતિજન્મ.
૨૭૩ જે જે ઈચ્છાઓ તેને થતી હતી તે તે સર્વે તે મહારાજાને જણાવતી ગઈ અને મહારાજાની આજ્ઞાથી તેની સર્વ ઇચ્છાઓ પૂરી થવા લાગી. આવી સારી રીતે ગર્ભ વહન કરતાં જ્યારે ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે શુભ દિવસે શુભ મુહૂર્ત મહાદેવીએ સર્વ લક્ષણયુક્ત એક સુંદર બાળકને જન્મ આપ્યો.
પ્રિયનિવેદિકા નામની દાસીએ પુત્રજન્મની વધામણી તરતજ
રાજા પાસે જઈને આપી. મહારાજાને તે ખબર સાંભવધામણઃ ળીને બહુ આનંદ થયે અને જેનું વર્ણન કરવું લગભગ મહોત્સવ. અશક્ય ગણાય એવી અવસ્થાને અનુભવતા રાજાએ
તે દાસી આશા રાખે તે કરતાં પણ વધારે ઈનામ આપીને તેને બહુ રાજી કરી. રાજાને તે વખતે જે આનંદ થતો હતો. તે તેના મરાય વિકસ્વર થતાં હોવાથી પ્રત્યક્ષ જણાતો હતો. અને ત્યાનંદમાં આવેલા મહીપતિએ પોતાના રાજમંત્રીઓને હુકમ કર્યો
મંત્રીઓ ! મહારાણને પુત્રરતની પ્રાપ્તિ થઈ છે તેથી લેનાર પ્રાણું સારે છે કે ખરાબ છે, ગ્ય છે કે અગ્ય છે, તેને કોઈ પણ વિચાર કર્યા વગર પુષ્કળ દાન આપે, ગુરુજનની મોટી પૂજા કરે, સગાસંબંધીઓનું સન્માન કરે, મિત્રોને સર્વ પ્રકારે સંતોષ આપે, કેદીઓને છોડી દે, આનંદનાં વાજિંત્રો વગડા, મરજી આવે તેમ હર્ષથી નાચે, કુદે, ખાઓ, પીઓ, સ્ત્રીઓનું સેવન કરે, કર લેવાનું બંધ કરે, દંડ માફ કરો, ભય પામેલા લોકેને ધીરજ આપે, સર્વ પ્રાણીઓ સ્વસ્થ ચિત્તે સુખેથી રહો અને કેઇના અપરાધની વાસ પણ આવો નહિ.” “આપનો જેવો હુકમ” એ પ્રમાણે બેલીને મંત્રીઓએ મહારાજાને નમસ્કાર કર્યો અને તેના હુકમ સર્વ તુરતજ અમલમાં મૂક્યા. સર્વ પ્રાણીઓને આશ્ચર્ય ઉપજોવે તેવી રીતે ઉજવેલો તે જન્મદિવસનો ઉત્સવ સારી રીતે પસાર થે.
કર્મપરિણામ રાજાએ ત્યારપછી યોગ્ય કાળે વિચાર કર્યો કે જ્યારે આ પુત્ર મહાદેવની કુખમાં ઉત્પન્ન થયો હતો ત્યારે દેવીએ
પિતાના શરીરમાં સર્વ અંગે સુંદર પુરુષને પ્રવેશ અભિધા- કરતો જોયે હતો તેથી એ પુત્રનું નામ પણ એ હન કરણ. કીકતને અનુસારે રાખવું જોઈએ; આટલા ઉપ
રથી વિચાર કરીને મહારાજાએ તે પુત્રનું ભવ્ય૩૫
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૨
પુરુષ નામ પાડ્યું. મહારાણુએ આ હકીકત જાણું ત્યારે તેણે મહારાજાને પ્રાર્થના કરી “હું પણ પુત્રનું એક બીજું નામ પાડવા ઈચ્છું છું તો તે બાબતમાં આપ આજ્ઞા કરે.” રાજાએ જવાબમાં કહ્યું આવી માંગલિક બાબતમાં તે બે મત હોય? એમાં શું વાંધે છે? તારે જે મનમાં હોય તે ખુશીથી બોલ.” ત્યારે મહાદેવી બોલ્યાં “આ પુત્ર જ્યારે ગર્ભમાં હતો ત્યારે મને બહુ સારાં સારાં કામો કરવાની બુદ્ધિ થયા કરતી હતી તેથી આ પુત્રનું સુમતિ એવું બીજું નામ હો.” રાજાએ કહ્યું “દેવીએ તે દૂધમાં સાકર ભેળવવા જેવું કહ્યું, કારણ કે તેથી તો ભવ્યપુરુષનું સુમતિ એવું વધારે સુંદર નામ પડશે.” આ પ્રમાણે બોલી બહુ આનંદમાં આવી જઈને રાજાએ નામકરણ મહોત્સવ વધારે સારી રીતે ઉજવ્યું.
પ
૧ “ભવ્ય' એ ખાસ પારિભાષિક જૈન શબ્દ છે. યોગ્ય સામગ્રીના રસ૬ભાવે મોક્ષમાં જવાની યોગ્યતાવાળા ને ભવ્ય કહે છે. જેમાં મોક્ષમાં જવાની યોગ્યતાજ નથી તેવાને અભવ્ય કહેવામાં આવે છે. એવા બહુ થોડા પ્રાણી છે; મગના ઢગલામાં જેમ કોઈ કેરડું મગ હોય તેમ; પરંતુ ગ્યતા છતાં મોક્ષ નહિ જનારા-અભવ્યની કેટે વળગેલા અનંતા જીવે છે, તેમને તેની ગ્યતા હોવા છતાં સામગ્રી મળવાની નથી. એવા પ્રાણુને જાતિભવ્ય કહેવામાં આવે છે.
૨ સુમતિઃ સારી મતિ-બુદ્ધિ છે જેની એટલે સારી બુદ્ધિવાળો.
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું. અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલા. વે તેજ મનુજગતિ નગરીમાં એક અગ્રહીતસંકેત નામની બ્રાહ્મણ રહેતી હતી તેણે લેકેનાં મુખેથી રાજપુત્રને જન્મ થયે છે, તેને મહોત્સવ ચાલે છે અને તેનું નામ પાડવામાં આવ્યું છે વિગેરે હકીકત
સાંભળીને પિતાની પ્રિય સખીને કહ્યું “પ્રિય સખિ! પ્રજ્ઞાવિશાલા! લોકોમાં તો મોટી નવાઈ જેવી–આશ્ચર્ય ઉપજાવે
તેવી વાત ચાલે છે તે તે જાણ્યું? લેકે કહે છે કે સખીઓનો
કાળપરિણતિ મહાદેવીએ ભવ્યપુરુષ નામના પુત્રને સંવાદ.
જન્મ આપ્યો છે.” પ્રજ્ઞાવિશાલા–“વહાલી બહેન! એમાં આશ્ચર્ય જેવું શું છે?
અગ્રહીતસતા–“મેં પહેલાં સાંભળ્યું હતું કે આ કર્મપરિણામ મહારાજા પોતાના સ્વરૂપથી નિજ છે અને કાળપરિણતિ રાણી વંધ્યા (વાંઝણ) છે. આવું છતાં તેઓને પુત્રની ઉત્પત્તિ થઈ તે ખરેખર મોટા આશ્ચર્યની વાત છે.”
પ્રજ્ઞાવિશાલા–“અરે ભેળી! તારું નામ અહીતસંકેતા છે તે ખરેખરૂં છે, કારણ કે તું તારા નામ પ્રમાણે આ બાબતની અંદર રહેલે પરમાર્થે બરાબર સમજી શકી નથી. આ રાજા તે અતિબહુ
બીજ છે એટલે એનામાં પુત્પાદક શક્તિ સાધારાજા રાણીની રણ રીતે હોય તેના કરતાં પણ ઘણું વધારે છે, જનન શક્તિ. પરંતુ લોકેની તેના ઉપર નજર ન પડે એટલા માટે
અવિવેક વિગેરે તેના મંત્રીઓએ તેને નિર્બીજ તરીકે ૧ અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાડ આ બન્ને પાત્રો ગોઠવવામાં ગ્રંથકર્તાએ બહુ ચાતુર્ય બતાવ્યું છે. અગૃહતસંકેતા તદ્દન ભોળી, ભલી, સાદી અને દરેક બાબતને ઉપર ઉપરથી સમજવાવાળી છે ત્યારે પ્રજ્ઞાવિશાલા કુશળ, હશિચાર અને રહસ્ય સમજનાર છે. અગૃહીતસંકેતા એવા પ્રશ્નો વારંવાર કરે છે કે તેને મળતા જવાબમાં રહસ્ય સમજવાની મજા આવે છે. પ્રજ્ઞાવિશાલોના જવાબો બહુ વિચારશીળ છે. બાહ્ય અને અંતર રાજ્યમાં આ દરેક પાત્રનું સ્થાન આઠમા પ્રસ્તાવમાં સ્પષ્ટ થશે,
૨ નિબજ બીજ વગરને એટલે જેને છોકરાં ન થઇ શકે તેવો પુ.
Page #317
--------------------------------------------------------------------------
________________
ર૦૬
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૨
લેાકેામાં જાહેર કર્યાં છે. આ મહાદેવી પણ અનંતા છેકરા છેાકરીએને જન્મ આપનારી છે, પણ દુર્જન-હલકા માણસેાની તેના ઉપર નજર પડવાના ભયથી તેજ મંત્રીઓએ વંધ્યા-વાંઝણી તરીકે તેને દુનિયામાં પ્રખ્યાત કરી છે. જો સમજ! આ લેાકમાં જેટલાં પુત્ર પુત્રી થાય છે તે સર્વમાં પરમ વીર્યપણે તેનું જોડાણુ હાવાને લીધે પરમાર્ચથી ખરેખરી રીતે તે આ રાજા રાણીજ તેમનાં માબાપ છે. વળી એ મહારાજા અને મહારાણી નાટક જુએ છે તે સમયે તેઓનું માહાત્મ્ય કેટલું બધું જણાઇ આવે છે તે તેં સાંભળ્યું કે જોયું નથી ? આ મહારાજા સર્વ પાત્રોને પેાતાની મરજીમાં આવે તે પ્રમાણે નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવગતિ લક્ષણવાળા સંસારમાં આવી રહેલી લાખેા ચેનિઆમાં નવા નવા જૂદા જૂદા પ્રકારનાં રૂપો ધારણ કરાવીને તેની પાસે નાટક કરાવે છે અને એવી રીતે મહારાજા જે પ્રાણીઓ પાસે જૂદા જૂદા પ્રકારનાં રૂપો ધારણ કરાવે છે તે સર્વને મહારાણી ગર્ભાવાસ, બાળપણ, કુમારપણું, યુવાવસ્થા, પુખ્તપણું, વૃદ્ધાવસ્થા, મરણ, અન્યત્ર ગર્ભપ્રવેશ અને તેમાંથી પાછું નિષ્ક્રમણ વિગેરે સ્થિતિમાં પરિવર્તના (ફેરફારો) અનેક વાર કરાવે છે. ઝર
અગૃહીતસંકેતા—જે વાત તું કહે છે તે તે મેં સાંભળી હતી, પણ મારૂં કહેવું એમ છે કે કર્મપરિણામ મહારાજા સર્વે પાત્રોને જુદાં જૂદાં રૂપે અપાવવાને શક્તિમાન છે અને કાળપરિણતિ મહારાણી તેઓની અવસ્થામાં વારંવાર મોટા ફેરફાર કરી શકે છે-આટલી હકીકત ઉપરથીજ તેઓ લેાકેાનાં માબાપ છે એમ કહી શકાય ? ”
પ્રજ્ઞાવિશાલા— વહાલી સિખ ! તું તે તદ્દન ભેાળી છે ! ગાય જેવા જનાવરને પણ અડધી વાત કહી હાય તે તે આખી વાત સમજી જાય છે, પણ તું તે આ ઉઘાડી ખુલ્લી વાત છે તે પણ સમજી શકતી નથી. જો ખરેખરી રીતે વિચાર કરીએ તે આ સંસારજ નાટક છે, તેા તે નાટકના જે ઉત્પન્ન કરનારા હોય તે પરમાર્થથી વાસ્તવિક રીતે સર્વનાં માબાપ ગણાય. હવે સમજી ? ”
૧ ઉત્કૃષ્ટ વીર્ય-ઉત્પાદક શક્તિ. પ્રાણીની ઉત્પત્તિનું પરમ કારણ તે તેનાં કર્મ અને તેની પરિપાક દશાજ છે તેથી પિતૃવીર્ય અને માતૃરક્તનું પરમ કારણ તા કર્મ અને તેના કાળ પરિપાકજ છે. આટલા ઉપરથી સર્વ પુત્ર પુત્રીના પિતા અને માતા તેા કર્મ અને તેની પિરપાક દશા (કાળ)જ કહી શકાય.
૨ રાજ રૂપ ધારણ કરાવે છે અને સ્થિતિમાં પરિવર્તન રાણી કરે છે. કર્મ અને કાળને સ્વભાવ વિચારવાથી આ સ્પષ્ટ થશે.
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] અગ્રહીતસંકેતા અને પ્રણાવિશાલા. ૨૭૭
અગ્રહીતસંકેતા–“જે તેઓ આખી દુનિયાનાં માબાપ છે, છતાં પણ દુર્જન પ્રાણુઓની નજર તેના ઉપર પડવાના ભયથી અવિવેક વિગેરે મંત્રીઓએ તે રાજાને બીજ વગરના અને રાણીને વંધ્યા તરીકે પ્રસિદ્ધ કરી છે તો પછી આ ભવ્યપુરુષને આવડા મોટા મહોત્સવપૂર્વક શામાટે તેઓના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેનું કારણે તું મને સમજાવ.” પ્રજ્ઞાવિશાલા “આ ભવ્યપુરુષને મહારાજા અને દેવીના પુત્ર
તરીકે જાહેર કરવાનું કારણ શું છે તેને હેવાલ તું સદાગમ- સાંભળ. આ નગરીમાં એક શુદ્ધ સત્યવાદી સદા સ્વરૂપ. ગમ' નામના મહાપુરુષ છે, તે સર્વ પ્રાણીઓનું
હિત કરનાર છે, સર્વ ભાવોને અને સ્વભાવોને સારી રીતે જાણનારા છે અને ખાસ કરીને તેઓ આ કર્મપરિણુંમ રાજા અને કાળપરિણતિ રાણીની ખાનગીમાં ખાનગી વાતનાં રહસ્ય, તેનાં સ્થાનો અને તેનાં મને બરાબર જાણનાર છે. તે મહાત્મા સદાગમ સાથે મારે સારે સંબંધ છે, હું તેમને અવારનવાર મળ્યા કરું છું. એક વખત હું તેઓની પાસે ગઈ હતી ત્યારે મેં તેઓને ખાસ આનંદમાં જોયા; તેઓના ચહેરા ઉપર હર્ષનાં ચિહ્નો સ્પષ્ટ જણાતાં હોવાથી મેં આગ્રહપૂર્વક તેઓના હર્ષનું કારણ પૂછયું. તેના જવાબમાં તેઓએ
જણાવ્યું “ભદ્ર! તને આટલું બધું કુતૂહલ થયું છે
તે મારા હર્ષનું કારણ સાંભળ. આ કાળપરિણતિ સદાગમ હર્ષકારણ
* મહારાણી છે તેમણે એક દિવસ મહારાજાને ખાનભવ્યપુરુષને જન્મ.
ગીમાં વિજ્ઞપ્તિ કરી “રાજન ! હું પોતે વંધ્યા નથી
છતાં લેકે મને વંધ્યા કહે છે એ ખેટા આરોપથી હવે તે હું બહુ કંટાળી ગઈ છું. જો કે મારે અનંત પુત્ર છે, છતાં દુર્જન પ્રાણીઓની મારા ઉપર નજર ન પડે તેટલા માટે આપના અવિવેક વિગેરે મંત્રીઓએ વંધ્યા તરીકે દુનિયામાં મને જાહેર કરી છે અને તેના પરિણામે મારા પિતાનાં બાળકે જાણે બીજાનાં બાળકે હોય એ પ્રમાણે લોકોમાં વાત થયા કરે છે. આ તે જેને લીધે કપડાનો ત્યાગ કરવા જેવી વાત થઇ, મારા ઉપર આ
૧ સદાગમ એટલે શુદ્ધ પુરુષોએ બતાવેલ વિશિષ્ટ જ્ઞાન (શ્રુતજ્ઞાન). આ જ્ઞાનને આકાર આપી પાત્રનું રૂપ આપ્યું છે. એ શબ્દથી શ્રતજ્ઞાન ધોરણ કરનાર ગુરુ મહારાજ પણ સમજાય છે. બન્ને અર્થ બરાબર બેસતા આવે છે. સંબંધ ઉપરથી ક્યાં ક અર્થ લાગુ પડે છે તે વિચારી લેવું.
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૨
વંધ્યાપણાના ખોટા આરોપ આવી પડેલા છે તે આપ સાહેબે ગમે તેમ કરીને દૂર કરવા જોઇએ અને મારે માથેથી એ મ્હેણું ટાળવું જોઇએ.’ રાજાએ જવાબ આપ્યા ‘મને પણ દુનિયામાં મંત્રીએ નિર્બીજ તરીકે જાહેર કર્યાં છે તેથી આપણા બન્નેને માથે મ્હેણું એકસરખુંજ છે, માટે જરા ધીરી થા. આપણેા દુનિયામાં જે અપયશ થયેલા છે તે દૂર કરવાને ઉપાય મને મળી આવ્યા છે.' તે ઉપાય કર્યા છે તેમ દેવીએ પૂછવાથી રાજાએ જવાબ આપ્યો ‘આ પ્રધાન વિગેરેના અભિપ્રાયની દરકાર નહિ કરતાં આ મનુજગતિ નગરીમાં એક સુંદર પુત્રને તારે પેટે જન્મ થયા છે એમ જાહેર કરવામાં આવશે અને તે પુત્રના જન્મને મોટા મહોત્સવ કરવામાં આવશે. આ પ્રમાણે કરવાથી મારા ઉપર ઘણા વખતથી નિપણાનું અને તારા ઉપર વંધ્યાપણાનું કલંક આવેલું છે તે દૂર થઇ જશે.' રાજાનેા આવે જવાબ સાંભળીને દેવીએ તેમનું વચન માન્ય કર્યું. તેઓએ જે પ્રમાણે વિચાર કર્યાં હતા તે પ્રમાણે તેને ત્યારપછી અમલમાં મૂક્યો. હે પ્રજ્ઞાવિશાલા ! આ ભવ્યપુરુષના જન્મ થયા છે તે મને બહુ વહાલા છે. આ કર્મપરિણામ અને મહાદેવીને થયેલા પુત્રજન્મથી હું મારા આભાને સફળ માનું છું અને તેને લીધે મને હર્ષ થયો છે.' આ પ્રમાણે સદાગમે મને કહ્યું ત્યારે મેં તેમને કહ્યું ‘આપના હર્ષનું કારણ બહુ સારૂં છે.' બહેન અગૃહીતાસંકેતા ! આ પ્રમાણે હાવાથી પેલા ભવ્યપુરુષને મહારાજા અને મહાદેવીના પુત્ર તરીકે ઓળખાવવામાં આવ્યે છે તે હવે તારા સમજવામાં આવ્યું હશે. ’
૨૭૦૮
અગૃહીતસંકેતા—‹ સારૂં બહેન ! સારૂં, તે ઠીક વાત કરી; તારી વાતથી મારી શંકા દૂર થઇ ગઇ. વળી હું જ્યારે અહીં આવતી હતી ત્યારે બજારમાં જે વાત થતી હતી તે ઉપરથી પણ મને લાગે છે કે રાજા રાણી અત્યાર સુધી વધ્ય કહેવાતાં હતાં અને તેને લઇને તે ઉપર જે અપયશનું કલંક લાગેલું હતું તે ધાવાઇ ગયું છે. ” પ્રજ્ઞાવિશાલા—“ બજારમાં તેં શું સાંભળ્યું? ”
અગૃહીતસંકેતા- ઘણા માણસાની વચ્ચે એક અત્યંત સુંદર આકૃતિને ધારણ કરનાર પુરુષ બજારમાં મારા જોવામાં આવ્યા હતા. એ સુંદર પુરુષને ગામના આગેવાન શહેરીએ' પૂછતા હતા ‘ભગવન્ ! આ રાજપુત્રને આજે જન્મ થયા છે તે કેવા ગુણાને ધારણ કરનારા
૧ શહેરીઓ તે અહીં સુશ્રાવકા સમજવા. આ વાતની સ્પષ્ટતા આઠમા પ્રસ્તાવમાં થશે,
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રકરણ ૪] અગૃહીતસંકેતા અને પ્રણાવિશાલા. થશે? તેના જવાબમાં તે સુંદર પુરુષે જણાવ્યું કે “ભદ્ર લોકે! તમે
સાંભળો. આ બાળક કાળક્રમે વધતો વધતે સર્વ ભવ્યના ભાવી ગુણોનું ભાજન થશે. એનામાં એટલા બધા ગુણો ગુણોનું વર્ણન. થશે કે તે સર્વ ગુણોને કહેવાનું તે બની શકે તેમ
નથી અને કદિ તેને કહેવા બેસું તે તે સર્વ ધારી રાખવાનું-સાંભળવાનું પણ તમારાથી બની શકે એમ નથી. તમારા ધ્યાનમાં એ વાત આવે તેટલા માટે હું તેનું સંક્ષેપથી વર્ણન કરું છું તે સાંભળો. એ બાળક રૂપનું તે 'દૃષ્ટાંત થશે, યુવાવસ્થાનું સ્થાન થશે, લાવણ્યનું મંદિર થશે, પ્રેમનું દૃષ્ટાન્ત થશે, ઉદારતાનું સ્થાન થશે, વિનય ભંડાર થશે, ગંભીરતાનું ઘર થશે, વિજ્ઞાનનું ઠેકાણું થશે, દાક્ષિણ્યની ખાણ થશે, ચાતુર્યનું ઉત્પત્તિસ્થાન થશે, સ્થિરતાની પરિસીમા થશે, લજાના હુકમને અનુસરનાર થશે, કેઈ પણ વિષય જલદી સમજી લેવાની શક્તિ (વિષયપ્રાગભ્ય)માં દાખલે દેવા લાયક થશે અને ધીરજ, યાદશક્તિ, શ્રદ્ધા અને વિવિદિષા ( જાણવાની ઈચ્છા-નવું સમજવાની જિજ્ઞાસા)રૂપ સુંદરીઓને પતિ થશે. વળી અનેક ભવમાં તેણે સારાં કર્મો કરવાનો અભ્યાસ પાડેલે છે તેથી તે ઘણે પ્રગત થયેલ છે (આગળ વધે છે, તેથી તે બાળ વયમાં હશે ત્યારે પણ રમત ગમતમાં આસક્તિ વગરનો થશે, લેકે ઉપર પ્રેમભાવ સારી રીતે બતાવશે, વૃદ્ધ પુરુષોને સારી રીતે વિનય કરશે, ધર્મ ઉપર અત્યંત પ્રીતિ બતાવશે, વિષયમાં જરા પણ લુપતા કરશે નહિ, કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર એ છ અંતરંગ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે અને તમારા સર્વનાં ચિત્તને અત્યંત આનંદ પમાડશે. લોકેએ આ સર્વ હકીકત સાંભળીને ભયથી અને આનંદથી ચોતરફ જોઈને કહ્યું, “કર્મપરિણામ મહારાજ અને
કાળપરિણતિ મહાદેવની પ્રકૃતિ ઘણી તીવ્ર હોવાને સુમતિ જન્મથી લીધે તેઓ અમને સર્વ લોકોને અનેક પ્રકારનાં દુઃખ લકોને આનંદ, નિરંતર આપ્યા કરે છે, પણ આ એક કામ તો
તેઓએ બહુ સારું કર્યું. તેઓએ સર્વ દેશદેશાંતરમાં ૧ સારામાં સારો રૂપવાન કોણ છે એમ વાત થશે ત્યાં તેનું દષ્ટાન્ત આપવામાં આવે તેવો તે થશે.
૨ લાવણ્યઃ ખુબસુરતી. ૩ દક્ષિણ્યઃ સરળતા સાથે અન્યનું મન રાખવાને ભાવ.
૪ જે વાક્ય તેઓ બોલવાના હતા તેથી રાજય તરફને ભય અને સુંદર પુત્રના જન્મસમાચારથી આનંદ.
-
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૨
પ્રસિદ્ધ મનુજગતિ નગરીમાં ભવ્યપુરુષ-સુમતિને જન્મ આપ્યો એ કામ બહુ સારૂં થયું. આવા સુંદર બાળકને જન્મ આપવાથી તેનાં અનેક ખરામ ચરિત્રો હતાં તે તેઓએ ધોઇ નાખ્યાં અને વળી પાતાની ઉપર વાંઝીઆપણાનું કલંક હતું તે પણ દૂર કરી નાખ્યું,' હે બહેન! આ સર્વ હકીકત બહુ ધ્યાન આપીને મેં સાંભળી હતી ત્યારેજ મારા મનમાં પ્રશ્ન થયા હતા કે આ રાજા રાણી તે વંધ્ય તરીકે પ્રસિદ્ધ છે તેને ત્યાં તે વળી પુત્રના જન્મ કેવી રીતે થયા? વળી આ પુરુષ કે જે સર્વજ્ઞની પેઠે ભવિષ્યમાં પેલા રાજપુત્ર કેવા થશે તેની સર્વ વાતેા કરે છે તે કોણ હશે? અને વળી તે વખતેજ મેં મારા મનમાં નિશ્ચય કર્યાં હતા કે મારી વહાલી સખી જે ઘણી ચતુર છે તેની પાસે જઇને ઉપરની બન્ને બાબતના સવાલા પૂછી મારી શંકાઓનું સમાધાન કરીશ, કારણ કે આવી બાબતમાં તે બહુ કુશળ છે. મારા મનમાં એ શંકા થઇ હતી તેમાંની પહેલી શંકા તા તે દૂર કરી, હવે મારા મનમાં જે બીજી શંકા થઇ હતી તે દૂર કર.”
સ
પ્રકરણ ૫ મું. સદાગમપરિચય.
30
પ્રજ્ઞાવિશાલા—“ વહાલી સખિ ! અજારમાં તે જે મહાત્મા પુરુષને વાતા કરતા સાંભળ્યા તે મારા પરિચિત પુરુષ મહાત્મા સઢાગમજ હોય એમ તેના કાર્ય દ્વારા હું જાણી શકું છું, એનું કારણ એ છે કે થઇ ગયેલા, થતા અને ભવિષ્યમાં થનારા સર્વ ભાવેશને હાથમાં રહેલા આમળાની પેઠે જાણવાને અને સમજાવવાને તેજ મહાત્મા શક્તિવાન છે; તેવી રીતે તે ભાવેશને
સદાગમને
પરિચય.
દાગમની ઓળખાણ કરવા સંબંધી સવાલ અગૃહીતસંકેતાએ કર્યો ત્યારપછી બન્ને બહેનપણીએ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ
૧ વંધ્ય રાજને ઘરે પુત્રજન્મ સંબંધી.
૨ સર્વજ્ઞ જેવી વાત કરનાર સુંદર પુરુષ બજારમાં હતા તે કાણું ? ૩ એનું કાર્ય શું છે તેની મને ખબર છે અને તેથી તેં જે વાત કરી તે ૫રથી તે તેજ હતા એમ હું અનુમાનથી સ્પષ્ટ રીતે ધારી શકું છું.
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સદાગમપરિચય,
૨૮૧
પ્રતિપાદન કરી શકે તેવા કોઇ બીજો પુરુષ વિદ્યમાન નથી. આજ મનુજગતિ નગરીમાં અભિનિષેાધ, અવધિ, ઇમન:પર્યાય અને કેવળપ નામના ચાર મહા પુરુષા વસે છે જેઓ સદાગમ જેવાજ છે, પરંતુ તેમાં અન્ય પાસે કોઇ પણ વિષયનું પ્રતિપાદન કરવાની શક્તિ નથી, તે બીજા પાસે કોઇ પણ મામતની હકીકત કહી શકતા નથી, તે ચારે પેાતાના સ્વરૂપથી મુંગાં છે. આ ચારે પુરુષાનું માહાત્મ્ય કેટલું મોટું છે તે પણ સર્વ લોકો સમક્ષ ભગવાન સદાગમજ વર્ણવે છે, કારણ કે સારા પુરુષાની ચેષ્ટાઓનું અવલંબન કરનાર તે સદાગમ છે અને પારકાના ગુણાને પ્રકાશ કરવાની તેને ટેવ છે. ’
અગૃહીતસંકેતા– આ રાજપુત્ર સદાગમને બહુ વહાલા છે તેનું કારણ શું? અને એના ( એ બાળકના ) જન્મથી સદાગમ પેાતાના આત્માને સફળ ( ભાગ્યશાળી) માને છે તેનું કારણ શું? એ હકીકત હું સાંભળવા ઇચ્છું છું.’
૧ શ્રુતજ્ઞાન અન્ય પાસે ભાવ જણાવી શકે છે. ખીજા કાઇ જ્ઞાનમાં એ શક્તિ નથી.
૨ અભિનિષેધઃ મતિજ્ઞાન, બુદ્ધિવૈભવ. આ જ્ઞાનથી દરેક વસ્તુનું સ્વરૂપ ગ્રાહ્ય થાય છે અને તે પાંચે ઇંદ્રિયા અને મન દ્વારા થાય છે. ઔપાતિકી, વિનયિકી કાર્યકી અને પારિણામિકી આદિ બુદ્ધિએ પણ આ મતિજ્ઞાનને વિષય છે. એ જ્ઞાનથી જાણવાનું બને છે, અન્ય પાસે તે. હકીકત કહી શકતું નથી. જાતિસ્મરણ પણ એનેજ પેટા ભેદ છે.
૩ અવધિઃ અવધિજ્ઞાનથી અમુક હદ સુધી સર્વ વસ્તુએ જાય છે આ આત્માને પ્રત્યક્ષ જ્ઞાન છે. રૂપી દ્રવ્યનેજ જાણવાની એની ખાસ મર્યાદા છે. અ રૂપી દ્રવ્યમાં આ જ્ઞાનનેા પ્રવેશ નથી. આ જ્ઞાન પેાતે જાણે છે, અન્યને જણાવી શકતું નથી.
૪ મન:પર્યાયઃ અથવા મન:પર્યવ. આ જ્ઞાનથી મનુષ્યલેાકમાં રહેલા સંશી પંચદ્રિય પ્રાણીએનાં મનમાં થતા ભાવા પ્રત્યક્ષ જાણવામાં આવે છે. આત્મ પ્રત્યક્ષ આ જ્ઞાન છે અને અવિધ પેઠે જાણવા પૂરતુંજ છે.
૫ કેવળઃ સર્વ વસ્તુએ તથા અતીત, અનાગત અને વર્તમાન કાળના તેના સર્વ ભાવે-પીયા આત્માને પ્રત્યક્ષ આ જ્ઞાનથી થાય છે. અવધિ મન:પર્યવ પેઠે અન્યને આ જ્ઞાન જણાવી શકતું નથી.
૬ સદાગમ એ શ્રુતજ્ઞાન છેઃ બીજા પાસે વાત કરવાને તેજ સમર્થ છે. કેવળજ્ઞાની પણ અન્ય સાથે વાત કરે કે ઉપદેશ આપે તે દ્રવ્ય શ્રુતજ્ઞાન દ્વારા બની શકે છે. ખાકીનાં ચારે જ્ઞાને। . સ્વાભસ્થિત છે, તે અન્ય સાથે ખેાલતાં ન હાવાથી તેને અત્ર મુંગાં કહેવામાં આવ્યાં છે.
૩૬
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રતાવ ૨ પ્રજ્ઞાવિશાલા-એ સદાગમ ઘણે મોટો મહાત્મા પુરુષ છે અને તે દરરોજ અન્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા તૈયાર રહેતો હોવાથી સર્વ પ્રાણુઓનું હિત થાય-ભલું થાય એવાજ પ્રકારની પોતાની આ
ચરણ કરે છે. વાત એવી છે કે પાપી પ્રાણીઓ હિતોપદેશને એ એનાં વચનને અનુસરતા નથી. આ મહાત્મા સદાગે સદાગમને ખેદ. ગમની કેટલી મહત્તા છે, એને જ્ઞાનવૈભવ કેટલે
જબરે છે અને એને પરેપકાર કરવાની કેટલી તીવ્ર ઈચ્છા છે એ સર્વ બાબતનું તેનું માહાસ્ય પાપી પ્રાણીઓ સમજતા નથી. આ પ્રમાણે હકીકત હોવાને લીધે ભગવાન સદાગમ એ પ્રાણીઓને હિત થાય તેવો ઉપદેશ આપે છે તો પણ તેમાંના કેટલાક ઉલટા સદાગમને દોષ આપે છે, કેટલાક તેને ધિક્કારે છે, કેટલાક તેની મશ્કરી કરે છે, કેટલાક આપેલ ઉપદેશ ગ્ય છે એમ સ્વીકાર્યા છતાં તે પ્રમાણે વર્તવાની પોતાની અશક્તિ જાહેર કરે છે, કેટલાક તે તેનાં વચનથી ડરી જઈને દૂરથીજ નાસવા મંડી જાય છે, કેટલાક તેને ઠગારે ધારીને તેના તરફ શંકાની નજરથી જુએ છે, કેટલાક તેનાં વચનને મૂળથી જ સમજતા નથી, કેટલાક તેનું વચન સાંભળે છે તેને પણ તેના ઉપર રૂચિ લાવી શકતા નથી, કેટલાકને તેનાં વચનો ઉપર રૂચિ થાય છે તે પણ તે પ્રમાણે તેઓ અનુષ્ઠાન કરી શકતા નથી અને કેટલાક પ્રાણુઓ તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું શરૂ કરીને વળી પાછા ઠંડા થઈ જાય છે. આ પ્રમાણે હકીત બનતી હોવાને લીધે સદાગમને પરોપકાર કરવાની ઘણી ઈચ્છા છે, પણ તેની શુભ ઈચ્છાઓનું ધારેલું ફળ પ્રાપ્ત થતું નથી અને પ્રાણુંઓમાં આવી અપાત્રતા હોવાને લીધે સદાગમને મનમાં વારંવાર બહુ ખેદ થયા કરે છે. માત્ર હિ દુહામજિ નિ તથા પાત્રનો મહાયાશ્ચિતઃ કુપાત્ર પ્રાણીને ઉપદેશ આપવા માટે મોટો પ્રયાસ કરવામાં આવે છતાં તે નિષ્ફળ થઈ જત જણાય ત્યારે સદગુરૂને પણ ચિત્તમાં ખેદ થાય છે. આ રાજપુત્ર ભવ્યપુરુષ છે એટલા માટે તે સારું પાત્ર હોય એમ જણાય છે. કેઈ પ્રાણી ભવ્ય હોય પણ ખરાબ મતિવાળે હોય તો સુપાત્ર થઈ શકતો નથી, પણ આ રાજપુત્ર તે ભવ્યપુરુષ હોવા સાથે
૧ અનુષ્ઠાન કરવાની બાબતમાં શિથિલ થઈ જાય છે.
૨ અગાઉ જણાવ્યું છે તેમ સર્વ ભવ્ય મોક્ષ જઈ શકતા નથી. સામગ્રી અને વર્તન બન્ને મળે ત્યારે યોગ્યતા હોય તે જઈ શકાય છે. ભવ્યત્વે માત્ર શક્તિ બતાવે છે, પણ શક્તિ વ્યક્ત થવી કે નહિ તે અંગે પર આધાર રાખે છે. જુઓ પૃ. ૨૪૭ પરની નેટ,
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ ] સદાગમપરિચય.
૨૮૩ સુમતિ-સારી બુદ્ધિવાળે છે અને તે માટે જ તેની માએ તેનું સુમતિ નામ પાડ્યું છે તે તને યાદ હશે. (જુઓ પૃષ્ઠ ૨૪૭). આમ હોવાથી તે સુપાત્ર છે અને એ પ્રમાણે હોવાથી તેના જન્મથી જ તે સદાગમને
અત્યંત વહાલે થઈ પડે છે. વળી સદાગમ અંતઃસદાગમના આ- કરણપૂર્વક માને છે કે પૂર્વોક્ત રીતે આ બાળકના નંદનું કારણ. પિતા હોવાથી એનાં કર્મપરિણામ સુંદર છે અને
માતા હોવાથી કાળપરિણતિ અનુકૂળ થઈને વર્તે છે તેથી એમ લાગે છે કે એનું બાળકપણું પૂરું થશે કે તુરતજ તેનો સ્વભાવ ઘણે સારે હોવાથી, કલ્યાણપરંપરા તેની નજીક હોવાથી અને એના જેવા પુરુષો મારાં દર્શનથી ઘણું રાજી થતા હોવાથી જ્યારે તે મારી પાસે આવશે ત્યારે જરૂર તેના મનમાં આવા આવા વિચારો થશે-“અહો! જે નગરીમાં સદાગમ જેવો મહા પુરુષ વસે છે તે મનુજાતિ નગરી બહુ સુંદર છે ! મારામાં પણ કાંઇક યોગ્યતા જરૂર હોવી જોઈએ કે જેને લઈને તે મહાત્માની સાથે મારો મેળાપ થયે છે, તે હવે આ મહાત્મા પુરુષ (સદાગમ)ની વિનયપૂર્વક આરાધના કરીને એના સંબંધી જ્ઞાનને અભ્યાસ કરું–આવા આવા વિચારે તે બાળક કરશે અને એના માત પિતા અનુકૂળ હોવાથી તે પુત્રને મને અર્પણ કરી દેશે એટલે તે સુમતિ મારે શિષ્ય થશે. એટલે પછી મારામાં જે જ્ઞાન છે તે એ બાળકને આપીને હું મારી જાતને કૃતકૃત્યભાગ્યશાળી માનીશ-આવી બુદ્ધિથી ભવ્યપુરુષ–સુમતિના જન્મથી સદાગમ પિતાના આત્માને સફળ માને છે અને તે બાબતમાં પિતાને સંતોષ થયેલ હોવાથી લેકેની આગળ રાજપુત્રના ગુણેનું વર્ણન
અગ્રહીત કેતા-“વહાલી સખિ ! આ સદાગમનું એવું તે શું અપૂર્વ માહાસ્ય છે કે પાપિષ્ટ પ્રાણીઓ તેને સમજતા નથી? અને
૧ આ આખું વાદ્ય ફલેષ જેવું છે. સદાગમ વિચાર કરે છે કે આ બાળક વૈરાગ્યવાસી છે તેથી તેનાં કર્મો સારાં લાગે છે અને તેની સ્થિતિ પણ પરિપાક દશાને પામેલ જણાય છે. વળી રાજાએ તેને પોતાના પુત્રના રૂપમાં જન્મ આપે છે તેથી તે તેના તરફ પ્રેમાળ નજરે જોઈ તેને યોગ્ય રીતે વર્તવા દેશે એમ અનુમાન થાય છે. વાર્તાના રસમાં આ સર્વ હકીકત ધ્યાનમાં રાખી આગળ વધવું ઠીક થઈ પડશે.
૨ બાળકપણુંઃ અજ્ઞાનકાળ. એ કાળ પૂરો થવાના છેડા ઉપર આ પ્રાણી આવી ગયો હોય એટલે તે પ્રગત છે એમ તેની ચેષ્ટા ઉપરથી જણાય છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૨
નહિ સમજવાને પરિણામે તે મહાત્મા જે કહે છે તે પ્રમાણે વર્તન
કરતા નથી ?”
પ્રજ્ઞાવિશાલા—“ સખિ ! ધ્યાન રાખીને સાંભળ. આ હકીકત બરાબર સમજવાથી તારા મનમાં જે શંકા છે તેનું ખરાખર નિવારણ થઈ જશે. આ કર્મપરિણામ નામના મહારાજા છે. તેની શક્તિ કાઇ પણ જગાએ રોકી શકાય તેમ નથી એવા જબરજસ્ત તે રાજા છે. એ મહારાજા દરરોજ સંસારનાટક કરતા કરતા પેાતાની મરજીમાં આવે તે પ્રમાણે કઇક ધનવાનાને ભિખારી બનાવે છે, ભાગ્યશાળીને હીનભાગી કરી મૂકે છે, અત્યંત રૂપાળા પ્રાણીને કદરૂપા બનાવી દે છે, પંડિતાને મૂર્ખ કરી મૂકે છે, શૂરવીરને નિર્માલ્ય બનાવી દે છે, અહંકારી-અભિમાનીને શાંકડા બનાવી દે છે, તિર્યંચ જાતિનું રૂપ લેનાર પ્રાણીઓને નારકીનું રૂપ આપે છે, નારકીનું રૂપ ધારણ કરનાર પ્રાણીને મનુષ્યનું રૂપ આપે છે, મનુષ્યનું રૂપ ધારણ કરનાર પ્રાણીઓને દેવનું રૂપ આપે છે, દેવનું રૂપ ધારણ કરનાર પ્રાણીઓને જનાવરનું રૂપ આપે છે, મેટા મેાટા રાજને તે કીડા બનાવી દે છે, માટા ચક્રવર્તીને ભિક્ષુક બનાવે છે, દરિદ્રભાવ ધારણ કરનાર પ્રાણી પાસે ઈશ્વરના ભાવ ધારણ કરાવે છે; અરે! એને માટે બહુ કેટલી વાત કરવી? પેાતાની મરજીમાં આવે-ધૂનમાં આવે તેવા ભાવનું પરિવર્તન કરતાં-મોટા ફેરફાર કરી-કરાવી નાખતાં તેને કાઇ વારી શકતું નથી અને કોઇના વાર્યાં તે કદિ રોકાતા પણ નથી. આવા જબરજસ્ત તે મહારાજા છે તે પણ આ સદાગમના નામથી ડરી જાય છે અને તેની ગંધથી પણ દૂર નાસી જાય છે.' એનું કારણ આ પ્રમાણે છેઃ સર્વ લોકાને કર્મપરિણામ મહારાજા સંસારનાટકમાં ત્યાંસુધીજ વિડંબના કરી શકે છે કે જ્યાંસુધી એ સદાગમ મહાત્મા ઝેરથી હુંકારા કરતા નથી; તે આ મહાત્મા એક તાડુકા જોરથી પાડે તે કર્મપરિણામ મહારાજા તેના ભયથી ડરી જઇને જેમ મોટા વિગ્રહમાં ( લડાઇમાં ) કાયર માણસ પેાતાના પ્રાણ છેડી દે છે તેમ તે પ્રાણીઓને છેડી દે છે.
સદાગમ
માહાત્મ્ય.
૧ કર્મમાં પેાતાને વિપાક આપવાની અચિંત્ય શક્તિ છે તેના ઉપર જ્ઞા નથી સામ્રાજ્ય પ્રાપ્ત કરી શકાય છે અને જ્ઞાનમાં પ્રગતિ કરતાં આખરે સર્વ કર્મ પર આધિપત્ય મેળવી શકાય છે. આ હકીકત પર અહીં રૂપક છે.
૨ મતલબ એ છે કે શુદ્ધ આગમ ( શાસ્ત્ર )ને સમ્યગ્ મધ થાય છે એટલે કર્મો પેાતાની મેળે છૂટી જાય છે, નાસી જાય છે, આત્મપ્રદેશથી ખરી પડે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સદાગમપરિચય.
૨૮૫
આવી રીતે હોકારો કરીને સદાગમે અત્યાર સુધીમાં અનંત પ્રાણીઆને કર્મપરિણામ રાજાની જાળમાંથી છેડાવી દીધા છે. ’
અગૃહીતસંકેતા— સદાગમે અનંત પ્રાણીઓને કર્મપરિણામની જાળમાંથી છેડાવ્યા છે એમ તું કહે છે ત્યારે તે પ્રાણીઓ કેમ દે
ખાતા નથી?”
પ્રજ્ઞાવિશાલા—” કર્મપરિણામ રાજાના તાબાની અહાર ( તેની હદબહાર) એક નિવૃત્તિ નામની મોટી નગરી છે. સદાગમના હોકારાથી કર્મપરિણામ રાજાના તેઓ ઉપર કાઇ પણ પ્રકારના હુકમ ચાલતા નથી એવી સ્થિતિ જેઓની અની આવે છે તેવા પ્રાણીએ સદાગમે પેાતાને કર્મપરિણામની સત્તામાંથી છોડાવ્યા છે એમ માની, તે કર્મરાજના માથા ઉપર પગ મૂકી ઉડીને પેલી નિવૃત્તિ નગરીમાં પહોંચી જાય છે. તે નગરીમાં ગયા પછી સર્વ પ્રકારના ઉપદ્રા અને ત્રાસથી રહિત થઇને ત્યાં મહાસુખી જીવનમાં સર્વ કાળજ તે રહે છે. એ પ્રમાણે હાવાથી સદાગમે છોડાવેલા પ્રાણીઓ અહીં દેખાતા નથી.”
કર્મથી છૂટેલાએનું સ્થાન.
અગૃહીતસંકેતા—” જો એમ છે તેા પછી તે મહાત્મા સર્વ લાકાને કેમ છેાડાવતા નથી? આ અતિ વિષમ પ્રકૃતિવાળા કમઁપરિણામ રાજા તે બિચારા સર્વ જીવાને બહુ દુ:ખ દે છે, ત્યારે જો તે મહાત્મા સદાગમમાં તું કહે છે તેવી શક્તિ હોય તે તેણે લેાકેાને થતી આવા પ્રકારની કદર્થના તરફ બેદરકારી બતાવવી તે તેમના જેવા મેાટા માણુસને યાગ્ય નથી. ’’
પ્રજ્ઞાવિશાલા—-“તું કહે છે તે વાત ઠીક છે, પણ મહાત્મા સદાગમની એ એક પ્રકૃતિ (ટેવ) છે કે જે પ્રાસર્વ સુખી નહિણીએ તેનાં વચનથી ઉલટી રીતે આચરણ કરી થવાનાં કારણે. પાતાનું કુપાત્રપણું જણાવે છે તેના તરફ તે તદ્દન બેદરકાર રહે છે અને જે પ્રાણીઓ તરફ તે મહાત્મા
૧ અનંતા પ્રાણીએ જ્ઞાન પ્રાપ્ત કરી, કર્મ ક્ષય કરી આખરે મેાક્ષ ગયા છે તે પર આ હકીકત રચાયલી છે.
૨ મેાક્ષ-સિદ્ધિસ્થાન. આ ઉપમાન બરાબર વિચારવા યોગ્ય છે. ૩ નાની ઉપર કર્મનું જોર ચાલતું નથી એ સુપ્રસિદ્ધ હકીકત છે. ૪ મોક્ષમાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું કદિ પણ થતું નથી. અવ્યાબાધ સુખ ભોગવતાં મેક્ષ ગયેલા આત્માએ અનંત કાળ ત્યાં રહે છે. દરેક પ્રાણીને આશ્રયીને મેક્ષની આદિ હેાય છે, પણ અંત નથી.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ઉપમિતિ ભવપ્રપંથા કથા.
[ પ્રસ્તાવ ર
બેદરકાર છે એમ જણાય છે તે પ્રાણીએ ધણી ધારી વગરના છે એમ જાણીને કર્મપરિણામ રાજા તેને વધારે કર્થના કરે છે, તેને વધારે ત્રાસ આપે છે અને તેને અનેક પ્રકારે હેરાન કરે છે. જે પ્રાણીઓ જાતે પાત્ર હાઇને તે મહાત્મા સદાગમના હુકમને વશ થાય છે અને તે કહે તેમ કરે છે તેને સદાગમ પેાતાની પ્રકૃતિને અનુસરનારા જાણી કર્મપરિણામ રાજા તરફથી થતી સર્વ કર્થનાઓ અને હેરાનગતીમાંથી સંપૂર્ણ રીતે છેાડાવી દે છે. જે લેાકેાને આ મહાત્મા સદાગમ ઉપર ભક્તિ હાય છે, છતાં પેાતામાં એટલી બધી શક્તિ નહિ હાવાને લીધે જે એનાં વચનાને સંપૂર્ણ અંશે અનુસરવાને શક્તિવાનૂ થતા નથી પરંતુ તેનાં વચનેામાંથી ઘણાં, વધારે, અથવા ઘેાડાં, બહુ થોડાં વચનાને પણ અનુસરે છે અથવા કાંઇ નહિ તે। સદાગમ ઉપર અંતઃકરણપૂર્વક ભક્તિ રાખે છે અથવા છેવટે કાંઇ નહિ તે તેનું નામ માત્ર પણ હોંશથી લે છે અને તેમ કરીને જેઓ આ મહાત્માનાં વચનને કાંઇક પણ અનુસરે છે તે ઉપર એ મહાત્મા ‘ધન્ય, કૃતાર્થ, પુણ્યશાળી, સુલબ્ધજન્મ ’વિગેરે શબ્દોથી સમજાઇ આવતા પક્ષપાત કરે છે. વળી જે પ્રાણીએ આ મહાત્માનું નામ પણ જાણતા નહાય પણ જે પ્રકૃતિથી ( કુદરતી રીતે-સ્વભાવથી) ભદ્રક હાય છે તે પણ આંધળાની હાર જેમ માર્ગાનુસારી' થાય છે તેમ અનાભા
૧ જેએ જ્ઞાન ભણી વિપરીત વર્તન કરે છે તે કર્મથી વધારે ખરડાય છે અને સંસારમાં વધારે રખડે છે.
૨ જ્ઞાન સાથે શુદ્ધ વર્તન કરે તે મેાક્ષ જાય છે અને કર્મનું ત્યારપછી ત ઉપર કોઇ પ્રકારનું જોર ચાલતું નથી.
૩ દુનિયામાં ઘણા પ્રાણીએ એવા હાય છે કે જેઓ સદાગમ-સુશાસ્ત્રનાં ફરમાનને સર્વ અંશે અનુસરી શકતા નથી, પણ કોઇ કોઇ અંશે અનુસરે છે અથવા અનુસરવા ઇચ્છા રાખે છે, તેઓને જન્મ સફળ ગણાય છે; કારણ કે ઉત્ક્રા ન્તિમાં તેએની હદ ઊંચી છે અને ધીમે ધીમે તેએ સારી રીતે આગળ વધી શકે એવી યેાગ્યતાવાળા છે એમ તેઓના વર્તન પરથી જણાય છે. ‘સુલબ્ધજન્મ’ એટલે જેણે જન્મીને સારાં કાર્યો કરી પેાતાનેા જન્મ સફળ કર્યો છે એવા પ્રાણીએ.
૪ ભદ્રક: ભલા, ભેાળા, સરળ પ્રકૃતિવાળા.
૫ માર્ગોનુસારી છÀાના પાંત્રીશ ગુણ છે: તે સંબંધી ટુંકામાં વાત કરીએ તા તેઓનેા વ્યવહાર બહુ ઊંચા પ્રકારના હેાય છે અને દુનિયાની દૃષ્ટિએ તે ફત્તેહમંદ જીવન અનુસરનારા હેાય છે. આવા વ્યવહારૂ પ્રાણીઓને સમ્યગ્ બેધ થયા ન હેાય છતાં એક અંધની પછવાડે ખીને અંધ ચાલે અને છેવટે ઇચ્છિત સ્થાનકે પહોંચી પણ જાય એવા રસ્તા પર તેએ છે. માર્ગાનુસારી’ એટલે રસ્તા પર લાઇન પર હેાનાર પ્રાણી. આવા પ્રાણીએ ઉપર કર્મનું બહુ જોર ચાલતું નથી અને તે પ્રગત થાય તે આખરે શુદ્ધ માર્ગમાં આગળ વધી ઇચ્છિત સ્થાને પહોંચે છે,
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫].
સદાગમપરિચય.
ગથી પણ એ મહાત્માનાં વચનોને અનુસરે છે-આવા અનેક પ્રકારના પ્રાણીઓને જે કે કર્મપરિણામ મહારાજા કેટલાક કાળ સુધી સંસારનાટકમાં નચાવે છે-ભમાડે છે તો પણ તેઓ સદાગમને વહાલા છે એમ માનીને તેઓની પાસે નારકીને અથવા તિર્યંચન કે ખરાબ મનુષ્યનો અથવા અધમ દેવતાનો કે અસુરને-એવા પાઠે ભજવાવતો નથી, પણ એવા જીવો પિકી કેઈને અનુત્તરવિમાનના દેવતાઓનું રૂપ આપે છે, કેઈને રૈવેયક દેવતાનું રૂપ આપે છે, કેટલાકને ઉપર રહેલા દેવલોકમાં કલ્પપપન્ન દેવતા બનાવે છે, કેટલાકને આ પૃથ્વી નીચે આવી રહેલા કલ્પપપન્ન મહર્ફિકદેવતા બનાવે છે, કેટલાકને ( તિષી) બનાવી અભૂમિ (આકાશ)માં ભૂરૂપતાને દેખાડનારા કરે છે અને કેટલાકને ચક્રવતી અથવા મહામંડલિક વિગેરે પ્રધાન પુરુષની પદવી આપે
૧ અનાગથીઃ અજાણતા. સમ્યગ બેધ વગર માત્ર પ્રકૃતિની સરળતાથી. ઘ દૃષ્ટિમાં આગળ વધતાં આવી સ્થિતિ થાય છે અને પ્રથમની ચાર દષ્ટિએ આ પ્રગતિમાર્ગ બતાવવા માટે જ નિર્દિષ્ટ થયેલી છે.
૨ બાર દેવલોકની ઉપર પાંચ અનુત્તરવિમાન છે. વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ. ત્યાં રહેલા દેવોને બહુજ સુખ હોય છે. જ્ઞાનાનંદમાં મગ્નતા અને કોઈ પણું પ્રકારની ઉપાધિને અભાવ-આ એ ગતિના દેવોનું ખાસ લક્ષણ છે. માર્ગનુસારી છની અનુત્તરવિમાનમાં ગતિ સંભવતી નથી તેથી આ વાક્ય વિચારવા યોગ્ય છે. જે સૂક્ષ્મ બેધવાળા અને ચારિત્ર ગ્રહણ કરેલા સમ્યમ્ દષ્ટિ જ હોય તેજ આટલે સુધી ગતિ સંભવે છે.
- ૩ રૈવેયક-આ પણ એક પ્રકારના દેવે છે. વેયકના નવ પ્રકાર છે. ત્યાં પણ તદ્દન માર્ગોનુસારી છો જઈ શકતા નથી. સર્વચારિત્રીજ જાય છે.
૪ દેવલોક–દેવલોક બાર છે. મનુષ્યલોક પછી ઉપર જતાં બાર દેવલોક આવે છે. સુધર્મ દેવલોક વિગેરે તેનાં નામ છે. આ બારે દેવકના દેવતાઓ અને ઇકો તીર્થંકર મહારાજનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્યપ્રાપ્તિ અને મોક્ષ અવસરે મહોત્સવ કરે છે તેથી તેઓ ક૯૫૫ન દેવ કહેવાય છે. તેઓને ક૯૫-(ફરજ) એવો છે કે તેમણે મહોત્સવમાં ભાગ લેવો જ જોઈએ. રૈવેયક અને અનુત્તરવાસી સુરોને તેમ કરવાને કલ્પ ન હોવાથી તેઓ કપાતીત કહેવાય છે.
૫ પૃથ્વીની નીચે આવેલા કોપપન્ન દે તે ભુવનપતિ (દશ), વ્યંતર અને વાણવ્યંતરોની જાતિના સમજવો. તેમાં પણ મહાકિ દેવ ઘણું હોય છે. મહાદ્ધિક દેવતાઓ જેમને મેટી દિ હોય છે તેઓ જે કે ઇંદ્રથી નાના ગણાય છે, પરંતુ તેઓની ઋદ્ધિ, સમૃદ્ધિ અને પરિવાર બહુ મોટા હોય છે.
૬ એટલે કેટલાકને તિષના દે બનાવી જમીન ૫-ભૂમિ પર ફરતા હોય તેમ ફરતા કરી મૂકે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના દેવને તિષના દેવ કહેવામાં આવે છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ છે. એવી રીતે જૂદા જૂદાં પણ સારાં રૂપ અને સારા પાડે આપી તેઓ પાસે નાટક કરાવે છે, પણ એક વાત ચોક્કસ છે કે એવા પુરુષોને સારૂં રૂપ મૂકાવી દઇને હલકા અધમ-તુચ્છ રૂપથી અથવા તેવા ખરાબ પાઠો આપીને કદિ પણ તેઓ પાસે નાચ કરાવતો નથી. આ મેટી શક્તિવાળ કર્મપરિણામ મહારાજા પણ તે મહાત્માના ભયથી કંપી જાય છે એ એકજ હકીકત સદાગમનું માહાસ્ય સમજાવવા માટે પૂરતી છે.
“વળી હે મૃગાક્ષિ! તને જે કૌતુક હોય તો તે સદાગમ મહાત્માનું કેવું રૂપ છે તે કહી સંભળાવું છું તે બરાબર સાંભળઃ પરમા
«ર્થથી બરાબર જોઈએ તો એજ મહાત્મા ત્રણ જગસદાગમ- “તના નાથ છે, ખરેખરી રીતે સર્વ ઉપર સેહ રાખનું રૂપ. “નાર એજ છે, જગતનું શરણું પણ એજ છે, સર્વ
પ્રાણીઓનો બંધુ (ભાઈ) પણ એજ છે, વિપત્તિના ઊંડા ખાડામાં પડેલાઓને એજ મહાત્મા ટેકો છે, સંસારઅટવી (વિકટ જંગલમાં ભૂલા પડેલાને સાચો માર્ગ બતાવનાર એજ મહા “પુરુષ છે, સર્વ વ્યાધિઓની ખરી દવા કરનાર મહાન વૈદ્ય પણ એજ છે, સર્વ વ્યાધિઓનો બરાબર નાશ કરનાર ઉત્તમ ઔષધ પણ એજ છે, સર્વ વસ્તુઓને પ્રકાશ કરનાર એજ મેટો દીપક છે, પ્રમાદ “(આળસ-સુસ્તી)રૂપ રાક્ષસના પંજામાંથી એકદમ છેડાવનાર એજ
મહાત્મા છે, અવિરતિરૂપ મેલ અને લીલને ધોઈ નાખનાર પણ “એજ છે, (મન, વચન અને કાયાના) દુષ્ટ યોગોને વારવાના કામમાં
૧ મૃગાક્ષિક હરણ જેવી ચપળ આંખેવાળી. સુંદર સ્ત્રી.
૨ અત્ર વ્યાધિને ભાવ વ્યાધિ સમજવા. આ સંસારમાં અજ્ઞાનને લઈને સંગવિયોગજન્ય અનેક ઉપાધિ થાય છે. જ્ઞાનને પ્રકાશ પડતાં બંધ થાય અને તેથી સ્વપરને બરાબર ખ્યાલ આવે તે વ્યાધિને દૂર કરવાને ખરેખરો ઉપાય છે અને એ ખ્યાલ તે સદાગમ છે તેથી એને વૈદ્યનું સ્થાન આપ્યું છે. આવી યોજના સર્વ વિશેષણમાં કરવી.
૩ ત્યાગભાવ ન કરતાં સંસારમાં રાચી રહેવું તેને અવિરતિ ભાવ કહેવામાં આવે છે તે પ્રાયે અજ્ઞાનજન્ય હોય છે, મિથ્યાત્વમાં એ ભાવ વિશેષ વર્તતો હોય છે.
૪ મેલ-કચર અને લીલ (પાણી ઉપર દેખાતી સેવાળ)ને ધોઈ નાખનારસાફ કરનાર પાણીનું કામ સદાગમ કરે છે. અહીં અવિરતિરૂપ લીલ અને કચરે છે એમ સમજવું.
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫] સદાગમપરિચય.
૨૮૯ તેજ ખરેખરો ઉદ્યમ કરે છે, શબ્દ વિગેરે પાંચ તોફાની ચોરે જ્યારે “ આ પ્રાણીનું ધર્મધન લુંટવા મંડી જાય છે ત્યારે તે ચેરના પંજામાંથી મૂકાવનાર એજ મહાત્મા છે અને તેના જેવું છોડાવવાનું કામ કરનાર બીજે કઈ જોવામાં આવતો નથી, મહા ઘોર ભયંકર નરકનાં દુઃખ“માંથી બચાવી લેનાર અને ત્યાં ગયેલાનો પણ ઉદ્ધાર કરનાર તે મને “હાત્મા છે અને પ્રાણીઓને જનાવરપણુનાં ( તિર્યંચ ગતિનાં) દુ:ખથી
બચાવનાર પણ એજ મહાત્મા છે, તુચ્છ અધમ મનુષ્યપણુમાં પ્રાપ્ત “થતાં અનેક દુઃખોનો વિચછેદ કરાવનાર પણ એજ મહાત્મા છે અને “અધમ અસુરપણમાં મનમાં નિરંતર થતા અનેક સંતાપથી દર રાખનાર પણ એજ મહાત્મા છે; અજ્ઞાન વૃક્ષનો નાશ કરવા માટે “તે જ મહાત્મા કુઠાર જેવા છે; એ નિદ્રાને* નસાડી મૂકનાર અને પ્રાણી
ને જાગ્રત કરનાર છે; “સ્વાભાવિક આનંદનું ખરેખરૂં કારણ એજ છે “એમ કેમ કહેવાય છે અને સુખદુઃખના અનુભવથી થતી મિથ્યા
બુદ્ધિને કાપી નાખનાર પણ તેજ મહાત્મા છે; “એ મહાત્મા કોધ “અગ્નિને બુઝવવા માટે જળ સમાન છે, મહામાનરૂપ મોટા પર્વતને “કાપી નાખવા માટે વજી સમાન છે, મહામાયારૂપ મોટી વાઘણનો
૧ પાંચ તોફાની એરે તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સમજવા.
૨ ભિખારી, દરિદ્રી, રેગી, અંધ, બહેરા વિગેરે અધમ મનુષ્યની પંક્તિમાં આવે છે.
૩ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ જેનું કામ જ્ઞાનની આડા આચ્છાદન કરવાનું છે તેના નાશથી આ સ્થિતિ પાપ્ત થાય છે.
૪ નિદ્રા પર સત્તા બીજા દર્શનાવરણય કર્મ પર અંકુશ આવવાથી પ્રાપ્ત થાય છે. એ કર્મ દર્શનને રોકે છે અને નિદ્રાને લાવે છે.
૫ સ્વાભાવિક આનંદ આત્મપરિણતિની રમણતામાં છે. દુનિયામાં જે ગાડી વાડી લાડી વિગેરેના સંસર્ગથી આનંદ મનાય છે તે પૌગલિક છે, અસ્થિર છે, અસ્વાભાવિક છે, નિરંતર રહેનાર ન હોવાથી ખોટે છે. સ્વાભાવિક આનંદ જ્ઞાન વગર થતો નથી અને આત્માની એવી શાંત દૃશા વેદનીય કર્મના ક્ષયથી થાય છે. આઠ કર્મમાં આ ત્રીજું કર્મ છે.
૬ હવે જે વિશેષણો આવે છે તે ચોથા મેહનીય કર્મના નાશથી પ્રાપ્ત થાય છે. ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગછા, વેદ અને મિથ્યાત્વ એ સર્વ મેહના આવિર્ભાવ છે. પ્રથમ ચાર કષાય છે (ક્રોધાદિ).
૭ ઇંદ્રનું વજી બહુ નાનું હોય છે, પણ શક્તિ એટલી હોય છે કે પર્વત પર પડતાં તેના ચૂરેચૂરા કરી નાખે છે.
૩૭
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૨
“ નાશ કરવા માટે `શરભ ( અષ્ટાપદ) સમાન છે અને મેટા લાભ“રૂપ મેઘનું શોષણ કરવાને પવન સમાન છે; એ મહાપુરુષ હાસ્યના “ વિકારને શમાવવાની મોટી શક્તિ ધરાવનારા છે અને મેાહનીય કર્મના “ ઉદયથી થતી રતિનેા સારી રીતે નાશ કરે છે, અરતિથી પીડા પામતા
*
પ્રાણીઓને તે મહાત્મા અમૃત જેવા લાગે છે અને કોઇ પ્રાણી ભયથી “ પીડા પામતા હોય, ગભરાઇ ગયા હોય તેનું સારી રીતે રક્ષણ કર“ વાને એ શક્તિવાળ્ છે, શાકથી હિંમત હારી ગયેલા પ્રાણીને ખરેખર “ સાચા દિલાસા એ મહાત્મા આપે છે અને પ્રાણીઓને જુગુપ્સા “ વિગેરે વિકારો થાય તેને તે સંપૂર્ણપણે શાંતિ પમાડે છે; ‘કાળ પિ“ શાચને લાત મારીને હાંકી કાઢવાને તેજ મહાપુરુષ સમર્થ છે અને “ મિથ્યાત્વરૂપ અંધકારને કાપી નાખનાર તે ( સદાગમ) પ્રચંડ પ્રતાપ“ વાળા સૂર્ય છે; પચાર પ્રકારનાં જીવિત (આયુ)ના સર્વથા છેદ કરાવવાનું “ કારણે તેજ મહાપુરુષ છે, કારણ કે જ્યાં આગળ જન્મ મરણુ ન હેાય “ તેવા શિવાલયમાં એ પ્રાણીઓને લઇ જાય છે; સારી અથવા ખરાબ
નામ કર્મની અનેક પ્રકૃતિએને લઇને પ્રાણીઓને આ સંસારમાં અનેક “ પ્રકારની પીડા થાય છે તે સર્વને આ મહાત્મા અશરીરી” સ્થાન
૧ શરભ: અષ્ટાપદ પક્ષી.
૨ રતિઃ વિષયમાં પ્રીતિ
૩ જુગુપ્સાઃ બાહ્ય દૃષ્ટિને ન ગમે તેવી વસ્તુ તરફ તિરસ્કાર બતાવવા, નાક મરડવું તે.
૪ નવ નાકષાય છે તેનું અત્ર વર્ણન ચાલે છે. હાસ્ય ( મશ્કરી, ઠઠ્ઠા), રતિ (પ્રેમ), અતિ (ખેદ), શેાક, ભય અને બ્રુગુપ્સા અને સ્રીવેદ (પુરુષ ભે।ગવવાની ઇચ્છા ), પુરુષવેદ અને નપુંસકવેદ (સ્ત્રી પુરુષ બન્નેને ભેાગવવાની ઇચ્છા.)
૫ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં જન્મ મરણનાં દુ:ખ હાય છે. એના નાશથી પ્રાણી મેાક્ષે જય છે. આ ગુણુ પાંચમા આયુષ્ય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.
૬ છઠ્ઠા નામ કર્મના ઉદયથી પ્રાણીને શરીર, સંસ્થાન, સંધયણ, સ્વર, કીર્ત આદિને લઇને અનેક સારાં અને ખરાબ નામેા મળે છે. અહીં ખાસ સમજવા જેવું એ છે કે સારાં નામને પણ સેનાની ખેડી પેઠે નહિ ઇચ્છવા યાગ્ય ગણવામાં આવે છે. શુભ કર્મ પણ જરૂર ભાગવવાં પડે છે અને ભાગ વખતે નવીન કર્મબંધ કરાવે છે તેથી તેને પણ ત્યાગ કરવા યોગ્ય છે.
૭ અનંગસ્થાનઃ જે સ્થાનમાં અંગ-શરીર નથી, માત્ર આત્મા એકલેાજ છે તે મેક્ષના નામથી જણાયલું અશરીરી સ્થાન છે. તેને અપાવનાર મહાત્મા સદાગમ છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સદાગમપરિચય.
૨૯૧
“ પ્રાપ્ત કરાવીને સર્વથા છેદી નાખે છે; પેાતાના ભક્ત જનાને અક્ષય “ અને અવ્યય સર્વોત્તમપણું પ્રાપ્ત કરાવીને ઊંચા નીચા ગાત્રવતૅ થતી “ પીડાઓને તેજ મહાત્મા કાપી નાખે છે; એજ મહાત્મા દાન લાભ “ વિગેરે અનેક શક્તિ આપવાનું કારણ છે અને તેજ મહાત્મા મહાવીર્ય
'
(શક્તિ )ના યાગ કરી આપવાના કારણભૂત છે. જે અધમ અને “ ભાગ્યહીન પુરુષા બહુ પાપી હોય છે તેઓને આ સદાગમ મહાત્માના “ નામ માટે પણ ઘણું માન હોતું નથી અને તેવા પ્રાણીઓને ઉપર “ જણાવવામાં આવી છે તે સર્વ કર્થના કર્મપરિણામ રાજા કરે છે “ અને તે પ્રાણીઓ પાસે સંસારનાટક ભજવાવે છે. જે પ્રાણીઓનું “ થોડા વખતમાં કલ્યાણ થવાનું હાય છે તેવા પુણ્યશાળી ઉત્તમ પુરુષા
፡፡
અહુ આદરપૂર્વક સદાગમનું કહેવું માન્ય કરે છે અને તેના હુકમને “ તાબે રહે છે, તેથી તેઓ અનેક પ્રકારની પીડા આપનાર કર્મપરિ፡ ણામ રાજાની જરા પણ દરકાર નહિ કરતાં તેનું અપમાન કરી સંસાર“ નાટકથી મુક્ત થઇ નિવૃત્તિ નગરીમાં જાય છે અને ત્યાં લહેર કરે છે. “ કદિ તેઓ આ કર્મપરિણામ મહારાજાના તાબાના પ્રદેશમાં રહે તેાપણ કોઇ પણ પ્રકારની ચિંતા રહિત થઇને સદાગમની કૃપાથી કર્મ“ પરિણામ રાજાને તૃણુ જેવા તુચ્છ ગણે છે અને તેની લગાર માત્ર પણ દરકાર કરતા નથી. આ સંબંધમાં વધારે શું વર્ણન કરવું ? આ દુનિયામાં કે અન્યત્ર એવી કોઇ પણ સુંદર વસ્તુ નથી કે જે આ સદાગમ મહાત્મામાં ભક્તિવાળા પ્રાણીઓને પ્રાપ્ત થઇ શકે તેમ ન હાય. આવી રીતે હે સિખ ! મેં તારી પાસે એ સદાગમ મહાત્માનું સંક્ષેપમાં સાધારણ રીતે વર્ણન કરી બતાવ્યું, બાકી વિશેષ પ્રકારે “ સર્વથા તેા તેના ગુણેાનું વર્ણન કરવાને કોઇ સમર્થ થાય તેમ નથી.” પ્રજ્ઞાવિશાલાએ કહેલી આ લંબાણુ હકીકત સાંભળી ત્યારે અ
፡
'
*
ઃઃ
ર
૧ સાતમા ગાત્ર કર્મના ઉદયથી નાશથી ઉક્ત વિશેષણ પ્રાપ્ત થાય છે. કાંઇ ઘટાડા તથી.
પ્રાણી હલકા કે ઊંચા કહેવાય છે, એ કર્મના અક્ષય-જેને ક્ષય થતા નથી. અવ્યયજેમાં
૨ આઠમા અંતરાય કર્મના ક્ષયથી દાન લાભ ભાગ ઉપભાગ અને વીર્ય પર જે અંતરાયઆવરણ પડેલ હોય છે તેને નાશ થતાં આત્માની અનંત શક્તિ પ્ર
ગટ થાય છે.
૩ સદાગમ પ્રાપ્ત થયા પછી અને મેક્ષ જવા પહેલાં કેટલાક કાળ આ સંસારમાં પ્રાણી રહે તે વખતે પણ કર્યો તેને વિડંબના કરી શકતાં નથી અને કદાચ પૂર્વનાં રહી ગયાં હેાય અને કાંઇ ઉપાધિ કરે તેા તેની અસર થતી નથી. કર્મના ઉદય વખતે તેની સામે જોરથી ઊભા રહેવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૨
ગૃહતસંકેતાને બહુ આશ્ચર્ય થયું, ઘણુ નવાઈ લાગી સદાગમ પાસે અને મનમાં સંદેહો થવાથી વિચાર કરવા લાગી જવાની વિજ્ઞપ્તિ- કે આ મારી સખીએ જેવા ગુણોનું વર્ણન કર્યું
તેવા ગુણે તેનામાં ખરેખર હોય તે તેના જે તે બીજો કોઈ પ્રાણી મારા જેવામાં આવ્યો નથી, માટે હું જાતે જ જોઈને ખાતરી કરૂં. બીજાના કહેવાથી સાંભળેલી વાતવડે પૂરેપૂરો સંદેહ ટળી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરીને એગ્રહિતસંકેતા બલી-“મારી અત્યાર સુધી તો ખાતરી હતી કે મારી સખી (તું) સત્ય બોલનારી છે, પરંતુ અત્યારે તું સદાગમના ગુણનું વર્ણન એવા પ્રકારે કરે છે કે જે તદ્દન અસંભવિત હોય. તે સાંભળીને મને એમ લાગે છે કે તું પણ મોઢે ચેકડા વગર જેમ આવે તેમ બહુ બોલકી છો. મને એ પણ વિચાર થાય છે કે તને તેને વિશેષ પરિચય છે તેથી તેના પરના પ્રેમને લઈને તેને માટે તું આટલું બધું બોલે છે. નહિ તો વળી શું કર્મ પરિણામ મહારાજા તે કેઈથી કદિ બીતા હશે? અને વળી શું એક પ્રાણીમાં એટલા બધા ગુણે એક સાથે એક જગાએ હોવાની વાત પણ બનવા જોગ હોય ખરી? પણ મને ચોક્કસ ખાતરી છે કે મારી વહાલી સખી મને કઈ દિવસ પણ છેતરતી નથી. આ પ્રમાણે હોવાથી સંદેહ પર ચઢેલું મારું મન હીંચોળા ખાય છે અને તેમાં અનેક પ્રકારે ડોળાણુ થયા કરે છે તેથી મને એમ લાગે છે કે તારા એ આત્મપરિચિત પુરુષનાં મને વિશેષ પ્રકારે દર્શન કરાવવાની જરૂર છે.”
પ્રજ્ઞાવિશાલા-“આ તારો વિચાર મને પણ બહુ પસંદ આવે છે. મારા હૃદયમાં વાસ કરી રહેલ એ ભગવાન્ સદાગમને તારે પણ જેવા જોઈએ અને તે માટે તેમની પાસે જવું જોઈએ. ચાલે ત્યારે આપણે ત્યાંજ જઈએ.”
SINES
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું.
સંસારીજીવ તસ્કર.
આ
ગલા પ્રકરણમાં વાર્તા કરી તેને પરિણામે બન્ને અહેનપણીએ અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલા સદાગમ પાસે જવા ચાલી. મેાટા મોટા વિજયરૂપ' અનેક દુકાનેાની પંક્તિ (હાર)થી શોભી રહેલી અને અનેક મહાત્મા પુરુષોથી ખીચોખીચ ભરેલી મહાવિદેહ - રૂપ ત્યાં બજાર હતી. તે બજારમાં એ ગઇ અને એ બજારમાં ૨હેલ, અનેક મહાત્મા પુરુષાથી પરિવેષ્ટિત ( જેની આજુબાજુ આવી રહેલા છે તેવા ) અને થયેલા થતા તેમજ થનારા સર્વ ભાવાનું વર્ણન કરતા ભગવાન્ સમ્રાગમને તેમણે ત્યાં જોયા. તેઓશ્રીની નજદીક બન્ને સખી તે મહાત્માને નમસ્કાર કર્યાં અને તેની નજીકમાં મન્ને બેઠી. તેની આકૃતિ જોવા માત્રથીજ અને તેની સામી વારંવાર બહુમાનપૂર્વક નજર કરવાને લીધે અગૃહીતસંકેતાના મનમાં જે સંશય ઉત્પન્ન થયા હતા તે તે ચાલ્યેાજ ગયા, તેના આનંદમાં ઘણા વધારા થઇ ગયા, તેના ચિત્તમાં એ મહાત્મા પુરુષને માટે વિશ્વાસ ઉત્પન્ન થયા અને તેનાં દર્શનથી પોતાના આત્મા કૃતાર્થ થયા છે એમ તે અંતઃકરણપૂર્વક માનવા લાગી. પછી તેણે પ્રજ્ઞાવિશાલાને ઉદ્દેશીને કહ્યું “અહા ભાગ્યશાળી ! તને ખરેખર ધન્ય છે! તારૂં જીવતર ઘણું શ્રેષ્ટ છે કે જેને આવા મહાત્મા પુરુષ સાથે પરિચય થયા છે. અત્યાર સુધી મેં તે પાપને પણ ધોઇ નાખે તેવા આ મહાત્મા પુરુષનાં દર્શન પણ કર્યાં નહાતાં
ગઇ,
મહાવિદેહમાં સદાગમ.
૧ મહાવિદેહ ખંડના ખત્રીશ વિષય છે–વિભાગ છે. એ દરેકને દુકાનનું રૂપક આપ્યું છે.
૨ મહાવિદેહ ક્ષેત્ર આખાને ખારનું રૂપક આપ્યું છે. આ બારમાં વિજય્રૂપ દુકાનો છે. ત્યાંથી પ્રાણી પાપ પુણ્યરૂપ કરિયાણાં ખરીદ કરે છે. ભરત ક્ષેત્રને બદલે મહાવિદેહ ક્ષેત્રનું રૂપક કરવાનું કારણ એ જણાય છે કે ત્યાં નિરંતર ચેાથા આરાના ભાવા વર્તે છે, અન્તર કદિ બંધ થતી નથી અને તીર્થંકર મહારાજ સદાગમ નિરંતર ખતાવ્યા કરે છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ તેથી ખરેખર હું કમનશીબ હતી અને છેતરાયેલી હતી. હીનભાગી પ્રા
ઓ આ સદાગમ મહાત્માને પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે 'લક્ષણ વગરના મનુષ્યને ચિંતામણિ રત્ર મળતું નથી. આ મહાભાગ્યશાળી મહાત્મા સદાગમનાં દર્શન તારી કૃપાથી આજે હું પામી તેથી મારાં સર્વ પાપ ધેવાઈ ગયાં છે અને હું પવિત્ર થઈ છું. અહો કમલાક્ષિ! તે આ મહાત્માના જે અનેક ગુણોનું મારી પાસે વર્ણન કર્યું હતું તે સર્વે તેનામાં છેજ એમ તેનાં દર્શન માત્રથી મારા મનમાં નિશ્ચય થઈ ગયો છે. આ મહાપુરુષનું વિશેષ ગુણગૌરવ તે હું હજા જાણતી નથી પણ મને એટલું તે લાગે છે કે એમની જેવો બીજે કઈ પણ પુરુષ આ દુનિયામાં છેજ નહિ. એમનામાં એટલા બધા ગુણ હશે એ મને અગાઉ સંશય થયે હતો તે પણ અત્યારે તેઓનાં દર્શનથી એકદમ નાશ પામી ગયે છે. તું બડી પક્કી છે અને ખરેખર તને મારા ઉપર સાચેસાચે સાવજ નથી, કારણ કે આજ સુધી મને તે આ મહાત્મા પુરુષનાં કદિ દર્શન પણ કરાવ્યાં નહિ, પણ
હેન ! હવેથી તે મારે તારી સાથે આવીને આ ઉત્તમ પુરુષની દરરેજ સેવા કરવી એવો વિચાર મારે થયો છે. તું તે અહીં બહુ વખત આવેલી છે તેથી આ મહાત્મામાં કયા કયા ગુણે છે, તેમનું ખરું
સ્વરૂપ શું છે, તેઓના આચાર કેવા છે અને તેઓનું અંતઃકરણપૂર્વક કેવી વિધિએ આરાધના થાય છે એ સર્વ સારી રીતે જાણે છે, પણ હે મિતભાષિણી ! તારે તે સર્વ મને પણ સમજાવવું પડશે, જેથી તેઓશ્રીની આરાધના કરીને હું પણ તારા જેવી થાઉં.”
પ્રજ્ઞાવિશાલા–“બહુ સારું, બહુ સારું વહાલી સખિ! જે તું એ પ્રમાણે કરીશ તો મારી મહેનત પણ સફળ થશે. અહે સુંદર લેનવાળી ! ધન્ય છે તારા વિશેષ જ્ઞાનને અને વચનકૌશલ્યને! કેઈએ તારા ઉપર ગુણ કર્યો હોય તેને ઓળખવાની ટેવ ( કૃતજ્ઞતા) તારામાં ખરેખર વખાણવા લાયક છે. એ મહાત્માને લગતા સંકેતો તું જાણતી નહિ હોવાથી આ સદાગમને તું ઓળખતી નહતી, પરંતુ
૧ ભાગ્યવાન પુરુષનાં બત્રીસ લક્ષણે નીતિશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
૨ ચિંતામણિ રતન પ્રભાવ એવો હોય છે કે તે સર્વ મનવાંછિત વસ્તુઓ આપે છે. અત્ર ધર્મજ્ઞાનરૂપ ચિંતામણિ રત પર ફ્લેશ સમજવો.
૩ મિતભાષિણઃ બહુ થોડું-જરૂર પૂરતું બેલનારી.
૪ સંકેત: ખબર, હકીકત. આ કારણને લઈને જ તેનું નામ અગૃહીતસંકેતા રાખવામાં આવ્યું છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૫
પ્રકરણ ૬]
સંસારીજીવ તસ્કર. હવે વાસ્તવિક રીતે એ બાબતમાં તારી યોગ્યતા થયેલી જણાય છે. આવી રીતે જે તે દરરોજ મારી સાથે વિચારણું કરીશ તો અત્યારે તે જે કે તું પરમાર્થને જાણતી નથી, પણ ધીમે ધીમે સર્વ વસ્તુની અંદર રહેલા તત્વને બરાબર જાણનાર થઈ જઈશ.આ પ્રમાણે વાતો કરતાં તે બન્ને સખીઓને બહુ આનંદ છે. પછી તેઓ સદાગમ મહાત્માને નમસ્કાર કરીને તે દિવસે તો પોતપોતાને સ્થાનકે ગઈ, પરંતુ પછીથી તે બન્ને સખીઓ દરરોજ સદાગમ પાસે આવવા લાગી, તે મહાત્માની સેવા કરવા લાગી અને તેમના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા.
રાજપુત્ર સંબંધી નિર્ણય. તે મહાત્મા અને બુદ્ધિમાન્ સદારામે એક દિવસ વિશાળ નજર
પહોંચાડનાર પ્રણાવિશાલાને ઉદ્દેશીને કહ્યું “પેલે રાપ્રજ્ઞાવિશાલાને પુત્ર (ભવ્યપુરુષ-સુમતિ) જે સર્વ ગુણ ધારણ ધાવમાતાસ્થાન. કરનારે થવાનો છે તેને નાનપણથી તારે તારા
એહમાં જોડી દેવાની જરૂર છે, તેથી હે ભદ્ર! તું રાજકુળમાં જા, ત્યાં તારે પરિચય વધાર અને કાળપરિણતિ મહારાણી જે રાજપુત્રની માતા થાય છે તેનું મન હરણ કરીને ગમે તે પ્રકારે તું તે રાજપુત્રની ધાવમાતા થા. તારામાં જે આ બાળકને વિશ્વાસ આવશે તે પછી તે સુખમાં ઉછરશે તો પણ મારે વશ રહેશે. એટલે પછી એવા સુપાત્રમાં મારું નિઃશેષ જ્ઞાન ક્ષેપવીને હું પણ કૃતકૃત્ય થઇશ.”
સદાગમની આ પ્રમાણે આજ્ઞા થતાં પ્રજ્ઞાવિશાલાએ “જેવો મહારાજશ્રીને હુકમ” એમ કહી, મસ્તક નમાવી, તે મહાત્માનાં વચનોમાં આદર લાવીને તેમણે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કર્યું. એટલે પ્રજ્ઞાવિશાલા રાજપુત્રની ધાવમાતા થઈ. હવે તે ધાવમાતાનું
૧ વિશાળ બુદ્ધિના માણસો સાથે વિચાર કરવાથી અને તેના સંબંધમાં આવવાથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેમ ન થાય તે સંકેત પામી શકાતો નથી.
૨ નાનપણમાં સારા અભ્યાસની કેટલી જરૂર છે તે અત્ર વિચારવા યોગ્ય છે, નાનપણમાં છોકરાને ગમે તેટલા લાડ લડાવવામાં આવે પણ તેની બુદિનો વિકાસ કેવી રીતે થાય તેને સાથે જ વિચાર કરવાની ખાસ જરૂર છે, બાલ્ય કાળથી પ્રજ્ઞાવિશાલાને જોડવાની જરૂર અહીં ઉચિત રીતે બતાવી છે. અહીં “બાલ્ય” શખ શ્લેષ છે. ઉમરે ઘણા વધી ગયેલા પણ ધર્મજ્ઞાનમાં “બાલ્ય” ભાવે ધારણ કરનારા ઘણા હોય છે તે ધ્યાનમાં રાખવું.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ કામ કરે છે અને સ્વર્ગમાં રહેલા દેવની પેઠે સુખને અનુભવતે કુમાર ઉછરે છે. અનુક્રમે તે રાજપુત્ર વૃદ્ધિ પામતો ગયે અને કલ્પવૃક્ષની પિઠે સર્વ લેકેને આનંદ આપનાર થયો. અગાઉ સદારામે તેના જે ગુણેનું વર્ણન કર્યું હતું તે સર્વ ગુણે તે બાળકઅવસ્થામાં હતા ત્યારથીજ તેનામાં પ્રગટપણે દેખાવા લાગ્યા.
એક દિવસ સદાગમની સાથે તેનો પરિચય કરાવવાના હેતુથી
પ્રજ્ઞાવિશાલા તે રાજપુત્રને સદાગમની પાસે લઈ ગઈ. સુમતિની ગુ- ભાવિભદ્ર (જેનું ભવિષ્યમાં સારું કલ્યાણ થવાનું છે વિચારણું. તેવો) કુમાર જે જાતે મહા પુણ્યશાળી જીવ છે તેને
મહાત્મા સદાગમને જોતાંજ ઘણે હર્ષ થયે. અંતઃકરણની ભક્તિપૂર્વક સદાગમને નમસ્કાર કરીને રાજકુમાર મહાત્માની નજીક બેઠે અને અમૃત જેવાં મનહર વાક્ય તેઓશ્રી બેલતા હતા તે બહુ ધ્યાન રાખીને હોંશથી સાંભળવા લાગ્યું. ચંદ્રકિરણ જેવા નિર્મળ ગુણેથી રાજપુત્રનું મન મહાત્મા સદાગમ તરફ જતાઈ ગયું અને તેને પરિણામે તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો-“અહો! શું એમનાં વાક્યોની મીઠાશ છે! એઓશ્રીનું રૂપ કેવું અદ્વિતીય સુંદર છે! તેઓના ગુણે કેવા આકર્ષણય છે! આવા મહાત્મા પુરુષનાં મારે દર્શન થયાં તેથી ખરેખર હું ભાગ્યશાળી છું! આ મનુજગતિ નગરી કે જેમાં આ સદાગમ જેવા મહાત્મા વસે છે તે નગરી પણ ખરેખર ભાગ્યશાળી છે! આ બુદ્ધિમાન મહાત્માનાં દર્શન કરીને મારા તો પાપ આજેજ ધોવાઈ ગયાં હોય એમ મને લાગે છે. ખરેખર, સદાગમ ભગવાન થયેલા, થતા અને થનારા સર્વ ભાવનું નિરૂપણ બહુ સારી રીતે-ભાવપૂર્વક કરે છે, તેથી જે આ મહાત્મા મારા ઉપાધ્યાય થાય તે તેઓની પાસે જે સર્વ કળાઓ છે તે હું ગ્રહણ કરું.” તેના
મનમાં આવી રીતે જે વિચાર આવ્યા તે તેણે પ્રજ્ઞાસદાગમને ઉ- વિશાલાને જણાવ્યા અને તેણુએ જઈને તે હકીકત પાધ્યાયસ્થાન. રાજપુત્રના માબાપને જણાવી. તેઓને પણ આ
હકીકત સાંભળીને આનંદ થયો. તેઓએ ત્યારપછી એક સારે દિવસે મોટા ઉત્સવપૂર્વક પોતાના પુત્રને ગુરુ મહારાજને અર્પણ કર્યો અને પ્રસંગને યોગ્ય સદાગમની પૂજા કરીને અને કૌતુકપૂર્વક તેને સત્કાર કરીને સુમતિને શિષ્ય તરીકે ગુરુ મહારાજને સોંપી આપે. તે ધીર કુમારે તે વખતે શ્વેત વસ્ત્રો પહેર્યો, શ્વેત ભૂષહુથી ભૂષિત થયે, શ્વેત કુલના સમૂહથી તે ભરાઈ ગયું અને શ્વેત
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬]. સંસારીજીવ તસ્કર.
૨૯૭ ચંદનથી તેના શરીર પર વિલેપન કરવામાં આવ્યું. હવે તે રાજકુમાર ઉપાધ્યાયની પાસે મહા આનંદ-પ્રમોદ ઉપજાવે તેવા વિનયથી નમ્ર થઈને રહે છે. તેનો હેતુ કળાઓને અભ્યાસ કરવાનો છે અને સદાગમની ઈચ્છા પણ તેને કળા શીખવવાની છે. પછી રાજકુમાર દરરોજ પ્રજ્ઞાવિશાલાની સાથે ગુરુ મહારાજ પાસે વિદ્યા ભણવાની જિજ્ઞાસાથી આવવા લાગ્યો.
સંસારીજીવ, એક દિવસ બજારમાં સદાગમ મહાત્મા આનંદથી બેઠા છે, તેની બાજુમાં પ્રજ્ઞાવિશાલા સાથે રાજકુંવર પણ બેઠેલ છે, સદાગમની ફરતા બીજા અનેક માણસે બેઠેલા છે, તેઓની પાસે તે મહાત્મા અનેક બાબત સંબંધી વાર્તાલાપ કરી રહ્યા છે, તે વખતે અગૃહીતસંકેતા પણ પોતાની સખી પ્રણાવિશાલા પાસે આવી મહાત્માને નમસ્કાર કરીને શુદ્ધ જમીન જોઈને બેઠી. તેણે પિતાની વહાલી સખીને કુશળ સમાચાર પૂછા, રાજપુત્રને સન્માન આપ્યું અને સદારામ સન્મુખ આ સ્થિર કરીને બેઠી. હવે તે વખતે એકાએક એક દિશામાંથી કેળાહળ ઉઠડ્યો. તે
દિશા તરફથી કઠેર અને અસ્તવ્યસ્ત ઢેલને અવાજ કોળાહળ સંભળા, તેફાની બાળકેએ કરેલ અટ્ટહાસનો અને ચેર. અવાજ પણ એજ દિશામાંથી આવવા લાગ્યો. આવા
વિચિત્ર અવાજને લીધે આખી સભાની નજર તે દિશા તરફ ખેંચાણી. તે વખતે તેઓએ પોતાની બહુ નજીકમાં એક સંસારીજીવ નામને ચેર જોયો અને તેના કારણથીજ મોટે કલકલ અવાજ ઉઠયો હતો એમ જણાયું. એ ચેરના આખે શરીરે રક્ષા (રાખ) પડવામાં આવી હતી, તેની ચામડી પર ગેરૂના હાથા પાડવામાં આવ્યા હતા, ઘાસની રક્ષાના આખે શરીરે કાળા ચાંડલા કરવામાં આવ્યા હતા, ગળામાં કણેરના બોડકાની માળા પહેરાવવામાં આવી હતી, છાતી પર રામપાત્ર (કોડિયા)ની માળા પહેરાવવામાં આવી હતી, જુની કુટેલી ઠીબનું મસ્તક પર છત્ર ધરવામાં આવ્યું હતું, ગળાની એક બાજુએ ચરીને માલ લટકાવવામાં આવ્યો હતો, તેને ગધેડા ઉપર સ્વારી કરાવી હતી, તેની ચારે બાજુએ રાજસેવક
૧ રાજકુમારે તાંબર મુનિપણું ગ્રહણ કર્યું એવો ભાવાર્થ સમજવો. ૨ અટ્ટહાસ: ઘણું ઊંચેથી હસવું તે.
૩૮
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસતાવ ૨ ફરી વળેલા હતા, જોકે તેની નિંદા કરી રહ્યા હતા, તેનું આખું શરીર ધ્રુજતું હતું, આંખો ચકળવકળ થતી હતી, ભયથી છાતી ધડકતી હતી અને દશે દિશાઓમાં આમતેમ અસ્થિરપણે તે જોયા કરતો હતો.
આ બનાવ જોઈને પ્રજ્ઞાવિશાલાને બહુ દયા આવી. તેણે મનમાં
વિચાર કર્યો કે મહાત્મા સદાગમ સિવાય બીજું કઈ ચોરે લીધેલો સ- પણ આ બાપડાની રક્ષા કરી શકે એમ લાગતું નથી. દાગમઆશ્રય. આ પ્રમાણે વિચાર કરીને પ્રજ્ઞાવિશાલા પેલા સં
સારીજીવ ચર પાસે ગઈ, અને એને સમજાવીને મહા પ્રયને તેણે એ ચારને સદાગમનાં દર્શન કરાવ્યાં અને કહ્યું
ભદ્ર! તું આ મહાપુરુષનું શરણ લે.” તે ચોર પણ જેવો સદાગમની નજીક આવ્યું તેજ જાણે તેનામાં અપૂર્વ વિશ્વાસ આવી ગયો હોય નહિ તેવી ચેષ્ટા કરવા લાગ્યો અને તેવા પ્રકારના વિચાર કરવા લાગ્યું. તે વખતે કેઈ અપૂર્વ અવર્ણનીય અવસ્થાને તે અનુભવ કરવા લાગ્યો. પછી સર્વ લેકે હજુ તે તેની સામી નજર કરી રહ્યા છે તેવામાં તે તે પિતાની આંખો મીંચી દઈને જમીન પર પડી ગયો. એવી રીતે જમીન પર પડ્યા પછી કેટલેક કાળ તે તે હાલ્યા ચાલ્યા વગર તદ્દન નિશ્ચળ પડી રહ્યો. આ ચોરને એકાએક શું થયું હશે? એવા વિચારથી નગરના લેકે જે તેની પછવાડે આવ્યા હતા તે આશ્ચર્ય પામવા લાગ્યા. ત્યારપછી ધીમે ધીમે તે ચરને ચેતન પ્રાપ્ત થઈ અને જરા સાવધ થયું. પછી તેણે ઉઠીને સદાગમને ઉદ્દેશીને મોટા સ્વરથી પકાર કર્યો, “હે નાથ! મારું રક્ષણ કરે, રક્ષણ કરે. તેના આવા શબ્દ સાંભળીને “તું ભય રાખ નહિ, તને અભય હે, અભય હો!” એ પ્રમાણે બેલીને સદાગમે તેને આશ્વાસન આપ્યું. ત્યારપછી એ સદાગમ મહાત્માના શરણમાં આવ્યું. સદાગમ મહાત્માએ એ પુરુષનો સ્વીકાર પણ કરી લીધો. રાજાના સેવકે જેઓ સદાગમ મહાત્માનો મહિમા કેટલે મોટો છે અને તેમનામાં કેવી અદ્દભુત શક્તિ છે તે જાણતા હતા તેઓ મનમાં સમજી ગયા કે હવે આ પુરુષ આપણું રાજાની સત્તામાં રહ્યો નથી તેથી તેઓ વિચાર કરીને આખા શરીરે ધ્રુજતા ધ્રુજતા અકેક ડગલું પાછું ભરતા બહાર નીકળી ગયા અને દર પ્રદેશમાં જઈને બેઠા. તેઓ સમજી ગયા કે જ્યાં સુધી એ ચોરને સદાગમ સ્વીકાર કરશે ત્યાં સુધી પોતાનું કે પોતાના રાજાનું કાંઈ ચાલવાનું નથી; આથી રાહ જોતા તેઓ જરા દૂર જઈને બેઠા. સંસારીજીવને પણ આથી જરાક શાંતિ પ્રાપ્ત થઈ
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ] સંસારીજીવ તસ્કર.
૨૯૯ હવે અગૃહતસંકેતાએ સંસારીજીવને પૂછયું “ભદ્ર! તે શું ગુન્હો કર્યો હતો કે જેથી આ જમ જેવા રાજપુરુષએ તને પકડ્યો હતો?” અગ્રહીતસંકેતાનો આ પ્રશ્ન સાંભળીને સંસારીજીવે જવાબ
આ “આપ એ બાબત પૂછવું જવા દો, એ બાબચારને તેમાં કાંઇ માલ નથી, એ હકીકત ખાસ કહેવા લાયક અહેવાલ. નથી. મહાત્મા સદાગમ એ આખો બનાવ અને સર્વ
હકીકત સારી રીતે જાણે છે એટલે એ કહેવાની જરૂર પણ નથી,” એટલે સદારામે કહ્યું કે “આ અગ્રહીતસંકેતાને તારે વૃત્તાંત સાંભળવાનું કુતૂહળ છે તે તેની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે તારી હકીક્ત કહે, એમાં કોઈ વાંધો નથી.” સંસારીજીવે કહ્યું “જેવી આપ સાહેબની આજ્ઞા, પરંતુ સર્વ લેકે સાંભળે તેવી રીતે મારા ઉપર થયેલી વિડંબનાનું વર્ણન કરવાને હું સમર્થ નથી તેથી આપણે નિર્જન સ્થાનકે (એકાન્તમાં) બેસીએ. આપ એ પ્રમાણે આજ્ઞા કરવાની કૃપા કરો.”
સદાગમે તે વખતે સભા તરફ નજર કરી, એટલે સભામાં આ વેલા વિચક્ષણ લેકે તુરત ઉઠીને દૂર જઈને બેઠા. બીજા લેકે ઉસ્થા તેની સાથે પ્રજ્ઞાવિશાલા પણ ઉઠવા લાગી, એટલે તેને ગુરુ મહારાજે બેસવાની આજ્ઞા કરી. તેની બાજુમાં ‘સદાગમના કહેવાથી ભવ્યપુરુષ પણ બેઠે. પછી આ ચારેની સમક્ષ આગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સંસારીજીવે પિતાની હકીકત કહેવા માંડી.
૧ બીજા લોકો કોણ હતા તે આઠમા પ્રસ્તાવમાં જણાશે. આ સંસારીજીવ મેટા ચક્રવતી છે અને તેજ ચેર છે એમ બતાવ્યું છે. આ સર્વ બાબતને મેળ આઠમા પ્રસ્તાવમાં મળશે. પ્રજ્ઞાવિશાલા તે મહાભદ્રા સાવી છે, આચાર્યની બહેન થાય છે, સદાગમ સમંતભદ્ર આચાર્ય છે, ભયપુરુષ તે રાજપુત્ર પુંડરીક છે અને અગ્રહીતસંકેતા તે સુલલિતા છે, અને ચાર તે અનુસુંદર ચક્રવર્તી છે.
૨. ૧ સદાગમ મહાત્મા, ૨ પ્રજ્ઞાવિશાલા, ૩ ભવ્યપુરુષ, ૪ અગૃહીતશકતા. આ ચારની સમક્ષ સંસારીજીવ પિતાને વૃત્તાંત કહે છે. ભવપ્રપંચની કથા અત્રેથી ખરેખરી શરૂ થાય છે. એ કથા બહુ મનનપૂર્વક વાંચી વિચારવાની જરૂર છે. વાંચનારે પોતે ખાસ વિચાર કરો કે જે સ્થિતિ અત્ર વર્ણવી છે તેમાંથી તે પેતે અનેકવાર પસાર થયો છે. જરા સુખમાં પડતા દુઃખ વિસરી જાય છે, પણ તેને અનેક રીતે સહન કરવું પડયું છે. આ ગ્રંથની વિચારણા જેમ સવિશેષ થશે તેમ સંસારનું સ્વરૂપ બરાબર લક્ષ્યમાં આવશે. અહીં સંસારીજીવ ૫હેલા પક્ષમાં પોતાનું ચરિત્ર કહેવા લાગે છે તે ૮ મા પ્રસ્તાવ સુધી ચાલે છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
(SOCAT?S
generature
inી કn sinha Tug
મin, TETILD
gir
OLELHET
પ્રકરણ ૭ મું.
અસંવ્યવહાર નગરે. આ લેકમાં અનાદિ કાળથી પ્રતિષ્ઠિત (સ્થપાયેલી અને
અનંત જનોથી ભરેલું એક અસંવ્યઅત્યંતઅધ વહાર' નામનું નગર છે. તે આખા અને તીવ્રમોહદય. નગરમાં અનાદિવનસ્પતિ નામના
કુળપુત્રો રહે છે. ત્યાં અગાઉ જણુંવેલા કર્મપરિણુમ રાજાના સંબંધી અત્યંત અબેધનામે સેનાપતિ અને
૧ આખા વિશ્વના બે મોટા વિભાગ છે: લોક અને અલોક. લોકમાં છવ અને અજીવ સર્વ વિદ્યમાન હોય છે, અજીવનાં પાંચ દ્રવ્યો ત્યાં હોય છે. અલોકમાં જીવ હતાજ નથી અને અજીવનાં પાંચ દ્રવ્ય પૈકી માત્ર એક આકાશ દ્રવ્યજ લભ્ય છે. લોકનું પ્રમાણુ ચૌદ રાજનું છે જે સંબંધી હકીકત લોકપ્રકાશના ક્ષેત્ર વિભાગથી વિચારી લેવી.
૨ આ અસંવ્યવહાર નગર તે અનંત સૂફમવનસ્પતિ સમજવી. એને સૂક્ષ્મ નિગેદ કહેવામાં આવે છે. તેના અસંખ્ય ગેળા હોય છે, પ્રત્યેક ગળામાં અસંખ્ય “નિગોદ હોય છે અને દરેક નિગોદમાં અનંત જીવો હોય છે. અતીત, અનાગત અને વર્તમાન કાળના જેટલા સમય થાય તેના કરતાં એક નિગોદમાં છ અનંત ગુણ છે. આથી દરેક સમયે ઉત્કૃષ્ટ સંખ્યાએ છ મેક્ષમાં જાય તે પણ સર્વ જીવોનો સંસારમાંથી અભાવ થતો નથી. સૂમ નિગોદમાં હોય છે ત્યાં સુધી પ્રાણુ “અવ્યવહારી” કહેવાય છે, એક વાર બાદર રૂપ લીધા પછી તે વ્યવહારી' કહેવાય છે; એક વાર બાદર રૂપ લીધા પછી સૂમ નિગોદમાં ફરી વાર જાય તે પણ તે “અવ્યવહારી' કહેવાતા નથી. સાયના અગ્ર ભાગ ઉપર અસંખ્ય ગોળા અને તે દરેકમાં અનંત છ રહી શકે છે.
૩ કુળપુ એટલે ઉમરા, ખાનદાન-અમીર કુળમાં ઉત્પન્ન થયેલા ગર્ભ શ્રીમતે. અહીં અનાદિ કર્મસંતતિવાળા જીવો સમજવા.
૪ કર્મપરિણામ રાજાનું રાજ્ય મનુજગતિ નગરીમાં બતાવ્યું છે, પણ તેની સત્તા સર્વ લોક પર ચાલે છે. તેણે પોતાના રાજ્યમાંથી સુબા તરીકે કામ કરી શકે તેવા આ અત્યંત અબાધ અને તીવમેહદયને અસંવ્યવહાર નગર ૫ર રાજ્ય ચલાવવા મોકલ્યા છે.
૫ અત્યંતઅધઃ મહા અજ્ઞાન-અજાણપણું-મિથ્યાત્વ પર આ રૂપક છે. સર્વ જીવને અક્ષરને (જ્ઞાન) અનંતમાં ભાગ તે ખુલ્લા જ રહે છે. તેટલું બાદ કરતાં સર્વથી વધારે જડપણું-અજ્ઞપણું આ નિગોદના જીવને હોય છે. ઉક્રાન્તિમાં સર્વથી છેલ્લે પગથીએ આ જીવો છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭] અસંવ્યવહાર નગરે.
૩૦૧ તીવ્રમેહદય નામે સરસુબો હમેશને માટે તે હોદા પર નીમાયેલા રહે છે. તે નગરમાં વસતા સર્વ લેકે કર્મપરિણામ મહારાજાના હુકમથી જ અસ્પષ્ટ ચેતનાવાળા હોવાને લીધે જાણે ઉંઘતા ન હોય, કાર્ય કે અકાર્ય શું છે તેને વિચાર નહિ હોવાને લીધે જાણે મદિરાપાન કરેલા ન હોય, એક બીજામાં લોલીભૂત થઈ જતા હોવાથી જાણે મૂચ્છ પામેલા ન હોય અને સ્પષ્ટ દેખાય તેવી કઈ ચેષ્ટા કરતા ન હોવાથી જાણે મૃત્યુ પામેલા ન હોય તેવા દેખાય છે; એ સર્વ જીવોને અત્યંતઅબોધ અને તીવ્રમોહદય નિગોદ નામના
ઓરડામાં નાખી તેને એકપિંડ જેવા કરીને હમેશાં નિગદમાં રાખી મૂકે છે. આ કારણને લઈને તે સર્વ જીવો છવસ્થિતિ. અત્યંત મૂઢ થઈ ગયેલા હોવાથી કાંઈ જાણતા નથી,
કાંઈ બોલતા નથી, કાંઇ હાલતા ચાલતા નથી, છેદાતા નથી, ભેદાતા નથી, બળતા નથી, જતા આવતા નથી, કુટાતા નથી, આઘાત પામતા નથી અને વેદના (પીડા)ને વ્યક્ત રીતે સહન કરતા નથી. આ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો લેકવ્યવહાર પણ તેઓ બાપડા કરતા નથી. આવી રીતે તે નગરમાં વસનારા જીવોને કઈ જાતનો વ્યવહાર ન હોવાથી તે નગરનું નામ “અસંવ્યવહાર” કહેવામાં આવે છે. તે નગરમાં સંસારીજીવ નામને હું પણ એક કુટુંબી હતું. એ નગરમાં વસતાં મને અનંત કાળ વ્યતીત થયો.
૧ તીવદયઃ મોહનીય કર્મને ખરેખર ઉદય તેના આકરા સ્વરૂપમાં અત્ર હોય છે. એને લઈને પ્રાણ તન મુંઝાઈ જાય છે અને સંસારને વળગી રહે છે.
૨ “મહત્તમ” આ શબ્દ મૂળમાં વાપર્યો છે. એનો અર્થ માટે અધિકારી અથવા અન્ય પર શાસન ચલાવનાર એ થાય છે. Lord of Asamvyavahara એ ભાવ એને છે.
૩ જેમ સેનાપતિની બદલી થાય છે, સરસુબ-વાઈસરોય બદલાય છે તેમ આ લોકેનું થતું નથી. તેઓ હમેશને માટે નીમાયેલા છે.
૪ સોયના અગ્ર ભાગમાં અનંત જીવો હોય તે અરસ્પરસ એક બીજામાં કેવી રીતે મળી જતા હશે તેનો ખ્યાલ કરે. વધારે સ્પષ્ટ સમજવું હોય તે “
નિદ પશ્ચિશિકા” પ્રકરણ વાંચી જવું.
૫ નિગદના જીવો તીવ્ર અજ્ઞાન અને મોહમાં મસ્ત હોવાથી તેઓના સંબંધમાં અત્રે જે સ્થિતિ વર્ણવી છે તે બરાબર બંધબેસતી છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
તન્નિયેાગ દૂત પ્રવેશ,
એક દિવસ સદરહુ તીવ્રમેહાદય સભા ભરીને બેઠેલા છે અને તેની બાજુમાં જરા ખસીને અત્યંતઅબેધ સેનાપતિ બેઠા છે તેવામાં તત્પરિણતિ નામની પ્રતિહારી સભામંડપમાં દાખલ થઇ; તે સમુદ્રના તરંગ ( મેાજાં )ની પેઠે માતીઓના સમૂહને ધારણ કરનારી હતી, ચેામાસાના સમયની લક્ષ્મીની પેઠે તે સમુન્નતપયાધરા હતી, ૪મલયાચલ પર્વતની મેખલાની પેઠે ચંદનની ગંધને ધારણ કરનારી હતી અને વસંત ઋતુની લક્ષ્મીની પેઠે સુંદર પત્ર, તિલક' અને આ ભરણેાવડે તે શેાભતી હતી. તેણે જમીન સુધી પેાતાના હાથ પગ અને મસ્તક નમાવી પ્રણામ કર્યા અને પછી હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી “ હે દેવ ! આપણા સારી કીર્તિવાળા મહારાજા શ્રી કર્મપરિણામ તરફથી ત્રિયાગ' નામના દૂત આપની પાસે આવ્યેા છે અને આપ
૩૦૨
તત્પરિણતિ
ની જાહેરાત.
૧ તત્પરિણતિ એટલે તથા પ્રકારની વૃત્તિ. મેાહનીય કર્મના ક્ષયાપશમથી વૃત્તિ પર અંકુશ આવતા જાય છે. અભેધ જરા બાજુ પર ખસી જાય ત્યારેજ વૃત્તિમાં સહજ પણ સુધારે થવા સંભવે છે.
૨ સમુદ્રના તરંગ જેમ મેાતીથી ભરેલી છીપાને વહન કરે છે તેમ આ પ્રતિહારીએ પેાતાના અંગ પર અલંકાર તરીકે મેાતીની માળાએ પહેરી હતી.
[ પ્રસ્તાવ ૨
૩ ચોમાસાની લક્ષ્મી જેમ (૧) સમુન્નત ( ઊંચે ચઢેલા ) પાધરા ( પય: એટલે પાણી-જળ, તેને ધારણ કરનાર વાદળાવાળી ) હોય તેમ તે પ્રતિહારી પણ (૨) સમુન્નત ( ઊંચા વધેલા હુષ્ટ પુષ્ટ ) પયાધર ( સ્તન )ને ધારણ કરનારી હતી. જયાધર શબ્દ અહીં શ્લેષ છે.
૪ મલયાચલ પર્વત પર ચંદનનાં વૃક્ષેા ઘણાંજ હેાય છે. સંસ્કૃત કવિએ તેને ચંદનની ગંધને ધારણ કરનાર અને ફેલાવનાર તરીકે ઘણી જગેાએ વર્ણવે છે. સેખલા એટલે ખાંચા પડેલી બાજી.
૫ મલયાચલની મેખલા: ( માજી ) (૧) ચંદનની ગંધ ફેલાવે તેમ આ પ્રતિહારી પણ ( ૨) પેાતાના શરીરે લગાડેલા ચંદનની ગંધ ચેાતરફ ફેલાવતી હતી.
૬ પત્રઃ (૧) વસંતશ્રી પક્ષે પાંદડાં અને (૨) પ્રતિહારી પક્ષે શરીર પર ચિત્રલી પત્રાકૃતિ. વસંત ઋતુ સુંદર પાંદડાં ધારણ કરે છે, તે સ્રી સુંદર પત્રવહી ધારણ કરે છે. વધારે ખુબસુરત દેખાવા માટે સ્તનાદિ પર પત્રનાં ચિત્રા કાઢવાને રિવાજ અગાઉ ઘણા હતા એમ જણાય છે.
૭ તિલક: ( ૧ ) વસંતશ્રી પક્ષે સુંદર પુષ્પવાળું એક જાતનું ઝાડ ( ૨ ) પ્રતિહારી પક્ષે કપાળમાં ચાંદલેા. આ શ્લેષને અર્થ સ્પષ્ટ છે.
૮ તન્નિયોગ: આ દૂતનું કાર્ય બહુ મેાટું નથી. તન્નિયોગ એટલે કર્મ અને કાળપરિણતિને સંબંધ (નિયેાગ ) કરાવી આપી જીવને તેના ચાગ્ય સ્થાન પર લઇ આવે તે. એ માત્ર દૂતકાર્ય કરે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭] અસંવ્યવહાર નગરે.
૩૦૩ સાહેબનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે. આપશ્રીના હુકમની રાહ જેતે હાલ તે બહાર પ્રતિહારભૂમિમાં ઊભો રહ્યો છે. આપને એના સંબંધમાં જેવો હુકમ.” પ્રતિહારીનાં આવાં વચન સાંભળીને તીવ્રમેહદયે અત્યંત અબોધ તરફ નજર કરી, એટલે તેણે પ્રતિહારીને હુકમ કર્યો “તું જલદી તેને પ્રવેશ કરાવ.” પ્રતિહારીએ હુકમ માથે ચઢાવીને તબ્રિગ દૂતને તુરતજ રાજસભામાં પ્રવેશ કરાવ્યો.
લેકસ્થિતિની સંપૂર્ણ વિચારણા તવિયોગ તે પોતાની મર્યાદા પ્રમાણે સુબાને અને સેનાધિપતિને પ્રણામ કર્યા. તે વખતે તેઓએ દૂતને આદર સત્કાર કર્યો અને બેસવા માટે તેને આસન આપ્યું. એટલે ફરીને પિતાને ઉચિત પ્રણામ કરીને તે દૂત આસન પર બેઠે. ત્યારપછી સરસુબા તીવ્રમો હોદ પિતાનું આસન છેડી દઈ ઊભા થઈ જોડેલા હાથ કપાળે લગાડી કહ્યું “મહારાજા, પટરાણું અને આપણું બાકીનું આખું મંડળ ક્ષેમ કુશળ છે ?”
તગિ –“હાજી, સર્વ બહુ મજામાં છે.”
તીવ્રમોહદય તમને અત્રે મેકલીને મહારાજા સાહેબે અમને આજે યાદ કર્યા તેથી ખરેખર મહારાજા સાહેબની અમારા પર મહેરબની થઈ છે. હવે તમારા આગમનનું કારણ શું છે તે જણાવે.”
તનિયોગ–કપરિણામ મહારાજાશ્રીને તમારાથી વિશેષ કૃપાનું પાત્ર બીજું કશું છે? મારા અહીં આવવાનું કારણ આપને હવે કહું છું તે સાંભળે. આપ સાહેબના ધ્યાનમાં સારી રીતે હશે જ કે આપણું નામદાર મહારાજા કર્મપરિણામની મોટી બહેન લેકસ્થિતિ' નામની છે જે બહુ માનને પાત્ર છે, સર્વ અવસરે ઉપર પૂછવાનું ઠેકાણું છે, બહુ મેટી શક્તિવાળી છે અને એવી જબરી છે કે તેનું વાક્ય કદિ પણ ઓળંગી શકાય નહિ. પોતાની બહેન ઉપર પ્રસન્ન થઈને મહારાજશ્રીએ તેને સર્વ કાળને માટે એ અધિકાર આપે છે અને એવા જવાબદાર અધિ
- ૧ લકસ્થિતિઃ આ વિશ્વમાં અમુક કાર્યો અમુક ચોક્કસ નિયમને અનુસરીનેજ ચાલે છે એવા અનિવારણીય નિયમને રૂપક આપ્યું છે. Invariable Law of Nature. એક ઉત્સપિણીમાં ચક્રવતી બારજ થાય કે તીર્થંકર ચોવીશજ થાય એવી વ્યવસ્થા આ નિયમથી ચાલે છે. આગળ હકીકત વાંચતાં આ હકીકત વધારે ફુટ થશે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨
કાર પર તેની કાયમને માટે નીમણુક કરેલી હોવાથી લોકસ્થિતિની તે લેકસ્થિતિનું જોર વધારે રહે છે. તેને એ અધિજવાબદારી. કાર આપ્યો ત્યારે આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું
કે- બહેન! આપણે સદા શત્રુવટ ધરાવનારે કઈ પણ રીતે ઉખેડી ન શકાય તેવો સદાગમ નામનોં મેટો દુશ્મન છે. એ વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે ફાવે છે ત્યારે ત્યારે આપણું લશ્કરને હઠાવી દઈ તેનો પરાભવ કરે છે અને આપણે રાજ્યમાં દાખલ થઈ કેટલાક લકોને તેમાંથી બહાર કાઢી મૂકે છે અને આપણાથી તદ્દન અગમ્ય (જ્યાં ન જઈ શકાય તેવી), આપણને જ્યાં પ્રવેશ કરવાનો અધિકાર કે સત્તા પણ નથી એવી નિવૃત્તિ નગરીમાં મોકલી દે છે–સ્થાપન કરે છે. આમ જે લાંબો કાળ ચાલે છે તે આપણી વસ્તી ઘટી જાય અને જ્યાં ત્યાં આપણે અપજશ બેલાય, એ વાત તો કોઈ પણ રીતે સારી ગણાય નહિ, માટે બહેન! લેકસ્થિતિ! તારે આ પ્રમાણે ગોઠવણ રાખવી. ગમે તેમ કરીને મારું સ્વરૂપ તો ફેરફાર વગરનું જ રહેવું જોઈએ, તેટલા માટે તારે અસંવ્યવહાર નગરનું સારી રીતે રક્ષણ કરવું, અને જેટલા પ્રાણીઓને પેલે સદાગમ અહીંથી છોડાવે અને મારા રાજ્યમાંથી બહાર પિલી નિવૃત્તિ નગરીમાં મેકલી આપે તેટલા પ્રાણીઓને તારે અસંવ્યવહાર નગરમાંથી લાવીને મારી સત્તા ચાલે તેવા સ્થાનમાં મૂકી આપવા. આ પ્રમાણે કરવાથી સર્વ સ્થાનેમાં જીવો ઘણું મોટા પ્રમાણમાં રહ્યા કરશે અને તેમ કરવાથી સદા ગમે અમુક પ્રાણીઓને છોડાવ્યા એની વાત પણ કઈ જાણી શકશે નહિ અને કેને એ વાત સંભારવાનું કારણ પણ રહેશે નહિ. વળી વધારે અગત્યની બાબત તો એ છે કે એ પ્રમાણે લેકેની (વસ્તીની) સંખ્યામાં ઘટાડો ન થવાથી આપણું આબરૂને પણ જરાએ કલંક લાગશે નહિ.” લોકસ્થિતિની પાસે જ્યારે કર્મપરિણામ મહારાજાએ આ પ્રમાણે વાત કરી હતી ત્યારે તેણે પણ “મટી કૃપા” એમ કહી એ પ્રમાણે કરવાનો અધિકાર અંગીકાર કર્યો હતો. હું પોતે પણ જે કે મહારાજા ધિરાજ કર્મપરિણામને નોકર છું તોપણ વિશેષ કરીને તે લોકસ્થિતિનાજ
૧ નિયમ એવો છે કે જેટલા પ્રાણીઓ મોક્ષે જાય છે તેટલી સંખ્યામાં નિગેદમાંથી નીકળી પ્રાણી વ્યવહારી થાય છે, અને નિગાદમાં તે અનંતા જીવો હોવાથી ત્યાં કાંઈ ઓછાશ જણાતી નથી. પરિણામે સર્વ ગતિમાં જીવસંખ્યામાં વધારે કે ઘટાડો થતો નથી. આ પ્રમાણે લેકસ્થિતિ ચાલ્યા કરે છે.
૨ મતલબ એ છે કે ઉપર જણાવ્યું તેમ સંસારધટનાઓ એવા પ્રકારની ચાલે છે કે જ્યારે અમુક જીવો મેક્ષ જાય છે ત્યારે તેટલાજ જીવ લેકસ્થિતિના નિયમ પ્રમાણે નિગબળે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી આવે છે. એવા પ્રકારનો નિગ કરી આપનાર-સંબંધ જોડી આપનાર લેકસ્થિતિ છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૭] અસંવ્યવહાર નગરે.
૩૦૫ તાબામાં છું અને તેટલા માટે જ હું તત્રિયોગના નામથી ઓળખાઉં છું. હવે હાલમાં જ પેલા સદાગમે કેટલાક જીવોને છોડાવ્યા છે.' આ પ્રમાણે બનવાથી ભગવતી લોકસ્થિતિએ તેટલા જીવોને અહીંથી લઈ જવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. આ હકીકત આપ સાહેબે સાંભળી, હવે એગ્ય લાગે તે પ્રમાણે હુકમ ફરમાવો.”
“જેવી લેકસ્થિતિની આજ્ઞા ” એ પ્રમાણે બોલીને સરસુબાએ અને સન્યાધિપતિએ જણાવ્યું કે દેવીએ જે આજ્ઞા કરી છે તે પાળવાને અમે તૈયાર છીએ.
તીવ્રમેહદય-“ભદ્ર ત્રિગ ! તું અમારી સાથે ચાલ, આ અસંવ્યવહાર નગર કેટલું વિશાળ છે તે તને બતાવીએ. પછી તું પાછો જા ત્યારે તે જે સર્વ જોયું હોય તે મહારાજાધિરાજને જણાવજે, જેથી તેઓ સાહેબને લેકે ઓછા થઈ જવાની કઈ પણ કાળે ચિંતા રહેશે નહિ.” તજિગ-ચાલે સાહેબ! જેવી આપની આજ્ઞા.”
અસંવ્યવહાર નગરદર્શન, એમ કહીને તત્રિયોગ ઊભો થયો અને તે જ વખતે તે ત્રણે જ શુઓ અસંવ્યવહાર નગર જોવાને ચાલી નીકળ્યા. હાથ ઊંચા કરીને તીવ્રમેહદયે ગાળક” નામના મોટા મોટા પ્રાસાદ-મહેલો બતાવ્યા. તે દરેક મહેલમાં નિગોદ નામના અસંખ્ય ઓરડાઓ બતાવ્યા. એ ઓરડાને વિદ્વાનો “સાધારણું શરીર એવું નામ પણ આપે છે. એ
૧ એટલે કેટલાક મનુષ્યો હાલ મોક્ષ ગયા છે. (મોક્ષમાર્ગ તો ચાલ્યાજ કરે છે. પણ સંસારીજીવને નીકળવાનો અવસરનું આ વર્ણન છે તે ધ્યાનમાં રાખવું.)
૨ નિગોદના જીનાં સ્થાન ગોળ આકારવાળાં હોય છે અને તેનું નામ ગોળક કહેવાય છે. આ લોકમાં એવા અસંખ્ય ગોળા હોય છે. સેયના અગ્ર ભાગ પર અસંખ્ય ગોળા રહે છે. (નિગદના જીવોને એક ઇંદ્રિયસ્પર્શ હોય છે. પાંચ પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે. પૃથ્વીકાય અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય, પણ અનંત નિગદ તે સૂક્ષ્મ વનસ્પતિકાયજ સમજવા. એ સૂક્ષ્મ જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે અને મોક્ષમાં અનન્ત જીવા ગયા કરે છે, પણ એક નિગદને અનંતમે ભાગ પણ ખાલી થતા નથી. આથી કાળના સમય કરતાં જીવસંખ્યા વિશેષ છે એમ જાણવું.
૩ ઉપર કહ્યું તેમ પ્રત્યેક ગોળકમાં અસંખ્ય નિગદ હોય છે. મહેલમાં - રડાઓ હોય તેમ ગોળકરૂપ મહેલમાં નિગોદરૂપ ચેંબરો છે.
૪ સાધારણ શરીર. અનંત જીવોને ધારણ કરનાર એક શરીર હોય તેને * સાધારણ શરીર’ કહે છે. સાધારણ શરીર સૂક્ષ્મ અને બાદર બે પ્રકારનાં હોય છે. અત્ર વિવક્ષા સૂક્ષ્મની ચાલે છે
૩૯
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ–૨
*
મશ્કરી.
ઓરડામાં રહેલા અનંત જીવાને ત્યારપછી બતાવ્યા. આ બધી હકીકત જોઇને તન્નિયોગ દૂત તે આશ્ચર્યચકિત થઇ ગયા. પછી તીત્રમાહાદયે પૂછ્યું ‘ ભાઇ! તે આ નગર કેવડું મોટું છે તે જોયું ? ’ જવાબમાં દૂત ક્લ્યા હા સાહેબ ! બહુ સારી રીતે જોયું.' પછી પોતાને હાથે તાળી વગાડીને ઊંચેથી હસતા હસતા તીવ્રમેહાદય ખેલવા લાગ્યો “ અરે ભાઇ! તું સદાગમની મૂર્ખાઇ તા ને? તે તે કર્મપરિણામ મહારાજાના તાબામાં રહેલા હેાય તે સર્વ જીવાને તેના તાખામાંથી મેાક્ષમાં લઇ જવાની હોંરા રાખ્યા કરે છે, પણ એ બાપડા સદાગમને ખખર નથી કે એવા પ્રાણીઓ કેટલા છે! સદાગમની જો ! આપણા આ અસંવ્યવહાર નગરમાં અસંખ્ય મહેલા ( ગાળક-પ્રાસાદે) છે, દરેક મહેલમાં વળી અસંખ્ય અસંખ્ય ઓરડા છે અને એવા દરેકે દરેક એરડામાં અનંતા જીવા વસે છે. એ સદાગમને આપણા લોકોને અહીંથી ઉપાડી નિવૃત્તિમાં લઇ જવાનું વેન અનાદિ કાળથી લાગ્યું છે, એનામાં એક જાતનું એ પ્રકારનું ભૂત ભરાઇ ગયું છે, પણ આટલા અધા કાળથી એ મહેનત કરે છે ત્યારે માત્ર એક ઓરડામાં રહેતા લેાકેાના અનંતમે ભાગ તે ઘસડી જઇ શકયેા છે,૪ હવે આટલે કાળે એક ઓરડાના પણ અનંતમા ભાગજ એ ખાલી કરી રાક્યો છે ત્યારે મહારાજાધિરાજે લોકેાની સંખ્યામાં ઘટાડો થવાની ચિંતા શામાટે રાખવી જોઇએ ? ” તન્નિયોગ ા આપ કહેા છે તે હકીકત બરાબર છે અને મહારાજા સાહેબને પણ એ બાબતમાં આપને માટે પૂરા વિશ્વાસ છે અને તેમના ખ્યાલમાં પણ એ હકીકત છે. વળી હું ત્યાં જઇને આપ સાહેબે કહેલી હકીકત તેઓશ્રીને જરૂર જણા
૧ પ્રત્યેક નિગેદમાં અનંત જીવે હેાય છે. અસંખ્ય અને અનંતનું સ્વરૂપ ચેાથા કર્મગ્રંથથી અને લેાકપ્રકાશથી વિચારી લેવું.
૨ નિગેાદનું સ્વરૂપ ખરાખર સમાય તે માટે ઘણા ગ્રંથે! વાંચવાની જરૂર છે. કાંઇક વિગત આ પ્રસ્તાવને છેડે પરિશિષ્ટમાંથી મળશે તે જુએ. એ લેખ રા. કુંવરજી આણંદજીએ લખ્યા છે અને આચાર્યશ્રી આનંદસાગરજીએ તપાસ્યા છે. ૩ વાહીઆતપણું, લત.
४ जइआइ होई पच्छा, जिणाणमग्गंमि उत्तरं तईआ;
દૂરસ્ત નિયોગત, અનંતમાશો એ સિદ્ધિઓ જૈન માર્ગમાં જ્યારે કોઇ પણ સવાલ પૂછશે ત્યારે જવાબ એજ મળવાના છે કે એક નિગેાદને અનંતમે! ભાગ મેક્ષ ગયા. ' અનંતની સંખ્યા એટલી મેાટી છે કે અનંતા જીવા મેાક્ષ જાય, તેમાં અનંતા ભળે છતાં એક નિગેદમાં રહેલા વેાને અનંતમેા ભાગજ તે થાય છે. નિગેાદના જીનેાની અનંતની સંખ્યા ઘણી મેાટી છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૭ ] અસંવ્યવહાર નગરે.
૩૦૭ વીશ, પણ મારે આપને એક બીજી પણ હકીક્ત કહેવાની છે અને તે એ છે કે મહાદેવી લેકસ્થિતિએ મને ખાસ આજ્ઞા કરી છે કે તેને હુકમ અમલમાં મૂકવાને અંગે મારે જરા પણ વિલંબ ન કરે, જરા પણુ વખત ખોયા વગર તુરતજ તેણીને હુકમ અમલમાં મૂકો. તેટલા માટે તેણે જે હુકમ કર્યો છે તે બાબત આપ જલદી અમલમાં મૂકવાની ગોઠવણ કરો.” આ પ્રમાણે વાતચીત કરીને દેવડી (બહારના દરવાજા) પાસે તીવ્રમેહદય અને અત્યંત અબોધ બેઠા.
તીવ્રમેહદય-વારૂ! ત્યારે હવે અહીંથી બહાર મેકલવા ગ્ય કયા જીવો છે ? ” અત્યંતઅધિ-“આર્ય ! આ બાબતમાં આપણે બહુ વિચાર
કરવાની શી જરૂર છે? આપણું નગરના સર્વ કેને જનારાઓ આ હકીકત જાહેર કરે, એ બાબતનો પડહો વગસંબંધી વિચાર. ડા, ડાંડી ટીપા, ઘોષણું કરાવો કે “ભગવાન્ કર્મ
પરિણામ મહારાજાના હુકમથી કેટલાક લેકેને અબેથી તેમની રાજધાની તરફ જવાનું છે, માટે જેઓને ત્યાં જવાની હોંશ થાય તેઓ પોતાની મેળે તૈયાર થાઓ.” જે જગોએ એ જીવોને જવાનું છે તે સ્થાન વધારે અનુકૂળ હોવાને લીધે અને હાલ જ્યાં તેઓ રહે છે ત્યાં તો તેઓ ભીડમાં સંકડાઈ ગયેલા હોવાને લીધે ઘણું લકે ત્યાં જવાને પોતાની મેળે તૈયાર થઈ જશે. ત્યારપછી કેટલા માણસને ત્યાં લઈ જવાના છે તેની સંખ્યા તબ્રિગને ખાસ પૂછીને એ પ્રાણીઓમાંથી જેઓ આપણને પસંદ આવશે તેવાને તન્નિયોગે બતાવેલી સંખ્યા જેટલા ત્યાં મોકલી આપશું.”
તીવ્રમેહદય-“ભાઈ ! તું પોતે પહેરેલી કે પહેરવાની વસ્તુએની વહેંચણું પણ જાણતો નથી. આ લેકએ બીજું સ્થાન જ જોયું નથી તેથી તેના સ્થાનનું સ્વરૂપ તેઓ જાણતા નથી, તે પછી ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતા શું છે તે તે તેઓ ક્યાંથી જ જાણે ! અનાદિ
કાળથી તેઓ અહીં વસે છે અને અહીં વસવામાં અબોધને તેઓને મજા આવે છે. વળી અનાદિ કાળથી તેઓને અબોધ. અરસ્પરસ એહ પણ એ જામી ગયો છે કે એક
બીજાને વિયોગ તેઓ ઈચ્છતા નથી. જે, ભાઈ ! ૧ તું જાતે અબાધ એટલે પોતે પહેરેલાં કપડાં ઘરેણાંની વહેંચણ (ગોઠવણ) પણ જાણતા નથી. અમુક કપડું કયાં પહેરાય, બંધબેસતું છે કે નહિ, અમુક ઘરેણું શા ઉપયોગનું છે તેની ગોઠવણ તો સમજુ માણસ જાણે. હું તો તારા ઘરના માણસની વ્યવસ્થા પણ જાણતો નથી.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ-૨ એકજ ઓરડામાં જે લોકો સાથે વસે છે તેઓ અરસ્પરસ અત્યંત પ્રેમ દર્શાવતા સાથે શ્વાસ લે છે, સાથે શ્વાસ પાછો મૂકે છે, સાથે આહાર લે છે, સાથે નિહાર કરે છે, એક મરણ પામે છે એટલે બીજા તેના સર્વ સેહીઓ સાથે મરણ પામે છે, એક જીવે છે ત્યારે બીજા સર્વ જીવે છે–આ પ્રમાણે તેઓ અન્ય સ્થાનના ગુણ નહિ જાણતા હોવાને લીધે અને એક બીજા સાથે સ્નેહથી જોડાયેલા હોવાને લીધે પોતાની મેળે તેઓ એ બાબતમાં (અન્યત્ર જવાની બાબતમાં) કેવી રીતે પ્રવૃત્તિ કરશે? માટે અહીંથી ત્યાં મોકલવા ગ્ય લેકો કયા છે તે જાણવાનો બીજો કોઈ ઉપાય શોધી કાઢો.”
આ પ્રમાણે હકીકત સાંભળીને અત્યંત અબોધ હવે શું કરવું તે સંબંધી વિચારમાં પડી ગયે.
ભવિતવ્યતા, સંસારીજીવ અગૃહતસંકેતાને ઉદ્દેશીને પિતાની હકીકત આગળ ચલાવતાં કહે છે કે—હે અગૃહીતસંકેતા! મારે ભવિતવ્યતા નામની એક સ્ત્રી છે. વાસ્તવિક રીતે એ સ્ત્રી નથી, પણ સાડી પહેરનાર મોટો ધો છે, કારણ કે હું તો નામ માત્ર તેને પતિ-ભરતાર છું. ખરે
ખરી હકીકત જે પૂછે છે મારા ઘરની અને સર્વ ભાયની અસ્મ- લોકેનાં ઘરની સર્વ પ્રકારની કર્તવ્યતાનું તંત્ર તે એલિત ગતિ. કલી ચલાવે છે. તેનામાં એવી અદ્ભુત શક્તિ હોવાને
લીધે તે પિતાના બીજા સંબંધી પુરુષકાર વિગેરેની ૧ એક નિગદમાં.
૨ છે કે એક સાથે તે એક નિગોદને અનંતમો ભાગ મરે છે, પણ તે અનંતા હોય છે તેથી સર્વ કહ્યા છે.
૩ ભવિતવ્યતા. કઈ પણ કાર્ય થવા માટે પાંચ કારણે એકઠાં થવાની જરૂર પડે છે, એ પાંચને સમવાયી કારણ કહેવામાં આવે છે. (૧) પુરુષાર્થ-ઉધોગ. (૨) કર્મ-કર્મ એ કાર્ય સિદ્ધ થાય તે પ્રકારનું અનુકળ હોવું જોઇએ. ( ૩ ) કાળ. કર્મ તે વખતે પરિપકવ દશાને પામેલ હોવું જોઇએ. (૪) સ્વભાવ. વસ્તુધર્મની અનુકૂળતા હોવી જોઈએ. (૫) ભવિતવ્યતાઃ અવશ્ય ભાવીનું એ રૂપક છે. એનું વર્ણન ગ્રંથકર્તાએ બહુ વિસ્તારથી ઉપર આપ્યું છે. આ પાંચ સમવાયી કારણમાંથી એક પણ ગેરહાજર હોય ત્યાં સુધી કોઈ પણ કામ બની શકતું નથી.
૪ પુરુષકાર-પાંચ સમવાયી કારણમાંનું આ એક સમવાયી કારણ છે. ઉદ્યોગ, પ્રયાસ, પુરુષાર્થના નામથી તે પ્રસિદ્ધ છે. ભવિતવ્યતા એની દરકાર કરતી નથી એ ખરું, પણ એના વગર પણ કામ થઈ શકતું નથી એ ધ્યાનમાં રાખવું. પાંચ કારણો એકસરખાં ઉપયોગી અને જરૂરનાં છે. માત્ર કાર્યપર ગૌણતા મુખ્યતા થાય છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ–૭ ]
અસંખ્યવહાર નગરે.
૩૦૯
મદદની દરકાર પણ કરતી નથી, અમુક ભાવ પુરુષને (પેાતાના ભરતારને) અનુકૂળ છે કે પ્રતિકૂળ છે તેના વિચાર કરતી નથી, અવસર જોતી નથી, પ્રાણીને માથે બીજી આપત્તિ આવી પડેલી હોય છે તેની ગણના કરતી નથી; બુદ્ધિના વૈભવમાં કાઇ બૃહસ્પતિ જેવા હોય તે પણ તેને રોકી શકતા નથી, તેનું નિવારણ કરી શકતા નથી; પરાક્રમની ખાખતમાં સર્વ દેવાના રાજા ઈંદ્ર પણ તેને પહોંચી શકતા નથી અને યાગીએ પણ તેની સામે થવાના ઉપાય મેળવી શકતા નથી; તદ્દન ન બની શકે તેવી ખામત લાગતી હાય તેને પણુ તે મહાદેવી પેાતાના હાથની રમત હોય તેવી રીતે એક સપાટામાં ગ્રહણ કરીને શક્ય બનાવે છે, સર્વ લેાકામાંથી જે પ્રાણીનું પ્રયાજન જ્યારે, જ્યાં, જેવી રીતે અને જ્યાંસુધી કરવાનું હાય છે તેને લક્ષમાં લઇ વિચારી તે પ્રત્યેક પ્રયાજનને તે તે પ્રાણીના સંબંધમાં તે વખતે, તે જગાએ, તે પ્રકારે અને ત્યાંસુધી અમલમાં મૂકે છે અને તેમ કરવામાં ત્રણ લોકમાં કાઇથી પણ તેનું નિવારણ થઇ શકતું નથીઃ મતલખ કે અમુક કાર્ય અમુક પ્રાણીના સંબંધમાં ક્યારે કરવું, કેટલા વખત સુધી કરવું, કઇ જગા પર કરવું, કાના સંબંધમાં રાખીને કરવું અને કેવી રીતે કરવું એ સર્વ મમતની ચાવી મારી પત્ની ભવિતવ્યતાના હાથમાં છે અને તેને કોઇ અટકાવી શકતું નથી, કારણ કે દેવતાના અધિપતિ ઇંદ્ર કે મનુષ્યાના મેાટા રાજા ચક્રવર્તીને પણ કહેવામાં આવે કે ‘તમારે ભવિતવ્યતા અનુકૂળ છે' ત્યારે તે પણ હૃદયમાં રાજી થાય છે, મોઢેથી આનંદ બતાવે છે, આંખા વિકસ્વર કરે છે, એ પ્રમાણે કહેનારને ઇનામ આપે છે, પેાતાની જાતને માટી માને છે, મહેાત્સવ કરાવે છે, આનંદુભિ વગડાવે છે, આત્માનું કૃતકૃત્યપણું વિચારે છે અને પેાતાનેા જન્મ સફળ માને છે; જ્યારે ઇંદ્ર અને ચક્રવર્તીને આ પ્રમાણે થાય છે તેા પછી બીજા સામાન્ય લોકેાની વાત તા શી કરવી ? જ્યારે એજ ઇંદ્ર કે ચક્રીને કહેવામાં આવે કે તમારા ઉપર અત્યારે ભવિતવ્યતા અનુકૂળ નથી’ ત્યારે તેઓ ભયથી થરથર ધ્રુજવા મંડી જાય છે, દીનતા બતાવે છે, ક્ષણવારમાં સુખ યામ કરી નાખે છે, આંખો મીંચી જાય છે, કહેનારના ઉપર ગુસ્સે થઇ જાય છે, ચિંતાથી લેવાઇ જાય છે, શ્રીકરથી સુકાઇ જાય છે, બહુ શાકમાં પડી જઇ પાતાનાં કર્તવ્યા પણ ચૂકી જાય છે અને તેને પ્રસન્ન કરવા માટે શું શું ઉપાયો યાજવા તેને વિચાર કરવા મંડી જાય છે; ટુંકામાં ૩હીએ તે તે ભગવતી ( ભવિતવ્યતા ) રૂઢી હેાય ત્યારે એક વાર પણ ચિત્તની શાંતિ તેને મળતી નથી અને કઇ રીતે તે સીધી થાય એ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ–ર
ખાખતના ઉદ્વેગ વારંવાર મનમાં થયા કરે છે-જ્યારે ઇંદ્ર અને ચક્રીની આવા પ્રકારની દશા થાય છે તેા પછી સામાન્ય પ્રાણીઓના સંબંધમાં તે શી વાત કરવી ! તે દેવી પણ એવી સખત છે કે તેને પાતાને ગમે તેજ તે કરે છે, બીજો કાઇ પ્રાણી તેની પ્રાર્થના કરે, તેની પાસે રડવા બેસે કે તેને રીઝવવાના ઉપાયેા કરે તે કાઇની તે દરકાર કરતી નથી. હું પોતે પણ તેનાથી એટલો બધો ભય ધરાવું છું કે તે દેવી યથેચ્છપણે જે કરે તે બહુ સારૂં છે એમ મારે માનવું પડે છે અને જો કે હું તેના પતિ છું તેપણ જાણે તેના નાકર હાઉં તેવી રીતે ‘ જય દેવી, જય દેવી ’ એમ ખેલતા ખેલતા તેની પાસે બેસું છું. તે દેવીનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે:'
તે મારી ભાર્યાં ભવિતવ્યતા સર્વ જગે પર ઉદ્યોગમાં મચી રહેલી છે, અમુક ભુવનના લોકોને અમુક અમુક વસ્તુઆ ઉચિત છે અને અમુક અમુક વસ્તુઓ ઉચિત નથી તે સર્વ તે જાણે છે, જે પ્રાણીઓ ઉંઘી ગયા હોય તેના સંબંધમાં પણ તે જાગતી રહે છે, તે સર્વ પ્રાણી અને વસ્તુઓનું પ્રથકરણ કરી આપે છે, જાણે કે ગંધહસ્તિની હોય તેમ તે આ આખી દુનિયા પર જરાપણ આકુળતા વગર વિચરે છે અને કાઇથી જરા પણ ખાતી નથી, કર્મપરિણામ મહારાજા પણ તેને બહુ માન આપે છે, તેની પૂજા કરે છે, કારણ કે જરૂર પડ્યે કાંઇ કામ હાય ત્યારે તે મહારાજાને પણ તેની પછવાડે જવું પડે છે, તેને અનુકૂળ કરવી પડે છે, આ ઉપરાંત બીજા પણ મહાભાએ પેાતાનું કામ કરવાની ઇચ્છા રાખતા હૈાય છે ત્યારે તે ભવિતવ્રતાથીજ અનુકૂળતા પામે છે. આટલા માટે કહેવાય છે કે:बुद्धिरुत्पद्यते या व्यवसायश्च तादृशः, सहायास्तादृशाश्चैव यादृशी भवितव्यता ।
ભચિંતન્યતાને આકરા દાર.
જેવી ભવિતવ્યતા હેાય છે તેવીજ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, કામ પણ તેવુંજ મુજે છે અને મદદ પણ તેવાજ પ્રકારની મળે છે. સંસારીજીવ અગૃહીતસંકેતાને કહે છે-મારી રાણી ભવિતવ્યતામાં આટલા ગુણા છે, એ સર્વ હકીકત અત્યંતઅબેધ સેનાપતિ સારી રીતે જાણતા હતા.
૧ સંસારીજીવ અગૃહીતસંકેતા પાસે પેાતાની સ્ત્રાનું સ્વરૂપ વર્ણવે છે. ૨ ઉત્તમ નતિની હાથણી,
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૭ ]
અસંવ્યવહાર નગરે.
ભવિતવ્યતા સાથે વાતચીત, સંસારીજીવને માલવાને નિર્ણય, એકાક્ષનિવાસ નગર તરફ ચલન,
હવે ઉપર જણાવ્યું તે પ્રમાણે અત્યંતએધ સેનાપતિ પોતાના મનમાં વિચાર કરતા હતા તે વખતે તેના મનમાં તરંગ ઉછ્યો કે અહા ! આ બાબતના ઉપાય તે બહુ સારા છે, ત્યારે શામાટે ચિંતા કરીને હું મારી જાતને આકુળ વ્યાકુળ કરૂં છું? એ ભવિતવ્યતા જે સંસારીજીવની પત્ની છે તે કયા કયા જીવા અહીંથી બહાર મેાકલવા ચેાગ્ય છે તેનું સ્વરૂપ અહુ સારી રીતે જાણે છે, માટે તેને બોલાવીનેજ આ બાબતમાં ખુલાસા મેળવીએ.
આવા વિચારો અત્યંતઅખાધના મનમાં આવ્યા તે સર્વે તેણે તીવ્રમેહાદય સુખાને જણાવ્યા. તેને પણ આ વાત ભવિતવ્યતા સાથે બહુ સારી લાગી એટલે ભવિતવ્યતાને બાલાવી પૂછઅભિપ્રાયમિલન. વાની ખાખતમાં તેણે સંમતિ આપી. તે વખતે એક પુરુષને તેઓએ ભવિતવ્યતાને ખેલાવી લાવવા માટે માકલી આપ્યા જે ભવિતવ્યતાને સાથે લઇને તુરત પાછો આન્યા. ભવિતવ્યતા ત્યાં આવી પહોંચી એટલે પ્રતિહારીએ તેને અંદર પ્રવેશ કરાજ્યેા. તે વખતે એક તે આ ભવિતવ્યતા દેવી જખરા પ્રભાવવાળી હતી અને બીજું સામાન્ય રીતે સર્વ શ્રીએ દેવીએ ગણાતી હતી તેથી એ પ્રમાણે વિચાર કરીને સરસુબા અને સેનાપતિએ વચનવડે એ મહાદેવીને પાયનમન ( પાયલાગણ-પગે પડવું) કર્યું. મહાદેવી ભવિતવ્યતાએ પણ તેને આશીર્વાદ આપીને પ્રસન્ન કર્યાં. તેઓએ ભવિતવ્યતાને બેસવાનું આસન આપ્યું, તેના ઉપર તે મહાદેવી બેઠા. પછી તીવ્રમેાહેદય સરસુખાએ અત્યંતઅબાધ સેનાધિપતિ તરફ નજર કરી વાત શરૂ કરવાની સંજ્ઞારૂપ ઇસારો કર્યો, એટલે તન્નિયોગ દૂત મહારાજા કર્મપરિણામ તરફથી આવ્યા છે વિગેરે હકીકત કહેવાની શરૂઆત સેનાપતિએ ફરવા માંડી. આ હકીક઼ત સાંભળતાંજ ભવિતવ્યતા હસી પડી.
આ શું ? તમે કેમ હસ્યા ? ’
૩૧૧
"C
અત્યંતધ—— ભદ્રે ! ભવિતવ્યતા—— કાંઇ નહિ. ’
૧ પેાતાની રૈયતના એક માણસની સ્ત્રીને નમસ્કાર કરવે! એ જરા વિચિત્ર લાગશે, પણ ભવિતવ્યતા એવી બળવાન છે કે તે સર્વને પેાતાની પાસે નમાવે છે,
Page #353
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ–૨
અત્યંતઅમેધ—“ ત્યારે આમ કવખતે હસવાનું કારણ શું ? ” ભવિતવ્યતા—— એટલાજ માટે કે તમે જે વાત કરી તેમાં કાંઇ દમ જેવું નથી. ”
૩૧૨
અત્યંતઅમે ધ—“ તે કેવી રીતે ? ’’
ભવિતવ્યતા— ખરેખર, આ બાબત તમે મને કહેો છે તેથી જણાય છે કે તમે ખરેખરા અત્યંત અબેધજ છે ( તમે તદ્દન અજ્ઞાન અવસ્થામાંજ છે), તમારૂં નામ ખરેખરૂં છે, કેમકે નામ પ્રમાણે તમારામાં ગુણા જણાય છે. આવી બાબતમાં મારો ઉદ્યોગ-પ્રયાસ તે ચાલુજ છે. અનંત કાળમાં થયેલા અને થનારા સર્વ ભાવે! પણ હું જાણું છું તે પછી વર્તમાન કાળમાં બનતા બનાવા મારા લક્ષ્યમાં હાય તેમાં શી નવાઇ છે? આ પ્રમાણે હકીકત હાવાથી તમારે મને અહીં ખેલાવવાનું કાંઇ કામ નહતું, એમ જાણીને એ બાબતમાં કાંઇ દમ જેવું નથી એમ મેં કહ્યું, ”
અત્યંત અમેધ—“ વાત ખરી છે, તમને સવાલ કરતી વખત તમારૂં આટલું બધું માહાત્મ્ય છે એ વાત હું વિસરી ગયા. આ મારે એક અપરાધ આપ ખમો, માફ કરો. હવે જે લેાકેા અહીંથી આગળ માકલવા યોગ્ય હોય તેને તમે માકલી આપે, અમારે હવે એ બાબતમાં કાંઇ પણ પ્રયાસ કરવાની જરૂર નથી.”
ભવિતવ્યતા—” આ એક તે મારા પતિ સંસારીજીવ માકલવા ચેાગ્ય છે અને બીજા આ તેની જાતિવાળા જીવા મેકલવા ચાગ્ય છે.” ( આમ કહીને આંગળીવડે બીજા માફલવા યાગ્ય વાને દેવીએ અતાવ્યા. )
અત્યંતઅબેધ—“ એ હકીકત તમે સારી રીતે જાણા છે તેથી અમારે તેમાં ખેલવાની શી જરૂર છે ? ”
Page #354
--------------------------------------------------------------------------
________________
:
વિતવ્યતા અત્યંતઅબાધ અને તીવ્રમેહાદય પાસેથી નીકળી અને મારી પાસે આવી. મને સર્વ હકીક્ત કહી સંભળાવી. મેં જવાબમાં માત્ર · જેવી મહાદેવીની ઇચ્છા’ એ પ્રમાણેજ કહ્યું. એટલે પછી જેટલી સંખ્યામાં જવાને લઇ જવાને માટે તન્નિયેાગ સંદેશા લઇ આવ્યેા હતેા તેટલી સંખ્યામાં મને અને મારી જેવા બીજા જીવાને ત્યાંથી ચલાવવામાં આવ્યા. તે વખતે ભવિતન્યતાએ સુબેદાર અને સેનાપતિને કહ્યું “ મારે અને તમારે આની સાથે જવું પડશે. સ્ત્રીને પતિ દૈવ સમાન છે તેથી મારે તેા તેનાથી કદિ છૂટા ( વિચુક્ત) રહેવાય તેમ નથીજ. વળી તમને ખાસ જાગીર તરીકે આપેલું એકાક્ષનિવાસ નામનું નગર છે ત્યાં આ લેાકેાને પ્રથમ જવાનું છે અને એ નગર તમારા તાબાનું હેાવાથી તમારે ત્યાં આ લેાકેાની સાથે રહી તેની રક્ષા કરવી-તેઓની ચાકી કરવી એ તમારૂં કામ છે. ’ મહાદેવીની આવી આજ્ઞા સુબેદાર અને સેનાપતિએ માથા પર ચઢાવી. ત્યારપછી ત્યાંથી ચાલી અમે સર્વે એકાક્ષનિવાસ નગરમાં આવી પહોંચ્યા.
ભ
પતિને પ્રયાણ કરવાની આજ્ઞા.
પ્રકરણ ૮ મું. એકાક્ષનિવાસ નગરે.
એકાક્ષનિવાસના પાંચ મહિલાઓ.
પ્રથમ પાડા-વનસ્પતિ,
એ એકાક્ષનિવાસ નગરમાં પાંચ મોટા પાડાએ છે. આ પાંચમાંને એક પાડો પેાતાની આંગળીવડે બતાવતાં તીત્રમાહાદયે કહ્યું “ ભદ્ર સંસારીજીવ ! તું આ પાડામાં રહે. આ માહાલ્લો આપણા અસંવ્યવહાર નગરને ઘણા મળતે આવે છે તેથી અહીં રહેવામાં તને બહુ આનંદ
। આ પ્રમાણે સંસારીજીવ-અગૃહીતસંકેતા પાસે વાત કરે છે. ૨ એક ‘ અક્ષ ’ એટલે એક ઇંદ્રિય. પાંચમાંથી પહેલી સ્પૉન્ડ્રિય. એક ઇંદ્રિયવાળા છવેાને આ એકાક્ષનિવાસ નગરમાં રહેલા વર્ણવ્યા છે.
૩ વિભાગ. મેહેલ્લો. 'ard,
૪૦
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ-૨ આવશે. એનું કારણ એ છે કે જેવી રીતે તે અસંવ્યવહાર નગરમાં ગળક નામના પ્રાસાદમાં આવી રહેલા નિગદ નામના અસંખ્ય એરડાઓ હતા અને તેમાં જેમ અનંત જી પિંડીભૂત થઈને સેહસંબંધથી હળી મળીને રહેતા હતા, તેવી જ રીતે આ પાડામાં પણ જીવ તેજ પ્રકારે વસે છે. ફેર માત્ર એટલેજ છે કે અસંવ્યવહાર નગરના લેકે લેક સંબંધી કઈ પણ પ્રકારના વ્યવહારમાં પડતા નથી, તેથી તેઓને અસંવ્યવહારી” અથવા “ અવ્યવહારીઆ કહેવામાં આવે છે, તેઓ ભગવતી લેકસ્થિતિના હુકમથી તારી પેઠે કવચિતજ અન્ય સ્થાનકે જાય છે, વારંવાર જતા નથી અને આ પાડાના લેકે તે વ્યવહારમાં આવે છે, એક સ્થાનકેથી બીજે સ્થાનકે વારંવાર જવું આવવું કરે છે અને તેટલા માટે તેને “વ્યવહારીઆ” કહેવામાં આવે છે. વળી તે અસંવ્યવહાર નગરમાં રહેનાર લોકેનું “અનાદિવનસ્પતિ એવું સામાન્ય નામ આપવામાં આવેલું છે અને આ પાડામાં રહેનાર લોકેનું “ વનસ્પતિ ” એવું નામ આપવામાં આવેલું છે એટલો તફાવત છે. વળી અહીં કેટલાક પ્રત્યચારીઓ પણ રહે છે જેઓ ગળકરૂપ પ્રાસાદ અને નિદરૂપ ઓરડાઓની ગેઠવણ વગરના છે, તેઓ દરેક છૂટા છૂટા ઘરમાં રહેનાર છે અને એવા પણ આ એકાક્ષનિવાસ નગરમાં અસંખ્ય જ છે. આ પ્રમાણે હોવાથી તું અહીંજ
રહે, તને અગાઉ અસંવ્યવહાર નગરને પરિચય હતો સાધારણ તેના જેવો જ આ (સાધારણ વનસ્પતિ) પાડે છે વનસ્પતિ. તેથી તેને અહીં ઠીક પડશે.” આ પ્રમાણે સાંભ
ળીને “જેવી પ્રભુની આજ્ઞા” એટલા શબ્દોજ માત્ર હું બોલ્યો.
ત્યારપછી મને એક ઓરડામાં મૂકવામાં આવ્યું. મારી સાથે જે બીજા લોકોને પણ લાવવામાં આવ્યા હતા તેમાંથી કેટલાકને તે એજ પાડામાં સ્થાપવામાં આવ્યા, કેટલાકને મોકળા (છૂટા) ફરનારા
૧ સ્થાન ભેદ કરી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી આગળ ચાલે છે. બાદર નિગોદમાં આવે છે ત્યારે વ્યવહારીઆ કહેવાય છે.
૨ અહીં પ્રથમ “સાધારણ વનસ્પતિનું લક્ષણ બતાવ્યું છે. સાધારણ વનસ્પતિમાં અનંત જીવોનું એક શરીર હોય છે, પણ તે શરીર બદાર હોય છે. ત્યારપછી વનસ્પતિ શબ્દથી વ્યાખ્યા કરેલ હોવાથી તેમાં પ્રત્યેક વનસ્પતિને પણ સમાવેશ કર્યો છે. એક શરીરમાં એક જીવ હોય તેને “પ્રત્યેક વનસ્પતિ’ કહેવામાં આવે છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ૮] એકાક્ષનિવાસ નગરે.
૩૧૫ કર્યા અને કેટલાકને બીજા પાડામાં લઈ જવામાં આવ્યા. હું તે સાધારણ શરીર નામના સુંદર ઓરડામાં મારી પૂર્વની સ્થિતિની પેઠે જાણે ઉંઘી ગયેલ હોઉં, જાણે પીધેલે હોઉં, જાણે મૂછ પામેલ
ઉં, જાણે મરી ગયેલ હોઉં તેમ અનંત જીવો સાથે એકમેક મળી રહેલે, તેઓની સાથે શ્વાસ લેતે, સાથે શ્વાસ મૂકતો, સાથે આહાર લેતે અને સાથે નિહાર કરતો અનંત કાળ રહ્યો. એક વખત ત્યારપછી કર્મપરિણામ મહારાજાને મારા સંબં
ધમાં હુકમ આવ્યો તેને અનુસારે પેલા સુબેદાર પ્રત્યેક અને સેનાપતિએ (તીવ્રમેહદય અને અત્યંતઅવનસ્પતિ બેઘ) મને તે ઓરડામાંથી બહાર કાઢ્યો અને
ભવિતવ્યતાએ મને એ એકાક્ષનગરના તેજ પાડાના બીજા વિભાગમાં અસંખ્ય કાળ સુધી પ્રત્યેક્યારી તરીકે રાખે. અહીં કર્મપરિણામ મહારાજાએ લેકસ્થિતિને પૂછીને, કાળપરિણતિ મહારાણી સાથે વિચાર કરીને, નિયતિ અને સ્વભાવને અભિપ્રાય જાણી લઈને અને ભવિતવ્યતાની અનુમતિ લઈને વિચિત્ર આકારને ધારણ કરનાર લકસ્વભાવની અપેક્ષાએ પોતાની શક્તિથી સર્વ કાર્ય કરી શકે તેવા પરમાણુઓથી બનેલી "એક ભવદ્ય' નામની ગોળીઓ બનાવી અને તે ભવિતવ્યતાને પતાં કહ્યું “ભદ્રે ! આખો વખત ક્ષણે ક્ષણે લેકેને અનેક પ્રકારનાં સુખદુઃખે આપવાના કામથી તું થાકી ગયેલી જણાય છે, માટે આ ગોળી લે; જ્યારે જ્યારે દરેક
૧ કેટલાકને ટા ફરનાર કર્યો એટલે પ્રત્યેક વનસ્પતિમાં મૂક્યા. ૨ બીજા પાડાઓ તે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાયુકાય સમજવા.
૩ સાધારણ વનસ્પતિકાય બે પ્રકારની છે. સૂક્ષ્મ અને બાદર. સૂમ નિગોદમાં જીવ અવ્યવહારીઓ કહેવાય છે. બાદર વનસ્પતિકાયના અનંત જીવોનું શરીર દેખી શકાય છે, અને ત્યાં આવ્યા પછી તે વ્યવહારીઓ કહેવાય છે. બાદર અનંતકાય-સાધારણુ શરીરનું લક્ષણ બતાવતાં શાસ્ત્રકાર કહે છે કે જેની નસે, સાંધા અને વિભાગે છુપા હૈય, ભાંગવાથી જેના સરખા કટકા થતા હોય અને છેવા પછી પણ જે ઉગે તેવા હોય તેને સાધારણ વનસ્પતિ કહે છે. એક શરીરે એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છેઃ ફળ, ફુલ, છાલ, કાષ્ટ, મૂળ, પાંદડાં અને બી એ દરેકમાં હા હા જીવ હોય છે, એ પ્રત્યેક વનસ્પતિ છે.
૪ પ્રત્યેક વનસ્પતિકાયમાં. તેના સ્વરૂપ માટે ઉપરની નોટ જુઓ.
૫ સાધારણ વનસ્પતિકાયને એક શ્વાસોશ્વાસ જેટલા વખતમાં ૧છા ભવ કરે છે, પ્રત્યેક વનસ્પતિમાં આવે ત્યારે આયુષ્ય વધે છે. અનેક કર્મોના નંદા દા વિપાકો ભેગવવાની જરૂર પડે છે તે પર રૂપક કરીને આ ગોળીઓ બનાવી છે. એકવવધ ગાળા એટલે એક ભવમાં ભોગવવાનાં કમોને સમુદાય.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ–૨
પ્રાણીને આપેલી ગોળી જીર્ણ થઇ જાય ( ઘસાઇ જાય ) ત્યારે ત્યારે તારે તેઓને એક બીજી ગાળી આપવી. આખા જન્મમાં તારી ઇચ્છા પ્રમાણેનાં સર્વ કાર્યો આ ગોળી કર્યા કરશે તેથી તને
વ્યાકુળતા બહુ ઓછી થશે. ” રાજાએ આ પ્રમાણે આજ્ઞા કરી તે ભવિતવ્યતાએ સ્વીકારી લીધી. ત્યારપછી તે દરેક પ્રાણીને સર્વ કાળે એકેક ગેાળી
ભવવેદ્ય ગેાળીની યાજતા.
આપવા લાગી.
હું જ્યારે અસંવ્યવહાર નગરમાં હતા ત્યારે પણ જ્યારે જ્યારે મારી ગેાળી જીર્ણ થતી હતી ત્યારે ત્યારે તે બીજી ગાળી દેતી હતી, પણ તેથી તેવા એકજ સરખા આકારવાળું સૂક્ષ્મ રૂપ મારૂં કરતી હતી. હવે હું એકાક્ષનિવાસ નગરમાં આન્યા ત્યારે પેલા તીવ્રમેહાદય અને અત્યંતઅખાધને હળ બતાવતી હાય નહિ તેમ મારાં અનેક રૂપા કરતી હતીઃ એ એકાક્ષનિવાસ નગરમાં આવીને જ્યારે હું વસતા હતા ત્યારે પણ કોઇ વખત તે મારૂં સૂક્ષ્મ રૂપ કરતી હતી, તેમાં પણ કોઇ વખત પર્યાપ્ત રૂપ કરતી હતી અને કોઇવાર અપસ રૂપ કરતી હતી; વળી કોઇ વખત મને આદર ( દેખી શકાય તેવા ) આકાર ધારણ કરનારા બનાવવામાં આવતા હતા, તેમાં પણ કાઇ વખત મને પર્યાપ્ત આકાર ધારણ કરનારો બનાવવામાં આવતા હતા અને કોઇવાર તે અપર્યાપ્ત દશામાં મૂકવામાં આવતા હતા; એવી બાદર દશામાં પણ કોઇ વખત મને ઓરડામાં ( સાધારણ વનસ્પતિમાં) રાખવામાં આવતા હતા અને કોઇવાર પ્રત્યેકચારી ( પ્રત્યેક વનસ્પતિ ) અનાવતી હતી; અહીં પણ કોઇ વખત અંકુરના આકારને ધારણ કરનાર, કોઇ વખત કાંદાનું રૂપ ધારણ કરનાર, કોઇવાર ઝાડના મૂળમાં રહેનાર, કોઇવાર છાલમાં રહેનાર, કોઇવાર સ્કંધમાં રહેનાર, કોઇવાર શાખામાં રહેનાર, કોઇવાર પ્રશાખામાં ( નાની ડાળીમાં) રહેનાર, કોઇવાર નવા અંકુરમાં વસનાર, કોઇવાર પાંદડાની આકૃતિવાળા, કોઇવાર ફુલમાં રહેલા, કોઇવાર ફળમાં વસેલા, કોઇવાર
૧ પતિ: આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ છ પર્યાપ્તિ છે. એકેંદ્રિયને તેમાંની પ્રથમની ચાર હેાય, બે, ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા જીવાને પાંચ અને પંચેંદ્રિયને છ પર્યાપ્તિ હેાય છે. પેાતાને યાગ્ય પર્યામિ પૂરી ન કરે તે પ્રાણી · અપર્યાસ ' કહેવાય છે; અને પૂરી કરે તે · પર્યાપ્ત ' કહેવાય છે. ૨ અંકુર અને કાંદા સાધારણ છે, મૂળ, છાલ, સ્કંધ વિગેરે પ્રત્યેક છે.
૩ ઝાડનું થડ.
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું-૮ ]. એકાક્ષનિવાસ નગરે.'
૩૧૭ બીજમાં વસનારે, કેઈવાર મૂળમાં વસનારે, કેઈવાર "અઝબીજનું રૂપ ધારણ કરનારે, કેઇવાર પર્વબીજનું રૂપ ધારણ કરનારે, કે વાર સ્કંધબીજનું રૂપ ધારણ કરનારે, કેાઇવાર બીજના અંકુરનું રૂપ ધારણ કરનારે, કે ઇવાર સામાન્યપણે સંમૂછિંમપણે ઉત્પન્ન થયેલો, કેઈવાર ઝાડના આકારને ધારણ કરનાર, કેઈવાર “ગુલ્મનું રૂપ ધારણ કરનારે, કેઇવાર લતાના રૂપવાળે, કેઇવાર વેલડીના રૂપવાળે અને કઈ વખત ઘાસના આકારવાળે મને બનાવ્યું. આવી અવસ્થામાં હું વર્તતો હતો તે વખતે કઈ બીજા નગરના લેકે આવીને કંપાયમાન સ્થિતિમાં મને છેદે, ભેદે, દળે, વાટે, મરડે, તોડે, વીંધે, બાળે અને બીજી અનેક પીડા આપે અને તે વખતે ભવિતત્રતા પાસે હોય તોપણ તે ઊભી ઊભી જોયા કરે અને તે હકીક્ત તરફ તદ્દન બેદરકારી બતાવે.
બીજો પાડો-પૃથ્વીકાય. આવા પ્રકારનાં દુઃખ સહન કરતાં અનંત કાળ ચાલ્યો ગયો, છેવટે મને આપેલી છેલ્લી ગોળી જ્યારે જીર્ણ થઈ ત્યારે ભવિતવ્યતાઓ મને બીજી ગોળી આપી. આ ગોળીના પ્રભાવથી હું એકાક્ષનિવાસ નગરના બીજા પાડામાં ગયે. ત્યાં પાર્થિવ નામથી જાણુતા થયેલા લેકે વસે છે. આ લેકેની પાસે જઈને હું પણું પાર્થિવ થયો. ભવિતવ્યતાએ નવી નવી ગોળીઓ આપીને મારું સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તક અપર્યાપ્તક રૂપ કર્યું, કાળું, આસમાની, ઘેળું, પીળું, લાલ વિગેરે રંગનું મારું રૂપ કર્યું, રેતી, પથ્થર, મીઠું (લુણ), હડતાળ, મણશીલ, સુરમા, શુદ્ધ પૃથ્વી આદિ આકારે મારી પાસે ધારણ કરાવ્યા અને તેમ કરીને મને અસંખ્યાતા કાળ સુધી અનેક પ્રકારની વિડંબના કરી. ત્યાં મને ભેદવામાં આવ્યો, દળવામાં આવ્યો, ચૂરવામાં આવ્યું, કાપવામાં
૧ અચબીજા જે વૃક્ષના અગ્ર ભાગે ઉત્પન્ન થવાની યોનિ હોય તે. ૨ પર્વજઃ શેરડી વિગેરે પેઠે જેના સાંધામાં બીજ હોય તેવાં વૃક્ષ, ૬ ધબીજઃ જે વૃક્ષના અંધ વાવવાથી ઉગે તેવાં વૃક્ષ.
૪ સંમૂછિંમઃ પિતાની મેળે ઉત્પન્ન થનારા જીવોને “સંમઈિમ' કહેવામાં આવે છે.
૫ ગુલમઃ એક જાતિનાં વૃક્ષોને ગુલ્મ સંજ્ઞા આપેલી છે. આ સર્વ માટે જુઓ લોકપ્રકાશ.
૬ એકેંદ્રિય સિવાયના કોઈ પણ છે.
૭ પૃથ્વીકાયઃ સાત ધાતુઓ, માટી, પથરા, મીઠું (લુણ) વિગેરે પૃથ્વીકાય એકેદ્રિય સ્થાવર છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ-૨ આવ્યા અને બાળવામાં આવ્યો. તેવી રીતે એ પાયામાં મેં મહા ભયંકર દુઃખ સહન કર્યા.
ત્રીજો પાડા-અપકાય, એ પ્રમાણે પાર્થિવ લેકમાં રહેતાં રહેતાં જ્યારે છેલ્લી ગોળી જીર્ણ થઈ ગઈ ત્યારે ભવિતવ્યતાએ મને એક નવી ગોળી આપી. એ ગળીના પ્રભાવથી હું એકાક્ષનિવાસ નગરના ત્રીજા પાડામાં ગયો. ત્યાં આખ્ય નામના કુટુંબીઓ વસે છે. હું ત્યાં ગયે એટલે પાર્થિવરૂપ મૂકીને મારું પણ આય રૂપ થઈ ગયું. અહીં પણ જ્યારે
જ્યારે એક ગોળી જીર્ણ થાય ત્યારે ત્યારે બીજી ગોળી આપીને ભવિતવ્યતા મારું રૂપ ફેરવી નાખતી. એ પ્રમાણે કરતાં કરતાં અસંખ્યાતા કાળ સુધી મને ત્યાં દુઃખ આપવામાં આવ્યું. મારાં રૂ૫ રસ ગંધ અને સ્પર્શમાં ફેરફાર કરીને મને કઈવાર ધુમ્મસ, કેઇવાર હિમ, કેઈવાર મહિકા, કેહવાર હરતનું અને કઇવાર નિર્મળ પાણીનું રૂપ આપવામાં આવ્યું. આવી રીતે મારી પાસે વિચિત્ર પ્રકારની આકૃતિઓ ધારણ કરાવવામાં આવી. આ પાડામાં રહ્યા રહ્યા મેં ગરમી અને ઠંડી તથા ક્ષાર અને ક્ષત્ર વિગેરેથી થતી તેમજ અનેક પ્રકારનાં શસ્ત્રોથી થતી વેદનાઓ સહન કરી.
ચેાથે પાડા-તેજસ્કાય, આ કુટુંબીઓમાં વસતાં વસતાં જ્યારે છેલ્લી ગોળી જીર્ણ થઈ ગઈ ત્યારે ભવિતવ્યતાએ મને એક બીજી ગોળી આપી. એ ગોળીના જોરથી એકાક્ષનિવાસ નગરના ચોથા પાડામાં હું પહોંચી ગયો. એ પાડામાં તેજસ્કાય' નામના અસંખ્ય બ્રાહ્મણે વસે છે. હું પણ તેજ
૧ અકાય પાણી, ઝાકળ, બરફ, કરા વિગેરેને આ અપકાય એકેન્દ્રિયમાં સમાવેશ થાય છે.
૨ મહિકા આકાશમાં વાદળાંને યોગે ઝીણાં પાણીનાં ટીપાં પડે છે તેને ધુમસનું પાણી કહે છે.
ક હરતનુ વનસ્પતિનાં પત્રો પર ટપકતા ને ચોટેલા પાણીનાં બિંદુઓ.
૪ ક્ષાર સત્ર-ક્ષારની પીડા તે મીઠા પાણીને ખારા પાણીના સંબંધથી ઉપઘાત થાય છે. ક્ષત્રવેદના એટલે પાણીને ખણવાથી થતી વેદના. પાણુને ડાળવાથી છાને ઘણે આઘાત શસ્ત્રના મારવા જેવો લાગે છે. અથવા ક્ષત્ર એટલે ખાતર-ખાતર ઉપર પાણું નાખવાથી સર્વ જીવો મરી જાય છે. પાણી અચિત્ત થઇ જાય છે. - ૫ તેઉકાય-અગ્નિ. સ્થાવર એકેદ્રિયને આ એક ભેદ છે. તેમાં સર્વ ઉપકાચ નો સમાવેશ થાય છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૮] એકાક્ષનિવાસ નગરે.
૩૧૯ સ્કાય બ્રાહ્મણ થશે. મારે વર્ણ સેના જેવો ચળકતે, મારે સ્પર્શ એકદમ ગરમ, શરીર દાહરૂ૫ અને શરીરાકૃતિ સોય જેવી થઈ. હું ત્યાં વસતે હતો ત્યારે જ્વાળા, અંગાર, મુર્ખર, અર્ચિ, આલાત, શુદ્ધ અગ્નિ, વિજળી, ઉકા, ઇંદ્રના વજને અગ્નિ, વિગેરે નામે મારાં પડ્યાં એટલે કે મારે એવાં એવાં રૂપે લેવાં પડયાં અને મને બુઝાવી નાખવા વિગેરેથી થતાં અનેક પ્રકારનાં દુઃખ એ પાડામાં મારે સહન કરવાં પડયાં. એ પાડામાં સૂક્ષ્મ અને બાદર તેમજ પર્યાપ્તક અને અન્ય પર્યાપક રૂપ લેતે અસંખ્ય કાળ સુધી હું ભટક્યો.
પાંચમે પાડો-વાઉકાય, એ તેજસ્કાય પાડામાં સર્વ તેજસ્કાય બ્રાહ્મણે સાથે વસતાં વસતાં જ્યારે મને આપેલી છેલ્લી ગોળી જીર્ણ થઈ ગઈ ત્યારે વળી ભવિતવ્યતાએ એક બીજી ગોળી મને આપી. આ ગોળીના ઉપયોગથી હું એકાક્ષનિવાસ નગરના પાંચમા પાડામાં ગયો. ત્યાં વાયવીય નાભના અસંખ્ય ક્ષત્રિયો વસતા હતા. ત્યાં હું પણ વાયવીય ક્ષત્રી થઈ ગ. મારો સ્પર્શ ગરમ અને ઠંડે બંને પ્રકારનો થયો, ચક્ષવાળા પ્રાણીઓ મને ન જોઈ શકે તેવા રૂપવાળો અને શરીરના બંધારણમાં પતાકા (વજા)ની આકૃતિવાળો હું થશે. હું ત્યાં હતો ત્યારે મને કઈ કઈવાર ‘ઉત્કલિક વાયરે કહેવામાં આવતો, કેઈવાર મંડલિક વાયરે કહેવામાં આવતે, કઈવાર ગુંજવાત કહેવામાં આવતે, કે ઈવાર “ઝંઝાવાત કહેવામાં આવતે, કેઇવાર “સંવર્તકવાત કહેવામાં
૧ મુરઃ અગ્નિની જવાળામાંથી નીકળતા સૂરમ કણ. ૨ અઃિ અગ્નિની શિખા. ૩ આલાતઃ અંગારે (ઉંબાડીઉં ). ૪ ઉકાપાતને અગ્નિ. આકાશમાંથી અગ્નિની વૃષ્ટિ.
૫ વાઉકાય. પવન. એકેદ્રિય સ્થાવરનો આ ભેદ છે. એ સ્થાવરનો ભેદ છતાં ગતિત્રસ' કહેવાય છે. તેઉકાય પણ ગતિત્રસ કહેવાય છે.
૬ ઉલકલિય વાયરે નીચે રેતીમાં લીટીઓ પાડતા વાયસને ઉકલિક વાત કહેવામાં આવે છે.
૭ મંડલિકા વળીએ. ૮ ગુંજવાતઃ ગુંજારવ કરતે વાયરે. ૯ ઝંઝાવાતઃ આકરા શબ્દ કરતે વાયરો. ૧૦ સંવર્તકઃ ગોળ ફરતે વાય.
Page #361
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૩૨૦
[ પ્રસ્તાવ–૨
આવતા, કોઇવાર ઘનવાત કહેવામાં આવતા, કોઇવાર તનુવાત કહેવામાં આવતા, કોઇવાર શુદ્ધવાત કહેવામાં આવતા-આવી રીતે જૂદે જાદે પ્રસંગે મારાં નવાં નવાં વિચિત્ર નામા પડતાં હતાં. ત્યાં મને પંખા વિગેરે શસ્રના ઘાતથી તથા નિરોધથી બહુ દુ:ખ પડતું હતું. ત્યાં પણ મારી પાસે સૂક્ષ્મ અને માદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપા લેવરાવીને ભવિતવ્યતાએ મને અસંખ્યાતા કાળ સુધી રખડાવ્યા.
આ પાડામાં એવી રીતે ઘણા વખત રહ્યા પછી જ્યારે મને આપેલી ગાળીઓમાંથી છેલ્લી ગોળી વપરાઇ ગઇ ત્યારે વળી મને પહેલા પાડામાં લઇ જવામાં આવ્યેા.
એકાક્ષનિવાસ
નગરમાં રખડપુટ્ટી,ત્યાં ભવિતવ્યતાના હુકમથી વળી પાછા અનંતા કાળ રહ્યો. ત્યારપછી વારંવાર બીજી ગાળીએ આપીને મને બીજા ત્રીજા એમ સર્વે પાડાઓમાં ફરીવાર ફેરવ્યા અને તે દરેકૅમાં અસંખ્ય કાળ સુધી રાખ્યા. આવી રીતે એકાક્ષનિવાસ નગરમાં ભવિતવ્યતાએ અત્યંતઅખાધ અને તીવ્રમેહાદયની સમક્ષ મને અંધા પાડામાં અનેક વાર રખડાવ્યા.
એ
6555
પ્રકરણ ૯ મું. વિકલાક્ષનિવાસ નગરે.
૩ દિવસ ભવિતવ્યતા રાજી થઈને બોલી “આર્યપુત્ર ! તું આ નગરમાં બહુ કાળ રહ્યો તેથી હવે આ સ્થાન પર તને ઘણી અરૂચિ થઇ ગઇ હોય તેમ જણાય છે. તને આ સ્થાનનું અજીર્ણ થયું છે તે તેને મટાડવા સારૂ તને હવે બીજા સ્થાનમાં લઇ જઉં. ” મારે
તા એ ભવિતવ્યતા દેવી-મારી બૈરીને હુકમ માનવાનેાજ હતા તેથી · જેવી દેવીની આજ્ઞા’ એટલેા મેં જવાબ આપ્યા. મહાદેવીએ ત્યારપછી બીજી ગોળીઓ બનાવીને મને આપી.
૧ ઘનવાતઃ ધીના જેવા ઠરી ગયેલેા વાયા.
૨ તનુવાતઃ અત્યંત પાતળા વાયરા, આ ધનવાત અને તનુવાતને આધારે નરક દેવલાકાદિ રહેલા છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૨૧
પ્રકરણ ૮] વિકલાક્ષનિવાસ નગરે.
ઉન્માપદેશ સુબે: માયા પલી, મનુષ્યલોકમાં એક વિકલાક્ષનિવાસ નામનું નગર છે. તે નગરીમાં ત્રણ મોટા પાડાઓ છે. તે નગરનું પરિપાલન કરનાર તરીકે ઉન્માર્ગોપદેશ નામના અધિકારીને કર્મપરિણામ મહારાજાએ નીમે છે. એ અધિકારીને માયા નામની સ્ત્રી છે. ભવિતવ્યતાએ આપેલી ગોળીના પ્રભાવથી હું પહેલા પાડામાં ગયે. ત્યાં સાત લાખ કુળકેટિની સંખ્યામાં દ્વિહૃષીક નામના કુળપુત્રો વસે છે, તેમાં હું પણ બે ઇંદ્રિયવાળે ફળપુત્ર થયે. અગાઉ જે ઉંઘણશી જેવી, દારૂ પીધેલ જેવી, મૂછ પામેલ જેવી, લગભગ મરણ પામેલા જેવી મારી સ્થિતિ એકાક્ષનિવાસ નગરમાં દેખાતી હતી તે અહીં આવવાથી દૂર થઈ ગઈ અને હવે જાણે મારામાં કાંઈક દમ હોય, ચેતના હોય એમ જણવા લાગ્યું. (હું સ્થાવર મટીને ત્રસ છે.)
પ્રથમ પાડો-હિષીક, મારાં પાપનો હજી છેડે આવ્યો નહિ. અહીં મારી સ્ત્રીએ મને
એક ગોળી આપીને મહા અપવિત્ર સ્થાનમાં કરમીઓ બેઇઢિયમાં બનાવ્યું. એ રૂપમાં મૂત્ર, આંતરડાં, કલેદ (રૂધિઅનેક યાતના. રાદિ ) અને જંબાલ (કચરા)થી ભરેલા પેટમાં મને
રહેલો જોઈને મારી સ્ત્રી ભવિતવ્યતા બહુ રાજી થતી હતી. વળી કઈ વખત કુતર વિગેરેને પડેલા ચાંદામાં જીવડારૂપે મને બીજા અનેક જીવો સાથે પડેલો જોઈને તે બહુ ખુશી થતી હતી. પુરુષને વીર્ય અને સ્ત્રીના રૂધિરમાં અથવા વિષ્ટામાં લીલા કરતો અને પરસ્પર ઘર્ષણથી દુઃખ પામતો એક પ્રકારના કમીની આકૃતિને
૧ વિકલાક્ષનિવાસઃ બેઇંદ્રિય, ઇદ્રિય, ચૌદ્રિય જીવોને વિકલૈંદ્રિય કહેવામાં આવે છે, કારણ કે તેમાં સંપૂર્ણ પાંચે ઈદ્રિયો નથી. બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા જીવોનું સમુચ્ચયનામ વિકલેક્રિય છે. વિકલાક્ષ નગરના એ ત્રણ જુદા જુદા પાડા કલ્પવામાં આગ્યા છે.
ર ઉભાગેપદેશઃ વિકલંદ્રિય જીની ચેતના કાંઇક વ્યક્તિ હોય છે, પણ તેઓ અજ્ઞાનને લીધે ઉન્માર્ગેજ ગમન કરનારા હોય છે.
૩ માયાઃ વિલેંદ્રિય જીવોમાં માયા બહુ હોય છે.
૪ ક્રિષીક: સ્પર્શન અને રસના. આ બે ઇંદ્રિયવાળા જીવોને દ્વિહૃષીક કહેવામાં આવે છે. હકીક એટલે ઇંદ્રિય.
૫ કરમીઆ કમી વિષ્ટામાં ઉત્પન્ન થતી અને રહેતી ઝીણી મોટી છવાત. આ પેરામાં બતાવ્યા છે તે સર્વ જીવો બેઇદ્રિય છે.
૪૧
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ ધારણ કરતાં મને જોઈને ભવિતવ્યતા આનંદ પામતી હતી. વળી એક બીજી ગોળી આપીને મને જળનું રૂપ લેવરાવીને મારી સ્ત્રી
ભવિતવ્યતા માયા દેવી સાથે હસતી, મને દુઃખ ભવિતવ્યતા ભગવતે જોઈ આનંદ પામતી અને વધારે દુઃખ અને માયા દેવી. દેતી તે દેવીને કહે છે કે “હે માયા દેવી! તારે
ઉન્માપદેશ પતિ છે તેથી તું બહુ અભિમાન કરે છે, પણ આ મારા પતિનું સામર્થ્ય તે જ ! મારો પતિ જે ભૂખે હોય અને તેને પીડા થતી જગો પર મૂક્યો હોય તો તે ચોંટી પડીને પોતાની શક્તિથી સર્વ લેહીને ચુસી લે છે; વળી મારા પતિની ત્યાગ શક્તિ પણ કાંઈ જેવી તેવી નથી તે પણ તું ! જે કંઈ તેને હાથમાં ધારણ કરીને દબાવે છે તેને તે સર્વ લેહીનું દાન કરી દે છે.” હે અગૃહીતસંકેતા! આવી રીતે મારી સ્ત્રીના હાથથી હું દુઃખ પામત હતો, તેમાં પણ જ્યારે તે આવું આવું બોલીને મારી મશ્કરી કરતી હતી ત્યારે તો હું બેવડે દુ:ખી થતો હતો. વળી એક બીજી ગોળી આપીને મને મેટા દરિયામાં તેણે શંખ બનાવ્યો અને જ્યારે શંખ વગાડવાવાળાએ મને લઈને છિન્નભિન્ન કર્યો ત્યારે દુઃખથી મને રડતો જોઈને તે ઘણે આનંદ પામી. જુદા જુદા રૂપમાં મારી સ્ત્રી સાથે તે પાડામાં રહેતાં અને અનેક પ્રકારનાં દુઃખ સહન કરતાં અસંખ્યાત કાળ ચાલ્યો ગયો.
બીજો પાડે-ત્રિકરણ. પિતાની મરજી આવે તેમ કરનારી ભવિતવ્યતાએ વળી એક દિવસ મને બીજી ગોળી આપી. આ ગોળીના પ્રભાવથી વિકલાક્ષનિવાસ નગરના બીજા પાડામાં મને લઈ જવામાં આવ્યો. ત્યાં આઠ
૧ વર્ચસ શબ્દનો અર્થ શુક, વીર્ય અને વિષ્ટા થાય છે. એમાં ઉત્પન્ન થનાર જ બે ઇંદ્રિયવાળા હોય છે.
૨ ત્યાગ-દાન અને તજી દેવાની શક્તિ. મશ્કરી વ્યંગ્ય છે તે વિચારવા યોગ્ય છે.
૩ જળઃ આ જળનું વર્ણન છે. જળને સ્વભાવ લોહી ચુસવાને અને દાબવાથી તે કાઢી નાખવાનો છે. વ્યંગ્યમાં મશ્કરી છે.
૪ છિન્નશંખઃ શંખને વાગે તે કરવા માટે તેમાંથી માંસ વિગેરે કાઢી નાખવામાં આવે છે તેને શંખને છિન્ન કર્યો છે એમ કહેવાય છે.
૫ ગમનાગમનઃ અન્ય ગતિમાં ગયા વગર બેઈદ્રિય જીવો તેજ ગતિમાં અસંખ્ય કાળ સુધી જન્મ મરણ કર્યા કરે. બીજી ગતિમાં એક વાર જઈ આવ્યા પછી ફરીવાર તેટલોજ કાળ તે ગતિમાં રહે તો વાંધો નથી.
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮] વિકલાક્ષનિવાસ નગરે.
૩૨૩ લાખ કુળકેટિ પ્રમાણે અસંખ્ય ત્રિકરણ નામના ગૃહપતિઓ રહે છે. હું પણ તેઓમાં ત્રિકરણ નામનો ઘરબારી થયો. જુ, માંકડ, મંકેડા, કુંથુઆ અને કીડિ વિગેરેનું રૂપ ત્યાં મને ભવિતવ્યતાએ આપ્યું. અને હીંથી તહીં રખડતા, ભૂપે અને બાળકેથી ચંપાતો અને બળાતો જોઈને મારી સ્ત્રી સંતોષથી લહેર કરવા લાગી. આ પાડામાં મને નવી નવી ગોળીઓ આપીને અને તેના વડે નવાં નવાં રૂપ ધારણ કરાવીને અસંખ્ય વાર આમ તેમ રખડાવવામાં આવ્યો.
ત્રીજો પાડે-ચતુરક્ષ, એક દિવસ વળી બીજી ગોળી આપીને મારી સ્ત્રીએ મને વિકલાક્ષનિવાસ નગરના ત્રીજા પાડામાં મોકલ્યો. ત્યાં નવ લાખ કુળકેટિ પ્રમાણુ ચતુરક્ષ નામના અસંખ્ય કુટુંબીઓ વસે છે. હું પણ ત્યાં ચતુરક્ષ નામને કુટુંબી છે. પતંગીયું, માખી, ડાંરા વીંછી વિગેરેના આકારે મારી પાસે ત્યાં ધારણ કરાવ્યા. આ પાડામાં હું રહેતો ત્યારે વિવેક વગરનાં પ્રાણુઓએ કરેલા મારા મન (ચોળવું, કચરવું) વિગેરેથી અનેક પ્રકારનાં દુઃખ પામ્યો. જ્યારે જ્યારે મારી ગોળીઓ જીર્ણ થતી હતી ત્યારે ત્યારે નવી નવી ગોળીઓ ભવિતવ્યતા મને આ પાડામાં પણ આપતી હતી. એ પ્રમાણે ગેળીઓ આપી અસંખ્ય રૂપો મારી પાસે લેવરાવીને આ ત્રીજા પાડામાં પણ તેણે નાટક કરાવ્યું. આ ત્રણે પાડામાં વારા ફરતી નવાં નવાં રૂપ ધારણ કરાવીને અસંખ્યાત હજાર વર્ષ સુધી મને ફેરવવામાં આવ્યું. કેઈ વખત પર્યાપ્રક રૂપે અને કઈ વખત અપર્યાપ્તક રૂપે એ ત્રણે પાડામાં મારી પાસે અનેક પ્રકારના ખેલ કરાવવામાં આવ્યા.
૧ ત્રિકરણઃ સ્પર્શન, રસન અને નાસિકા. આ ત્રણ ઇદ્રિ જેને હેય તે. કરણ એટલે ઇઢિય. ગૃહપતિ એટલે દરબારીઓ.
૨ ચતુરક્ષઃ સ્પર્શન, રસન, નાસિકા અને ચક્ષુ. આ ચાર ઇંદ્રિયો જેને હોય તે. અક્ષ એટલે ઇંદ્રિય.
૩ સંવણીનમાવીના ઇતિ જીવવિચારે. અત્ર અસંખ્યાત લખે છે તે ચિય છે. જીવવિચારમાં સંખ્યાતાં વર્ષો સર્વ વિકલંકિ માટે છે, અહીં અસંખ્યાતા વર્ષ કહ્યો છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું. પંચાક્ષપશુસંસ્થાને.
નયા મા |
ક દિવસ ભવિતવ્યતા મારા ઉપર ખુશી થઈ અને
પદ્રિય કરવાનો વખત હવે આવી પહોંચે છે એમ તિરે આ જાણીને મને કહેવા લાગી “આર્યપુત્ર! આ વિક
લાક્ષનિવાસ નગરમાં રહેતાં તને જે સંતોષ ન થતા
ન હોય તો હું તને બીજા નગરમાં લઈ જઉં.” મેં જવાબમાં દેવીને કહ્યું “દેવી! જે તને ગમે તે કર, કારણ કે સર્વ કાર્યોમાં તું જે કરે તે મારે પ્રમાણ છે. પછી મને આપેલી ગોળીઓમાંથી છેલ્લી ગળી જીર્ણ થઈ છે એમ જાણી બીજા નગરમાં જવા માટે તેણે મને બીજી ગોળી આપી. આ તછ લેકમાં એક પંચાક્ષપશુસંસ્થાન નામનું નગર છે તે
શહેર ઉપર પણ પેલા ઉભાગપદેશનેજ સરસુબા પશુસંસ્થાનના તરીકે નીમવામાં આવ્યો છે. તે નગરમાં સાડીત્રેપન જોના પ્રકાર. લાખ કુળકેટિ પ્રમાણ કુળવાળા પાંચ ઇંદ્રિયવાળા
લોકે વસે છે. તેઓ જળચર, સ્થળચર અને ખેચર (આકાશચર) જાતિના હોય છે, તેઓને ચેતના ફુટ હોય છે અને સંજ્ઞા પણ હોય છે. વિદ્વાન માણસો તેઓને ગર્ભજ સંસીનું નામ પણ આપે છે. વળી આ જીવોમાં જે કંઈને ચેતના ફુટ ન હોય તે તેઓને
૧ પંચાક્ષપશુસંસ્થાના પાંચ ઇંદ્રિય: સ્પર્શન, રસના, નાસિકા, આંખે અને કાન એ જે હોય તેવા પંચેદ્રિય તિર્ય. વિકલૈંદ્રિયપણાથી આગળ વધી પ્રાણું ઘણું ખરું પદ્રિય તિર્યંચ થાય છે. એકથી ચાર ઇદ્રિયવાળા છે પણ તિર્યંચ કહેવાય છે.
૨. ગર્ભજ: માતા પિતાના સંગે ગર્ભથી ઉત્પન્ન થનાર, માની કુક્ષિમાંથી જન્મનાર. આનાથી ઉલટી રીતે જેઓ જન્મે તેને સંભૂમિ કહે છે, ચાર ઇદ્રિય સુધી તો સંમૂર્થિક સ્થિતિ જ હોય છે,
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ]
પંચાક્ષપશુસંસ્થાને.
૩૨૫
· અસંગી'ના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેએ સંમૂહિઁમ હાય છે. હું ગોળીના પ્રભાવથી સ્પષ્ટ ચૈતન્ય વગરના ( સંમર્દામ ) પંચાક્ષના નામથી આળખાતા ત્યાં ઉત્પન્ન થયા. ત્યાં મારી સ્ત્રી જેને રમત ગમતને બહુ શોખ છે તેણે મને વિના કારણ આખો વખત રાડો પાડતા દેડકાના આકાર ધારણ કરનારો બનાવ્યા. આવી રીતે અસંખ્ય કાળ સુધી જૂદા જૂદા આકારમાં સંમૂર્છાિમ તરીકે રખડાવીને પછી મને ગર્ભજના આકાર ધારણ કરનારા બનાવવામાં આવ્યા. આ ગર્ભજ પાંચ ઇંદ્રિયયાળા પ્રાણીઓમાં પણ પ્રથમ મને જળચર બનાવવામાં આણ્યે. ત્યાં પણ જ્યારે મને મત્સ્ય ( માછલા )નું રૂપ આપવામાં આવ્યું ત્યારે માછીમારે મને પકડવા લાગ્યા અને કાપીને તથા રાંધીને મને હાર પ્રકારનાં દુઃખ આપવા લાગ્યા. ત્યારપછી પાંચ ઇંદ્રિયવાળા પ્રાણીઓમાં ચાર પગવાળા સ્થળચરનું રૂપ મને આપવામાં આવ્યું. ત્યાં વળી મને સસલાં, ડુક્કર, હરણ વિગેરેના વેશ આપવામાં આવ્યો અને તે વખતે શિકારીએ તીર મારીને મારા ગાત્રના કટકે કટકા કરી નાખતા અને એ રીતે મને અનેક પ્રકારની પીડા થતી હતી. વળી એ સ્થળચરમાં રહેતા કોઇ વખત મને ભુજપરિસર્પ અને ૪૯૨:પરિસર્પનું રૂપ આપવામાં આવ્યું. ઘે, સર્પ, નકુળ ( નાળીઆ ) વિગેરે ાતમાં ઘણા વખત રહેતાં ક્રૂરપણાને લીધે એક બીજાનું ભક્ષણ કરવાથી મારે ત્યાં પણ બહુ દુઃખ સહન કરવું પડ્યું. વળી કોઇવાર મને ખેચરનું રૂપ આપવામાં આવ્યું. ત્યાં કાગડા, ઘુવડ વિગેરેનું રૂપ ધારણ કરતાં મેં અનેક પ્રકારનાં અસંખ્ય દુ:ખે. સહન કર્યાં. અસંખ્ય પ્રાણીઓથી ભરેલા તે પંચાક્ષપશુસંસ્થાન નગરના દરેક કુળમાં હું જળચર, સ્થળચર અને ખેચરરૂપે થયા. આ નગરમાં મારી ભાર્યાં મારી પાસે સાત આઠ વાર ઉપરા ઉપર નવાં નવાં રૂપેા ધા
સંમૂÉિમઃ
ગર્ભજ.
જળચર: સ્થળચર: ખેચર.
૧ અસનીઃ અહીં સંજ્ઞા એટલે મન સમજવું. મન વગરના પ્રાણીને ‘અસંજ્ઞી કહે છે. બાકી આહાર વિગેરે ચાર અથવા દેશ સંજ્ઞા તા સર્વ જીવેાને હાય છે.
૨ સંમૂર્ણિમઃ અગાઉ કહ્યું તેમ ગર્ભ વગર ઉત્પન્ન થયેલાને સંમૂર્ણિમ અથવા અસન્ની કહે છે, તેને મન હેતું નથી.
૩ ભુજરિસર્પ: હાથથી ચાલનારા સ્થળચરઃ નાળીયા વિગેરે.
૪ ઉર:પરિસર્પ પેટથી ચાલનારા સ્થળચરેઃ સર્પ વિગેરે,
૫ ગમનાગમનઃ પંચદ્રિય તેજ ગતિમાં સાત આઠ ભવ એક સાથે કરે, હારપછી અન્ય ગતિમાં જઇ આવી વળી પાછા સાત આઠ ભવ તે ગતિમાં કરે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૨
રણ કરાવતી હતી, વળી કાઇ બીજી જગા પર લઇ જતી હતી અને પાછી તે નગરમાં ફરીવાર લઇ આવતી હતી. આવી રીતે વારંવાર તે નગરમાં લાવીને મારાં અનેક રૂપે ભવિતવ્યતાએ બનાવ્યાં, પરંતુ એક સાથે તે તિર્યંચ રૂપમાં ત્રણ પયૅાપમ (સૂક્ષ્મ અહ્વા) અને કાંઇક અધિક ક્રોડ પૂર્વ વર્ષ સુધી રહ્યો. આવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્તપણામાં તથા સંજ્ઞી અને અસંગ઼ીના રૂપમાં એ પંચાક્ષપશુસંસ્થાન નગરમાં મારી અનેક પ્રકારની વિડંબના કરી.
શ્રુતિરસિક હરણ,
એક વખત ભવિતવ્યતાએ તેજ નગરમાં મને હરણનું રૂપ આપ્યું. હું હરણના ટેાળામાં રહેતા હતા, ભયથી મારી આંખા ચપળ થઈને દશે દિશાઓમાં ચકળ વકળ થયા કરતી હતી, હું જંગલમાં આખાં ઝાડેોનાં ઝાડો ટપી જતા હતા અને જ્યાં ત્યાં રખડતા હતા. એક વખત એક પારધિએ બહુ મધુર સ્વરથી ગીત ગાવા માંડ્યું. એ ગીત એવું સુંદર હતું કે તેનાથી આખું હરણીઆનું ટાળું તેની તરફ દોરાઇ ગયું,” ટાળાનાં હરણાને દોડાદોડ કરીને લંગા મારવાની ટેવ હતી તે તેઓએ છેડી દીધી, તેઓની ચેષ્ટા પણ અટકી ગઇ, આંખો પણ સ્તબ્ધ થઇ ગઇ, આકીની સર્વ ઇંદ્રિયાના વ્યાપાર નિવૃત્તિ પામી ગયા અને તેના અંતરાત્મા મધુર ગીત સાંભળવાને અંગે કર્ણપ્રિય (કાન)માં એક રસ થઇ ગયા. આવી રીતે અમારા ટાળાનાં સર્વ હરણેને કોઇ પણ પ્રકારની હીલચાલ વગરનાં જોઇને પેલા શિકારી પાધિ અમારી નજીક આવ્યા, ધનુષ્ય તૈયાર કર્યું, તેની સાથે આણુને સાંધ્યું, જમણેા પગ આગળ કરી ડાબા પગ પાછળ કરી શિકારીની મુદ્રા સાધી, નિશાન તાક્યું, ડોક જરા નીચી અને આગળ કરી, બાણુ
૧ પલ્યોપમ-પયિાપમના માનનેા ખ્યાલ લાવવા માટે ચતુર્યં કર્મ ગ્રંથ જોવા, સામાન્ય ખ્યાલ એક તેજન લાંબા, પહેાળા અને ઇંડા નુગલીઆના સૂક્ષ્મ વાળથી ભરેલા ખાડાથી કરવા. છ માસે એક આલ કાઢતાં આખા ખાડા પૂર્ણ થાય ત્યારે એક ખાદર પલ્યાપમ થાય છે. સૂર્યમ તે કરતાં અસંખ્ય ગુણું હાય છે.
૨ પૂર્વઃ ચારાશી લાખને ચારાશી લાખ વર્ષે ગુણીએ એટલે ૬૮૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય.
૩ સાત ભવના સાત લાખ પૂર્વ ને તે આડમેા ભવ તેમાં કરે તા યુગલિકનેજ કરે તેના ત્રણ પલ્યાપમ-આટલે ઉત્કૃષ્ટ કાળ સમજવે.
૪ એક ઇંદ્રિયને ( અહીં શ્રોત્ર ઇન્દ્રિયને) વશ પડતાં કેટલું દુઃખ થાય છે તે પર આ વિચારવા યાગ્ય દાખલા છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ]
પંચાક્ષપશુસંસ્થાને.
૩૨૭
ને કાન સુધી ખેંચ્યું, પછી જ્યારે તેણે તે ખાણ છેડ્યું ત્યારે તેણે મને તેવડે વીંધી નાખ્યો અને હું તુરતજ ભૂમિ પર પડ્યો. આ વખતે મને ભવિતવ્યતાએ આપેલી ગોળી પણ જીર્ણ થઇ ગઇ.
લહેર કરતે હાથી, દાવાનળના આકરા જોસ પશ્ચાત્તાપથી નિર્જરા અને પ્રગતિ,
હરિણના ભવમાં વાપરવા યોગ્ય એક ભત્રવેદ્ય ગોળી ત્યાં પૂરી વપરાઇ જવાથી મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી. આ ગાળીના પ્રભાવથી હું હાથી થયા. ધીમે ધીમે હું મોટા થતા ગયા અને અનુક્રમે હું ટાળાના ઉપરી થયા. રવાભાવિક રીતે સુંદર કમળનાં વનમાં, અતિ સ્વાદિષ્ટ સદ્ઘકીનાં પાંદડાંથી ભરપૂર વૃક્ષામાં અને આનંદ ઉપજાવે તેવા વનના વિભાગમાં હું વસતા હતા, હાથણીઓનાં ટાળાંઓથી વિંટાયલા રહેતા હતા અને આનંદસાગરમાં ચિત્તને ઝમાળતા મારી ઇચ્છામાં આવે તેમ હરતા ફરતા હતા. આવી રીતે આનંદમાં નિમગ્ન થઇ લહેર કરતા હતા તેવામાં એક દિવસ અમારૂં ટાળું અકસ્માત્ ભય પામ્યું, જનાવરે! આમતેમ દોડવા લાગ્યાં, વાંસને ફાડી નાખે તેવા અવાજે ( અથવા વાંસની ગાંઠો ફાટવાથી થતા ધડધડ અવાજે) સંભળાવા લાગ્યા અને ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. આ બધું શું હશે તે સંબંધી વિચાર કરતાં મેં મારી પછવાડેની બાજુએ નજર કરી તેા મને દેખાયું કે મહા ભયંકર જ્વાળાએથી ખીહામણેા લાગતા દાવાનળ ( વનના અગ્નિ) મારી તદ્દન નજીક આવતા હતા. મને એ દાવાનળ જોઇને મરણને ભય ઉત્પન્ન થયા, મારી શક્તિ અને પુરુષાર્થ ચાલ્યાં ગયાં, મેં દીનતા અંગીકાર કરી, પેટભરાપાના આશ્રય કર્યો, મારે અહંકાર ચાલ્યા ગયા, મારા ટાળાને મેં છોડી દીધું-તજી દીધું અને એક દિશા તરફ નાસવા માંડ્યું. નાસા નાસતા હું થોડે દૂર ગયા ત્યાં ગામનાં ઢેરને પાણી પીવાના એક જૂના પૂરાણેા સુકાઇ ગયેલા મોટા અંનાસતા કુવેઃ ધકારવાળા કુવા આવ્યા. એના ઉપર ઘણું ખડ ઉગી તેમાં પાત. ગયું હતું અને તેથી ઢંકાઇ ગયેલા હોવાને લીધે મારા જોવામાં તે કુવા આવ્યા નહિ. તેની આગળ હું આવી પહોંચ્યા. મારા અન્ને આગળના પગે તે કુવામાં પડી ગયા. મારા શ
૧ એક જાતનું ઝાડ. એનાં પાંદડાં હાથીને બહુજ લાવે છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ રીરના પછવાડેના ભાગને પણ કાંઈ ટેકે ન હોવાથી તે પણ પછવાડે પડ્યું. મારું શરીર જબરજસ્ત હોવાથી હું કુવામાં પડશે અને બહુ ભારે હોવાથી આખા શરીરે ઘાયલ થયો. પ્રથમ થોડો વખત તો મને મૂછ આવી ગઈ, કેટલીક વારે કાંઈક ચેતના આવી, પણ મારા શરીરને એક જરા પણ હલાવી ચલાવી શકું નહિ એવી સ્થિતિ થઈ. હવે મને પશ્ચાત્તાપ થવા લાગ્યો અને વિચાર ચાલ્યો કે સેવા કરનારા લાંબા વખતથી પરિચયમાં આવેલા, ઉપકાર કરનાર અને આપણુમાં અનુરક્ત અને આજ્ઞાને અનુસરનારા તેમજ આપત્તિમાં આવી પડેલા પિતાના સંબંધીઓને જે તજી દે અને કૃતધ્રપણે માત્ર પેટભરાપણું જ આદરી ખરે વખતે નાસી જાય તેવા મારા જેવા પ્રાણીઓને તો આમજ ઘટે ! અરે અરે ! મારી નિર્લજ્જતા તે જુઓ ! હજુ પણ મને યુથાધિપતિ (ટેળાને ઉપરી) એ શબ્દ પ્રિય લાગે છે! માટે હવે વિચાર કરવાની શી જરૂર છે? આ તો જેવાં કર્યા તેવાં ભેળવીએ છીએ, માટે હવે એ સંબંધી મનમાં કાંઈ ખેદ કરવો નહિ. આવા વિચારોથી-ભાવનાથી મારા મનમાં જરા મધ્યસ્થતા પ્રાપ્ત થઈ–મને જરા નિરાંત વળી, થતી વેદના મેં સહન કરી અને તે અવસ્થામાં સાત રાત પસાર કરી.
પંચાક્ષપશુસંસ્થાનથી આગળ પ્રયાણ હવે ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન થઇ અને કહેવા લાગી
સાબાશ! આર્યપુત્ર ! સાબાશ! તારા અધ્યવસાય પુણ્યોદય- (આત્માના વિચારે) સુંદર છે. તે ઘણું આકરું દુઃખ ની સહાય. સહન કર્યું છે. તારી આવા પ્રકારની ચેષ્ટાથી હું તારા
ઉપર રાજી થઈ છું તેથી હું હવે તને બીજા નગરમાં લઈ જઈશ.” મેં જવાબમાં “જેવી દેવીની આજ્ઞા” એમ કહ્યું. પછી મહાદેવી ભવિતવ્યતા-મારી સ્ત્રીએ એક સુંદર આકારવાળો પુરુષ બતાવ્યું અને ત્યારપછી કહ્યું “હું તારા પર પ્રસન્ન થઈ છું તેથી તારી સહાયમાં આ પુણોદય નામના પુરુષને મેકલું છું. હવે તારે એની સાથે જવું. એ તને ઘણું પ્રકારની મદદ કરશે.” “જેવી દેવીની આજ્ઞા
૧ પુ દય. શુભ કર્મને ઉદય. પુણ્ય એ શુભ પ્રકૃતિને અનુભવ છે અને પાપ તે અશુભ પ્રકૃતિને ઉદય છે. આ પુણ્યના ઉદયને કેટલીક વાર પ્રાણી પોતાના આત્મીય પુરુષાર્થ સાથે ભેળવી નાખી ભૂલ કરે છે તે સમજવા યોગ્ય છે. અનેક રીતે થતે પુણ્યને ઉદય બરાબર અનુભવમાં લેવાની જરૂર છે. એના ઉદય વખતે જમે પુંછનું ખરચ થાય છે એ પણ ધ્યાનમાં રાખવું.
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ] પંચાક્ષપશુસંસ્થાને.
૩૨૯ એમ ફરીવાર મેં કહ્યું. આ વખતે મને ભવિતવ્યતાએ જે ગોળી અને ગાઉ આપી હતી તે પૂરી થઈ ગઈ. ભવિતવ્યતાએ તે વખતે મને એક બીજી ગોળી આપીને કહ્યું “આર્યપુત્ર! તું અહીંથી જઈશ ત્યારે આ પુણ્યોદય તારે ગુપ્ત સહોદર (એકજ પેટમાં ઉત્પન્ન થનાર ) બંધુ અને મિત્ર થઈને તારી સાથે રહેશે.'
ભવ્યપુરુષને મુદ્દાસરનો પ્રશ્ન. આ પ્રમાણે સંસારીજીવ કહેતો હતો ત્યારે ભવ્યપુરુષે પ્રજ્ઞાવિશાલાના કાન નજીક જઈને પૂછયું “માડી ! (સંસારીજીવ તરફ આંગળી કરીને) આ પુરુષ કોણ છે? તેણે શેની કથા કરવા માંડી છે? અસંવ્યવહાર વિગેરે તે નગરો તે કયાં? આ ગોળી જે એક એક વખત આપવામાં આવે છે ત્યારે નવીન નવીન રૂપ ધારણ કરાવે છે અને વિધ વિધ પ્રકારનાં સુખ અને દુઃખને અનુભવ કરાવે છે તે કઈ? એકજ પુરુષની આટલા બધા વખત સુધી એક ને એક ઠેકાણે રહેવાની વાત કેવી રીતે હેઈ શકે? વળી મનુષ્ય પ્રાણીના કીડી અને કરમીયાં અને એવાં એવાં બીજાં રૂપિ કેવી રીતે હોઈ શકે? મને તો આ ચોરની આખી વાર્તા કેઈના ભેજામાંથી નીકળી હોય તેની આ લજાળ જેવી કલ્પિત લાગે છે! આ સર્વ બાબતનો ભાવાર્થ શું છે તે માતાજી! મને કહો.”
પ્રજ્ઞાવિશાલાને સ્પષ્ટ ખુલાસે. પ્રજ્ઞાવિશાલાએ કહ્યું “આ ચોરનું હાલનું વિશેષ રૂપ શું છે તે તેણે હજુ સુધી કહ્યું નથી. સામાન્ય રૂપે તો તે સંસારીજીવ નામનો પુરુષ છે. તેણે સંસારીજીવના નામથી પિતાનું ચરિત્ર કહ્યું છે. આ સર્વ હકીક્ત કેવી રીતે ઘટાવવી–આગળ પાછળ બંધબેસતી કરવી તે હવે હું તને સમજાવું છું. અસાંવ્યાવહારિક જીવરાશિ (અવ્યવહાર નિગેદ) તે અસંવ્યવહાર નગર સમજવું. પૃથ્વી, અપ (જળ), અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ પાંચે એકેદ્રિયની જાતિઓ સમજવી અને તેઓને ઉત્પન્ન થવાનું અને રહેવાનું સ્થાન તે એકાક્ષ
૧ આ સર્વ કથા સંસારીજીવ અગૃહીતસકતાને ઉદેશીને સદાગમ સમક્ષ કહી બતાવે છે અને ભત્રેપુરુષ તથા પ્રજ્ઞાવિશાલા પણ સાંભળવામાં ભાગ લે છે.
૨ પ્રજ્ઞાવિશાલા ભવ્યપુરુષની ધાવમાતા છે તેથી “માલ” કહીને તે તેને બોલાવે છે.
૪૨
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ–૨
નિવાસ નગર સમજવું. એ ઇંદ્રિયવાળા જીવા, ત્રણ ઇંદ્રિયવાળા જીવા અને ચાર ઇંદ્રિયવાળા જીવા જેઆને માટે વિકલેંદ્રિયની સંજ્ઞા વાપરવામાં આવી છે તેને ઉત્પન્ન થવાનું અને વસવાનું સ્થાન તેને વિકલાક્ષનિવાસ નામનું નગર કહેવામાં આવ્યું છે. પાંચ ઇંદ્રિયવાળા તિર્યંચેાના સ્થાનને પંચાક્ષપશુસંસ્થાનનું નામ આપવામાં આવ્યું છે. એક ભવમાં ભાગવવા યોગ્ય-ઉદયમાં આવનારાં કર્મોના સમૂહને એક ભવવેદ્ય ‘ગાળી' નું નામ આપવામાં આવ્યું. એ કર્મોના ઉદયથી નાના પ્રકારનાં રૂપે થાય છે અને સુખ દુઃખ વિગેરેના અનુભવ પણ તે કાનાજ ઉદયથી થાય છે. આ પુરુષ ( પ્રાણી–જીવ ) પાતે તે અજર અમર છે, એ કદિ જીર્ણ થતા નથી અને કદિ મરણ પામતે નથી, તેથી એ પેાતે અનંત કાળ અવસ્થાન કરે (રહે, જીવે કે ફૅ) તેમાં કાંઇ નવાઇ જેવું નથી, તે બરાબર ચેાગ્ય છે. સંસારીજીવનાંજ કરમીયાં કીડી વિગેરે રૂપે થાય છે. એમાં નવાઇ જેવું શું છે? હજી તું બાળક છે, મુગ્ધ છે, તેથી આ બધી હકીકત જાણતા નથી. જો ભાઇ ! આ દુનિયામાં ત્રણ ભુવનમાં એવું કોઇ પણ ચરિત્ર નથી કે જે આ સંસારીજીવના સંબંધમાં બનતું ન હેાય, તેથી ભાઇ ! તેના સંબંધમાં જે જે હકીકત બની હોય તે તે સર્વે તેને કહી જવા દે. પછી હું ફુરસદે એ સર્વને ભાવાર્થ તને સમજાવીશ. ” ભવ્યપુરુષે પેાતાની ધાત્રી–પ્રજ્ઞાવિશાલાની આજ્ઞા પેાતાના માથા પર ચઢાવી.
*
*
*
ઉપસંહાર.
उत्पत्तिस्तावदस्यां भवति नियमतो वर्यमानुष्यभूमौ, भव्यस्य प्राणभाजः समयपरिणतेः कर्मणश्च प्रभावात्; एतच्चाख्यातमत्र प्रथममनु ततस्तस्य बोधार्थमित्थं, प्रक्रान्तोऽयं समस्तः कथयितुमतुलो जीवसंसारचारः.
स च सदागमवाक्यमपेक्ष्य भो, जडजनाय च तेन निवेद्यते; बुधजनेन विचारपरायणस्तदनु भव्यजनः प्रतिबुध्यते.
સમયપરિણતિ ( કાળપરિણતિ ) અને કર્મના પ્રભાવથી ભવ્ય પ્રાણીની ઉત્પત્તિ ઉત્તમ મનુષ્યભૂમિમાં ત્યારપછી થાય છે. આ હુકીકત હવે કહેવામાં આવશે અને ત્યારપછી આ સર્વ હકીકત અને
૧ આનેા ખરાખર ખુલાસેા આઠમા પ્રસ્તાવમાં થશે.
૨ આગળના પ્રસ્તાવેામાં.
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ]. પંચાક્ષપશુસંસ્થાને.
૩૩૧ જીવનું સંસારમાં ચલન જેની બીજા સાથે સરખામણી થાય તેમ નથી તે તેના બેધને માટે કહેવામાં આવશે. સદાગમના વાક્યને અનુસાર તે સંસારચાર જડ બુદ્ધિવાળી અગૃહતસકેતાને કહેવામાં આવે છે તે સાંભળીને બુધ રસમજુ (પ્રજ્ઞાવિશાલા) અને ત્યારપછી વિચારશીળ ભવ્યપુરુષ પ્રતિબંધ પામે છે.
प्रस्तावेत्र निवेदितं तदतुलं संसारविस्फूर्जितं, धन्यानामिदमाकलय्य विरतिः संसारतो जायते; येषां त्वेष भवो विमूढमनसां भोः सुन्दरो भासते,
ते नूनं पशवो न सन्ति मनुजाः कार्येण मन्यामहे. આ (બીજા) પ્રસ્તાવમાં સંસારનું સ્વરૂપ બહુ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે તે સાંભળીને ભાગ્યશાળી પ્રાણીઓને સંસારથી વિરતિ થાય છે. આ સાંભળવા કે વાંચવા છતાં પણ જે મૂઢ પ્રાણુંએને આ સંસાર સારા-સુંદર લાગે છે અથવા તેના તરફ આકર્ષણ થાય છે તેઓને માટે તેઓનાં કાર્યો પરથી અમે એમ માનીએ છીએ કે તેઓ મનુષ્ય નથી પણ પશુ છે.
इत्युपमितभवप्रपञ्चायां कथायां संसारीजीवचरिते
तिर्यग्गतिवर्णनो नाम द्वितीयः प्रस्तावः
ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સંસારીજીવના ચરિત્રને અંગે તિર્યગતિ વર્ણન નામનો આ બીજો પ્રસ્તાવ
સમાપ્ત થયે.
इति द्वितीयः प्रस्तावः
Page #373
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ.
નિગદનું સ્વરૂપ, આ સંસારમાં સર્વથી કનિષ્ઠ અવસ્થા ભોગવનારા જીવો નિગોદના નામથી ઓળખાય છે. તેમને ત્રણ યોગમાં માત્ર શરીરજ હોવાથી તેઓ શરીર સંબંધી પીડા અનંતી ભોગવે છે, છતાં અત્યંત અવ્યક્તપણું હોવાથી તેઓ તે પીડા ભોગવતાસભાવ સંપાદન કરી કર્મ ખપાવી શકતા નથી, માત્ર વિપાકોદયવડે જે કર્મ ખપે છે તેજ ખપે છે. તેના પ્રમાણમાં કર્મ બંધાય પણ છે. પ્રાણી માત્રનાં કેટલાંક કર્મ પ્રત્યેક સમયે પ્રદેશોદયથી પણ ખપે છે, પરંતુ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી.
નિગોદ બે પ્રકારની છે. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગેદસૂક્ષ્મ નિગોદ તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સમજવા. સૂમ પાંચ પ્રકારના સ્થાવરો પૈકી માત્ર વનસ્પતિકાયજ નિગોદ છે, અને તેજ એક શરીરમાં અનંત જીવપણે રહેલ છે. બાકીના ચાર સ્થાવર સૂક્ષ્મ જો કે અદ્રશ્યાદિક ગુણોવડે વનસ્પતિકાય જેવા છે, પરંતુ તેઓ પ્રત્યેક શરીરી છે, અને તેની ગણના વ્યવહારરાશિમાં કરેલી છે.
નિગોદને બીજો પ્રકાર બાદર નિગોદ છે, તે કંદાદિકની માફક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કંદમૂળ, લીલ, ફૂલ વિગેરેને તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચર્મચક્ષુવાળા જીવને દ્રશ્ય છે, પરંતુ તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવોની સ્થિતિ છે. નિદ નામ (બન્ને જાતિમાં) તેના શરીરનું છે. તેવાં શરીર અસંખ્યાતાં છે, અને દરેક શરીરમાં જીવો અનંતા હોવાથી તે બધા જીવો અનંતા છે. નવ પ્રકારના અનંતા પૈકી સૂક્ષ્મ બાદર નિગદના સર્વ જીવો તેમજ એક નિગોદમાં રહેલા જીવો આઠમે-મધ્ય અનંતાનંત છે. કોઈ પણ કાળે સર્વજ્ઞને પ્રશ્ન કરવામાં આવે તો ઉત્તર એજ મળે કે–આદર અથવા સૂક્ષ્મ એક નિગોદમાં રહેલા જીવોનો અનંત ભાગ સિદ્ધિપદને પામેલો છે.
બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદમાં જીવની સંખ્યા વિશેષ છે (અસંખ્યાત ગુણ છે).
બાદર સ્થાવર જીવોમાં એક પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા રહેલા હોય છે, ત્યારે સૂમ સ્થાવરમાં તેથી વિપરીતપણું છે એટલે કે તેમાં એક અપર્યાપ્તાની નિશ્રાએ સંખ્યાતા પર્યાપ્ત જીવો રહેલા છે.
બે પ્રકારની નિગોદ પિકી સૂક્ષ્મ નિગોદ તે અવ્યવહારરાશિ છે. તેમાં અનંત કાળથી તેજ અવસ્થામાં રહેલા અનંતા છવો છે. બાદર નિગ
૧ આ બીજા પ્રસ્તાવમાં નિગોદની હકીકત આવી છે તે બહુ જાણવાલાયક છે, તેથી નિગોદસ્વરૂપ અત્ર આપ્યું છે. આ આખો લેખ શેઠ કુંવરજી આણંદજીએ લખે છે અને તે આચાર્ય શ્રી આનંદસાગરજી તેમજ બીજા વિદ્વાન સાઓએ સંમત કર્યો છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૩
પરિશિષ્ટ ]
નિમેદનું સ્વરૂપ. દને વ્યવહારરાશિ કહેલી છે, કારણ કે તે જીવો વ્યવહારમાં આવ્યા કરે છે. એક વાર સૂક્ષ્મ નિગોદરૂપ અવ્યવહારરાશિમાંથી નીકળેલ છવ ફરીને સૂક્ષ્મ નિગોદમાં જાય તો પણ તે વ્યવહારરાશિઓજ કહેવાય છે અને તે અમુક કાળે (અવંતી ઉત્સર્પિણી અવસર્પિણીએ) પાછો તેમાંથી નીકળીને બીજી બહારની જીવજાતિમાં જરૂર આવે છે.
- વ્યવહારરાશિમાં રહેલા જીવો સર્વે મોક્ષે જવાના છે એવો નિશ્ચય નથી, કારણ કે તેમાં અનાદિ કાળથી બાદર નિગોદ રહેલી છે કે જેનો અનંતમો ભાગજ મોક્ષે ગયેલ છે અને જવાનું છે, તેમજ વ્યવહારરાશિમાં રહેલા અનંતા અભવ્ય જીવો છે કે જેઓ કદાપિ મોક્ષે જવાનાજ નથી. (અભવ્ય જીવો ચોથે-જઘન્ય યુક્ત અનંત છે.) તેમજ અવ્યવહારરાશિમાં રહેલા સર્વ જીવો મોક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે વ્યવહારરાશિમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે. આવો અચળ ક્રમ છે. માત્ર જે જીવ જાતિભવ્ય છે અને તથાપ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાનાજ નથી, તેથી જ તેઓને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેની સામગ્રીના અભાવથી તે જીવો મોક્ષે પણ જવાના નથી. જે સામગ્રી મળે તો તેઓ મોક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે. આ જીવોને અભવ્યની કોટે વળગેલા કહેવામાં આવે છે.
સૂક્ષ્મ નિગોદ ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશપ્રદેશમાં રહેલી છે, અને બાદર નિગોદ તે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ છે. - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ એ તે જીવોનાં શરીરનું નામ છે. તે દરેક જીવોને તૈજસ અને કાર્મણ એ બે શરીરો તો પૃથક પૃથક છે, પણ
દારિક શરીર અનંત જીવોનું એકજ છે અને તેથી તે નિગોદના નામથી ઓળખાય છે. દરેક જીવ અસંખ્યાત પ્રદેશ છે, અને તેના પ્રદેશોની સંખ્યા લોકાકાશના પ્રદેશ તુલ્ય (બરાબર સરખી) છે. કોઈ પણ જીવ લઘુમાં લઘુ અવગાહના કરે ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગ્રાહીને જ રહી શકે છે. જો કે તે તે આકાશપ્રદેશે બીજા અનંત જીવોના દરેકના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો હોય છે તે પણ જીવન અને પુદ્ગળોને મળીને રહેવાનો સ્વભાવ હોવાથી એક એક આકાશપ્રદેશે અનંતા ટા પરમાણુ બેથી માંડીને યાવત અનંતા પરમાણુના અનંતા ઔધો અને અનંત જીવોના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો પરસ્પરને બાધા કર્યા સિવાય રહી શકે છે. તે દરેક જીવના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતી અનંતી કર્મવર્ગણાઓ લાગેલી હોય છે. તે વર્ગણાઓ અનંત પરમાણુઓના આંધોની બનેલી હોય છે.
આ પ્રમાણે પ્રત્યેક આકાશપ્રદેશે જો કે અનંતા જીવોના આત્મપ્રદેશ રહેલા છે તો પણ તેમાં જઘન્ય પદ અને ઉત્કૃષ્ટ પદ લાભે છે. લોકને અંતે
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ–૨ જ્યાં ખૂણા નીકળેલા હોય છે અને જે નિષ્ફટ કહેવાય છે ત્યાં કે જ્યાં રહેલા જીવોને ત્રણ દિશિનોજ આહાર મળી શકે છે, સ્પર્શના પણ ત્રણ દિશાનીજ તેમને હોય છે, બાકીની ત્રણ દિશાએ અલક હોય છે, ત્યાં જઘન્ય પદ લાભે છે. ત્યાંના પ્રત્યેક આકાશપ્રદેશ ઉપર જીવપ્રદેશો સર્વથી થોડા હોય છે. તે જઘન્ય પદના જીવપ્રદેશો કરતાં સર્વ જીવો અસંખ્ય ગુણ હોય છે, અને ઉત્કૃષ્ટ પદવાળા એક એક આકાશપ્રદેશે તે સર્વ
જીવો કરતાં વિશેષાધિક જીવપ્રદેશો હોય છે. બાકી જ્યાં ચાર કે પાંચ દિશાનો આહાર મળી શકે છે ત્યાં મધ્યમ પદ લાભે છે.
ત્રણ, ચાર કે પાંચ દિશાથી આહાર મળે તેવા સ્થાનમાં ખંડગોળા ઉત્પન્ન થાય છે. જ્યાં છ દિશાનો આહાર મળી શકે ત્યાંજ પૂર્ણ ગોળા ઉત્પન્ન થાય છે, અને એવા ગળામાંજ ઉત્કૃષ્ટ પદ પણ લાભે છે.
આ ખંડગોળા અને પૂર્ણ ગોળાની નિષ્પાદક નિગોદ કહેવાય છે, પરંતુ ગોળક (ગોળા ) તે આકાશપ્રદેશોની રચના છે. તેનો આકાર ગોળ લાડવા જે હોવાથી તે ગળક કહેવાય છે. જ્યાં ઊર્ધ્વ, અધો અને પૂર્વ પશ્ચિમાદિક ચાર મળી છએ દિશાએ લોક હોય છે ત્યાં પૂર્ણ ગોળા ઉત્પન્ન થાય છે, તે પ્રત્યેક અસંખ્ય આકાશપ્રદેશના બનેલા હોય છે. તે પ્રત્યેક ગોળાના એકેકા મધ્ય બિંદુ તરીકે આકાશપ્રદેશને મૂકીને બીજા મધ્ય બિંદુને આશ્રીને અસંખ્ય ગોળાઓ છએ દિશાએ ઉત્પન્ન થાય છે, તેથી તેવા પૂર્ણ ગોળાઓ પ્રસ્તુત પૂર્ણ ગોળક કરતાં પણ અસંખ્યાત ગુણ થાય છે. આવા ગેળા જ્યાં એક, બે કે ત્રણ દિશાએ અલોક હોય છે ત્યાં બની શકતા નથી, તેથી તે સ્થાને ખંડ ગોળા બને છે, અને તેથી જ ત્યાં છે અને જીવપ્રદેશો ઓછા હોય છે. તે હેતુથીજ ત્રણ દિશાએ અલકવાળા સ્થાને જઘન્ય પદ કહેવામાં આવેલું છે.
આવા એક એક ગળાના સર્વ પ્રદેશોને અવલંબીને અસંખ્ય નિગોદો રહેલી છે, કે જેની અવગાહના તે પૂર્ણ ગોળક સદ્ગશજ છે, પરંતુ તે પ્રસ્તુત ગોળાને અનુસરીને બીજા તે ગળાની બહાર અસંખ્ય ગોળાઓ નિષ્પન્ન થાય છે, અને ગોળાઓની સંખ્યા કરતાં નિગોદની સંખ્યા અસંખ્યાત ગુણી થાય છે.
આવા ગોળકો પ્રસ્તુત ગોળકમાં એક એક પ્રદેશની હાનિ અને એક પ્રદેશની અન્ય તરફ વૃદ્ધિ એમ કરતાં જુદાં જુદાં મધ્ય બિંદુ કલ્પવાથી અસંખ્યાતા બને છે. તે સંબંધી વધારે સમજુતી નિગાદષત્રિશિકા પ્રકરણમાં આપેલી છે, તે ગુસંગમથી સમજવા લાયક છે. સ્વયમેવ સમજવા જતાં કેટલીક વાત સમજાતી નથી અને કેટલીક વાત એવી રીતે અન્યથા સમજાઈ જાય છે કે તેને સુધારતાં બહુ વિલંબ લાગે છે, માટે પ્રથમથી ગુરુ મહારાજ પાસેજ આ વિષય સમજવા યોગ્ય છે.
વ્યવહાર નયે જેટલા પૂર્ણ ગોળક છે, તેટલાજ ઉત્કૃષ્ટ પદ છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]. નિગોદનું સ્વરૂપ.
૩૩૫ નિશ્ચય નય આ સંબંધમાં એટલું વિશેષ કહે છે કે-જ્યાં બાદર નિગોદ કંદાદિ રહેલ હોય તે આકાશપ્રદેશ તેમજ બાદર નિગોદમાંથી અને સૂક્ષ્મ નિગીદમાંથી નીકળેલા પણ તે બે પ્રકારની નિગોદમાંજ ઉપજવાના જીવોના આત્મપ્રદેશો તેમજ તે બન્ને પ્રકારની નિગોદમાં ઉપજવા આવતા અન્ય પૃથ્વીકાયાદિ જીવોના આત્મપ્રદેશો જ્યાં વધારે લાભે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ પદ સમજવું, જેથી ગોળક અને ઉત્કૃષ્ટ પદ એ બે સરખાં નહીં થાય, પણ ઉત્કૃષ્ટ પદ ગોળા કરતાં ઓછાં થશે. બાકી બાદર નિગોદ વિગેરેના આશ્રય વિના તો તેની સમાનતા જ થશે.
ગોળા અસંખ્યાતા છે, અને તે પ્રત્યેક ગળામાં અસંખ્ય નિગોદ તો તેટલી જ અવગાહનાવાળી રહેલી છે. બાકી વધતી ઘટતી અવગાહનાવાળી નિગોદ અસંખ્યાત ગુણી છે અને તે પ્રત્યેક નિગોદમાં અનંતા છવો રહેલા છે. તે દરેક નિગોદના જીવો સિદ્ધના જીવો કરતાં અનંતગુણ છે. સિદ્ધના જીવો પાંચમે (મધ્યમ યુક્ત) અનંત છે, અને આ એક નિગોદમાં રહેલા જીવો આઠમે અનંત છે. સમકિત પામ્યા પછી પતિત થયેલા જીવો કે જેઓ અધે પુગળપરાવર્તથી અંદર ફરી સમકિત પામીને મોક્ષે અવશ્ય જવાનાજ છે તેવા જીવ અભવ્ય કરતાં અનંતગુણ છે, તે પણ પાંચમે અનંતે છે. પાંચમાં અનંતાનાં અનંતાં સ્થાને હોવાથી આ સંખ્યા અબાધિતપણે ઘટી શકે છે. સિદ્ધના જીવોમાં નિરંતર વૃદ્ધિ થતી જાય છે, છતાં તે પાંચમે અનંતે તે કારણથી જ ગણી શકાય છે. પુગળપરાવર્તન કાળ અનંતો હોવાથી અર્ધ પુગળપરાવર્ત જેટલા કાળમાં પ્રથમના પડવાઈ જીવો મોક્ષે જાય છે અને બીજા પણ લગભગ તેટલા જીવો નવા પડવાઈ થાય છે.
ક્ષેત્રવિચારણાઓ પ્રત્યેક ગોળકની તેમજ પ્રત્યેક નિગોદની અવગાહના અંગુળના અસંખ્યાતમા ભાગની અને અસંખ્ય આકાશપ્રદેશની છે. બાદર નિગોદની અવગાહના પણ અંગુળના અસંખ્યાતમા ભાગની છે, અને તેમાં પણ દરેક નિગોદ (શરીર)માં અનંતા જીવે છે. દરેક જીવનું તૈજસ અને કાર્મણ એ બે શરીર જુદાં જુદાં છતાં ઔદારિક શરીર જૂદું જુદું નથી.
નિગોદનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ અને માત્ર કેવળીગમ્ય છે કે જેને માટે શાસ્ત્ર ઉપર અને પરમાત્માની વાણું ઉપરજ આધાર રાખવાથી સમજાય છે. અતીન્દ્રિય પદાર્થ માત્ર શ્રદ્ધાવડેજ ગ્રાહ્ય થઈ શકે છે. તે છતાં ગુગમથી તે સ્વરૂપ મેળવીને પૂર્વ પુરુષોએ અનેક ગ્રંથોમાં અને સૂત્રમાં તેમજ તેની વૃત્તિઓમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. લોકપ્રકાશના દ્રવ્યલોક્વાળા પ્રથમ વિભાગમાં શ્રીવિનયવિજય ઉપાધ્યાયે પણ નિગોદનું સ્વરૂપ બહુ સારી રીતે વર્ણવ્યું છે, તેમાંથી તેમજ નિગોદષત્રિશિકામાંથી ગુરુદ્વારા સમજીને આ સ્વરૂપ અહીં સંક્ષિપ્ત લખેલું છે. વિશેષના ખપી જીવોને તે તે ગ્રંથો વાંચી જેવા વિજ્ઞપ્તિ છે.
ઈતિ નિગોદવિચાર.
Page #377
--------------------------------------------------------------------------
________________
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
તૃતીય પ્રસ્તાવ.
અવતરણ,
૪૩.
Page #379
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવ.
૩૩૮
વિશ્વાનર (ધ)ને અંગે સ્થળમુખ્ય પાત્રો.
સામાન્ય પાત્ર. જયરથી નગર.
૫ ..
રાજ
પદ્મ રાજાની રાણી. નંદિવર્ધન. સંસારીજીવ. પદ્મરાજાનો પુત્ર. પ્રમોદકુંભ. વધામણું આપનાર દાસીપુત્ર. બુદ્ધિસમુદ્ર. કળાચાર્ય.
રાજકુમારે. નંદિવર્ધનના સહાભ્યાસી. વિદુર. રાજસેવક.
મતિધન. ) જિનમતજ્ઞ નિમિત્તિ.
બુદ્ધિવિશાળ,
પદ્રરાજાના મંત્રીઓ. અંતરંગ નગર.
વૈશ્વાનર, ધાવપુત્ર. અંતરંગરાન્ય પ્રજ્ઞાકર. ચિત્ત દર્ય. નગર
નંદિને મિત્ર. સર્વરેચક. શુભ પરિણામ. રાજા.
પુણ્યદય. નંદિવર્ધનને અંતરંગ મિત્ર. કુટવચન. શાર્દૂલપુરના રાજા અરિદમનને દૂત, નિષ્પપતા. (પહેલી)રાણું.
જેનું ખૂન નજીવી બાબતમાં નંદિક્ષાંતિ. નિષ્પકંપતાની
વર્ધનને હાથે થાય છે તે. દીકરી. ચારૂતા. (બી) રાણું. દયા, ચારૂતાની દીકરી.
Page #380
--------------------------------------------------------------------------
________________
ક્ષિતિપ્રતિષ્ઠિત નગર. અંતરંગ પાત્રા.
રાજચિત્ત નગર. (અંતરંગ)
કર્મવિલાસ.
શુભસુંદરી. અકુશળમાલા.
સામાન્યા. મનીષી.
માળ.
મધ્યમબુદ્ધિ
સ્પર્શન.
એચ.
પ્રભાવ.
સ્પર્શન પ્રબંધ,
રામ.
રાણી. મનીષાની મા. રાણી. બાળની મા. રાણી. મધ્યમબુદ્ધિની મા. કર્મવિલાસને પુત્ર.
(શુભસુંદરીને પુત્ર)
કર્મવિલાસને પુત્ર.
(અકુશળમાલાને પુત્ર)
કર્મવિલાસને। પુત્ર.
(સામાન્યરૂપાને પુત્ર)
બાળને ખાસ મિત્ર
મનીષીને અંગરક્ષક.
એધના અંગત કાર્ય કરનાર નાકર.
સ્પર્શન મૂળશુદ્ધિ. રાજસચિત્ત નગરના રાન્ન
રાગકેશરી.
વિષયાભિલાષ રાગકેશરી રાજાને મંત્રી.
ભવજંતુ. સ્પીનપ્રસંગમુક્ત મેાક્ષગામી મહાપુરૂષ.
૩૩૯
Page #381
--------------------------------------------------------------------------
________________
વિપાક. પ્રભાવને સર્વ હકીકત બતાવનાર
રાજસચિત્ત નગરનો નાગરીક.. મહામહ રાગકેશરીને પિતા. મેટે રાજા. સંતોષ, સદાગમને અનુચર, ૫
અંતરકથા. મિથુનદ્વય. તથાબ્ધિ. નગર. ગણા.
આર્જવ. જી. રાજા. અજ્ઞાન.
૫૫. પ્રગુણ, રાણી. (સુધ. કુમાર, ઋજુ રાજાને
અકુટિલા, મુગ્ધની સ્ત્રી. * કે (કાલજ્ઞ. વ્યંતર
વિચક્ષણ. વ્યંતરી.
પ્રતિબંધ, કેવળજ્ઞાની આચાર્ય. શત્રુમદેને. રાજા.
શુભાચાર, ઋજુરાજાને ના પુત્ર. મદનદલી. રાણી.
યંતર, કામદેવમંદિરને અધિષ્ઠાયક. કશોરથળ નગર નંદન. રાજપુરુષ, બાળના ખબર
આપનાર, વિભીષણ શરૂમનના અંતઃપુરનો રાજસેવક. પ્રાધનરતિ, આચાર્ય.
૩૪૦
વ્યંતરમિથુન. મનુષ્યમિથુન.
ક્ષિતિપ્રતિષ્ઠિત. બહિરંગ
પાત્રો.
Page #382
--------------------------------------------------------------------------
________________
કુશાતપુર નગર. (બાહ્ય)
સુબુદ્ધિ.
કનકચૂડ. કનકરશેખર.
નમંજરી.
શત્રુમર્દનરાજને મંત્રી.
ધવળ. જયસ્થળ નગરના રાન્ત, કનકરશેખરને પિતા અને નંદિવર્ધનને મામા. કુશાર્તપુરના રાન્ન કનકચૂડને નંદિવર્ધનના મામાના દીકરા.
દીકરો.
ચતુર.
સુમતિ, વાંગ.
કેશરી.
શૂરસેન.
કાપંજલા.
ચૈતમંજરી. મલયમંજરી.
મણિમંજરી.
નંદિવર્ધનની ખીજી રાણી. કુશાર્તાપુરના રાજા કનકસૂડની દીકરી. તેની માતા મલયમંજરી,
સેનાપતિ-કુમારપાસે સમાચાર લાવનાર.
કનકરશેખર કુમારને અંગરક્ષક. કનશેખરને પાછા તેડવા આવેલા ત્રણ પ્રધાન.
કનકચૂડરાન્તના ચોથા પ્રધાન. જેને વિ મલાનના રસવતીનું આતિથ્ય કરવાનું કામ સેાપવામાં આવ્યું હતું તે, વૃદ્ધ ગણિકા, કનકમંજરીની ધાવમાતા. રથકારને મળી નંદિવર્ધન સાથે યાગ કરાવી આપનાર.
કનકચૂડ રાજાની રાણી. કનકરોખરની માતા. કનકચૂડરાજાની ખીજી રાણી. કનકમંજરીની માતા અને નંદિવર્ધનની સાસુ, કનકચૂડરાન્તની દીકરી. કનકમંજરીના મોટી મ્હેન
૩૪૧
Page #383
--------------------------------------------------------------------------
________________
વિશાળ નગરી,
(બાહ્ય)
નંદન,
પ્રભાવતી.
પદ્માવતી.
વિશાળ નગરીનો રાજ. નંદિ
વર્ધનને સાસરો. નંદનરાજાની રાણી. વિમલાનનાની
માતા. નંદનરાજની રાણું. રતવતીની
માતા. નંદન રાજાની દીકરી. કનકશે. વિકટ, નંદરાજાને દૂત. વિમલાનના રનખરની પી.
વતીને કુશાર્તપુરે લઈ આવનાર. નંદરાજાની દીકરી. નંદિવર્ધ- દારૂ, દત. કુશાર્તપુરમાં નંદિવર્ધનને નની પની.
બેલાવવા આવનાર.
વિમલાનના.
૨લવતી.
૩૪૨
કનકપુર. (બાહ્ય)
વિભાકર.
કનકપુરનો રાજવારસ. વિમલાનનાને પ્રભાકર-કનકપુરને રાજા, પરણવા ઈચ્છનાર.
અધુસુન્દરી-પ્રભાકર રાજાની રાણું.
અંતરંગનગર રૌદ્રચિત્તપુર (હિંસા)
રાજા. દુષ્ટાભિસધિ.
પ્રવરસેન.
અંતર. દરેણ
રાણી. નિષ્કરૂણતા,
દીકરી. હિંસા. અંતરંગનગર. તામસચિત્ત (ક્રોધ).
રાજા. દ્વેષગજેન્દ્ર.
વિષમકૂટ પર્વતપરના અંબરીષ નામના બારવટીઆએનો ઉપરી.
સમસેન. કલિંગદેશને રાજ. વિભા
કરને સહાયક. કુમ. વંગદેશને રાજ. વિભાકરને મા
અને સહાયક.
Page #384
--------------------------------------------------------------------------
________________
રાણ. અવિવેકિતા. પુત્ર. વૈશ્વાનર. નગર. શાર્દૂલપુર,
( બહિરંગ)
અરિદમન. રાજા. જેણે પોતાની દીકરી નંદિ. રણવીર. કનકપુરની નજીક આવેલ ભીમ
વધનને આપવાનું ફુટવચન નિકેતન નામની ચોરની પલ્લીને સાથે કહેવરાવ્યું હતું.
નાયક. રતિલા. તેની રાણું. મદનમંજૂષા. અરિદમન રાજાની દીકરી. વિમલમતિ. અરિદમનને મંત્રી. વિકાચાર્ય. કેવળી. શાલપુરમાં આવી રાજાના કુંટવચન. અરિદમન રાજાનો પ્રધાનપુરષ.
સંશય છેદનાર. ધરાધર, વિજયપુરના રાજાને દીકરો, વૈધા
નરથી ભરેલો અને નંદિવર્ધન સાથે લડી તેની સાથે ઘણું ભવ વેરભાવે ભટકનાર.
૯૪૩
Page #385
--------------------------------------------------------------------------
________________
ॐ परमात्मने नमः
શ્રી ઉર્જામાત ભવપ્રપંચા કથા. તૃતીય પ્રસ્તાવ.
અવતરણ.
~~~~
પ્રકરણ ૧ લું. નંદિવર્ધન અને વૈશ્વાનર,
તિર્યંચગતિમાં આ પ્રાણી હોય તે વખતે તેને સાંસારિક સ્થિતિને અંગે વિચિત્રપણું કેવા કેવા પ્રકારનું થાય છે તે અગાઉ બતાવી ગયા. મનુષ્યભવમાં કેવી કેવી વિચિત્રતા થાય છે તે હવે કહેવામાં આવે છે:
સદાગમની સમક્ષ રાજપુત્ર ભવ્યપુરુષ અને પ્રજ્ઞાવિશાલાની હાજરીમાં અગૃહીતસંકેતાને ઉદ્દેશીને સંસારીજીવ પેાતાનું ચરિત્ર આગળ ચલાવે છે:
નંદિવર્ધનને જન્મ-મહેાત્સવ.
ભદ્રે અગૃહીતસંકેતે ! ત્યાર પછી એક ભવમાં ભાગવવા યોગ્ય નવીન ગોળી મેળવીને હું તિર્યંચ ગતિમાંથી નીકળી પડ્યો અને આગળ જવા લાગ્યા. આ મનુજગતિ નગરી જેમાં આપણે સર્વ અત્યારે બેઠા છીએ તેમાં ભરત નામે પાડો ( માહાલ્લો ) છે. તે ઘણી મેાટી નગરીમાં એક અતિ સુંદર અને ધ્યાન ખેંચે તેવું જયસ્થળ નામનું નગર
૧ નગરમાં નાનું નગર હેાઇ શકે. મુંબઇમાં માંડવી કે ગીરગામ એક નાના ગામ રેવાંજ છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] નંદિવર્ધન અને વેશ્વાનર છે. તે નગરમાં મેટા રાજાને સર્વ ગુણોથી ભરપૂર પદ્ધ નામના રાજ હતા. કામદેવની સ્ત્રી રતિના જેવી તે પદ્મ રાજાને નંદા નામની રાગી હતી. ભવિતવ્યતાએ મને તે નંદા દેવીની કુખમાં દાખલ કયા અને તે રાણીના ગર્ભમાં ઉચિત વખત સુધી હું રહ્યો. ત્યારપછી પુણોદય નામનો સહચારી મને આપવામાં આવ્યો હતો તેની સાથે હું મારી
માતાની કુખમાંથી બહાર નીકળે, નંદા રાણીએ પુદયનો મને જે અને પિતાને પુત્ર છે એવું અભિમાન સાથે જન્મ. તેને થયું. તે વખતે પ્રમાદકુંભ નામનો એક દા
સીનો પુત્ર હતા તે ઉતાવળથી જઇને પદ્મ મહારાજાને મારા જન્મની વધામણી આપી. એ હકીકત સાંભળીને મહારાજાને બહુ આનંદ થયો અને અત્યંત હર્ષ થવાને લીધે આખા શરીરના સર્વ અવયવોમાં રોમાંચ ખડા થઈ ગયા. જે છોકરો વધામણી લઇને આવ્યો હતો તેને ઇનામ આપવામાં આવ્યું અને મહારાજાએ મારા જન્મનો મહેરાવ કરવા માટે આજ્ઞા કરી. એ આજ્ઞાને અનુસરીને મોટાં મોટાં દાન આપવામાં આવ્યાં, કેદખાનામાંથી કેદીઓને છોડી દેવામાં આવ્યા, નગરદેવતાનું પૂજન કરવામાં આવ્યું, દુકાને દુકાને અને બારણે બારણે તોરણાદિ લટકાવીને શેભા કરવામાં આવી, મોટા મોટા રસ્તાઓ પર પાણી અને સુગંધી પદાથોનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરવામાં આવ્યા, આનંદનાં વાજિંત્રો વગાડવામાં આવ્યાં, બહુ સારાં અને શ્વેત કપડાં પહેરીને નગરના લેકે રાજભવનમાં આવવા લાગ્યા, તેઓને યથાયોગ્ય માન સન્માન આપવામાં આવ્યું, તેવા પુરુષોને યોગ્ય આચરણ તેઓ સાથે કરવામાં આવ્યું, શરણાઇ અને બીજાં વાજિંત્રો વાગવા માંડયાં, ગાનારી સ્ત્રીઓ ધવળ મંગળ ગાવા લાગી, કંચુકી, વામન અને કુજ લોકો સાથે સ્ત્રીઓ નાચવા લાગી; આવી રીતે મારા જન્મનો મહોત્સવ અતિ આનંદથી થયો. આ બનાવને એક મહીને વીતી ગયા પછી સંસારીજીવ એવું મારું અસલ નામ હતું તે છુપાવીને તેને બદલે નંદિવર્ધન નામ પાડવામાં આવ્યું. હું તેઓને પુત્ર છું એવું અભિમાન મને પણ થયું. હવે મારાં ત માતા
૧ જુઓ પૃ૪ ૩૨૮. ૨ મિથ્યા જ્ઞાન અથવા ગર્વ. ૩ અહીં કર્તએ “અનુશય’ શબ્દ વાપર્યો છે તેને અથે પશ્ચાત્તાપ પણ થાય છે.
૪ ચુકી એટલે જનાનખાનાને નોકર. વામન (ઠાંગણી) અને દુન્જ (કુબડા) પણ અંત:પુરમાં નોકર હોય છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ પિતાને અનેક પ્રકારે આનંદ આપતા અને પાંચ ધાવના લાલન પાલનથી ઉછેરાતા હું ત્રણ વર્ષની ઉમરને થે.
વૈશ્વાનરનો જન્મ-સ્વરૂપ, હું અસંવ્યવહાર નગરથી આગળ ચાલ્યો ત્યારથી જ મારો બેવડે
પરિવાર (કુટુંબ) હત: એક અંતરંગ પરિવાર અને અંતરંગ બીજો બહિરંગ પરિવાર. આ અંતરંગ પરિવારમાં પરિવાર, પહેલેથી એક અવિવેકિતા નામની બ્રાહ્મણી મારી
ધાવમાતા તરીકે કામ કરતી હતી. આ મારી ધાવમાતાએ મારો જન્મ થયો તેજ દિવસે એક છોકરાને જન્મ આપે. એ છોકરાનું નામ વિધાનર પાડવામાં આવ્યું. આ છોકરે ખાનગી રીતેગુપ્ત રીતે તે શરૂઆતથી જ મારી સાથે હતો, પરંતુ હવે તે બીજા સર્વને દેખાય–જણાય તેવા સ્પષ્ટ આકારમાં મારી સાથે થયો. મેં એ બ્રાહ્મણપુત્ર વિશ્વાનરને જે ત્યારે તેનું રૂપ આવા પ્રકારનું હતું. તેને નાના મોટા અને પહોળા વર અને કલહ નામના બે પગ હતા, જરા જાડી, કઠણ અને ટુંકી ઈર્ષ્યા અને તેય' નામની બે જાંઘો હતી, બહુ આડી અવળી રીતે આવી રહેલા અનુશય અને અનુપમ નામના બે સાથળ હતા, એક બાજુએ ઊંચું થયેલ શિન્ય’ નામનું કેડનું તળીયું હતું, પરમર્મઉદ્દઘાટન નામનું વાંકુ, ઊંચું, નીચું અને લાંબું પેટ
૧ અંતરંગ પરિવારમાં અંદરનું વાસ્તવિક સ્વરૂપ-વસ્તુનું હાર્ટ-તન્ય સમજવું; અને બહિરંગ પરિવારમાં ઉપર ઉપરની દૃષ્ટિથી દેખાતાં સગાં સંબંધીઓકુટુંબીઓ સમજવાં. આ અર્થમાં અંતરંગ અને બહિરંગ શબ્દો આખા ગ્રંથમાં વારંવાર વાપરવામાં આવશે. ૫% રાજ, નંદા દેવી વિગેરે બહિરંગ પરિવાર સમજેવો. વૈશ્વાનરનું સ્વરૂપ હાલ ચાલે છે તેને અંતરંગ પરિવારમાં સમાવેશ થાય છે.
તા-અવિવેક-વિનય ગુણનો નાશ. આથીજ કોધનો જન્મ થાય છે એ બરાબર વિચારવાથી જણાશે. વિવેકી પ્રાણીઓ ક્રોધ કરતા નથી.
૩ વૈશ્વાનર-આને મૂળ અર્થ અગ્નિ થાય છે. અહીં તે કોઈને બતાવે છે. ક્રોધ થાય ત્યારે શરીરમાંથી અગ્નિ નીકળવા માંડે છે. વૈશ્વાનર એ ક્રોધનું રૂપક સમજવું. “વૈશ્વાનર” એવું ક્રોધનું નામ પણ છે.
૪ કલહ કજીઓ, કંકાસ. ૫ સ્તયઃ ચેરી. ૬ અનુશય અત્યંત દ્વેષ, પૂર્વનું વૈર. ૭ અનુપમ શાંતિનો અભાવ, સમતાની ગેરહાજરી. ૮ પિશૂન્ય: ચાડી આપણું, ચુગલીખારપણું. ૯ ૫રમમઉદઘાટન: પારકાના મર્મ-ખાનગી વાત ખુલ્લી પાડવાની ટેવ.
Page #388
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
નંદિવર્ધન અને વૈશ્વાનર.
३४७
હતું, અંતસ્તાપ નામની ઘણી સાંકડી છાતી હતી, આડા અવળા જાડા પાતળા ખાર અને મત્સર નામના બે હાથથી તે શોભતો હતો, વાંકી ચુકી લાંબી કૂરતા નામની ડેકથી તે જોડાયેલો હતો, હોઠની બહાર નીકળી પડેલા અને છૂટા છૂટા મોટા અસભ્યભાષણરૂપ દાંતિથી તેને અનેક પ્રકારની અડચણ થતી હતી, તેને ઉંદરના રૂપને ધારણ કરનાર ચંડત્વ અને અસહનત્વ” નામના બે કાનો હતા, તેને તામસસભાવ નામની નાસિકા હતી જે અત્યંત બેસી ગયેલી (ચીબી) હતી અને માત્ર એ ઠેકાણે એક નિશાનીરૂપેજ બાકી રહેલી હતી તેનાથી તે મશ્કરી કરવાનું પાત્ર થઈ પડ્યો હતો, તેને રદ્ધત્વ" અને નૃશંસત્વ નામની બે ગોળ મટોળ આંખ હતી અને તે એટલી બધી લાલ હતી કે તેને લીધે તે ચોઠી જેવી લાગતી હતી, એ આંખોને લીધે તેનું રૂપ ઘણું ભયંકર લાગતું હતું. અનાર્યઆચરણ” નામનું ત્રણ ખૂણુંવાળું તેને મોટું માથું હતું, જેનાથી તેને અનેક પ્રકારનાં નાટકો કરવા પડતાં હતાં અને અગ્નિના ભડકા જેવા દેખાતા પરેપતાપ નામના ઘણું પીળા બાલના (મવાળાના) ગુચ્છાથી તે પોતાનું વિધાનર નામ યથાર્થ કરી બતાવતો હતો. આવા પ્રકારના વિશ્વાનર નામના બ્રાહ્મણપુત્રનો મારી સાથે જ જન્મ થયે.
વેશ્વાનર નંદિવર્ધનની મેત્રી. અનાદિ કાળના પરિચયને લીધે મારે તે વિશ્વાનર ઉપર સેહ થયો. તે મારો સાચો મિત્ર છે એમ ધારીને મેં તેને ગ્રહણ કર્યો, પરંતુ પરમાથેથી તે મારે ખરેખર શત્રુ છે એ હકીકત તે વખતે મારા રસમજ વામાં આવી નહિ. એ મારે અંતરંગનો સગે છે અને અવિવેકિતા નામની મારી ધાવમાતાને પુત્ર છે એમ ધારીને તે મારા માટે હિત કરનાર છે એ ચોક્કસ નિર્ણય મારા મનમાં તે વખતે થયો. મારા માનમાં આવા પ્રકારનો નિર્ણય થયો હતો તે વૈશ્વાનરે જોઈ લીધો. તેને
૧ અંતસ્તા૫ર શરીરમાં બળતરા-દાહ ચાલે, મન બળી જાય તે સ્થિતિ, ૨ અસભ્યભાષણઃ ગૃહસ્થને ન છાજે તેવા વચને બોલવાં તે. ૩ ચંડત્વઃ બહુ આકરી પ્રકૃતિ. ૪ અસહનઃ અન્યનું બોલેલું કે કરેલું ન ખમી ખાવાની ટેવ. ૫ રૌદ્ધત્વઃ ભયંકરપણું. ૬ નુરસત્વરપણું ૭ અનાર્યઆચરણ આર્ય પુરુષને યોગ્ય નહિ એવા પ્રકારનું વર્તન. ૮ ૫૫તા૫: પારકાને-અન્યને પીડા ઉપજાવવી તે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ જણાયું કે આ રાજપુત્ર (હું-નંદિવર્ધન) તેના ઉપર પ્રીતિ કરે છે એટલે તુરતજ તે મારી નજીક નજીક આવવા લાગ્યું. તે જ્યારે તદ્દન મારી પાસે આવ્યો ત્યારે પ્રેમથી હું તેને ભેટ, મેં તેના ઉપર સેહભાવ પણ બતાવ્યો, એને પરિણામે અમારા વચ્ચે પ્રેમભાવ વધ્યો અને આખરે દોસ્તી જામી. ત્યારપછી તે અમારી દોસ્તી એટલી બધી વધી પડી કે હું ઘરમાં કે બહાર ક્યાં જાઉં ત્યાં તે મારે (વૈશ્વાનર) મિત્ર મારી સાથે આવતો હતો અને એક ક્ષણ પણ મને વીલો મૂકતો નહોતો. આવી રીતે વૈશ્વાનર સાથે મેં ભાઈબંધી કરવા માંડી
તેથી પુણ્યોદય નામનો મારે મિત્ર જે મારી સાથે પુણ્યોદયને આ નગરીમાં આવ્યો હતો તે પોતાના મનમાં બહુ અંતર ખેદ. નારાજ થયો. તેને વિચાર થયો કે અહો ! આ
વિશ્વાનર મારે શત્રુ છે, પરંતુ આ નંદિવર્ધન કુમાર ખરું સ્વરૂપ સમજ્યા વગર હું કે જે તેનામાં રત છું તેની દરકાર કરતો નથી અને સર્વ દોષોથી ભરેલા અને પરમાર્થથી તેના આભીય શત્રુ શ્વાનર સાથે પ્રીતિ કરે છે! વળી મને એમ પણ વિચાર થાય છે કે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? અજ્ઞાની મૂર્ખ પ્રાણુઓ પાપમિત્રનું સ્વરૂપ જાણતા નથી, એવા મિત્રની સોબતનું પરિણામ કેવું ભયંકર આવશે તે સમજતા નથી, તેને સંગ દૂર કરવાનો ઉપદેશ આપનારની વાતને યોગ્ય આવકાર આપતા નથી, તે પાપમિત્રની ખાતર બીજા મિત્રોને પણ તજી દે છે, તેવા મિત્રની સંગતને વશ પડી ખોટે ભાગે ઉતરી જાય છે, દોડાદોડ કરતાં આંધળાએ ભીંત સાથે અફળાવાથી પાછા હઠે છે તેવી જ રીતે આવા પ્રકારની કસંગત કરનાર પ્રાણીઓને જ્યારે સખ્ત ફટકે પડે છે ત્યારેજ તેઓ કુમાર્ગથી પાછા હઠે છે, પણ અન્ય પ્રાણીઓ તેમને એવી સેબતથી દૂર રહેવાને ઉપદેશ આપે છે ત્યારે તેઓ તેને અનુસરતા નથી. આ નંદિવર્ધન કુમાર આવા પાપી મિત્રની સાથે સોબત કરે છે તેથી તે પણ મૂખેજ જણાય છે. હું અત્યારે એ પાપી મિત્રની સોબત નહિ કરવા માટે તેને સમજાવીશ તોપણ તેથી શું વળવાનું છે? ભવિતવ્યતાએ મને એના સહચારી તરીકે રહેવાનું કહ્યું છે અને વળી તે નંદિવર્ધન કુમાર અગાઉ હાથી હતા ત્યારે તેને બહુ વેદના થઈ તે પણ તે મધ્યસ્થ ભાવ અને સમતા રાખીને નિશ્ચળ રહ્યો હતો તે વખતે તેણે મારા મન ઉપર મોટી અસર કરી હતી
૧ જુએ અગાઉ પૃષ્ઠ ૩૨૭ ૮,
Page #390
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
નંદિવર્ધન અને વૈશ્વાનર,
૩૪૯
તેથી જો કે અત્યારે એ ખરાબ મિત્રની સેાખતમાં પડી ગયા છે તા પણ મારે એને તજી દેવા યોગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરીને મારા સહચારી પુણ્યાદય જો કે મારા ઉપર ગુસ્સે થયા હતા તાપણુ મારી બાજુમાં અગાઉની માફક રહેવા લાગ્યો.
વૈશ્વાનર સાથે પ્રીતિ; મિત્રો સાથે ખરાબ વર્તન; ભયનું નિરર્થક અભિમાન,
વૈશ્વાનર મારે। અંતરંગ મિત્ર હતા. મારે તે ઉપરાંત અહિરંગ બીજા ઘણા મિત્રો થયા. તે સર્વે મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા હું મોટા થવા લાગ્યા. જ્યારે રમત ચાલતી હોય ત્યારે મારાથી મેાટી વયના છે.કરાએ, ભલે તે મેટા ઘરના-કુળના હોય, ભલે તે મારાથી વધારે પરાક્રમવાળા હોય, તેપણ તે સર્વ મને વૈશ્વાનરથી અધિષ્ઠિત થયેલે ( મિાસમાં આવી ગયેલા-ક્રોધી મુદ્રાવાળા) જોઇ બીથી ધ્રૂજી જતા હતા, મને પગે લાગતા હતા, મારી ખુશામત કરતા હતા, મારા ચાબદારની જગા લેતા હતા, મારી આગળ દોડતા હતા, મારા વચનને જરા પણ અનાદર નહાતા કરતા. વધારે શું વાત કરવી ? પણ મારી છબીથી કે મારા પડછાયાથી પણ તે ડરી જતા હતા. આ સર્વ હકીકતનું ખરેખરું કારણ તેા અચય શક્તિવાળે પણ ગુપ્ત રૂપે રહેલા મારા સહચારી મિત્ર પુછ્યાય હતેા, પણ મહામેાહને વશ થવાથી તે વખતે મારા મનમાં એમ સ્ફુરી આવ્યું કે મારાથી મેાટી ઉમરના છેકાએ પણ મારી સાથે આવી રીતે વર્તે છે તેનું કારણ મારો મિત્ર વૈશ્વાનરજ છે,ર કારણ કે તે મારા મિત્ર જ્યારે મારી નજીકમાં હાય છે ત્યારે પેાતાની અતુલ્ય શક્તિથી તે મારા તેજસ્વીપણામાં વધારા કરે છે, મને ઉત્સાહ આપે છે, મારા બળને ઝગઝગાવી મૂકે છે, તેજ પ્રાપ્ત કરાવે છે, મનને સ્થિર કરે છે, ધીરજ ઉત્પન્ન કરે છે, ઉચ્ચતા-મહાનુભાવપણાને જમાવે છે અને ટુંકામાં કહીએ તે એક પુરુષને ચેાગ્ય સર્વ ગુણા મારામાં મારા વૈશ્વાનર મિત્ર જોડે છે. આવા વિચારને લીધે વૈશ્વાનર ઉપર મારી પ્રીતિ વધવા લાગી અને તે મારા પરમ પ્રિય મિત્ર થયા.
૧ અહીંથી રા. એ. સેા (બેંગાલ ) વાળી આવૃત્તિનું પૃ. ૨૦૧ શરૂ થાય છે. ૨ સંસારમાં પ્રાણી ફાવે છે ત્યારે તેનું માન પાતેજ લે છે; જ્યારે ખતા ખાચ છે ત્યારે નશીબને (કર્મને) માથે આરેાપ કરે છે. કર્મનું સામ્રાજ્યે સર્વત્ર વર્તે છે એ ફતેહની ધુનમાં ભૂલી જાય છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩e
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૩
સુંદર કળાભ્યાસ; વિશ્વાનરને સહયેગ;
સહાધ્યાયી પર દમ, આવી રીતે વધતાં વધતાં અનુક્રમે હું આઠ વર્ષને થયો તે વખતે મારા પિતા પદ્મ રાજાને વિચાર થયો કે કુમાર હવે ગ્ય ઉમરને થયો છે, માટે તેને કેળવણી આપવી જોઈએ. આ વિચારને પરિણામે
તેમણે જોશીએ પાસે એક શુભ દિવસ જેવરાવ્યું, અભ્યાસની એક મુખ્ય વિદ્વાન કળાચાર્યને બોલાવવામાં આવ્યા, સરળતાઓ. વિધિપૂર્વક તેની પૂજા કરવામાં આવી, એ પ્રસંગને
યોગ્ય બીજ ઉચિત ક્રિયાઓ કરી અને બહુ આદરપૂર્વક મારા પિતાએ મને તે કળાચાર્યને સોંપે. તેજ કળાચાર્યને અગાઉ પણ મારા ભાઈઓ-ભાયાતો અને રાજપુત્ર અભ્યાસ માટે સાંપવામાં આવ્યા હતા તે સર્વની સાથે હું પણ કળા ગ્રહણ કરવા લાગ્ય, અભ્યાસ કરવા લાગ્યો. અભ્યાસ કરવાના સર્વે સાધને તૈયાર હેવાથી, મારા પિતાશ્રીને કેળવણી આપવાની બાબતમાં દઢ ઉત્સાહ હોવાથી, કળાચાર્ય અને અભ્યાસ કરાવવામાં ખાસ રસ લેતા હોવાથી, બાલ્યકાળ (છોકરાપણની વય) કેઇ પણ પ્રકારના વ્યવહારની ચિંતાથી રહિત હોવાથી, પુણ્યદય સર્વદા બાજુમાં રહેતો હોવાથી, ક્ષયોપશમ ઉત્કટ હેવાથી, તેમજ તે વખતે ભવિતવ્યતા અનુકૂળ હોવાથી બીજી કોઈ પણ બાબતમાં ધ્યાન ન આપતાં એકચિત્તે બહુ થોડા વખતમાં લગભગ સર્વ કળાઓ કળાચાર્ય પાસેથી હું શીખી ગયો. મારો વિશ્વાનર મિત્ર જે મને અત્યંત પ્રિય હતો તે મારી બા
૧ કળાચાર્ય સર્વ કળાઓ શીખવનાર. પુરુષની ૭૨ કળાઓ છે. આ આચાર્યનું નામ “બુદ્ધિસમુદ્ર છે જે આગળ જણાશે.
૨ નિશાળગરણું, છોકરાઓને મીઠાઈ વિગેરે આપવી ઇત્યાદિ તે કાળમાં પ્રચલિત રિવાજે.
૩ ૫શમઃ જ્ઞાન આત્માને ગુણ છે એ જેટલો આવરણ પામે-એના પર આચ્છાદન લાગે તેટલા પૂરતું જ્ઞાન પ્રગટ થતું નથી, સ્પષ્ટ જણાતું નથી. એ આવરણામાંથી કેટલાંકને દૂર કરવામાં આવે (ક્ષય) અને કેટલાંકને દબાવી દેવામાં આવે (ઉપશમ) તેને “ક્ષોપશમ' કહે છે. જ્ઞાનાવરણીય કર્મને જેટલો પશમ હોય તેટલું જ્ઞાન પ્રગટપણે દેખાય છે. આત્મા શુદ્ધ સ્વરૂપે તો જ્ઞાનમયજ છે, પણ તેની તે શુદ્ધ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મથી અવરાઈ નય છે, આચ્છાદિત થઇ જય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
નંદિવર્ધન અને વૈશ્વાનર,
૩૫૧
જીમાં સાથેજ રહેતા હતા અને મારા અભ્યાસકાળમાં પણ કારણ મેળવીને અથવા વિના કારણે મને ભેટી જતા હતા. તે મારે વહાલેા મિત્ર મને જ્યારે ભેટતા ત્યારે ગુરુમહારાજ-કળાચાર્યના ઉપદેશ હું યાદ કરતા નહેાતે, મારા ઉત્તમ કુળને કલંક લાગે તે બાબતની દરકાર કરતા નહાતા, પિતાજીના મનને મારી આ હકીકત સાંભળવાથી કે જાણવાથી ખેદ થશે તેથી ખ્વીતા નહાતા, આ સર્વ વાતનું ગુપ્ત રહસ્ય શું છે તે સમજતા નહેાતા, મને પેાતાને અંદરખાનેથી કેટલા ખેદ અને અંતરજ્વાળા થતી હતી તે જાણતા નહાતા, અભ્યાસ તદ્દન હેતુ વગરના-અર્થ વગરના થઇ જાય છે તે વિચારતા નહાતા, માત્ર તે વેશ્વાનરને મારા પરમ પ્રિય મિત્ર ગણીને તેના કહેવા પ્રમાણે હું આખે શરીરે પરસેવાથી ભીંજાઇ, લાલ આંખ અને ચઢાવેલાં ભવાં સાથે દરેક અભ્યાસ કરનાર બાળકાની સાથે કછુઆ કરૂં, સર્વની ખાનગી મામતેાની ચાડી કળાચાર્ય પાસે ખારૂં અને સાચું ખાટું બેલું, તે કોઇ મધ્યસ્થ વચન મેલે-વચ્ચે પડીને મને સમજાવવા યત્ન કરે-તે સહન પણ કરૂં નહિ અને નજીકમાં લાકડી કે બીજું જે કાંઇ હાથમાં આવે તેડે દરેક સહાભ્યાસીને ફટકાવું. મને વૈશ્વાનર ભેટચો છે એમ જાણીને ભયથી ત્રાસ પામેલા તેઆ સર્વે પણ મને અનુકૂળ લાગે તેવુંજ મેલે, મારી ખુશામત કરે અને મારે પગે પડે. એ સર્વ રાજપુત્રો શક્તિવાળા હતા, છતાં પણ મારી ગંધમાત્રથી પણ નાગદમની ષધિથી હતપ્રતાપ સૌંની પેઠે તે સ્વતંત્ર ચેષ્ટા કરી શકતા નહિ, અને ઉદ્વિગ્ન મનવાળા થઇ ભયથી કંપતા કંપતા જાણે કેદખાનામાં પડ્યા હોય તેવી રીતે મહાદુ:ખમાં માત્ર પોતપાતાનાં મામાપેાની આજ્ઞાને અનુસરવા ખાતરજ ત્યાં અભ્યાસ કરીને પેાતાના સમય ગાળતા હતા, પરંતુ તેને મારા ભય એટલેા બધા લાગતા હતા કે આ સર્વ વાત મારા કળાચાર્ય-ગુરુ મહારાજને કહેવાની પણ હિંમત
પ્રકરણ ૧]
વૈશ્વાનર સાથે દે।સ્તી.
વૈશ્વાનરની અસરઃ વિદ્યાર્થી તથા ગુરુ
૧ ક્રોધી મુખમુદ્રાનાં આ સર્વ ચિહ્નો છે જે અવલેાકન કરવાથી જણાઇ આવશે.
૨ નાગદમનીઃ નાગ એટલે સર્પ અથવા તુલસી માણસ. દમની એટલે વા કરનારી અથવા અંકુશમાં રાખનારી. નાગદમની ઔષધિ થાય છે જે માદળીઆમાં રાખી ગળે બાંધી હાય તા ગમે તેવા ભયંકર ઝેરી સર્પ એ ઔષિધ ધારણ કરનાર પ્રાણીને કરડી શકતા નથી, કારણ કે તે ઔષધિની ગંધથીજ સર્પવરા થઇ જાય છે. આ લેાકમાન્યતા પર અત્ર અલંકાર છે,
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ કરતા નહિ, કારણ કે તેઓના મનમાં ભય રહેતો હતો કે તેમ કરવાથી કદાચ સર્વને નાશ થશે. કળાચાર્ય તો મારી તદન પાસે હોવાથી મારી સર્વ ચેષ્ટાઓ સારી રીતે જોતા હતા અને સર્વ હકીકત તેઓના ધ્યાનમાંજ હતી, પણ મારા તેફાનનું છોકરાઓ ઉપર જે પરિણામ આવતું હતું તે તેઓએ આડકતરી રીતે જોઈ લીધેલું હોવાથી તેઓ પણ પોતાના હૃદયમાં બીઈ ગયેલા હોવાને લીધે આ સંબંધમાં મને શિક્ષણ આપવા માટે અથવા ઠપકે આપવા માટે મારી સામું પણ જોઈ શકતા નહોતા અને કદાચ બીજું કાંઈ બહાનું લઈને કળાચાર્ય મારી પાસે કાંઈ પણ બોલે તો હું તેને પણ ભાંડવા મંડી જતો અને તાડના કરવાનું પણ ચાલુ કરી દેતો. આ પ્રમાણે થયા પછી તે અન્ય રાજપુત્રોની પેઠે તે પણ મારી સાથે છેટેથી જ કામ લેવા લાગ્યા. આવી રીતભાત અને હકીકત જોઈને મહામહના દોષથી હું વિચાર
કરવા લાગ્યો કે અહો ! મારા પરમ પ્રિય મિત્ર વૈનંદિવર્ધન પર શ્વાનરનું માહામ્ય અને શક્તિ તે જુઓ ! અન્ય અવળી અસર. સેહી ઉપર હિત કરવાની તેની શક્તિ કેવી સુંદર છે!
વળી તેની કુશળતા જુઓ ! તેને વાત્સલ્યભાવપ્રેમ જુઓ ! તેનો મારા પર દઢ રાગ જુઓ ! જ્યારે તે મને પ્રેમથી ભેટે છે ત્યારે મારામાં પરાક્રમ ઘણું વધી જાય છે અને તેથી રાજાની પેઠે સર્વત્ર મારૂં શાસન ચાલે છે. એ સર્વ પ્રતાપ મારા મિત્રવર્ય વૈશ્વાનરને છે ! વળી તે એક ક્ષણવાર પણ મને મૂકીને જતો નથી તેથી તેજ મારે ખરેખર ભાઈ છે, તે જ મારું ખરેખરૂં અંગ છે, તેજ મારું સર્વસ્વ છે, તે જ મારું જીવિત છે અને તેજ મારું પરમ તત્ત્વ છે. એ (વૈશ્વાનર ) ના વગરને પુરુષ કાંઈ પણ કરી શકતો નથી અને તેથી ઘાસના બનાવેલા ચાડીઆથી તે પુરુષ કેઈ પણ રીતે ચઢતો નથી – આવા આવા વિચારોથી મિત્ર વૈશ્વાનર ઉપર ભારે દઢ રાગ વધારે વધારે સ્થિર થતો ગયો.
વિશ્વાનરનુરક્ત રાજકુમાર, એક દિવસ અમે બન્ને– હું અને વિશ્વાનર-ખાનગીમાં બેઠા હતા તે વખતે અમારી વચ્ચે નીચે પ્રમાણે ગુપ્ત વાતો થઈ:
નંદિવર્ધન–“મિત્ર ! વધારે કહેવાની કોઈ જરૂર હું જોતો નથી, પણ મારે તને જણાવી દેવું જોઈએ કે મારા પ્રાણ તારે આધીન છે અને તારે એને તારી મરજીમાં આવે તે પ્રમાણે જવા.”
- ૧ મોક્ષ.
Page #394
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
નંદિવર્ધન અને વૈશ્વાનર.
૩૫૩
આ પ્રમાણે મારી વાણી સાંભળીને વેશ્વાનરના મનમાં આનંદ થયા કે ચાલે ! આપણા પરિશ્રમ પણ સફળ થયા, કારણ કે આ ભાઇશ્રી હવે મારે પાતાને વશ બરાબર રહેશે એમ જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને વૈશ્વાનરે મારા ઉપર બહુ પ્રેમ બતાવવા માંડ્યો. અરસ્પરસ પ્રેમમાં અનુરક્ત પ્રાણીઓ હાય છે તે એક બીજાનું એલેલું સાંભળે છે, કોઇ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ ઉઠાવ્યા વગર તેને ગ્રહણ કરી લે છે, તેના સંબંધમાં અંતરના ભાવપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને એવા વચનમાં જે ક્રિયા કરવાની સૂચના કરી હોય તેને જરૂર અમલમાં મૂકે છે. આ પ્રમાણે હાવાથી પાતાના અત્યારે ખરાખર વખત આવ્યો છે એમ વિચારીને તેણે મને ( નંદિવર્ધનને) કહ્યું “ તું કહે છે તે ખરાખર છે, તેમાં જરાપણ શક જેવું નથી. વળી દરેક પ્રાણીના હૃદયમાં રહેલા ઊંડા ભાવાને સમજનારા મારા જેવા પાસે તું પણ આ પ્રમાણે ગુપ્ત હકીકત કહે છે ત્યારે મારે તને (કુમારને ) જણાવવું જોઇએ કે તેનું વાસ્તવિક કારણ મહાપ્રસાદ ( ભાજન )` છે. એ મારા મહાપ્રસાદના મહિમા એવા છે કે જે પ્રાણીએ એની પ્રસાદી લીધી હાય તે આનંદમાં આવી જઇને વ્યક્ત અર્થવાળી હકીકત પણ વારંવાર બાલ્યા કરે છે અને એ મારૂં ભાજન તેને તે પ્રમાણે જોરથી બેલાવે છે. મિત્ર ! એ મહાપ્રસાદ વડે તારા પ્રાણને જો તારી ઇચ્છા હોય તે અક્ષય કરેં.’
નંદ્રિવર્ધન- એ તમારા પ્રસાદને શરીર સાથે સંબંધ કેવી રીતે થાય છે તે કૃપા કરીને કહેા.”
વેશ્વાનર- હું કાંઇક રસાયણ વિદ્યા પણ જાણું છું. ” નંદિવર્ધન- ભલે ! એમ હોય તે મારા પ્રાણ અક્ષય કરો અને તે મહાપ્રસાદ મને આપે છ
રિચત્ત વડાં,
વૈશ્વાનરના પ્રસાદ, અંદરથી ગુપ્ત ધ્વનિ:
આ પ્રમાણે વાતચીત થયા પછી વૈશ્વાનરે ક્રૂરચિત્ત નામનાં વડાં તૈયાર કર્યાં અને હું એકાતમાં બેઠો હતો તે વખતે મારી પાસે તે
૧ મહાપ્રસાદઃ પ્રભુપ્રસાદીની ભેટ. ( પરસાદ-ાણીતા વૈષ્ણવીય શબ્દ છે. ) ૨ પરસાદ લે તે પણ પ્રભુની જય બાલ્યા કરે છે.
૪૫
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
વડાં લઇને આવ્યો. તેણે મને કહ્યું “મારી શક્તિથી તૈયાર કરેલા આ વડાં છે. એને ખાવાથી તે ઘણી શક્તિ-તાકાત-કૌવત આપેછે, પ્રાણીની ઇચ્છા પ્રમાણે આયુષ્ય લાંબુ કરે છે અને બીજી જે કાંઇ ઇચ્છા કામના-હાય તે સર્વ તે પૂરી પાડે છે. આ પ્રમાણે હાવાથી આ વડાં તું ખા.
ני
આ પ્રમાણે અમારા બેની વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યારે ખાજીના આરડામાં રહેલ કોઇ પુષે મંદ અવાજે કહ્યું તારા ઇચ્છિત સ્થાનકે હવે તે ઉત્પન્ન થશે એમાં શે! શક છે?”
"C
ન
આ પ્રમાણે કાઇ ન ઝીણા સ્વરથી બાલ્યું તેથી મારા સાંભળવામાં આવ્યું નહિ; પણ વૈશ્વાનરે તે સાંભળ્યું અને તેના મનમાં વિચાર થયો કે ‘ અહો મારી ઇચ્છા પૂર્ણ થશે! મારાં તૈયાર કરેલાં વડાં ખાવાથી આ નંદિવર્ધન મહા નરકમાં જશે. ત્યાં જશે અને વળી ત્યાં તેનું લાંબું આયુષ્ય થશે. એમ ન હોય તે આવા આંતર ધ્વનિના અર્થ બીજો શો હોઇ શકે? મહા નરકજ મને તે પસંદ આવે તેવું સ્થાન છે.’ આવા વિચારથી પોતાનાં વડાંના પ્રયોગથી હું( નંદિવર્ધન ) મહા નરકમાં લાંબા વખતને માટે જઇશ એમ જણાતાં મારા મિત્રના મનમાં અહુ સંતેાષ થયા. અમારા બન્ને વચ્ચે ત્યાર પછી નીચે પ્રમાણે જરા વધારે વાતચીત થઇ. મેં કહ્યું—‹ તારા જેવા મિત્ર મારે અનુકૂળ હશે તે મારૂં શું ઇચ્છિત નહિ થાય ?”
મારાં આવાં વચન સાંભળીને વેશ્વાનર એવડો ખુશી થયા અને મને વડાં આપ્યાં. તુરતજ તે વડાં મેં લઇ લીધાં. વડાનું ખાદન; તે વડાં આપીને તેણે મને કહ્યું “ મારા ઉપર તારે વૈશ્વાનરને આનંદ. એક બીજી પણ મહેરબાની કરવી પડશે. જ્યારે જ્યારે કોઇ પ્રસંગ-તક-અવસર પ્રાપ્ત થાય અને હું દૂર રહીને તને સંજ્ઞા ( નિશાની ) કરૂં ત્યારે તારે જરા પણ સંકલ્પ વિકલ્પ કર્યાં વગર આ વડાંઓમાંથી એક વડું ખાઇ લેવું. ” મેં જવાઅમાં હસતાં હસતાં જણાવ્યું “ આ માખતમાં પ્રાર્થના કરવા જેવું શું છે? મારા પ્રાણા-મારો આત્મા-મારૂં સર્વસ્વ મેં તે તને સોંપી દીધેલ છે તેા પછી તારે મારી પ્રાર્થના કરવાનું કારણ કાંઇ પણ રહેતું નથી. ”
૧ તારા એટલે વૈશ્વાનરના, ઉત્પન્ન થશે એટલે જન્મશે. મતલખ તારાં વડાં ખાઇ ક્રૂર થઇ તે નરકમાં જશે.
Page #396
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
નંદિવર્ધન અને વૈશ્વાનર.
૩૫૫
વૈશ્વાનર- મોટી કૃપા થઇ. કુમારના હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.'
વિદુરના રિપોર્ટ.
હવે મારા પિતા પદ્મ રાજાએ એક દિવસ રાજવલ્લભ વિદુર નામના સેવકને બેલાવીને કહ્યું, “અરે વિદુર! કુમાર મંદિવર્ધનને જ્યારે કળાચાર્ય પાસે અભ્યાસ કરવા મૂક્યો ત્યારે મેં તેને હુકમ કર્યાં હતા કે હાલ તેણે કળાગ્રહણ કરવામાંજ માત્ર ધ્યાન આપીને અભ્યાસ કરવા. મેં તેને એટલા સખ્ત હુકમ કર્યો હતા કે તેણે મને મળવા પણ આવવું નહિ, કારણ કે તેથી ભણવામાં એકાગ્રતા રહે નહિ. મેં તેને વખતેજ જણાવી દીધું હતું કે વખતો વખત મને ચોગ્ય લાગશે ત્યારે તેના અભ્યાસગૃહમાં હું જાતે આવીને તેની મુલાકાત લઇ જઇશ; પરંતુ અહીં રાજ્યકાર્યમાં અનેક પ્રકારની વ્યાકુળતા રહેતી હાવાથી મારાથી ત્યાં જવાનું બની શકતું નથી. આ પ્રમાણે હકીકત છે તેથી તારે દરરોજ નિશાળે જઇ કુમારની તંદુરસ્તી અભ્યાસ વિગેરે હકીકતની જાતે તપાસ કરી મારી પાસે નિવેદન કરવી.” વિદુરે રાજ્યઆજ્ઞા માન્ય કરી.
વિદુરને
હુકમ.
મારા પિતા પદ્મ રાજ્યના હુકમને અનુસરીને વિદુર મારી ખબર લેવા દરરાજ આવવા લાગ્યા, એટલે મારા સહાભ્યાસી બીજા રાજકુમારોને તથા કળાચાર્યને હું કેટલી હેરાનગતી કરતા હતા, સર્વને કેવા અને કેટલા ત્રાસ આપતા હતા તે સર્વ તેના જેવામાં આવ્યું. જે મારા પિતાને એ વાત જણાવવામાં આવશે તે તેમને આઘાત લાગશે એ વિચારથી વિદુરે આ સર્વ હકીકત કેટલાક વખત સુધી તે મારા પિતાને કહી નહિ, પણ દરરોજ મારા તરફના ત્રાસ વધતા જતા જોઈને એક દિવસ પિતાશ્રી પાસે એણે સર્વ હકીકત જણાવી. પિતાશ્રીએ તે સાંભળીને વિચાર કર્યો કે આ વિદુર કદિ ખાટું મેલે નહિ અને કુમાર કદિ એવું અયોગ્ય આચરણ કરે નહિ. ખરેખર, આમાં સત્ય રહસ્ય-સાચી વાત. શું હશે તે સમજી શકાતું નથી. વિદુર કહે છે તે પ્રમાણે જો કુમાર કળાચાર્યને પણ ત્રાસ આપતા હોય તો પછી કળાના અભ્યાસ કરવાનું પ્રયોજન જ શું રહે છે ?' આવા આવા વિચારથી મારા પિતાના મનમાં બહુ દુઃખ થયું અને ચિંતા થવા
વિદુરનું
અવલાકન.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
'
લાગી. ત્યાર પછી મારા પિતાએ પુખ્ત વિચાર કરીને નિર્ણય કર્યો કે આ બાબતમાં તે હવે કળાચાર્યને બેાલાવી સર્વ હકીકત પૂછીને નિર્ણય કરવા એજ ઊચિત છે. ચાક્કસ હકીકત સમજાયા પછી તેનું નિવારણ કરવાના ઉપાયા વિચારી લેશું અને તે ઉપાયા કરવા માટે પ્રયત્ન કરશું.' આ પ્રમાણે વિચાર કરીને બહુમાનપૂર્વક કળાચાર્યને લઇ આવવા માટે મહારાજાએ વિદુરને હુકમ કર્યાં.
પદ્મ રાજા સમક્ષ કળાચાર્ય આગમન. પ્રથમ વિવેક અને પછી સત્ય વાતચીત. રાજાના ક્ષેાભ અને કળાચાર્યની વિચારણા.
વિદુર જાતે જઇને ત્યાર પછી તુરતજ કળાચાર્યને પદ્મ રાજા સમક્ષ ખેલાવી લાવ્યા. મારા પિતાશ્રી કળાચાર્યને આવતાં જોઇ ઊભા થયા,* આસન આપ્યું, સત્કાર પૂજા કરી અને તેમની આજ્ઞા થયા પછી રાજા સિંહાસનપર બેઠા.
પદ્મરાજા—“ આર્ય બુદ્ધિસમુદ્ર ! સર્વ કુમારોના અભ્યાસ ખરાખર ચાલે છે?
કળાચાર્ય—— આપની કૃપાથી સર્વના અભ્યાસ સારી રીતે ચાલે છે અને આગળ વધે છે. ”
પદ્મરાજા વારૂ ! નંદિવર્ધને (કુમારે) કાંઇ કળાએ ગ્રહણ કરી? ”
કળાચાર્ય—“ હાજી ! અહુ સારી રીતે સર્વ કળામાં તે કુશળ થઇ ગયા છે. એની વિગત આપ સાહેબ બરાબર સાંભળેા. સર્વ લિપિઓનું જ્ઞાન તે તેનું પાતાનુંજ થઇ ગયું છે, ગણિત તા જાણે તેણેજ મનાવ્યું હોય તેવું થઇ ગયું છે, વ્યાકરણ તો જાણે તેણે પાતેજ ઉત્પન્ન કર્યું હાય તેવું સારૂં તૈયાર થયું છે, જ્યાતિષ તે એનામાં ઘર કરી ગયું છે, આઠ પ્રકારના મહાનિમિત્તો તા તેના
* કળાચાર્યનું માન કેટલું હાય છે તે વિચારવા જેવું છે.
૧ કળાચાર્યની વાત પરથી રાજા પાસે ખુશામતીઆ કેવી રીતે વાત કરે છે તે તેવા જેવું છે. સત્ય અને હિત કરે તેવું ખેલનારા ખાસ કરીને રાજા પાસે બહુ ઘેાડાં હેાય છે.
૨ લિપિ: લખવું તે. writing.
૩ મહાનિમિત્તોઃ નિશાનીથી ભવિષ્ય જાણવાની શક્તિ. એનાં આઠ અંગા હાય છે. એ પર વધારે વિવેચન આગળના પ્રસ્તાવમાં આવે છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] નંદિવર્ધન અને વૈશ્વાનર.
૩પ૭ આત્મભૂત થઈ ગયા છે, છંદશાસ્ત્રનું તે તેને એવું સારું જ્ઞાન થઈ ગયું છે કે તે તેણે બીજાઓને પણ કહી સંભળાવ્યું છે, તેણે નૃત્યને અભ્યાસ કર્યો છે, ગાયનકળા શીખી ગયું છે, હસ્તિશિક્ષા તે તેને ઘરની બૈરી જેવી થઈ ગઈ છે, ધનુર્વેદ તે એનો દોસ્તદાર-મિત્ર થઈ ગ છે, વૈદક શાસ્ત્ર તે એનું સખા થઈ ગયેલ છે, ધાતુવાદતેના હુકમમાં આવી ગએલ છે, મનુષ્યનાં જુદાં જુદાં લક્ષણે કેવાં હોય છે, વેપારની વસ્તુઓ કયારે ખરીદવી, ક્યારે વેચવી અને નિશાન તાકીને અમુક ચોક્કસ પાંદડાનેજ કેવી રીતે વીંધવાં એવી એવી વિદ્યાઓ તો એની દાસી થઈ ગઈ છે. આપની પાસે કેટલી લંબાણ વાત કરું. ટુંકામાં કહુ તો એવી કઈ પણ કળા બાકી રહી નથી કે જેમાં કુમાર બરાબર પારંગત થયે ન હોય.”
પદ્મરાજાએ આ પ્રમાણે હકીકત સાંભળી એટલે તેમની આંખમાં હષેના આસું આવી ગયાં. ત્યાર પછી તેમણે કળાચાર્યને કહ્યું
આર્ય! બરાબર છે, એમજ હોવું જોઈએ અને તેમ હોય એમાં કાંઈ નવાઈ જેવું પણ નથી. આપ જેવા જ્યારે ઉદ્યોગ કરે ત્યારે કુભારને શું પ્રાપ્ત ન થાય? ખરેખર ! તમારા જેવાને ગુરુ તરીકે મેળવનાર કુમાર ભાગ્યશાળી છે”
કળાચાર્ય–દેવ! એમ બોલે નહિ. અમે તે કોણ માત્ર છીએ, એ તે સર્વ આપનેજ પ્રતાપ છે.”
પઘરાજા–“આપ લે છે તેવાં વિવેકનાં વચન બેલવાની કોઈ જરૂર નથી. ખરી વાત એ છે કે આપની કૃપાથી જ અમને સર્વ પ્રકારે આનંદ થાય તેવી રીતે નંદિવર્ધન કુમાર સર્વ ગુણને ધારણ કરનાર થયો છે.”
૧ છંદશાસ્ત્ર: પિંગળ. ૨ હસ્તિશિક્ષાઃ હાથીને કેળવવાની ચતુરાઈ. ૩ ધનુર્વેદઃ ધનુષ્ય બાણ કેવી રીતે તાકવાં, મારવાં વિગેરે. ૪ ધાતુવાદઃ રસાયણ વિગેરે ક્રિયાથી સોનું રૂપુ કરવાની વિદ્યા-Mineralogy ૫ આને આધેય વિકય નામની કળા કહેવામાં આવે છે.
૬ આને પત્રછેદ્ય નામની કળા કહેવામાં આવે છે. પત્રચ્છેદ્ય કળામાં પાંદડાંઓમાં આકૃતિ કરવાની કળા પણ આવે છે. અને એકલવ મીલ પાસે જે કળા જોઈ હતી તે આ પત્રછેદ્ય કળા હતી.
Page #399
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ ૩
કળાચાર્ય—“ જો આપ એમ કહેાછે તે પછી અમુક કામ કરવા માટે નીમેલા માણસેાએ પેાતાના શેઠને કાઈ પણ મામતમાં જરાપણ રંગવા ન જોઇએ એ નિયમને અનુસરીને મારે આપને વિજ્ઞપ્તિપૂર્વક કાંઇક વાત કરવી છે તે ચાગ્ય કે અયેાગ્ય ગમે તેવી હોય તેને માટે આપ ક્ષમા કરશે. દેવ! ખરેખરૂં અને મનને પસંદ આવે તેવું વચન ખેલવું મુશ્કેલ છે (કારણ કે ખરૂં હાય છે તે ઘણીવાર મનને પસંદ આવે તેવું હોતું નથી. મીઠું બેાલનારા મહુ હોય છે, પણ સાચું બેાલનારા થોડા હાય છે, કારણ કે કેટલીક વાર સાચામાં કડવાશ આવી જાય છે.)”
૩૫૮
પદ્મરાજા—“ આપને જે કહેવાનું હેાય તે કહેા, સાચું બેલવામાં ક્ષમા માગવાની શી જરૂર છે?”
કળાચાર્ય—“ મહારાજ ! આપ એમ કહેા છે. તા સાંભળે. આપે છેવટે એમ કહ્યું કે નંદિવર્ધન કુમાર સર્વ ગુણા ધારણ કરવાને ચેાગ્ય થયા છે તેના સંબંધમાં મારે કહેવાનું કે કુમારનું સ્વાભાવિક સ્વરૂપ જોતાં તેમજ હાવું જોઇએ એમાં જરા પણ શક જેવું નથી. પરંતુ કલંકથી જેમ ચંદ્રમા, કાંટાથી જેમ કમળ, કૃપણપણાથી જેમ તાલેવંતપણું, લજ્જા રહિતપણાથી જેમ સ્ત્રી, બીકણપણાથી જેમ પુરુષ અને પર ( અન્ય પ્રાણી )ને ઉપતાપ ( પીડા ) ઉપજાવવાથી જેમ ધર્મ દોષવાળા ( દૂષિત ) થઇ જાય છે તેમ રાજકુમાર મંદિવર્ધનનું સર્વ સુંદર સ્વરૂપ વૈશ્વાનર નામના મિત્રની સાબતથી દૂષિત થઇ ગયું છે એમ હું સમજું છું; કારણ કે સર્વ કળાઓમાં કુશળતાને અંગે પ્રશમ (સમતા—શાંતિ-મનની સ્થિતિસ્થાપકતા-Equanimity of mind) અલંકાર રૂપ છે, પેલા વૈશ્વાનર તદ્દન પાપી મિત્ર હોવાથી જેટલા વખત કુમારના પડખામાં રહે છે તેટલા વખત પોતાના ઝેરથી કુમારના પ્રશમના નાશ કરે છે. કમનશીબે એવું થયું છે કે એ વેશ્વાનર કુમારના પરમાર્થથી મોટા દુશ્મન છે છતાં કુમાર મહામહને વશ
૧ શાંતિ આપનાર સુંદર સ્વચ્છ ચંદ્રમા જેમ હિરણના લાંછનથી એખવાળે! લાગે છે તેવી રીતે સ્વાભાવિક સુંદર કુમાર વૈશ્વાનરની સેાબતથી દોષવાળા લાગે છે. કમળ બહુ સુંદર છે પણ કાંટાથી તેમાં દોષ આવી જાય છે, ગમે તેટલું ધન હાય પણ અન્યને આપવું ગમતું ન હોય તે ધનાઢચપણું નકામું છે, સુંદર સ્ત્રી મર્યાદા વગરની હાય તા દૂષિત ગણાય છે, પુરુષ ખાયલા હાય તા કલંકિત લાગેછે અને પરિતાપ ઉપાવનાર ધર્મ ખટ્ટાવાળા લાગે છે તેમ કુમાર દૂષિત લાગે છે. બહુ સારી રીતે કળાચાર્યે વાત મૂકી છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] નંદિવર્ધન અને વૈશ્વાનર
૩૫૯ પડીને તેને પિતાની ઉપર મોટે ઉપકાર કરનાર હોય એમ ગણે છે. કુમારનું પ્રશમરૂપ અમૃત એ પાપી મિત્રે નાશ કરેલું હોવાથી તેનામાં બીજા ગમે તેટલા ગુણો હોય તો પણ તે સર્વ નિષ્ફળ છે.”
વિશ્વાનર-સંગમુક્તિ-ઉપાય-ચંતવનઆ પ્રમાણે કળાચાર્યની હકીકત સાંભળીને ઝાટકે વાગે હોય તેમ પદ્મ રાજાને મહાદુઃખ થયું. ત્યાર પછી થોડો વખત જવા દઈ મહારાજાએ વિદુરને કહ્યું “ આ ચંદન રસના છાંટણાથી શીતળ લાગતો પંખો તું બંધ કર, કારણકે મને બહારની ગરમી કઈ પણ પ્રકારની પીડા કરતી નથી. તું અહીંથી જા અને કુમારને બોલાવી લાવ. કુમારને અહીં સ્પષ્ટ રીતે કહી દઉં કે હવે પછી તેણે તેના પાપી મિત્ર વિશ્વાનરની જરા પણ સોબત કરવી નહિ અને તેમ કરીને મારા મનમાં જે તાપ થયો છે તેનું હું નિવારણ કરું.”
વિદરે તે જ વખતે પંખો બાજુ ઉપર મૂકી દીધો અને જમીન સુધી પોતાનું માથું અને હાથ લંબાવી નમન કરી જવાબ આપ્યો “જેવી મહારાજા સાહેબની આજ્ઞા ! પરંતુ આપે જે મોટું કામ મને સોંપ્યું છે તે ધ્યાનમાં લઈને જે કે એક અમલદાર તરીકે આપના હુકમના સંબંધમાં બોલવાનો મારો અધિકાર નથી તોપણ વગર નીમેલ તમારો સલાહકાર થઈ જઈને જરા મારે વિચાર બતાવું છું તે આપ ધ્યાનમાં લેવા કૃપા કરશે અને એ પ્રમાણે હું મારા વિચારે બતાવું તે તે સંબંધમાં દેવે કોપ ન કરો.”
પધરાજા–“ભદ્ર! હિતની બાબત બેલનાર ઉપર કપ કેણ કરે ? તારે આ સંબંધમાં કહેવાનું હોય તે ખુશીથી કહે.” - વિદુર—“આપ કુમારશ્રીને અત્રે બોલાવી શિખામણ આપવાનું અને વિશ્વાનરનો સંગ મૂકાવવાનું ધારો છો; પણ મેં તો કુમાર નંદિવર્ધન સાથેના થોડા પરિચય ઉપરથી જોઈ લીધું છે કે કુમાર વૈશ્વાનરનો અંતરનો જીવ જાન દોસ્ત થઈ ગયો છે અને તેની સેબત મૂકાવવાને કઈ પણ શક્તિમાન નથી. વાત એટલે સુધી વધી પડી છે કે કુમાર
૧ સમતા-શાંતિ (પ્રથમ) ને અમૃત સાથે પણ સરખાવી શકાય. અમૃત શાંતિ અને દીર્ધ આયુષ્ય આપે છે તેમ પ્રશમ પણ તે બન્ને વસ્તુ આપે છે.
૨ હું આટલી વાત કરીશ ત્યારે આપની મોટાઈ નહિ રાખું; મારી બેઅદબી માફ કરશે-બોલવાની એક સુંદર રીત છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
એ પાપી મિત્રને હિત બુદ્ધિથી ખરેખરો પોતાના સમજે છે અને તેના વગર એક ક્ષણ પણ રહી શકે તેમ નથી, કારણ કે તે જરા દૂર થાય તેા કુમારને ધીરજ રહેતી નથી, ચિંતા થયા કરે છે, અને તેના વગર પેાતાના આત્માને તૃણ જેવા માને છે. તેટલા માટે કદાચ આપ કુમારને એ પાપી મિત્રની સામત છેડી દેવાના સંબંધમાં કાંઇ કહેશે। તે! મારા ધારવા પ્રમાણે કુમારને મોટા ઉદ્વેગ થશે, કદાચ તે આત્મઘાત કરશે અથવા તે બીજો કોઇ મોટા અનર્થ કરી બેસશે. તેટલામાટે આપ સાહેબ જાતે કુમારને એ સંબંધમાં કાંઇપણ કહે! તે મને ડીક લાગતું નથી. ’
કળાચાર્ય—“ રાજન્ ! આ વિદુરે આપની સમક્ષ કહ્યું તે સર્વ બરાબર છે. અમે પોતે પણ કુમારની પાપી મિત્ર સાથેની મૈત્રી છેડાવવા ઘણા વખતથી સખ્ત પ્રયત્ન કરીએ છીએ. અમારા મનમાં વારંવાર વિચાર થતા હતા કે જો કોઇ પણ રીતે કુમાર અને પાપી મિત્ર વૈશ્વાનરના સંબંધ ત્રુટી જાય તે। કુમાર ખરેખર તેના નામ પ્રમાણે નંદિવર્ધન ( આનંદમાં વધારો કરનાર) થાય; પરંતુ એ બન્નેના પ્રેમ કોઇ એવા તેા ગાઢ થઇ ગયા છે કે કુમાર કાંઇ અનર્થ કરી બેસે એ ભયથી વૈશ્વાનર સાથેના સંબંધ છેડાવી શકાતા નથી. આ પ્રમાણે હાવાથી કુમાર અને વૈશ્વાનર વચ્ચેના સંબંધ છોડાવવા યત્ન કરવા એ લગભગ ન બની શકે તેવી ક્રિયા ( અશક્ય અનુષ્ઠાન ) છે એમ મારૂં પણ માનવું છે. ”
પદ્મરાજા—“ ત્યારે આના ઉપાય શું કરવા ? ” કળાચાર્ય—એ તેા બહુ ગહન વાત છે, અમે પણ ઉપાય જાણતા નથી. ’’
વાતને
વિદુર્—‹ દેવ ! એમ સાંભળ્યું છે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ પદાર્થોને જાણનાર જિનમતજ્ઞ નામના એક પ્રખ્યાત નિમિત્તિયે। આપણા નગરમાં આજકાલ આવ્યો છે, તે કદાચ આ મામતને અંગે આપણે શું ઉપાય કરવા તે બતાવી શકશે. ’
પદ્મરાજા—“ અહુ સારૂં, તે તેને તું જાતે જઈને જલદી અહીં એલાવી લાવ. 2
વિદુર્—“ જેવા મહારાજાશ્રીનેા હુકમ !”
Page #402
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું. ક્ષાન્તિકુમારી.
Gરાધthiા
.
Elij SETTIf illuElift Sulai ill
પર જણાવેલી વાત થઈ જતાં વિદુર તુરતજ જિનમત નિમિત્તિયાને બોલાવવા ગયો અને થોડા વખ
તમાં તેને સાથે લઈને પદ્મ મહારાજા સમક્ષ પાછે Mા મા આવ્યો. રાજાએ નિમિત્તિયાને દૂરથી જોયે, દૂરથી
Sી તેની આકૃતિ જોતાં જ પોતાના મનમાં સંતોષ પામ્યા, તેને બેસવા માટે આસન આપ્યું, યોગ્ય આદર સત્કારની ક્રિયા કરવામાં આવી અને ત્યાર પછી અત્યાર સુધી નંદિવર્ધનના સંબંધમાં જે વાતે બની હતી તે સર્વ નિમિત્તિયાને કહી સંભળાવી. તે સાંભળીને બુદ્ધિનાડીના સંચારથી નિમિત્તિયાયે જવાબ આપે “મહારાજ! તમે જે સવાલ પૂછો છો તે સંબંધમાં બીજે કઈ પણ ઇલાજ નથી; માત્ર એકજ ઉપાય છે અને તે પણ પ્રાયે ઘણે મુકેલ છે ”
પદ્મરાજા–“એ ઉપાય કેવા પ્રકારનો છે તે આપ કહી સંભળાવો.” જિનમતજ્ઞ–“મહારાજા ! સાભળો–'
ચિત્તસૌદર્ય નગર, એક ચિત્તૌંદર્ય નામનું નગર છે તે સર્વ ઉપદ્રવથી રહિત છે, સર્વ ગુણેનું નિવાસસ્થાન છે, કલ્યાણપરંપરાનું કારણ છે અને મંદભાગી પ્રાણુઓને દુર્લભ છે.
૧ હવે અહીં વિશ્વાનર સાથે કુમાર સંબંધ કેવી રીતે છોડી દે તેને ઉપાય જિનમતજ્ઞ નિમિત્તીઓ જણાવે છે.
૨ ચિત્તસૌદર્ય નગર તે મન સમજવું. સુન્દર મનના શુભ વિચારે અહીંથી નીકળે છે.
૩ ચાર વિશેષણે નગરના અત્ર બતાવ્યા તે કેવી રીતે ઘટે છે તે સાથેજ બતાવ્યું છે. દરેક વિશેષણ મનન કરવા યોગ્ય છે.
૪૬
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉપમિતિ ભવપ્રપંચા કા.
[ પ્રસ્તાવ ૩
{ આ ચિત્તસૌંદર્ય નગરમાં રહેનાર પુણ્યશાળી જીવાને રાગાદિ ચારા કોઇ પણ પ્રકારની પીડા ઉપજાવી શકતા નથી તેમજ તે નગરના લોકોને ક્ષુધા, તૃષા વિગેરે કોઇપણ પ્રકારની અસર કરી શકતા નથી, તેથી સમજી માણસા તે નગરને સર્વ ઉપદ્રવથી રહિત કહે છે.
તે નગરમાં નિવાસ કરીને જે લાકા જ્ઞાન મેળવવાને પાત્ર થાય છે અને કળા વિજ્ઞાનમાં જેટલી કુશળતા તે નગરમાં તેઓને મળે છે તેટલી બીજી કોઇપણ જગાએ મળી શકતી નથી, તેમજ ત્યાં વસનાર લેાકેામાં ઉદારતા, ગંભીરતા, ધીરતા, ઉદ્યોગીતા વિગેરે ગુણા સહજ એકડા થઇ જાય છે, તેથી તે નગર ‘ સર્વ ગુણાનું નિવાસસ્થાન ” છે એમ કહેવામાં આવ્યું છે.
તે ચિત્તસૌંદર્ય નગરમાં રહેનાર ભાગ્યશાળી પ્રાણીઓને ઉત્તરત્તર એક પછી એક વધારે સારા સુખની શ્રેણી મળતી જાય છે અને જે સુખ પ્રાપ્ત થયું હોય તેમાંથી કદિપણ અધઃપાત થા નથી તેટલા માટે એ નગરને કલ્યાણપરંપરાનું કારણ ” કહ્યું છે.
6
ઉપર જણાવ્યું તેમ તે નગર સર્વ ઉપદ્રવથી રહિત, સમસ્ત ગુણાથી વિભૂષિત અને કલ્યાણપરંપરાનું કારણ હાવાથી તે સર્વદા આનંદને આપનાર અને પુણ્યશાળી જીવેાથી વસાયલું છે અને તેમ હાવાથી મંદભાગી ( ઓછા નશીખવાળા ) પ્રાણીઆને તેની પ્રાપ્તિ દુર્લભ છે. ’}
શુભપરિણામ રાજા.
ચિત્તસોંદર્ય નગરમાં સર્વ લેાકેાનું હિત કરનાર, દુષ્ટાને દાબી દેવામાં ખાસ ઉદ્યમ કરનાર, સારા માણેસાને પાળવામાં ખાસ ધ્યાન આપનાર અને કેશ અને દંડની સમૃદ્ધિથી પરિપૂર્ણ શુભપરિણામ નામને રાજા છે.
6.
{ ત્યાં રહેનારા સર્વ લેાકેાનાં ચિત્તમાં થતા સર્વ પ્રકારના સંતાપેાને તે રાજા શાંત કરે છે અને તેના જરા જરા સંબંધમાં
૧ રાજાને કાશ (૧) ખાનેા હેાય તેમ સાથે ( ૨ ) એક જાતનું દિવ્ય પણ હોય છે.
૨ દંડ (૧) રાજ્યદંડ અને (૨) શિક્ષા પ્રકરણ,
ક શુભ પરિણામ: મનમાં સારા વિચારો આવવા તે.
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨] ક્ષાન્તિકમારી.
૨૬૩ આવનારને પણ મોટો આનંદ ઉત્પન્ન કરાવે છે અને જગતના સર્વ પ્રાણીઓને સારી ક્રિયાઓમાં પ્રવર્તન કરાવે છે તેથી બહાદુર પ્રાણુઓ એને “સર્વ લેકેનું હિત કરનાર કહે છે.
રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, લોભ, મદ, ભ્રમ, કામ, ઈર્ષ્યા, શેક, દીનતા વિગેરે જે જે દુઃખ આપનારા ભાવો છે અને જેઓ પોતાની ખરાબ ચેષ્ટાએ કરીને લોકોને વારંવાર સંતાપ આપ્યા કરે છે તે સર્વને એ રાજા જડમૂળથી ઉખેડી નાખનાર છે અને તે સંબંધમાં તે નિરંતર ચિંતા કરનાર છે તેથી તે રાજા દુષ્ટને દાબી દેવામાં ખાસ ઉદ્યમ કરનાર છે એમ કહ્યું છે.
વળી જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ, ત્યાગ (દાન), સજજનતા વિગેરે મનુષ્ય જાતને આલ્હાદ ઉત્પન્ન કરનાર ગુણેનું અને માન્ય પુરુપિએ સંમતિ આપેલા તેના જેવા બીજા ગુગેનું પરિપાલન કરવાને તે રાજા સર્વદા તૈયાર રહે છે, અને તે કામ કરતી વખતે તેને બીજા કોઈપણ કામથી વધારે અગત્ય આપે છે તેથી એ શુભ પરિણામ રાજાને સારા માણસને પાળવામાં ખાસ ધ્યાન આપનાર નું વિશેષણ યોગ્ય રીતે આપવામાં આવ્યું છે.
એ મહારાજાનો કોશ (ભંડાર) બુદ્ધિ, ધીરજ, સ્મૃતિ, સંવેગ, સમતા વિગેરે ગુણોથી ભરપૂર છે; રથ, હાથી, ઘોડા અને પાળા એ ચાર પ્રકારના લશ્કરવાળા રાજાની પેઠે દાન, શીળ, તપ, ભાવરૂપ ચાર પ્રકારના લશ્કરથી તે રાજાનો રાજ્યદંડ વિસ્તાર પામે છે-રાજ્ય આજ્ઞા સર્વત્ર માન્ય થાય છે; આ પ્રમાણે હોવાથી એ મહારાજાને “કેશ અને દંડની સમૃદ્ધિથી પરિપૂર્ણ કહેવામાં આવ્યું છે.
નિષ્પકંપતા રાણું. એ મહારાજાને નિષ્પકંપતા નામની મહાદેવી છે-તેણે શરીરની સુંદરતાના વિષયમાં વિજયવજ પ્રાપ્ત કરેલ છે, અનેક કળાઓમાં કુશળતા મેળવેલી હોવાથી તેણે ત્રણ ભુવનને જીતી લીધા છે, પોતાના નાના પ્રકારના વિલાસને લીધે કામદેવની પ્રિયા રતિના
૧ અથવા શામ, દામ દંડ અને ભેદ એ ચાર નીતિ પણ લઈ શકાય.
૨ નિષ્ણકંપતાઃ મેરૂની પેઠે સ્થિર રહેનાર, વિચાર ફરે તેવી નહિ, પણ મક્કમ, અડગ વિચારની.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ વિભ્રમોને પણ તેણે હસી કાઢવ્યા છે અને તેણે પિતાના પતિ તરફ અપૂર્વ ભક્તિને લીધે અરૂંધતિના માહાસ્યને પણ તિરસ્કારી કાઢયું છે.
{ દેવતા અસુર અને મનુષ્યની સ્ત્રીઓમાં જે સર્વથી સુંદર હોય તે સર્વ સ્ત્રીઓ સાથે મળીને પિતાનાં શરીર પર સુંદર ઘરેણું અને વસ્ત્રો પહેરીને મોટા સાધુસમુદાયને ચલાવવા માટે એક સાથે પ્રયત્ન આદરી બેસે ત્યારે આ મહાદેવી મુનિઓનાં ચિત્તને બીજી દિશામાં સ્થાપન કરી આપે છે અને તે એવી સુંદર પેજના કરે છે કે તેઓનાં ચિત્ત પેલી સ્ત્રીઓ તરફ ન જતાં આ દેવીમાં જ આસક્ત રહે-આ પ્રમાણે હોવાથી તેણે શરીરની સુંદરતાના વિષયમાં વિજ્યધ્વજ પ્રાપ્ત કરેલ છે એવું વિશેષણ તે દેવીને આપવામાં આવ્યું છે.
ઉરૂક, ઇંદ્ર, ઉપદ્ર, ચંદ્ર વિગેરે ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલા કળાબાજ ગણાય છે. તે અને બીજા પણ જેઓ કળાવાન કહેવાતા હોય તે સર્વ કામ કોઇ વિગેરે ભાવશત્રુથી-ડ્રિપુથી–જીતાયેલા છે-એટલે એવા મોટા કળાબાજોને પણ છ શત્રુઓ હાર ખવરાવી દે છે. આથી જે બરાબર રીતે વિચાર કરીએ તે તેઓ ખરા કળાવાન ન કહેવાય. આ મહાદેવીમાં તો કઈ - પૂર્વ કૌશલ્ય રહેલું છે કે રમત માત્રમાં તે સર્વ શત્રુઓને જીતી
૧ અરૂંધતિઃ પુરાણિક દંતકથા પ્રમાણે કમ પ્રજાપતિની નવ દીકરીઓમાંની તે એક હતી અને તેને વિશિષ્ટઋષિ સાથે પરણાવી હતી. એ ઋષિપર અરૂંધતિની અનન્ય ભક્તિ અને પ્રેમ હતાં. પતિભક્તિરૂપે-સતીત્વના દૃષ્ટાન્તરૂપે-અરૂંધતિનું દૃષ્ટાન્ત અપાય છે. તે પોતાના પતિને તપ હોમ હવન વિગેરે અનુષ્કાનેને અંગે સંપૂર્ણ મદદ કરતી હતી. - ૨ કોઈ પણ બાબતમાં જયદેવજ ત્યારે જ મળે છે કે જ્યારે રણસંગ્રામમાં ઉતરી સામા પક્ષને હરાવી દેવામાં આવે. મુનિહદયનો કબજો મેળવવાના ઇરાદાથી રંભા મેનકા વિગેરે મુનિહદય પર હુમલો કરે ત્યારે આ મહાદેવી તેની સામી લડે છે અને રણક્ષેત્ર મૂકી અપ્સરાઓને પણ નાસી જવું પડે છે અને મુનિહદય નિષ્પકમ્પતાને વશ થાય છે, ચલિત થયા વગરનાં રહે છે. આથી રણમેદાનમાં જયપતાકા નિષ્પકમ્પતાને મળે છે. બહુ સારા આકારમાં આ વાત રજુ કરી છે.
૩ રૂદ્ર ૧૧ છે, તે શંકરના રૂપમય ગણાય છે અને ઘણા ભયંકર કહેવાય છે. ઇંદ્રને નાનો ભાઈ ઉપેદ્ર કહેવાય છે. એ પુરાણોક્તકથાનુસાર પાંચમાં વામન અવતાર વખતે ઇંદ્રની સાથે હતા.
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
ક્ષાન્તિકુમારી.
૩૬૫
લે છે (ગ્નિપુ-કામ, ક્રોધ, લોભ, મેાહ, મદ અને મત્સર નિપ્રકમ્પતાને તાબે છે). આ પ્રમાણે હોવાથી ‘ અનેક કળાઓમાં કુશળતા મેળવેલી હાવાથી તેણે ત્રણ ભુવનને જીતી લીધાછે એમ એ મહાદેવી નિષ્રકંપતાના સંબંધમાં કહેવામાં આવ્યું છે.
ત્યાર પછી આગળ ચાલતાં પેાતાના નાના પ્રકારના વિલાસેાને લીધે કામદેવની પ્રિયા રતિના વિભ્રમાને તેણે હસી કાઢવા છે’ એમ તે મહાદેવીના સંબંધમાં કહેવામાં આવ્યું છે તે પણ યાગ્ય છે, કારણ કે રતિ જે કામના વિલાસા કરે છે તે તેા માત્ર ઉપર ઉપરના સંતેાષના કારણભૂત થાય છે, પરંતુ એવા પ્રકારના વિલાસેાની વાર્તા પણ મુનિએ તે જાણતા નથી, વિચારતા નથી; પરંતુ આ દેવીમાં જે મુનિએ આસક્ત હોય છે, જેએને એના તરફ પ્રેમ હેાય છે, તે વ્રત પચખ્ખાણુ-નિયમ-ને પાળવામાં એટલા બધા વિલાસ કરતા હોય છે, તેમને એ વાતમાં એટલા બધા આનંદ આવતા હાય છે કે તે બાબતનું અવલેાકન કરનારની મગજશક્તિ પણ તે ખાયત તરફ જરૂર આકર્ષાઇ જાય. રતિના વિલાસ જેવા તે ઉપર ઉપરના નહિ પણ અંદરથી ઊંડા અને ખરેખરા હોય છે.
તે મહાદેવીની પતિભક્તિના સંબંધમાં એટલુંજ કહેવાનું છે કે જ્યારે તેના પતિ શુભપરિણામ મહારાજા કોઇ પણ પ્રકારની આપત્તિ( દુઃખ )માં આવી પડે છે ત્યારે તે મહાદેવી પેાતાના પ્રાણ આપીને પણ પેાતાની અચિન્ય શક્તિવડે પતિને મુશ્કેલીમાંથી તારી કાઢે છે તેટલા માટે ‘તેણે પેાતાના પતિ તરફ અપૂર્વ ભક્તિને લીધે અરૂન્ધતિના માહાત્મ્યને પણ તિરસ્કારી કાઢયું છે” એમ તેના સંબંઘમાં કહેવામાં આવ્યું છે; કારણ કે આ દેવી પતિની મુશ્કેલી દૂર કરી શકે છે ત્યારે સતી અરૂન્ધતિ પતિનું રક્ષણ કરી શક્યા નહાતા. }
આ મહારાણીનું વધારે કેટલું વર્ણન કરવું ? ટુંકામાં કહીએ તેા રાજાનાં સર્વ કાર્યો કરનારી આ મહાદેવી છે અને તેથી રાજાના મેાટા રાજ્યમાં તે એક અગત્યની સ્ત્રી થઇ પડી છે.
ક્ષાન્તિ પુત્રી,
“ એ નિપ્રકષ્પતા મહાદેવી અને શુભપરિણામ રાજાને ક્ષાન્તિ નામની પુત્રી છે તે સર્વથી સુંદર વસ્તુઓમાં પણ સુંદર છે, અનેક
Page #407
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ આશ્ચનું જન્મસ્થાન છે, ગુણ રોની પેટી છે અને શરીરની વિલક્ષણતાથી મહા મુનિઓનાં મનને પણ પોતાની તરફ ખેંચનારી છે.
જે પ્રાણીઓ તે ક્ષાંતિની સેવા-ઉપાસના-કરનારા છે તેઓને તે નિરંતર આનંદ આપનારી છે અને તે એટલી બધી ભલી છે કે તેને યાદ કરવાથી તેનું સ્મરણ માત્ર કરવાથી પણ તે સર્વ દોષોને મૂકાવી દુર ફેંકાવી દે છે. એ વિશાળ ચક્ષુવાળી શાન્તિપુત્રી જે મનુષ્ય તરફ લીલામાત્રમાં પણ જુએ છે તેને લેકે “પંડિતનું નામ આપીને અથવા મહાત્મા’નો ઈલકાબ આપીને તેના સંબંધમાં બહુ વખાણ કરે છે. જે ભાગ્યશાળી પ્રાણી એ સ્ત્રીરવનું આલિંગન (ભેટ) મેળવવાને નશીબવાન થાય છે તે સર્વ મનુષ્યોને ચકવતી થાય છે –રાજાને પણ રાજા થાય છે.' આ પ્રમાણે હોવાથી તે ક્ષાન્તિ પુત્રીથી વધારે સારી કઈ વસ્તુ દુનિયામાં હોય એમ જણાતું નથી અને તેટલા માટેજ વિદ્વાનો તેને “સર્વથી સુંદર વસ્તુઓમાં પણ સુંદર ” નું ઉપનામ આપે છે.
(આ લોકમાં આ અને રોદ્ર દુર્થાન છે, ધર્મ અને શુક્લ સદ્દધ્યાન છે, તેમાં પણ શુલ ધ્યાન શ્રેષ્ઠ છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે તેનાથી સર્વ ભૂત અને ભાવી બનાવો જણાય છે. સર્વ ઋદ્ધિમાં પ્રશમ-સમતાની ઋદ્ધિ વધારે કિંમતી ગણાય છે.) આ સત્કૃષ્ટ શુકલ ધ્યાન, કેવળ જ્ઞાન અને પ્રશમ ઋદ્ધિ વિગેરે સર્વ જીવોને ચમત્કાર ઉત્પન્ન કરે તેવા અદ્ભુત ભાવો આ જગતમાં વિદ્યમાન છે તે સર્વ ક્ષાતિના પ્રસાદથી અને તેની આરાધના કરવાથી અનેક પ્રાણુઓએ અનેકવાર પ્રાપ્ત કર્યા છે, કરે છે અને કરશે તેથી આ ક્ષાન્તિ પુત્રીને “અનેક આશ્ચર્યોનું જન્મસ્થાન” કહેવામાં આવી છે.
ત્યાર પછી તે કન્યા ગુણરત્રોની પેટી’ છે એમ કહેવામાં આવ્યું છે તે પણ બરાબર છે. દાન, શીળ, તપ, જ્ઞાન, કુળ, રૂ૫, પરાક્રમ, સત્ય, શૌચ (પવિત્રપણું), સરળતા, અભ, શક્તિ, ઐશ્વર્ય વિગેરે આ લોકમાં જે જે સુંદર ગુણે છે અને જેની કિંમત રત્ન જેવી ગણાય છે તે સર્વને આધાર ક્ષાતિ
૧ જે પ્રાણીઓ સમતાને ભેટે છે એટલે ક્ષમાને ધારણ કરનારા હોય છે તેઓ ગમે તેવા સંગેમાં કેદ કરતા નથી. પ્રાંતે તે કેવળજ્ઞાની અથવા તીર્થંકર થાય છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૬૭
પ્રકરણ ૨]
ક્ષાન્તિકુમારી. ઉપર છે, ક્ષતિ હોય તે જ તે ગુણે ટકી શકે છે અને તે વગર તે શોભતા પણ નથી. જેમ આશ્રય વગર આશ્રિતો ખરાબ લાગે છે, તેમ ક્ષાન્તિ વગર ગુણે શોભા વગરના લાગે છે.
વળી બીજી રીતે જોઈએ તો ક્ષતિ-ક્ષમા એજ મોટું દાન છે, ક્ષાન્તિ એજ મોટો તપ છે, ક્ષાન્તિ એજ મોટું જ્ઞાન છે, ક્ષાન્તિ. એજ મહા દમ (ઇંદ્રિય દમન) છે, ક્ષાતિ એજ મહા શીળ છે, ક્ષાન્તિ એજ મોટું કુળ છે, ક્ષાન્તિ એજ મોટી શક્તિ છે, ક્ષાતિ એજ પરાક્રમ છે, ક્ષાન્તિ એજ સંતોષ છે, ક્ષાન્તિ એજ ઇદ્રિ
ને નિગ્રહ છે, ક્ષાન્તિ એજ મોટું શૌચ-પવિત્રતા છે, ક્ષતિજ મહા દયા છે, ક્ષાન્તિજ મોટું રૂપ છે, ક્ષાન્તિજ મોટું બળ છે, ક્ષાન્તિજ મોટું ઐશ્વર્ય છે, ક્ષાન્તિને જ ધૈર્ય કહેવામાં આવે છે, ક્ષાન્તિજ પરબ્રહ્મ છે, ક્ષાન્તિજ પરમ સત્ય છે, ક્ષાન્તિજ ખરેખરી મુક્તિ છે, ક્ષતિજ સર્વ અર્થને સાધનાર છે, ક્ષતિજ ત્રણ જગતને પૂજવા યોગ્ય છે, ક્ષતિજ જગતનું હિત કરનારી છે, ક્ષાન્તિજ જગતમાં મેટી છે, ક્ષતિજ કલ્યાણ કરનારી છે, ક્ષાન્તિજ જગતને પૂજવા યોગ્ય છે અને ક્ષાન્તિજ પરમ મંગળનું કારણ અથવા પોતેજ મંગળ રૂપ છે, સર્વ વ્યાધિઓને દૂર કરે તેવું સુંદર ઔષધ ( panacea) ક્ષતિજ છે અને શત્રુનો નાશ કરનાર ચતુરંગી સેના પણ ક્ષતિજ છે. ટૂંકમાં કહીએ તે ક્ષાન્તિમાં સર્વ વાત આવી જાય છે- આ પ્રમાણે હેવાથી તેને મુનિઓનાં મનને પણ પોતાની તરફ ખેંચનારી ” કહેવામાં આવી છે. કે
કુમારને એ કન્યા પરણાવવા ભલામણ
જે સ્ત્રીનાં આવાં સુંદર રૂપ હોય તેને ક્યો ડાહ્યો માણસ પો. તાના મનમાં ધારણ કરતાં અચકાય ? એટલે સુધી વાત છે કે જે પ્રાણીના ચિત્ત ઉપર આ કન્યા હશથી ચઢે છે તે પ્રાણીનું નશીબ ફરી જાય છે અને તે આ સ્ત્રી જેવો સુંદર બની જાય છે. આ પ્રમાણે હોવાથી સર્વ ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારી આ કન્યાને મેળવવાને સમ્યમ્ ગુણેની આકાંક્ષાવાળે દરેક પ્રાણ પિતાના હૃદયમાં સદાકાળ હોંશ રાખ્યા કરે છે.
આ પ્રમાણે હકીકત હોવાથી તમારા ધ્યાનમાં આવ્યું હશે કે એ કન્યામાં સર્વ સુંદર ગણે છે અને તેથી તે સર્વને બહુ વહાલી
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ઉપમિતિ ભવપ્રપચા કથા. [ પ્રસ્તાવ ૩
લાગે તેવી છે; પણ તેજ કારણને લીધે તમારા કુમાવૈશ્વાનર અને ૨ના મિત્ર વિધાનરને અને તેને જરાપણું બનતું નથી. ક્ષાન્તિ કુમારી. બન્ને એક બીજાથી ઉલટા હોવાથી સ્વાભાવિક રીતે
પરસ્પરના શત્રુભાવે રહે છે. વિશ્વાનરને પણ એ રાજ કન્યાની એવી બીક લાગે છે કે તેને દર્શન માત્રથી ગભરાઈ જઈ તેનાથી દૂરને દૂર નાસતોજ ફરે છે. એ વિશ્વાનર સર્વ દોષનો ઢગલે છે અને આ કન્યા અનેક ગુણનું મંદિર છે. એ પાપી વૈશ્વાનર સાક્ષાત બળતો અગ્નિ છે અને આ ક્ષાન્તિ કુમારી બરફના જેવી ઠંડી અને આનંદ આપનારી છે. એ બન્ને સ્વાભાવિક રીતે શત્રુભાવે રહે છે એમ અમે ઉપર કહ્યું તેનું કારણ એ છે કે એક બીજામાં તદ્દન ઉલટા ગુણે હોવાથી એ બન્ને એક સ્થાને એક વખતે કદિ રહી શકતા નથી અને તેથી જેવા ક્ષાન્તિ કુમારી પધાર્યા કે ભાઈ સાહેબ વૈશ્વાનરને ત્યાંથી ઉપડી જ જવું પડે છે. હે રાજન્ ! જો તમારે કુમાર આ ભાગ્યશાળી કન્યાની સાથે પરણશે તો તેના પાપી મિત્ર સાથે તેની દોસ્તી તૂટી જશે.”
કુમાર કન્યા સંબંધ ઉપાય, કન્યાની માગણી માટે હુકમ.
મતિધન મંત્રીની તૈયારી, ઉપર પ્રમાણે જિનમતજ્ઞ નિમિત્તિયાએ લંબાણથી વાત કરી તેના સંબંધમાં ચતુર વિરે તરતજ પિતાના મનમાં વિચાર કર્યો કે અહો ! આ જિનમત વાત કહી તેને ભાવાર્થ એમ જણાય છે કે ચિત્તસૌંદર્યમાં (સુંદર ચિત્તમાં) જે શુભ પરિણામ છે અને તેની જે નિષ્પકમ્પતા (સ્થિરતા) છે તેનાથી જન્મ પામેલી ક્ષતિ (ક્ષમા) છે તે આ નંદિવર્ધન કુમાર અને તેના પાપી મિત્ર વૈશ્વાનરનો સંબંધ દૂર કરવાને શક્તિવાનું છે, બીજે કઈ તે સંબંધ રદ કરાવવાને ઉપાય જણાતો નથી. આ સર્વ વાત તેમણે કહી તે બરાબર છે; અથવા તે બરાબર વાત કરે તેમાં નવાઈ જેવું શું છે? જિનમતને જાણનાર, બરાબર ન હોય તેવી અયુક્ત વાત કદિ કરતાજ નથી.
ઉપર પ્રમાણે નિમિત્તિયાએ વાત કરી તે સાંભળીને પદ્મરાજાએ પિતાની બાજુમાં બેઠેલા મતિધન મંત્રીના મોઢા સામું જોયું; મંત્રીએ
૧ મતલબ કે સુન્દર ચિત્તમાં જે શુભ પરિણામ સ્થિર થઈ ક્ષાંતિને જન્મ આપે તે કાંધ આપોઆપ ચાલ્યો જાય.
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
ક્ષાન્તિકુમારી. તરતજ રાજાની સામું નીચું મુખ કરી નમન કર્યું ત્યારે રાજાએ તેને કહ્યું “આર્ય મતિધન ! તમે આ સર્વ સાંભળ્યું?”
મતિધન–“હા મહારાજ ! મેં સર્વ હકીકત બરાબર સાંભળી.”
રાજા–જુઓ ! નંદિવર્ધન કુમારમાં મોટા માણસને વેગ્ય અનેક ગુણો છે તે સર્વે તેના પાપી મિત્ર વૈશ્વાનરના સંબંધથી દોષવાળા થયા છે અને ફળ વગરના થયા છે. એ હકીકત બહુ સંતાપ કરનારી અને ઉદ્વેગ કરનારી થઈ પડી છે. તેટલા માટે આર્ય! તમે જાઓ, બોલવાની–વાતચીત કરવાની કળામાં અતિ કુશળ હોય તેવા આપણા મુખ્ય અમલદારેને ચિત્તસૌંદર્ય નગરે મેકલે, તે દેશમાં ન મળી શકતી હોય તેવી નજરાણુની વસ્તુઓ એકઠી કરીને તેઓને સેપે, સંબંધ કરવા અને વધારવા યોગ્ય મધુર અને વિવેકનાં વચનો તેઓને બરાબર શીખવે અને તેઓની મારફત શુભ પરિણામ મહારાજા પાસે તેની ક્ષતિ પુત્રીનું આપણું કુમાર માટે માગું કરે.”
મતિધન–“જેવો મહારાજાશ્રીને હુકમ.”
આ પ્રમાણે જવાબ આપી મતિધન મંત્રી બહાર જવાની તૈયારી કરતો હતો તેવામાં જિનમતજ્ઞ નિમિત્તિયાયે કહ્યું “આવા પ્રકારના આરંભની જરૂર નથી. એ ચિત્તસૌંદર્ય નગરે એવી રીતે જઈ શકાય તેવું નથી.”
પદ્મરાજા–“આર્ય! એમ કેમ?
જિનમતજ્ઞ–“નગર, રાજ, ભાર્યા, પુત્ર, મિત્ર વિગેરે આ લેકની સર્વ વસ્તુઓ બે પ્રકારની છે –અંતરંગ અને બહિરંગ. આમાંની જે બહિરંગ વસ્તુઓ છે તેમાં તમારા જેવાનું ગમનાગમન (જવું આવવું ) થઈ શકે છે અને આજ્ઞા (હુકમ) ચાલી શકે છે એટલે કે
તમે પોતે ત્યાં જઈ શકે છે અથવા બીજાને જવાની અંતરંગ અને આજ્ઞા આપી શકે છે, પણ અંતરંગ વસ્તુઓના સંબંબહિરંગ ધમાં તેમ બની શકતું નથી. ઉપર ચિત્તસૌંદર્ય નગર
કહ્યું, તેમાં ચિત્ત પરિણામ રાજા બતાવ્યો, તેની નિપ્રકમ્પતા રાણું બતાવી અને તેની પુત્રી ક્ષાન્તિ જણાવી તે સર્વ અંતરંગ છે. એટલા માટે ત્યાં દૂતને-એલચીને એકલો તે યોગ્ય નથી, ત્યાં તમારે દૂત જઇ શકતો નથી.
રાજા–“ ત્યાં જવાને ત્યારે કે શક્તિમાન છે અને ત્યાં કેન હુકમ ચાલે છે?”
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ જિનમતા–“અંતરંગ રાજા હોય તેજ તેમ કરવા સમર્થ છે.” રાજા–“તે રાજા કેણ છે?”
અંતરંગ અને બહિરંગ તંત્રો, જિનમતજ્ઞ–“મહારાજ! તે અંતરંગ રાજાનું નામ કર્મપરિણામ છે. તે કર્મપરિણામ રાજાએ આ શુભ પરિણામ રાજાને ચિત્તસંદર્ય નગર ગરાસમાં આપ્યું છે અને તેમ હોવાથી એ શુભપરિણામ રાજ પોતે કર્મપરિણામને વશ હોય-એને ભાયાત (પટાવત) હોય-તેમ વર્તે છે.”
- રાજા–“તે કર્મપરિણામ મહારાજા મારા જેવાની પ્રાર્થના સાંભળે છે ખરો કે પોતાના મનમાં આવે તેમજ કરનારે છે?”
જિનમતજ્ઞ–“તે કર્મપરિણામ રાજા કદિ કોઈની પ્રાર્થના સાંભળતો નથી, ઘણે ભાગે તે પોતાના મનમાં આવે તેમજ કરનારો છે અને સારા માણસે એની પ્રાર્થના કરે એવી અપેક્ષા પણ તે રાખતો નથી, તેની પાસે વિવેકના ગમે તેટલા શબ્દો કહેવામાં આવે તેથી તે રીઝી જતો નથી, બીજા પ્રાણીઓને ગમે તેટલી અગવડ થાય તેથી તે લેવાઈ જતો નથી અને માણસને દુઃખમાં આવી પડેલા જોઈ દયા ખાતો નથી. માત્ર જ્યારે કઈ કામ કરવાનું હોય છે ત્યારે તે પોતાની મોટી બહેન ૧લોક સ્થિતિની સલાહ લે છે, પોતાની સ્ત્રી કાળપરિણતિની સાથે તે કામના સંબંધમાં વિચારણું કરે છે અને પિતાના
સ્વભાવની સાથે તે સંબંધમાં વાતચીત કરે છે, નંદિવર્ધનની ઘણું ભવથી સ્ત્રી તરીકે સાથે રહેનાર ભવિતવ્યતાને અનુસરે છે અને કઈ કેઈ વખત પોતાના કામના સંબંધમાં તે નંદિવર્ધન કુમારની શક્તિથી જરા જરા બીહે છે. આવી રીતે કર્મપરિણામ મહારાજા એ અંતરંગ લોકોને પૂછીને પોતાની મરજીમાં આવે તે પ્રમાણે કામ કરે છે અને તે પ્રમાણે
જ્યારે તે કામ કરવા લાગે છે ત્યારે બહારના લેકે ગમે તેટલા રડે, રડે પાડે કે ચીસો પાડે તેની દરકાર કરતો નથી, તેની મરજીમાં આવે તે પ્રમાણે કામ કરતો ચાલ્યો જાય છે. માટે તેની પ્રાર્થના કરવી કે તેની પાસે માંગણી કરવી તે નકામી છે, પરંતુ જ્યારે તેને યોગ્ય લાગશે
૧ લોકસ્થિતિ નો પરિચય માટે પૃ. ૩૦૩-૪ અને તેની નેટ જુઓ.
૨ અગાઉ જણાવ્યું છે (જુઓ પૃ. ૩૦૮) તેમ કોઇપણ કાર્ય કરવામાં પાંચ સમવાળી કારણની જરૂર રહે છે. ઉદ્યોગ, કર્મ, ભવિતવ્યતા, કાળ અને સ્વભાવ. નંદિવર્ધન જેવા હજુ પોતાની શક્તિનો ઉપયોગ બરાબર કરી શકતા નથી. લોકસ્થિતિ એ કુદરતને કાયદો (Law of Nature) સમજો.
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨] શાન્તિકુમારી.
૩૭૧ ત્યારે તે પોતે જ શુભપરિણામ રાજાને હુકમ કરીને તેની ક્ષાન્તિપુત્રીને તમારા કુમારને અપાવશે, તમારી પ્રાર્થનાથી તેમનહિ કરે, પણ પિતાના ધ્યાનમાં આવશે ત્યારે યોગ્ય કાળે તે કામ કર્મપરિમ રાજા જાતે જ કરશે."
પદ્મરાજા–“જો એમ હોયતો તો અમારું મોટું દુર્ભાગ્ય! કર્મપરિામ રાજાના મનમાં તે કામ કરવાનું ક્યારે આવશે તે આપણે જાથતા નથી અને કુમારના પાપી મિત્રને તેનાથી દૂર ખસેડવામાં ન આવે ત્યાં સુધી કુમારના સર્વ ગુણે નિષ્ફળ હોવાને લીધે એ વાતનો હાલ તો કાંઈ સંભવ પણ ધારી શકાતો નથી. તેથી અત્યારે તે ખરેખર આપણે જીવતાજ' ન હોઈએ એવી એ વાત થઈ ગઈ છે.”
જિનમતજ્ઞ–મહારાજ! આ બાબતમાં શેક કરવો નકામો છે. જ્યાં હકીકત એવી છે ત્યાં આપણે શું કરીએ? શું કરી શકીએ?
नरः प्रमादी शकयेऽर्थे, स्यादुपालम्भभाजनम् । अशक्यवस्तुविषये, पुरुषो नापराध्यति ॥ योऽशक्येऽर्थे प्रवर्तेत, अनपेक्ष्य बलाबलम् ।
आत्मानश्च परेषां च, स हास्यः स्याद्विपश्चिताम् ॥
જે હકીકત બની શકે તેવી હોય તેમાં જે પ્રાણી આળસ કરે તો તે ઠપકાને ગ્ય ગણાય છે, પણ જે હકીકત તદન બની શકે તેવી હોયજ નહિ તેના સંબંધમાં તે કઈ પણ રીતે જવાબદાર ગણી શકાય નહિ. અન્યત્ર નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે પ્રાણી પિતાના અને સામાન બળ અને નબળાઈને વિચાર કર્યો વગર પિતાથી ન બની શકે તેવા કામમાં પ્રવૃત્તિ કરે છે તે ડાહ્યા માણસના હાસ્યને એગ્ય બને છે. આ પ્રમાણે હકીકત છે તેથી રાજન ! જે થવાનું હશે તે થશે. તમારે હાલતો ચિંતાનો ત્યાગ કરીને થોડો વખત રાહ જોવી એજ ઉચિત છે. વળી તમારા મનની શાંતિ થાય એવું એકાદ કારણ છે તે તમને કહું છું. નિરાલબનપણું આદરીને બેસી રહો, તમારા જેવાએ દીનતા કરવી એ તો કઈ પણ રીતે યોગ્ય નથી.”
૧ જ્યાં આપણે પ્રયાસ ચાલે નહિ ત્યાં આપણે મુઆ જેવાજ છીએ એવો અત્ર રાજાના બેલવાને આશય જણાય છે.
૨ પારકાની આશા-અન્ય ઉપર આધાર રાખવો તેથી રહિતપણું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭ર
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ પદ્મરાજા–“આર્ય! આપે બહુ સારું કહ્યું ! આપે જે આ છેવું વચન કહ્યું તેથી અમને–અમારા મનને જરા નિરાંત વળી છે. હવે અમારા મનની શાંતિનું કારણ આપે જણાવ્યું તે શું છે તે અમને કહો.”
જિનમતજ્ઞ–“મહારાજ ! આ કુમારને પુણ્યદય નામનો એક મિત્ર છે તે પોતાનું રૂપ ગુપ્ત રાખીને રહે છે. એ પુણ્યોદય મિત્ર જ્યાં સુધી કુમારની બાજુમાં હશે ત્યાં સુધી પેલે પાપી મિત્ર વૈશ્વાનર કુમારને ગમે તેટલા અનાથો કરશે તે સર્વે ઉલટા કુમારના લાભનાં કારણું થાય એમ તે કરી દેશે.” આ હકીકત સાંભળી (સંસારીજીવ કહે છે કે, મારા પિતા કાંઈક શાંત થયા.
સમયઘટ અને વિસર્જન, આ વખતે સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવ્યો હતો, એટલે શરણાઈ તથા નાબતો વાગવા માંડી અને છેવટે શંખ વાગ્યો. સમય જણાવનાર કાળ નિવેદકે કહ્યું “આ દુનિયામાં તેજની વૃદ્ધિ ક્રોધ કરવાથી નથી, પણ મધ્યસ્થ ભાવથી થાય છે એમ બતાવતો સૂર્ય મધ્યસ્થપણાને પામે. ( અર્થાત્ સવાર કરતાં બપોરે સૂર્યના તેજમાં વધારે થાય છે તેનું કારણ તેનું મધ્યસ્થાયીપણું છે; તે બતાવે છે કે ક્રોધ કરવાથી તેજ વૃદ્ધિ પામતું નથી પણ મધ્યસ્થ ભાવ-તટસ્થ ભાવ રાખવાથી પિતાનું તેજ વધે છે. આમ શિક્ષા આપવા સાથે કાળનિવેદકે જણાવ્યું કે મધ્યાહ્ન કાળ થઈ ગયે છે.)
વિદુરને સંદેશે. તાતે જણાવ્યું કે મધ્યાહ્ન કાળ થયો છે તેથી હવે સર્વેએ ઉઠવું જોઈએ એમ કહી રાજાએ કળાચાર્યનું અને નિમિત્તિયાનું પૂજન કર્યું, તેઓને બહુ માન આપીને વિદાય કર્યા અને સભા બરખાસ્ત કરી. હવે મારા પિતાએ નિમિત્તિયાના વચનથી જાણ્યું હતું કે મારા સંબંધમાં કાંઈ પણ કરવું અને મને સુધારે એ તદ્દન અશક્ય અનુષ્ઠાન હતું, તોપણ પુત્રપરના એહના મેહને લીધે તેમણે વિદુરને આદેશ કર્યો “પેલા પાપી મિત્રની સબતથી કુમાર કાઈ પણ રીતે દૂર રહી શકશે કે નહિ એ સંબંધમાં તારે કુમારના અભિપ્રાયની પરીક્ષા કર્યા
૧. તેજઃ (૧) પ્રકાશ (૨) શક્તિ.
૨ મધ્યસ્થભાવઃ (૧) તટસ્થ ભાવ (૨) સૂર્ય પક્ષે આકાશની મધ્ય રેષાપરવચ્ચે આવવું તે.
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
ક્ષાન્તિકુમારી.
૩૭૩
કરવી. ” “ જેવા મહારાજાના હુકમ !” એમ કહી વિદુર ત્યાંથી ચાલી નીકળ્યો. મારા પિતાશ્રી પણ સંભામંડપ છેોડી મહેલમાં ગયા અને ત્યાર પછી તેમણે દિવસને યોગ્ય સર્વ કરણી કરી.
બીજે દિવસે વિદુર મારી પાસે આવ્યા, મને તેણે પ્રણામ કર્યા અને મારી પાસે બેઠો. મેં પૂછ્યું “વિદુર ! કાલે કેમ જણાયા નહિ?” વિદુરે પોતાના મનમાં વિચાર કર્યો કે મહારાજા સાહેબે મને આજ્ઞા કરી છે કે મારે કુમારના અભિપ્રાયની ખરાખર પરીક્ષા કરવી અને તે ઉપર નજર રાખવી. પેલા નિમિત્તિયા પાસેથી દુર્જનની સાખત કરવાથી કેવાં ભયંકર પરિણામા આવે છે તેપર એક વાર્તા સાંભળી હતી તેજ વાર્તા આજે કુમારને કહી સંભળાવું, જેથી તેના મનમાં કેવા ભાવા વળે છે તે બરાબર જણાઇ આવશે. આવેા વિચાર મનમાં કરી વિદુરે પ્રગટપણે કુમારની સામું જોઇ કહ્યું “ કાલે કાંઇ જોવા-જાણવા જેવું થયું હતું.
મેં કહ્યું. વળી એવું તે શું હતું ?” વિદુર્—‹ એક મજાની વાર્તા સાંભળી. ”
મેં કહ્યું— તે કથા કેવી હતી ? કહી તેા સંભળાવ ! ”
વિદુર હું તે કથા ખરાખર કહું છું, પણ મારે તે ખાસ ધ્યાન રાખીને સાંભળવી,
મેં કહ્યું—“હું બરાબર ધ્યાન રાખીને સાંભળું છું, ચલાવ. વિદુરે વાત કહેવા માંડી તે નીચે પ્રમાણે હતીઃ~~
૧ અક્ષળ્યું એટલે ફુરસદ અથવા પ્રત્યેાજન. કાંઇ મજાનું કામ હતું તેથી આન્યા ન હેાતા. ક્ષળ એટલે ફુરસદ ઉપરથી ભાવવાચક નામ થયેલ શબ્દ છે.
૨ અહીં સ્પર્શેન્દ્રિયને વશ થવાથી કેવાં ભયંકર પરિણામ થાય છે તે ખતાવવા કથા શરૂ કરી છે. વિદુર આ વાત નંદિવર્ધન પાસે કહે છે-એ સર્વે સંસારીજીવ સદાગમ સમક્ષ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને કહે છે. અહીંથી શરૂ થતી વાર્તા પ્રકરણ ૧૭ને અંતે પૂરી થશે.
Page #415
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન થાનક.
પ્રકરણ ૩ .
મનીષી અને મળ.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે કર્મવિલાસ, શુભસુન્દરી અને અકુશળમાળા, મનીષી અને ખાળ નામના બે પુત્રો,
5
આ મનુજગતિ નગરીમાં અને આજ ભરત નામના પાડામાં એક ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર હતું, તે નગરમાં અચિંત્ય શક્તિથી ભરપૂર કર્મવિલાસ નામના એક રાજા હતા. તેને બે રાણીઓ હતી: એક શુભસુન્દરી અને બીજી અકુશળમાળા. એ શુભ સુંદરી રાણીથી રાજાને પુત્ર થયા તેનું નામ મનીષી રાખવામાં આવ્યું હતું અને અકુશળમાળાથી પુત્ર થયા તેનું નામ માળ રાખવામાં આવ્યું હતું. આ મનીષી અને માળ અનુક્રમે વધતાં વધતાં કુમારની અવસ્થાએ આવી પહોંચ્યા અને પેાતાની ઇચ્છા પ્રમાણે વિચિત્ર પ્રકારના વન વિગેરેમાં ક્રીડા કરી આનંદરસને અનુભવતા હતા. આવી રીતે તેઓ વિચરતા હતા તેવામાં તેઓએ સ્વદેહ નામના અગીચામાં
૧ મનીષી વિચારણા પૂર્વક વર્તન કરનાર પાત્ર છે અને બાળ સ્પર્શેન્દ્રિયને લેાલુપી, પુદ્ગળાનંદી, દીર્ધ વિચાર વગરના સંસારરસિક જીવાને બતાવનાર પાત્ર છે.
૨ સ્વદેહ-એટલે પેાતાનું શરીર, તેની નજીકમાં એટલે તેમાંજ; મતલખ બહિરંગમાં નહિ પણ અંતરંગ પ્રદેશમાં.
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] મનીષી અને બાળ.
૩૭૫ પિતાની નજીકમાં કઈ પુરુષને ઊભેલ જોયો. હજુ કુમારે તે પુરુષને જુએ છે તેટલામાં તે તે પુરુષ તદુક્ય' નામના રાફડા ઉપર ચઢી ગયે, તેની બાજુમાં એક મૂધે નામનું ઝાડ હતું તેની શાખા
સાથે દોરડું બાંધ્યું અને પોતાની ડોક નીચી કરી ઝાડે લટકેલ સ્પર્શન તેમાં દોરડું પરોવી દીધું અને પોતે પિતાને હાથે અને બાળ કાપેલ લટકી ગયો. “અરે સાહસ કર મા, સાહસ કર મા”
એમ બોલતા બન્ને રાજકુમારે તેની પાસે દોડી ગયા
અને બાળે પેલું દોરડું કાપી નાખ્યું એટલે પેલો ઝાડે લટકેલે પુરુષ મેહથી મુંઝાઈ જઈ જમીન પર પડી ગયો અને તેની આંખ ઊંચી ચડી ગઈ. બન્ને કુમારે તેના શરીરપર વાયુ (પવન) નાંખીને તેને સાવધ કર્યો, તેથી તેને શાંતિ થવાથી તેણે આંખે ઊંચી કરી, દિશાઓમાં જોવા માંડ્યું અને બન્ને કુમારને નજરે જોયા એટલે કુમારે તેને પૂછયું “ભાઈ ! આ અધમ પુરુષોને યોગ્ય ગળે ફસે ખાઈ આત્મઘાત કરવાનું કામ તમે શું કર્યું? તમારા આવા ખરાબ અધ્યવસાય થવાનું કારણ શું છે તે જે કહેવામાં વાંધે ન હોય તો અમને કહી જણવો.” પેલા પુરુષે તે વખતે દીર્ઘ નિ:શ્વાસ નાંખ્યો અને બોલ્યો “મારી કથામાં કઈ માલ નથી તેથી તે વાત જવા દે. મારા આત્મદુઃખરૂપ અગ્નિને ઓલવવાની ઈચ્છાથી ઉપર પ્રમાણે હું ગળામાં ફાંસો નાંખીને મારું કામ કરતો હતો તેમાં તમે મને અટકાવી દીધો તે તમે જરા પણું સારું કર્યું નથી. હવે મહેરબાની કરીને મારા કામમાં જરા પણ અડચણ કરશે નહિ ” આ પ્રમાણે કહીને વળી તે પુરુષ પોતાની જાતને ઝાડે બાંધેલા દોરડા સાથે લટકાવવા તૈયાર થઈ ગયે. બાળે વળી ફરી વાર તેને ઝાલી રાખ્યો અને કહ્યું “ભાઈ ! અમારી અટકાયતથી અથવા અમારા દબાણથી તારી હકીકત અમને કહે; પછી જે તારા દુઃખનું કે ઔષધ અમે ન કરી શકીએ તો તારી ઈચ્છામાં આવે તેમ કરજે.” પેલા પુરુષે કહ્યું “જો તમારે આટલો બધો આગ્રહ છે તે સાંભળે –
૧ તદુછુય- તત્વ એટલે તેની-લય-ઉચાઈ. મતલબ જમીન પરથી ઊંચો રાફડો હોય છે તે પર તે ચઢી ગયે.
૨ આત્મઘાત-આપઘાત suicide કરવો તે અતિ હલકા માણસેનેજ લાયક ગણાય, સારા માણસ એવું કામ ન કરે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ "ભવજન્તુની અંતર કથા. સ્પર્શનસંગ અને મુક્તિ,
મુક્તસંગનું વર્તન મારે એક ભવજંતુ નામનો મિત્ર હતા. તેની અને મારી દસ્તી એવી હતી કે તે જાણે મારું બીજું શરીર હોય, મારું સર્વસ્વ હોય, મારું જીવતર હોય, મારું જાણે હૃદયજ હોય ! એને મારા પર એટલે બધે સ્નેહ હતો કે એક ક્ષણવાર પણ તે ભારે વિરહ સહન કરી શકતો નહિ, સર્વ વખત તે મારી લાલનપાલન કરતો હતા અને દરેક ઝીણું ઝીણી બાબતમાં પણ મને પૂછીને કામ કરતો હતો. મને વારંવાર પૂછે “ભાઈ સ્પર્શન ! તને શું પસંદ આવે છે? તારી શી મરજી છે?” વિગેરે. હું તેના ઉત્તરમાં જે તેને કહું તે મારે માટે તે લઈ આવતો એટલે બધે મારા ઉપર તેને પ્રેમ-સ્નેહ હતો. મને પ્રતિકૂળ થાય અથવા લાગે તેવું કઈ પણ કામ મારે મિત્ર ભવજંતુ કદિ કરતો નહિ. એક દિવસ મારે કમનશીબે તે મારા મિત્રે સદાગમને જોયો. મનમાં પૂજ્યભાવ લાવીને તે સદાગમની સાથે મારા મિત્રે એકાંતમાં વાતચીત કરી, વિચારણા કરી અને તે વખતે તેને આનંદ થયો હોય એમ દેખાયું. આ વખતથી માંડીને
ભવજંતુની મારા ઉપરની પ્રીતિ મંદ થવા માંડી. સદાગમ- ત્યાર પછી અગાઉ તે મારી લાલનપાલન કરતે પરિચય. હતો તે ઓછી થવા લાગી, મારા તરફ એ
એકીભાવ રાખતો હતો તે અટકી ગયે, મારા ઉપદેશ પ્રમાણે ચાલવાનું તેણે બંધ કર્યું અને વાત એટલે સુધી વધી ગઈ કે મારા સંબંધી વાત પણ કેઈને પૂછે નહિ અને તે દિવસથી ઉલટો મને પોતાને દુશમન માનવા લાગ્યું, મારા અપરાધે શોધવા લાગ્યો અને મને પ્રતિકૂળ હેય-ન ગમે તેવું હોય તેની સેવા કરવા લાગે, તેવી વસ્તુના સંબંધમાં વધારે આવવા લાગ્યો. આ પ્રમાણે બન્યું ત્યારે મારા મનમાં વિચાર છે કે અહો ! આ શું થઈ ગયું?
૧ આ કથા સ્પર્શન બાળ આગળ કહે છે, એ સર્વ વિદુર નંદિવર્ધન પાસે કહે છે, એ આખી વાત સંસારી જીવ સદાગમસમક્ષ અઝહીતસંકેતાને ઉદેશીને કહે છે. ભવજંતુની અંતર કથા પૃ. ૩૭૯ પૂરી થાય છે. એ એક નાનો હેવાલ છે.
૨ સદાગમ: શુદ્ધ વસ્તુ સ્વરૂપ સમજવનાર જ્ઞાન. આ સદાગમ અને જેની પાસે સંસારીજીવ વાત કરે છે તે એકજ છે, પણ કથાપ્રસંગને અંગે જુદા જુદા ગણવામાં આવે તો પણ જ્ઞાનના અસંખ્ય ભેદ હોવાથી વધે આવે તેમ નથી.
Page #418
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] મનીષી અને બાળ.
૩૭9 મેં તો આ ભાઈસાહેબનું કાંઈ બગાડ્યું નથી; વખત વગર આ તે જાણે છઠ્ઠીમાંજ બદલાઈ ગયો હોય નહિ તેમ ભારે મિત્ર આવો થઈ ગયે તેનું કારણ શું હશે? અરે ! હું કે કમનશીબ ! મારાં નશીબ કુટી ગયાં-આ પ્રમાણે બોલતે રડતો જાણે મારા પર કેઈએ વજન ઘા કર્યો હોય, જાણે મને કોઈએ બુંદી નાખ્યો હોય, જાણે મારું સર્વસ્વ કે હરણ કરી ગયું હોય તેવી રીતે મૂર્તિમાન, શેકમય હું થઈ ગયો અને મને બહુ દુઃખ થવા લાગ્યું. ઘણે વિચાર કરતાં મને સમજાયું કે મારા મિત્રે સદારામ સાથે વિચારણા કરી, વાતચીત કરી–અ અનર્થપરંપરાનું ખરેખરૂં કારણ છે. એ પાપી સદાગમે મારા પરમ પ્રિય મિત્રને છેતર્યો જણાય છે. પણ અરેરે ! મારો મિત્ર હજુપણ મારું હૃદય ચીરી નાખતા હોય તેમ વારંવાર સદારામ સાથે એકાંતમાં વિચારણું કર્યા જ કરે છે, મારા મિત્રને તેમ ન કરવા હું વારંવાર પ્રાર્થના કરું છું, પણ તે સાંભળતો પણ નથી અને થાય છે એમ કે એ સદાગમ સાથે જેમ જેમ વધારે વધારે વાતચીત મારો મિત્ર કરતો જાય છે તેમ તેમ તે મારા તરફ વધારે વધારે શિથિળ થતો જાય છે;
મારા મિત્રનું શિથિળપણું વધે છે તેમ મારું દુ:ખ પણ ભવજંતુ સદા- વધતું જાય છે. આવી રીતે સદાગમ સાથે મારો ગમ પર્યાલોચના. મિત્ર ભવજંતુ દરરોજ ચર્ચા વાર્તા વિચારણું કરતો
હતો. એમ કરતાં એક દિવસ તો એકાંતમાં બેસીને સદાગમ સાથે મારા મિત્રે ખૂબ પર્યાલચના કરી અને તેને પરિણામે મારા મિત્રે મારી સાથે સર્વ સંબંધ તે વખતથી તોડી નાખે, પિતાના મનમાંથી પણ મને દૂર કર્યો, મારા કહેવાથી તેણે અગાઉ કમળ તળાઈ, ઓશીકાં, ખાટલા વિગેરે લીધેલાં હતાં અને જે મને
બહુ પસંદ આવતાં હતાં તે સર્વ તેમાં તજી દીધો, સ્પર્શન વિ. હંસ પક્ષીનાં રૂવાંથી ભરેલાં આસનીઆઓ દૂર કરી રૂદ્ધ વર્તન. દીધાં, ઉત્તરીય વસ્ત્ર, રેશમી વસ્ત્ર, ખેસ, ચીનાઈ
વસ્ત્રો અને લાંબા વસ્ત્રો સર્વ દર મૂકી દીધાં, શિયાળા. અને ઉહાળામાં ઋતુધર્મથી ઉલટા કસ્તુરી ગોરાચંદન આદિના વિલે
૧ છઠીને બદલાયેલો એટલે જન્મને બદલાયેલો. જાણે જમે ત્યારથી જ ફરી ગયું હોય તેવો તે દેખાય છે. જન્મ પછી છડે દિવસે વિધાત્રા લેખ લખે છે એવી લોકમાન્યતા છે, તેને છઠ્ઠી કહે છે. તે દિવસના લેખથીજ જાણે બદલાઈ ગયો હોય તેવો આ જણાય છે
૪૮.
Page #419
--------------------------------------------------------------------------
________________
'૮
પતિ ભવપ્રપચા કથા.
[ પ્રસ્તાવ ૩
પને જ મને બહુ આનદ આપનારાં હતાં તનાં તણે પચ્ચખાણ કરી દીધાં, કમળ શરીરલતાથી આનંદ આપનાર મને ઘણું પ્રિય અને આલ્હાદ આપનાર સ્ત્રી સમુદાયના તણે સવા ત્યાગ કર્યો અને વાત ત્યાંસુધી આળ વધતી ચાલી કે તે દિવસ પછીથી તે તે (મારો મિત્ર ભવજન્ત ) માથે ફેશને કેચ કરાવે, કઠણ જમીન પર સુ, શરીર પર મલ ચઢવા દે, ચગપર કાટેલાં તટેલાં કપડાં પહેરે, સ્ત્રીનાં અવયવને સંગ લા સ્થીજ તજી દ; કદાચ સ્ત્રીના અવયવને જરા પણ અડકી જવાય અથવા બીજી કોઈ પણ બાબતમાં બેદરકારીથી ગલતી થાય તે પ્રાયશ્ચિત કરે, સખ્ત ડીવાળા માહામાસમાં ટાઢ સહન કરે, ઉનાળાની સખ્ત ગરમીમાં તમજ જેઠ અસાડ માસમાં સૂર્યની આતાપના છે અને જાણે મારે ખરેખર મોટો દુશ્મન થઇ ગયા હોય નહિ તેમ જે જે વાત મને પ્રતિકુળ લાગે તે તે સવ એ ભાઈ સાહેબ આચરે. આ પ્રમાણે જ્યારે સર્વ હકીકત બની ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે આ ભાઈએ (ભવજન્તુએ) તે આપણે સર્વથા ત્યાગ કર્યો છે, પરંતુ ઘરડાની કહેવત એવી છે કે ખરેખર પ્રેમી માણસ હોય છે તે મરે ત્યાં સુધી પણ એને
વિસરતા નથી; તેથી જોકે હાલ તો ભવજંતુ પેલા સ્પર્શનનો કાલ્પ- સદાગમની શીખવણીએ ચઢી જઈ મને આવી રીતે નિક દિલાસા. દુઃખ આપે છે તો પણ હાલ મારે તેને તજી દેવો
ન જોઈએ, કારણ કે એ બાપડ ભળે છે, અત્યાર સુધી ઘણું કાળપર્યત મારી સાથે એક આત્મભાવ હોય તેટલે પ્રેમ રાખતો હતો અને મને પસંદ આવે તેવાં ઘણું કામ કર્યા કરતો હતો. અત્યારે એનામાં વિપરીત ભાવ થઈ ગયે છે તે સદાગમની સોબતને લીધે જ થયો છે. વળી થડા વખત પછી સદાગમ ચાલ્યો જશે અથવા તેઓની દોસ્તી છૂટી જશે એટલે મારે મિત્ર પાછો જ૩૨ ઠેકાણે આવી જશે. આવા આવા વિચાર કરીને ભવજંતુએ જે કે મને કાઢી મૂક્યો હતો તો પણ તેનો સદારામ સાથેનો સંબંધ દૂર
૧ આ સર્વ કહેવાનો મતલબ એ છે કે ભવજંતુ જે અત્યાર સુધી સ્પઇદ્રિયના વિષયમાં આસક્ત હતો તે હવે સદાગમના પ્રસંગમાં આવી, તેને ઉપદેશ સાંભળી, તેનું રહસ્ય વિચારી, સંસારનો ત્યાગ કરી સાધુ થઇને બેઠો છે. આ વિચાર યોગ્ય શબ્દોમાં કોઢ રીતે મળે છે અને સ્પર્શનને તેના ખરા આકારમાં ચિતયો છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
મનીષી અને મળ.
થવાળી રાખ્યુ નેતા, ખાટી આશાના પાસથી બંધાયલા, રવિનું ઃખ અનુભવતા, શરીર
એક દિવસ
ઉઘાડે તિરસ્કાર મા
અને મુક્તિ.
શ્રોતાગરગ
પ્રાસાદમાં હુ
તા.
મારેા ઉઘાડે મને શરીર
અનુકૂળ
કિયાએ
પરમાધામી હોય
લાગમને ભાનો અનુસરશો તિરસ્કાર કર્યો, મને સ્કૂલ આએ એદીયાદ માંથી બહાર ધકેલી અને ભારે સુત્ર જાણે નહિ તેમ તદ્દન દયા વગરને મે માળે તરસ્કાર કરીને મારા ઉપર કોપાયમાન થયા અને કહેવા લળ્યા કે તારી આંખેાથી મને દેખી શકે નહિ એવી જગ્યાએ હું જ છું. ' એ પ્રમાણે બેલી ત્યાંથી કાંઇ નાશી ગયા, ભાગી ગયા. હમણા મને એમ પત્તો મળ્યા છે કે તે મારા અગાઉના મિત્ર ભવજંતુ તે નિવૃત્તિ નગરીએ ગયા છે અને એ નગરી મારા જેવાને અગમ્ય છે એટલે હું તે ત્યાં કદિ જઇ શકતા નથી. આ પ્રમાણે થયું એટલે મેં મારા મનમાં વિચાર કર્યો કે પેાતાના મિત્રથીજ આવી રીતે તિરસ્કાર પામેલા અને અકરીને ગળે લટકતા નકામા સ્તન-આંચળ જેવા મિત્ર વગરના મારા જીવતરની શું જરૂર છે ? આમ વિચારીને મેં ઉપર પ્રમાણે કર્યું. (ગળાફાંસા ખાધા. )
બાળસ્પર્શન સેહવર્ધન,
૩૭૯
આ પ્રમાણે સ્પર્શનની વાત સાંભળી માળ બેટા “હુ સારૂં ! સ્પર્શન ! અહુ સારૂં. તારા વ્યવસાય તે યોગ્ય જણાય છે. પાતાના પ્રિય મિત્ર તરફથી તિરસ્કાર થાય તે સહન ન થઇ શકે તેવી માઅત છે. મિત્રના વિરહથી જે પીડા થાય તે બીજા કોઇ ઉપાયથી મટી શકતી નથી. લેાકેામાં કહેવાય છે કે ક્ષમા કરનારા પુરુષા પણુ પારકા તરફથી થતા તિરસ્કાર સહન કરે તે બનવા જોગ નથી. સેા
૧ નારકીમાં રહેનારા એક જાતના અધમ અસુર-નારકાને દુ:ખ દેવામાં આનંદ માને છે, તેમને પરઆધાસી ' નામથી ઓળખવામાં આવે છે.
૨ નિવૃત્તિ-મેાક્ષ. ત્યાં ગયા પછી ઇંદ્રિયના વિષયને માર્ગ મળતે નથી તેથી તે સ્પર્શનને અગમ્ય છે.
૩ આ પ્રમાણે સ્પર્શન-ખાળ અને મનીષી પાસે વાત કરે છે-એ સર્વ હકીકત વાર્તા રૂપે વિદુર રાજકુમાર મંદિવર્ધન પાસે કહે છે-આ સર્વ હકીકત સંસારીજીવ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહી બતાવે છે. આ સ્પર્શન અને ભવજંતુ સંબંધની વાત ૩૭૬ પૃષ્ટથી શરૂ થાય છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ નાથી પાષાણ (માટી) જુદો પડે ત્યારે તેને પરાભવ થાય છે, અને વિરહ સહન ન થવાથી અંતે તે બળીને રાખ થાય છે. આબરૂદાર મનુ મિત્રના વિરહે જીવતા નથી અને જીવે છે તે તેમને યોગ્ય પણ નથી. સૂર્ય (મિત્ર) અસ્ત થયા પછી દિવસ એકદમ ચાલ્યો જાય છે તે એજ બતાવે છે.
અહો તારે મિત્ર ઉપરનો પ્રેમ ! અહો તારો દઢ સ્નેહ ! અહે તારૂં ગુણાપણું! અહો તારું સાહસ ! અહો તારે સત્ય ભાવ ! વળી બીજી બાજુ જોઈએ તો ભવજન્તુની ક્ષણવારમાં રક્તતા અને ક્ષણવારમાં વિરક્તતા વિચિત્ર છે! તેનું કૃતધ્રપણું (કરેલ ગુણને હણવાપણું) પણ જબરું કર્યું ! તેની તે સર્વ બાબતે અલૌકિક જણાય છે! તેની મૂઢતા, તેનું ઘાતકી હૃદય અને અનાર્યને ગ્ય તેની ક્રિયા અને પ્રવૃત્તિ સર્વ વિચિત્ર પ્રકારના જણાય છે. આ પ્રમાણે હકીકત છે તથાપિ તને એક વાત કહું છું તે તું સાંભળ.”
સ્પર્શન– આપ કઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ વગર ખુલ્લા દીલથી જે કહેવું હોય તે મને ખુશીથી કહો.”
બાળ-“મિત્રતાનું ખરેખરૂં અભિમાન રાખનાર, સ્નેહની ખાતર કેડ બાંધનાર અને સ્નેહ પુન: પ્રાપ્ત કરવાનો બીજો ઉપાય નહિ શોધી શકનાર તારા જેવા પ્રેમી મનુષ્યને કરવું ઘટે તેજ તે કર્યું છે એમ તે મારે કહેવું જોઈએ; પણ હવે તો તારે મારા ઉપર કૃપા કરીને તારાં પિતાનાં પ્રાણ તે ધારણ કરવાં પડશે, તારે આત્મઘાત તે નજ કર, નહિ તો મારી પણ તારા જેવીજ ગતિ થશે. તારા આવા સ્વાભાવિક મિત્રવ7ળપણથી હું તારા ઉપર રાજી રાજી થઈ ગયેછું. સારા માણસે દાક્ષિણ્યથી ભરેલા હોય છે અને અમુક પ્રાણુ સારે
૧ ખાણમાં સેનું અને માટી પાષાણ સાથે હોય છે. પથ્થરને પોતાના મિત્ર સેનાને વિરહ થાય છે-એટલે સોનાને શુદ્ધ કરી તેનાથી જૂદુ પાડવામાં આવે છે ત્યારે પાષાણુ પોતાના મિત્રને વિરહ સહન કરી શકતો નથી અને તેથી બળ મટે છે. (ભઠ્ઠી પર ચઢાવવામાં આવે છે ત્યારે પથ્થરની રાખ થઈ જાય છે)
૨ દિવસને અને સૂર્યને એટલી બધી ગાઢી દસ્તી છે કે સૂર્યને વિરહ થાય એટલે તે અસ્ત થઈ જાય ત્યારે દિવસ પણ તેને વિરહ સહન ન કરી શકવાને પરિણામે તેની પછવાડે ચાલ્યો જાય છે, એટલે કે દિવસ મટી જાય છે. ( રાત્રી થાય છે.) દિવસે સૂર્ય (મિત્ર) ની ગેરહાજરીમાં રહેવું જ યંગ્ય ન ધાર્યું. મિત્ર શબ્દનો અર્થ સૂર્ય પણ થાય છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] મનીષી અને બાળ.
૩૮૧ માણસ છે કે ભદ્રક છે તે તેના કામ પરથી જણાય છે. આ પ્રમાણે હોવાથી હું જે વાત કહું છું તે તારે કઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર કરવી એવી મારી તને ખાસ પ્રાર્થના છે. વાત ખરી છે કે એક માણસને કેરી ખાવાની ઈચ્છા થઈ હોય તે તે આંબલીથી તૃપ્ત થઈ શકતી નથી, તો પણ મારા ઉપર કૃપા કરીને ભવજન્તના વિરહનું દુ:ખ તને થયું છે તેના ઉપાય તરીકે મારો સંબંધ તારે માની લે.”
સ્પર્શન–બહુ સારું, આર્ય! તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ઉપકાર નહિ કરનાર મારી જેવા ઉપર વાત્સલ્ય બતાવનાર તમે અતિ એહથી ભીનાં થયેલાં વચનરૂપ અમૃતના સિંચનવડે મારાં પ્રાણને આખરે બચાવ્યા છે. મારે હવે તમને વધારે તે શું કહેવું? પણ અત્યાર સુધી મારા મનમાં જે શેક સંતાપ થયા કરતા હતા તે હાલ તે ચાલ્યા ગયે છે, તમે હાલ તે મારા અગાઉના મિત્ર ભવજંતુને ભૂલાવી દીધો છે. મારી આંખે શીતળ બની ગઈ છે, મારૂં ચિત્ત આનંદમાં આવી ગયું છે, અને તમારા દર્શનથી મારું શરીર શાંત થઈ ગયું છે. હવે તે મારે તમેજ' ભવજંતુ પિતે છે એમ હું સમજું છું.” તે વખતથી સ્પર્શન અને બાળને સેહ બરાબર ગાઢ થવા લાગ્યો.
મનીષીની વિચારણા મનીષીએ આ સર્વ વાતચીત ચાલતી હતી તે વખતે પિતાના મનમાં વિચાર કર્યો કે જે માણસ બહુ વિચાર કરીને કામ કરનાર હોય છે તે પિતાની ઉપર અનુરક્ત પ્રેમી નિર્દોષ મિત્રને કદાપિ ત્યાગ કરે નહિ અને દોષ વગરના સ્નેહીને ત્યાગ કરવાને ઉપદેશ કે સૂચના સદાગમ કદિ આપે પણ નહિ. મેં એમ સાંભળ્યું છે કે એ સદાગમ જે કાંઇ કામ કરે છે કે બેલે છે તે સર્વ પૂર્ણ વિચાર કરીને આચરે છે, માટે આ બાબતમાં કાંઈ ઊંડું કારણ હોવું જોઈએ. આ સ્પર્શન પણ ઘણે ભાગે બહુ સારું હોય એમ તે લાગતું નથી. બાળે એની સાથે દોસ્તી બાંધવા માંડી છે તે મારા વિચાર પ્રમાણે તો ખોટું કર્યું હોય એમ જણાય છે. આ પ્રમાણે મનમાં વિચાર કરતો હતો તે વખતે સ્પર્શને તેની સાથે વાત કરવા માંડી. મનીષીએ પણ લોકરૂઢિ અનુસાર વિવેક જાળવવા ખાતર તેની સાથે વાતચીત કરી અને ઉપર ઉપરથી સ્પર્શન સાથે મૈત્રી બાંધી.
અત્યાર સુધી સ્પર્શન આપે અને તમે–બહુ વચનથી બાળ સાથે વાત કરે છે, હવે મિત્રતા થયા પછી તે એકવચનને ઉપયોગ કરશે તે ગ્ય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩
સ્પર્શનસંબંધ પર કર્મવિલાસ. પછી બાળ, સ્પર્શન અને મનીષી ત્રણે નગરં તરફ પાછા ફર્યા. સર્વ રાજભુવનમાં દાખલ થયા. રાજસભામાં તેઓએ કર્મવિલાસ રાજાને કાળપરિણતિ મહાદેવી સાથે સિંહાસન પર બેઠેલા જોયા. રાજબાળકેએ પોતાના માતાપિતાને વંદન કર્યું. માતાપિતાએ તેઓને આશીર્વાદ આપ્યા, બેસવાને આસન આપ્યાં પણ તેઓ આસન ઉપર ન બેસતાં જમીન ઉપર બેસી ગયા. તેઓએ પોતાના પિતાને સ્પર્શન સાથે ઓળખાણ કરાવી અને તેની સર્વ હકીકત કહી બતાવી. એ હકીકત સાંભળીને કર્મવિલાસ મહારાજા બહુ રાજી થયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સ્પર્શનને મેં અગાઉ પણ ઘણીવાર જોયો છે. જેમ અપથ્ય સેવવાથી વ્યાધિ વધી પડે છે તેના જેવો તે છે (એટલે તે સંસાર-કર્મ-વ્યાધિને વધારનાર છે). એની સાથે આ બન્ને રાજકુમારને દોસ્તી થઈ એ બહુ સારું થયું. મારી તે અનાદિ કાળથી એવી પ્રકૃતિ પડી ગઈ છે કે જે પ્રાણુઓ આ સ્પર્શનની સાથે અનુકૂળ થઈને રહે છે તેની સાથે હું પ્રતિકૂળ થઈને રહું છું અને જે પ્રાણી એના ઉપર કઈ પણ પ્રકારનો સ્નેહ ન રાખતાં પ્રતિકુળ થઈને વર્તે છે તેની સાથે મારે અનુકૂળપણે વર્તવું પડે છે; જે એને એકાંતે સર્વથા ત્યાગ કરે છે તેને તે માટે તદન મૂકી દેવો પડે છે-છેડી દેવું પડે છે. આ પ્રમાણે હોવાથી કુમારે એના તરફ કેવું વર્તન રાખે છે તેનું બારીકીથી અવલોકન કરીને જેમ ઘટિત લાગશે-યોગ્ય લાગશે તેમ હું કરીશ. આ પ્રમાણે વિચાર કરીને અંતરંગ રાજા કર્મવિલાસે કહ્યું
વો! આ સ્પર્શના પિતાને પ્રાણત્યાગ કરતે હતો તેની સાથે દોસ્તી કરીને તેના પ્રાણ તમે બચાવ્યા તે બહુ સારું કર્યું. તમારે અને આ સ્પર્શનને સંબંધ દૂધ અને ખાંડના મેળાપ જેવો છે."
૧ આ અંતરંગ રાજસભા સમજવી. બહિરંગ પ્રદેશમાં રાજા રાણી શત્રુમર્દન અને મદનદળી છે તે કથામાં આગળ આવશે. અંતર પ્રદેશમાં રાજ કર્મવિલાસ છે. આ સંબંધમાં ખુલાસો પ્રકરણ ૧૪ ભામાં આજ પ્રસ્તાવમાં આવશે. ત્યાં શત્રુમર્દન રાજા પ્રબોધનરતિ આચાર્યને ખુલાસાવાર હકીક્ત પૂછશે એટલે સર્વ વાત સ્પષ્ટ થશે.
- ૨ કર્મપરિણામ રાજના મુખમાં જે વચને મૂક્યાં છે તે તેને યોગ્ય છે, વિ. ચારો પણ બરાબર છે. સ્પર્શનને વશ પડનાર વિશેષ કર્મ ઉપાર્જન કરે છે, વશ નહિ પડનાર અલ્પ કર્મ ઉપાર્જન કરે છે, અને સર્વથા ત્યાગ કરનાર મોક્ષ જાય છે. અકાળમાળા અને શુભસુન્દરી પણ પિતાની ઉત્ક્રાતિ પ્રમાણે વિચાર કરે છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
37 3
પ્રકરણું 3]
મની અને બાળ.
સ્પર્શનસંબંધ પર અકુશળમાળા, બાળની માતા અકુશળમાળા એ વિચાર કર્યો કે આ બાળનો સ્પાન સાથેના સંબંધ બહુ સારે ડાયો. હું ખરેખર ભાગ્યશાળી છું. મારા પુત્રની આ નવીન દસ્તીથી મારું પણ નામ નીકળશે. સ્પર્શ નને જે અનુકુળ રહીને વતિ છે તે મને બહુ પ્રિય લાગે છે, તે જ મને પાળ છે. પિપ છે અને મારે સેહ મેળવી તેનું સુખ અનુભવી શકે છે. મ અગાઉ પણ આ પ્રમાણે હકીકત અનુભવથી બરાબર જોઈ લીધી છે. વળી મારા પુત્રના મુખ ઉપરના રંગથી એમ જણાય છે કે એને
સ્પર્શન ઉપર બહુ રાગ થયું છે અને ભવિષ્યમાં પરસ્પર બહુ અનુફળપણે વત એવો સંભવ જણાય છે. આ પ્રમાણે હોવાથી મારા માનની બધી હાશ પૂરી થશે. આ પ્રમાણે મનમાં વિચાર કરી અકુશળમાળાએ બાળને કહ્યું, “ભાઈ બાળ! બહુ સારું કર્યું ! તારે તારા મિત્ર સાથે વિયોગ ન થાઓ !
સ્પર્શનસંબંધ પર શુભસુંદરી. મનીષીની માતા શુભસંદરીએ વિચાર કર્યો કે મારા પુત્રને આવા પાપી મિત્ર સાથે સંબંધ થયો તે જરા પણ યોગ્ય થયું નહિ. એ સ્પર્શની વાસ્તવિક રીતે મિત્ર નથી, પણ દુશમન છે અને અનેક અનર્થપરંપરાનું કારણું છે અને મારે તો તે સહજ (સ્વાભાવિક રીતે) શત્રુ હોય તેમ વર્તે છે. એણે મને અગાઉ પણ અનેક વાર ઘણું પ્રકારની હેરાનગતિઓ કરી છે, તેથી તેની સાથે આપણે કઈ રીતે મેળ ખાય એમ લાગતું નથી. મારા પુત્રના ચહેરા પરથી તથા આંખના વિકારથી તેના આ નવા મિત્રપર વિરક્તભાવ હશે એમ જણાય છે અને તેટલી હકીકતથીજ મારા મનમાં કાંઇક નિરાંત રહે છે. આ પ્રમાણે હોવાથી આ પાપી મારા પુત્ર ઉપર પોતાનું જોર વાપરી શકશે નહિ એમ લાગે છે, અથવા તે શું થશે એ કાંઈ કહી શકાય નહિ, કારણ કે એ પાપી દુરાત્મા સ્પર્શન બહુ કર્કશ છે. આવા અનેક વિક શુભસુંદરીના મનમાં થવા લાગ્યા અને તેથી તેને કાંઈક વ્યાકુળતા પણ થઈ, પણ તે ગંભીર હોવાથી મૌન ધારણ કરીને બેસી રહી.
આ વખતે મધ્યાહ્ન થયો, સભા વિસર્જન કરવામાં આવી અને સર્વ પિતાપિતાને સ્થાનકે ગયા.
Page #425
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
સ્પર્શનમૂળશુદ્ધિ. આ દિવસથી માંડીને બાળનો સ્પર્શન સાથે સ્નેહસંબંધ
વધવા લાગ્યો. મનીષી તે આશ્ચર્ય પામીને સર્વ હકી
કત જોયા કરે છે, પરંતુ સ્પર્શનને કઈ પણ પ્રકારે $ વિશ્વાસ કરતો નથી. પેલો સ્પર્શન પણ બન્ને રાજકુ
મારોની પાસે ને પાસે રહેતો હોવાથી આખો વખત અંદર તેમજ બહાર તેઓનો પ છોડતો નથી, બન્ને રાજકુમાર સાથે જુદી જુદી જગાએ તે રખડે છે અને અનેક પ્રકારની કીડાઓ કરે છે. ત્યાર પછી એક વખત મનીષીએ પિતાના મનમાં વિચાર કર્યો કે
આ સ્પર્શનના પ્રસંગથી તો ચિત્ત એક ઠેકાણે સ્થિર મનીષીની વિચા- રહેતું નથી તો પછી એનો પરિચય કરનારને જ્યાં રણ અને નિર્ણય. ત્યાં મન રખડ્યા કરે એમાં સુખ કેમ મળી શકે?
એ ભાઈસાહેબનું (સ્પર્શનનું) ખરેખરૂં સ્વરૂપ શું છે? કેવું છે? તે પણ હજુ બરાબર સમજાતું નથી. જ્યાં સુધી આ બાબતનો પરમાર્થ સમજવામાં આવે નહિ ત્યાં સુધી એની સાથે પરિચય વધારવો કે ન વધારો એ બાબતનો નિર્ણય પણ થઈ શકતો નથી. માટે હવે તો એનું ખરેખરું મૂળ શું છે તેની (એ કેણુ છે? કોનો સંબંધી છે? ક્યાંનો છે? વિગેરે બાબતની) બરાબર શોધ કરવાની ખાસ જરૂર લાગે છે, અને એના સંબંધી બધી હકીકત જાણીને પછી ગ્ય લાગે તેમ તેના સંબંધમાં આચરણ કરવું ઘટે છે. આ પ્રમાણે પોતાના મનમાં મનીષીએ નિર્ણય કર્યો.
ત્યાર પછી સ્પર્શનના મૂળની શોધ કરવા માટે પોતાના બોધ નામના અંગરક્ષકને ખાનગીમાં બેલાવ્યો અને તેને કહ્યું “ભદ્ર ! મને
૧ બધ-બોધ “ ઉપદેશ” છે. તેની પાસે વિવેચક બુદ્ધિથી સવાલ થાય ત્યારે તેનામાં પ્રભાવ-શક્તિ હોય તો તે સર્વ બાબતની શોધ કરી લાવે છે અને પૂછનારને સંતોષ આપે છે. તides de Camp-એડીકાંપ-અંગરક્ષક તરીકેનું બોધનું કાર્ય બરાબર છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ.
૩૮૫ આ સ્પર્શન ઉપર ઘણો અવિશ્વાસ આવ્યા કરે છે, બધને શોધાદેશ, માટે એ કોણ છે વિગેરે બાબતની તજવીજ કરીને પ્રભાવને સોંપણી. મને બરાબર હકીકત જણુંવ.” બોધે જવાબમાં કહ્યું
જેવો રાજકુમારનો હુકમ !” બોધ ત્યાર પછી તુરત ત્યાંથી બહાર નીકળી પડ્યો. બોધની પાસે એક પ્રભાવ નામનો મુદ્દામ માણસ દૂત તરીકે કાર્ય કરે તે હતો. એ પ્રભાવે દેશ દેશાવરની અનેક ભાષાઓને અભ્યાસ કર્યો હતો, જુદા જુદા પ્રકારના વેશ ધારણ કરવામાં અને ફેરવવામાં તે બહુ કુશળ હતો, પોતાના શેઠનું કાર્ય કરવામાં કેડ બાંધીને મંડી પડે તેવો હતો, પિતાનું કામ બરાબર સમજનારો અને અન્ય તેને પકડી ન શકે તેવી કુશળતાથી કામ આપનાર હતો. આ પ્રભાવ નામના દૂતને બોધે પોતાની પાસે બોલાવ્યો અને તેને જે કાર્ય માટે બોલાવ્યો હતો તે તેને જણાવી દીધું. પ્રભાવ ત્યાર પછી સ્પર્શનની મૂળશુદ્ધિ કરવા માટે અનેક દેશમાં ઘણે વખત રખડયો અને ઘણું હકીકત એકઠી કરી. એક દિવસ બોધ પાસે પાછો આવી પહોંચ્યો અને તેની સમીપ દાખલ થઈ પ્રણામ કરી જમીન પર બેસી ગયો. બધે પણ તેને સામા યોગ્ય નમસ્કાર આદિ કર્યા પછી સ્પર્શનના મૂળની શોધ કરતાં તેણે શું શું જોયું તેનું વર્ણન કરવા જણાવ્યું. પ્રભાવે આજ્ઞા માથે ચઢાવી પોતાનો અહેવાલ કહે શરૂ કર્યો
સ્પર્શનના મૂળની શેધ કરવા ગયેલ પ્રભાવને અહેવાલ,
“હું અહીંથી નીકળીને જુદા જુદા અનેક બાહ્ય પ્રદેશમાં ગયે; પરંતુ ત્યાં તો મને સ્પર્શનની પ્રવૃત્તિનું મૂળ કારણ જરા પણ સમજાયું નહિ. ત્યાર પછી હું અંતરંગ પ્રદેશમાં ગયે. ત્યાં મેં રાજસચિત્ત
* અહીં બેંગોલ રેયલ એ. સાયટિવાળી મૂળ બુક (નવીન ભાગ) નું પૃ. ૨૨૬ શરૂ થાય છે.
૧ આ પ્રમાણે આપની સમક્ષ પ્રભાવ સ્પર્શનની મૂળશુદ્ધિ સંબંધી હકીકત રજુ કરે છે; એ સર્વ હકીક્ત નંદિવર્ધનના બંધ માટે વિદૂર તેની પાસે કહે છે; અને આ આખી વાત સંસારીજીવ પોતાના અનુભવ પ્રમાણે અગ્રહીતસંકેતાને ઉછે. શીને સદાગમ સમક્ષ કહે છે. સ્પદ્રિયની મૂળશુદ્ધિનું વર્ણન અહીં સામાન્ય છે; પરંતુ ચેથા અધિકારમાં રસેંદ્રિયની મૂળશુદ્ધિને અંગે પ્રકર્ષ અને વિમર્શનો અધિકાર આવશે ત્યાં બહુ અદ્ભુત હકીકત રસમય વિસ્તાયુક્ત ભાષામાં આવશે. બન્ને વર્ણન ખાસ સરખાવવા યોગ્ય છે. ૨ રાજસચિત્ત-એનું વિશેષ વર્ણન ચોથા પ્રસ્તાવમાં આવશે.
૪૯
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ઉપમિતિ ભવપ્રપંચા થા
[ પ્રસ્તાવ ૩
નામનું નગર જોયું. તે નગર ભિલ (લુટારા-જંગલી ) લોકોની પલ્લી જેવું દેખાતું હતું, તેની ચાતરફ કામ વિગેરે ચાર લાકા ભરાઇ રહેલા હતા, તે પાપી લેાકેાનું નિવાસસ્થાન હતું, મિથ્યા અભિમાનની ખાણુ જેવું હતું, અકલ્યાણપરંપરાના હેતુ જેવું હતું, ચોતરફ અંધકારથી વિંટાયલું હતું અને પ્રકાશના એક પણ કિરણ વગરનું હતું; એવી રીતે ભીલ લોકોની પલ્લીને સર્વ પ્રકારે મળતું આવે તેવું રાજસચિત્ત નગરે એ નગર હતું. એ રાજસચિત્ત નગરમાં રાગકેશરી રાગ કેશરી રાજા. નામનેા રાજા રાજ્ય કરતા હતા. તે સર્વ તફાની લોકેાના સરદાર હતા, સર્વ પાપી પ્રવૃત્તિઓનું કારણ હતા, સન્માર્ગરૂપ પર્વતાને માથે તે વજ્રપાત જેવા હતા, શક્ર-ઇંદ્ર વિગેરેને પણ દુર્જય હતા અને કોઇ સાથે તુલના થઇ શકે નહિ એટલા મેાટા બળ અને પરાક્રમવાળા હતા.
એ રાગકેશરી રાજાને એક વિષયાભિલાષ નામને અમાત્ય ( કારભારી-દિવાન ) હતા. તે રાજાનાં સર્વ કાર્યો સંબંધી વિચાર કરનારા હતા, સર્વ ઠેકાણે એને હુકમ ખરાખર માન્ય થતા હતા, આખી દુનિયાને પાતાને વશ કરવામાં તે મહા કુશળ હતા, પ્રાણીએને મેાહમાં નાખી દેવાની બાબતને તેણે ખાસ અભ્યાસ કર્યાં હતા, કોઇ પાપ-અનીતિને રસ્તે કામ કરવું હોય તેા તે બહુ ચાલાકીથી કરવામાં કુશળ થઇ ગયા હતા, અને પોતે કોઇ પણ કામ કરે તેમાં પારકા ઉપદેશની જરાપણ દરકાર કરે તેવા નહાતા અને તેથીજ રાજાએ આખા રાજ્યને ભાર તેના ઉપર નાખી દીધા હતા.
એ રાજચિત્ત નગરના મધ્ય ચોકમાં હું ફરતા ફરતા આવી પહોંચ્યા તે વખતે એકદમ ત્યાં મોટા કાળાહળ ઉઠ્યો. તે અવાજની
૧ ભિલ લેાકેા લુટારા જેવા હેાય છે, તેએ જંગલમાં પેાતાને કેંપ રાખે છે તેને ‘પલ્લી' કહે છે.
૨ રાગકેસરી રાગ ’નું આ રૂપક છે. કર્મબંધનમાં રાગ અને દ્વેષ મુખ્ય ભાગ ભજવે છે, તેમાં પણ રાગ વધારે બળવાન છે તે આગળ જણાશે.
૩ પર્વતને જેમ વજ્ર તેડી નાખે તેમ એ સારા માર્ગોને કાપી નાખનાર હતા. ૪ મેટા મેટા ઇંદ્રો પણ રાગને જીતી શકતા નથી, પણ રાગથી જીતાય છે. ૫ વિષયાભિલાષ–ઇંદ્રિયના વિષયેા સેવવાની ઇચ્છા, કામભેાગ ભાગવવાની લાલસા. એ અભિલાષા પ્રત્યેક ઇંદ્રિયને અંગે થાય છે. આ મંત્રીપર વિશેષ વિવેચન ચેાથા પ્રસ્તાવમાં આવશે.
૬ અહીં હવે સ્પર્શનનું કામદેવનું વર્ણન આવે છે,
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
સ્પર્શનમૂળશુદ્ધિ
३८७
સાથે મિથ્યાઅભિનિવેશ વિગેરે અનેક થા બહાર નીકળી પડતા જણાયા; તે રથની આગળ ભાટ લોકો મોટેથી બિરૂદાવળી ખાલી ચાફ્રાનું માહાત્મ્ય વધારતા હતા; તે રથામાં લૌથ ( લાલુપતા-મૃદ્ધિ ) વિગેરે અનેક રાજાએ બેઠા હતા; ત્યાંથી વળી આગળ જોઉં છું તેા પોતાના ગર્જરવથી દિશાઓને ગજાવી નાખનાર મમત્વ વિગેરે હાથીઓ રાજમાર્ગે નીકળતા દેખાયા. બીજી બાજુએ દ્વેષારવથી-ખોંખારાથી દિશાઓને અહેરી કરી મૂકતા અજ્ઞાન વિગેરે ઘોડાએ ચાલતા દેખાયા; વળી તેની પાછળ રયાહ્ાના ગુમાનથી ચાલતા અને હાથમાં નાના પ્રકારનાં આયુધાને ધારણ કરતા ચાપલ્ય વિગેરે પાયદળ લશ્કરના અસંખ્ય માણસે જણાયા. તે વખતે કામદેવના પ્રયાણને સૂચવનાર ઢોલ તાંસાના અનેક શબ્દો સંભળાયા. તુરતજ જાણે ખરવા ( તીક્ષ્ણ પવન ) થી પ્રેરાઇને વાદળાંઓ ચઢી આવ્યાં હોય તેમ કામદેવની ધ્વજાઓથી ભરપૂર અને પ્રેમના નખરાં, શંખના ધ્વનિ અને રણશીંગડાના અવાજથી ચારે દિશાને અવાજમય કરી દેતું મોટું લશ્કર એકઠું થવા લાગ્યું.
રાજસચિત્તમાં કાળાહળ.
ઉપર વર્ણવ્યું તેવું મોટું લશ્કર ોઇને હું મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તે શું કાઇ મોટા રાજા અહાર ફરવા નીકળી પડ્યો છે કે છે શું? જો તે રાજા હાય તા તેને આવી રીતે બહાર ફરવા જવાનું કારણ શું હશે ? આવી રીતે હું મનમાં વિચાર કરતા હતા તેવામાં મેં વિષયાભિલાષ મંત્રીના સંબંધી વિપાક નામના એક પુરુષને જોયા. તે પરિણામે ઘણા કર્કશ કઠોર, પેાતાના સ્વરૂપથી સંસારની વિચિત્રતા બતાવનાર, અજ્ઞાની માણસાને પણ બેધ આપનાર, વિવેકી પ્રાણીઓને વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને વિવેક વગરના પ્રાણીઆને પેાતાનું જરા પણ સ્વરૂપ સમજવા નહિ દેનાર હોય એવા મને તે તેના દેખાવ ઉપરથી લાગ્યા. મેં તેની સાથે મીઠી મીઠી વાત કર વાની શરૂઆત કરી તેને પૂછ્યું · ભાઇ ! આ રાજા અત્યારે પ્રયાણ કરે છે તેનું કારણ જાણવાનું મને કુતૂહળ થયું તેથી તે આપ જાણતા હો તેા કહો. ' વિપાકે કહ્યું · ભાઇ ! જો એમજ છે તે હું
*
વિપાક સાથે
વાતચીત.
૧ સાચાને ખેાટું-ખેાટાને સાચું મનાવનાર અજ્ઞાન.
૨ વિપાકઃ કર્મનું ફળ, કર્મના ભેાગવટો તેનું રૂપક બતાવનાર. આ વિષા
ની હકીકત સમજવા ચેાગ્ય છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૩૮૮
[ પ્રસ્તાવ–૩
:
"
કહું છું તે સાંભળે:~ ... એક વખત આ નામદાર રાગકેશરી રાજાએ પેાતાના વિષયાભિલાષ મંત્રીને પેાતાની પાસે ખેલાવીને કહ્યું કે · આર્ય વિષયાભિલાષ ! હવે તેા તમે કાંઇ એવું કરો કે જેથી આખું જગત્ મારે વશ થઇ જાય અને બધા જાણે મારા નાકરા હાય એવી રીતે મારી સાથે વતું. એ પ્રમાણે થાય તેા પછી આપણે વારંવાર મહેનત કરવી પડે છે તે સર્વ બંધ થઇ જાય. વિષયાભિલાષ મંત્રીએ રાજાની એ આજ્ઞા પેાતાના મસ્તકપર ચઢાવી. પછી રાજાનું આ કામ કરવાને કાણુ સમર્થ છે તે વિષે પૂરતા વિચાર કરીને મંત્રીએ પેાતાના મનમાં નિર્ણય કર્યો કે રાજાનું આવું આકરૂં કામ કરવાને બીજે તેા કોઇ શક્તિમાન નથી, પરંતુ તે સંબંધમાં મનમાં અહુ કલેશ કરવાની પણ જરૂર નથી, કારણ કે પેલા પાંચ આપણા ખાસ અંગીત માણસા છે તેજ એ કામ સાધી શકશે એમ મારે તે પાકા ભરોસે છે. આ પ્રમાણે વિચાર કરીને એ સ્પર્શનવિગેરે પાંચ અંગીત માણસાને વિષયાભિલાષે પેાતાની પાસે બેલાવ્યા. એ પાંચે મનુષ્યા આ મંત્રીવર્યમાં અત્યંત રક્ત હતા, તેઓએ અત્યાર પહેલાં પોતાનું પરાક્રમ અનેક જગ્યાએ બતાવ્યું હતું, મંત્રીવર્યની ઊંચા પ્રકારની નોકરી કરવા માટે ઘણી વખત વિજયપતાકા ( માન અકરામની નિશાનીઓ ) પ્રાપ્ત કરી હતી, મનુષ્યનાં હૃદયને પેાતાની તરફ આકર્ષણ કરવામાં તેએ અત્યંત કુશળ હતા, શુરવીરને સાવધ કરનાર હતા, ચંચળ પ્રાણીઓને તેજસ્વી કરનાર હતા, અન્ય પ્રાણીઓને છેતરવાની કળામાં પારંગત થયેલા હતા, સાહસિક પ્રાણીઓમાં છેલ્લી હદ સુધીનાં સાહસેા કરવામાં પાછા ન પડે તેવા હતા, અને બહુ દુ:ખે કરીને વશ થઇ શકે તેવા કઠોર પ્રાણીઓના દૃષ્ટાંતરૂપ હતા. એ પાંચે અંગીત માણસાને બોલાવીને વિષયાભિલાષે આખા જગને વશ કરવા માટે મોકલી આપ્યા. ’
વિપાક પાસેથી આટલી હકીકત સાંભળતાં મેં (પ્રભાવે ) મારા મનમાં વિચાર કર્યો કે આ પણ ઠીક વાત મળી આવી ! આટલા ઉપરથી સ્પર્શનનું મૂળ સ્થાનક તા સમજવામાં આવ્યું. વિપાકે પેાતાની વાત આગળ ચલાવી: ત્યાર પછી આ માટા વિસ્તારવાળા જગ
સંતાષ અને સ્પર્શન.
૧ આ પાંચ ખાસ માણસે તે પાંચ ઇંદ્રિયા સમજવીઃ સ્પર્શન, રસ, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર. આ પાંચને વિષયાભિલાષના પુત્રપણે અન્યત્ર કહેવામાં આવેલ છે. (જીએ વૈરાગ્યપલતા. )
Page #430
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ
૩૮૯ તમાં એ પાંચે મનુ વિચારે છે અને આખા જગતને પિતાને વશ કરીને તે દ્વારા રાગકેશરી રાજાને વશ રાખે છે અને તેઓ સર્વ જાણે તેના નોકરો હોય તેમ જગતના લોકો પાસેથી કામ લે છે. પરંતુ ધાન્યના સમુદાય પર ઉપદ્રવ કરનાર 'ઇતિઓની પેઠે તેઓના કામકાજ ઉપર ત્રાપ મારનાર સંતોષ નામને એક ચેર તેઓને મોટે ઉપદ્રવ કરનાર હમણું ઉત્પન્ન થયો છે એમ સાંભળ્યું છે. એ સંતોષ તેઓની સામે થઈને–તેઓને હરાવીને-અત્યાર સુધીમાં કેટલાક લોકોને તે અહીંથી ઘસડી પણ ગયો છે અને રાગકેશરી મહારાજના અધિકારની બહાર આવેલી એક નિવૃત્તિ નામની નગરી છે ત્યાં લઈ ગયો છે એમ સાંભળ્યું છે.”
વિપાકે કહેલી આટલી હકીકત સાંભળી મેં મારા મનમાં વિચાર કર્યો કે આ વાતમાં અને આપણું સમક્ષ બાળ મનીષીની સાથે સ્પર્શને વાત કરી હતી તેમાં જરા ફેર પડ્યો તેનું કારણ શું? ત્યાં સ્પર્શને વાત કરી હતી ત્યારે તો એમ કહ્યું હતું કે ભવજંતુ સદાગમના બળથી મોક્ષે ગયો અને આ (વિપાક) તો એમ કહે છે કે સ્પર્શન વિગેરેને મારી હઠાવી સંતોષે અનેક લોકોને નિવૃત્તિ નગરીમાં સ્થાપન કર્યા છે. ત્યારે મોક્ષમાં સ્થાપન કરનાર તે સદાગમ હશે કે સંતોષ હશે? આ પ્રમાણે બન્ને વાતમાં કાંઇક ફેરફાર મને લાગે છે; પરંતુ અત્યારે એવો નકામે વિચાર કરવાની શી જરૂર છે? હાલ તે આ વિપાક જે હકીકત કહે છે તે બરાબર ધ્યાન રાખીને સાંભળી લઉં, આગળ ઉપર અવકાશે પછી તેના ઉપર વિચાર કરી લઈશ. વિપાકે ત્યાર પછી પિતાની વાત આગળ ચલાવી. “આવી રીતે
સ્પર્શન વિગેરેને સંતોષ તરફથી મોટો ઉપદ્રવ થાય છે રાગકેશરીને લોભ એ હકીકત અમારા મહારાજ રાગકેશરીને આજે અને તેનું શાંત્વન. તેમના ખાસ સંબંધી માણસોએ જણુંવી. પિતાના
સેવકને આટલું મોટું દુઃખ ઉત્પન્ન થયું છે એવી હકીક્ત તેઓએ અગાઉ કદિ પણ સાંભળેલી નહિ અને તે હકીકત
૧ ઇતિઃ ઉપદ્રવો. ઇતિઓ સાત પ્રકારની હોય છે તે બધી ધાન્યનો નાશ કરનારી છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, શુક ઇત્યાદિ.
૨ મોક્ષ. અહીં રાગનું જોર ચાલતું નથી.
૩ આ પ્રમાણે પ્રભાવ નામને દૂત બોધ પાસે વાત કરે છે. પ્રભાવ પિતાને માટે પહેલા પુરુષમાં વાત કરે છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તેમનાથી કોઈ રીતે સહન થઈ શકે તેવી પણ હતી નહિ, તેથી જેવી તે વાત સાંભળી કે તરતજ મહારાજા રાગકેશરીની આંખે કેપથી લાલચેળ થઈ ગઈ, ગુસ્સાથી હોઠ ફરકવા લાગ્યા, ભયંકર ભવાઓ ચઢવાથી કપાળ વાંકે ચુંકું થઈ ગયું, આખે શરીરે પરસે થઈ ગયે, જમીન ઉપર તાણી તાણીને પિતાના હાથને પછાડવા લાગ્યા, પ્રલયકાળના મહા ભયંકર અગ્નિ જેવું રૂપ ધારણ કરી અત્યંત ક્રોધાવિષ્ટ થઈ આડાં આવળાં વચનો બેલતા પિતાના માણસોને હુકમ કરવા લાગ્યાઅરે દોડે ! પ્રયાણનો કે વગડા, ચતુરંગ લશ્કર તૈયાર કરે વિગેરે. રાજાનો આ હુકમ સેવકોએ માથે ચઢાવ્યો. પોતાના રાજાને આટલા બધા ચિંતામાં પડી ગયેલા જોઈ વિષયાભિલાષ મંત્રીએ કહ્યું “દેવ! મારા પ્રભુ ! આટલા બધા આવેશમાં આવી જવાનું કોઈ કારણ નથી. અરે એ બાપડ સંતોષ તે કેણુ માત્ર છે! એને તે કઈ પણ પ્રકારના આદરની જરૂર હોય? જે કેશરીસિંહ કપાળમાંથી મદના ઝરા નીકળતા હાથીઓના સમુદાયને લીલા માત્રમાં ચૂર્ણ કરી નાખે છે તે સિંહ શું હરણને મારી નાખવાની બાબતને અંગે પોતાના મનને કઈ પણ પ્રકારની ચિંતા આપતું હશે ? આપની પાસે એ બાપડાનું ગજુ શું છે? એની તાકત કેટલી છે? એના સંબંધમાં આપે જાતે જરા પણ તસ્દી શા માટે લેવી પડે છે?” મહારાજાએ કહ્યુંમિત્ર ! તારી વાત ખરી છે. પરંતુ આપણું માણસોને હેરાન કરીને એ પાપી સંતોષે મને ઘણે ઉશ્કેરી મૂક્યો છે તેથી જ્યાં સુધી એને મૂળમાંથી ઉખેડી મૂકીશ નહિ ત્યાં સુધી મારા મનમાં નિરાંત થશે નહિ.” મંત્રીએ કહ્યું- દેવ ! એ તો નજીવી બાબત છે. એમાં આપને આટલું બધું આવેશમાં આવી જવું જરૂરનું નથી. એ વાતમાં જ કાંઈ દમ નથી” આટલી મંત્રીની વાત સાંભળી એટલે રાગકેશરી રાજા કાંઈક સ્વસ્થ થયા. પછી વિજય મેળવવા માટે બહાર નીકળતી વખતે કરવા યોગ્ય ઉચિત ક્રિયાઓ કરવામાં આવી. પિતાની સમિપે સ્નેહ જળથી ભરપૂર પ્રેમબંધ નામનો સેનાનો કળશ સ્થાપન કર્યો, કેલિ જલ્પ ( આનંદ કિડા સૂચક) જય જય શબ્દની ઉોષણું કરાવી અને સુંદર વચનરૂપ મંગળ ગીતગાન કરાવ્યાં અને રતિકલહ નામની વીણા વગાડવામાં આવી; તેમજ શરીરે રંગ લગાડે, આભૂષણ પહેરવાં વિગેરે સર્વ બાબતો કરી લીધી. હવે રાજા રથ ઉપર સ્વારી
૧ શુભ પ્રયાણમાં મંગળકળશસ્થાપન, જયધ્વનિઉચ્ચારણ અને સધવા પાસે મંગળગીતગાન એ બહુ ફતેહસૂચક મનાય છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
સ્પર્શનમૂળશુદ્ધિ.
૩૯૧
કરવાને તૈયાર થયા ત્યાં તેઓને સાંભર્યું કે અરે ! આ બાબતમાં મેં પિતાશ્રીને તેા હજી કાંઇ પૂછ્યું પણ નથી ! અહા મારી કેટલી ભૂલ ! કેટલું આળસ ! અહા આ બાબત ઘણી સાધારણ અને નાની છે છતાં હું એમાં એટલા બધા વ્યાકુળ થઇ ગયો છું કે પિતાશ્રીને પગે પડવું જોઇએ એ વાત પણ હું વિસરી ગયા ! આ પ્રમાણે વિચાર કરીને પિતાને વંદન કરવા રાજા પાછે ચાલ્યા ’......
C
વિપાકે આટલી વાત મને કહી ત્યારે મેં તેને પૂછ્યું અરે ભાઇ વિપાક ! વળી આ રાગકેશરી રાજાનેા આપ પણ છે? રાગ કેશરીના તે કાણુ છે? ’ વિપાકે જવાબમાં કહ્યું ‘ અરે ભાઇ પિતા-મહામહ પ્રભાવ ! તું તે તદ્દન ભેાળા જણાય છે ! આ મહારાજા રાગકેશરીના પિતા અદ્ભુત કામાના કરનાર અને ત્રણ જગા જાણીતા મહામેાહુ નામે છે તે વાતની તને ખબર પણ નથી એ તેા ભારે નવાઇની વાત ! અરે સ્ત્રીઓ અને છેકરાઓ પણ એ વાત તેા જાણે છે. જો સાંભળ.....
“એ મહામહ આખા જગતને લીલા માત્રમાં ચકડોળે ચઢાવે છે. “ માટા મેોટા ચક્રવર્તી અને ઇંદ્રો જે જગત્ના રાજા ગણાય છે તે ፡ પણ તેના નાકર થઇને રહેલા છે. પેાતાના શુરાતન ઉપર મદાર “ આંધીને પ્રાણીએ બીજા સર્વની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે પરંતુ મહા
"C
માહુની આજ્ઞાનું ઉલ્લંઘન કોઇ જરા પણ કરી શકતું નથી. વેદાન્ત“ વાદીઓના સિદ્ધાન્તમાં જેવી રીતે કહ્યું છે કે પરમાત્મા સ્થાવર અને “ જંગમ-આખા જંગમાં વ્યાપક થઇને રહેલા છે તેવી રીતે મહા“ માહ પેાતાના વીર્યથી દ્વેષ વિગેરે રૂપાવડે સર્વ લોકોમાં વ્યાપક થઇને “ રહેલા છે. જેમ વેદાંતવાદીના મત પ્રમાણે જીવા વ્યક્તિ ભેદે પ્ર“ વર્તે છે અને પાછા પરમાત્મામાં લય પામી જાય છે તેવી રીતે એ
*
મહામાહુના પ્રતાપથી મદ વિગેરે બીજા સર્વ આ મહામેાહની “ આજ્ઞાનુસારજ પ્રવર્ત છે અને તેની અંદરજ પાછા સર્વ સમાઇ ፡ જાય છે–આથી એ મહામેાહ વેદાન્તવાદીઓના પરમાત્મા જેવાજ “ ખરાખર જણાય છે, કારણ કે તે સર્વવ્યાપી છે. પરમાર્થને સમ“ જનાર અને સંતાષથી થતું ખરૂં સુખ જાણનાર પ્રાણીએ પણ “ ઇંદ્રિયોના સુખમાં લલચાઇ જાય છે તે સર્વ મહામહને લઇનેજ “ થાય છે. સર્વ શાસ્ત્રો ભણીને
જે
પોતાની જાતને પંડિત માનતા
૧ તૈયાર થયા પછી પાછા જવું પડે તે અપશુકન ગણાય છે.
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ હોય છે તેવા માણસો પણ વિષયોમાં આસક્ત થઈ જાય છે તે સર્વ ચાળા કરાવનાર એ મહામહ જ છે. સર્વ કર્મોને જીતનાર જિદ્ર “ભગવાનના તવને જાણનારા પ્રાણુઓ પણ કષાયને વશ થઈ જાય છે “તેનું કારણ મહામોહનું શાસન જ છે. આવો સુંદર મનુષ્યજન્મ “(ભાવ) પામીને અને જૈન શાસન જેવું સુંદર શાસન પ્રાપ્ત કરીને પણ પ્રાણીઓ પિતાના ગૃહમાં આસક્ત થઈ સંસારમાં રખડ્યા કરે છે તેનું કારણ એ મહામહ છે. એ મહામહ કેઈથી આકુળવ્યાકુળ થયા વગર પોતાના વીર્યથી સર્વને ઓળંગી જઈને યતિભાવમાં રહેલા કેટલાક સાધુઓને પણ મહા હેરાનગતી આપે છે. ગંધ“હસ્તીની માફક તે મહામહ મનુષ્ય લકમાં, પાતાળમાં અને સ્વર્ગમાં “આનંદથી સર્વત્ર વિલાસ કરે છે. ગાઢ મિત્રતાને યોગે પૂર્ણ વિશ્વાબસમાં વર્તતા મિત્રોને જે મિત્ર છતાં ઠગે છે-વંચના કરે છે તેનું કારણ “મહામોહજ છે. કુળવાન સ્ત્રીઓ પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખ“નાર પતિને તજી દઈને પરપુરુષ સાથે રમણ કરે છે તેનું કારણ
આ મહામોહ છે. પિતાના ઉત્તમ કુળની વિશુદ્ધ મર્યાદા મૂકી દઈને કેટલાક પ્રાણુઓ પરદાર સાથે રમણ કરે છે તેનું કારણ પણ એ “મહારાજા મહામહ છે. જે ગુરુના પ્રતાપથી પોતે ગુણનું ભાજન “થયા હોય છે તેજ અધમ પ્રાણીઓ પાછા પોતાના ગુરૂને પ્રતિકૂળ
થઈ બેસે છે તે આ મહામોહને વશ પડવાથી થાય છે. વળી “કેટલાક પ્રાણીઓ ચોરી વિગેરે આર્ય પુરુષોને નહિ કરવા યોગ્ય કામ કરે છે અને તેમ કરવામાં આનંદ લે છે તે સર્વને પ્રવર્તક-ચાલક
એ મહામહ છે. એ મહામહ રાજા જેને આ લાંબો ( ઉન્નત) અહેવાલ છે તેણે આખી દુનિયાનું પરિપાલન કર્યા પછી એક વખત વિચાર કર્યો કે પોતે તે હવે ઘણો વૃદ્ધ થયો છે તેથી પોતાના રાજ્યનો ભાર પિતાના પુત્રને આપ તે ઠીક છે કારણ કે પોતે બાજુમાં રહ્યો રહે પણ પોતાના બળથી રાજ્ય સંભાળવાને પૂરતી રીતે શક્તિમાન છે. આ વિચાર કરીને મહામહ રાજા પિતાનું સર્વ રાજ્ય પિતાના મેટા પુત્ર રાગકેશરીને આપીને પોતે હવે આરામ લે છે અને રાજ્ય સંબંધી
૧ સાધુ દશામાં મેહનું જોર ઓછું હોવું જોઈએ, છતાં એ એટલો પ્રબળ છે કે કોઈ કઈ સાધુઓને પણ હેરાન કરીને તેના ઉપર તે પોતાનું જોર ચલાવે છે.
૨ મોહનું જોર-દેવ, નારક, તીર્થંચ અને મનુષ્ય-સર્વ પર ચાલે છે. ગંધહસ્તી જેમ સર્વત્ર વિલાસ કરે એમ તે ત્રણ લોકમાં ફર્યા કરે છે અને લહેર કરે છે.
૩ ગુરુના પ્રતાપથી દેશયાગ-સર્વત્યાગ કરે છે અને પાછા પતિત થઈ જાય છે તેઓનું આ વર્ણન છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]. સ્પર્શનમૂળશુદ્ધિ
૩-3 બહુ ચિંતા કરતો નથી. એમ છતાં પણ આ આખી દુનિયા એ મહાત્માના પ્રભાવથી જ ચાલે છે. આવડા મોટા જગતને ચલાવનાર અને તેનું પરિપાલન કરનાર એના સિવાય બીજો કેણ હોઈ શકે? મહામોહ રાજા આવાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં અદભુત કામ કરનારે છે અને ત્રણ લોકમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલો છે તેના સંબંધમાં તારે આટલું પણ પૂછવું પડ્યું એ ભારે નવાઇની વાત છે.”
મ (પ્રભાવે ) પૂછયું “ભાઈ ! તારે મારા ઉપર ગુસ્સો ન કરો. હું તે મુસાફર છું, મેં અગાઉ મહામોહરાજાનું નામવિગેરે તો સાંભળ્યાં હતાં, પણ તે બધું સાધારણ રીતે જાણ્યું હતું, પરંતુ એ રાગકેસરીનો પિતા થાય છે એવી વાત તે જાણું નહોતી. આટલું બધું અંધારું હતું તે તારા ખુલાસાથી દૂર થયું. આ પ્રમાણે હકીકત છે તેથી તે જે વાત શરૂ કરી હતી તેને બાકીનો ભાગ પણ તારે મને કહેવો જોઈએ જેથી મારા સમજવામાં આખી હકીકત આવી જાય ......... વિપાકે પોતાની વાત આગળ ચલાવી ત્યાર પછી રાગકેસરી રાજા
પિતાના પિતા મહામોહ નરેન્દ્રની સન્મુખ ગયા. ત્યાં મહામોહ તેણે પિતાના પિતા (મહામહ)ને જોયો–તેને તમારા વર્ણન. નામની બે લાંબી ભમરો હતી, અવિદ્યા નામનું ઘર
થર થતું સુકલ લકડી જેવું અને ઘડપણને લીધે તદ્દન જીર્ણ થયેલું શરીર દેખાતું હતું અને તે મહારાજા તૃષ્ણ નામની વેદિકા ઉપર નાખેલા વિપર્યાસ નામના સિંહાસન ઉપર બેઠા હતા. રાગકેસરી પિોતાના હાથ અને મરતક ભૂમિ પર મૂકીને પિતાના
પગમાં પડ્યા. મહામહ પિતાએ પુત્રને બોલાવ્યો મહામોહની એટલે તે જમીન પર બેઠે. પિતાએ તેને આસન તૈયારી. અપાવ્યું. પિતાના પ્રેમવચનથી તે આસન ઉપર રાગ
કેસરી બેઠે. રાગકેસરીએ પોતાના પિતાની તબિયતના કુશળ સમાચાર પૂછયા અને ત્યાર પછી પોતાને ત્યાં આવવાનું શું
૧ મહામહનાં અત્ર ચારે લક્ષણો બતાવ્યાં છે. એના બ્રમર અજ્ઞાન-અંધકારમય છે એ મિથ્યાત્વ સૂચવે છે; એનું શરીર અવિદ્યામય છે એ પણ જ્ઞાનાવરણયની બહળતા બતાવે છે; એની વેદિ તૃણની છે જે મોહનું ખાસ લક્ષણ છે અને વિ૫ર્ચાસ-રૂપાંતર જ્ઞાન, દલટું જ્ઞાન એ તેનું આસન છે. અજ્ઞાન અવિધા, તૃષ્ણ અને વિપર્યાસ એ ચાર શબ્દમાં મહામોહનું સ્વરૂપ બરાબર સમજી શકાય છે.
પs
Page #435
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ કારણ બન્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું. મહામેહ પિતાએ સર્વ વાત સાંભળી. પછી તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ.
મહામોહ–પુત્ર ! જીર્ણ વસ્ત્રની પેઠે હવે મારે માટે છંદગીને છેવટ ભાગ બાકી રહેલો છે. જેમ હાથીના બચ્ચાને કે ઊંટને ખાસ થઇ હોય તો તેની પાસે જેટલું કામ લઈ શકાય તેટલું લઇ લેવું એ વ્યવહારૂ ગણાય, તે જેટલું કામ આપે તે લાભમાં લેખું ગણાય, તેમ મારા ખરખર બેરડી જેવા શરીરનો જેટલે લાભ લેવાય તેટલો સારો તેટલા માટે હું હયાત છું ત્યાં સુધી તારે લડાઈ માટે પ્રસ્થાન કરવું યોગ્ય નથી. આ મેટું વિસ્તારવાળું રાજ્ય છે તેના ઉપર તારા મનમાં કેઇ પણ પ્રકારની શંકા રાખ્યા વગર રાજ્ય કર અને તારે જે કાર્ય કરવાનું છે તે હું સાધી દઇશ.” - રાગકેસરી–(કાન બંધ કરીને) “પિતાજી! આપ આવું બોલે નહીં, એવી વાત કરે નહિ, અમંગળ સર્વ શાંત થઈ જાઓ ! આપનું શરીર અનત કાળ સુધી ચાલો! હું તો આપના શરીરને કેઈ પણ પ્રકારની બાધા–પીડા ન થાય એમાંજ સંતોષ માનનાર આપને નોકર માત્ર છું તેથી આપ આવા પ્રકારની આજ્ઞા મને ન કરે! આપની પાસે આ બાબતમાં વારંવાર વધારે શું કહેવું? હું શત્રુને હરાવવા માટે જઉં છું. આપ મને આજ્ઞા આપ !'
મહામહ-પુત્ર! આ બાબતમાં તો મારેજ જવું પડશે, તને તો હું અહીં રાજ્યમાં રહેવાની આજ્ઞા કરું છું.”
આ પ્રમાણે બલીને મહામોહ રાજ ઊભા થયા. મહામેહ પિતાનો આ સંબંધમાં આટલો બધો દઢ આગ્રહ જોઈ રાગકેસરીએ કહ્યું
આપની જે એજ પ્રમાણે કરવાની ઈચ્છા અને આશા છે તો પછી આપની પાછળ હું પણ આવીશ. આપ એ સંબંધમાં તો મને કઈ પણ પ્રકારની અટકાયત કરશે નહિ એમ હું ધારું છું.”
મહામહ-ભલે, એમ કર. હું તો એક ક્ષણ વાર પણ તારે વિરહ સહન કરી શકે તેમ નથી. માત્ર આ કામ બહુ મોટું અને જબરજસ્ત હોવાથી મારે એકલાએ જવું એમ મેં જણાવ્યું હતું, પરંતુ તે સાથે આવવાની માગણી કરી છે તો તે બહુ સારી વાત છે.”
રાગકેસરી–બહુ મોટી કૃપા થઈ !'
૧ અહીં મૂળમાં પશ્ચિમ ધાવ” શબ્દ વાપર્યો છે. ધોબીને તદ્દન જીર્ણ અથવા અધેવું કપડું છેલ્લી વાર જોવા આપવામાં આવે ત્યારે તેને કહેવાય છે કે મા તેની છેલ્લી ધોણ છે તે અર્થમાં વાવ શબ્દ અહીં વાપર્યો છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ
૩૯૫ ત્યાર પછી રાગકેસરી મહારાજાએ પોતાની સાથે આવનારા બીજા રાજાઓને પણ ખબર આપી દીધા કે “પિતાજી મહાનરેન્દ્ર રાજા મહામહ પણ સાથે જ કુચ કરવાના છે.” આ હકીકત સાંભળીને એમનું આખું લશ્કર બહુ જુસ્સામાં આવી ગયું. પછી પોતે મહામહ નરેન્દ્ર, રાગકેસરી રાજા, વિષયાભિલાષ વિગેરે સર્વ મંત્રી અને સામતો. સર્વ પ્રકારના લશ્કરને સાથે લઈને સંતોષ નામના ચેરનો નિગ્રહ કરવા માટે ચાલી નીકળ્યા છે એ હકીકતથી આખું રાજસચિત્ત નગર દોલાયમાન થઈ ગયું છે અને આ મેટા કેળાહળના શબ્દો સંભળાય છે તે એ લશ્કરના પ્રયાણ કરવાનો અવાજ છે. એ મહારાજા અને રાજા બહાર નીકળી પડ્યા છે તેને આ હેતુ છે. તને એ હકીકત જાણવાનું બહુ કૌતુક હતું તેથી એ સર્વ વાત મેં તને કહી સંભળાવી. નહિ તો અમારે એકદમ પ્રયાણ કરવાનું હોવાથી મારે એક શબ્દ પણ બોલવા જેટલી ફુરસદ નથી, કારણ કે લશ્કરની પ્રથમ પંક્તિમાં સર્વની આગળ પ્રયાણ કરનારાઓના નાયક તરીકે મારી નીમણુક થઈ છે.”
બોધની પાસે રિપોર્ટ રજુ કરતા પ્રભાવ કહે છે કે વિપાકની આટલી વિસ્તારયુક્ત હકીકત સાંભળી તેને આભાર દર્શાવતા મેં (પ્રભાવે ) કહ્યું “આર્ય ! મારે આ બાબતમાં તમારે શું બોલીને
આભાર દર્શાવ? સજન પુરુષે હમેશાં પરોપ વિપાકને કાર કરવામાંજ તત્પર હોય છે, જ્યારે એ સજજન આભાર. પુરુષ પારકાનું ભલું કરવા તૈયાર થાય છે ત્યારે
પોતાનું કામ ભૂલી જાય છે અથવા તેને ગૌણ કરી નાખે છે, પોતાને હાથે પેદા કરેલા પૈસાને પારકાને માટે વ્યય કરે છે, અનેક પ્રકારનાં દુ:ખે પારકાને માટે સહન કરે છે. પિતાની જાતને ગમે તેટલી આપત્તિઓ સહન કરવી પડે તેની દરકાર કરતા નથી, પિતાનું માથું પણ આપે છે અને પિતાને જીવ પણ જોખમમાં મૂકે છે અને પારકાનું કામ તે ખુદ પોતાનું જ કામ હોય એમ અંત:કરણથી માનીને કામ કરે છે. મારાં આવાં વચન સાંભળીને વિપાક રાજી થયે, મારી તરફ પિતાનું મસ્તક જરા નમાવ્યું અને પિતે જાય છે એમ બોલતો મને પ્રણામ કરીને વિપાક ત્યાંથી વિદાય થયો.
પિતાની વાત બેધ સમક્ષ આગળ ચલાવતો પ્રભાવ કહે છે – ( ૧ આ હકીકત તદ્દન યોગ્ય છે. વિપાકને જ્યારે ઉદય થાય એટલે પરિપાક દશામાં કર્મો આવે ત્યારે સત્તામાંથી ખેંચાઈને ઉદયમાં આવે છે જે હકીકતપર આ રૂપક છે, વિપાકને તેટલા માટે પ્રથમ હરોળમાં જ રહેવું પડે છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
આપ સાહેબે મને જે કામ સોંપ્યું હતું તે લગભગ સિદ્ધ થઇ ચુક્યું હતું, કારણ કે આપના હુકમ હતા કે મારે સ્પર્શનના મૂળની શોધ કરીને આપની પાસે સર્વ હકીકત નિવેદન કરવી. એ વિપાકે સ્પર્શન વિગેરેના જે ગુણા ગણાવ્યા હતા તે આપણા સ્પર્શનમાં સર્વ બંધબેસતા આવે છે, એ વાતના મને પેાતાને પણ બરાબર અનુભવ થઇ ગયા છે. તેટલા માટે વિપાકે જે પાંચ પુરુષ (સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર ) એ સંતાયને જીતવાને મેકલવામાં આવ્યા હતા એમ કહ્યું હતું, તે પાંચ પૈકી આ સ્પર્શન પ્રથમ પુરુષ છે. આથી તેના મૂળની શાધ તે બરાબર મળી આવી; પરંતુ પેલા સંતાયની વાતમાં જે ગોટાળા થયા છે તેની હજી સુધી મને બરાબર સમજણ પડી નથી. પરંતુ મને એમ લાગે છે કે એ સંતાષ તે પેલા રસદાગમનાજ કાઇ નેાકર હોવા જોઇએ. જો એમ ન હેાય તેા તેા આગળ પાછળ વાતમાં જરૂર કાંઇ વિધ આવી જાય. પરંતુ મેં વિચાર્યું કે આટલા બધા વિચાર કરવાની શી જરૂર છે? મારા સ્વામી ( શેઠ ) બેધ પાસે જઇને આ સર્વ હકીકત નિવેદન કરીશ, એટલે તે સર્વ હકીકત યાગ્ય રીતે જાણી શકશે. મારા મનમાં જે ગોટાળા થયા છે તે એટલાજ છે કે અહીં ભવજંતુને સદાગમે નિવૃત્તિ નગરીમાં મેકલ્યો એમ વાત થઇ હતી અને ત્યાં રાગકેસરી રાજા પાસે એમ ફરિયાદ આવી કે સંતાષ નામનેા ચાર અધા માણસોને નિવૃત્તિ નગરીમાં ઉપાડી જાય છે-આટલા ફેર પડ્યો છે. હવે આ હકીકત સાંભળીને આપસાહેબને યાગ્ય લાગે તેમ હુકમ ફરમાવે. ૧
1,
૩૯૬
ખાધના રિપેર
પ્રભાવના આભાર.
આ પ્રમાણે પ્રભાવે લંબાણુ રિપાર્ટ કર્યો તે સાંભળી મેાધ મહુ રાજી થયા. પછી તેએ અન્ને એકસાથે રાજકુમારી મનીષી પાસે આવ્યા અને પ્રભાવે સ્પર્શન સંબંધી જે વિગતવાર હકીકત મેળવી હતી તે સર્વ તેઓએ કુમારને કહી સંભળાવી. રાજકુમાર મનીષિ આ સર્વ હકીકત સાંભળી બહુ રાજી થયા અને તેણે પ્રભાવના આટલી બધી તસ્દી લેવા માટે સારી રીતે આદરસત્કાર કર્યો.
111A
૧ આ પ્રમાણે પ્રભાવે જે રિપે। પૃ. ૩૮૫૫૨ આપવા શરૂ કર્યાં હતા તે અહીં પૂરા થયા. આ સર્વ વાત વિટ્ટર કુમાર મંદિવર્ધન પાસે કરે છે તે પૃ. ૩૭૩ થી શરૂ થઇ છે. આખી હકીકત સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે તે બીજા પ્રસ્તાવથી ચાલુ છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન
સંતેષ સંબંધી ખુલાસા.
પ્રકરણ ૫ મું. સ્પર્શનની યાગશક્તિ.
~
ભાઇ મનીષિ ! તેની સાથે એક બીજો પણ હતા, પણ હવે એ વાત જ જવા દે ને. મને તે પાષી ક્રૂર કર્મ કરનારની એટલી બધી બીક લાગે છે કે હું તેનું નામ પણ બાલી શકતેા નથી. પેલા સદાગમ તે ભવજંતુને ઉપદેશજ માત્ર આપતા હતા પણ મને અનેક પ્રકારની કદર્થના કરનાર તે તે સદાગમના જ એક સેવક ( અનુચર) હતા જે મહાઘાતકી કામ કરનાર હતા અને જે અનેક પ્રકારની પીડા કરી મને દુઃખ દેતા હતા અને તે જ અનુચર ભવજંતુની પાસે મારાથી ઉલટું સર્વ કરાવતા હતા અને તેને મારી સાથે રૂસણાં લેવરાવતા હતા. એ પાપી અનુચરે મારા મિત્ર ભવજંતુને શરીરપ્રાસાદમાંથી અહાર કાઢીને નિવૃત્તિ નગરીમાં પહોંચાડી દીધેા. આવી સર્વ બાબતેા બની તે સર્વનું કારણ એ અનુચરજ હતેા, બાકી સદાગમ તેા માત્ર ઉપદેશ દેવાનેાજ ધંધા કરતા હતા.”
ક દિવસ મનીષિ અને સ્પૉન સાથે બેઠા હતા તે વખતે લાગ જોઇને મનીષિ કુમારે સ્પર્શનને સીધા સવાલ કર્યો “ અરે ભાઇ સ્પર્શન ! તને તારા પરમ પ્રિય મિત્ર ભવજંતુની સાથે પેલા સદાગમેજ વિરહ કરાવ્યો કે તે વખતે બીજો કોઇ પણ તેની સાથે હતા ? ” સ્પર્શનને સંતાષને માટે ભય
મનીષી...પણ ભાઇ ! એ અનુચરનું નામ શું હતું તે તે કહે.” સ્પર્શન- મેં આપને હમણાજ કહ્યું કે મને એ પાપીને એટલે
૧ સંતેાષનું આ ધાતકીપણું સ્પર્શનની નજરથી સમજવું,
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૩ બધે ધાક લાગે છે કે હું તેનું નામ પણ હજુ સુધી બેલી શકતો નથી. વળી મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે તે મહાપાપી માણસ છે તેથી એનું નામ લેવાનું શું કામ છે? પાપી માણસની કથા કરવાથી પાપ વૃદ્ધિ પામે છે, આબરૂને દૂષણ લાગે છે, લધુતા પ્રાપ્ત થાય છે, મનમાં ઉલટા સુલટા વિચારો આવે છે અને ધર્મબુદ્ધિનો ક્ષય થાય છે.”
મનીષી—“તારી વાત તો ખરી છે, પણ મને તેનું નામ સાંભળવાનું મોટું કૌતુક થયું છે; વળી જ્યાં સુધી હું તારી પાસે છું ત્યાં સુધી તારે એ અનુચરને કે બીજા કેઈને ભય રાખવાનું જરા પણ કારણ નથી. વળી માત્ર કેઇનું નામ દેવામાં જ કાંઈ પાપ લાગતું નથી. અગ્નિ” એટલે શબ્દ બોલવાથી કાંઈ મ્હોંમાં દાહ-બળતરા થતી નથી, માટે તેનું નામ તું મને જરૂર જણાવ.”
મનીષીને આટલે સખ્ત આગ્રહ જોઈને સ્પર્શને બીકથી દશે દિશાઓમાં ગભરાટમાં પડીને જોવા માંડ્યું અને પછી ધીમે સાદે કહ્યું “ભાઈ ! જે એમજ છે તે સાંભળ. એ પાપીનું નામ સંતોષ છે.”
મનીષીને વિચાર પૂર્વક આત્મનિર્ણય. મનીષીએ હવે પિતાના મનમાં વિચાર કર્યો–ખરેખર! સ્પર્શનની મૂળશે જે પ્રભાવે કરી હતી તે બરાબર જણાય છે. સંતોષ સંબંધી હકીકત તેણે કરેલી શોધ સાથે બરાબર મળતી આવતી નહોતી તે પણ હવે બંધબેસતી આવી ગઈ. આ સ્પર્શનને પરિચય વધારે સારે નથી એમ પ્રથમથી જ મેં ધારણું કરી હતી તે બહુ સારું થયું, કારણ કે તેને વિષયાભિલાષ મંત્રીએ લેકેને છેતરવા માટેજ મોકલ્યો છે અને તે કામ કરવા સારૂ જ તે જ્યાં ત્યાં ફર્યા કરે છે. આ પ્રમાણે હોવાથી તે કઈ પણ રીતે સેબત કરવા યોગ્ય નથી એમ મનમાં નિશ્ચય થાય છે. એનાં લક્ષણજ સારાં જણાતાં નથી તે પણ એને અત્યાર સુધી મિત્ર તરીકે ગ્રહણ કરીને તેના ઉપર મેં બહારથી–ઉપર ઉપરથી સેહભાવ બતાવ્યું છે અને તેની સાથે ઘણો કાળ ક્રીડા પણ કરી છે તેથી તેને એકદમ વખતવગર છોડી દેવો એ તો યોગ્ય નહિ ગણાય; પણ હવે હું તેનું સ્વરૂપ બરાબર જાણી ગયો છું તેથી મારે તેને બહુ વિશ્વાસ તો કરવો જ નહિ, તેની અનુકૂળતા પ્રમાણે સર્વ આચરણું કરવી નહિ, મારું આત્મસ્વરૂપ તેને સોંપી દેવું નહિ, મારી ખાનગી વાત તેને કહી દેવી નહિ, તેમજ તેને હું માત્ર ઉપર ઉપરથીજ ચાહું છું એ હકીકત પણ તેને જાણવા જેવી નહિ; કારણ કે તે
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫] સ્પર્શનની યોગશક્તિ.
૩૮૯ સ્વભાવે બહુ વિચિત્ર છે. તેની સાથે હાલ તે કાળક્ષેપ કરવો અને અગાઉ જેવું તેની સાથે વર્તન રાખતો હતો તેવું જ બહારથી તો તેની સાથે વર્તન રાખવું, અગાઉની પેઠે જ તેની સાથે સંબંધ રાખીને સર્વત્ર ફરવું, તે જે જે કામ કરવાનું સૂચવે તેમાંથી આત્મિક પ્રયજનને બગાડે તેવું ન હોય તે કરવું અને જ્યાં સુધી મારાથી તેનો સર્વથા ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી તેની સાથે એ પ્રમાણે વર્તવું; પણ તેની સાથે પૂરતા પ્રેમથી અંતઃકરણપૂર્વક જોડાણ તે નજ કરવું. આ પ્રમાણે જે હું તેની સાથે વર્તીશ તો તે મને કઈ પણ પ્રકારની બાધા–પીડા ઉપજાવી શકશે નહિ-મનીષીએ પોતાના મનમાં આવી રીતે નિર્ણય કર્યો. ત્યાર પછી સ્પર્શન અને મનીષી ચિત્રવિચિત્ર સ્થાનોમાં અગાઉની માફકજ વિલાસ કરતા ફરવા હરવા લાગ્યા અને કાળ પસાર કરવા લાગ્યા.
સંસારમાં સારભૂતને સવાલ; મનીષીને કૌતુક, બાળની આસક્તિ;
સ્પર્શને બતાવેલ યોગછળની અસર. એક દિવસ પિતાના મિત્રમંડળમાં સ્પર્શને વાતચીત શરૂ કરી. તેણે કહ્યું “અરે ભાઈઓ ! લેકેમાં સારભૂત શું છે? સર્વ પ્રાણુઓ શેની અભિલાષા કરે છે?”
બાળ—“મિત્ર ! એમાં સવાલ કરવા જેવું શું છે? એ તો બહ જાણીતી વાત છે અને બધા તે વાતને સારી રીતે સમજે છે.”
સ્પર્શન–“ ત્યારે કહોને, તે શું છે?” બાળ-“મિત્ર ! તે સુખ છે.”
સ્પર્શન–૧ તેમજ છે તો પછી દરરોજ તેની સેવા શા માટે કરવામાં આવતી નથી?”
બાળ–“તેની સેવા કરવાને ઉપાય શું છે અને તેની મારફત તે થાય તેમ છે?”
સ્પર્શન–“હું પોતે જ તેને ઉપાય છું.” બાળ–“તે કેવી રીતે ?”
સ્પર્શન–“મારામાં યોગશક્તિ છે તેના વડે હું પ્રાણીના શરીરમાં પેસીને બહાર અથવા અંદર કઈ જગ્યાએ ચામડીમાં છુપાઈને
૧ આ
સ્પર્શનનો વિષય છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૦૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
બેસી જાઉં છું; ત્યાર પછી તે પ્રાણીઓ ભક્તિપૂર્વક મારૂં ધ્યાન કરે, કેમળ અને સુંદર સ્પર્શની સાથે સંબંધ કરે, તો તેથી તેઓને એવું સારૂં સુખ મળે છે કે જેને કોઇ અન્ય સુખની ઉપમા જ આપી શકાય નહિ. તેટલા માટે સુખસેવનના ઉપાય હું પોતેજ છું. હવે તમે તે વાત બરાબર સમજ્યા ? ”
આટલી હકીકત સાંભળીને મનીષીએ પેાતાના મનમાં વિચાર કરી લીધેા કે આ સ્પર્શને અમને છેતરવાના પ્રપંચ અત્યારે બરાબર આદર્યો છે, પણ કાંઇ નહિ, જોવા તેા દે, તે ભાઇશ્રી હવે શું કરેછે ! માળ—“ અરે મિત્ર ! જો એમ હતું તે પછી અમારે આટલા અધા વખતથી તારી સાથે સંબંધ છે છતાં તે વાત તે અમને આજ સુધી એક પણ વખત કેમ જણાવી નહિ ? તેં ખરેખર અમને અત્યાર સુધી છેતર્યા ! અમે તેટલે અંશે કમનશીબ રહ્યા! કારણ કે સુખ પ્રાપ્ત કરવાને આવા સારા ઉપાય હસ્તગત હોવા છતાં પણ અત્યાર સુધી અમે સુખ વગરના રહી ગયા. તારી પાસે આવી જબરી ચેોગશક્તિ છે છતાં તેને તું પ્રગટ કરતા નથી અને અમારી પાસે તે સંબંધી વાત પણ કરતા નથી તે તેા તારી બહુ ગંભીરતા કહેવાય! પણ હવે તેા કૃપા કરીને અમને એ હળ બતાવ, તારી ચાગશક્તિને વિકસ્વર કર અને અમને સુખ પ્રાપ્ત કરવાના હેતુભૂત ખરાબર થઇ જા. અમને તારી યાગશક્તિ જોવાનેા અને તેને અનુભવ કરવાના પ્રસંગ મળ્યું છે તેના ખરા લાભ અમને આપ. ’
“ કેમ મારી શક્તિ હું બતાવું? ” એ પ્રમાણે મનમાં જરા સંદેહ પૂર્વક એક દૃષ્ટિમાણુ મનીષી તરફ ફેંકીને સ્પર્શને મનીષીને સવાલ કર્યાં. ખાળે જેવી ઇચ્છા બતાવી તેવીજ ઇચ્છા મનીષીની પણ હશે કે નહિ તે જાણવાના ઇરાદાથી એ સવાલ સ્પર્શને કર્યો હતેા. મનીષીને પણ શું થાય છે તે જોવાનું કુતૂહળ થયું, તેથી તેણે જવામમાં જણાવ્યું “ ભાઇ ! મળે તમને જે પ્રમાણે કરવા કહ્યું છે તે પ્રમાણે કરો. એમાં વિચાર કરવા જેવું કે વિરોધ બતાવવા જેવું શું છે ? ”
મનીષીને આ પ્રમાણે જવાબ સાંભળીને સ્પર્શને પદ્માસન
૧ ચેાગી ધ્યાન કરે છે ત્યારે આ પ્રમાણે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા વિગેરે કરે છે. એવીજ રીતે સંસારી પ્રાણીએ સ્પર્શન કે બીજી કાઇ પણ ઇંદ્રિયમાં આસક્ત થાય છે ત્યારે એવીજ એકાગ્રતા કરે છે. જરા ખારીક અવલેાકન કરવાથી એ વાત જણાઇ આવશે. વિષય સેવતી વખત યાગધ્યાનના જેવીજ એકતા થાય છે; માત્ર આશયમાંજ મેટા તફાવત હેાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
સ્પર્શની યાગશક્તિ.
૪૦૧
કર્યું, શરીરને સ્થિર કર્યું, અહારની કોઇ પણ મામત તરફ ખેંચાતા મનના વિક્ષેપને દૂર કર્યાં, આંખને નિશ્રળ કરી નાકના અગ્રભાગ તરફ બરાબર અનિમેષપણે સ્થાપન કરી, મનને હૃદયકમળ પર સ્થિર કર્યું, ધારણા ખરાખર સ્થિર કરી, ધારણામાં જે વિષય ધાર્યો તેના તરફ બરાબર એકતાન લગાવ્યું, ધ્યાન લગાવ્યું, ઇંદ્રિયની સર્વ વૃત્તિઓને રૂંધી દીધી, પાતે તદ્દન સ્વરૂપશૂન્ય હોય એવેશ થઇ ગયા ( આ સમાધિનું લક્ષણ છે), સમાધિ કરી, અંતર્ધાન કરવાના હેતુભૂત આત્મસંયમ બરાબર કર્યો, અંતર્ધાન બરાબર કર્યું . ( એટલે પોતે અદૃશ્ય થઇ ગયા ), મનીષી અને માળના શરીરમાં તે પેઠા, તેના શરીરમાં પાતાને જે પ્રદેશ બહુ પસંદ હતા ત્યાં સ્થાન કર્યું, તે વખતે ખાળ અને મનીષીના મનમાં તેણે અત્યંત નવાઇ ઉપજાવી, અને બન્નેના મનમાં કામળ સ્પર્શે પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગૃત કરી.
પ્રકરણ ૫]
યોગશક્તિના
પ્રભાવ.
સ્પર્શનની યોગશક્તિની જૂદી જૂદી અસર.
એવી રીતે સ્પર્શન પેાતાની યોગરાક્તિ બતાવી શરીરમાં દાખલ થયા એટલે ખાળ સુંવાળી પથારીએ, સુંદર આરામખુરશીઓ, કામળ વસ્ત્રો, હાડ માંસ ત્વચા અને રેમને સુખ આપનાર મર્દના, સુંદર લલિત લલનાઓ સાથે વારંવાર વિષયસુખના ઉપભાગ, ઋતુથી ઉલટાં વીર્યવાળાં વિલેપના અને ખીજા સર્વ પ્રકારનાં શરીરને પ્રિય લાગે તેવાં સ્માન અને ઉદ્ધૃર્તન વિગેરેમાં આસક્ત થઇ ગયા. જેવી રીતે કાઇને ભસ્મક વ્યાધિ થયેા હાય તેને ગમે તેટલું ખાવાનું તથા પીવાનું આપવામાં આવે તે સર્વ તે ખાઇ પી જાય છે તેવી રીતે તે ખાળ એ
આળઉપર ૫રીનનું યાગબળ.
૧ ઉલટાં વીયૅવાળાં વિલેપનઃ શિયાળામાં ગરમ વિલેપને કરવાં ( ઉષ્ણવીર્ય ), ઉન્હાળામાં ઠંડાં વિલેપને કરવાં ( શીતવીર્ય )—આ રિવાજ ઘણા જાણીતા છે. ઋતુની અસર શરીરપર ન થાય તે સારૂ તેમ કરવામાં આવે છે.
૨ ઉર્તનઃ શરીરપરથી તૈલાદિની અસર કાઢી નાખવા માટે લગાડવામાં આવતા લેપને ઉદ્ધૃતૅન કહે છે.
૩ ભસ્મકવ્યાધિઃ ગમે તેટલું ખાય પણ ભુખ મટે નહિ અને દસ્ત પણ ખારાકના પ્રમાણમાં આવે નહી એ વ્યાધિને ભસ્મક' કહે છે. આ વ્યાધિવાળા ગમે તેટલું ખાય તે સર્વ ભસ્મ થઇ જાય છે અને નવું નવું ખાધા કરે છે, પણ ધરાતા નથી.
પ
Page #443
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૪૦૨
[ પ્રસ્તાવ ૩
કામળ શયન વિગેરે સર્વ વસ્તુને અતૃપ્તપણે ખૂબ ભોગવવા લાગ્યા. બિચારા બાળ તેા એ કોમળ સ્પર્શના વિષયામાં એટલે બધે ફસી ગયા કે તેના સંબંધમાં અનેક પ્રકારની તજવીજ કર્યા છતાં તેના મનમાં કિંચિત્ માત્ર પણ સંતોષ થયોજ નહિ અને તેને પરિણામે તેના મનની શાંતિ ઉલટી ચાલી ગઇ. જેમ કોઇ પ્રાણીને ખસ-ખુજલી થઇ હોય અને તેના પર ચળ આવવાથી ખણવામાં આવે ત્યારે જરા ઉપર ઉપરથી સુખ લાગે પણ આખરે શારીરિક દુઃખજ થાય તેવી તે આપડાની સ્થિતિ થઇ ગઇ. છતાં પણ શુદ્ધ વિચારને અભાવે અને વસ્તુસ્થિતિના દુર્લક્ષ્યને લીધે જ્યારે જ્યારે સુંદર શય્યા વિગેરેના ઉપભોગ કરે ત્યારે ત્યારે તેને વિચાર આવે કે અહા ! મને કેવું સુંદર સુખ છે! અહા મને કેવે! મજાને આનંદ થાય છે! આવી જાતના વિચારથી મનમાં ફુલાયા કરે અને એવી ખોટી ભાવના ભાવીને પોતે ાણે પરમ સુખ ભાગવતા હોય એમ માની લઇ નકામેા સાંતરમાં અવગાહન કરે અને તેવા સુખમાં` લીન થઇ જાય.
મનીષી એથી ઉલટી રીતે જ્યારે જ્યારે તેને કોમળ શય્યા વિગેરેની ઇચ્છા થઇ આવે ત્યારે ત્યારે પેાતાના મનમાં વિચાર કરે કે અહે! અત્યારે મને જે વિકાર થાય છે તે સ્પર્શને કરેલા વિકાર છે, તે કાંઇ સ્વાભાવિક ઇચ્છા નથી. એ સ્પર્શન મારા ખરેખરો કટ્ટો દુશ્મન છે અને એ બાબતને મેં મારા મનમાં પાક્કો નિર્ણય કર્યો છે, અને એ નિર્ણય જો બરાબર સાચા હાય તેા પછી તે મારા સુખનું કારણ કેવી રીતે થઇ શકે ? આવી રીતને વિચાર કરીને સ્પર્શનને અનુકૂળ આવે એવું કોઇ પણ પ્રકારનું આચરણ કરે નહિ. વળી તેની સાથે દાસ્તી થયેલી છે તેા તેને તદ્દન ખોટું લગાડવું ન જોઇએ અને તેની મિત્રતા છોડી દેવા માટે હજી થોડો વખત રાહ જોવાની જરૂર છે એમ ધારી સ્પર્શનને અનુકૂળ કોઇ કોઇ પ્રવૃત્તિ જરા મનીષી કરી લે, પરંતુ તેમાં તે જરા પણ વૃદ્ધિ રાખતા ન હેાવાને લીધે તેમજ સંતેષામૃત વડે તેનું મન સ્વસ્થ થયેલું હાવાને લીધે, જેમ રોગરહિત શરીરવાળા સુંદર ભાજન પચી શકે તેવું અને તેટલું ખાય ત્યારે તેને જેમ સુખ થાય તેમ, પેલા શયન
મનીષી ઉપર ૫સેનનું યોગબળ
૧ સંસારમાં પ્રાણીએ આવીજ રીતે માનેલાં સુખના ધરડકા ખેાટી રીતે લીધા કરે છે. વસ્તુતઃ સુખ ન હેાય તેમાં સુખ માની તેની પાછળ દોડ્યા કરે છે અને હેરાન થાય છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સ્પર્શનની ચેાગશક્તિ.
વિગેરેના ઉપભાગ તેને સુખ ઉપજાવતા હતા. વળી એ સુજ્ઞ મનીષી માળની માફક એ શયનાદિકસાથે પ્રેમપૂર્વક મૈત્રી કરતા નહાતા તેથી ભવિષ્યમાં તેને કોઇ પણ પ્રકારનું દુઃખ થાય તેવા અંધ પણ તે કરતા નહોતા. આવી રીતે માળ અને મનીષીની જૂદી જૂદી વર્તનુસાર સ્પર્શન પેાતાના યોગબળની તે ઉપર જૂદી જાદી અસર કરતા હતા.
માળની જીવનસાર્થકતા સંબંધી માન્યતા.
હવે એક દિવસ અંતર્ધ્યાન થયેલ સ્પર્શન પ્રગટ થઇને માળને કહેવા લાગ્યા, “ મિત્ર ! મારી મહેનતનું કાંઇ ફળ થયું ? તને તેથી કોઇ પણ પ્રકારનું સુખ થયું કે નહિ અને તારા ઉપર કાંઇ ઉપકાર થયે કે નહિ ? તે હવે તું મને જણાવ. ” માળે જવાબ આપ્યા “ ભાઇ ! તેં ખરેખર મારા ઉપર મેાટી મહેરબાની કરી છે. હું કલ્પના પણ કરી ન શકું તેવા આનંદ મને કરાવીને તેં મને સ્વર્ગનું——દેવલાકનું સુખ અનુભવાવ્યું છે અને વાસ્તવિક રીતે જોઇએ તે તેમાં નવાઇ જેવું પણ શું છે? તને વિધાતાએ બીજા પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા માટેજ બનાવ્યા. હાય એમ જણાય છે. ખરેખર, તારા જેવા દુનિયામાં પારકા ઉપર ઉપકાર કરવા માટેજ જન્મ પામે છે અને મારા જેવાને જન્મ તારા જેવાથીજ સાર્થક થાય છે. આ જન્મમાં જે સુખ લેવું જોઇએ તે ખરેખર તારાથીજ મળે તેમ છે. તારા જેવાની સજ્જનતા અતિ ઉચ્ચ પ્રકારની છે. તારા જેવા ઉત્તમ મનુષ્યો પેાતાના સ્વભાવથીજ અન્ય માણસને સુખના હેતુ રૂપ થયા કરે છે. મિત્રવર ! તારી કૃપાથી હાલ તેા હું પૂર્ણ આનંદ ભાગવું છું.” માળના આવા ઉત્તર સાંભળી સ્પર્શને વિચાર કર્યો કે ચાલો ! એક કામ તે થયું ! આ ખાળ તેા હવે શંકા વગર આપણા નાકર થઇ ગયા અને તે એટલે સુધી કે હું તેને કાળી વસ્તુ ધાળી કહું કે ધેાળી વસ્તુ કાળી કહું તે તે કોઇ પણ પ્રકારના વિચાર વગર તે કબૂલ કરી દે એટલી હદ સુધી તે મારે વશ થઇ ગયા છે. એને હવે હું
માળનું સ્પર્શલાંપટચ.
૧ કર્મના અંધ-કર્મ ગ્રહણ, પાયાનુબંધી પુણ્યના ઉદય હાય ત્યારે સુખ ભાગવાય છે, પણ તેથી પાપના બંધ થાય છે. સુજ્ઞ પ્રાણીઓને પુણ્યાનુબંધી પુણ્યને ઉય માત્ર ધૃષ્ટ છે. તે સમજણ રાખી તેમાં ગૃદ્ધિ કરતા નથી, તેથી ભવિષ્યમાં કદિ દુઃખ પામતા નથી.
૨ ખાળવા જીંદગીનું સાર્થક ઇંદ્રિયભાગમાંજ માને છે.
૪૦૩
Page #445
--------------------------------------------------------------------------
________________
જવાબ.
४०४
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ જેમ નચાવવા ધારીશ તેમ તે નાચશે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને સ્પર્શને કહ્યું “મિત્ર! મારું એટલું જ કામ હતું ! તારા ઉપર આટલો ઉપકાર થઈ શક્યો તેથી હું પણ મારી જાતને ભાગ્યશાળી સમજું છું.”
મનીષીને ગૂઢ સાક્ષીભાવ, ત્યાર પછી સ્પર્શન મનીષી પાસે ગયો અને તેને કહ્યું “મિત્ર!
તારી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી આપવાને મારો પ્રમનીષનો યાસ સફળ થયો કે નહિ? તે તું સાચું કહે.”
મનીષીએ જવાબ આપ્યો “અરે ભાઈ! એની તે
શી વાત કરવી ! તારી તે બહુ જબરી શક્તિ જણાય છે અને તે એટલી બધી છે કે મોઢેથી તેનું પૂરતું વર્ણન પણ થઈ શકે નહિ !” આવો ગુઢ જવાબ સાંભળી સ્પર્શને પોતાના મનમાં વિચાર કર્યો કે આ ભાઈસાહેબ જે કાંઈ બોલે છે તેમાં કાંઈ ઊંડે ભેદ જણાય છે. આ મનીષી ખરેખર પક્કો અને પહચેલે છે, મારા જેવા એના મનનું કઈ રીતે રંજન કરી શકે એમ લાગતું નથી. ખરેખર, મારું સ્વરૂપ બરાબર કેવું છે તે એ ભાઈસાહેબ પામી ગયા હોય એમ મને લાગે છે; માટે ભારમાં ને ભારમાં અહીં બેસી રહેવું અને એ સંબંધમાં એની પાસે કોઈ વધારે બોલવું નહિ એમાંજ માલ છે. એની પાસે વધારે વાત કરવામાં કાંઈ વળે તેમ લાગતું નથી. આવી રીતે મનમાં વિચાર કરીને તેણે ધૂર્ત માણસને છાજે તે અવાજ કર્યો, પોતાના ચહેરા પર જરા પણ વિકાર જણુંવા ન દીધો અને મૌન ધારણ કરીને તે બેસી રહ્યો.
અકુશળમાળાની પ્રેરણા. આ બાજુ બાળે પિતાની માતા અકુશળમાળા પાસે જઈને સ્પર્શને પોતાની શક્તિ કેવી રીતે બતાવી તે સંબંધી સર્વ હકીકત અથથી માંડીને ઇતિ સુધી કહી સંભળાવીને તેમાં સ્પર્શને પોતાની છેગશક્તિથી કેવી રીતે સુખ સંપાદન કરાવ્યું અને તેમ કરવાનું તેનામાં કેટલું સામર્થ્ય હતું એ વાત બહુ રસથી જસુવી. આ સર્વે હકીકત સાંભળીને અકુશળમાળા બેલી–“ભાઈ ! મેં તો તને પ્રથમથી જ કહ્યું હતું કે તારે આ સ્પર્શન સાથે દોસ્તી થઈ છે તે બહુ સારી વાત થઈ છે અને તેથી પરંપરાએ તને બહુ સુખ થશે. ભાઈ! મારામાં પણ એવી યોગશક્તિ છે તેની મજા વળી તને કઈ વખત બતાવી
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સ્પર્શનની યોગશક્તિ.
૪૦૫
આપીશ.” માળે આ નવી વાત સાંભળીને કહ્યું “ જો એમ હોય તા, માતાજી ! મહેરબાની કરીને હાલ તુરતજ એ કુહળ બતાવવાની કૃપા કરે એવી મારી વિનંતિ છે. ” અકુશળમાળાએ જવાબમાં કહ્યું “ જ્યારે મારી યોગશક્તિને પ્રયાગ અજમાવીશ ત્યારે તને તે સંબંધી સર્વ હકીકત કહીશ. ’
શુભસુંદરીની વિચક્ષણ સલાહ.
જેવી રીતે માળે પેાતાની માતા અકુશળમાળાને સ્પર્શન સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી તેવી રીતે મનીષીએ પણ પેાતાની માતા શુભસુંદરી પાસે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યેા. સર્વ હકીકત સાંભળીને વિચક્ષણ શુભસુંદરીએ કહ્યું “ વત્સ ! એ પાપી મિત્ર સાથે તારે જરા પણ સંબંધ રાખવા તે કોઇ પણ રીતે મને ઉચિત લાગતું નથી, કારણ કે એ સ્પર્શનના પરંપરાએ પણ પરિચય કરનારને અનેક દુઃખા પ્રાપ્ત થાય છે. ” મનીષીએ કહ્યું “ માતાજી ! આપ કહેા છે. તે મરામર છે, પણ આપે એ સંબંધમાં જરા પણ ભય કરવાનું કારણ નથી. હું એ સ્પર્શનને એના ખરા સ્વરૂપમાં ઓળખી ગયો છું તેથી એ મને વશ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે તે પણ હું તેનાથી છેતરાવું તેમ નથી. ફક્ત હાલ હું તેના ત્યાગ કરતે નથી પરંતુ તેવા ત્યાગને માટે યાગ્ય અવસરની રાહ જોયા કરૂં છું; કારણ કે એને મેં મિત્ર તરીકે એક વખત સ્વીકાર્યાં છે તે પછી અકાળે તેને એકદમ તરછોડી નાખવા એ મને ઠીક લાગતું નથી. ” શુભમુંદરીએ આ પ્રમાણે પુત્રનાં વચન સાંભળીને કહ્યું “ વત્સ ! એ વિચાર તેં ઘણા સારા કર્યો જણાય છે. ખરેખર તારૂં વ્યવહારકુશળપણું ચાગ્યછે, તેમજ તારા વત્સળભાવને, નીતિમાñ વર્તવાની તત્પરતાને, ગંભીરતાને, તેમજ સ્થિરતાને ધન્ય છે. વ્યવહારના એક નિયમ છે કે જેને એક વખત ગ્રહણ કર્યો હાય તેનામાં કાંઇ દોષ હોય તેા પણ સજ્જન માણસે તેના અકાળે ત્યાગ કરતા નથી, જેમકે તીર્થંકર મહારાજ ગૃહસ્થપણામાં હોય છે ત્યારે તે ગૃહસ્થપણાના અકાળે સાગ કરતા નથી ( યોગ્ય અવસરેજ તજે છે )`. વળી જેને એકવાર ગ્રહણુ કર્યું-સ્વીકાર્યું તેમાં કાઇ દાષા હોય તેપણ તેના જો અકાળે ત્યાગ કરવામાં આવે તે સજ્જન પુરૂષામાં એવી રીતે અકાળે ત્યાગ કરનાર પ્રાણી નિંદા પામે છે અને પોતાના સ્વાર્થ સાધી શકતા નથી; પરંતુ
૧ તીર્થંકરા ઘરના દોષ જાણે છે, છતાં અવસરેજ તેને ત્યાગ કરે છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
४०६
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તેવી દેવાળી વસ્તુને ત્યાગ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય-સમય આવી પહોચે તે વખતે પણ જે પ્રાણી મૂર્ખાઈને અંગે તેને ત્યાગ કરી દેતે નથી તો પછી પરિણુમે તેનો પિતાનેજ ક્ષય થાય છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી; તેટલા માટે બુદ્ધિમાન પ્રાણુએ જે વસ્તુ એક વાર ગ્રહણ કરી હોય અને પછી તે તજવા યોગ્ય છે એમ માલુમ પડ્યું હોય તો તેણે તેના ત્યાગનો અવસર શોધ્યા કરે, એમાં સમજુ માણસની સમજણ રહેલી છે.”
કર્મવિલાસનો નિર્ણય. બાળ વિલાસ-વૃથા ઉપદેશ.
મનીષીની સલાહને અંગે વિચારણા કર્મવિલાસ રાજાએ પોતાની બન્ને રાણુઓ (શુભસુંદરી અને અકુશળમાળા) પાસેથી તે સર્વ હકીકત સાંભળી ત્યારે તે પોતાના મનમાં મનીષી ઉપર પ્રસન્ન થયા અને બાળ ઉપર ગુસ્સે થયો.
હવે ત્યાર પછી બાળે તો કોમળ શય્યાઓ પર આરામ કરવો, સુંદર સ્ત્રીઓ સાથે સ્પર્શદ્રિય સંબંધી સુખ ભોગવવા વિગેરે વિગેરે જે જે બાબતો સ્પર્શનના પ્રદેશની હતી તે સર્વ વધારે વધારે આસક્ત થઈને બહુ બહુ પ્રકારે સેવવા માંડી અને રાત દિવસ તે જ કામમાં આસક્ત રહેવા લાગ્યો, રાજકુમારને યોગ્ય બીજા સર્વ વ્યાપાર છોડી દીધા, તે એટલે સુધી કે પિતાના દેવ અને ગુરુને પગે લાગવાને દરરોજનો નિયમ હતો તે પણ છોડી દીધો, અભ્યાસ કરવાનો નિયમ પણ છોડી દીધે, કુળમર્યાદા ઓળંગવા માંડી, જાનવરને ગ્ય પશુધર્મને સ્વીકાર કર્યો, આવા વર્તનને લઈને લોકો તેની નિંદા કરવા લાગ્યા તે બાબતની દરકાર પણ તેણે છોડી દીધી, પોતાના કુળને કલંક લાગે તેવું કઈ કાર્ય કરવું ન જોઈએ એ અત્યાર સુધી વિચાર રહેલે હવે તે વિચાર પણ છોડી દીધે, પિતે બીજા પ્રાણીઓને હસવાનું–ઠઠ્ઠામશ્કરીનું સાધન થતો હતો તે વાત તેના જાણવામાં પણ આવી નહિ, પોતાના હિત કરનાર પક્ષ તરફ પણ તેણે તિરસ્કાર બતાવવા માંડયો અને કઈ સાચો ઉપદેશ આપે તો તે ગ્રહણ કરવાનું પણ છેડી દીધું, માત્ર જ્યાં જ્યાં નારી(સ્ત્રી)સંગ, કેમળ આસન કે બીજું કાંઈ પણ સ્પર્શનને સુખ ઉપજાવે તેવું હોય તેને પ્રાપ્ત કરવાના અને ભેગવવાના કામમાં તે લાગી જતો અને પછી તેના ઉપ
૧ હિત કરનાર પક્ષ મેક્ષમાર્ગ અનુસરતા લોકે અથવા મોક્ષમાર્ગને અનુ સરતાં અનુષ્ઠાન,
Page #448
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સ્પર્શનની યાગશક્તિ.
૪૦૦
ભાગનું પરિણામ શું થશે તે વિચાર્યા વગર આસક્તિ રાખીને તેમાં પ્રવાઁ કરતા હતા. આવું તેનું ગાઢ આસક્તિવાળું વર્તન જોઇને સુની ષીને તેના ઉપર કરૂણા આવી જતી ત્યારે વળી કોઇ કોઇ વાર તે સ્પર્શનની મૂળ શુદ્ધિ કેવા પ્રકારની હતી તે સંબંધી પોતે ( મનીષીએ ) ચલાવેલી શોધખેાળની સર્વ વાત તેની પાસે નિવેદન કરતા અને પાછા વધારામાં કહેતા કે “ ભાઇ માળ ! એ સ્પર્શન માટેા લુંટારા છે, જરા પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી, એ ખરેખરો મેાટા દુશ્મન છે. ” આવી હકીકત તે ખાળની પાસે કહેતા અને તેને સ્પર્શન વિરૂદ્ધ ઉશ્કેરતા ત્યારે માળ જવાબમાં કહેતા કે “ ભાઇ મનીષી ! આવી નહીં અનુભવેલી ખામતના સંબંધમાં વાત કરવાનો અર્થ શો? જે મારા પરમ મિત્ર છે, અનંત સુખસાગરમાં અવગાહન કરાવવામાં હેતુભૂત છે, તેને તું મારા પરમ શત્રુ-મોટા દુશ્મન કહે છે એ કેવી વાત ! ” આવા વિચિત્ર જયાએ સાંભળી મનીષી પેાતાના મનમાં વિચાર કરતા કે ખરેખર, આ માળ મૂર્ખજ જણાય છે ! એને અટકાવવાનું કામ હાલતેા તદ્દન અશક્ય લાગે છે તેથી તેને રોકવા નકામેા છે; માટે હાલ તેા મારી જાતને બચાવી લેવાને યત્ન કરવા એજ શ્રેયસ્કર છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે કોઇ મૂર્ખ માણસ કાર્ય કરવા તૈયાર થયા હેાય ત્યારે તેને તેમ કરતા અટકાવવા માટે જે મહેનત લઇને કહેવામાં આવે છે તે વાણીના વિસ્તાર રાખના ઢગલામાં ઘીની આહુતિ પેઠે નકામા થાય છે. એવા મૂર્ખને હજારો ઉપદેશ આપવામાં આવે તે પણ તે અકાર્ય કરવાથી કિંદ પાછેા હતેાજ નથી. રાહુને ગમે તેટલાં વાકયા કહેવામાં આવે તે પણ ચંદ્રને ગળી જવાના કામથી તેને કાઈ વારી શકતું જ નથી, વિનીત પ્રાણીઓ ( હલકા માણસે ) જ્યારે અકાર્ય કરવામાં તત્પર થયા હેાય ત્યારે સમજી પ્રાણીએ તેવા પ્રાણીને વારવા નહિ, પણ તેઓના તિરસ્કાર કરવા, આવી રીતે પોતાના મનમાં વિચાર કરીને ખાળને સ્પર્શનના સંબંધમાં શિક્ષણ આપવાની કે કહેવાની જે પદ્ધતિ મનીષીએ સ્વીકારી હતી તે છેડી દીધી અને ( મનીષી ) મૌન ધારણ કરીને બેસી રહ્યો.
૧ રાખના ઢગલામાં ધી ગમે તેટલું નાખવામાં આવે તે તેથી કાઇ પણ પ્રકારના લાભ થતા નથી, ધી જાય છે અને મહેનત નકામી થાય છે; તેમ મૂર્ખને આપેલા ઉપદેશ નકામા થાય છે અને મહેનત પણ માથે પડે છે,
Page #449
--------------------------------------------------------------------------
________________
Il
પ્રકરણ ૬
મધ્યમબુદ્ધિ. મિથુનદ્રય-અંતરકથા.
વે' એજ કર્મવિલાસ રાજાને ઉપર જણાવેલી શુભસુંદરી અને અકુશળમાળા ઉપરાંત એક ત્રીજી સામાન્યરૂપા નામની રાણી હતી. એ રાણીથી રાજાને મધ્યમબુદ્ધિ નામના પુત્ર થયા હતા. આ મધ્યમબુદ્ધિ ઉપર માળ અને મનીષીને બહુ પ્રેમ હતા અને તેની સાથે બન્નેએ ઘણા કાળ સુધી ક્રીડા કરી હતી. કાંઇ રાજ્ય સંબંધી કામકાજ હાવાને લીધે મહારાજાના હુકમથી તે દેશાવર ગયા હતા તે હમણા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે આવી પહોંચ્ચા. સામાન્યરૂપાને તેણે આવીને તુરતજ બાળ અને મનીષીને સ્પર્શનની સાથે જોયા. તે બન્નેને ભેટચો અને સ્પર્શનને મળ્યા. પછી મધ્યમમુદ્ધિને જરા કૌતુક થયું તેથી પેાતાનું મ્હારૂં માળના કાન સુધી લંબાવીને તેને ખાનગી રીતે પૂછ્યું “ અરે ભાઇ ! આ નવા માણસ કાણુ છે?” માળે જવાબમાં કહ્યું “ અંધુ ! એ તેા ન કહી શકાય તેવા પ્રભાવવાળા સ્પર્શન નામના આપણા મિત્ર છે. ” મધ્યમમુદ્ધિએ તેનું વિશેષ સ્વરૂપ પૂછવાથી માળે સ્પર્શન
સધ્યમબુદ્ધિ.
*
૧ વાંચનારને યાદ આપવાની જરૂર નથી કે વિદુર આ સર્વે વાર્તા નંદિવચેનકુમાર પાસે કહે છે. વિદુરે જે કથા કહેવા માંડી હતી તેમાં કર્મવિલાસ રાજાના બે પુત્રા આળ અને મનીષીની વાત અત્યાર સુધીમાં આવી છે. એ બન્ને પાત્ર સાથે હવે કર્મવિલાસ રાજાના ત્રીજો પુત્ર દેખાવ આપે છે. આ સર્વ હકીકત અગ્રહીતસંકેતા સાંભળે તેમ ભવ્યપુરુષ, સદાગમ સમક્ષ કહે છે.
મનીષી શુભસુંદરીના પુત્ર છે તે શુભ વિચારથી થયેલ ઉચ્ચ બુદ્ધિ બતાવે છે. માળ અકુશળમાળાને પુત્ર છે તે અયેાગ્ય વિચારથી થતી અજ્ઞ દશાને સંસારગૃદ્ધિને ખતાવે છે. મધ્યમમુદ્ધિ-ચાલુ પ્રવાહવાળા મધ્યમ વેાને બતાવે છે, આ ત્રણે પાત્ર મનન કરીને અભ્યાસ કરવા લાયક છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રકરણ ૬]
મધ્યમબુદ્ધિ સંબંધી સર્વ હકીકત જણાવી દીધી, જે સાંભળીને મધ્યમબુદ્ધિને સ્પર્શન ઉપર ઘણે રાગ થયો. પછી બાળના કહેવાથી સ્પર્શને પિતાની શક્તિ મધ્યમબુદ્ધિ ઉપર પણ ચલાવવા માંડી. સ્પર્શને પોતાનું માહાસ્ય તેને બતાવવા માટે યોગશક્તિનો પ્રયોગ કર્યો, પિતે અંતધન થઈ ગયો, મધ્યમબુદ્ધિના શરીરમાં દાખલ થયે, તેને મોટું આ શ્રર્ય ઉત્પન્ન થાય તેમ કર્યું, તેનામાં કેમળ સ્પર પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત કરી, તેની પાસે સુંદર કમળ શયા, લલિત લલનાઓ વિગેરે સાથે સ્પર્શને આનંદ કરાવ્યો અને તેમ કરીને મધ્યમબુદ્ધિના મનમાં પોતાની ઉપર પ્રેમ ઉત્પન્ન કર્યો. મધ્યમબુદ્ધિ આવો તેના યોગને પ્રયોગ જોઈ અનુભવી રાજી રાજી થઈ ગયે. આ પ્રમાણે પિતાનું સામર્થ્ય બતાવીને અંતર્ધાન થઈ ગયેલ સ્પર્શન પાછો પ્રગટ થ અને પિતાનો પ્રયાસ સફળ થયે છે કે નહિ ? એ મધ્યમબુદ્ધિને સવાલ કર્યો. એ સવાલનો જવાબ આપતાં મધ્યમબુદ્ધિએ તેને આભાર માન્યો. સ્પર્શને પણ પિતાના મનમાં વિચાર કર્યો કે ફિકર નહિ! આ ભાઈ સાહેબ પણ મારા સપાટામાં આવી ગયા છે!
મધ્યમબુદ્ધિને સંશય, મનીષીની ચેતવણું. આ સર્વ બનાવ પ્રત્યક્ષ બનતો જોઈને મનીષી પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે અહો! પાપી સ્પર્શને તો આ મધ્યમબુદ્ધિને પણ લગભગ પિતાને વશ કરી લીધે; પણ એ બાપડે તદ્દન અજાય છે અને જરૂર સ્પર્શનથી છેતરાઈ ગયે જણાય છે તેથી જે હજુ પણ તે ઉપદેશ ગ્રહણ કરે તો તેને ખરી હકીકત સમજાવુંઆ પ્રમાણે વિચારીને મનીષીએ મધ્યમબુદ્ધિને એકાંત પ્રદેશમાં લઈ જઈને ખાનગી રીતે કહ્યું “ભાઈ ! આ સ્પર્શન સારે માણસ નથી, એને તે વિષયાભિલાષે લેકેને છેતરવા માટે અહીં મેકલેલો છે અને આખો વખત તે લેકેને છેતરવાનોજ ધધો કર્યા કરે છે.” મધ્યમબુદ્ધિએ આ સંબંધમાં વિસ્તારથી બધી હકીકત પૂછવાથી મનીવીએ સ્પર્શનની મૂળશુદ્ધિ સંબંધી સર્વ વાર્તા પ્રથમથી છેડે સુધી પોતે જે પ્રમાણે બધ અને પ્રભાવ પાસેથી મેળવી હતી તે સર્વ કહી સંભળાવી. આ સર્વ હકીકત સાંભળીને મધ્યમબુદ્ધિએ પિતાના મનમાં વિચાર કર્યો કે સ્પર્શનને મારા ઉપર આટલે બધે પ્રેમભાવ છે એ મેં અનુભવ્યું છે, વળી એની શક્તિ પણ અચિંત્ય છે અને એ સુખનો હેતુ પણ છે એ સર્વ મેં તાજુંજ જોઈ લીધું છે. બીજી બાજુએ જોઈએ તો આ મનીષી પણ કદિ અગ્ય વચન બેલે તેવો નથી. ત્યારે હવે
૫૨
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ આમાં તત્ત્વ શું છે અને મારે શું કરવું યોગ્ય ગણાય? અથવા આ પ્રમાણે સંકલ્પ વિકલ્પ કરવાથી શું લાભ મળવાનો છે? માતાજી પાસે જઈને તેમને જ સર્વ હકીક્ત પૂછવી એ વધારે ઠીક છે અને પછી તે જે પ્રમાણે હુકમ કરે તે પ્રમાણે આચરણ કરવી.
માતા પાસે સવાલ; સંશયમાં કાળક્ષેપ;
માતૃકથિત અંતરકથા, આ પ્રમાણે વિચાર કરીને મધ્યમબુદ્ધિ પિતાની માતા સામાન્યરૂપા પાસે ગયો, તેને પગે પડય; તેણીએ તેનાં ઓવારણું લીધાં, મધ્યમબુદ્ધિ જમીન પર બેઠે, પછી તેણે બધી હકીકત પોતાની માતુશ્રીને કહી સંભળાવી. સર્વ હકીકત સાંભળી લીધા પછી સામાન્યરૂપાએ કહ્યું “વત્સ! હાલ તે તારે સ્પર્શન અને મનીષી બન્નેનાં વચનને અનુકૂળ રહીને વર્તવું જેથી તે મધ્યસ્થપણે રહીશ એટલે તને કઈ પણ પ્રકારના ભયનું કારણ રહેશે નહિ. કાળાન્તરે પછી વધારે હકીકતની માહીતગારી તને મળે ત્યારે જે પક્ષ વધારે બળવાન છે એવું જાણુવામાં આવે તેને આદર અને જે ઓછો બળવાન જણાય તેને છેડી દેવ. વ્યવહારશાસ્ત્રમાં કહ્યું છે કે બે જુદાં જુદાં કામેના સંબંધમાં
જ્યારે મનમાં શંકા ઉત્પન્ન થાય ત્યારે હંમેશા કાળક્ષેપ કરે તેના સંબંધમાં બે જોડલાંનું દૃષ્ટાન્ત ધ્યાનમાં રાખવું, 2 મધ્યમબુદ્ધિએ તે બે જોડલાં કેણ હતાં તે પૂછવાથી સામાન્યરૂપાએ મિથુનયની વાત કહેવા માંડી.
૧ જુદી જુદી બાબતમાં નિર્ણય પર આવી જવાની બાળ, મનીષી અને મધ્યમબુદ્ધિની પદ્ધતિ ખાસ વિચારવા યોગ્ય છે. ત્રણે ઉત્ક્રાન્તિના જૂદા જૂદા અંશેપર છે. બાળ વગરવિચારે ઝુકાવે છે; મનીષી વિચક્ષણપણે નિર્ણય કરે છે; મધ્યમબુદ્ધિ વિશેષ પૃચ્છા અને અવલોકન કરે છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
મિથુનદ્રય અંતરકથા.
મિથુનય અંતરકથા.
એક તથાવિધ નામનું નગર છે. ત્યાં જી નામના રાજા રાજ્ય કરે છે. તેને પ્રગુણા નામની રાણી છે. આ રાજા રાણીને કામદેવ જેવા રૂપ અને આકારવાળા મુગ્ધ નામના પુત્ર છે અને એ રાજકુમારને રતિના જેવા લાવણ્યવાળી સુંદર અકુટિલા નામની સ્રી છે. આ મુગ્ધકુમાર અને અકુટિલાને અરસ્પરસ બહુ પ્રેમ હતા. તેઓ ઇંદ્રિયના સુખા અનેક પ્રકારે ભાગવતાં વખત પસાર કરતા હતા. વસંત ઋતુના એક સુંદર પ્રભાતે મુગ્ધ કુમાર પેાતાના મહેલની અગાશીમાં આનંદથી સૃષ્ટિસૌંદર્ય જોતા ઊભા હતા તે વખતે ક્રૂરથી મનહર, વિકાસ પામેલા અને વિધવિધ પ્રકારના પુષ્પા અને લીલેાતરીથી છવાચલા અગીચાને જોઇને તેમાં ( બગીચામાં) ક્રીડા કરવાની તેને ઇચ્છા થઇ, તેથી તે પેાતાની સ્ત્રી અકુટિલાને કહેવા લાગ્યા “ દેવિ ! આજે આ બગીચાની શોભા તા કાંઇ ઓરજ જણાય છે, માટે ચાલા, આપણે કુલા એકઠા કરવાને નિમિત્તે ત્યાં જઇને આનંદક્રીડા કરીએ. ’ અકુટિલાએ જવાબ આપ્યા “ જેવી પ્રાણેશની આજ્ઞા ! ” આવે વિચાર કરીને હીરાજડિત સુવણૅની પુષ્પછાબડી લઇને તેઓ બન્ને અગીચામાં ગયા અને ફુલ વીણવા લાગ્યા. કુલ વીણતાં વીણતાં મુગ્ધ કુમાર એક્લ્યા “ વ્હાલી ! જોઇએ કે આપણા એમાં છાબડી પહેલ વહેલી ફુલાથી કાણુ ભરી દે છે? તું બીજી દિશામાં જા ! હું આ દિશામાં જાઉં છું. ” અકુટિલાએ તે વાત કબૂલ કરી. પુષ્પસંચય કરતાં કરતાં તેઓ એક બીજાથી બહુ દૂર નીકળી ગયાં અને વચ્ચે ઝાડી હાવાથી એક બીજાને દેખાતાં બંધ થઇ ગયાં.
કાળજ્ઞ અને વિચક્ષણા; વ્યંતરે કરેલા ગાઢાળા;
પ્રકરણ ૬]
સુગ્ધ અને
અકુટિલા
૪૧૧
વિચક્ષણાનેા ગેાટાળામાં વધારો,
હવે તેજ વખતે તે પ્રદેશ ઉપર એક વ્યંતર જોડલું ફરતું ફરતું
૧ સામાન્યરૂપા પેાતાના પુત્ર મધ્યમમુદ્ધિને વાત કહે છે. આ કથા કુમાર મંદિવર્ધન પાસે વિદુર કહી સંભળાવે છે તેના પેઢામાં છે. આખી વાર્તા સંસારીજીવને અનુભવ સદાગમ સમક્ષ ચાલે છે તેને અનુસંધે છે. આ વાર્તા પ્રકરણ ૭ માની આખરે પૂરી થાય છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૩
આવી પહોંચ્યું. તેમાં જે પુરુષ હતા તેનું નામ કાળજ્ઞ હતું અને સ્ત્રી હતી તેનું નામ વિચક્ષણા હતું. તેઓ બન્ને આકાશમાં ફરતા હતા, તે વખતે બન્નેએ આ મનુષ્યજોડલાને અગીચામાં ફુલા વીણતાં જોયાં. કર્મનાં પરિણામ અર્ચિત્ય હાવાને લીધે, તે અન્ને મનુષ્યદંપતી અતિ સુંદર હાવાને લીધે, કામદેવ હમેશાં પરિણામના વિચાર કર્યા વગર કામ કરતા હેાવાને લીધે, વસંતના સમય કામદેવને ઉદ્દીપન કરનાર હાવાને લીધે, તે પ્રદેશ ઘણા સુંદર રમણીય અને આકર્ષક હોવાને લીધે, યૂંતર દેવાને રમત ગમત કરવાના અને ટીખળ કરવાના સ્વભાવ-શેખ હાવાને લીધે, ઇંદ્રિયો સ્વાભાવિક રીતે ચપળ હાવાને લીધે, વિષયાભિલાષને દૂર કરવા અતિ મુરકેલ હોવાને લીધે, મનેાવૃત્તિ અતિ ચપળ હાવાને લીધે અને તે બનાવે! તેજ પ્રકારે બનનારા હાવાને લીધે તે વ્યંતરદંપતીમાંથી કાળજ્ઞને અકુટિલા ઉપર તીવ્ર પ્રેમ થયો અને વિચક્ષણાને મુગ્ધકુમાર ઉપર બહુ રાગ થયા.
હવે જો આ વાતની અરસ્પરસ ખબર પડે તે પંચાત થાય તેથી કાળા વ્યંતરે પોતાની સ્ત્રીથી એ હકીકત છુપાવવા માટે યુક્તિ કરવા માંડી અને તેમ કરતાં વિચક્ષણાને કહ્યું “ દૈવિ ! તમે આગળ ચાલેા ! પ્રભુભક્તિ માટે થોડાં પુષ્પો આ રાજમગીચામાંથી વીણીને હું તમારી પાછળ આવુંછું. ” વિચક્ષણાનું મન તે વખતે મુગ્ધકુમારે હરણ કર્યું હતું તેથી તે પણ ચુપચાપ મૌનપણે આગળ ચાલી. કાળજ્ઞ વ્યંતર અકુટિલા બગીચામાં પુષ્પ વીણતી હતી તે દિશા તરફ ચાલ્યેા અને ખૂબ ઝાડીવાળા પ્રદેશમાં નીચે ઉતર્યાં તેથી વિચક્ષણા જંતરીને દેખાતા બંધ થઇ ગયા. પછી કાળજ્ઞ અંતરે વિચાર કર્યો કે અરે ! આ મનુષ્યદંપતી શા માટે એક બીજાથી દૂર ફર્યાં કરે છે અને એક બીજાથી વધારે વધારે દૂર શા માટે જતા જાય છે એ સંઅંધી તપાસ કરવી જોઇએ. પછી તે યંતરે વિભંગજ્ઞાનના ઉપયોગ મૂક્યો તેથી તેઓ એક બીજાથી દૂર શા માટે વિચરે છે તેનું કારણુ તેના જાણવામાં આવી ગયું. હવે અકુટિલાને પેાતાને વશ કરવાના ઉપાય તેણે પેાતાના મનમાં તુરતજ વિચારી લીધેા અને પોતે (કાળજ્ઞત્યંતરે) મુગ્ધકુમારનું વૈક્રિય રૂપ ધારણ કરી લીધું, હાથમાં સેાનાની
કાળજ્ઞની યુક્તિઃ
૧ વિભંગજ્ઞાન: અવધિજ્ઞાનથી દૂરની વસ્તુનું જ્ઞાન થાય છે. અજ્ઞાન ૬શામાં ભવપ્રાયેાગ્ય જ્ઞાન જેને હેાય તેને વિભંગજ્ઞાન કહેવામાં આવે છે. મિથ્યાત્વી દેવેને અને અસુરેશને એ જ્ઞાન હેાય છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬] મિથુનદ્રય અંતરકથા.
૪૧૩ છાબડી બનાવીને લઈ લીધી, તેને કુલથી ભરી દીધી, પિતે અકુટિલા તરફ ગયે અને એકદમ બેલ્યો “પ્રિયા ! મેં તારા ઉપર જીત મે ળવી છે! તું હારી ગઈ! હારી ગઈ!” “અહો ! આર્યપુત્ર તે બહુ જલદી આવી પહોંચ્યા અને મને આટલી ઉતાવળથી જીતી પણ લીધી” એવા વિચારથી અકુટિલા જરા ઝાંખી પડી ગઈ. તેની તે અવસ્થા જોઈ કાળજ્ઞવ્યંતર જેણે મુગ્ધકુમારનું રૂપ લીધું હતું તે બોલ્યો “પ્રિયા ! દિલગીર થવાની જરૂર નથી. આ તે સાધારણ બાબત છે. હવે આપણે ઘણું પુપે એકઠાં કરી લીધા છે તેથી ચાલે ! આપણે આ બાજુના કેળના ગૃહમાં જઈએ. વહાલી ! જે, એ કેળનું ઘર કેવું સુંદર છે! એ આખા બગીચાના આભૂષણ જેવું છે.” ભેળી અકુટિલા બાપડી કાંઈ વિશેષ હકીકત જાણતી ન હોવાને લીધે ખરી હકીકતના અજાણપણુમાં તેણે સર્વ વાત સ્વીકારી લીધી. ત્યાંથી મુગ્ધકુમારનું રૂપ ધારણ કરનાર કાળજ્ઞ વ્યંતર અને અકુટિલા કેળના ગૃહમાં ગયા અને ત્યાં પાંદડાંઓની સુંદર પથારી બનાવી તેપર આરામ કર્યો. હવે આ બાજુએ વિચક્ષણ વ્યંતરીએ આકાશમાં રહીને વિચાર
કર્યો કે કાળજ્ઞ વ્યંતર (પિતાને પતિ) હજુ પૃથ્વી વિચક્ષણું- પર ફરે છે, તે પાછો ન આવે અને પેલી મનુષ્યનું રૂપ. સ્ત્રી દુર રહે તેટલા વખતમાં પેલા રતિરહિત થયેલા
કામદેવના આકારને ધારણ કરનાર તરૂણ પુરુષને (મુગ્ધ કુમારને) મનાવી સમજાવી માન આપી જમની સફળતા કરું! એ મનુષ્યદંપતી (મુગ્ધ અને અકુટિલા) એક બીજાથી દૂર શા માટે રહ્યા છે તેનું કારણ તે વ્યંતરીએ વિર્ભાગજ્ઞાનથી જોઈ લીધું અને તુરતજ પિતે અકુટિલાનું વૈક્રિય રૂપ ધારણ કરી હાથમાં સુવર્ણની છાબડી કુલથી ભરેલી લઈને મુગ્ધ કુમારની પાસે ગઈ અને મેટેથી હસીને બોલવા લાગી “આર્યપુત્ર! તમને જીતી છું, છતી છું, તમે હારી ગયા ! ” કુમાર જરા સંભ્રમમાં પડીને તેના સામું જોઈ રહ્યો અને પછી બોલ્યા “વહાલી ! ખરેખર, આજ તો તે મને છો! બેલ, ત્યારે હવે શું કરશું?” વિચક્ષણું વ્યંતરી જેણે અકુટિલાનું રૂપ લીધું હતું તે બોલી “જે હું કહું તે આજ તો તમારે કરવું પડશે.” કુમારે કહ્યું કે તે શું છે તે તેમને જણાવ.” વિચક્ષણુએ જવાબમાં કહ્યું “ચાલે ! આપણે લતામંડપમાં-કેળના ગ્રહમાં જઈએ અને ત્યાં જઈને બગીચાની સુંદર વનરાજી ખીલી છે તેને આનંદઉપભોગ મજાથી કરીએ.”
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૩ મુગ્ધકુમારે એ વાત કબૂલ કરી અને જે કદળીલતામાં કાળા
વ્યંતર અને અકુટિલા ગયાં હતાં તેજ મંડપમાં આ કળગૃહમાં બન્ને પણ દાખલ થયાં. ત્યાં તેઓએ એક જોડલાને બે લેલાં જોયું. વધારે વધારે ધારી ધારીને જોતાં તેઓ વધારે
આશ્ચર્ય પામતાં પામતાં એક બીજાને વધારે ટીકી ટીકીને જોવા લાગ્યા. આમાં તલના ત્રીજા ભાગ જેટલો પણ તફાવત પિતાના જોડલામાં અને બીજા જોડલામાં તેઓને જ નહિ; ગમે તે ભાગ સરખાવે તે એક સરખેજ લાગે. હવે ખરેખર મુગ્ધકુમાર હતો તે વિચાર કર્યો–અહો ! ભગવતી વનદેવતાના પ્રભાવથી આજ તે હું અને મારી રાણી બન્ને બેવડા થઈ ગયા! એ તો અમારે મહાન ઉત્કર્ષનો બનાવ બન્ય! માટે ચાલે ! જઇને પિતાશ્રીને પણ આ વાતના આનંદ સમાચાર આપીએ! તેણે પિતાની સાથેના બાકીના સર્વેને ઈચ્છા જણાવી કે આપણે આ હકીકત પિતાજીને જણ્વીએ.
એ તે કબૂલ કરવાથી ચારે જણ (મુગ્ધ અને અકુટિલા તથા તેમનાં રૂપ ધારણ કરેલાં કાળજ્ઞ અને વિચક્ષણ) ઋજુ રાજા પાસે જવા નીકળ્યાં. બાજુ રાજા એ ચારેને જોઈને બહુ આશ્ચર્ય પામ્ય તેમજ
પ્રગુણા રાણી અને બીજા રાજ્યપરિવારને પણ ઘણું ગોટાળાને
નવાઈ લાગી. તેઓએ મુગ્ધ કુમારને પૂછયું કે “ભાઈ! વધારે ટેકે.
આ સર્વ શું છે તે તું અમને સમજાવ તે ખરે!” મુગ્ધ કુમાર–પિતાજી! એ તે વનદેવતાને પ્રભાવ છે.” ઋજુ રાજા–“તે કેવી રીતે?
મુગ્ધ કુમારે સર્વ હકીકત કહી સંભળાવી. આ હકીક્ત સાંભળીને સરળ પ્રકૃતિવાળા હજુ રાજાએ વિચાર કર્યો કે અહો! હું ધન્ય છું! ભાગ્યશાળી છું! મારા ઉપર વનદેવતાની બહુ મોટી કૃપા થઈ! હર્ષના ઉત્સાહમાં આવી તેણે તે આખા નગરમાં મોટે મહત્સવ કરવાનો આદેશ આપી દીધે, અનેક પ્રાણીઓને મોટાં મેટાં દાન આપ્યાં અને મોટા પાયા ઉપર નગર દેવતાનાં પૂજન અર્ચન કરાવ્યાં અને મોટી ધામધુમ કરી મૂકી. પછી રાજાએ આખા રાજ્યમંડળને લાવીને જાહેર કર્યું કે “મારે એક જ પુત્ર હતા તેના બે પુત્ર અને એક પુત્રવધૂની બે પુત્રવધૂઓ થઈ ગયાં તેથી હે લેકે ! તમે ખાઓ, પીઓ અને અહો સજજન પુરુષો ! તમે ગાઓ, બજા,
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૧૫
પ્રકરણ ૬]
મિથુનદ્વય અંતરકથા. નાચો અને લહેર કરે!” પ્રગુણ રાણી પણ રાજાને અનુસરીને આ નંદ મંગળના વાજિંત્રો વગાડીને કાનને પણ બહેરા કરી નાખવા લાગી અને ઊંચા હાથ કરીને નાચવા લાગી અને પોતે હતી તેથી બેવડી થઈ ગઈ છે એવા વિચારથી બહુ આનંદ પામી. અંતઃપુરની સર્વે સ્ત્રીએએ પણ નાચવા માંડ્યું, આખું નગર રાજી રાજી થઈ ગયું અને સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યો.
કાળજ્ઞને શંકા અને વિચારણા પિતાના વર્તન પર વિચાર અને ચુપકીદી,
વિચક્ષણાએ લીધેલું તેજ માર્ગ, વ્યંતર જાતિના દેવતાઓને રમત ગમત અને ખાસ કરીને ટીખળ
બહુ પ્રિય હોય છે તેથી કાળજ્ઞ વ્યંતર આ બધી ટીખળી લીલા જોઈને બહુ રાજી થયો. માત્ર તેના મનમાં વ્યંતર. એક વિચાર આવ્યા કરતો હતો કે આ બીજી સ્ત્રી
કોણ આવી છે? એ સંબંધમાં તેણે પોતાના વિલંગજ્ઞાનને ઉપયોગ મૂક્યો ત્યારે તેને જણાયું કે એ તો પોતાની જ સ્ત્રી વિચક્ષણ છે! એ હકીકત તેને જણાતાં મનમાં કોધ ભરાયે અને વિચાર થયો કે એ તે વ્યતર જાતિના દેવની સ્ત્રી છે તેથી તેને તો મારી શકાશે નહિ પણ આ દુરાચારી પુરુષને ( સાચા મુગ્ધ કુમારને) મારી નાખું. વળી તે વિચક્ષણને મારી નાખી શકાશે તે નહિ પણું તેને એવી સખ્ત પીડા કરું કે તે હવે પછી પારકા પુરુષની ગંધ લેવાનો કદિ વિચાર પણ કરે નહિ. આવો કાળા વ્યંતરે પિતાના મનમાં નિશ્ચય કર્યો પણ તેજ વખતે વળી ભવિતવ્યતાની પ્રેરણું થવાથી તેના મનમાં વિચાર થયો કે મેં જે વિચાર કર્યો છે તે બરાબર નથી, હું પિતે પણ શુદ્ધ આચારવાળો નથી તો પછી વિચક્ષણને મારે પીડા કરવી ન જોઈએ. જે તેને દોષ છે તેવો જ મારે પણ એકસરખે દેષ છે. મુગ્ધકુમારને મારી નાખ તે તો વળી કઈ પણ રીતે યોગ્ય નથી, કારણ કે એને મારીશ તો આ બાબતમાં કાંઈ ગોટાળે છે એમ ધારીને અકુટિલા મને સેવશે નહિ અને વિચક્ષણ મારા ઉપર હમેશને માટે ખેદ રાખશે. ત્યારે હવે શું કરવું? મારી સ્ત્રીની ચપળવૃત્તિ જોઈ જ નથી એમ આંખ આડા કાન કરીને અકુટિલાને લઈને અહીંથી બીજે ચાલ્યો જાઉં? ના, પણ એમ કરવું તે પણ ઉચિત નથી, કારણ કે આ સર્વ સ્વાભાવિક હશે કે આમાં કાંઈ ગડ
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ અડ હશે એ જે અકટિલાને વહેમ પડી જશે તે પછી તે પણ મને ભજશે નહિ-મારી સાથે આનંદ ભેગવશે નહિ અને તેના વગર અહીંથી ચાલ્યા જવું તે તે નકામું અને અનર્થ કરનારું થાય. તેટલા માટે બીજા કેઈની ઈર્ષ્યા-અદેખાઈ ન કરતાં અહીં રહેવું અને વખત કાઢ એજ વાત વધારે ઠીક લાગે છે.” વિચક્ષણાએ પણ એજ વિચાર કર્યો કે અહો ! આતો મુગ્ધ
કુમારનું રૂપ લઈને મારા પતિ કાળજ્ઞ વ્યંતર જ વિલાસી આવ્યા જણાય છે! એના સિવાય બીજો કેણ એવી વિચક્ષણ, રીતે અહીં આવે? અરેરે ! એમનાં દેખતાં હું પર
પુરુષની સાથે કેવી રીતે રહી શકે? આવા વિચારથી વિચક્ષણના મનમાં ઘણું શરમ આવી. વળી પોતાની દેખતાં પિતાનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ કરે છે તે જોઈને તેને ઈર્ષ્યા પણ ઘણી આવી. અહો ! આવા સંયોગોમાં અહીં રહેવું તે કેવી રીતે બની શકે એ તેને ખ્યાલ આવવા માં પણ હવે ત્યાંથી ચાલ્યા જવાથી પણ શું અર્થસિદ્ધિ થાય એવી તેના મનમાં ઘુંચ આવવા લાગી. હવે તે અહીં રહેવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એ વિચાર કરીને બીજો કોઈ રસ્તો ન સુજવાથી પિતાના મનને ગમે તેમ કરી ધીરજ દેતી તે પણ ત્યાં જ રહી ગઈ. હવે તે બન્નેએ (કાળ અને વિચક્ષણુએ) વૈક્રિય રૂપ બતાવવું બંધ કર્યું, ( નવી વિક્રિયા બતાવવી બંધ કરી,) એક બીજા પર ઈર્ષા કરવી મૂકી દીધી, દેવતાની માયાથી મનુષ્યનાં સર્વ ધર્મો બજાવવાનું જારી રાખ્યું અને દરેક બે બે આકારમાં દેખાતાં અને બેને ભેગવતાં કાળા અને વિચક્ષણે ત્યાં લાંબે વખત એજ સ્થિતિમાં રહ્યાં.'
૧ કાળજ્ઞ વખત જાણનાર છે. વિચક્ષણું ડાહી છે. કુમાર હજી મુગ્ધ છે, રૂચિવંત થયો છે, પણ સંપૂર્ણ સન્મુખ થયો નથી, તેથી તેને વખતોવખત બેવડું રૂપ ધારણ કરવું પડે છે, સંસારના ભાગે ભેગવે છે અને વલી વખત આવતાં પ્રસંગ શેાધી તેમાંથી નીકળી જવાની રાહ જુએ છે. કુમારની સ્ત્રી પણ કપટ વગરની-અકુટિલા છે. એ નાની વાર્તાનું રહસ્ય ખાસ વિચારીને લક્ષ્યમાં લેવા યોગ્ય છે. આ વાર્તામાં ઘણું ઊંડા ભાવે છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
વે તે તથાવિધ નગરની બહાર માવિલય નામનું ઉદ્યાન છે. ત્યાં અનેક સારા શિષ્યાના પરિવારથી પરવરેલા અને કેવળજ્ઞાનલક્ષ્મીના સમુદ્ર પ્રતિાધક નામના આચાર્ય પધાર્યાં. આવા મહાન્ આચાર્ય મહારાજ પધાર્યાના સમાચાર વનપાળકે મહારાજા ૠજીરાજાને કહ્યા, તેઓશ્રીને વંદન કરવાને માટે રાજા આખા નગરના લોકોને સાથે લઇને નગરની બહાર આવ્યા. આ આચાર્યશ્રીને માટે દેવતાઆએ એક સુંદર મેટું કમળ બનાવ્યું હતું, તે કમળપર બેસીને આચાર્ય ભગવાન દેશના આપતા હતા. એ સ્થિતિ દૂરથી જોઇને શિલાતળ ( જમીન ) સુધી પેાતાનું મસ્તક નમાવીને રાજા આચાર્યના ચરણ કમળમાં પડ્યો, બીજા સર્વ મુનિ મહારાજાઓને વંદન કર્યું, કર્મવૃક્ષને તેડી પાડવામાં તીક્ષ્ણ કુઠાર જેવા ધર્મલાભ રૂપ આશિર્વાદથી ભગવાત્ આચાર્ય મહારાજે રાજાને અભિનંદન કર્યું, તેમજ બીજા મુનિઆએ પણ તેને ધર્મલાભ આપ્યો. ઋજુ રાજા જમીનપર બેઠો. કાળન વ્યંતર વિગેરે સર્વ સાથે આવ્યા હતા તેઓ વંદન વિગેરેના યોગ્ય વિ નય કરીને પાતપેાતાને યાગ્ય સ્થાને બેસી ગયા.
આચાર્ય મહારાજની દેશના
કેવળા માટે
કમળરચના.
પ્રકરણ ૭ મું. અંતરકથા ચાલુ-પ્રતિાધકાચાર્ય.
વ્યંતરાના શરીરમાંથી નીકળેલી સ્રી. પશ્ચાત્તાપ અને સ્વરૂપ દર્શન,
૧ કમળરચનાઃ તીર્થંકર માટે સમવસરણ દેવા બનાવે છે. કેટલાક સામાન્ય કેવળી માટે નાના પ્રકારની રચના કરે છે. કમળ: દેશના દેવા માટે કરેલી એક પ્રકારની રચના છે.
૨ ધર્મલાભ: વંદનના જવાબમાં ધર્મલાભ ' આપવા એ જૈન મુનિના આચાર છે. તે સામે પ્રણામ કરતા નથી, ખીજો આશીર્વાંદ આપતા નથી, માત્ર સંસારથી પાર ઉતારનાર ‘ ધર્મ તમને મળે ’ એ સૂચવનાર ધર્મલાભ શબ્દ ખેલે છે.
૫૩
Page #459
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ આચાર્ય મહારાજ દેશના આપવાનું કાર્ય કરી રહ્યા હતા. તેમણે હવે દેશનાનો વિષય આગળ ચલાવ્યું. તેઓએ દેશના દરમ્યાન સંસારની નિર્ગુણતા કેટલી બધી છે તે હકીકત ખાસ બતાવી, કર્મધન કરવાના ક્યા ક્યા હેતુઓ છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, સંસારરૂપ બંદીખાનામાં પડી રહેવાની સ્થિતિની નિંદા કરી, મેક્ષમાર્ગના વખાણ કર્યા, મોક્ષ સુખમાં કેટલી વિશેષતા છે તે વધારે સ્પષ્ટ આકારમાં કહી સંભળાવી, વિષયસુખની લાલચમાં પડી રહેવાથી કેવી રીતે સંસારમાં પરિભ્રમણ થાય છે તે હકીકત પર ભાર મૂક્યો અને તેવા પ્રકારના સુખથી શિવસુખ પ્રાપ્ત કરવામાં વિશ્વ કરનાર અનંત કાળપર્યત રખડપટ્ટી કેવી રીતે થાય છે તે હકીકત બતાવી આપી.
ભગવાનની આવી વાણી સાંભળીને પિલા કાળજ્ઞ વ્યંતર અને વિચક્ષણ વ્યતરી ઉપર જે મહારાજાનું જાળું પથરાઈ ગયું હતું તે ખસી ગયું, દૂર થઈ ગયું, તેઓ બન્નેમાં સભ્ય દર્શનના પરિણામ જાગૃત થયા અને તેઓના મનમાં કર્મઇધનને બાળી નાખવાને શક્તિવાન્ પ્રબળ પશ્ચાત્તાપ રૂપ અગ્નિ જાગૃત થયે, તેથી તે જ ક્ષણે તેઓ
પિતાના ખરાબ વર્તન માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. કદરૂપી સ્ત્રી આ વખતે તેઓના શરીરમાંથી એક સ્ત્રી બહાર દૂર ખસી ખઈ. નીકળી આવી. તે સ્ત્રીનું શરીર એ વ્યતર અને વ્ય
ન્તરીના શરીરમાંથી નીકળતાં લાલ અને કાળાં પર માણુઓનું બનેલું જણાતું હતું, તે દેખાવમાં તદ્દન કદરૂપી લાગતી હતી અને વિવેકી પ્રાણુઓને બહુ ઉદ્વેગ કરાવે તેવી જણાતી હતી. તે સ્ત્રી બન્ને વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળ્યા પછી તુરતજ ભગવાનના શરીરનું તેજ સહન ન કરી શકવાથી પર્ષદા (સભા)ની બહાર ચાલી ગઈ અને અવળું મુખ રાખી સભાની બહાર દૂર પ્રદેશમાં જઈને જમીન ઉપર બેઠી. પિલા કાળા અને વિચક્ષણુનાં હદય પશ્ચાત્તાપથી એટલાં બધાં
પાણી પાણી થઈ ગયાં કે તેઓની આંખમાં પણ આંસુ આવી ગયાં અને તેઓ બન્ને એક સાથે ભગવાનના પગમાં પડ્યા. ત્યાર પછી કાળા વ્યન્તરે
કહ્યું “ભગવન્! હું તે અધમમાં પણ મહા અધમ છું. ૧ હેતુઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ પ્રવૃત્તિ એ ચારથીજ કર્મબંધન થાય છે. શિર ની ફેë, તો મન્ના જન્મ ! બંધને પામીને જે બંધાય તે “કર્મ કહેવાય છે.
અસલ
વરુપે.
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છે ]
પ્રતિાધકાચાર્ય.
૪૧૯
પ્રભુ ! મેં મારી સ્ત્રીને પણ છેતરી અને પરસ્ત્રીની સાથે વિષયસેવન કર્યું, સરળ હૃદયવાળા મુગ્ધ કુમારને છેતર્યાં, ઋજી રાજા અને પ્રગુણા રાણીને ખાટા પુત્રના માહ ઉત્પન્ન કર્યાં અને આ પ્રમાણે કરીને ખરી રીતે તે। મારા પેાતાના આત્માનેજ છેતર્યાં ! પ્રભુ ! હું આવે! પાપી છું, તા મારી શુદ્ધિ કેવી રીતે થશે તે હવે આપ મને કૃપા કરીને સમજાવે !”
વિચક્ષણા—“ ભગવન્ ! મારી શુદ્ધિ પણ કેવી રીતે થશે તે મને જણાવવા કૃપા કરશેા, કારણ કે મેં પાપીએ પણુ એવાં અનેક કામે કર્યો છે. એ સર્વે અત્ર નિવેદન કરવાની શી જરૂર છે? આપશ્રીને દિવ્ય જ્ઞાન છે તેથી આપ એ સર્વ હકીકત જાણી રહ્યા છે અને આપને તેા તે સર્વ હકીકત પ્રત્યક્ષજ છે, તેથી મારે તે કહી બતાવવાની જરૂર નથી. પ્રભુ ! મારે શું કરવું તે પણ જણાવવા કૃપા કરશેા.”
આચાર્ય—“ તમારે એ બાબતમાં ખેદ કરવાની જરૂર નથી. એમાં તમારા બન્નેના કાંઇ દોષ નથી, તમારૂં અસલ સ્વરૂપ તદ્દન મેલ વગરનું છે. ”
કાળજ્ઞ-વિચક્ષણા— ભગવન્ ! ત્યારે એ કાના દોષ છે? ” આચાર્ય—“ આ તમારા શરીરમાંથી બહાર નીકળી પેલી દૂર જે સ્ત્રી બેઠી છે તેના એ સર્વ દોષ છે.
કાળજ્ઞ-વિચક્ષણા—“ ભગવન્ ! એ સ્ત્રીનું નામ શું છે ?” આચાર્ય—“ ભદ્ર ! એનું નામ ભાગતૃષ્ણા કહેવાય છે. ” કાળજ્ઞ-વિચક્ષણા—“ એવા પ્રકારના અનેક દાષાનું કારણ તે કેવી રીતે થાય છે તે અમને જણાવવા કૃપા કરો !” આચાર્ય. એ ભાગતૃષ્ણાનું સ્વરૂપ તમે સાંભળેાઃ— ભાગતૃષ્ણાનું સ્વરૂપ
“ જેવી રીતે રાત્રી અંધકારને ચોતરફ ફેલાવે છે તે પ્રમાણે એ “ ભાગતૃષ્ણા રાગ વિગેરે દોષોના સમૂહને ચાતરફ ફેલાવે છે. એ “ મહ! નીચ કાર્યો કરનારી અને અાગ્ય ચેષ્ટાઓ આચરનારી હાવાથી “ તે જેના શરીરમાં દાખલ થાય છે તેને ન કરવા યોગ્ય કામે કર “ વાની બુદ્ધિ એકદમ ઉત્પન્ન થાય છે. જેમ ઘાસ કે કાષ્ટથી અગ્નિ
૧ દિવ્યજ્ઞાન: કેવળજ્ઞાન-સર્વજ્ઞપણું. એથી અતીત, અનાગત અને વર્તે. માન કાળના સર્વ ભાવા એક કાળે જાણી દેખી શકાય છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
૮
'
“ કદિ ધરાતા નથી અને ગમે તેટલા જળથી પણ સમુદ્ર તૃપ્ત થત “ નથી તેવી રીતે ગમે તેટલા ભાગેા ભાગવવામાં આવે તાપણુ “ તેથી એ તૃષ્ણા કદિ ધરાતી નથી. જે મૂર્ખ પ્રાણી એમ સમજે છે “ કે એને શબ્દ વિગેરે ઇંદ્રિયાનાં વિષયસુખાનું ભાજન આપીને શાંત રાખ્યા કરવી એ સારૂં છે અને તેટલા માટે જે તેને ભેગ આપ્યા “ કરે છે તે આપડા પેાતાને હાથેજ પાણીમાં પૂરને નાખે છે. જે “ પ્રાણીએ મેાહને વશ થઇને એ ભાગતૃષ્ણાને પેાતાની વહાલી સ્ત્રી “ બનાવે છે તે મહા ભયંકર અને અંત વગરના સંસારસમુદ્રમાં રખડ્યા કરે છે. જે ઉત્તમ પ્રાણીએ એ ભાગતૃષ્ણા ( સ્ત્રી ) ને “ દાષવાળી જાણીને પેાતાના શરીરરૂપ ઘરમાંથી બહાર હાંકી મૂકે છે “ અને તેની સામે પેાતાના મનનાં ( ચિત્તનાં) દ્વાર બંધ કરી દે છે “ તે સર્વ પ્રકારના ઉપદ્રાથી મુક્ત થઇને અને પેાતાનાં સર્વ પાપા “ ધોઇ નાંખીને આત્માને નિર્મળ-મેલ વગરના કરી મહા ઉત્તમ પુ “દને પ્રાપ્ત કરે છે. જે સંત પુરૂષા–સજ્જન પુરૂષો આ ભેાગતૃષ્ણાથી “ રહિત હાય છે તેએ સ્વર્ગ મર્ત્ય અને પાતાળ લોકમાં સર્વ પ્રાણીને “ વંદન કરવા યોગ્ય ગણાય છે અને જે પ્રાણીઆ એ ભાગતૃષ્ણાને “ વશ પડી જાય છે તેઓ સાપુરૂષાની નિંદાને પાત્ર થાય છે. જે “ અધમ પ્રાણીઓ મેાહને વશ પડી જઇને એ ભાગતૃષ્ણાને અનુકૂળ“ પણે વર્તે છે, તેઓને એ સ્ત્રી પોતાની પ્રકૃતિ પ્રમાણે બહુ દુઃખ “ આપે છે અને જે ઉત્તમ પ્રાણીએ એ સ્રીથી પ્રતિકૂળપણે વર્તે છે, “ તેઓને પોતાના સ્વભાવથીજ એ સ્ત્રી સુખસમૂહ આપે છે. જ્યાં “ સુધી પ્રાણીનાં મનમાં એ પાપીષ્ટ ભોગતૃષ્ણા વર્તતી હાય છે, ત્યાં “ સુધી પ્રાણી મોક્ષ ઉપર દ્વેષ કરે છે અને સંસારને બહુ વહાલા “ માને છે. જ્યારે પુણ્યશાળી પ્રાણીઓને કોઇપણ પ્રકારે એ ભાગ“ તૃષ્ણા નાશ પામી જાય છે-દૂર જાય છે ત્યારે આ આખા સંસાર “ તે પ્રાણીને ધૂમ જેવા નિઃસાર લાગે છે. જ્યાં સુધી એ ભાગતૃષ્ણા “ શરીરમાં હેાય છે, ત્યાં સુધી પ્રાણી સ્ત્રીનાં અંગેના ( અવયવ ) જે અશુચિના ઢગલા છે તેને ડોલરનું પુષ્પ, કમળ, ચંદ્રમા વિગેરે સાથે
'
૧ પાણીમાં કપૂર નાખવાથી તે તુરત ગળી જાય છે. મતલમ એવી છે કે ક પૂરની જેમ પ્રાણી પેાતાના નાશ પેાતાને હાથેજ શોધે છે,
Page #462
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
પ્રતિબાધકાચાર્ય.
૪૨૧
t
“ સરખાવે છે, અને તે અંગેા જાણે ખરેખર ડોલર, કમળ કે ચંદ્ર જ છે “ એમ અંતઃકરણપૂર્વક માને છે અને એ ભાગતૃષ્ણા જેવી મનમાંથી “ નીકળી ગઇ, ખસી ગઇ કે પછી સ્વપ્રમાં પણ તે અંગેને માટે “ ઇચ્છા કે વાચ્છના તેને રહેતી નથી. પુરુષપણું કે મનુષ્યપણું સરખું “ હાવા છતાં કેટલાક પ્રાણીએ શેઠ થાય છે અને અન્ય ઘણા ખરા બીજાના “ નાકર થઇને જીવન ગાળે છે અને ગમે તેવાં અધમ કામા કરે છે “ તેનું કારણ એ ભાગતૃષ્ણા છે. જે મહાત્મા પુરુષાનાં શરીરમાંથી તે “ ભાગતૃષ્ણા બહાર નીકળી જાય છે તે કદાચ સ્થૂળ ધન વગરના · હેાય–દુનિયાની નજરમાં નિરધનીઆ દેખાતા હાય તા પણ તે “ ધીર વીર પુરુષો ઈંદ્રના પણ ઇંદ્ર છે એમ સમજવું, કારણ કે બે“ ગની તૃષ્ણા જવા પછી એને કોઇની અપેક્ષા કે દરકાર રહેતી નથી. “ કેટલાક તામસી અને કેટલાક રાજસી પરમાણુથી એ ભાગતૃષ્ણાનું “ શરીર બનેલું છે એમ તંત્રશાસ્ત્ર અને ખીજા ગ્રંથામાં પણ કહ્યું છે.” આચાર્ય મહારાજ સભાને ઉદ્દેશીને અને ખાસ કરીને કાળન વ્યન્તર અને વિચક્ષણા વ્યન્તરીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે “ આ પ્રમાણે હોવાથી તે પાપી સ્ત્રી ( ભાગતૃષ્ણા ) તમારાં પાપકર્મોમાં તમને પ્રવર્તાવનારી નીવડી છે અને તમને અત્યાર સુધી જે અધમ ઇચ્છા થઈ
રાહ જોતી.
ભાગતૃષ્ણા.
૧ ભતૃહિરને આ સંબંધમાં નીચેના પ્રસિદ્ધ શ્લાક છે તે વિચારવા:स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्रवन्मुत्रक्लिन्नं करिवरकरस्पर्धि जघनम्, मुहुर्निन्द्यं रूपं कविजन विशेषैर्गुरुकृतम् ॥
સ્ત્રીનાં સ્તને। માંસના લેાચા છે તેને કવિએ સેાનાના કળશે। સાથે સરખાવે છે; કથી ભરેલા હેઢાંને ચંદ્ર સાથે સરખાવે છે; સરતા મુતરથી ખરાબ થતી બંધને હાથીની સૂંઢ સાથે સરખાવે છે; વારંવાર નિંદવાયેાગ્ય રૂપને મેટા કવિએએ વિનાકારણ મહત્તા આપી દીધી છે. કર્તાનેા આવા પ્રકારને આશય છે તે ખતાવે છે કે જે કવિઓએ આવું રૂપ આપ્યું છે અને ઉપમાએ કલ્પી છે તે લાગતૃષ્ણાને આધીન હતા.
૨ તંત્રશાસ્ત્રઃ એમાં જારણ, મારણ મેાહનને એક વિદ્યાનું રૂપ આપવામાં આવ્યું છે. એ તાંત્રિકશાસ્ત્ર વેદની એક શાખા છે. એ સંબંધી કાંઈક હકીકત આ નંધનપદ્યરતાવળી પૃષ્ઠ ૪૦૦-૪૦૧ માં મળશે. હાલમાં એન. જસ્ટીસ જૉન વુડાનું * Is India Civilised ?' નામનું પુસ્તક બહાર પડયું છે. તેમાં પણ આ મત સંબંધી ઉલ્લેખ છે.
(બેંગાલ ) વાળી ખાસ નવી આવૃત્તિનું રૃ. ૨૫૦
૩ . એ. સેાસાયટી અહીંથી શરૂ થાય છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૨૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩. હતી તેનું કારણ એ દૂર બેઠેલી પાપી સ્ત્રી (ભેગણું) જ છે. તમારે બન્નેનો એમાં કાંઈ દેષ નહે. તમે બન્ને તો સ્વરૂપથી તદ્દન નિર્મળ છે, પણ તમારામાં જે દે દેખાયા હતા અથવા દેખાય છે તેનું કારણ એ સ્ત્રી છે. આ જગ્યાએ રહી શકવાને તે અશક્ત હોવાથી તે બહાર જઈ દૂર ઊભી રહીને તમારી રાહ જુએ છે અને તમે મારી પાસેથી બહાર ક્યારે નીકળો તેની તપાસ રાખ્યા કરે છે.”
વિચક્ષણ અને કાળા–“ભગવાન ! ત્યારે એ પાપી ભેગતૃષ્ણથી અમારે હંમેશને માટે છુટકારે ક્યારે થશે ?”
તૃષ્ણામોચનની ચાવીઓ, આચાર્ય–“હાલ આ ભવમાં તે તમારે તેનાથી સર્વથા છુટકાર થઈ શકશે નહિ, કારણ કે તમે એને હાલ સર્વથા છેડી શકો “એમ જણાતું નથી; પણ એને સંપૂર્ણપણે દળી નાખે એવું સમ્ય
દર્શન રૂપ મુગર આજે તમને પ્રાપ્ત થયું છે; એ સમ્યગ્દર્શનને “તમારે સદ્ગુરૂ સાથે વધારે વધારે સંબંધ રાખીને વારંવાર વધારે ને “વધારે જાગૃત કર્યા કરવું, એ ભેગતૃષ્ણને અનુકૂળ થાય એવું કઈ પણ કામ તમારે બનતા સુધી કરવું નહિ, એના સંબંધમાં આવવાથી મનમાં વિકાર કેવા પ્રકારના થાય છે તેને બરાબર ઓળખી “લેવા, એવા પ્રકારના વિકારના પ્રસંગ આવે કે તરત તેનાથી ઉલટી “ભાવનાઓ નિરંતર મનમાં તૈયાર રાખી એ વિકારની સામે થવું“આ પ્રમાણે જે તમે વારંવાર કર્યા કરશે તે તે (ભેગતૃણું)
તમારા શરીરમાં રહેશે તે પણ પાતળી પડતી જશે અને તમને “જરા પણ હેરાનગતી કરી શકશે નહિ, ત્રાસ આપી શકશે નહિ.
અને અગવડમાં ઉતારી શકશે નહિ. આગળ ભવાંતરમાં તમે એ “પ્રમાણે કરવાથી એ ભેગતૃષ્ણનો સર્વથા ત્યાગ કરવાને જરૂર શક્તિમાનું થશે.
કાળજ્ઞ વ્યંતર અને વિચક્ષણું વ્યંતરી આ હકીકત સાંભળીને બહુ રાજી થયાં અને પ્રભુ! આપે અમારી ઉપર બહુ કૃપા કરી” એમ બોલતાં આચાર્ય ભગવાનના પગમાં પડ્યાં. હવે આ બનાવ જોઈને અને આચાર્ય મહારાજનાં વચન સાંભળીને ઋજુ રાજા, પ્રગુણુ રાણી,
૧ સદર્શનઃ શુદ્ધ દેવ ગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા. એ સમ્યમ્ દર્શનથી ઉલ્કાતિ ધીમે ધીમે વધતી જાય છે અને ભગતૃષ્ણાના સ્વરૂપનું જ્ઞાન થવાથી ધીમે ધીમે તેનો ત્યાગ થતાં છેવટે તેનાથી સર્વથા મેક્ષ થાય છે, તેથી એ દર્શનને મુગર કહેવામાં આવ્યું. ભગતૃષ્ણના ત્યાગને ઉપાય આચાર્યશ્રી બતાવે છે તે ખાસ વિચારવા યોગ્ય છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭] પ્રતિબંધકાચાર્ય.
४२३ મુગ્ધ કુમાર અને અકટિલા–એ ચારેને મનમાં બહુ પશ્ચાત્તાપ થયો. અને તેની સાથેજ સારા અધ્યવસાય તેઓના આત્મામાં ઉગી નીકળ્યા. જુ રાજા અને પ્રગુણું રાણીએ પોતાના મનમાં વિચાર કર્યો કે પુત્ર અને પુત્રવધૂ બેવડા થઈ ગયા એવા ભ્રમને પરિણામે અમે નકામી વિડંબના ઊભી કરી અને તેમ કરીને છોકરાને અને છોકરાની વહુને ઉલટે માર્ગે ચાલવા દીધા એ કામ આપણાથી બહુ ખાટું થઈ ગયું. મુગ્ધ કુમારે પિતાના મનમાં વિચાર કર્યો કે અહો ! મેં પરસ્ત્રી સાથે રમણ કરીને મારા કુળને મોટું કલંક લગાડ્યું. અકુટિલાએ પિતાને મનમાં વિચાર કર્યો કે અહો ! મારૂં શીલ ખંડન થઈ ગયું, મારાથી મોટું અકાર્ય થઈ ગયું. ચારેના મનમાં તેજ વખતે એવો વિચાર થયો કે આપણે આ સર્વ હકીકત બની છે તે ભગવાનને બરાબર જણાવી દઈએ. એ મહાત્મા આપણે સર્વએ જે પાપ કર્યો છે તેનાથી શુદ્ધ થવાનો કોઈ રસ્તો કાઢી આપશે અને તેઓ જે ઉપાય બતાવશે તે આપણે બરાબર કરશું.
આજે બાળક પ્રકટન, અજ્ઞાન બાળકનું રૂપ,
પાપને માથા પર લાત, આવી રીતે રાજા, રાણ, કુમાર અને કુમારવધૂ વિચાર કરતા હતા
તે વખતે “હું તમારું રક્ષણ કરીશ, હું તમારું રક્ષણ આર્જવ- કરીશ” એમ બોલતું એક બાળક જેનું શરીર આ પ્રકટન. ચારે રાજપુરૂષનાં શરીરમાંથી નીકળતાં શુદ્ધ ૫
માણુઓનું બનેલું દેખાતું હતું તે બહાર નીકળી આવ્યું; તે બાળકનો રંગ ધોળો હતો, તેની આસપાસ આજુબાજુ પ્રકાશ માલૂમ પડતા હતા, તેનો આકાર એટલે બધે સુંદર લાગતો હતો કે તેની સામે નજર કરવાથી આંખ ઠરતી હતી અને મન પ્રસન્ન થતું હતું. આ નાનું બાળક ભગવાનના મુખ સામું જોઈ સર્વની આગળ આવીને ભગવાનની સામે બેસી ગયું. એ બાળકની પછવાડે એક બીજું બાળક બહાર નીકળ્યું તેનો વર્ણ કાળ હતો, આકાર બેડળ હતો અને સામું જોવાથી ઉદ્વેગ થાય તેવું તે બાળક હતું. આ બીજા શ્યામ વર્ણના બાળકમાંથી તેના જેવાજ ખરાબ આકાર અને બેડોળ રૂપને ધારણ કરનાર પણ સ્વભાવમાં વળી આ બીજા બાળથી પણ વધારે ખરાબ એક ત્રીજું બાળક બહાર નીકળતું જણાયું અને બહાર નીકળવાની સાથે એકદમ વધારે મેટું મોટું થવા લાગ્યું. એને
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
વધતું જોઈને પહેલું આળક જે શ્વેત રંગનું હતું તેણે પાતાની મુઠ્ઠી તેરથી પેલા વધતા બાળકના માથાપર લગાવીને તેને વધતું અટકાવી દીધું અને તેને અસલ સ્વરૂપમાં-પ્રકૃતિમાં આણી દીધું. આ પ્રમાણે બન્યું એટલે પેલા એ કાળા વર્ણના બાળકો હતાં તે ભગવાનના સભાસ્થાનમાંથી બહાર નીકળી ગયા. આ પ્રમાણે ત્રણે બાળકોનું આશ્ચર્યજનક ચરિત્ર ચાલી રહ્યું છે તે વખતે આચાર્ય ભગવાને રાજા વિગેરેને ઉદ્દેશીને કહ્યું “ ભદ્રો ! તમે સર્વ વિચાર કરી છે કે તમે પોતે વિપરીત આચરણ કર્યું-પણ તમારે તે સંબંધમાં દિલગીર થવાની જરૂર નથી, કારણ કે એમાં તમારો પોતાના કાંઇ દોષ નથી, તમે સર્વ તા સ્વરૂપથી નિર્મળ છે. ”
જી
ઋજીરાજા≠િ— સાહેબ ! ત્યારે એમાં કાના દાષ છે તે અમને સમાવેશ. ’
આચાર્ય
આ ધેાળા વર્ણનું બાળક તમારા શરીરમાંથી બહાર નીકળ્યું ત્યાર પછી જે કાળા વર્ણનું બાળક બહાર નીકળ્યું તેને એ સર્વ દોષ છે. ’
જીરાજાદિ—“ સાહેબ! એ બાળકનું નામ શું છે?'' આચાર્ય— એનું નામ અજ્ઞાન છે. ”
ઋજીરાજાતિ— એ અજ્ઞાન બાળકમાંથી વળી એક બીજું કાળું બાળક ઉત્પન્ન થયું અને તેને પેલા ધોળા બાળકે મુડ્ડી મારીને વધતું અટકાવી દીધું તે બાળકનું નામ શું છે તે અમને કૃપા કરીને કહેા. ’ આચાર્ય—‹ એનું નામ પાપ કહેવાય છે. ઝ
ઋજુ રાજાતિ—“ ત્યારે સાહેબ ! પેલા ધોળા રંગના બાળકનું નામ શું તે પણ અમને જણાવવા કૃપા કરે. ” આચાર્ય—“ એનું નામ આર્જવ કહેવાય છે. '
ઋજુ રાજાદિ—‹ આ અજ્ઞાન આળક કેવું છે? એ અજ્ઞાનમાંથી પાપ કેવી રીતે ઉત્પન્ન થયું ? એને વધતાં જતાં આવે કેવી રીતે અટકાવ્યું ? એ સર્વ હકીકત અમે વિસ્તારથી સમજવા ઇચ્છા રાખીએ છીએ અને અમને તે સમજવાની ઘણી આતુરતા છે માટે આપ સાહેબ અમારા ઉપર કૃપા કરીને એ સર્વ હકીકત કહી સંભળાવે.”
આચાર્ય-“ તે તમારી ઇચ્છા એ પ્રમાણે છે તેા સાંભળેઃ— ૧ આર્જવ: સરળતા, માયાને ત્યાગ. મૂળમાં એનું સ્વરૂપ વિસ્તારથી હમહાજ બતાવવામાં આવરો.
Page #466
--------------------------------------------------------------------------
________________
પ્રતિબાધકાચાર્ય.
પ્રકરણ ૭]
અજ્ઞાન સ્વરૂપ
*
"C
આ તમારા શરીરમાંથી અજ્ઞાન બાળક બહાર નીકળી પડ્યું તેજ “ સર્વ દાષાનું કારણ છે. એ જ્યાંસુધી શરીરમાં હાય છે ત્યાંસુધી પ્રાણીએ કરવા ચેાગ્ય અને ન કરવા ચેાગ્ય કાર્યોનેા તફાવત સમજી શકતા નથી “ તેમજ પેાતાને ગમન કરવા યોગ્ય શું છે અને શું નથી (ગમ્યાગમ્ય`) તે પણ સમજી શકતા નથી. એ અજ્ઞાન શરીરમાં હેાય છે ત્યાંસુધી “ અમુક ખાવા ચાગ્ય છે કે નહિ ( ભક્ષ્યાભક્ષ્ય), અમુક પીવા યોગ્ય “ છે કે નહિ ( પેયાપેય ) તેને પ્રાણી સમજી શકતા નથી અને અંધ “ માણસા જેમ કુવામાં પડે તેમ કુમાર્ગમાં તેઓ ઝંપલાવે છે. એવી “ રીતે આંધળી કરીને પ્રવર્તનાર પ્રાણી ભયંકર કઠોર કમો આધે છે “ અને બીજું કાઇ પણ જાતનું ભાતું લીધા વગર પરભવમાં જઇને “ પાર વગરની સંસાર અટવીમાં અનેક પ્રકારનાં દુઃખે ખમતાં ભમ્યા “ કરે છે, રખડ્યા કરે છે, ભટક્યા કરે છે. (પ્રાણી નાની મુસાફરીએ “ જાય છે ત્યારે પણ ભાતું સાથે લઇ જાય છે પણ આવી “ અટવી જેને છેડો પણ જોયા નથી તેની અંદર મોટી મુસાફરી “ માટે જરા પણ ભાતું રાખતા નથી તેથી બહુ ત્રાસ પામે છે, “ હેરાન થાય છે, દુઃખી થાય છે. ) રાગ દ્વેષ વિગેરેને પ્રવર્તાવનાર પણ “ એ અજ્ઞાન જ છે. ભાગતૃષ્ણા જેનું સ્વરૂપ મેં તમને હમણાજ “ કહી બતાવ્યું અને જે હમણાજ બહાર જઇને દૂર બેઠી છે તેને પણ “ જ્યારે જ્યારે પ્રાણી ઉપર પેાતાની અસર કરવી હાય છે ત્યારે તેને “ અજ્ઞાનની મદદની અપેક્ષા રહે છે. જો અજ્ઞાન ન હેાય તે ભાગ
સંસાર
૪૫
તૃષ્ણા પાછી ચાલી જાય છે અને કદાચ પેાતાનું જોર થોડો વખત “ બતાવે તે પણ તુરતજ પાછી રસ્તે પડી જાય છે, કારણ કે અજ્ઞાન “ વગર તેનું જોર ચાલી શકતું નથી. એ અજ્ઞાનનું જોર કેટલું છે તે “ જીએઃ આ આત્મા સ્વરૂપથી સર્વજ્ઞ છે એટલે સર્વ ભાવા જાણી “ શકે તેવા છે, સર્વદર્શી છે એટલે સર્વ ભાવેાને દેખી શકે તેવા છે “ અને નિર્મળ છે એટલે તદ્દન કર્મમેલ વગરના છે; તેવા આત્માને “ એ અજ્ઞાનના સંબંધ થવાથી એ એટલા બધા વિરૂપ થઇ જાય છે “ કે એક પથ્થરથી તે કાંઇ વધારે સારો રહેતા નથી, પથ્થરમાં અને “ તેનામાં જાણે કાંઇ તફાવત ન જ હોય તેવા તે જડ થઇ જાય છે.
૧ ગયાગમ્યઃ—પરસ્ત્રી અગમ્ય-નહીં ગમન કરવા યેાગ્ય છે, સ્વસ્રી સંસારીને અમુક કાળે ગમન કરવા યોગ્ય છે, ઇત્યાદિ.
૫૪
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
“ દેવતાઓમાં, મનુષ્યમાં અને મેાક્ષમાં જે દૈવી સંપત્તિ છે તે સર્વનું “ સારા માર્ગના રોધ કરનાર અજ્ઞાન હરણ કરી લે છે અને અજ્ઞાનવડે “ તે સર્વ શુભ સંપત્તિ નાશ પામી જાય છે. અજ્ઞાન જ ભયંકર નરક છે (કારણ કે તે અંધકારમય છે), અજ્ઞાન જ ખરેખરૂંદારિત્ર છે અને અજ્ઞાન જ ખરેખરો શત્રુ-દુશ્મન છે; અજ્ઞાન રોગને સમૂહ છે, અજ્ઞાન વૃદ્ધાવસ્થારૂપ છે, અજ્ઞાન સર્વ વિપત્તિ રૂપ છે “ અને અજ્ઞાનજ વાસ્તવિક મરણ છે. જે પ્રાણીમાં અજ્ઞાન ન હોય “તે। આ ઘર સંસારસમુદ્ર પ્રાણીને જેવા અડચણ કરનાર જણાય છે “ તેવા આકરા, સંસારમાં રહેતાં છતાં પણ, જણાતા નથી. પ્રાણીમાં
6.
ઃઃ
'
જે જે અચાકસ વર્તન જેવામાં આવે છે, ખરાબ રસ્તે થતી અનેક “ પ્રવૃત્તિએ જોવામાં આવે છે અને અરસ્પરસ વિરોધવાળાં જે “ ગોટાળા દેખાય છે તે સર્વનું કારણ એ અજ્ઞાન છે. જે પ્રા
Co
ણીએના મનમાં એ સર્વ પ્રકાશને આવરણ કરનાર અજ્ઞાન વર્તતું “ હોય છે તે જ પાપકર્મમાં પ્રવૃત્તિ કરે છે. જે ભાગ્યવાન્ પ્રાણી“ એનાં ચિત્તમાંથી એ અજ્ઞાન નીકળી જાય છે તેના અંતરાત્મા “ પરમ શુદ્ધ થઇ જાય છે અને તેવા પ્રાણીએ પછી સદાચારમાંજ
..
*
પ્રવૃત્તિ કરે છે અને એવા પ્રાણીએ જેનાં મન અત્યંત શુ ૢ “ થયેલાં હાય છે તે ત્રણ ભુવનને વંદન કરવા યોગ્ય થઇને સર્વે “ પાપ રૂપ બેંકથી મુક્ત થઇ આખરે પરમ પદ-માક્ષને પ્રાપ્ત કરે છે. “ અત્ર જે અજ્ઞાનનું વર્ણન કર્યું તેના પ્રસ્તુત બાબતમાં તમે ચારે જણ્ “ એકસાથે ભાગ થઇ ગયા તેથીજ બધા ગેટાળા થઇ ગયા, તેમાં સર્વ “ દોષ એ અજ્ઞાનનેા છે; તમારા એમાં કશે। દોષ નથી.
પાપ સ્વરૂપ.
፡
“ એ અજ્ઞાન જેનું ઉપર વર્ણન કર્યું તે પાપ રૂપ બાળકને હ“ મેશા જન્મ આપે છે તેવી રીતે તેણે અહીં પણ પાપને ઉત્પન્ન કર્યું છે. ડાહ્યા માણસે એ પાપને સર્વ દુઃખાનું કારણ છે એમ “ કહીને વર્ણવે છે તે તદ્દન ચેાગ્ય છે. એ પ્રાણીઓને ઉદ્વેગ રૂપ ભયં“ કર સમુદ્રમાં હડસેલી મૂકે છે. આ દુનિયામાં જે જે લેશેા થાય છે “ તે તે સર્વનું કારણ એ પાપ છે એમ કહેવામાં આવે છે અને તે“ ટલા માટે પાપનું કારણ થાય એવું કોઇ પણ કાર્ય સમજી માણસ “ કરતા નથી. કેવાં કામે એ પાપનાં કારણા અને છે તે જાણવાની “ તમને સ્વાભાવિક ઇચ્છા હશે તે તે પણ તમને જણાવું છું: હિંસા, “ અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ-એ પાંચ, શુદ્ધ તત્ત્વજ્ઞાન તરફ
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્રતિાધકાચાર્ય.
૪૨૭
પ્રકરણ ૭ ]
'
અશ્રદ્ધા અને ક્રોધ, માન, માયા અને લાભ-એ ચાર કષાય પાપનાં કારણા છે. મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારે એ હિંસાદિ પાંચ, અશ્રદ્ધાન અને ચાર કષાયાને આચરવા નહિ, એટલુંજ નહિ પણ “ પ્રયત્ન કરીને એના પ્રસંગોને દૂર રાખવા, તેમ કરવાથી પાપ બંધાશે “ નહિ અને પાપ નહિ બંધાય તે પછી દુઃખના સંભવ રહેશે નહિ. “ તમને પણ અજ્ઞાનને લીધેજ પાપ પ્રાપ્ત થયું, તેથી સમજવું કે એ “ હિંસા વિગેરે સર્વ દાષાને પ્રવર્તાવનાર મૂળ કારણ તરીકે પેલું અજ્ઞાન જ છે.
આર્જવ સ્વરૂપ.
“ એ વધતા જતા પાપને આર્જવે અટકાવી દીધું એમ અગાઉ તમારા જોવામાં આવ્યું હતું તે આર્જવનું સ્વરૂપ હવે તમે સાંભળેઃ“ આર્જવ પ્રાણીઓના આશયને અત્યંત શુદ્ધ કરનાર હેાવાથી તેનાં “ વધી જતાં પાપાને તે અટકાવી શકે છે. સર્વ પ્રાણીઓના સંબંધમાં “ આર્જવ એજ કામ કરે છે અને તમારા સંબંધમાં પણ તેણે પે“ તાની રીતિપ્રમાણે પાપને જીતવાનું કાર્ય કરી બતાવ્યું છે. બાળકનું રૂપ
.
ધારણ કરનાર અને પ્રકૃતિથી હસતા મુખડાવાળું એ આર્જવ મા“ ળક ‘હું તમારૂં રક્ષણ કરીશ, હું તમારું રક્ષણ કરીશ ’ એમ નિરં“ તર બાલ્યા કરે છે. જે ભાગ્યશાળી પ્રાણીઓના ચિત્તમાં એ આર્જવ વર્તતું હોય છે તેઓ કદાચ અજ્ઞાનથી પાપાચરણ કરે તે પણ તે બહુ થોડું પાપ બાંધે છે, કારણ એ આર્જવ પાપને વધવા દેતું
*
'
6.
નથી; વળી એવા પ્રાણીએ જ્યારે શુદ્ધ માર્ગને જાણી જાય છે ત્યારે
“ કર્મને કાપી નાખીને મેાક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે અને એવી રીતે
ઃઃ
፡
''
શુભ મનવાળા થયેલા ભાગ્યશાળી પ્રાણીઓ આખા જીવન પર્યંત “ નિર્મળ આચાર પાળીને સંસારને પાર પામી જાય છે.
ધર્માચરણ-કર્તવ્ય.
(6
તમે સર્વ ભદ્રક જીવા એ ભાવને પામ્યા છે . અને આર્જવ શું છે તે બરાબર સમજી ગયા છે તેથી હવે તમારે સમ્યગ્ ધર્મનું
26
“ સેવન કરવું અને અજ્ઞાન તેમજ પાપને ધોઇ નાખવાં. જે હકીકત
<<
હું હવે તમને બતાવું છું તે બરાબર ધ્યાન રાખીને સમજો. સમજુ “ વિદ્વાન માણસે વિચારવું કે આ સંસારમાં વિશુદ્ધ ધર્મ જ એક ખાસ “ આદરવા લાયક વસ્તુ છે, કારણ કે એ ધર્મ વગર બીજું જે કાંઇ “ છે. તે સર્વ દુ:ખનું કારણ છે. પાતાને વહાલાં હોય તે “ સાથેના સંયોગ અનિત્ય છે, તેમજ ઇર્ષ્યા અને શાકથી ભરપૂર છે;
Page #469
--------------------------------------------------------------------------
________________
૪ર૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૩
· જીવાની અસ્થિર-ચપળ છે અને હાય તેટલા વખત પણ ખરાબ “ આચરણાનું નિવાસસ્થાન છે; જે સંપત્તિ અનેક પ્રકારના કલેશા ક* રીને ઉત્પન્ન કરી હાય છે તે અનિત્ય છે અને જે જીંદગી ઉપર સર્વ ભાવેાની ધારણા કરી રાખેલી હાય છે તે પોતે પણ અનિત્ય છે, નિરંતર ટકી રહે તેવી નથીજ. એક વાર જન્મ થાય છે, વળી મૃત્યુ “ થાય છે, વળી જન્મ થાય છે, પાછું વળી મરવું પડે છે એમ ચાલ્યાજ કરે છે, તેમાં વળી અધમ સ્થાનાના અનેક પ્રસંગે આશ્રય
..
..
લેવા પડે છે આવી રીતે સર્વ વારંવાર થયા કરે છે, તેથી અહીં કોઇ પણ પ્રકારનું સ્થિર સુખ મળતું નથી. આ સંસારમાં સર્વ વ
..
(
સ્તુઓ સ્વભાવથીજ અસુંદર ( ખરાબ ) છે, સારી નથી, માટે એમાં ડાહ્યા-વિવેકી પ્રાણીએ કોઇપણ ધારણા બાંધવી એ યુક્ત લાગતું નથી. * આ જગતમાં જો કોઇ વસ્તુ આધાર આંધવા લાયક હોય તે માત્ર
..
..
..
6.
એક કલંક વગરના અને આખા જગત્ને વંદન કરવા યોગ્ય ધર્મ જ છે,
..
• કારણ કે તે ઉત્કૃષ્ટ અર્થને સાધનાર છે; આ પ્રમાણે હોવાથી સુર
..
· ચારિત્રવાન્ પ્રાણીએ એ ધર્મને સેવા યુક્ત છે અને તે સિવાય * બીજી કોઇ પણ વસ્તુ ઉપર આધાર રાખવા એ તદ્દન નકામું છે. ” રાજા, રાણી, કુમાર અને વરૃપર અસર. ઋજુ રાજાદિને પ્રત્રજ્યાનિર્ણય.
શુભાચારને રાજ્ય અને ચારેની દીક્ષા.
'આચાર્ય મહારાજનું આવું અમૃત જેવું ભાષણ સર્વ પ્રાણીઓનું ચિત્ત સંસારવાસથી નિવૃત્ત થયું. શ્રૃજી સાહેબ ! આપ જે ફરમાવેા તે કરવા હું તૈયાર છું. ણીએ ઋજી રાજા સામે નજર કરી કહ્યું “ મહારાજ ! હવે શા માટે જરા પણ વિલંબ કરવા જોઇએ ? ” મુગ્ધ કુમારે કહ્યું “ પિતાજી ! આપનું કથન યુક્ત છે. માતાજી ! આપે કહી તે વાત પણ બરાબર છે.
સાંભળીને તે રાજાએ કહ્યું પ્રગુણા રા
..
”
૧ પ્રધનરતિ આચાર્ય મહારાજ આ પ્રમાણે ઉપદેશ ઋજુ રાજા, પ્ર ગુણા રાણી, મુગ્ધ કુમાર, અકુટિલા, કાળજ્ઞ, અને વિચક્ષણા સન્મુખ આપે છે. સંદેહ પડતી ખાખતમાં કાળક્ષેપ કરવા અને તપાસ કરવી તે ઉપર આ સર્વ વાર્તા મધ્યમમુદ્ધિ પાસે તેની માતા સામાન્યરૂપા કહે છે-સ્પર્શેદ્રિય કેવી રીતે કાર્ય કરે છે તે બતાવવા આ આળ અને મનીષીનું દૃષ્ટાન્ત કુમાર મંદિવર્ધન સમક્ષ વિદુર કહે છે અને પેાતાના આખા સંસારચક્રનો અનુભવ બતાવતાં સંસારીજીવ આ સર્વ વાત સદાગર સમક્ષ કહી બતાવે છે. વાર્તાના રસમાં આ હકીકત ચાલી ન જાય તેથી યાદ આપવાની આટલી જરૂર છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭] પ્રતિબોધકાચાર્ય.
૪૨૯ એવા પ્રકારનું અનુષ્ઠાન કરવું તે તદન યોગ્ય છે અને આપણે કરવા યોગ્ય છીએ.” અકુટિલાની આંખો આનંદથી કુલી ગઈ તેપણ વડીલેની સમક્ષ લજજાને લઈને તે કાંઈ બોલી શકી નહિ અને તેઓ જે બેલ્યા તેને માટે ગિતથી સંપૂર્ણ સંમતિ દર્શાવતી મર્યાદાને લઈને તે મૌન ધારણ કરી બેસી રહી. તે વખતે તેઓ ચારે ભગવાનના ચરણમાં પડ્યા. ઋજુ રાજાએ કહ્યું “ભગવાને જેની આજ્ઞા કરી છે તે હવે અમને આપ.” તેને જવાબમાં આચાર્ય ભગવાને કહ્યું “તમારા જેવા ભવ્ય પ્રાણીઓએ તેમ કરવું તે તદ્દન યોગ્ય છે.” પછી મહારાજા ઋજુ રાજાએ સારે દિવસ ક્યારે આવશે તે સંબંધી સવાલ કર્યો તેના જવાબમાં આચાર્ય મહારાજે જણાવ્યું કે આજનો જ દિવસ બહુ ઉત્તમ છે; એટલે રાજાએ ત્યાં રહ્યા રાજ મોટાં દાન આપ્યાં, દેવનું પૂજન કર્યું, પોતાનો એક બીજો શુભાચાર નામને પુત્ર હતા તેને રાજ્યગાદી ઉપર બેસાડો અને પોતાની પ્રજાના સવે માણસને બહુ સારી રીતે અનેક પ્રકારે આનંદ આપે. હવે એ ચારે મનુષ્ય (ઋજુ રાજા, પ્રગુણું રાણી, મુગ્ધ કુમાર અને અકુટિલા) પોતાને દીક્ષા લેવા ગ્ય સર્વ કર્તવ્યકર્મ કરીને પ્રત્રજ્યા લેવા માટે તૈયાર થયા, ગુરુ મહારાજે તેમને સભાવ આપે અને એ ચારે જણાએ તેજ વખતે દીક્ષા લીધી. તે જ સમયે પેલા અજ્ઞાન અને પાપ બાળક બહાર ઊભાં રહ્યાં હતાં તેઓ દૂર ભાગી ગયાંનાસી ગયાં અને પેલું ઘળું બાળક (આર્જવ) હતું એણે ચારેના શરીરમાં પ્રવેશ કર્યો. કાળજ્ઞ વિચક્ષણાની આત્મવિચારણા ચારિત્રની અશક્તિ પણ સમ્યકત્વ પ્રાપ્તિ,
ભેગતૃષ્ણને સ્વીકાર પણ રને અભાવ, તે વખતે કાળા વ્યન્તર પિતાની સ્ત્રી વિચક્ષણ સાથે વિચાર કરે છે કે ખરેખર, આ ચારે મનુષ્યોને ધન્ય છે, તેઓનો અવતાર તો બરાબર સફળ થયે, તેઓ ખરેખરા પુણ્યશાળી જીવો છે, અને તેમ હોવાને લીધે જ તેઓ ભગવાનની બતાવેલી દીક્ષા લેવાને ઉદ્યમવંત થયા છે. આ સંસારસમુદ્ર તટે ઘણે મુશ્કેલ છે પણ મારા માનવા પ્રમાણે તેઓ તો એ ભવસમુદ્રને તરી ગયા ! સંસારસમુકને પાર પહોંચાડવા માટે પ્રબળ કારણભૂત એ ચારિત્રરત છે, પણ આપણે “દેવભાવને લીધે કમનશીબે તે રનથી બનશીબ રહ્યા છીએ,
૧ દેવતાઓ હંમેશા અવિરતિજ હોય છે, તેઓ ચારિત્ર લઈ શકતા નથી એટલું જ નહિ પણ એક સામાન્ય પચ્ચખાણ-નિયમ પણ લઈ શકતા નથી.
Page #471
--------------------------------------------------------------------------
________________
४३०
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ છતાં આપણને પણ થોડે થોડે તો લાભ મળ્યો છે અને તે આ છેઃ અનંત ભવે પણ પ્રાપ્ત થવું મુશકેલ સમ્યક્ત્વરૂપ રન જે મિથ્યાત્વના ચૂરેચૂરા કરી નાખે છે તે આજે પ્રાપ્ત થયું છે તેથી આપણે પણ કાંઈક અંશે ભાગ્યશાળી છીએ. દરિકી પ્રાણીને રસને ઢગલો કદિ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને તેઓ બન્ને પણ સૂરિ મહારાજનાં ચરણમાં પડયા અને પછી તેમની આજ્ઞા લઈને પોતાના સ્થાન પર જવા માટે નીકળ્યા. તેઓ જેવા સભાસ્થાનમાંથી બહાર નીકળ્યા કે તુરતજ ભગતૃષ્ણ જે બહાર તેઓની રાહ જોઈને ઊભી રહી હતી તે પછી તેના શરીરમાં દાખલ થઈ ગઈ, પણ હવે આ વ્યન્તર અને વ્યસ્તરીને શુદ્ધ સમ્યક્ત્વ થયું હતું તેના જોરથી એ (ભગતૃષ્ણ) તેઓને ભવિષ્યમાં કેઈપણ પ્રકારની અડચણ કે અગવડ કરી શકે તેવી સ્થિતિમાં રહી નહતી.
વ્યંતર વ્યંતરીના ખુલાસા હવે એક દિવસ વિચક્ષણ અને કાળજ્ઞ એકાંતમાં બેઠા હતા તે વખતે વિચક્ષણાએ પૂછયું “પ્રાણનાથ! જ્યારે તમે જોયું કે હું આપને છેતરતી હતી અને પરપુરૂષ સાથે વિચરતી હતી ત્યારે આપે આપના મનમાં મારે માટે શું વિચાર કર્યો હતો?” આ પ્રશ્નના જવાબમાં કાળને તે વખતે પોતાના મનમાં મુગ્ધને મારી નાખવાના અને છેવટે વખત કાઢવાના જે જે વિચાર અને નિર્ણ થયા હતા તે સર્વ તેણે કહી સંભળાવ્યા. આ વિચારશીળ જવાબ સાંભળી વિચક્ષણ બોલી “આર્યપુત્ર! આપનું નામ 'કાળજ્ઞ છે તે તદ્દન એગ્ય છે. તમે તમારા નામ પ્રમાણે વખત જાણનાર અને શોધનાર છે, એમાં જરા પણ શંકા જેવું નથી. તમે તે વખતે ઉતાવળા ન થઈ જતાં વખત કાઢો તેથી તમે તમારું નામ સાર્થક કરી બતાવ્યું છે.”
પછી કાળ વિચક્ષણને પૂછયું “હાલી ! મને પરસ્ત્રી સાથે રમણ કરતો જોઈ તારા મનમાં શા શા વિચારો થયા હતા?” તેના જવાબમાં વિચક્ષણને જે જે લાગણીઓ થઈ હતી તે સર્વ તેણે કહી બતાવી. ત્યારે કાળ કહ્યું “ખરેખર ! તારા મનમાં ઈષ્ય-અસૂયા થવા છતાં તે વખત કાઢી નાખી ઉતાવળ ન કરી તેથી તારું વિચક્ષણ (ડાહી, સમજુ) નામ છે તે તે સાર્થક કર્યું છે. વહાલી ! જે આપણે કાળવિલંબ કર્યો તો ભોગો પણ ભોગવ્યાં, પ્રીતિ પણ બની રહી અને અકાળે આપણે વિરહ ન થયો, તેમજ છેવટે આપણને
૧ કાળે જાનાતિ ઇતિ કાળજ્ઞ સમયને જાણે તેને “કાળજ્ઞ' કહેવામાં આવે છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
પ્રતિાધકાચાર્ય.
૪૩૧
ધર્મ પણ પ્રાપ્ત થયા અને ઋજુ રાજા વિગેરે ઉપર આપણે મોટા ઉપકાર કર્યો. તેટલા માટે આપણે જે કાળવિલમ કર્યાં તે આપણને તે બહુ સફળ થયા. ’ વિચક્ષણાએ જવાબમાં કહ્યું “ નાથ ! એ મામતમાં શું સંદેહ છે? વિચાર કરીને જે કાંઇ કરવામાં આવે છે તે સારૂંજ થાય છે, 1
પછી તે દંપતીને પરસ્પર બહુ સારી પ્રીતિ થઇ અને શુદ્ધ ધમૅપ્રાપ્તિથી આત્માને કૃતાર્થ માનતાં તે આનંદથી રહેવા લાગ્યા...
*
**
**
*
*
કથાનેા સાર–સામાન્યરૂપાના ઉદ્દેશ, સામાન્યરૂપા મધ્યમબુદ્ધિને ઉપર પ્રમાણે મિથુનદ્રયનું દૃષ્ટાન્ત આપીને કહે છે “ હે પુત્ર! મેં તને આ મિથુનદ્રયનું દૃષ્ટાન્ત આપ્યું તે ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે જ્યારે કોઇ પણ બાબતમાં સંદેહ પડી જાય અથવા એક નિર્ણય પર આવવાનું બની શકે તેમ ન હાય ત્યારે સારા રસ્તા એ છે કે થોડો વખત કાઢી નાખવા અને હકીકત કઇ દિશામાં વલણ લે છે તે તપાસવું, જોવું, અવલાકવું અને પછી જે બાબત ગ્રહણ કરવાથી લાભ વધારે જણાતા હોય તે બાબત આદરવી. ” મધ્યમમુદ્ધિએ પેાતાની માતાની આ આજ્ઞા માથા ઉપર ચઢાવી. હવે સ્પર્શન જે ભાવથી સર્વને ખરેખરા દુશ્મન છે તેના ઉપર મધ્યમબુદ્ધિ મનીષીના કહેવાથી બહુ પ્રીતિ કરતા નથી અને વળી કોઇ વખત માળના કહેવાથી તેના ઉપર જરા જરા સ્રહ કરે છે તાપણુ પાતે ચેતતા રહે છે. એવી રીતે મધ્યમબુદ્ધિ ત્યાગ અને સૂં વચ્ચે હીંચેાળા ખાતેા વખત કાઢ્યા કરે છે.
*
૧ આ કથા પૃ, ૪૧૧ થી શરૂ થાય છે અને તે મધ્યમમુદ્ધિની માતા સામાન્યરૂપાના મ્હામાં મૂકવામાં આવી છે. એમાં બહુ ઊંડા આરાય છે અને તે ખાસ વિચારવા યેાગ્ય છે. ઉપર ઉપરના સાર તે સામાન્યરૂપાજ કહે છે પણ તેના અંતરમાં ઋતુ અને અકુટિલ મનુષ્યોની ભાળાઇ, બાહ્ય દેખાવમાં ફસી ન જવાના અને ખીજો બહુ બેધ છે તે વારંવાર વાંચવાથી સ્ફુરી આવશે.
Page #473
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
મદનકંદળી. કી બા ળે એક દિવસ પિતાની માતા અકુશળમાળાને તેની કાન વેગશક્તિ બતાવવા માટે આગ્રહ કર્યો તેના જવા
બમાં તેણે પુત્રને પિતાની બરાબર સન્મુખ રહેવા ને જ કહ્યું અને જણાવ્યું કે પોતે હવે યોગશક્તિ બતાવે છે દિક
તે બાળકુમારે ધ્યાનમાં રાખવી. ત્યાર પછી અકુશળ માળાએ ધ્યાન કર્યું અને પ્રાણને અંદર રોકીને પછી બાળના શરી
રમાં પેઠી. અકુશળમાળા બાળના શરીરમાં પેઠી અકુશળમાળાની એટલે સ્પશન પણ અતિ સ્નેહથી તેની સાથે ગાઢ ગશક્તિ. પ્રેમમાં પડી ગયો અને તે પણ બાળના શરીરમાં
દાખલ થયો. એ અકુશળમાળા અને સ્પૉન બન્ને બાળના શરીરમાં દાખલ થઈને કમળ સ્પર્શવાળી વસ્તુઓ પ્રાપ્ત કરવાની બાળને અભિલાષા ઉત્પન્ન કરાવીને તેને વારંવાર હેરાન કર્યા કરે છે અને તેને પરિણામે બાળ બીજાં સર્વ કામકાજ છોડી દઈને તેઓના ઉપર એતાન લગાવી રહ્યો છે, રાત દિવસ અનેક સ્ત્રીઓ સાથે ભેગ ભોગવવાના કામમાં વિચારી રહ્યો છે અને સાળવી, ટુંબ અને ઢેઢ જાતની હલકી સ્ત્રીઓમાં પણ આસક્ત થઈને તેઓ ઉપર લલુપતા રાખી તેને વશ થઈ તેઓ સાથે ભોગ ભેગવે છે. આવી રીતે અકાર્યમાં પ્રવૃત્ત થયેલા અને સત્કાર્યોથી વિરૂદ્ધ ચાલનારા બાળને જોઈને
એ પાપી છે એમ બેલી લોકો તેની નિંદા કરે છે લોક લાજ, અને ખુલ્લે ખુલ્લું કહે છે કે “એ બાળ મૂર્ખ છે, અને નહિ કાજ, જ્ઞાની છે, લાજ વગરનો છે, નિર્ભાગી છે, કુળને કલંક
લગાડનાર છે. જોકે તેની આવી અનેક પ્રકારની
૧ આ યોગશક્તિ બતાવી આપવાનું વચન અકુશળમાળાએ અગાઉ આપ્યું હતું. જુઓ પૃ. ૪૦૫.
Page #474
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ] મદનકંદળી,
૪૩૩ નિંદા કરે છે છતાં એ બાળ પિતાના મનમાં માને છે કે આપણને તો માતાજી અને સ્પર્શનની કૃપાથી લીલા લહેર છે, લેકેને બોલવું હોય તે ભલે બોલો! એ લોકો શું બોલે છે તેની ચિંતા કરવાથી સર્યું. તેમ કરવાની કોઈ જરૂર પણ નથી. વળી અકુશળમાળા જેણે તેના શરીરમાં પ્રવેશ કર્યો હતો તે પણ વચ્ચે વચ્ચે કઈ કઈ વાર તેના શરી૨માંથી બહાર આવીને પિતાની અદ્ભુત યોગશક્તિનું કેવું સારું પરિણુમ આવ્યું છે તે સંબંધી બાળને સવાલ કરે છે ત્યારે આપણું આ ભાઈસાહેબ પોતાના માતાજીને જવાબ આપે છે કે “માતાજી !
મારા ઉપર તો તમે જરાપણ શંકા વગર માટે ઉપમાતાને કાર કર્યો છે અને આપે તે મને મેટા સુખસાગવિજ્ઞપ્તિ. રમાં પ્રવેશ કરાવ્યો છે. હવે માતાજી ! હું એક બીજી
વિનતિ કરું છું કે મહેરબાની કરીને તમારે મારા આખા જીવનપર્યત આ મારા શરીરને ત્યાગ ન કરો.” અકશળમાળાએ એ વાત અંગીકાર કરી અને તેને જણુવ્યું કે “બીજું સર્વે કામ મૂકી દઈને હું તારું કામ કરી આપીશ.” આવી રીતે બાળે માતા પિતાને અનુકૂળ અને સ્વાધીન થયેલી જોઈને મનમાં વિચાર કર્યો કે સ્પર્શન મિત્ર તે મારે વશ છે જ, સામગ્રી પણ સર્વે અનુકૂળ થઈ ગઈ છે અને માતાજી પણ મને પિતાનું યોગબળ બતાવ્યા કરે છે, તેથી ખરેખર, આ દુનિયામાં હું મોટો ભાગ્યશાળી છું. મારા જેટલે અને જેવો સુખી આ દુનિયામાં બીજે કઈ હોય એમ મને લાગતું નથી. આવા આવા વિચાર કરીને પોતાની કુટેવોમાં બાળ વધારે ચુસ્ત રહ્યા કરે છે.
મધ્યમબુદ્ધિની સલાહ બાળનું આવું વર્તન જોઈને લોકે તેની બહુ નિંદા કરે છે તેથી એહને લીધે મધ્યમબુદ્ધિ જેને લોકઅપવાદને ઘણે ભય રહ્યા કરે છે તે એક દિવસ તેને કહેવા લાગ્યો “ભાઈ બાળ! તારે આવી રીતે લોકવિરૂદ્ધ કરવું તે કઈ પણ રીતે ઉચિત નથી. તું જે કાર્ય કરે છે તેનું પરિણામ વિચારતા નથી. અગમ્ય વસ્તુ ત્યાગ કરવા ગ્ય છે, તેના તરફ ગમન કરીને તું બહુ પાપ કરે છે, તેમ કરવું તે અતિ તિરસ્કાર–નિંદાને ગ્ય છે, પાપથી ભરપૂર છે અને કુળને કલંક લગા
ડનાર છે.” બાળે જવાબમાં કહ્યું “ભાઈ મધ્યમસલાહની બુદ્ધિ! તને મનીષીએ છેતર્યો હોય એમ જણાય છે, અવગણના, નહિ તે સ્વર્ગમાં વસનાર છે જેવું સુખ ભેગવે છે
તેવું સુખ ભોગવતાં મને તું આવી નજરથી કેમ પપ
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
જુએ ? જે મૂર્ખ પ્રાણીએ 'જાતિદેષથી સ્ત્રી વિગેરે કામળ પદાર્થોની ઇચ્છા રાખતા નથી અને તેના તરફ પસંદગી બતાવતા નથી તેએ રસ્થાન દોષને લીધે મહારતને છેડી દેનાર જેવું આચરણ કરે છે. ” તેના આવા જવાબ સાંભળીને મધ્યમબુદ્ધિએ પેાતાના મનમાં વિચાર કર્યો કે આ ખાળને કાંઇ પણ શિખામણ આપવાના પરિશ્રમ કરવા તે તદ્ન નકામા છે, કારણ કે એ હવે શિખામણને ચોગ્ય રહ્યો નથી. વસંત સમય,
લીલાધર ઉદ્યાન. કામદેવ મંદિર,
આવી રીતે ખાળ, મધ્યમમુદ્ધિ અને મનીષી વર્તન કરી રહ્યા છે, તેવામાં મન્મથને જાગૃત કરનાર વસંત ઋતુના કાળ આવી પહોંચ્યા. તે વખતે વનના જૂદા જૂદા સર્વ વિભાગો સુંદર વસંતપુષ્પા ( ફુલા ) ના સમૂહથી ભરપૂર થઇ ગયા છે વર્ણન. અને ગણગણાટ કરતા અને અહીંથી તહીં ઉડતા ભમરાઓના ઝંકાર સ્વરથી ( ગણગણાટથી ) અત્યંત મનોહર દેખાવા લાગ્યા છે; પતિ સાથે વિચરતી પ્રેમાળ પત્નીના હૃદયને આનંદ આપનાર મીડી કોયલના ટહુકાથી વનના ભાગેા ગાજી રહ્યા છે; ઉઘડેલા-વિકાસ પામેલા કેશુડાના અગ્રભાગમાં રહેલ લાલ પુષ્પાના સમૂહ વિયોગથી દુ:ખી થતી સ્ત્રીને જેવા માંસના પિંડ દેખાય તેવે એકદમ લાલ વર્ણના દેખાય છે; આંબાની માંજર ચારે દિશાને સુગંધિત અનાવી રહી છે અને વસંતના રાજ્યથી આનંદમાં આવીને ધૂળ સાથે ક્રીડા કરે છે ( મતલબ કે વસંત ઋતુમાં આંબા પરથી માંજર જમીનપર પડે છે); દેવતા અને કિન્નરનાં જોડલાંએ વનમાં આવીને અનેક પ્રકારની ક્રીડાએ અને આનંદ કરી રહ્યા છે તેથી મનુષ્યલાકનું વન જાણે સ્વર્ગનું નંદનવન હેાય તેવી રમણીયતાની કથાને કહી રહ્યું જણાય છે; ચર્ચરીની રમત સારી રીતે રમાઇ રહી છે; ઘેર ઘેર હીડાળા
૧ જાતિદોષઃ શ્રી અમુક જાતિની છે તેવા જાતિના કારણે સ્રીનેા કેટલાક ત્યાગ કરે છે.
૨ સ્થાનદોષઃ રત્ન ખારા દિરયામાં થાય છે માટે તજવા યેાગ્ય છે એવી
માન્યતા.
રૂ મન્મથઃ કામદેવ, અનંગ.
૪ ચર્ચરી: વસંત ઋતુની એક જાતની કીડા છે. ઉત્સાહ હર્ષની રમત. અથવા રમત કરનારાએની ટાળીએ આનંદ કરી રહી છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ]
મદનકુંદળી.
૪૩૫
ખાટા બંધાઇ ગઇ છે અને કામદેવને ઉદ્દીપન કરે તેવી સુગંધ સાથે મલયાચળના પવન મંદ મંદ વાઇ રહ્યો છે.
આવા વસંતઋતુના સમયમાં કામદેવના કાળથી આનંદિત થઇને મધ્યમબુદ્ધિને સાથે લઇને આળ ક્રીડા કરવા માટે એક દિવસ બહાર નીકળી પડ્યો. તે બહાર નીકળ્યા તે વખતે તેના અંતરંગ રાજ્યમાં વર્તનારી તેની માતા તેની સાથે હતી અને મિત્ર સ્પર્શન પણ તેના શરીરમાં દાખલ થઇ ગયેલા હતા. એવા વખતે અને એવા સંયેાગેામાં કુમાર મધ્યમબુદ્ધિ સાથે નગરની બહાર નંદનવનની શાભાને દેખાડતું લીલાધર નામનું ઉદ્યાન છે ત્યાં તે આવી પહોંચ્યા. એ ઉદ્યાનના મધ્ય ભાગમાં એક મોટું મંદિર છે, તેના શિખર બહુ ઊંચાં અને શ્વેત છે, તે મંદિર મનને અત્યંત આનંદ આપે તેવું છે અને એ મંદિરને મોટાં મોટાં તેારણેા લટકાવી દઇને તેની શાભામાં વધારા કરવામાં આન્યા છે. બગીચાના મધ્યભાગમાં આવી રહેલ તે મંદિરમાં લોકોએ સ્ત્રીઓના હૃદયને અતિ આનંદ આપનાર રતિના પતિ શ્રી કામદેવની પ્રતિષ્ઠા કરીને દેવ તરીકે બેસાડેલ છે. એ દેવની લાકા તેરસને દિવસે પૂજા કરે છે અને આજે તેજ તિથિ છે ( તેરસ છે ). કુમારિકાઓ ત્યાં સારો પતિ મેળવવાનેા લાભ મળવા સારૂ પૂજા કરવા આવે છે, પરણેલી સ્ત્રીઓ પાતાના સૌભાગ્યમાં વધારો થવાના લાભ મેળવવા સારૂ પૂજા કરવા આવે છે, કેટલીક સ્ત્રી પાતાના પતિના એહ ન હેાય તે સેહને પ્રાપ્ત કરવાના લાભ મેળવવા સારૂ ત્યાં પૂજા કરવા આવે છે અને માહથી અંધ થયેલા કામી પુરુષા પેાતાને પસંદ આવે તેવી સ્ત્રીએ સાથે સંબંધ કરવાની તક મેળવવાની લાલચે પૂજા કરવા સારૂ એ મંદિરમાં આવે છે.
લીલાધર
ઉદ્યાન.
મન્મથમંદિર.
કામદેવની શય્યાપર ખાળકુમાર,
કામદેવના મંદિરમાં આજે મેાટા અવાજો અને ગડબડ થતી સાંભળીને ત્યાં શું થતું હશે એ જોવાના કૌતુકથી બાળ કુમાર પોતાના ભાઇ મધ્યમમુદ્ધિ સાથે એ મંદિરમાં દાખલ થયા. તિના નાથ કામદેવને કોઇ ભક્તિપૂર્વક પ્રણામ કરી રહ્યું છે, કોઇ પ્રયત્ન પૂર્વક તેની
૧ અનંગત્રયેાદશી. આ તેરસને દિવસે કામદેવની પૂજા થાય છે. ઉત્તર હિંદમાં આ પર્વ હાલ પણ પ્રચલિત છે એમ સાંભળ્યું છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
પૂજા કરી રહ્યું છે અને કોઇ ગુણ કીર્તન વડે તેની સ્તુતિ કરી રહ્યું છે. માળે તે દેવપ્રાસાદની પ્રદક્ષિણા દેવા માંડી તે વખતે તેણે દેવપ્રાસાદની આજીમાં એક વાસભુવન જોયું. એ વાસભુવન ગુપ્ત સ્થાનકે આવી રહેલું હતું, જોવાથી કૌતુક ઉપાવે તેવું હતું, અતિ સુંદર હતું અને મંદ મંદ પ્રકાશયુક્ત હતું. એ વળી શું હશે એવું કૌતુક થવાથી મધ્યમમુદ્ધિને બારણા આગળ ઊભા રાખીને ખાળ વાસભુવનમાં દાખલ થયા. ત્યાં તેણે એક માટી શય્યા ( બીછાવેલ પલંગ ) જોઇ. એ શય્યા અતિ વિસ્તાર વાળી હતી, પલંગ ઉપર બીછાવેલી હતી, સુંદર તળાઇએથી રચેલી હતી, અનેક કોમળ આશીકાઓથી આનંદ આપે તેવી હતી અને તદ્દન ડાઘ વગરની અને કામળ ચાદરયુક્ત હતી. એ શય્યાના મધ્ય ભાગમાં રતિની સાથે કામદેવ સુતેલા હતા. આવી દેવતાઓને પણ મળવી મુશ્કેલ સુંદર શય્યા ખાળકુમારે જોઇ. વાસભુવનમાં પ્રકાશ ઘણા મંદ હતેા તેથી તે શું હશે એમ વિચાર કરતાં કરતાં ખાળકુમાર તે શય્યાને અડક્યો, બે ચાર વખત હાથથી અડકતાં અડકતાં આખરે ખાળકુમારને જણાયું કે એ કામદેવની શય્યા હાવી જેઇએ. એ શય્યાના કામળ સ્પર્શથી તેનું મન એટલું બધું આનંદમાં આવી ગયું કે તેણે વિચાર કર્યો કે અહા ! આવી કોમળ શય્યા તેા બીજી જગ્યાએ હાવી પણ અસંભવિત છે. એ વખતે એના શરીરમાં રહેલ માતાજી અને સ્પર્શને તેને પ્રેરણા કરી અને પાતાની ચપળતા પણ જાગૃત થઇ તેથી માળ વાસભુવનમાં એક્લા એકલા વિચાર કરવા લાગ્યા કે આ શય્યા ઉપર જરા વખત મારી ઇચ્છા પ્રમાણે સુઇ લઇને હું તેને માન આપ્યું. એ વખતે મળે વિચાર ન કર્યો કે એ શય્યામાં તા કામદેવ પાતે રતિ મહાદેવી સાથે સુતેલા છે; દેવાની શય્યામાં સુનારને કેવાં દુઃખ વેઠવાં પડે છે તેના પણ તેણે વિચાર ન કર્યાં; વળી લેાકેા તે વાત જાણશે અથવા દેખશે તે તેથી પાતાની કેટલી હાંસી થશે તેને પણ તેણે વિચાર ન કર્યો; મધ્યમમુદ્ધિ તેની રાહ જોઇને વાસભુવન મહાર ઊભા રહ્યો છે તે તેની મરકરી કરશે તેના ખ્યાલ પણ તેને આવ્યે નહિ. ભવિષ્યમાં શું થશે તેનેા જરા પણ વિચાર કર્યાં વગર માહથી તે
૪૩૬
વાસભુવન માં પ્રવેશ.
મદન
શમ્યા.
૧ વાસભુવનઃ ઘર, સુવાને એરડા,
૨ આ દેવ અને દેવી માનસિક છે, અંતરંગ રાજ્યમાં રહેનારા છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ] મદનકંદળી.
૪૩૭ શા ઉપર ચઢો અને તેના ઉપર સુઈને બાળકની સર્વ ચેષ્ટાઓ કરવા મંડી ગયો. પોતાના અંગોને આમ તેમ મરડતો અને હલાવતે તે શય્યા ઉપર અપૂર્વ પ્રીતિવાળો થઈને તેના સ્પર્શના સુખને બહુ માનતો અને પિોતાની જાતને ભાગ્યશાળી માનતે તે શય્યામાં આળોટવા લાગ્યો.
મદનકંદળીને સ્પર્શ. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ઉપર જણાવેલાં બાળ, મનીષી, મધ્યમબુદ્ધિ વિગેરે જનો હતાં અને તેઓના પિતા કર્મવિલાસ અંતરંગ રા
જ્યના રાજા હતા. તે ઉપરાંત બહિરંગ નગરમાં બહુ વિખ્યાતિવાળા તેજસ્વી શત્રમર્દન નામનો રાજા તે નગરનું રાજ્ય કરતો હતો. તે રાજાને ઉત્તમ કુળમાં જન્મેલી અને પોતાના પ્રાણથી પણ વધારે વહાલી મદનકંદળી નામે રાણી હતી. તે રાણી અદ્દભુત રૂપ સૌભાગ્યવાળી હતી અને કમળના જેવી આંખે વાળી હતી. એ મહારાણી પિતાના હાથમાં પૂજાની સામગ્રી લઈને પોતાના પરિવાર સાથે કામદેવની પૂજા કરવા માટે તે મંદિરમાં તે દિવસે આવી હતી. મંદિરના મધ્ય ભાગમાં રહેલ કામદેવની પૂજા કરીને તે મહારાણી પણ વાસભુવન તરફ આવી. તેને જોઈને તે સ્ત્રી છે એવો નિર્ણય કરીને લજજા અને ભયથી બાળ કુમાર થોડો વખત લાકડાની માફક હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. એ વાસભુવનમાં અગાઉ જણાવ્યું તેમ પ્રકાશ ઘણે મંદ હતું તેથી આવનાર સ્ત્રી છે એમ નિર્ણય કરવાની જરૂર પડી હતી. એ વાસભુવનમાં આવી રહેલી શય્યા ઉપર રહેલા કામદેવની તે હરણ જેવા લોચનવાળી મદનકંદળી રાણી હાથનો સ્પર્શ કરી પૂજા કરવા લાગી અને તેમ કરતાં ચંદનવડે રતિ અને કામદેવને વિલેપન કર્યું. આવી રીતે કામદેવ અને રતિની પૂજા કરતાં કરતાં મદનકંદળીએ બાળ કુમારના આખા શરીરે પોતાના કેમળ હાથથી સ્પર્શ કર્યો. તે વખતે અકુશળમાળાની પ્રેરણાથી અને સ્પર્શનને વશવર્તીપણાથી મલીનબુદ્ધિવાળા બાળે પિતાના મનમાં વિચાર કર્યો કે જેવો આ કમળાંગી સ્ત્રીના હસ્તસ્પર્શ મને મૃદુ (મળ) લાગે છે તે સ્પર્શ મેં મારા જન્મમાં કદિ પણ અનુભવ્યું નથી. ખરેખર, અન્ય સ્પર્શની સુંદરતા મેં અત્યાર સુધી બેટીજ કલ્પી હતી, હવે તે મને એમ લાગે છે કે ત્રણ લોકમાં આ સ્ત્રીથી વધારે કમળ કઈ પણ વસ્તુ નથીજ. હવે મદનકંદળી રાણી કામદેવની પૂજા કરીને વખત થયો એટલે પોતાના સ્થાન તરફ ચાલી ગઈ.
૧ બાહ્ય, સ્થૂળ, વ્યવહાર
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩
કામદેવવશ બાળની સ્થિતિ, મદનકંદળી ત્યાંથી વિદાય થયા પછી બાળ કુમારની શી દશા થઈ તે જુઓ. એ સ્ત્રી પિતાને કેવી રીતે પ્રાપ્ત થાય તેના વિચારમાં અને ચિંતામાં બાળનું હૃદય શોકાતુર થઈ ગયું, તેના મનમાં વર્ણન કરી ન શકાય તેવો અંતતાપ થવા લાગે, તે પિતાની જાતને પણું ભૂલી ગયો અને શયામાં પડ્યો પડ્યો ગરમ ઊંડા નિઃસાસા ઉપર નિઃસાસા મૂકત જાણે મૂછ પામેલ હોય, જાણે મુંગે હય, જાણે ગાંડ હોય, જાણે પોતાનું સર્વસ્વ હરાઈ ગયેલે હેય, તપેલી શિલા પર જાણે મત્સ્ય પડ્યો હોય તેની માફક આમથી તેમ અને તેમાંથી આમ આડો અવળો આળોટતો લોટ અને શય્યામાં પછાડા મારતે તરફડવા લાગ્યો. બાળ વાસભુવનમાં આવી સ્થિતિ અનુભવતો હતો તે વખતે તેને
ભાઇ મધ્યમબુદ્ધિ જે વાસબુવનમાં પ્રવેશદ્વાર આમધ્યમબુદ્ધિગળ તેની રાહ જેતે ઊભો હતો તેણે વિચાર કર્યો વાસભુવનમાં. કે અરે ! આટલે બધે વખત થયો તે પણ બાળ
હજુ વાસભુવનમાંથી પાછે બહાર કેમ નીકળતા નથી? તે અંદર રહ્યો રહ્યો શું કરે છે તે જોઉં તો ખરે ! આ વિચાર કરીને મધ્યમબુદ્ધિ વાસભુવનમાં દાખલ થયો અને પોતાનો હાથ લગાડીને કામદેવની શય્યા જોઈ લીધી. એ શય્યા એટલી બધી કોમળ હતી કે તેને હાથ લગાડતાંજ મધ્યમબુદ્ધિનું મન પણ તેના તરફ હરણ થઈ ગયું. ( અંધારાને લીધે) તેણે ત્યાર પછી આંખો વધારે ઉઘાડીને જોયું તો શવ્યાના એક વિભાગપર ઉપર જણાવેલી દિશામાં આમ તેમ પછાડા મારતે બાળ તેના જેવામાં આવ્યું. બાળની એવી દશા જોઈને તેણે વિચાર કર્યો કે અહો ! આ ભાઇશ્રીએ આ શું અકાર્ય આદર્યું? દેવની શય્યા ઉપર ચઢવું યુક્ત નથી. રતિના રૂપને પણ શરમાવે તેવી ગુરુની સ્ત્રી હોય તેને સજ્જન પુરુષે
ખ્યાલ પણ કરે જોઈએ નહિ, તેને સંબંધ કરવાનો સંકલ્પ પણ કરવો જોઈએ નહિ, કારણ કે તે વસ્તુ ખપેજ નહિઆ શયા ઘણું સુખ આપે તેવી છે પણ દેવ (કામદેવ-મદન મહારાજ ) ને અર્પણ થયેલી છે તેથી માત્ર વંદન કરવા યોગ્ય છે, પણ ઉપભેગ કરવા લાયક નથી–આવો પોતાના મનમાં વિચાર કરીને મધ્યમબુ( ૧ મધ્યમબુદ્ધિ એ “જાહેર અભિપ્રાય ” public opinion વ્યવહાર ધર્મ છે અને મનીષી એ જ આર્ષ સત્ય” absolute truism નિશ્ચયધર્મ છે એ ખાસ ધ્યાનમાં રાખવું.
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ]
મદનકુંદળી.
૪૩૮
દ્ધિએ બાળને જાગૃત કર્યાં પણ તે કાંઇ પણ સ્મેલ્યા નહિ. મધ્યમક્ષુદ્ધિએ કહેવા માંડ્યું “ અરે ભાઇ ! તેં આ ન કરવા યોગ્ય કામ કર્યું છે આ દેવની શય્યા ઉપર ચઢવું કે સુવું તે યોગ્ય નથી” વિગેરે વિગેરે. આવી રીતે ખાળને તેણે ઘણી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ બાળ કુમારે મધ્યમબુદ્ધિને કાંઇ પણ જવાબ આપ્યા નહિ.
હવે તે વખતે એ મંદિરના અધિષ્ઠાયક વ્યંતર ત્યાં દાખલ થયા. તેણે આકાશ બંધનથી ખાળને બાંધી લીધો, જમીનપર ૫છાડ્યો અને ફરીથી ઉપાડીને એટલા જોરથી તેને પડતા મૂક્યો કે તેના આખા શરીરે સખ્ત વેદના થવા લાગી. તેને આવી રીતે આરડતા જોઇને મધ્યમબુદ્ધિએ હાહારવ કર્યો એટલે એ શું હશે એ જોવાની ઇચ્છાથી કૌતુકને લીધે દેવમંદિર તરફથી અનેક લોકો વાસભુવન તરફ આવવા લાગ્યા. વ્યંતરે ધક્કા મારીને માળને વાસભવનમાંથી બહાર ધકેલી મૂક્યો અને મેટા ધડાકા સાથે જમીનપર પછાડ્યો, જેને પરિણામે તેની આંખ પરની ભમર ભાંગી ગઇ અને ગળે પ્રાણુ આવી ગયા. આવી સ્થિતિમાં માળને સર્વ લેાકાએ જોયો. તેની પછવાડે મધ્યમબુદ્ધિ પણ વાસભવનમાંથી અહાર નીકળ્યા પણ તેનું મન એકદમ દિલગીરીને લીધે નરમ પડી ગયું. મધ્યમબુદ્ધિ વાસભવનમાંથી બહાર આવ્યા એટલે એ બધી શેની ગડબડ છે એમ લેાકેા તેને પૂછવા લાગ્યા; પણ લાજનેા માર્યો તે લેાકેાને કાંઇ પણ જવાબ આપી શક્યો નહિ. તે વખતે પેલા વ્યંતર કોઇ પુરૂષના શરીરમાં દાખલ થયો અને તેણે સર્વ હકીકત બની હતી તે લેાકેાને કહી સંભળાવી. આ હકીકત સાંભળીને મકરધ્વજના ભક્ત લેાકેા ત્યાં હાજર હતા તેઓએ એ માળને દેવનું અપમાન કરનાર ગણી એ મહા પાપી છે એમ બેાલીને તેને ઘણા તિરસ્કાર કર્યો, તેની જાતવાળાઓ કહેવા લાગ્યા “ એ તા આપણા કુળને કલંક લગાડનાર છે અને એક ખરેખર વિષ વૃક્ષ જેવા એ આપણામાં ઉ ત્પન્ન થયા છે.” એમ બોલીને તે સર્વે તેની નિંદા કરવા લાગ્યા. “ હવે એ બાળ પેાતાનાં પાપનાં ફળ ખરાખર ભાગવશે અને તેમ થવાને તે સર્વ રીતે યોગ્ય છે” એમ બેાલીને સામાન્ય લેાકાએ તેની ટીકા કરી અને “જે પ્રાણીએ વિચાર કર્યાં વગર કામ કરે છે તેઓ
અંતર અને
માળ.
માળ અને
લેાકેા.
૧ સ્પર્શનને વશ પડેલા પ્રાણીએ કલ્પનાના અંધનથીજ અંધાય છે; તેને માટે જાડા દેરડાંને ખપ પડતા નથી; કારણ કે કાચા સુતરના પ્રેમતંતુએ તાડવાની તેનામાં તાકાત રહેતી નથી.
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૪૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ સર્વ અનર્થો અને દુઃખ સહન કરે છે તે આમાં શું નવાઇ? એમ કહીને વિવેકી લેકેએ તેની ઉપેક્ષા કરી. હવે તે વખતે પેલા વ્યંતરે ભયંકર રૂપ ધારણ કરીને કહ્યું “આ દુરાત્મા બાળના તમારા સર્વને દેખતાં ટુકડે ટુકડા કરીને હું તેને મારી નાખું છું.” તે સાંભળી મધ્યમબુદ્ધિએ હાહાર કરી મૂક્યો અને વ્યંતરને પગે પડીને બોલ્યો “અરે અરે ! કૃપા કરે, કૃપા કરે; દયા કરો, દયા કરે. મારા ભાઇના પ્રાણુની હું તમારી પાસે ભિક્ષા માગી લઉં છું; મહેરબાની કરીને તેને બચાવી લે." લેકોને પણ મધ્યમબુદ્ધિના કકળાટથી તેના ઉપર દયા આવી ગઈ તેથી તેઓ પણ બોલ્યા “અરે ભટ્ટારક! એને બાપડાને એક વાર જવા દો, ફરીવાર તે દેવને અપમાન કરવાનું કામ નહિ કરે. તે વખતે મધ્યમબુદ્ધિ ઉપર કરૂણું આવવાને લીધે અને લેકેના અતિ આગ્રહથી વ્યંતરે બાળને જાતે કર્યો. બાળને થોડીવાર પછી શરીરમાં ચેતના આવી, શરીર ઉપર ઘા વાગવાથી કળ ચઢી ગઇ હતી તે નરમ પડવા લાગી અને જરા ફુર્તિ આવી એટલે મધ્યમબુદ્ધિ તેને મંદિરમાંથી બહાર લઈ આવ્યો અને મુશ્કેલીથી તેને ઘરે (રાજમંદિરે) લઈ ગયો. કર્મવિલાસ રાજાએ પોતાના પરિવાર પાસેથી આ સર્વ હકીકત
સાંભળી ત્યારે પોતાના મનમાં તેણે વિચાર કર્યો કે બાળ અને અરે આ તો બાળને હજુ શું થયું છે? પણ હવે કર્મવિલાસ, તો તેના આવા વર્તનથી હું તેને પ્રતિકૂળ થઈશ તેથી
તેના હવે કેવા હાલ થશે તે તે આ લેકેના ખ્યાલમાં પણ નથી. આવા દુરાચારી અને દેવનું અપમાન કરનાર પુત્રને તે બરાબર સજા કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને કર્મવિલાસ રાજાએ પોતાના પરિવારને કહ્યું “અરે એવા અવિનયી તોફાની છોકરાની આપણે તે શા માટે ચિંતા કરવી જોઈએ? આપણું અનુશાસનને પણ હવે તે ગ્ય રહ્યો નથી. આપણું કઈ પણ માણસે તેની સાથે જરૂ૨ ઉપરાંત વ્યાપાર-સંબંધ કરવો નહિ-આ પ્રમાણે હું સર્વને હુકમ કરું છું.” કર્મ પરિણામ મહારાજાની આ આજ્ઞા તેના આખા પરિવારે પિતાને માથે ચઢાવી.
૧ કર્મવિલાસની સજાઃ પોતાની ગેરવર્તણુક અનુસાર બાળ રાત્રીએ કરવા નીકળશે ત્યારે તેના કેવા હાલહવાલ થશે તે હકીકત સુરતમાંજ વાંચવામાં આવશે અને ભવિષ્યમાં પણ તેને મોટી સજા કર્મના વિપાક તરીકે થશે. આ હકીકત પર અત્ર રૂપક છે.
૨ અનુશાસનઃ નિયંત્રણ, સમજાવવું તે,
Page #482
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮] મદનકંદળી.
૪૪૧ બાળનો અંતસ્તાપ હવે મધ્યમબુદ્ધિએ બાળકુમારને પૂછ્યું. ભાઈ! તને હવે તે શરીરે કાંઈ પીડા નથી થતી ને?”
બાળ–“શરીરે તે પીડા નથી થતી, પણ મારા મનમાં સંતાપ થતો જાય છે અને વધતો જાય છે.”
મધ્યમબુદ્ધિ—પણ એ સંતાપ તને શા કારણથી થાય છે તેનું કારણ તું જાણે છે? ”
કામદેવ હંમેશાં વાંકે હોય છે અને તેની પ્રવૃત્તિઓ વિપરીત હોય છે, તેથી બાળે સીધે ઉત્તર ન આપતાં કહ્યું “હું તે જાણતો નથી. પણ વારૂ, તું કામદેવના મંદિરમાં વાસભુવનના બારણે આગળ ઊભો હતો તે વખતે તે વાસભુવનમાં પ્રવેશ કરતી અથવા બહાર નીકળતી કેાઈ સ્ત્રીને જોઈ હતી કે નહિ?” |
મધ્યમબુદ્ધિ–“હા, એક સ્ત્રીને જોઈ હતી, પણ તેનું તારે શું છે? બાળ–“ ત્યારે તે કોણ હતી એ પણ તે જાણ્યું હશે?”
મધ્યમબુદ્ધિ–“હા, સારી રીતે જાણ્યું હતું એ શત્રુમર્દન રાજાની રાણી મદનકંદળીને નામથી સારી રીતે પ્રસિદ્ધ છે.”
મધ્યમબુદ્ધિને આ જવાબ સાંભળીને “અરેરે ! એવી સ્ત્રી મારા જેવાને ક્યાંથી હોય?” એવી ચિંતામાં પડી બાળે લાંબે નિઃશ્વાસ મૂક્યો. મધ્યમબુદ્ધિ વ્યવહારકુશળ હોવાથી પોતાના મનમાં સમજી ગયો કે આ ભાઈસાહેબ એ મદનકંદળીના અથી થઈ ગયા જણાય છે. પછી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે આ ભાઈસાહેબને એ મદનદળી ઉપર રાગ થયો છે તે એક રીતે નવાઈ જેવું ન ગણાય. એ મદનકંદળી સુંદર હોવાને લીધે માણસોને પોતાની તરફ આકર્ષણ કરી પોતાના સંબંધમાં અભિલાષા ઉત્પન્ન કરાવે છે. મંદિરનાં બારણું સાંકડાં હોવાને લીધે તે સ્ત્રીને સ્પર્શ તે મંદિરમાંથી બહાર નીકળતી હતી તે વખતે મને પણ થયો હતો અને ત્યારે મને પણ એમ લાગ્યું હતું કે એ વાસભુવનમાં બીજી કોઈ પણ વસ્તુને સ્પર્શ એ સારે નહિ હોય અને તે વખતે મારું મન પણ જરા ડોળાઈ ગયું હતું અને તેની પછવાડે જવાને લલચાઈ ગયું હતું, પણ કુલીન માણસેએ પરસ્ત્રી પાછળ ગમન કરવું ઉચિત નથી એવા વિચારથી હું તુરતજ તે વખતે પાછો હટી ગયે હતે. આ ભાઈશ્રી પણ મારું વચન માને તો બરાબર હકીકત સમજાવીને તેને બેટું કાર્ય કરવાથી વારૂંઆ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને મધ્યમબુદ્ધિ બે “અરે ભાઈ
૫૬
Page #483
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
માળ ! હજી પણ તું સૂખ-અજ્ઞાન રહ્યો ! આ તે કેટલું અંધેર ! અવિનયનું કેવું ખરાબ પરિણામ આવે છે તે તેં જાતે હમણાજ નથી અનુભવ્યું ? તારા પ્રાણ તેા ગળે આવી ગયા હતા અને તારા દુર્તિનયને લીધે ભગવાન મકરધ્વજ ( કામદેવ ) તારા ઉપર ઘણા ગુસ્સે થઇ ગયા હતા તેના હાથમાંથી તને મહા મુશ્કેલીએ છેડાવ્યા એ વાત તું આટલી વારમાંજ ભૂલી ગયા? માટે ભાઇ ! આવા ખેાટા ખોટા વિચારો મૂકી દે. વિષ સર્પના માથામાં રહેલ મણિને અતાવનાર–સૂચવનાર' એ મદનકંદળી છે એમ તું સમજ. એ સ્ત્રીની ઇચ્છા કરવાના પરિણામે તું પોતે બળીને ખાખ થઇ જઇશ અને તારા એક અર્થ પણ સિદ્ધ થશે નહિ એ તું ચાસ માનજે, ” મધ્યમબુદ્ધિના આવા વિચાર સાંભળીને ખાળ સમજી ગયા કે મધ્યમમુદ્ધિ પેાતાને હવે બરાબર ઓળખી ગયા છે તેથી પેાતાના મનમાં શું વિચાર ચાલે છે તે તેનાથી છુપાવવાની જરૂર રહી નથી. આ પ્રમાણે હાવાથી મળે તેને સ્પષ્ટ રીતે કહ્યું “ અરે ભાઇ ! એમ છે ત્યારે તે મને છેડાવ્યા એમ તું શાને કહે છે? એમજ કહેને કે તેં જ મને વધારે માર ખવરાવ્યા ! કારણ કે તારા વચનથી કામદેવે મને છેડી દીધા તેથી મારા શરીરને જે વેદના થતી હતી તે ઓછી થઇ છે; પણ મારા ઉપર તર્કવિતર્ક ( સંકલ્પ વિકલ્પ) ની પરંપરા રૂપ ખેરના અંગારાના ઢગલા નાખી દીધા છે અને તેથી મારૂં આખું શરીર મળે છે, જળે છે અને ફફડે છે. કામદેવે જ્યારે મને અંધન કરવા માંડ્યું તે વખતેજ જે હું મરી ગયા હોત તે મને આટલી બધી વેદના થાત નહિ; તેં મને છેડાવીને તે
આ માટે અનર્થ કરી મૂક્યો છે. મારા મનમાં આવડો માટે સંતાપ થયા છે તેને ઓલવવા માટે પેલી મદનકંદળીના મેળાપ રૂપ અમૃતના વરસાદ વગર ખીો ઉપાય નથી. મારે હવે તને વધારે શું કહેવું ? ” મધ્યમબુદ્ધિ તે વખતે પેાતાના મનમાં સમજી ગયા કે આને ગુણુને બદલે દોષ બેઠો; વળી તેને એ પણ જણાયું કે એને મદનકંદળી તરફ એટલું બધું આકર્ષણ થયું છે કે એ હાલ કોઇ પણ રીતે ઓછું થઇ શકે, કે એ આખતમાંથી એ ભાઇ પાછા હઠે, એવું લાગતું નથી. આ બધી હકીકત જોઇને તે ચૂપ બેસી રહ્યો.
૪૨
મધ્યમમુદ્ધિની સલાહ.
માળના
જવાબ.
૧ દૃષ્ટિવિષ સર્પની આંખમાં ઝેર હેાય છે; એ દૂરથી નજર ફેંકે ત્યાં પ્રાણીને ઝેર ચઢવા માંડે છે. એવા સર્પના માથામાં મણિ હેાય તે લેવા પ્રયત્ન કરવા એ મરને મળવા જવા જેવું છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
રાજ્ય મહેલને માર્ગ; રસ્તામાં મયૂરબંધ.
પ્રકરણ ૯ મું. બાળમધ્યમમનીષી અને સ્પર્શન.
મેં અસ્ત પામ્યા. જાણે માળના હૃદયમાંથીજ નીકળ્યું હોય તેમ ચારે તરફ અંધારૂં ફેલાયું. પહેલા પહેર પસાર થયા. રસ્તા ઉપર લેાકેાનું ગમનાગમન અંધ થઇ ગયું. રાત્રિના બીજા પહેારને વખતે તે જે કામ કરે છે તે કરવા યેાગ્ય છે કે નહિ તેના વિચાર કર્યાં વગર માળ ઊભેા થયા અને પોતાના જીવનમાંથી બહાર નીકળ્યા, રાજમાર્ગ તરફ ચાલ્યા અને જે બાજુએ શત્રુમર્દન રાજાના મહેલ આવેલા હતા તે તરફ ચાલવા માંડ્યું અને એ માર્ગે કેટલેક દૂર ગયા. હવે આ માજી મધ્યમબુદ્ધિને સેહને લીધે માળનું શું થશે એવા વિચાર થવાથી તે પણ તેની પછવાડે ચાલ્યા. એવી રીતે ખાળ ચાલ્યા જાય છે અને મધ્યમબુદ્ધિ તેની પછવાડે છુપાતા છુપાતા આવે છે તે વખતે માળે એક પુરૂષને જોયા. તે પુરૂષે આાળને લાત મારીને તેને 'મયૂરબંધ વડે મજબૂત આંધ્યા. તે વખતે ખાળે મોટેથી રાડો પાડવા માંડી. આવ્યા આવ્યા ' એ પ્રમાણે મધ્યમમુદ્ધિ જોરથી બાલવા લાગ્યા. મધ્યમબુદ્ધિ તે વખતે દૂરથી જોઇ રહ્યો અને પેલા પુરૂષે આળને ઉપાડીને આકાશમાં ઉડવા માંડ્યું. ખાળ વધારે ખુમા પાડવા લાગ્યા ત્યારે તે પુરૂષે ખાળનું મ્હાઢું ઢાંકી દીધું
બાળ મદનકુંદળીની શાધમાં, રાત્રિચર્યા અને મયૂર બંધન. બાળની શાધમાં મધ્યમબુદ્ધિ
૧ મયૂરબંધનઃ આકરું બંધન. એમાં આા અને ઊભે બંધ ઘણા મજબૂત લેવામાં આવે છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ અને પોતે બાળને ઉપાડીને પશ્ચિમ દિશા તરફ આકાશમાં ચાલવા માંડ્યું. “અરે દુષ્ટ વિદ્યાધર ! તું મારા ભાઈને લઈને ક્યાં જાય છે?” એ પ્રમાણે રાડ પાડતે પોતાની તરવાર ખેંચીને તે વિદ્યાધરને માર્ગે જમીનપર મધ્યમબુદ્ધિ પણ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં નગરની બહાર નીકળી ગયો. ત્યાં તો પેલે વિદ્યાધર આકાશમાં ઉડતો હોવાથી એટલે દૂર નીકળી ગયું કે તે દેખાતે પણ બંધ થઈ ગયે.
તે વખતે મધ્યમબુદ્ધિ તદ્દન નિરાશ થઈ ગયે તે પણ પિતાના બંધુ ઉપરના સ્નેહને લીધે તે દોડવાનું ચાલુ જ રાખ્યું અને મનમાં ધાર્યું કે આગળ ઉપર કેઈપણ જગાએ બાળને પેલે વિદ્યાધર છેડી મૂકશે. આવી રીતે દેડતાં દેડતાં મધ્યમબુદ્ધિએ રાત પૂરી કરી, તેના પગમાં પાદરક્ષક (પગરખાં-જોડાં) નહિ હોવાથી અનેક કાંટા અને ખીલા ખીલીઓ તેને વાગ્યાં, ચાલવાના શ્રમથી તે તદ્દન થાકી ગયો, સુધાથી તે પીડાવા લાગ્યો, તૃષાથી તે હેરાન થવા લાગ્યું, શેકથી તે વિહળ થઈ ગયે, દીનતાથી તે લેવાઈ ગયે, છતાં પણ પશ્ચિમ દિશા તરફ ચાલતાં, અને ગામેગામ પોતાના ખેવાયેલા ભાઈની ખબર પૂછતાં, તે સાત રાત અને સાત દિવસ રખડ્યો, ત્યારે આખરે તે કુશસ્થળ નામના નગરે આવી પહોંચ્યો.
કુશસ્થળ નગરે કુવા કાંઠે. નંદને આપેલે બાળનો પત્તો
બાળ મધ્યમને આખરે મેળાપ, કુશસ્થળ નગરના બહારના ભાગમાં મધ્યમબુદ્ધિ જરા રોકા. ત્યાં એક બીલકુલ વપરાશમાં નહિ આવતે જુન ઊંડે કે તેના જોવામાં આવ્યું. પછી પોતાના ભાઈ વગર આ જીવતરની શી જરૂર છે એમ વિચાર કરીને તે કુવામાં ડૂબી મરવાના નિર્ણયથી તેણે ગળા સાથે એક મોટો પથ્થર બાંધ્યો. તે વખતે તે બાજુએ એક નંદન નામને રાજપુરૂષ આવી ચડ્યો. તેણે મેટેથી બુમ મારી કે- સાહસ ન કર, સાહસ ન કર!' આ પ્રમાણે બેલતે તે મધ્યમબુદ્ધિની પાસે આવી પહોંચે અને કુવાની પાળ ઉપર જે વખતે મધ્યમબુદ્ધિ ઊભો રહી અંદર પડવાની તૈયારીમાં હતો તે વખતે એ નંદને તેને થોભી રાખે, તેને ગળેથી પથ્થર છોડાવી નાંખે, તેને જમીન પર બેસાડયો અને પછી આવું અધમ પુરૂષને ગ્ય આપઘાતનું કામ કરવાનું કારણ મધ્યમબુદ્ધિને તેણે પૂછયું. તેના જવાબમાં મધ્યમબુદ્ધિ
Page #486
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ ]
આળમધ્યમમનીષી અને સ્પર્શન.
૪૪૫
એ પાતાને પેાતાના ભાઇ માળથી કેવી રીતે વિયેાગ થયા હતા તે સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી. આ હકીકત સાંભળીને પેલા નંદને કહ્યું ઃ ભાઇ! જો એમજ છે તેા તારે હવે દીલગીર થવાની જરૂર નથી. તારા ભાઇ સાથે તારા મેળાપ જરૂર થઇ શકશે. ’ એ મેળાપ કેવી રીતે થશે ?' એમ મધ્યમમુદ્ધિએ તેને પૂછતાં તેના જવાબમાં નંદને કહ્યું · ભાઇ મધ્યમબુદ્ધિ ! સાંભળ. આ નગરમાં અમારા સ્વામી હરિચન્દ્રે નામના રાજા રહે છે. તેને વિજય માઢર શંખ વિગેરે નજીકમાં રહેનાર માંડળીક રાજાએ વારંવાર ત્રાસ આપ્યા કરતા હતા. એ રિશ્રન્દ્ર રાજાને એક રતિકેલિ નામના વિદ્યાધર પરમ મિત્ર છે. એક વખત વિદ્યાધર અમારા રાજાપાસે આવ્યેા હતેા તે વખતે તેણે શત્રુઓ તરફથી અમારા રાજાને થતા ઉપદ્રવાની વાર્તા સાંભળીને રાજાને એક ભયંકર વિદ્યા આપવા જણાવ્યું અને કહ્યું કે એ વિદ્યાના પ્રભાવને લીધે તું એ તારા સીમાડાના રાજાઓથી કદિ પણ પરાભવ પામીશ નહિ. રાજાએ એ હકીકત સાંભળીને પેાતાના વિદ્યાધર મિત્રના આભાર માન્યો. ત્યાર પછી પેલા વિદ્યાધરે અમારા રાજા પાસે છ મહિના સુધી એ વિદ્યા સિદ્ધ કરવા માટે પૂર્વસેવા કરાવી અને આજથી આઠમે દિવસે તે અમારા રાજાને કોઇ જગાપર લઇ ગયા, તેની પાસે વિદ્યાની સાધના કરાવી અને બીજા એક પુરૂષની સાથે રાજાને બીજે દિવસે પાછે નગરમાં લઇ આવ્યે. રાજાની સાથે આણેલા તે પુરૂષના માંસ અને લોહી વડે હામક્રિયા કરવા માંડી. એ પ્રમાણે વિદ્યાની સાત દિવસ સુધી પશ્ચાત્સેવા કરી. તે પુરૂષ કે જેને વિદ્યાધર લઇ આવ્યા હતા અને જેના માંસ લેાહીથી હામ હવન કરવામાં આવ્યા હતા તેને આજે જ છેડ્યો છે અને મારૂં માનવું એમ છે કે એજ પુરૂષ તારા ભાઇ હાવા જોઇએ. હવે મારે તને કહેવું જોઇએ કે રાજાએ તે પુરૂષને હમણાંજ મને સોંપ્યા છે. 'મધ્યમમુદ્ધિએ કહ્યું - જો એમજ હાય તે મારા ઉપર મહેરબાની કરીને તે પુરૂષને હમણાંજ મને બતાવા કે જેથી તે મારા ભાઇ છે કે નહિ તેની ખરાખર હું ખાત્રી કરૂં !' એમ કરવાની હા પાડીને નંદન ( રાજપુરૂષ) તેને લાવવા માટે ગયા અને બાળને ઉપાડી લાવીને થાડા વખતમાં પા આવ્યા.
૧ પૂર્વસેવાઃ વિદ્યા સિદ્ધ કરવા પહેલાં સાધના કરવી પડે તે. તેમાં જપ, તપ, બ્રહ્મચર્ય વિગેરેના સમાવેશ થાય છે.
૨ પાસેવા; વિદ્યા પ્રાપ્ત થયા પછી કરવાની વિધિએ.
Page #487
--------------------------------------------------------------------------
________________
ઉપામતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૩
બાળના હાલ, બાળના શરીરમાં માત્ર હાડકાંજ બાકી રહ્યાં હતાં, લેહી અને માંસ તે લગભગ તદ્દન ખલાસ થયા હતા, તેના માત્ર શ્વાસશ્વાસ ચાલતા હોવાથી જ તે જીવતો હોય એમ જણાતું હતું, બાકી તે એટલે બધે નબળો થઈ ગયો હતો કે તેની વાચા પણ બંધ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મધ્યમબુદ્ધિએ બાળને જો અને તે બાળ છે એમ બહુ મુશ્કેલીઓ ઓળખે. તુરતજ તેણે નંદનને જણાવ્યું “ભાઈ! જેની હું તને વાત કરતો હતો તે જ આ મારો ભાઈ છે! ખરેખર તું નામથી અને કામથી નંદન છે. તારું નામ ખરેખરૂં સાથે છે. તે આજે મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે.” વંદને જવાબમાં કહ્યું “ભાઈ મધ્યમબુદ્ધિ! તારા ઉપર કરૂણ લાવીને મેં આ રાજદ્રોહનું કામ કર્યું છે. હમણાં જ હું તારા ભાઈને (બાળને) લેવા જતા હતા ત્યારે મેં સાં ભળ્યું કે વળી પાછો આજ રાત્રે રાજા વિદ્યાને લેહીથી તૃપ્ત કરવાનો છે અને તેમ હોવાથી તે વખતે આ પુરૂષનું તેને કામ પડશે. આ પ્રમાણે હકીકત છે તેથી હવે મને તે જે થવાનું હશે તે થશે, પણ તું તે આને લઈને અહીંથી જેમ બને તેમ જલદી છટકી જા. આગળ ઉપર જે થશે તે હું જોઈ લઈશ.” મધ્યમબુદ્ધિએ નંદનનો ઉપકાર માનતાં તેની સૂચના માથે ચઢાવી અને તેને ભલામણ કરી કે ગમે તેમ કરીને નંદને તેના પિતાના પ્રાણ બચાવવા. આ પ્રમાણે વાતચીત કરીને બાળને ઉપાડીને મધ્યમબુદ્ધિએ ચાલવા માંડ્યું. મનમાં તેને મોટી બીક હતી તેથી રાત દિવસ દોડતે દોડતો તે આગળ ચાલવા લાગ્યો, વચ્ચે જરા વખત રોકાઈને તે બાળને પાણી પાય, પવન નાખે અને જરા પ્રવાહી આહાર આપે–એમ કરતાં પોતાની જાતની શરીરની કે સગવડની દરકાર ન કરતાં મહામુશીબતે મધ્યમબુદ્ધિ પિતાના સ્થાન પર આવી પહોંચે.
બાળને થયેલા કડવા અનુભવનું તાદૃશ્ય વર્ણન, પિતાના મુકામ પર બન્ને ભાઈઓ આવી પહોંચ્યા પછી થોડાક દિવસો પસાર થયા ત્યારે બાળમાં કાંઈક ચેતન (જોર, બળ) આવ્યું.
એક વખત તેને કેવા પ્રકારનો અનુભવ થયો હતો તે જણુંવવાને મધ્યમબુદ્ધિએ તેને કહ્યું. તેના જવાબમાં બાળે કહ્યું “ભાઈ ! તારા દેખતાં જ પેલા વિદ્યાધરે મને બાંધીને ઉપાડ્યો અને જમપુરી જેવા
૧ નંદનઃ આનંદ આપનાર.
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ ]
બાળમધ્યમમનીષી અને સ્પર્શન.
૪૪૭
એક મહા ભયંકર સ્મશાનમાં તે મને લઇ ગયા. ત્યાં સળગાવેલા અંગારાના અગ્નિકુંડ પાસે ઊભેલા એક પુરૂષને મેં જોયા. તે ઊભેલા પુરૂષને આકાશમાં ચાલનાર તે વિદ્યાધરે કહ્યું ઃ મહારાજ ! તમારૂં ઇચ્છિત કામ આજે સિદ્ધ થયું. વિદ્યા સિદ્ધ કરવાને માટે જોઇએ તેવા લક્ષણવાળા પુરૂષ મને પ્રાપ્ત થયા છે. ' તે ઊભેલા પુરૂષે જવામ આપ્યા. ચાલો, બહુ કૃપા થઇ!' પછી પેલા વિદ્યાધરે કહ્યું · એક વિદ્યાના જાપ પૂરો થાય ત્યારે તમારા હાથમાં હું જે આહુતિ આપું તે તમારે અગ્નિમાં નાખવી.’ આ હકીકત તે ઊભેલા પુરૂષે કબૂલ કરી. જાપ કરવાના આરંભ થયા. ત્યાર પછી પેલા વિદ્યાધરે યમની જીભ જેવી અતિ તીક્ષ્ણ અણીવાળી અને સૂર્ય જેવી ચકચકતી ખંજર કાઢી અને તેના વડે મારી પીઠમાંથી તેણે એક માંસની પેશી ( ટુકડો ) કાપી કાઢી તેમજ તેજ ભાગને દાખીને તેમાંથી કેટલુંક લેાહી કાઢવું અને તે વડે પેાતાના ખાબા ભર્યાં. તે વખતે ત્યાં જે બીજે પુરૂષ હતા તેના એક જાપ પૂરા થયા એટલે વિદ્યાધરે તેને લોહી અને માંસની આહુતિ આપી તે પેાતાના હાથમાં લઇને તેણે અગ્નિકુંડમાં નાખી. વળી પાછેા ફરીવાર જાપ શરૂ કર્યાં. પરમાધામી રાક્ષસેા જેમ નારકીના જીવેાના શરીરને કાપે તેમ તે વિદ્યાધર મારા શરીરના જૂદા જૂદા ભાગેામાંથી માંસના ટુકડા કાપીને અને તે ભાગને દાબીને તેમાંથી લાહી કાઢીને તેના ખાખે ભરી પેલા જાપ કરનારને અગાઉની માફક આપતા હતા અને જાપ પૂરો થતાં તે લઇને બીજે પુરૂષ અગ્નિમાં તેની આહુતિ આપતા હતા. તે વખતે મને એટલી સખ્ત પીડા થતી હતી કે આખરે પીડાથી મુંઝાઇને મને મૂર્છા આવી ગઇ અને હું જમીન પર પડી ગયા; પરંતુ પેલા વિદ્યાધર તો મારૂં હૃષ્ટપુષ્ટ શરીર જોઇને મહુ આનંદ પામતા હતા અને મારી પીડાની જરા પણ દરકાર કર્યા વગર મને વધારે ને વધારે કાપતા હતા. તે વખતે અટ્ટહાસથી હસવાની પેઠે, પ્રલયકાળના મેઘના ગોરવ પેઠે, સમુદ્રથી ડોલતી પૃથ્વીની પેઠે, શિયાળીઆએ પેાતાની જીભ વડે લાળી કરવા મંડી ગયા, ભયંકર રૂપ ધારણ કરનાર વૈતાળા નાચવા લાગ્યા અને લાહીને વરસાદ વરસવા લાગ્યા. આવા ભયંકર દેખાવાથી પણ રાજાનું ચિત્ત જરા પણુ દેોલાયમાન થયું નહિ–ચળ્યું નહિ એટલે આખરે પેલી ભયંકર વિદ્યા રાજાની પાસે આવી, આશે જાપ પૂરા થયા, તે વખતે ‘હું તને સિદ્ધ થઇ છું' એમ ખેલતી વિદ્યા પ્રગટ થઇ, સાધના કરનારે ( રાજાએ )
જાપ, હેામ; લેાહી, માંસ.
વિદ્યાસિદ્ધિ. તીવ્ર લેપ.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૪૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
તેને નમસ્કાર કર્યાં અને વિદ્યા તે સાધકના શરીરમાં દાખલ થઈ. મારા શરીરમાંથી માંસ તથા લોહી નીકળેલ હોવાને લીધે દયા આવે તેવી રીતે મને રડતા જોઇને રાજાને મારા ઉપર કરૂ! આવી અને અંદર શ્વાસ લેતા રાજાએ દાંતને અવાજ કર્યાં. રાજાને તેમ કરતા જોઇને વિદ્યાધરે વાર્યાં અને કહ્યું રાજન્ ! આ વિદ્યાના એવા કલ્પ (નિયમ ) છે કે જે પ્રાણીની તે વિદ્યાને આહુતિ આપી હોય તેના ઉપર સાધના કરનારે દયા લાવવી ન જોઇએ. ' એ પ્રમાણે મેલીને પેલા વિદ્યાધરે મારા શરીર ઉપર કોઇ જાતને લેપ લગાડ્યો. તે વખતે જાણે ચારે તરફ લાગેલા અગ્નિથી મળી જતા હાઉં, વજ્રથી જાણે ચુરાઇ જતા હેા, ઘાણીથી જાણે પીલાઇ જતેા હાઉં, તેમ હું ઘણી આકરી પીડા પામવા લાગ્યો, પણ મારૂં પાપી જીવન તે વખતે પણ પૂરૂં થયું નહિ, હું મરણ પામ્યા નહિ અને એક ક્ષણવારમાં દાવાનળથી બળેલા છાણા જેવું મારૂં શરીર થઇ ગયું. બન્ને જણા ( વિદ્યાધર અને રાજા ) મને ત્યાંથી ઉપાડીને નગરમાં લઇ ગયા. પછી મારા શરીર ઉપર સેાા લાવવા માટે મને ખાટી વસ્તુનું ખૂબ ભાજન કરાવ્યું, જે ખારાકને પરિણામે મારૂં આખું શરીર તદ્ન અહેવું થઇ ગયું. તેવીજ રીતે તે રાજાએ મારા માંસ અને લેાહીથી આહુતિ આપીને સાત દિવસ સુધી આડશે આરો જાપ દરરોજ કર્યાં. ત્યાર પછી તે જે અવસ્થામાં મને જોયા તે ભાઇ ! તું સારી રીતે જાણે છે. ભાઇ ! આ મારા અનુભવની હકીકત છે. એ દુઃખના હું જ્યારે અનુભવ કરતા હતા ત્યારે મનમાં એમ થતું હતું કે જેવાં દુ:ખના મેં અનુભવ કર્યો તેવું દુ:ખ પ્રાયે ( ઘણું કરીને ) નરકમાં પણ હશે નહિ.”
?
મધ્યમમુદ્ધિએ અત્યંત દીલગીરી સાથે આ ખાળના દુઃખી અનુભવના વૃત્તાંત સાંભળીને કહ્યું · ભાઇ માળ ! ખરેખર, તારે માથે આવું દુ:ખ ન ઘટે ! અરેરે ! એ પાપી વિદ્યાધર કેવા દયા વગરના ! અને તે વિદ્યા પણ કેવી ભયંકર !
મનીષીએ આપેલા વ્યવહારૂ ધ
હવે તે વખતે લેાકાચારને અનુસરીને માળની ખબરઅંતર પૂછવા માટે મનીષી ત્યાં આવ્યા, તેણે બારણામાં ઊભા ઊભા ઉપર પ્રમાણે શાક કરતા મધ્યમમુદ્ધિને સાંભળ્યા. તેજ વખતે તે અંદર દાખલ થયા. તેને મધ્યમબુદ્ધિએ બેસવાનું આસન આપ્યું અને તેની સાથે વાતચીત કરવા માંડી. થોડી વાતચીત થયા પછી મનીષીએ પૂછ્યું—‘ અરે ભાઇ મધ્યમમુદ્ધિ ! તું આ પ્રમાણે શાક શા માટે કરે છે?
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ ]
આળમધ્યમમનીષી અને સ્પર્શન.
૪૪૯
'
"
મધ્યમક્ષુદ્ધિ— મારા શાકનું કારણ અલૌકિક છે, ભારે જબરૂં છે. મનીષી—‹ તેવું અસાધારણ કારણ શું છે ? ’
તે વખતે મધ્યમમુદ્ધિએ ઉપવનમાં પોતે માળ સાથે ગયા ત્યારથી માંડીને બાળને વિદ્યાધરે ઉપાડ્યો, તેના શરીરમાંથી માંસ અને લાહી લીધાં વિગેરે સર્વ હકીકત કહી સંભળાવી. મનીષીએ આ સર્વ હકીકત અગાઉ જાણી હતી છતાં પણ અજાણ્યાની પેઠે દેખાવમાં આશ્ચર્ય બતાવીને સર્વ હકીકત મધ્યમમુદ્ઘિ પાસેથી અરામર સાંભળી. ત્યાર પછી મનીષી મેક્લ્યા “ અરે ! માળને આવું તે શું થયું ? એ ઠીક તેા ન થયું. જો કે મેં તેા તને પ્રથમથીજ કહ્યું હતું કે બાળ પાપી સ્પર્શન સાથે સંબંધ કરે છે તે જરા પણ સારૂં નથી. આ માળને જે અનર્થી પ્રાપ્ત થયા છે તે સર્વ મારા સમજવા પ્રમાણે એ સ્પર્શને કરેલા છે; કારણ કે એ પાપી સ્પર્શન આર્યપુરૂષને ઘટે નહિ તેવાં અકાર્ય કરવાના વિચારનું કારણ છે અને જ્યારે પ્રાણી આર્યપુરૂષને ન ઘટે તેવાં કામેા કરવાના એક વખત સંકલ્પ કરે છે ત્યારે અધમ ચિત્તવૃત્તિને લીધે અને પાપના ઉદયનું બહુ જોર થઇ ગયેલું હાવાને લીધે જેમ માછલું કાંટામાં રહેલ ગળપણવાળા અન્નને ટુકડા ખાવા લલચાઇ જાય છે અને સપડાઇ જાય છે, તેમ એક પણ કાર્ય સિદ્ધ કર્યા વગર આપત્તિના ખાડામાં ઢળી પડે છે અને મરણ પણ પામે છે. ઊંધા અને ઉલટા રસ્તાથી કોઈ દિવસ કાઇ પણ પ્રાણીનું કાર્ય સિદ્ધ થયું નથી અને થવાનું નથી. સુખ મેળવવા માટે આર્યપુરૂષને ન ઘટે તેવાં કામે કરવાનેા સંકલ્પ કરવા તે ઊંધેા માર્ગ છે. એવા ખાટા સંકલ્પ કરવામાં આવે છે ત્યારે તે ધીરજના નાશ કરે છે, વિવેકને વેચી દે છે, ચિત્તને મલિન કરે છે અને લાંખા વખત પૂર્વે જે પાપા કર્યા હેાય તેને ખેંચીને ઉદયમાં લાવી મૂકે છે અને છેવટે પ્રાણીને સર્વ અનર્થોના માર્ગ પર લાવી મૂકે છે. આ પ્રમાણે હેાવાથી આર્યપુરૂષને ન ઘટે તેવાં કામના સંકલ્પ કરવા તેમાં સુખની ગંધ પણ ક્યાંથી હેાઇ શકે? બાળને આવી મહા ભયંકર પીડા ભોગવવી પડી તેનું કારણ માત્ર તેણે મારી શિખામણ ન માનતાં પેાતાના મનમાં આવ્યું તેમ કબૂલ રાખી સ્પશૅન સાથે સંબંધ વધારતા ગયો તેજ છે. માળે શિખામણ ન માની તેના જવાબદાર તે પેાતે છે, તેમાં તું શાક શા માટે કરે છે?”
૧ આ વ્યવહારવચન છે. પીડા થાય તે તે ઠીક નહિ, જો કે માળ તે તેને સર્વથા યાગ્ય છે. આગળ મનીષીના વિચાર વાંચવાથી આ સ્પષ્ટ થશે.
૫૭
Page #491
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
માળ—“ ભાઇ મનીષી ! આવું સંબંધ વગરનું-ઠેકાણા વગરનું બાલવાથી શું લાભ છે ? મોટા માણસે મારું કામ સાધવા તૈયાર થયા હાય તેને વચ્ચે વચ્ચે કદાચ દુ:ખ આવી પડે તેા તેથી તેઓનું મન દુ:ખાતું નથી અને તેએ પેાતાના કામથી પાછા પણ હડતા નથી. જે કમળની જેવી કોમળ કાયાવાળી પેલી મદનકુંદળી મને પ્રાપ્ત થાય તે પછી આ દુઃખ તે શું બિસાતમાં છે ?” મનીષીની વિચારશીળ સલાહ,
૪૫૦
બાળના વર્તનપર જૂદી જૂદી ટીકાઓ, મનીષી અને મધ્યમબુદ્ધિની વાતચીત,
જેમ કોઇ મનુષ્યને વિકરાળ સર્પે ડંસ માર્યા હોય તે। પછી તેને અચાવ કરવાના કોઇ રસ્તા કે ઉપાય રહેતા નથી, તેવી રીતે એ બાળ હવે ઉપદેશ, મંત્ર કે તંત્રથી સાચા માર્ગ પર આવી શકે તેવું નથી, તેના અંતર વ્યાધિ અસાધ્ય થઇ ગયા છે, એમ વિચારી મનીષીએ પેાતાના જમણા હાથની આંગળીએ મધ્યમમુદ્ધિને વળગાડ્યો અને તે સ્થાનમાંથી ઊઠી જઇ મનીષી મધ્યમબુદ્ધિ સાથે બહાર આવ્યા અને પછી તે અન્ને ભાઇ ( મધ્યમબુદ્ધિ અને મનીષી ) માજીના ઓરડામાં દાખલ થયા. ત્યાં ગયા પછી મનીષીએ મધ્યમબુદ્ધિને કહ્યું “ભાઇ મધ્યમમુદ્ધિ ! આ ખાળ તે તેના નામ પ્રમાણે માળ ( અજ્ઞાન-મૂર્ખ ) જ રહ્યો ! એ પેાતાનું ખરૂં આત્મહિત ક્યાં છે તે જરાપણ સમજતા નથી તા તેની પીઠે વળગીને તારે પણ હેરાન થવાના વિચાર છે ? ’’
મધ્યમબુદ્ધિ—“ ભાઇ મનીષી ! તેં મને બરાબર એધ આપ્યો એમાં જરા પણ શંકા જેવી વાત નથી. આ બાળ તારી સાચી સલાહ પણ સાંભળતા નથી તેા હવે તેની સાથે સંબંધ રાખવાથી સર્યું! વળી બાળના સંબંધમાં હાલ જે ઉપર જણાવેલા બનાવ બન્યા છે તે પણ અત્યંત શરમ ઉપજાવે તેવેા છે. ત્યારે શું પિતાજીને હજી તે વાતની ખબર પડી નહિ હેાય ? ”
મનીષી —“ અરે પિતાજીએ એ હકીકત જાણી છે એટલું જ નહિ પણ આખા ગામે તે હકીકત જાણી છે અને કાલે સવારે પડહા ( પટહ–ડાંડી–અટાકી ) વાગશે ત્યારે તને પણ ખબર પડશે કે આખું ગામ તે વાત જાણે છે. ”
મધ્યમમુદ્ધિ—“ એ વાતની સર્વ માણસાને કેવી રીતે ખબર
પડી ગઇ?”
Page #492
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯] બાળમધ્યમમનીષી અને સ્પર્શન. ૪૫૧
મનીષીબભાઈ મધ્યમબુદ્ધિ! કામદેવના મંદિરમાં જે બનાવ બન્યો હતો તે તે ઘણું લેકની દેખતાજ બન્યો હતો તેથી તેઓ તે જાણે તેમાં નવાઈ નથી. હવે વિદ્યાધરે બાળને ઉપાડો તે હકીકત લોકોના જાણવામાં કેવી રીતે આવી એમ તું પૂછતે હો તે તેને ખુલાસો એ છે કે તે રાત્રીએ જ્યારે વિદ્યારે બાળને ઉપાડ્યો ત્યારે તારા હાહારથી અને “હું આબે, હું આવ્યો” એવા પોકારથી ઘણું માણસે ઉંઘમાંથી જાગી ગયા હતા. તેઓએ એ સર્વ હકીક્ત આખા નગરમાં ફેલાવી.”
મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે બાળ ગમે તેવો પણ પિતાને ભાઈ છે એમ ધારીને પિતે તેની હકીકત છુપાવી રાખતા હતા, પણ એની વાત તો ઘણું જાહેર થઈ ગઈ હોય એમ જણાય છે. સારી રીતે છુપાવીને કેઈ કામ કર્યું હોય તો પણ તે લેકમાં ઘણે ભાગે પ્રગટ થયા વગર રહેતું નથી અને ખાસ કરીને પાપ તો તુરતમાં જરૂર પ્રસિદ્ધ થઈ જાય છે, તેટલા માટે પોતાનાં કરેલાં પાપાચરણે છુપાવવા માટે પ્રાણીઓ પ્રયાસ કરે છે તે તેમની મિથા બુદ્ધિજ છે. આવા પ્રકારે પ્રયત્ન કરવો તે મેહની એક પ્રકારની રમત જ છે, આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને મધ્યમબુદ્ધિએ મનીષીને કહ્યું “ ભાઈ મનીષી ! આ હકીકત સાંભળીને તે શું કર્યું? પિતાજીએ શું ધાર્યું ? માતાજી એ શું કર્યું? અને નગરવાસી જનોએ શું વિચાર કર્યો? એ સર્વે હું તારી પાસેથી જાણવા ઈચ્છું છું.” મનીષી–“ભાઈ મયમબુદ્ધિ! સાંભળ. સજજન પ્રાણુંઓએ
દુર્ગુણું પ્રાણ તરફ ઉપેક્ષા રાખવી જોઈએ એવી બાળ તરફ જાદી ભાવનાથી મને બાળ તરફ માધ્યÀ ભાવ રહ્યો જૂદી ટીકાઓ. તેમજ કલેશ પામતા પ્રાણી ઉપર સજજન પુરૂષોએ
દયા રાખવી જોઈએ (કરૂણું ભાવ)* એ વિચારથી મને
૧ યોગની ચાર ભાવના છે: મૈત્રી, પ્રમોદ, કરૂણા, અને માધ્ય. ચોથી માધ્યશ્ચ ભાવનામાં-પ્રાણું કર્મને વશ છે, કોઈ પ્રાણુ નિર્ગુણ હોય તો તેને ઉપ૨ ક્રોધ કરવો ઉચિત નથી, એમ વિચારી તેના સંબંધમાં મૌન રાખવું અને દોષ તરફ બેદરકારી બતાવવી, તે દો ઓછા થઇ શકે તેવું હોય તો તેને ઉપાય કરવો, પણ અટકાવી ન શકાય તેવા દેષ હોય તો તેના તરફ ઉપેક્ષા રાખવી એ માધ્યશ્ય ભાવનાનું લક્ષણ છે. (અ. કલ્પદ્રુમ-હિ. આવૃત્તિ–પૃ. ૩૭ જુઓ)
૨ દીન, દુઃખી, પીડા પામતા પ્રાણીઓ ઉપર દયા તે કરૂણાભાવ-પગની ત્રીજી ભાવના,
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૫૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૩
તારા ઉપર બહુ કરૂણું આવી, વળી પેલા પાપી મિત્ર (સ્પર્શન )ની સેબતથી ઉત્પન્ન થતી આવા પ્રકારની પીડાઓથી હું મુક્ત રહ્યો એવા
વિચારથી મને મારી જાતમાં–મારા આત્મામાં વિશેષ મનીષીનું શ્રદ્ધા–પાકે ભરોસે આવતે ગયે. વળી મહાત્માવર્તન. એ ગુણ ઉપર અને ગુણવાળા પ્રાણીઓ ઉપર
વિશેષ પ્રમાદવાળા થાય છે–તેઓ ગુણ જોઈને રાજી રાજી થઈ જાય છે એ વિચારથી આ પાપી મિત્ર સ્પર્શન જે સર્વ અનર્થોનું મૂળ છે તેને પિતાના પાસેથી એકદમ દૂર હાંકી મૂકનાર મહાત્મા ભવજંતુ ખરેખર પુણ્યશાળી અને ભાગ્યશાળી છે એ વિચારથી તેના તરફ પ્રમોદ થયો, તેના વિચારથી મનમાં આનંદ આવવા લાગ્યો અને તેને માટે મનમાં મોટું માન ઉત્પન્ન થયું. પિતાશ્રીએ તે આ હકીકત જાણું ત્યારે તેઓ અટ્ટહાસ કરીને ખૂબ હસ્યા. મેં તેઓશ્રીને એ પ્રમાણે હસવાનું કારણ પૂછયું ત્યારે તેઓએ મને જ
ણાવ્યું કે “મને જ્યારે પ્રાણુઓ પ્રતિકૂળ થાય છે માતા પિતા ત્યારે તેઓને જે પ્રમાણે સાધારણ રીતે થાય છે ને મત. તેવું જ બાળને થયું છે તેથી મને તે એ હકીકતથી
આનંદ થાય છે. માતા સામાન્યરૂપાએ તો શેક કરીને રાડ પાડવા માંડી અને પિતાનો પુત્ર ક્યાં ગયો હશે એ વિચારથી બહુ દીલગીર થઈ ! પોતાના પુત્રને આવી કઈ પણ પ્રકારની અડચણ થઈ નહિ એ વિચારથી મારી માતા (શુભસુંદરી) આનંદ પામી. બાળને કેઈ ઉપાડી ગયું છે એવી વાર્તા સાંભળીને નગરના
૧ પારકાનું હિત ચિતવન કરવું તે મૈત્રીભાવ, ગુણ અને ગુણવાન તરફ પક્ષપાત કરવો તે અમેદભાવ, સંસારથી પીડા પામતા પ્રાણીઓ પર દયા કરવી તે કરૂણા ભાવ અને નિવારણ ન કરી શકાય તેવા દે તરફ ઉપેક્ષા રાખવી એ માધ્યસધ્યભાવ. અત્ર બીજી પ્રમોદ ભાવનાની વાત કરી તેમાં ગુણવાન તરફ રાગ થાય છે.
૨ ભવજતુના વિગથી સ્પર્શને આત્મઘાત કરતો હતો તે હકીક્ત યાદ કરવા માટે જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ત્રીજું, એવા પ્રાણુ તરફ પ્રમાદ આવ તે મુમુક્ષુને માટે તદ્દન સ્વાભાવિક છે.
૩ મારા વિચાર પ્રમાણે અહીં બાળની માતા અકુશળમાળાએ રાડ પાડી એમ હોય તે વધારે ઠીક લાગે. મૂળમાં સામાન્યરૂપનું નામ સ્પષ્ટ આપ્યું છે, અથવા મધ્યમબુદ્ધિ પછવાડે ગયો તે સંબંધમાં સામાન્યરૂપાએ નિઃસાસા મૂકયા એ અર્થ પણ નીકળી શકે છે. મો. ગિ.
Page #494
--------------------------------------------------------------------------
________________
લાક
ભત.
પ્રકરણ ૯ ] બાળમધ્યમમનીષી અને સ્પર્શન.
૪૫૩ સર્વ લેકે તે બહુ રાજી થઈ ગયા, તું બાળની પછવાડે ગયે એ હકીકત સાંભળીને સર્વ નગરવાસી જનેને તારા ઉપર દયા આવી અને મારી સ્વસ્થ વૃત્તિ
જઈને સર્વ નગરવાસીઓને મારી તરફ પક્ષપાત થયો.” મધ્યમબુદ્ધિ“આ સર્વ હકીક્ત તારા જાણવામાં કેવી રીતે આવી?”
મનીષી–“હું કતહળને લીધે નગરમાં ફરવા નીકળી પડ્યો હતો ત્યારે મેં લેકેને અંદર અંદર વાત કરતાં સાંભળ્યા હતા. તેઓ બેલતા હતા કે-“અરે કુળને કલંક લગાડનાર, અંતઃકરણથી મહા દુષ્ટ, મર્યાદાથી રહિત, સદાચારથી ઉખડી ગયેલ અને હમેશાં તજવાયેગ્ય ભાગે ગમન કરનાર અને આખા નગરને અનેક રીતે હેરાન કરનાર એ બાળને કેઈ ઉપાડી ગયું એ તે બહુજ સારી વાત થઈ.” આ હકીકત સાંભળીને વળી બીજો માણસ ટેળામાંથી બોલી ઉઠ્યો. “હા, એ તે બહુ ઠીક થયું, પણ એ બાળને કેઈએ છિન્નભિન્ન કરીને મારી નાખ્યો એવી વાત જે સંભળાય છે તે વાત વધારે સારી ગણાય, કારણ કે એ પાપીને તે કોઈ પણ રીતે નાશ થાય તોજ નગરવાસી સ્ત્રીઓનાં શિયળનું રક્ષણ થઈ શકે તેમ છે; તે સિવાય બીજો કેઈ પણ રસ્તો નથી.” તે વખતે ટેળામાં એક ત્રીજો માણસ બોલી ઊઠ્યો “અરે હારે હા ! એ તો બહુ ધરમની વાત થઈ ! પણ એની પછવાડે વળગીને પેલે મધ્યમબુદ્ધિ ખેદ પામે છે અને હેરાન થાય છે તે સારૂં નથી, એ આપણને તે સારે જણાય છે !' ત્યારે વળી ટેળામાંને એક બીજે માણસ બોલી ઊઠ્યો “અરે ભાઈ, જવા દેને! વળી જે પાપીઓના મિત્ર હોય તે કદિ સારા હોતા હશે? જે ખરેખ જાતીય સુવર્ણ હોય તે પથ્થરની સાથે સોબત કરેજ નહિ અને જો તેમ કરે તે પછી તેની જ મારફતે એ સંબંધ કરનાર પ્રાણું અનેક દુઃખ પામે અને લોકોમાં તેની ગેરઆબરૂ થાય તેમાં જરા પણ ખોટું થતું નથી. જે પ્રાણુઓ શરૂઆતથી જ સારા માણસોના સંબંધમાં આવી પાપકાર્ય કરવામાં આસક્તિવાળા પ્રાણુઓના સંબંધને જ ત્યાગ કરે છે તેઓને કઇ પ્રકારનો દોષ લાગતો નથી અને લોકે તેઓના નામની સાથે દોષને જેડતા નથી એટલે તેઓને દોષવાન ગણતા પણ નથી. તેના સંબંધમાં પિલે મનીષી જ દાખલો લેવા લાયક છે. તે પોતે મહાત્મા છે તે
૧ સે ટચનું-બત્રીશ વર્લ્ડ શુદ્ધ સે.
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૩
પાપી માળની સાથે પેાતાના સર્વ સંબંધ છેડી દઇને કેવા કલંક વગરા થઈને નિરાંતે સુખમાં રહે છે?' ભાઇ મધ્યમમુદ્ધિ ! લોકોને અંદર અંદર આ પ્રમાણે વાત કરતાં સાંભળવાથી આ સર્વ હકીકત મારા જાણવામાં આવી છે અને તેથી બાળના સંબંધ છેડી દેવાની મેં તને સૂચના કરી છે, ’
સાચી સલાહની અસર વિચાર અને નિર્ણય.
માળ સમાગમ ત્યાગ,
મધ્યમમુદ્ધિએ વિચાર કર્યાં કે ખરેખર, ઢાષમાં રચી પચી રહેલ પ્રાણીને આ ભવમાં પણ સુખની ગંધ આવતી નથી, તેને એક દુ:ખ ઉપર બીજું એમ દુ:ખને દુ:ખ જ આવ્યાં કરે છે. વળી એવા પ્રાણીને દુ:ખના ભારની પીડા થાય છે તેટલાથીજ તેના છૂટકા થતા નથી પણ લેાકેા તેના ઉપર આક્રોશ કરીને તેના દુશ્મનની ગરજ સારે છે, એક તા એવા પ્રકારના પ્રાણી દુ:ખથી મળી જતા હેાય છે અને ઉપરાંત વધારામાં લેાકેામાં તેની નિંદા થાય છે તેથી તેને તેા ખરાખર દુ:ખ ઉપર ડામ લાગવા જેવું થાય છે. માળને ખરાખર એજ પ્રમાણે થયું છે અને તેની સાથે સંબંધ રાખવાથી હું પણ તેના જેવા જ હાઇશ એવા વિચારથી લાકાની દયાનું પાત્ર થયા અને કેટલાક વિચારવાનૂ પ્રાણીઓએ તે મને માળના જેવાજ ધાર્યો. એ પાપી માળ સાથેના સંબંધ દુઃખનું મૂળ અને સજ્જન માણસેાને નિંદવા ચેાગ્ય છે એમ હવે જ્યારે મારા સમજવામાં ચાક્કસ આવ્યું ત્યારે તે સંબંધ જરૂર કરવા ચાગ્ય નથી એવા નિર્ણય થાય છે. ગુણમાં રાચી માચી રહેલ પ્રાણીઓને સર્વ સંપત્તિ
આ જ ભવમાં મળી જાય છે એ પણ ખરાબર ચોક્કસ થયું અને તેના દાખલામાં આ ભાઇ મનીષી પાતે જ છે. એણે માળ અને સ્પર્શનના સંબંધ કરવાની મૂળથી ના પાડી તેથી અત્યાર સુધી તેના ઉપર કોઇ પણ પ્રકારનું કલંક પણુ આવ્યું નહિ, તે તદ્દન સુખી રહ્યો અને પંડિત પુરૂષાના વખાણુને પાત્ર થયા. આ પ્રમાણે નજરોનજર જોવાય છે છતાં પણ કેટલીક વાર વર્તન કરતી વખતે લોકેા દોષ તરફ આદરભાવ બતાવે છે અને ગુણ તરફ મંદ ઉત્સાહ બતાવે છે તે પાપ કમૅના ઉદયથીજ હોય એમ મને તેા લાગે છે.' મેં તે ગુણુ અને દોષ
૧ અહીં મૂળ ગ્રંથ એ. ૨. એ. સે. વાળા ખાસ ભાગની આવૃત્તિનું પૃષ્ઠ ૨૦૬ શરૂ થાય છે.
Page #496
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ ]
આળમધ્યમમનીષી અને સ્પર્શન.
૪૫૫
વચ્ચેના તફાવત અરામર જોઇ લીધેા છે. મનીષીએ કહ્યું તેમ મારે તે ગુણ પ્રાપ્ત કરવામાટે જ પ્રયત્ન કરવા એ વધારે સારૂં છે.
આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને પછી મનીષીને તેણે પ્રગટપણે કહ્યું—— હાલ તે। હું લેાકેામાં ઉઘાડી રીતે ફરીને મોઢું બતાવી શકું તેમ નથી, કારણ કે ખાળની હકીકત પૂછીને લોકો વારંવાર મને કંટાળા આપ્યા કરે છે. અને માળની એ હકીકત અત્યંત શરમ ઉપજાવે તેવી હાવાથી તે વારંવાર ખેલવાનું કે બીજાને કહેવાનું મને મન થતું નથી. વળી એ વાત જો હું લોકોને કહેવા બેસું તે માળને કેવી કેવી હેરાનગતી થઇ એ હકીકત મારી પાસેથી સાંભળી દુર્જન લેાકેા તેના ઉપર વધારેને વધારે હશે; તેથી ભાઇ મનીષી ! મારે હાલ તેા રાજભુવનમાં જ રહેવું વધારે ઠીક છે એમ મને લાગે છે. લેાકેા ભાળની હકીકત ભૂલી જાય નહિ ત્યાં સુધી જાહેરમાં દેખાવું તે મને ઉચિત લાગતું નથી. ’’
મનીષી જેમ તારૂં મન વધે તેમ કર, વાંધા જેવું લાગતું નથી; મારૂં તે તને ખાસ પાપી મિત્રને સંબંધ તારે કોઇ પણ પ્રકારે કરવા નહિ.
તેમાં મને કાંઇ પણ કહેવાનું એ છે કે એ
..
તે દિવસથી મધ્યમબુદ્ધિ મહેલમાં જ રહેવા લાગ્યા, તેણે અહાર જવા આવવાનું તદ્ન બંધ કરી દીધું, વાતચીત પૂરી થયા પછી મનીષી ત્યાંથી પેાતાના સ્થાનપર ગયા.
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
બાળના હાલહવાલ,
# વે આ બાજુએ બાળના શરીરમાંથી અકુશળમાળા
છે અને સ્પર્શન બહાર નીકળ્યા, પ્રગટ થયા. અકુશળBકારણે માળા કહેવા લાગી “વાહરે વાહ! દીકરા ! તેં બહુ
Eછે . સારું કર્યું ! પેલા જુઠા વાચાળ મનીષીને તિરસ્કાર Eાદની કરીને મારાથી ઉત્પન્ન થયેલા પુત્રને ઘટે તે જ પ્રમાણે તે વર્તન કર્યું તેથી તું મારે ખરેખરે દીકરો છે!” | સ્પર્શન–બ માતાજી! આવા પુરૂએ એવા પ્રકારનું વર્તન કરવું તે યોગ્ય જ છે. એ પ્રમાણે આચરણ કરીને મારા વહાલા મિત્રે મારા તરફને દઢ પ્રેમ બતાવી આપે છે. અરે ! આટલા સારા શબ્દો કહેવાની પણ શું જરૂર છે? હવે તે અરસ્પરસ એક બીજાના સુખ દુઃખમાં આપણે એક સરખો ભાગ લેવાને સંબંધ જોડાયે. મોટું કામ કરવાને જે પ્રાણી તૈયાર થયું હોય તેને વચ્ચે વચ્ચે વિધ્રો-અડચણે આવે, પણ તેની શું તે કદિ પણ દરકાર કરે છે?
બાળ-મારું પણ એજ કહેવું છે. માત્ર પિલે મનીષી તે વાત જાણતા નથી.”
સ્પર્શન–“ તારે એવાનું શું કામ છે? તારા સુખમાં એ પાપી વિધ્ર કરનાર છે. હું પોતે અને તારી માતા જ માત્ર તારાં ખરાં સુખનાં કારણ રૂ૫ છીએ.”
બાળ–“એ બાબતમાં શું શક છે? એ તે સંદેહ વગરની વાત છે! ?
આટલી વાતચીત થયા પછી અકુશળમાળાઓ અને સ્પર્શને પિતાની યોગશક્તિ ચલાવીને પાછા બાળના શરીરમાં પ્રવેશ કર્યો.
Page #498
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ]
માળના હાલહેવાલ.
મદનકુંદળીને પ્રાપ્ત કરવાના ખાળના પછાડા,
ફસાઇ જતાં આખી રાત્રી ભયંકર યાતના. લોકોને તિરસ્કાર, સજા, દુ:ખ અને ભય.
માળના શરીરમાં જેવા તે અન્ને ( માતા અને સ્પર્શન ) દાખલ થયા કે તુરતજ મદનકંદળી સાથે વિષયસુખ ભોગવવાની બળવત્તર ઉત્સુકતા માળને વધી પડી, તેના શરીરમાં દાહ થવા લાગ્યા, તેને અગાસાં આવવા લાગ્યાં, તે બિછાનાપર પડી ગયા અને આમથી તેમ અને તેમથી આમ શરીર પછાડવા લાગ્યા. આવા પ્રકારની તેની ચેષ્ટા મધ્યમબુદ્ધિએ દૂરથી જોઇ, તેને માળ ઉપર દયા આવી, પણ મનીષીનું વચન સંભારીને તેણે માળના સમાચાર પણ પૂછ્યા નહિ.
આ વખતે સૂર્ય અસ્ત થયા. રાતના પહેલે પહારે જ બાળ અહાર નીકળી પડ્યો. મધ્યમબુદ્ધિએ તેને બહાર નીકળતા જોઇને તેની તરફ તિરસ્કાર બતાવ્યા પણ આ વખતે તે તેની પછવાડે ગયા નહિ. પેલા માળ શત્રુમર્દન રાજાના રાજભુવન પાસે આવી પહોંચ્યા, અને ગમે તે પ્રકારે રાજભુવનમાં દાખલ થયા. દૂરથી મદનકંદળીનું અંત:પુર જોયું એટલે તે તરફ તેણે ચાલવા માંડ્યું. લોકેાની હાજરી તે વખતે બહુ ગીચોગીચ હોવાને લીધે, રાત્રીના અંધકારને લીધે, ચોકીદારો બીજા કામમાં ધુંચાઇ ગયેલા હોવાને લીધે, કોઇ પણ ન જુએ તેવી રીતે ખાળ મદનકુંદળીના વાસભુવનમાં દાખલ થઇ ગયો. તેના મધ્યભાગમાં જાજ્વલ્યમાન પ્રકાશ કરતા દીવાઓની નીચે માટી કિમતને એક વિશાળ પલંગ તેના જોવામાં આવ્યા. તે વખતે મદનકંદળી રાણી શયનગૃહની નજીકમાં આવી રહેલી બાજુની પ્રસાધન શાળામાં પેાતાના શરીરપર કપડાં અલંકારો ધારણ કરતી હતી, રાણગાર સજતી હતી. પેલી શય્યાને શૂન્ય જોઇને બાળપણાને લઇને માળ તેના ઉપર ચઢ્યો; શય્યા બહુ કામળ છે તે વિચારથી તેના મનમાં આનંદ થયા; શય્યાપર પાથરેલ પ્રાવરણું ઉપાડીને બાજીપર મૂકી
મદનકુંદળીના વાસભુવનમાં.
૪૫૭
૧ લેાકાના ટોળામાં તે દાખલ થઇ ગયા એમ જણાય છે.
૨ Toilet room. કપડાં, આભૂષણેા ધારણ કરવાં, કેશ એળવાં વિગેરે રાણગાર સજવાના ખાનગી ઓરડે.
૩ શ્રાવરણ: પાથરેલ શય્યાપર ધૂળ ન લાગે તે માટે પાથરેલું એછાડ ઉપરનું ખાસ વસ્ત્ર. સુતી વખતે પ્રાવરણ ઊંચકીને બાજીપર મૂકવાને રિવાજ છે. એને અર્થ ‘ પીછેાડી ’ પણ થાય છે.
.
૫૮
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૫૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ હજુ તે જરા આડે અવળો ન થાય ત્યાં તે શમર્દન રાજાએ સાયંકાળને યોગ્ય રસ કાર્યો કરી, સભાને વિસર્જન કરી, થોડાક અંગત પુરૂષને સાથે લઈને સભામંડપમાંથી શયનગૃહ તરફ આવવા માંડ્યું. તે વખતે હાથમાં બળતી મશાલે લઈને કેટલાક સેવકે મહારાજાને
માર્ગ બતાવતા હતા. વાતચીત કરતા અને ધીમે શત્રમર્દન ધીમે ચાલતા રાજા અનુકમે વાયભુવનના બારણું વાસભુવનમાં. સુધી આવી પહોંચ્યા. રાજા પોતે આવે છે એમ
દૂરથી બાળે જોયું. શત્રમર્દન રાજાનું મહાન રાજતેજ હોવાને લીધે, બાળના હૃદયમાં સત્ત્વ બીલકુલ ન હોવાને લીધે, ખરાબ કામનું આચરણ નિરંતર ભય ઉત્પન્ન કરનાર હોવાને લીધે, કર્મવિલાસ રાજા એવા પ્રાણુઓથી હમેશા ઉલટો ચાલતા હોવાને લીધે, અકુશળમાળા પિતાનું ફળ આપવાને ઘણી આતુર થયેલી હોવાને લીધે અને સ્પર્શન પોતાનો વિપાક (ફળપરિણુમ) બતાવવાને તૈયાર થઈ ગયેલો હોવાને લીધે, બાળનાં અંગોપાંગે અત્યંત ભયથી ધ્રુજવા લાગ્યાં અને તેની સાથે જ બાળ પલંગ ઉપરથી પટકાઈને સ્વયમેવ જ ભૂમિ ઉપર પડ્યો. જમીનથી પલંગ ઘણે ઊંચે હોવાને લીધે, રતમય ફરસબંધી અતિ તેજસ્વી હોવા સાથે અવાજ કરે તેવી હોવાને લીધે અને બાળનું શરીર શિથિળ તથા અસ્તવ્યસ્ત થઈ ગયેલું હોવાને લીધે બાળના પડવાને માટે અવાજ થયે.
એ શું થયું? એ જોવાને-તપાસવાને રાજા એકદમ શયનગૃહમાં દાખલ થયા. ત્યાં તેણે બાળને જો. એ ત્યાં કેવી રીતે દાખલ થઈ ગયે હશે એ સંબંધમાં રાજાના મનમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. પલંગના ઓશીકા ઉપર રાજાએ બાળનો ઓવરકેટ ( અંધાર પીછડો) છે અને શિયા અવ્યવસ્થિત થયેલી જોઈ. રાજાને ખાતરી
થઈ કે એ અત્યંત દુષ્ટ માણસ છે અને રાણીની અને સપડાવું અને ભિલાષા કરનારે છે. આટલી પ્રતીતિ થતાં રાજાને રાજ્ય હુકમ. તેના ઉપર ઘણે ક્રોધ આવ્યું. બાળની દીનતા તુર
તજ તેના જાણવામાં આવી ગઈ, પણ એ મહા અને ધમ પુરૂષ છે તેથી તેના હેવાનીઅતપણાને હવે છેડે લાવ જ જોઈએ એવી બુદ્ધિથી રાજાએ તેની પીઠ ઉપર પગની લાત મારી, તેના બન્ને હાથને આડા વાળીને ભરડે દીધો અને તે બહુ બૂમો પાડતે
૧ છાવરણ ઉપરને જ શબ્દ છે. બાળે ઉપાડેલ ચાદર ઓશીકે હોય તે પણ સંભવિત છે અથવા બાળની અંધારપછેડી પણ હોઈ શકે.
Page #500
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ] બળના હાલહવાલ.
૪૫૮ હતો તેની દરકાર કર્યા વિના તેના પિતાનાજ અંધારપી છોડાથી તેને મજબૂત બાંધે. પછી પોતાના વિભીષણ નામના સેવકને બોલાવીને રાજાએ કહ્યું
અરે વિભીષણ! આ મહા અધમ પુરૂષ છે. એને રાત્રીમાં અ- આજ રાજ મંદિરમાં રાખીને હું સાંભળી શકે તેવી સ0 યાતના. રીતે આખી રાત સારી રીતે હેરાન કરે અને એનાં
પાપનાં ફળ એને સારી રીતે ચખાડે. એને એટલી પીડા આપે કે એને કરૂણસ્વર-રડવાનો અવાજ હું આખી રાત ચાંભળ્યા કરું." વિભીષણે રાજ્યઆજ્ઞા માથે ચઢાવી. પછી મોટે રે રાડ પાડીને રડતાં બાળને પકડીને વિભીષણ નજીકની રાજ્યભૂમિમાં ઘસડી ગયે, વજ જેવા આકરા કાંટાથી ભરેલા લેઢાના થાંભલા સાથે તેને બાં, કેરડાના સખત ફટકા તેને લગાવ્યા, તેના શરીર પર ફળફળતું ગરમ તેલ રેડ્યું. તેની આંગળીઓમાં લોઢાની ખીલીઓ ઠેકી અને એવી એવી અનેક પ્રકારની કદર્થનાઓ કરી વિભીષણે બાળને આખી રાત નારકીના જીવો જેવી પીડા સહન કરે તેવી પીડા તેને ઉપજાવી. બાળે આખી રાત મોટેથી રડવામાં પસાર કરી. તેના રડવાના અવાજથી અને રડવાની હકીકત એક બીજાને
કાને સાંભળવાથી રાજમંદિરમાં શું બન્યું છે તે જાલોકોને સુવાને આખું નગર પ્રભાતમાં રાજ મંદિર નજીક એતિરસ્કાર. કઠું થયું. તેઓએ બાળને જોયે. “અરે હજુ પણ
એ પાપી જીવે છે?”-એવાં એવાં કડવાં વચનો એના સંબંધમાં લોકે બોલવા લાગ્યા. તેવાં વચન સાંભળવાથી બાળને હતું તે કરતાં પણ સોગણું વધારે દુઃખ લાગવા માંડ્યું. તે વખતે રાત્રે જે હકીકત બની હતી તે કેટલાક નગરવાસીઓને વિભીષણે કહી સંભલાવી, જે સાંભળી બાળની ધીઠતા તરફ સર્વને વધારે અણગમો આવ્યો અને તેને પરિણામે આખરે નગરના આગેવાન શહેરીઓએ રાજાને પ્રાર્થના કરી કે મહારાજ ! આપ નામદારશ્રી સાથે પણ જે આવી રીતે વર્તે છે તે ઘણે દુષ્ટ માણસ હોવો જ જોઈએ; તો હવે તેના સંબંધમાં એવો બંદોબસ્ત કરે છે જેથી બીજો કોઈ પણ મનુષ્ય તેના જેવું ખરાબ કામ કદિ કરે નહિ.'
હવે તે શત્રુમન રાજાને એક સુબુદ્ધિ' નામને પ્રધાન હતો. ૧ આ જૈન હદય છે. સા કરે તો પણ દેહાંતદંડની સજા નહિ એમ આ હૃદય જણાવે છે. અત્યારે પણ ફાંસીની સજાના લાભાલાભ પર ઘણી ચર્ચા ચાલે છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
C
એની બુદ્ધિ શ્રી અર્હપરમાત્માના આગમના બાધથી પવિત્ર થયેલી હતી. તેણે એક દિવસ રાજાપાસે નમ્રતાપૂર્વક માગણી કરી હતી કે કાઇ પણ હિંસાના કામમાં તેના ઉપર મહેરમાની કરીને તેની સલાહ પૂછવી નહિ. રાજાએ પ્રધાનની તે માગણી કબૂલ રાખી હતી. આટલા માટે એ સુબુદ્ધિ પ્રધાન સાથે વિચાર કર્યા વગર જ રાજાએ પેાતાના સેવકાને ફરમાન કર્યું કે · એ અધમ પાપીને અનેક પ્રકારની પીડા નીપજાવીને પછી મારી નાખેા. ’ માળને દેહાંતદંડની આવી ભારે શિક્ષા થતી જોઇને રાજ્ય તરફથી જાણે મેટા લાભ થયેા હાય તેમ લોકો બહુ રાજી થયા. ત્યાર પછી માળને એક ગધેડા ઉપર બેસાડવામાં આવ્યા, તેની ડોકમાં રામપાત્રના હાર પહેરાવવામાં આવ્યા, લાકડી મુઠ્ઠી અને લોઢાના સળીઆથી ચોતરફ તેના ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને તેવી સ્થિતિમાં આક્રંદ કરતાં અને બીજા માણસે પેતાની તરફ અત્યંત કડવાં વચને બેલે તે સાંભળતાં બાળને નગરના રાજ્યમાર્ગ, ત્રીભેટા, ચાક અને બજારમાં સર્વ ઠેકાણે ફેરવવામાં આવ્યો. નગર ઘણું મોટું હોવાને લીધે સર્વત્ર ફેરવવામાં લગભગ આખા દિવસ નીકળી ગયા. સાંજ પડવા આવી ત્યારે તેને વધ કરવાને સ્થાનકે રાજસેવકે લઇ આવ્યા. ત્યાં આગળ એક ઝાડની શાખા સાથે તેને ગળાફાંસા દઇને લટકાવવામાં આવ્યા અને તેને એવી રીતે લટકાવેલા જોઇને નગરવાસી જના શહેરમાં પાછા ફર્યાં.
દેહાંત દંડની આકરી સજા.
હવે ભવિતવ્યતાને લીધે માળના ગળામાં જે દેરડું બાંધવામાં આવ્યું હતું તે તૂટી ગયું,' માળ નીચે પટકાઇ પડ્યો, તેને મૂર્છા આવી ગઇ, મડદા જેવા ચેષ્ટા વગરના થઇ ગયા, બહારના મંદ મંદ આવતા ઠંડો પવન તેના શરીરને લાગ્યા તેથી ધીમે ધીમે તેને ચેતના આવી એટલે જમીનને વળગતા વળગતા અને નિસાસાના અવાજ કરતા તે પેાતાના ઘર તરફ ગયો.
પાસ ત્રુટથો; ઘરે ગયા.
એક ખુલાસા
{ કુમાર મંદિવર્ધન પાસે આ વાર્તા વિદુર કહે છે, આખી વાર્તા સંસારીજીવ સદ્યાગમ સમક્ષ કહે છે અને અગૃહીતસંકેતા
૧ અસલ ફાંસી એકવારજ થતી, જે દેર તૂટે તેા ગુન્હેગારનાં નશીબ ! હમણાં હુકમ લખે છે તેમાં જીવ જતાં સુધી લટકાવી ફાંસી આપવી એમ ખાસ જણાવેછે; નહિ તે! ફાંસીએ ચઢાયેા એટલે સજા પૂરી થાય.
Page #502
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ]
૪૬૧
વિગેરે સર્વ સાંભળે છે-એ વાંચનારના ધ્યાનમાં હશે. આટલી વાત સાંભળીને વચ્ચે અગૃહીતસંકેતાએ પૂછ્યું “ અરે સંસારીજીવ ! તું જે વાર્તા કહે છે તેમાં ાિતિપ્રતિષ્ઠિતપુર નગરમાં મોટી શક્તિ (વીર્ય) વાળા કમવલાસ નામના રાજા છે એમ તેં પ્રથમ કહ્યું હતું અને વાર્તા આગળ ચાલતાં અનેક પ્રકારના શાસન કરનાર શત્રુન્દેન રાજા તેજ નગરમાં છે એમ કહ્યું ! તે એ બન્ને વાત કેમ ઘટી શકે ?`
સંસારીજીવ— ભાળી મહેન ! જ્યારે હું ( મારે જીવ ) નંદિવર્ધન હતા અને જે વખત વિદુર મારી પાસે એ વાર્તા કરતા હતા ત્યારે મેં પણ તેને એજ સવાલ પૂછ્યો હતા, જેના જવાબમાં વિદુરે મને જણાવ્યું હતું કે ‘ કર્મવિલાસને અંતરંગ રાજ્યના રાજા સમજવા અને શત્રુમદેનને બહિર્ગ રાજ્યના રાજા સમજવે. એ પ્રમાણે જ્યારે તમે વિચારશે ત્યારે આ વાતમાં જરા પણ વિરોધ જેવું લાગશે નહિ. વાત એમ છે કે અહિંગ રાજાઓની આજ્ઞા અપરાશ્રીએ ઉપર ચાલે છે, બીજા કોઇની ચાલતી નથી અને અંતરંગ રાજાએ તે ગુપ્ત રહીને લોકોને પેાતાની શક્તિ વડે સારાં ખરાબ નિમિત્તો જોડી આપે છે ( જેઓએ શુભ કર્મો કર્યા હોય તેઓની સાથે સારાં નિમિત્તો જોડી આપે છે અને જેઓએ અશુભ કર્મો કર્યો હાય તેની સાથે ખરાબ નિમિત્તો જાડી આપે છે); પછી નિમિત્તને લઈને સારાં ખરાબ ફળ પ્રાણી ભાગવે છે. બાળને જે જે દુ:ખ થયાં તે પરમાર્થથી તે કર્મવિલાસ રાજાની પ્રતિકૂળતાને લીધે જ થયાં એમ તારે સમજવું. ' આ પ્રમાણે વદુરે કહ્યું ત્યારે મારા મનમાં જે રાંકા થઇ હતી તે દૂર થઇ. હવે તું સમજી ? ત્યાર પછી નંદિવર્ધન કુમાર પાસે વિદુરે વાર્તા આગળ કહી તે હવે સંભળાવું છું.'' }
માળના હાલહેવાલ.
મધ્યમબુદ્ધિની વ્યવહારૂ વિચારણા,
વિદુર કહે છેઃ—મહા મુરકેલીથી એક પહેાર રાત ગઇ ત્યારે માળ પોતાના ઘર નજીક આવી પહોંચ્યા. હવે બીજી માજુએ તે દિવસે સવારમાંજ મધ્યમબુદ્ધિએ માળના આગલી રાતના સર્વ હેવાલ લેાકેા પાસેથી સાંભળ્યા હતા. આળ ઉપર તેને હજુ પણ એહ હોવાને લીધે ઉપરની હકીકત સાંભળીને તેને ઘણા શાક થયા અને તે પેાતાના મનમાં દીલગીર થવા લાગ્યા કે · અહા ! ખાળને આટલું બધું દુ:ખ કેમ થયું ? ' વળી વધારે વિચાર કરતાં તેના મનમાં આનંદ થયા અને ચિંતવન થયું કે ઃ અહે ! મનીષીનાં વચન પ્રમાણે કરવાનું અને નહિ ફરવાનું આ ભવમાંજ કેવું પરિણામ થાય છે તે ખરેખર વિચારવા ૧ શત્રુમર્દન રાજાએ ખાળને કેવી કર્થના કરી વિગેરે,
6
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૬૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ યોગ્ય છે. તેના ઉપદેશ પ્રમાણે વર્તવાથી મને હાલ જરા પણ ખેદ કે પશ્ચાત્તાપ ન થયો અને પૂર્વ બાળના પરિચયથી મારે અપજશ થયો હતો તે પણ વધારે કેલાય નહિ. અગાઉ મનીષીનું વચન મેં માન્યું નહોતું ત્યારે મને કલેશ પણ થયો હતો અને મારે અપજશ પણ સારી રીતે બેલા હતો.' બાળ તો જરા પણ અપવાદ વગર મનીષીના વચનથી તદન ઉલટી જ રીતે વર્તતો આવ્યો છે તેથી તેને માથે અનેક પ્રકારનાં દુઃખ પડ્યાં કરે, દુનિયામાં તેના અપજશનો ઢોલ વાગે અને છેવટે તેનું મરણ પણ થાય છે તેમાં નવાઈ જેવું શું છે? ખરેખર, મનીષીનાં વચન ઉપર મને પ્રીતિ થઈ અને તે પ્રમાણે ચાલવાનો મેં નિશ્ચય કર્યો તેથી હું ખરેખર ભાગ્યશાળી છું. ડાહ્યા માણસોએ કહ્યું છે કે
नैवाभव्यो भवत्यत्र सतां वचनकारकः।
पक्तिः काङ्कटुके नैव, जाता यत्नशतैरपि ॥ જે પ્રાણીનું ભવિષ્યમાં સારું થવાનું ન હોય (જે અભવ્ય હેય) તે કદિ સજ્જન પુરૂષોના વચનને અનુસરનાર થતજ નથી: સેંકડો પ્રયત્ન કરવા છતાં કાંગડું મગ કદિ ચઢત-પાકત નથી. આવી રીતે વિચાર કરતાં બાળ ઉપર તેના મનમાં જરા જરા સ્નેહ હતો તે પણ નાશ પામી ગયો અને પોતાના મનમાં એક પ્રકારની શાંતિ થઈ ગઈ. આવી જાતના વિચારોમાં તેને તે આખો દિવસ ૫સાર થઈ ગયો. હવે રાતે જ્યારે બાળ ત્યાં આવી પહોંચ્યો ત્યારે લોકાચાર પ્રમાણે તેની સાથે મધ્યમબુદ્ધિએ સહજસાજ વાત કરી અને સમાચાર પૂક્યા, ત્યારે બાળે જરા પણ વિષાદ આપ્યા વગર પિતાને જે જે પીડાઓ થઈ હતી તે સર્વે કહી સંભળાવી. આવા પ્રા
ને શિખામણ આપવી નકામી છે એમ વિચારીને મધ્યમબુદ્ધિએ તેના તરફ બેદરકારી બતાવી. બાળનાં સર્વ અંગેનાં ચૂરેચૂરાં થઈ ગયાં હતાં અને મન દુઃખથી આકુળવ્યાકુળ થઈ ગયું હતું, તેમજ તેને રાજ્ય તરફથી મોટો ભય હતો તેથી ગુપ્ત રીતે તે મહેલમાંજ પડી રહ્યો, બીલકુલ બહાર ન નીકળતાં મહેલમાં જ રહેવા લાગ્યો અને એવી સ્થિતિમાં ઘણે વખત પસાર થે.
૧ બાળની સાથે એક વખત પોતે ગયો ત્યારે કેવું દુઃખ થયું હતું અને અપકીર્તિ થઈ હતી તેની સાથે આ વખતે ન ગયો તેનું પરિણામ તે બરાબર સરખાવી શકે છે.
૨ જ્યારે એક વખત પાણી લાજ મૂકી દે છે ત્યારે તેને લોકભય કે અપયશભય રહેતો નથી અને ઉલટા પિતાના અધમ વર્તનમાં તે એક પ્રકારનું ગૌરવ લે છે. બાળનું દૃષ્ટાંત તે બરાબર બતાવે છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
E, SSA
પ્રકરણ ૧૧ મું.
પ્રબંધનરતિ આચાર્ય P. હવે તે નગરની બહાર આવેલા નિજવિલસિત નામના રકમ ઉધાનમાં પ્રબોધનરતિ નામના આચાર્ય સમેસર્યા થયો છે જેમ પધાર્યા; ગંધહસ્તિને વિંટળાઈને અનેક હાથીઓ A . અને બચ્ચાંઓ રહે છે તેમ તે મહાત્મા આચાર્યને શકાત: ઘેરાઈને અનેક અતિશય ગુણવાળા મેટા નાના શિષ્યો રહેલા હતા, તેઓ પોતે કરૂણરસના સમુદ્ર હતા, સંસારસમુદ્ર તરવા માટે સેતુબંધ (પાજ-પુલ) હતા, તૃષ્ણલતાને છેદ કરવા માટે ફરશી હતા, માનપર્વતનો નાશ કરવા માટે વજ હતા, ઉપશમ (સમતા)વૃક્ષ (ઝાડ) ના મૂળ હતા, સંતોષઅમૃતના દરિયા હતા, સર્વ વિદ્યા અને જ્ઞાનવિજ્ઞાનના તીર્થ હતા, વિશુદ્ધ આચારોના ઘર
૧ નિજવિલસિતઃ આત્મગુણમાં વિલાસ કરો-રમણતા કરવી-એ રૂ૫ ઉ. ઘાન-બગીચો-અંત:કરણનો નાજુક વિભાગ. એ અંત:કરણમાં પ્રબોધ-જ્ઞાન શુદ્ધ દશામાં આવિર્ભાવ પામવા પર આ ઉપાય સમજવો. આ ઉદ્યાનનો બરાબર અર્થે આગળ સુબુદ્ધિ મંત્રી કરશે. એનો પ્રભાવ સળમાં પ્રકરણમાં જોવામાં આવશે.
૨ ગધહસ્તિની આકર્ષક શક્તિથી અનેક હાથીઓનાં ટોળાં તેને અનુસરીને ચાલે છે; સર્વ હાથીઓના મદ તેની પાસે ગળી જાય છે.
૬ વાર ઇદ્રનું હથિયાર મોટા પર્વતને કાપી નાખે છે. માન, પર્વત જેવું છે; તેને કાપી નાખવા માટે આચાર્ય વિજ જેવું કામ કરતા હતા.
૪ તીર્થઃ કાશી જેવા ક્ષેત્રો વિદ્યાવતાર તીર્થ કહેવાય છે. આ મહાત્મા પિતેજ વિદ્યાપીઠ હતા એમ કહેવાનો આશય છે.
૫ આચારેના ઘર તેઓમાં જ્ઞાન હોવા સાથે વિશુદ્ધ આચારો-ક્રિયામાર્ગ પિષનારાં તત્ત્વ-પણ હાજર હતાં.
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૬૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
હતા, પ્રજ્ઞાચક્રની નાભિ હતા, લાભસમુદ્રનાવવાનળ હતા, ક્રોધસર્પને માટે મોટા મંત્ર હતા, મહામેાહના અંધકારને દૂર કરનાર સૂર્ય હતા, શાસ્ત્રરત્નો પર પાસા પાડવાને અને તેની પરીક્ષા કરવાને ફસાટિના પથ્થર હતા, રાગવનનાં ઝાડાને બાળી નાખનાર દાવાનળ હતા, નરકદ્વારની સામે મેાટી ભાગળ હતા, શુદ્ધ માર્ગના અતાવનાર હતા, અતિશયવાળા જ્ઞાનરતના ભંડાર હતા અને ટુંકામાં કહીએ તે એ મહાત્મા સર્વ ગુણેાના મિલનસ્થાન' હતા.
મનીષી માટે કર્મવિલાસની અનુકૂળતા.
હવે પેલી બાજુએ કર્મવિલાસ રાજાએ જ્યારે જાણ્યું કે મનીષી
૧ પ્રજ્ઞાચક્રની નાભિઃ પ્રજ્ઞા-સમયસૂચકતા આદિ તાત્કાળિક બુદ્ધિ-તે રૂપ ચક્ર-વર્તુળના મધ્યબિંદુ રૂપ હતા; મતલખ તેએમાં અનેક પ્રકારની બુદ્ધિ હતી; અથવા યાગમાં નાભિ સાથે જે અનેક ચક્રો બતાવ્યાં છે તે તેને સારી રીતે જ્ઞાત હતાં.
૨ વડવાનળઃ દરિયામાં એક પ્રકારને અગ્નિ થાય છે તે મહા ભયંકર હાઇ સમુદ્રનાં પાણીનું શેાષણ કરે છે. એ અગ્નિને ‘વડવાનળ' કહેવામાં આવે છે. આ મહાત્મા લે।ભરૂપ સમુદ્રની સાથે વડવાનળનું કામ કરનારા હતા—મતલબ લેાભને
નાશ કરનારા હતા.
૩ મંત્રઃ મહા ભયંકર અને ઝેરી સર્પને વશ કરવા જાંગુલી મંત્રને ઉપયેગ કરવામાં આવે છે, એનાથી સર્પનું ઝેર ઉતરી જાય છે. ક્રોધ ભયંકરપણામાં સર્પએરૂ જેવા જ છે. એને વશ કરવામાં અને એનું ઝેર ઉતારવામાં આ મહાત્મા પાસે જાગુલી મંત્ર જેટલું આત્મબળ હતું.
૪ દાવાનળ: જંગલમાં જ્યારે દાવાનળ થાય છે ત્યારે એ ભયંકર અગ્નિથી સર્વ ઝાડાને નાશ એક સાથે થઇ જાય છે. આ મહાત્મા રાગવનમાં ઉગેલાં સર્વ કષાયવ્રુક્ષાને ખાળી નાખનાર દાવાનળ જેવા હતા.
૫ ભાગળ: અર્ગલા. જુના જમાનાના ઘરના બારણાની બાજુમાં ભીંતમાં પ્રવેશ કરતી અને ખેંચવાથી બારણાની આડી આવી રહેતી ભેગળા રાખવામાં આવતી હતી. એ ભેાગળ જ્યાં સુધી દ્વારની આડી હેય ત્યાં સુધી મારણું ઉઘડી શકતું નથી. નરકના બારણાની પાછળ તેએ ભાગળ જેવા હતા તેથી નરનાં બારણાં તેઆ માટે સર્વદા બંધજ રહેતા. બીજી રીતે બારણાને બહારથી બંધ કરી શકાય તેવી ગાડવણવાળા અંદરના આગળીઆને પણ ભેાગળ-અર્ગલા કહેવામાં આવે છે. બન્નેમાંથી એક પણ રીતે દ્વારની સામે ભેાગળ લગાવવામાં આવી હેાય તે। પછી તેને–ભાગળને ( અર્ગલાને ) ખસેડ્યા વગર બારણાં ઉઘડી શકતાં નથી.
૬ મિલનસ્થાનઃ મળવાનું ઠેકાણું. એકત્ર થવાની જગા. એમનામાં સર્વ ગુણા એક સ્થાને એકઠા થઇને આવી રહ્યા હતા.
Page #506
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧]
પ્રાધનરતિ આચાર્ય.
૪૬૫
તે દરરોજ સ્પરીનથી ઉલટાજ ચાલ્યા કરે છે ત્યારે રાજાને તેના ઉ પર વધારે પક્ષપાત થયા અને તેણે શુભસુંદરીને કહ્યું “ વહાલી ! તું સારી રીતે જાણે છે કે અનાદિકાળથી મારી પ્રકૃતિ એક સરખી વર્તેછેઃ જે સ્પર્શનની સાથે અનુકૂળ થઇને રહે છે તેની સાથે મારે પ્રતિકૂળપણે વર્તવું પડે છે અને તેમ કરવું તે મારી પ્રકૃતિ જ થઇ ગઇ છે; જ્યાં હું પ્રતિકૂળપણે વતું છું ત્યાં અકુશળમાળા મારી નજીક રહે છે અને તેની મારફત હું કામ લઉં છું અને જ્યાં હું અનુકૂળપણે વસ્તું છું ત્યાં તું પાતે મારી નજીક રહે છે અને તારી મારફત હું કામ લઉં છું. આ પ્રમાણે હકીકત હાવાથી માળ, સ્પર્શનને અનુકૂળ રહેતા હતા તેથી મેં અકુશળમાળા દ્વારા મારૂં પ્રતિકૂળ ફળ તેને થાડું થોડું અતાવી આપ્યું છે તે તે તે જોયું, પણ આ મનીષી સ્પર્શનને પ્રતિકૂળ રહે છે તેને મારૂં અનુકૂળ ફળ હજી સુધી મેં બતાવ્યું નથી. એને સ્પૉન ઉપર આસક્તિ ન હેાવા છતાં કોમળ શય્યા સ્ત્રીસંભાગ વિગેરે અનેક પ્રકારનાં સુખ થાય છે અને આસક્તિ વગર તેને તે ભાગવે છે અને દુનિયામાં તેને યશ બેલાય છે તેમજ તેને ( મનીષીને ) દુ:ખની ગંધ પણ આવતી નથી તે સર્વનું કારણ તારી દ્વારા હું જ છું, છતાં મારી જ્યારે તેના ઉપર કૃપા થઇ છે ત્યારે તેને માત્ર એટલુંજ ફળ મળે તે ઠીક કહેવાય નહિ; તેને હજી સુધી જે લાભ થયા છે તે તેા ગેરલાભ ન થવા પૂરતાજ લાભ છે, પણ તેને વિશેષ ખાસ લાભ આપવા જોઇએ; માટે એ મનીષીને વિશેષ લાભ મળે તે માટે મારી મરજી પ્રમાણે તું પ્રયાસ કર, કારણ કે વિશેષ પ્રકારના ખાસ લાભને તે યેાગ્ય છે.
શુભસુંદરીએ જવાબ આપ્યો “ આર્યપુત્ર ! આપ કહે છે તે ખરાખર છે. મારા મનમાં પણ હતું કે એ મનીષી આપની કૃપાને ખાસ યોગ્ય છે. આપે ફરમાવ્યું તેમ તેના સંબંધમાં હું કરીશ. ”
આ પ્રમાણે કહીને શુભસુંદરીએ પાતાની યોગશક્તિ પ્રગટ કરી, પોતે અંતર્ધ્યાન થઇ મનીષીના શરીરમાં પ્રવેશ કર્યો, મનીષીના મનમાં ઘણાજ પ્રમાદ થયો, આખું શરીર અમૃતના સિંચનથી તમેાળ થઇ ગયું, નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઇચ્છા તેને થઇ આવી, તે તરફ જવા સારૂ તે નીકળ્યા, પણ વળી મનમાં વિચાર થઇ આવ્યો કે ત્યાં એકલા કેવી રીતે? મધ્યમબુદ્ધિને
નિવિલસિત ઉદ્યાનમાં ત્રણે
ભાઇએ.
૧ પ્રમેાદઃ મનીષીના આનંદ અંતરંગ પ્રમેાદમાંજ છે એ ધ્યાનમાં રાખવું.
૫૯
Page #507
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ઘરમાં ને ઘરમાં ભરાઈ રહ્યાને હવે તો ઘણે વખત થઈ ગયો છે, લેકે બાળની વાત પણ લગભગ ભૂલી જવા આવ્યા છે અને તેથી મધ્યમબુદ્ધિને જાહેરમાં દેખાવામાં શરમાવાનું કાંઈ કારણ રહ્યું નથી, માટે તેને પણ નિજવિલસિત ઉદ્યાનમાં સાથે લઈ લઉં–આ પ્રમાણે વિચાર કરી મનીષી મધ્યમબુદ્ધિ પાસે ગયો અને પિતાના મનમાં નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઈચ્છા થઈ આવી હતી તે તેને કહી સંભળાવી. પેલી બાજુએ કર્મવિલાસ રાજાએ પોતાની સ્ત્રી સામાન્યરૂપાને આજ્ઞા કરી કે તેણે પણ પોતાના પુત્રને તેનાં કમેનું ફળ આપવું. એ સામાન્યરૂપા રાણું જે મધ્યમબુદ્ધિની માતા થતી હતી તે અકુશળમાળા અને શુભસુંદરીથી સાધારણ પ્રકારની (ઓછી) શક્તિવાળી અને ચિત્રવિચિત્ર ફળને આપનારી હતી. તેની પ્રેરણાથી મધ્યમબુદ્ધિની ઈચ્છા પણ નિજવિલસિત ઉદ્યાનમાં જવાની થઈ અને મને ધ્યમબુદ્ધિએ બાળને પણ એ ઉદ્યાનમાં અવશ્ય આવવાનું કહેવાથી પરાણે પરાણે તે પણ નિજવિલસિત ઉદ્યાનમાં આવવાને પ્રવર્યો. એવી રીતે બાળ, મધ્યમબુદ્ધિ અને મનીષી ત્રણે નિજવિલસિત ઉદ્યાનમાં ગયા.
પ્રદશેખર મંદિર તરફ પ્રયાણ, કુતૂહળથી નાના પ્રકારના વિલાસ કરતાં કરતાં તેઓ નિજવિલસિત ઉદ્યાનમાં આવી રહેલા એક પ્રદશેખર નામના જિનમંદિરમાં આવી પહોંચ્યા. તે દેવમંદિર મેરૂ પર્વતની પેઠે ઘણું ઊંચું હતું, સાધુના હૃદયની પેઠે અતિ વિશાળ હતું અને તેમાં
૧ નિજવિલસિત ઉદ્યાનમાં ત્રણે ભાઈઓ કેવી જૂદા જુદા પ્રકારની પ્રેરણાથી જાય છે તે ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે.
૨ પ્રદશેખર-આત્મગુણવિલાસમાં જે પ્રમેહ-નિરતિશય આનંદ થાય છે તેનો અંતરમાં સાક્ષાત્કાર-અનુભવ-એ પર અહીં રૂપક છે. એમાં આદિનાથનું મંદિર અને હૃદયમંદિર બન્નેને ભાવ સાથે રાખે છે. વિશેષાર્થ આગળ સુબુદ્ધિ મંત્રી સમજાવશે. (જુઓ પ્રકરણ ૧૬ મું-ચાલુ પ્રસ્તાવનું.)
૩ ઊંચું કલેષ. (૧) મેરૂપર્વત ઘણે ઊંચે-એક લાખ યોજન છે; (૨) મંદિરના શિખરે પણ ગગનચુંબી હોય છે.
૪ વિશાળઃ શ્લેષ. (૧) મનની વિશાળતા સાધુ પક્ષે; અને (૨) જગ્યાની વિશાળતા મંદિર પક્ષે.
Page #508
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧]
પ્રબોધનરતિ આચાર્ય.
૪૬૭
સૌંદર્ય અને ઔદાર્યના યોગ થયેલા હાવાથી તે દેવલાકથી પણ વધારે મેટું જણાતું હતું. શ્રીમાન્ યુગાદિદેવ શ્રી આદીશ્વર ભગવાનના બિંબને તે મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. એ મંદિરની ચારે તરફ ઊંચે વિશાળ ગઢ આવી રહેલા હતા. લોકનાથ શ્રી યુગાદિદેવની મધુર સ્વરથી સ્તુતિ કરતાં અને સ્તોત્રો ખેાલતાં શ્રાવકોના કર્ણપ્રિય અવાજ સાંભળીને એ શું હશે એ જાણવાના કૌતુથી ત્રણે કુમારે મંદિરમાં દાખલ થયા. તેઓએ ત્યાં મહા ભાગ્યવાન્, શાંત, ધીર પ્રબોધનરતિ આચાર્ય મહારાજને જોયા. તેઓશ્રી ત્રણે ભાઇઓને દક્ષિણ દિશામાં બિરાજમાન થયેલા હતા, દેવભુવઆચાર્ય દર્શન. નના આંગણાના આભૂષણ જેવા દેખાતા હતા, અતિ વિનયી સાધુઓની વચ્ચે બેઠેલા હતા, મહા તપસ્વી હતા અને સંસારસમુદ્રથી પાર ઉતારનાર તીર્થંકર મહારાજના કલંક વગરના શુદ્ધ સનાતન ધર્મ પ્રાણીઓને સંભળાવતા હતા. તે વખતે જાણે અનેક તારાઓવાળા આકાશમંડળમાં એક ચંદ્ર શાભતા હોય તેમ તેઓશ્રી શેશભતા હતા.
મનીષી મહા નિર્મળ ચિત્તવાળા અને ભાવીભદ્રાત્મા હોવાથી તેણે પ્રથમ જિનબિંબને પછી આચાર્ય મહારાજને નમસ્કાર કરીને છેવટે સર્વ મુનિઓને પાવંદના કરી. કાંઇક શુદ્ધ મનથી તેની પછવાડે પછવાડે મધ્યમબુદ્ધિએ દેવ અને સાધુએને નમસ્કાર કર્યાં. પાપી માતા અકુશળમાળા અને મિત્ર સ્પર્શનની અસર નીચે મૂકાયલા અધમ માળ કોઇને પણ નમ્યા નહિ, તેણે કોઇને વંદના પણ કરી નહિ અને કોઇને પગે પણ લાગ્યો નહિ, માત્ર સ્તબ્ધ મનવાળા થઈને એક ગામડીઆ જેવા-મુડથલ જેવા દેખાતા મનીષી અને મધ્યમબુદ્ધિ ઊભા હતા ત્યાં જઇને તેઓની પાછળ ગોઠવાઇ ગયા. ગુરૂ મહા
૧ સૌંદર્ય અને ઔદાર્યું: દેવલાકનાં ચેત્યામાં સૌંદર્ય બહુ હાય છે, કારણ કે દેવાને રન મણિ માણેકની ખાટ હાતી નથી. આ હૃદયમંદિરમાં સૌંદર્ય સાથે વિશાલ હૃદયની અંદર રહેલી ઉદારતા પણ સ્પષ્ટ જણાતી હતી; તેથી તે દેવલાકન મંદિર કરતાં પણ વધારે ભવ્ય હતું. દેવલેાકમાં સૌંદર્ય હાય છે પણ આ હૃદયમંદિરમાં ઔદાર્ય વધારામાં હતું તેથી પણ તેની વિશિષ્ટતા છે. સૌંદર્ય અને ઔદાર્ય (૧) દેવલાક પક્ષે સ્થૂળ અને (૨) મંદિર પક્ષે માનસિક સમજવાં. એ રીતે આ શ્લેષ ઘણા અર્થસૂચક છે.
૨ સનાતનઃ નિણિત, અનાદિ, ને.
'
૩ લાવીભદ્રાત્મા જેનું નજીકના ભવિષ્યમાં સારૂં થવાનું છે તેને ભાવી. ભદ્રાત્મા ’ કહેવામાં આવે છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ રાજે તે ત્રણેને મધુર વાક્યથી ધર્મલાભ કહ્યો અને પ્રેમથી બોલાવ્યા. પછી તેઓ જમીન પર બેસી ગયા.
શત્રુમર્દન રાજાનું ઉદ્યાનાગમન - હવે સૂરિ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા છે એ વાત લેક પાસેથી જિનભક્ત સુબુદ્ધિ મંત્રીએ જાણું એટલે તે સંબંધમાં પાકી તપાસ કરીને મુનિવંદન કરવા માટે શત્રુમર્દન રાજાને તેણે પ્રેરણું કરતાં કહ્યું
સાધુ મહાત્માના પાદચંદનથી જેઓ આ જન્મમાં પોતાના આ ત્માના પાપપંક (કચરો) ને ધોઈ નાખે છે તેઓ મહા ભાગ્યવાન છે અને તેઓ ખરેખર ડહાપણવાળા છે.” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળીને મદનકંદળી અને બીજી અંતઃપુરની રાણીઓ સહિત શત્રુમર્દન રાજા આચાર્ય મહારાજને વાંદવા માટે ઉધાન તરફ જવા સારૂ બહાર નીકળે. રાજાને એ પ્રમાણે ઉદ્યાનમાં જતા જોઈને નગરના લેકેને અને સૈન્યને પણ આશ્રયે ઉત્પન્ન થયું અને તેઓ પણ રાજાની પછવાડે ઉઘાન તરફ ચાલ્યા. મહા બળવાળા શત્રુમર્દન રાજા ઉદ્યાનમાં આવેલા ચેત્યમાં બિરાજમાન શ્રીયુગાદિદેવને પગે પડ્યા અને અંતઃકરણમાં ઘણે હર્ષ લાવીને પ્રબોધનરતિ આચાર્યને નમ્યા તેમજ બીજા સર્વ સાધુઓને નમસ્કાર કર્યો. પછી ગુરૂ મહારાજે અને સાધુઓએ તેને આશીર્વાદ દીધે ત્યારે વિનયથી પિતાનું માથું નમાવીને રાજા જમીનપર બેઠે.
સુબુદ્ધિની પૂજા અને સ્તુતિ, સુબુદ્ધિ મંત્રીએ પણ યુગાદિપ્રભુના ચિત્યમાં આવી તીર્થંકર ભગવંતના પદકમળમાં નમસ્કાર કર્યો અને દેવપૂજન સંબંધી ક્રિયાઓ બહ વિચારણા પૂર્વક કરી. તેમાં ધૂપ, દીપાદિવડે દેવપૂજન કરતી વખતે
૧ ધર્મલાભઃ સાધુને કોઈ વંદન કરે ત્યારે તેઓ “ધર્મલાભ” એટલા અક્ષર બેલે છે. એ જૈન પરિભાષાને શબ્દ છે. એને આશય ઘણે ગંભીર છે. વંદન કરનારને ધર્મનો લાભ–પ્રાપ્તિ થાઓ એ આશીર્વાદ છે અને ધર્મ એ સર્વસ્વ હે પ્રાણને સંસારથી ઊંચે લાવનાર છે.
૨ આગેવાનનું અનુકરણઃ આગેવાન પુરૂષને લોકો હમેશાં અનુસરે છે, કોઈ વિસ્મયથી અને કોઇ કૌતુકથી પણ તેનાં કાર્યોને અનુસરે છે અને આમ હોવાથી આગેવાન પુરૂષોએ પોતાનો વ્યવહાર સ્વ અને પરના હિત ખાતર બહુ ઊંચા પ્રકારને રાખવાની ખાસ જરૂર છે.
૩ આશીર્વાદમાં સાધુઓ ધર્મલાભ એટલુંજ કહે છે. સંસાર સમુદ્રથી તારનાર ધર્મ તને મળે એ મહા પ્રશંસનીય આશિસ છે. જુઓ ઉપરની નોટ ના. ૧.
Page #510
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ ]
પ્રબેાધનરતિ આચાર્ય.
૪૬૯
ભક્તિથી તેનાં સર્વ અંગેામાં એક પ્રકારના અપૂર્વ ઉત્સાહ ઉત્પન્ન થયો. વળી તેણે તીર્થકર મહારાજને જમીનપર હાથ અને પગ લગાડીને વંદન કર્યું ( પંચાંગ પ્રણામ કર્યા ) તે વખતે તેના મનમાં એવી સુંદર ભાવના થઇ આવી કે આ પ્રાણીને સંસારઅરણ્યમાં તીર્થંકર મહારાજના દર્શન કે વંદનનો લાભ મળવા અત્યંત મુશ્કેલ છે. આવી ભાવનાથી તેનું મન બહુ નિર્મળ થઇ ગયું, આનંદજળથી તેની આંખા ભરાઇ ગઇ અને તે નેત્રજળ વડે તેણે પોતાના પાપ રૂપ કાદવને ધોઇ નાખ્યા. ત્યાર પછી ભગવાનના કિંમ ઉપર દૃષ્ટિ સ્થાપન કરીને પંચાંગ પ્રણામ (ખમાસમણ ) ને છેડે પોતે જમીનપર બેઠો અને ભક્તિપૂર્વક શક્રસ્તવ એક્લ્યા. પછી હાથથી આંગળીઓને અંદર અંદર કમળના ડોડવા પેઠે મેળવી બે હાથની કાણીઓને પેટ ઉપર સ્થાપન કરીને-યોગમુદ્રા પૂર્વક એકાગ્ર ચિત્ત કરી-લય લગાવીને અતિ મધુર વાણીથી ભુવનદેવશ્રી યુગાદિનાથની સ્તુતિ અનન્ય મન વડે કરવા લાગ્યોઃસુબુદ્ધિ મંત્રીએ કરેલી ચુગાદિદેવની સ્તુતિ,
6.
• હું જગદાનંદજ ! ( જગને આનંદ આપનાર ! ) મોક્ષમાર્ગ · વિધાયક ! (સર્વ કર્મથી મુક્તિ મેળવવાના માર્ગ બતાવનાર!) તમને નમસ્કાર છે. હું જિનેંદ્ર ! વિદિતઅશેષભાવ !` ( જેમને સર્વ ભાવે ઃઃ જણાયલા છે તેવા હે પ્રભુ !)*સદ્ભાવનાયક ! ( સુંદર ભાવેને
*
૧ શકસ્તવઃ નમુક્ષુણ્ણ એ શક્રસ્તવના નામથી એળખાય છે, એમાં તીર્થંકર મહારાજની સ્તુતિ છે. પ્રથમના બે પ્રતિક્રમણમાં આવે છે.
૨ ચોગમુદ્રાઃ દેવવંદન ભાષ્યમાં યાગમુદ્રાનું સ્વરૂપ આ પ્રમાણે બતાવેલું છે. બન્ને હાથની દશ આંગળીઓને માંહેામાંહે અંતરીત કરીને બન્ને હાથેાને કમળના ડોડવાના આકાર પેઠે જોડવા અને આખા હાથની કાણીઓને પેટ ઉપર લગાડવી. ( દેવવંદન ભાષ્ય—ગાથા ૧૫ મી.)
૩ અનન્ય મનઃ એકચિત્ત; બીજી જગાએ-જ્યાં ત્યાં-નહિ ભમતું મન. ૪ જગદાનંદ, મોક્ષમાર્ગવિધાયકઃ માક્ષમાં કોઇ પણ પ્રકારનું દુઃખ નથી, નિરંતર આત્માનંદ વર્તે છે-તે માર્ગને બતાવનાર તીર્થંકર મહારાજ હેાવાથી તે જગતને આનંદ આપનાર છે.
૫ વિદિતઅશેષભાવઃ થઇ ગયેલાં, થતાં અને થવાનાં સર્વ ભાવેને જાણનાર પ્રભુ છે, તેએથી કાઇ ભાવ અજાણ્યા નથી, અને તેવા અદ્ભુત જ્ઞાનખળને કારણે તેએ નમનને યોગ્ય છે.
૬ સદ્ભાવ: સદ્ભાવાના તે બતાવનાર છે. ખરાબ ભાવ તેએ બતાવતા નથી, જો કે સર્વ ભાવેાને તેઓ જાણે છે ખરા. લેાકનાયક ઇંદ્ર કે ચક્રવર્તી તે સ્થૂળ નાયક છે, ભાવ ઉપર તેઓનું આધિપત્ય નથી. તેથી પ્રભુની ઇંદ્રાદિકથી પણ વિશેષતા છે એ ભાવ અત્ર બતાવ્યા છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[પ્રસ્તાવ ૩
ck
*
66
બતાવનાર ! ) તમને નમસ્કાર છે. અહા પ્રલીનઅશેષસંસારવિસ્તાર ! હે પરમેશ્વર ! તમને નમસ્કાર છે. હે વાક્યાતીત! ત્રણ લેાકના શેખર! તમને નમસ્કાર છે. સંસાર સમુદ્રમાં ડૂબતા “ અનંત પ્રાણીઓને તારનાર! મહા ભયંકર સંસાર રૂપ અટવીમાં સાર્થવાહનું કામ કરનાર"! તમને નમસ્કાર છે. હે પ્રભુ ! અનંત પરમાનંદપૂર્ણ ધામ ( મેક્ષ ) માં રહેલ આપ સાહેબને લોકો ભ“ ક્તિથી અહીં સાક્ષાત્ જુએ છે. જે એમ ન હેાય તે હે પ્રભુ ! “ તમારી મૂર્તિની સ્તુતિ કરનારા પ્રાણીઓનાં પેાતાના મનમાં જેવા “ પ્રમાદ આવે છે તેવા આનંદ ત્રણ ભુવનમાં બીજા કોઇ પણ “ પદાર્થમાં કેમ ન આવે? આપની મૂત્તિમાં મને તે આપના “ સાક્ષાત્કાર જણાય છે. હે નાથ ! જ્યાં સુધી સંસારી પ્રાણીઓનાં · ચિત્તના મધ્યભાગમાં આપ સાહેબ હાતા નથી ત્યાં સુધીજ
..
૪૭૦
*
*
૧ પ્રલીનઅશેષસંસારવિસ્તારઃ સંસારના સર્વ વિસ્તાર-દેવ મનુષ્ય તિર્યંચ નારક ગતિનાં સર્વ દુઃખા જેએનાં નાશ પામી ગયાં છે અને તેથી જે પરમ ઐશ્વર્યને પ્રાપ્ત થયા છે. ઐશ્વર્ય છતાં ઉપાધિના નાશ થયા છે એ તેમની વિશેષતા છે.
૨ વાક્યાતીતઃ પ્રભુમાં એટલા બધા ગુણા છે કે વચનાથી તેનું વર્ણન કરવું અશકય છે. હજારા જીભથી કરોડો વર્ષ સુધી ગુણનું વર્ણન કરવામાં આવે તે પણ તેમના ગુણેા પૂર્ણ કહેવાય નહિ તેથી તેઓને વાકયથી અતીત' કહ્યા છે. લોકોમાં તેમના જેવા કાઇ ન હેાવાથી સર્વના લેાકેાના શેખર તુલ્ય છે.
૩ ત્રણ લાકના શેખરઃ મસ્તક પર જેમ મુગટ રહે તેમ તે
૪ તારનારઃ સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને બચાવવાનું કામ ઘણું વિકટ છે, પ્રભુનું ‘નિોમક’ વિશેષણ છે તેને આ વિસ્તાર છે.
૫ સાર્થવાહઃ ભયંકર જંગલમાં ફાડી ખાનારા જનાવરા તેમજ લુંટારાના મેટા ભય હોય છે. આવી અટવી સાર્થવાહના સથવારા વગર એળંધી શકાતી નથી. સંસારઅટવીમાં વિકારાને તેવાજ આકરા ભય છે. એ ભયંકર અટવીમાંથી પ્રાણીને પ્રભુ યોગ્ય માર્ગે દેરી જઇને અટવીને બીજે છેડે મૂકે છે. પ્રભુના સાર્થવાહ ' વિશેષણ પર આ વિસ્તાર છે.
"
- ભક્તિથી સાક્ષાત્કારઃ આપ તે મેાક્ષમાં બિરાજમાન છે, પણ ભક્તિપૂર્વક આપને નમનારા લોકો અહીં-આ સંસારમાં પણ આપને જુએ છે. મૂર્ત્તિ પૂજાને। આ ચમત્કાર છે અને ભક્તિયાગનું માહાત્મ્ય સમજનારા તે બાબત પેતાના ખ્યાલમાં ખરાખર લાવી શકે છે.
૭ પ્રમેાદઃ દ્રવ્યના નિમિત્તથી ભાવ કેવા પ્રકારના થાય છે તે એક વખત અમૃતક્રિયાને અનુભવ કરતી વખતે જ ખબર પડે. મયણાસુંદરીનું શાસ્ત્રપ્રસિદ્ દૃષ્ટાન્ત અહીં વિચારવા ચેન્ગ્યુ છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ ]
પ્રાધનાંત આચાર્ય,
૪૭૧
• પાપના પરમાણુ (પાપ કર્મના ઉદય ) થી તેને ઉકળાટ થાય “ છે; જેવા આપશ્રી પ્રાણીઓનાં ચિત્તમાં વાસ કરે છે કે તુરતજ “ પ્રાણીનાં પાપપરમાણુઓ ( પાપકર્મો ) એકદમ નાશ પામી જાય “ છે, તેનાં સર્વ પાપપંક' ધોવાઇ જાય છે અને તે સદ્ભાવ અમૃતનું સિંચન થાય છે અને ત્યાર પછી તેને નિરંતર અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે. જે ખીચારાઓને ઉકળાટમાં શાંતિ “ કરનાર અને અનાથ દશામાં સનાથ બનાવનાર આપને આશ્રય હાતા
ઉપર
.
6.
*
નથી, જેમના હૃદયમાં આપ સ્થાન પામતા નથી, તે આપડા • રાગાદિ ચારા વડે કેમ ન લુંટાય ́ ? આપશ્રીને વૈશંકા વગરના મનથી ગ્રહણ કરીને અને મદ મત્સર વિગેરે ષડરિપુને ગળે પગ મૂકીને ( તેનેા નાશ કરીને ) પ્રાણીએ માક્ષ ચાલ્યા જાય છે. તે અહિંસા ‘રૂપ હાથના ટેકો આપીને આપ પ્રાણીઓને ઊંચા લાવ્રત નહિ તે ‹ આખું જગત્ નરક રૂપ અંધકારમય ભયંકર કુવામાં પડી ગયું હેત. “ તમારૂં અત્યંત સુંદર શરીર સર્વ કલેશથી રહિત, વિકાર વગરનું અને “ અત્યંત મનેાહર છે, તેને જોતાં પ્રાણીને તુરત જણાઇ જાય છે કે “ આપ પાતે અનંતવીર્યયુક્ત સર્વજ્ઞ છે, અને જાતે વીતરાગ છે,
..
'
· આપને કોઇના ઉપર રાગ કે દ્વેષ નથી, અને એવા છે! છતાં અ
*
ભવ્ય પ્રાણીઓને તેવા લાગતા નથી, તેનું કારણ તેનું પેાતાનું
..
૧ પાપપંકઃ પાપ રૂપ કચરા ભક્તિજળથી ધેાવાઇ ાય છે, અને સારા પાણીનો છંટકાવ થાય છે. રસ્તા કે આંગણું સાફ કરવા માટે પ્રથમ કચરો કાઢવામાં આવે છે અને પછી પાણી છંટાય છે.
૨ રાગાદિ ચારની લૂંટઃ ચાર પાસેથી ચોરી મૂકાવવા માટે મજબૂત રશાસન કરનાર રાજા હેાવા જોઇએ, જેના ભયથી ચારે નાસી જાય. રાગાદિ ચાર પર પ્રભુને એવેા ધાક બેસી ગયા છે કે તે જ્યાં હોય ત્યાં રાગ દ્વેષ વિગેરે ચારતા રહીજ શકે નહિ. મહાગેાપ વિશેષણ અહીં સાથે થાય છે.
૩ શંકા વગરનું મન અને રિપુપર જયઃ મેાક્ષ જવા માટે એ ખાખત કરવાની ખતાવી: (૧) શંકા વગર દેવપર શ્રદ્ધા રાખવી (૨) ષપુપર પગ દેવે. દર્શન અને ચારિત્રને ઉત્કૃષ્ટ વિષય અહીં બતાવી દીધે છે.
૪ અહિંસા હાથને ટેકાઃ કુવામાં પડનારને પડતાં બચાવી લેવા માટે હાથના ટેકાની જરૂર છે. પાપમય જગત્ નરકમાં જાય તેને ટેકે અહંસાના ઉપદેશ રૂપ હાથથી ભગવાને આપ્યા. અહિંસા પરમો ધર્મ । એ જૈન ધર્મને મુદ્રા લેખ છે તે વાત અહીં વધારે સ્પષ્ટ કરી છે. ‘મહામાહણ' વિશેષણ અહીં સાથે થાય છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
66
“ પાપચરિત્ર છે'. પાપી માણસાની દૃષ્ટિમાં વિકાર હેાવાથી તેઓ શુદ્ધ રૂપને તથાસ્વરૂપે જોઇ શકતા નથી. હે પ્રભુ! રાગ દ્વેષ અને મહામેા“ હને સૂચવનાર અનુક્રમે હાસ્ય, ક્રોધ, વિલાસથી વિયુક્ત અને અક્ષમાળા ‘ રહિત હું પાપ વગરના નાથ ! તમને નમસ્કાર છે. હે પ્રભુ ! તમે “અનંત ગુણાથી ભરપૂર છે, તેથી તમારી સ્તુતિ હું શી રીતે કરી
..
.6
શકું ? હું તે મંદ બુદ્ધિવાળા છું, પરંતુ મારા મનમાં જે શુભ “ ભાવના છે અને જેને હું બેાલી શકતે! નથી, તે તમે પોતે સારી રીતે જાણેા છે; તે। હવે કૃપા કરીને ભવપરંપરાના છેદ કરનારી તમારી નિશ્ચયભક્તિ મારા ઉપર દયા કરીને મને ભવે ભવ જરૂર આપો. ”
..
..
આવી રીતે ત્રિલોકનાથ શ્રી યુગાદિદેવની સ્તુતિ કરતી વખત સુબુદ્ધિ મંત્રીએ જિનમુદ્રા ધારણ કરી હતી. વચ્ચે વચ્ચે વારંવાર તે પ્રભુને પગે લાગ્યા કરતા હતા. આખરે મુક્તાશક્તિમુદ્રા' ધારણ કરીને અતિ સુંદર રીતે જયવિયરાય સ્તોત્રથી તેમણે પ્રભુની સ્તુતિ
૧ પાપચિરત્રઃ કોઇ અંધ માણસ સૂર્ય ન દેખી શકે તે તેમાં સૂર્યના દોષ નથી તે નિયમ પ્રમાણે. અભનું અધમ ચરિત્ર પ્રભુને સત્ય સ્વરૂપે જોઇ શકતું નથી.
૨ હાસ્ય ક્રોધ વિલાસ અક્ષમાળાઃ રાગને સૂચવનાર હાસ્ય, દ્વેષને સૂચન વનાર ક્રોધ અને મેહને સૂચવનાર વિલાસ પ્રભુને હાતા નથી. મતલખ તે હાસ્ય ક્રોધ અને વિલાસ જેવા સ્થૂળ ભાવ વગરના છે, તેનાથી રહિત છે અને તેથી સ્થૂળ સાંસારિક પ્રાણીએથી ઊંચી હદે ગયેલા છે. તેને જાપ કરવા લાયક અન્ય દેવ કાઇ નથી એ ભાવ અક્ષમાળાની ગેરહાજરી ખતાવે છે એમ મને લાગે છે.
૩ જિનમુદ્રાઃ દેવવંદનભાષ્યમાં જિનમુદ્રાનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે: “ ચાર આંગળ જેટલું અંતર એ પગના આગળના ભાગમાં અને તેથી કાંઇક ન્યૂન અંતર પાછળના ભાગમાં રાખી બન્ને પગે સીધા ઊભા રહેવું-એમ કરવાથી જિનમુદ્રા થાય છે. (દેવવંદનભાષ્ય-ગાથા ૧૬ મી.)
C
.
૪ મુક્તામુક્તિ મુદ્રા: તેનું સ્વરૂપ આપતાં કહે છે કે “ હાથની આંગળીને અન્યાન્ય આંતર્યા વગર બન્ને હાથ પેાલા જોડી રાખીને લલાટસ્થળે (કપાળે) સ્થાપવા અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે લલાટથી દૂર રાખવા તેને મુક્તાશક્તિ મુદ્રા કહે છે. ( દેવવંદનભાષ્ય-ગાથા ૧૭ મી. ) ભાષ્યકારના મત પ્રમાણે પંચાંગ પ્રણામ અને સ્તવપાઢ ( નમુથુણં ) વિગેરે જોગમુદ્રા ’ થી કરવામાં આવે છે. એમાં હાથની દશે આંગળીઓને માંહેામાંહે આંતરી કમળના ડાડવાની જેમ બન્ને હાથ રાખી હાથની કાણીએ પેટ પર રાખવામાં આવે છે ( સદરગાથા ૧૫ મી ). દ્વાદશાવતું વંદન અને કાઉસગ્ગ જિનમુદ્રાથી કરાય છે અને ત્રણે પ્રણિધાન ( જાવંત કેવી સાહૂ, જાવંતિ ચૈઇયાઇ અને જયવિયરાય ) મુક્તાક્રુક્તિ મુદ્રાથી કરાય છે સદર ગાથા ૧૮ મી). મંત્રીએ સ્તુતિ ઊભા ઊભા જિનમુદ્રાએ કરી છે અને ત્યાર પછી યાગમુદ્રાએ શસ્તવ કહ્યું છે તે વાત પ્રથમ કરી ગયા છે; છેવટે મુક્તાણુક્તિમુદ્રાથી જયવિયરાય કહ્યા છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ ]
પ્રાધનરતિ આચાર્ય.
૪૭૩
કરીને નમસ્કાર કર્યા. આ સુકૃત્યથી તે મંત્રીશ્વર પેાતાના આત્માને બહુ ?તાર્થ-ધન્યભાગ્યશાળી સમજવા લાગ્યા અને પછી આનંદના આંસુ વડે આચાર્ય મહારાજના પગને સીંચતા આચાર્યના પગમાં પડ્યો. ગુરૂમહારાજને તેણે દોષ માત્રનેા નાશ કરનાર દ્વાદશાવર્ત વંદન કર્યું, મનમાં સમતાભાવ લાવીને પ્રસંગને અનુરૂપ માકીના સર્વ સાધુઓને તેણે ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા અને સૂરિ મહારાજે તથા સાધુઓએ તેને ‘ધર્મલાભ ’ આપ્યા. ત્યાર પછી એ સુબુદ્ધિ મંત્રી શુદ્ધ-જીવરહિત-પાતાને ચાગ્ય જમીનપર બેઠો અને તેણે તે વખતે સૂરિ મહારાજને સુખશાતા પૂછી. સૂરિમહારાજના ઉપદેશ,
હવે આચાર્ય મહારાજે વિશેષ પ્રકારે ધર્મદેશના દેવા માંડી. દેશના દરમ્યાન તેઓએ પ્રથમ આ સંસારનું નિર્ગુણપણું બતાવ્યું; તેમાં બતાવી આપ્યું કે આ સંસાર મહા કનિષ્ટ છે, ખાસ તજવા યોગ્ય છે, તેમાં કોઇ પણ પ્રકારના લાભ કે વાસ્તવિક આનંદ જરા પણ નથી અને તે એકંદર રીતે આત્માને ઘણું નુકશાન કરનાર છે. એ સંસારને વધારનાર અને તેનું ખરેખરૂં કારણ કર્યો છે. તે કૌ મિથ્યાલ ( અશ્રદ્ધા અને અજ્ઞાન), અવિરતિ ( ત્યાગના અભાવ ), કષાય ( ક્રોધ, માન, માયા અને લાભ વિગેરે) અને યાગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિ ) ને લઇને આત્મા સાથે બંધાય છે, તેથી ખરેખરી રીતે એ સંસારનું કારણુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જ છે. વળી જો પ્રાણી બરાબર પુરૂષાર્થ કરે છે તે તે સર્વ કર્મથી મુક્તિ મેળવી નિર્વાણુ પામી શકે છે અને ત્યાર પછી તેને એકસરખા અર્નિશ આનંદ જ પ્રાપ્ત થાય છે અને ત્યાંથી ફરીને કદિ પણ સંસારમાં પાછા આવવાનું નથી. એ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રાણીએ કેવી પ્રવૃત્તિએ આદરવી, તેમાં કેવાં કેવાં સાધને ાજવાં તે પણ બતાવ્યું. આવી રીતે સંસારનું નિર્ગુણપણું, કમઁહેતુ પર વિચારણા-વિવેચનયુક્ત લંબાણુ દેશના નિર્વાણુની મહત્તા અને તેને પ્રાપ્ત કરવાનાં સાધના પર આપી. મુનિ મહારાજ શ્રી પ્રોાધનતિ આચાર્યની અમૃતના સિંચન જેવી આ મધુર દેશના સાંભળીને પ્રાણીઓ માનસિક સંતાપ રહિત થઇ ગયા અને તેનાં મનમાં આનંદ આનંદ વ્યાપી રહ્યો.
૧ ગુરૂમહારાજને ત્રણ પ્રકારના વંદન થાય છે: ફિટ્ટા વંદન, ચેાભ વંદન અને દ્વાદશાવર્ત વંદન. (જીએ ગુરૂવંદન ભાષ્ય. ) એ ત્રણે વંદનનું ટુંકામાં સ્વરૂપ નીચે પ્રમાણે છે: મસ્તક નમાવી એ હાથ જોડી પ્રણામ કરવાથી ફિટ્ટા વંદન થાય છે. બે હાથ, બે જાનુ અને મસ્તક એ પાંચે અંગેને સંપૂર્ણ નમાવી બે વખત પ્રણામ કરવાથી થાભ વંદન થાય છે. દ્વાદશાવર્ત વંદન એ વાંદણા દેવાથી થાય છે. ( ગુરૂવંદન ભાષ્ય ગાથા ૧ અને ૪ )
૬૦
Page #515
--------------------------------------------------------------------------
________________
ઝુમર્દન રાજાએ પોતાના બન્ને હાથા કમળના ડોડાની જેમ મેળવી પેાતાના મસ્તક સુધી લાવીને ( હાથ જોડી નમસ્કાર કરીને ) પેાતાના નખાને પવિત્ર મ નાવ્યા અને પછી તેણે સૂરિ મહારાજને પૂછ્યું “ હે ભગવન્ ! સુખની વાંચ્છા કરનાર પ્રાણીએ આ સંસારમાં સર્વ સંપત્તિને પ્રાપ્ત કરાવનાર કઇ વસ્તુ અતિ પ્રયત્નથી પણ મેળવવી જોઇએ ?'
આચાર્ય
શ
પ્રકરણ ૧૬ મું. ચાર પ્રકારના પુરૂષા.
*
હે રાજન ! આ સંસારમાં પ્રાણીએ ગમે તેટલા પ્રયાસ કરીને સર્વજ્ઞ મહારાજે બતાવેલા ધર્મ આ “ ચરવા જોઇએ, કારણ કે ધર્મ, દ્રવ્ય મેળવી આપે * છે, મનની સર્વ કામનાઓ પૂર્ણ કરે છે અને છેવટ “ સંસારથી મુક્તિ પણ અપાવે છે એવી રીતે ધર્મ “ સર્વ પુરૂષાર્થને સાધનાર હોવાથી તે ખાસ આદરવા ચાગ્ય છે. એ “ ધર્મ અનંત સુખથી ભરપૂર મેાક્ષમાં પણ પ્રાણીને લઇ જાય છે અને “ પ્રાણી સંસારમાં હાય છે ત્યાં સુધી પ્રસંગવશાત્ તેને સુખ પણ “ મેળવી આપે છે. ’
સુખ કેમ
મળી શકે ?
શત્રુમર્દન—“જો એમ છે તો સર્વ સુખના સાધનભૂત તે ધર્મને પ્રાણીઓ કેમ આચરતા નહિ હેાય ? અને તેમ છતાં વળી સુખ મેળવવાની ઇચ્છા રાખીને પ્રાણીએ શા માટે ક્લેશ પામતા હશે?”
૧ આ પ્રકરણની દરેક વાત મહુજ વિચારી સમજવા યેાગ્ય છે. આખું પ્રક રણ ડબલ ઇનવટેંડ કામામાં અને બ્લાક ટાઇપમાં છે એમ ગણવું.
Page #516
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
ચાર પ્રકારના પુરૂષા.
આચાર્યે બતાવેલું ઇંદ્રિયોનું સ્વરૂપ. ઇયિક્રમનથી સુખ અને તેની દુજૈયતા. સુખસાધન હેાવા છતાં ધર્મજૂરીકરણમાં કારણેા,
આચાર્ય—“ રાજન્ ! સુખ મેળવવાની ઇચ્છા જલ્દી થઈ શકે “ તેવી છે પણ ધર્મસાધન જલ્દી થઇ શકે તેવું નથી, કારણ જે પ્રાણીએ પાતાની પાંચે ઇંદ્રિયોના સમૂહને જીતી લેછે તે જ તેને
'
''
( ધર્મને ) સાધી શકે છે. હવે એ ઇંદ્રિયા અનાદિ ભવચક્રમાં પરિ“ ભ્રમણ કરતાં બહુ મળવાન થઇ ગયેલી હેાય છે તેથી સામાન્ય “ બુદ્ધિવાળા પ્રાણીઓ એને સાધારણ રીતે જીતી શકે તેમ નથી. આ પ્રમાણે હાવાથી અજ્ઞાની પ્રાણીએ માત્ર સુખ મેળવવાની ઇચ્છા “ કરે છે પણ તેને પ્રાપ્ત કરી આપનાર ધર્મને આદરતા નથી, ઉલટા “ ધર્મથી દૂર નાસતા ફરે છે. ”
(6
શત્રુમર્દન—“ સુખ મેળવવાની ઇચ્છાવાળા પ્રાણીઓ જે ઇંદ્રિયાને! જય કરવા અશક્ત થાય છે, જય કરવાથી સુખ થાય છે એમ સમજવા છતાં પણ જેના જય કરી શકતા નથી અને ધર્મથી દૂર નાસે છે તે ઇંદ્રિયા કઇ કઇ છે અને કેવા સ્વરૂપવાળી છે ! અને તે શા માટે દુર્જય ( દુઃખે કરીને-મુશ્કેલીથી જીતી શકાય તેવી ) છે ? એ સર્વ હકીકત હું બરાબર સાંભળવા ઇચ્છુંછું તે આપ કૃપા કરીને મને તે સર્વ સમજાવે, ”
૪૭૫
66
આચાર્ય— સ્પર્શન, જ્હા, નાક, આંખ અને કાન એ પાંચને “ હે રાજેંદ્ર ! ઇંદ્રિયા કહેવામાં આવે છે. જ્યારે પેાતાને પસંદ આવે તેવા સ્પર્શ થાય ત્યારે આનંદ આવે અને પેાતાનાં મનને ન ગમે તેવા “ સ્પર્શ થાય ત્યારે દુઃખ થાય, દ્વેષ થાય–એવી રીતે સારો સ્વાદ મળે “ ત્યારે જીભને ગમે, કડવા સ્વાદ આવે ત્યારે થુંકવાનું મન થાય-એજ “ પ્રકારે પાંચે ઇંદ્રિયાના સંબંધમાં સમજી લેવું. નાકનું કામ સુંઘવાનું છે, “ આંખનું કામ જોવાનું છે અને કાનનું કામ સાંભળવાનું છે. તે પાંચે “ ઇંદ્રિયાને ઇષ્ટ વિષય મળે ત્યારે આનંદ થાય છે અને અનિષ્ટ સં“ ચાગે દરેક ઇંદ્રિયને દ્વેષ થાય છે. પાંચે ઇંદ્રિયનું આ સ્વરૂપ છે. “ તમારા પ્રથમ પ્રશ્નનેા એ ઉત્તર સમજવા. ત્યાર પછી તમે ખીજો “ સવાલ એ કર્યો છે કે એ ઇંદ્રિયા દુય શા માટે છે તેના સંબંધમાં “ તમને હકીકત કહું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળેા. કેટલાક
'
માણસા એવા બળવાન હોય છે કે લડાઇમાં હજારો યાધાઆને ભારે “ પડે અને મદ ઝરતા હાથીઓ સાથે પણ જોરથી લડી શકે-આવા
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૭૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
“ બળવાળા પુરૂષોને પણ ઇંદ્રિયા જીતી લે છે. ઇંદ્ર વિગેરે મહા શુ“ ક્તિવાળા પ્રાણી ત્રણે ભુવનને પેાતાની શક્તિથી એક આંગળી “ ઉપર નચાવી શકે છે તેવા જોરાવર પ્રાણીઓને પણ ઇંદ્રિયો એક “ ક્ષણવારમાં પોતાને વશ કરી લે છે. મોટા દેવ તરીકે ઓળખાતા
ઃ
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર (શિવ) જેવાને પણ એ ઇંદ્રિયો પા“ તાને વશ કરી લે છે તે એટલે સુધી કે તેઓ ઇંદ્રિયાના દાસ - “ ઈને રહે છે. સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ હોય અને પરમાર્થના જાણકાર “ હાય એવા પ્રાણીઓ ઉપર પણ જ્યારે ઇંદ્રિયા પાતાનું સામ્રાજ્ય “ ચલાવે છે ત્યારે તે નાના માળકાની પેઠે વર્તે છે. એ ઇંદ્રિયા “ દેવતા, મનુષ્ય અને અસરોથી ભરેલા ત્રણે લોકને પોતાના બળથી “ રાંક તુલ્ય માને છે, તેની જરાએ દરકાર કરતી નથી અને તેની તરફ “ તિરસ્કારની નજરથી જુએ છે. તેટલા માટે હું રાજન્ ! એ ઇંદ્રિયા દુર્જાય છે એમ મેં કહ્યું છે, એ હવે તમારા સમજવામાં બરાબર “ આવ્યું હશે! ”
'
ત્યાર પછી મનીષીની હકીકત જ્ઞાનથી જાણીને સૂરિ મહારાજ સર્વને બોધ આપવા સારૂ ખેલવા લાગ્યા; તે વખતે તેની દંતપંક્તિમાંથી નીકળતાં કિરણા વડે જાણે તેના હેાઠ રંગાઇ ગયા હોય નહિ તેવા લાગતા હતા. સૂરિ મહારાજ આગળ બેાલ્યા કે હું રાજન્! “ સર્વ ઇંદ્રિયાની તેા શી વાત કરૂં ? પણ એક સ્પર્શેન્દ્રિય પણ લોકોમાં ૮ મહા મળવાળી થઈને રહે છે. તે એટલી બધી બળવાન છે કે તેને એકલીને જીતવાને જગતના અનંત જીવે સમર્થ થઇ શકતા નથી “ જ્યારે તે એકલી સ્થાવર અને જંગમ (સ્થિર અને ચાલતા ) ત્રણે “ લેાકને જીતીને પેાતાના કબજામાં લઇ શકે છે અને તેઓને પેાતાને “ વશ રાખે છે. '
66
સ્પર્શેયિના જય કરનાર પુરૂષા
શત્રુમદેન— મહારાજ ! એ સ્પÅદ્રિયને જીતનાર કાઇ પણ મનુષ્ય હશે કે આ ત્રણ ભુવનમાં એ ઇંદ્રિયના જય કરનાર કોઇ પણ પુરૂષ-પ્રાણી હયાત હશેજ નહિ ?11
આચાર્ય—“ હે રાજન ! સ્પર્શેદ્રિય પર જય મેળવનાર પુરૂષો
૧ બ્રહ્માના સરસ્વતી સાથેના પ્રસંગ, કૃષ્ણના અનેક સ્ત્રીઓ સાથેના પ્રસંગ અને શંકરને ભીલડી સાથેનેા પ્રસંગ તેએ ઇંદ્રિયનું દાસત્વ કેવી રીતે સ્વીકારી ચૂક્યા હતા તે બતાવી આપે છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
ચાર પ્રકારના પુરૂષા.
૪૭૭
“ દુનિયામાં છેજ નહિ એમ તે નજ કહેવાય, પણ તેના પર જય “ મેળવનાર બહુ થાડા છે એમ કહી શકાય. એ સ્પર્શેન્દ્રિય પર જય “ કરનારા પ્રાણીઓ બહુ થાડા હોય છે તેનું કારણ હું તને કહી સંભ“ ળાવું છું તે ધ્યાન રાખીને સાંભળ. આ જીવનમાં 'જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ-એમ ચાર પ્રકારના પુરૂષ હાય છે. આ ચારે “ પ્રકારના પુરૂષાનું સ્વરૂપ તને કહું છું તે તમે બરાબર ધ્યાનમાં લે. (૧) ઉત્તમાત્તમ પ્રાણીઓનું
*
સ્વરૂપ
“ એ ચાર પ્રકારના પ્રાણીઓમાં જે ઉત્તમોત્તમ ( ઉત્કૃષ્ટતમ ) “ પુરૂષા કથા છે તેનું સ્વરૂપ પ્રથમ કહું છું તે સાંભળે!: અનાદિ કા“ ળથી આ પ્રાણીના ઇંદ્રિયા સાથે સંબંધ ચાલતા આવેલા છે. પ્રત્યેક “ ભવમાં પ્રાણી ઇંદ્રિયની લાલનાપાલના કરતા આવ્યા છે અને તેથી “ તેને તે બહુ વહાલી લાગતી આવી છે. તેનું ખરાખર સ્વરૂપ જ્યારે “ ઉત્તમાત્તમ પ્રાણીને સર્વજ્ઞ મહારાજના બતાવેલાં વિશુદ્ધ આગમાના “ સંબંધથી જણાય છે ત્યારે તેવા પ્રાણી જેને આપણે ‘ ઉત્કૃષ્ટમ “ વિભાગમાં જણાવ્યા છે તેના સમજવામાં આવે છે કે એ ઇંદ્રિયા “ અને ખાસ કરીને પ્રસ્તુત સ્પર્શેન્દ્રિય બહુ દાષાનું સ્થાન છે અને “ અનેક દોષોને ઉત્પન્ન કરનાર છે; એટલું જણાયા પછી વળી વધારે “ તપાસ કરતાં તેમને માલૂમ પડે છે કે એ ઇંદ્રિયને મહાત્મા પુરૂ“ ષાએ તિરસ્કારી કાઢેલ છે—આટલું જણાતાં પાતાનાં મનમાં સંતાષ “ લાવીને પોતે ગૃહસ્થ અવસ્થામાં હોય તે પણ વસ્તુતત્ત્વ ખરાખર “ ઓળખીને સ્પર્શેન્દ્રિયની લેાલુપતામાં પડી કોઇ પણ પ્રકારનું અણુ“ ઘટતું આચરણ કરતા નથી. વળી આગળ ચાલતાં એવા પ્રાણીઓને “ જિનાગમના વિશેષ એધ થાય છે અને શાસનમાં સ્થિરતા પ્રાપ્ત “ થાય છે ત્યારે તે સ્પર્શેન્દ્રિય સાથે પેાતાને જે કાંઇ સંબંધ રહ્યો “ હોય તે સર્વ તેાડી નાખે છે અને ભાગવતી દીક્ષા લઇ મનને અ“ ત્યંત નિર્મૂળ કરી સંતાષભાવ ધારણ કરી તદ્ન સ્પૃહા વગરના“ ઇચ્છા વગરના થઇ જાય છે અને તેવી સ્થિતિમાં તેને સ્પર્શન ፡ તરફ કાંઇ ઇચ્છા કે વલણ જરા પણ થતું નથી. ત્યાર પછી તે “ ભયંકર સંસાર અટવીથી ખેદ પામી પાપ વગરના થઇ મનમાં મહા “ સત્ત્વ ધારણ કરી સ્પર્શનને જે પ્રતિકૂળ બાબતેા હાય તેનીજ સે“ વના કરે છે, પણ સ્પર્શનને જે વાત ગમતી હેાય-જે તેને અનુકૂળ “ હાય તેની સેવના કરતા નથી, તેવી વસ્તુ આદરતા નથી અને તેની
૧ કનિષ્ટ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમેાત્તમ.
"
Page #519
--------------------------------------------------------------------------
________________
४७८
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ સાથે સંબંધ રાખતા નથી. ત્યાર પછી તેઓ ભૂમિ ઉપર શયન કરે છે પણ કમળ શયાને શેધતા નથી. તેઓના પિતાના માથાપરના મુછને તથા દાઢીના વાળને લોચ કરે છે પણ તેને સારી રીતે ઓળતા નથી અને તેને દુઃખ ન થાય તેવી રીતે ક્ષૌર (હજામત) કરાવતા નથી–આવી રીતે અનેક પ્રકારના શારીરિક કલેશે જે
સ્પર્શનને પ્રતિકુળ હોય છે તેને તેઓ ખુશીથી આદરે છે અને “સ્પૌદ્રિયને સુખ થાય તેવી બાબતોની જરા પણ ઈચ્છા રાખતા ન
હોવાથી તેઓને કલેશેથી જરા પણ આકુળતા થતી નથી. એ પ્ર“માણે સર્વ કર્મોથી થતાં કલેશને નાશ કરીને સ્પર્શેન્દ્રિય પર સંપૂર્ણ “જય મેળવી તેઓ આખરે નિવૃત્તિ નગરી (મેક્ષ) માં ચાલ્યા “જાય છે જ્યાં ગયા પછી તેઓને કેઈ પણ પ્રકારનો કલેશ કદિ “થઈ શકતો નથી-આવી રીતે તેઓ સ્પર્શેન્દ્રિય પર સંપૂર્ણ જય મેળવે
છે. આવા પ્રકારના પ્રાણીઓને વિચક્ષણ મનુ “ઉત્કૃષ્ટતમ ? (ઉત્તમોત્તમ) વર્ગના મનુષ્ય કહે છે અને જેઓ એ પ્રમાણે વર્ત
છે તે મહા ભાગ્યવાન હોય છે પણ એટલી વાત ખરી છે કે એવા “ઉત્કૃષ્ટતમ વર્ગના પ્રાણુઓ જગતમાં વિરલા (બહુ ડા) હોય છે.”
ઉપદેશની જુદી જુદી અસર ભગવાન આચાર્ય મહારાજ શ્રી પ્રબંધનરતિનાં આવાં વચન
સાંભળીને સુંદર મનવાળા મનીષીના મનમાં વિચાર મનીષીના વિ- થેયે કે આ ભગવાને જેવું સ્પૉંદ્રિયનું સ્વરૂપ હશુદ્ધ વિચારે. મણું કહી બતાવ્યું અને તેમાં જણાવ્યું કે એ સ્પર્શે
દ્રિય અત્યંત આકરી છે તેવું જ સ્વરૂપ બોધ અને પ્રભાવે મને અગાઉ સ્પર્શનનું કહ્યું હતું. તે વખતે મને જણુવ્યું હતું એ મહા બળવાળે સેનાની સ્પર્શન અંતરંગ નગરમાં વસનાર છે. આટલા ઉપરથી એમ સમજાય છે કે હમણું આચાર્ય મહારાજે જે સ્પર્શેવિયનું વર્ણન કર્યું તે પુરૂષનું રૂપ ધારણ કરી સ્પર્શનના આકારમાં અમને સર્વને છેતરે છે. આ વાત બરાબર તેમજ હોવી જોઈએ, નહિ
૧ વિચારશીળ મનીષી પોતાના મનમાં જ વિચાર કરી સ્વયં બોધ પામે છે. સુજ્ઞ સરળ મહાત્માઓને એજ માર્ગ છે. એને બળવાન નિમિત્ત મળે કે તુરત એ રસ્તા પર આવી જાય છે; બાહ્ય પ્રેરણાની એને જરૂર રહેતી નથી.
૨ બાધ અને પ્રભાવે કહેલા સ્પર્શનના સ્વરૂપ માટે જુઓ ઉપર-આ પ્રસ્તાવનું પ્રકરણ ૪ થું. અહીં તે હકીકતને ઉપનય મનીષી પોતેજ બહુ સારી રીતે
ની વાત કહેવા માંડી ત્યારથી જ આ વિષય શરૂ થાય છે. વિદુરની વાર્તા પ્રકરણ ત્રીજાથી શરૂ થાય છે.
Page #520
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
ચાર પ્રકારના પુરૂષા.
૪૭૯
<
તે આવી રીતે કેમ હાઇ શકે ? વળી ભગવાને જે ઉત્તમેાત્તમ ’ પુરૂષોનું વર્ણન કર્યું તેવુંજ વર્ણન ભવજંતુનું મારીપાસે સ્પર્શને કર્યું હતું અને તેજ વખતે તેણે જણાવ્યું હતું કે સદાગમના બળથી એ સ્પર્શેનના પૂર્વના મિત્ર ભવજંતુ પોતાના પ્રિય મિત્રનેા ( સ્પર્શનના ) તિર સ્કાર કરીને સંતાષની મદદ વડે નિવૃત્તિ નગરીએ ચાલ્યા ગયા હતા અને તેણે વધારે જણાવ્યું હતું કે પાતે ( સ્પર્શન ) તેના ખેદમાંજ ગળામાં ફાંસા નાખી આપઘાત કરતા હતા, બેધ અને પ્રભાવે મને અગાઉ જે હકીકત કહી હતી તે અને અત્યારે પ્રોાધનરતિ મહારાજ જે હકીકત કહે છે તે એક બીજાની સાથે મેળવવાથી એમાં રહસ્ય શું છે તે ખરાબર સમજાઇ જાય છે. આ સૂરિ મહારાજ પેાતાની વિશાળ જ્ઞાનદષ્ટિથી સ્થાવર અને જંગમ ત્રણ લેાકના સર્વે ભાવને ખરાખર જાણે છે અને તે સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ કરવાને સમર્થ છે. આશ્ચર્યયુક્ત દૃષ્ટિથી અને મનનપૂર્વક મનીષી જ્યારે આ પ્રમાણે
પેાતાના મનમાં વિચાર કરતા હતા ત્યારે મધ્યમક્ષુદ્ધિએ તેના તરફ પેાતાનું ચિત્ત આપીને પૂછ્યું “ ભાઇ મનીષી ! તું તારા મનમાં કાંઇ ઊંડો વિચાર કરતા હાય એમ જણાય છે. શું કાંઇ તારા સમજવામાં નવીન તત્ત્વની હકીકત આવી છે ? ”
મધ્યમમુદ્ધિ
ની મનીષા.
મનીષી—“ આ મહાત્મા મુનિ મહારાજ ચોખા શબ્દોમાં બધી વાત કરે છે તે પણ હે ભાઇ ! શું તારા સમજવામાં હજી મુદ્દાની વાત આવી નથી ? મને તે જરા પણ શંકા વગર એમ લાગે છે કે આ મહાત્માએ જેવું સ્પદ્રિયનું વર્ણન કર્યું તેવાજ સ્પર્શન પણ હતા.”
આ પ્રમાણે વાત સાંભળી ત્યારે મધ્યમમુદ્ધિને આશ્ચર્ય લાગ્યું અને તેથી સ્પર્શન અને સ્પર્શેદ્રિય એકસરખા કેવી રીતે હોઇ શકે ? એવા સવાલ તેણે પૂછયા; તેના જવામમાં મનીષીએ તેનું કારણ પા તાના મનમાં હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું અને તેમાં તેણે સ્પ
૧ જીએ પ્રકરણ ૩ જું, ત્યાં ભવજંતુના પ્રસંગની વાર્તા સાથેજ માળકથાનક શરૂ થાય છે.
૨ મૂળ હકીકત તે એમ છે કે વ્યવહારૂ મધ્યમમુદ્ધિના મનમાં મનીષા (જાણવાની ઇચ્છા) થવાથી તે સ્વરૂપ તે સમજી ગયા અને ખાળનું લક્ષ્ય ત્યાં ન હેાવાથી તે સમજ્યે નહિ. યાદ રાખવાનું છે કે માળ, મનીષી અને મધ્યમબુદ્ધિ એક રીતે અંતરંગ રાજ્યના પાત્રા છે. આળનું લક્ષ્ય ન હેાવાથી તે કાંઇ સમજ્યા નહિ તે આપણે હમણાજ જેશું.
Page #521
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
४८०
[પ્રસ્તાવ ૩
સેંદ્રિય અને સ્પૉન એક કેવી રીતે છે તે ભવજંતુના સંબંધ બતાવી સ્પષ્ટ કરી આપ્યું.
તે વખતે બિચારો બાળ તા પાપકર્મના જોરથી ચારે દિશામાં આમ તેમ જોયા કરતા હતા અને ગુરૂ મહારાજ હિતનાં વચન ખેલતા હતા તે તરફ તદ્દન અનાદર બતાવતા હતા. હવે તે વખતે આચાર્ય મહારાજના મુખમાંથી નિકળતી અમૃત જેવી વાણીનું પાન કરતી મહા સ્વરૂપવાળી અને વિશાળ આંખોવાળી મદનકંદની રાણી જે રાજાની સમીપે જ બેઠી હતી તેના ઉપર આળની પાપી નજર ગઇ, એટલે તુરતજ તેના મનમાં વિચાર થયો કે મારી હૃદયવલ્લભા મદન કંદળી પણ અહીંજ આવેલી જણાય છે ને શું ! અહાહા ! સાનાની જેવી કાંતિને ધારણ કરતું તેનું શુદ્ધ શરીર દેખવા માત્રથીજ તેની સંપૂર્ણ કોમળતાનાજુકતા બતાવી આપે છે ! તેના અન્ને પગા જેની અંદરની શિરાઓ દેખાતી નથી, જે કાચબાની જેવા ઊંચા છે અને જે ઘણાજ ઉત્તમ પ્રકારના અને સરખા છે તે રક્ત કમળની જેવી શાભા આપે છે. એ મદનકંદળીના બન્ને સાથળેા કામદેવના મંદિરમાં જાણે તારણના આકાર ધારણ કરતા હોય તેમ ઘણા સુંદર દેખાવાથી બહુ શાભા આપે છે. એ સુંદર સ્ત્રીના નિતંબ ઉપર આવી રહેલી મેખલા વડે જાણે કામદેવ રૂપ હાથી અંધાઇ ગયો હેાય એમ જણાય છે અને તે તેની સામું જોનારને અમૃતનું પાન કરાવે છે.
માળના તુચ્છ
વિચાર
બાળની દૃષ્ટિએ મદનકુંદળીના સૌંદર્યનું વર્ણન.
૧ મુનિ ઉપદેશ આપે છે ત્યારે આળ કેવા ધંધા કરે છે તે વિચારવા યાગ્ય છે. ઉપદેશ વખતે આવી દશા ખાળ જીવાની થઇ આવે છે તે પર ધ્યાન આપવું. ઉપયાગ રાખવાથી આ ખાખતા સુધરી શકે છે.
૨ રાતા કમળને પદ્મ કહેવામાં આવે છે-તેની શિરાએ-નસા દેખાતી નથી તેમજ મઢનકંદળીના પગની નસે। દેખાતી નથી; તે કમળની પેઠે ઉપસી આવેલ અને ધટ છે. આખું વાકય ક્ષેષ છે. શિરાઃ (૧) નાડી (૨) નસ, રેસા.
૭ તારણુ: એ સુંદરીના સાથળેા કમાનની જેમ અર્ધચંદ્રાકાર છે તે જાણે કામદેવના મંદિરમાં તારણ લટકાવી દીધું હેાય તેવા લાગે છે. તારણઃ (૧) કમાન (૨) તારણ.
૪ મેખલા: કંદોરા–સ્રીએ ક્રેડ ઉપર પહેરે છે. એ જાણે મન્મથમાતંગને ( કામદેવ રૂપ હાથીને) માંધવાની વિશાળ સાંકળ હેાય તેવી શાભા આપે છે. મેખલાઃ (૧) કટિસૂત્ર, કંદોરા; (૨) હાથીને ખાંધવાની સાંકળ.
Page #522
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
ચાર પ્રકારના પુરૂષા.
૪૮૧
'એ નમણી સ્ત્રીની સુંદર કેડ ઉપરના ભારથી કૃશ થઈ ગયેલી અને ત્રિવલયથી શોભતી તેમજ રામરાજીને ધારણ કરતી અતિ સુંદર દેખાય છે. સત્કામ રસની વાવડી જેવી તેની નાભિ ( ડુંટી ) અતિ મનેાહર લાગે છે અને સજ્જન પુરૂષાના હૃદય જેવી અતિ ગંભીર જણાય છે. એનાં સ્તનેા દૂધના ભારથી વધેલાં, ગેાળ, ભરેલાં, પાણીના કુંભના` ( ગાગરના ) આકાર ધારણ કરનારાં, ઉપસી આવેલાં, કઠણ અને અતિ સુંદર છે. અહાહા ! સુકુમાર, મનેાહર અને મહા પુણ્યથી મળી શકે તેવા સુંદર હાથ તે ધારણ કરે છે જે અતિ રમણીય લતા જેવા દેખાય છે. સુંદર રૂપ ધારણ કરનારાં એ સુંદરીના કર ( કાંડા ) થી જાણે અશોકનાં નવીન, સુંદર રાગવાળા પદ્મવા પશુ જીતાઇ ગયા હોય એમ મને લાગે છે. તેની ડોક ગોળ હેાવાને લીધે તેના પર ત્રણ રેખાએ બહુ સુંદર રીતે પડે છે તે જાણે ત્રણ
૧ અથવા જંધાયુગ્મ અને મન્મથહાથીને જૂદાં લેવાં. જંધાયુગ્મ તારણના આકાર (આવેા) ધારણ કરે છે. મેખલાના કલાપથી બાંધેલા હાથી જેવું તેનું નિતંબબિંબ અમૃત જેવું લાગેછે. કાનને, જીભને અથવા આંખને સારૂ લાગે તે સર્વ ‘અમૃતાય’ એમ કહેવાય છે. અહીં આંખને સારૂં લાગે છે એમ સમજવું, (આ નેટ પૃ. ૪૮૦ ના છેલ્લા વાકયને અંગે છે.)
૨ ત્રિષલયઃ માંસ અને ચરબીને લીધે થતા પેટના વાટા ગાળાકાર હાય છે અને કામી જનોને બહુ સુંદર દેખાય છે. કૃશતામાં પણ સૌંદર્ય છે. ભાર–શરીરના ઉપરના ભાગને અને વલયપક્ષે માંસ ચરખીને સમજવા. મેાહટષ્ટિએ સર્વ વસ્તુ સુંદર દેખાય છે.
૭ સત્કામ રસઃ (૧) કામદેવનેા રસ. (૨) શુભ કાર્ય કરવાની પ્રીતિના રસ. ૪ ગંભીરઃ (૧) ઊંડી; (૨) વિશાળ.
૫ પાણીના કુંભ સાથે બધા શ્લેષા છે. બરાબર મળતા આવી જશે. વાંચવાથી સ્પષ્ટ થાય તેવા સર્વ શબ્દો છે.
૬ લતા સાથે સર્વ વિશેષણેા શ્લેષ છે. સુકુમારઃ (૧) નાજુક; (૨) લતા પક્ષે કુમળી. પુણ્યઃ (૧) શુભ કર્મ; (૨) ઉત્તમ કામ, મહેનત.
૭ અશેક વૃક્ષનાં પાંદડાં લાલ હેાય છે. તેની સાથે શ્લેષ છે. નવીનઃ (૧) અપૂર્વ; (૨) વસંતમાં પ્રાપ્ત થયેલાં. રાગ: (૧) મંદી; (૨) રંગ. ર એટલે અહીં કાંડું સમજવું અને હાથ એટલે ખભાથી શરૂ કરીને આખા હાથ સમજવે. કર એટલે hand અને હાથ એટલે Arm સમજવા. આખા હાથને ઉપર લતા સાથે સરખાવ્યા અને કાંડાના રંગના વખાણ કર્યાં.
૮ ત્રણરેખા: સુંદર ગાળ ડાકની નીચે ત્રણ વલય-રેખાએ કુદરતી રીતે પડે છે તે પુષ્ટ અને સરખા શરીરવાળાને જોવાથી જણાઇ આવશે. નમણી સ્ત્રીએની ડાક બરાબર ગેાળ હેાય છે અને તેને જોઇને ખાળ જેવા જીવા બહુ આનંદ પામે છે. રેખાઃ (૧) ત્રણ વલય; (૨) કિરતાર પક્ષે લેખની રેષાઓ. ગળામાં ત્રણ રેખા પડતી હેાય તે બહુ સારી ગણાય છે અને જાણે કિરતારે સારા લેખ લખ્યા હાય તેને સૂચવે છે—આ વ્યવહારૂ શ્લેષ છે.
૬૧
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ લકનો જય સૂચવનાર તરીકે કિરતારે કરી હોય તેના જેવી લાગે છે. અધર (નીચેને હોઠ) અતિ કેમળ હોવાને લીધે જાણે પરવાળાને ખંડ હોય તેવું જણાય છે. કોઈ પણ પ્રકારના ડાઘ વગરના તેના સુકેમળ ગાલમાંથી નીકળતો પ્રકાશ અતિ મનોહર જણાય છે. મગરાની કળીઓનો આકાર ધારણ કરનારા તેના મોઢામાં આવી રહેલા દાંત વિલાસ કરતાં કિરણને જાણે ઢગલે હોય નહિ એવા સુંદર દેખાય છે અને તેના જેવા સુંદર દાંત ત્રણ ભુવનમાં કેઇ પણ જગોએ જોવામાં આવતા નથી. એની બન્ને આંખો કાંઈક ઘોળી અને કાંઇક નહિ ઘોળી, વિસ્તારવાળી લાલ પંક્તિ-રેષાથી શોભતી અને સૂક્ષ્મ પાપણવાળી હોવાથી અતિ આનંદ આપે છે. તે મધુર સ્ત્રીની નાકની ડાંડી ઊંચી છે. તેની બન્ને ભમર લાંબી અને બાલવાળી છે. એના કપાળ પર સુંદર બાલ હોવાથી બહુ આકર્ષક લાગે છે. *પ્રજાપતિએ
જ્યારે તેને બનાવી હશે ત્યારે પિતાની કૃતિને સંપૂર્ણ શુદ્ધ નમુને બનાવવાની ખાતર તેના કાનો પણ તેવાજ સુંદર તેણે બનાવ્યા હોય એમ બરાબર દેખાઈ આવે છે. સુંદર તેલથી ઓળેલ આ સૌંદર્યની નિધાન પદ્મણીનો ચોટલો (અંબોડે) ઘણે આકર્ષક જણ્ય છે અને તેમાં ભરેલાં માલતીનાં ફુલેની સુગંધથી ખેંચાયેલા ભમરાઓ તેની પાસે આવ્યા કરે છે તેથી તેની શોભામાં બહુ વધારે થાય છે. ખરે. ખર, કાનને પ્રિય લાગે અને મન્મથ (કામદેવ) ને જાગ્રત કરે તેવાં તેનાં વચન સાંભળીને પિતાને સ્વર તેની પાસે કાંઈ નથી એવા વિચારથી કેયલ શરમાઈ ગઈ હોય એમ મને તો લાગે છે. દુનિયામાંથી
૧ કમળને માટે “પેશલ” શબ્દ વાપર્યો છે જે શ્લેષ છે: (૧) નાજુકહોઠ પશે; (૨) સુંદર, નરમ–પરવાળા પક્ષે.
૨ પરવાળાને જંગ ખુલતો રાતો (લાલ) હોય છે જે ચક્ષુને પ્રિય લાગે છે.
૩ મતલબ કહેવાની એ છે કે એના દાંત તદ્દન સ્વચ્છ અને ખેરી વગરના હતા. કિરણ બન્ને જગાએ અલંકારિક રીતે જ વપરાએલ છે.
૪ પ્રજાપતિઃ બ્રહ્મા. શરીરની રચના તે બનાવે છે એ લૌકિક માન્યતા પર આ રૂપક છે. આ હકીકત જૈન મતને અનુકૂળ નથી પણ બાળ જેવા જીનાં મુખમાં બરાબર બંધબેસતી આવે છે.
૫ ભમરાઓ માલતી-જાઇનાં ફુલો આસપાસ ઘણો ગણગણાટ કરે છે. એ જાતિનાં પુષ્પોની વેણી મદનકંદળીએ અંબેડામાં નાંખેલ હોવાને લીધે ત્યાં પણ ભમરાઓ ગણગણુટ કરી તેના સૌંદર્યમાં બાળની દૃષ્ટિએ વધારો કરે છે.
૬ સ્વરની મધુરતા કાયલમાં સવિશેષ હોય છે. તેનાથી પણ મદનકંદળીને સ્વર વધારે મધુર છે એમ કહેવાને અત્ર આશય છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ – ૧૨ ]
ચાર પ્રકારના પુરૂષ.
૪૮૩
વીણી વીણીને સારામાં સારા પરમાણુએ એકઠા કરીને આ અતિ રમણીય પદ્મણીનું રૂપ બ્રહ્માએ ઘડ્યું હોય એમ ચોખ્ખું જણાય છે, કારણ કે જો તેમ ન હોય તે આવું સુંદર રૂપ ક્યાંથી હાઇ શકે ? જેવું એનું રૂપ સુંદર છે તેવા એના સ્પર્શ પણ કામળ હાવા જ જોઇએ એમાં જરા પણ શંકા જેવું મને લાગતું નથી; અમૃતના કુંડમાં જરા પણ કડવાશ હાવાનેા સંભવજ કેમ હાઇ શકે ? એ અતિ ચપળ આંખાવાળી મારૂં મન હરણ કરનારી એહસરિતા મારી સામું આડી નજરે વારંવાર જુએ છે તેથી તે પણ મારી ઇચ્છા કરતી હશે એમ અનુમાન થાય છે—આવી જાતના સાચા ખોટા વિચારથી માળનું મન આકુળવ્યાકુળ થઇ ગયું અને ભવિષ્યમાં પેાતાને સુંદરીસંસર્ગથી થનારા (કહિપત) સુખના ખાટા ખ્યાલમાં તે તદ્દન મૂઢ જેવા થઇ ગયા. ઉત્તમ પ્રાણીનું સ્વરૂપ.
સૂરિ મહારાજે પોતાના ઉપદેશ આગળ ચલાવ્યેા “ રાજનૂ! “ મેં તને ઉત્તમેાત્તમ પુરૂષોનું સ્વરૂપ કહી સંભળાવ્યું તે તારા સમ“ જવામાં આવ્યું હશે. હવે હું બીજા ઉત્તમ વર્ગના મનુષ્યાનું તારી “ પાસે વર્ણન કરી બતાવું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળ.”
સૂરિ મહારાજે આ પ્રમાણે કહ્યું ત્યારે મનીષીએ વિચાર કર્યો કે અહા ! આ વાત બહુ સારી થઇ. સૂરિ મહારાજથી આ હકીકત ખરાખર સારી રીતે સમજાશે. તે વખતે તેણે મધ્યમમુદ્ધિને પણ સૂચના કરી કે સૂરિ મહારાજ જે કાંઇ કહે તે ખરાખર ધ્યાન રાખીને સાંભળવું અને સમજવું. ત્યાર પછી સૂરિ મહારાજે આગળ ચલાવ્યું:
'
“ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જે પ્રાણીએ સ્પર્શેન્દ્રિયને શત્રુ તરીકે “ ઓળખી જાય છે તેને ઉત્તમ પ્રાણીએ સમજવા. આ વર્ગના પ્રાણીઓનું ભવિષ્યમાં સારૂં થવાનું હાવાથી તેનાં મનમાં નિર્ણય “ થાય છે કે એ સ્પર્શેદ્રિય પ્રાણીઓને જરા પણ લાભ કરનારી નથી. ત્યાર પછી તેઓ બાધ અને પ્રભાવદ્રારા જ્યારે એ સ્પર્શેન્દ્રિયના મૂળની “ હકીકત સંબંધી બરાબર શોધખેાળ કરે છે, તપાસ કરે છે, ત્યારે
66
'
અસલ સ્થિતિમાં એ ઇંદ્રિય કાણુ છે તેની તેને બરાબર ખબર “ પડે છે. આવી રીતે એ સ્પીદ્રિયનું મૂળ શું છે એ જ્યારે તેના “ જાણવામાં આવે છે ત્યારે તે સમજે છે કે એ ઇંદ્રિય તે નિર્“તર પ્રાણીઓને છેતરવાનુંજ કામ કરનારી છે. આ હકીકત તેઓના “ જાણવામાં આવ્યા પછી તેઓ નિરંતર તેના સંબંધમાં શંકા રાખ્યા કરે છે, તેનાથી ચેતતા રહે છે અને તેનેા કદિ પણ વિશ્વાસ કરતા
ઃઃ
Page #525
--------------------------------------------------------------------------
________________
४८४
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૩ નથી; એટલું જ નહિ પણ પિતાની ઇચ્છા ઉપર અંકુશ રાખીને તે “સ્પશેદ્રિયને અનુકુળ થઈ પડે એવું કાંઈ પણ આચરણ બનતા સુધી “કરતા નથી અને એ પ્રમાણે કરવાથી એ વિચક્ષણ પ્રાણુઓ કદિ “દોષોને (પાપને ) વહોરી લેતા નથી. શરીર ધર્મ કરવાનું સાધન છે તેથી તેને ટકાવી રાખવા પૂરતું તેઓ સ્પર્શેન્દ્રિયને અનુકૂળ વર્તન કરે છે, પરંતુ તેમાં તેઓની જરાપણુ આસક્તિ ન હોવાને લીધે તેઓ જરા પણ હેરાન થતા નથી એટલું જ નહિ પણ ઉલટા સુખના ભાજન થાય છે. આવા પ્રકારના મનુ આ લેકમાં પણ મોટી કીર્તિને પ્રાપ્ત કરે છે, તેઓના વર્તનની સર્વત્ર પ્રશંસા થાય છે “અને તેઓનો આશય ઘણે ચોખા અને મેલ વગરનો હોવાથી પર
ભવમાં તેઓ સ્વર્ગ અને મોક્ષ સુખના માર્ગની નજીકમાં આવી “ જાય છે. આ બાબતમાં તેઓને પ્રેરણું કરનાર ગુરૂમહારાજ તે
માત્ર નામનાજ તેઓના સંબંધમાં કારણભૂત થાય છે, બાકી વાસ્ત“વિક રીતે તે તેઓ મોક્ષમાર્ગ તરફ પ્રયાણ પિતાની મેળેજ “ કરે છે. આવા પ્રાણુઓ પોતે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરે છે એટલું જ નહિ પણ તે માર્ગ તરફ બીજાઓને પણ સાથે લઈ જાય છે. “તેઓ પિતાનાં વચનથી અન્યને પણ બતાવી આપે છે કે આત્માને
ગુણુ (હિત) કરનાર માર્ગ જે કઈ પણ હોય તે તે એ જ માર્ગ છે. “કઈ બાળ જી તેઓનાં આવાં વચન સાંભળીને સન્માર્ગ તરફ
આદર કરતાં નથી તે તેઓ તરફ આવા ઉત્તમ પુરૂષે અનાદરની “નજરથી જુએ છે, તેની સાથે પરિચય બંધ કરે છે અને પોતાના “વિશુદ્ધ માર્ગમાં વ્યાકુળ થયા વગર આગળ વધ્યા કરે છે. આવા મહાબુદ્ધિશાળી મનુષ્ય સ્વાભાવિક રીતે જ દેવપૂજન, આચાર્ય (ગુરુ) ના ગુણનું બહુમાન, તપસ્વીનું વૈયાવચ્ચ, તેમજ યોગ્ય વર્તનવાળા મહા પુરૂષોની પૂજા અને સત્કાર કરવામાં આસક્ત હોય છે અને તેમને એવા પ્રકારનાં કાર્યો કરવામાં બહુજ આનંદ આવે છે.” સૂરિ મહારાજે આ પ્રમાણે ઉપદેશ આપ્યો ત્યારે મનીષીના મ
નમાં વિચાર ઉો કે પ્રબોધનરતિ આચાર્ય મહાઉત્તમ મનુષ્યના રાજે ઉત્તમ મનુષ્યનું જે સ્વરૂપ કહ્યું તેવું મેં કાંઈ લક્ષણપર મની- જાતે અનુભવ્યું હોય એમ મને લાગે છે; તે જ વખતે ષિની વિચારણું. મધ્યમબુદ્ધિએ પણ વિચાર કર્યો કે આચાર્ય મહારાજે
ઉત્તમ પુરૂનું જે વર્ણન કર્યું છે તે સર્વ મનીષીમાં જોવામાં આવે છે એમ મને લાગે છે. સૂરિ મહારાજે પોતાની ઉપદેશધારા આગળ ચલાવીઃ
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૮૫
પ્રકરણ ૧૨] ચાર પ્રકારના પુરૂ
મધ્યમ પ્રાણીનું સ્વરૂપ, શત્રમર્દન રાજા! તારી પાસે મેં ઉત્કૃષ્ટ વર્ગના મનુષ્યોનું વર્ણન કરી બતાવ્યું. હવે ત્રીજા મધ્યમ વર્ગના પુરૂષનું વર્ણન તને કરી બતાવું છું તે તું ધ્યાન રાખીને સાંભળ. જેઓ આ મનુષ્ય “જન્મ પ્રાપ્ત કરીને સ્પર્શેન્દ્રિયનું સ્વરૂપ મધ્યમબુદ્ધિ વડે સામાન્ય “ નજરથી જોઈ શકે છે તેઓને મધ્યમ પ્રાણીઓ સમજવા. આ વર્ગના “પ્રાણુઓ સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત કરીને તેના સુખમાં આસક્ત થઈ જાય છે; વળી કઈ વિદ્વાન મનુષ્ય તેઓને તે ઇંદ્રિયોનું સ્વરૂપ કેવું છે અને તેનાં ભેગનાં ફળ કેવાં છે તે સંબંધમાં ઉપદેશ આપે છે ત્યારે તેઓનું મન ઓળાય છે. તેઓને વિચાર થાય છે કે-આ વિચિત્ર “સંસારમાં કરવું શું? એક બાજુ જોઈએ છીએ તો અનેક પ્રાણીઓ ઇંદ્રિયના ભેગોની પ્રશંસા કરે છે અને ઘણું પ્રાણીઓ બહુ આનંદપૂર્વક તેની સેવા કરે છે; વળી કેટલાક શાંત જીવો સર્વ પ્રકારની સ્પૃહાને ત્યાગ કરીને આ ભેગોની નિંદા કરે છે, ત્યારે આવી ઘૂચમાં આપણે ક માર્ગ લે? એ કાંઈ સમજાતું નથી. આવા “આવા વિચાર કરીને તેઓ સદેહમાં પડી જાય છે અને એમાંથી “એકે નિર્ણય પર આવી શકતા નથી. છેવટે જ્યારે તેઓને એકે
માર્ગ સુજતો નથી ત્યારે તેઓ એ સંબંધમાં કાળક્ષેપ કરે છે “( કાંઈ પણ નિર્ણય કર્યા વગર વખત કાઢે છે) અને વિચારે છે કે “આ બાજુએ કે પેલી બાજુએ ઢળી જવા પહેલાં જરા વખત પ“સાર થવા દે, આગળ ઉપર થઈ રહેશે. મનુષ્યનાં જેવાં કર્મ “હેય છે તેવી તેઓને બુદ્ધિ થાય છે, કારણ કે સુર મનુષ્ય કહી “ગયા છે કે બુદ્ધિ: કમનસારિણી એટલે બુદ્ધિ જેવી કાર્યપરંપ“રાની પદ્ધતિ હોય છે તે અનુસાર થાય છે. આવી દોલાયમાન સ્થિ“તિમાં તેઓ સ્પર્શેન્દ્રિયને અતિ સુખની હેતુભૂત તો સમજે છે અને તેને અનુકુળ સર્વ આચરણ કરે છે પણ તેમાં ઘણું આસક્ત બની જતા નથી. સ્પર્શેદ્રિયને વશ થઈ જઈને તેઓ લેકવિરુદ્ધ કઈ પણ “આચરણ કરી નાખતા નથી તેથી તેઓને મોટું દુ:ખ કે પીડા
આવી પડતી નથી. તેઓને ડાહ્યા મનુષ્ય જે જે શિખામણ આપે છે “તે સર્વ તેઓ બહુ સારી રીતે સાંભળે છે અને સમજે છે, પણ
તેઓએ કદિ દુઃખ જોયેલું ન હોવાને લીધે તેવા વિચક્ષણ પુરૂના “ઉપદેશ પ્રમાણે આચરણ કરતા નથી. વળી તેઓ બાળ જીવની સાથે સેહમાં પડી જઈને તેઓની દોસ્તી કરી બેસે છે અને તેવા સંબંધને પરિણામે કઈ કઈ વાર ભયંકર દુઃખ પણ પામે છે.
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૮૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ભાઇબંધીને લીધે લોકોમાં તેની નિંદા પણ
ં આવા પ્રકારની થાય છે, કારણ કે પાપી મનુષ્યેાની સંગત સર્વ પ્રકારના અનર્થો· ને ઉપજાવનારી હેાય છે, વળી જ્યારે તેને વિદ્વાન પુરૂષો
..
ધ
..
“ આપે છે ત્યારે તે પેાતાનું વાસ્તવિક હિત ક્યાં છે અને શેમાં છે “ તે ખરાબર સમજે છે અને તદનુસાર વર્તન કરે છે. આ પ્રમાણે “ થાય છે ત્યારે તેનું અજ્ઞાન ઉડી જાય છે અને તે ખરેખરા “ સુખી થાય છે અને મહાત્મા પુરૂષના સંબંધ થવાથી તે “ માર્ગને પ્રાપ્ત કરે છે. પછી પંડિત પુરૂષાની પેઠે તે * મહારાજ, દેવ તેમજ તપસ્વીઓનું અર્ચન તથા પૂજન “ પૂર્વક કરે છે. ”
ઉત્તમ
પણ ગુરૂબહુમાન
:
આચાર્ય મહારાજની આવી વાણી સાંભળીને મધ્યમમુદ્ધિએ વિચાર કર્યો કે પેાતાના જ્ઞાન અને અનુભવથી આચાર્ય મહારાજે મધ્યમ પુરૂષાનાં જે લક્ષણા મતાવ્યાં તે સર્વે મને પેાતાને અનુભવસિદ્ધ છે, મારા મનની સ્થિતિ તે મહાત્માશ્રીએ કહી તેવી જ ખરાબર થઇ છે. મનીષીએ પણ પેાતાના મનમાં તેજ પ્રમાણે વિચાર કયો કે મહાત્મા આચાર્યે મધ્યમ વર્ગના જીવાનાં જે લક્ષણ બતાવ્યાં છે તે સર્વ પાતાના ભાઇ મધ્યમમુદ્ધિમાં છે. સૂરિમહારાજે પોતાના ઉપદેશના લય ત્યાર પછી આગળ વધાયો:
મધ્યમ વેાનાં
લક્ષણ પર
વિચારણા.
જઘન્ય જીવેાનું સ્વરૂપ.
“ ભવ્ય પ્રાણીએ ! એ પ્રમાણે મધ્યમ વાના ગુણા તથા અવગુણા તમને બતાવવામાં આવ્યા તે તમારા સમજવામાં આવી
tr
• ગયા હશે. હવે જઘન્ય મનુષ્યાનું સ્વરૂપ કેવા પ્રકારનું હાય છે તે
66
6.
તમને કહું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળેા. મનુષ્યજન્મ પામીને જે પ્રાણીઓ એ સ્પૉંદ્રિયને પોતાના સગા જેવી ગણે છે, “ તે પોતાની મોટામાં મેાટી દુશ્મન છે એમ જે પોતે જાણતાં નથી “ અને તેમને પોતાને હિત થાય તેવું કહેનારા પુરૂષા ઉપર જેએ ઉ“ લટા ક્રોધ કરે છે તેવા પ્રાણીઓને જઘન્ય મનુષ્યો સમજવા. એ
''
વર્ગના મનુષ્યાને સ્પર્શેદ્રિયના ચાગ મળી જાય છે ત્યારે ખસ' ઉપર “ ચળ આવતી હાય એવી તેઓનાં મનની સ્થિતિ થઇ જાય છે અને “ જેમ ખસ ઉપર ખણવાથી છેવટે દુઃખ થાય છે, છતાં ખરજવા
૧ ખસઃ પામાઃ હાથની આંગળીપર કે છેડે થાય છે તેનીપર ચળ-ખરજ બહુ આવે છે. એ ચામડીને વ્યાધિ છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
ચાર પ્રકારના પુરૂષ.
૪૮૭
'
ઃઃ
“ ળાને તે સંબંધી વિચાર રહેતા નથી તેવીજ રીતે પરમાર્થથી નુક“ શાન કરનાર સ્પર્શેન્દ્રિય ઉપર એક વખત આસક્તિ લાગ્યા પછી “ પ્રાણીને ભવિષ્યને વિચાર રહેતા નથી. તેના પરની આસક્તિથી “ એટલા બધા વિરુદ્ધ ભાવ (ખાટા ખ્યાલ ) તેના મનમાં જડ ઘા“ લીને બેસે છે કે પછી તે એમજ સમજે છે કે એ સ્પાદ્રિય જ પોતાનું સ્વર્ગ છે, એ જ પેાતાના પરમાર્થ છે, એ જ પેાતાના સુખ“ સાગર છે. આવા વિચાર થવા માંડે છે કે પછી તેઓનાં હૃદયને “ અંધકાર ચાતરફ ફેલાય છે અને પછી વિવેકનું શેાષણ કરનારાં રા“ ગનાં કરણા ચિત્તમાં વધી જાય છે. એટલે વિવેકવિચારશૂન્ય થઇ “ તે અંધકારમાં દોડ્યા કરે છે, સાચા માર્ગથી ભ્રષ્ટ થઇ જાય છે, સદ્“ ભાવ તેનાં હૃદયમંદિરમાં આવી શકતા નથી અને તેવા વિચારમાં “ તેઓની બુદ્ધિ પણ અંધ બની જાય છે; વળી એટલે સુધી તેઓની સ્થિતિ બગડી જાય છે કે તેઓ જે કાર્ય કરે છે તે લેાકથી અને « ધર્મથી વિરુદ્ધ છે અને અનેક માણસે તેની વારંવાર નિંદા કરે છે “ એ હકીકત તેના લાભ ખાતર કાઇ તેમને કહેવા જાય અથવા “ એવાં અધમ કાર્યો ભવિષ્યમાં ન કરવા બાબત તેમને કોઇ વારે તા “ આવા માણસા વારનારના દુશ્મન થઇને બેસે છે. આવા પાપી પ્રાણીએ ચંદ્ર જેવા પેાતાના વિશુદ્ધ ફળને મળી લગાડી મસી ( આંજણ ) જેવું કાળું કરે છે અને પેાતાનાં એવા અધમ ચરિત્રને લીધે • લેાકેા તરફથી હાંસીને પાત્ર થાય છે. જે વસ્તુને કદિ મેળવવાની • ઇચ્છા ન કરવી જોઇએ તેને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા અને કોઇ પણ પ્રકારની લાજ શરમ મર્યાદા વગરના આવા લોકો 'આકડાના રૂથી પણ વધારે લઘુતાને પામે છે. સ્ત્રી સાથે વિષય સંભોગ અને “ તેવી બીજી અધમ બાબા રૂપ માડો ગ્રહ તેના હૃદયમાં પ્રવેશ “ કરે છે ત્યારે તેઓનાં મનમાં જે દુઃખ થાય છે અને લેકમાં તે“ આની જે વિડંબના થાય છે તે વાણી વડે વર્ણવી શકાય તેમ નથી.
66
'
'
*
'
ટુંકામાં કહીએ તે એટલુંજ કહી શકાય તેમ છે કે લોકોમાં જે જે • પ્રકારની પીડાઓ, હેરાનગતિએ અને ત્રાસે થઇ શકવા શક્ય છે તે
66
સર્વ આવા પ્રકારના પ્રાણીઓને થાય છે અને તે સર્વ તેને ખ“ મવા-સહન કરવા પડે છે. આવા પ્રાણીઓ પોતાની પ્રકૃતિ વડે જ
6
ગુરૂ, દેવ અને તપસ્વીઓના મહા દુશ્મન હોય છે, મહા પાપી ። આચરણ કરનારા હોય છે, અત્યંત નિર્ભાગી
હોય છે અને ગુણને
૧ તેાલમાં આકડાનું રૂ બહુ હલકું હોય છે, ફુંક મારવાથી ઉડી જાય છે. અધમ માણસાના (અલંકારિક) તાલ એવા રૂથી પણ એ થાય છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
४८८
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૩ “કલંક લગાડનારા હોય છે. તેઓ મહામેહમાં પડી ગયેલા હોવાથી તેઓનું હિત હૃદયમાં ધારણ કરીને કોઈ તેઓને સન્માર્ગને ઉપદેશ કરે છે તો તેઓ તે હકીકતને કદિ પણ સાંભળતા નથી અને કદિ સાંભળે છે તો તેને કબૂલ કરતા નથી.” મુનિ મહારાજ આચાર્ય શ્રી પ્રબંધનરતિનાં આ વાક્ય સાંભ
ળીને મનીષી તથા મધ્યમબુદ્ધિએ પિતાના મનમાં જઘન્યનાં લક્ષણ વિચાર કર્યો કે સૂરિ મહારાજે અતિ વિદ્વત્તા ભરેલા પર વિચારણા શબ્દોમાં સ્પર્શેટ્રિયમાં આસક્ત છે જેને જઘન્ય
વર્ગના ગણવામાં આવ્યા છે તેનું જે વર્ણન કર્યું તે સર્વ ખુલ્લી રીતે બાળમાં દેખાઈ આવે છે અને ખરેખર ! આ સૂરિ મહારાજ જે કહે છે તે તદ્દન સાચું જણ્ય છે; કારણ કે પિતાના જ્ઞાનમાં બે પ્યું ન હોય-જે બરાબર તેઓએ જ્ઞાનદષ્ટિથી જોયું ન હોય તે કદિ તેઓ બેલતા નથી.
હવે પેલા બાળે તો સૂરિ મહારાજે જે ઉપદેશ આપે અને હકીકત સમજાવી તેના તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ, તે તે રાણી મદનકંદળી ઉપર આસક્ત થઈને તેના તરફ જ જોઈ રહ્યો હતો અને તેની સાથે વિલાસ કરવાના વિચારજ કરી રહ્યો હતો.
સૂરિ મહારાજે પોતાના ઉપદેશનો ઉપસંહાર કરતાં જણાવ્યું “રાજન શત્રુમદન ! મેં તને અહીં જઘન્ય વર્ગના પ્રાણુઓનું વર્ણન
કરી બતાવ્યું તે તારા સમજવામાં આવ્યું હશે; તેના સંબંધમાં તને “વિશેષ એટલું જણાવવાનું કે આવા પ્રકારના જઘન્ય વર્ગના પ્રાણીઓ “આ ભુવનમાં બહુ હોય છે અને બાકીના ત્રણે વર્ગના ( ઉત્તમોત્તમ, ઉત્તમ અને મધ્યમ) પ્રાણુઓ તે ત્રણ ભુવનમાં પણ બહુ થોડા હોય છે. એમ કહેવાનું કારણ એ છે કે ત્રણ ભુવનમાં સ્પૌદ્રિયને “જીતનાર પ્રાણુઓ બહુ વિરલ (ઓછા) હોય છે.”
શત્રમર્દન—“ કયા હેતુને લઈને જીવ ધર્મ આચરી શકતે નહિ હોય એ બાબતને મેં આપને પ્રશ્ન કર્યો હતો તે સંબંધમાં આપે આ હકીક્ત કહીને મારી તે શંકા દૂર કરી છે તે માટે હું આપને આ ભાર માનું છું.”
ચાર પ્રકારના પ્રાણુઓ પર વિવેચન, એ અવસરે સુબુદ્ધિ મંત્રી બેલ્યો કે “મહારાજ ! આપ સાહેબે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ એ ચાર વર્ગના પ્રાણીઓનું
૧ જુઓ પૃષ્ઠ ૭૪. ત્યાં આ પ્રશ્ન સૂરિ મહારાજને રાજાએ કર્યો છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
ચાર પ્રકારના પુરૂષા.
૪૮
સ્વરૂપ પદ્માનુપૂર્ણાંથી' અમને હાલ અતાવ્યું તે સંબંધમાં મારે આપુ. શ્રીને એટલું પૂછવાનું છે કે એ જાદા જાદા પ્રકારના સ્વરૂપ) પ્રાણીઓ પાતાની પ્રકૃતિથીજ એવા હાય છે કે એ પ્રાણીએ નું એવા પ્રકારનું સ્વરૂપ કરનાર કોઇ બીજું કારણ છે તે આપણી સમજાવે છ
આચાર્ય મહામંત્રી ! સાંભળ. પ્રાણીઓનું એવું જૂદા જૂદા પ્રકારનું સ્વરૂપ થાય છે તે તેઓની પ્રકૃતિથી થતું નથી પણ કારણને લઈને થાય છે. એ ચાર વિભાગમાં જે પ્રથમ ઉત્કૃષ્ટતમ વિભાગના પ્રાણીએ કહ્યા તે ઉત્કૃષ્ટ ( ઉત્તમ ) વિભાગના પ્રાણીઓ કરતાં એક મામતમાંજ જૂદા પડી શકે છે અને તે બાબત એ છે કે તેને ( ઉત્કૃષ્ટતમ વિભાગવાળા પ્રાણીઓને ) પેાતાનું કાર્ય સિદ્ધ થઇ ચૂકેલું હાય છે. બાકી ઉત્કૃષ્ટતમ અને ઉત્તમ વર્ગના પ્રાણીઓ વચ્ચે વસ્તુત: કાંઇ ભેદ નથી. ઉત્તમ વર્ગના પ્રાણીએ મનુષ્ય ભવ પ્રાપ્ત કરી, ભત્રસ્વરૂપ જાણી, મોક્ષમાર્ગ આળખી તેનું સેવન કરે છે અને તે વડે કર્માળને કાપી નાખી, સ્પર્શેદ્રિયને ત્યાગ કરી, મેાક્ષ પામે છે ત્યારે તેજ ઉત્કૃષ્ટ મનુષ્યાને ઉત્કૃષ્ટતમ વર્ગના પ્રાણીએ કહેવામાં આવે છે. ત્યાર પછી એ વર્ગના પ્રાણીઓની સ્થિતિ સ્વાભાવિક રીતેજ મોક્ષમાં થાય છે. આ અવસ્થાની અપેક્ષાએ જોઇએ. તે તેને ઉત્પન્ન કરનાર કોઇ નથી; તેટલા માટે ઉત્કૃષ્ટતમ વિભાગના પ્રાણીઓના કાઇ માતા પિતા હાતા નથી. બાકી સંસારમાં રહેલા પેલા જઘન્ય, મ મ અને ઉત્કૃષ્ટ વર્ગના પ્રાણીએ તેવા પ્રકારનાં પેાતાનાં વિચિત્ર કર્મોને લીધે થાય છે, તેથી તેઓને ઉત્પન્ન કરનાર તેના પિતા તરીકે કમન લાસ રાજા ગણાય છે. એ કર્મ ત્રણ પ્રકારનાં હોય છે: શુભ, અશુભ ( અકુશળ ) અને સામાન્ય પ્રકારનાં. તેમાં જે કર્મપદ્ધતિ શુભ હાવા-પી સુંદર લાગે તે શુભસુન્દરી રૂપ માતા મનુષ્યવર્ગમાં ઉત્કૃષ્ટ વર્ગના લેાકેાને જન્મ આપે છે; જે કર્મપદ્ધતિ અકુશળ (અશુભ ) હોવાથી અસુંદર–ખરામ લાગે તે અકુશળમાળા રૂપ માતા મનુષ્ય વર્ગમાં જઘન્ય વર્ગના પુત્રોને જન્મ આપે છે અને જે કર્મપદ્ધતિ શુભ અ શુભ મિશ્રિત હાવાથી સામાન્ય રૂપવાળી છે તે સામાન્યરૂપા માતા મધ્યમ વર્ગના પ્રાણીઓને મનુષ્ય તરીકે જન્મ આપે છે. ”
S
-
૧ પદ્માનુપૂર્વી ઉલટા ક્રમમાં એટલે પ્રથમ ઉત્કૃષ્ટતમ વર્ગના પ્રાણીનું અને છેવટે જધન્ય વર્ગના પ્રાણીનું સ્વરૂપ.
૨ અહીં બેં. રે.. એ. સેા. વાળા નવા ખાસ ભાગનું પૃ. ૩૦૧ શરૂ થાય છે, ર
Page #531
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
મનીષીએ આ અદ્ભુત હકીકત સાંભળીને તે પર વિચાર કરવા માંડ્યો-અહા ! આ આચાર્ય મહારાજે તે ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય મનુષ્યેા ગુણથી અમારી સમાન રૂપવાળા છે એટલુંજ નહિ પણ ચારિત્રથી પણ અમારી જેવાજ હોય છે એમ બરાબર બતાવી આપ્યું, તેથી આ વાત તે। અમને ત્રણે ભાઇઓને બરાબર મળતી આવે છે. વળી એ મહાત્માએ માતપિતા સંબંધી જે હકીકત કહી તે પણુ અમને બરાબર બંધબેસતી આવે છે, તેથી ખરેખર, એ ત્રણે સ્વરૂપવાળા અમે ત્રણે બંધુએજ હોઇશું એમ મને તેા ચાસ લાગે છે. સ્પ રોને મને અગાઉ જણાવ્યું હતું કે પેલા ભવજંતુ તેના તિરસ્કાર કરીને નિવૃત્તિ નગરીમાં ચાલ્યા ગયા, તે વખતે તેના કોઇ મા કે બાપ છે એમ તેણે મને કહ્યું ન હતું. આટલા ઉપરથી મારા મનમાં એમ નિશ્ચય થાય છે કે તે ભવજંતુ હતા તેનેજ ઉત્કૃષ્ટતમ વિભાગમાં મૂકવા જોઇએ. અમારા ત્રણે ભાઇઓના પિતા કવિલાસ રાજા છે અને ભગવાને જણાવ્યું તેમ અમારી માતાએ જાદી જૂદી છે, તેથી મને એમ અનુમાન થાય છે કે જઘન્ય વર્ગને પ્રાણી તે માળ, મધ્યમવર્ગના મધ્યમબુદ્ધિ અને ઉત્કૃષ્ટ વર્ગના પ્રાણી તે હું પાતે. પણ હવે વધારે વાત સાંભળતાં ચાક્કસ નિર્ણયપર અવાશે.
૪૦
તે પર મનીષીએ કરેલી વિચારણા.
આવી રીતે મનીષી પેાતાના મનમાં વિચાર કરતા હતા તે વખતે સુબુદ્ધિ મંત્રીશ્વરે વળી બીજો પ્રશ્ન કર્યો-“ભગવન્ ! ચાર વર્ગના જૂદા જૂદા પ્રકારના પ્રાણીઓ આપશ્રીએ બતાવ્યા તે હમેશાં એવા ને એવા ૨હેવાના કે તેઓમાં કાંઇ રૂપપરાવર્તન થઈ શકે ખરૂં? એટલે કે એક વર્ગના પ્રાણીએ બીજા વર્ગમાં જઇ શકે એવું કાંઇ કારણ છે કે નહિ? તે આપ મને સમજાવે.”
ચાર વર્ગના પુરૂષા ની વર્ગમાં સ્થિતિ
'
આચાર્ય ઉત્કૃષ્ટતા વિભાગવાળા પ્રાણીઓનું સ્વરૂપ તે સ્થિત છે, તે કદિ બીજી સ્થિતિ પામતા નથી અને જે વર્ગમાં અને
૧ જુએ પૃષ્ઠ ૩૭૯.
૨ આ પ્રમાણે સુબુદ્ધિ પ્રશ્ન કહેછે વિગેરે હકીકત નંદિવર્ધન કુમારને સ્પ રૉનનું ખળ અને સેાખતની અસર બતાવવા સારૂ વિદુર કહે છે અને તે આખી વાર્તા સંસારીજી સદાગમ સન્મુખ કહી ખતાવે છે, અગૃહીતસંકેતાને ઉદ્દેશીને તે કહે છે અને પાંસે પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ બેઠાં છે તે સાંભળે છે,
Page #532
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
ચાર પ્રકારના પુરૂષો.
૪૮૧
સુખમાં તે છે તેમાંજ નિત્ય રહે છે. બાકી બીજા ત્રણ વર્ગનું રૂપ અનિત્ય છે, કારણ કે તેને કર્મવિલાસ રાજાને આધિન રહેવું પડે છે. એ કર્મવિલાસ રાજા બહુ આકરી પ્રકૃતિના છે તેથી ઉત્કૃષ્ટ વર્ગના પ્રાણીઓને કોઇ વાર મધ્યમ બનાવી મૂકે છે અને કોઇવાર તેા તદ્દન જઘન્ય પણ બનાવી મૂકે છે; વળી મધ્યમ વર્ગના પ્રાણીને તે કોઇવાર ઉત્કૃષ્ટ મનાવે છે અને કોઇવાર તદ્દન જઘન્ય બનાવી દેછે; તેમજ જઘન્ય વર્ગના પ્રાણીઓને કોઇવાર મધ્યમ મનાવે છે અને કોઇવાર ઉત્કૃષ્ટ પણ મનાવે છે. સ્થિતિ આ પ્રમાણે હાવાથી જે કર્મવિલાસ રાજાના પંજામાંથી છૂટી ગયા હોય તેનું જ એકસરખું રૂપ હમેશ માટે રહે છે, બાકી બીજાઓનું તેમ રહી શકતું નથી. ”
મનીષીએ વિચાર કરવા માંડ્યો કે આ સર્વ હકીકત પણ અમારા (ત્રણ ભાઇઓના સંબંધમાં) અને ભવજંતુના સંબંધમાં બરાબર અંધબેસતી આવી જાય છે. એનું કારણ એ જણાય છે કે અમારે પિતા બહુ આકરી પ્રકૃતિવાળા અને ચોક્કસ નિયંત્રણા કરનારા છે; એમણે પોતેજ મને એક વખત કહ્યું હતું કે તે પ્રતિકૂળ હેાય ત્યારે પ્રાણીને જેવું અનેછે તેવુંજ ખાળને મન્યું છે. પોતાના છેકરા પણ ઉલટે માર્ગે ચાલતા હોય તેા તેને પણ જે રાજા યોગ્ય રીતે દુઃખપરંપરા આપી યોગ્ય શિક્ષા કરે છે તે રાજા બીજા માણસા ઉપર કેમ આસક્તિ રાખે ? તે બીજાને ન્યાલ કરી દે કે છેડી દે અથવા તેપર ભમતા રાખે એમ ધારવું તદ્દન ભૂલભરેલું જ છે. ઉત્કૃષ્ટતમ વગની પ્રાપ્તિને ઉપાય,
સુબુદ્ધિ— ભગવન્ ! આપે જે ઉત્કૃષ્ટતમ વર્ગના પ્રાણીઓ કહ્યા તે કાના પ્રભાવથી તેવા થાય છે ? 12
આચાર્ય—‹ એ વર્ગના પ્રાણીએ કોઇ બીજાના પ્રભાવથી તેવા થતા નથી પણ પેાતાના જ વીર્યથી-પોતાની જ શક્તિથી તેવા થાય છે.” સુબુદ્ધિ—“ એવા પ્રકારનું વીર્ય ઉત્પન્ન કરવાના ઉપાય શે તે આપ કૃપા કરીને બતાવે. ”
આચાર્ય—‹ શ્રી જિનેન્ધર મહારાજે બતાવેલી દીક્ષા અંગીકાર કરવી અને તેને ભાવપૂર્વક પાળવી એ જ એવા પ્રકારની વીર્યપ્રાપ્તિના ઉપાય છે. ’
મનીષીએ પેાતાના મનમાં વિચાર કર્યો કે જો એમ જ હાય તે મારે પણ ઉત્કૃષ્ટતમ વિભાગના પ્રાણી થવું છે. સંસારની આવા પ્રકા
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૯૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ રની વિડંબના અને પીડાઓ શા માટે સહન કરવી જોઈએ? એમાં લાભ શું છે? એથી અર્થ શું સરે છે? માટે મારે એ દીક્ષા લેવી તેજ ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મનીષીના મનમાં દીક્ષા લેવાના પરિણામ દઢ થતાં ગયા. આચાર્ય મહારાજ અને
બુદ્ધિ મંત્રીની અરસ્પરસ વાત સાંભળીને મધ્યમબુદ્ધિને પણ દીક્ષા લેવાના પરિણામ થયા. માત્ર એવું નૈષ્ટિક અનુષ્ઠાન પોતે કરી શકશે કે નહિ તે સંબંધી પિતાના મનમાં વિચાર કરતો હતો.
સુબદ્ધિ “અમને જે ગૃહસ્થધર્મ અગાઉ આપે બતાવ્યો હતો તે એવા પ્રકારના વીર્યને પ્રકટ કરવાનું કારણ થાય કે નહિ ? આચાર્ય-“પરંપરાએ ગૃહસ્થ ધર્મ પણ એવા પ્રકારના વીર્યને
પ્રકટ કરવાનું કારણે થાય ખરો, પરંતુ સાક્ષાત્ કોગૃહસ્થ ધર્મ અને
ન ર ત ન થાય; કારણકે એ ગૃહસ્થ ધર્મ મધ્યમ દીક્ષાની સરખામણી. આ પ્રકારના પ્રાણીઓને યોગ્ય છે. એ ધર્મનું સારી
રીતે સેવન કરવામાં આવ્યું હોય તો તે મધ્યમ વર્ગના પ્રાણીને ઉત્કૃષ્ટ વર્ગનો બનાવવામાં ઘણો જ સાધનભૂત થાય છે અને તેથી પરંપરાએ તે ઉત્કૃષ્ટતમ વિભાગમાં પણ પ્રાણીને લઈ જાય છે. આટલા માટે એને પરંપરાઓ કારણભત કહેવામાં આવ્યો છે. બાકી અત્યંત નિર્મળ તેમજ દુર્લભ દીક્ષા તો સર્વ કલેશેનો નાશ કરનારી અને સીધી રીતે સંસારને કાપી નાખનારી છે એ વાતમાં જરા પણ સંદેહ જેવું નથી. આ પ્રમાણે હકીકત છે છતાં મંત્રીધર ! ગૃહસ્થધર્મ પણ સંસારને ઘણે ઓછો કરી નાખનાર છે અને તેટલા માટે આ સંસારસમુદ્રમાં તેને પણ અતિ દુર્લભ સમજવો. આ સર્વ હકીકત કહેવાનો પરમાર્થ એ છે કે ભગવાનના મતની દીક્ષા પ્રાણને અતિશય વીર્યના યોગ વડે ચોક્કસ ઉત્કૃષ્ટતમ વિભાગમાં લાવી મૂકે છે, જ્યારે ગૃહસ્થ ધર્મ લંબાણથી ધીમે ધીમે તે સ્થિતિ પ્રાપ્ત કરાવે છે.”
આ હકીકત સાંભળીને મધ્યમબુદ્ધિએ પોતાના મનમાં વિચાર કર્યો કે તીર્થકર મહારાજે બતાવેલે આ ગૃહસ્થધર્મ ભારે હાલ આદર એ ઠીક જણાય છે.
૧ નૈછિક અનુષ્ઠાનઃ દઢ, નિયમસરનું. એક વખત આદર્યા પછી આખા જીવન પર્યત તેવી જ સ્થિતિ રહે તેને નૈષ્ટિક અનુષ્ઠાન કહે છે. બાળપણથી બ્રહ્મચારી હોઈ આખી જીંદગી બ્રહ્મચર્ય ધારણ કરે છે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવામાં આવે છે.
૨ મધ્યમબુદ્ધિ આવી રીતે કાળક્ષેપ કર્યા કરે છે. ત્રણેના વર્તનમાં અને નિશ્ચયમાં કેટલે ફેર પડે છે તે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું. માળનું અધમ વર્તન-તેપર વિચારણા,
મા
ળ આખી ઉપદેશશ્રેણી દરમ્યાન અકુશળમાળા અને સ્પર્શનના તામામાં હતા, તેણે ઉપદેશના એક પણ અક્ષર ધ્યાન રાખીને સાંભળ્યા નહિ, તેની ચિત્તવૃત્તિ વધારે વધારે અસ્થિર થતી ચાલી અને તેનાં મનમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પેા` ચાલવા લાગ્યા. એ તેા રાણી મઢનકંદળીના સામું જોતા જાય છે અને મનમાં વિચારતા જાય છે કે અહા ! આ સુંદર અંગવાળી સ્ત્રીનું શું મનેાહર રૂપ છે! અહા તેનું કેવું સુકુમારપણું છે! વળી એ મદનકુંદળી રાણી પણ મારા ઉપર ઘણા પ્રેમ રાખતી જણાય છે ! એના મારા ઉપર રાગ ચોક્કસ જણાય છે, કારણકે તે વારંવાર આડી આંખે મારી તરફ જોયા કરે છે! ખરેખર, એ ગૌરાંગીના નાજુક અંગેના સ્પર્શનું સુખ અનુભવવાથી હવે જરૂર મારા જન્મ સફળ થશે એમ મને લાગે છે! આવા આવા વિચાર કરતાં છેવટે આળ આત્મસ્વરૂપ ભૂલી ગયા અને ગમે તે ભાગે સદ્દનકંદળીના સ્પર્શનું સુખ મેળવવાની તેને દૃઢ ઇચ્છા થઇ. અતિ નીચ માણસા જ્યારે અધમ માર્ગ ઉપર ઉતરી પડે છે ત્યારે પછી આંધળા માણસ પેઠે કાર્ય અકાર્યના કાંઇ પણ વિચાર કરી શકતા નથી, એ તેા જાણે તેઓને ભૂત વળગ્યું હાય તેમ અંધારામાં ઝુકાવી દે છે. એવી સ્થિતિમાં વર્તતા માળ હજારો લોકો જોઈ રહ્યા છે, રાજા પાતે હાજર છે, ગુરૂમહારાજ તેમજ
માળનું અત્યંત અધમ વર્તન.
૧ આવી ગંભીર દેશના ચાલતી હાય, અતિ વિદ્વાન્ આચાર્ય સમીપમાં હોય, અનેક મનુષ્યા અને ખૂદ રાજાની પણ હાજરી હાય, છતાં ઇંદ્રિયક્ષુબ્ધ પ્રાણીઓનું વર્તન તેમજ તેમના વિચારે ફેવા થાય છે તે લક્ષ્યમાં લઈ વિચારવા યાગ્ય છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ 8 પિતાના મોટા ભાઈઓ વિગેરે બેઠા છે અને માટે જનસમુદાય ઉપદેશધારા ઝીલી રહ્યો છે એ ન વિચારતાં મદનકંદળી ઉપર આંખો અને મન સ્થિર કરીને લથડતે પગે તેની તરફ દેશે. જેમાં તે આ હકીકત જેને માટે હાહારવ થઈ ગયો. “અરે આ શું? એ કોણ? આવી પવિત્ર જગાએ અધમ આચરણ કરનાર એ દુષ્ટ પાપી કેણુ છે?” વિગેરે વિગેરે અવાજે હાજર રહેલા જનસમુદાયમાંથી થવા લાગ્યા. બાળ તે તે
કેઇની દરકાર ન કરતાં મદનકંદળી રાણીની નજીક મદનકંદળી પર આવી પહોંચ્યો. શત્રુમદેન રાજાએ એકદમ તેને બાળનો ધસારે. જોઈ લીધો અને તેનો ઇરાદો કેવો છે તે તેની દૃષ્ટિના
વિકારથી જાણી લીધો. પેલે પાપી બાળજ આ છે એમ રાજાએ તેને ઓળખી લીધે. રાજાની આંખે કેપથી લાલ થઈ ગઈ, મેટું ભયંકર થઈ ગયું અને મુખમાંથી તેણે હુંકાર કર્યો. તે વખતે બાળનાં કમૅને પરિપાક થઈ જવાને લીધે અને તેના મનમાં મોટે ભય ઉત્પન્ન થયેલ હોવાને લીધે તેને મદનવર એકદમ ઉતરી ગયે, શરીરપર કાંઈક ચેતના આવી અને મુખપર દીનતા દેખાવા લાગી. તરતજ પાછે મોંઢે તેણે નાસવા માંડ્યું પણ તેના સાંધાઓ તૂટી ગયા, શરીર ગોરેગા થઈ ગયું અને ગતિ અટકી પડી, તે પણ જેમ તેમ કરીને તે થોડાં પગલાં ચાલ્યો ત્યાં તેનું આખું શરીર ધ્રુજવા માંડ્યું અને તે જમીન પર પડી ગયું. તે વખતે સ્પર્શન (તેના શરીરમાંથી બહાર નીકળી ) પ્રગટ થયો અને ભગવાનના અવગ્રહથી બહાર નીકળી દૂર જઈ બેઠે અને ત્યાં રહીને શું થાય છે તે જોવા લાગ્યો. લેકે માં જે હાહાકાર ઉક્યો હતો તે જરા શાંત થે. બાળના આવા અત્યંત અધમ આચરણથી તેના બન્ને ભાઈઓ (મનીષી અને મધ્યમબુદ્ધિ) મનમાં શરમાયા. રાજાને તે વિચાર થયે કે આવા નિર્માલ્ય (માલ વગરના-દમ વગરના-અધમ પ્રાણુ ) ઉપર કેપ શું કર ! એવાને શિક્ષા કરવી એ મરેલાને મારવા બરાબર છે.
૧ હંકાર: “હું હું ” એવો અવાજ-કેઈ અન્ય માણસ ખરાબ કામ કસ્ત જેવામાં આવે ત્યારે જેનારથી થઇ જાય છે તે.
૨ મદનજવર કામદેવને તાપ-સ્પઢિયનું સુખ ભોગવવાની ઇચ્છા. તે તાપની પેઠે ગરમી કરે છે અને ભય થતાં ઉતરી જાય છે. - ૩ અવગ્રહ ગુરૂ સમક્ષ પુરૂષો સાડા ત્રણ હાથ દૂર બેસે તેને “અવગત
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૫
પ્રકરણ ૧૩] બાળનું અધમ વર્તન-તેપર વિચારણ.
બાળના અધમવર્તનની વિચિત્રતાપર પ્રશ્ન. તેનું અંતરંગ કારણ બતાવવાને આચાર્યપ્રયત,
બાળનું ભવિષ્ય અને છેવટનો ભયંકર રખડપટે, હવે શત્રુમર્દન રાજાએ બાળના સંબંધમાં આચાર્ય મહારાજને
સવાલ કર્યો “ભગવદ્ ! આ પુરૂષનું ચરિત્ર તો ભારે રાજશંકા વિચિત્ર જણાય છે! તેના પર વિચારણા કરવી પણ અને પ્રશ્ન. ઘણી મુશ્કેલ છે અને જેના અનુભવમાં દુનિયાના
અનેક માણસેનાં ચરિત્રો આવેલાં છે તેવાઓને પણ એની હકીકત માનતાં આંચકો આવે તેવું તેનું વિચિત્ર વર્તન છે. આ પ્રાણીએ પૂર્વ કાળમાં કેવા પ્રકારનું આચરણ કર્યું હતું અને હાલ તેના મનમાં શું વિચારે ચાલે છે તે જ્ઞાનદષ્ટિથી આપ સાહેબ તે પ્રત્યક્ષ જાણી શકે છે, કારણ કે ત્રણ ભુવનના સર્વ બનાવ આપશ્રીને તો હસ્તામળક જેવા છે, પણ મને તો એમાં બહુ આશ્ચર્ય લાગે છે. એણે અગાઉ જે વર્તન કર્યું હતું તે તો કદાચ વિચિત્રતાને
ગે સત્વવાળા પ્રાણીઓને પણ સંભવે, પણ અત્યારે મેં એનું ચરિત્ર જોયું તેને નજરોનજર જેવા છતાં પણ ઇંદ્રજાળની પેઠે માનવા લાયક લાગતું નથી અને નજરે જોયેલી હકીકતપર પણ શંકા આણે છે. એનું કારણે એમ છે કે રાગ વિગેરે સપને સંહાર કરનાર આપ જેવા 'ગરૂડની સમક્ષ અતિ અધમ પ્રાણીઓ પણ આવું આચરણ કરે એ અસંભવિત જણાય છે, તે પછી એવા પ્રકારનું કાર્ય કરવાનો અર્થવસાય પણ કેવી રીતે સંભવી શકે તે મને સમજાવે.”
આથા–“રાજન ! એ સંબંધમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે એ બાપડાને એમાં કાંઈ દેષ નથી.”
કાબુમર્દન-“ ત્યારે એમાં કે દોષ છે?
આચાર્ય “બાળના શરીરમાંથી નીકળીને દૂર જઈ પેલે પુરૂષ બેઠે છે તેને તમે બરાબર જોયો?”
શબુમર્દન–“હાજી! એ પુરૂષને બરાબર જોયો.”
૧ હeતામળકા હાથમાં રહેલું આમળું જેમ બરાબર જોઈ શકાય છે, બરાબર દેખી શકાય છે-તેવા પ્રત્યક્ષ,
૨ રાગસરના ગરૂડા સર્ષને ગરૂડ પક્ષી ચાંચમાં ઉપાડી મારી નાખે છે. રાગ સર્પને મુનિમહારાજ ક્ષાનચંચમાં ઉપાડી સંહારી નાખે છે, તેને નાશ કરે છે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ આચાર્યએ પુરૂષ જે દૂર બેઠો છે તેને એ સર્વ દોષ છે. બાળે અગાઉ જે આચરણ કર્યું હતું તે પણ એનાજ પજામાં સપડાઈ એને તાબે થઈને કર્યું હતું. એક વખત એ દૂર બેઠેલા પુરૂષના સપાટામાં આવી કઈ પણ પ્રાણ એને વશ પડી જાય છે એટલે પછી એવું જગતમાં કોઈ પણ પાપ નથી કે જે તે ન આચરે. એને વશ પડનાર પ્રાણુની એવી પરાધીન સ્થિતિ થઈ જાય છે. તેથી બાળના સંબંધમાં કાંઈ અસાધારણ બન્યું હોય, સમજવામાં ન આવે તેવું બન્યું હોય, માની ન શકાય તેવું બન્યું હોય, એમ તમારે ધારવું નહિ. એ દૂર બેઠેલા પુરૂષને વશ પડવાનાં આ સર્વ સાધારણ પરિણામ છે.”
શત્રમર્દન–તેમજ હોય તે શરીરની અંદર રહેલા અને પિતાના આત્માનેજ અનર્થ ઉપજાવનારા આવા અધમ પુરૂષને બાળ શા માટે પોતાના શરીરમાં ધારણ કરી રાખતો હશે?”
આચાર્ય–“એ શરીરની અંદર રહેલો પુરૂષ એટલે બધે ખરાબ છે એમ એક તે આ (બાળ) બાપટે જાણતા નથી! બીજું એ અંદર રહેલે પુરૂષ બાળને મહા દુશમન છે છતાં એ તેને પેતાના ભાઈ જેવો ગણે છે અને તેના ઉપર બહુ પ્રેમ રાખે છે!”
શત્રમર્દન–“આવી બેટી માન્યતા થવાનું કારણ શું?”
આચાર્ય—એ બાળના શરીરમાં શક્તિવડે એની માતા આ શળમાળાએ પ્રવેશ કર્યો છે. એ અકુશળમાળા આ સર્વ બેટી
માન્યતાનું કારણ છે. અમે હમણું જે સ્પર્શેદ્રિયના બાળના મિત્ર સંબંધમાં તે ઘણું મુશ્કેલીથી જિતી શકાય તેવી છે અને માતા એમ વિસ્તારથી વર્ણન કરી ગયા એના રૂપક તરીકેજ
આ સ્પર્શન નામનો બાળનો પાપી મિત્ર છે અને એ સ્પર્શન કે જે સ્પર્શેન્દ્રિયનું મૂર્તિમાનું રૂપ છે તે જ પેલે દૂર જઈ બેઠે છે. અમે જે ચાર પ્રકારના પ્રાણુઓનું ઉપર વર્ણન હમણું કરી બતાવ્યું તેમાંના જઘન્ય વર્ગને પ્રાણી આ બાળ છે, અને અકુશળ (અશુભ) કર્મની માળા (હાર) રૂપ એજ નામની (અકુશળમાળા નામની ) તેની માતા છે. આ પ્રમાણે હોવાથી હવે કઈ વાત એના સંબંધમાં સંભવી ન શકે? વળી રાજન્ ! તમે પૂછયું કે ભગવાનની સમક્ષ એવા અતિ દુષ્ટ અધ્યવસાય પ્રાણીને કેમ ઉદ્દભવી શકેતેના સંબંધમાં કહેવાનું કે તમારે એમાં પણ જરાએ આશ્ચર્ય પામવા જેવું નથી;
Page #538
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩] બળનું અધમ વર્તન-તેપર વિચારણું. ૪૯૭ કારણ કે પ્રાણીનાં કર્મ બે પ્રકારના હોય છે. સોપકમ અને નિરૂપકમ. આમાં જે સપકમ કર્યો છે તેને કેઈ મહાત્મા પુરૂષના સંયે
ગથી કે તેવા બીજા કોઈ કારણથી ક્ષય થઈ શકે છે સોપક્રમ નિ. અથવા તે દબાઈ જાય છે (ઉપશમ ભાવને પામે છે), રૂપક્રમ કર્યો. પણ જે નિરૂપકમ કર્મો છે તે તેવી રીતે નાશ પા
મતાં નથી કે દબાઈ જતાં નથી. એવાં નિરૂપકમ કર્મોને વશ પડેલા પ્રાણીઓ મહાત્માઓની સમક્ષ ગમે તેવા ખરાબ કાર્યો કરે તેને કેણુ વારી શકે છે? દાખલા તરીકે ભગવાન મહાત્મા શ્રી તીર્થકર દેવ જેઓના પુણ્યસમૂહને વિચાર કરવો પણ અત્યંત મુશ્કેલ છે તેઓ જ્યારે ગંધહસ્તીની માફક આ પૃથ્વી તળપર વિચરતા હોય છે તે વખતે જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ દૂર નાસી જાય છે તેમ સાધારણ હલકા પ્રકારના હાથીઓ જેવા દુષ્કાળ, ઉપદ્રવ, લડાઈ, મહામારી વૈર વિગેરે સર્વ સ યોજનથી પણ દૂર ભાગી જાય છે; એવા મહાત્મા ભગવાનની પાસે પણ જે ક્ષુદ્ર પ્રાણીઓ નિરૂપકમ કર્મના પાસથી બંધાયેલા હોય છે તેઓ શાંત તે થઈ શકતા નથી એટલું જ નહિ પણ ઉલટા ભગવાનની જ ઉપર અતિ અધમ પ્રકારના ઉપદ્રવ કરવા તૈયાર થઈ જાય છે. શાસ્ત્રમાં આપણે ગેવાળીઆ સંગમ વિગેરે અત્યંત પાપીઓનાં ચરિત્ર સાંભળીએ છીએ તે પરથી જણાય છે કે એવા પાપીઓ ભગવાનને પિતાને પણ મહાઉપસર્ગો પોતાનાં પાપ કર્મના જેરથી કરે છે. એવા મહાત્મા ભગવાન શ્રી તીર્થંકર દેવ જ્યાં વિચરતા હોય છે ત્યાં દેવતાઓ ‘સમવસ
ઉપક્રમ લાગવાથી-સંગો ફરવાથી જેને અસર થાય તેવા કર્મો અને નિરૂપકમ કર્મોઃ તે જેને અસર ન થઈ શકે, જે તે જરૂપે ફળ આપે છે તેવાં ક.
૨ ગંધહસ્તી જ્યારે પૃથ્વી પર ફરે છે ત્યારે તેની ગંધથી બીજા હાથીઓ નાસતા ફરે છે. - ૩ ભગવાન વિચરતા હોય તેની આસપાસ સ યોજનામાં કોઈ પણ પ્રકારના કુદરતી ઉપદ્રવ થતા નથી એ તેમના અતિશયનું જોર છે.
૪ ગાવાળીઓ કાનમાં ખીલા ઠોકનાર અને પ્રભુના પગ પર ખીર રાંધનાર ગેવાળીઆનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. (જુઓ મહાવીર ચરિત્ર-સર્ગ ચોથે. શ્લોક ૬૧૯-૬૪૯.)
૫ સંગમ છ માસ સુધી વાંચતાં કે સાંભળતાં પણ આંસુ પડાવે તેવા સર્વથી ભારે ઉપદ્રવ-ઉપસર્ગ કરનાર. સંગમના પરીષહો બહુ ભયંકર હતા. (જુઓ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વને સર્ગ ચોથે. લેક ૧૬૪-૩ર૬.)
૬ સમવસરણ અત્યંત ઊંચા પ્રકારની દેશના દેવાની વ્યવસ્થા. એનું વર્ણન ખાસ વાંચવા ગ્ય છે. (જુઓ ત્રિષષ્ટિ શ.પુ. ચરિત્ર. આદીશ્વર ચરિત્ર. સર્ગ ત્રીજો લેક ૪૨૩-૪૫૮.)
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
રણ કરે છે, તેઓ ચાર સિંહાસનપર ચતુર્મુખે બીરાજેલા દેખાય છે, તેની મૂર્ત્તિ માત્રના દેખવાથીજ ( એટલે તેને જોવાથી જ) પ્રાણીઓનાં રાગદ્વેષ ગળી જાય છે, કર્મના જાળાં તૂટી પડે છે, વૈર સંબંધ શાંત થઇ જાય છે, સ્નેહના પાસેા કપાઇ જાય છે અને ખેાટી બાબત સાચા તરીકે સમજાણી હાય તેવા ભ્રમ દૂર થઇ જાય છે; છતાં અભવ્ય હાવાને લીધે અથવા નિરૂપક્રમ કર્મોના આકરા આવરણને લીધે કેટલાક પ્રાણીઓના અંતઃકરણમાં વિવેકકિરણને પ્રસાર થઇ શકતા નથી અને તેને લીધે તેવા પ્રાણીઓને ભગવાનની નજીકમાં હાવા છતાં ઉપર જણાવ્યા તેવા કોઇ પણ પ્રકારના લાભને એક અંશ પણ થતા નથી, એટલુંજ નહિ પણ ભગવાનને ઉદ્દેશીને તેનાં મનમાં એવા એવા પ્યાલા થાય છે કે અહા ! આની ઇંદ્રજાળ મહાઅદ્ભૂત દેખાય છે ! અરે એનું લોકેાને છેતરવાનું ચાતુર્ય તે જીએ ! અરે લેાકેાની અકલ તા જુએ કે તે ઇંદ્રજાળ રચવામાં કુશળ, જુટા અને વાચાળ મનુષ્યથી છેતરાઇ જાય છે! આ પ્રમાણે તીર્થંકર મહારાજના સંબંધમાં અને તેઓશ્રીની નજીકમાં પણ ખરાબ આચરણ કરનારા અધમ પ્રાણીઓ હાય છે; તેટલા માટે હે રાજન ! એ ખાળે મારી સમક્ષ એવું આચરણ કર્યું અથવા તે ખરાબ આચરણ કરયાના અધ્યવસાય ( વિચાર ) કર્યો .તેમાં કાંઇ અત્યંત અદ્ભુત વાત અની નથી. એ ખાળના શરીરમાં અકુશળમાળા નિરૂપમપણે વર્તે છે અને તે તેની માતા થાય છે તે મ્હાને તેની તદ્દન નજીક રહે છે અને એ પેાતાના પાપી મિત્ર સ્પર્શનને છાતીએ રાખીને ચાલે છે તેથી તેનું આવું પરિણામ આવે તેમાં તારે જરા પણ વિસ્મય પામવા જેવું નથી.”
*
સુબુદ્ધિ ભગવાનના આગમના શ્રવણાદિકથી જે પ્રાણીઓની બુદ્ધિ નિર્મળ થયેલી છે તેઓને આ વાતમાં જરા પણ નવાઇ જેવું લાગતું નથી. નિરૂપમ કૌનું એવાજ પ્રકારનું પરિણામ થાય છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી; પરંતુ અમારા મહારાજા (શત્રુમર્દૂન) તા આપશ્રીના પ્રભાવથી હવે એવી બાબતમાં માહિતગાર થતા
ાય છે, તેઓએ તે હજી એવી મામતે સમજવાની શરૂઆતજ કરી છે, તેથી તેઓ આપસાહેબ સાથે આ પ્રમાણે પ્રશ્નવાર્તા કરી રહ્યા છે.”
૧ અતિશયને લીધે ચાર મુખે બેઠેલા દેખાય છે. ખુદ ભગવાન પોતે પૂભિમુખજ બેસે છે. એનું વિસ્તૃત વર્ણન છઠ્ઠા પ્રસ્તાવમાં આવશે.
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૯૯
પ્રકરણ ૧૩] આળનું અધમ વર્તન-તેપર વિચારણા. શત્રુમર્દન- મારા બુદ્ધિશાળી મંત્રી ! તેં ખરાખર અવસરને યોગ્ય સત્ય વાત કરી !” પછી આચાર્ય તરફ ફરી રાજાએ કહ્યું “સાહેબ ! એ માળની પરિણામે શી સ્થિતિ થશે અને તેના કેવા હાલ થશે તે મને કહી બતાવવા કૃપા કરો.”
બાળ સંબંધી છેવટના પ્રશ્ન.
આચાર્ય—“ તમારા ક્રોધનું પરિણામ તે હૃદયમાં ભય પેસી ગયેલા છે તેથી તે (માળ) લતા ચાલતા નથી. અહીંથી જેવા તે મહાર એની પાસે નહિ હા કે પાછી તેને તેની અસલ સંજ્ઞા પ્રાપ્ત થશે અને એવી સ્થિતિ થતાં જ વળી પાછા પેલા સ્પર્શન અને અકુશળમાળા તેના ઉપર પેાતાનું સામ્રાજ્ય સ્થાપન કરશે. ત્યાર પછી તમારા ભયને લીધે કોઇ પણ બીજા પ્રદેશમાં ચાલ્યા જવાના વિચારથી તે નાસતા નાસતા અનેક પ્રકારના કલેશે સહન કરીને કાલ્લાક નામના સંન્નિવેશ (ગામડા)માં જઇ પહોંચશે. ત્યાં કમૅપૂરક નામના નજીકના ભાગમાં જ્યારે તે જઇ પહોંચશે ત્યારે રસ્તાના થાકને લીધે તેને ઘણી તૃષા લાગશે. તે વખતે દૂરથી તે એક મોટું તળાવ જોશે. તળાવને જોઇને પાણી પીવાને માટે તથા ન્હાવાને માટે તે તરફ જશે. એ ત્યાં જઇ પહોંચશે તે પહેલાં એજ તળાવ પાસે એક ચંડાળ અને તેની સ્ત્રી આવી પહોંચેલા હશે. એ બેમાંથી ચંડાળ તે વખતે તળાવને કાંઠે આવેલા ઝાડાપર રહેલાં પક્ષીઆના શિકાર કરવામાં રોકાઇ ગયેલા હશે અને ત્યાં કોઇ માણસ નથી એમ ધારી ચાંડાળણી તળાવમાં ન્હાવા માટે ઉતરશે. ચાંડાળણી જેવી તળાવમાં ઉતરી રહેશે તેજ વખતે માળ તે તળાવની પાસે આવી પહોંચશે. તેને તળાવને કાંઠે આવી રહેલે જોઇ માતંગી (ચાંડાળણી) પાતાના મનમાં વિચાર કરશે કે આ તે કોઇ સ્પર્ય વર્ગના પુરૂષ દેખાય છે તેથી સરેવરમાં ઉતરવાના મેં મેાટા અપરાધ કરેલા હેાવાને લીધે જરૂર તે મારી સાથે લેશ કરશે એવી બીકથી તે (ચાંડાળણી) પાણીમાં ડૂબકી મારી જશે. કમળના જથ્થામાં છુપાઇને તે પાણીમાં સ્થિર ઊભી રહેશે. પેલા માળ પણ
આચાર્યં કહેલું બાળનું ભવિષ્ય.
સમજતા હેાવાથી તેના હાલ જરા પણ હાજશે અને તમે સર્વ
૧ ચાંડાળને અસ્પર્થ વર્ગના ગણવામાં આવતા હતા અને આવે છે. ઢેઢ અને ચંડાળ સિવાય બાકીના હિંદુએ સ્પર્થ્ય ગણાય છે. એ વાતની યાગ્યાયગ્યતાપર અત્ર વિચાર કરવાને પ્રસંગ નથી. અસ્પર્થ વર્ગના મનુષ્ય તળાવમાં ન્હાઇ શકે નહિ, કારણ કે એથી પાણી અપવિત્ર થાય છે એવી માન્યતા છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૦૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ન્હાવા માટે પાણીમાં પડશે અને અજાણતાંજ ચાંડાળણીની નજીક જઇ પહોંચશે, અને તેની સાથે તેને ભેટા થઇ જશે. માળ તે વખતે તેના અંગને સ્પર્શ કરશે અને સ્પર્શ થતાંજ માતંગી ઉપર માળનું લંપટપણું પ્રગટ થશે. પેલી સ્ત્રી તુરતજ તેને જણાવશે કે પોતે તે ચંડાળની સ્ત્રી છે, એમ છતાં પણ જોર વાપરીને-બળાત્કાર કરીને આળ તેના શરીરપર તૂટી પડશે જે વખતે ચાંડાળ સ્રી હાહારવ કરીને યુમે પાડવા લાગશે. તેની બુમ સાંભળીને ક્રોધમાં આવેલા ચંડાળ વૃક્ષામાંથી બહાર આવી તેની તરફ દોડશે અને દૂરથીજ ખાળને અને પેાતાની સ્ત્રીને એવી અવસ્થામાં જોશે. તે વખતે તેઓને એવી અવસ્થામાં જોઇને માળની ઉપર પેલા ચંડાળનેા ક્રોધ સળગી ઉઠશે એટલે તુરતજ પોતાના ધનુષ્યમાં તે બાણુ જોડશે. અને અરે અધમ પુરૂષ ! જરા માસ થા માણુસ ! આવું બયલા જેવું કાર્ય કરતાં શરમ ન આવી ? એપ્રમાણે ખેલતા ચંડાળ તેને ખાણ મારશે. માળ તે તેને જોઇનેજ ધ્રુજવા મંડી જશે અને તેના એકજ બાણથી તે પૂરો થઇ જશે. (મરણ પામશે.) અત્યંત ખરાબ રૌદ્ર ધ્યાનવડે મરીને તે નરકમાં જશે. ત્યાંથી નીકળીને અનેક કુયોનિમાં (ખરામ જગાએ) જન્મ લેશે, વળી મરીને નરકમાં જશે અને એવું એવું તેના સંબંધમાં અનંત વાર થશે, એવી રીતે અનંત કાળ સુધી અત્યંત અધમ અવસ્થામાં રહી સંસારચક્રમાં તે રખડ્યા કરશે અને અનેક પ્રકારનાં દુઃખા ચિત્રવિચિત્ર આકારમાં તીવ્રપણે સહન કર્યા કરશે.”
Page #542
--------------------------------------------------------------------------
________________
0ઈh t[ t[ Engin
પ્રકરણ ૧૪ મું.
અપ્રમાદ યંત્ર-મનીષી. ચાર્ય શ્રી પ્રબંધનરતિએ બાળનું ચરિત્ર તથા ભવિષ્ય વર્ણવ્યું અને તેનાં કારણે જણાવ્યાં તેને અંગે શત્રુમર્દન રાજાને ઘણું સવાલ થયા. નિજવિલસિત ઉદ્યાનમાં તેજ પ્રસંગે ત્યાર પછી રાજા આચાર્ય અને
મંત્રી વચ્ચે નીચે પ્રમાણે પ્રશ્નોત્તર અને ખુલાસાએ થયા. એ આ પ્રસંગ બરાબર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. વિદુરે નંદિવર્ધનને કહેવા માંડેલી વાર્તા આગળ ચલાવતાં તે કહે છે કે –
શત્રમર્દન–“ભગવદ્ ! અકુશળમાળા માતા અને સ્પર્શન મિત્ર તે ઘણુ ભયંકર જણાય છે, કારણ કે બાળને જે જે દુઃખ પડ્યાં અને પડશે તે સર્વનું કારણ તેઓ બેજ છે.”
આચાર્ય–“રાજન ! એની વાત શી કરવી? એના ભયંકરપણાની તો હદ આવી રહી છે!”
સુબુદ્ધિ–“ભગવદ્ ! એ અકુશળમાળા અને સ્પર્શન એ બાળ ઉપરજ પિતાને પ્રભાવ ચલાવતા હશે કે બીજા પ્રાણીઓ ઉપર પણ તેઓની શક્તિ ચાલતી હશે?”
આચાર્ય“મહામંત્રી ! એ બન્નેનું જોર પ્રત્યેક પ્રાણુ ઉપર ચાલે છે. અહીં તફાવત માત્ર એટલે છે કે બાળ ઉપર તેઓનું એટલું બધું જોર ચાલતું હતું કે તેઓનું રૂપ તદ્દન ઉઘાડું જાણુઈ આવતું હતું. બાકી પરમાર્થથી વિચાર કરવામાં આવે તો કર્મવાળા સર્વ સંસારી જી ઉપર તે બન્નેનો પ્રભાવ ચાલે છે. એટલા માટે અકુશળમાળાને યોગિની (જેગણું) કહેવામાં આવી છે અને સ્વર્શનને યોગી કહેવામાં આવ્યો છે. કેઈ વખત વ્યક્ત રૂપવાળા થવું અને કઈ વખત અદૃશ્ય થઈ જવું એવી શક્તિ તો યોગીઓમાંજ હોય છે અને તેથી આ બન્નેને યોગીના વર્ગમાં મૂકવામાં આવ્યા છે.”
૧ અનેક પ્રસંગે પૂર્વે વાર્તામાં તેઓએ પિતાની યોગશક્તિ બતાવી છે, દા. ખલા તરીકે જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૫ મું. પૃષ્ઠ ૪૦૦-૪૦૩,
૨ આ કટાક્ષ વચન છે.
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ શત્રમર્દન–“ ત્યારે શું સાહેબ ! આપણે દેખી શકીએ તેવી રીતે પણ તેનો પ્રભાવ હોઇ શકે છે? થઈ શકે છે? અમારા ઉપર પણ તેનું જોર ચાલે છે? "
આચાર્ય–“હા ! તમારા ઉપર પણ તેને પ્રભાવ હોઈ શકે છે અને જેર ચાલી શકે છે અને તે છે જ.”
સ્પર્શન અકુશળમાળાને દેશનિકાલનો હુકમ. રાજાએ કરેલા આદેશનું અવ્યવહારૂપણું,
અંતરંગ લેકો સાથે કામ લેવાના માર્ગ, શત્રમર્દન–રાજા મંત્રી તરફ જોઈ બો –“મંત્રી! જ્યાં સુધી આ બન્ને પાપીઓનું મર્દન કર્યું નથી (તેઓને હરાવી દીધા નથીતેમને નાશ કર્યો નથી) ત્યાં સુધી મારી શત્રુમર્દનતા કેમ કહેવાય ? તેટલા માટે જે કે ભગવાનની સમક્ષ એવું બોલવું યોગ્ય નથી છતાં દુષ્ટનો નિગ્રહ કરવો-પાપીઓને દાબી દેવા એ રાજાનો ધર્મ છે, તેથી હું તને કહું છું તે તું બરાબર સાંભળ."
સુબુદ્ધિ–સાહેબ! ફરમાવો."
શત્રમર્દન-“હમણાજ આચાર્ય મહારાજે જણુવ્યું કે એ સ્પર્શન અને અકુશળમાળા બન્ને પિલા બાળની સાથે જવાના છે. એ પ્રમાણે હોવાથી હવે આપણે તેઓને વધ કરવાની કોઈ જરૂર નથી.
જ્યારે તેઓ પિતાથીજ ચાલ્યા જવાના છે ત્યારે આપણે તેઓને મારી નાખવાની શી જરૂર છે? માત્ર તું તેઓને ફરમાવી દે કે “મારા રાજયની બહાર નીકળી જઈને તમારે દૂરથી પણ દૂર (બને તેટલું દૂર) ચાલ્યા જવું અને આ પુરૂષ (બાળ) મરી જાય ત્યારે પણ તમારે અમારા દેશમાં દાખલ થવું નહિ–પાછા આ તરફ કદિ પણ આવવું નહિ. જો તમે આ આજ્ઞાનો ભંગ કરશે તો પછી તમને દેહાન્તદંડની શિક્ષા કરવામાં આવશે. આવા પ્રકારનો હુકમ કરવા છતાં પણ કદાચ તેઓ મારા દેશમાં પાછા પ્રવેશ કરે તે પછી તારે જરા પણ વિચાર કર્યા વગર તે બન્નેને ઘાણીમાં ઘાલીને પીલી નાખવા. તે બન્ને એટલા બધા ખરાબ છે કે ગમે તેટલું રડે-રાડ પાડે કે બૂમ પાડે તો પણ તેના ઉપર તારે કિંચિત પણ દયા લાવવી નહિ.”
૧ શગુમર્દનઃ શત્રુનું મર્દન કરે તેઓને ચોળી નાખે તે શત્રુમર્દન. રાજાના નામને એ અર્થ છે અને તેને તે સાર્થ કરવા માગે છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ ]
અપ્રમાદ યંત્ર-મનીષી.
૫૩
સુબુદ્ધિ મંત્રીએ વિચાર કર્યો કે રાજાની એ અન્ને ઉપર ઘણીજ અવકૃપા થઇ છે અને તેના આવેશમાં આવીને રાજા આ પ્રમાણે હુકમ કરેછે. રાજા અત્યારે એટલા બધા આવેશમાં આવી ગયેલા છે કે જ્યારે મને પેાતાની પાસે રાખ્યા ત્યારે મને વચન આપ્યું હતું કે કોઇ પણ હિંસાના કામમાં જોડાવાનું મને ફરમાવવામાં આવશે નહિ’ એ વચન પણ તેએ ભૂલી ગયા જણાય છે. વારૂ, પણ આચાર્ય મહારાજ આ જ હકીકત પરથી રાજાને પ્રતિબાધ કરવાનું કારણ શેાધી કાઢશે, મારે તે રાજાની આજ્ઞા માથે ચઢાવવી એજ ઉચિત વાત છે. એ પ્રમાણે મનમાં વિચાર કરી સુબુદ્ધિ મંત્રી એલ્યા “ જેવા મહારાજા સાહેબના હુકમ ! ” આટલું બેલી સુબુદ્ધિ મંત્રી પેલા સ્પર્શન અને અકુશળમાળાને રાજાના હુકમ નિવેદન કરવા સારૂ જવાની તૈયારી કરવા લાગ્યા.
તે વખતે આચાર્ય મહારાજ આવ્યા “ એ બન્નેના સંબંધમાં એવી આજ્ઞા કરવાથી સર્યું ! તેઓને મૂળમાંથી ઉખેડી નાખવાનેા આ ઉપાય નથી, કારણ કે સ્પર્શન અને અકુશળમાળા અંતરંગ જાતિના છે અને અંતરંગ લેાક ઉપર ઘાણી કે ફાંસી કે બીજાં કાઇ પણ હુથીઆરે ચાલતાં નથી, બહારનાં કોઇ પણ શસ્ત્રો-હથિયારા તે સુધી પહોંચી જ શકતાં નથી.”
શત્રુમર્દન—“ ત્યારે સાહેબ ! એ બન્નેના નાશ કરવાના શું ઉ
પાય છે તે કહા”
સ્પર્શનને ઉન્મૂલન કરવાના સાચા ઉપાય, અપ્રમાદ યંત્ર.
આચાર્ય અંતરંગમાં એક અપ્રમાદર નામનું યંત્ર છે તે એ સ્પર્શન અને અકુશળમાળાના નાશ કરે તેવું છે. આ અહીં જે સા
૧ સુબુદ્ધિ મંત્રી--એ રાજાનુંજ Conscience છે એ વાત ધ્યાનમાં રાખવી. ૨ પ્રમાદઃ સમયમેં ગેયમ મ કરે પ્રમાદ સમય નોયમ મા પમાણુ એ સૂત્ર છે. (જીએ પ્રથમ પ્રસ્તાવ-પરિશિષ્ટ ઍ ના૦ ૪. રૃ. ૨૪૨-૨૪૫) ધર્મકાર્યમાં-આમાગૃતિમાં એક સમયે પણ પ્રમાદ ન કરવા. નિરંતર કર્મશત્રુનેા નાશ કરવા તત્પર રહેવું એ રૂપ ‘ અપ્રમાદ ’-પ્રમાદને ત્યાગ નામનું યંત્ર અંતરંગમાં છે. પ્રમાદ આઠ પ્રકારના બતાવ્યા છેઃ (૧) અજ્ઞાન, (ર) સંશય, (૩) મિથ્યા જ્ઞાન, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ—વિસ્મરણ, (૭) ધર્મને અનાદર, (૮) યોગાનું દુઃપ્રણિધાન-માયાગાદિને દુષ્ટપણે ધારણ કરવાં તે.
Page #545
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૩ ઘુએ મારી પાસે છે તેઓ પિલા બન્નેને નાશ કરવા માટે અને તેનું ચૂર્ણ કરી નાખવા માટે તે યંત્રને નિરંતર વહન કરે છે.”
શત્રમર્દન–એ અપ્રમાદ રૂપ યંત્ર આપે કહ્યું તેની સાથે બીજો કયા કયા પ્રકારને સામાન હોય છે એ યંત્રના ઉપકરણે કેવાં કેવાં હોય છે?”
આચાર્યએ ઉપકરણોને આ સાધુઓ નિરંતર પિતાની સાથેજ રાખે છે અને તેનું દરેક ક્ષણે અનુશીલન કરે છે.”
શત્રમર્દન–“સાહેબ! સાધુઓ વળી એ ઉપકરણનું કેવી રીતે અનુશીલન કરે છે? ”
આચાર્ય–“આ મુનિઓ જીવે ત્યાં સુધી (જીવિતપર્યંત) બીજા “પ્રાણુઓને જરા પણ પીડા ઉપજાવતા નથી, એક જરા પણ અસત્ય “વચન બેલતા નથી, એક દાંતને ખેતરવાની સળી જેટલી પણ પા
રકી વસ્તુ વગર દીધી લેતા નથી, નવગુપ્તિ યુક્ત અપ્રમાદ યંત્રથી ૮ સ્પર્શનને દાબવા- ,
બ્રહ્મચર્યને ધારણ કરે છે, સર્વથા પરિગ્રહને ત્યાગ ના કાર્યની ઘટના. “ કરે છે, ધર્મના ઉપકરણે ઉપર તથા પોતાના
ઉપર પણ જરાએ મમતા કરતા નથી, રાત્રીએ ૧ ઉપકરણ વસ્તુઓ. જનકલ્પી અને સ્થીરકલ્પીના ઉપકરણ માટે જુઓ પ્રકરણ રત્નાકર ભાગ ત્રીજામાં છાપેલ પ્રવચનસારે દ્વાર ગ્રંથના દ્વાર ૬૦ અને ૬૧ પૃષ્ઠ ૧૩૩ થી ૧૪૪. ૨ અનુશીલનઃ વારંવારનો અભ્યાસ, ક્ષણે ક્ષણનું આચરણ.
આ અપ્રમાદ યંત્રનું સ્વરૂપ ગ્રંથકર્તાએ પોતેજ તૈયાર કર્યું છે, તે કોઈ ભેદો નથીપણ સાધુચર્યાના નિયમો યુક્તિસર ગોઠવ્યા છે.
૪ નવગુસિક બ્રહ્મચર્યરૂપ કલ્પવૃક્ષના રક્ષણ માટે વાડ રૂપ નવગુપ્તિ શાસ્ત્રકારે બતાવી છે તે આ પ્રમાણે છે.
(આ પુરૂષ આશ્રયી લખેલ છે. સ્ત્રીએ સ્ત્રી જગાએ પુરૂષ શબ્દ સમજી લેવો. ૧ પશુ નપુંસક સ્ત્રી રહિત સ્થાનકે રહેવું. ૨ સ્ત્રી સંબંધી વાર્તા રાગ સહિત કરવી નહિ. ૩ સ્ત્રી જે આસને બેઠી હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહિ. ૪ સ્ત્રીનાં અંગોપાંગ રાગપૂર્વક ધારી ધારીને જેવાં નહિ. ૫ ભીંતને આંતરે સ્ત્રી પુરૂષ સુતાં હોય અથવા કામભોગની વાત કરતાં
હેાય ત્યાં સુવું કે બેસવું નહિ. ૬ પૂર્વઅવસ્થામાં પોતે કામભોગ સેવ્યાં હોય તે યાદ કરવાં નહિ, ૭ સરસ માદક આહાર લેવો નહિ. ૮ નિરસ આહાર પણ વધારે પડતો લેવો નહિ. ૯ શરીરની શોભા-વિભૂષા કરવી નહિ.
Page #546
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪] અપ્રમાદ યંત્ર-મનીષી.
૫૦૫ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરે છે, દિવસના સર્વ પ્રકારના દોષ વગરનો અને શાસ્ત્રમાં વર્ણવેલ અને સંયમયાત્રા બરાબર વહન કરવા માટે જોઈએ તેટલે જ શુદ્ધ આહાર લે છે, પિતાનું આચરણ પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિથી બરાબર યુક્ત રાખે છે, અનેક પ્રકારના અભિગ્રહો લઈને બહાદૂરીથી આગળ વધતા જાય છે, “અકલ્યાણ મિત્રને જરા પણ સંબંધ કરતા.
૧ ચાર આહાર અશન (રાંધેલી વસ્તુઓ), પાન (પાણી), ખારીમ મીઠાઈ-ફળાદિ અને વાદીમ ( પાન સોપારી વિગેરે મુખવાસ ). આ ચાર પ્રકારને આહાર કહેવાય છે. ચઉવિહાર કરનાર એ ચારે પ્રકારના આહારને રાત્રીએ ત્યાગ કરે છે..
૨ આહાર દેષ: આહારને અંગે કેટલાક દેશે મુનિએ વર્જવા જોઈએ તેની વિગત માટે જુઓ પ્રવચનસારેદ્દાર દ્વારા લ્પ-૯૬-૧૧૨
૩ પાંચસમિતિ ત્રણગુતિઃ સાધુએ સદૈવ પાંચસમિતિ અને ત્રણગુપ્તિ પાળવી જોઈએ. એને આઠ પ્રવચનમાતા કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે.
ઈર્યાસમિતિ-ચાલતી વખતે ચાર હાથ પ્રમાણ આગળ ભૂમિ જોઈને ચાલવું. ભાષાસમિતિ-વિચારીને સત્ય-પ્રિય-હિત અને પથ્ય વચન બોલવું. એષણસમિતિ-આહાર પાણી વિગેરે નિરવ લેવાં. (૪૨ દોષરહિત લેવાં.) આદાનભંડમતનિક્ષેપણસમિતિ-કોઈપણ વસ્તુ લેતાં, મૂકતાં, ફેરવતાં
પ્રમાર્જન કરી જીવની યતના કરવી. પારિષ્ટાનિકા સમિતિ-વસ્તુ નાખી દેતાં ભવિષ્યમાં છવોત્પત્તિ ન થાય
તેવી તેની સ્થિતિ કરી જીવરહિત ભૂમિએ તેનો નિક્ષેપ કરવો. મનોમુસિ-મન પર મજબૂત અંકુશ. વચનગુસિ–વચનપર યોગ્ય અંકુશ. કાયમુસિ-શરીરની પ્રવૃત્તિ પર રીતસરને કાબુ. એ આઠ પ્રવચનમાતા સાધુએ આખે વખત ધ્યાનમાં રાખી પાળવાની છે. બાહ્ય અને અંતરંગ સર્વ પ્રવૃત્તિ ઉપર તેથી ઘણે અંકુશ આવી જાય છે. (શ્રાવકને એ પ્રવચનમાતા સામાયિક પસહ વખતે તે જરૂરી પાળવી એ
આદેશ છે.) ૪ અભિગ્રહઃ સાધુઓ જૂદા જૂદા પ્રકારના અભિગ્રહ (નિયમ) લે છે–અમુક વસ્તુ મળશે તેમજ તે આહારમાં લઇશ-ત્યાં સુધી ઉપવાસ. વીર પરમાત્માનો વિગતવાર અભિગ્રહ વિચારવા ગ્ય છેઃ રાજ્યબાળા, દાસી થયેલી, પગમાં બેડી, સુપડાના, ખૂણામાં બાકળા લઈને આંખમાં આંસુ સાથે વહેરાવે તો ખપે–આ અભિગ્રહ છ માસે પૂરો થયો. અનેક પ્રકારે એકદત્તી આદિ તથા વસ્તુના અભિગ્રહો હાલ પણ સાધુઓ કરતાં જોવામાં આવ્યા છે.
૫ અકલ્યાણમિત્ર પોતાનું શ્રેય ન થાય-ખરાબ થાય તેવા કોઇપણ પ્રકારના સંબંધ સાધુઓ જોડતા નથી. સુંદર સંયોગો સાથે સુયોગ થાય તેને શાસ્ત્રકાર ગાવંચ૫ણું કહે છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૦૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૩
CC
ઃઃ
“ નથી, સજ્જન પુરૂષા જાણે પાતા રૂપજ હોય તેવા મીઠો ભાવ “ તેઓ તરફ બતાવે છે, પાતાને ચાગ્ય જે સ્થિતિ હાય તેનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી, લાકમાર્ગની-વ્યવહાર પક્ષની અપેક્ષા નિ“રંતર ધ્યાનમાં રાખ્યા કરે છે, ગુરૂમહારાજના વર્ગને-વડીલ વર્ગને “ સારી રીતે માન આપે છે, તેએ (વડીલેા) જેવા પ્રકારની આજ્ઞા “ કરે તે અનુસાર ચાલે છે–વર્તે છે, ભગવાનના આગમનું સારી રીતે શ્રવણષ્ટ કરે છે, મહાયત પૂર્વક વ્રતાની ભાવના ભાવે છે, વ્યવહારૂ “ ગમે તે પ્રકારની આપત્તિ આવી પડે ત્યારે ઘણીજ ધીરજ ધારણ “ કરે છે, ભવિષ્યમાં પેાતાને કોઇ પણ પ્રકારનાં દુઃખ પડવાનાં હાય “ તેને પ્રથમથી વિચાર કરીને તેના ઉપાય સમજણ પહોંચે ત્યાં સુધી કરી રાખે છે, પેાતાને અનુકૂળ સંયોગો દરમિયાન વારંવાર બહુજ સંભાળ રાખે છે, પેાતાના ચિત્તને પ્રવાહ કઇ દિશાએ જાય “ છે તે બહુ લક્ષ્યપૂર્વક ધ્યાનમાં રાખે છે, મનનું વલણ ગમે ત્યાં “ જાય તે પહેલાં તેની સામેનેા ઉપાય પાતે તૈયાર કરી મૂકે છે, અસંગપણાના અભ્યાસમાં જાગ્રત રહીને આખા વખત મનને નિર્મળ
*
kr
૧ એટલે સાધુના ૨૭ ગુણે। પાળવામાં અને વિકસાવવામાં અપ્રમાદી રહે છે અને પેાતાની સ્થિતિને ચેાગ્ય ન હેાય એવું જરા પણ આચરણ આચરતા નથી.
૨ લેાકમાર્ગઃ મતલબ એ છે કે એકદમ નિશ્ચયમાર્ગી થઈ જતા નથી; વ્યવહાર ઉપર પણ બરાબર નજર રાખે છે. સાધુ એકાંત નિશ્ચયમાર્ગી થઇ જાય તેા તે પેાતાની ાતને અને શાસનને ઘણું નુકસાન કરી નાખે. વ્યવહાર ન લેાપવા માટે શાસ્ત્રમાં વારંવાર વિસ્તારથી કહેવામાં આવ્યું છે.
૩ વડિલને માનઃ વિનયના પર પ્રકાર પ્ર. સા. ગ્રંથના ૬૫ મા દ્વારમાં બતાવ્યા છે. તેમાં તીર્થંકરાદિક તેર પ્રકારના વડીલેાની આશાતના ન કરવી, ખની શકે તેટલી ભક્તિ કરવી, અંતરંગથી બહુમાન કરવું અને તેએની કીર્તિને પ્રસાર કરવા-એ ચાર બાબતપર ખાસ ધ્યાન આપવું. વિનયને એ માર્ગ છે અને તે પ્રકારે ૧૩ ને ચાર ગૃણા કરતા વિનયના પરભેદ થાય છે. ( પૃ. ૧૫૯-૧૬૦ સદર ગ્રંથ. )
૪ શ્રવણ: સાંભળવું તે. શ્રવણની મુખ્યતા કરવાનું કારણ સાંપ્રદાયિક જ્ઞાનની પ્રાપ્તિ તે દ્વારાજ થાય છે તે છે.
૫ વિરૂદ્ધ સંયેાગેામાં તેા પ્રાણી ધીરજ રાખે છે, પણ અનુકૂળ સંયેાગેા થાય ત્યારે તેમાં લુબ્ધ થઇ જાય છે. અનુકૂળ સંયેાગેને માટે ખાસ ધ્યાન રાખવાની તેથી જરૂર રહે છે.
૬ અસંગપણું; ચિત્તને કાઇ પણ સાંસારિક વસ્તુમાં ચોંટવા ન દેવું તે અસંગપણું.
Page #548
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ ]
અપ્રમાદ યંત્ર-મનીષી.
૫૦૭
“ રાખ્યા કરે છે, યોગમાર્ગને અભ્યાસ કરે છે, પરમાત્માને પોતાના “ ચિત્તમાં સ્થાપન કરે છે, તેના ઉપર પેાતાની ધારણા ખરાખર “ બાંધે છે, મહારની કોઇ પણ બાબતે પેાતાને વિક્ષેપ કરે એમ દિ “ થવા દેતા નથી, પરમાત્મા ઉપર એકતાન લાગે તેવા પ્રકારનું પેતાના અંતઃકરણનું વલણ કરી દે છે, યાગની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા “ માટે યન કરે છે, શુકલ ધ્યાન આદરે છે, પેાતાના આત્મા શરીર “ અને ઇંદ્રિયથી તદ્ન જાદા છે એમ પ્રત્યક્ષ જુએ છે, ઉત્કૃષ્ટ પ્રકા“ રની સમાધિ પ્રાપ્ત કરે છે અને પેાતાનું વર્તન એકંદરે એવું વિશુદ્ધ
'
'
કરી નાખે છે અને માનસિક નિર્મળતા એટલી ઉત્કૃષ્ટ પ્રકારની સાથે “ છે કે શરીરમાં રહ્યા છતાં પણ મેાક્ષના સુખને પાતે યોગ્ય છે એવી “ સ્પષ્ટ પ્રતીતિ ઉપજાવે છે.
“ એવી રીતે હે રાજન્ ! ઉપર ગણાવ્યા તે પ્રમાણે પરપીડા“ વનથી માંડીને છેલ્લા મેાક્ષ સુખને યાગ્ય આત્મ“ સ્થિતિ સાધવા સુધીનાં અપ્રમાદયંત્રનાં સર્વ ઉપ
*
કરણા મુનિઓ દરેક ક્ષણે ઉપયોગમાં લે છે અને “ મુનિ જેમ જેમ એ ઉપકરણાના વધારે ને વધારે “ ઉપયોગ કરે છે તેમ તેમ અપ્રમાદયંત્ર વધારે મજબૂત થતું જાયછે. “ તેએ આવી રીતે અપ્રમાદયંત્રને મજબૂત બનાવે છે તેને લીધે પેલા “ સ્પર્શન અને અફરાળમાળા તથા તેના જેવા બીજા જે અંતરંગના ર દુષ્ટ લેાકેા હાય છે તેઓને દાબી દેવાને તે પૂરતી શક્તિવાળા થાય છે “ અને એ અપ્રમાદયંત્રથી જો દુષ્ટ અંતરંગ લોકેાને એક વાર દાખી “ દીધા હાય તેા પછી તેઓ કદિ પણ ઊભા થઇ શકતા નથી. તેથી “ હે રાજન્ ! તમારા મનમાં એ દુષ્ટ લોકોને દાબી દેવાના ખરેખર “ વિચાર થયો હોય તેા તમારે ઉપર જણાવ્યું તેવું અપ્રમાદયંત્ર ધા
፡
રણ કરવું અને તમારા પેાતાના જોર ( વીર્ય-શક્તિ) ઉપર આધાર “ રાખી તમારે જાતે જ તેઓને દાબી દેવા. એ કામમાં તમારે મંત્રીને
દ્ર
અંતરંગ શત્રુઓને દાખનાર કાણુ.
હુકમ આપવા યોગ્ય નથી. કદાચ કોઇ ખીજા માણસા અને દાબી ૐ તેા તેથી તે પરમાર્થથી બરાબર દખાતા નથી. બીજે પ્રાણી “ દાખે તે તેના સંબંધમાં તે દખાય છે, પણ તેથી તમને તેને
લાભ મળતા નથી. તમારે તેમને તમારા સંબંધમાં દબાવવા હાય “ તેા તમારા પેાતાના બળના જ ઉપયોગ કરવા જોઇએ.”
૧ ચારણા: યાગનું છઠ્ઠું અંગ છે. વિસ્તાર માટે ખ઼ુએ જૈન, દે. યોગ પૃ. ૧૩૦.
Page #549
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપમિતિ ભવપ્રપંચા થા.
અપ્રમાદયંત્ર અને ભાવદીક્ષાને સંબંધ. મનીષીના દીક્ષા લેવાના પરિણામ. ભગવાનને જવાબ અને નિરધાર.
આચાર્ય મહારાજ પ્રખેાધનરતિ આ પ્રમાણે રાજાને ઉપદેશ આપી રહ્યા હતા તે વખતે ભગવાનના વચન રૂપ પવનથી કર્મરૂપ કાને બાળી નાખે તેવા શુભપરિણામ રૂપ અગ્નિ મનીષીના મનમાં વધારે સળગ્યા, પોતાની ઉન્નતિ કરવાના વિચારો વધારે દૃઢ થયા; પણ ભગવાને અગાઉ દીક્ષા લેવાની વાત કહી અને પછવાડે અપ્રમાદયંત્રની વાત કરી તે બન્નેને સંબંધ તે બરાબર સમજ્યા નહિ, તેથી પેાતાના સંદેહ પૂછવા સારૂ હાથ જોડીને તેણે ભગવાનને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી “ ભગવન્ ! આપે પ્રથમ એમ કહ્યું કે ભાવદીક્ષા લેવાથી આત્મબળના ઘણા વધારે થાય છે અને તેથી પુરૂષનું ઉત્કૃષ્ટપણું સધાય છે અને છેવટે આપે દુષ્ટ અંતરંગ લોકોને દાબી દેવાને સમર્થ અને પેાતાના વીર્યપર આધાર રાખતું અપ્રમાયંત્ર ખતાવ્યું– ત્યારે એ ભાવદીક્ષા અને અપ્રમાદયંત્ર એ તેમાં અરસ્પરસ શે તફાવત છે તે જણાવવા કૃપા કરે.”
[ પ્રસ્તાવ ૩
આચાર્ય—“ તે બન્નેમાં જરા પણ તફાવત નથી, માત્ર શબ્દનેાજ ભેદ છે. ટુંકામાં કહીએ તે અપ્રમાયંત્ર એજ ભગવાનના મતની ભાવદીક્ષા સમજવી,”
મનીષી— જે એમજ હોય તેા ભગવન્ ! હું તે ભાવદીક્ષાને ચોગ્ય હાઉ તા મને તે જરૂર આપવા કૃપા કરો.”
*
આચાર્ય- તું તેને સર્વ પ્રકારે યોગ્ય છે; તને તે સર્વ પ્રકારે અવશ્ય આપવામાં આવશે.”
મનીષી સાથે શત્રુમર્દન રાજાની ઓળખાણ, અંતર્ગ રાજ્યને અંગે રાજાની નવી ચિંતા. ગૃહસ્થ ધર્મની ઓળખાણ અને નિર્ણય.
શત્રુમર્દન—“ ભગવન્ ! મેં અનેક મોટી લડાઇમાં સાહસ કરી મેટા પરાક્રમી તરીકે નામ મેળવ્યું છે તેવાને આપની પાસેથી સાંભળેલા અપ્રમાદયંત્રની હકીકત સાંભળીને તેનું અનુષ્ઠાન કરવાની મુશ્કેલીથી મનમાં ધ્રુજ ઉત્પન્ન થાય છે! ત્યારે આ મહાત્મા કોણ છે?
Page #550
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ ] અપ્રમાદ યત્ર-મનીષી. કયાંથી આવેલા છે? તેઓને તો જાણે મોટું મહારાજ્ય જીતવાની ઈચ્છા થઈ હોય તેમ આનંદથી તે અપ્રમાદયંત્રને આદરવા ઈચ્છા થઈ છે ! એ મહાપુરૂષ કોણ છે?”
આચાર્ય—“એનું નામ મનીષી છે અને તે આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને જ રહેનાર છે.”
રાજા શમર્દને પિતાના મનમાં વિચાર કર્યો કે જ્યારે પેલા પાપી બાળને મેં મારી નાખવાનો હુકમ કર્યો હતો તે વખતે લોકોને મનીષી નામના તેના ભાઈની પ્રશંસા કરતાં સાંભળ્યા હતા. તેઓ એમ બેલતા હતા કે અહો એકજ બાપના બે દીકરા છે, છતાં આ બાળ અને મનીષી વચ્ચેનો તફાવત તે જુઓ ! એકનું આવું ખરાબ વર્તન છે અને તે સર્વ પ્રકારે તિરસ્કારને યોગ્ય છે, ત્યારે બીજો મહાત્મા છે અને સર્વ રીતે પ્રશંસાને પાત્ર છે. આ તેજ મનીષી હોવો જોઈએ. તે સાથે સાથે એના સંબંધનો ખુલાસો પણ આચાર્ય મહારાજને પૂછી લઉં. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને રાજા શત્રમર્દન બોલ્યા “મહારાજ ! આ નગરમાં એના માબાપ કેણુ છે અને તેના બીજા સગા સંબંધીઓ કોણ છે ?”
આચાર્ય–“આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો સ્વામી કર્મવિલાસ નામને મોટે રાજા છે તે આ મનીષીને પિતા થાય છે અને તેને શુભસુંદરી નામની પટ્ટરાણું છે જે આ મનીષીની માતા થાય છે. વળી તેજ કમૅવિલાસ રાજાને એક બીજી અકુશળમાળા નામની સ્ત્રી છે તેને પેલો બાળ નામને પુત્ર છે. વળી મનીધીની પાસે એક બીજો પુરુષ ઊભે છે તે સદરહુ રાજાની એક ત્રીજી સામાન્યરૂપા નામની રાણી છે તેને દીકરે મધ્યમબુદ્ધિ છે. એના સગાઓમાંથી આટલા હાલ તે અહીં છે. બાકીના એને ઘણું સગાઓ તો દેશાંતરમાં છે, તેની વાર્તા કરવાનું હાલ આપણને કોઈ પ્રયોજન નથી.”
શત્રમર્દન–૧ચારે મહારાજ ! શું આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો ભેતા (સ્વામી) એ કર્મવિલાસ છે? હું નહિ?”
૧ પોતાની ઉપર વાત આવી ત્યાં મૂળ બાબતને મૂકી દઈ પ્રાણી કે બીજા સવાલ પર ઉતરી જાય છે તેનું આ દૃષ્ટાન્ત છે. અહીં મનીષીની વાત પૂછતાં રાજ્યપર વાત આવી એટલે મનીષીની વાત અદ્ધર લટકી ગઈ અને રાજા કોણ છે તે વાત ચાલી. મનુષ્ય સ્વભાવ જ એવો છે. પગ નીચે રેલે આવે ત્યારે એનું અસલ સ્વરૂપ પ્રકાશે છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૧૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
આચાર્ય—“ તમે નહિ. ’” શત્રુમર્દન— તે કેવી રીતે? ” આચાર્ય સાંભાઃ
tr
"
પ્રભુત્વની
વ્યાખ્યા.
“ એનું કારણ એ છે કે એ કર્મવિલાસ મહારાજ જે જે હુકમા કરે છે તે તે સર્વ ભયથી કંપિત થઇ ગયેલા મનવાળા સર્વ નગરવાસીએ કદિ પણ ઉલ્લંઘી શકતા નથી; જે જે હુકમ તે મહારાજા ફરમાવે છે તેમાં જરા પણ ફેરફાર કરવાની તેઓ હિંમત પણ કરી શકતા નથી. તારૂં પેાતાનું રાજ્ય તારી પાસેથી હરણ કરી લેવું હાય, બીજા કોઇને આપી દેવું હોય કે તને પેાતાને રાજા તરીકે ચાલુ રાખવા હોય તે સર્વ કાર્ય કરવાને તે કર્મવિલાસ રાજા સમર્થ છે. એ સર્વ આખતમાં તારે હુકમ ચાલી શકતા નથી, પણ તે રાજાના હુકમ ચાલે છે. તેટલા માટે આ નગરીને પરમાર્થથી તે ક્રમેવિલાસ જ રાજા છે. રાજાઓની મેાટાઇ તેએ આજ્ઞા કરી શકે, હુકમ ફરમાવી શકે અને તેને બરાબર અમલ થઇ શકે તેમાં છે. જો રાજા આજ્ઞા કરી શકતા ન હેાય અથવા તેને અમલ થતા ન હોય તે તેનામાં પ્રભુપણું રહી શકતું નથી.”
[ પ્રસ્તાવ ૩
અંતરંગ રાજ્યની પરિક્રિયા, કર્મવિલાસનું અખંડ સામ્રાજ્ય; બુદ્ધિદષ્ટિએ તેનું સૂક્ષ્મ નિરીક્ષણ,
શત્રુમર્દન—“ ભગવન્ ! જો આપ કહેા છે તેમ તે કર્મવિલાસ આ નગરના રાજા હોય તેા પછી તે અહીં દેખાતા કેમ નથી ? ”
આચાર્ય એ કર્મવિલાસ રાજા અહીં દેખાતા નથી તેનું કારણ તું સાંભળઃ એ કર્મવિલાસ અંતરંગના માટેા રાજા હોવાથી તારા જેવાને તે દિ દેખાતા નથી. જે અંતરંગ લેાક છે તેમની પ્રકૃતિ એવા પ્રકારની હોય છે કે તેઓ ગુપ્ત રૂપે અંદર રહીને સર્વ કાર્યો કરે છે. ધીરજવાળા બહાદુર પ્રાણીઓ તેવા અંતરંગ લાકને બુદ્ધિદૃષ્ટિથી માત્ર જોઇ શકે છે અને બીજા પ્રાણીઓના સંબંધમાં પણ તેઓને પ્રકટ થયેલા તેઓ સ્પષ્ટ રીતે જોઇ શકે છે. તારે આ હકીકતને લઈને કાંઇ પણ ખેદ લાવવાની ( દીલગીરી કરવાની ) જરૂર નથી, કારણ કે એ રાજાએ તને એકલાનેજ જીતેલા છે એમ
Page #552
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪] અપ્રમાદ યંત્ર-મનીષી.
૫૧૧ નથી, પણ આ સંસારના ઉદરમાં રહેનારા સર્વ રાજાઓને અને શેઠીઆઓને એ કર્મવિલાસ રાજાએ પોતાની શક્તિથી વશ કરી લીધેલા છે.”
વાતનું રહસ્ય સમજી જઈને સુબુદ્ધિમંત્રીએ રાજાને ઉદેશીને કહ્યું “મહારાજ ! આચાર્ય મહારાજે હમણું જે રાજાનું વર્ણન કર્યું તેને મેં પણ બરાબર ઓળખી લીધું છે. હું આપ સાહેબને વધારે સારી રીતે તે રાજાનું સ્વરૂપ કહી સંભળાવીશ, મને ભગવાને (આચાર્યશ્રીએ ) જ અગાઉ એ રાજાનું સ્વરૂપ સમજાવ્યું હતું. આપે એ સંબંધમાં ચિંતા કરવાની જરૂર નથી.”
- ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ અને આદર, આ પ્રમાણે વાતચીત ચાલતી હતી તે વખતે અવસર જોઈને મધ્યમબુદ્ધિએ પિતાનું મસ્તક નમાવી આચાર્યશ્રીને વિજ્ઞપ્તિપૂર્વક પૂછયું “ભગવત્ ! આપે છેડા વખત પહેલાં વાત કરી હતી કે ગૃહસ્થનો ધર્મ સંસારને ઓછું કરનાર છે, તે તે ધર્મને જે હું યોગ્ય હેઉં તે મને તે આપ.”
આચાર્ય-“ભગવાનના મતની ભાવદીક્ષા સંબંધી હકીકત સાંભળીને તારા જેવા જે કઈ તેને આદરવાને શક્તિમાન્ ન હોય તેઓએ ગૃહસ્થધર્મને આદર કરે એ બરાબર ઉચિત છે, એગ્ય છે, કરવા
લાયક છે.”
શત્રમર્દન–“ભગવદ્ ! એ “ગૃહસ્થધર્મ કેવા પ્રકારનો છે તે મને પણ કૃપા કરીને સમજાવો ! મારે તે સમજવાની બહુ ઈચ્છા છે.”
આચાર્યજે એમ છે તે રાજન! ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સાંભળ”
ત્યાર પછી આચાર્ય મહારાજે મેક્ષરૂપ કલ્પવૃક્ષને ઉગાડનાર સમ્યગ્દર્શનરૂપી બીજ કેવા પ્રકારનું હોય છે તેનું પ્રથમ વર્ણન કર્યું, ત્યાર પછી સંસારવૃક્ષના મૂળને થોડા વખતમાં છેદ કરનાર અને સ્વર્ગ અને મેક્ષના માર્ગે સાથે સંબંધ કરાવી આપનાર
૧ સભ્યદર્શનઃ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મપર વિશુદ્ધ શ્રદ્ધા મોક્ષ સુધી પ્રાણીને જરૂર લઈ જાય છે તેથી મેક્ષ રૂપ ઝાડના નિરૂપણત બીજ તરીકે તેને ગણવામાં આવે છે. એ બીજ વાવ્યા પછી જરૂર ઉગે છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૧૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ "અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનું વર્ણન કર્યું, અને તેને લીધે તે વખતે આવરણ કર્મોને કાંઈક નાશ અને કાંઈક ઉપશમ થવાથી રાજાને પણ દેશવિરતિ ગ્રહણ કરવાના ભાવ થયા. તેના મનમાં એમ આવ્યું કે આ ગૃહસ્થ ધર્મ તો આપણું જેવાથી પણ થઈ શકે ખરે. પછી આ પ્રમાણે વિચાર કરીને શત્રમર્દન રાજા બોલ્યા, “ભગવાન ! આપે વર્ણન કર્યો તેવા પ્રકારને ગૃહસ્થ ધર્મ મને પણ આપીને મારા ઉપર અનુગ્રહ કરે.”
આચાર્ય મહારાજે ઉત્તરમાં કહ્યું “રાજન ! તે ધર્મ તમને સારી રીતે આપું છું.” પછી આચાર્ય મહારાજે શત્રુમર્દન રાજાને અને માધ્યમબુદ્ધિને ગૃહસ્થ ધર્મ વિધિપૂર્વક આપ્યો.
૧ અણુવ્રત: પાંચ અણુવ્રત છે. સ્થૂળપણે જીવવધ ન કરવો, પાંચ મોટાં જાડાં ન બોલવા, સ્થૂળ શેરી ન કરવી, સ્વસ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રીને ત્યાગ કરવો અને પરિગ્રહનું પ્રમાણ કરવું-હદ બાંધવી-એ પાંચને “આવત’ કહેવામાં આવે છે. સાધુના પાંચ મહાવ્રત કરતાં એ ઓછાં છે, પણ પગથી જેવાં છે. જુદી જુદી દિશાઓમાં કેટલે દૂર જવું તેનું પ્રમાણ કરવું, (દિવ્રત) ખાવાની વસ્તુઓમાં ત્યાગભાવ કર, રાત્રીભેજન કરવું નહિ અને કર્માદાનના વ્યાપાર કરવા નહિ (ગોપગ વ્રત) અને રાજ કથા, સ્ત્રીકથા, નાટક, પ્રમાદાચારણ વિગેરે નકામાં પાપે સેવવાં નહિ (અનર્થદંડ)–એ ત્રણ ગુણવત કહેવાય છે. બે ઘડિ સ્થીર ચિત્તે બેસી જ્ઞાન મેળવવું કે ધ્યાન કરવું (સામાયિકવ્રત), અમુક વખતમાટે સર્વ વસ્તુ તથા દિશાઓને સંક્ષેપ કરવો (દેશાવગાસિકવ્રત), ચાર કે આઠ પહોર સાધુધર્મની ભાવના કરી સંસારથી દૂર રહેવું (પૌષધવ્રત) અને અતિથિ સાધુની યોગ્ય આદરપૂર્વક જરૂરીઆતો પૂરી પાડવી (અતિથિસંવિભાગવત)આ ચારને શિક્ષાવત કહેવામાં આવે છે. વિસ્તાર માટે જુઓ બારવ્રતની ટીપ.
૨ દેશવિરતિઃ થોડો ત્યાગ કરવાનો નિયમ પર તેને દેશવિરતિ કહે છે. સાધુ સર્વવિરતિ હોય છે, કારણ તેઓ બાહ્ય સંસર્ગને સર્વથા ત્યાગ કરવાને નિયમ (પરચખાણ) કરે છે. દેશવિરતિ અને સર્વવિરતિ વચ્ચે આ તફાવત બરાબર ધ્યાનમાં રાખવો.
૩ વિધિ ગૃહસ્થ ધર્મ આપવાની વિધિ કર્યો એટલે બારવ્રત ઉચરાવ્યા એમ સમજાય છે. ગૃહસ્થ ધર્મને વિષય કહાય છે, નિર્ણય થયા પછી તેને વિધિ પૂર્વક આદર થાય છે. ગુરૂસાક્ષીએ તે સર્વ થાય છે. તેને વિધિ ચરણ ગ્રંથોમાં બતાવવામાં આવેલ છે, જુઓ શ્રાદ્ધવિધિ.
Page #554
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું. શગુમર્દનાદિને આંતર પ્રદ.
. આ ચાર્ય મહારાજ પ્રબંધનરતિ મનીષીને દીક્ષા દેવ, કઈ તૈયાર થયા તે વખતે શત્રુમર્દન રાજાએ આચાર્યના
થી પગમાં પડીને વિજ્ઞપ્તિ કરી “ભગવાન ! આ મB7 ) B નીષીએ ભાવથી તે ભગવાનના મતની દીક્ષા લઇ કિરી જ લીધી છે તેથી તે ખરેખર કૃતકૃત્ય થઈ ગયેલ છે. એ મનીષીને ઉદ્દેશીને અમારો સંતેષ જાહેર કરવાને માટે અમે કાંઈક જાહેર દેખાવ કરવાની (અર્થાત તેને દીક્ષા મહોત્સવ કરવાની) ઈચ્છા રાખીએ છીએ તે તેમ કરવાની આપ અમને આજ્ઞા આપે!”
દ્રવ્યસ્તવ અને ગુરૂઓ, - શત્રમર્દન રાજાની આવી માગણી સાંભળીને આચાર્ય મહારાજ મૌન રહ્યા. તે વખતે સુબુદ્ધિ મંત્રીએ રાજાને કહ્યું “જ્યારે તમારે "વ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે ગુરૂમહારાજને પૂછવું નહિ. એવી બાબતમાં આદેશ આપવાનો ભગવાનને અધિકાર નથી. તમારા જેવાએ દ્રવ્યસ્તવ ગ્ય અવસર જોઈને ઉચિત લાગે તે પ્રમાણે કરવું જોઈએ. તેઓશ્રી તો માત્ર દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે એટલે બીજા કેઇ દ્રવ્યસ્તવ કરે છે તે હકીકતને તેના યથાસ્વરૂપમાં બેતાવે છે, તેના વખાણ કરે છે, તેને યોગ્ય સ્થાન આપવાની સૂચનાભલામણ કરે છે. એવા દ્રવ્યસ્તવને ગ્ય ઉપદેશ તેઓ અવસરે આપે છે. દાખલા તરીકે તેઓ ઉપદેશના ગર્ભમાં જણાવે છે કે મોટા પાયા ઉપર દેવની પૂજા કરવા યોગ્ય છે, દેવની પૂજા સિવાય ધનને
૧ વ્યસ્તવઃ સ્થૂળ વ્યવહારૂ ધર્મનું સ્વરૂપ. બાહ્ય ઉપકરણદ્વારા ધર્મનાં સાધના કરવાને પ્રચાર. દ્રવ્યપૂજા, ગુરૂને ઉપકરણદાન, આહારદાન, ઉજમણું વિગેરેનો દ્રવ્યસ્તવમાં સમાવેશ થાય છે,
૬૫
Page #555
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ વ્યય કરવા માટે બીજું વધારે ઊંચું કઈ પણ સ્થાન નથી. માટે આવી બાબતમાં ઘટતું હોય-ગ્ય લાગતું હોય તે આપ જાતે જ કરે! ગુરૂમહારાજ એ સંબંધી આજ્ઞા આપે નહિ. આપણે મનીષીને વિનતિ કરીએ કે દીક્ષા લેવામાં તે જરા ઢીલ કરે જેથી દ્રવ્યસ્તવ-મહોત્રાવ આપ કરી શકશે.” શત્રુમર્દન રાજાએ તેમ કરવાની સંમતિ બતાવી.
ત્યાર પછી યોગ્ય માનપૂર્વક રાજમંત્રીએ મનીષીને વિજ્ઞપ્તિ કરી કે, રાજાનો વિચાર દીક્ષા મહોત્સવ કરવાનું છે તેથી જરા વખત આપે સંસારમાં રહેવું.” મનીષીએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવી ધર્મની બાબતમાં વખત કાઢવો એ ઠીક નથી, છતાં મોટા માણસો કઈ બાબતમાં વિજ્ઞપ્તિ કરે તેમને ના પાડવી એ પણ અવિવેક ગણુંય અને અવિવેક કરવાનું પણ પિતાથી બને તેવું નથી એવા વિચારથી તેણે રાજા તથા મંત્રીની માગણી સ્વીકારી.
અત્યંત ઉચ્ચ પ્રકારની દ્રવ્ય શુદ્ધિ, દેવવિમાન રચના, પરમાત્માના બિંબનું સિંહાસનમાં સ્થાપન, મનીષીને સ્નાન, પરમાત્માને અભિષેક, અભિષેકમાં ચારિત્રને અગ્રસ્થાન,
ધન્ય નરેની પ્રભુકંકરતા, ત્યાર પછી રાજાએ પોતાના સર્વ મંત્રીઓને એકદમ કામે લગાડી દીધા અને કામ જલદી કરવા માટે સર્વને ઘણી સ્પષ્ટ રીતે હુકમો આપી દીધા. તે રાત્રે મંત્રી સામતોએ આખા જિનમંદિરની ચારે તરફ અને ઉપર એવા સુંદર પડદાઓ (વ) લટકાવી દીધાં કે મંદિરમાં કઈ પણ પ્રકારે ગરમી થાય નહિ, તડકે લાગે નહિ અને તેની શેભામાં હાની થાય નહિ. કસ્તુરી, કેશર, ચંદન અને કપૂરનું મિશ્રણ કરી તે મંદિર અને આંગણુનું તળીઉં સુંદર લેપથી અતિ સુશોભિત કરી દીધું. ગુંજારવ કરતાં ભમરાઓથી સેવાતા સંગીતને સુંદર સ્વર આપનાર પાંચ જાતિનાં અતિ સુગંધી ફુલે મંદિરમાં ઘુંટણ સુધી પાથરી દીધાં. અત્યંત કિમતી વસ્ત્રને અંદર બંધાવી દીધે જેને સોનાના થાંભલા મૂકીને તેની ઉપર સ્થિત કર્યો, તે ચંદરવા નીચે મણિઓ અને નાના નાના કાચ લટકાવી દીધા અને તેની ચોતરફ વધારે શોભા માટે મેતીની માળાઓ લટકાવી દીધી. ચારે બાજુએ એટલાં રવો
૧ આમાં દ્રવ્યસ્તવને અંગે ગુરૂકર્તવ્ય અને મનીષીનું અંતર ઔદાર્ય અને દક્ષિય અનુકરણીય છે, વિચારણીય છે, પ્રશસ્ય છે.
Page #556
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫] શત્રુમદનાદિનો આતર પ્રદ
૫૧૫ લટકાવી દીધાં કે તેને લઈને અંધકાર સાથે સંબંધ તે તદ્દન દૂરજ થઈ ગયો અને કૃણુગરૂનો ધૂપ એટલે સુંદર અને સારી રીતે કરવામાં આવ્યો કે ત્યાં કઈ પણ પ્રકારની દુર્ગધની વાસ પણ રહી શકે નહિ. પડોપાંદડી જેવા સુગંધી દ્રવ્યના ફેલાવાથી તેમજ ઘુંટેલા કેવડાની સુંદર ગંધથી તે જિનમંદિરની અંદર બહાર તથા આસપાસ સર્વત્ર દેવલોકથી પણ વધારે સુગંધ આવવા લાગી અને સુંદર સ્ત્રીઓ સ્નાન કરે તેવાં સર્વ ગ્ય સાધનો ત્યાં તૈયાર કરીને દેવપૂજન માટે તે જિનમંદિરને સારી રીતે તૈયાર કરી દીધું. ત્યાર પછી તેઓએ (રાજમંત્રીઓએ) દેવવિમાન બનાવ્યાં હતાં તેને પારિજાતક મંદાર, નમેરૂ, હરિચંદન," સંતાનક દેવતાઓના સમૂહ અને અનેક પ્રકારનાં કમળોથી ભરી દીધાં અને તે જાણે આકાશમાં ઊડતાં આકાશને શોભાવતાં હોય તેવી રીતે મંદિરની ઉપર ગોઠવી દીધાં અને પછી દુંદુભિ આદિ સ્વર્ગીય વાજિંત્રો વગાડતાં તેઓ જિનમંદિર તરફ વાજતે ગાજતે આવ્યા. તેઓને એવી સારી રીતે તૈયાર થયેલા જોઈ લેકે તેઓની સામે જોઈ રહ્યા અને તેઓ અત્યંત આનંદમાં આવી જગગુરૂ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવા માટે તૈયાર થઈ ગયા. તેઓએ વિચિત્ર પ્રકારના રંગરાગપૂર્વક એવી સુંદર રીતે પૂજા કરવાની ગોઠવણ કરી છે કે તેઓની સામે આંખ ફરકાવ્યા વગર લાંબા વખત સુધી જેઈજ રહ્યા અને તે એટલું બારીકીથી અનિમેષ પણે જેવા લાગ્યા કે જાણે તેઓ ખરેખર દેવતાજ હોય તેમ શોભવા લાગ્યા. ત્યાર પછી ભગવાનના અનંત ગુણરૂપ આનંદથી ચિત્તમાં ભરપૂર થઈ જઈને રાજાએ સર્વ લેકેની સાથે જિનેશ્વર દેવની સારી વાણી વડે સ્તુતિ કરી અને સુંદર સિહાસન ઉપર એટલે મેરૂ પર્વત જેવા ઊંચા ભદ્રાસનમાં જિનેંદ્ર ભગવાનના બિંબને પધરાવ્યું. પછી મનીષીને વિધિપૂર્વક સ્નાન કરાવવા માટે ગયા.
૧ મંદિરને શોભા કરવા ઉપરાંત અહીં મંત્રીઓએ દેવતાઓ વિમાનમાં બેસી પૂજન કરવા આવતા હોય તેવી રચના કરી તેનું આ વર્ણન છે.
૨ પારિજાતક પારિજાત નામનું દેવલોકનું ઝાડ. ૩ મંદારઃ પારિભદ્ર નામનું દેવલોકનું ઝાડ, ૪ મેરૂઃ સુરપુત્રાગ નામનું દેવકનું ઝાડ. ૫ હરિચંદનઃ કેશર. ૬ સંતાનકઃ કલ્પવૃક્ષ. ૭ રચના સંપૂર્ણ બનાવવાને વિમાનમાં દેવોનાં રૂપને પણ ગોઠવવામાં આવ્યાં.
૮ દેવતાઓની આંખ ઉઘાડબંધ થતી નથી, તેઓ અનિમેષ હોય છે. લોકો પણ અહીં આંખે મટકાવતા ન હોવાથી દેવતા જેવા લાગે એવી કલ્પના છે. '
Page #557
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
'
મનીષીને ઉત્તમ પ્રકારે સ્નાન કરાવવામાં આવ્યું, સારાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, મુગટ અને માજુબંધ તેના અંગપર ધારણ કરાવ્યાં, ગારૂચંદનથી તેને વિલેપન કર્યું, તેના ગળામાં સુંદર મોટા મૂલ્યના હાર નાખવામાં આવ્યા, કાનમાં કુંડળ એવા સુંદર નાંખવામાં આવ્યાં કે જેથી તેના ગાલ ઉપર પણ તેના પ્રકાશ પડવા લાગ્યા અને જાણે ઇંદ્ર હાય તેવા સુંદર તેને મંત્રીઓએ વસ્ત્રાભૂષણ વિગેરેથી બનાવી દીધા, છતાં મનીષિના બહારના સર્વ વિકારે। તદ્દન શાંત થઇ ગયા હતા અને મન પણ તદ્ન પવિત્ર થઇ ગયું હતું. તેવા મનીષીને ઉદ્દેશીને રાજા શત્રુમર્દન એ મહાભાગ્યશાળી છે, પૂજન કરવાને ચોગ્ય છે! એણે અત્યંત મુશ્કેલ ભગવતી દીક્ષા લેવાને અંતઃકરણથી નિર્ણય કર્યો છે” એમ બેાલતાં ખેલતાં મનીષીને જિનસ્નાત્ર કરવાના કાર્યમાં પ્રથમ સ્થાને` સ્થાપન કર્યાં અને સુંદર તીર્થોના જળથી ભરેલ, સુવર્ણના બનાવેલ, મનને હરણ કરે તેવા, સુંદર ધર્મના સાર રૂપ મુનિના હૃદય જેવા નિર્મળ, ગારૂચંદન અને સુખથી તથા દિવ્ય કુમળાથી ભરેલા મુખવાળા અને જેની ચેતરફ સુંદર ચંદનના હાથ લગાડેલા છે એવા સંસારને છેદ કરનાર દિવ્ય કુંભ (કનક કળસ ) રાજા શત્રુમર્દને પાતે મનીષીને આપ્યા. મનમાં અત્યંત આનંદ લાવીને આખા શરીરે રોમાંચ પૂર્વક ભક્તિ કરવા તત્પર થયેલા શત્રુમર્દન રાજાએ બીજો જળકળસ પેાતાના હાથમાં લીધા. તે વખતે પેલા મધ્યમબુદ્ધિ અને શત્રુમર્દન રાજાના કુંવર સુલેાચન પણ ભગવાનને અભિષેક કરવાને તૈયાર થઇ ગયા અને તે પણ રાજાની સાથે જોડાયા. ચંદ્રની જેવી અત્યંત સ્વચ્છ કાંતિને ધારણ કરનાર ચામર હાથમાં લઇને ભગવાનની સામી બાજુએ મદનકંદળી ઊભી રહી. એ મદનકંદળીની સાથે એક પદ્માવતી નામની તેના જેવાજ આકારવાળી સ્ત્રીને રાજાએ બીજો ચામર લઇને મદનકંદળીની બાજુમાં ઊભી રાખી. મનમાં અત્યંત આનંદ પૂર્વક અને બીજાને આનંદ વધારે તેવું વર્તન કરનાર સુબુદ્ધિ મંત્રી મુખપર સુખકાશ બાંધીને પોતાના હાથમાં ધૂપધાણું લઇ રાણીની આગળના ભાગમાં ઊભા રહ્યો. ત્યાર પછી પૂજાને લગતાં બીજાં પરચુરણ કાર્યોમાં મેટા માટા મંત્રી અને મુખ્ય નાગરિકને યાગ્યતા પ્રમાણે રાજાએ ગોઠવી દીધા.
૫૧૬
૧ પેાતાના કરતાં પણ ઊંચું સ્થાન તેને યાગ્ય રીતે રાજાએ આપ્યું. સ્નાત્રમાં અગાઉ ચારિત્રની યાગ્યતા તેવામાં આવતી હતી એમ જણાય છે. હાલ તે ધનની યાગ્યતા જોવાય છે. ચારિત્ર લેનારને ઉદ્દેશીને આ મહેસવ હાવાથી તેનીજ મુખ્યતા હોય; સર્વત્ર એમજ હેાય છે. આ બન્ને ખુલાસા વિચારણીય છે.
Page #558
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫] શાબુમર્દનાદિને આંતર પ્રદ.
૫૧૭ ખરેખર! આ સંસારમાં શકે પણ જેની નોકર તરીકે સેવા કરે છે તેવા ભગવાનના મંદિરમાં જે પ્રાણીઓ કરપણું–કિંકરતા સ્વીકરે છે તે ખરેખરા ભાગ્યશાળી છે, તેઓને જન્મ સફળ થયો છે, તેઓનું સમૃદ્ધ થવું પણ સાર્થક છે, તેઓ કળા, ગાયન કે વિજ્ઞાનના સાચા અભ્યાસી છે, તેઓ ખરેખરા દ્રવ્યવાળા છે, તેઓ ખરેખર રૂપવાળા છે, તેઓ સાચા શૂરવીર છે, તેઓ પોતાનાં કુળને ભૂષણ જેવા છે, તેઓ સર્વગુણસંપૂર્ણ છે, તેઓ ત્રણ ભુવનમાં પ્રશંસાને પાત્ર છે અને તેઓનું ભવિષ્યમાં સાચેસાચું કલ્યાણ થવાનું છે ! ત્યાર પછી ભગવાનના અભિષેકને મહોત્સવ શરૂ થયું. દેવતા
એનાં દુંદુભિનાદ જેવા વાછત્રોના અવાજો ચારે અભિષેક દિશાઓને પૂરવા લાગ્યા. પ્રૌઢ અવાજ કરતા ઢોલના વર્ણન. પ્રતિઘોષ સાથે પડછંદો પાડનાર શરણાઈના વિવિધ
પ્રકારના અવાજ મનુષ્યના કાનને બહેરા કરી મૂકવા લાગ્યા. કસીને અવાજ ઉચ્ચાર કરતા રવ (અવાજ)થી મિશ્ર અને વ્યક્ત અને મધુર મેટા ઘોષ સાથે ચોતરફ ફેલાઈ રહ્યો. શાંતિના અતિ સુંદર સુખરસનો અનુભવ કરાવે તેવાં, ભગવાનના અને સાધુઓના ઉત્તમ ગુણેનાં વર્ણનથી ભરેલાં અને સાંભળવાથી હૃદયમાં ઘણે આનંદ ઉત્પન્ન કરે તેવાં ગીતો વચ્ચે વચ્ચે ગવાવાં લાગ્યાં. સર્વજ્ઞ મહારાજે બતાવેલાં વચનને ઉન્નત કરે તેવાં અને રાગદ્વેષ વિગેરે ભયંકર સર્પોને જાંગુલી મંત્ર જેવાં અથંભાવયુક્ત મેટાં મોટાં સ્તોત્રો શુદ્ધ અને ગંભીર અવાજથી વચ્ચે વચ્ચે બોલાવાં લાગ્યાં. જુદી જુદી ઇદ્રિના તેમજ હાથ પગના હલનચલન (હેંકા) પૂર્વક અનેક પ્રકારના નાચો અંતઃકરણના પ્રમોદને સૂચવતા નચાવા લાગ્યા. એવી રીતે મેરૂપર્વત ઉપર જેમ દેવતાઓ અને અસુરે ભગવાનનો અભિષેક અત્યંત ઠાઠ પૂર્વક કરે છે તેવી રીતે પ્રભુને અભિષેક મહોત્સવ કરીને શત્રુમર્દને રાજાએ તથા બીજા સર્વેએ શ્રી આદિનાથ પ્રભુ જેઓ મૂળ નાયક હતા તેમની વિશેષ પ્રકારે પૂજા ભક્તિ કરી, તેમજ તે વખતે કરવા યોગ્ય બાકીનાં સર્વ યચિત કૃત્યો કરીને સર્વ સાધુઓને વંદન કર્યું, પુષ્કળ દાન આપવામાં આવ્યું, સાધમ બંધુઓને ખાસ કરીને વિશેષ સન્માન આપવામાં આવ્યું. ત્યાર પછી મનીષીને પોતાના મુકામપર લઈ જવાને માટે પિતાને જયકુંજર નામને હાથી મંગાવી તેના ઉપર મનીષીને બેસાડવામાં આવ્યો. રાજાએ પોતે તેની પછવાડે બેસી છત્ર ધારણ કર્યું અને તે વખતે આખા શરીરમાં હર્ષના રોમાંચ પૂર્વક રાજાએ મટે સ્વરે આ પ્રમાણે ઉદ્યોષણું કરી “અરે સામત અને મંત્રીઓ!
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ-૩ તમે સાંભળોઃ આ સંસારમાં પિતાના સત્વને પ્રગટ કરવું એ વગર શકે પ્રાણીની મોટામાં મોટી સંપત્તિ છે, આત્મિક મિલ્કત છે અને
તે પ્રમાણે સર્વજ્ઞ મહારાજ વારંવાર કહી ગયા છે રાજાએ કરેલી. તેથી આ સંસારમાં અહીં જે પ્રાણીનું સરવ સગ્ય ઉદૂષણ. થી વધારે પ્રકાશે છે તે સર્વને રાજા થવાને
અને સર્વોપર પોતાની પ્રભુતા સ્થાપન કરવાને વાસ્તવિક રીતે હકદાર થાય છે. આ પ્રમાણે હોવાથી ઘણું પ્રગતિ કરાવે તેવા ઉત્કર્ષને સાધનાર આ મહાત્મા મનીષીનું માહાસ્ય કેટલું છે તે તમે સર્વેએ સારી રીતે સ્પષ્ટપણે જોઈ લીધું છે. જુઓ, જ્યારે ભગવાને પેલા અપ્રમાદયંત્રની વાત કરી ત્યારે તે મારા જેવાને પણ બહુ આકરું પડશે અને જાળવવું ઘણું મુશ્કેલ પડશે એ વિચારથી ઘણે ત્રાસ થયો હતો તે તમારા સર્વના ધ્યાનમાં છે. એવું યંત્ર પિતાને આપવા માટે આ મહાત્માએ તુરત જ ભગવાન પાસે વિનતિ કરી એ સર્વ તમારા લક્ષ્યમાં હશે. તેટલા માટે એનામાં અસાધારણ સર્વ–આત્મીક વીયે-છે એમાં જરા પણ શંકા જેવું નથી. આપણું સર્વના આગ્રહથી જ્યાં સુધી તે ઘરમાં રહે, આપણી સાથે રહે, ત્યાંસુધી તે આપણે સ્વામી છે, તે આપણે દેવ છે, તે આપણે ગુરૂ છે, તે આપણે પિતા છે, એમ ધારીને એવા વડીલ તરીકે આપણે સર્વેએ તેની સાથે વર્તન કરવું. આપણે સર્વેએ તેની નોકરી સ્વીકારવી અને આપણે આત્માનાં પાપ છેવા પ્રયત્ન કરે. ઉત્તમનો–વિનય કરવાથી આત્માનાં પાપ જોવાઈ જાય છે માટે તેમ કરવું આપણને સર્વને યોગ્ય છે. રાજાના આવાં વચન સાંભળી અત્યંત પ્રમોદમાં આવી સર્વ સામંતો અને મોટા મંત્રીઓ બોલવા લાગ્યાં “આપ સાહેબ કહે છે તે તદ્દન છે અને આપ સરખા રાજા કહે તે કેને પસંદ ન આવે? આપનું વચન અમને સર્વને પ્રમાણ છે.”
મનીષીના હદયમાં શુભ સુંદરી, મનીષીને નગર પ્રવેશ અને હર્ષ
સભાસ્થાનપ્રવેશ, સ્નાન, પૂજન, ભજન, આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે મનીષીના શરીરમાં યોગશક્તિ દ્વારા રહેલી તેની માતા શુભસુંદરી વધારે વિકાસ પામી
૧ પિતાનું સર્વ પ્રગટ કરવું એ સ્પષ્ટપણે શંકા વગર-વિરોધ વગર આ સંસારમાં મોટી સંપત્તિ છે.
૨ રાજા આ સર્વ સભ્યત્વ પ્રાપ્ત થવાના પ્રમોદથી બેલે છે તે હમણાજ પષ્ટ થશે.
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૧૯
પ્રકરણ ૧૫] શત્રુમદનાદિને આંતર પ્રદ. અને પિતાની વેગ શક્તિ વધારે બતાવવા લાગી. તે વખતે મનીષીના મનમાં અત્યંત આનંદ થયે. સાધારણ મનુષ્યને સંસારમાં કઈ પણ જગોએ મળવી તદ્દન અશક્ય એવી આત્મિક તેમજ બહિર્લક્ષ્મીને પ્રાપ્ત કરીને અને રાજાના સામતેથી તથા મંત્રીઓથી પરવારીને તે વખતે મનીષી વધારે શોભવા લાગ્યું. તે વખતે સુબુદ્ધિ મંત્રી તેની વધારે વધારે સ્તુતિ કરવા લાગ્યો. મધ્યમબુદ્ધિ પણ તે પ્રસંગે મનીષીની સાથેજ હતો. પછી હાથી ઉપર આરૂઢ થયેલ અને રાજાથી છત્ર કરાયેલ મનીષી એવી રીતે નગરના દરવાજા સુધી આવી પહોંચ્યો.
નગરવાસી જનોએ આખા શહેરમાં મોટી દવાઓ બાંધી દીધી હતી, દુકાનેને અત્યંત સુંદર રીતે શણગારી હતી અને સર્વ મુખ્ય રસ્તાઓ પાણીનો છંટકાવ કરીને તથા કચરે દૂર કરીને સુંદર કરી દીધા હતા. એવી રીતે નગરને શણગારીને શહેરીઓ મનીષીને લેવા માટે અત્યંત હર્ષપૂર્વક સામા આવ્યા. તેઓએ અનેક પ્રકારે
સ્તુતિ કરીને તેને (મનીષીને) નગરમાં પ્રવેશ કરાવ્યું. તેઓ સર્વ બેલવા લાગ્યા કે “આ મનીષી ખરેખર ધન્ય છે, નસીબદાર છે, ભાગ્યશાળી છે, મહાત્મા છે, મનુષ્યમાં અતિ ઉત્તમ છે; એને જન્મ ખરેખરે સફળ છે, એણે પૃથ્વીને પણ શોભાવી છે, દિપાવી છે અને એના જેવા મહાત્માના અમારા નગરમાં આવવાથી અમે પણ ખરેખરા નસીબદાર થયા છીએ, કારણકે નસીબ વગરના પ્રાણુઓ કદિ નપુંજના સંબંધમાં આવી શકતા નથી.”
ત્યાર પછી પોતાના દેવ જેવા રૂપથી અનેક સ્ત્રીઓનાં નેત્રોને અત્યંત આનંદ આપતો અને વ્યાથી પ્રાણુઓને મોટું દાન આપતે તેમજ પિતાની સારી રીતભાતથી વિશુદ્ધ ધર્મમાં સ્થિત થયેલા મનુષ્ય તરફ વિશેષ પક્ષપાત દેખાડતે મનીષી કુમાર આખા નગરમાં ફર્યો. લેકનાં મોટા સમૂહની વચ્ચે થઈને અનુક્રમે તે રાજમંદિરમાં આવી પહોંચે. રાજમંદિરને પણ રલરાશિથી એવું સુંદર બનાવી દીધું હતું કે તેની છાયાથી (રતના તેજથી) જાણે આકાશમાં ઇંદ્રનું ધનુષ્ય બંધાઈ ગયું હોય નહિ! એવું સુંદર અને રંગબેરંગી તે દેખાતું હતું. રાજ મંદિરમાં પ્રવેશ કરતાં રાજપરિવારના અનેક માણસોએ તેમજ ખુદ શત્રમર્દન રાજાએ કુમારનું બહુ સન્માન કર્યું અને અનેક યુવાન રસીક લલનાઓએ પોતાની ચપળ આંખેથી તેને વધાવી લીધો. રાજમંદિરમાં તે વખતે ગીત અને નાચ એટલાં ચાલતાં હતાં કે જાણે તે મંદિર દેવતાઓનું સ્થાન કે ઇંદ્રભુવન હોય તેવું શુભતું હતું.
Page #561
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
પછી પ્રથમ રાજકચેરીમાં જઇ થોડો વખત એસી થાક ઉતારી કુમારે સર્વને આનંદ આપ્યા. મનમાં જરા પણ અભિમાન લાગ્યા વગર જો કે પેાતાને કોઇ પણ પ્રકારનેા રાગ નહાતા તે પણ રાજાને સંતેષ આપવાના હેતુથી રાજસભામાંથી ઉઠીને મનીષી મજ્જનશાળા (સ્નાન ગૃહ)માં ગયા. સ્નાનગૃહમાં રાણી મદનકંદળીએ અત્યંત ગૌરવપૂર્વક જાણે કે તે પાતાના અતિ વહાલા ભાઇ હાય અથવા દીકરો હાય તેમ તેના શરીરને ચાળીને સ્નાન કરાવ્યું. વળી અંતઃપુરની ખીજી રાણીઓ તેમજ દાસીએ જે સ્નાન સંબંધી સર્વ કાર્યમાં ઘણી પ્રવીણ હતી તેઓ મીઠા મધુર અવાજ કરતી તેની ચાતરફ વીંટાઈ વળી. હીરા પાના રન અને માણેકની કાંતિથી શોભી રહેલી સુંદર વાવડીના નિર્મળ પાણીમાં મનીષીએ ત્યાર પછી સ્નાન કર્યું.
પર૦
પછી સર્પની કાંચળી જેવાં ઝીણાં અને તદ્દન સફેદ સુંદર વસ્ત્રો શરીરપર ધારણ કરીને મનીષી મનેાહર દેવભુવનમાં ગયા. એ દેવમંદિરમાં સુબુદ્ધિ મંત્રીએ ચિત્તને અત્યંત આનંદ આપે તેવી રચના કરાવેલી હતી. મનીષી ઘણા વખતથી માર્ગપર તે આવી ગયેલ હતા, તેના હૃદયમાં જિનપરમાત્માનું સ્વરૂપ આલેખાઇ ગયું હતું, છતાં તે દિવસે પ્રમાધનરતિ આચાર્યના ઉપદેશથી વીતરાગનું સ્વરૂપ વિશેષે કરીને તેને પ્રાપ્ત થયું હતું, વધારે સ્પષ્ટ થયું હતું તેથી તે દિવસે રાગ દ્વેષ અને મેહના ઝેરના નાશ કરનાર ભગવાનના દેહસ્થ અને પરબ્રહ્મ સ્વરૂપપર સ્થિર ચિત્તે તેણે વધારેને વધારે વિચાર કર્યો.
જિનમંદિરમાં એવી રીતે દ્રવ્ય અને ભાવ પૂજન કરીને બહાર નીકળ્યા પછી માણસા ઓછા થતા ગયા. મનીષી કુમારને ત્યાર પછી ભાજન મંડપમાં લઇ જવામાં આવ્યા. ત્યાં પ્રથમથીજ સુંદર ભાજનની સર્વ સામગ્રી અને સાધના તૈયાર કરવામાં આવ્યાં હતાં. અનેક પ્રકારનાં મનને અને જીભને આનંદ આપે તેવા ખાવાના તથા પીવાના પદાર્થોને ગોઠવીને પીરસી રાખ્યા હતા. રાજા મનીષીને તે બતાવતા ગયા અને મનીષી રાજાને સારૂં લાગે તેટલા ખાતર પેાતાને ખપે તેવા આહારને તે વખતે વાપરવા લાગ્યા, પરંતુ તેમાં તેને રાગ તથા પ્રીતિ જરા પણુ હતી નહિ. પેાતાની તંદુરસ્તીને વધારે તેવા અને તેટલા આહાર લઇને મનીષી કુમાર ઊભા થયા.
ત્યાર પછી રાજાના અત્યંત આગ્રહથી તેણે પાંચ સુગન્ધી વસ્તુઓથી મિશ્ર તંખેાળ લીધું. તેના શરીરપર ચંદનનું, કસ્તુરી ને કેશરનું વિલેપન કરવામાં આવ્યું, શરીરપર સુંદર અલંકારો અને ઊંચી જાતનાં વસ્ત્રો તેણે ધારણ કર્યાં, સુગંધીથી ભમરાઓને પણ પેાતાની તરફ ખેંચે તેવી સુગંધી પુ
Page #562
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫]
શત્રુમર્દનાદિના આંતર પ્રમાદ
પરસ
પેાની માળા ગળામાં પહેરી અને તેવી રીતે તૈયાર થયા પછી રાજાએ મનીષીને મહા મૂલ્યવાન સિંહાસનપર બેસાડ્યો.
ત્યાર પછી અનેક સામંતે। આવીને તેના ચરણમાં નમન કરી ગયા, તેમના મુકુટમાં રહેલ રત્નની પ્રભાથી મનીષીના પગ લાલ દેખાવા લાગ્યા. તે વખતે મેટા સ્વરથી મંદીલેાકેા-ભાટચારણા તેની સ્તુતિ કરવા લાગ્યા. આવી રીતે ગુણવાનને યોગ્ય સ્થાન મનીષીને આપીને રાજા શત્રુમર્દન પોતાના મનમાં બહુજ રાજી થયા અને પછી સુબુદ્ધિ મંત્રીને કહેવા લાગ્યા. સુબુદ્ધિને અભિનંદન.
રાજા શત્રુમર્દન કહે છે—‹ મિત્ર !' આજે અમને આ કલ્યાણુપરપરા પ્રાપ્ત થઇ છે તે સર્વ તારે લીધે છે. એમાં તારા ખરેખરા પ્રતાપ છે. કારણ કે ભગવાનને વંદન કરવા માટે તેં જ અમને પ્રેરણા કરી હતી. જો ! તારે લીધે મેં આજે ત્રણ જગતને આનંદ આપનાર નાથને જોયા અને ભક્તિપૂર્વક અત્યંત આનંદ સાથે તે ત્રણ ભુવનના નાથ આદીશ્વર ભગવાનને વંદન કર્યું, તેમની પૂજા કરી, તેમના સ્નાત્ર મ હોત્સવ કર્યો, વળી કલ્પવૃક્ષ જેવા આચાર્ય પ્રબેાધનરતિ મહારાજને પણ આનંદ પૂર્વક જોયા અને વળી વધારામાં સંસારને કાપી નાખે તેવા ભગવાનના ધર્મ પણ મને પ્રાપ્ત થયા, વળી આવા મહા પુરૂષ (મનીષી) સાથે મારે મળવાનું પણ થયું અને એણે તે ખરેખર અમારા હૃદયમાં ખરેખરા ઉત્સવ કરી દીધા છે. આ પ્રમાણે તું કરે એમાં નવાઇ પણ શું છે? કારણકે મહાત્મા પુરૂષો તે પરપ્રાણીઓને હંમેશા સંતાષના વધારનારજ થાય છે, તેનું પાતાનું કામ પણ બીજા માણસને પ્રીતિ ઉપજાવે તેવુંજ હેાય છે. પુણ્યવાન પ્રાણીઓના સંબંધમાં તેમણે એમ કરવું એ તેા તદ્દન ચેાગ્ય જ છે પણ મારે માટે તે ઘણું નવાઇ જેવું છે ! નહિ તે ક્યાં ચંડાળ ૧ રાજાએ મનીષીને પેાતાથી પણ વધારે માન આપીને આવે માણસ રાનથી પણ વધારે યેાગ્ય છે એમ બતાવી આપ્યું.
૨ રાજા મંત્રીને ‘મિત્ર' કહે છે તે ખાસ વિચારણીય છે. યાગ્ય નેાકર સાથે આવે! સંબંધ રાખવેા જોઇએ. સુબુદ્ધિ અંતરંગ રાજ્યે રાજાની સદસદ્ભિવેકશક્તિ (Conscience) છે તેપણ ધ્યાનમાં રાખવું.
છે.
૩ ચંડાળ તલના આઢક પ્રમાણ માપાને ઉપાડી શકે નહિ, કારણ કે તેાતે જ અસ્પૃશ્ય ગણાય છે. છતાં મારા જેવાને આવી વસ્તુ પ્રાપ્ત થઇ એ મેાટી વાત રોઃ યા તિજાત્ત્વમ્ એ વાર્પ્રયાગ (idiom) છે. ક્યાં રાજા ભેાજ અને ક્યાં ગાંગા તેલી’ એવા તેને અર્થ સંબંધ પરથી જણાય છે. ગરીબને ઘેર ભેંસનું માંષણ હેાય, ત્યાં વળી માલ મસાલા તે કયાંથી હેય? આવેા ભાવ રહેલા છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
પરર
અને ક્યાં તલનું મોટું માપું ? અહે। મિત્ર ! તેં આ પ્રમાણે કરીને મને તેા કલ્યાણપરંપરા પ્રાપ્ત કરાવી દીધી છે. લોકોમાં એમ કહેવાય છે કે મંત્રી હમેશા રાજાનું હિત કરે છે તે પ્રમાણે તારૂં મંત્રીપણું બરાબર સાર્થક થયું છે. વળી તારૂં નામ સુબુદ્ધિ છે તે પણ ખરાખર નામ પ્રમાણે ગુણવાળું થયું છે. ખરેખર! તને આ બાબતમાં ઘણી સામાશી
ઘટે છે.”
સુબુદ્ધિ મંત્રીએ જવામમાં કહ્યું “મહારાજ ! આપ એ પ્રમાણે કહા નહિ. અમારા જેવાનું જીવતર તમારા પુણ્યના ઝેરથી ચાલે છે, તે તેવા નાકર માણસને માટે આપ આટલી બધી માનની લાગણી બતાવે છે તે ચોગ્ય નથી. આવી આવી સુંદર મમતા આપને મેળવી આપનાર અમે તે કોણ? એવી કલ્યાણપરંપરા પ્રાપ્ત કરવાને દેવ પેાતેજ ચાગ્ય છે. નિર્મળ આકાશમાં પ્રકાશ કરતી સુંદર નક્ષત્રપતિ જોઇને કોઇને આશ્ચર્યબુદ્ધિ ઉત્પન્ન થતીજ નથી, મતલબ આકાશ જો વાદળા વગરનું હોય છે તે તેમાં અનેક નક્ષત્રો અને તારાઓ સ્પષ્ટપણે દેખાય જ છે; નિર્મળ આકાશના જ એ પ્રતાપ છે.”
મનીષી મહારાજ ! પ્રભુની તમારા ઉપર કૃપા થઇ છે તે અત્યારે તમને જે કલ્યાણ પ્રાપ્ત થયું છે તે તેા કાણુ માત્ર છે? તમારા હૃદયરૂપ નિર્મળ આકાશમાં અનન્ત જ્ઞાનરૂપ સૂર્યના ઉદય થવાના છે તેના હજુ આ તે અરૂણેદય છે એમ સમજો.કેવળ-જ્ઞાનરૂપ સૂર્યના ઉદયને પરિણામે પરમ પદ ( મેક્ષ ) ના કલ્પનાતીત આનંદને ચેાગ થશે તેની આગાહી કરનાર તરીકે હજી તેા તમને માત્ર શરૂઆતના સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી થયેલ આ તે પ્રમાદ માત્ર છે; બાકી જ્યારે તમારા નિર્મળ અંતઃકરણુરૂપ આકાશમાં કેવળાલાક રૂપ સૂર્યના પ્રકારા થશે ત્યારે તેા તમને અદ્ભુત કલ્યાણ પ્રાપ્ત થશે. હજી તે। તેની શરૂઆતજ થઇ છે.”
""
શત્રુમર્દન— ખરેખર, નાથ ! મારાપર મોટી કૃપા થઈ છે! આપ કહેા છે એમાં કશા સંદેહ નથી. તમને અનુસરનારાઓને કઇ
૧ સુબુદ્ધિ મંત્રી એ રાજાની પેાતાની જ સઅસદ્વિવેકશક્તિ (conscience) છે એમ ઉપર જણાવ્યું છે તે અહિ વધારે સ્પષ્ટ થાય છે.
૨ નિર્મળ આકાશપ્રદેશમાં સુંદર નક્ષત્રપદ્ધતિ સંભવિતજ છે, રાજાને નિર્મળ આકાશ સાથે અત્ર સરખાવેલ છે.
૩ આપને આત્મા પવિત્ર છે તેથી તેમાં આ સર્વ કલ્યાણપરંપરા પ્રગઢ થાય તે સ્વાભાવિક છે.
Page #564
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ ]
શત્રુભર્દનાદિના આંતર પ્રમાદ
પર૩
વસ્તુ પ્રાપ્ત થઇ શકે તેમ નથી ? ” ( ત્યાર પછી સુબુદ્ધિ મંત્રી તરફ ફરી રાજાએ કહ્યું) “ મંત્રી ! આ મહાત્મા મનીષી હજી તે। આજે જ ખરેખરા ઉપદેશ પામ્યા છેઅને જાગૃત થયા છે, છતાં એનામાં કેટલા વિવેક અને ઊંડી સમજણ આવી ગઇ છે તે તે તું જો !”
મંત્રી— મહારાજ ! એમાં નવાઇ જેવું શું છે? તેમનું નામ જ મનીષી છે તે સર્વ રીતે યાગ્ય છે. મનીષી' એટલે બુદ્ધિ ચાતુર્યવાળા મહાપુરૂષા એતા આપ જાણેા છે. એવા મહાત્માએ તે જાગૃત થયેલા અને ઊંડી સમજણુવાળા જ હેાય છે. એએને જાગૃત કરવામાં ગુરૂ તા માત્ર નિમિત્તભૂતજ થાય છે, બાકી વાસ્તવિક રીતે તે તેઓ સ્વતઃજ એધ પામી જાય છે.”
Page #565
--------------------------------------------------------------------------
________________
E
દમ
પ્રકરણ ૧૬ મું. નિજવિલસિતઉદ્યાનમભાવ, E નીષીને મહોત્સવપૂર્વક અગાઉ જણાવ્યા પ્રમાણે રાજ
મંદિરમાં પ્રવેશ કરાવ્યું તેજ વખતે રાજાના હુકમથી
સુબુદ્ધિ મંત્રીએ મધ્યમબુદ્ધિને પણ પિતાને સાધમ" ક ભાઈ જાણીને આત્મીય સદનમાં (પોતાના ઘરમાં)
પ્રવેશ કરાવ્યો હતો. મધ્યમબુદ્ધિ ત્યાં આવ્યો તે સંબંધમાં તેણે ઘણે આનંદ બતાવ્યો હતો અને ઉચિત દાન પણ આપવામાં આવ્યાં હતાં. મંત્રીના આત્મસદનમાં આવ્યા પછી મધ્યમબુદ્ધિએ સ્નાન કરી લીધું, ભેજન કર્યું, પાનસોપારી ખાધાં, શરીરે વિલેપન કર્યું, શરીર પર અલંકારે ધારણ કર્યા, યોગ્ય શરીર
શેભા કરી, શરીર પર માળા ધારણ કરી. સુબુદ્ધિએ મધ્યમબુદ્ધિ પિતાનાં માણસે તેને સોંપી દીધા હતા. તેઓનાં પ્રેમઆગમન. પૂર્વક મીઠાં સ્તુતિનાં વચનો સાંભળીને તેની ઇન્દ્રિયોને
તથા હૃદયને આનંદ છે. એ પ્રમાણે બધું કામ પરવારીને તે પણ રાજસભામાં તે વખતે આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ ગ્ય માનપૂર્વક મનીષીને નમસ્કાર કર્યો અને તેના સિંહાસનની બાજુમાં એક મોટી બેઠક તેને આપવામાં આવી તેની ઉપર તે બેઠે.
મધ્યમબુદ્ધિને પણ ઉપકાર, રાજાની મધ્યમ જનોમાં ગણના.
મનીષી મધ્યમ જનોની તુલના, ૧ સુબુદ્ધિ-આત્મીય સદન-વિગેરે શબ્દ બહુ ગૂઢ અર્થમાં અત્ર વપરાયેલા છે તે વિચારતાં સમજાઈ જશે.
૨ સુબુદ્ધિ સદ્દઅસદુ વિવેકશક્તિ છે અને મધ્યમ વર્તન રાજાનું છે તેનું રૂ૫ક સ્વરૂપ મધ્યમબુદ્ધિ છે. આ વાત સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે આ સર્વ વાર્તા વિદુર નંદિવર્ધન કુમાર પાસે સંગતિના પરિણામ બતાવવા સારૂ કહે છે અને સદાગમ પાસે સંસારીજીવે પોતાનો અનુભવ કહી બતાવે છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ ] નિજવિલસિતઉદ્યાનપ્રભાવ.
૫૨૫ મધ્યમ બુદ્ધિને ઉદ્દેશીને શત્રુમર્દને રાજાએ સુબુદ્ધિ મંત્રીને કહ્યું “મિત્ર! આ મધ્યમબુદ્ધિએ પણ અમારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે !”
સુબુદ્ધિ–“તે કેવી રીતે?”
શત્રમર્દન–“સાંભળ. આચાર્ય મહારાજે આજે જ્યારે અપ્રમાદ યંત્રના સંબંધમાં 'ઉપદેશ આપ્યો ત્યારે ભયંકર લડાઈના મેદાનમાં બીકણુ માણસને જેમ આકુળવ્યાકુળતા થઈ જાય તેવી વ્યાકુળતા મને થઈ આવી હતી, કારણ કે મને તે વખતે એમ લાગ્યું હતું કે એ અપ્રમાદયંત્રને ગ્રહણ કરીને તદનુસાર વર્તન કરવું તે મારા જેવા માટે ઘણું મુશ્કેલ હતું; તે વખતે આ મધ્યમબુદ્ધિ મહાત્માએ આચાર્ય ભગવાનને ગૃહસ્થ ધર્મ પિતાને આપવાની માગણી કરી અને તે મારાથી પણ ગ્રહણ થઈ શકે તેવા પ્રકાર છે એવી બુદ્ધિ મારામાં ઉત્પન્ન કરીને મને આશ્વાસન આપ્યું અને મારી વ્યાકુળતા દૂર કરી. ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાથી મારા મનમાં પણ ઘણું ધીરજ આવી, મને માટે ટેકો મળ્યો અને મારા ચિત્તમાં ઘણો આનંદ થયો. તે સર્વનું કારણ એ મધ્યમબુદ્ધિની સૂચના અને પ્રશ્ન હતાં. એથી એણે પણ મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે.” - સુબુદ્ધિ–“એ મધ્યમબુદ્ધિ યથાર્થ નામવાળો છે. લેકોમાં એવી કહેવત પણ છે કે સરખા ગુણ, વર્તન, સુખ અને દુ:ખવાળાને જ પ્રાયે દોસ્તી થાય છે, જે સામું તૈસા મિલે, તૈસામું મીલે તાઈ. એનું વર્તન મધ્યમ પ્રકારનું હોવાથી તે મધ્યમ સ્થિતિના માણસોને આશ્વાસન આપે તે ઉચિત છે.”
રાજાએ પિતાના મનમાં વિચાર કર્યો કે અહો! મારા મનમાં અત્યાર સુધી એવું મિથ્યા અભિમાન હતું કે હું રાજા છું તેથી સર્વ પુરૂષોમાં શ્રેષ્ઠ છું અને અત્યારે આ સુબુદ્ધિ મંત્રીએ યુક્તિપૂર્વક વાત કરીને અર્થોપત્તિથી મને મધ્યમ જન (સામાન્ય માણસ– બહુ ઊંચે નહિ અને તદ્દન નિર્માલ્ય નહિ-વચલા વર્ગને મનુષ્ય)ની ગણનામાં મૂકી આપે. ખરેખર મારા મિથ્યા અભિમાનને ધિક્કાર છે! અને એવું અભિમાન કરનાર મને પણ ધિક્કાર છે ! અથવા તે ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે તો પછી મારે તેમાં દિલગીર થવા જેવું
૧ જુઓ પૃષ્ઠ ૫૧૧. ત્યાં મધ્યમબુદ્ધિએ ગૃહસ્વધર્મ સંબંધી પ્રશ્ન આચાવૈને કર્યો છે.
૨ By inference. અનુમાન પરંપરાથી.
Page #567
--------------------------------------------------------------------------
________________
પર૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. કરતાવ ૩ નથી; કારણ કે મોટે હાથી ત્યાં સુધી જ શૂરવીર અને ત્રાસ આપનાર દેખાય છે કે જ્યાં સુધી વિકાળ દાઢવાળે સિંહ દેખાવ આપતો નથી; પણ જેવી હાથીને દૂરથી સિંહની ગંધ પણ આવે છે કે તુરત તે ધ્રુજી ઉઠે છે અને પછી તે બીકણ બાયેલા જેવો લાગે છે. આ પ્રમાણે હોવાથી મનીષીની અપેક્ષાએ તો મારી મધ્યમરૂપતા યોગ્ય જ છે. એ મહાભાગ્યશાળી માણસ ખરેખરે સિહ છે અને તેની અપેક્ષાએ મારા જેવા બીકણ હાથીઓજ છે. તેથી મારે આ બાબતમાં દિલગીરી કરવી યોગ્ય નથી; કારણ કે ઉત્તમ પુરૂષની ગણનામાં નહિ તો મધ્યમ પુરૂષોની ગણનામાં આવવું તે પણ મારા જેવા પ્રાણીઓ માટે તો મોટું સદ્ભાગ્ય ગણાય. મધ્યમવર્ગનો અશક્ત પ્રાણું હોય અને કદિ પોતાનાં કાર્યો પૂરાં કરે તે સર્વોત્તમ થઈ શકે, પણ જઘન્ય હોય તે તે કદિ એકદમ સર્વોત્તમ થઈ શકતો નથી. મારા મનમાં અગાઉ હું સર્વોત્તમ છું એવું એક જ મિથ્યા અભિમાન ન હોતું, પણ બીજી ઘણી બાબતોનાં મિથ્યા અભિમાનો હતાં. પણ હવે તેની ચિંતા કરવાથી ફળ શું?
ઘર્માનુષ્ઠાનનિમિત્તકની ઉપકારિતા. નિજવિલસિત ઉદ્યાનને મહા પ્રભાવ
વ્યક્તિભેદે વિચિત્ર પ્રકારના ક્ષેત્રસ્વભાવ, રાજા આ પ્રમાણે વિચાર કરતો હતો તે વખતે સુબુદ્ધિ મંત્રી બેલ્યો “આપના ઉપર એ મોટો ઉપકાર કરનાર છે એ વિચાર આપે બહુ સારો કર્યો. કારણ કે જૈન ધર્મના અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવામાં જે કંઇ જરા માત્ર પણ નિમિત્તભૂત થાય તેના જે મેટે ઉપકાર કરનાર આ દુનિયામાં બીજો કોઈ પ્રાણુ નથી.”
શત્રમર્દન—“ખરેખર, એ બાબત તું કહે છે તે જ પ્રમાણે છે. હવે એક બીજી વાત કહું. મારા મનમાં એક વિચાર વારંવાર આવ્યા કરે છે. આચાર્ય મહારાજના વચનને વારંવાર સંભારી તેનું નિરાકરણ
મારા મનમાં વારંવાર કર્યા કરું છું તે પણ ભિક્ષા રાજાનો પ્રશ્ન, માગનાર લાજ વગરના બ્રાહ્મણની પેઠે વારંવાર તે શંકા સમાધાન. વિચાર મારા મનમાં આવ્યાજ કરે છે. હવે એ મારી
શંકા તારે દૂર કરવી જોઈએ.” સુબુદ્ધિ–તે વિચાર કેવા પ્રકારનો છે તે જણાવવા આપ કૃપા કરશે ?”
Page #568
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ ]
નિજ વિલસિતઉદ્યાન પ્રભાવ.
૫૨૭
શત્રુમર્દન—“ સાંભળ! આપણે આજે સવારે જ્યારે પ્રમાદશેખર ચૈત્યમાં દાખલ થયા કે તરતજ મારા મનમાં જે કાંઇ કલહ કંકાસ વિગેરે હતા તે સર્વ દૂર થઇ ગયા, રાજ્યનાં કાર્યો કરવા રૂપ ચિંતાપિશાચીને જાણે કોઇએ ઉખેડી નાખી હોય તેમ અદૃશ્ય થઇ ગઇ, માહ ની સર્વ જાળા ત્રુટી ગયા જેવી થઇ ગઇ, પ્રમળ રાગ રૂપ અગ્નિ જાણે આલવાઇ ગયો હેાય તેવા થઇ ગયો, દ્વેષ રૂપ વૈતાળ નાશી ગયા જેવા થઇ ગયા, વસ્તુને ઉલટી સમજાવનારદુરાગ્રહરૂપ ભૂત જાણે પલાયન કરી ગયા હોય તેમ થઇ ગયું, આખા શરીર ઉપર જાણે અમૃતને વરસાદ વરસ્યો હાય એવી શાંતિ થઇ ગઇ અને હૃદય જાણે સુખસાગરમાં ડૂબી ગયું હોય તેમ એક ક્ષણ માત્રમાં અનુભવ થવા લાગ્યા. આ સર્વ હકીકત મેં જાતે અનુભવી હતી. ત્યાર પછી ભુવનગુરૂ આદિનાથને પ્રણામ કર્યા, ગુરૂ મહારાજને ચરણે નમસ્કાર કર્યા અને મુનિ મહારાજોને વંદના કરી તેમજ ભગવાનનાં વચન સાંભળ્યાં, તે વખતે જે આનંદ! મેં આજે સવારે અનુભવ કર્યો તે વાણીથી કહી શકાય તેવા નથી. આવા અપ્રતિમ જૈન મંદિરમાં, એવા અર્ચિત્ય પ્રભાવવાળા ગુરૂમહારાજ પાસે હોવા છતાં, રાગનું ઝેર કેવી રીતે શમાવવું તેનેા ઉપદેશ કરતા છતાં, શાંત ચિત્તવાળા તપસ્વી લાક પાસે હાવા છતાં અને માણસાના એટલા મોટા સમુદાય હાજર હેાવા છતાં પણ પેલા માળને અત્યંત અધમ આચરણ કરવાને અધ્યવસાય કેવી રીતે થયા હશે?”
તે
""
સુબુદ્ધિ એ મંદિરમાં આપસાહેબે પ્રવેશ કર્યો કે તુરતજ આપને એક ક્ષણવારમાં ન કલ્પી શકાય તેવા ગુણાને આવિર્ભાવ થયા એમ આપસાહેબે કહ્યું તેમાં કાંઇ નવાઇ જેવું નથી. એ ભગવાનના મંદિરનું નામ જ પ્રમાદરોખર છે. એ મંદિરમાં પ્રવેશ કરતાં એવા ગુણ્ણા અવિર્ભાવ પામે તે સ્વાભાવિક છે તેથી આપને જે અનુભવ થયા છે તેમાં જરા પણ નવાઇ પામવા જેવું નથી. પણ આવા પ્રકારના સંયોગા છતાં ખાળના મનમાં અતિ તુચ્છ અધ્યવસાય કેમ થયા એમ આપે પુછ્યું તેનું કારણ તે આચાર્ય ભગવાને અગાઉ જ જણાવી દીધું છે. તેના સંબંધનું ( તેનું ) નામ વિચારવાથીજ એ માખતની શંકા તે દૂર થઇ જાય છે. તેનું નામ ખાળ છે અને પાપને અટકાવવાની સર્વ સામગ્રી હાજર હેાય છતાં માળ વે પાપનું આચરણ કરે છે. એ બાળપ્રકૃતિના સ્વભાવ છે. વળી ભગવાનનાં
૧ જુએ પૃષ્ઠ ૪૬૬,
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૩ કથને વિચારતાં એ પણ સમજાય તેમ છે કે પ્રાણીને શુભ અથવા અશુભ પરિણામો થાય છે તેમાં તેને 'દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની અપેક્ષા રહે છે, એટલે પ્રાણીને જે જે વિચારો, અધ્યવસાય કે પરિણતિ થાય તેમાં એ પાંચે બાબત ઉપયોગી ભાગ ભજવે છે. બાળને તે વખતે જે અધ્યવસાય છે તે ક્ષેત્રને લઈને થયો હતે એમ મને લાગે છે.”
શમન ક્ષેત્રના ઉપર તું આટલે બધો ભાર મૂક્ત હો તે એ જૈન મંદિર તે પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર હતું ! અને એજ ક્ષેત્રમાં એ બનાવ બન્ય, તે આવું સુંદર ક્ષેત્ર બાળના સંબંધમાં એવા અશુભ પરિણુમ ઉત્પન્ન કરવાનું કારણ કેવી રીતે થઈ શકે ?”
સુબુદ્ધિ-મહારાજ ! એમાં મંદિરનો દોષ નહોતો, પણ ઉ. ઘાન (ઉપવન ) નો દોષ હતો. દેવમંદિર પણ ઉધાનમાં આવી રહેલું છે, તેથી ઉઘાન સામાન્ય ક્ષેત્ર છે અને એ ઉદ્યાન બાળના અશુદ્ધ અધ્યવસાયનું કારણ છે.” - શત્રમર્દન–“જે એ ઉદ્યાન ખરાબ અધ્યવસાયનું કારણ હોય તો અમે પણ તેજ ઉદ્યાનમાં હતા તે અમને તે ખરાબ અધ્યવસાયનું કારણ કેમ ન થયું ?”
સુબુદ્ધિ–“એ ઉદ્યાન ઘણું વિચિત્ર સ્વભાવવાળું છે અને જુદા જુદા માણસોને અંગે તે અનેક પ્રકારનાં પરિણમે નિપજાવનારૂં-કામે કરાવનારું થઈ શકે છે. એ પ્રમાણે હોવાથી તેનું નામ નિજવિલસિત પાડવામાં આવ્યું છે. તે જુદા જુદા પ્રકારનાં “સહકારી કારણને લઈને ભિન્નભિન્ન પ્રાણીમાં જુદી જુદી પ્રકારનાં “વિલસિત પ્રકટ કરે છે.
૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ દ્રવ્ય એટલે વસ્તુ પોતે, ક્ષેત્ર એટલે સ્થાન, કાળ એટલે સમય, ભાવ એટલે સંયોગો અને ભવ એટલે એક જન્મ અને મરણ વચ્ચેનો સમય (તેના સંયોગો સાથે એટલે ગતિ અને ત્યાં તોગ્ય નામકર્મો વિગેરે)
૨ Common ground.
૩ એ ઉદ્યાનનું નામ નિજવિલસિત છે. દરેક પ્રાણીને વિલાસ જુદા પ્રકાર હોય છે તેથી આવિર્ભાવ પણ પ્રથ૬ પ્રથ૬ થાય છે. આજુબાજુની વ. સ્તુઓ વિલાસ અને વિકાસપણે પરિણમી જાય છે અને તેને સહકારી કારણ ગણવામાં આવે છે.
૪ તેના વર્ણન માટે જુઓ પૃષ્ઠ ૪૬૩, ૫ સહકારી સાથેના, મદદ કરનાર, ૬ વિલસિત લીલા, ગમ્મત.
Page #570
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ ] નિજવિલસિતઉદ્યાન પ્રભાવ.
૫૨૯ એના આપણે પ્રત્યક્ષ દાખલા જોઈએ. બાળની સહકારી કારણે; સાથે સ્પર્શન મિત્ર અને અકુશળમાળા હતા તેથી તેના સર્વનજરૂરીઆત. જોવામાં જ્યારે મદનકંદળી આવી ત્યારે તે ઉદ્યાને
તેના મનમાં મદનકંદની સાથે વિષયભોગ ભેગવવાના અને એને લગતા બીજા વિચારે ઉત્પન્ન કર્યા. અહીં સ્પર્શન અને અકુશળમાળાને સહયોગ અને મદનકંદળીનું દર્શન સહકારી કારણે સમજવાં. મનીષી, મધ્યમબુદ્ધિ અને આપના જેવા પુણ્યશાળી વિશિષ્ટ પુરૂષોને જ્યારે સૂરિ મહારાજના પાદપ્રણમનને અવસર મળે ત્યારે તેજ ક્ષેત્રે (ઉદ્યાને ) તમારા મનમાં સર્વવિરતિ દેશવિરતિ અંગીકાર કરવાની અને એવી બીજી ઉત્તમ ભાવનાઓ ઉત્પન્ન કરી. અહીં સૂરિપદપ્રણામ સહકારી કારણ સમજવું. જો કે કઈ પણ કાર્ય થવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવ, કર્મ, નિયતિ, પુરૂષકાર વિગેરે કારણે કેટલાંક પ્રકટપણે અને કેટલાંક અપ્રકટપણે સર્વ એક સાથે મળીને જ તે કાર્યને કારણુપણાને પામે છે અને તેઓમાંનું માત્ર એકજ કારણ સ્વતંત્ર રીતે કઇ દિવસ પણ કેઈ કાર્યનું કારણ થઈ શકતું નથી, સર્વ સાથે હોય
ત્યારે એક કાર્યની નિષ્પત્તિ થાય છે, છતાં પણ એક કારણની ઉ. એકને અંગે વાત ચાલતી હોય અને તેની મુખ્યતા પચારથી મુખ્યતા. હોય તે સર્વમાંથી તેને એક મુખ્ય કારણ તરીકે કહી
શકાય છે. ખરી રીતે તે સર્વ કારણે એકઠાં થાય ત્યારે જ કાર્ય થાય છે, પણ અમુક અમુક અપેક્ષાએ એક એકની મુખ્યતા દેખાઈ આવે છે. એ વખતે ઉદ્યાનના વિચિત્ર પ્રકારના ભાવો હૃદય પર વધારે અસર કરનાર હોવાથી ક્ષેત્રનું કારણ તરીકે મુખ્યપણે આપની પાસે નિવેદન કર્યું છે.”
શત્રમર્દન–“મિત્ર! એ વાત તે તે બહુ સારી કરી. હવે એક બીજી વાત તને પૂછું ! આચાર્ય મહારાજની પાસે પેલા કર્મવિલાસ રાજા સંબંધી વાત નીકળી ત્યારે તે કહ્યું હતું કે તું તેનું બધું સ્વરૂપ સારી
૧ કારણે કોઈ પણ કાર્ય થવા માટે પાંચ કારણ એકઠાં મળવાં જોઈએ? કાળ પરિપકવ થ જોઈએ; વસ્તુનો તે સ્વભાવ જોઈએ; વસ્તુ તે પ્રકારે બનતી હોવી જોઈએ (નિયતિ) કર્મ તેવા પ્રકારનું હોવું જોઇએ અને તે માટેને ઉદ્યોગ હેવો જોઈએ. એ પાંચમાંથી એક પણ કારણુ મંદ હોય તે કોઈ કામ થઈ શકતું નથી. દ્રવ્ય અને ક્ષેત્રનો સમાવેશ સ્વભાવમાં થઈ જાય છે. મૂળ મુખ્ય કારણે પાંચ છે: કાળ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યોગ.
૨ જુઓ પૃષ્ઠ ૫૧૧. ત્યાં સંક્ષેપમાં આચાર્યો કર્મવિલાસનું સ્વરૂપ કહ્યું હતું; પછી વધારે સ્વરૂપ જણાવવાનું સુબુદ્ધિ મંત્રીએ રાજાને વચન આપ્યું હતું.
Page #571
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ રીતે જાણે છે અને આગળ ઉપર તે મને તું કહી સંભળાવીશ. તેનું સ્વરૂપ હવે તું મને જણાવ ! મને તે સાંભળવાની ઘણુંજ ઈચ્છા તે વખતથી થયેલી છે.”
સુબુદ્ધિ-જે એમજ આપની ઈચ્છા હોય તે આપ એકતમાં બેસો એટલે આપની સાથે વાત કરું.”
કર્મવિલાસ રાજાનું વાસ્તવ સ્વરૂપ, તેના આખા પરિવારપર વિચારણા
સ્પર્શેન્દ્રિય સંબંધ અને ગુરૂપદેશનું રહસ્ય, ત્યાર પછી મનીષીની રજા લઈને રાજા તથા મંત્રી રાજસભામાંથી ઊઠીને બાજુના એકાંત ઓરડામાં ગયા, ત્યાં સુબુદ્ધિ મંત્રીએ કહેવા માંડ્યું “રાજન્ ! આચાર્ય મહારાજે જે વાત કરી તેનો પરમાથે-કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે હતો જે આપ ધ્યાન રાખીને સાંભળે. તમને યાદ હશે કે ભગવાન આચાર્ય મહારાજે ચાર પ્રકારના પુરૂષ બતાવ્યા હતા તેમાં જે પ્રથમ ઉત્કૃષ્ટતમ વર્ગના પુરૂષો છે તે સર્વ કર્મના પ્રપંચથી રહિત હોવાથી તેઓને સિદ્ધ અથવા “મુક્ત” કહેવામાં આવે છે. ત્યાર પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જીવો કહ્યા તે અનુક્રમે બાળ મધ્યમબુદ્ધિ અને મનીષી (બુદ્ધિશાળી) સમજવા. હવે આચાર્ય મહારાજે જે કર્મવિલાસ રાજાની વાત કરી હતી તે પ્રાણુઓનાં એવા પ્રકારનાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપને જનક (ઉત્પન્ન કરનાર પિતા) પોતપોતાના કર્મને ઉદય સમજવો. એ કર્મોની બહુ જબરી શક્તિ છે અને તે જ સંબંધમાં આચાર્ય મહારાજ પાસે વાત થઈ હતી, બીજા કેઈના સંબંધમાં નહિ. એ રાજાની શુભ અશુભ અને મિશ્ર (શુભાશુભ) એવી ત્રણ પ્રકારની પરિણતિ છે. એ ત્રણે પ્રકારની વૃત્તિઓને અનુક્રમે શુભસુંદરી, અકુશળમાળા અને સામાન્યરૂપાનું નામ આપીને એને મનીષી બાળ અને મધ્યમબુદ્ધિની
૧ આવા ઉત્તમ વિચારો અને ખાસ કરીને સ્વરૂપ જ્ઞાન એકાંતમાં જ થાય છે. ચિત્તની એકાગ્રતા એકાંત વગર થવી લગભગ અશકય છે. રાજાને પોતાની સુબુદ્ધિ સાથે એકાગ્રતા કરી નિર્ણય પર આવવું છે.
૨ ચાર પ્રકારને પુરૂષોને હેવાલ આ પ્રસ્તાવના પ્ર. ૧૨ મા માં પૃષ્ઠ ૪૭૭ થી શરૂ થાય છે અને તેનું વર્ણન પૃષ્ઠ ૪૮૮ સુધી ચાલેલ છે. તે ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે.
૩ એટલે કર્મ એ ત્રણ વર્ગના પ્રાણીઓના પિતા થયા. બાળ, મધ્યમબુદ્ધિ અને મનીષીના પિતા કર્મવિલાસ છે એમ કહેવામાં આવ્યું છે. જુઓ પૃ. ૩૭૪,
Page #572
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ ] નિજવિલસિત ઉદ્યાનપ્રભાવ.
પ૩૧ માતાઓ તરીકે બતાવવામાં આવી છે, કારણું કે એ ત્રણ વર્ષના પુત્ર રૂષોને એવા સ્વરૂપમાં તેજ માતાઓ (પરિતિઓ) જન્મ આપે છે.” - શત્રમર્દન - “ ત્યારે બાળ જીવોનો મિત્ર કોણ છે? તે પણ તું મને જણાવ."
સુબુદ્ધિ– સર્વ અને ઉત્પન્ન કરનાર પિલે દર ઊભો છે તે સ્પર્શેન્દ્રિય નામને તેઓને મિત્ર સમજવો.” શત્રમર્દન રાજાએ આ હકીકત સાંભળી પિતાના મનમાં વિચાર
કર્યો કે અહો ! ભગવાને આ સર્વ વાત કહી તે મેં આ ત ર પણ સાંભળી હતી, પણ તે સંબંધમાં મેં સારી રીતે વિચારણ. વિચાર કર્યો નહોતો. આ સુબુદ્ધિએ પિતાના મનમાં
વિચાર કરીને હકીકતનો મેળ બરાબર મેળવ્યું છે. મને એમ લાગે છે કે એવા પ્રકારનો સારે માર્ગ બતાવનાર અને બંધ આપનાર ખરા સાધુઓ સાથે સુબુદ્ધિને લાંબા વખતથી પરિચય છે તે કારણને લઈને જ તે આ હકીકત બરાબર સમજી ગયે. અહાહા ! એણે કેવી મજાની અને સારા શબ્દોમાં વાત કરી ! ભગવાને પણ કેવી યુતિથી નામ આપ્યા વગર આ મનીષી વિગેરે સર્વનાં ચરિત્ર કહી દીધાં હતાં. તેઓએ પણ બહુ સુંદર રીતે દેશના દીધી હતી ! પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? તેનું નામ જ પ્રબોધનરતિ છે એટલે તેને અન્ય પ્રાણીઓને બોધ આપવામાં જ આનંદ આવે તે તેઓના નામને બરાબર યોગ્ય છે.
મનીષીને વિલંબ કરવા રાજાની માગણ. સુબુદ્ધિને દીક્ષા સંબંધી વિચારણીય જવાબ.
ગુણ પક્ષપાત અને ખોટા સ્નેહનાં પરિણામે, રાજાએ સુબુદ્ધિ મંત્રીને કહ્યું “મિત્ર! હવે વાત પૂરી કર, તારે વધારે તસ્દી લેવાની જરૂર નથી. એ હકીકત તો મારા સમજવામાં બરાબર આવી ગઈ. હવે હું તને એક બીજી વાત કરું ! જે, સાંભળ! જે આ મનીષી થોડે વખત સંસારમાં રહી વિષયોની સાથે સંબંધ કરે તો ત્યાર પછી અમે પણ તેની સાથે દીક્ષા લઇએ. એનું કારણ એ છે કે જ્યારથી મેં એને જે છે ત્યારથી જ એના ઉપર મને ઘણો એહ ઉત્પન્ન થયે છે, તેથી તેનાથી છૂટા પડતાં જાણે તેનો વિરહ સહન જ નહિ થઈ શકે એમ ધારીને હૃદય તેની પાસેથી ખસતું જ નથી; એને જોતાં જોતાં અને એના વદન કમળને નિરખતાં નિરખતાં
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૩૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
નેત્ર પાછાં હડી શકતાં નથી-આ પ્રમાણે હાવાથી એને વિરહ એક ક્ષણવાર પણ સહન કરવાની મારામાં શક્તિ નથી. એને આવી રીતે છેડી શકાય તેમ નથી અને જે પ્રમાણે તે ચારિત્ર લેવા તૈયાર થઇ ગયા છે તે પ્રમાણે ચારિત્ર ગ્રહણ કરવાને અમને અત્યારે પરિણામ થતા નથી; માટે તેની પાસે તું પ્રેમથી માગણી કર, ઉત્તમ શબ્દ (સંગીત) વિગેરે વિશિષ્ટ ભાગેાનું સ્વરૂપ તેની પાસે રજી કર, તેને એમ જણાવી દે કે એ શબ્દ વિગેરે ભાગોના હવે તેજ ખરેખરા સ્વામી છે. તેને વજ ( હીરા ), ઇંદ્રનીલ ( પન્નુ ), મહાનીલ ( એક જાતના મણિ ), કર્યંતન (રત), પદ્મરાગ ( માણેક ), મરકત ( લીલેલા મણિ ), વૈર્ય (ર૧), ચંદ્રકાન્ત (મણિ), પુષ્પરાગ ( પોખરાજ ) વિગેરે અમૂલ્ય રત્નો આપણી પાસે છે તે બતાવ, દેવતાઓની અપ્સરાઓને પણ ભૂલાવે તેવી સુંદર રૂપવંત કન્યા તેને દેખાડે અને એવું એવું સર્વ તેના સંબંધમાં ગાઢવીને તેને સંસાર તરફ એવા પ્રકારના લાભ લગાડી દે કે જેથી તે કાંઇ પણ વધારે વિચાર ન કરતાં કેટલાક કાળ સંસારમાં રહી આપણી હોંસ પૂરી કરે.”
વિષયાનુકૂળતા કરવાની સૂચના.
સુબુદ્ધિ—“ જેવા મહારાજાના હુકમ! પણ આ બાબતમાં મારે આપ સાહેબને જરા પ્રાર્થના કરવાની છે તે યોગ્ય હોય કે અયોગ્ય હાય તે પણ તેને માટે આપે મને ક્ષમા આપવી પડશે.”
શત્રુમર્દન——“તું તા હવે મને સારો અને સાચો ઉપદેશ આપનાર થયા છે, તેથી તને તે! મારા ઉપર મોટા અધિકાર પ્રાપ્ત થયો છે એમ કહી શકાય; કારણ કે તું મારા ગુરૂ થયા અને હું તારો શિષ્ય થયા. હવે તારે મારા સંબંધમાં કાંઇ પણ સંભ્રમ ( વિચાર-ઘુંચવણ ) કરવાના હોય જ નહિ. તારા મનમાં જે કાંઇ હેાય તે જરા પણ ગભરાયા વગર તું વગર વિલંબે કહે.”
સુબુદ્ધિ—“ જો એમ છે તે સાંભળે. આપ સાહેબે પ્રથમ કહ્યું કે આપને મનીષી ઉપર ઘણા જ પ્રેમ આવે છે તે વાત તદ્દન યોગ્ય છે અને બનવા જોગ છે, કારણ કે મહાપુરૂષા હંમેશા ગુણવાન તરફ જરૂર પક્ષપાત રાખે છે, એવા પ્રકારના પક્ષપાત પાપના સમૂહને ઢળી નાખે છે, સારા આશયને વધારે પ્રકટ કરે છે, સજ્જનપણાને જન્મ આપે છે, આબરૂને વધારે છે, ધર્મને એકઠી કરે છે અને તેમ ( એવા પક્ષપાત) કરનારની માામાં જવાની ચેાગ્યતા છે એમ
Page #574
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ ]
નિજ વિલસિતઉદ્યાનપ્રભાવ.
૫૩૩
મતાથી આપે છે, ત્યાર પછી આપશ્રીએ કહ્યું કે કોઇ પણ રીતે તેને (મનીષીને) લાભમાં નાખીને કેટલાક વખત સંસારમાં રાખવા તે વાત મને ચેાગ્ય લાગતી નથી. એમ કરવાથી તેના ઉપર સુબુદ્ધિના જવાબ, તમે વાસ્તવિક સ્નેહ બતાવતા નથી; પણ તેના ક્રુદિક્ષાની મહત્તા. શ્મનની ગરજ સારો છે; કારણ કે આ સંસાર મહાભયંકર જંગલ-વન જેવા છે; તેમાંથી કેાઇ બહાર નીકળી જવાની ઇચ્છાથી આખા જગતનું હિત કરનાર જૈન મતમાં વિશેષ પ્રવૃત્તિ કરવા મનથી, વચનથી અને કાયાથી ઉદ્યમ કરતા હેાય તે તેને જે પ્રાણી વધારે ઉત્સાહ આપે તેજ સ્નેહ સંબંધથી પ્રેરાયલ તેના ખરેખરા બંધુ છે એમ સમજવું, અને ખાટા સ્નેહના માહથી જે પ્રાણી એવી રીતે સંસારમાંથી નીકળી જવાની ઇચ્છા કરનારને વારેઅટકાવે તે ખરેખરી રીતે તેનું અહિત કરનારા હેાવાથી પરમાર્થથી તે તેને શત્રુ છે-દુશ્મન છે એમ સમજવું, એ મનીષી પેાતાનું હિત કરવા તૈયાર થયા છે તેને તમારે વારવા નહિ, અટકાવવા નહિ. એ પ્રમાણે કરશે (અને નહિ અટકાવા ) તેા જ આપે ખરા સ્નેહ કર્યો ગણાશે. વળી એક બીજી પણ વાત આપને કહું: મનીષીને લેાભાવવા માટે તમે પાર્થિવ તેા શું પણ કદાચ મોટા દૈવી વિષયા લાવા અને તે સંબંધમાં હજારો પ્રયત્ન કરો તે પણ તેને ચળાવવા અશક્યજ છે. એના હેતુ એ છે કે એ મહાત્મા મનીષીને વિષયેા રૂપ વિષ (ઝેર )ના વિષમ (ભયંકર) વિપાકને સમજાવનાર ભગવાનના વચન ઉપર સારી રીતે નિર્માણત થયેલ વિશિષ્ટ આધ થઇ ગયેલા છે, તેના હૃદયસરોવરમાં સર્વ પ્રકારની પાપરૂપ કલુષતાને ધોઇ નાખનાર વિવેકરલ સ્ફુરાયમાન થયું છે, વસ્તુઓના યથાયોગ્ય સ્વરૂપને જણાવનાર સમ્યગ્દર્શન તેના મનમાં વધારે ઉલ્લાસ પામ્યું છે અને સર્વ દોષોથી મૂકાવે તેવા ચરણ (ચારિત્ર) ધર્મને ગ્રહણ કરવાના પરિણામ તેને થઇ ગયા છે. ભગવાનની કૃપાથી જ્યારે પ્રાણીમાં એવા મહાકલ્યાણ કરનાર ગુણસમૂહો જાગ્રત થાય છે ત્યારે પછી તેનું ચિત્ત વિષયમાં રમણ કરતું જ નથી, આખા સંસારા પ્રપંચ તન ત્યાગ કરવા યોગ્ય તેને લાગે છે, આખા જગતના
૧ દીક્ષા લેવા ઉક્ત થયેલાની સામે પડનારે આ વાત ખાસ વિચારવા યેાગ્ય છે.
૨ પાર્થિવઃ આ પૃથ્વી પરના-સાદા,
૩ તૈલી, દેવલાકના-અસાધારણ.
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૩૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ વિલાસ ઈદ્રજાળ જેવા ખોટા અને ડુંક વખત રહેનારા દેખાય છે અને ઈષ્ટ (વહાલાઓ)નો સંબંધ થોડીવાર રહેનાર હોવાથી સ્વM જે તેને લાગે છે. તેને મોક્ષ માર્ગ સાધવાની જે પ્રબળ બુદ્ધિ થઈ હોય છે તે બીજા કેઇના કહેવાથી પ્રલયકાળે પણ નાશ પામતી નથી એ આપે ચક્કસ સમજવું. આ પ્રમાણે હકીકત હોવાથી મહારાજ ! જે આપના કહેવાથી કદિ અમે એને સંસારમાં રહેવા માટે લલચાવવા પ્રયત્ન કરશું તો તેની પાસે અમે અમારા ઉપર મેહની કેટલી સત્તા ચાલે છે તેને પ્રકટ પુરાવો રજુ કરશું, બાકી તમે તેમાં જે ધારણું રાખી છે તે કદિ પણ સિદ્ધ થવાની જરા પણ આશા નથી. માટે આવા ખોટા પ્રયત્નથી સર્યું !
શત્રમર્દન– એમજ હોય તો પછી અત્યારે અવસરને યોગ્ય આપણે શું કરવું જોઈએ તે તું મને જણવ.”
સુબુદ્ધિ–“એને માટે દીક્ષા લેવાનો સારો દિવસ જોવરાવીને તે દિવસને લગતા દિવસેએ વધારે પ્રમોદ થાય એવા ધાર્મિક મહત્સવો કરી અને એ સંબંધમાં બને તેટલે આદર બતાવો.”
શત્રુમર્દન–“તે તો સર્વ તું સારી રીતે જાણે છે, માટે જેમ યોગ્ય લાગે તેમ કર.”
Page #576
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મું. નિષ્ક્રમણાત્સવ–દીક્ષા—દેશના.
સિ ાર્થ નામના જોશીને શત્રુમર્દન રાજાએ એટલાન્યા. તે આવી પહોંચતાં રાજાએ તેને આસન આપ્યું; ચેાગ્ય ક્રિયા ઉપચાર કરવામાં આવ્યા અને પછી તેને બેલાવવાનું પ્રયાજન કહી સંભળાવ્યું.
નિમિત્તિયાએ આપેલ મુહૂર્ત,
જોશીએ ત્યાર પછી ગણતરી કરીને કહ્યું કે આજથી નવમે દિવસે ચાલુ માસના ચાલુ પખવાડીઆની શુદ તેરશ ને શુક્રવારે ચંદ્રમાના ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર સાથે યાગ થાય છે. તે વખતે મહાકલ્યાણ કરનાર શિવયેાગ થાય અને તે દિવસે સૂર્ય ઉગ્યા પછી સવા બે પહેાર ગયે વૃષલગ્ન સાત ગ્રહ। ઉચ્ચ સ્થાને આવેલા હોય તેવું એકાન્ત નિરવદ્ય થાય છે-તે વખત બહુ સારા છે, શુભ કાર્ય કરવાના તે બહુ સુંદર સમય છે, માટે તે વખતે તેને ચારિત્ર ગ્રહણ કરાવવું. રાજાને અને મંત્રીને તે હકીકત ઘણી પસંદ આવી અને તે મુહુર્ત તેએએ સ્વીકાર્યું. ત્યાર પછી તે જોશીની યાગ્ય પૂજા કરી તેના સત્કાર કરી તેને વિદાય કરવામાં આન્યા અને તે દિવસ આનંદમાં પસાર થઇ ગયા.
અઠ્ઠાઇ મહેાત્સવ,
બીજા દિવસથી માંડીને રાજાએ પ્રમાદશેખર ચૈત્યમાં તેમજ નગરમાં આવેલાં ખીજા વિશાળ જૈન દેરાસરોમાં ઇંદ્રના મહોત્સવને પણ ભૂલાવી દે તેવા મોટા મહાત્સવ મંડાવ્યા, તેમજ જેને જે ોઇએ તે યા યા–એવી માટી ઘોષણા પૂર્વક માટાં મોટાં દાન આપવામાં ૧ સૂર્યોદયથી ૬ કલાક ગયે, બપોરે લગભગ પાણેવાગે
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૩૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
આવ્યાં. એ મહાત્સવના આઠે દિવસ મનીષીને મોટા જયકરિવર નામના હાથી પર બેસાડી નગરના ત્રીક, ચાક અને ચવરમાં ફેરવવામાં આવ્યા. તે વખતે રાજા પાતે તેની આગળ મંત્રી સામંતાસહિત પગે ચાલતા હતા; તેથી જાણે ઇંદ્રમહારાજે ઐરાવત હાથીપર આરૂઢ કરેલ હોય એવી મનીષાની શોભા લાગતી હતી અને તે વખતે દેવતાના આકાર ધારણ કરનારા શહેરીએ અનેક પ્રકારે તેની સ્તુતિ કરતા હતા. આવી રીતે મનીષીને આખા નગરમાં ફેરવીને શત્રુમર્દન રાજાએ અપ્રતીમ વિલાસેાને તેને અનુભવ કરાવ્યા.
એ પ્રમાણે મહાત્સવ ચાલતાં આઠમે દિવસ આવી પહોંચ્યા. રાજસભામાં જજૂદા જૂદા સર્વ માણસોને સન્માન આપતાં પ્રથમના બે પહેાર પસાર થયાં. સૂર્યની ચાલ જાણે મનીષીનું ચરિત્રજ સૂચવતી હાય નહિ તેમ તે વખતે સમય જણાવનાર (ઘંટ વગાડનાર પહેારેગીર) દરવાને જણાવ્યું “ લોકોમાં અંધકાર દૂર કરીને અને બુદ્ધિમાન પ્રાણીઓને આનંદ ઉપજાવીને આ સૂર્ય હવે સર્વને મસ્તકે આવ્યા “ છે તે એમ સ્પષ્ટપણે જણાવે છે કે જેમ વધતા વધતા પ્રતાપથી
'
'
cr
(વધારે તાપથી ) હું સર્વની ઉપર આવી રહ્યો છું તેવી રીતે પાતાના ગુણુથી સર્વ પ્રાણીઓ લેાકાની ઉપર આવી શકે છે-સર્વની ઉપ૨ “ પેાતાનું આધિપત્ય સ્થાપન કરે છે.”
નિષ્ક્રમણ મહાત્સવ,
સમય જણાવનારના આવા શબ્દો સાંભળી શત્રુમર્દન રાજાએ સુબુદ્ધિ મંત્રી વિગેરેને ઉદ્દેશીને કહ્યું, “ અહા! મૂહુર્તના વખત હવે નજીક પહોંચ્યા છે તેથી હવે આચાર્ય મહારાજ પાસે જવાની સર્વ સામગ્રી એકદમ તૈયાર કરો !” સુબુદ્ધિ મંત્રીએ કહ્યું “ મહારાજ ! જાણે મનીષીની પુણ્યપરિપાટિ હોય તેમ આપની સર્વ સુમુદ્દિની ખાદ્ય સામગ્રી તૈયાર જ છે. સેાના જેવા ઉજ્જવળ રથા સામગ્રીની યાજના જેને ઘેાડા જોડવામાં આવ્યાં છે તે ઘણઘણુ અવાજ કરતા તૈયાર થઇને ચાલવા મંડી ગયા છે. એની
ગુણપ્રતાપ.
૧ ત્રીફ, ચશ્વર, ચાફ ત્રણ રસ્તા મળે તેને ત્રીક અને ચાર એકઠાં મળે તેને ચત્વર કહે છે અને ખુલ્લી જગાએ હોય તેને ચાક કહે છે.
૨ પ્રતાપ શ્લેષ છે: (૧) સુર્ય સંબંધે સખ્ત તાપ અને (૨) મનીષી સંબંધે તેજ-કાંતિ.
Page #578
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭] નિષ્કમણત્સવ-દિક્ષા-દેશના.
૫૩૭ પછવાડે રાજપુરૂષથી બીરાજમાન સંખ્યાતીત હાથીઓ જાણે રાજદ્વાર પાસે આવીને ઘન ગર્જરવ કરતા હોય તેમ ગર્જરવ કરતા ડેલી રહ્યા છે. તેની પછવાડે જેના ઉપર સુંદર અશ્વારે બેસી ગયા છે અને જેઓના મોઢાં કાંઈક ચાલતા જણાય છે તેવા મરોડવાળી ડેકવાળા સેંકડો ઘોડાઓ આકાશને જાણે પી જતાં હોય તેવો દેખાવ આપતા હષારવ કરી રહ્યા છે. ત્યાર પછી આજના બનાવ સંબંધી હકીકત જાણું લઈને મદમસ્ત પાયદળ લકર સુંદર વેશ પહેરીને આવેલું ચાલી રહ્યું છે તે જાણે ક્ષીરસમુદ્રનું જળ હોય તેના જેવું શેભે છે. સુંદર રતનાં આભૂષણો ધારણ કરીને તેમજ સુંદર કાવ્ય સમૂહ સાથે લઈ સુંદર લેનવાળા સ્ત્રી પુરૂષોનાં ટોળાં ચાલી નીકળ્યાં છે. મહાત્મા મનીષીના મોટા પુણ્યથી ખેંચાઈને અનેક દેવતાઓ આકાશમાર્ગમાં આવી આકાશને શેભાવી રહ્યા છે, તે ઊંચે નજર કરવાથી જણુઈ આવે તેમ છે. આ બાજુએ નગરના લોકો કૌતુકથી અહીં મેટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને હર્ષના તરંગમાં એવા આવી ગયા છે કે જાણે સમુદ્રમાં મોટે ક્ષોભ થે હોય તેવો દેખાવ તેઓ બતાવતા જણાય છે. અથવા તો મારી પાસેથી હકીકત સાંભળીને અને મનીષીના ગુણથી રીઝી જઈને તેમજ આપનો અભિપ્રાય જાણી જઈને પછી કોણ માણસ વાંકે રહે? આવી બાબતમાં તો સર્વને હસથી ભાગ લેવાનું મન થાય જ એમાં કોઈ શક જેવું નથી. માટે હવે આપ સાહેબે પણ ઉઠવું જોઈએ.” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળી રાજા તેમજ મનીષી બન્ને
ઊભા થયા અને દરવાજા પાસે આવી પહોંચ્યા. એક નિજ વિલસિત મુખ્ય રથ જેમાં ઘુઘરીઓના જાળ તરફ વિસ્તાઉદ્યાનને માર્ગે. રવામાં આવ્યાં હતાં તેની ઉપર મનીષી બેઠા. એવી
રીતે સુંદર સુખરૂપ આસન ઉપર મનીષી કુમાર બીરાજમાન થયા ત્યારે તેના માથા ઉપર પહેરાવેલા મુકુટનાં કિરસેથી તેના મસ્તકને ભાગ જરા લાલરંગવાળે જાણતો હતો, તેના કાનમાં પહેરેલાં કુંડળ ઊંચાં નીચાં થઈ રહ્યાં હતાં, તેની છાતી ઉપર ઘણું મેટા ઉત્તમ મોતીઓની માળા શેભી રહી હતી, તેના હાથમાં કડાં અને બાજુબંધે સુંદર કાંતિને ધારણ કરી રહ્યાં હતાં, અતિ સુ
૧ મૂળ ગ્રંથમાં આ વાક્ય ઘણું મોટું છે. તદ્દન વિચિત્ર રચના અને અદ્ભુત કાવ્ય ચાતુર્ય દર્શાવનાર વાકય છે. ઘણો વિચાર અભ્યાસ અને તપાસ કરી તેનું અવતરણ કર્યું છે. એના પર વિશેષ પ્રકાશ પડશે તો ફેરફાર કરવામાં (પછીની આવૃત્તિમાં) આવશે. મે. ગિ. કા.
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૩૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ગંધી તાંબુલ (પાન) અને અંગ વિલેપનથી તેની બાહ્ય ઇન્દ્રિયોને પ્રસન્ન કરવામાં આવી હતી, તેના શરીર પર તદ્દન સ્વચ્છ અને મહા મુલ્યવાળાં વસ્ત્રો શોભી રહ્યાં હતાં, તેના શરીર પર ઊંચી નીચી થતી જુદા જાદા પ્રકારની ફલેની માળા શોભી રહી હતી, દરેક પ્રેમી માણસના મનોરથને પૂરે તેવા પ્રકારનું તેનું રૂપ થયું હતું, મહારાજા શત્રમર્દન તેના રથના સારથી થઈને રથને ચલાવી રહ્યા હતા, તેના માથા ઉપર તેના યશ જેવું શ્વેત છત્ર ધારણું કરવામાં આવ્યું હતું, સુંદર સ્ત્રીઓના હાથમાં ધારણ કરેલા ચંદ્રની નિર્મળ કૌમુદીનાં કિરણે જેવા તદ્દન રસંકેત ચામરે તેની બાજુમાં વીંઝાતા હતા, બંદીજને મોટા સ્વરથી
સ્તુતિ કરતા સાથે ચાલતા હતા, બીજી બાજુએ જરા દૂર આનંદરસથી ભરપૂર વિલાસ કરનારી નાયિકાઓ નૃત્ય કરતી સાથે ચાલતી હતી, સુંદર વાજિત્રોમાંથી નીકળતો મધુર સ્વર ચોતરફ ફેલાઈ સર્વ દિશાઓને બહેરી કરી મૂકતો હતો, કિન્નર (ગાયન કરનાર)નો મોટો સમૂહ ગાન કરતો સાથે ચાલતો હતો, તેની સાથે દેવતાઓ હર્ષતિરેકથી સિંહનાદ જેવા મેટા શબદો કરતા આકાશમાં ચાલતા હતા, નગરના અનેક લેકે વખાણ કરતા સાથે ચાલતા હતા, નગરવાસી સ્ત્રીઓ પોતાનાં મુખ બારીમાંથી બહાર કાઢીને તેની સામું જોઈ રહી હતી, કેટલીક તો તેને દેવકુમાર ધારીને કૌતુકથી તેની સામુંજ જોઈ રહી હતી અને તેને નીરખીનીરખીને જોવામાં પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી, કેટલીક એ પોતાની સામી નજર કરે છે તેવા
ખ્યાલથી હર્ષમાં આવી ગઈ હતી, તે સ્ત્રીઓએ અનુપમ શૃંગાર ધારણું કર્યો હતો, તેઓ મદનના રસથી હૃદયને વશ કરે તેવી સુંદર હતી, નાના પ્રકારના વિલાસ કરવામાં કુશળ હતી અને એ જરૂ૨ પોતાની તરફ છુપી રીતે પણ પિતાની મેળે જોશે એ પિતાના રૂપનો ગર્વ ધરનારી છતાં એક બીજાતરફ રૂપના સંબંધમાં ઘણી ઈર્ષા રાખનારી હતી અને પોતાના વડીલો પોતાને એવી રીતે બારીએથી જોતાં જોઈ જશે તે વિચારથી જરા શરમાઈ જતી દેખાતી હતી અને આ રૂપૌંદર્યવાળે મનુષ્ય સંસાર છોડી જશે એ વિચારથી દિલગીર થતી હતી અને જે સંસારમાંથી આના જેવો રૂપાળો પુરૂષ ચાલ્ય જાય છે તેવા સંસારનું કામ પણ શું છે એવા વૈરાગ્યના રસમાં આવી ગયેલી નગરવાસી સ્ત્રીઓ પિતાના હૃદયમાં રહેલા અનેક પ્રકારના રસોને અને ભાવોને બતાવતી બારીમાંથી તેને અભિનંદન દેતી હતી, આકાશમાં તેની સાથે દેવસુંદરીઓ અને અસરાઓ ચાલતી હતી, તેની પછવાડેના બીજા રથમાં બેસીને તેના જેવા જ રૂપવાળે અને જાણે
Page #580
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭] નિષ્કમણત્સવ-દિક્ષા-દેશના.
૫૩૮ તેની છબી જ હોય તેવો મધ્યમબુદ્ધિ તેને અનુસરો પ્રમાદ શિખ હતો. તેની સાથે અનેક રથ હાથીઓ અને ઘોડાના રને પગથિયું. સમૂહો અત્યંત આનંદ સાથે ઘણું હવેથી ચાલતા હતા.
એવી રીતે ચાલતાં અનુક્રમે મનીષી નિજવિલસિત ઉદ્યાનમાં આવી પહોંચ્યો. રથમાંથી જે તે નીચે ઉતર્યો કે તુરત જ રાજપરિવાર તેની આજુ બાજુ વીંટવાઈ વળ્યો. ત્યાર પછી તે થોડે વખત પ્રદશેખર ચેત્યના દરવાજા પાસે ઊભો રહ્યો.
ઉદાત્ત અનુકરણ, રાજાની દીક્ષેચ્છા.
સંબંધીઓના જવાબ, મનીષી રથમાં બેઠે ત્યારથી માંડીને તેનામાં કેટલું આત્મબળ છે તેની પરીક્ષા કરવા સારૂ શત્રુમર્દન રાજા વધારે વધારે તેના સ્વરૂપનું લક્ષ્યપૂર્વક અવલોકન કરવા લાગ્યા હતા અને તેની હિલચાલપર ખાસ ધ્યાન આપતા હતા. રાજાએ જોયું કે ઘણું હર્ષમાં આવી જવાનાં કારણે મેજુદ હતાં છતાં અત્યંત વિશુદ્ધ અધ્યવસાયોથી
મનીષીના મનનો મેલ જોવાઈ ગયેલ હોવાને લીધે રાજાનું અવલોકન. તેના મનમાં જરા પણ વિકાર જણ નહોતો એદીક્ષાના પરિણામ. ટલું જ નહિ પણ સંસારના ચિત્રવિચિત્ર વિલાસના
દર્શનથી જેમ ક્ષાર માટી અને અગ્નિના પુટથી રન (હીરા) વધારે નિર્મળ થાય તેમ તેનું ચિત્તર વધારે વધારે નિર્મળ થતું હતું. રાજાએ વધારે બારીકીથી અવલોકન કરીને જોયું તે જણાયું કે જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે જેમ તેનાં કિરણનાં તેજથી તારાઓનો સમૂહ પ્રકાશતો નથી તેમ મનીષીના (આત્મિક) તેજ પાસે પોતાનું આખું રાજ્યમંડળ જરા પણ પ્રકાશ કરી શકતું નથી. આવી રીતે તેના ગુણનું બહુમાન કરતાં કરતાં રાજા તેમાં એટલે બધે લીન થઈ ગયો કે તેને પરિણામે સંસારમાં બંધન કરાવનાર
૧ નિજવિલાસમાં-આભરમણતા કરતી વખતે પ્રમોદ થાય છે તે પર આ આખું પિક છે.
૨ હીરા-રત્રને માટી અને ક્ષારથી અથવા દવામાં નાંખી ગરમ કરીને મેલ વગરના કરી શકાય છે તેમ સંસારના વિચિત્ર વિલાસના દર્શન રૂપ ક્ષાર-માટી વિગેરેથી તેનું મન નિર્મળ થયું હતું.
૩ નિર્મળઃ મેલ વગરનું. “મેલ” શ્લેષ છેઃ (૧) હીરા-૨ પક્ષે-રમ; (૨) મનીષી પશે-પાપ.
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૪૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ કર્મનું જાળું હતું તે તૂટી ગયું અને તેને પિતાને પણ ચારિત્ર (દીક્ષા) લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. એ ઉત્તમ ઈચ્છા ઉદ્યાનમાં આવતાં તુરતજ તેણે સુબુદ્ધિ મંત્રીશ્વરને, મધ્યમબુદ્ધિને, રાણું મદનકંદળીને અને સર્વ સામતિને કહી સંભળાવી. મહાત્મા પુરૂષનાં પડખાં સેવવાને આચિંત્ય પ્રભાવ હોવાને લીધે, કર્મને ક્ષયોપશમ વિચિત્ર રીતે કામ કરતા હોવાને લીધે અને સર્વ મનીષીના અકૃત્રિમ ગુણે તરફ રંજિત થઈ ગયેલા હોવાને લીધે તે સર્વનું આત્મવીર્ય પણ ઉછળ્યું તેથી તેને ઓએ રાજાનો અભિપ્રાય જાણીને જવાબમાં કહ્યું કે “સાહેબ ! આપે
બહુ સારી વાત કરી, તમારા જેવાએ તેમ જ કરવું નિશ્ચય અને પ્રસં. યોગ્ય છે કારણ કે વિવેકી પ્રાણીઓને સંસારમાં બીજાં ગાનું રૂપસંભાષણ. કાંઈ પણે શ્રેષ્ઠ જણાતું જ નથી. પ્રભુ ! આ સંસા
રમાં જે કઈ પણ વસ્તુ રમણુક હોય, વખાણ કરવા યોગ્ય હોય, સાર ભૂત હોય, ગ્રહણ કરવા યોગ્ય હોય કે સુંદર હોય તો તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ બરાબર સમજનારા વિશાળ બુદ્ધિવાળા મહા પુરૂષો કે જે આપ જેવાને પણ પૂજ્ય છે તેઓ સંસારને શામાટે ત્યાગ કરે?! આવા મોટા બુદ્ધિશાળી પુરૂષો કેદખાના જેવા સંસારને ત્યાગ કરતા જણાયા છે તેથી એમ સહજ જણાઈ આવે છે કે આ સંસારમાં સાર જેવું કાંઈ પણ નથી. આવો સંસાર જે અનેક પ્રકારના મોટા ભયને વારંવાર ઉત્પન્ન કર્યા કરે છે તેને જ્યારે માનીષી પણ ત્યાગ કરે છે ત્યારે જાણું, વિચારી, સમજીને ડાહ્યા માણસોએ તેમાં પડી રહેવું યોગ્ય નથી. અમે સર્વેએ મનીષીનું ચિત્ત બરાબર અભ્યાસ કરીને હમણું હમણું જોયું છે તેથી હવે અમારૂં મન પણ સંસાર તરફ રમણ કરતું નથી. જેવી રીતે તેના પ્રભાવથી દીક્ષા લેવાના વિચારો કરવા અમે હસવાળા થયા છીએ તેવીજ રીતે તેના વડે જ અમે સર્વ કાર્ય સંપાદન કરશું અને તેના વડેજ પરિપૂર્ણતા પામશે એમ અમને લાગે છે. તેથી ભગવાન શ્રી જિનેશ્વર દેવના મતની અત્યંત નિર્મળ અને સંસારને કાપી નાખનાર દીક્ષા અમે પણ લેવા ઈચ્છીએ છીએ તેથી તેને માટે આપશ્રી અમને રજા આપ.” શત્રુમર્દન રાજા–“ધન્ય છે તમારા વિવેકને! અને ધન્ય છે
તમારા ગંભીર ચિત્તને ! તમારું વચન ચાતુર્ય તેમજ સર્વ સામાન્ય આત્મબળ ખરેખર વખાણને પાત્ર છે. તમે બહુ ધન્ય વાદ, સારો વિચાર ર્યો છે અને અમને આવાં વચન બોલી
આટલે ઉત્સાહ આવે તે પણ બહુ સારું કર્યું છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭] નિષ્કમણત્સવ-દિક્ષા-દેશના.
૫૪૧ તમે આમ એક ક્ષણવારમાં સંસારપીંજરાને કાપી નાખ્યું તે બહુ ઉત્તમ કર્યું છે.” એવી રીતે સર્વને સામાન્ય રીતે ઉદ્દેશીને ધન્યવાદ આપ્યા પછી
શત્રુમર્દન રાજાએ વધારે હરખમાં આવી એક એકને સુબુદ્ધિને ઉદ્દેશીને કહેવા માંડ્યું. પ્રથમ સુબુદ્ધિ મંત્રીને ઉદે
શીને કહ્યું, “અહો મારા મિત્ર! તને તો સંસારનો સ્વભાવ સારી રીતે જણાવેલ હતું અને આટલે વખત તું સંસારમાં માત્ર મારી રાહ જોઈને જ રહ્યો હતો; તારે સંસારમાં પડ્યા રહેવાનું બીજું કારણ પણ શું હોઈ શકે? કેમકે એક પ્રાણીને રાજ્યને લાભ મળવાનો સંભવ હોય તો તે કદિ ચંડાળપણું સ્વીકારે ખરે? ખરેખર, મિત્ર તે બહુ સારું કર્યું છે, મારા ઉપર મોટી કૃપા કરી છે અને આ પ્રમાણે અત્યાર સુધી આચરણ કરીને અને હવે મારી સાથે દીક્ષા લેવાનો નિશ્ચય બતાવીને આપણું મૈત્રી સાચી હતી એમ બરાબર બતાવી આવ્યું છે.” મધ્યમબુદ્ધિ તરફ નજર કરીને શત્રુમર્દન રાજાએ પોતાનું સંભા
પણ આગળ ચલાવ્યું, “તારે તો પ્રથમથી જ મનીષી મધ્યમબુદ્ધિને. સાથે સબત હોવાથી તે તે ખરેખર ભાગ્યશાળી
છે! જે પ્રાણીને કલ્પવૃક્ષની પ્રાપ્તિ થાય તેને પછી કઇ જાતનું દુઃખ ખરેખર રહેતું જ નથી. હાલમાં વળી એના ચારિત્ર લેવાના વિષય ઉપર વધારે ધ્યાન આપવાથી તેને અનુસરવાનો વિચાર કરીને તું પણ તારા ભાઈ જે છે એમ તે બતાવી આપ્યું છે તે ઘણું સારું કર્યું છે. આપણે વૃદ્ધો કહે છે કે “સૌ સારું જેનું છેવટ સારૂં” એ કહેવત તને બરાબર લાગુ પડે છે.” ત્યાર પછી રાણું મદનકંદળીને ઉદ્દેશીને રાજાએ કહેવા માંડ્યું
રાણું ! સુવર્ણ અને પહ્મકમળ જેવું તમારું ચિત્ત મદનકંદળીને. ખરેખર અતિ સુંદર અને નાજુક છે. તેવા મનને
લઈને જ તમે આ વાતનો સ્વીકાર કર્યો છે. લેકમાં તમને મારી વહેવારૂ રીતે ધર્મપની (સ્ત્રી) કહેવામાં આવતા હતા તે વાત ધર્મની બાબતમાં પણ મારી સાથે જોડાવાનો વિચાર કરીને ખરેખરૂં કર્તવ્ય કરી બતાવીને આજે તમે સત્ય કરી આપી છે. તેટલા માટે દેવી! તમે ઘણે સારે નિર્ણય કર્યો છે. સંસારકારાગ્રહમાં સપડાઈ ગયેલા જેને માટે એનાથી વધારે સારું બીજું કઈ પણ કાર્ય નથી.”
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૪૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તે વખતે પોતાના સામ-તેમાંથી અને નગરવાસી વિગેરેમાંથી
પણ જે જે દીક્ષા લેવા માટે ભાવથી તૈયાર થઈ ગયા સર્વ સામાન્ય પ્રત્યે. હતા તે પ્રત્યેકને મધુર વાક્યથી રાજાએ સંતોષ આ
પવા અને ઉત્સાહ દેવા માંડ્યો. રાજા બેલ્યા “અહો! તમે જે પરમાત્માના મતની દીક્ષા લેવા તૈયાર થયા છે તે સર્વ ખરેખરા ભાગ્યશાળી છે, મહાત્મા છે, ઉત્તમ મનુ છે અને કૃતકૃત્ય છો ! (તમારું કાર્ય જરૂ૨ સારું થવાનું છે એવા છે). તમે સર્વ બહુ સારૂં કરે છે, તમારા જેવાએ એમ કરવું તે તદ્દન એગ્ય છે, તમે આ લેકમાં મારા ખરેખર ભાઈઓ છે.”
સુલોચનને રાજ્ય-સર્વની દીક્ષા તે વખતે પિતાના સુચન કુમારને પિતાનાં સર્વ રાજ્યચિ ( દંડ, છત્ર, છડિ વિગેરે) સોંપી દઈને તેને રાજ્યગાદી ઉપર સ્થાપન કરવામાં આવ્યો, રાજ્યચિ પવા એનેજ ગાદી સોંપ્યા બરાબર ગણવામાં આવ્યું અને તે સિવાય બીજાં પોતાને કરવાનાં કામો હતાં તે સર્વ સુરતમાં આટોપી લઈને રાજા જિનમંદિરમાં આવ્યા. પછી બાકીનાં બીજાં સર્વ કાર્યો કરીને અને જગદ્ગુરૂ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરીને સર્વેએ ગુરૂમહારાજ પાસે આવી પોતાના વિચાર ગુરૂમહારાજશ્રી પ્રબોધનરતિ આચાર્યને જણાવ્યા. ગુરૂમહારાજે બહુ મધુર શબ્દોમાં મીઠાશથી કહ્યું કે “આ બાબતમાં હવે જરા પણ વિલંબ કરી સંસારમાં રહેવું ઠીક નથી.” પછી કેટલાક સુંદર શબ્દો વડે સર્વને ધન્યવાદ આપ્યો અને જેમનાં પાપ ધોવાઈ ગયેલાં હતાં એવા ગુરૂમહારાજે જૈન આગમમાં બતાવેલી વિધિ પ્રમાણે સર્વને તુરતજ દીક્ષા આપી. તે વખતે સર્વને વૈરાગ્ય વધારવા માટે અને તે પ્રમાણે કરવું શાસ્ત્રાનુસાર હોવાથી આચાર્ય મહારાજે ટુંકી દેશના આપી.
- આચાર્ય મહારાજની દેશના આદિ અને અંત વગરને આ સંસાર જેમાં જન્મમરણ વારંવાર થતાં હોવાથી જે ઘણે ભયંકર લાગે છે તેમાં તીર્થકર મહા“રાજના મતની દીક્ષા લેવી તે પ્રાણીને માટે ઘણું મુશ્કેલ છે. એ
૧ નિશ્ચિાઃ શબ્દ અત્ર મૂળમાં છે. જેનામાંથી મિથ્યાત્વને ભાવ નાશ પામી ગયો છે તેવા.
૨ તે પ્રમાણે કરવાને કલ્પ લેવાથી. વૈરાગ્યમાં સ્થિર કરવા એ ગુરૂમહારાજની ફરજ છે.
Page #584
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭] નિષ્કમણત્સવ-દિક્ષા-દેશના.
૫૪૩ દીક્ષા અત્યંત નિર્મળ છે અને સર્વ સાવદ્ય (પાપ બંધાવનાર) મન “વચન કાયાના યોગોપર અંકુશ આણનાર છે. એ અત્યંત દુર્લભ છે દીક્ષા જ્યાં સુધી પ્રાણીને ઉદયમાં આવતી નથી, જ્યાં સુધી પ્રાણી તેનો લાભ મેળવી શકતા નથી, ત્યાં સુધી તેને અનેક પ્રકારનાં પારાવાર દુઃખ થાય છે, ત્યાં સુધી રાગ દ્વેષ અને તેનાં ભયંકર પરિણુંમો તેના પર પિતાની અસર બતાવ્યાં કરે છે, ત્યાં સુધી કર્મો પિતાનો પ્રભાવ તેના પર સ્પષ્ટ પણે દાખવ્યા કરે છે, ત્યાં સુધી “જન્મ મરણના ફેરા થયા કરે છે, ત્યાં સુધી અનેક પ્રકારની આપ“ત્તિઓ આવ્યા કરે છે, ત્યાં સુધી અનેક પ્રકારની પીડાઓ અને
ઉપાધિઓ થયા કરે છે, ત્યાં સુધી પ્રાણુ બીજા માણસ પાસે ગરીબ “રાંક-બાપ-બીચારો થઈને બેલે છે, ત્યાં સુધી દુર્ગતિમાં જઈ
અનેક દુઃખો સહન કરવાનો સંભવ રહે છે, ત્યાં સુધી અનેક પ્રકારના રેગ થાય છે અને ત્યાં સુધી અનેક પ્રકારના કલેશથી ભરપૂર “ભયંકર સંસાર સમુદ્રને અવકાશ મળ્યા કરે છે. જ્યારે કર્મ માર્ગ “આપે અને લોકનાથ શ્રી ભગવાન દેવની કૃપા થાય ત્યારે તિર્થંકર “મહારાજ શ્રી જિનેશ્વર દેવની બતાવેલી દીક્ષા પ્રાણીને પ્રાપ્ત થાય છે
અને પછી પ્રાણીનાં સર્વ પાપ જોવાઈ જતાં જાય છે. તેથી પ્રાણી છેવટે જ્યાં સર્વ પ્રકારનાં આનંદ નિરંતર વતી રહેલ છે અને “દનિયાંના સર્વ કલેશની જ્યાં ગંધપણું નથી એવી ઉત્તમોત્તમ જગતિએ પહોંચી જાય છે અને ત્યાર પછી મેં જે ભયંકર ઉપદ્રોનું
અગાઉ વર્ણન કર્યું તેવી સંસાર સંબંધી સર્વ ઉપાધિઓ તેનાથી દૂર “ચાલી જાય છે. આ સંસારમાં રહીને જે પ્રાણીઓ દીક્ષા ગ્રહણ “ કરે છે તેઓ ખરેખર અમૃતરસનું પાન કરે છે, તેઓને આ ભવમાં “પણ કેઇ પ્રકારની અડચણ થતી નથી અને તેઓ સુખથી ભરપૂર
રહે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવના મતની આવી દીક્ષા આજે “તમને પ્રાપ્ત થઈ છે, તમે તે રાજીખુશીથી સ્વીકારી છે અને તેમ “ કરીને આ ભવસમુદ્રમાં પ્રાણુએ જે ખાસ પ્રાપ્ત કરવા ગ્ય છે
તે તમે પ્રાપ્ત કર્યું છે. મારે તમને ખાસ ભલામણ કરીને કહેવાનું “એ જ છે કે હવે તમારે સર્વ પ્રમાદને છેડી દઈને એ દીક્ષા પાળવા “ માટે અને આત્માની પ્રગતિ કરવા માટે વારંવાર આખી જીંદગી સુધી પ્રયત્ન કર્યા કરે, કારણ કે દીક્ષા લીધી હોય છતાં પણ કમ ભાગ્યવાળા અધમ પુરૂષે પ્રમાદ વશ થવાથી તેને પાર પામી શકતા નથી. જે પ્રાણીઓ મનુષ્યમાં ઉત્તમ હોય છે તે જ તેને પાર પામે છે.”
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૪૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ ગુરૂ મહારાજની આ પ્રમાણેની દેશના સાંભળ્યા પછી સર્વેએ એક સાથે ગુરૂમહારાજને કહ્યું “સાહેબ ! આપ અમને આજ્ઞા આપો, આપને હુકમ ઉઠાવવા અમે તૈયાર છીએ.”
રાજર્ષિ શમનનું શંકા સમાધન.
શુભસુંદરી અને અકુશળમાળાના પુત્રો સામાન્યરૂપાના વિચિત્ર બાળકની માટી સંખ્યા, કર્મવિલાસના સર્વ પુત્રો અને તેના ત્રણ પ્રકાર,
સામાન્ય કર્તવ્ય પ્રેરણું અને યોગ્ય સ્પષ્ટીકરણ, તે વખતે પિતાના મુખ ઉપર મુહુપત્તિ રાખીને અત્યંત આનંદમાં આવી શત્રુમર્દન સાધુએ આચાર્ય મહારાજને સવાલ કર્યો “હે પ્રભુ ! મનીષીનું ચિત્ત ઘણું વિશાળ, મેલ વગરનું, ધીર, ગંભીર, ઉદાર, દયા-તત્પર, ચિંતા વગરનું, દ્વેષના સંબંધ વગરનું, અચંચળ, જગતને આનંદ આપનાર અને ટુંકામાં કહીએ તે વાણુથી જેનું વર્ણન ન કરી શકાય તેવું છે. તે તેવું ચિત્ત શું બીજા કેઈનું હોય ખરું? અહો! એનું એવું સુંદર ચિત્ત જોઈને અને તેનું વર્તન વિલેકીને અમારાં સર્વ સાંસારિક બંધને શિથિલ થઈ ગયાં અને આ ભયંકર સંસારકારાગ્રહમાંથી રાત્રે મુક્ત થઈ ગયા! પ્રભુ ! એવું ચિત્ત કેઇનું હોય ખરું કે નહિ તે અમને સમજાવો.”
ગુરૂમહારાજ બોલ્યા “એ મનીષીની માતા શુભસુંદરીનું નામ તો તમે અગાઉ સાંભળ્યું છે. એ શુભસુંદરીના જેટલાં છોકરાં છે તે સર્વેનું એવાજ પ્રકારનું નિર્મળ મન હેય છે.”
રાજા પિતે તે હવે તેનું તત્વ કાંઈક કાંઈક સમજી ગયો હતો તે પણ ભોળા લેકને બંધ થવા માટે મસ્તક નમાવીને શત્રુમર્દન
૧ દીક્ષા લીધા પછી કઈ પણ કાર્ય પોતાની મરજીથી કરાતું નથી, ગુરૂમહારાજની પ્રત્યેક કાર્ય માટે અને સામાન્ય ચાલુ બાબત માટે પણ આજ્ઞા લેવી પડે છે. એ સંપ્રદાય અનુસાર છો અઠ્ઠી એટલે “ આપ આજ્ઞા કરે ” “ હું આ પનાથી અનુશાસન કરાવવા ઇચ્છું છું” એમ કહી શિષ્ય દરરોજ આદેશે માંગે છે. નિયંત્રણ માટે આ રિવાજ બહુ ઉપયોગી છે.
૨ મુખવસ્ત્રિકાર મુખની પાસે હાથમાં નાનું વસ્ત્ર જીવદયા વિગેરે અનેક વિશાળ હેતુથી રાખવામાં આવે છે તેને “મુહુપત્તિ' કહેવામાં આવે છે. વધારે અપભ્રંશ થતાં તેને “મમતી” પણ કહેવામાં આવે છે. તેનું પ્રમાણ ૧૬ આંગળનું ચિરસ હોય છે. તેને ઘડ વાળીને રાખવામાં આવે છે.
Page #586
--------------------------------------------------------------------------
________________
નિષ્ક્રમણેાત્સવ-દિક્ષા-દેશના.
૫૪૫
સાધુએ ફરીને સવાલ કર્યાં “ ત્યારે શું મહારાજ એ શુભસુંદરીનાપુત્ર. શુભસુંદરીને વળી ઘણાંએ છેકરાઓ છે? અમે તા એના આ એક જ છોકરાને (મનીષીને ) ઓળખીએ છીએ અને તે તેને એકના એક જ છેકરા છે એમ જાણીએ છીએ.” ગુરૂમહારાજ તેના જવાબમાં કહેવા લાગ્યા એ શુભસુંદરીને તે ઘણાંએ છેકરા છે. આ ત્રિભુવનમાં જે જે પ્રાણીઓ મનીષી જેવાં દેખાય છે તે સર્વ શુભસુંદરીનાં કરાઓ છે એમાં જરાપણુ શંકા જેવું નથી. આ દુનિયાંમાં જે પ્રાણીએ ઉત્તમ છે-જેઆ મહા સત્ત્વવાળા પ્રાણીઓને માર્ગે ચાલનારાં છે, તે-મનીષી જેવાં શુભસુંદરીનાં જ બચ્ચાંઓ છે એમ જાણવું.”
પ્રકરણ ૧૭ ]
શત્રુન રાય ત્યારે મહારાજ ! આપે પેલા ખાળની માતા અકુશળમાળાનું વર્ણન કર્યું તેને પણ બાળ સિવાય બીજા પુત્રો હશે ?”
ગુરૂમહારાજ—“ હા, તેને પણ ઘણાં કરાં છે. આ ત્રિભુવનમાં અધમ ક્લિષ્ટ હલકા સ્વભાવના મનુષ્યા જે જે જઅકુશળમાળાના ણાય તે તે સર્વે અકુશળમાળાનાં કરાઓ છે એમ પુત્રા. સમજવું. એ બાબત પણ શંકા વગરની છે. માળના જેવું અધમ આચરણ કરે તેટલા ઉપરથી તેમને આળખી લેવાં કે તેઓ અકુશળમાળાનાં દીકરાઓ છે.” શત્રુમદેન રાજર્ષિં સામાન્યરૂપાને પણ મધ્યમબુદ્ધિ જેવાં બીજાં કરાંઓ હશે?
સામાન્યરૂપાના
ગુરૂમહારાજ—“અરે, એ સામાન્યરૂપાને તો ઘણાંજ કરા છે. આ દુનિયામાં કેટલાંક મનીષી જેવા અત્યુત્તમ ચરિત્રવાળાં હોય છે અને કેટલાંક માળ જેવાં અત્યંત પુત્રા. અધમ ચરિત્રવાળાં હોય છે, તે સિવાયના બીજાં બધાં પ્રાણીઓ એ મધ્યમમુદ્ધિનાજ ભાઇઓ છે એમ સમજવું. જેઓ મધ્યમમુદ્ધિ જેવાં હાઇ વિચિત્ર પ્રકારના આ ચારને અમલમાં મૂકનારાં હોય છે તેવાં આ ત્રિભુવનમાં રહેલાં પ્રાણીઓ સામાન્યરૂપાનાં બાળકો છે એમ સમજવું. મનીષી અને માળ જેવાં જીવાની સાથે સરખાવતાં જો આવાં મધ્યમમુદ્ધિ જેવાં જીવાની ગણતરી કરવામાં આવી હોય તે તે અનંતગણી વધારે થાય તેમ છે; તેથી મેં તમને ઉપર જણાવ્યું કે એ સામાન્યરૂપાને તે। ઘણાંજ છેકરાંઓ છે.”
૨૯
Page #587
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
કર્મવિલાસના
શત્રુમદેન રાજર્ષિ——- જ્યારે એમ છે તે ભગવન્! મારા મ નમાં એક વિચાર સ્ફુરે છે. આપ કહેા છે તે વાતના સાર તેા એ થયો કે કમવિલાસ રાજાએ ત્રણ સ્ત્રીપરિવાર. આથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં પ્રાણીઓ ઉત્પન્ન કર્યાં. તેવી રીતે તે આ આખું જગત્ કર્મવિલાસ મહારાજનું કુટુંબી જ થયું ! એ વાત બરાબર છે?”
૫૪૬
ગુરૂમહારાજ—“ તમે જે કહ્યું તે તદ્દન ખરાબર છે. તમે તેના ભાવ ખરાબર સમજી ગયા છે. તમારા જેવાની બુદ્ધિ તુરત જ ખરા રસ્તાપર આવી જાય છે. એમાં હકીકત એમ છે કે સર્વ યોનિમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વર્ગનાં પ્રાણીઓ હોય છે તેા ખરાં, પરંતુ તે પેાતાના ખરા રૂપમાં મનુષ્યપણામાંજ વ્યક્ત થાય છે. મનુષ્યપણામાં તે એ આખું કુટુબ સર્વત્ર ફેલાઇને સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
હવે સમજુ માણસે શું કરવું જોઇએ તે સંબંધમાં સંક્ષેપથી મુદ્દાની હકીકત કહી બતાવું તે તમે સાંભળેા. માળનું કર્તવ્યેશ દેશ ચરિત્ર તદ્દન ત્યાગ કરવા યોગ્ય છે, તેથી તેના જેવું આચરણ કોઇએ કરવું નહિ અને તેની સાથે વધારે સમાગમ પણ કરવા નહિ. જે પ્રાણી સુખ ઇચ્છતા હોય તેણે મનીષીના ચરિત્રના આદર કરવા અને તેના જેવા થવા પ્રયત્ન કરવા. એમ કહેવાના હેતુ એ છે કે ઘણા ખરા જીવા બહુધા મધ્યમમુદ્ધિ જેવા હાય છે અને તે જો રીતસરનું વર્તન અને અનુષ્ઠાન કરે તે મનીષીબુદ્ધિવંત (ઉત્તમ વર્ગના પ્રાણી) પ્રયત્નથી થઇ શકે છે. એટલા માટે જ હે ભવ્ય પ્રાણીએ ! તમને વારંવાર કહેવામાં આવ્યું હતું કે મારા વચનને અનુસરીને તમારે મનીષીના ચરિત્રનું અનુકરણ કરવું અને ખાસ પ્રયત્ન કરીને તમારે પાપમિત્રના પરિચય ોડી દેવા; કારણ કે એ સ્પર્શનની સાથેના સંબંધને લીધે માળ આખરે હેરાન હેરાન થઇ ગયા અને એને ત્યાગ કરવાથી આ મનીષી લેાકેામાં સુસ્પષ્ટ પ્રસિદ્ધ મેટાઇ મેળવીને આખરે મેાક્ષને સાધનારા થયા. આ પ્રમાણે હેવાથી પેાતાનું હિત ઇચ્છનાર પ્રાણીએ પવિત્ર મિત્રો સાથે સેાખત કરવી. મનમાં અંતઃકરણ પૂર્વક સમજવું કે એવી પવિત્ર માણસા સાથેની મૈત્રી આ ભવમાં અને પરભવમાં સર્વ પ્રકારની સંપત્તિઓને પ્રાપ્ત કરવાના હેતુભૃત છે. કોઇ પણ ખરાબ માણસ સાથે સામત કરવી તે
આ ભવમાં પણ દુ:ખને માટે થાય છે અને સારા માણસસાથે સામત કરવી તે સુખને માટે થાય છે, એ બન્ને હકીકત તમે મધ્યમબુદ્ધિના સંબંધમાં અહુ સારી રીતે જોઇ છે. જુએ, જ્યાં સુધી એણે બાળના
Page #588
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ ]
નિષ્ક્રમણેાત્સવ-દિક્ષા-દેશના.
૫૪૭
પરિચય રાખ્યા આળની સેામત કરી ત્યાં સુધી તે અનેક પ્રકારનાં દુઃખા સહન કરવાને યાગ્ય થયા અને જ્યારથી એણે મનીષીનેા પરિચય વધાયાઁ અને તેની સાથેજ સેાખત કરવા માંડી ત્યારથી તેને આનંદ આનંદ થવા લાગ્યા. આ પ્રમાણે હકીકત સમજીને તમારે નિશ્ચય કરવા જોઇએ કે બહાર તેમજ અંદર ( અહિંગ પ્રદેશમાં તેમજ અંતરંગ પ્રદેશમાં) તમારે દુર્જનની સાખત કરવી નહિ, અને સામત માત્ર સજ્જનની સાથે જ કરવી, ૧
આવા જિનેશ્વર દેવના શાસનના અપ્રતીમ અને અત્યંત મનેાહર શબ્દો સાંભળીને ઘણા પ્રાણીઓ બેધ પામી ગયા અને ધર્મ કરવા તત્પર થઇ ગયા. પછી દેવતાઓ પોતપોતાને સ્થાનકે ગયા,સુલેાચન કુમાર રાજ્યાસનારૂઢ થઇને રાજ્ય ચલાવવા લાગ્યા અને આચાર્ય મહારાજ પાતાના પ્રથમના તેમજ નવીન શિષ્યાને સાથે લઇને અન્યત્રવિહાર કરી ગયા. જિનાગમમાં બતાવેલા માર્ગે ઘણેા કાળ ચાલીને જ્યારે અંત સમય નજીક આવ્યેા ત્યારે સર્વ વિધિવડે જ્ઞાન અગ્નિથી, ધ્યાન અગ્નિથી, તપઅગ્નિથી, વીર્યના ઉપયોગ રૂપ અગ્નિથી, સર્વ પાપેા બાળી નાખીને મનીષીએ શરીર રૂપ પીંજરૂ મૂકી દઇ મેાક્ષ ( નિવૃત્તિ નગર) પ્રાપ્ત કર્યું. મધ્યમમુદ્ધિ અને તેના જેવા બીજા મધ્યમ પ્રકારના પ્રયાસ કરનારા રાજા વિગેરે પ્રાણીએ હતા તેનાં કર્મો ઘણાં ઓછાં અને આછાં થઇ ગયાં અને તેવા સર્વ સાધુએ દેવલાકે ગયા. ( તે હવે પછી મોક્ષે જશે. ) માળના સંબંધમાં ભગવાને પ્રથમથી ભવિષ્ય ભાખ્યું હતું કે તે ચાંડાળને હાથે મરીને નરકમાં પડશે એમજ અન્યું. મુનિમહારાજનું ભવિષ્ય વચન કંઢ ખેાટું પડતુંજ નથી.
સ્પર્શન કથાનક સંપૂર્ણ.
૧ આ પ્રમાણે આચાર્ય પ્રખેાધનરતિ શત્રુમર્દન વગેરેને ઉપદેશ આપે છે. કુસંગ ન કરવાના દ્રષ્ટાન્ત તરીકે આ સર્વ વાર્તા વિદુર કુમાર મંદિવર્ધન પસે કહી રહ્યો છે—સંસારનું સ્વરૂપ ખતાવતાં સંસારીજીવ પેાતાની સર્વ હકીકત સદાગમ સમક્ષ અગ્રહિતસંકેતા પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષની હાજરીમાં કહી બતાવે છે,
૨ આ સ્પર્શનની વાર્તા પૃ. ૩૭૪ થી શરૂ થઇ છે. વિદુરે તે વાર્તા કુમાર નંદિવર્ધન સમક્ષ કહેવા માંડી હતી તે અત્ર પૂણૅ થાય છે. હવે સંબંધ પૃ. ૩૭૩ થી ચાલુ છે.
**
Page #589
--------------------------------------------------------------------------
________________
૫
પ્રકરણ ૧૮ મું. કનકરશેખર.
રૉનની વાર્તા કુસંગથી થતા ગેરફાયદા બતાવવા માટે વિદુરે પ્રકરણ ત્રીજ્રથી શરૂ કરી હતી. જ્યારે વિદુરને રાજાએ નંદિવર્ધન કુમારની પાસે બીજીવાર માકલ્યા ત્યારે તેને કુમારે પૂછ્યું હતું કે ગઇ કાલે કેમ દેખાયા નહિ? તેના જવાબમાં પાતે એક આશ્ચર્યકારક
વાર્તા સાંભળવામાં રોકાઇ જવાનું કહ્યું એટલે કુમારે એ વાત કહેવાનું કહેવાથી વિદુરે સ્પર્શનની વાત શરૂ કરી હતી. તે વાત પૂરી થયા પછી વિદુર અને રાજકુમાર મંદિવર્ધન વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ—૧ કથાનકની કુમારપર અસર.
વિદુર કુમારશ્રી ! મેં ગઇ કાલે આ વાર્તા સાંભળી, તે જરા માટી હાવાથી મારે તે આખા દિવસ તેમાંજ ચાલ્યા ગયા તેથી હું આપની પાસે આવી શક્યો નહીં તે ક્ષમા કરશો.”
k
નંદિવર્ધન— ભાઇ ! બહુ સારૂં કર્યું, વાર્તા બહુ મજાની છે ! સાંભળતાં તેમાં બહુ રસ જામે છે અને વળી સાથે બેધ પણ મળે છે. ખરેખર! પાપી મિત્રો સાથે સામત કરવી એ બહુ ખરાબ છે. જીએને ! પેલા ખાળે સ્પર્શન જેવા દુષ્ટ મિત્ર સાથે દોસ્તી કરી તે તેને આ ભવમાં અને પર ભવમાં અનેક પ્રકારની પીડાઓ-ઉપાધિઓ અને દુઃખપરંપરા પ્રાપ્ત થયાં! એ દુ:ખાનું કારણ એવી ખરામ દાસ્તી-સાખત જ હતું, બીજું કાંઇ પણ નહિ.”
વિદુરે પાતાના મનમાં વિચાર કર્યો કે ચાલેા! એક વાત તે
૧ હવે વાર્તા ચાલે છે તે સંસારીજીવ (નંદિવર્ધન )ની છે. સંસારીજીવ પેાતેજ તે કહી સંભળાવે છે અને હવે જ્યાં જ્યાં પહેલા પુરૂષ આવે ત્યાં ત્યાં તે તે વખતના સંસારીજીવના ભવને અંગે તેને પાતાને ઉદ્દેશીને અગાઉ માફક છે એમ સમજવું. આ પ્રસ્તાવમાં પ્રથમ પુરૂષના હવે ઉપયોગ થાય ત્યારે તેનંદિવર્ધન માટે સમજવે.
Page #590
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ ]
કનકશેખર.
૫૪૯
ઠીક થઇ! આ કુમાર કથાના હેતુ અને આશય તથા તેના સાર અરાબર સમજ્યા તા જણાય છે! હવે મારે કદાચ તેને વધારે કહેવું પડશે ા તે સાંભળશે એમ લાગે છે. જોઇએ તેા ખરા, શે! રંગ થાય છે તે !
સમજ્યા તે ખરા, પણ પથ્થર ઉપર પાણી. આવેશના કમજામાં, વૈશ્વાનરના તામામાં, વિદુરને તમાચા, વડાના આહાર-અસર.
હવે તે વખતે મારી નજીકમાં જ (નંદિવર્ધનના ) પેલા વૈશ્વાનર મિત્ર ઊભા હતા તેણે મેં (નંદિવર્ધન કુમારે) વિદુરને જે વચન કહ્યું તે સાંભળ્યું અને સાંભળતાં જ તેને ઝટકા વાગ્યા હોય તેમ તે વિચારવા લાગ્યા કે અરે આ તેા બહુ ઊંધી વાત ખેાલવા લાગ્યા જાય છે ! વિદુરે તા એને બરાબર પાઢ પડાવી દીધા! એ તા સારી વાત ન થઇ. એ એના વધારે પરિચય થાય તે પણ મારે માટે સારૂં નથી. એ વિદુર ઘણા ખટખાલા અને ઊંડી હકીકત સમજનારો છે અને તેથી મારૂં ખરૂં સ્વરૂપ કુમારને જરૂર જણાવી દેશે તે તે બહુ ભૂંડું
થશે.
વિદુરે મનમાં વિચાર કરીને કુમારને જવાબ આપ્યો “ ખરાખર છે! તમે વાત તે બરાબર સમજી ગયા જણાએ છે. વળી એક બીજી વાત તમને કહું તે સાંભળે. આ પ્રાણીની એવી ટેવ પડી ગયેલી હાય છે કે જ્યારે કાઇ પણ જગાએ તે કાંઇ જુએ છે અથવા સાંભળે છે ત્યારે તે મનતાં સુધી તે માબતને પેાતાની બાબતમાં જોડી દઇને વિચાર કરે છે, તેથી મેં પણ એ વાત સાંભળીને મારા મનમાં વિચાર કર્યો હતા કે રાજકુમાર મંદિવર્ધનને પણ કોઇ પાપી મિત્રને સંબંધ ન થાય તે અહુ જ સારૂં થાય.”
નંદિવર્ધન—‹ એવી ખાખતમાં ભદ્ર! તારે વિચાર શામાટે કરવા પડ્યો? મારી પાસે કોઇ પાપી મિત્રના સંબંધની ગંધ અત્યારે છે નહિ અને ભવિષ્યમાં કદિ થવાની પણ નથી.”
વિદુર—‹ અમારી પણ આપની પાસે એજ વિજ્ઞપ્તિ છે”
આ પ્રમાણે કહીને પછી વિદુર્ મારા કાનની નજીક આવ્યો અને જરા ધીમે ધીમે કોઇ બાજુમાં ન સાંભળે તેમ ગુપ્ત સૂચના. કહેવા લાગ્યા “ જુઓ ! ભાઇ ! એક વાત તમને કહેવાની છે. પેલા વૈશ્વાનર છે તે લોકોના કહેવા
૧ નંદિવર્ધનના. છેલ્લા પૃષ્ટપરની નેટ જુએ.
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૫૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
પ્રમાણે ઘણી ખરાબ પ્રકૃતિવાળા સંભળાય છે, માટે તમારે તેની ખરાઅર પરીક્ષા કરવી. જેવી રીતે સ્પર્શનની સામતથી ખાળને અનેક અનથા પ્રાપ્ત થયા તેવી રીતે એ વૈશ્વાનર આપને અનર્થનું કારણ ન થાય એ બાબત આપે ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. ”
આ હકીકત સાંભળીને તદ્દન નજીકમાં રહેલા વૈશ્વાનર મિત્રે મારી સામું ઇરાદા પૂર્વક જોયું. તેના મુખ ઉપરથી આવેશમાં વિવેકનું હું સમજી ગયા કે વિદુરનાં વચનથી તેના મનમાં ભાન ભૂલી ગયા. ઘણુંજ દુઃખ લાગ્યું છે. અગાઉ તેણે એક સંજ્ઞા (નિશાની ) મને સમજાવી રાખી હતી તેવી નિશાની સૂચનારૂપે મને તેણે (વૈશ્વાનરે) કરી અને મને ક્રરચિત્ત નામનું એક વડું આપી દીધું; અને મેં પણ તેજ વખતે તે વડુ ખાઇ લીધું, જેવું એ વડું મેં ખાધું કે તુરતજ તેના પ્રભાવથી મારા અંતરના તાપ એકદમ વધવા લાગ્યા, આખા શરીરપર ગુસ્સાને લીધે પરસેવાની ઝરીએ વળી ગઇ, આખું શરીર ક્રોધને લીધે ચણેાડી જેવું લાલચેાળ બની ગયું, દાંત વડે હેાડ દબાઇને આવેશના ભાવ બતાવવા લાગ્યા અને કપાળ ઉપર ક્રોધની કરચલીઓ અતિ ભયંકર દેખાવા લાગી. તે વખતે મારા મિત્ર વૈશ્વાનરે આપેલા પેલા વડાના પ્રભાવથી હું એટલો બધો તેને વરા થઇ ગયો કે મેં પાપીએ વિદુરના મારાપર એટલો પ્રેમ અને એટલી વત્સળતા હતા તેને વિસારી દીધા, તેણે જે કહ્યું હતું તે મારા હિત ખાતર જ કહ્યું હતું તે વાતને પણ ભૂલી ગયો, તેની સાથે ઘણા વખતના સંબંધ હતા તેને ગણ્યા નહિ, તેની સાથે એહભાવ હતા તેના ત્યાગ કરી દીધો, દુર્જનપણું સ્વીકારી લીધું અને અત્યંત આકરા અને નિર્દય વચના વડે વિદુરના તિરસ્કાર કરતાં હું બાલ્યા—“અરે દુરાત્મા ! લાજ વગરના ! શું તું મને ખાળ જેવા ગણે છે? અને શું પેલા ન કલ્પી શકાય તેવા પ્રભાવવાળા અને મારા ઉપર અનેક પ્રકારના ઉપકાર કરનાર અંતરંગમાં રહેલા મારા હૃદયવત્સલ વૈશ્વાનરને તું પેલા દુષ્ટ પાપી સ્પર્શન જેવા ગણે છે?”
૧ જ્યારે ક્રોધ થાય છે ત્યારે શરીરને આવેાજ દેખાવ થાય છે. ક્રોધ કરનારનું નિરીક્ષણ કરવાથી તે ખરાખર જોઇ શકાશે.
૨ પ્રે।. જેકાખીએ છપાવેલા ર. એ. સેનેા ખાસ ભાગ અહીં પૂરા થાય છે, તુવે પ્રથમના છાપેલા ભાગનું પૃ. ૩૪૧ અહીંથી શરૂ થાય છે.
૩ સ્પર્શનના દૃષ્ટાન્તના અધમ પાત્ર, એની કથા હમણાજ પૂરી થઇ છે તે ખ્યાલમાં હશે.
Page #592
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ ]. કનકશેખર.
પપ૧ વિરે એને કોઈ જવાબ આપે નહિ. મને તેથી એટલે બધો ગુસ્સો ચડ્યો કે તેને ગાલ તેડી નાખે એવો એક તમાચો મેં તને લગાવી દીધો અને એક મેટું પાટિયું ઉપાડીને તેને મારવા દો; એટલે ભયથી તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને બીમાને બીકમાં તે નાસવા લા; ભાગીને તે મારા પિતાશ્રી પાસે ગયે અને તેમને સર્વ હકીકત કહી સંભળાવી. તે વખતે અત્યંત દિલગીરી સાથે મારા પિતાશ્રીએ પિતાના મનમાં નિશ્ચય કર્યો કે હવે છોકરે (હું પોતે ) વૈશ્વાનર (પાપી મિત્ર)ની સોબત છેડે એમ બનવું લગભગ તદ્દન બને તેવું લાગતું નથી. જે થાય તે ખરૂં, આપણે તો હવે એ બાબતમાં મૌન જ ધારણ કરવું–આ નિર્ણય મારા પિતા પદ્મરાજાએ પોતાના મનમાં કર્યો.
નંદિવર્ધનનું યવન, હવે આ બાજુએ બાકીની કળાનો અભ્યાસ મેં થોડા વખતમાં પૂરો કર્યો, એટલે એક સારો દિવસ શોધી કાઢીને તે દિવસે મારા શિક્ષાગુરૂની કળાશાળામાંથી મારા પિતાશ્રી પદ્મ રાજા સમક્ષ મને લઈ જવામાં આવ્યો, મારા પિતાએ કળાચાર્યની પૂજા કરી, અનેક પ્રકારનાં મોટાં દાને તેને આપ્યાં અને મેં અભ્યાસ પૂરો કર્યો. મારા પિતાએ માતાએ અને બાકીના સર્વ લેકેએ મને અભ્યાસ પૂરો કરવા માટે ધન્યવાદ આપે. મારે માટે એક જુદો રાજમહેલ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં “તને સુખ આવે તેમ રહેજે” એમ કહી મારે માટે જુદા માણસોની નિમણુક કરી આપી અને મારા ભેગ ઉપગ માટે જે જે વસ્તુઓ જોઈએ તે તે સર્વ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી. દેવતાઓની પેઠે અનેક પ્રકારના આનંદનો અનુભવ કરતો હું
રાજમંદિરમાં રહેવા લાગ્યો. અનુક્રમે ત્રણ ભુવનને યૌવન લેભમાં નાખે તે સમુદ્રને જાણે અમૃતરસ હોય, વર્ણન. સર્વ લોકની આંખોને આનંદ આપનાર રાત્રીને સમયે
થયેલ જાણે ચંદ્રને ઉદય હોય, અનેક પ્રકારના રાગના વિકારોથી વાકું થયેલ ચોમાસાના વખતનું જાણે મેઘધનુષ્ય
૧ લોભ લેષ છે. (૧) સાગર પક્ષે-આકાંક્ષા, પ્રાપ્તિની ઇચ્છા; (૨) યૌવન પક્ષે-આસક્તિ.
૨ આનંદઃ ફ્લેષ છે. (૧) ચંદ્રોદય પક્ષે-ખુશી; (૨) યૌવન પો-હ.
૩ રાગઃ શ્લેષ છે. (૧) મેઘધનુષ્ય પક્ષે-રંગ. મેઘધનુષ્યમાં ઘણું રંગે સ્પષ્ટ દેખાય છે; (૨) યૌવન પશે–પ્રેમ,
Page #593
--------------------------------------------------------------------------
________________
પર
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
હોય અને કામદેવના હથિયાર રૂપ થયેલા કલ્પવૃક્ષમાંથી જાણે 'કુલાના સમૂહ બહાર પડેલા હેાય તેવું, કમળના વનમાં સુંદર લાલ રંગવાળા જાણે સૂર્યના ઉદય થયા હોય તેવું દેખાતું, અને મારના વિવિધ પ્રકારના નાચ અને વિલાસના સમૂહ હોય તેવું યૌવન મને પ્રાપ્ત થયું, મારી યુવાવસ્થાના તે વખતે આરંભ થયો; મારૂં શરીર તેથી ઘણું સુંદર અને આકર્ષક થયું, મારી છાતીનેા ભાગ વધારે પહેાળા થયા, સાથળે બન્ને ભરાઇ ગયા, કેડના ભાગ પાતળા થવા લાગ્યા, નિતંત્રના ભાગ વધારે સ્થૂળ થવા લાગ્યા, જાણે મારે પોતાના પ્રતાપ હાય તેમ શરીરપર રોમ-માલની પંક્તિઓ ફુટી નીકળી, આંખામાં નિમૅળપણું આવ્યું, બન્ને હાથેા વધારે દીર્ઘ થયા અને એ જુવાનીના જોરથી કામદેવે પણુ આવીને મારા અંતઃકરણમાં નિવાસ કર્યો.
હું મારા જૂદા રાજજીવનમાંથી બહાર નીકળીને દરરોજ સવારે અપેારે અને સાંજે વડીલેાને વંદન કરવા રાજકુળમાં જતા હતા. એવી રીતે એક દિવસ હું મારા માતાપિતા પાસે સવારમાં ગયા અને તેમને બન્નેને પગે પડી નમસ્કાર કર્યાં. તેઓએ મને આશીર્વાદ આપ્યા. તેમની પાસે હું થોડો વખત બેઠો. ત્યાર પછી તેની રજા લઈ હું મારા રાજભુવનમાં આવ્યા અને મારા સિંહાસન ઉપર બેડો.
કનકરશેખરનું જયસ્થળ નગરે આગમન.
તે વખતે રાજકુળમાંથી એકાએક મોટા અવાજ ઉઠ્યો. એ કેટળાહળ શેના હતા તેની મને ખબર ન હેાવાથી એવા અકાળે થયેલા કાળાહળ માટે મારા મનમાં કાંઇક વિચારી થવા માંડ્યો અને તે કેળાહળ તરફ જવાની હું ઇચ્છા કરવા ગયા, તેવામાં તો ધવળ નામને બળવાન સેનાપતિ રાજકુળમાંથી નીકળી મારી તરફ આવતા દેખાયા, તે મારી નજીક આવ્યા અને મને નમસ્કાર કરીને કહેવા લાગ્યા— “ કુમાર ! દેવ (પદ્મરાજા ) આપને આ પ્રમાણે સંદેશા કહેવરાવે છે તે સાંભળેઃ ‘તું જેવા આજ સવારે (હમણાં) અમારી પાસેથી નીકળીને મહાર ગયા તેવા જ એક દૂત અમારી પાસે આન્યા અને
૧ કુલઃ શ્લેષ છે. (૧) કલ્પવૃક્ષ પક્ષે-પુષ્પ અને (૨) યૌવન પક્ષેનાજુકતાનું
રૂપક.
પિતાના
સંદેશ.
૨ રંગ, શ્લેષ છે. જુએ નેટ નં. ૩ અગાઉના પૃષ્ટમાં.
૩ ચૌવનઃ જીવાની, યુવાવસ્થા, સદુપયોગ થાય તેા તેનું નામ જોખન' કહેવાય છે; દુરૂપયાગ થાય તે તેનું નામ ગદ્ધાપચ્ચીશી' કહેવાય છે,
Page #594
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ ] કનકશેખર.
૫૫૩ તેણે જણુવ્યું કે રાજા કનકચુડ પુત્ર કનકશેખર કુશાવર્તપુર નગરથી પિતાના પિતાએ કરેલા અપમાનને લીધે રીસાઈને નીકળ્યો છે તે અહીંથી માત્ર એક ગાઉ દૂર આવેલા ચંદનવનમાં આવી પહોંચે છે. માટે હવે મને ગ્ય લાગે તેમ મારે કરવું. તે આપણે ઘેર પરેણું તરીકે આવતો હોવાથી, નજીકનો સગો હોવાથી અને મેંટો માણસ હોવાથી તેને સામા તેડવા જવું સર્વ રીતે એગ્ય છે અને જરૂરનું છે. આ વિચાર સભામાં બેઠેલા સર્વ સભ્યોને જણાવી હું પિતે તેને તેડી લાવવા માટે તેની સામે જાઉં છું અને કુમારે પણ તુરતજ સામા આવવું. આ પ્રમાણે કહીને મને આપને બોલાવવા માટે પિતાશ્રીએ મોકલે છે. માટે આપ સાહેબ હવે જલદી પધારે.” પિતાશ્રીનો જે હુકમ_એમ કહીને હું પણ મારા પરિવારને
લઈને ચાલ્યો અને પિતાશ્રીની સવારી ભેળે થઈ મોટાના ગ. પછી પેલા ધવળ સેનાપતિને મેં પૂછયું કે “આ સગપણ. કનકશેખર અમારે અને કેવી રીતે થાય છે? ધવળે
કહ્યું “કુમાર સાહેબ! આપની માતા નંદા અને એ કુમારના પિતા કનકચૂડ સગા ભાઈ બહેન થાય, તેથી એ કનકશેખર આપના મામાને દિકરે છે, તેથી તે તમારે ભાઈ થાય.” આ પ્રમાણે વાત કરતાં કરતાં અમે સર્વ કનકશેખરની નજીક
આવી પહોંચ્યા. તે મારા પિતાશ્રીને પગે પડ્યો. પ્રવેશ અને પછી હું અને મારા પિતા બન્ને તેને પ્રેમથી ભેટયા. આદરાતિધ્ય. એક બીજાને યોગ્ય ગૌરવ અરસ્પર કર્યું. અને
પછી બહુ આનંદ સાથે કનકશેખરને જયસ્થળ નગરમાં પ્રવેશ કરાવ્યું. મારા પિતાએ અને માતાએ કનકશેખરને કહ્યુંવત્સ ! તારું મુખકમળ અમને બતાવીને કપી પણ ન શકીએ એ આનંદ અમને કરાવવામાં તે બહુ સારું કર્યું ! આ રાજ્ય તારા પિતાનું જ છે એમ સમજવું અને અહીં રહેવામાં તારે જરા પણ સંકલ્પ કરવો નહિ.” મારા પિતામાતાનાં આવાં વચન સાંભળી કનકશેખર બહુ રાજી થયો. મારા રાજ્યભુવનમાં એક સુંદર પ્રાસાદ ખાલી હતો તે કનકશેખરને રહેવા સારૂ પિતાશ્રીએ આપે. તે ત્યાં આનંદથી રહ્યો. ધીમે ધીમે તેને મારા ઉપર સ્નેહ વધતો ગયો અને તેને મારામાં વિશ્વાસ પણ બેસતો ગયે.
Page #595
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું. ખટપટી દુર્મુખ અને કનકશેખર.
6
.
.
: T
'ન્ડિઝ
iNit
”
| નકશેખર આનંદથી સ્થળ નગરમાં મારી સાથે રહેતો હતો. તે વિશેષ સ્વસ્થ થયા પછી એક દિવસ
અમે બન્ને એકલા બેઠા હતા તે વખતે મેં કનકશેખરને
1 પૂછયું—“માર સાંભળવામાં એમ આવ્યું છે કે તારા જે પિતાએ તારું અપમાન કર્યું તેથી અપમાનને લઈને તારે અહીં આવવું પડ્યું છે, તે તારા પિતાએ તારું કેવું અને શા સારું અપમાન કર્યું તે હકીકત સાંભળવાની મારી ઇચ્છા છે.” કનકશેખરે કહ્યું “સાંભળ
કનકશેખરની પૂર્વ વાર્તા શમાવહ ઉદ્યાનમાં દત્તમુનિ,
શ્રાવકધર્મકથન અને આદર, મારા પિતા કચૂડ અને મારી માતા ચૂતમંજરી મને અનેક પ્રકારના લાલન પાલન કરીને લાડ લડાવતા હતા, અને કુમાર અવસ્થાને લાભ લેતો હું નિર્દોષપણે કુશાવર્તનગરમાં આનંદ કરતો હતો.
એક દિવસ મારા મિત્રો સાથે રમત કરતા કરતે હું શમાવહ નામના બગીચામાં પહોંચી ગયા. ત્યાં સાધુઓને બેસવા યોગ્ય જગાએ રક્ત અશક વૃક્ષની નીચે એક અત્યંત શાંત મહાત્મા–મહા ભાગ્યવાનું મુનિમહાશયને મેં જોયા. તેઓ ક્ષીર સમુદ્રની જેવા અત્યંત ગંભીર દેખાતા હતા, મેરૂ પર્વતની જેવા સ્થિર દેખાતા હતા, સૂર્યની જેવા મહા તેજસ્વી દેખાતા હતા અને શુદ્ધ સ્ફટિક રનની જેવા મેલ વગરના
૧ અપમાનઃ અહીં અસલમાં અભિમાન શબ્દ છે તેને ભાવ ગર્વ થાય; રીસાઈને અપમાનને અંગે રાજ્યવારસે મોસાળ કે ફઈને ત્યાં જવાનું ઘણું દાખલા બને છે અને બનેલા સાંભળ્યા છે તેને અનુસારે આ વાત સંભવે છે.
૨ શમાવહઃ શમ એટલે શાંતિ-તેને લાવનાર. નિજવિલસિત ઉદ્યાનમાં અનુભવ થયો હતે-આ તે શમ-પ્રશમને લાવનાર બગીચે છે.
Page #596
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ ]
ખટપટી દુર્મુખ અને કનકશેખર.
૫૫૫
દેખાતા હતા. તેમને જોઇને કુદરતી રીતે મને તેમના ઉપર ભક્તિ ઉત્પન્ન થઇ, એટલે હું તેમની નજીક ગયા, તેમને મેં વંદન કર્યું અને પછી જીવજંતુ વગરની શુદ્ધ જમીન જોઇને હું તેની ઉપર બેઠો. મારા મિત્રો મારી સાથે રમત કરવા આવ્યા હતા તે પણ મુનિમહારાજને નમસ્કાર કરીને મારી બાજુમાં વિનય પૂર્વક મસ્તક નમાવીને બેઠા. એ સાધુ મહારાજનું નામ દત્ત હતું. તેઓએ પેાતાનું ધ્યાન પૂરૂં કરીને અમને સર્વને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને બધાની સાથે ચેોગ્ય સંભાષણ કર્યું. તેઓનાં મધુર વચનપર પ્રીતિ ઉત્પન્ન થવાથી મેં નમ્રપણે તેઓશ્રીને કહ્યું ‘ભગવન્ ! તમારા દર્શનમાં ધર્મ કેવા પ્રકારના ખતાન્યેા છે?' આવા મારે પ્રશ્ન સાંભળીને અત્યંત સુંદર સ્વરથી મારા અને સર્વના મનને આનંદ પમાડતાં તે મુનિમહારાજે જિનેશ્વર ભગવાનના ધમૅ કાંઇક વિગત સાથે અમને સર્વને કહી સંભળાવ્યા. એમાં પણ તેએશ્રીએ પ્રથમ સાધુધર્મના ઉપદેશ આપ્યા અને ત્યાર પછી વિસ્તાર પૂર્વક શ્રાવકધર્મપર વિવેચન કર્યું. તેમણે કહ્યું કે શ્રાવકના ધર્મે કલ્પવૃક્ષ જેવા છે, સમ્યગ્દર્શન એ કલ્પવૃક્ષનું મૂળ છે, આર વ્રત રૂપ એ વૃક્ષને ડાળીએછે, શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિસ્ય અને અનુકંપા એ વૃક્ષની નાની શાખાઓ છે, મેાક્ષ એ વૃક્ષનું ફળ છે–વિગેરે’ તે સાંભળીને એવા પ્રકારના ગૃહસ્થધર્મ મેં અને મારા મિત્રોએ તરતજ ગ્રહણ કર્યો. પછી મુનિમહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. હું પણ ઘરે આવીને ગૃહસ્થધર્મનું પ્રતિપાલન કરવા લાગ્યા. અતિ ઉપયાગી પ્રશ્ન,
તે દત્ત મુનિમહારાજ જેમણે મને ગૃહસ્થધર્સ આપ્યા હતા તે થોડા વખત પછી ફરતા ફરતા પાછા અમારા નગરની નજી કમાં આવ્યા. ધર્મ મેળવવાની તીવ્ર ઇચ્છાથી અને અન્ય અન્ય શ્રાવકાની સેામતથી હું જરા ધર્મની મામતમાં પ્રવીણ થઇ ગયા હતા. હું તુરતજ નગરની બહાર ઉદ્યાનમાં તેમની પાસે ગયા, તે મુનિમહારાજને વંદન કર્યું અને પછી ગુરૂમહારાજને પૂછ્યું કે · સાહેબ! જૈન શાસનના સાર શે છે-તેનું ખરેખરૂં રહસ્ય શું છે તે મને સમજવેા’ જૈન ધર્મના સાર.
“
ગુરૂ મહારાજે ઉત્તરમાં કહ્યું—“ (૧) અહંસા (૨) ધ્યાનયોગ (૩) રાગ વિગેરે દુશ્મનાપર અંકુશ અને (૪) સાધમી બંધુઓન ፡፡ પર પ્રેમ એ જૈન આગમના સાર છે.”
૧ સમ્યગ્દર્શનઃ શુદ્ધ દેવ ગુરૂ ધર્મપર અવિસ્ખલીત શ્રદ્ધા.
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૫૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩
સારપર વિચારણા ગુરૂ મહારાજનો આ જવાબ સાંભળીને (કનકશેખર કુમાર કહે છે કે, મેં મારા મનમાં વિચાર કર્યો કે મારા જેવો પ્રાણી સર્વ પ્રકારના આરંભ સમારંભમાં પ્રવૃત્તિ કરી રહેલ છે તેને પ્રાણીની સર્વથા હિંસા ન કરવી એ તો ઘણું મુશ્કેલ કામ છે, લગભગ અશક્ય જેવું છે. ત્યાર પછી ગુરૂ મહારાજે ધ્યાનગ માટે ભલામણ કરી, પણ મારી જેવા છે તે વિષયની લાલસામાં મુંઝાઈ રહેલા હોય છે અને ધ્યાનયોગ તો સ્થિર મન હોય તોજ સાધી શકાય તેવો છે તેથી મારા જેવા માટે તો તે પણ દૂરથી દૂર-વધારે દૂર જાય છે. ત્યાર પછી ગુરૂમહારાજે રાગ વિગેરે શત્રુઓનો નિગ્રહ કરવાની વાત કરી પણ એ તે જે પ્રાણીઓ તત્ત્વપરાયણ હોય અને જરા પણ પ્રમાદ, કરનારા ન હોય તેથી જ સાધી શકાય છે, મારા જેવાથી રાગાદિ ઉપર વિજય મેળવવાનું પણ બની શકે તેમ મને લાગતું નથી. ત્યાર પછી સ્વધમી (સાધર્મ ) બંધુઓ પર પ્રીતિ રાખવી–પ્રેમ રાખવો અને તેઓનું વાત્સલ્ય કરવું એ છેલ્લી સૂચના મહાત્મા ગુરૂમહારાજે કરી તે કદાચ મારા જેવાથી બની શકે તેવું મને લાગ્યું. તેથી હવે મારે
એ બાબતમાં મારી શક્તિ હોય તેટલા પ્રયત્ન જરૂર વિચારણા કરે એમ મેં નિરધાર કર્યો; કારણ કે પ્રાણું - પરિણામ. તાનું હિત ઇચ્છતો હોય તેણે સારભૂત બાબત
સમજીને તેનું અનુષ્ઠાન કરવું જોઇએ, આ નિશ્ચય કરીને તેમજ ગુરૂ મહારાજને વારંવાર વંદન કરીને મારા સંગને વધારી દેતે હું રાજમંદિરમાં આવ્યું.
'સાધમવાત્સલ્ય (કનકશેખરકૃત). મારા પિતાશ્રીને હું એકને એક પુત્ર હોવાથી પિતાના જીવ કરતાં પણ મને તે વધારે ચાહતા હતા. મારા પિતાની મારા ઉપર ઘણી કૃપા હોવાને લીધે મારી જે ઈચ્છા થાય તે પૂરી પાડવાને તે શક્તિવાન હતા, છતાં પણ હું તે રાજ્યનીતિને અને વિનયને અનુ
૧ સાધમવાત્સલયઃ કોમના આગેવાન ધમષ્ટ ભાવીભદ્રોએ આ વિભાગ બરાબર વિચારવા યોગ્ય છે. ખરું સાધવાત્સલ્ય કયાં છે તે સમજનાર અને બતાવનાર બહુ અલ્પ હોય છે તેથી આવા ગ્રંથમાંથી તે સમજવું વિશેષ યોગ્ય થશે. યાદ રાખવું કે આ ધર્મને સાર છે, અત્યારે ઘણું ફાંફાં મારવામાં આવે છે, પણું રહસ્યને પકડવામાં ખેંચતાણ થાય છે. ઉપકારી પૂર્વપુરૂ સાચી વાત લખી ગયા છે તે સમજવી જરૂરી છે. મે. ગિ, કા.
Page #598
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯] ખટપટી દુર્મુખ અને કનકશેખર
૫૫૭ સરીને જ કામ લેનારે હતો, કદિપણ ઉતાવળ થઈ જ નહોતો. રાજ્યનિયમને અનુસરીને મેં એક દિવસ મારા પિતાને નમીને કહ્યું “પિતાજી! જૈનધર્મને અનુસરનારાઓનું બની શકે તેટલું વાત્સલ્ય કરવાની હું ઈચછા રાખું છું તે તેમ કરવા માટે આપ મને રજા આપશે.” મારી સાથે પિતાજી પણ જૈનશાસન તરફ ભદ્રકભાવે ધારણ કરનારા થયા હતા તેથી તેમને મારી એ પ્રાર્થના પસંદ આવી. તેઓએ જવાબમાં કહ્યું “વત્સ! આ રાજ્ય તારું છે, મારું જીવન પણ તને લઈને જ છે, તેથી તેને ઈચ્છા થઈ હોય તે ખુશીથી કર, એમાં તારે મને પૂછવાની જરૂર નથી.” પિતાશ્રીનો આવો અનુકુળ જવાબ સાંભળીને મને ઘણેજ આનંદ થયો અને હું તેઓશ્રીને પગે પડ્યો અને ઘણુ કૃપા કરી” એમ બોલતો મનમાં રાજી થવા લાગ્યા. ત્યાર પછી નવકાર મંત્રના ધારણું કરનાર મારા આખા દેશમાં ગમે તે હોય, પછી તે અંત્યજ હોય કે બીજે ગમે તે હોય તે મારે ભાઈ છે એમ હું માનવા લાગ્યો અને તેમના તરફ ઘણું પ્રેમથી જોવા લાગ્યો, તેમને જોઈએ તેટલું ખાનપાન આપીને, વસ્ત્રો આપીને, આભૂષણો આપીને, જવાહર આપીને અને દ્રવ્ય આપીને તેઓને રાજી રાખવા લાગે. વળી તે ઉપરાંત એ આખા દેશમાં ડાંડી ટપાવી કે “જે કોઈ જૈનધર્મ પાળનાર હશે તેની પાસેથી કઈ પણ પ્રકારને કર લેવામાં આવશે નહિ, તેમને માથેથી કરીને જોજો માફ કરવામાં આવ્યો છે.” વળી મેં ઉદ્ઘેષણ કરાવી તેમાં વિશેષ એમ પણ જણાવ્યું કે “સાધુઓ મારા પરમાત્મા છે, સાધ્વીઓ મારી પરમ દેવીઓ છે, શ્રાવકે મારા ગુરૂ છે.”—આવી રીતે મેં સ્પષ્ટપણે સર્વ હકીકત જાહેર કરી. ત્યાર પછી તીર્થકર મહારાજના શાસન તરફ જે કઈ ભક્તિભાવ બતાવે
તેના તરફ આનંદજળથી ભરેલી આંખોએ જોઈ તેસાધમી મની બહુ બહુ પ્રકારે હું સ્તુતિ કરવા લાગ્યું. તે પ્રેમ. વખત પછી જૈન ધર્મ પાળનારા સજજન પુરૂષો
યાત્રા કરવામાં, સ્નાત્ર મહોત્સવ કરવામાં તથા મોટા ૧ ભદ્રકભાવઃ તે ધર્મ સારે છે એવી ભળી ભાવના.
૨ અંત્યજ શુદ્ર-હલકા વર્ગને મનુષ્ય. આટલા ઉપરથી એમ ધારી શકાય છે કે નમસ્કાર મંત્રને ધારણ કરનાર ગમે તે જૈન હોય તેના તરફ બંધુભાવ રાખવાનો છે. આ વાત ખાસ વિચારવા જેવી છે. મૂળ ગ્રંથમાંજ અંત્યજ શબ્દ વાપરે છે. * ૩ ખાનપાના સાધમીવાત્સલ્યમાં જમણને નિષેધ નથી જણાતો, પણ માત્ર જમણવારને સાધવાત્સલ્ય ગણવામાં આવતું ન હતું. વળી જરૂર હોય ત્યાં ખાનપાન અપ-આ સર્વ પ્રકાર ખાસ લક્ષ્યમાં રાખવા જેવા છે.
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ દાન દેવામાં વધારે પ્રમોદ (હ) લાવીને પ્રવૃત્તિ કરવા લાગે. જેઓ નવા નવા જૈન ધમૅમાં આવ્યા તેમની ભાવના પૂર્વક મેં વિશેષ પ્રકારે પૂજા (સેવા) કરવા માંડી. મને ધર્મમાં વિશેષ તત્પર જોઈને લોકે પણ ધર્મતત્પર વધારે વધારે થવા લાગ્યા. કહેવત છે કે “યથા રાજા તથા પ્રજા” જેવા રાજા હોય છે તેવી રૈયત થાય છે-થતી જાય છે,
ખટપટીની જાળ; ખળભુજંગને કમ;
રાજાના કાનમાં ઝેર, કનકશખર નંદિવર્ધનને પિતાની વાત આગળ ચલાવતાં કહે છે કે આવી રીતે કુમારને (મને) જૈન શાસન ઉપર અત્યંત રાગવાળે જેને અમારે દુર્મુખ નામનો કારભારી-અમાત્ય હતો તે કુમાર (મારી) ઉપર ઘણે ઠેષ કરવા લાગ્યો. એ અત્યંત અહિત કરનાર દુરાત્મા જે ઘળે ૫ અને લુચ્ચો હતો તેણે પિતાજી કનકચૂડને એકાંતમાં એક વખત કહ્યું “સાહેબ! અમે તો આપના થકી છીએ.” આ પ્રમાણે રાજા સાથે પિતાને એકીભાવ બતાવી તેણે પોતાના હૃદયની વાત કહેવા માંડી “સાહેબ ! આવી રીતે રાજ્યને નભાવવું ઘણું મુશ્કેલ થઈ પડશે એમ જણાય છે; કારણ કે કુમાર સાહેબે તે પ્રજાલકને તદ્દન ઉદ્ધત બનાવી દીધેલા છે. લોકોને માથે જ્યાં સુધી કરી આપવાની બીક હોય છે ત્યાં સુધી તેઓ હદને એલંઘી જતા નથી, પણ જ્યારે એકવાર કર આજવાની બીકથી તેઓને મુક્ત કરવામાં આવે છે ત્યારે તેઓ તદન છુટા થઈ જાય છે અને છુટો માણસ સર્વ અન
ને કરે છે. જેવી રીતે અંકુશ વગરનો હાથી આડે અવળે રસ્તે ચાલો જતો હોય તે દંડના ભયથી ઠેકાણે આવે છે તેવી રીતે અંકુશ વગરના ખોટે રસ્તે જનારા લોકો દંડના ભયથી ઠેકાણે આવે છે.
જ્યારે લેકે પોતાની મરજીમાં આવે તેમ આડાઅવળા વર્તે છે અને આર્ય પુરૂષોને યોગ્ય ન હોય તેવાં કામ કરે છે ત્યારે રાજાના પ્રતાપની હાનિ થાય છે અને તે તેને ઘણું હલકું લગાડનાર થઇ પડે છે. વળી એક બીજી પણ વાત કહું તે સાંભળે: હાલ જે ઘણું લેકે જૈન
૧ સેવાધર્સ. નવીન ધર્મ સ્વીકારનારને ખાસ સગવડ કરી આપવાની જરૂર છે જેથી નવીન આવનાર ધર્મમાં સ્થીર થઈ જાય. Missionary Spirit જૈનમાં કેટલો હતો તે અત્યારે ઘટતી વરતીના વખતમાં ખાસ વિચારવા જેવું છે.
૨ અંકુશઃ લેબ છે. (૧) હાથી પક્ષે-“આંકડી; (૨) મનુષ્ય પક્ષે-દબાણ.” ૩ દંડ લેષ છે. (૩) હાથી પક્ષે-અંકુશ-આંકડી (ર) મનુષ્ય પક્ષે-સા.
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૫
પ્રકરણ ૧૯ ] ખટપટી દુર્મુખ અને કનકશેખર. મતમાં આવીને રહેલા છે અને પિતાને જૈન તરીકે કહેવરાવે છે તે બધા કુમાર સાહેબની મહેરબાની મેળવવાને માટે એ ધંધે લઈ બેઠેલા છે, બાકી લેણુ જીવતો જાગતો પ્રાણું એવી રીતે આચરણ કરે! માટે સાહેબ જુઓ ! જ્યારે લેકે ઉપરના કર માફ કરવામાં આવે ત્યારે તેઓ પોતાના મનમાં આવે તેવું આચરણ કરનારા થાય છે, ત્યારે પછી તમે રાજા શેના રહ્યા અને આજ્ઞા વગર રાજ્ય પણ ક્યાં રહ્યું? તેટલા માટે રાજ્યનીતિને અંગે હાલ જે અસાધારણ રસ્તો કુમારે લીધે છે તે કઈ પણ રીતે ઠીક હોય તેમ અમને લાગતું નથી.” દુર્મુખની આવી વાત સાંભળીને પિતાશ્રીએ તેને કહ્યું કે જે
એમ હોય તો તારે ( ખે) જાતે કુમારને મળીને વિશાળ હૃદયી આ હકીકત કુમારને જણાવવી, હું પોતે તે એ ભોળા પિતા. બાબતમાં કુમારને કાંઈ પણ કહી શકું તેમ નથી”
આ પ્રમાણે દુખને પિતાએ જણ્વી દીધું. પિતા તદ્દન સરળ હતા, પણ જે વાત સાંભળે તેની તેમના પર તુરત છાપ પડી જતી હતી. દુર્મુખથી તેઓ દોરવાઈ ગયા.
દુખની રાજ્યનીતિ. કનકની વિશાળ નીતિ.
ખટપટીની ઉઘાડી કકડાઈ. પિતાની રજા લઈને દુર્મુખ મારી પાસે આવ્યો અને કહેવા લાગે “જેવી રીતે સૂર્ય પોતાના કર વડે આખા જગતનું તત્ત્વ ખેંચી લઈને તેજના જોરથી આખા ભૂમંડળને વ્યાપીને જગની
ઉપર રહે છે તેવી રીતે સૂર્યને આકાર ધારણ કરકૌટિલ્ય નાર રાજા કરદ્વારા જગત્નું તત્ત્વ ખેંચી લઈને પિરાજ્યતંત્ર તાના પ્રતાપથી પૃથ્વીતળ પર વ્યાપીને લેકેને માથે
બેસે છે, અર્થાત્ લેકપર રાજ્ય કરના જોરથી જ કરે છે. જે રાજા સાધારણ લેકેને તાબે થઈ જાય છે, તેઓને વશ પડ્યો રહે છે, તેનું તે વળી રાજ્ય કેવું? અને એવા નબળા રાજાની આજ્ઞાથી ન્યાય પણ કે મળે ? જ્યારે રાજા તરફથી દંડ થવાનો
૧ કર લેષ છે. (૧) સૂર્ય પક્ષે-કિરણ; (૨) રાજા પક્ષે-વેરે, (ટેકસ).
૨ કરને આ મુદ્દો (Principle of Taxation) તદ્દન વિચિત્ર છે. રાજ્યના દેવી હક સ્વીકારનારા આવી દલીલ કરતા હશે, પણ ઘણુંખરું તો તે દુખના મુખને શેભે તેવી જ આ દલીલ લાગે છે.
૩ ગુન્હા માટે સજા.
Page #601
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ભય લેકેને માથેથી નીકળી જાય છે એટલે પછી લેકે અંકુશ વગરના થઈ જાય છે અને પછી ખરાબ આચરણને માગે પિતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે હોવાથી કર લઈને અને સજા કરીને લેકેને જે રાજા પ્રથમથી જ અનુશાસન કરી શકતા નથી, જે રાજા કર અને દંડદ્વારા રાજ્યનો નિભાવ કરી શકતો નથી તેણે પરમાર્થથી વાસ્તવીક રીતે ધર્મને નાશ કર્યો છે એમ સમજવું. કુમાર ! આપ અત્યારે જે રસ્તે લઈ બેઠા છે તેમાં રાજધર્મને નાશ થાય છે માટે મેં તમને જે હકીકત કહી છે તે જાણુ-વિચારી-સમજીને તમારા જેવાએ ખોટું સ્વામીવાત્સલ્ય કરવું યોગ્ય નથી.”
દુખના આવા વિચાર સાંભળી કેપને લીધે મારું મન વિહળ થઈ ગયું તે પણ ઉપર ઉપરથી મારે કેપ શમાવી દઈ આકાર ગોપવીને મેં તેને જવાબ આપે “આર્ય! જે હું કોઈ પાપી કે લુચ્ચા લેક તરફ સન્માન બતાવતો હોઉં કે તેઓની પૂજા કરતે હેઉં
તમે બોલે છે તે બોલવું ગ્ય ગણાય, પરંતુ જે કુમારનું તંત્ર પ્રાણુઓમાં ગુણ એટલી હદ સુધી વૃદ્ધિ પામ્યા કરવાનું છેરણ હોય છે કે જે તેને લીધે દેવતાઓને પણ પૂજનીક
હોય, તેઓને જ્યારે યથેચ્છ દાનમાન વિગેરે આપવામાં આવે ત્યારે, તેઓના સંબંધમાં આવું વચન બોલવું ઘટતું નથી. એ જિનમતને અનુસરનારા લેકે તે સ્વભાવથીજ ચોરી, ૫રદારાગમન વિગેરે સર્વ દુષ્ટ વર્તનથી પાછા હઠી જઈને વગર કહે પિતાથી જ સારે રસ્તે ચાલે છે-એવા મહાત્મા પુરૂષોને દંડ શામાટે કરવો? એવા મનુષ્યોને સજા કરવાની જેઓની બુદ્ધિ થાય તેઓજ ખરેખર સજાને પાત્ર છે. જે પ્રાણીઓનું રક્ષણ કરવાની જરૂર પડતી હોય, જેની ચકી કરવી પડતી હોય, તેના માથા ઉપર કરનો બીજો નાખ હોય તો ઉચિત ગણાય, પરંતુ જૈન લેકે તે પોતાના ગુણોથીજ રક્ષાયેલા છે, તેથી તેના ઉપર કરનો બોજો પાડવો ઉચિત નથી. રાજાઓએ તેટલા માટે તેવા લેકેનું દાસત્વ છોડીને બીજું કાંઈ પણ કરવું ઉચિત નથી અને અમે પણ તેમજ કરીએ છીએ-મતલબ જૈન
૧ કનકશેખર કુમાર નંદિવર્ધન પાસે જયસ્થળ નગરે રીસાઈને આવવાનું કારણ કહે છે.
૨ કુમાર જવાબ દેવામાં ધીમે ધીમે કેવા પ્રકમ થતો આવે છે તે વિચાકિરવા યોગ્ય છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯] ખટપટી દુર્મુખ અને કનકશેખર ૫૬૧ લોકો તરફ રાજ સેવા કરવી જ ઘટે છે અને તેવી રીતે હું તેઓની સેવા કરું છું. ત્રણ ભુવનને નાથ શ્રીજગતનાથ જેમના નાથ હેય તેઓના જે નોકર થાય તે આ દુનિયામાં ખરેખર રાજા છે અને બાકીના સર્વ કરે છે. આ પ્રમાણે લેવાથી મેં અત્યાર સુધીમાં જે આચરણ કર્યું છે તેમાં રાજનીતિને શું ઉલ્લંઘન કર્યું છે કે જેથી તમે ઉપર જણુંવ્યા તેવા આકરા શબ્દો મને કહેવા તૈયાર થઈ ગયા છો? હું જે ધર્મવાત્સલ્ય કરું છું તે ખોટું છે એમ કહીને તે સાચું કહું તે તમે તમારું નામ દુર્મુખ છે તે પ્રમાણે સાચેસાચું તમારા આ ભાનું દુર્મુખપણું સ્પષ્ટ કર્યું છે !”
પ્રપંચી સરળતા, આ પ્રમાણે મેં દુર્મુખને જવાબ આપ્યો એટલે તે માટે અભિપ્રાય સમજી ગયે; તેથી તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે જેનદર્શન ઉપર આ કુમારને અત્યંત પ્રેમ લાગે છે. એના મનપર તે બાબતની ઘણી જ અસર થઈ ગઈ જણાય છે અને મારા વચનથી તે મારા ઉપર ગુસ્સે થઈ ગયા જણાય છે, તેથી હાલ એ બાબત વધારે છેડવામાં કાંઈ માલ નથી. રાજાને મેં આ બાબતમાં પ્રથમથી જ સીધા કર્યા છે તે આને પણ આગળ જતાં અનુક્રમે બરાબર ઠેકાણે લાવીશ. હાલ તે એને પણ ફોસલાવું એટલે કામ કરવાની મજા આવશે આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને દુર્મુખ બેલ્યો “શાબાશ! કુમાર શાબાશ! તમારે જૈનધર્મ ઉપર પ્રેમ તે ખરેખર છે એમાં શક નહિ! તમારી ધર્મની બાબતમાં સ્થીરતા વખાણવા લાયક છે. તમારા મનમાં ધર્મપર પ્રેમ અને સ્થીરતા કેવાં છે, કેટલાં છે, તેની પરીક્ષા કરવા માટે જ આ સર્વ વાત મેં ઉઠાવી હતી. અત્યારે મારા મનમાં બરાબર ખાતરી થઈ છે કે સ્થીરતાની બાબતમાં તમારું મન મેરૂ પર્વતને પણ હઠાવી દે તેવું છે; તે હવે મારી વિજ્ઞપ્તિ એટલી જ છે કે મેં જે વચનો આપને. (કુમારને) સંભળાવ્યાં છે તે આપે મનપર લેવાં નહિ અને બીજા અર્થમાં સમજવાં નહિ.” મેં પણ તે જ સુકે જવાબ આપ્યો “આર્ય! એમાં તે શું કહેવું ! તમારે માટે બીજું ધારવાનું અશક્ય જ છે.” આટલી વાતચીત કરીને દુર્મુખ મારી પાસેથી બહાર ગયે.
દુર્મુખના ગયા પછી મેં મારા મનમાં વિચાર કર્યો કે-દુર્મુખ લુએ છે અને પાપી છે, માટે એના આચરણમાં અને બોલવામાં
૭૧
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૬૨
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૩ સાચું શું અને કેટલું છે તે કાંઈ કહી શકાય નહિ. એનું કારણ એમ છે કે પ્રથમ એણે મારી સાથે વાત કરી ત્યારે ઘણું વિચારીને કહેતો હોય તેવી રીતે સલાહ આપવા માંડી અને ત્યાર પછી જ્યારે તેણે મારે જવાબ સાંભળ્યો ત્યારે વાત ઉડાવવાનો પ્રયત્ન આદર્યો અને બાજી ફેરવી નાખી. તેથી તેનો આશય જાણવાની જરૂર છે-આ પ્રમાણે વિચારીને મારી પાસે એક ઘણે યુક્તિવાળે ચતુર નામને ભાયાત હતો તેને આ સર્વ વાત સમજાવીને તપાસ કરવા સારૂ મોકલ્યો. એ ચતુર કેટલાક દિવસ ગયા પછી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “સાહેબ ! આપની પાસેથી નીકળીને હું દુર્મુખની પાસે ગયો. તેને કેટલોક વિનય કરીને તેને રાજી કર્યો અને આખરે હું તેની નોકરીમાં જોડાઈ તેનો અંગરક્ષક થયો. પછી ત્યાં શું થાય છે તે જેવા લાગે. દુર્મુખે બધી જગાએથી મુખ્ય આગેવાન શ્રાવકોને પોતાની પાસે બોલાવીને તેઓને કહ્યું “અરે! કનકશેખર કુમાર તે ખોટા ધર્મના ઝનુનમાં આવી જઈને જાણે કે ભૂત તેને વળગ્યું હોય નહિ તેમ રાજ્યને નાશ કરવા ઊભા થયા છે. તેથી હવે પછી કુમાર તમને કાંઈ દાનમાં આપે અને રાજ્યભાગને જે કાંઈ કર તમારી પાસે વસુલ કરવાનો રાજ્યને હક થાય, તે બન્ને દાન અને કર તમારે ખાનગી રીતે મને આપી જવાં અને એ હકીકત તમારે ભૂલે ચૂકે પણ કુમારને જણાવવી નહિ. જો એમ કરવામાં તમે જરા પણ ગફલતી કરશે તો. જીવનાં જશે.” દુર્મુખની આ આજ્ઞા શ્રાવકલેકેએ માથે ચઢાવી અને તેઓ અમાત્યની પાસેથી બહાર નીકળ્યા.”
કનકશેખર કુમાર નંદિવર્ધન પાસે આગળ વાત જણાવતાં કહેવા લાગ્યો કે ચતુરની આ હકીકત સાંભળીને મેં તે વખતે ચતુરને પૂછયું, “પિતાજીને આ હકીકતની ખબર પડી છે?” ચતુરે કહ્યું “હા જી ! પિતાજીને એ સર્વ હકીકતની ખબર પડી છે.” ત્યારે વળી મેં પૂછયું,
કેની પાસેથી એ સર્વ વાત પિતાજીએ જાણી?” ચતુરે જવાબમાં મને કહ્યું “એ દુર્મુખની પાસેથી જ સર્વ હકીકત પિતાજીએ જાણી.” ત્યારે વળી મેં તેને વધારે પૂછયું “પિતાજીએ એ હકીકત સાંભળીને શું કર્યું?” ચતુરે જવાબ આપે–“પિતાજીએ એ વાત સાંભળીને કાંઈ કર્યું નહિ, માત્ર આંખ આડા કાન કર્યા આ સર્વ હકીકત સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે જે પિતાજીની આજ્ઞા વગર
૧ બોડી ગાર્ડ. ૨ રો. એ. એ. વાળા મૂળ પુસ્તકનું અત્ર પૃ. ૩૫૧ શરૂ થાય છે.
Page #604
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ ] ખટપટી દુર્મુખ અને કનકશેખર. ૫૬૩ પિતાના જોરથી જ દુર્મુખ આવું વર્તન કરતા હોત તો તે તેની ધૃષ્ટતાનું ફળ બરાબર ચખાડી આપત; પણ કોઈ અન્ય માણસ કે કાર્ય કરે અને તેનો નિષેધ કરવામાં ન આવે તો તેમાં સંમતિ જ ગણાય છે એ નિયમ હોવાથી પિતાજીએ આ બાબતમાં આંખ આડા. કાન કર્યા અને દુર્મુખને એવું કામ કરતાં વાર્યો નહિ તેથી પિતાજીની પણ એ બાબતમાં સંમતિ જ જણાય છે. ભગવાને કહ્યું છે કે માતાપિતાના ઉપકારને બદલે વળે તેમ નથી, માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે પિતાજી સાથે લડવું યોગ્ય નથી અને હાલ જે કામ ચાલવા લાગ્યું છે-શ્રાવકેપર કર અને દંડની હકીકત ફરી ગોઠવાઈ છે તેને તેવા આકારમાં હું કઇ રીતે જોઈ શકું તેમ નથી, તેથી અહીંથી ચાલ્યા જવું એજ સારું છે. આ પ્રમાણે વિચાર કરીને કેઈને પણ જણાવ્યા વગર માત્ર થોડા ખાસ મિત્રોને સાથે લઈને હું ત્યાંથી નીકળી ગયો અને અહીં આવ્યું. ભાઈ નંદિવર્ધન! આ પ્રમાણે પિતાએ મારું અને પમાન કર્યું છે એ વાત તારા સમજવામાં આવી ગઈ હશે.”
૧ જયસ્થળ નગરમાં નંદિવર્ધન પાસે કનકશેખરે આ પ્રમાણે પોતાના અપમાનની કથા કહી સંભળાવી તે પૃ. ૫૫૪ થી શરૂ થયેલ છે. આ સર્વ હકીકત સારીજીવ સદાગમ આગળ કહે છે તે બીજા પ્રસ્તાવથી ચાલુ છે.
Page #605
--------------------------------------------------------------------------
________________
Janeasa
પ્રકરણ ૨૦ મું.
વિમલાનના અને રસવતી. છે ને દિવન કુમારે કનકશેખરની પૂર્વવાર્તા સાંભળી સહાનુ| === ભુતિ દર્શાવતાં કહ્યું “ભાઈ ! જણાવ્યું તેવા સંયોગોમાં
તે ત્યાંથી ચાલી નીકળવાનું કામ તો બહુ સારું કર્યું !
કરી જેઓ પિતાનું સ્વમાન શું છે તે સમજતા હોય તેવા '*6 VI પુરૂએ માનની હાનિ કરનારના સંબંધમાં વધારે વખત રહેવું કઈ પણ રીતે યોગ્ય નથી. લેકેમાં કહેવાય છે કેસ્વમાનના વિચાર,
भास्करस्तावदेवास्ते गगने तेजसां निधिः, निर्भीय तिमिरं यावत्कुरुते स जनोत्सवम् । यदा तु लक्षयत्येष तमसोऽपि महोदयम् ,
तदा परसमुद्रादी गत्वा कालं प्रतीक्षते । “તેજનો ભંડાર સૂર્ય અંધકારને દૂર કરીને લેકનાં મનને ઉત્સવ કરી શકે છે ત્યાં સુધી જ તે આકાશમાં રહે છે, જ્યારે તે મોટા અંધકારનો ઉદય નજરે જુએ છે ત્યારે બીજા કેઈ સમુદ્રમાં પેસી જઈને રાહ જુએ છે (અને વળી લાગ આવે છે ત્યારે અંધકારનો નાશ કરીને પોતાના પૂર જેરમાં પ્રકાશે છે.”
કનકશેખરને પાછા તેડવા આવેલા તે. મેં આવાં વચને જ્યારે કનકશેખરને કહ્યા ત્યારે તે બહુ ખુશી થ. આવી રીતે અમે સર્વ પ્રકારના આનંદ અને વાર્તાવિદ કરતા હતા. તેવી રીતે દશ રાતદિવસ પસાર થઈ ગયા.
પછી અગ્યારમે દિવસે મારા વાસભુવનમાં અમે બન્ને બેઠા હતા તે વખતે મારા પિતાશ્રી તરફથી સંદેશ લઈને એક માણસ આવ્યો અને અમને બન્નેને પ્રણામ કરીને તેણે કહ્યું “મહારાજા સાહેબે આપ બન્ને રાજકુમારને આજ્ઞા કરી છે કે તમારે બન્નેએ મહારાજા
૧ આ આખી અન્યક્તિ છે. અંધકારનો ઉદય થાય છે ત્યારે સૂર્ય સમુદ્રમાં પેસી જાય છે. અહીં અંધકાર સાથે દુર્મુખ, સૂર્ય સાથે કનકશેખર, પરસમુદ્ર સાથે જયસ્થળ નગર અને રાહ જોવાની વાત સામાન્ય સમજવી,
Page #606
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦]
વિમલાનના અને રલવતી.
૫૬૫
પાસે તુરત આવવું.” “ જેવા પિતાશ્રીના હુકમ !” એમ કહી અમે બન્ને પિતાશ્રીની પાસે જવા સારૂ નીકળ્યા. અમે હજુ પિતાશ્રી સન્મુખ પહોંચીએ છીએ ત્યાં તા પિતાશ્રીના સભામંડપમાંથી ત્રણ પુરૂષાં અહાર આવ્યા, તેઓની આંખામાંથી એટલાં હર્ષનાં આસું નીકળતહતાં કે તેના પ્રવાહથી તેની આખા ધાવાઇ ગઇ હતી. તે કનકા શેખરના પગમાં પડ્યા. તે કનકશેખરને શોધવા નીકળેલા પ્રધાન પુરૂષા દેખાતા હતા. મને એ હકીકત જોઇને ઘણી નવાઇ લાગી તેથી મેં પૂછ્યું કે ‘ભાઇ ! આ પુરૂષો કોણ છે ?’ તેના જવાબમાં ‘એ તે સુમતિ, વરાંગ અને કેશરી છે' એમ બેાલતાં ખેલતાં નકશેખરે તેને સ્નેહપૂર્વક ઊભા કર્યાં અને તેને ભેટી પડ્યો. વળી મેં ફરીને પૂછ્યું કે ‘એ કોણ છે?' તેના જવાથ્યમાં કનકશેખર કુમારે જણાવ્યું કે અંતેા મારા પિતાના મેાટા પ્રધાનેા છે.' અરસ્પરસ પ્રણામ થઇ ગયા પછી અમે સર્વે પિતાશ્રી પાસે રાજસભામાં આવ્યા અને ત્યાં બેફા.
પદ્મરાજાએ કહેલા નૂતના સંદેશા,
પછી મારા પિતાશ્રી પમરાજાએ કનકશેખરને કહ્યું “ ભાઇ કનકશેખર! આ તારા પિતાના મંત્રીઓએ મને જે વાત કરી છે તે સાંભળ. · તેઓ જણાવે છે કે પિતાજીને (કનકચૂડરાને) કાંઇ પણ હકીકત જણાવ્યા વગર કુમાર (કનકશેખર ) ઘરની બહાર નીકળી ગયા પછી તુરતમાં જ નાકર ચાકરા પાસેથી તેસ્નેકના જવાથી શ્રીને ખબર પડીકે રાજકુમાર મંદિરમાં કોઇ જગાએ માતપિતાની દશા દેખાતા નથી, એ હકીકત સાંભળતાંજ જાણે તે ઉપર કોઇએ અકસ્માત્વના પ્રહાર કર્યો હાય, જાણે તેઓ દળાઇ ગયા હાય, જાણે તેઓ બીજા જ થઇ ગયા હોય, જાણે ગાંડા થઇ ગયા હાય, જાણે મૂર્છા પામી ગયા હાય, તેમ કાંઇ પણ ચેતના વગરના થઇ ગયા અને રાણી ચૂતમંજરી પણ અત્યંત મુંઝાઇ જઇને જાણે મરવા પડ્યા હોય અથવા તે મરીજ ગયા હોય એમ એ ઘડી તેા સ્તબ્ધ થઈને પડી જ રહ્યા. ત્યાર પછી તેને કેટલાએ પવન નાંખ્યા, ચંદનનાં વિલેપન કર્યો એવા બીજા ઉપચારા કર્યાં ત્યારે તેઓને કાંઇક ધીરજ તેઓની મૂર્છા વળી. ત્યાર પછી અરેરે પુત્ર! તું ક્યાં ગયા?’એમ મહારાજા અને દેવી રડીરડીને ખેલવા તેને રડતાં જોઈને નાકર ચાકર ભાયાતા તથા આખું રાજસ્થાન રડવા લાગ્યું, તેથી મેાટી રડારોળ થઇ રહી. તે વખતે રાજાનું કારભારી
C
માણસાએ અને એવા
આવી અને
ગયા ? ક્યાં
લાગ્યા અને
Page #607
--------------------------------------------------------------------------
________________
પર
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૩
મંડળ મળ્યું અને તેઓએ રાજાને ધીરજ દેવા માંડી. તેઓએ કહ્યું કેઆપ કરે છે તે કાંઇ કુમારને મળવાને ઉપાય નથી, માટે દીલગીરી છેડી દા, ધીરજ રાખેા અને કુમારને શેાધવાના પ્રયત્ન કરો.' રાજાએ તેનું તે વચન જરા પણ સાંભળ્યું જ નહિ અને પોતે વધારે વધારે દીલગીરી કરવા લાગ્યા.
C
“ એવી હકીકત જોઇને કુમારના સેવક ચતુરે પોતાના મનમાં વિચાર કર્યાં કે-રાજા એટલા બધા શાક અત્યારે કરે છે કે જો એમને એમ ચાલશે તે જરૂર એમના પ્રાણ જશે, માટે હવે એ માબતમાં બેદરકારી રાખવી ઠીક નથી–એવે! વિચાર કરીને તે તુરત જ રાજાને પગે પડ્યો અને ‘કુમાર અહીંથી કારણસર બહાર ચાલ્યા ગયા છે.' એટલી હકીકત જણાવી. ‘કુમાર હજી ચાક્કસ જીવે છે–એટલી ખાત્રી થતાંજ રાજાને ફરીવાર શુદ્ધિ આવી. પછી તેમણે ચતુરને પૂછ્યું કે ‘કુમાર શા માટે અને ક્યાં ગયા છે ?’ ચતુરે ઉત્તરમાં જણાવ્યું ‘અહીંથી ચાલ્યા જવાનું કારણ મને કુમારશ્રીએ જણાવ્યું નથી. બાકી જરા ચતુર (ડાહ્યો) હાવાથી મેં તે ક્યાં ગયા છે તે જાણી લીધું છે; તેટલા ઉપરથી અટકળ કરીને કહું છું કે એ જયસ્થળ નગરે પેાતાની ફાઇ પાસે ગયેલા હશે. નંદા મા (નંદિવર્ધનની માતા)ને કુમાર ઉપર અહુ પ્રેમ છે અને પદ્મરાજા પણ તેમનાપર બહુ હેત રાખે છે. કુમારની સાથે મારે વધારે પરિચય હોવાથી આટલી હકીકત હું અટકળથી ધારૂં છું અને મને ખાતરી છે કે જે તે અહીંથી ચાલ્યા જાય તે તેના મનને સંતેાષ મળે તેવું સ્થાન નંદામાનું રાજ્ય જ છે, સિવાય બીજી કોઇ જગાએ કુમારશ્રી જાય એમ મને લાગતું નથી.' રાજાએ તે વખતે ચતુરના વખાણ કરીને તેને ઇનામમાં મેટું દાન આપ્યું. રાજાને તપાસ કરતાં જણાયું કે એ સર્વ અનર્થનું કારણ પેલા દુર્મુખ મંત્રી જ છે એટલે તેના આખા કુટુંબ સાથે તેને પોતાના દેશથી બહાર કાઢી મૂક્યો. વળી તેજ વખતે પિતાશ્રી કનકચૂડ રાજાએ તથા દેવી ચૂતમંજરીએ પ્રતિજ્ઞા કરી કે ‘જ્યાં સુધી આપણે કુમારનું મ્હાઢું જોઇએ નહિ ત્યાં સુધી આપણે આહાર લેવા નહિ અને શરીરે ન્હાવું ધોવું કે બીજા કાંઠે પણ સંસ્કાર કરવા નહિ.’
“ હવે વળી તેજ દિવસે એક દંતર ત્યાં (કુશાવર્તપુરમાં) આવી
કુમારને પત્તો મને દુર્મુખને દેશવટા.
૧ કનકચૂડના દૂતાએ પેાતાને જણાવેલી હકીકત પદ્મરાજા નકરોખર કુમાર પાસે કહી સંભળાવે છે અને નંદિવર્ધન બાજુમાં બેસી સાંભળે છે.
૨ આ દૂતનું નામ વિકટ છે તે પ્રકરણ ૨૩ માં જણાશે.
Page #608
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦] વિમલાનના અને રતવતી.
૫૬૭ પહોંચ્યો. તેણે રીતસર નમસ્કારાદિનો વિવેક કરીને કનકચૂડ રાજાને વિજ્ઞપ્તિ કરી જણાવ્યું કે “દેવ! વિશાળ નામની નગરી છે, ત્યાં નંદન
નામના રાજા રાજ્ય કરે છે, તેમને પ્રભાવતી અને વિશાળાથી પદ્માવતી નામની બે રાણીઓ છે. તે બન્ને રાણીઆવેલ દૂત. આથી રાજાને બે પુત્રીઓ થઈ છે, તેઓનાં નામ
અનુક્રમે વિમલાનના અને રેલવતી છે. હવે એ રાજાની બે રાણીઓ પૈકી પ્રભાવતી રાણીને ભાઈ પ્રભાકર નામનો કનકપુરનો રાજા છે, તેને બંધુસુંદરી નામની રાણી છે. તેનાથી તેને વિભાકર નામનો પુત્ર થયો છે. એ ભાઈ બહેન પ્રભાકર અને પ્રભાવતીને ત્યાં અનુક્રમે વિભાકર અને વિમલાનના જમ્યા તે પહેલાં તેઓ બન્નેએ એવો વિચાર કર્યો હતો કે જે આપણે બન્નેમાંથી કેઈને દીકરી થાય અને બીજાને દીકરે આવે તે એકે પોતાની દીકરી બીજાના દીકરાને દેવી. ત્યાર પછી રાણી પ્રભાવતી જેને વિશાળ નગરીના નંદનરાજા સાથે પરણવ્યા હતા તેમને વિમલાનના નામની દીકરી થઈ અને તેના ભાઈ પ્રભાકરને વિભાકર નામનો પુત્ર થયો. તેથી ઉપર જણાવેલી શરત પ્રમાણે વિભાકર અને વિમલાનનાનું જન્મ પહેલા વેવિશાળ થઈ ચૂક્યું હતું અને વિમલાનના વિભાકરને દેવાઈ ગયેલી હતી. હવે એ વિમલાનનાએ એક વખતે બન્દી જનોના મુખેથી કુમાર કનકશેખરનું નામ સાંભળ્યું, તે સાથે બંદીજનો તેના અનેક ગુણો માટે બહુ મોટેથી વખાણ કરતા હતા તે તેણે સાંભળ્યા. કનકશેખર કુમારના એવા વખાણ સાંભળીને વિમલાનનાને તેના ઉપર ઘણેજ રાગ ઉત્પન્ન થયે તેથી જાણે પોતાના ટોળાથી છૂટી પડી ગયેલી હરણી હોય, પોતાના સહુચર (પતિ)થી વિયોગ પામેલી ચવાકી હોય, સ્વર્ગલેકમાંથી બહાર કાઢી મૂકેલી જાણે દેવાંગના હોય, માનસ સરોવરની પાળે મૂકી દઈને દૂર ગયેલી કલહંસી હોય, જુગટુ રમનારી સ્ત્રી જાણે તેના સાધન વગરની થઈ ગઈ હોય, તેવી રીતે તે તદ્દન શુન્ય હૃદય
૧ વિશાળ નગરીના દૂત કનકશેખરના પિતા પાસે વાત કહે છે તે ચાલુ છે. કનકશેખરની પાસે તેના પિતાના દૂતએ કહેલી વાત પમરાજા કહી સંભળાવે છે, નંદિવર્ધન કુમાર હાજર છે-આખી વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહી સંભળાવે છે.
૨ ચકલાક અને તેની સ્ત્રી નિરંતર સાથે જ રહે છે અને વિયોગ થાય ત્યારે મોટેથી રડ્યા કરે છે.
૩ હસે માનસ સરોવર પરજ રહે છે, ત્યાંથી દૂર જાય તે તેમને ગમતું નથી, તેઓ બીજે રહી શકતા નથી.
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
વિમલાનનાની સ્થિતિ અને
વાળી થઇ ગઇ અને અત્યંત મુંઝવણમાં આવી પડી હેાય તેવી જણાવા લાગી; પછી તે તે વીણા પણ વગાડે નહિ, દડો ઉડાડવાની રમત કરે નહિ, શરીરપર મેંદી કે ચંદનનાં ચિત્રો કાઢે નહિ, ચિત્રકળા તથા બીજી કળાઓ પર જરા પણ લક્ષ્ય આપે નહિ, શરીર ઉપર શણગાર સજે નહિ, કોઇ કાંઇ પૂછે તે તેને કાંઇ ઉત્તર આપે નહિ, દિવસ છે કે રાત છે તેના વિચાર પણ કરે નહિ; માત્ર જાણે પાતે જોગણ ( યાગિની )' હાય તેમ આખાને જરા પણ હલાવ્યા ચલાવ્યા કે મટમટાવ્યા વગર કોઇને પણ અવલંબન કર્યાં વગર નિશ્રળ આંખે કોઇ વસ્તુનું ધ્યાન કરીને બેસી રહેવા લાગી. આવી હકીકત જોઈને તેમણે વર્ણવેલી માણસા સર્વ ગભરાઇ ગયા, પણ આવે મેટા ફેરફાર એકદમ શા કારણે થઇ ગયા તે સમજી શક્યા નહિ. તે સર્વદા પ્રેમપૂર્વક તેની નજીક રહેનારા તેનાં કારણે. હાવાથી તેઓને વિચાર કરતાં કરતાં યાદ આવ્યું કે–કુમાર શ્રીકનકશેખરનું નામ સાંભળ્યા પછી બહેનની આવી સ્થિતિ એકાએક થઇ આવી છે-તેટલા ઉપરથી ચાસ એમ જ લાગે છે કે એ નશેખરે આ બહેનનું મન ચાર્યું હશે. માટે આપણે વખત વિ ચારીને આ હકીકત પિતાજી નંદ્મન રાજાને જણાવવી કે જેથી બહેનના ચિત્તને ચારવાના ગુન્હા કરનારને એ રાજા અવશ્ય પકડી પાડી અરાખર સપાટામાં લે–(કારણ ચારને પકડવા એ રાજધર્મ છે)-એ પ્રમાણે વિચાર કરીને તેઓએ સર્વ હકીકત નંદન રાજાને જણાવી. પિતાએ વિચાર કર્યો કે-એની માએ ( પેાતાની સ્રી પ્રભાવતીએ ) તે એને જન્મ પહેલાં વિભાકર સાથે વેવિશાળ સંબંધથી જોડી દીધી છે, પણ ને હાલ હું એ દીકરીના સંબંધમાં કાંઇ નહિ કરૂં તે એના પ્રાણ રહેવા પણ મુશ્કેલ છે, માટે એને કનકશેખર પાસે મેાકલાવી દઉં-એ એની મેળે નકરશેખરને વરશે (પરણશે); આવી અવસ્થામાં તેના સંબંધમાં વખત કાઢવા ઢીક નથી, પછવાડેથી વિભાકરને સંભાળી લેવાશે–આવે વિચાર કરી તે તુરત જ વિમલાનના પાસે આવી કહેવા લાગ્યા ‘દીકરી ! જરા ધીરી થા, દીલગીર ન થા, તું કુશાવર્તનગરે કનકશેખર પાસે જા.’ એ પ્રમાણે મધુર વચનથી દીકરીને વાત કરીને
વ્યવહારૂ ષિ તા.
૧ ચાગિની સાલંબન કે નિરાલંબન ધ્યાન કરે છે ત્યાર આવી એકાત્રવૃત્તિ કરે છે, સાચ્ચમાં ફેર છે, પણ બાહ્ય વર્તન તા યાગની જેવું જ છે.
૨ અહીં ચારી અલંકારિક અર્થમાં સમજવાની છે.
Page #610
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦] વિમલાનના અને રવતી.
૫૬૮ નંદન રાજાએ તેને કુશાવર્તપુરે મોકલવાનો હુકમ કર્યો. એ વખતે વિમલાનનાની બહેન રનવતીએ પણ પિતાને વિજ્ઞપ્તિ કરી કે “પિ
તાજી ! હું મારી બહેન વિમલાનના વગર એક ક્ષણ રતવતીનો પણ રહી શકું તેમ નથી, માટે આપ રજા આપે તે નિર્ણય. હું પણ બહેનની સાથે જઉં. માત્ર વાત એટલી કે
હું કનકશેખરને વરીને મારી બહેનની શોક નહિ થાઉં ! સ્ત્રીઓમાં અરસ્પરસ ગમે તેટલે પ્રેમ હોય પણ જો તેઓને શક તરીકે રહેવું પડે તે સ્નેહ જરૂર તુટી જાય છે. માટે વિમલાનનાના પતિના કેઈ વહાલા મિત્રની હું સ્ત્રી થઈશ.” રક્તવતીના આવા વિચારો સાંભળી નંદનરાજાએ કહ્યું-દીકરી ! તને ગમે તે કર. મને ખાતરી છે કે મારી દીકરી પિતાની જાતે કદિ પણ અનુચિત કામ કરશે જ નહિ.” રસવતીએ પિતાની હકીકત માથે ચઢાવી અને તે પણ વિમલાનનાની સાથે ચાલી નીકળી. ત્યાંથી રાતદિવસ પ્રયાણ કરતાં, મહારાજ ! વિમલાનના અને રાવતી આજે અહીં આવી પહોંચ્યા છે અને નગરની બહાર બગીચામાં રોકાયા છે. આ હકીક્ત આપ મહારાજાને નિવેદન કરવા તેમણે મને મોકલ્યો છે. હવે આપ તે બાબતમાં યોગ્ય લાગે તેમ ફરમાવો.”
“મહારાજા કનકચૂડે આ હકીકત સાંભળી એટલે અમને એક તરથી ઘણે હર્ષ થશે અને બીજી તરફથી અત્યંત ખેદ થયો. પછી ચાર પ્રધાનમાંના ફૂરસેનને તેમણે આજ્ઞા કરી કે તેણે આવેલી કન્યાએને સારે ઉતારે આપ અને તેની ગ્ય ખાતર બરદાસ્ત કરવી
અને અમને સુમતિ વરાગ અને કેશરીને બોલાવીને દૂતપ્રેષણ. આ પ્રમાણે કહ્યું “અરે પ્રધાને ! નંદન રાજાની બે
દીકરીઓ આપણે ત્યાં આવી રીતે કુમારને અને તેના મિત્રને વરવા માટે આવી છે તે ઘણું આનંદની વાત થઈ છે, પણ અત્યારે કનકશેખર કુમારને વિરહ હોવાથી તે વાત વિરહની અગ્નિમાં જાણે વધારે ઘી હોમાતું હોય તેવી અથવા ઘા ઉપર લુણ (મીઠું) મૂકવા જેવી લાગે છે. માટે તમે ત્રણે જયસ્થળ નગરે (પદ્મરાજાની રાજધાનીએ) જાઓ. મને ખાત્રી છે કે કુમાર ત્યાંજ ગયેલ છે. તમે
૧ નંદનરાજાના દરે કનકચૂડ રાજાને એ સર્વ વાત કહેલ છે તે કનકચૂડના પ્રધાનેએ પમરાજાને કહેલ છે તે સર્વ વાત કનકશેખર અને નંદિવર્ધન પાસે ૫મરાજા તેજ શબ્દોમાં કહી સંભળાવે છે.
૨ મહારાજા પમરાજા કનકચૂડના દૂતોએ રજુ કરેલી હકીકત કનકશેખર કુમારને આગળ જણાવતાં કહે છે.
७२
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૭૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૩ મારા બનેવી પદ્મરાજાને મારી અવસ્થા કેવી થઈ છે અને કન્યાઓ (વિમલાનના અને રતવતી) અહીં આવેલી છે તે સંબંધી વિગતવાર સમાચાર નિવેદન કરો. મને ચોક્કસ ખાત્રી છે કે એ બન્ને કારણે સમજી જઈને પદ્મરાજા કનકશેખર કુમારને તુરતજ અહીં મોકલી આપશે. વળી તમારે પદ્મરાજાની રજા મેળવીને કુમાર નંદિવર્ધનને પણ અહીં સાથે તેડતા આવો, કારણ કે મારા વિચાર પ્રમાણે રતવતીનો વર થવાને તે જ યોગ્ય છે”! કનકચૂડ રાજાનાં આવાં વચનો સાંભળી (દૂતો કહે છે કે, અમે તેની આજ્ઞા માથે ચઢાવી. આ હેતુથી અમે અત્રે આવ્યા છીએ,
કુમાર કનકશેખર ! આ પ્રમાણે તારા પિતાના ત્રણે દૂતોએ અમને લંબાણથી હકીકત કહી સંભળાવી છે. આ પ્રમાણે હોવાથી હવે તું અહીંથી રર જા. જોકે તેમ થવાથી તારો વિરહ અમને થશે તે અમારું હૃદય કબૂલ કરે તેમ નથી અને તેથી અમે મહોઢે બોલી શકીએ તેમ નથી, તે પણ જવાનું કારણ પ્રબળ હોવાથી અને હકીકત ગંભીર હોવાથી અમારે દીલગીરી સાથે કહેવું પડે છે કે તમારે હવે જરા પણ વખત અહીં કાઢવો નહિ. અહીંથી એકદમ કુશાવર્તનગરે જવું અને તમારે બન્નેએ સર્વ પ્રકારે કનકચૂડ રાજાના મનને આનંદ ઉપજાવો.”
બન્ને કુમારનું પ્રયાણ, પિતાશ્રીનો એવો હુકમ સાંભળીને એમ થવાથી અમારે બન્નેનો પરસ્પર વિયોગ થશે નહિ એટલે પિતાએ આજ્ઞા પણ બહુ સારી કરી-એવું વિચારતાં મેં અને કુમાર કનકશેખરે પિતાશ્રીને કહ્યું–જેવી પિતાશ્રીની આશા.” એ જ વખતે પિતાશ્રીએ આનંદમાં આવીને પ્રયાણ કરવા યોગ્ય ચતુરંગ સેનાને તૈયાર કરવાનો હુકમ આપે અને તેના ઉપર પ્રધાન પુરૂષની નીમણુક કરી આપી અને પ્રયાણ યોગ્ય ઉચિત મંગળે કરીને અમને બન્નેને વિદાય કર્યા. મેં જ્યારે પ્રયાણ કર્યું ત્યારે મારી સાથે મારા અંતરંગ રાજ્યમાં રહેલા વૈશ્વાનરે પણ મારી સાથે પ્રયાણ કર્યું. તેની સાથે વળી ગુપ્ત રૂપે પૃદય મિત્રે પણ સાથેજ પ્રયાણ કર્યું. આવી રીતે પ્રયાણ કરતાં કરતાં અમે કેટલેક રસ્તે કાપી નાખ્યો.
૧ દતોએ કહેલી હકીકત યમરાજા કનકશેખર પાસે ફરી કહે છે. જુઓ પૃ. ૫૬૪ ૨ દતાએ કહેલી વાત પૂરી કરીને હવે પદમરાજા પોતે નકશેખર કુમારને
Page #612
--------------------------------------------------------------------------
________________
> peace cases પ્રકરણ ૨૧ મું. રૌદ્રચિત્તે હિંસાલગ્ન.
11
અ
મે ચાલતાં ચાલતાં રૌદ્રચિત્ત નામના નગરમાં આવી
પહોંચ્યા. તે નગરનું વર્ણન તેમજ અને તેના નજીકના પરિવારનું વર્ણન રાખવા યોગ્ય છે. અહુ વિચારણીય વિસ્તારથી તે આપવામાં આવ્યું છે.
રોચિત્ત નગર.
હવે એક ચારની પલ્લી જેવું રૌદ્રચિત્ત નામનું નગર છે. તે દુષ્ટ લાકોને રહેવાનું સ્થાન છે, અનર્થ રૂપ વૈતાળાની જન્મભૂમિ છે, નરકનું દ્વાર છે અને આખા જીવનને સંતાપનું કારણભૂત છે,
તેના અધિરાજ ખાસ ધ્યાનમાં હેાવાથી અત્ર
કોઇને ભેંસી નાખવા, કોઇનાં માથાં કાપી નાખવાં, કોઇને યંત્રમાં પીલીને દાબી દેવા, કાઇને મારી નાખવા આવા આવા જે ભાવા પ્રાણીઓને ભયંકર સંતાપ ઉત્પન્ન કરનાર છે તે ભાવ રૂપ લેાકા એ રૌદ્રચિત્ત નગરમાં સદાને માટે રહેતા હેાવાથી એ નગરને ‘દુષ્ટ લોકોને રહેવાનું સ્થાન” કહેવામાં આવ્યું છે.
કલહની વૃદ્ધિ, પ્રીતિના છેદ, વૈરનું સાંધણ, માબાપને અને કરાં વિગેરેને મારવામાં નિષ્ઠુરતા વિગેરે વિગેરે અનેક અનથા જે લેાકેામાં માનવા પણ મુશ્કેલ પડે તેવા હોય છે તે કોઇ પણ જાતના આંચકા વગર આ રૌદ્રચિત્ત નગરમાં પ્રાપ્ત થાય છે તેટલા માટે એ નગરને અનર્થ રૂપ વૈતાળાની જન્મભૂમિ' કહેવામાં આવ્યું છે.
હવે તે નગરને ‘નરકનું દ્વાર ” શામાટે કહેવામાં આવ્યું છે તેનું કારણ કહેછે: પેાતાનાં પાપના બેાજાથી જે પ્રાણીઓ નર
૧ આની સાથે ચિત્તસૌંદર્ય નગર, શુભપરિણામ રાન્ત, નિષ્ણકંપતા દેવી અને શાંતિકુમારીનું વર્ણન સરખાવેા. જુએ પૃ. ૩૬૨ થી ૩૬૭ (પ્ર. ૩–પ્ર. ૨)
Page #613
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ કના ખાડામાં ઉતરી જાય છે તે પ્રથમ આ અત્યંત અધમ નગરમાં (શૈદ્રચિત્ત નગરમાં) પ્રવેશ કરે છે. નિમૅળ મનવાળા પ્રાણીઓ તેટલા ઉપરથી એમ સમજી ગયા છે કે તે નરકમાં દાખલ થવાનો માર્ગ છે અને તેટલા માટે જ તેને “નરકનું બારાણું” કહીને વર્ણવવામાં આવેલ છે.
એ રોદ્રચિત્ત નગરમાં જે અત્યંત અધમ કાર્ય કરનાર પ્રાગણીઓ રહે છે તેઓ જાતેજ ભયંકર દુઃખે પિતાને શરીરે હાથે કરીને વહોરી લે છે અને બીજા પ્રાણીઓને અનેક પ્રકારનાં દુઃખો આપે છે તેથી એ નગરને “આખા ભુવનને સંતાપનું કારણ ભૂત” કહેવામાં આવ્યું છે.
વધારે વર્ણન શું કરવું? ત્રણ ભુવનમાં આ રૌદ્રચિત્તપુર જેવું કઈ પણ ખરાબમાં ખરાબ નગર બીજું નથી.'
દુષ્ટાભિસન્ધિ રાજા, એ રોદ્રચિત્ત નગરમાં ચોરોને એકઠા કરનાર, સારા માણસને દુશ્મન, સ્વભાવથી જ ઊંધી પ્રકૃતિવાળે અને નીતિના રસ્તાઓને લેપ કરનારો લગભગ ચેર જે દુષ્ટાભિસંધિ નામનો રાજા રાજ્ય કરે છે.
{ આ દુનિયામાં માન, કોધ, અહંકાર, લુચ્ચાઈ, લંપટતા વિગેરે જે અંતરંગ રાજ્યમાં રહેલા મોટા ચોરે છે તે સર્વ એ દુષ્ટાભિસન્ધિ રાજાની સેવા સ્વીકારે છે. આ પ્રમાણે અંતરંગ રાજ્યમાં રહેલા ચોરેને તે રાજા સારી રીતે પિષણ (આશ્રય) આપતો હોવાથી તેને “ચેરેને એકઠા કરનાર કહેવામાં આવ્યું છે.
સત્ય વચન (ઉચ્ચાર), શૌચ ( બાહ્ય અને અંતરની પવિત્રતા), તપ, જ્ઞાન, ઇંદ્રિયસંયમ, પ્રશમ (શાંતિ) વિગેરે આ લેકમાં સારા વર્તનવાળા આબરૂદાર લે છે તે સર્વને ઉખેડી નાખવાના કામમાં તે દુષ્ટાભિસંધિ રાજા નિરંતર તૈયાર રહે છે એટલા માટે તેને સારા માણસેના મોટા દુશ્મન તરીકે વર્ણવવામાં આવેલ છે.
પ્રાણીઓએ બહુ વરસો સુધી ખાસ મહેનત લઈને જે કાંઈ ધર્મ ધ્યાન એકઠું કર્યું હોય, તેનાં શુભ પરિણામ પ્રાપ્ત કર્યા હોય, તે સર્વને એ રાજા અત્યંત ભયંકર હોઈને એક ક્ષણવારમાં
Page #614
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧] રૌદ્રચિત્તે હિંસાલગ્ન.
૫૩ બાળી નાખે છે અને ભોળા લેકે એને સંતોષ આપવાને-એની ઈચ્છાઓ પૂરી પાડવાનો કોઈ ઉપાય છે પણ શકતા નથી તેટલા માટે તેને “સ્વભાવથી જ ઊંઘી પ્રકૃતિવાળે” કહેવામાં આવ્યો છે.
આ સંસારમાં જ્યાં સુધી દુષ્ટાભિસંધિ રાજા વચ્ચે પડી નીતિનો વિગ સદાને માટે કરાવતો નથી ત્યાં સુધી દુનિયામાં નીતિ ચાલે છે, પણ જ્યારે એ મહારાજા પ્રગટ થાય છે એટલે નીતિ અને ધર્મ કેઈ બીજી જગાએ જ પલાયન કરી જાય છે તેથી બુદ્ધિમાન અનુભવીઓએ તેને નીતિના રસ્તાઓના લેપ કરનાર” તરીકે વર્ણવેલ છે.
નિષ્કરૂણતા રાણી. પારકી પીડાઓને નહિ જાણનારી, પાપના રસ્તાઓમાં કુશળ, ચાર લોકો ઉપર પ્રેમ રાખનારી અને પોતાના પતિ ઉપર અનુરક્ત (આસક્ત) અને અગ્નિ જેવો પ્રજવલિત આકાર ધારણ કરનારી (તે દુષ્ટાભિસબ્ધિ મહારાજાને ) નિષ્કરૂણતા નામની મહાદેવી છે.
સદરહુ દુષ્ટાભિસન્ધિ રાજા લોકોને જુદા જુદા પ્રકારની કર્થનાઓ ઉપજાવ્યા કરે છે. તે વખતે તેવી રીતે પીડા પામતા લોકોને જોઈને તેની ઉપર દયા લાવવાને બદલે આ રાણું મોટેથી હસે છે અને લોકોને પીડા પામતાં જોઇને વધારે રાજી થાય છે અને તેમ કરીને તેઓને ઉલટી વધારે પીડા ઉપજાવે છે માટે તે મહાદેવીને પારકી પીડાઓને નહિ જાણનારી” તરીકે વર્ણવવામાં આવી છે.
આંખનું ફોડી નાંખવું, મસ્તકનો છેદ કરવો, નાક કાન કાપી નાખવાં, ચામડી ઉતારી નાખવી, અંગ તોડી નાખવા, ખેરના લાકડાની જેમ શરીરને કુટવું-એ અને એવા એવા પ્રાણીઓને પીડા આપવાના બીજા જે જે પ્રકારે છે તે સર્વમાં એ મહાદેવીએ ઘણી ઉસ્તાદી મેળવેલી હોવાથી તે દેવીને પાપના રસ્તાઓમાં કુશળ” તરીકે વર્ણવવામાં આવી છે.
આખા ભુવનને મોટો સંતાપ કરનારા અને પરદ્રોહ વિગેરે અધમ ચેષ્ટાઓ કરનારા દુષ્ટ લેક એ રૌદ્રચિત્ત નગરમાં રહે છે તે સર્વે ઉપર એ મહાદેવીને ઘણે પ્રેમ છે અને તેને પિતે ૧ પરોહઃ અનિષ્ટ ચિંતવન, વૈર પૂર્વક અપકાર.
Page #615
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ પિતાના ખાસ જમાદાર બનાવે છે તેથી ચાર લેકે ઉપર પ્રેમ રાખનારી તરીકે એ મહાદેવીને વર્ણવવામાં આવેલી છે.
પિતાના પતિમાં પરાયણ તે મહાદેવી દુષ્ટાભિસન્ધિ રાજાને પરમાત્મા જે ગણે છે અને તેની તેહનાતમાં રાતદિવસ હાજર રહે છે, તેનું શરીર કે તેનું પડખું કદિપણ છેડતી નથી અને તેના બળને એકઠું કરી આપે છે-તેટલા માટે તે મહાદેવીને પોતાના પતિ ઉપર અનુરક્ત તરીકે ઉપર વર્ણવવામાં આવી છે.
હિંસા દીકરી એ નિષ્કરૂણતા મહાદેવને એ રૌદ્રચિત્તપુરની હીન સમૃદ્ધિમાં ઘણો મોટો વધારો કરનારી, તે નગરમાં રહેનારા લેકે મોટે ચાહ મેળવનારી, માત પિતા તરફ વિનયવાળી અને રૂપમાં ઘ
જ ભયંકર આકૃતિવાળી સાક્ષાત્ જાણે કાળકૂટ ઝેરનીજ બનાવેલી હોય તેવી એક હિંસા નામની દીકરી છે.
જ્યારથી એ દીકરીને જન્મ થયો છે ત્યારથી રૌદ્રચિત્તપુર નગર આગળ વધવા માંડ્યું, રાજા શરીરે રૂછ પુષ્ટ થયે, મહાદેવી પણ પુષ્ટ થયાં અને લેકે પોતાનાં નિંદ્ય કર્મમાં વધારે વધારે પ્રવર્તવા લાગ્યા તેટલા માટે એ કન્યાને રોકચિત્તપુરની હીન સમૃદ્ધિમાં ઘણો મટે વધારે કરનારી તરીકે વર્ણવવામાં આવી છે.
*ઈષ્ય, દ્વેષ, મત્સરતા, ક્રોધીપણું, અશાંતિ વિગેરે વિગેરે એ શૈદ્રચિત્તપુરના મોટા મોટા શહેરમાં પ્રસિદ્ધ કીર્તિવાળા અને જાણીતા હતા તેઓને મહારાજાની આ હિંસા નામની દીકરી ઘણે આનંદ આપનારી જતી હતી; એકના ખોળામાંથી ઊઠીને બીજા શહેરીના ખોળામાં તે બેસી જતી હતી અને એક શહેરી તેને પોતાના હાથ પરથી બીજાના હાથપર આપતો હતો. આવી રીતે એક ખળાથી બીજામાં અને એક હાથથી બીજા હાથમાં જ્યારે તે જતી ત્યારે તે લોકો તેને વહાલથી ચુંબન કરતા હતા અને તેવી રીતે નગરજનમાં પોતાની હોંસ પ્રમાણે તે ફરતી હતી તેટલા માટે “તે નગરમાં રહેનાર લેકેને મેટ ચાહ મેળવનાર તે હતી એમ કહેવામાં આવ્યું છે. ૧ ઇબ્ધ વિગેરે એ નગરના શહેરીઓનગરવાસી જનેનાં નામો છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧]
રોદ્રચિત્તે હિસાલગ્ન.
૫૭૫
દુષ્ટાભિસન્ધિ રાજા તેને કાંઇ પણ હુકમ કરે તેનેા તે દીકરી દિ પણ અનાદર કરતી નહેાતી અને નિષ્કરૂણતા માતા જે કાંઇ ફરમાવે તેને પણ બરાબર અનુસરતી હતી, પોતાના મામાપની બની શકે તેટલી ચાકરી કરવા તે નિરંતર તત્પર રહેતી હતી તેટલા માટે તેને ' માત પિતા તરફ વિનયવાળી ? કહેવામાં આવી છે.
(
હવે તે હિંસા પુત્રીને રૂપમાં ઘણીજ ભયંકર આકૃતિવાળી શામાટે કહેવામાં આવી છે તેનું કારણુ કહું છું તે સાંભળાઃ એ દીકરીનું નામજ એટલું ભયંકર હતું કે તે સાંભળવાથી લેાકેાનાં મનમાં ત્રાસ થઇ જાય તે। પછી તેને જ્યારે સાક્ષાત્ નજરે જુએ ત્યારે તે તે કેટલી ભયંકર લાગતી હશે તેના ખ્યાલ તમેજ કરો. પાતાનું માથું નીચું કરીને તેનાવડે પ્રાણીને ધક્કો મારી નરકરૂપ મહા ઊંડા ભયંકર ખાડામાં તે નાખી દેછે અને ત્યાં પ્રાણીને અત્યંત સંતાપનું કારણ બને છે. એ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે, સર્વ ધર્મનેા નાશ કરનારી છે, એ અંતરમાં તાપ લાવનારી છે અને એની શાસ્ત્રકારોએ વારંવાર નિંદા કરેલી છેઘણું શું કહેવું ! ટુંકામાં કહીએ તે જેવી ભયંકર આકૃતિવાળી એ હિંસા દીકરી છે તેના જેટલી ભયંકર આ દુનિયામાં બીજી
કોઇ સ્ત્રી નથી.
તામચિત્ત નગરને પરિવાર.
હવે એક તામસચિત્ત' નામનું નગર છે. ત્યાં મહામેાહુ નરપતિને દ્વેષગજેંદ્ર નામના છોકરો રહે છે. અગાઉ વાર્તામાં એમ કહેવામાં આવ્યું હતું કે મારે મિત્ર વૈશ્વાનર અવિવેકિતા નામની બ્રાહ્મણીના દીકરો છે. એ વિવેકિતા બ્રાહ્મણી આ દ્વેષગજેન્દ્રની સ્ત્રી થાય છે; મતલબ મારો વૈશ્વાનર મિત્ર આ દ્વેષગજેન્દ્રના દીકરા થાય છે. હવે વાત એમ અની હતી કે મારા મિત્ર વૈશ્વાનર જ્યારે એ અવિવેકિતાના પેટમાં હતા ત્યારે કોઇ કારણને લઇને એ અવિવેકિતા દેવી પેાતાના તામસ
૧ અહીં રૌદ્રચિત્તપુર અને તામસચિત્ત નગરની સ્પષ્ટતા વાંચનારે કરી લેવી. રૌદ્રચિત્ત નગરમાં હિંસાને લગતી વાતા આવશે. એને દુષ્ટાભિસન્ધિ રાજા ક્રૂર છે, કરૂણા વગરની નિષ્કરૂણતા રાણી છે અને હિંસા દીકરી છે. એ પ્રથમ પાપસ્થાનકને ઉદ્દેરો છે. તામસચિત્ત નગરમાં ક્રોધ-પ્રથમ કષાય મુખ્યપણે વર્તે અને તેની સર્વ હકીકત એ નગરને અંગે આવશે. વૈશ્વાનર એ ક્રોધ છે. અહીં હિંસા અને ક્રોધના વિષયને સાથે લીધેલ છે એ ધ્યાનમાં રાખવું.
૨ જુએ અગાઉ પૃ. ૩૪૬
Page #617
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ચિત્ત નગરથી નીકળીને રૌદ્રચિત્ત નગરમાં આવી હતી. એ તામસ ચિત્ત નગર કેવું છે, એ દ્વેષગજેન્દ્ર રાજા કેવા છે, તેની વિવેકિતા રાણી કેવી છે અને તામસચિત્ત નગરથી રૌદ્રચિત્તપુર નગરમાં એ અવિવેકિતાને જવાનું કારણ શું બન્યું હતું તે સર્વ અમે આગળ જતાં કહીશું. ભદ્રે અગૃહિતસંકેતે! આ બધી હકીકતની મને તે વખતે તા જરા ખબર પણ પડી નહાતી અને મને એ વાતની ગંધ પણ આવી નહાતી; આ સદાગમ મહાત્માની કૃપાથી હમણા એ સર્વ હકીકત મારા સમજવામાં આવી છે તે હું તને કહુંછું. વાત ઘણી આશ્ચર્ય ઉપજાવે અને વિચારમાં નાખી દે તેવી છે તેથી તે બરાબર સાંભળજે અને પછી વિચારજે.
હિંસા સાથે નંદિવર્ધનનું લગ્ન,
એ વિવેકિતા રૌદ્રચિત્ત નગરમાં આવીને કેટલાક વખત રહી. તેને દુષ્ટાભિસન્ધિ રાજા સાથે વધારે ગાઢ પરિચય થયા. અસલમાં વાત એમ હતી આ દુષ્ટાભિસન્ધિ રાજા જે પદ્મીપતિ હતા તે અવિવેકિતાના પતિ દ્વેષગજેંદ્રના ખાસ સંબંધી હતા તેથી તે રાણી અવિવેકિતાના દાસ હોય તેમ વર્તતા હતા. હું જ્યારે મનુજગતિ નગરીમાં આવ્યો છું એમ એ અવિવેકિતા બ્રાહ્મણીને ખબર પડી ત્યારે તેને મારા ઉપર ઘણા પ્રેમ હાવાથી રૌદ્રચિત્ત નગરથી નીકળીને તે મારી પાસે મનુજગતિ નગરીમાં આવી પહોંચી અને જે દિવસે મારે જન્મ થયા તેજ દિવસે તેણે વૈશ્વાનર નામના પુત્રને જન્મ આપ્યો. જેમ હું વધતા ગયા તેમ વૈશ્વાનર પણ મોટો થવા લાગ્યા. જ્યારે વૈશ્વાનર સમજણા થયા ત્યારે પાતાના એડીઓ સંબંધીઓ કાણુ કાણુ હતા તે સર્વ હકીકત અવિવેકિતાએ તેને કહી બતાવી હતી. વૈશ્વાનર તે મારી સાથે જ રહેતા.
સંબંધ
દર્શન.
હવે અમે જ્યારે કુશાવર્તપુરે જવા માટે પ્રયાણ કરતા અરધેક રસ્તે આવ્યા ત્યારે મારા પ્રિય મિત્ર વૈશ્વાનરના મનમાં એવી બુદ્ધિ ઉત્પન્ન થઇ કે-આ મંદિવર્ધન કુમારને રૌદ્રચિત્ત નગરે લઇ જઉં અને મહેનત કરી દુષ્ટાભિસન્ધિને સમજાવી તેની હિંસા નામની ૧ જીએ પ્રસ્તાવ ચેાથે!, પ્રકરણ ત્રીજું; ત્યાં દ્વેષગજેંદ્રનું પણ વર્ણન આવશે. ૨ સંસારીજીવ સદાગમ સમક્ષ પેાતાની વાત અગૃહિતસંકેતાને ઉદ્દેશીને કહે છે. ૩ એટલે જ્યારે હું મનુષ્ય થયા ત્યારે અવિવેક અને ક્રોધ સાથે જ જન્મ્યા, જીએ પૃ. ૩૪૬
વૈશ્વાનરસાથે રૌદ્રચિત્તપુરે,
Page #618
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧]
રૌદ્રચિત્તે હિંસાલગ્ન.
પછ
(
દીકરીનું લગ્ન મારા તે મિત્ર સાથે કરાવી આપું. જો એ મન્નેનાં લગ્ન થઇ જાય તા મારાં સર્વ ( ધારેલાં) કાર્યો કરતાં કુમાર જરા પણ આંચકા ખાય નહિ અને મારૂં કામ ખરાબર સિદ્ધ થઇ જાય-આ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરીને તેણે મને કહ્યું કે · ચાલે, આપણે રૌદ્રચિત્ત નગરે જઇએ. ' મેં જવાખમાં કહ્યું કે ભલે ! પણ કનકશેખર વિગેરેને પણ સાથે લઇએ. ’ વૈશ્વાનરે કહ્યું એ નગરમાં તે પ્રવેશ કરી શકશે નહિ, કારણ કે રોચિત્ત નગર અંતરંગમાં આવેલું છે, તેથી તારા સગા એહી કે માણસા વગર માત્ર મારી મદદથીજ ત્યાં તું એકલા જઇ શકીશ.’ આવાં તેનાં વચન સાંભળીને કુમાર (હું પોતે) તેનું વચન ઉત્થાપી શકતા ન હોવાને લીધે, તેના ઉપર મારા ઘણા એહ હોવાને લીધે, મારૂં મન અજ્ઞાનમાં તરબાળ થયેલું હાવાને લીધે, તે માણસ મારા ખરેખરા દુશ્મન છે એ હકીકત હું તે વખતે સમજા ન હાવાને લીધે, પેાતાના આત્માનું ખરૂં હિત અને અહિત શેમાં અને કયાં રહ્યું છે તેના મને તે વખતે વિચાર ન હોવાને લીધે અને ભવિષ્યમાં એથી કેટલા ત્રાસેા અને હેરાનગતિ થશે તે પ્રથમથી જાણેલ ન હેાવાને લીધે હું અગૃહીતસંકેતા! હું મારા મિત્ર વૈશ્વાનર સાથે રૌદ્રચિત્ત નગરે ગયા, ત્યાં મેં મહારાજા દુષ્ટાભિસન્ધિને જોયા, વૈશ્વાનરે તેની સાથે વાતચીત કરીને તેની કન્યા હિંસા સાથે મારા વિવાહનું નક્કી કર્યું અને અનુક્રમે અમારાં (મારાં અને હિંસાનાં ) લગ્ન થયાં. લગ્નને યોગ્ય જે ઉચિત ક્રિયાઓ કરવી જોઇએ તે સર્વે તે વખતે કરવામાં આવી.
હિંસાપ્રેમી નંદિવર્ધન.
પ્રેમ વધારવાના ઉપાયા, ઉપાયની સાધનાનાં પરિણામેા.
આવી રીતે દુષ્ટાભિસન્ધિ રાજાએ મને પરણાવીને વિદાય કર્યો. ત્યાંથી વૈશ્વાનર અને હિંસા બન્નેને સાથે લઇને હું કનકશેખર અને અમારા લરકર ભેગા થઇ ગયા. ત્યાં જતાં રસ્તામાં અત્યંત આનંદમાં આવી જઇ વૈશ્વાનરે મારી સાથે વાતેા કરવા માંડી.
વૈશ્વાનર્—મિત્ર નંદિવર્ધન ! હું આજે ખરેખરા ભાગ્યશાળી થયા !” નંદિવર્ધન ( હું પાતે )—“ તે કેવી રીતે ? ”
વૈશ્વાનર્—“તું આ હિંસા ઢવીને પરણ્યો તે બહુ સારૂં કામ થઇ ગયું! હવે તને મારી એકજ વધારે પ્રાર્થના છે કે કાઇ પણ રીતે હવે તે તારા ઉપર ઘણી પ્રેમવાળી રહે અને તે પ્રેમ ચાલુ રહે તેવી રીતે તારે નિરંતર વર્તવું.”
૭૩
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
નંદિવર્ધન— એ હિંસાદેવી મારા ઉપર ઘણી અનુરક્ત (પ્રેમ
વાળી) રહે તેના ઉપાય શા છે?”
"C
વૈધાનર કોઇ પણ પ્રાણીએ અપરાધ કર્યો હાય કે ન કર્યો હાય પરંતુ તેને મારી નાખવામાં તારે જરા પણ વિચાર કરવા નહિ આડું અવળું જોવું નહિ-એ હઁસા દેવીને પાતાપર આસક્ત કરવાના પ્રથમ ઉપાય છે. '
નંદિવર્ધન—“ એમ ધારો કે હિંસાદેવીના મારા પર ઘણાજ પ્રેમ થાય અને તે મારા ઉપર આસક્ત રહે તેા પછી તેનું પરિણામ શું આવે ? '
વૈશ્વાનર~ અરે ભાઇ નંદિવર્ધન ! મારા કરતાંએ એના પ્રભાવ તેા ઘણા જખરો છે! વાત એમ છે કે જ્યારે હું પુરૂષના અંતરંગ રાજ્યમાં આવું છું ત્યારે તે પ્રાણીમાં એક લાલ રંગનું તેજ આવી જાય છે તેના જોરથી તે બીજા પ્રાણીઓ ઉપર ત્રાસ બેસાડી શકે છે, પરંતુ આ હિંસા ને પ્રાણી ઉપર આસક્ત થઇ ખૂબ પ્રેમથી ભેટી પડે તે તેને પ્રભાવ ઘણા વધારે હાવાથી દર્શન માત્રથી જ તે પ્રાણીના પ્રાણનો નાશ કરે છે. તેટલા માટે ગમે તેમ કરીને એ (હિંસા) તારા ઉપર વધારે પ્રસન્ન થાય એમ વર્તવા મારી વિનતિ છે. ” નંદિવર્ધન— વારૂ, એમ વર્તીશ. ” વૈશ્વાનર~~ ઘણી મહેરબાની ! ”
ત્યાર પછી રસ્તે ચાલતાં હરણ, સુવર, ઊંટ, સાબર ( એક જાતના મૃગ ), સારંગ (હરણની જાત) વિગેરે જંગલમાં રહેનારા અનેક જનાવરોને ઇચ્છા પ્રમાણે હું મારવા લાગ્યા. એ જનાવરને એટલી મેાટી સંખ્યામાં મારવા લાગ્યો કે કોઇવાર સેંકડો અને કાઇવાર હજારાના નાશ કરવા લાગ્યા. તેમ કરવામાં મારા હેતુ મારા દાસ્તદાર વૈશ્વાનરની શિખામણ પ્રમાણે ચાલવાના હતા. એ પ્રમાણે કરવાથી મારી નવપરિણિત સ્ત્રી હિંસાદેવી મારી ઉપર ઘણી રાજી થઇ અને મારાપર આસક્ત ચિત્તવાળી થઇ. છેવટે વાત એટલે સુધી વધી પડી કે મને જોઇને પ્રાણીમાત્ર ત્રાસથી ધ્રુજવા લાગ્યા અને કોઇ કોઇ જીવાના તેા પ્રાણ મને જોઇને જ નીકળી જવા લાગ્યા. મારા મિત્ર વૈશ્વાનરે મને હિંસાના પ્રભાવ કહ્યોજ હતા તે પ્રમાણે દર્શન માત્રથી તે અન્યના પ્રાણના નાશ કરશે તે વાતમાં મને હવે બરાબર વિશ્વાસ પડ્યો.
શિકારમાં
પ્રવૃત્તિ.
૧ ક્રોધથી સામા પ્રાણી ઉપર ધાક બેસે છે.
૨ હિંસાના પરિણામે પ્રાણ ચાલ્યા જાય છે.
Page #620
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ મું. અંબરીષ બહારવટીઆને નાશ અને લગ્ન.
નશેખર અને હું ( નંદિવર્ધન ) લરકર સાથે આગળ ચાલતાં ચાલતાં કનકચૂડ ( કનકશેખરના પિતા-કુશાવતપુરના રાજા )ના દેશના સિમાડા લગભગ આવી પહોંચ્યા. ત્યાં એક વિષમસૂટ નામના પર્વત હતા. એ પર્વત ઉપર મહારાજ કનકચૂડના મંડળને મેાટા ઉપદ્રવ કરનાર અંબરીષ નામના બહારવટીઆ વસતા હતા. તે મહારવટીઆઓને અગાઉ કનકચૂડ રાજાએ ઘણા પ્રકારની પીડા ઉત્પન્ન કરી હતી અને તેમને બહુ ત્રાસ આપ્યા હતા. વિષકૂટ તે બાબતનું તે બહારવટીઆ ઘણું વેર રાખતા હતા અને તે તૃપ્ત કરવાના પ્રસંગ શોધતા હતા. તેઓને ખબર પડી કે પેાતાના દુશ્મન કનકચૂડ રાજાના પાટવી કુમાર કનકરશેખર એ રસ્તે થઇને કુશાવર્તપુરે જવાના છે એટલે તુરતજ તે રસ્તા રોકીને બેઠા. અમારૂં અને એ બહારવટીઆનું લશ્કર એક બીજાની નજીક થઇ ગયું એટલે તુરત જ કલકલ શબ્દ કરતાં બહારવટીઆ અમારા લશ્કર પર તૂટી પડ્યા. તે વખતે અમારા લશ્કર અને બહારવટીઆના મેટા ટાળા વચ્ચે લડાઇ શરૂ થઇ. ભયંકર લડાઈ.
અખરીયા.
તે વખતે એક પછી એક આવી પડતાં તીરેાના વરસાદથી વીંધાયલા હાથીના કુંભસ્થળમાંથી નીકળતાં શ્વેત માતીઓના ઢગલાથી જમીનના સર્વ ભાગ ઢંકાઇ ગયા.
તે યુદ્ધ મોટા તળાવ જેવું લાગતું હતું-તે યુદ્ધરૂપ તળાવમાં
૧ અંબરીષને અર્થે પસ્તાવા થાય છે. તે નામના પરમાધામી છે. મતલબ અધમ જાતના માણસને આ શબ્દ લાગુ પડે છે.
૨ તળાવનું રૂપક બરાબર વિચારવા ચાગ્ય છે. તેનાં કમળ, જળ અને હંસને ખરાખર ઘટાવ્યાં છે.
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૮૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[પ્રસ્તાવ ૩
લડનારા વીર યોદ્ધાનાં પડેલાં માથાંઓ રક્ત કમળની નકલ કરી રહ્યા હતા, તેમાં લેહરૂપ લાલ પાણી ભરેલું દેખાતું હતું અને તેમાં દડો, અસ્ત્રો ( ફેંકવાનાં હથિયાર) અને છત્રના સમૂહો હંસ જેવા દેખાતાં હતાં-એવું એ તળાવ જેવું યુદ્ધ બન્ને પક્ષ વચ્ચે ચાલતું હતું.
પ્રવસેન બહારવટીઆની હાર. તે વખતે બહારવટીઆઓ બહુ મોટી સંખ્યામાં હોવાથી કનકશેખર વિગેરે લગભગ હારી જવાની અણી પર આવી ગયા. પરંતુ સુરતમાંજ એ બહારવટીઆઓના ઉપરી પ્રવરસેન નામના પલ્લી પતિ
સાથે મારે લડાઈ ચાલી. તે વખતે મારા મિત્ર - વૈશ્વાનરની શ્વાનરે મને દૂરથી સંજ્ઞા (ઇસારત) કરી એટલે તેની અસર તળે. સૂચના પ્રમાણે મે શૂરચિત્ત નામનું એક વડું ખાઈ
લીધું તેને પરિણામે મારા ચિત્તમાં જે અંદર સંતાપ (ક્રોધ) હતો તેમાં ઘણું વધારે થઈ ગયો અને મારું કપાળ ભવાઓથી ભરાઈ ગયું તેમજ આખા શરીરે પરસેવાસાથે જુસ્સો દેખાવા લાગે. તે પ્રવરસેન તીરંબાજી (ધનુર્વેદ)માં ઘણાજ કુશળ હતા, તરવારથી પટ્ટાબાજી ખેલવામાં સુસંપન્ન સાહસવાળો હતો, સર્વ ફેંકવાનાં હથિયારો (અસ્ત્રો)નો ઉપગ કરવાની કળામાં ઘણે નિપુણ હતો, શસ્ત્રવિદ્યાના ગર્વવાળો હતો અને દેવતાની તેના ઉપર કૃપા હોવાથી સર્વ રીતે બળવાનું ગણાતો હતો. પ્રવરસેનની આટલી બધી ખ્યાતિ છતાં મારી બાજુમાં મારે મિત્ર પુણ્યદય રહેલો હોવાથી તે પલ્લી પતિ મારી તરફ ગમે તેટલાં તીરે મારે પણ તેમાંનું એક પણ મને લાગતું નહોતું, તેનાં મંત્રેલાં શસ્ત્રો મારા ઉપર કશે પ્રભાવ બતાવી શકતાં નહિ, તેની વિદ્યા મારા ઉપર કોઈ અસર કરી શકતી નહિ અને તેના બોલાવેલા દેવતાઓ પણ મારા સંબંધમાં કાંઈ પણ કરી શકતા નહિ. આવો મારા પુદય મિત્રને પ્રભાવ હોવા છતાં હું તે મારા મનમાં માનતો હતો કે અહો! મિત્ર વૈશ્વાનરને પ્રભાવ તે જુઓ ! તેની નજર માત્રથી આ મારા શત્રુઓ મારી સામે નજર નાખવાની પણ હિંમત કરી શકતા નથી. મારા
૧ નંદિવર્ધન કુમાર પોતાની વાર્તા અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહે છે; તે વખતે તે સંસારીજીવના નામથી ઓળખાય છે.
૨ અહીં હિંસા અને ક્રોધ બન્ને એક સાથે પોતાની અસર બતાવે છે. ક્રોધ થતાં ચિત્ત કર થઈ જાય છે તે દરરોજના અનુભવને વિષય છે.
૩ પુણ્યને ઉદય પ્રાણું સમજી શક્તો નથી; કાં તો તે પોતાની બહાદુરી સમજે છે અથવા વિકારને શુભ ઉદયનું કારણ સમજે છે.
Page #622
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ ] અંબરીષ બહારવટીઆના નાશ અને લગ્ન.
૫૧
ઉપર તે વખતે વૈશ્વાનરનાં વડાંએ ખરાબર અસર કરી તેના પરિણામે આખરે પ્રવરસેનનું ધનુષ્ય ભાંગી ગયું અને તેનાં બાકીનાં સર્વ શસ્રો નાશ પામી ગયાં એટલે તે પેાતાના હાથમાં ઝગમગતી તરવાર લઇને રથમાંથી નીચે ઉતર્યો અને મારી સામે આવ્યેા.
તે વખતે મારી નવપરિણિત પત્ની શ્રીમતી હિંસાદેવી જે મારી બાજીમાં હતી તેણે મારી તરફ નજર કરી એટલે મારાં પરિણામે ઘણાંજ ભયંકર ( રૌદ્ર) થઇ ગયાં અને મારા કાન સુધી ખેંચીને મેં અર્ધચન્દ્રાતિનું આણ પ્રવસેનપર છેડ્યું, જે મણે સામા આવતા પ્રવરસેનનું માથું ઉડાવી દીધું. તે વખતે અમારા લશ્કરમાં આનંદને હર્ષનિ ફેલાઇ રહ્યો, દેવતાઓએ મારા ઉપર આકાશમાંથી ફુલની વૃષ્ટિ કરી, સુગંધી જળનેા વરસાદ થયા અને દુંદુભિએ વાગવા માંડી, તેમજ ચારે તરફ · જય જય ' શબ્દના નાદ વ્યાપી રહ્યો. પાતાના ઉપરી મરાઇ જતાં પ્રવરસેનનું લશ્કર નાઉમેદ થઇ ગયું અને લડાઇ અંધ કરીને તે સર્વ લશ્કર મારે શરણે આવ્યું. મેં એ સર્વ ચાર લોકોના સત્કાર કર્યો એટલે લડાઇ અંધ થઇ, સુલેહશાંતિ પ્રકટ થઇ અને સર્વ બહારવટીઆઓએ મારી નાકરીનેા સ્વીકાર કર્યાં.
હિંસાદેવીની અસર તળે.
પુણ્યાયનું સર્વ માન દેવીને!
મેં મારા મનમાં તે વખતે વિચાર કર્યો કે અહા ! હિંસાદેવીની શક્તિ તા ભારે જબરી જણાય છે! જુઓ તે ખરા ! એણે હજી મારી તરફ જરા નજર કરી ત્યાં તે આટલા બધા રસ્તા સરળ થઇ ગયા અને મારી આબરૂ આટલી બધી વધી પડી કે જેથી ચાર લોકો ( દુશ્મન છતાં) પણ મારી નાકરીમાં રાજી ખુશીથી જોડાઇ ગયા! કનકશેખરે પણ એ મારા નવીન નાકરવર્ગને યોગ્ય સન્માન આપ્યું.
કનફ્યૂડના આનંદ અને મહેાત્સવ, વિમલાનના કનકરશેખર લગ્ન. નંદિવર્ધન–ભવતી લગ્ન.
અમે ત્યાર પછી તુરતજ વિષમકુટ પર્વતથી આગળ પ્રયાણ કર્યું અને અનુક્રમે સર્વ કુશાવર્તપુરે આવી પહોંચ્યા.
કનકચૂડ રાજા પેાતાના પુત્ર નકરશેખરના આવી પહોંચવાની ખબર પડતાં ઘણાજ આનંદમાં આવી ગયા અને મને સાથે જોઇને અહુજ સંતેષ પામ્યા. આનંદને ઉજવવાને માટે રાજાએ મહોત્સવ કર્યો અને પેાતાના સંબંધી વર્ગનું યેાગ્ય સન્માન કર્યું.
Page #623
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૩
વિમલાનના અને નવતીના વિવાહ માટે એક દિવસ મુકરર કરવામાં આણ્યે. અનુક્રમે તે દિવસ આવી પહોંચ્યા. લગ્નને ચેાગ્ય સર્વ ક્રિયા કરવામાં આવી: મેટાં મોટાં દાન દેવામાં આવ્યાં, લેાકોનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું, યોગ્ય પ્રકારના ફળાચારો કરવામાં આવ્યા, માન્યવર મહાપુરૂષોની યાગ્ય સેવા ચાકરી કરવામાં આવી, આખા શહેરમાં ખાવા, પીવા, ગાવા, મજાવવા અને લહેર કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી અને એવા આનંદની વચ્ચે કનકશેખર વિમલાનનાને પરણ્યા અને મારાં તવતી સાથે લગ્ન થયાં.
૫૮૨
પ્રકરણ ૨૩ મું. વિભાકર સાથે મહાયુદ્ધ.
ગ્નને યોગ્ય કર્તવ્યો પૂરાં થઇ ગયાં, વિવાહના આનંદ પસાર થઇ ગયા અને તે વાતને ત્રણ દિવસ થઇ ગયા પછી વિમલાનના અને રસવતીએ અગાઉ કુશાવર્તનગર જોયેલું ન હોવાને લીધે, તે પ્રદેશ ઘણે સુંદર અને આકર્ષક હોવાને લીધે, જીવાનીના ઉછાળામાં નવું જોવા જાણવાનું કુત્તુળ સાધારણ રીતે સર્વમાં વધારે થતું હેવાને લીધે, તેમણે અમારામાં ઘણા વિશ્વાસ ઉબન્ને રાજ્યભાર્યાં પન્ન કરેલા હેાવાને લીધે, અમારી રજા લઈને નગર નું ઓચીંતુ હરણુ. જોવા માટે માણસાને સાથે લઇને બન્ને સ્ત્રીએ મહાર ફરવા માટે નીકળી પડી. તેઓએ ઘણી નવાઇ જેવી હકીકતા જોઇ તેથી તેએનાં મનમાં ઘણા આનંદ થઇ ગયો. આખરે તેઓ ફરતાં ફરતાં ચનચ્ચુક નામના અગીચામાં આવી પહોંચ્યા અને તેની અંદર દાખલ થઇ ક્રીડા કરવા લાગ્યા. હું અને કનશેખર તે તે વખતે કનકચૂડ રાજાની રાજ્યસભામાં બેઠા હતા એવામાં એકાએક મેાટા કાળાહળ ઊઢ્યો અને દાસીઓ માટેથી પેાકાર કરવા લાગી. રાજસભા આથી વિચારમાં પડી ગઇ. તરતજ સભા અરખાસ્ત - વામાં આવી તે વખતે કોઇ વિમલાનના અને રવવતીને હરી જાય છે-ઉપાડી જાય છે’ એવી વાત ચાલવા લાગી.
તેજ વખતે અમારૂં લશ્કર એકદમ તૈયાર કરાવવામાં આવ્યું અને અમે તેની પુંઠ પકડી.
૧ કાની-તે હજી ક્રાઇ જાણતું નથી.
Page #624
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩]
હરણ કરના
રના પત્તો.
વિભાકર સાથે મહાયુદ્ધે
વિભાકરનું મેટું લશ્કર. સમરસેન ક્રુમની સહાય, મહાયુદ્ધનું અદ્ભુત વર્ણન,
જે લશ્કર વિમલાનના અને રનવતીને ઉપર જણાવ્યા પ્રમાણે હરી ગયું હતું તે ઘણા દિવસની કુચને લઇને થાકી ગયેલું હાવાને લીધે અને અમારૂં લશ્કર ઘણું તેજી અને ઉત્સાહવાળું હોવાને લીધે અમારા લરકરે દુશ્મનના લશ્કરની કેટલેક દૂર સુધી પુંઠ પકડી તેને ( સામેના લશ્કરને ) પકડી પાડ્યું. અમે દૂરથી વિભાકર રાજાના નામની ખિરૂદાવળી ભાટ લેાકેાને મુખે ઊંચેથી ખેાલાતી સાંભળી એટલે નિરધાર કર્યાં કે અહા ! આતા પ્રભાકર અને બંધુસુંદરીના દીકરા વિભાકર જેની સાથે પ્રભાવતીએ વિમલાનનાને જન્મ અગાઉ વરાવી દીધી હતી તેજ આવી પહોંચ્યા જણાય છે. પદ્મરાજા પાસે કનફ્યૂડના મંત્રી આવ્યા ત્યારે તેમણે આ વાર્તા બહુ સારી રીતે વિગતવાર જણાવી હતી. એ પાપી આપણી અવજ્ઞા કરીને બન્ને કુળવધૂનું હરણ કરી જાય છે માટે ચાલા ! એની તે ખરાખર ખખર લેવી જોઇએ !’હું આવે! વિચાર મારા મનમાં કરતા હતા તે વખતે મારા વૈશ્વાનર મિત્રે મને સંજ્ઞા કરી, એટલે તેની સૂચના અનુસાર મેં ક્રૂરચિત્ત નામનું એક વડું ખાઇ લીધું. એ વડાના પરિણામે મારી મનેવૃત્તિ ઘણી ભયંકર થઇ ગઇ તેની અસર તળે હું એક્લ્યા “અરે અધમ નીચ લુચ્ચા વિભાકર! પારકી સ્ત્રીઓના ચાર ! આયલા ! ક્યાં ભાગતા ફરે છે! જરા માણસ થા ! અને હીચકારાપણું છેાડી દઇ સામેા આવ!”
6
૫૩
આવાં તિરસ્કારનાં વચન સાંભળીને ગંગાના પ્રવાહ જેમ ત્રણ માજુએથી વહન કરે છે તેમ દુશ્મનનું લશ્કર અમારી તરફે ત્રણ બાજુએથી વ્યૂહરચનાના આકારમાં ફરી વળ્યું. એ ત્રણે લશ્કરના ત્રણ નાયકે પણ
ત્રિભેટા.
૧ આ હકીક્ત નંદન રાજના દૂતે (વિકટે) અગાઉ નકચૂડને જણાવી હતી અને તે સર્વ વાત કનકચૂડ રાજાના ત્રણ મંત્રીએએ પદ્મરાજાને જણાવી હતી અને પદ્મ રાજાએ તે સર્વ વાત નંદિવર્ધન અને નકરશેખર સન્મુખ કહી સંભળાવી હતી. જીએ પૃ. ૫૬૫
૨ પ્રયાગ પાસે ત્રિવેણી સંગમ થાય છે; ત્યાં ઉત્તર તરફથી ગંગા, દક્ષિણથી યમુના અને વચ્ચે સરસ્વતી એમ ત્રણ પ્રવાહેા એકઠા થાય છે. તેનાપર આ ઉત્પ્રેક્ષા છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
૫૮૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ જૂદા જૂદા જણાવા લાગ્યા. એટલે હું પિતે, મહારાજા કનચૂડ અને અને બંધુ કનકશેખર એ ત્રણે સામેના ત્રણે સૈન્યનાયકની સાથે લડવાને તૈયાર થઈ ગયા.
અગાઉ કનકચૂડ રાજાને બન્ને કન્યાઓ આવી પહોંચી છે એ હકીકત જાહેર કરવાને જે દૂત આવ્યો હતો તે આ વખતે મારી બાજુમાંજ હતો, તેને મેં પૂછ્યું “અરે વિકટ ! આ ત્રણ સરદારે આપણી સામે જુદા જુદા લડવા આવ્યા છે તે કેણું છે? તેમને તું ઓળખે છે?” વિકટે જવાબમાં કહ્યું “હાજી ! હું બરાબર ઓળખું છું. આ આપ
સાહેબની બરાબર સામે અને દુશમનના લકરની દુશ્મનના નાય- ડાબી બાજુએ આવી રહેલ છે તે કલિંગ દેશને રાજા કોની ઓળખાણ. સમરસેન છે. એના જોર ઉપર જ આ મેટી લડાઈ
વિભાકરે આદરી છે. એ સમરસેન પાસે લકરનું બળ ઘણું મોટું હોવાથી વિભાકરના પિતા પ્રભાકરનો જાણે તે સરદાર હોય તેવી રીતે વર્તે છે. મહારાજા કનકચૂડની બરાબર સામે અને દુમનના લશ્કરની વચ્ચે આવી રહેલ છે તે વિભાકરનો મામો વંગ દેશને અધિપતિ મહારાજા કુમ છે. ત્યાર પછી ત્રીજે જમણ હાથપર આવી રહેલ કનકશેખરની સામે લડવા તૈયાર ઊભેલે જણાય છે તે વિભાકર પોતે છે.” વિકટ આ પ્રમાણે ઓળખાણ આપતો હતો ત્યાં તે પરસ્પર
લડાઈ શરૂ થઈ ગઈ. તીરનાં જાળાઓ દૃષ્ટિપથને ઢાંકી દેવાં લાગ્યાં, પંથના રેકાણને લીધે લડવૈયાઓ આકુળ વ્યાકુળ થવા લાગ્યા, કરોડે લડવૈયાઓ હાથી
ઓના કુંભસ્થળને તેડી નાખવા લાગ્યા, હાથીએનાં શરીરે તટનો વિભ્રમ ઉત્પન્ન કરવા લાગ્યાં, સુંદર હાથીઓની હારે સુંદર રીતે રચાયેલી દેખાવા લાગી, એ હાથીઓની હારમાં વચ્ચે આવી ગયેલા બીકણુ માણસેની ચીસ સંભળાવા લાગી, મોટા કેળાહળના અવાજ પર્વતો અને દિશાઓના ખાલી ભાગોમાં ભરાઈ જવા લાગ્યા, સુંદર શસ્ત્રોને સામેથી આવતાં અટકાવવાને રાજાઓ પોતાની શક્તિને ઉપયોગ કરવા લાગ્યા, રાજાઓના જુદા જુદા મદને સારી રીતે અવકાશ આપે તે તેઓને શત્રુસમુદાય દેખાવા લાગે, જુદા જુદા સમુદાયને જય આકાશમાં ચાલનારા (દેવ અને વિદ્યાધરે) દરથી પોકારવા લાગ્યા, પોત પોતાને વિજય કરવાના કામમાં અત્યંત
૧ આ દૂતની હકીકત પૃ. ૫૬૬ માં આવે છે.
યુદ્ધ વર્ણન.
Page #626
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩] વિભાકર સાથે મહાયુદ્ધ
૫૮૫ આસક્ત થયેલા સેંકડે હૈદ્ધાથી યુદ્ધ ચાલતું જણાવા લાગ્યું, સુંદર ચપળ ઘોડાઓ મરણું શરણ થતા દેખાવા લાગ્યા, હાથમાંથી છોડેલાં તીરેના સમૂહથી રથે ભાંગવા લાગ્યા, દુમનના રથે ભાંગવાથી અવાજમાં મોટો વધારે થવા લાગ્યું, બળવાન મહાદ્ધાઓ મોટેથી સિંહનાદ કરવા લાગ્યા અને તે વખતે મોટો લાલ રંગનો લોહીની નદીને પ્રવાહ ચાલવા લાગ્યો.
આવી રીતે મોટી લડાઈ ચાલતી હતી તેવામાં મેટ અવાજ કરીને દુશ્મને અમારા ઉપર મોટા જોરથી તૂટી પડ્યા અને તેને પરિણામે અમારા લશ્કરમાં ભંગાણ પડ્યું. એ ભંગાણુ જોઈને દુશમનના
લશ્કરે આનંદનો અવાજ કર્યો, છતાં અમે એક ડગલું સમરસેન પડયો. પણ પાછા હક્યા નહિ. અમારી બાજુના ત્રણે નાયકે
(કનફ્યુડ, કનકશેખર અને હું પિતે-કુમાર નંદિવર્ધન) સામી બાજુના ત્રણે નાયકે (કુમ, વિભાકર અને સમરસેન) ની સામે બરાબર તૈયાર થઈને લડવા લાગ્યા. વળી તે વખતે વિધાનરે મારી તરફ એકવાર ફરીને ઈસરત કરી એટલે ક્રચિત્ત નામનું એક બીજું વડું મેં ખાઈ લીધું જેને લઈને મારા પરિણામ ઘણા તીવ્ર થઈ ગયા. મારી સામે તે વખતે સમરસેન રાજા લડતો હતો તેને મેં મારી બરાબર સામે લાવ્યો અને આહ્વાન કરતાં તેણે મારી ઉપર ફેંકવાના હથિયારોનો વરસાદ વરસાવી મૂક્યો, પરંતુ મારે પુણ્યોદય મિત્ર મારી સાથે હોવાને લીધે તેનું એક અસ્ત્ર પણ મારી ઉપર પિતાને પ્રભાવ બતાવી શકયું નહિ. વળી તે વખતે રાણી હિંસાદેવીએ મારી તરફ નજર કરી તેથી મારા પરિણામ અને ભાવ ઘણાજ ભયંકર થઈ ગયા. તે વખતે દુમનને મારી નાખે તેવી શક્તિને મેં મારા હાથમાં લીધી અને તેના વડે સમરસેનને ઘાયલ કર્યો, જેના પરિણામે સમરસેન પંચત્વને પામી ગયે. સમરસેન પડ્યો એટલે તેના લશ્કરમાં મોટું ભંગાણ પડ્યું. સમરસેનનું લશ્કર પાછું હઠતાંજ હું તુરત મ તરફ વળે.
તે મહારાજ કનકચૂડ સાથે યુદ્ધ કરી રહ્યો હતો. દ્વમનો વધ. તેના તરફ ફરીને હું બોલ્યો “અરે! તને હણવા
માટે પિતાજીને (વડીલને) તસ્દી આપવાની શી જરૂર છે? શિયાળ અને સિંહની લડાઈ સરખી ન કહેવાય ! માટે તું મારી સામે આવી જા.” મારાં આવાં વચન સાંભળીને ડ્રમ રાજા
૧ શક્તિ એક જાતનું હથીયાર છે.
७४
Page #627
--------------------------------------------------------------------------
________________
૫૮૬
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૩ મારી તરફ વળ્યો. તે વખતે વળી હિંસાદેવીએ મારી તરફ નજર કરી. તે જ વખતે દૂરથીજ તેના ઉપર મેં અર્ધચંદ્ર બાણુ ફેકયું, જેણે તે તુમ રાજાનું માથું ઉડાવી દીધું એટલે તેના લશ્કરમાં પણ ભંગાણ પડ્યું. બન્ને રાજાઓ ઉપર આવી રીતે મેં વિજય મેળવ્યો તેથી આ કાશમાં રહેલા સિદ્ધો, વિદ્યાધરો અને બીજાઓએ જય જય શબ્દને ઉચ્ચાર કર્યો.
હવે ત્રીજી બાજુ વિભાકર હતો તે બંધુ કનકશેખરની સાથે લડતો હતો. શરૂઆતમાં અનેક પ્રકારનાં તીરેનો વરસાદ વરસાવ્યા
પછી તેણે કનકશેખર ઉપર અત્ર્યસ્ત્ર સર્જાસ્ત્ર વિગેરે વિભાકરની હાર. મંત્રિત અસ્ત્રો મૂકવા માંડ્યાં, પણ તેની સામે વારૂ
સ્ત્ર, ગારૂડાસ્ત્ર વિગેરે મૂકીને કનકશેખરે એ સર્વનું યથાયોગ્ય નિવારણ કર્યું. તે વખતે પોતાના હાથમાં તરવાર લઈને વિભાકર રથમાંથી નીચે ઉતર્યો. રથમાં બેઠેલે જમીનપર ચાલનાર સાથે યુદ્ધ કરે તે વાજબી ન હોવાથી કનકશેખર પણ હાથમાં તરવાર લઈ તુરત પોતાના રથમાંથી જમીન પર ઉતરી આવ્યું. પછી અનેક પ્રકારની કુશળ પટ્ટાબાજી ખેલતાં અને મર્મભાગ ઉપર પ્રહાર કરવાની અનુકૂળતા શોધતાં અને સામેના પ્રહારથી પોતાની જાતને બચાવતાં તેઓની તરવાર સાથેની પટ્ટાબાજી ઘણુ વખત સુધી ચાલી, છેવટે કનકશેખરે લાગ જોઈને એક ઝટકે વિભાકરના ખભા ઉપર લગાવી દીધો જેના જેરથી વિભાકર જમીન પર પડી ગયો અને તેને મૂછી આવી ગઈ. તે વખતે કનકશેખરના લશ્કરમાં આનંદને વનિ થઈ રહ્યો, પરંતુ મહાનુભાવ કનકશેખરે તેને અટકાવી દઈને વિભાકરના શરીર ઉપર પવન અને પાણી સીંચાવી મૂછ વાળવા પ્રયત્ન કર્યો અને કહ્યું “અહો! રાજપુત્ર! ધન્ય છે તને ! ખરેખર તે પુરૂષપણુ-નરપણુને ત્યાગ કર્યો જ નહિ, દીનતા અંગીકાર કરી નહિ, તારા વડીલે-પૂર્વ પુરૂની સ્થિતિ વધારે ઉજજવળ કરી બતાવી અને તારું પોતાનું નામ ચંદ્રમાં લખાવી દીધું! માટે ઉઠ અને લડવું હોય તે તૈયાર થા.” વિભાકરે
૧ અગાઉ ધર્મયુદ્ધ જ ચાલતા હતા તે આ ઉપરથી જણાય છે. બેદરકારી કે બીજી કોઈ દશમનની નબળાઇનો લાભ લે તેને હીચકારાપણું મનાતું હતું. અર્વાચીન કાળના યુદ્ધમાં આ સર્વ વિચાર ઉલટાઈ ગયા દેખાય છે.
૨ મર્મભાગઃ શરીરને નાજુક ભાગ.
૩ આ બીજી ધર્મભાવના પણ વિચારવા યોગ્ય છે. પહેલાપર પ્રહાર કરવો એ ધર્મયુદ્ધના નિયમોથી વિરૂદ્ધ છે.
૪ ચંદ્ર ઉપર નામ લખાવવું એટલે નામ અમર કરવું,
Page #628
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩] વિભાકર સાથે મહાયુદ્ધ
૫૮૭ પિતાના મનમાં કનકશેખરના દીલની મોટાઈ માટે, ગંભીરપણું માટે, શૂરાતન માટે અને સુંદર વચનોચાર માટે ઘણા ઉમદા ખ્યાલ કર્યો અને પછી મોટેથી બોલ્યો “આર્ય! હવે લડવાથી સર્યું! ખરેખર, તમે મને આજે તરવારથી તે જીત્યું છે એટલું જ નહિ પણ પિતાના
સુંદર ચારિત્ર (વર્તન)થી પણ જીતી લીધા છે.” ખાનદાન વર્તન. આવાં સુંદર વચનો સાંભળીને કનકશેખરે વિભાકરને
જાણે તે પોતાનો પરમ બંધુ હોય તેમ કરીને પતાના રથમાં બેસાડ્યો અને સુંદર વચનોથી તેને બોલાવ્યો. આ પ્રમાણે થતાં લડાઈ પૂરી થઈ. દુમનનું આખું લશ્કર કનકશેખરના સેવકરૂપ થઈ ગયું. લડાઈમાં શું થશે તેના વિચારથી આખા શરીરે ભયથી ધ્રુજતી વિમલાનના અને રનવતીને તે વખતે ત્યાં લાવવામાં આવ્યાં,
તેઓને મધુર વાક્યોથી શાંત કરવામાં આવ્યાં અને વિજયપતાકા. મહારાજા કનકચૂડે જાતેજ તે બન્નેને તેના પતિના
રથમાં બેસાડ્યા. આવી રીતે વિજયપતાકા મેળવીને અમે પાછા કુશાવર્તનગરમાં પ્રવેશ કરવા તૈયાર થયા.
જીત સાથે નગર પ્રવેશ વિજયનું ભાન નંદિવર્ધનને,
નંદિવર્ધનના મનની સ્થિતિ, સર્વથી અગાડી ઇંદ્રની પેઠે શેભતા રાજા કનકચૂડ હાથીની અંબાડીપર બેસી પુષ્કળ દાન આપતાં આપતાં પોતાના રાજમંદિરમાં દાખલ થયા. તેની પછવાડે બંધુ કનકશેખર આનંદમાં આવી ગયેલા લેકેની હર્ષમિશ્રિત નજર નીચે થઈને પોતાના મહેલમાં ગયો. તેની પછવાડે રસવતીની સાથે રથમાં બેસીને ધીમે ધીમે હું મારા ઉતારા તરફ જતો હતો તે વખતે નગરની સ્ત્રીઓમાં થતી વાતચીતના દવનિ મારે કાને આવવા લાગ્યા. તેઓ આજની જયશ્રી મારા ઉપર હોંસથી આવા શબ્દોમાં જાહેર કરતી હતીઃ “અહો ! સમરસેન અને દમ જેવા મોટા રાજાઓ જેની સામે લડી શકે તેવા સામા મલ્લ આ દુનિયામાં કઈ નથી, તેવાઓને પણ જીતનાર આ રાજકુમાર નંદિવર્ધનને ખરે ધન્યવાદ ઘટે છે. ધન્ય છે એના શૂરવીરપણને ! ધન્ય છે એની શક્તિને! શાબાશ છે એના કુશળપણને અને ધન્ય છે તેના ગુણોને! ખરેખર, આ નંદિવર્ધન સાધારણ મનુષ્ય નથી પણ કેઈ દેવાંશી પુરૂષ જણાય છે! આ રેલવતીને એની ભાર્યા (પલી) થવાનો વખત આવ્યો છે તે ખરેખર ભાગ્યશાળી છે અને આપણે તેને આજે આપણી નજરે જોઈએ છીએ તેથી આપણે પણ ખરેખરા ભાગ્યશાળી જ છીએ; અથવા તો આ
Page #629
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૩
સાહસ કરનાર બળવાન પરાક્રમી મહાનુભાવ નંદિવર્ધને અહીં પધારીને આપણા નગરને અલંકૃત કર્યું છે, શાભાવ્યું છે, તેથી આપણું આખું નગર ભાગ્યશાળી થયું છે.”
લેાકેામાં આવી આવી વાતા ચાલતી હતી તે સાંભળતાં મારા મનમાં મહામેાહને લઇને નીચે પ્રમાણે વિચારે વારંવાર આવવા લાગ્યા કે–અહા મારા મનને અત્યંત આનંદ આપનાર અને મારી ઉન્નતિ કરનારા, સાધારણ રીતે મળવા મુશ્કેલ, આવે! સારો પ્રવાદ (લેાકવાયકા સામાન્ય અભિપ્રાય ) મારા સંબંધમાં લેાકામાં ચાલવા લાગ્યા છે તેનું ખરેખરું કારણ માર્ં અનેક પ્રકારે હિત કરનાર મારો પરમ ઇષ્ટ મિત્ર વૈશ્વાનર જ છે તેમાં જરા પણ શંકા જેવું નથી, છતાં મારે એટલું તે માનવું જ જોઇએ કે મારી વહાલી પત્ની હિંસાએ મારી સામે જોઇને પ્રેરણા કરી તેને લઇને જ આ સર્વ મને મળ્યું છે. ધન્ય છે મારી હિંસાદેવીના પ્રભાવને ! શાખાશ છે એના મારા ઉપર આ સક્તપણાને ! વાહવાહ છે એ મારી પ્રિયાના કલ્યાણ કરવાના ગુણને ! અને રંગછે. એના સર્વત્ર ગુણગ્રાહીપણાને ! ખરેખર ! મારા સુજ્ઞ ઇષ્ટ પ્રિય મિત્ર વેશ્વાનરે જેવું એ મારી વહાલી સ્ત્રીનું લગ્ન થયા પહેલાં વર્ણન કર્યું હતું તેવી જ તે ભલી અને ગુણ કરનારી નીવડી છે એમાં જરા પણ શંકા જેવું નથી-અહે। અગૃહીતસંકેતા!! ખરેખરી વાત તે અમ હતી કે આ સર્વ અનુકૂળ પરિણામ નિપજાવનાર મારા ગુપ્ત મિત્ર પુછ્યાય હતા, પરંતુ તે વખતે પાપથી મારૂં મન ઘેરાઇ ગયેલું હાવાને લીધે પરમાર્થથી મને ખરૂં હિત કરનાર મારા મિત્ર પુણ્યદય છે તે વાત મારા ધ્યાનમાં પણ ન આવી અને તે મેં જાણવાની તસ્દી પણ ન લીધી.
આવી રીતે મિત્ર વૈશ્વાનર અને પ્રિયા હિંસામાં અત્યંત આસક્ત રહી ઉપર જણાવ્યા તેવા વિચારો કરતા તેઓ તરફ હું વધારે વધારે દેારાવા લાગ્યો અને તે સિવાય બીજી કોઇ પણ વાત જાણે જાણતા જ ન હાઉં તેમ દિનરાત પસાર કરવા લાગ્યા, આવી રીતે બજારમાં થઇને લોકોના દિલમાં થતા ચમત્કાર સાંભળતા મારા રથ દરબારગઢની નજીક આવી પહોંચ્યા.
૧ નંદિવર્ધન સંસારીજીવ તરીકે અગૃહીતસંકેતા પાસે વાત કરતાં અત્ર તેનું નામ લેછે. વાર્તા ચાલુ છે.
૨ નંદિવર્ધનકુમાર સંસારીજીવ તરીકે પેાતાનું ચરિત્ર સદાગમ આગળ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને કહેતાં આગળ ચલાવે છે.
Page #630
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મું.
કનકમિંજરી.
ITE.
YES
GuE કોઈ GEET E
? લેકેના રાજા જયવર્માની દીકરી દેવી મલય2. મંજરી નામની મહારાજા કનકસૂડની વહાલી રાણું
હતી. એ રાણીથી મહારાજા કનકચૂડને કામદેવની પેટી ન જેવી એક કનકમંજરી નામની પુત્રી થઈ હતી, તે
ઈ ત્રણ ભુવનના સર્વ સંદર્યનું જાણે મંદીર હોય તેવી સુંદર દેખાતી હતી.
તારામૈત્રક મારો રથ જે રાજગઢ તરફ આવી પહોંચ્યો તેવોજ કનકમંજરીએ ગેખમાં ઊભા ઊભા મને દૂરથી જોયો અને મને જોતાંજ કામદેવના બાણથી તે વિંધાઈ ગઈ. હું પણ સાધારણ રીતે ચારે તરફ જોયા કરતો હતો તેથી કુતૂહલથી એ જ ગોખ તરફ મેં નજર કરી એટલે તે અતિ આકર્ણય કન્યા મારી નજરે પડી, બની ગયું એવું કે મારી અને કનકમંજરીની દષ્ટિ બરાબર મળી ગઇ, તારામૈત્રક થઈ ગયું અને ક્ષણવાર તો મારી નજર પણ ત્યાં એવી એંટી ગઈ કે જાણે તેને ખીલાવડે જડી લીધી હોય તેમ કનકમંજરીની આંખની કીકીઓ સાથે એકરૂપ થઈ ગઈ. તેણુએ પણ આંખનું મટકું માર્યા સિવાય મારી દષ્ટિ સાથે પોતાની નજર મેળવી અને જાણે તે મારી દૃષ્ટિને પી જતી હોય તેમ ઊભી જ રહી. તેના શરીર ઉપર આવતાં પરસેવાથી, અંગમાં ઉપજતી ધ્રુજથી અને સ્પષ્ટ જણુતાં માંચથી તેના શરીરમાં કામદેવ વ્યાપી ગયો હોય એમ ચોખું જણાવા લાગ્યું.
૧ સુાઃ એક દેશના લોકેનું નામ છે. કાલિદાસ સુહ્મ માટે કહે છે કે મામા સંરક્ષિતઃ સુધૌત્તિમપ્રિય વૈતરી (રહ્યુ. ૪, ૩૫.) આ સુહ્ય દેશ વિંગની પશ્ચિમે આવેલો હતો, તેની રાજધાની તામ્રલિપ્ત, અત્યારે કચ્ચે નદીના કાંઠા પર તમલુક” છે તે એ હેવું જોઇએ (આર્ટ પૃ. ૧૧૯૬૦),
Page #631
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
સારથિની અવલાકના
આવી રીતે અમારી આંખેા મળી અમારૂં તારામૈત્રક થયું અને તે હકીકતથી અમને આનંદ થયો તે સર્વ બહુ સારી રીતે મારા પૈસારથિ ( રથ હાંકનાર ) જોઇ ગયા અને તેનું રહસ્ય તેના સમજવામાં આવી ગયું. રથ હાંકનારે એ અનાવ પેાતાની આંખોએ જોઇને મનમાં વિચાર કર્યો કે-અહા ! મહારાજ નંદિવર્ધન અને કુંવરી કનકમંજરીને આવી રીતે અરસ્પરસ પ્રેમ થાય તે તા તે ખરેખર તિ અને કામદેવના સંબંધ જેવા યોગ્ય ગણાય તેમ છે, પરંતુ લોકોના દેખતાં આ નંદિવર્ધન જો તેની સામે વધારે વખત એકી નજરે જોઇ રહેશે તા લેાકેા હલકા હાવાથી તેની ખાટી વાતા કરશે અને તેને લઇને અની હલકાઇ થશે. વળી કદાચ રભવતીને પણ એ કારણથી ઇર્ષ્યા કરવાના પ્રસંગ પ્રાપ્ત થશે. માટે મારે આ બાબતમાં બેદરકારી કરી મારા અન્નદાતાનું ખરાબ થાય તેમ થવા દેવું ન જોઇએ-આવા વિચારને પરિણામે સારથિએ ડચકારો કરી રથને એકદમ ચલાવ્યેા.
૫૦
મનમંજરીને ધારી ધારીને જોતાં જાણે હું લાવણ્યરૂપ અમૃતના કાદવમાં ચોંટી ગયા હો અથવા તેા મારી દિષ્ટ કામદેવના આની સળીઓથી વિંધાઇ ગઇ હાય અથવા તેા તેના સૌભાગ્યના ગુણાથી સીવાઇ ગઇ હાય એવું મને લાગતું હતું. એવા રસથી તેને જોઇ રહેલ મારી દૃષ્ટિને ગમે તેમ કરી મહા મુશ્કેલીએ પાછી ખેંચીને મહામુશીબતે હું મારે મંદિરે તે આવી પહોંચ્યા પણ મારૂં હૃદય તા કનકમંજરીમાં જ મૂકતા આવ્યા.
મુશ્કેલીએ મા
ગે પૂરા કર્યો.
નંદિવર્ધનની વિરહ સ્થિતિ. સનની તીવ્ર વ્યાકુળતા, ઉંઘ વગરની રાત્રિ,
[ પ્રસ્તાવ ૩
૧ સારથિઃ રથ હાંકનાર ઘણા કુશળ હેાય છે. એનાં લક્ષણ બતાવતાં મત્સ્યપુરાણમાં કહ્યું છે કે નિમિત્ત અને શુકન જાણનાર, ધાડાની શિક્ષામાં કુશળ, ઘેાડાની દવામાં ઘણા પ્રવીણ, જમીન ( topography)ના ભાગેાથી માહિતગાર, સ્વામીભક્ત, ધણા ઉત્સાહી, પ્રિય ખેલનાર, શુરવીર અને વિદ્વાન-સારથિમાં એટલા ગુણા હેાય છે. કૃષ્ણનું સારથિપણું સુપ્રસિદ્ધ છે. આ પ્રકરણમાં જ સારથિ પેાતાની કુશળતા બતાવી આપશે.
૨ મંદિવર્ધનની ભાર્યાં, જેની સાથે હમણાજ તેનાં લગ્ન થયાં છે અને જેનું હરણ થયું હતું તે.
Page #632
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪]
કનકમંજરી.
૫૯૧
મારે મંદિરે આવીને મારૂં હૃદય શૂન્ય હોવા છતાં દિવસ ચાગ્ય સર્વ કાર્યો જેમ તેમ આટાપી લઇ હું મારા ઉતારાના મંદિરના ઉપરલે માળે ચઢ્યો. ત્યાં ગયા પછી મારા સર્વ નાકર ચાકરેને રજા આપી દીધી અને મારા પલંગમાં એકલા પડી રહ્યો. તે વખતે મને એક પછી એક વિચાર કનકમંજરીના સંબંધમાં આવવા લાગ્યા, અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા, સંકલ્પજાળ ઘુંચાવા લાગી અને તેવા કલ્પનાતરંગમાં એટલેા બધા હું અટવાઇ ગયા કે મને ખબર પડી નહિ કે હું તે ગયોછું કે આવ્યાછું ! હું તે ત્યાં બેઠોછું કે અહિ બેઠો છું ! એકલા છું કે મારા પરિવાર નેાકર ચાકર સાથે છું! મને સમજાયું નહિ કે હું તે કું છું કે જાગુંછું ! કે હું તે રહું છું કે હસું છું! કે આ તે સુખ થાય છે કે દુઃખ થાય છે! આ તે પ્રેમને માટે આતુરતા છે કે કોઇ જાતને રાગ થયા છે ! કે આ તે માટેા ઓચ્છવ થઇ રહ્યો છે કે માથે કોઇ મેટી આપત્તિ આવી પડી છે! અરે મને એટલી પણ ખબર ન પડી કે આતે રાત છે કે દિવસ છે ! કે હું તે ખરેખર જીવું છું કે મરણ પામી ગયા છું ! વળી મને સહજ ચેતના (consciousness ) આવી ત્યારે હું વિચારવા લાગ્યા કે અરેરે ! હવે હું ક્યાં જાઉં? શું કરું ? શું સાંભળું? શું જો? શું બાલું ? અને કોને કહું ? આ મારા દુઃખના ઉપાય શું કરું ?
આવી રીતે મારા મનમાં અત્યંત વ્યાકુળતા થતી હતી, મેં મારા સર્વ નાકરને અંદર આવવા સખ્ત મનાઇ કરી હતી અને હું જરીકવાર એક પડખે અને જરીકવાર બીજે પડખે આળોટતા હતા અને મનમાં મુંઝાતા હતા. એમ નારકીની જેમ સખ્ત દુઃખને સહન કરતે હું આખી રાત શય્યામાં પડી રહ્યો પણ આખી રાતમાં મને એક ક્ષણવાર પણ ઉંઘ આવી નહિ, મેં આંખનું મટકું પણ માર્યું નહિ અને તેવા દુઃખમાં આખી રાત પસાર થઇ. પ્રભાત થતાં સૂર્યના ઉદય થયે પણ રાત્રિ જેવા જ દુઃખમાં બીજા દિવસની સવારના અો પહેાર પણ પસાર થયા.
સારથિને સીદ્ધો પ્રશ્ન કુમારના ગેાટાળીએ જવામ વ્યાધિને સારથિર્શિત ઉપાય,
તે વખતે મારો સારિથ મારા મંદિરમાં આવ્યો. તે મારો ઘણા માનીતા નાકર હાવાને લીધે કોઇએ તેને મારી પાસે આવતાં અટકાવ્યા નહિ, તે મારી પાસે આવ્યા, મારે પગે પડ્યો અને જમીનપર
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૯૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ બેઠે; પછી હાથ જોડીને કહેવા લાગ્ય–“આપ સાહેબ સારી રીતે જાણે છે કે નીચ પુરૂષોમાં ચપળતા ઘણું હોય છે, તેવી ચપળતાને અનુસરીને મારે આપને કઇ વિનંતિ કરવાની ઈચ્છા છે તે સારી હેય કે ખરાબ હોય પણ આપ સાહેબ જરૂર તે સાંભળવા મારા ઉપર મહેરબાની કરશે.” નંદિવર્ધન કુમારે (મું) જવાબ આપ્યો “ભદ્ર! સારથિ ! તારે જે કહેવું હોય તે બહુ સુખેથી વિશ્વાસપૂર્વક કહે ! તારે માટે કેઈ જાતને વધે હોય જ નહિ. આટલું સામાન્ય વિવેકસરનું વચન બોલવાની પણ તારે જરૂર નહોતી.” ત્યાર પછી અમારી બન્નેની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ –
સારથિ-જે એમ છે તે સાહેબ! બરાબર સાંભળે. મેં આપના બીજા નોકર પાસેથી સાંભળ્યું કે આપ સાહેબ રથમાંથી ગઈ કાલે ઉતર્યા ત્યારથી કેજાણે શા કારણથી ઘણું ઉદ્વેગમાં પડી ગયા છો, ઘણી ચિંતા કરો છો, નોકર ચાકરેને પોતાની પાસે આવવાની પણ આપે તદ્દન મનાઈ કરી છે અને આપ પલંગમાં પડી રહ્યા છે. કાલે તે આપે માટે વિજય મેળવ્યો અને આજે આવી સ્થિતિ થઈ તે તે ધણું વિચિત્ર કહેવાય ! મારે પણ સાહેબ ! એવું થયું, રથના ધાડ છોડ્યા પછી તેની સારવાર કરવામાં કાલનો બાકીનો દિવસ પસાર થઇ ગયો. રાત્રી પડી ત્યારે મારા મનમાં ચિંતા થઇ કે મારા અન્નદાતાને આટલે બધે ઉદ્વેગ થઈ ગયો છે તેનું કારણુ શું હોવું જોઈએ? આવા પ્રકારની ચિંતામાં ને ચિંતામાં મેં ઉદ્વેગના કારણ સંબંધી ઘણો વિચાર કર્યો પણ મને કાંઈ સૂજ પડી નહિ. એ જ ચિંતામાં મેં આખી રાત પસાર કરી. સવારે ઉઠીને હું અહીં આવતો હતો ત્યાં તે વળી એક મોટું કારણું આવી પડ્યું. તે કામ પતાવવામાં જરા વખત રેકાઈને હું આપ સાહેબ સમક્ષ હાજર થયો છું. આપના શરીરની કુશબળતા ઉપર અમારા જેવાનું તો જીવતર લટકેલું હોય છે તેથી આ અધમ કિંકર (નેકર)ને મહેરબાની કરીને આપની આવી શરીરસ્થિતિ થઈ જવાનું કારણ જણાવવાની કૃપા કરે.”
આ પ્રમાણે બોલતે મારે સારથિ મારે પગે પડ્યો. તે વખતે મે મારા મનમાં વિચાર કર્યો કે-આને (સારથિને) મારા ઉપર ખરે
૧ માર્ચમા-એટલે દાઢીની શોભા. ઠરેલા દાઢીવાળા માણસો ઠાવકું વિવેકસરનું બેલે તે. ઉપર ઉપરના વાણીના આડંબર માટે આ શબ્દ વપરાય છે. અંદર વાતમાં દમ ન હોય અને માણસ દાઢી જબરી રાખે તે ઉપર ઉપરને દંભ હોય તે માટે આ શબ્દ વપરાય છે. “વિવેકસરના વચન માટે આ શબ્દ મૂળમાં વપરાય છે.
૨. આ કારણ શું હતું તે સારથિ તેિજ આગળ જણાવશે.
Page #634
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ૨૪] કનકમંજરી.
૫૮૩ ખર ભક્તિભાવ છે અને એની બોલવાની કુશળતા પણ ઘણું સારી છે માટે જે હકીકત વાસ્તવિક રીતે બની છે તે એને બરાબર જવવી જોઈએ-છતાં મદન (કામદેવ)ને વિકાર અને તેનો પ્રભાવ વિચિત્ર હેવાથી સીધે જવાબ આપવાને બદલે મેં તેને નીચે પ્રમાણે જવાબ આપ્યો.
નંદિવર્ધન–“ભલા સારથિ ! મારા શરીરની અને મનની આવી સ્થિતિ થવાનું કારણ શું છે તે મને બરાબર સમજાતું નથી. માત્ર મને એટલું યાદ છે કે બજારનો રસ્તો પૂરે કરીને રાજમાર્ગ તરફ જ્યારથી તું રથને ગઈ કાલે લઈ આવ્યો અને ત્યાં તે રથને કેટલેક વખત ઊભે રાખે ત્યારથી મારા સર્વ અવયવો તૂટી જાય છે, અંદરનો તાપ (તાવ) વધારે વધારે જોર કરતો જાય છે, રાજ્યભુવન જાણે સળગી ઊઠયું હોય તેમ લાગે છે, લેક બોલે છે તે જરા પણ ગમતું નથી, મનમાં હાયેય થયા કરે છે, નકામી ચિંતા થયા કરે છે અને હૃદય જાણે તદ્દન સુનું પડી ગયું હોય તેમ લાગે છે. અત્યારે તો મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ દુઃખ શું છે તે મને સમજાતું નથી અને તેને કોઈ ઉપાય પણ મને સુજતો નથી!”
સારથિ–“એમજ હોય તો તે આ દુઃખ શું છે અને તેનું ઔષધ શું છે તે બન્ને મારા સમજવામાં આવી ગયાં છે. આપ સાહેબે હવે એ સંબંધમાં જરા પણ ચિંતા કરવી નહિ.”
નંદિવર્ધન–બતે કેવી રીતે ?
સારથિ–“આપને જે દુઃખ થયું છે તેનું કારણ નજરબંધી છે, ચક્ષુદેષ છે.”
નંદિવર્ધન–“મને કોની નજર લાગી છે?”
સારથિ આપે એને જ જોઈ છે કે નહિ તેની મને બરાબર ખબર નથી, પરંતુ રાજકુળના છેલ્લા મહેલમાં એક મોટી કરી અડધી આડી આંખે આપ સાહેબના તરફ ઈરાદાપૂર્વક ઘણે વખત સુધી જોઈ રહી હતી તેને મેં બરાબર જોઈ હતી. એ તે વાંકી નજરે આપનાં અંગ ઉપાંગ જોયાંજ કરતી હતી. તેથી જરૂર નિશ્ચય થાય છે કે આપને જે દુઃખ થયું છે તે એ છેકરીની દષ્ટિનો જ દેષ છે, સાહેબ! જેઓ હલકા સ્વભાવનાં હોય છે તેની નજર બહુ ભયંકર અને વક હોય છે.”
૧ સારથિ ઘણો પક્કો છે. એ યુક્તિસર હકીકત લઈ આવે છે. એનો પ્રેમ અને વિનય વખાણવા યોગ્ય છે.
૭૫
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ મેં મારા મનમાં વિચાર કર્યો કે- આ સારથિ ઘણે પકો (તાલીમબાજ) જણાય છે. એ મારા મનનો ભાવ બરાબર સમજી ગયો છે. એણે મારી વહાલીને ઘણુ વખત સુધી બરાબર જોઇ છે તેથી તે તો ખરે ભાગ્યશાળી ગણાય તેમ છે. વળી તેણે હમણું જ મને જણાવ્યું કે મારા દુઃખનું ઔષધ પણ એને મળી ગયું છે તેથી મારા કામવિકારના તાવને દૂર કરનાર પિલી કન્યાને તે જરૂર મારે માટે મેળવી આપશે એમાં મને સંદેહ લાગતો નથી. ખરેખર એણે આજે મારે જીવ બચાવ્યો છે આ પ્રમાણે વિચાર કરીને મેં (નંદિવર્ધને ) તેને મારા પલંગ પર જોરથી બેસાર્યો. ત્યાર પછી મેં તેને નીચે પ્રમાણે કહ્યું.
નંદિવર્ધન– “વારૂ તેતલિ! તે મારા રેગનું કારણ તો ભલું શોધી કાઢ્યું ! હવે તેનું ઔષધ શું કરવાનું ધાર્યું છે તે કહે.”
સારથિ–“ જ્યારે કોઈની નજર લાગી હોય ત્યારે તેના આ ઉપાય છે. એક તે વૃદ્ધ શિયાર ડોશીઓને લાવી તેમની પાસે
મીઠું ઉતરાવવું, મંત્રમાં કુશળ માણસો પાસે અપસારથિને આ- માર્જન કરાવવું, રાખની રક્ષા કરવી, કાંટાને શરીરડે જવાબ. પર બાંધવા, અને બીજા આનંદ ઉજાણુના પ્રસંગો
હાથ ધરવા. વળી તેમાં એવી વાત પણ કહેવાય છે કે ગમે તેવી સખ્ત ડાકણું વળગી હોય પણ જે તેને બરાબર ગાળ ગલોચથી ધમકાવી કાઢી હોય તો તેનું જોર એકદમ નરમ પડી જાય છે, માટે તે છોકરીની પાસે જઈને તેને ખૂબ આકરાં વચનો સંભળાવીને તેને સારી રીતે તુચ્છકારવી, તેને ગાળો આપવી અને તેને ધમકાવવી. તેને મારા જેવાએ કહેવું કે “અરે અધમ પાપી સ્ત્રી ! તે અમારા પ્રભુ (શેઠ-દેવ) ઉપર વક્ર દષ્ટિ કરી છે અને અત્યારે ડાહી ડમરી થઈને બેસી ગઈ છે, પણ યાદ રાખજે કે અમારા પ્રભુનો એક વાળ પણ
૧ કોઈ નેકર વર્ગના માણસને પોતાની શવ્યાપર બેસાડવો તે તેને મોટામાં મોટું માન આપવા તુલ્ય ગણાતું હતું.
૨ મી ડું ઉતારવુંઃ લવણ-લુણ અગ્નિમાં નાખીને ઉતારે છે તેથી દષ્ટિદેષ ચાલ્યો જાય છે એવી ઘરડાંઓની માન્યતા છે.
૩ અપમાર્જનઃ મંત્રથી અમુક બાબત દૂર ફેંકી દેવામાં આવે છે, તેને વાળી બુડીને સાફ કરવામાં આવે છે. ( ૪ રાખની રક્ષા રાખ કાનની બાજુમાં લગાડવામાં આવે છે, તેથી લાગેલી નજર મટી જાય છે અને નવી નજર લાગતી નથી એવી વૃદ્ધોની માન્યતા હાલ પણ જોવામાં આવે છે.
Page #636
--------------------------------------------------------------------------
________________
૫૫
પ્રકરણ ૨૪]
કનકમંજરી. વાકે થયે તો તારી જીંદગી એક ઘડિ પણ ટકનાર નથી. આ પ્રમાણે કરશે કરાવશે એટલે આપને જે એ છોકરીની નજર લાગી છે તેને દોષ એકદમ દૂર થઈ જશે. આપના પૂછવાથી આપના વ્યાધિનું ઔષધ મેં આપને જણાવ્યું છે.”
નંદિવર્ધન (હસીને)–“હવે મશ્કરીની વાત જવા દે! ભાઈ તેતલિ! મારા દુઃખને દૂર કરવાનો ખરે ઉપાય તે જે શોધી રાખે હોય તે હવે મને બરાબર કહે.
સારથિ–“સાહેબ! આપના મનમાં આટલે બધે ઉદ્વેગ થતો હોય તે વખતે જે તે ઉદ્વેગનું ખરું ઔષધ અમને મળ્યું ન હોય તે આ પની ચિંતાના વખતમાં આપની પાસે આનંદથી વાત કરવાની અમારા જેવામાં તાકાત પણ હોય ખરી! માટે આપ સાહેબ જરા પણ ચિંતા કરશે નહિ. આપની ઈચછા સર્વ પૂર્ણ થઈ ચૂકી છે. આપ સાહેબના મનમાં જે ઉદ્વેગ થાય છે તે દૂર કરવા માટે જ આટલી મશ્કરી કરવાનું સાહસ વહેર્યું છે.”
નંદિવર્ધન–“મારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ થઈ ચૂકી છે તે મને તું હવે બરાબર જલદી કહે.”
સારથિ–“પ્રભુ! મેં અહીં આવતાવેંત જ આપને કહ્યું હતું કે હું અહીં આવતો હતો તે વખતે મને મેટું કારણું આવી પડ્યું હતું તેને લઈને આજનો અડધો પહોર મારે તે કામમાં પસાર થઈ ગયો.
એ જે કારણ આવી પડ્યું હતું તે આપશ્રીની ઈચ્છાને ઇષ્ટસિદ્ધિને પાર પાડવાને લગતું જ હતું. નહિ તે એવા કામને સાચો માર્ગ મોટું કામ એમ મારાથી કહી જ કેમ શકાય? હકી
કત એમ છે કે રાણી મલયમંજરી (કનકચૂડ રાજાની રાણી)ની ખાસ સંબંધવાળી કપિંજલ નામની દાસી છે. તેને મારી સાથે ઓળખાણું છે. આજે સવારે હું હજુ તે મારી પથારીમાંથી ફક્યો ન હતો ત્યાં તે મારા ઘરમાં આવીને તે જોરથી પકાર કરવા લાગી “વત્સ! બચાવ બચાવ!!” એનાં ભયનું કારણ મારા સમાજવામાં જરા પણ આવ્યું નહિ, તેથી મેં તેને (કપિજલાને) પૂછયું
બાઈ કપિંજલા ! તને કેનાથી ભય પ્રાપ્ત થયો છે?” ત્યારે તેણે જવાબમાં કહ્યું કે “મને કામદેવ તરફથી ભય થયો છે. મેં તેને જવાબ આપ્યો “અરે તારું શરીર તો ખરેખર સ્મશાનનો વિભ્રમ ઉત્પન્ન કરે તેવું છેઃ સ્મશાન જેમ શિયાળના રૂદનથી ભયંકર લાગે
૧ જુઓ પૃષ્ઠ પર,
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
છે તેમ તારૂં શરીર ખડખડતાં હાડકાંના અવાજથી ભયંકર લાગે છે; સ્મશાન જેમ લપસી જવાય તેવા કાદવથી ભય લગાડે છે તેમ તારા શરીરમાં એટલાં બધાં વળીઆં, કાળાં ચાઠાં અને જાળાંએ છે કે તેથી તે સર્વને બીક લગાડે છે અને લાંમા માંસ વગરનાં મડદા જેવાં લટકતાં જાડાં સ્તનથી તે જોનારને ચીડ ઉત્પન્ન કરે તેવું છે. એવું સ્મશાન જેવું તારૂં શરીર જોઇને મને તો ખાતરી છે કે ખૂદ કામદેવ પોતે પણ બીકણ માણસની પેઠે રાડ પાડીને તારાથી તે દૂર ભાગી જાય અને તું કહે છે કે કામદેવથી તને ભય થયા છે ! અરે ! તને તે કામદેવથી શું ભય થવાને હતા? એ તેા તારી નજીક પણ આવે નહિ !' ત્યાર પછી કર્ષિજલા અને મારી વચ્ચે નીચે પ્રમાણે વાત થઇઃ
મદનમંજરીની કામવિવ્હલ સ્થિતિ. મુંઝવણ-માહ્ય ઉપાયની નિષ્ફળતા,
સાચા ઉપાય, મેળાપ અને ગાઠવણ, “ કાંપજલા— અરે જુઠ્ઠા ભેાળા ! તું જાણી જોઇને મારા કહેવાને ભાવાર્થ સમજતા નથી અથવા નહિ સમજવાના ઢોંગ કરે છે! ત્યારે મારે હવે તને ચાખે ચોખ્ખું સમજાવી દેવું પડશે. જો સાંભળ ! મને કામદેવથી કેવી રીતે ભય થયા છે તે હું તને કહી સંભળાવું.’
૧સારથિ— હા હા ! તું મને ખરાખર જણાવ.
.
“ કપિંજલા— ને ! તું સારી રીતે જાણે છે કે મલયમંજરી નામની મારી શેઠાણી છે જે મહારાજા કનકસૂડની રાણી છે. તેને એક નકમંજરી નામની દીકરી છે.’
મપર ગાંડા થયેલા
નંદિવર્ધન.
( સારથિએ કનકમંજરીનું નામ દીધું, એ સાંભળતાં નંદિવર્ધનની જમણી આંખ સ્ફુરવા લાગી, હાઠ ઊંચા નીચા થવા કનકમંજરીના નાલાગ્યા, હૃદયમાં લોહી વધારે ોરથી ચાલવા લાગ્યું તેથી તે ધડક ધડક થવા લાગ્યું, આખા શરીરપર રોમાંચ ખાં થઇ ગયાં અને મનમાં જે ઉદ્વેગ થતા હતા તે જાણે ચાલ્યો ગયો. નંદિવર્ધને પોતાના મનમાં વિચાર કર્યો કે પેાતાના મનમાં જે પ્રિયતમાએ વાસ કર્યો છે તે જ આ કનકમંજરી જણાય છે; તેથી નંદિવર્ધને બહુ ઉત્સાહમાં આવી જઇ વચ્ચે કહી દીધું પછી પછી-વાત આગળ ચલાવ! કપિંજલાએ તને આગળ શું કહ્યું?'
૧ સારયિ આ સર્વ વાત નંદિવર્ધન પાસે કહી સંભળાવે છે તે બરાબર માંચવી. તે વાત આગળ ચાલે છે.
Page #638
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪]
કનકમંજરી.
૫૭
સારથિ નંદિવર્ધનને ભાવ સમજી ગયા તેથી તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે અહા! વહાલીના નામેાચ્ચારરૂપ મંત્રના મહિમા તે ભારે જણાય છે ! ત્યાર પછી પિંજલાએ પેાતાને જે વાત કરી હતી તેનું અનુસંધાન મેળવતાં સારથિએ વાત આગળ ચલાવી. )
“ કપિંજલા— ભાઇ સારથિ ! એ કનકમંજરી મારાં સ્તનનું પાન કરીને મોટી થઇ છે એટલે હું તેની ધાવમાતા છું. મને તેના ઉપર એટલા બધા પ્રેમ છે કે જાણે તે મારૂં હૃદય હાય, અરે જાણે મારું જીવિત જ હાય અને સ્વરૂપથી જાણે મારાથી કોઇ પણ પ્રકારે જુદી ન હોય તેવી મને તે લાગે છે. અત્યારે એ આપડી કામદેવથી પીડાય છે. હવે એ કનકમંજરીને જે ભય કામદેવથી થાય છે તે પરમાર્થથી મને પેતાને જ ભય છે. તેથી મેં તને કહ્યું કે - કામદેવથી મને ભય થયેા છે.' હવે મારા કહેવાનેા આશય તું સમજ્યું ?’ ( કપિંજલા એ કહેલી કનકમંજરીની આવી સ્થિતિની હકીકત સાંભળતાં નંદિવર્ધન એકદમ ઊભા થયા, તરવાર મ્યાનમાંથી ખેંચી કાઢી અને માટેથી બોલવા લાગ્યા અરે ખુની લુચ્ચા પાપી કામદેવ ! હરામખાર ! મારી વહાલીના છેડા છેડી દે! જરા પુરૂષ થા ! યાદ રાખજે કે હવે તારું જીવતર જરા વખત પણ ટકવાનું નથી.' આમ કહી તરવાર ફેરવતા નંદિવર્ધન આમ તેમ ફરવા લાગ્યો. તેને ( મને– નંદિવર્ધનને) શાંત કરતા તેતલ (સારથિ) કહેવા લાગ્યા “અરે સા હેબ ! આપ દયાળુ દેવ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી કુમારી કનકમંજરીને પાપી કામદેવ તરફથી કે બીજા કોઇ પણ તરફથી ભયની ગંધ પણ આવવાની નથી એ ચેાસ વાત છે. આ તા કથાનક-વાર્તા માત્ર છે તેથી પછવાડે શું બન્યું તે સર્વ આપ સાંભળે.” તેતલિનાં આવાં વચન સાંભળીને, નંદ્રિવર્ધન કહે છે કે, મને જરા શાંતિ થઇ, મારી ચેતના ઠેકાણે આવી અને હું જમીનપર બેઠો. પછી કાÜજલા અને તેતલિ વચ્ચે જે વધારે વાતચીત થઇ હતી તે આગળ ચલાવતાં સારિથ એલ્યે . )
કામદેવપર નંદિવર્ષનને કાપ.
“ સારથિ— અરે કાર્યજલા! શું કારણને લઇને કનકમંજરી ઉપર પેલા કામદેવ આટલું બધું ઝેર પછાડી રહ્યો છે?’
e
કપિંજલા—જો તેતલિ! સાંભળ. ગઇ કાલે વિમલાનના અને લવતીને હરણ કરવાના બનાવ બન્યો તે તેા તારા ધ્યાનમાં
Page #639
--------------------------------------------------------------------------
________________
૫૯૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રતાવ ૩
હશે. ત્યાર પછી મહારાજા કનકચૂડ અને દુશમનો વચ્ચે મોટી લડાઈ થઈ. લડાઈમાં મહારાજા કનકચૂડ, કુમાર કનકશેખર અને નંદિવર્ધનનો જય થયો અને તેઓ જયધ્વજ સાથે નગરમાં પ્રવેશ કરતા હતા તે વખતે મને કાંઈક કુતૂહલ થવાથી હું બજારમાં તેમને જોવા ગઈ હતી. તેમને નગરપ્રવેશમહોસવ થઈ રહ્યો એટલે હું પાછી કનકમંજરીના મંદિરે આવી અને ઉપરને ભાળે ગઈ. ત્યાં જઈને જોઉં છું તે કનકમંજરી
બારીમાં ઊભી હતી, રસ્તા ઉપર તેનું મેટું કનકમંજરીની આવી રહેલું હતું, તેની દૃષ્ટિની હીલચાલ શરીર સ્થિતિ. તદન બંધ થઈ ગઈ હતી, નજર શૂન્ય થઈ
ગઈ હતી અને જાણે તેને ચિત્રમાં ચિતરેલી હોય, અથવા તે પથરની ઘડી કાઢેલી હોય અથવા તે યોગ સાધેલી પરમ યોગિની હોય, તેમ તેના શરીરનાં સર્વ અંગ ઉપાંગ અને અવયવોની ચેષ્ટા તદ્દન બંધ પડી ગયેલી જણાતી હતી. આવી વિચિત્ર સ્થિતિમાં તદ્દન મંદ દશામાં બારીમાં ઊભી રહેલી કનકમિંજરીને જોઈને આ તે એને શું થઈ ગયું હશે? એમ વિચાર કરતાં ગભરાટમાં “અરે પુત્રિ! કનકમંજરી!, એમ વારંવાર મેં તેને બોલાવી, પરંતુ ઓછા નશીબવાળી મને એ કુંવરીએ કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ. તે વખતે ત્યાં એક કદલિકા નામની દાસી ઊભી હતી તેને મેં પૂછયું “ભદ્ર કદલિકા ! શા કારણથી કુંવારી કનકમંજરીની આવી અવસ્થા થઈ ગઈ છે?” કદલિકાએ જવાબમાં કહ્યું “માજી! મને તે કાંઈ બરાબર ખબર પડતી નથી. માત્ર જ્યારે રસ્તા ઉપર થઈને કુમાર નંદિવર્ધન પસાર થયા અને એ કુંવરી સાહેબના જેવામાં આવ્યા તે વખતે જાણે કુંવરી સાહેબ બહુ હરખાઈ ગયાં હોય, જાણે તેમને અનેક મહામૂલ્યવાન રત્નોની પ્રાપ્તિ થઈ ગઈ હોય, જાણે તેમના શરીર પર અમૃતનું સિંચન થયું હોય, જાણે તેમને કઈ મેટો ઉદય પ્રાપ્ત થઈ ગયો હોય, તેમ વર્ણન ન થઈ શકે એવા રસમાં હતાં તેમને મેં જોયાં હતાં અને જ્યારે તે કુમાર તેની નજરથી દૂર થઈ ગયા ત્યારથી તેમની આવી અવસ્થા થઈ ગઈ છે.” આ હકીકત સાંભળીને જે આનો બરાબર ઉપાય કરવામાં નહિ આવે તે શેકથી
વ્યાકુળ થઇને કુંવરી જરૂર મરી જશે એવા વિચારથી તુરતજ ૧ બેંગાલ ર. એ. સો. વાળી બુકનું પૃ. ૩%.
Page #640
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪]
કનકમંજરી.
૫૯૯
<
<
મેં હાહારવ કરી મૂક્યો. મારા જખરો પોકાર સાંભળીને કુંવરીની માતા મલયમંજરી ત્યાં તુરતજ આવી પહોંચ્યાં. તેમણે પણ · અરે કજિલા ! આ શું છે? શું છે?' એમ પૂછ્યું અને કનકમંજરીની સામું જોઇને તે પણ રડવાં લાગ્યાં. ત્યાં રસુગંધીનેા સારી રીતે વધારો થયેલા હોવાથી, કનકમંજરીના હૃદયમાં પેાતાની માતા ઉપર ઘણા પ્રેમ હાવાથી તેમજ તેણે વિનયગુણના સારી રીતે અભ્યાસ કરેલા હોવાથી તેને જરા ચેતના આવી, તેણે શરીરને જરા મરડ્યું, અને અગાસાં ખાવાં માડ્યાં. પછી મલયમંજરીએ કુંવરીને પેાતાના ખેાળામાં બેસાડી અને પૂછવા માંડ્યું. દીકરી કનકમંજરી ! તને શું થાય છે?” કનકમંજરીએ જવાબ આપ્યા માતાજી ! મને બીજી કાંઇ પણ ખબર પડતી નથી. મારા શરીરને માત્ર દાહવર પીડા કરે છે.’અમે તે સર્વ આકુળવ્યાકુળ થઇ ગયાં હતાં તેથી તેના શરીર ઉપર ચંદનનું વિલેપન કરવા લાગ્યાં, કપૂરના ઠંડા પાણીના છાંટણાયુક્ત પંખાદ્વારા તેના અંગ અને અવયવપર ઠંડો પવન નાખવા લાગ્યાં, તેના શરીપર ઠંડા તાડછાને પંખા લઇને ઠંડક કરવા લાગ્યાં, નાગરવેલના પાનની બીડીઓમાં કપૂર નાંખીને વારંવાર તેને આપવા લાગ્યાં અને બીજી અનેક પ્રકારે તેને ટાઢક કરવા લાગ્યાં. તે વખતે સૂર્ય આથમી ગયા, રાત્રીના પતિ ચન્દ્ર ઉદય પામ્યા અને ચાંદનીએ આકાશને છાઇ દીધું. તે વખતે મેં ( કપિંજલાએ ) માતા મલયમંજરીને કહ્યું ખા! આ સ્થાન અંધીઆર હાઇને જરા ગરમ વધારે છે, માટે કુંવરીને જશ વધારે હવાવાળા ઉઘાડા સ્થાનમાં લઇ જઇએ તે વધારે સારૂં.' રાણીના તેમ કરવાના હુકમ થવાથી તે રાજમહેલની અગાશી જે વિશાળ હિમાચળ પર્વતની શિલાનેા વિભ્રમ ઉત્પન્ન
*
બાહ્ય ઠંડા
ઉપચાર.
૧ કપિંજલા દાસી આ વાત સારથિને કહે છે-સારથિ તે વાત નંદિવર્ધન કુમારને કહે છે અને સંસારી જીવ પેાતાને અનુભવ સદાગમ સમક્ષ કહે છે.
૨ કનકમંજરીને સાવધ કરવા ઘણાં સુગંધી દ્રવ્યેા એકઠાં કરવામાં આવ્યાં હતાં, તેથી ચાપાસ સુગંધ પસરી રહી હતી. સુગંધથી સાવધાની આવે છે, એ એક સાવધ કરવાના જાણીતા બાહ્ય ઉપચાર છે.
૩ દાહવરઃ સખ્ત તાવ, તાપ.
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૦૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
કરે તેવી હતી અને જેમાં અમૃતના જેવા ધાળે! ચાંદનીને પ્રકાશ પડેલેા શાભી રહ્યો હતા ત્યાં હાથના ટેકા આપીને કનકમંજરીને લઇ ગયા અને ત્યાં ઘણા ઠંડાં કમળનાં પાંદડાઆની શય્યા તેને માટે તૈયાર કરાવી. તેના ઉપર તેને સુવાડીને તેના બન્ને હાથ ઉપર કમળની નાળનાં વલયેા ખાંધ્યાં, તેની છાતી ઉપર સિંદુવાર ( નગોડ )` વૃક્ષના પુષ્પના હાર બાંધ્યા, તેને સ્પર્શ કરવાને માટે એવા ઠંડા મણિએ તેની પાસે લાવવામાં આવ્યા કે જેને પાણીમાં મૂકવાથી સરોવરનું જળ પણ ઠરી જાય. ઉપરાંત, એ પ્રદેશ જ એવા સુંદર હતા કે ત્યાં બળવાન માણસેાના પણ રોમાંચ ઊભા થાય અને દાંત કચકચાવે તેવા તીક્ષ્ણ ઠંડો પવન સતત વાયા કરે.—આવી સુંદર શીતળ અગાશીમાં કનકમંજરીને લાવ્યા પછી મલયમંજરીએ તેને પૂછ્યું ‘દીકરી કનકમંજરી ! હવે તને ગરમીની જે પીડા થતી હતી અને દાહવરની જે બળતરા થતી હતી તે કાંઇ મટી?’
“ કનકમંજરીએ માતાને જવાબ આપ્યા
નહિ માતાજી ! મટી નથી. હવે તે ઉલટું મને એમ લાગે છે કે મને જેટલી બળતરા થતી હતી તેના કરતાં અત્યંત વધારે થઇ ગઇ છે. આ પેલા ચંદ્રમા આકાશમાં લટકી રહ્યો છે તે જાણે ખેરના અંગારાના મોટા ઢગલા હાય નહિ તેમ મારી તરફ ખળતી જ્વાળા ફેંકતા જણાય છે, ચંદ્રની ચંદ્રિકા મેાટા ભડકા જેવી જણાય છે, આકાશમાં આવી રહેલા તારાઓ જાણે અગ્નિનાં છૂટા છૂટા હજારો અમો તણખા હાય તેવાં જણાય છે, આ કમળના દાંડાઓનું ખીછાનું જાણે મને બાળી મૂકતું હાય એમ લાગે છે અને `સિંદુવારના હાર મને ઊભીને ઊભી સળગાવી મૂકતા જણાય છે. અરે!
કનકમંજરીને
વધારે પીડા.
૧ સિંવારઃ ભાષામાં નગેડના ઝાડ તરીકે પ્રસિદ્ધ છે. એનું નગેાડીયું તેલ થાય છે.
૨ ઠંડા મણિઃ એવાં રત આવતાં હતાં કે જેને હાથમાં લેવાથી ઠંડક થઇ જાય, જેને સરાવરમાં મૂકવાથી આખા સરોવરનું પાણી ઠરી જાય, થીજી જાય, ખરક્ થઇ જાય. આવા ઠંડા મણિ હાલ જોવામાં આવતા નથી.
Page #642
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪] કનકમિંજરી.
૬૦૧ મા! હું તને શું કહું, મારું આખું શરીર જાણે અગ્નિનો પિંડ હોય નહિ તેવું સળગતું લાગે છે.” કનકમંજરીને આવો નહિ ધારેલે જવાબ સાંભળીને મલય મંજરીએ કહ્યું “કપિંજલા! આ તે શું? મારી દીકરીને આવો સખ્ત
દાહર એકદમ થઈ આવ્યો તેનું કારણ વ્યાધિનું કાંઈ તારા ધારવામાં આવે છે?” તે વખતે કારણ. મેં (કપિલાએ) મલયમંજરીની પાસે જઈ
તેના કાનમાં કલિકાએ મને જે વાત કરી હતી તે કહી સંભળાવી. એ વાત સાંભળીને મલયમંજરીએ જવાબમાં કહ્યું “જો એમજ
હોય તો પછી આ અવસરે આપણે શું કરવું યોગ્ય ગણાય?” એજ વખતે રસ્તામાં રાજમાર્ગ ઉપર કેઈએ શબ્દ કર્યો “અરે!
એ કામ તો સિદ્ધ થયું. હવે તો માત્ર જરા વખતની જ વાર છે.” તે વખતે આનંદમાં આવીને મેં કહ્યું “અરે બા સાહેબ! તમે રસ્તા ઉપરથી અચાનક પોતાની મેળે નીકળી પડેલ કેઈને શબ્દ સાંભળ્યો ?” મલયમંજરીએ કહ્યું “હા બરાબર સાંભળ્યો !” મેં (કપિલાએ) કહ્યું “જો એમજ હોય તે કુંવારી કનકમંજરીની ઈચ્છા જરૂર પૂરી થઈ જ એમ સમજવું. વળી અત્યારે મારી ડાબી આંખ પણ ફરકે છે, માટે મને તે એ બાબતમાં જરા પણ શંકા લાગતી નથી.” મલયમંજરીએ જવાબમાં કહ્યું “એમાં શંકા લાવવા જેવું શું છે? એ કામ તો જરૂર સિદ્ધ થશે.”
- હવે કનકમિંજરીને મણિમંજરી નામની મોટી ભાવના સિદ્ધિ- બહેન હતી, તે તે વખતે મહેલની અગાને વિષમ માર્ગ. શીમાં આવીને અત્યંત આનંદમાં ગરકાવ
થયેલી અમારી સામે બેઠી. મેં (કપિજલાએ) મણિમંજરીને કહ્યું “બીજાના સુખદુઃખની તારા
મનપર જરા પણ અસર થતી જણાતી નથી તેથી તે ઘણી કઠેર જણાય છે. તેના જવાબમાં મણિમંજરીએ કહ્યું “એમ શા
૧ “શુકનથી શબ્દ આગળા–એનું આ ઉદાહરણ છે. બોલનાર આને ઉદેશીને બેલેલ નથી, પણ આમની ધારણને અનુકુળ શબ્દો બોલાયા તે લાભ સૂચવે છે.
૭૬
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૦૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ માટે કહે છે?” મેં કહ્યું “અરે શું તું જેતી નથી કે અમે સર્વ આટલા બધા દિલગીર અવસ્થામાં છીએ અને તું આનંદમાં ગરકાવ થઈને બેઠી છે ! તને કાંઈ લાગતું પણ નથી?” મણિમંજરી–“અરેરે! શું કરું? મારા હર્ષનું કારણ એટલું મેટું
છે કે હું ગમે તેટલા પ્રયત્ન કરું છું છતાં હું તેને કઈ રીતે છુપાવી શકતી નથી.” મેં પૂછયું “ત્યારે વળી એવું તે શું આનંદનું કારણ છે તે તે કહે! મણિમંજરી—“હું આજે પિતાજીની પાસે ગઈ હતી. તેમણે
મને લાડથી બોલાવીને પોતાના ખોળામાં બેસાડી. તે વખતે ભાઈ કનકશેખર પણ પિતાજીની પાસે જ હતા, તેને પિતાશ્રીએ આ પ્રમાણે કહ્યું – ભાઈ કનકશેખર! તું જાણે છે કે સમરસેન અને કુમ બંન્ને મહાબળવાન હતા, છતાં તેમને કુમાર નંદિવર્ધને એક સપાટામાં મારી નાખ્યા તે કાંઇ સાધારણ વાત ન કહેવાય! એટલા ઊપરથી જણાય છે કે કુમાર
નંદિવર્ધન કાંઈ સાધારણ પુરૂષ કનકમિંજરીના વિ- નથી. એણે એથી આપણું ઉપર વાહ માટે પિ- 5
- એટલે મોટે પાડ કર્યો છે કે આ તાના વિચારો.
" પણે કુમાર નંદિવર્ધનને તેના બદલામાં આપણું જીંદગી આપીએ તે પણ તેનો પૂરતો બદલો વળે નહિ. તેથી મારે આ પ્રમાણે વિચાર થાય છે કે મણિમંજરી અને કનકમિંજરી મારી બન્ને પુત્રીઓ મને મારા જીવ કરતાં પણ વધારે વહાલી છે: એમાંથી આ મણિમંજરીને તો સેનાપતિના ભાઈ શીલવધેન સાથે અગાઉથી આપણે આપી ચૂક્યા છીએ માટે
કનકમંજરીને આપણે નંદિવર્ધન સાથે પરણુવીએ.” કનકશેખરે પિતાશ્રીને યોગ્ય વિચાર સાંભળી જવાબમાં
કહ્યું “પિતાશ્રીએ ઘણે યોગ્ય વિચાર કર્યો છે. આપ અવસરે ઉચિત શું કરવું તે બરાબર સારી રીતે જાણે
છે. માટે આપણે બહેનને નંદિવર્ધન સાથે જરૂર પર૧ આ મણિમંજરી તે કનકશેખરની બહેન થાય અને કનકચૂડ - જાની દીકરી થાય.
૨ પોતાને ખેાળામાં બેઠેલી (તે વખતે).
Page #644
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪] કનકમંજરી.
૬૦૩ વવી.” આ પ્રમાણે વાતચીત કરી બાપ દીકરાએ-રાજા અને કુંવરે–પિતાના મનમાં નિર્ણય કર્યો કે બહેન કનક
મંજરીનાં લગ્ન કુંવર નંદિવર્ધન સાથે કરવાં. (મણિમંજરી કપિંજલાને આગળ કહે છે કે, “આ પ્રમાણે
પિતાજી અને ભાઈ કનડશેખર વાત કરતા હતા તે વખતે હું પિતાજીના ખોળામાંથી ઊઠી ઊભી થઈ અને અહીં આવવા લાગી. આવતાં આવતાં મેં (મણિમંજરીએ) મનમાં વિચાર કર્યો કે અહ હું ખરી ભાગ્યશાળી છું, મારે દૈવની અનુકૂળતા પણ સર્વ બહુ સારી થઈ ગઈ! પિતાશ્રીના વિચાર કરીને કાર્ય કરવાના નિર્ણયને પણ રંગ છે ! અને ભાઈ કનકશેખરના વિનયગુણને પણ રંગ છે! હવે તે મારી બહેન કનકમિંજરી અને મારે આખી જીદગી સુધી સાથે રહેવાનું થશે અને અમે બન્ને સાથે રહીને અનેક પ્રકારની આનંદની લહેરે કરશું. આવા આવા વિચારોને પરિણામે મને એટલો બધો આનંદ થઈ ગયો છે કે તે બહાર પણ જણાઈ આવે છે. મને અત્યારે મનમાં જે બહુ આનંદ થઈ આવે છે તેનું કારણ કપિ
જલા! હવે તારા સમજવામાં બરાબર આવ્યું હશે.! મણિમંજરીની આ વાત સાંભળીને માતા મલયમંજરીએ કહ્યું
“અરે કાપજલા! નિમિત્ત શબ્દ આપણે હમણું સાંભળ્યો તેમાં કાર્યસિદ્ધિ બતાવી હતી, માત્ર વખત જરા બાકી છે
એમ કહ્યું હતું તે તું યાદ કર.” મેં (કપિલાએ) જવાબમાં કહ્યું “એમાં શું શક છે? એવી
દૈવી વાણું જરૂર ભવિષ્ય સૂચવનારીજ હોય છે. હવે દીકરી કનકમંજરી! તું દીલગીરી છોડી દે, અને ધીરજ ધારણ કર. તારી ઈચ્છા છે તે બરાબર હવે સિદ્ધ થઈ ચૂકી છે એમ સમજ. તને જે દાહન્વરની બળતરા થઈ આવી છે તેનું કારણ હવે દૂર થઈ ગયું છે. પુત્રીવત્સલ પિતા કનકચૂડે તને અત્યાર અગાઉ જ તારા
૧ શીલવર્ધન એ નંદિવર્ધનના સેનાપતિને ભાઈ હોવો જોઈએ. તેનું નામ અગાઉ આવતું નથી પણ જે નંદિવર્ધનના સૈન્યમાં તે હોય તો જ મણિમંજરી અને કનકમંજરીને અવિયોગ રહી શકે.
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૦૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
હૃદયને આનંદ કરનાર તારા હૃદયના નાથ કુમાર મંદિવર્ધનને આપી દીધી છે.’
આ હકીકત સાંભળીને હું તેતાલ ! કનકમંજરીને પેાતાના હૃદયમાં કાંઇક વિશ્વાસ પણ આવ્યે કનકમંજરીને અને નિરાંત વળી ગઇ, તા પણ અવિશ્વાસ. કામદેવની રીતભાત હમેશા આડી અવળી હેાવાથી મારા સામું જોઇ ભવાં ચઢાવીને મને ઠપકો આપતી હોય તેમ કહેવા લાગી, ‘અરેરે માડી! આવા ખાટાં ખાટાં વચને મેલીને મારા ઉપર ખાટું આળ શા માટે ચઢાવા છે ? આવું ઢંગ ધડા વગરનુંઠેકાણા વગરનું બેાલીને તમે બધાએ તે મારૂં માથું ફેરવી નાંખ્યું !' મલયમંજરીની માતાએ કહ્યું 'દીકરી! એવું બેલ નહિ ! વાત તદ્દન સાચી છે, બાપુ! તારે એથી જાદી હકીકતના ખ્યાલ પણ કરવા નહિ.’ અરે મારાં એવાં નશીખ તે ક્યાંથી હાય ? ’એમ ધીમે ધીમે મનમાં ખેલતી કનકમંજરી નીચું મોઢું કરીને ઊભી રહી. અમે આખી રાત ફનકમંજરી પાસે પેાતાના પતિમાં અત્યંત આસક્ત સતી સ્ત્રીઓનાં ચરિત્ર કહેવામાં પસાર કરી અને તેમ કરીને તેને વિનાદ ઉત્પન્ન કરવાના ઘણા પ્રયત્ન કર્યાં. અરે ભાઇ તેતલિ! અત્યારે સવાર પડી છે તે પણ હજી કનકમંજરીના દાહવર શાંત થતા નથી. આથી મેં ( કપિંજલાએ ) મારા મનમાં વિચાર કર્યો કે–આને રીતસર ( પાણીગ્રહણ પ્રસંગે ) નંદિવર્ધનનાં દર્શન થશે તેટલા વખતમાં તે કદાચ આ કુંવરી જરૂર મરવા પડશે અથવા મરી જશે, માટે ચાલ ! તેતલિને જ મળું! કુમારને તેના ઉપર સારે પ્રેમ છે તેથી તે કુમારને વિજ્ઞપ્તિ કરી શકશે અને કોઇ રીતે તેને કુમારનાં આજ જ દર્શન થાય તેા તેનેા બચાવ થઇ શકશે—આ પ્રમાણે વિચાર કરીને હું સારથિ ! હું તારી ૧ સારથિ આગળ આ સર્વ વાત કપિનલા કહે છે અને તે વાત સારથિ કુમાર મંદિવર્ધન પાસે કહી સંભળાવે છે.
૨ માતાની ભાષા મિશ્ર છે. કહેવાના આશય એવડા છે. ભેાળું વચન છે. ૩ ર્પિજલાએ પૃ. ૫૯૬ થી કનકમંજરીની શારીરિક સ્થિતિ સંબંધી હકીક્ત સારથિને કહેવા માંડી હતી તે તુરતમાં પૂર્ણ થશે. સારથિએ તે સર્વ વાત કુમાર મંદિવર્ધનને કહેવા માંડી હતી તે ધ્યાનમાં રાખવું.
Page #646
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪] કનકમંજરી.
૬૫ સમીપે સવારના પહોરમાં આવી છું. આ પ્રમાણે છેવાથી હે તેતલિ ! મેં તને કહ્યું કે કામદેવ મને મોટો ભય ઉત્પન્ન કરે છે. તે મારી વાત તો બરાબર જાણી,
હવે તું કહે તેમ કરીએ.” મેં તેને ( કપિંજલાને) જવાબ આપ્યો “અરે! કપિજલા !
જો કે અમારા કુમાર સાહેબને ઇંદ્રિય સર્વ વશ છે અને જે કે તેઓ સ્ત્રીને તૃણુતુલ્ય ગણે છે કારણ કે પોતે મહા પુરૂષ છે, છતાં હું તારી ખાતર તેમને વિ
જ્ઞપ્તિ કરીશ કે તેમણે પોતાનું દર્શન વરવધૂના મેળાપ- આપીને રાજકુંવરીના પ્રાણ બચાસ્થાનને સંકેત. વવા. તારે અને કુંવરીએ રતિમન્મથ
નામના બગીચામાં અમારા કુમારને મળવા માટે આવવું. કપિજલા મારી આ હકીકત સાંભળીને બોલી “ઘણે ઉપકાર
થ, આપને અંતઃકરણથી આભાર માનું છું.” મહારાજ નંદિવર્ધન ! આ પ્રમાણે કહી તે કાપિંજલા ભારે પગે પડી, મારે ઘણે ઘણો આભાર માન્યો અને કુંવરીના મંદિર તરફથી હું અહીં આવ્યું. તેથી આપશ્રીને જે વ્યાધિ થયો છે તેનું આ ઔષધ પણ હું સાથે લેતો આવ્યો છું.”
નંદિવર્ધન (હું)–“ભલે તેતલિ! ભલે! તે બહુ સારું કર્યું ! કેવી રીતે બેલવું તે પણ તું સારી રીતે જાણે છે.”
ચતુર સારથિને યોગ્ય ઇનામ, આ પ્રમાણે કહીને તેના ગળામાં મેં મારે હાર કાઢી પહેરાવી દીધો અને તેના હાથમાં મારાં કડાં અને બાજુબંધ પહેરાવી દીધાં. તેતલિએ કહ્યું “સાહેબ ! આ તુચ્છ દાસ ઉપર આટલી બધી કૃપા આપ સાહેબે કરી તે ઉચિત લાગતું નથી.” મેં જવાબમાં કહ્યું કે “ભાઈ
૧ અન્યની પાસે પોતાના શેઠની આબરૂ નોકર કેવી વધારે છે તે સારથિના દૃષ્ટાન્તથી સમજવા યોગ્ય છે. ખરી વાત તે જાણતો હતો કે શેઠને પણ પરણવાની એટલી જ ગરજ છે.
૨ વાત આગળ ચલાવતાં રથકાર નંદિવર્ધન કુમારને કહે છે.
૩ જુએ પૃ. ૫૯૩ ત્યાં રથકારે કહ્યું છે કે તેને વ્યાધિનિદાન અને એસિડ બન્ને મળી ગયાં છે. અહીં તે વાત બરાબર સ્પષ્ટ થઇ.
Page #647
--------------------------------------------------------------------------
________________
૬૦૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તેતલિ! પ્રાણ બચાવનાર હુંશિયાર વૈદને તો જે આપીએ તે હું ગણાય! એમાં વળી ઉચિત નથી એમ કહેવાનું તે પ્રોજન હોઈ શકે ખરૂં? માટે તારે જરા પણ બેલવું નહિ. હવે તું મારા જીવતરથી–મારા પ્રાણુથી જરા પણ જૂદ નથી એમ તારે સમજવું.”
કનકમંજરીનું પાણિગ્રહણ આ પ્રમાણે તેતલિ સાથે હું વાત કરતા હતા ત્યાં વિમલ નામને કનકચૂડ રાજાનો અમાત્ય મારા મંદિરના દરવાજા પાસે આવી પહોંચે. પ્રતિહારીએ ખબર આપ્યા કે અમાત્ય વિમળ આવેલા છે. તુરત જ સારથિને મેં બાજુના આસન ઉપર બેસાડો. દ્વારપાળે પછી અમાત્યને મારી પાસે રજુ કર્યો, તેણે મને ગ્ય પ્રણામ કર્યા અને કહ્યું “કુમારશ્રી ! મહારાજા કનકચૂડે મને એક કામ માટે આપની પાસે અત્યારે મોકલ્યો છે. મારી સાથે કહેવરાવ્યું છે કે “મારે મારા જીવતરથી પણ વધારે વહાલી કનકમંજરી નામની દીકરી છે; મારા ઉપર કૃપા કરીને કુમારે તેની સાથે પોતાનું વેવિશાળ સ્વીકારવું અને તેમ કરીને તેને રાજી કરવી.'
અમાત્યનાં રાજ્ય તરફનાં આવાં વચન સાંભળીને મેં તેતલિ સામું જોયું. તેણે કહ્યું. “ આપ સાહેબે મહારાજા કનકચૂડની આશા દેવના હુકમ તરીકે ઉપાડી લેવી જોઈએ; માટે આવી પ્રેમપ્રાર્થના તેમણે આપશ્રીને કરી છે તેને આપે અવશ્ય સ્વીકાર કરે.”
મેં જવાબ આપ્યો “તું જે કહે છે તે મારે કબૂલ મંજુર છે” એટલે મારે મોટો ઉપકાર માનીને વિમળ અમાત્ય ત્યાંથી વિદાય થશે. પછી તેતલિએ મને કહ્યું “હવે આપ સાહેબ રતિમન્મથ નામના બગીચામાં પધારે. જે વધારે વખત જશે તે રાજકુંવારી કનકમિંજરીનું મન ઊંચું થશે તેમ થવું ન જોઈએ.” હું (નંદિવર્ધન) તેની વાતને સંમત થે.
રતિમન્મથ બગીચામાં સુંદરીની દશા. ત્યાર પછી તેને સાથે લઈને હું રતિમન્મથ નામના બગીચા તરફ
જવા ચાલ્યો. ઇંદ્રના નંદનવનને પણ શોભામાં હસી આશામાં કાઢે તે તે બગીચે મેં જોયો. ત્યાં કનકમિંજરીના નિરાશા. દર્શનની આશાથી હું ચંપકની હારેમાં, કેળની છા
યામાં, તાડનાં મોટાં મેટાં ઝાડનાં પંખાઓની નીચે, કેવડાના વિભાગોમાં, દરાખના માંડવામાં, અશેકનાં વનમાં, લવલીના
૧ એક જાતનું ઝાડ.
Page #648
--------------------------------------------------------------------------
________________
૬૦૭
સુંદરી.
પ્રકરણ ૨૪].
કનકમંજરી. ઊંડા ભાગોમાં, નાગરવેલનાં આરામગૃહોમાં, કમળનાં સરોવરની પાળ ઉપર અને બીજી ઘણી સુંદર જગાએ ફર્યો, વારંવાર તેની તે જગેએ ગયો, પરંતુ એ મૃગનયનાને મેં કેઇ પણ જગે એ જોઈ નહિ. તે વખતે મારા મનમાં વિચાર આવ્યો કે- જરૂર તેતલિએ મને છેતર્યો જણાય છે! અમાત્ય વિમળ મારી પાસે આવીને કન્યાનું પાણિગ્રહણ કરવાનું કહી ગયો તે પણ તેને માયાપ્રપંચ હોવો જોઈએ. એવી અદ્દભુત નવયૌવનાના દર્શન કરવા જેટલું પણ નશીબ મારા જેવાને ક્યાંથી હોય! આવા આવા અસ્વસ્થ વિચારે હું કરતો હતો તેવામાં બગીચાના
ઊંડા ભાગમાંથી સુંદર પગનાં ઝાંઝરનો અવાજ મારા શોકગ્રસ્ત સાંભળવામાં આવ્યું. એ વખતે હું તેતલિની બા
જુએથી ખસી જઈને જે ઉંડાણમાંથી તે અવાજ
આવતો હતો ત્યાં ગયે તે દૂરથી વાંસના ઝાડની નીચે જાણે સ્વર્ગેથી ભ્રષ્ટ થઈને આવી પહોંચેલી કેઇ દેવાંગના હોય, અથવા તો પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકેલી મહા રૂપવંત નાગકન્યા હોય, અથવા કામદેવના વિરહથી ભયમાં આવી પડેલી સાક્ષાત્ રતિ હોય તેવી શેકમાં પડેલી કનકમંજરીને મેં ઊભેલી જોઈ. દૂરથી જોતાં મને જણાયું કે તે ચપળ નજરે ચાર દિશા તરફ
જોઈ રહી છે પણ તેના જેવામાં કે મનુષ્ય આવતું સુંદરીના નથી. આખરે બોલતી સંભળાઈ. “અહો વનદેવતાઓ ! ઉગારે. તમે સાક્ષી રહેજે. તેતલિએ મારી ધાવમાતા પાસે
કબૂલ કર્યું હતું કે મારા ઈષ્ટ હૃદયનાથને તુરત તે મારી પાસે લઈ આવશે, વળી આ રતિમન્મથ બગીચામાં મળવાનો સંકેત પણ તેણેજ કર્યો હતો. એ 'ઘરડી બિલાડીએ (કપ જલાએ) મને ઠગીને અહીં આવ્યું છે. હવે અહીં તે તે માણસ (મારા હૃદયનાથ) મળતા નથી એટલે તે તેને શોધવા જવાનું બહાનું કાઢીને તે ડેકરી અહીંથી છટકી ગઈ છે અને મને એકલીને અહીં મૂકીને ક્યાંક ચાલી ગઈ છે તેનો પત્ત પણે લાગતો નથી. મોટી ઇંદ્રજાળની રચના કરવામાં ચતુર એ કપિલાએ મને આજે આવી રીતે ઠગી
- ૧ “હળવું લોહી હવાલદારનું” એ કહેવત વિચારવા યોગ્ય છે. નંદિવર્ધને પણ રથકારને વાંક કાઢયો હતે, કનકમંજરી તો ધાવમાતા ઉપર આકરા શબ્દોની પુષ્પવૃષ્ટિ પણ કરે છે. સાધનસંપન્ન અને આશ્રિતોને આ સંબંધ દરરોજના અનુભવનો વિષય છે.
Page #649
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ છે. અરેરે ! હું એક તો મારા હૃદયનાથ પ્રેમમૂર્તિના વિરહથી બળી ગયેલી છું અને વળી મારા સ્નેહી સંબંધીઓ માને છેતરે છે! આવી મંદભાગ્યવાળી સ્ત્રીએ જીવતર ધારણ કરવાનું શું પ્રજન છે? આપ વનદેવતાઓની કૃપાથી હું એટલું માગું છું કે આવતા ભવમાં પણ એ જ હૃદયનાથ મારા પતિ થાઓ !!” આ પ્રમાણે બેલતી તે કનકમંજરી એક રાફડા ઉપર ચઢી અને વાંસના ઝાડ સાથે દોરડુ બાંધ્યું. અને તેની ઉપર પિતાની ડેકને બાંધીને લટકાવી, પછી જેવું પિતાનું શરીર લટકાવવા જાય છે ત્યાં તો “અરે સુંદરિ ! સાહસ કર નહિ” એમ બાલતે હું તેની પાસે પહોંચી ગયો અને ડાબા હાથથી તેની કેડને ભાગ પકડીને તેના પડતા શરીરને મેં થોભાવી રાખ્યું અને જમણું હાથે છરીવડે પાસ તોડી નાંખ્યો. મારી વહાલીને પછી મેં પવન
નાંખે અને તેને જ્યારે જરા આશ્વાસન મળ્યું કનકમિંજરીને ત્યારે હું બોલ્યો “અરે દેવિ! આવું અઘટિત શું જીવિત દાન. આદરી બેઠાં છે? આ મનુષ્ય તમારે આધીન છે,
માટે સર્વ પ્રકારના કલેશ દુઃખ કે વિષાદ છેડી દે.”
આખરે દંપતી મેળાપ, યોગ્ય લજજા અને પ્રેમ,
આશ્વાસન અને શાંતિ, તે વખતે કનકમંજરીની આંખે કાંઈક મીંચાતી અને કાંઈક ચપળ મારા જેવામાં આવી. તે મારા સામું જોઈ રહી હતી અને તેનું સ્વરૂપ જોઈએ તો જાણે તે અનેક પ્રકારના રસને એક સાથે અનુભવતી હોય, અને જાણે મહારાજ કામદેવનાં ચિહ્નો વ્યક્ત કરતી હોય તેવું લાગતું હતું અને એકંદર તેનું સ્વરૂપ એવું અગાધ જણાતું હતું કે જાણે કવિઓથી વાણીવડે તેનું વર્ણન થવું અશક્ય હતું. પોતે તદ્દન એકલી હોવાથી કાંઈક તેને બીક લાગતી હતી
અને તે જ પુરૂષ છે એવા વિચારથી તેને આનંદ અનેક રસમાં થતો હત; એ અહીં આવી જગોએ પિતાની અવગાહન. મેળે કેવી રીતે આવી પહોંચ્યા હશે તે બાબતની
તેના મનમાં શંકા થયા કરતી હતી; એ ઘણું સ્વરૂપવાન છે એ વિચારથી તેના મનમાં જરા ગભરાટ થતો હતો; પોતે જ ચાલી ચલવીને અહીં આવી પહોંચી હતી તે વિચારથી તેના મનમાં
૧ અનેક પ્રકારના રસને અહેવાલ આની પછીના વાક્યમાં જોઈ શકાશે. કેટલા રસ મિશ્ર થાય છે તે ખાસ વિચારવા જેવું છે.
Page #650
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪]
કનકમંજરી.
૬૦૯
લજ્જા થતી હતી; પોતે અહીં એકાંતમાં આવી રહી છે તેના ખ્યાલથી ચારે દિશાઓમાં આંખા ફેરવતી હતી; પેાતાને આ જ જંગલમાં મળવાના સંકેત કર્યાં હતા એ વિચારથી તેના મનમાં કાંઇક વિશ્વાસ પણ આવતા હતા; પાતે ફાંસા ખાઇને આપઘાત કરતી હતી તે એ જોઇ ગયા છે એ ખ્યાલથી તે મનમાં ઘણી મુંઝાતી હતી; તેના આખા શરીરપર થયેલા સુંદર પરસેવાના જળથી તે ન્હાઇ ગઇ હતી તેથી સમુદ્રનું મન્થન કરીને જાણે તુરતમાંજ મહાર કાઢેલી 'લક્ષ્મી હેાય તેવી તે દેખાતી હતી; તેના શરીર ઉપર વારંવાર રોમાંચ ખડાં થતાં હતાં તેથી તે કદંબના પુષ્પસમૂહનું આચરણ કરતી હેાય તેવી સુંદર દે ખાતી હતી; પ્રથમ મેળાપના સ્વાભાવિક ગભરાટને લીધે તેનાં સર્વ અવચવા એટલાં બધાં ધ્રુજતાં હતાં કે જાણે પવનના જોરથી ઝાડની માંજર જેમ ડોલતી હાય તેમ તેનું આખું શરીર બીકથી થરથર કંપતું હતું અને તેની આંખા બંધ થઇ ગઇ હતી, તે જરા પણ હાલતી ચાલતી ન હેાતી તેથી જાણે તે આનંદના દરિયામાં ડૂબી ગઇ હાય એમ લાગતું હતું. આવી સ્થિતિમાં કનકમંજરી લજ્જાના જોરથી ન સમજાય તેવા અસ્પષ્ટ અક્ષરે ખેાલતી દેખાઇ અરે ! કાર હૃદયવાળા ! મને છેાડ, છેડ ! તારે મારૂં કશું પણ કામ નથી.’ આ પ્રમાણે બેલીને મારા હાથમાંથી છટકી જવાને તેણે પ્રયત્ન કરવા માંડ્યો. તેના એવા પ્રયત્ન જોઇને મેં તેને દુર્વા ( ધરા ) એકઠી થયેલી હતી તેના તકીઆ પર બેસાડી. હું તેની નજીકમાં ખરાખર તેની સામે બેઠો અને પછી બાલવા લાગ્યા અરે સુંદર ! હવે શરમ છેડી દે, ક્રોધને શાન્ત કર, હું તેા તારા હુકમને તાબે છું, તેના ઉપર તારે આટલેા બધા ક્રોધ કરવા યોગ્ય નથી. ’હું એવી રીતે ખેલતા હતા તે વખતે તેને કાંઇક એકલવાના વિચાર તા થયા પણ ઘણા માનસિક પ્રયત્ન કરવા છતાં શર્મને લઇને તે મારી સાથે કાંઇ બેલી શકી નહિ; માત્ર તેના ગાલ જરા જરા હાલતા ચાલતા હતા તેથી મનમાં જરા તે મંદહાસ્ય કરતી હોય એમ લાગતું હતું, પણ માહ્ય રીતે તેા ડાબા હાથના અંગુઠાથી જમીનને ખણતી નીચું માઢું કરીને તે બેસી જ રહી. વળી મેં ભાષણ આગળ ચલાવ્યુંઃ—
'
નંદિવર્ધનનાં
પ્રેમવચન.
૧ દરીઆમાંથી ચૌદ રત્નો દેવાએ દંતકથા પ્રમાણે કાઢવાં તેમાં પ્રથમ રન્ન લક્ષ્મી હતું.
૨ દરીઆમાંથી તુરતની કાઢેલી લક્ષ્મીના આખા શરીરપર જળ હાય તે સ્વાભાવિક છે.
1919
Page #651
--------------------------------------------------------------------------
________________
૬૩૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
“ અરે સુંદર ! તું તારા મનના સંકલ્પ વિકલ્પો હવે છેડી દે. વહાલી ! મારા હૃદયથી, મારા જીવતરથી, મારા પ્રાણથી પણ તું મને ઘણી જ વહાલી છે. આ ત્રણ ભુવનમાં મારા હૃદયને તારા સિવાય ખીજા કાઇ આધાર નથી. અહા કમળ જેવી આંખોવાળી ! તેં તારા અંતરંગના પ્રેમ રૂપ મૂલ્ય આપીને આજથી મને વેચાતા લઇ લીધા છે તેથી આજથી હું તારા પગ ધાનારા તારા નેકર હું એમ સમજ. હું તને ખાત્રી આપું છું કે હું કઠોર હૃદયવાળા નથી, માત્ર આપણી માબતમાં કોઇ કઠોર હોય તે તે વિધિ ( લેખ લખનાર અથવા નસીબ-કર્મ ) જ છે કે જે હે સુલેાચના! મને તારા દર્શનમાં અન્તરાય નાખ્યા કરે છે. ”
પોતાના અંતઃકરણમાં અત્યંત પ્રીતિ હોવાથી જ્યારે રાજકુંવરીએ મારાં આ વાક્યો સાંભળ્યાં ત્યારે તે જાણે કોઇ અતિ સુંદર મીષ્ટ રસના સમુદ્રમાં ડૂબી ગઇ હોય એમ જણાવ્યા લાગ્યું. એ કુંવરી જાણે તદ્દન બીજીજ હાય-જૂદીજ હાય તેવી થઇ ગઇઃ ઘડીકમાં જાણે તેના પર અમૃતના વરસાદ વરસ્યુ હોય તેની અસર તે બતાવવા લાગી, ઘડીકમાં જાણે તેને કોઇએ સુખસાગરમાં ઝબાળી દીધી હોય તેની અસર બતાવવા લાગી અને ઘડીકમાં જાણે તેને મોટું રાજ્ય પ્રાપ્ત થયું હોય તેવા આનંદ તેના ચહેરા પર બતાવવા લાગી.
આવી રસાવગાઢતા ચાલતી હતી ત્યાં મને શોધવા નીકળી પડેલી પિંજલા જાદા જૂદા બગીચાના વિભાગમાં શોધીને અમે હતા તે વિભાગની નજીક આવી પહોંચી.
મંજરીના પિતાનું આહ્વાન. રંગમાં ભંગ અને ગમન, મદનવિચારમાં માનેલી શાંતિ.
પહેલાં તેણે તેલિ ( સારથિ ) ને જોયા એટલે તુરત જ ખાલી ઉઠી “ મિત્ર ! ભલે પધાર્યા ! પણ આપણા કુમાર ક્યાં છે ? ” તેતલિએ જવાખમાં જણાવ્યું કે કુમાર ( નંદિવર્ધન-હું પોતે ) વનના ગહન ભાગમાં આવેલા બગીચામાં ગયા છે. આવી વાતચીત થયા પછી તે બન્ને અમે જે જગાએ હતા તે તરફ આવવા ચાલ્યા. અમારૂં જોડલું તેઓએ દૂરથી જોયું એટલે તેમને બહુ જ આનંદ થયા. કપિંજલા ખેલી “ અહા ! જે દેવે આવું સુંદર યાઞ અનુરૂપ જોડલું મેળવી આપ્યું
સારથિ અને
કાંપગલા.
Page #652
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ ] કનકમંજરી.
૬૧૧ તેને નમસ્કાર છે!” તેતલિ બોલે “અરે કાપિંજલા! કામદેવ (મન્મથ) અને રતિ એ બન્નેના જેવો આ બન્નેને (નંદિવર્ધન અને કનકમંજરીને) અહીં આ બગીચામાં આજે વેગ થયો તેથી આ ઉદ્યાનનું રતિમન્મથ નામ છે તે આજે બરાબર સાચા અર્થવાળું થયું. અત્યાર સુધી એનું નામ હતું તે તો નકામું હતું, અર્થ વગરનું હતું, જુઠું હતું.” આ પ્રમાણે વાત કરતાં કરતાં કપિંજલા અને તેને તલિ અમે હતા તે બગીચાના વિભાગની નજીક આવી પહોંચ્યા.
એમને જોઈને કનકમંજરી એકદમ ઊભી થઈ ગઈ એટલે કર્ષિજલાએ કહ્યું “દીકરી ! બહેન ! બેસી જા, ગભરાવાનું કાંઈ પણ કારણ નથી.” પછી અમે ચારે સ્નેહથી ભરપૂર અને હાસ્ય ઉત્પન્ન કરે તેવી વિશ્વાસની વાતો કરતાં અમૃતના સમૂહ જેવા દુર્વાના ઘાસના તકીઆ પર થોડી વાર બેઠા. એ પ્રમાણે અમારી આનંદની વાત ચાલતી હતી તેવામાં યોગ
ઘર નામને કન્યાના અંતઃપુરને દ્વારપાળ (કંચુકી) કંચુકી ત્યાં આવી પહોંચે. તેણે મને પ્રણામ કરીને કનકયોગન્ધર. મંજરીને લાવી. એટલે કપિંજલાએ કંચુકીને પૂ
છયું “ભાઈ યોગશ્વર ! આવી રીતે એકદમ કુંવરીને બોલાવવાનું શું કારણ છે?” જવાબમાં કંચુકીએ કહ્યું મહારાજા સાહેબે (કનકચૂડે) સાંભળ્યું કે બહેનને શરીરે રાત્રે સારું નહતું, તેથી પ્રભાતમાંજ કુંવરીને જોવા માટે તેઓ શ્રી પધાર્યા હતા. કુંવરીના મંદીરમાં જતાં ત્યાં કુંવરી સાહેબ તેઓશ્રીને મળ્યાં નહિ, તેથી મહારાજા સાહેબ જરા ગુંચવાયા અને મને બોલાવીને હુકમ કર્યો કે “અરે કંચુકી ! તું જા અને કુંવરી જ્યાં હોય ત્યાંથી તેને પત્તો મેળવીને તેને મારી પાસે લઈ આવ.” આટલા માટે હું કુંવરી સાહેબને બોલાવવા આવ્યો છું.” પિતાનું વચન કદિ પણ ઉલ્લંઘી શકાય નહિ. તેમ કનકમંજરી માનતી હોવાથી મારા તરફ વારંવાર વાંકી નજરે જેતી અને આળસ મરડતી વગરમને કાપિંજલાની સાથે ત્યાંથી નીકળી અને મારી નજરથી દૂર થઈ. કનકમિંજરી ત્યાંથી વિદાય થયા પછી સારથિએ મને કહ્યું “પ્રભુ!
અહીં હવે વધારે વખત રહેવાની જરૂર નથી.” ત્યાર સેહ. પછી કનકમંજરીને બનાવટી કેપવાળે ચસ્મરણે. હેરો, “અરે કઠોર હૃદયવાળા ! મને છોડ છોડ ! ”
એવાં તેનાં વચને, વિલાસ કરતા દાંતનાં કિર
Page #653
--------------------------------------------------------------------------
________________
૬૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ણુથી રંગાયલા તેના હોઠો, અંતરંગમાં રહેલ હર્ષને બતાવતું સ્મિત હાસ્ય કરતું તેનું આનંદી મુખ, અંતરંગના પ્રેમને સૂચવનારૂં લાપૂર્વક પગના અંગુઠાથી તેનું જમીનનું ખણવું, આડું અવળું જોવાના બહાને અંતઃકરણની અભિલાષાને બતાવનાર તેનું મારી સામું જોઇ લેવું અને એવી એવી બીજી મઢનમંજરી સંબંધી બનેલી અનેક વાતે જોકે મદનના તીવ્ર દાહને વધારનાર હતી તેાપણુ મેાહને લઇને હું તેને દાહને શમાવનાર અમૃત જેવી માનતા હોઇને તેને વારંવાર મનમાં યાદ કરતા મારા મંદિરે પહોંચ્યા. દિવસને યોગ્ય મેં સર્વ કામ ત્યાર પછી પતાવી દીધું.
લગ્ન.
6
અરાબર મધ્યાહ્ને દાસી દલિકા મારી પાસે મારે મંદિરે આવી અને મને કહેવા લાગી “ પ્રભુ ! મહારાજા સાહેબ કનચૂડે મારી સાથે કહેવરાવ્યું છે કે મેં આજે જોશીને બેલાવી લગ્નના દિવસ પૂછ્યો તે જણાય છે કે આજ સાંજે લગ્ન અહુ સારૂં આવે છે.’” આવાં કદલિકાનાં વચન સાંભળીને હું રતિસમુદ્રમાં ડૂબી ગયા અને આવા વધામણીના સમાચાર લાવવા માટે મેં કલિકાને મોટું ઇનામ આપ્યું. થોડો વખત થયા ત્યાં તેા હાથમાં કળશ લઇને સ્ત્રીએ આવી પહોંચી અને તેમણે મને જ્ઞાન કરાવ્યું. પછી મંગળ માટે મારે હાથે હસ્તસૂત્ર બાંધ્યું. ત્યાર પછી મોટાં મોટાં દાન આપવામાં આવ્યાં, મંદીખાનામાંથી કેદીઓને છેડી દેવામાં આવ્યાં, નગરદેવતાનું પૂજન કરવામાં આવ્યું, વૃદ્ધ વડીલ પુરૂષાનું યેાગ્ય સન્માન કરવામાં આવ્યું, બજારમાં ખાસ શોભા કરવામાં આવી, મેટા રસ્તાઓ વાળી ઝુડીને સાફે કરવામાં આવ્યા, પ્રેમી પુરૂષોને પૂરતા સંતાષ આપવામાં આવ્યા. વળી તે પ્રસંગે રાજમાતાએ ગીત ગાવા લાગી, અંતઃપુરની દાસીએ નાચવા લાગી, રાજ્યવલ્લભ પુરુષા વિલાસ કરવા લાગ્યા. આવા વાતાવરણમાં તે વખતે અત્યંત આનંદ સાથે હું રાજ્યજીવનમાં દાખલ થયા. કનકચૂડ મહારાજાના કુટુંબમાં મુસલતાડનાર ( સાંબેલું મારવું-અથડાવવું) વિગેરે જે જે આચારા થતા હતા તે તે સર્વ કરવામાં આવ્યા.
રાજાને સંદેશા અને તેજ દિવસે લગ્ન.
૧ હાલ મીંઢાળ બાંધવામાં આવે છે તેને મંગળસૂત્ર કહેવામાં આવે છે. ૨ મુસલતાડનાઃ વર તથા કન્યાના કુટુંબના રિવાજ પ્રમાણે આવા અનેક આચારે કરવા પ્રચલિત છે. મુસલ તાડનામાં કન્યા તથા વર પરસ્પર મુસલ ( સાંખેલું ) મારવાને દેખાવ કરે છે. એવીજ રીતે કારડા મારવાને રિવાજ પણ અન્યત્ર સાંભળ્યા છે.
Page #654
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪].
કનક મંજરી.
૬૧૩
ત્યાર પછી મને લગ્નમંડપમાં ખાસ રચેલા માતૃગૃહ (મા
યરા) માં દાખલ કરવામાં આવ્યું. ત્યાં મેં કનકકનકમંજરીને મંજરીને જોઈ. તેના અતિશય રૂપને લીધે તે ચામર હસ્તમેળાપ. ઉપાડનાર સ્ત્રીઓને પણ ઝાંખી પાડી દેતી હતી,
ઈન્દ્રિયજન્ય વિલાસની બાબતમાં મદનપ્રિયા - તિથી પણ વધી જાય તેવી દેખાતી હતી, તેના કેશના ગુચ્છા લાંબા જણાતા હતા, તેના બન્ને સુઘટ્ટ ગોળ મટોળ સ્તને ચકવાક ચક્રવાકીના જોડલાનો ભ્રમ ઉત્પન્ન કરતા હતા, તેના નાકની ડાંડી બરાબર ઘાટસર માપવાળી અને યોગ્ય આકારમાં આવી રહેલી જણાતી હતી, રાતા અશકની નવીન કુટેલી ડાંડી જેવા આકારવાળા તેના હાથે અત્યંત દીપતા હતા, તેની આંખે રાતા કમળનાં પાંદડાં જેવી સુંદર દેખાતી હતી, હાથીની સુંઢના આકારને ધારણ કરનાર તેની જાંઘો અત્યંત ખેચાયુકારક લાગતી હતી, તેના નિતંબો અત્યંત વિસ્તારવાળા જાડા દેખાતા હતા, તેની કેડના ભાગમાં પેટ ઉપર વાટા પડતા હતા, તેના અંબોડાનાં બાલ તદ્દન કાળા, ચીકાશદાર અને ગુચ્છાદાર હતા, તેના બન્ને પગ જાણે જમીન પર ઉગેલ કમળનું જોડલું હોય તેવા શોભતા હતા; આવું તેનું રૂપ જોઈને મારાં વિવેકનેત્રો બંધ થઈ ગયાં; તેને લીધે મને એમ લાગ્યું કે જાણે તે કામદેવના રસની તળા વડી છે, જાણે સુખની મોટી રાશિ છે, જાણે રતિનો નિધાન (ભંડાર) છે, અને રૂપ અને આનંદની ખાણ છે–આવી મુનિઓનાં મનને પણ પિતાની તરફ આકર્ષી શકે તેવી સુંદર અવસ્થાને અનુભવ કરાવતી કનકમંજરી મારા જેવામાં આવી. પછી અત્યંત આનંદ પૂર્વક મુખ્ય તિષી (જોશી) ના કહેવા પ્રમાણે અમારે હસ્તમેળાપ કરવામાં આવ્યો, ચકો ફેરવવામાં આવ્યાં, વિધિ પ્રમાણે આચારે કરવામાં આવ્યાં, લેકેના ઉપચાર-ઉજાણી વિગેરે કરવામાં આવ્યા. એમ અત્યંત આનંદપૂર્વક અમારે લગ્નને યજ્ઞ પૂર્ણ થશે. પછી ખાસ વાસભુવન કે જે શોભામાં દેવભુવનને પણ હસી કાઢે તેવું હતું અને જ્યાં કનકમંજરી રહેતી હતી ત્યાં પ્રેમરૂપ અમૃતસમુદ્રમાં ડૂબકી મારતો હું દાખલ થયો. અમારે અરસ્પરસનો પ્રેમ વધતો ગયો અને તેવી રીતે અમે કેટલાક દિવસો એ વાસભવનમાં અત્યંત આનંદમાં વીતાડયા.
૧ ચામર વીંજનાર સ્ત્રીઓ હંમેશા ઘણી સુન્દર હોય છે. વેશ્યા જાતિમાંથી સુન્દર સ્ત્રીઓને તે કામ માટે પગાર દઈને રાખવામાં આવે છે.
Page #655
--------------------------------------------------------------------------
________________
LT - ED: I. EAતિ
bi- IFTIS' PiEEPLIES
પ્રકરણ ૨૫ મું.
હિંસાની અસર તળે. મારી સાથે લડનાર વિભાકરને લડાઈમાં ઘા વાગ્યા હતા તે હવે રૂઝાઈ ગયા હતા, તેનું શરીર પણ સુ| ધરી ગયું હતું, તેને મારા ઉપર ભારે સ્નેહ બંધાઈ
ગયો હતો અને મારામાં વિશ્વાસ પણ ઉત્પન્ન થયો
હતો. તેને થોડા દિવસ રાખીને ઘણું માનપૂર્વક તેના પરિવાર સાથે તેના દેશ તરફ મહારાજા કનચૂડે વિદાય કર્યો. બીજા વીરસેન વિગેરે અંબરીષ જાતિના ચેરે હતા તેઓ તેઓના
નાયક પ્રવરસેનના મરવાથી મારા દાસ થઈને મારી શત્રુઓને સાથે રહ્યા હતા તેઓને પણ યોગ્ય સન્માન આપીને યોગ્ય માન. તેઓનાં સ્થાન તરફ વિદાય કરી દીધા. હવે મારા
મનમાં કઈ પણ પ્રકારની ચિંતા રહી ન હોતી, મને કઈ તરફથી સંતાપ થાય એવો ભય પણ ન હતો-એવા સર્વથા અનુકૂળ સંયોગોમાં મારી પ્રેમાળ ભાર્યા-રાવતી અને કનકમંજરીની સાથે આનંદસમુદ્રમાં કલ્લેબ કરતો કનકચૂડ રાજાના કુશાવર્તપુર નગ૨માં હું કેટલોક વખત રહ્યો.
નંદિવર્ધનની ખોટી સમજણ, હિંસાદેવીના ખાટાં માનપાન,
પુણોદયનું તદ્દન વિસ્મરણ, આવી રીતે મને સર્વ પ્રકારે આનંદ થતો હતો તેનું ખરેખરૂં કારણ તે મારો મિત્ર પુદય જ હતા, પરંતુ મહામહને લઈને મારૂં મન તદ્દન અંધકારમય દશામાં આથડતું હોવાને લીધે મને તો હમેશાં એમજ લાગતું હતું કે અહો ! હિંસા ભાર્યા અને મિત્ર વૈશ્વાનરનો પ્રભાવ તે જુઓ ! એ બન્નેના પ્રભાવથી આવી કનકમંજરી જેવી
૧ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૨૩ મું.
૨ પ્રવરસેનને લડાઇમાં નંદિવર્ધને માયો હતે. જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૨૨ મું. ત્યાર પછી અંબરીષ ચોરેને નાયક વીરસેન થયો હશે એમ જણાય છે.
Page #656
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫] હિંસાની અસર તળે.
૬૧૫ સુંદર ભાર્યા જે ખરેખર ઉપમા ન આપી શકાય તેવા આનંદ અમૃત રસના કૂપ જેવી છે તેની પ્રાપ્તિ થઈ! મહારાજા કનકચૂડે મણિમજરીને પોતે જ કહ્યું હતું કે કુમ અને સમરસેન બન્ને ઘણુ બળવાનું યોદ્ધાઓ હતા છતાં તેઓને રમતમાત્રમાં કુમાર નંદિવર્ધને (મે) પાડી દીધા તેટલા માટે તેની સાથે કુંવારી કનકમિંજરીનાં લગ્ન કરવાં જોઈએ–આ વાત મણિમંજરીએ કપિંજાને કહી હતી, કપિલાએ સારથિને કહી હતી અને સારથિએ મને કહી હતી. હવે એ કુમ અને સમરસેન જેવા મહારથીઓને મેં હિંસાદેવી અને વૈશ્વાનર મિત્રના પ્રભાવથીજ મારી હઠાવ્યા એમાં જરા પણ શક નથી. એટલા માટે મને આ કનકમંજરી અપાવનાર ખરેખર તો એ હિંસા અને વૈશ્વાનર જ છે. તેઓનો મારા ઉપર મોટો ઉપકાર છે. આવા આવા વિચાર કરતાં મારા મનમાં હિંસા અને વૈશ્વાનર ઉપર સ્નેહ વધારે વધારે વધતો ગયો. વૈશ્વાનર મિત્ર પર અત્યંત પ્રેમ હોવાને લીધે તે મને નિરંતર
રચિત્ત નામનાં વડાં ખાવા માટે આપતો હતો પ્રથમ વૈશ્વાનરે અને હું તે દરરોજ ખાતો હતો, તેને લઈને મારામાં શરૂઆત કરી. ચંડપણનો-કઠોરતાનો ભાવ આવવા લાગ્ય, અસ
હિતા દેખાવા લાગી, ભયંકરતા જણાવા લાગી, પ્રકાશભાવ હતો તે દૂર થઈ ગયો અને ક્રૂરતા તો મને હાડોહાડ વ્યાપી ગઈ. ટુંકમાં કહું તે મારું પોતાનું સ્વરૂપ તે વખતે લય પામી ગયું અને હું ખરેખર વૈશ્વાનરરૂપ થઈ ગયે. વાત આગળ જતાં તો એટલી વધી ગઈ કે પછી મારે પેલાં વડાં ખાવાની પણ જરૂર રહી નહિ. હું તો સર્વદા ક્રોધથી ધમધમતા રહી જો કોઈ મારી સાથે હિતની વાતો કરે તો તેને પણ ઉધડો લઈ લઉં, અને મારા નોકર ચાકરેને પણ વાંકવગર મારવા મંડી જાઉં. વૈશ્વાનરે મારી આવી સ્થિતિ કરી મૂકી.
શિકારનું વ્યસન અનુક્રમે હિંસાદેવીએ પિતાનો વધારે પ્રભાવ દેખાડવા માં.
મને વારંવાર ભેટી ભેટીને તેણે મને શિકારનો શેખ પછી હિંસાદે લગાડ્યો. એને પરિણામે દરરોજ અનેક જીવોનો હું વિને પ્રભાવ. વધ કરવા લાગ્યો. મને શિકારનું વ્યસન પડ્યું છે
એ વાતની ભાઈ કનકશેખરને ખબર પડી એટલે ૧ જુએ પૃ. ૫૩૯-૫૪૦. ૨ અસલ સ્વરૂપે જીવ જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણ ૩૫ છે. ૩ ૦૧સનઃ ટી ટેવ.
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૧૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૩
તેને વિચાર થયો કે અહા ! આ નંદિવર્ધનનું વર્તન તેા ભારે ગાટાળીયું જણાય છે! એમ કેમ થયું હશે ! એ નંદિવર્ધન સુંદર છે, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છે, મહા શૂરવીર છે, ભણેલા ગણેલા છે, મહારથી છે, છતાં તે મારા આનંદમાં જરા પણ વધારો કરતા નથી, કારણ કે હિંસાદેવીએ એની સાથે આલિંગન કર્યું છે અને વેશ્વાનરના પ્રેમમાં એ પડ્યો છે, તેથી ખીજા પ્રાણીઓને નિરંતર હેરાન કર્યાં કરે છે અને ધર્મથી તા દૂરના દૂર થતા જાય છે; પરંતુ મારો એ અંધુ છે તેથી મારે તેની ઉપેક્ષા કરવી ઉચિત નથી. તેના હિતનું વચન તેને કહું અને તે પ્રમાણે જો તે વર્તન કરે તે તેનું બહુ સારૂં થાય; પણ વખત છે ને એકલા કહેવાથી એ મારી શિખામણ માન્ય ન કરે, માટે મારે એને જે કાંઇ કહેવું તે પિતાશ્રીની સમક્ષ જ કહેવું જેથી તે કાંઇ નહિ તેા પિતાશ્રીની લજ્જા ખાતર પણ સીધે રસ્તે આવી જશે. માટે પિતાશ્રીની સમક્ષ તેને એવી રીતે કહું કે જેને પરિણામે તે હિંસા અને વૈશ્વાનરને ત્યાગ કરી ગુણુના આદર કરે.
રાજસભામાં નંદિવર્ધન.
કનકરશેખરના યેાગ્ય વિચાર.
ક્રોધથી છરી ખેંચી કાઢવી; અવગણના અને તિરસ્કાર.
કનકશેખરે ત્યાર પછી પાતાના પિતા મહારાજા કનકચૂડને એ વાત જણાવી દીધી. ત્યાર પછી એક દિવસ હું રાજ સભામાં ગયા. કનકચૂડ રાજાએ વખત જોઇને મારાં વખાણ કર્યાં. તે વખતે કનકશેખર માલ્યા “ પિતાજી ! આપ કહેા છે તેમ સર્વ રીતે સ્વરૂપથી તે આ નંદિવર્ધન ભાઇ વખાણુને યોગ્ય છે; માત્ર તેના સુંદર રૂપમાં મને તા એક જ વાતનેા વાંધા લાગે છે અને તે એ છે કે તે સજ્જન યુરૂપે નિંદા કરે તેવાઓની સેાખત કરે છે” મહારાજા કનકચૂડે પૂછ્યું “ વળી એવી તે કેાની કુસેાખત તેને લાગેલી છે?” તેના જવામમાં કનકશેખરે કહ્યું “ તાત ! સ્વરૂપથી એકંદરે સર્વ પ્રકારના ઉપતાપને ઉત્પન્ન કરનાર અનેક અનર્થાંના હેતુભૂત એક વૈશ્વાનર નામને તેને મિત્ર છે. વળી મેં એમ પણ સાંભળ્યું છે કે આખી દુનિયાને મોટા ત્રાસ ઉત્પન્ન કરનાર અને મોટું પાપ અંધાવનાર હિંસા નામની અંતરંગ પત્ની સાથે પણ તેને ઘણા સંબંધ છે. આ બન્નેની સાથે તે
૧ શ્લેષ છે. સ્વરૂપ-તેનું પેાતાનું આત્મિક રૂપ અને વાસ્તવિક ખાદ્ય રૂપ
નકરશેખરની
સાચી શિખામણ,
Page #658
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૨૫]
હિંસાની અસર તળે.
(૭
જ્યાં સુધી હેાય ત્યાં સુધી તેનામાં ગમે તેટલા ગુણા હોય તે પશુ કાસકુસુમ (શેરડીના ફુલ )ની પેઠે તે સર્વ ગુણી નકામા છે.” કનકચૂડ મહારાજા બોલ્યા “ જો એમ હોય તે તે એ બન્ને પાપીઓના ત્યાગ કરવા એ જ સારું છું. તેવા સાથે સંબંધ રાખવામાં લાભ નથી, કારણ કે જે માણસ પેાતાનું હિત ઇચ્છતા હેય તેણે સંબંધ એવા સાથે કરવા જોઇએ કે જે આ ભવમાં અને પરભવમાં હિત કરે અને અન્ને લોકને સુધારે. વળી સ્વહિતેચ્છુ માણસે એવી જ સ્ત્રીસાથે લગ્ન કરવું જોઇએ કે જે લેાકેાને આનંદ આપે અને ધર્મસાધન કરવામાં વધારે કારણભૂત અને; પરંતુ જે સ્ત્રીની ચેષ્ટા મૂળથી ખરાબ હાય તેની સાથે કદિ સંબંધ કરવા ન જોઇએ, ”
હું તેા હમેશાં ક્રોધાગ્નિથી ધમધમેલા રહેતેા હતા, તે અગ્નિમાં મહારાજ કનકચૂડ અને કુમાર કનશેખરના વચનથી ઘી હેમાણું, એટલે મારા ક્રોધાગ્નિ વધારે સળગી ઉઠ્યો. તેના જોસથી મેં મારૂં માથું હલાવ્યું, જમીનપર હાથ પછાડ્યા, પ્રલયકાલ વખતે થાય તેવા મોટા હુંકાર કર્યો અને ભયંકર ચકળ વકળ થતી નજરે રાજા અને રાજકુંવર તરફ જોયા પછી રાજા નકચૂડને ઉદ્દેશીને મોટેથી કહ્યું “ અરે મૃતક! મારા જીવતર જેવા વૈશ્વાનર અને હિંસાને તું પાપી કહેનાર કણ થાય છે? તને એટલું પણ ભાન નથી કે કેાની શીખામણ આપ-કૃપાથી આ રાજ તને પાછું મળ્યું છે ? જો આ મારે નાર પર ઉગ્ર ક્રોધ, મિત્ર વૈશ્વાનર ન હેાત તેા તારો આપ પણ મહા સ મર્થ બળવાન્ સમરસેનને અને દુમને મારી નાખવાને કદિ પણ શક્તિવાન થાત ખરા ? અરે તેમાંથી એકને પણ મારી હડાવે તેવા તારી પાસે કાણુ છે? તે તે તું મને બતાવ. ” પછી કુમાર કનકરશેખરને ઉદ્દેશીને મેં કહ્યું “ અરે નીચ ચંડાળ ! શું તું મારાથી પણ મેટા પંડિત થઇ ગયા છે કે અત્યારે મને શિખામણ દેવાને
'
નીકળી આવ્યા છે ?
આ મનાવ નજરે જોઇને અને મારાં વચન સાંભળીને રાજા કુનકચૂડને તો મોટું આશ્ચર્ય થઇ આવ્યું અને કુમાર નકશેખરે કાંઇક પેાતાનું માઠું મલકાવ્યું. તેઓના મુખ પર આવા રંગ જોઇને મેં મારા મનમાં વિચાર કર્યો કે—અહા ! આ તે મને ગણતા પણ નથી ! તેજ
૧ કાસકુસુમ: શેરડીના ફુલ ધેાળા હોય છે પણ કાંઇ પણ ઉપયોગમાં આવતાં નથી, તદ્ન નકામા હેાય છે.
૨ મૃતકઃ મડદું, બાયલાને ઉદ્દેશીને કહેવાતા શબ્દ
Page #659
--------------------------------------------------------------------------
________________
૬૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩
વખતે મેં ચકમકતી છરી ખેંચી કાઢી અને મહેઠેથી કનકશેખર કહ્યું “અરે ઘરમાં બેસીને વાત કરનારા બાયલાઓ! પર ધસારે. તમે જુઓ ! જરાક વારમાં મારો અને મારા મિત્ર
વૈશ્વાનરને કેવો ચમત્કાર છે તેની વાનકી તમને હમણુંજ બતાવું છું. તમારા હાથમાં તમારે જોઈએ તે હથિયાર લઈ તૈયાર થાઓ.”
તે વખતે હાથમાં ઉઘાડી છરી અને મોટેથી બેલવાને લીધે ફાટી જતી જીભવાળે મને જોઈને રાજસભાના સભ્યો તે સર્વ દૂર થઈ ગયા, આઘાપાછા થઈ ગયા. મહારાજા કનકચૂડ અને કુમાર કનકશેખર તે પોતાના સ્થાનથી જરા પણ હાલ્યા ચાલ્યા નહિ. તે વખતે પુણ્યોદય હજુ મારી સાથે હોવાને લીધે અને મહારાજા કનકચૂડ તથા
- કુમાર કનકશેખરને પ્રતાપ ઘણે હેવાને લીધે તેને કનકચૂડ કનેકશે મજ ભવિતવ્યતાને યોગ પણ તેવા પ્રકારને હેવાને ખર સાથે શત્રુતા લીધે કેઈના ઉપર ઘા કર્યા વગર હું રાજસભાસ્થા
નમાંથી બહાર નીકળી ગયો અને મારે મંદિરે આવ્યું. ત્યાર પછી મહારાજા કનકચૂડે અને તેના કુમારે મારા વિષે અવગણના કરી દીધી અને હું પણ તે બન્નેને મારા દુમન જેવા લેખવા લાગ્યો. અમારા વચ્ચે જે સાધારણ લોકવ્યવહાર હવે જોઈએ તે પણ ત્રુટી ગયો.
પ્રકરણ ૨૬ મું. પુણ્યદયથી વંગાધિપતિપર વિજ્ય.
GitHTER 11 ItihHlJg
BRS Act
gree
1 | 6
નકચૂડ મહારાજા અને કનકશેખર સાથે મારે લગભગ અબેલા થયા, કઈ પણ પ્રકારનો વ્યવહાર રહ્યો નહિ અને હું તે નગર છોડી જવાને વિચાર કરતો છે. હવે તે દરમ્યાન સુરતમાંજ મારા પિતાના નગર
જયસ્થળથી દારુક નામનો દૂત આવ્યો. મેં તેને બરાબર ઓળખ્યા પછી તેણે મને વાત કહેવા માંડી. અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ.
જયસ્થળના સમાચાર દૂત-“કુમારશ્રી ! મને પ્રધાને એ તમારી પાસે મોકલ્યો છે.”
Bit said
Page #660
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ ] પુણ્યોદયથી વંગાધિપતિ પર વિજય.
મારા મનમાં તે વખતે શંકા થઈ કે અરે ! આ દૂતને પિતાશ્રીએ ન મોકલ્યો અને પ્રધાનોએ મારી પાસે મોકલ્યો તેનું શું કારણ હશે ? આવી શંકા મારા મનમાં થવાથી મેં તેને પૂછયું “અરે ! દારુક ! પિતાજી તે ક્ષેમકુશળ છે ને?”
દૂત–“હાજી ! પિતાજી તે કુશળ છે! વાત એમ છે કે વિંગદેશને યવન નામનો રાજા છે જે આપના ધ્યાનમાં હશે. તેણે આવીને પિતાના મોટા બળથી આપણું નગરની ચારે તરફ મેટ ઘેરે ઘાલ્યો છે, આપણું ગઢની બહારને આપણો આખો પ્રદેશ તેણે જીતી લીધો છે, આપણાં અનેક સ્થાનકે સર કર્યો છે અને આપણે ઘાસ અને ખોરાકને જ્યાં સંગ્રહ કર્યો હતો તે સ્થાને પણ તેણે તોડી નાખ્યાં છે. એ યવનરાજને હઠાવવાને ઉપાય કઈ પણ હાથમાં રહ્યો નહિ તેથી તમારા પિતાજી (પઘરાજા) ક્ષીર સમુદ્રના જેવા ગંભીર હૃદયવાળા હોવા છતાં પણ થોડા ઘણું વિહળ થઈ ગયા, મંત્રીઓ બધા વિષાદ પામી ગયા, પ્રધાનોનાં મન ઊંચાં થઈ ગયાં, નગરલેકે સર્વ ત્રાસ પામી ગયા; અરે સાહેબ ! કેટલી વાત કહું? હવે શું થશે એ વિચારમાં આખું નગર દૈવને શરણે પડી ગયું. બધા લોકે નસીબ જે કરે તે જોવાશે એવો વિચાર કરવા લાગ્યા. તે વખતે મંત્રીઓ અને પ્રધાનોએ મળીને ઘણો વિચાર કર્યા પછી નિશ્ચય કર્યો કે આ યવનરાજ જેવા મોટા શત્રુને તે કુમાર નંદિવર્ધન જ ઉખેડીને ફેંકી દઈ શકે, બીજા કેઈનામાં એવા પ્રકારની શક્તિ જોવામાં આવતી નથી. મંત્રીએમાં પછી નીચે પ્રમાણે સલાહ થઈ – :
મતિધન–“હાલ જે વિચાર ( નિર્ણય) ઉપર આપણે આવ્યા
છીએ તે મહારાજા પધરાજાને જણવે.” બુદ્ધિવિશાળ-નહિ ! નહિ! આ વાત મહારાજાને તે જણું
વવી જ નહિ” મતિધન કેમ! એમ કરવામાં શું વાંધે છે?” બુદ્ધિવિશાળ—પદ્મરાજાને પિતાના પુત્ર ઉપર ઘણો પ્રેમ છે તેથી આવા સંકટના વખતમાં પોતાનો પુત્ર અહીં આવે તે
વાત રાગને લીધે કદાચ તેમને (મહારાજાને) પસંદ નહિ આવે, ૧ પૂર્વ બંગાળાને પ્રદેશ.
૨ પદ્મરાજાના ચાર કાઉસીલરો હતા. તેઓનાં નામ અનુક્રમે મતિધન, બુદ્ધિ વિશાળ, પ્રજ્ઞાકર અને સર્વરચક હતાં.
3 Pourparler,
Page #661
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તેટલા માટે આ હકીકત મહારાજાને ન જણાવવી એજ વધારે સારું છે.” પ્રજ્ઞાકાર–અરે મતિધન ! આ બુદ્ધિવિશાળે જે વાત કરી છે
તે બહુ વિચારવા ગ્ય છે અને તે વાત મને તે ખરેખરી જણાય છે. એ બાબતમાં ઘણું વિકલ્પો કરવામાં શું ફળ છે? મારા વિચાર પ્રમાણે તે મહારાજાને કાંઈ પણ ખબર આપ્યા વગર ખાનગી રીતે જ દૂતને કુમારની પાસે મોકલી આપ અને તેને સર્વ સમાચાર જણાવી તેઓશ્રીને અહીં જલદી તેડાવી મંગાવવા, જેથી સર્વ જગાએ એકદમ શાંતિ ફેલાઈ જાય.” મતિધન–“ભલે, એમ કરવું તે મને પણ ઠીક લાગે છે.”
મહારાજ નંદિવર્ધન ! આ પ્રમાણે પ્રધાનવર્ગમાં વાતચીત થયા પછી સર્વરચક પ્રધાને મને આપની પાસે મોકલ્યો છે.”
નંદિવર્ધનનું જ્યસ્થળ તરફ પ્રયાણ, વૈશ્વાનરની સતત બળવાન અસર,
વડાંના પ્રયોગની જરૂર ન રહી. દતની આટલી વાત સાંભળી એટલે મારા શરીરમાં રહેલ વિશ્વાનર મિત્ર જાગૃત થઈ ગયે. વળી પિતાને ઘણી સારી તક મળશે એ વિચારથી મારી હિંસાદેવી પણ ખૂબ હસી. મેં મોટેથી કહ્યું “અરે લકરને ઉપડવાની ભેરી વગાડે ! કુચ કરવા માટે રણશીંગડું ફંકે!
ચારે પ્રકારની મારી સેનાને તૈયાર કરે !” મારી આવી ઈચછા જાણીને મારા અધિકારીઓએ એકદમ સર્વ તૈયારી કરી દીધી. મારા તમામ લશ્કરને તૈયાર કરીને હું તેની સાથે ચાલી નીકળ્યો. મેં ક્રોધને વશ થઈને મહારાજા કનકચૂડને કે કુમાર કનકશેખરને એક શબ્દ પણ કહેવરાવ્યો નહિ. માત્ર કનકમંજરી ઉપર પ્રેમ હોવાને લીધે મણિમંજરી અમારી સાથે આવવા તૈયાર થઈ. અમે તે દરમ જલે કુચમુકામ કરતાં ઘણું જલદી જયસ્થળનગરની સમીપ બહુ ડા દિવસમાં આવી પહોચ્યા.
ત્યાર પછી મેં વિશ્વાનર મિત્રને કહ્યું “મિત્ર ! મારામાં હવે તે આખો વખત તેજ રહ્યા જ કરે છે તેથી વડા પ્રગ કરવાની તે
૧ ચાર પ્રકારની સેનાને ચતુરંગ સેન કહે છે. તેમાં હાથી, રથ, હયદળ (Cavalry) અને પાયદળ (Infantry) ને સમાવેશ થાય છે.
૨ કોધ-રો.
Page #662
--------------------------------------------------------------------------
________________
૬૨૧
પ્રકરણ ૨૬] પુણદયથી વંગાધિપતિપર વિજય. મને કોઈ જરૂર પણ પડતી નથી. અગાઉ તેજ લાવવા માટે વર્ડ લેવું પડતું હતું. આટલે બધે ફેરફાર થઈ જવાનું શું કારણ હશે?” વૈશ્વાનરે મને જવાબ આપ્યો “મિત્ર ! કૃત્રિમતા વગરની ભક્તિને અમે તાબે થઈ જઈએ છીએ અને બેટી ભક્તિની અમે બહુ થેડી દરકાર કરીએ છીએ. કુમારની અમારા ઉપર અંતઃકરણની ઊંડી ભક્તિ છે. મારા વીર્યથી થયેલા એ ક્રચિત્ત નામનાં વડાં જે પ્રાણુની અમારા પર ભક્તિ હોય છે તેઓના જ ચિત્તમાં પ્રવેશ કરે છે. આવી રીતે તારા ચિત્તમાં ગયેલાં વડાં હવે તે તારામય થઈ ગયાં છે, તું અને વડાં એકરૂપ થઈ ગયાં છે, તેથી ટુંકામાં કહું તો હવે તે મિત્ર ! તું વડાના પ્રતાપથી વીર્યની બાબતમાં લગભગ તદ્દન મારા જેવો જ થઈ ગ છે. વળી મારાં વચનને અનુસરીને આ હિંસાદેવી પણ તેને સાક્ષાત્ મળી ગઈ છે અને તારા જેવી જ થઈ ગઈ છે. તારૂં શરીર વૈશ્વાનરમય અને તે પિતે હિંસામય થઈ ગયો છે. તારે હવે કઈ પણ પ્રકારનો સંદેહ રાખવો નહિ.” મેં તેને જવાબ આપ્યો “એક સંદેહ હજુ પણ છે.”
વંગરાજ સાથે મહાયુદ્ધ–વર્ણન. અમારી બે વચ્ચે આવી વાતચીત ચાલતી હતી ત્યાં તો દુમિનનું લશ્કર અમારી નજરે દેખાવા લાગ્યું. એ લશ્કરે પણ અમારૂં લકર દૂરથી જોઈ લીધું. તુરત જ દુશ્મનનું લશ્કર વ્યુહના આકારમાં ગોઠવાઈ ગયું અને અમારી સામે લડવા માટે સામે આવવા લાગ્યું. અમારા લશ્કરની અને દુશમનના લશ્કરની વચ્ચે તે વખતે જ મોટું તુમુળ યુદ્ધ શરૂ થયું. રથના ઘુઘરાના મોટા અવાજથી તે ગાજવા લાગ્યું, હાથીઓની મોટી ગર્જનાથી વિકાળ દેખાવા લાગ્યું, મોટા ઘડાઓના હષારવથી (ખોંખારાથી) ધમાધમવાળું દેખાવા લાગ્યું અને પાયદળના અવાજથી તે ભયંકર દેખાવા લાગ્યું. થોડી વારમાં તે રથ નીચેના ચક્રો તેમજ ધોસરાઓ ભાગી જવા લાગ્યા, મોટા મોટા મોન્મત્ત હાથીઓ ભેદાઈ જવા લાગ્યા, ઘેડાની પંક્તિઓ નાથ વગરની થઈ જવા લાગી, પાયદળ લકરનાં માથાંઓ ધડધડ પડવા લાગ્યાં, લશ્કર અને આછું થવા લાગ્યું, આકાશમાં દેવ અને દાનવો પણું નાસભાગ કરવા મંડી ગયા, માથાં પડ્યાં છતાં ધડે હાથમાં તરવાર લઈને અહીં તહીં રણક્ષેત્રમાં નાચવા લાગ્યાં. આવી રીતે લ
૧ ચકકુમાર શબ્દ મૂળમાં છે. ચકની નાભિ, પૈડાની વચ્ચેનો ભાગ. ૨ તેની ઉપર બેસનાર ઘોડેસવાર રણમાં મરવાને લીધે અનાથ,
Page #663
--------------------------------------------------------------------------
________________
૬૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ડતાં લડતાં વનરાજે અમારી સેનાને હટાવી દીધી. તે વખતે તેના લશ્કરમાં જય શબ્દના કાળાહળ થયા; એટલે હું એકલા તેની સામે ગયેા. યવનરાજ પણ એકલા જ મારી સામે લડવાને આવ્યેા. લડવાની ગડમથલમાં અમારા બન્નેના રથે એકદમ ઘણા નજીક આવી ગયા. તે વખતે ધોંસરાના આગળના ભાગ ઉપર ઊભા રહીને મેં એક મોટા કુદકા માર્યો અને હું તેના રથમાં પડ્યો-પડતાની સાથેજ યવનરાજનું માથું મારે હાથેજ મેં કાપી નાખ્યું. તે વખતે અમારૂં લશ્કર જે પાછું હડતું જતું હતું તેણે માટે સંતોષસૂચક જયરામ્દ કર્યો અને મારી તરફ પાછું ફર્યું.
માતાપિતા અને નાગરિકા સાથે હર્ષમેળાપ,
તે વખતે દેવતાઓ, ગાંધવ અને રાક્ષસેા મારા પરાક્રમનું વર્ણન કરતાં સુગન્ધી જળ અને ફુલના મારા ઉપર વરસાદ વરસાવવા લાગ્યા. સામી બાજુના લશ્કરના નાયકને નાશ થયેલા હેાવાને લીધે તે આખું લશ્કર જરા પણ મુશ્કેલી વગર મારા હુકમને ઉઠાવનાર દાસપણાને પામી ગયું. મારા પિતા તથા માતા આ સમાચાર સાંભળીને નગર બહાર નીકળીને મને મળવા આવ્યા, સાથે પેાતાના આખા અંવર્ગને પણ તેડતા આવ્યા અને નગરવાસી જને પેાતાના બાળકોને લઇને મને ધન્યવાદ આપવા ત્યાં હાજર થઇ ગયા.
તે વખતે રથમાંથી ઉતરીને હું પિતાજીને પગે પડ્યો. પિતાએ મારે ખભે હાથ મૂકીને મને ઊભા કર્યાં અને હર્ષનાં આંસું વર્ષાવતાં મને પિતાજી ભેટી પડ્યા અને મારા મસ્તકને વારંવાર ચુંબન કરવા
લાગ્યા. તે વખતે મેં દૂરથી મારા માતાજીને જોયા એટલે તુરત જ હું તેમને પગે પડ્યો. તે મને ભેટ્યા અને મારા મસ્તકને ચુંબન કર્યું અને આંખમાં હર્ષના અશ્રુ લાવતાં તે ગદ્ગદ્ વાણીથી મને ક હેવા લાગ્યા · ભાઇ ! તારી માતાનું હૃદય તે ખરેખર વજ્રની શિલાના કટકાથી ઘડાયલું હોય એમ જણાય છે કારણ કે તારા આટલા બધા વખતથી વિયેાઞ થયા છતાં હજુ સુધી તે સેવાર ફાટી ગયું નથી. અહાહા ! અહિં તે પ્રાણી જેમ ગર્ભાવાસમાં સપડાઇ જાય તેમ અમે
6
૧ પુત્ર અથવા નાની વયના માણસ ઉપર વાત્સલ્ય દર્શાવવા માટે તેનું મસ્તક સુંધવાની રીત અત્યારે પણ બંગાળામાં પ્રવર્તે છે. આ રિવાજ પહેલાં સર્વત્ર પ્રચલિત હતા એમ ઘણા કથાપ્રસંગેામાં લેવામાં આવ્યું છે. એવીજ રીતે મસ્તકને ચુંબન કરવાના રિવાજ પણ માન આપવાને અંગે વાત્સલ્યભાવ બતાવે છે.
Page #664
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬] પુણ્યોદયથી વંગાધિપતિપર વિજય. ૨૩ સર્વે નગરોધમાં સપડાઈ ગયા હતા તેમાંથી અમને સર્વને તે આજે છેડાવ્યા. અહો ! મારા આયુષ્યથી પણ તું વધારે જીવ !”
મારી માતુશ્રીના આવા લાગણીના શબ્દો સાંભળીને હું જરા શરમાઈ ગયું અને મેં જમીન તરફ જોયું અને સર્વે ત્યાર પછી રથમાં આરૂઢ થયા,
છત સાથે જ્યસ્થળમાં પ્રવેશ શત્રુને એવી રીતે મારી હઠાવવાથી અને મારે મેળાપ થવાથી રાજપુરૂષે ઘણું હરખમાં આવી ગયા અને શત્રુનાશથી પિતાને થયેલ આનંદ અનેક રીતે બતાવવા લાગ્યા. કેઈ દાન આપવા લાગ્યા, કે અંતરની હોંસથી ગાયન કરવા લાગ્યા, કેઈ ભેરીના મોટા અવાજ સાથે આનંદપૂર્વક નાચવા લાગ્યા, કેટલાક મધુર હર્ષનાદ કરવા લાગ્યા, કેટલાક મેટેથી જય જય સ્વર કરવા લાગ્યા. કેટલાક કેસર અને સુખડેનું ચૂર્ણ હાથમાં લઈને ઉડાવવા લાગ્યા, કેટલાક રને વરસાદ વરસાવવા લાગ્યા, કેટલાક અરસ્પર પ્રેમથી વળગીને પૂર્ણપાત્રોને હોસથી લઈ જવા લાગ્યા, નગરના લેકે સર્વ રાજી રાજી થઈ ગયા, કુબડા અને વામન લેકો નાચવા કુદવા લાગ્યા અને અંત:પુરના હજુરીઆઓ ઊંચા ઊંચા હાથે કરીને નૃત્ય કરવા લાગ્યા–આવી રીતે અત્યંત આનંદપૂર્વક પિતાના રાજનગરમાં (જયસ્થળ નગરમાં) મારો પ્રવેશ થયે. હું ત્યાર પછી થેડે વખત રાજસ્થાનમાં રોકાઈને પછી ભારે મંદિરે ગયો.
વૈશ્વાનર હિંસામાં વધારે આસક્તિ.. મનેવિકાર તળે શત્રુ મિત્રનો નિર્ણય.
પુણ્યોદય તરફ ગંભીર બેદરકારી, મારે મંદિરમાં ગયા પછી ત્યાં દિવસને યોગ્ય સર્વ કર્તવ્ય કર્યા. અનેક પ્રકારના અભુત બનાવો ઘણું મોટા પાયા ઉપર બનેલા હોવાથી મારા મનમાં ઘણો આનંદ થયો. ત્યાર પછી આનંદમાં ને આનંદમાં કનકમંજરી સાથે રાત્રીએ શયામાં સુતે સુતે મહામહને વશ
૧ મારૂં બાકીનું આયુષ્ય તને આપી દઉં જેથી તારા આયુષ્ય કરતાં પણ તેટલો વઘારે છવ–આવો ભાવ છે.
૨ અત્યંત આનંદને પ્રસંગે સારા સમાચાર લાવનારને સુંદર વસ્તુઓ એક પાત્રમાં ભરી ભેટ આપવામાં આવે છે તેને “પૂર્ણપાત્ર” કહેવામાં આવે છે.
Page #665
--------------------------------------------------------------------------
________________
૬૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા [પ્રસ્તાવ ૩ થઈને હું મારા મનમાં વિચાર કરવા લાગ્યો કે અહીં મારા મિત્ર મહા
ત્મા વૈશ્વાનરને પ્રભાવ તે કાંઈ અલૌકિક જણાય છે! તેણે મને ઉત્સાહ આપ્યો અને પ્રેરણ કરી તેને લઇને મારા સંબંધમાં આટલી કલ્યાણપરંપરા થઈ આવી. તેને લઈને અને તેની પ્રેરણુથી હું અહીં આવ્યો, મારામાં આટલું બધું તેજ પ્રગટ થયું, મારા પિતા માતાને આટલે બધે સંતોષ થયો અને મેં વિજયપતાકા પ્રાપ્ત કરી ! અને વળી મહાદેવી હિંસાને પ્રભાવ પણ અજબ છે! તે તો એક નજર માત્ર કરીને ઘણું ઉતાવળથી શત્રુઓને કચ્ચરઘાણું કરી નાખે છે! આ મહાદેવી હિંસા જેટલું પ્રત્યક્ષ ફળ આપે છે તેનાથી વધારે પ્રભાવવાળી વૃદ્ધિનું કેઈ કારણ હોય એમ મને લાગતું નથી. આવી રીતે વિચાર કરીને હું વૈશ્વાનર અને હિંસાદેવીમાં વધારે વધારે આ સત થવા લાગ્યો અને તે વખતે મેં મારા મનમાં નિર્ણય કર્યો કે-એ બન્ને (મિત્ર વૈશ્વાનર અને દેવી હિંસા) મારા ખરેખરા સગાં છે, એ મારા મોટા દેવતા છે અને તે બન્ને મારું ખરેખરૂં હિત કરનારા છે. એ બાબત મારા મનમાં હવે વધારે ચોક્કસ થઈ. તેથી વળી વધારે નિશ્ચય એ પણ થયો કે જે કોઈ પ્રાણી એ બન્નેની પ્રશંસા કરે તેને જ મારે ખરે બંધુ સમજો અને તેજ મારે ખરો મિત્ર થઈ શકે અને જે મૂર્ખ પ્રાણ એ બન્ને ઉપર દ્વેષ રાખે તેને ભારે ખરેખર દુશ્મન સમજવો. કમનસીબે મહામોહને વશ થઈને હું તે વખતે જાસુતે નહોતો કે સર્વ પ્રકારનો મને જે જે લાભ મળે છે તે તે મારા પૃદય મિત્રના વેગને લીધે મળ્યો છે. આવી રીતે હિંસા અને વિશ્વાનરમાં આસક્ત થઈને અને પુણ્યદયથી ઉલટી દિશામાં કામ કરવા માંડીને હું ધર્મમાર્ગથી–સાચા-શુદ્ધ-સરળ માર્ગથી વધારે ને વધારે દૂર થવા લાગ્યું.
Page #666
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ મું.
દયાકુમારી.
ના
તપિતાના સન્માન સાથે અને નાગરિકેના પ્રેમ વચ્ચે
- નગરમાં પ્રવેશ કરી દિવસ આનંદમાં અને વહાલી છે હિંસાના વિચારમાં પૂરો કર્યો. તેજ રાત્રિએ થોડું EV NI K ઉંધ્યા પછી રાત જ્યારે થોડી બાકી રહી ત્યારે મારા
રાજરા મનમાં પાછું પાપ પ્રગટ થયું એટલે મારા પિતાશ્રીને અને માતુશ્રીને રીતસર પ્રભાતવંદન કર્યા વગર જ હું અટવી
ના (જંગલ) માં ચાલ્યા ગયે. આખા દિવસમાં મેં અનેક શિકારશોખ. નાના મોટા પ્રાણીઓનો શિકાર કર્યો અને સંસ્થાને વખત થયે એટલે મારે મંદિરે પાછો ફર્યો.
પિતાના વિચારે વિદુરની સૂચના,
નિમિત્તકને જેસ. લગભગ સાંજને વખતે પિતાજીએ વિદુરને પૂછયું કે “ભાઈ વિદુર ! આજે કુમાર આ દિવસે કેમ દેખાય જ નહિ? જરા તપાસ તો કર.” જવાબમાં વિદુરે કહ્યું “પ્રભુ ! હું મારી કુમારશ્રી સાથેની જીની દોસ્તી યાદ કરીને આજે સવારે જ કુમારને મળવા ગયો હતો. ત્યાં કુમારશ્રીના નોકરવર્ગ મને જણાવ્યું કે કુમાર તો થોડી રાત્રી બાકી હતી ત્યારના શિકાર કરવા માટે અટવીમાં ચાલ્યા ગયા હતા. ત્યારે મેં કુમારના હજુરીઆઓને પૂછ્યું કે “મૃગયા કરવાને કુમારશ્રી આજે જ ગયા છે કે દરરોજ તેવી જ રીતે જંગલમાં તેઓશ્રી જાય છે? તેના જવાબમાં મને નોકરે જણાવ્યું કે “જે દિવસથી કુમાર અહીંથી વિદાય થઈને રસ્તામાં હિંસા દેવીને પરણ્યા ત્યારથી દરરેજ શિકાર કરવા જાય છે. જે શિકાર કરવા જતા નથી તે તેઓને જરા પણ
૧ વાંચનારને યાદ હશે કે સ્પર્શનની આખી કથા કુમાર નંદિવર્ધન પાસે કહેનાર આ વિદુરજ હતા.
Page #667
--------------------------------------------------------------------------
________________
દર
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
ચેન પડતું નથી અને વાત એટલે સુધી વધી ગઇ છે કે આ મૃગયા કરવાના શોખ કુમારને પેાતાના પ્રાણથી પણ વધારે વહાલા થઇ પડચો છે.' મહારાજ! આ પ્રમાણે હકીકત સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે અહા ! આ તે દેવે અમને સજ્જડ ફટકો માર્યો ! મારા મનમાં તે વખતે આ કહેવત યાદ આવી ગઇઃ ઊંટની પીઠ ઉપર જે સમાઇ ન શકે તે તેને ગળે બંધાવવામાં આવે છે.રે અરેરે ! કુમારને પેલા પાપી મિત્ર વૈશ્વાનર સાથે યાગ થયા તેને પરિણામે અમે તેા ઠાર થઇ ગયા ! કારણ કે એ પાપીની દાસ્તીને પરિણામે વળી હિંસા દેવી કુમારશ્રીની ભાર્યાં થઇ પડી! આ બાબતના વિચારમાંજ આજને મારે આખા દિવસ પસાર થઇ ગયા. મહારાજ ! આ કારણથી કુમાર આપની પાસે આજે આવ્યા નથી એમ જણાય છે.”
વૈશ્વાનર
ને ફટકા.
મહારાજ પદ્મરાજાએ વિદુરના આવેા જવાબ સાંભળી વિચારમાં પડી જઇ કહ્યું “ વિદુર! આ શિકારના શોખ મહા પાપનું કારણ છે અને તેમ હોવાથી જ અમારા વંશના કોઇ પણ રાજાએ તેવા શાખ અત્યાર સુધી કર્યો નથી. માટે જો કોઇ પણ પ્રકારે કરીને એ શિકારના શાખના કારણ તરીકે રહેલી પેલી તેની હિંસા નામની સ્રી છે તેને કુમારથી દૂર કરાય તે બહુ સારૂ થાય ! ’’
વિદુરે જવાબમાં મારા પિતાજીને કહ્યું “ સાહેબ ! પેલા વૈશ્વાનરની પેઠે એ હિંસા દેવી પણ અંતરંગ રાજ્યમાં રહેતી હોવાને લીધે એકદમ આપણાથી પહોંચી શકાય તેવી નથી એ મેાટી પંચાતની મા અત છે. પરંતુ સાહેબ ! આજે એમ સાંભળ્યું છે કે પેલા જિનમતજ્ઞ નિમિત્તીઓ હતા તે અહીં ફરીવાર આવેલ છે. જો આપની ઇચ્છા હોય તા તેનેજ બેાલાવીને પૂછીએ કે હવે આ બાબતમાં આપણે શું કરવું ઉચિત છે.” રાજાએ જણાવ્યું કે “ ત્યારે તે તે નિમિત્તીઆને અહીંજ ખેલાવે.”
''
૧ વિદુર પદ્મરાજા પાસે વાત કરે છે.
૨ જેટલા એજો ઊંટની પીઠપર નખાય તેટલા નાંખવે, પછી વધે તા તેને ગળે લટકાવી દેવા; વૈશ્વાનરે પણ આજ રસ્તા લીધેા જણાય છે. પેાતે બનતું નુકશાન કર્યું અને વધારામાં વળી આ હિંસા દેવીને કુમારને ગળે વળગાડ્યાં (પરણાવ્યા)–આવે। ભાવાર્થ છે. ચારમય છે 7 માતિ તાળ્યે નિષ્યતે એને મળતી ગુજરાતી કહેવત ધ્યાનમાં આવતી નથી.
૩ જિનમતજ્ઞ નિમિત્તીઆના પૂર્વવર્ણન માટે જુએ પૃષ્ઠ ૩૬૧.
Page #668
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭] દયાકુમારી.
૬૨૭ નિમિત્તીઆએ શિકારને બતાવેલ ઉપાય, રાજાના હુકમ પ્રમાણે વિદુર જિનમત નિમિત્તીઆને બેલાવવા ગયો અને થોડા વખતમાં તેને બોલાવીને પાછો આવ્યો. રાજાએ (મારા પિતાએ) નિમિત્તીઆને ગ્ય અણુમ કરી, યથોચિત માન આપીને તેને બેલાવવાનું કારણ કહી સંભળાવ્યું. નિમિત્તીઆએ બુદ્ધિનાડીનો સંચાર બરાબર તપાસીને પછી વિચારપૂર્વક તાતને કહ્યું “મહારાજ ! આ બાબતમાં એક ઘણો સારો ઉપાય છે. જે એ પ્રમાણે બની આવે તે કુમારને જે સ્ત્રી ઉપર આટલો બધો પ્રેમ લાગે છે તે મહા અનર્થ કરનાર હિંસા દેવી પિતાની મેળે જ દૂર નાસી જાય.”
પઘરાજા–“એ ઉપાય શું છે તે આર્ય! આપ અમને સમજાવો.”
નિમિત્તીઓ“મેં આપની સમક્ષ અગાઉજ કહ્યું હતું કે સર્વ ઉપદ્રવથી રહિત, સર્વ ગુણેનું નિવાસસ્થાન, કલ્યાણપરંપરાનું કારણ અને મંદભાગીઓને મળવું મુશ્કેલ એક ચિત્તસૌંદર્ય નામનું નગર છે. તે નગરમાં લેકેનું હિત કરનાર, દુષ્ટનો નિગ્રહ કરવામાં મહા ઉદ્યોગી, સારા માણસનું પરિપાલન કરવામાં ખાસ ધ્યાન આપનાર અને કેશ તથા દંડથી સમૃદ્ધ થયેલ શુભ પરિણામ નામને રાજા છે. એ રાજાને ક્ષાન્તિ નામની પુત્રીને જન્મ આપનાર નિપ્રકંપતા નામની દેવીનું પ્રથમ વર્ણન કર્યું હતું તેવી જ તે મહારાજાને એક બીજી ચાફતા નામની રાણું છે. તે લોકેના હિતને કરનારી, સર્વ શાસ્ત્રના અર્થની કસોટિ જેવી, સારાં અનુષ્ઠાનોને પ્રવર્તાવનારી અને પાપથી દૂર રહેનારી છે.
ચારૂતા રાણી, { જ્યાં સુધી પ્રાણી એ ચારૂતા દેવીનું સમ્યગ્ન પ્રકારે સેવન કરતા નથી ત્યાં સુધી જ આ સંસારમાં તેઓ સર્વ પ્રકારનાં દુખે ભગવે છે અને ત્યાં સુધી જ તેઓ સ્વર્ગ અને મોક્ષને સુંદર માર્ગ લઈ શકતા નથી–પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે પ્રાણુઓ એ મહાદેવીની વિધાનપૂર્વક સારી રીતે સેવન કરે છે ત્યારે
૧ ચિત્તસૌંદર્યને વર્ણન માટે જુઓ પૃ. ૩૬૧-૨. ૨ શુભપરિણામ રાજના વિગતવાર વર્ણન માટે જુઓ પૃ. ૩૬૨-૩.
૩ ક્ષાન્તિના વર્ણન માટે જુઓ પૃ. ૩૬૫-૭, નિષ્પકપતાના વર્ણન માટે જુએ પૃ. ૩૬૩–૫.
Page #669
--------------------------------------------------------------------------
________________
૬૨૮
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
[પ્રસ્તાવ ૩
તેઓ અનેક પ્રકારના કલ્યાણસમૂહને પ્રાપ્ત કરીને આખરે જરૂર મેક્ષને પ્રાપ્ત કરે છે–આટલા માટે એ ચારતા દેવી લકેના હિતને કરનારી છે એમ ઉપર જણાવવામાં આવ્યું છે.
આ લેકમાં અને પરલોકમાં મહાત્મા પુરૂષોને સંસારસાગરથી પાર ઉતારનાર જે જે મોટાં શાસ્ત્રો છે તે સર્વેમાં બુદ્ધિશાળી તત્વ વિચારકેએ આ મહાદેવીને આદરવા યોગ્ય વ્યક્તિ તરીકે વારંવાર વર્ણવેલી છે–એટલે તત્ત્વજ્ઞ સર્વ શાસ્ત્રકારે ભલામણ કરે છે કે એ દેવીનો આદર કરે. તેટલા માટે જ તે ચારૂતા દેવીને સર્વે શાસ્ત્રના અર્થની કસોટિ કરાવે તેવી કહેવામાં આવી છે, મતલબ કહેવાની એ છે કે એ દેવીની ગેરહાજરી હોય તે શાસ્ત્રની સર્વ બાબત અસદબુદ્ધિના સમૂહ જેવી લાગે છે. અમુક શાસ્ત્ર તત્ત્વને બરાબર બતાવે છે કે નહિ તેની કસોટિ એ દેવીની બાબતમાં તે શાસ્ત્ર શું કહ્યું છે તે પરથી થાય છે. આથી તે દેવીને સર્વ શાસ્ત્રના અર્થની કોટિ જેવી કહેવામાં આવી છે.
લોકોમાં દાન, શીલ, તપ, ધ્યાન, ગુરૂપૂજા, શમ, દમ વિગેરે સારાં અનુષ્ઠાન-શુભ કાર્યો ગણાય છે તે સર્વને એ મહાદેવી પિતાના બળથી પ્રગટ કરાવે છે–પ્રવર્તાવે છે; તેટલા માટે તેને સારું અનુષ્ઠાનને પ્રવતવનારી” કહેવામાં આવી છે.
આ લેકમાં કામ (વિષયેચછા), ક્રોધ, ભય, દ્રોહ (વિશ્વાસઘાત), મોહ, મત્સર (અદેખાઈ), વિભ્રમ (ભ્રાંતિ), શઠતા (લુચાઈ), ચાડી આપણું, રાગ વિગેરે જે જે પાપના હેતુઓ છે એટલે જે સર્વથી પાપ બંધાય છે તે અને આ ચારૂતાદેવી કદિ એક સાથે ત્રણ ભુવનમાં પણ રહેતા નથી તેથી એ ચારતાદેવીને “પાપથી દૂર રહેનારી” કહેવામાં આવી છે.
દયાકુમારી, એ શુભપરિણુમ રાજાને સદરહુ ચારતા દેવીથી એક દયા નામની પુત્રી થયેલી છે; જે દુનિયાને આનંદનું કારણ છે, રૂપથી ઘણું જ સુંદર છે, સગા સંબંધીઓને ઘણું વહાલી છે અને આનંદપરંપરાનું કારણ હોઈને સ્ત્રી છતાં મુનિઓના હૃદયમાં પણ નિરંતર રહેનારી છે.
{ આ સંસારભુવનમાં સર્વે ચરાચર પ્રાણુઓ હમેશા દુઃખને અને મરણને કદિ પણ ઈચ્છતા નથી, દરેક પ્રાણી અંતઃકરણથી
Page #670
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર૭] દયાકુમારી.
૬૨૯ ઇચ્છે છે કે તેને કેઈ પણ પ્રકારનું સ્થળ કે માનસિક દુઃખ ન થાઓ અને મરણ ન થાઓ. આ દયાકુમારી પ્રાણુઓનાં દુઃખ અને મરણને અટકાવે છે તેથી અનિષ્ટને અટકાવનાર હોવાથી તે દુનિયાને આનંદનું કારણ છે. એવું વિશેષણ તેને આપવામાં આવ્યું છે.
એ દયાના મુખમાંથી વારંવાર “ભય પામે નહિ–ભય પામે નહિ” એવા શબ્દો નિરંતર નીકળ્યા કરે છે, તેનું મુખ અત્યંત ઉત્તમ અને ચંદ્રના આકારને ધારણ કરનારું છે, વળી તેને સદાન અને દુઃખત્રાણ નામના ગોળમટેળ સુંદર સ્તને છે, ખૂબ વિસ્તીર્ણ અને જગતને આનંદ આપે તે શમર નામને કેડની નીચેનો ભાગ છે અથવા ટુંકામાં કહીએ તે સામા પ્રાણીને પસંદ ન પડે તે તેના શરીરને કેાઈ પણ ભાગ નથી તેટલા માટે મહાત્મા પુરૂષોએ તેને “રૂપથી ઘણી જ સુંદર છે ” એમ કહીને વર્ણવી છે.
ત્યાર પછી તે દયાકુમારી “ સગા સંબંધીઓને ઘણી વહાલી છે ? એમ કહેવામાં આવ્યું તેનું કારણ સાંભળે. એ દયાના સગા સંબંધીઓમાં ક્ષાંતિ છે, શુભ પરિણુમ છે, ચારૂતા છે, નિપ્રકંપતા છે, શૌચ છે, સંતોષ છે અને ધર્મ વિગેરે મહા ગુણે છે; તેઓને એ હૃદયમાં રહીને બહુ જ આનંદ આપ્યા કરે છે. તેટલા માટે પિતાના બંધુવર્ગને એ ઘણી આહાદ કરનારી છે એમ કહેવામાં આવ્યું છે.
ગેલેકમાં મનુષ્યમાં અને છેવટે મેક્ષમાં જે કાંઈ સુખની શ્રેણી છે તે સર્વ દયાતત્પર પ્રાણુઓના હાથમાં જ હોય છે તેટલા માટે તે કન્યા “આનંદ પરંપરાનું કારણ છે એમ કહેવામાં આવ્યું છે અને તે પ્રમાણે હેવાથી તે સ્ત્રી છતાં પણ મહામુનિઓનાં હૃદયમાં નિરંતર રહેનારી છે એમ સમજવું.
૧ સદાનઃ સુંદર દાન આપવાં તે. ૨ દુઃખત્રાણઃ દુ:ખથી બચાવ. ૩ શમઃ શાંતિ, પ્રશમ.
૪ ક્ષતિ દયાની બહેન થાય છે, “શુભ પરિણામ” રાજા એના પિતા થાય છે, “ચારુતા” એની સગી માતા છે,’ નિષ્પકંપતા” એની ઓરમાન માતા છેઆ સર્વ દયાને બંધુવર્ગ છે. સતિષ વિગેરે સાથેનું તેનું સગપણ ચોથા પ્રસ્તાવમાં જણાશે.
Page #671
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. દયાની ઉપાદેયતા
જિનમતજ્ઞ નિમિત્તીએ આગળ કહે છે કે “ લાકમાં દયા ખરેખરૂં હિત કરનારી છે, દયા સર્વ ગુણાને ખેંચી લાવનારી છે, દયા ધર્મનું સર્વસ્વ છે, દયા દાષાને કાપી નાખનારી છે, હૃદયમાં થતાં સર્વ સંતાપને શાંત કરવાની શક્તિને ધારણ કરનારી છે અને એ જેનામાં હાય છે તેને અનેક પ્રકારની દુરમનાવટની પરંપરા કદિ પ્રાપ્ત થતી નથી. એનું કેટલું વર્ણન કરવું ? એ કમળની જેવી આંખાવાળી દયાકુમારી એટલા ગુણા ધારણ કરે છે કે તેનું સંપૂર્ણ વર્ણન કાણુ કરી શકે ? મહારાજ! મારે તમને કહેવાની મતલબ એ છે કે આ દુનિયામાં હિંસાને નાશ કરવાના એક સિવાય બીજે કોઇ પણ અન્ય ઉપાય નથી અને તે એ જ છે કે જ્યારે ધીરવીર કુમાર એ દયાકુમારી સાથે લગ્ન કરશે એટલે તુરત જ તેની પેલી દુષ્ટ ભાર્યાં હિંસા નાશ પામી જશે-ભાગી જશે. જીઆ, મહારાજ ! એ હિંસા તેા મહાપાપી છે અને અળું બળું થઇ રહેલી છે ત્યારે પેલી દયાકુમારી તે મહાશુદ્ધ છે અને બરફના જેવી ઠંડી છે. એ હિંસા અને દયામાં અગ્નિ અને જળ તેટલા તફાવત છે. ”
૩૦
દયા સાથે લગ્નની ચિંતા.
જિનમતજ્ઞ નિમિત્તીઆનાં આવાં વચન સાંભળીને રાજાએ પૂછ્યું “આર્ય! ત્યારે કુમાર મંદિવર્ધન એ કન્યા સાથે ક્યારે પરણશે?” નિમિત્તીઓ મહારાજ ! જ્યારે શુભપરિણામ રાજા - તાની દીકરીને તમારા છેોકરા સાથે પરણાવવા ઇચ્છશે ત્યારે.”
*
[ પ્રસ્તાવ ૩
પદ્મરાજા—“ ત્યારે એ શુભપરિણામ રાજા ક્યારે પાતાની દીકરી તેને આપશે ?”
નિમિત્તીઓ—“ જ્યારે તે રાજા કુમાર તરફ સીધા ચાલશે ત્યારે અથવા કુમારને તે શુભપરિણામ રાજા અનુકૂળ થશે ત્યારે.”
પદ્મરાજા ત્યારે એ શુભપરિણામ રાજા કુમારને અનુકૂળ થાય એનેા કાંઇ ઉપાય ખરા કે નહિ ?”
નિમિત્તીઓ—“ મેં તમને અગાઉ જ જણાવ્યું છે કે એ શુભપરિણામ રાજાને અનુકૂળ કરી શકે તેવા કોઇ હોય તે તેના ઉપરી
Page #672
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭] દયાકુમારી.
૬૩૧ કર્મપરિણામ રાજા જ છે, બીજે કઈ તે કામ કરી શકે તેમ નથી; કારણ કે આ શુભપરિણામ રાજા પેલા કર્મપરિણામ રાજા ઉપર જ આધાર રાખીને રહેલો છે. માટે હાલ વિશેષ પ્રયત્ન શું કામ કરવો? જુઓ વાત એમ છે કે જ્યારે એ કર્મપરિણામ રાજાની મહેરબાની કુમાર નંદિવર્ધન પર થશે ત્યારે એના હાથ નીચેના શુભ પરિણામ રાજા પિતાની કુંવરી દયાકુમારીને પિતાને હાથે જ કુમારને પરણુંવશે. માટે હવે એ બાબતમાં ચિંતા કરવામાં ફળ નથી. વળી કુમારની ભવ્યતા ધ્યાનમાં રાખીને નિમિત્તને જોરે અને યુક્તિના યોગથી હું એટલું પણ કહી શકું છું કે ભવિષ્યમાં કોઈ વખતે પણ જરૂર કુમાર ઉપર કર્મપરિણામ રાજાની કૃપા થશે એમાં જરા પણ સંદેહ જેવું નથી. એ જ્યારે વખત આવશે ત્યારે કમેપરિણુમ રાજા પિતાની મોટી બહેન લેકસ્થિતિને પૂછી જોશે, પોતાની સ્ત્રી કાળપરિણતિની સાથે વિચાર કરશે, પિતાના મુખ્ય સરદાર સ્વભાવને તે વાત કહી જશે, આ નંદિવર્ધન કુમારની પાસે જ રહેલી તેના સર્વ ભાવના અંતરમાં ગુપ્તપણે વાસો કરનારી અંતરંગ ભાર્યા ભવિતવ્યતા છે તેને એ વાતની ખબર કરશે, નિયતિ (આ વસ્તુ આમ જ થવી જોઈએ એવો કુદરતી નિયમ) યદચ્છા વિગેરેને પૂછીને કુમારમાં વીર્ય કેટલું છે તેની ખાત્રી કરશે, એ પ્રમાણે સર્વને પૂછીને સર્વની સાથે સલાહ મેળવીને એ મહારાજા નિર્ણય કરશે કે કુમાર હવે દયાકુમારીને યુગ્ય થયો છે, અને એ નિર્ણય કરીને પછી એ પોતે જ દયાકુમારીના કુમાર સાથે લગ્ન કરશે. આ હકીકતમાં જરા પણ સંદેહ જેવું નથી માટે વ્યાકુળતા છોડી દે.”
મૌન રહેવાની સલાહ, પદ્મરાજા–“ ત્યારે હાલ અમારે શું કરવું?”
૧ જુઓ પૃ. ૩૬૯-૭૦. ત્યાં કર્મ પરિણામ રાજા અને કાળપરિણતિ બને પોતાના તાબામાં રહેનાર આ શુભ પરિણામ રાજાના સંબંધમાં કેવી રીતે કામ લે છે તે વિગતવાર સમજાવ્યું છે.
૨ ભવ્ય પ્રાણીની મેક્ષમાં જવાની યોગ્યતા છે તેને અંગે આ વાત છે. અપેક્ષિત વચન છે. વ્યવહાર રાશિમાં આવેલા ભવ્ય પ્રાણુને એવી જોગવાઇ ચક્કસ જ મળે એમ સમજવું. નિમિત્તીઓ ભવ્યતાના જોરથીજ જવાબ આપે છે.
૩ કઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાયી કારણે જોઇએ: પુરૂષાર્થ, કર્મ, ભવિતવ્યતા, કાળ અને સ્વભાવ. આ હકીકત પર અહીં રૂપક છે. લેકસ્થિતિ એ સામાન્ય વચન છે–આજુ બાજુના સર્વ સંયોગને સરવાળે છે. પાંચ કારણ માટે જુઓ પૃ. ૩૦૮ ની નોટ નં. ૩.
Page #673
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
નિમિત્તીઓ—“ મૌન ધારણ કરવું અને તેની ( નંદિવધન ) તરફ ઉપેક્ષા રાખવી. ”
૬૩૨
પદ્મરાજા—“ એ વાત ખરી, પણ પોતાના દિકરા તરફ કાંઇ બેદરકારી રાખી શકાય? અને તે રહી શકે પણ ખરી ? ”
નિમિત્તીઓ—“ તા તમે બીજું કરી પણ શું શકશે? જો કુમારને હાલ ઉપદ્રવ થાય છે તે અહારના-સ્થૂળ દેશમાં થતા હાતઆપણે તેને સ્પર્શ કરી શકીએ કે પકડી શકીએ તેવા કોઇ બહારના પ્રાણી તરફથી તેને હેરાનગતિ થતી હોત તે તે તમે તે સંબંધમાં એદરકારી ન કરો તે ચાલી શકે, પણ આ તેા અંતરંગના ઉપદ્રવ છે; માટે તમે હાલ એ સંબંધમાં ઉપેક્ષા રાખશે તે પણ તમને કોઇ પણ પ્રકારને ઠપકો રહેશે નહિ. અને તે સંબંધમાં દરકાર કરીને તમે કાંઇ કરી શકે! તેમ પણ નથી. ’’
પદ્મરાજા જેવી આપની આજ્ઞા ! ”
ત્યાર પછી રાજાએ જિનમતજ્ઞ નિમિત્તીઆની પૂજા કરી તેને ત્યાંથી વિદાય કર્યાં.
Page #674
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ મું. વૈશ્વાનરહિંસાની ભયંકર અસર તળે.
/dl.મકાન-નાનામ
''
:/
S
પરની વાતચીત થયાને કેટલાક દિવસો વ્યતીત થયા. એક વખત રાજાના મનમાં વિચાર છે કે કુમાર નંદિવર્ધનને યુવરાજપદે સ્થાપન કરો; તે વાત તેણે ૬ પિતાના સરદારને કરી એટલે તેઓએ સ્વીકારી
લીધી. ત્યાર પછી તેને માટે સારે દિવસ મુકરર કરવામાં આવ્યો અને તે દિવસ માટે યુવરાજપદે સ્થાપન કરવાની સર્વ
સામગ્રી તૈયાર કરવામાં આવી. (નંદિવર્ધન કહે છે કે, યુવરાજપદ- મને તે માટે રાજસભામાં બોલાવવામાં આવ્યો. મારે ની તૈયારી માટે એક સુંદર ભદ્રાસન તૈયાર કરવામાં આવ્યું હતું.
તે દિવસે ત્યાં સર્વ સામતે એકઠા થયા, નગરના આગેવાન શહેરીઓ પણ સર્વે હાજર થઈ ગયા, સર્વ પ્રકારના મંગળપચાર કરવામાં આવ્યા, દરેક જાતની સારામાં સારી ચીજો વાપરવા માટે કાઢવામાં આવી અને અંતઃપુરની સર્વ સ્ત્રીઓ વિગેરે પણ ત્યાં હાજર થઈ ગઈ.
૧ અહીંથી નંદિવર્ધનના ચરિત્રમાં મોટો ફેરફાર થાય છે, પુણ્યદયનું જોર ઘટતું જાય છે, તેની શક્તિ મંદ પડતી જાય છે. પાપમાં પડેલે માણસ એક પછી એક કેટલાં પાપ કરે છે તે હવે જોવાનું છે. શેકસપીયરના Macbeth ના નાટકમાં આજ પ્રસ્તાવ બને છે. એક ખૂન કર્યા પછી ઘણું ખૂન કરવા તરફ મેથ દોરવાય છે. આગળ ચરિત્ર વાંચતાં મનોવિકારનું જેર કેવું છે તે બરાબર જણાશે અને ત્યાં બરાબર જેવાશે કે અષોડષ:qતાનાં મવતિ વિનિપાતો રાતસત્તા નીચે પડવા માંડ્યા પછી પાર વિનાનું ૫ડવાનું થાય છે. ચરિત્ર બરાબર સમજીને ધ્યાનમાં લેવાનું છે.
૨ યુવરાજપદક રાજાની પછી ગાદીએ બેસનાર (પ્રીન્સ ઓફ વેલ્સ) નું ૫દ અગાઉ મહોત્સવ પૂર્વક આપવામાં આવતું હતું. યુવરાજ નિર્માણ થઈ જાય તેથી રાજાના મરણ વખતે અવ્યવસ્થા થતી અટકી જાય છે. ઘણા રાજાઓ વાનપ્રસ્થ થતા યુવરાજને રાજ૫૬ આપી દેતા હતા.
૮૦.
Page #675
--------------------------------------------------------------------------
________________
૬૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
મદનમંજૂષાના વેવિશાળ માટે કહેણ, નજીવી બાબતમાં ક્રોધ, પ્રધાનનું ખૂન, પુષ્પાયનું પલાયન, અનર્થપરંપરા,
એ વખતે પ્રતિહારી અંદર દાખલ થઇ અને મારા પિતા મહારાજ પદ્મરાજને પગે પડી અને બન્ને હાથના સંપુટ બનાવી પેાતાના કપાળે લગાડ્યો-મતલબ રાજાને પગે લાગી પ્રણામ કરી ખેાલી “દેવ! અરિદમન રાજાના સ્ફુટવચન નામને મોટા પ્રધાન આપશ્રીને મળવા માગે છે અને હૉલ તે મહારના દરવાજા પર ઊભેલ છે, તેના સંબંધમાં દેવના જેવા હુકમ !” રાજાએ તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાવવાના હુકમ આપ્યો એટલે સ્ફુટવચનને લઇને પ્રતિહારી અંદર આવી. તે મારા પિતાને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું “ મહારાજ ! મેં હમણાજ સાંભળ્યું કે આજે અત્યારે રાજપાણિગ્રહણ કુમાર મંદિવર્ધનને યુવરાજપદે સ્થાપન કરવાના મમાટે કહે. હોત્સવ ચાલે છે, તેથી અત્યારે બહુ સારૂં મુહૂર્ત છે એમ ધારીને જે કામ માટે હું અહીં આવ્યો છું તેને માટે એકદમ ઉતાવળથી રાજસભામાં હું દાખલ થયા છું.”
[ પ્રસ્તાવ ૩
પદ્મરાજા—‹ એ તો બહુ સારૂં કર્યું; હવે તમારૂં અહીં આવવાનું પ્રત્યેાજન શું છે તે જણાવે. ”
સ્ફુટવચન દૂત—“ આપશ્રીના સારી રીતે જાણવામાં છે કે શાર્દૂલપુરમાં પ્રભાતસ્મરણીય અરિદ્ગમન નામના રાજા છે, તેમને કામદેવની શ્રી રતિના રૂપને પણ જીતી લે તેવી રતચૂલા નામની મહારાણી છે, તે રાણીથી રાજાને એક મદનમંજૂષા નામની પુત્રી થઇ છે જે ન ચીંતવી શકાય તેવા અનેક ગુણેાની પેટી હાય તેવી શાલી રહી છે. એ મદનમંજૂષાએ લોકોમાં ચાલતી નંદિવર્ધન કુમારનાં પરાક્રમની ઘણી વાતા સાંભળી તેથી તેને કુમારશ્રી ઉપર ઘણા જ પ્રેમ ઉત્પન્ન થયા એટલે તેને પરણવાના પાતાના મનમાં કુંવરીએ નિશ્ચય કર્યો. ત્યાર પછી પાતાના જે અભિપ્રાય થયા તે તેણે પેાતાની માતા રતિચૂલાને જણાવ્યા અને તેની માએ તે મહારાજ અરિદમનને જણાવ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી પેાતાની કું
6
૧ આદર્યા અધવચ રહે? લીધેલા કાળીએ હાથમાંજ રહી જાય એને આ ખરાખર દાખલેા છે. સર્વ સામગ્રી યુવરાજપદની હાજર છતાં તે વાત રહી નય છે અને નજીવા કારણમાં ખૂન થાય છે તે હવે જોશે.
Page #676
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮] વૈશ્વાનરહિંસાની ભયંકર અસરતળે.
૧૩૫ વરી મદનમંજૂષા કુમારશ્રી નંદિવર્ધને વેરે આપવાના વેવિશાળની મા. ઉદ્દેશથી મહારાજા અરિદમને મને આપની પાસે ગણીને સ્વીકાર. મેકલ્યો છે. હવે આ પ્રમાણેની મારી વિનતી સાંભ
ળીને આપશ્રી તે સંબંધી યોગ્ય હુકમ ફરમાવે !” ફટવચનનાં આવાં વચન સાંભળી મારા પિતા પદ્મરાજાએ મતિધન મંત્રીની સામે જોયું. મતિધન મંત્રીએ કહ્યું “મહારાજ ! અરિદમન તે ખરેખર એક પ્રભાવશાળી મહાનું વ્યક્તિ છે ! આપશ્રીને અને તેમનો સંબંધ થાય તે સર્વ રીતે યોગ્ય છે; માટે જે માગણું ફટવચને કરી છે તેને આપ સ્વીકાર કરે એમ મારી પણ વિનતિ છે. મંત્રીની આ પ્રમાણે સલાહ મળવાથી મારા પિતાશ્રીએ તેમ કરવાની હા પાડી અર્થાત વેવિશાળ કબુલ કર્યું. રંગમાં ભંગ
*તે વખતે મેં કહ્યું “અરે ફટવચન ! અહીંથી તમારું શાદંલપુર કેટલું દૂર !”
કુવચન–“સાહેબ! અમારૂં શાલપુર ૨૫૦ એજન દૂર છે.”
નંદિવર્ધન (હું પિતે –“એ વાત ખોટી છે. તમારે એમ ન કહેવું જોઇએ.”
ફુટવચન–“ ત્યારે કેટલું દૂર છે તે આપ સાહેબ પોતે જ કહે.” નંદિવર્ધન–અઢીસો યોજનમાં એક ગાઉ છું.
સ્ફટવચન–“એમ ધારવાનું આપ પાસે શું કારણ છે ?” નંદિવર્ધન–“હું જ્યારે નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું.”
ફુટવચન–“આપે એ હકીકત બરાબર જાણ નથી.”
નંદિવર્ધન–“ત્યારે તું કહે છે તે સાચું અને હું કહું છું તે ખોટું એમ માનવાનું તારી પાસે શું કારણ છે ?”
સ્ફટવચન-“મેં મારા પગલાથી બરાબર ગણતરી કાઢેલી છે.”
નંદિવર્ધન–મોટા આધાર રાખવા યોગ્ય માણસો હતા તેની પાસેથી મેં પણ નિશ્ચય કર્યો છે કે તું જે કહે છે તે તદ્દન ખોટું છે અને મારું કહેવું તે સંબંધમાં છે તે બરાબર સાચું છે.”
* અહીં બે. રો. એ સોસાયટીવાળી બુકનું પૃ. ૪૦૧ શરૂ થાય છે. + નંદિવર્ધને-આખી વાર્તા નંદિવર્ધન કહે છે તે ધ્યાનમાં રાખવું
૧ ગાઉને માટે ગયુત શબ્દ છે. બે કોસનો એક ગળ્યુત થાય છે. આઠ હનર હાથને અથવા ૨૦૦૦ ધનુષ્યને એક કેસ, ચાર કોસને એક જન. યોજન લગભગ આઠથી નવ માઈલ થવા જાય છે,
Page #677
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
{ પ્રસ્તાવ ૩
સ્ફુટવચન—“ કુમારશ્રી ! આપને કોઇએ બરાબર છેતર્યા જખાય છે. મેં જે માપ કર્યુ છે તેમાં તલના ત્રીજો ભાગ પણ વધારે કે ઘટાડે થઇ શકે તેવું નથી એવું એ ચેાસ માન છે અને મેં તે જાતે કર્યું છે. એમાં જરા પણ ફેરફાર કદિ થવા સંભવત નથી.” પુછ્યાય રીસાયેા.
૬૩૬
આ તા . હરામખાર રાજસભામાં લોકોના દેખતાં મને જાડો પાડે છે-એવા મારા મનમાં વિચાર આવતાં અંતરંગમાં રહેલ વેશ્વાનરે ઝણઝણાટી કરી, હિંસાદેવી જરા હસી અને પોતાની યોગશક્તિ મારાપર ચલાવી અને તુરતજ એ બન્નેએ મારા શરીરમાં પ્રવેશ કર્યો; તેથી જાણે પ્રલયકાળને સાક્ષાત્ અગ્નિ જહે તેવા હું થઇ ગયા. મારૂં શરીર લાલચાળ થઇ ગયું, આંખામાંથી અંગારા નીકળવા લાગ્યા, રારીર ધ્રુજવા લાગ્યું અને મ્યાનમાંથી સૂર્યકિરણના સમૂહ જેવી ભયંકર તરવાર મેં ખેંચી કાઢી. તે વખતે પુણ્યેાદચે વિચાર કર્યો કે હવે આપણા વખત પૂરો થઇ ગયા. ભવિતવ્યતાના હુકમથી અત્યાર સુધી તે હું અહીં રહ્યો અને તેના હુકમનું પાલન કર્યું, પરંતુ હવે નંદિવર્ધન કુમાર મારા સંબંધને જરા પણ યોગ્ય રહ્યો નથી, માટે હવે તે અહીંથી ચાલ્યા જવું સારૂં છે. આ પ્રમાણે વિચાર કરીને પુણ્યાય નામને મારે ખાસ મિત્ર મારી પાસેથી તે વખતે ચાહ્યા ગયા.
ખુનપર ચઢેલા નંદિવર્ધન,
મેં તે આવેશમાં આવી જઇને એક મોટી રાડ પાડી-હાકાર કર્યો અને સભાજનેાની દેખતાંજ આ કર્જાય છે કે નહિ તેના જરા પણ વિચાર કર્યાં વગર તરવારના એક ઝટકાથી ફુટવચનના શરીરના બે ટુકડા કરી નાંખ્યા. જેથી આખી સભામાં હાહાકાર થઇ રહ્યો.
સ્ફુટવચનનું રાજસભામાં ખૂન.
તે વખતે મારા પિતાશ્રી પદ્મરાજા જે રાજ્યાસનપર બીરાજમાન થયા હતા તેઓ “ અરે અરે ! પુત્ર! તું આ શું કાર્ય કરી રહ્યો છે? અરે તેં બહુ ભૂંડું કર્યું !” એમ બેલતા સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને એકદમ મારી તરફ આવવા લાગ્યા. પિતાશ્રીને મારી તરફે
૧ પૂર્વ પુણ્ય હતું તે વાપરી ખાધું, તેમાં વધારો કર્યો નહિ, તેથી તે પૂરૂં થયું એટલે સર્વ રાજસત્તા, અધિકાર અને અનુકૂળતાએ એક પછી એક જવા લાગ્યા. પાપને અનુબંધ કરાવે તેવા પાપાનુબંધી પુણ્ય ’ ને ઉદ્ય હેય ત્યારે આ પ્રમાણે જ થાય છે.
Page #678
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ ] વૈશ્વાનરહિંસાની ભયંકર અસરતળે.
આવતા જોઈને મેં વિચાર કર્યો કે આ (મારા પિતા) પિતાનું ખૂન. પણ એના જેવા જ દુરાત્મા જણાય છે! અને તે જ
કારણને લીધે તેઓ મારા કાર્યને અકાર્ય તરીકે જણાવે છે! તેઓ જે એના પક્ષકાર ન હોત તો મારા કામને કઈ માણસ પણ વડત નહિ-આમ વિચારીને ઉઘાડી તરવાર લઈને હું મારા પિતા તરફ દો. રાજસભામાં મારા અભિષેક માટે હાજર થયેલા સંખ્યાબંધ રાજપુરૂષ અને નાગરીક જોકેએ તે ચારે તરફથી હાહાકાર કરી મૂક્યો અને ચોતરફ મોટી ગડબડ થઈ ગઈ, તેમજ તેઓ સર્વ એકદમ સ્તબ્ધ થઈ ગયા. મેં પણ તે વખતે મારે પુત્રધર્મ* વિસારી દીધે, પદ્મરાજા મારા પિતા થાય છે તે વાત ભૂલી ગયો, તેઓનો મારા ઉપર કેટલે બધે સેહ હતો તેની પણ ગણના કરી નહિ, તેઓને મારા ઉપર મોટો ઉપકાર હતો તે વાત પણ લક્ષ્યમાં લીધી નહિ અને હું જે અકાર્ય કરવા મંડ્યો છું તેથી મને મેટું પાપ બંધાશે તેનો પણ વિચાર કર્યો નહિ. હું તે તે વખતે વૈશ્વાનર મિત્ર અને હિંસાદેવીને એટલે બધે વશ થઈ ગયે કે જાણે હું કર્મચંડાળ હેઉં તેવો બની ગયો અને પિતાજી હજુ તો કાંઈક તેવા જ પ્રકારનું વધારે બેલવા જતા હતા તેવામાં તો તરવારના એક ઝાટકાથી મેં તેઓનું મસ્તક પણ ઉડાડી દીધું. તે વખતે “અરે દીકરા ! દીકરા ! સાહસ કરી નહિ! સાહસ
કર નહિ ! અરે લેકે ! રક્ષણ કરે, રક્ષણ કરે ! !
એ પ્રમાણે ઘણું ઊંચા સ્વરથી કરૂણસ્વરે બોલતી માતાની ઉપર તરવારને પ્રહાર.
- મારી માતા મારા હાથમાંથી તરવાર છોડાવવા સારૂ
ઉતાવળથી આવીને મારે હાથે વળગી પડી. મેં તે
વખતે વિચાર કર્યો કે મારા શત્રુને મારવા તત્પર થયેલા મારી ઉપર આવી મૂર્ખાઈ ભરેલી રીતે લપ્પન છપ્પન કરનાર મારી માતા પણ ખરેખર મારી દુશમન જ છે. આ સાહસ ભરેલો વિચાર કરીને મારી માતાના શરીરના પણ તરવારથી બે ટુકડા મેં તે જ વખતે કરી નાખ્યા.
તે વખતે મારો સામંત શીલવર્ધન જેની સાથે મારી સાળી
* પુત્રધર્મપુત્રની પિતા તરફની ફરજે.
૧ કર્મચંડાળ ચંડાળને ઘરે જન્મે તે જાતિચંડાળ કહેવાય છે, અધમ કાર્ય કરે તે કર્મચંડાળ કહેવાય છે.
Page #679
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩
મણિમંજરી નું લગ્ન કરવામાં આવ્યું હતું તે, તથા શીવન, મણિ- મણિમંજરી અને મારી ભાર્યા રહેતી અનુક્રમે મને મંજરી અને રા- કહેવા લાગ્યાં “હે ભાઈ ! હે કુમાર ! હે આર્યપુત્ર! વતીનાં ખૂન. આ તમે શું આદરી બેઠા છે ?” આ પ્રમાણે બો
લતાં મને અકાર્યો કરવાથી અટકાવવાને માટે તે ત્રણે જણા એક સાથે મારે હાથે વળગી પડ્યા. મેં મારા મનમાં વિચારે કર્યો કે આ સર્વે દુરાત્મા (પાપી) એ મારી વિરૂદ્ધ એકસરખો ઊંધો વિચાર કર્યો જણાય છે. એ વિચારથી મારે ક્રોધ વધારે ઉછળે, હું વધારે ગરમ છે અને તે ત્રણેને એક એક તરવારના ઘાથી એક સાથે જમરાજાના મંદિરે પહોંચાડી દીધા. તે વખતે આ અઘટિત બનાવ જોઈને “અરે આર્યપુત્ર ! આ
શું? આ શું ?” એ પ્રમાણે વિલાપ કરતી મારી કનકમિંજરીનું ખૂન.
, સર્વથી વધારે વહાલી પતી કનમંજરી ત્યાં આવી અમgs: પહોંચી. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ અધમ
સ્ત્રી આવા શબ્દો બોલે છે તેથી જરૂર તે પણું - ત્રને જ મળી ગયેલી હોવી જોઈએ. અહો ! મારું હૃદય પણ અત્યારે તે મારું શત્રુ થઈ ગયેલ જણાય છે ! એ પણ કઠેકાણે વાત્સલ્યભાવ કરવા દોરવાઈ ગઈ છે તે તેના એવા મૂર્ખાઈ ભરેલા વસૂળભાવને દર કરવો જ જોઈએ. આ વિચારને પરિણામે કનકમંજરી ઉપર પ્રેમ હેતે તે ગળી ગયે, તેનો વિરહ સહન થઈ શકશે કે નહિ તે વાત
સ્મૃતિમાંથી નીકળી ગઈ, તેની સાથે એકાંતમાં કેવી કેવી મીઠી વાત કરી હતી અને તેને કેવાં કેવાં વચનો આપ્યાં હતાં તેની હૃદયમાં સફરણા પણ થઈ નહિ, તેની સાથે અનેક પ્રકારનાં કામભોગનાં સુખે ભગવ્યાં હતાં તે સર્વ ભૂલી ગયો અને તેની ઉપર ઉપમા ન આપી શકાય તે પ્રેમનો બંધ હતો તે સંબંધી જરા પણ વિચાર ન કર્યો. વૈિશ્વાનરે મારી બુદ્ધિને તે વખતે એટલી અંધ બનાવી દીધી હતી અને મારા હૃદયમાં હિંસાદેવીએ એવું પ્રબળ સ્થાન લીધું હતું કે
૧ કથાવર્તપુરના કનકંચૂડ રાજાની મોટી દીકરી, કનકમંજરીની મોટી બહેન.
૨ નંદિવર્ધને હૃદયને સ્થાને કનકમંજરીને ગણી હતી અને તેના પર તેને સર્વથી વધારે પ્રેમ હતો. યોગ એવો બન્યો કે સર્વ સંબંધીઓ એક સાથે સભામાં હાજ હતા અને આવેશપર ચઢેલા નંદિવર્ધનને વિચાર કરવાને અવકાશ હતો નહિ. વાનરની આ અસરમાં જરા પણ અતિશયોક્તિ નથી; અવલોકન કરવાથી અથવા જયારસાથી આ વાત ચોક્કસ જણાઇ આવે તેમ છે.
Page #680
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ ] વૈશ્વાનરહિંસાની ભયંકર અસરતળે. ૬૩૬ આગળ પાછળનો જરા પણ વિચાર ન કરતાં બાપડી કનકમંજરીને પણ તેજ વખતે મેં તરવારના ઘાથી મારી નાખી.
એ વખતે ધમાધમમાં મારી કેડ ઉપર બાંધેલું વસ્ત્ર છૂટી ગયું
અને જમીન પર પડ્યું. વળી મારૂં ઉત્તરીય વસ્ત્ર બીજાં અનેક (ઓઢવાનું વસ્ત્ર) હતું તે પણ જમીન પર પડી ગયું. ભયંકર ખૂને. એને પરિણામે હું જન્મ્યો ત્યારે હતો તેવો થઈ ગયે
મતલબ તદ્દન નાગો થઈ ગયો. વળી મારા બાલ પણ છૂટા થઈ ગયા તેથી જાણે સાક્ષાત્ વૈતાળ જ હોઉ તેવો હું દેખાવા લાગ્યો. મને આવો રાક્ષસ જેવો વિચિત્ર પ્રકારને જોઈને દર રમત કરતા છોકરાંઓ તાણું તાણને મશ્કરી કરતાં ખડ ખડ હસવા લાગ્યા અને તેઓએ કલકલ અવાજ કરી મૂક્યો. આથી વળી હું વધારે ગુસ્સે થયો અને એ છોકરાઓને મારવા માટે તેના તરફ દોડ્યો તે વખતે મારા ભાઈઓ બહેનો સગાસંબંધીઓ અને સામત સર્વે મને એકીસાથે અટકાવવા માટે વળગી પડયા. પરંતુ યમરાજા જેમ સર્વની ઉપર એક સરખી રીતે જુએ તેમ તે સર્વને હણતો હતો હું કેટલેક દૂર નીકળી ગયો અને રસ્તે જતાં જરા પણ સામે થવાની નિશાની બતાવે તેને મારી નાખતે ગયે. છેવટે મારી સામે લોકો ઘણા થયેલા હોવાથી જંગલી હાથીની પેઠે મને ઘણું પ્રકારે મુંઝવીને મહા મુશ્કેલીએ આખરે પકડી લીધે, મારી પાસેથી ભયંકર તરવાર ખુંચવી લીધી અને મારા હાથને પછવાડે લઈને મને પાંચડીએ બાંધો. પછી મારા તરફ નહિ બેલવા જેવાં ખરાબ વચનો બોલીને મને કેદખાનામાં નાખ્યો.
એક માસ કેદખાનામાં અકસ્માત છુટકારો
નગરદાહ, નાસભાગ લેકીને મને સખ્ત બંધને બાંધી કેદખાનામાં પૂર્યો અને તેનાં આરણું મજબૂત બંધ કરી દીધાં. પછી લેકે મને અનેક પ્રકારનાં દુવચન સંભળાવવા લાગ્યા તેનાથી સળગી જત, ન સાંભળી શકાય તેવી
૧ જંગલી હાથીને પકડવો હોય ત્યારે તેને ખૂબ રગડાવે છે, પણ પ્રકાર કંટાળો આપે છે અને પછી તેને યુક્તિથી ખાડામાં નાખીને કે ચીપીઆઓ પગમાં નાંખીને પકડી લે છે.
Page #681
--------------------------------------------------------------------------
________________
६४०
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩
ભાષામાં આડું અવળું બોલતે, કેદખાનાનાં બારણાં સંતાપમાં સાથે માથુ અફાળતો, ક્ષુધાથી પીડાતા, તૃષાથી - ગરકાવ, રાન થતો, અંતરના તાપથી બળી જતા, નારકીની
પેઠે અનેક પ્રકારના દુઃખ ખમતે-એજ સ્થિતિમાં એક માસ સુધી કેદખાનામાં રહ્યો. ત્યાં મને તેટલે વખત જરા પણ ઉંઘ આવી નહિ, કેઈએ મારાં બંધન જરા પણ છેડ્યાં નહિ અને મારી તરફ નજર પણ કરી નહિ. મહા દુ:ખમાં એ સર્વ કાળ મેં ત્યાં પસાર કર્યો. આવી રીતે ભુખ્યો અને તરસ્યો એક માસ સુધી કેદખાનામાં
રહેવાથી હું તદ્દન ક્ષીણ થઈ ગયો. એક દિવસ લગભુખે અને ભગ મધ્યરાત્રીએ મને એક વાર અત્યંત ક્ષીણુતાને તરસ્યો. પરિણામે જરા ઉંધ આવી. તે વખતે ઉંદરે આવીને
મારે હાથે તથા પગે બાંધેલાં બંધનને તોડી નાંખ્યું તેથી હું છુટો થઈ ગયો. મેં તુરત જ કેદખાનાનાં બારણું ઉઘાડ્યાં અને બહાર નીકળી આવ્યું. તે વખતે ખબર પડી કે મને રાજમહેલમાં જ કેદ કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રી હોવાથી ચોકીદાર વિગેરે સર્વ સુઈ ગયા હતા. કોઈ
હાલતું ચાલતું પણ ન હતું. મેં તે વખતે વિચાર ફોધીએ આવેશમાં કર્યો કે આ આખું રાજકુળ અને આખું નગર અનગર સળગાવ્યું. ત્યારે મારું ખરેખરૂં દુશમન થઈ ગયું છે. એ સર્વે
લોકેએ મને અનેક પ્રકારના દુઃખે દેવામાં કાંઈ
બાકી રાખી નથી–આમ વિચારું છું તેવામાં મારા અંતરમાં રહેલા મારા વિશ્વાનર મિત્રે ઝણઝણુટી કરી અને હિંસાએ આનંદમાં આવી જઈ ખુંખારે ખાધે; એટલે એ બન્નેને મારામાં જોર વધી ગયું. તે વખતે નજીકમાં એક અગ્નિને કુંડ સળગી રહ્યું હતું તે મારા જોવામાં આવ્યું એટલે મેં વિચાર કર્યો કે-અહો ! શત્રુને મારવાનો ઉપાય તે અહીં હાજર છે ! હવે એટલું જ કરવાનું છે કે એક શેકેરૂં લઈને તેમાં અંગારા ભરી લઉં અને પછી તેમાંથી થોડા રાજમહેલમાં અને ભેડા નગરના બીજા ભાગમાં મૂકી દઉં; ખાસ કરીને જલદી સળગી ઉઠે તેવાં સ્થાનકે શેધીને તેમાં જ અગ્નિ લગાવી દઉં કે જેથી થેડા અંગારાથી પણ ધારેલ કામ થઈ જાય. આમ કરવાથી આખું રાજકુળ અને આખું નગર બન્ને પિતાની મેળે જ નાશ પામી જશે–આ અધમ વિચાર કરીને મેં તે જ પ્રમાણે કર્યું. એક
Page #682
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯] ખૂની ક્રોધીને રખડપાટે. દમ સળગી ઉઠે તેવાં સ્થાન રાજકુળમાં તથા આખા નગરમાં હું જાણતો હતો, તેને ચારે બાજુએથી મેં સળગાવી મૂક્યાં તેથી એટલી મોટી અગ્નિ સળગી ઉઠી કે હું પણ નગરમાંથી બળ બળતે માત્ર ભવિતવ્યતાના વેગથી જ બહાર નીકળી શક્યો. હું બહાર નીકળતા હતા તે વખતે નગરના લેને મેટ અરેરાટીને અવાજ મારા સાંભળવામાં આવ્યો. સુભટ લેકે બોલવા લાગ્યા કે “અરે દેડે, દેડે!” તેઓના મનમાં કાંઈક એવી પણ શંકા આવી કે દુશમનના લશ્કરે એ અતિ અધમ કાર્ય કર્યું છે. એ વખતે મારું શરીર તદ્દદ્ર ક્ષીણ થઈ ગયેલ હોવાને લીધે અને શરીરની ક્ષીણતાની અસર મન પર પણ થતી હોવાને લીધે આખરે હું મારી સર્વ ધીરજ ખોઈ બેઠે,
પ્રકરણ ૨૯ મું.
ખૂનીકોધીને રખડપટે. કે આ ખા જયસ્થળ નગરને સળગાવી મૂક્યું તેથી મારા
મનમાં પણ ભય ઉત્પન્ન થયો અને જંગલ તરફ મેં તે નાસવા માંડ્યું. નાસતાં નાસતાં મેં મેટા જંગલમાં SD 6 પ્રવેશ કર્યો. પછી મને બહુ પીડાઓ થઈ: કાંટાઓથી Eીતર હું વીંધાણે, ખીલાઓથી ઘાયલ થે, રસ્તો ભૂલી ગ, ખોટે રસ્તે ચઢી ગયે, ઊંચા ઢળાવ૫રથી લટકી પડ્યો, ઊધે
આરતીને માથે નીચા પ્રદેશમાં પડ્યો, મારાં અંગોપાંગ ભાંગીને ત્રાસ. ચૂરેચૂરાં થઈ ગયાં અને મને એટલું સખત વાગ્યું કે
પડ્યા પછી ઉઠવાની શક્તિ પણ મારામાં રહી નહિ. ચારની પલ્લીમાં
એવી રીતે હું મહા અટવીમાં પડેલો હતો તે વખતે ત્યાં રે આવ્યા. તેઓએ મને એવી અવસ્થામાં પડેલે જોયે. તેઓ મને જેઈને બોલવા લાગ્યા કે- અરે ! આ તે જાડા પાડા જેવી કાયાવાળો માણસ જણાય છે, માટે એને લઈ જઈને કેાઈ સારી જગ્યાએ વેચશું
૧ નંદિવર્ધને આખું ગામ સળગાવ્યું તે ભાઠો થઈ ગયું હતું, એક માણસ પણ બચવા પામ્યો ન હતો તે આગળ કથા પરથી જણાશે..
૮૧
Page #683
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ઝરતાવ ૩ તો એનું ઘણું મૂલ આવશે; માટે ચાલે એને ઉપાડીને આપણું સ્વામી (પલ્લીપતિ) પાસે લઈ જઈએ!” ચોરોને આ પ્રમાણે બોલતાં સાંભળીને મારા મનમાં કાંઈક ડે પડેલે વૈશ્વાનર ( મિત્ર ) એકદમ સળગી ઉઠયો અને હું બેઠે થઈ ગયો. એટલે ચોરેમાંના એક કહ્યું “અરે ભાઈઓ ! આનો વિચાર ખરાબ જણાય છે, તે આપણી સાથે લડવા માગે છે અથવા ભાગી જવા માગે છે, માટે એ હરામખોર પાડાને એકદમ બાંધી લે, નહિ તો એને પકડવો મુશ્કેલ થઈ પડશે.” પછી ચારેએ મને ધનુષ્યવડે સારી પેઠે કુટ, ખૂબ માર માર્યો અને પછવાડે હાથે કરીને મને પાંચમોડીએ બાંધી લીધે; હું હોઢામાંથી ગાળો દીધા કરતો હતો તેથી મારું મોટું પણ બાંધી લીધું. પછી ત્યાંથી મને ઉપાડ્યો, મારા શરીર પર તદ્દન ફાટેલું તૂટેલું જીરણ કપડું ઓઢાડ્યું અને વારંવાર ગદા મારતાં, ધમકી આપતાં અને દમ દેતાં
તેઓ મને કનકપુર નગરની નજીકમાં આવેલી ભીકનકપુરના મનિકેતન નામની ચોરની પલ્લીમાં લઈ ગયા. ત્યાં સીમાડામાં. મને રણવીર નામના પલ્લી પતિની પાસે રજુ કરવામાં
આવ્યું. પલ્લીપતિએ હુકમ આપ્યો કે-“અરે! આ માણસને બહુ સારી રીતે ખવરાવે પીવરાવો, તેમ કરવાથી જે તે પાડા જેવું જ થશે તેના પૈસા બહુ વધારે આવશે. ચેરના સ્વામીની આવી આજ્ઞા માથે ચઢાવીને એક ચોર મને પિતાને ઘરે લઈ ગયો. તે ચોરે મને પિતાને ઘરે લઈ જઈને મારે હોઢેથી બંધ છેડ્યા
અને મને મેક કર્યો એટલે હું તો મોઢામાંથી કોધીની ક. મમો ચ બલવા મંડી પડ્યો, તેથી તે ચાર મારા ડવી જીભ. ઉપર ઘણો જ ગુસ્સે થે, તેણે મને લાકડીઓથી
ખૂબ ઠેક્યો, માત્ર પોતાના સ્વામીએ મને સોંપેલો હોવાથી જ મારી નાખ્યો નહિ. મારી બોલીમાં કડવાશ તો એટલી હતી કે તે સાંભળીને મને કઈ પણ માણસ જરૂર મારી જ નાખે. માત્ર મારી કડવી બેલીને લઈને તેણે મને તદ્દન તુચ્છ ભેજન આપવા માંડ્યું. આથી હું વધારે ને વધારે ભૂખે રહેતે હેવાથી તદ્દન લેવાઈ ગયો અને મારા મોં ઉપર પણ દીનતા આવી ગઈ. પહેલાં
૧ કનકપુરઃ અગાઉ આ નગરને રાજા પ્રભાકર હતા. વિભાકર આ નગરના રાજાને તે વખતે વારસ હતો. વિભાકરની સાથે વિમલાનનાના સંબંધમાં મોટું યુદ્ધ થયું હતું તે માટે જુઓ આ પ્રસ્તાવ પ્રકરણ ૨૩ મું. પૃ. ૫૮૩ થી.
Page #684
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯] ખૂનીકોધીનો રખડપાટો તે તે તુચ્છ ભેજન આપતે તે ખાવાની મેં ચોખી ના પાડી, પણ અંતે ભુખને લીધે તે પણ મેં ખાવા માંડ્યું. પણ એવા કળથી વિગેરે તુચ્છ અન્નથી મારું પેટ કાંઈ ભરાયું નહિ તેથી નિરંતર મનને ઉદ્વેગ પણ વધવા લાગે. આવી રીતે ભુખમાં અને દુઃખમાં મારા કેટલાક દિવસો પસાર
થઈ ગયા અને હું દુબળ થતું ગયું. એક દિવસે ભુખના પલ્લીપતિ રણવીરે હું કેટલે જાઓ થછું? વિગેરે દુઃખમાં. પ્રશ્ન મારા પાલન કરનારા ચારને પૂછયા. તેના જ
વાબમાં તેણે જણાવ્યું કે “સાહેબ, એના પર મહેનત તે ઘણી કરવામાં આવે છે, પણ કઈ રીતે એનામાં બળ વધતું નથી.” ત્યાર પછી ભુખમાં અને દુઃખમાં તે ચારને ઘેર એ જ રીતે હું ઘણે વખત રહ્યો. એક વખત ચોરે ઉપર કનકપુર નગરથી પલ્લી છોડી જવાને
હુકમ આવ્યું, જેની ખબર એરેને પડતાં તેઓ રાજ્યદંડ.
પટ્ટીમાંથી ભાગી ગયા. કનકપુરના રાજાના હુકમથી
તે પલ્લીને લુંટી લેવામાં આવી-કબજે કરવામાં આવી અને જેટલાને પકડી શકાય તેટલા ચોરને પકડી લેવામાં આવ્યા. પકડાયેલા સર્વને કનકપુર લઈ જવામાં આવ્યા. હું પણ પકડાઈ જનારાઓમાંની એક હતો.
વિભાકર સમક્ષ નંદિવર્ધન માન આપનાર પર ક્રોધ,
ઉપકાર કરનારનું ખૂન, કનકપુરે.
મને એક ચેર તરીકે મહારાજા વિભાકર પાસે કનકપુર નગરમાં રજુ કરવામાં આવ્યું. વિભાકર મને જોતાં જ કાંઈક ઓળખી ગયે અને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે અરે આ તે શું નવાઈ ! આ પુરૂષ બળેલા છાણાના ભાઠા જેવો થઈ ગયો છે અને તેના શરીર પર માત્ર હાડકાં અને ચામડી જ રહ્યાં છે તે પણ તે બરાબર કુમાર નંદિવર્ધનનો આકાર ધારણ કરે છે અને જાણે તે જ હોય તે દે
૧ કળથી તુચ્છ ભજન તરીકે ઓળખાય છે, સર્વથી અધમ દાણે છે અને માણસ દુકાળ જેવા પ્રસંગ વગર ખુશીથી તે ખાતા નથી.
Page #685
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ખાય છે તેનું કારણ શું હશે ! આવો વિચાર કરીને પછી તેણે નખથી માંડીને શિખા પર્યત મને ધારી ધારી જે. એમ કરતાં તેના મા
નમાં ખાત્રી થઈ ગઈ કે આ તે કુમાર નંદિવર્ધન જ આખરે છે. વળી તેણે વિચાર કર્યો કે–અહીં નંદિવર્ધન કુમાર ઓળખ્યો. આવા આકારમાં આવે એ સંભવ પણ જણાતો
નથી. પણ ખરેખર નસીબની રીતો કાંઈ ઓરજ પ્રકારની છે! એને ( કમેન-વિધિને-નસીબને) વશ પડેલા પ્રાણીઓના સંબંધમાં શું શું નથી બનતું? જે મોટા રાજાને પગે અનેક મુગટ
ધારી રાજાઓ નમસ્કાર કરી તેના પગની પૂજા વિધાત્રીના કરે છે અને જે કાંઇપણ વચન બોલે તે પ્રત્યેકને લેખ. લેકે “યે દેવ, જય દેવ!' એવા શબ્દોથી વ
ધાવી લે છે, તે જ રાજા તે જ ભવમાં નસીબને લઇને ભીખારીને આકાર ધારણ કરીને અનેક પ્રકારના દુ:ખ પામતો જેવામાં આવે છે માટે આ હાડપિંજર થઈ ગયેલો પુરૂષ મને તે કુમાર નંદિવર્ધન જ લાગે છે તેમાં જરા પણ શક નથી–એ વિચાર કર્યા પછી પિતે મારી સાથે અગાઉ જે સેહભાવ કર્યો હતો તે યાદ કર્યો અને તેથી આંખમાંથી ગાલ પર ઝરતાં આસુના પ્રવાહ સાથે વિભાકર સિંહાસન પરથી ઉઠીને મને ભેટી પડ્યો. તે વખતે એ બનાવની વિચિત્રતા જોઈને આખું રાજકુળ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું.
વિભાકર નરપતિએ તે મને પિતાના સિંહાસન પર અરધું આસન આપીને પોતાની સાથે બેસાડ્યો અને પછી મને પૂછયું “મિત્ર! આ તે શું?” વિભાકરના પૂછવાથી મેં તેને મારું સર્વ ચરિત્ર કહી સંભળાવ્યું તે સાંભળીને વિભાકર બે “અરે ભાઈ! તે આ તારા માતા પિતા વિગેરેને મારી નાખવાનું તદ્દન દયા વગરનું કામ કર્યું તે
૧ વિભાકરે લડાઇને પ્રસંગ યાદ ન કરતાં સેહભાવ યાદ કર્યો તે તેની મોટાઈ બનાવે છે. તેના મલમપટ્ટા નંદિવર્ધને કર્યા હતા અને તેથી તેઓ વચ્ચે સ્નેહભાવ થયો હતો. જુઓ પૃ. ૧૧૪. વળી નંદિવર્ધને તેને માનપૂર્વક કુશાવર્ત નગરથી વિદાય કર્યો હતો. વિભાકર સારી પ્રકૃતિને રાજા જણાય છે. લડાઈ પ્રસંગે વિભાકર રાજવારસ હતો. તેના પિતા પ્રભાકર રાજા તે વખતે રાજ્ય કરતા હતા તે ધ્યાનમાં રાખવું.
૨ પાપી માણસને કોઈ તેના પાપની કથા પૂછે તો તેને પોતાની ઉપર ક્રોધ આવતો નથી પણ પૂછનારપર ક્રોધ આવે છે. નંદિવર્ધનને આવા પ્રકારનો કોઇ હવે સર્વ પૂછનાર ૫ર આવશે તે કથામાં જોઈશું. પાપીઓના સંબંધમાં એવું જ થાય છે.
Page #686
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯] ખૂનીકોધીને રખડપટે. તો કાંઈ ઠીક કર્યું નહિ. જે ભાઈ! એ ભયંકર કામને પરિણામે તને આ ભવમાં જ આટલો તો કલેશ પ્રાપ્ત થયે (અને પરભવમાં શું થશે તેની તે તને ખબર પણ નથી.) એ સર્વ એ અકાર્યનું ફળ છે.” વિભાકરનાં આવાં હિતવચન સાંભળતાં જ મારા મનમાં રહેલા વિશ્વા
નર અને હિંસા જાગ્રત થઈ ગયા અને મેં વિચાર હિત કરનાર કર્યો કે ખરેખર આ વિભાકર પણ મારા શત્રુનાપર ક્રોધ. શના કાર્યને અકાર્ય માને છે તેથી તે પણ મારે દુ
| મન જ જણાય છે. એટલે તુરત જ તેને મારી નાખવાને મારા મનમાં નિર્ણય થઈ ગયે. પરંતુ મારું શરીર ઘણું દુબળું થઈ ગયેલું હોવાને લીધે. વિભાકરને રાજ્યપ્રતાપ ઘણે મોટો હોવાને લીધે, નજીકમાં રાજપુરૂષોને માટે સમૂહ હાજર હોવાને લીધે, તેમજ રાજાના પહેરેગીરે અતિ નજીક હોવાને લીધે બે વિભાકર રાજાપર પ્રહાર કર્યો નહિ, પરંતુ મારું મોટું તદ્દન બગાડી દીધું. વિભાકર મારે અભિપ્રાય સમજી ગયો. તેના ધ્યાનમાં આવી ગયું કે જે વાત ચાલે છે તે મને જરા પણ પસંદ આવતી નથી તો પછી એ વાત ફરીવાર યાદ કરીને કુમાર નંદિવર્ધનને શા માટે સંતાપ આપો? એ વિચારને પરિણામે એ બાબતની વાતચીત વિભાકર રાજાએ બંધ કરી દીધી. ત્યાર પછી તે જ વખતે વિભાકર રાજાએ પિતાના સામંત અને
સરદારને આજ્ઞા કરી “આ નંદિવર્ધન કુમાર મારું નંદિવર્ધનને પિતાનું શરીર જ છે, મારું જીવતર છે, મારું સર્વસ્વ છે, મોટું સન્માન. તે મારો સગો છે, મારે ભાઈ છે, મારે પૂજવા
યોગ્ય છે, એના દર્શનથી આજે મને ઘણો આનંદ થઈ ગયો છે, માટે એહીજન મળે ત્યારે આપણે જે પ્રમાણે મેટા મહોત્સવ કરીએ છીએ તે પ્રમાણે સર્વ કરાવો.” તેઓએ રાજ્યઆજ્ઞા માથે ચઢાવી. ત્યાર પછી રાજકુળમાં મોટો આનંદ પ્રસરી રહ્યો, મને વિધિપૂર્વક હવરાવવામાં આવ્યો, મને દિવ્ય વસ્ત્રાભરણે પહેરાવવામાં આવ્યાં, અત્યંત સુંદર ભજન મને જમાડવામાં આવ્યું, મારા આખા શરીર પર મુગધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું, મારા શરીર પર મહા મૂલ્યવાળાં અલકારે ધારણ કરાવવામાં આવ્યાં
- - - - - - ૧ કોઈ વાત ન ગમે ત્યારે હોઢાને “અરીઠું” કરવામાં આવે છે તેવું. મુખ પરથી જ કોઈ નણી શકે કે આ ભાઈને આ વાત ગમતી નથી, એવી મ્હોની આકૃતિ તેને પ્રસંગે થઈ જાય છે.
Page #687
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ અને છેવટે "વિભાકર રાજાએ પિતે પિતાને હાથે મને મનહર સુંદર પાન આપ્યું. વિભાકર રાજાએ આટલું આટલું મારે માટે કર્યું, પરંતુ મારા મનમાં તે એમજ લાગ્યા કરતું હતું કે અહો! આણે મને એમ કહ્યું કે મારા માતાપિતા વિગેરેને મેં મારી નાખ્યા તે વાત ઠીક કરી નહિ; માટે લાગ આવે તે એ પાપીને મારી નાખું! આવા ભયંકર વિચારને લીધે મારું મન એટલું ડેલાઈ ગયું હતું કે મને તે રાજા જાતે આટલું બધું માન આપતો હતો તેના તરફ મારું મન પણ ગયું નહિ. ત્યાર પછી ભોજનશાળામાંથી બહાર નીકળીને અમે સર્વે બેસવાના દિવાનખાનામાં આવ્યા. ત્યાં વિભાકર રાજાના મંત્રી મતિશેખરે વાત ઉપાડી: “અરે પ્રભાતમાં નામ લેવા યોગ્ય મહારાજા પ્રભાકર દેવલેક ગયા તેની તો આપને ખબર પડી હશે?” મેં જવાબમાં માથું ધુણુવ્યું ( જણાવ્યું કે હા, એ સમાચાર થોડા વખત પહેલાં જાણ્યા હતા). તે વખતે વિભાકરની આંખમાં આંસુ આવી ગયા અને મુ
ખેથી બે “મિત્ર ! પિતા તે પરલેકમાં ગયા! ઉદાત્ત હવે તારે પિતાનું સ્થાન લેવું જોઈએ. તેથી આ રાજ્ય, ઉદારતા. અમે સર્વે અને આ સર્વે પ્રધાનમંડળ જે પિતાની
કૃપામાં લહેર કરતું હતું તે સર્વે તારા નેકર છે અને તારી સેવામાં હાજર છે એમ સમજજે. તારી મરજીમાં આવે તેવી રીતે સર્વની સાથે તું કામ લેજે !” આટલી સુંદર અને ઉદાર પ્રાર્થના વિભાકરે મને કરી, પરંતુ વૈશ્વાનરને હમેશાં કઈ પણ પ્રકારને ગુણ હતો જ નથી તેથી હું તે જરા પણ આભાર માનવાને બદલે મૌન ધારણ કરીને ચુપ બેસી રહ્યો. હવે એવી રીતે આનંદ વિલાસમાં તે દિવસ આખો પસાર થઈ
ગયે. રાત્રીની શરૂઆતમાં રાજ્યમંડળ ભરાતું હતું વિભાકર તે પ્રમાણે ભરાઈને વિસર્જન થયું. ત્યાર પછી પનું ખૂન. તાની પ્રેમી સ્ત્રીઓને પિતાની સાથે સુવા આવવાનો
નિષેધ કરીને મારા ઉપર અત્યંત પ્રેમ હોવાને લીધે વાસભુવનમાં આવેલી મહા મૂલ્યવાળી એકજ શયામાં વિભાકર રાજા
૧ રાજા જાતે પાન આપે તે સર્વથી મોટું માન ગણાય છે.
૨ પ્રભાકર વિભાકર રાજાના પિતા. કનકશેખર સાથે લડાઈ થઈ ત્યારે પ્રભાકર રાજ જીવતા હતા. તે વખતે વિભાકર રાજવારસયુવરાજ હતો. જુઓ પૃ. ૫૮૪.
ક વાસભુવનઃ સુવાને એારડે.
Page #688
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ ]
ખૂનીક્રોધીના રખડપાટો,
૬૪૭
મારી સાથે સુતે. અરે અગૃહિતસંકેતા ! તે વખતે હિંસા અને વૈશ્વાનરે મારા મનને એટલું ચકડોળે ચઢાવ્યું હતું કે વિભાકર રાજા જેને મારા ઉપર આટલા બધા પ્રેમ અને વિશ્વાસ હતા તેને મેં પાપીએ રાત્રીમાં ઉઠીને નીચે પટકી પાડ્યો અને મારી નાખ્યા. ત્યાર પછી માત્ર શરીરપર એક જ વસ્ત્ર પહેરીને હું કનકપુર નગરથી બહાર નીકળી ગયા.
કનકચૂડને આદર. કનકરશેખરના પ્રશ્ન. ખૂનના પ્રયત-બચાવ,
કુશાવર્તપુરે.
ભયંકર રાત્રીમાં એકલા બહાર નીકળી હું મોટી અટવીમાં આવી ચઢ્યો. ત્યાં મેં અનેક પ્રકારનાં દુ:ખો સહન કર્યાં. અનેક પ્રકારના લેશે. ખમતા છેવટે હું 'કુશાવર્તપુરે આવી પહોંચ્યા. બહાર ઉદ્યાનમાં રહ્યો ત્યાં મને કનકરશેખરના નાકર ચાકરાએ જોઇ લીધા તેથી તેણે મારા આવવાના સમાચાર મહારાજા નચૂડને અને યુવરાજ કનકરશેખરને આપ્યા. તેઓએ મનમાં વિચાર કર્યો કે નંદિવર્ધન કુમાર એકલો જ અહીં આવ્યા છે તેનું કાંઇ પણ કારણ હોવું જોઇએ. તેઓ પાતાના ખાસ માસના પરિવારને સાથે લઇને બન્ને મારી પાસે આવ્યા. ઉચિત માન અરસ્પરસ આપ્યું લીધું. ત્યાર પછી હું અને કનકરશેખર ઉત્સાકમાં સાથે બેડા પછી તેણે મને એકલા આવવાનું કારણ પૂછ્યું. મને વિચાર થયો કે આને પણ મારૂં ચરિત્ર પસંદ આવતું હોય એમ જણાતું નથી, માટે એવાને તે પેાતાની વાત શું કામ કરવી જોઇએ? તેથી મેં નકશેખરને કહ્યું · એ વાત જવા દે ! એમાં કાંઇ દમ નથી. ’ કનકરશેખરને આવેા જવાબ જરા વિચિત્ર લાગ્યા તેથી વળી બાલ્યા · અરે ભાઇ ! મને પણ તારી વાત ન કહેવાય? તું શું મારાથી આટલી બધી જૂદાઇ રાખે છે?' મેં જવાબમાં કહ્યું • ના ! એ વાત તે
"
6
૧ કુશાવર્તપુરઃ કનચ્ડ રાનની રાજધાની, કનકરશેખરનું ગામન્ત્યાં રહી નંદિવર્ધને લડાઇમા જીત મેળવી હતી અને કનકરશેખરની બહેન કનકમંજરીને પરણ્યા હતા તે તેના મામાનું શહેર.
૨ ઉત્સારકઃ એકાંત ગાખલેો. હવેલીની બહાર રવેશ ઝુલતા હાય તેમાં ગાલીચા નાખી Balcony જેવી બેસવાની જગ્યા.
૩ હજી સુધી જયસ્થળ નગરના દાહ, કનકમંજરી તથા વેવાઇએનાં ખૂનેાની વાત કુશાવર્તપુરે પહોંચી નથી એમ જણાય છે.
Page #689
--------------------------------------------------------------------------
________________
१४८
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતાવ છે કહેવાનો જ નથી.” ત્યારે વળી વધારે આગ્રહ કરીને કનકશેખરે કહ્યું “ભાઈ ! તારે એ વાત તે મને કરવી જ પડશે, જ્યાં સુધી એ વાત તું મને નહિ કહે ત્યાં સુધી મારા જીવને ચેન પડે તેમ નથી.” “મેં વાત કહેવાની ના કહી તો પણ આ હજુ સમજતો નથી અને મારા હુકમને માન આપતા નથી” એ વિચારથી વૈશ્વાનર અને હિંસા મારા મનમાં રહ્યા રહ્યા હીલચાલ કરવા મંડી ગયા. તે વખતે કનકશખરની કેડમાંથી જમની જીભ જેવી ચમકતી તરવાર મેં ખેંચી લીધી અને કનકશેખરને મારવા માટે તે ઉગામી. તે વખતે “અરે આ શું?” એમ બોલતા કનકચૂડ મહારાજા વિગેરે સર્વ દોડતા આવી પહોંચ્યા અને મેટે કેળાહળ થઈ ગયો. તે વખતે કનકશેખરના ગુણથી ખેંચાઈ આવેલ નજીક રહેલા દેવતાએ મને થંભી દીધો અને સર્વના દેખતાં મને ઉપાડીને આકાશમાર્ગ તે દેશની હદ ઉપરના ભાગમાં લઈ મૂક્યો.
ચેરોએ ઓળખે. તેમના સૂવાલથી ક્રોધ,
પાચન અને ત્યાગ, અંબરીષ ચેરપલ્લીમાં.
દેવતાએ ત્યાંથી "અંબરીષ જાતિના વીરસેન વિગેરે ચોરોની ૫લીમાં લાવી મને મૂકયો. મારા હાથમાં તરવાર રહી ગઈ છે અને તે
ઈને મારવા માટે મેં ઉગામેલી છે એવી અવસ્થામાં તેઓએ (ચરોએ અને ચેરના નાયકે ) મને જે અને જોતાં વતજ તેઓએ મને - ળખી લીધો. તેઓ સર્વ એક વખત મારા નોકર થઈ રહ્યા હતા તેથી મને જોતાંજ એકદમ મારે પગે પડ્યા અને હકીકત શી છે એમ આતુરતાથી પૂછવા લાગ્યા. હું તેને કોઈ જવાબ આપી શક્યો નહિ તેથી ચોરોને ઘણુ નવાઈ લાગી. તેઓ મારે બેસવાને માટે આસન લઈ આવ્યા, પણ તેના ઉપર મારાથી બેસી પણ શકાયું નહિ. તેઓને મનમાં જરા
એટલે તે વખતે દેવતાઓ દેવતાએ બંધન- મને થંભી દીધો હતો તેમાંથી રોપર કરૂણું કરીને માંથી છેડ. (મને) છૂટો કર્યો. દેવતાએ છૂટે કર્યો એટલે મારાં
અંગોપાંગ હાલવા ચાલવા માંડયા, જે હકીકત જોઇને ચોરોને ઘણો આનંદ .
1 જયસ્થળથી કુશાવર્તપુરે આવતાં આ અંબરીષ ચાર સાથે નહિ નને લડાઈ થઇ હતી જેમાં તેણે ધણું શુરાતન દેખાયું હતું અને સર્વ ને પિતાના નોકર બનાવ્યા હતા. લુઆ પૃષ્ઠ ૫૫૮૨ (પ્રકરણ ૨૨.)
Page #690
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯] ખનીજોધીને રખડપાટે. તેઓએ પછી મને આસન પર બેસાડ્યો અને આ સર્વ હકીકત
કેમ બની આવી તે સંબંધી પ્રેમપૂર્વક પૂછવા લાગ્યા. પ્રેમના પ્રશ્ન મ મારા મનમાં વિચાર ક્યાં કે આતે ભારે પંચાત પર અંધ છોધ. થઇ ! જ્યાં જઈએ છીએ ત્યાં આવા પારકી ચિંતામાં
બળનારા અને ઉપર ઉપરથી દેત-વળતા બતાવનારા લોકે મળે છે અને જરા પણ સુખે બેસવા દેતા નથી. ચારોને ફરીવાર પણ મેં જવાબ ન આપો તો પણ તેઓ ફરી ફરીને તે જ હકીકત પૂછવા લાગ્યા. આથી મને ઘણે કંટાળો આવ્યો. અંદર રહેલ હિંસા અને વિશ્વાનર તે વખતે તૈયાર થઈ ગયા એટલે કેટલાક ચોરને મેં કાર કરી નાખ્યા. આવો પ્રત્યક્ષ અણઘટત બનાવ જોઇને ત્યાં તે મોટો કેળાહળ થઈ ગયો. ચરો મારી સામે ઘણી મોટી સંખ્યામાં હોવાથી તેઓએ મારા હાથમાંથી તરવાર લઈ લીધી. પિતાની જાતને ભય લાગતો હોવાથી તેઓએ મને બાંધી લીધા. - હવે તે વખતે સૂર્ય અસ્ત છે, સર્વ જગ્યાએ અંધારૂં પસર્યું. ચોરોએ એકઠા મળીને વિચાર કર્યો કે આ નંદિવર્ધને અગાઉ આપણે ઉપરી નાયક પ્રવરસેનને મારી નાખ્યો હતો અને હાલમાં આપણા કેટલાક આગેવાન મુખ્ય ચોરોને મારી નાખ્યા છે તેથી જણાય છે કે તે હજુ આપણે પૂર્વ કાળને (જુને) દુશમન જ છે. આપણે તેની
સર્વ હકીકત સારી છે એમ ગણુને તેના દાસ થશત્રુત્વની ને રહ્યા હતા, લેકમાં એને આપણું સ્વામી તરીકે આશંકા. જણાવ્યો હતો અને એ વાત દૂર દેશાંતરમાં પણ
પહોંચાડી દીધી હતી, તેથી જે હવે તેને આપણે મારી નાખશું તો દુનિયામાં આપણે ઘણો અવર્ણવાદ બેલાશે, અને જેમ અગ્નિને પિોટલામાં બાંધી-ભારી શકાય નહિ તેમ તેને રાખો પણ અશક્ય છે; વળી અહીં રાખીને એને ગમે એટલે મારવામાં આવશે તો પણ તે અટકે તેવો તે છે જ નહિ; માટે દર પ્રદેશમાં લઇ જઇને એને છોડી દેવો એજ વધારે સારું છે એમ તેઓએ અંદર અંદર વિચાર કરીને નિર્ણય કર્યો. પછી તેઓએ મને ગાડામાં નાખી
૧ વિષમકટ પર લડાઇમાં પ્રવરસેન નાયકને નંદિવર્ધને માયો હતો. જુઓ પૃ. ૫૮૧. પ્રવરસેન પછી વીરસેન નાયકસ્થાને આવ્યું હતું.
૨ અગ્નિનું પોટલું બાંધી શકાતું નથી, તે તો પાટલામાં હેય તો પણ વધતો જ નય છે; તેમ નંદિવર્ધનને ચારે બાજુથી બાંધીને રાખવો એ પણ બને તેવું નથી એવો ભાવ જણાય છે.
૮૨
Page #691
--------------------------------------------------------------------------
________________
૬૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ ગાડાં સાથે જ જકડીને બાંધે અને મારા ઓઢા ઉપર સખ્ત વસ્ત્ર બાંધવામાં આવ્યું. એ ગાડાની સાથે મનેવેગી અને પવનવેગી બળદ જોડવામાં આવ્યા અને ગાડા સાથે કેટલાક માણસોને પણ મોકલ્યા. અમારું ગાડું ચાલ્યું અને રાત્રીમાં જ અમે બાર જોજન ભૂમિને ઉલ્લંઘી ગયા. એવી રીતે મંજલ દરમજલ કુચ કરતા અમે સર્વે શાળપુર નગરી નજીક આવી પહોંચ્યા. તે નગરની બહાર એક મલવિલય નામનું ઉઘાન હતું ત્યાં ચોરોએ મને મૂકી દીધો અને ગાડું લઈને તેઓ સર્વ પોતાના પલ્લી તરફ પાછા વિદાય થયા. શાર્દૂલપુરને પાદરે.
થોડા વખતમાં ત્યાં ઠંડે પવન વાવા લાગે, જે પ્રાણીઓમાં જન્મથી સહજ વૈર હતું તે પણ તેઓએ છોડી દીધું, આખા જંગલમાં (ઉદ્યાનમાં) વિશાળ પૃથ્વીની લક્ષ્મી જાણે આવીને વસી હોય તેવું વિકસ્વર તે થઈ ગયું, સર્વે ઋતુઓ જાણે એક કાળે ત્યાં સાથે જ ઉતરી આવી હોય તેવો સુંદર દેખાવ વતી રહ્યો, પક્ષીના ટોળેટેળાં આનંદકલ્લોલ કરવા લાગ્યાં, ભમરાઓ સરલ તાલમાં મનને હરણું કરે તેવો અવાજ કરવા લાગ્યા, તે પ્રદેશમાં બહુ તાપ ન લાગે અને પ્રકાશ ઘણે થાય તેવી રીતે સૂર્ય ઉદ્યત કરવા લાગે. આવી રીતે આખી કુદરત એવી અનુકૂળ થતી જણુઈ કે મારું મન પણ જરા એ બાબત તરફ ખેચાયું અને મારા મનમાં થતો સંતાપ કાંઇક ઓછો થયો.
૧ જે શાર્દુલપુરના અરિદમન રાજાએ કુવચન પ્રધાનને પોતાની પુત્રી નંદિવર્ધનને આપવા સારૂ જયસ્થળ નગરે મોકલ્યો હતો તે જ આ નગર છે. જુઓ પૃ. ૬૩૪.
૨ મવિલયઃ મલ એટલે અજ્ઞાનને મેલ તે વિલય એટલે નાશ. સ્થાનની પવિત્રતાથી જ જ્યાં અજ્ઞાનમેલને નાશ થાય તેવી જગ્યા.
૩ મહાત્મા પુરૂષના પગલાં થાય ત્યાં કુદરત આવી રીતે અનુકૂળ થઈ જાય છે. આ મહાત્મા કોણ છે તે હાલ તુરતમાં જ જોવામાં આવશે,
Page #692
--------------------------------------------------------------------------
________________
skas Res Res પ્રકરણ ૩૦ મું.
•*
વિલય ઉદ્યાનમાં તે વખતે અનેક દેવા આવી ૫હોંચ્યા. તેઓએ શરીરપર ધારણ કરેલા આષણાની પ્રભાના પ્રવાહ વડે દિશાઓમાં પ્રકાશ પડત હતા. તેઓએ. ઉદ્યાનની જમીન સાફ કરી નાખી, સુગંધી જળના ચારે તરફ છંટકાવ કર્યો, પાંચે વર્ણનાં સુંદર મનાહર ફૂલા ચારે તરફ પાથરી દીધાં, એક મેાટી વિશાળ અને રમણીય ભૂમિકાને રત્નોથી વિભૂષિત કરી દીધી, તેના ઉપર સુવર્ણકમળની રચના કરી, તેના ઉપર દેવદુષ્ય ( વસ્ત્ર ) ને અતિ સુંદર ચંદરવા આંધ્યા, તે ચંદરવાને માતીઓની શેરો ચારે તરફ લટકાવી દીધી. એવી રીતે સર્વ સુંદર રચનાએ દેવતાએ તેયાર કરી દીધી. પછી જાણે યથેષ્ઠ ફળ આપનાર હોવાથી સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હાય નહિ, સ્થિરતા ગુણે કરીને જાણે સાક્ષાત્ મેરૂ પર્વત જ હોય નહિ, અનેક ગુણરત્નોની ખાણ હોવાથી જાણે સાક્ષાત્ ક્ષીર સમુદ્ર જ હાય નહિ, શીતલેરય હોવાથી જાણે સાક્ષાત્ ચંદ્ર જ હોય નહિ, ઘણા
વિવેક કેળવીનું ભદ્રે આગમન.
મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી.
આ અને આવતાં બે પ્રકરણા સાથેજ ગણવાનાં છે, માત્ર સગવડ ખાતર ત્રણ પ્રકરણ પાડવામાં આવ્યા છે.
૧ તીર્થંકર મહારાજને માટે દેવે સમવસરણની રચના કરે છે, સામાન્ય કેવળી માટે ઇચ્છા થાય તેા ભક્તિભાવથી દેવેા કમળની રચના કરે છે. સામાન્ય કંવળીને સમવસરણ હાય નહિ એવા કલ્પ છે.
૨ ફળ શ્લેષ છે: (૧) કલ્પવૃક્ષ પક્ષે સ્થૂળ વસ્તુ; (ર) આચાર્ય પક્ષે મેક્ષસ્વર્ગ વિગેરે ફળ.
૩ સ્થિરતા શ્ર્લેષ છે: ( ૧ ) મેરૂપર્વત પક્ષે-હાલે ચાલે નહિ તે ભાવ; (૨) આચાર્ય પક્ષેન્ડગે નહિ તેવા નિશ્ચળ ગુણ.
૪ રત શ્લેષ છે: (૧) સમુદ્રમાં રતો હોય છે; (૨) કેવળીમાં અનેક ગુણા સુપ્રસિદ્ધ છે.
૫ શીતલેશ્ય ક્ષેષ છેઃ (૧) ચંદ્ર પક્ષે-ઠંડાપણાને સ્વભાવ છે જેને; (૧) આચાર્ય પક્ષે-શીતલેશ્યા-શાંત સ્વભાવવાળા.
Page #693
--------------------------------------------------------------------------
________________
૬૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
પ્રતાપ હોવાથી જાણે સાક્ષાત્ સૂર્ય જ હાય નહિ, મહા મુશ્કેલીએ પ્રાપ્ત થઇ શકે તેવા હોવાથી જાણે સાક્ષાત્ ચિંતામણિ રત જ હાય નહિ, અત્યંત નિર્મળ હોવાથી જાણે સાક્ષાત્ સ્ફટિક રન જ હાય નહિ, સર્વ સહન” કરવાની વિભૂતિ હેાવાને લીધે જાણે સાક્ષાત્ પૃથ્વીના ભાગ જ હાય નહિ, કાઇનું અવલંબન નહિ કરતા હેાવાથી જાણે સાક્ષાત્ આકાશના પ્રદેશ જ હાય નહિ તેવા, કેવળ જ્ઞાનરૂપ સૂર્યને ધારણ કરનાર વિવેક નામના આચાર્ય મહારાજ ત્યાં પધાર્યાં. તેમના આવવાના માર્ગઉપર દેવતાઓ અત્યંત આતુરતાથી નજર નાખીને રાહ જોઇ ઊભા રહ્યા હતા. ગંધહસ્તી” જેમ અનેક હાથણીઓના ટેાળાથી પરવરેલ હોય તેમ આ મહાધુરંધર આચાર્ય તેમના જેવા જ શાંતમૂર્તિ અનેક શિષ્યાથી પરવરેલા હતા. આચાર્ય મહારાજ ત્યાં પધાર્યા એટલે તુરતે જ નકકમળ ઉપર તેમને બીરાજમાન કરવામાં આવ્યા. ત્યાં આગળ હાથ જોડીને ઊભી રહેલી સભા તેઓશ્રીને યોગ્ય પ્રણામ નમસ્કાર–વંદના વિગેરે કરી રહી ત્યાર પછી સર્વ જમીનપર બેસી ગયા. કેવળી ભગવાન વિવેકાચાર્યે ત્યાર પછી વ્યાખ્યાન કરવાની શરૂઆત કરી.
તે વખતે ભગવાનના પ્રતાપને સહન નહિ કરી શકવાથી મારા શરીરમાંથી હિંસા અને વૈશ્વાનર બહાર નીકળી ગયા અને મારાથી દૂર જઇને મારી રાહ જોવા લાગ્યા.
૧ પ્રતાપ લેષ છે: (૧) સૂર્ય પક્ષે તાપ; (૨) કેવળી પક્ષે-તેજ.
ર ચિંતામણિ રત મળવું મુશ્કેલ છે; આવા મહાત્માનો યાગ થવા પણ ઘણા મુશ્કેલ છે.
૩ નિર્મળ શ્લેષ છે: (૧) સ્ફટિક પક્ષે-જેની આરપાર જોઇ શકાય તેવું; (ર) આચાર્ય પક્ષે-મેલ-દોષ વગરના,
૪ સર્વસહિષ્ણુતા શ્લેષ છે: (૧) જમીનપર ગમે તેવા ખો મૂકવામાં આવે તે તે સહન કરે છે; તેને ખાદે, કાપે, તેાડે, ફાડે તા પણ તે ગુસ્સે થતી નથી; (૨) આચાર્ય સર્વ પ્રકારના પરિહા-ઉપસર્ગો સહન કરે છે તેથી જ મીન પેઠે તેમનામાં પણ સર્વસહિષ્ણુતાના ભાવ છે.
૫ અવલંખન શ્લેષ છે: (૧) આકાશને કાઇના ટેકાને ખપ નથી; (૨) આચાર્ય નિરાલંબ ધ્યાન કરે છે; પેાતાના ોરથી જ મેાક્ષ પ્રાપ્ત કરે છે; કાઇના આલંબનની-ટેકાની અપેક્ષા રાખતા નથી.
૬ વિવેક આચાર્યને અહીં લઇ આવવામાં ગ્રંથકર્તાએ ધણી ખૂબિ કરી છે. સારા ખરાબનું જ્ઞાન એટલે વિવેક. એ જ્ઞાનની પ્રાણીને ઘણી જ જરૂર છે અને તેના વગર સર્વ પ્રયાસ લગભગ નકામા જેવા જ થાય છે.
૭ ગંધહસ્તી એવા આકર્ષક હાય છે કે તેની પછવાડે સકડા હાથણીએ પ્રેમથી ફર્યાં જ કરે છે. ટાળાબંધ હાથણીઓના તે પિત હેાય છે.
Page #694
--------------------------------------------------------------------------
________________
૬૫૩
પ્રકરણ ૩ ] મલેવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી.
અરિદમન રાજાની સ્તુતિ. હવે એ શાલપુર નગરમાં અરિદમન નામનો રાજા હતો, તેણે લેકેને મુખેથી વિવેકાચાર્ય બહાર ઉદ્યાનમાં પધાર્યા છે એવા સમાચાર સાંભળ્યા એટલે કેવળી મહારાજને વંદન કરવા સારૂ તે નગર બહાર નીકળ્યો. પૂર્વે તેની જે દીકરી મદનમંજૂષાનું પાણિગ્રહણ કરવા સારૂ તેણે પોતાના પ્રધાન પુરૂષ સ્ફટવચનને મારી પાસે મોકલ્ય હતો તે કન્યા પણ તેની સાથે ત્યાં આવી હતી અને અરિદમન રાજાની રાણું અને મદનમંજૂષાની માતા રતિલ પણ સાથે જ આવી હતી. અરિદમન રાજાએ રાજ્યનાં પાંચ ચિહ્નો બહાર છોડી દીધો, કેવળી ઉપર મનમાં અત્યંત ભક્તિ દેખાડી અને ઉત્તરાસંગ ધારણ કરી સૂરિમહારાજના અવગ્રહમાં તે દાખલ થયો. ત્યાર પછી સૂરિ મહારાજના ચરણમાં પંચાંગ પ્રમ પૂર્વક નમસ્કાર કરીને પિતાના હાથ જોડી કપાળે લગાડી મુખેથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું.
અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરનાર હે સૂર્ય! રાગ રૂપે સંતાપને નાશ કરનાર હે ચંદ્ર"! તમને નમસ્કાર છે. હે કરૂણસમુદ્ર! તમારા પવિત્ર પગલાનું આજે દર્શન કરાવી, સંસારનો નાશ કરાવીને અમને પાપથી મુક્ત કરી દીધા છે. આજે જ ખરેખર મારે જન્મ થયો છે, આજે જ ખરેખરું રાજ્ય મને પ્રાપ્ત થયું છે, મારી શ્રવણેન્દ્રિય આજે જ કૃતાર્થ થઈ છે અને આંખેવટે આજે જ હું દેખતે થયો છું ! કારણ કે સર્વ પ્રકારના સંતાપ, પાપ અને અને રેચ આપનાર અને મારા મહાભાગ્યને સૂચવનાર આજે આપશ્રીનું દર્શન મને થયું છે. સર્વ પાપોને નાશ કરનાર મહાત્મા આચાર્ય મહારાજની આવા સુંદર શબ્દોમાં સ્તુતિ કર્યા પછી અરિદમન રાજાએ બીજા સર્વ સાધુઓને વંદના કરી અને ત્યાર પછી નિર્જીવ ભૂમિને જોઈને પિતે જમીન પર બેઠા. તે વખતે સ્વર્ગ અને મોક્ષ રૂપ વસ્તુઓને પ્ર
૧ જુએ પણ ૬૩૪.
૨ છત્ર, ચામર, પાદુકા, છરી અને તરવાર આ પાંચ રાજ્યચિહ્યો છે. દેવવંદનભાષ્ય ગાથા ૨૧ મીમાં છડીને સ્થાને મુગટ કહેલ છે.
૩ ઉત્તરાસંગઃ ખેસ જેવું વસ્ત્ર. મોટા માણસ પાસે જતી વખતે ઉત્તરાસંગ ધારણ કરવું જોઇએ એ શિષ્ટાચાર છે.
૪ સૂર્ય અંધકારને નાશ કરે છે; આચાર્ય અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરે છે. ૫ ચંદ્ર તાપને નાશ કરે છે; આચાર્ય રાગદ્વેષરૂપ સખ્ત તાપનો નાશ કરે છે.
Page #695
--------------------------------------------------------------------------
________________
૬૫૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ત્યક્ષ કરાવતા હોય તેવી રીતે આચાર્ય મહારાજે તેમજ સર્વ સાધુએ રાજાને ધર્મલાભ દીધો. ત્યાર પછી બીજા સર્વ લોકેએ આચાર્ય મહારાજને અને મુનિઓને વંદના કરી. સર્વે બેસી ગયા પછી લેયાત્રા કરવા ઉઘુક્ત ગયેલા આચાર્ય મહારાજે દેશના દેવા માંડી.
વિવેક કેવળીની દેશના, અહો ભવ્ય પ્રાણીઓ ! કઈ પણ પ્રકારને થાક ખાધા વગર “પ્રાણ આ સંસારઅટવિમાં ભટક્યા કરે છે. તેને સર્વજ્ઞ મહારાજે “બતાવેલ ધર્મની પ્રાપ્તિ થવી ઘણી જ મુશ્કેલ છે. એમ કહેવાનું “કારણ એ છે કે જ્ઞાનચક્ષુથી જોતાં આ સંસાર અનાદિ કાળથી “આવોને આવો વર્તે છે, લેક પણ પ્રવાહથી અનાદિ છે અને જો “પણ અનાદિ કાળથી છે. હવે એ પ્રાણીઓને અનાદિ કાળની રખડપટ્ટીમાં કઈ પણ વખત સર્વ બતાવેલા ધર્મની પ્રાપ્તિ થઇ હોતી નથી અને તેને લઈને તેઓ બાપડા સંસારમાં રખડ્યા જ કરે છે અને તેમની રખડપટ્ટીનો છેડે કદિ આવતું નથી. જે તેKઓને કદિ પણ ધર્મની પ્રાપ્તિ થઈ હોય તો પછી તેઓને સંસારમાં
રહેવાનું જ શેનું હેય? અગ્નિના મેળાપમાં તરખલાનો સંભવ કે “અસ્તિત્વ ક્યાંથી હોઈ શકે? તેટલા માટે હે રાજન્ ! તીર્થંકર - “હારાજે બતાવેલ ધર્મ આ પ્રાણુએ પૂર્વે કદિ પણ પ્રાપ્ત કર્યો નથી
એ ચોક્કસ નિર્ણય થાય છે અને તે સંબંધમાં જરા પણ શંકા “રહેતી નથી. જેવી રીતે મો સમુદ્રમાં ડેળાયા કરે છે તેમ પ્રા“ણીઓ આ અનાદિ સંસારરૂપ સમુદ્ર જે નિરંતર દુ:ખથી ભરેલો છે તેમાં ડેળાયા કરે છે, અહીંથી તહીં ભસ્યની પેઠે ઘસડાયા કરે છે
અને નિરંતર અટવાયા કરે છે; એવી રીતે ભટકતાં જ્યારે સ્વકર્મને “અને ભવ્યપણાનો પરિપાક થાય, મનુષ્યભવાદિ સામગ્રી મળી જ આવે, સમય ( કાળ )ની અનુકળતા થાય ત્યારે તેના ઉપર મહાક“લ્યાણ કરનાર અચિંત્ય શક્તિવાળી પ્રભુની કૃપા થાય છે અને તેને પરિણામે મહા મુશ્કેલીઓ ભાંગી શકાય તેવી ગ્રંથીનો ભેદ કરીને (ગાંઠને કાપી નાખીને) સર્વ કલેશનો નાશ કરનાર જિતેંદ્ર ભગવા
૧ પ્રવાહથી અનાદિ છે એ વિચાર ઘણે તત્વસૂચક છે; એમાં Evolution બતાવ્યું છે અને ભાવ ફરે પણ લકતવ રહે એમ બતાવ્યું. પર્યાયાંતર થયા કરે છે એ વાત સમજવા જેવી છે. જુઓ દ્રવ્યગુણપર્યાયને રાસ. - ૨ અનાદિ મિથ્યાત્વની ગાંઠ. ચંથિભેદ પર અન્યત્ર વિવેચન થઇ ગયું છે. જુઓ પૃ. ૮૬-૮૮ (પ્રથમ પ્રસ્તાવ).
Page #696
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦] મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. ૬૫૫ નના તત્વનું દર્શન પ્રાણી પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ પ્રાણી તીથંકર મહારાજે બતાવેલ સર્વ દુઃખને નાશ કરનાર ગૃહસ્થધર્મને “અથવા સાધુધર્મને સ્વીકાર કરે છે. આવા પ્રકારની સામગ્રી પ્રા
ણીને મેળવી ઘણી મુશ્કેલ છે અને તેટલા માટે રાધાવેધનું સાધવું “જેમ ઘણું જ મુશ્કેલ છે તેમ ધર્મની પ્રાપ્તિ થવી તે પણ ઘણું જ “મુકેલ છે એમ વારંવાર કહેવામાં આવ્યું છે. હવે જે તમને શુદ્ધ
ધર્મની પ્રાપ્તિ થઈ છે તો તેને પાળવામાં બને તેટલો ઉદ્યમ કરે “અને એ ધર્મની જેટલે અંશે પ્રાપ્તિ ન થઈ હોય તેટલે અંશે મેળવવાને માટે તે ભદ્ર જીવો! તમે પ્રયાસ કરે.”
અરિદમને પૂછેલા નંદિવર્ધન સંબંધી સવાલ. એ વખતે અરિદમન રાજાએ વિચાર કર્યો કે-આ આચાર્ય ભગવાન તે કેવળજ્ઞાનરૂપ સાક્ષાત સૂર્ય છે, તેથી તે કોઈ પણ વાત અજાણ હોય જ નહિ, માટે આ ભગવાનને મારા મનમાં જે સંશય છે તે પૂછી જોઉં. અથવા તો આચાર્ય મહારાજને કેવળજ્ઞાન છે તો તેઓ મારા મનમાં રહેલ સંશય પિોતે પિતાથી જ જાણી શકશે અને મને જે હકીકત જાણવાની ઈચ્છા થઈ છે તે સમજી જશે અને મારા ઉપર કૃપા કરીને સર્વ હકીકત પોતે જ કહી બતાવશે. રાજા આ પ્રમાણે વિચારે છે તેવામાં ભવ્ય પ્રાણુઓને વિશુદ્ધ બોધ કરવાના ઉદ્દેશથી રાજાને સંબોધીને કેવળી ભગવાને કહ્યું –
વિવેકાચાર્ય–“અરિદમન મહારાજ ! તમારા મનમાં જે સંદેહ છે તે વાણીથી છે.”
અરિદમન-“ભગવદ્ ! હકીકત એમ છે કે આ નજીકમાં બેઠેલી મદનમંજાપા નામની મારી દીકરી છે. તેનો સંબંધ પરાજાના કુમાર નંદિવર્ધન સાથે કરવા માટે થોડા વખત પહેલાં અહીંથી મારા એક વચન નામના અધિકારીને જયસ્થળ નગરે મોકલ્યો હતો. તેને ગાયોને ઘણે વખત થયા છતાં જ્યારે તે પાછો આવ્યો નહિ ત્યારે તેનું શું થયું તે સંબંધી તપાસ કરવાને અહીંથી મેં કેટલાક મા
સોને જયસ્થળ નગરે મોકલ્યા. થોડા વખત પછી જયસ્થળ નગ- એ પ્રમાણે તપાસ કરવા મોકલેલા પુરૂષએ પાછા રના સમાચાર. આવીને જણાવ્યું કે “એ જયસ્થળ નગર તે બળીને
ભસ્મ થઈ ગયું છે અને જંગલને જેમ દવ લાગ્યો ૧ રાધાવેધઃ આડા અવળા ફરતા ચાર ચાર ચક્કરોની વચ્ચેથી નીચે તેલની કઢામાં જોઇ બાણને એવી રીતે પસાર કરવું કે ચક્ર ઉપર રહેલ રાધા નામની પુતળીની ડાબી આંખને તે વીંધી નાખે. આ પ્રયોગ ઘણા જ મુશ્કેલ છે,
Page #697
--------------------------------------------------------------------------
________________
૬૫૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
હોય તેમ આખું ભાઠો થઇ ગયું છે. વળી જંગલને દવ લાગે ત્યારે જેમ તેની આસપાસનું મંડળ (ચારે બાજુના પ્રદેશ) પણ મળી જાય તેમ તે જયસ્થળ નગરની નજીકનાં નાનાં ગામે અને શહેરો પણ મળીને નાશ પામી ગયાં છે. તે સર્વ મળીને એને એવા ભાડો થઇ ગયેલ છે કે હાલ તે જાણે એક જંગલ હેાય તેવુંજ દેખાય છે. ત્યાં તપાસ કરવા ગયેલા મારા માણસાને એક પણ એવા માણસ ન મળ્ય કે જેને એ સર્વ હકીકત કેમ બની કે શું થઇ ગયું તે સંબંધી સમાચાર પણ પૂછી શકાય ! આ પ્રમાણે હકીકત સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે અહા અહો ! આ તે મેાટી ઉપાધિ ઉત્પન્ન થઇ! અરે પણ આ પ્રમાણે થવાનું કારણ શું હશે? અરે શું ત્યાં તે એકદમ અચાનક ઉત્પાત થયા હશે અને તેને પરિણામે અંગારાના વરસાદ થયા હશે ! અથવા તેા અગાઉ ગુસ્સે થયેલા કોઇ દેવતાએ એ નગરને આળીને ભાઠા કરી નાંખ્યું હશે! અથવા તો કાઇ તાપસાદિકે ક્રોધમાં આવી જઇને શાપ દઇને એ નગરને બાળી મૂકયું હશે ! અથવા તે ક્ષેમ અગ્નિવડે અથવા ચેારાએ તેને બાળી મૂકયું હશે ! આ હકીકતનું ખરેખરૂં સ્વરૂપ ન સમજવાથી મનમાં શોક પામતા ઘણા વખતથી હું તે સંબંધી મુંઝવણમાં પડેલા હતા. હવે આપશ્રીના દર્શન થવાથી મારા શાકના આજે નાશ થયા છે, પરંતુ મારા મનમાં જે સંદેહ ઉત્પન્ન થયા હતા તેનું હજી પણ નિવારણ થયું નથી; હવે આપસાહેબ મારો તે સંશય દૂર કરવા કૃપા કરો. ”
66
વિવેકાચાર્યે રાજન્ ! આ પર્યદાની નજીક એક પુરૂષ બેઠેલા છે જેના હાથપગ પછવાડેથી મજબૂત બાંધેલા છે, જેના મ્હોઢા ઉપર મેાટા ચા મારવામાં આવેલા છે અને જે વાંકા વળી ગયેલા છે તેને તમે જુએ છે ?”
અરિક્રમન—“ હા સાહેબ! એ પુરૂષને હું બરાબર જોઉં છું.” વિવેકાચાર્ય મહારાજ ! યસ્થળનગર એ પુરૂષે બાળી
નાખ્યું છે, ”
૧ નંદિવર્ધને જયસ્થળમાંથી નીકળતી વખતે આગ મૂકી હતી તેનું આવું પુરિણામ આવ્યું હતું. જુએ પૃ. ૬૪૧.
૨ ક્ષેત્ર અગ્નિઃ કેટલાક લોકો દાવાનળ સળગાવવાને ધર્મદીપ' કહે છે. સગાસ્નેહી મરતી વખત માને છે કે અમુક ધર્મદીપ કરશું. ધર્મદીપથી મરનારના આત્માને શ્રેય થશે એમ તેઓ માને છે. આને ક્ષેમ અગ્નિ-ધર્મદીપ કહે છે. ચારા ચારી કરી આગ મૂકે છે અને લોકોનું આગમાં ધ્યાન રહે ત્યાં પાતે પલાયન કરી જાય છે તેવા પ્રકારના અગ્નિ પણ અત્ર વર્ણવ્યા જણાય છે,
Page #698
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦] મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. ૬૫૭
અરિદમન–“અહો! રસાહેબ ! એજ પુરૂષે જયસ્થળને સળગાવી દીધું? ત્યારે મહારાજ ! એ પુરૂષ કેણુ છે ?”
વિવેકાચા–“રાજન ! તમે જેને જમાઈ કરવા ધાર્યો હતો તે જ આ કુમાર નંદિવર્ધન છે.”
અરિદમન–અરે સાહેબ! એ તે શું વાત ! શું નંદિવર્ધને પોતે જ એ કામ કર્યું? આવા પ્રકારનું કામ એણે શા માટે કર્યું? વળી અત્યારે તે આવી અત્યંત માડી અવસ્થામાં શા કારણે આવી ગયેલ જણાય છે ?” ત્યાર પછી આચાર્ય ભગવાને સ્ફટવચન પ્રધાન જયસ્થળનગર
પદ્મરાજાની સભામાં ગયો અને ત્યાં નંદિવર્ધન સાથે નંદિવર્ધનની નજીવી બાબતમાં હાંસાતસી થઈ ત્યારથી માંડીને કર્મકથા. ચોરોએ બાંધી ઉપાડી શાદલપુર નગરની બહારના
જંગલમાં (મને) છોડી દીધો ત્યાં સુધીની સર્વ વાર્તા વિગતવાર કહી સંભળાવી. મારું આવું ચિત્ર વિચિત્ર સ્વરૂપ સાંભળીને રાજાને તેમજ આખી મંડળીને ઘણી નવાઈ લાગી. અરિદમન રાજાએ વિચાર કર્યો કે તેનું (નંદિવર્ધનનું) હોટું બાંધેલું છે તે છોડી નાંખ્યું? અથવા તે એના હાથે છુટા કરૂં? અથવા તો નહિ નહિ ! હમણાજ આચાર્ય મહારાજે એનું ચરિત્ર નિવેદન કર્યું છે, તે જોતાં એને હમ
જ છૂટો કરીશ તે અત્યારે જ તે કાંઈક નકામી ધમાધમ ઊભી કરીને કેવળી ભગવાન પાસે અમને આવી મજાની ધર્મકથા સાંભળવાનો પ્રસંગ પ્રાપ્ત થ છે તેમાં કાંઈ વિશ્ન ઊભું કરશે. માટે હાલ તે તે જેમ પડે છે તેમજ ગુરૂ મહારાજની કથા ચાલે ત્યાં સુધી તેને રહેવા દે એ વધારે સારું છે. ધર્મકથાનું શ્રવણ પૂણે થયા પછી તેના સંબંધમાં ઘટતું કરવામાં આવશે. જે પ્રાણીનું આવું અઘોર પાપચરિત્ર છે તેના ઉપર એકદમ વધારે પડતી દયા કરી દેવી તે પણ એક રીતે તદ્દન અયોગ્ય છે. જે તે કેવળી ભગવાનને એક બીજે પણ સવાલ પૂછી લઉં.
અરિદમનના નંદિવર્ધન સંબંધી વધારે પ્રશ્નો. અરિદમન-મહારાજ ! અમે તે અગાઉ કુમાર નંદિવર્ધન માટે ઘણી સારી અને મેટી મોટી વાતો સાંભળી હતી અને તે મહા ગુણવાન છે એમ જાણવામાં આવ્યું હતું. અમે તો સાંભળ્યું હતું કે તે ઘણે બહાદુર છે, કાબેલ છે, ઠરેલ છે, સમજણવાળે છે, મહાસત્ત્વ વાનું છે, દઢ પ્રતિજ્ઞાવાળે છે, રૂપવંત છે, રાજનીતિને જાણનાર છે,
Page #699
--------------------------------------------------------------------------
________________
૬૫
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ છે, સર્વ ગુણાની લગભગ કસેાટિ જેવા છે અને બહુ માટી વિખ્યાતિ પામેલ અસાધારણ પુરૂષ છે-આવી આવી ઘણી વાતે તેના સંબંધમાં અમે સાંભળી હતી, છતાં એણે આવી અત્યંત પાપયુક્ત ચેષ્ટા શામાટે કરી હશે તે કાંઇ સમજાતું નથી ! ”
વિવેકાચાર્ય—“ રાજન્! એ બાપાને એમાં કાંઇ પણ દોષ નથી, તમે એના જે જે ગુણેનું વર્ણન કર્યું તે સર્વ ગુણોથી યુક્ત તે પાતાના 'સ્વરૂપમાં હેાય ત્યારે ખરાખર વર્તે છે. ’
અરિદમન—ત્યારે સાહેબ! એવા ચરિત્ર માટે ો એને કાંઇ દાષ નથી તે તે સર્વ દોષ કોનેા છે તે આપ મને કૃપા કરીને સમાવેશ."
વિવેકાચાર્યે
મનુષ્યો બેઠેલા છે તેનેા એ સર્વ દોષ છે.
રાજાએ પેાતાની આખા વિકસ્વર કરીને આચાર્ય તરફ પુંડ કરીને બેઠેલા પેલા બે કાળા મનુષ્યા તરફ નજર કરી અને પછી તે બન્ને મનુષ્યેાને ધારી ધારીને વારંવાર જોયા.
અરિદમન
મહારાજ ! દૂરથી જોતાં તે એ એ કાળા વર્ણના મનુષ્યોમાં એક પુરૂષ દેખાય છે અને બીજી સ્ત્રી દેખાય છે.” વિવેકાચાર્ય તે જેયું તે તદ્દન બરાબર છે.” અરિદમન--“ મહારાજ! એ પુરૂષ કેણુ છે ? ’ વિવેકાચાર્ય—“ રાજન ! એ પુરૂષ મહામોહ રાજાના પૌત્ર (દીકરાના દીકરા) થાય છે, અને દ્વેષગજેંદ્રના પુત્ર (દીવેશ્વાનર હિંસાનું કરા) થાય છે, એની માતાનું નામ અવિવેકિતા છે અને એનું પોતાનું નામ વૈશ્વાનર કહેવાય છે. એના જ્યારે દ્વેષગજેંદ્રને ઘરે અવિવેકિતાની કુક્ષીએ જન્મ થયેા ત્યારે તે પ્રથમ તેનું ક્રોધ એવું નામ આપવામાં આવ્યું હતું, પણ ત્યાર પછી એનામાં જેમ જેમ ગુણેા(?) વધતા ગયા તેમ તેમ તેના માબાપે જ સગા સંબંધીઓને બલાવીને તેને સર્વને પસંદ આવે તેવું ગુણાનુરૂપ “વૈશ્વાનર ” નામ સ્થાપન કર્યું. '
તાત્ત્વિક સ્વરૂપ.
અરિદમન—' ત્યારે સાહેબ ! એ પુરૂષ સાથે બીજી સ્ત્રી બેઠેલી છે તે કાળુ છે?'
પેલા તેનાથી થાડે છેટે એ તદ્દન કાળા રૂપવાળા
**
૧ પાતાના સ્વરૂપે ચેતનમાં અનંત ગુણેા છે. કર્મને લીધે ગુણપર આવરણ થાય છે.
૨ વૈશ્વાનર એટલે અમિ. ક્રોધી માણસ નિરંતર ખલ્યાજ કરે છે, ક્રોધના ધમધનટમાં જ રહે છે અને તેને મગજ સર્વયા તેછ જ રહે છે.
Page #700
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ ] મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. ૬૫૯
વિવેકાચા–“ષિગજેંદ્રને સંબંધી એક દુષ્ટાભિસંધિ રાજા છે, તેની રાણી નિષ્કરૂણતા નામે છે, તેની એ દીકરી છે. તેનું નામ હિંસા છે.”
અરિદમન—“આ નંદિવર્ધન કુમાર સાથે એ બન્નેને (વૈધાનર અને હિસાને) સંબંધ ક્યાંથી અને કેવી રીતે થયે?” વિવેકાચા–“અરે એ બન્ને કુમાર નંદિવર્ધનના અંતરંગ
રાજ્યમાં મિત્ર અને સ્ત્રીપણે રહેલ છે–વેશ્વાનર પિતાને હિસાવે શ્વાનર તેના મિત્ર તરીકે જણાવે છે અને હિંસા તેની સ્ત્રી કૃત વિમર્યાસ. થઈને રહી છે. નંદિવર્ધને પણ પોતાનું હૃદય એ બન્નેને
એટલું બધું આપી દીધું છે કે તેને સંબંધ થયા પછી અમુક બાબતમાં પિતાને અર્થ સરે છે કે સરતો નથી તે વિચારતો નથી, અમુક બાબતમાં ધર્મ થાય છે કે અધર્મ થાય છે તેની દરકાર કરતો નથી, એ મૂક પદાર્થ ખાવા યોગ્ય છે કે નહિ તેનું લક્ષ્ય રાખતો નથી, અમુક પદાવ પીવા યોગ્ય છે કે નહિ તેની વિચારણું કરતો નથી, અમુક બાબત બેલવા યોગ્ય છે કે નહિ તે જાણતા નથી, અને મુક પદાર્થ કે સ્ત્રી તરફ જવા યોગ્ય છે કે નહિ તેની તુલના કરતો નથી અને અમુક કાર્ય કરવાથી પરિણામે પોતાને કેટલું હિત થશે અથવા કેટલું નુકશાન થશે તેને વિવેક કરતો નથી-આવી સ્થિતિ થયા પછી પિતામાં કેટલાક ગુણોને અમલમાં મૂકવાની ટેવ તેણે પાડેલી હતી તેને પણ તે ભૂલી ગયો છે, અને તેને આત્મા જાણે સર્વ દો
ને ઢગલેજ હોય તેવો થઈ ગયો છે. એ બન્નેને હૃદયમાં ધારણ કરવાથી નંદિવર્ધન પિતાની નાની વયમાં સાથે અભ્યાસ કરનાર નિરપરાધી બાળકોને અનેક પ્રકારના ત્રાસ આપતે હતા, અભ્યાસ કરાવનાર કળાચાર્યને વારંવાર દમ દેતો હતો અને હિતોપદેશ આપનાર વિદુરને પણ તે એક વખત લાત મારી દીધી હતી. ખરાબ સંગતમાં પડવાથી બાળકાળમાં આવા ધંધા કર્યા પછી જ્યારે તે જુવાનીમાં આવ્યું ત્યારે તે એ બન્નેની સોબતથી અનેક પ્રાણીઓનો ૪ઘાણ કાઢી નાખતા હતા. મોટી મોટી લડાઇ કરીને આખી દુનિયાને
૧ જુએ પૃ. ૩૫૧. (ચાલુ પ્રસ્તાવ-પ્રક. ૧ લું) ૨ જુઓ પૃ. ૩૫૨. ૩ જુઓ પૃ. ૫૫૧. ૪ જુઓ 'પૃ. ૫૭૮.
૫ વિષમ પર લડાઈ માટે જુઓ પૃ. ૫૭૯; સમરસેન ઢમ સાથે લડાઈ માટે જુઓ પૃ. ૧૮૪-૫.
Page #701
--------------------------------------------------------------------------
________________
૬૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
મેટા સંતાપ ઉત્પન્ન કરતા હતા. એ બંનેને વશ થવાથી તેણે પોતાની ઉપર અત્યંત ઉપકાર કરનાર પેાતાના તદ્દન નજીકના સગા સંબંધીઓને પણ મારી નાખ્યા, પેાતાના ઉપર પ્રેમ રાખનાર મહારાજા નકચૂડ અને કુમારશ્રી કનકરોખરની અવગણના કરી, એણે સ્ફુટવચનની સાથે અકાળે મિથ્યા વિવાદ કર્યો, કારણ વગર તેને મારી નાખ્યા, તેમજ પેાતાના માતા પિતા ભાઇ બહેન અને છેવટે પેાતાની અત્યંત પ્રિય સ્ત્રીનાં ખૂન કર્યાં, આખા નગરને સળગાવી મૂક્યું. અને સ્નેહથી ભરપૂર મિત્ર અને નાકરને મારી નાખ્યા. આ સર્વ હકીકત તે તમે હમણાજ જાણી છે. આ સર્વે દોષસમૂહ જે અત્યારે નંદ્રિવર્ધનમાં દેખાય છે તે સર્વનું કારણ તેને પેલા વૈશ્વાનર જે મિત્ર થઇને રહ્યો છે અને હિંસા જે તેની સ્રી થઇને રહેલી છે તે બે જ છે. એમાં આ બાપડા નંદિવર્ધન કુમારના કાંઇ દોષ નથી; એ તે પેાતાનાં અસલ સ્વરૂપે અનંત જ્ઞાનનું સ્થાન છે, અનંત દર્શનનું ભાજન છે, અનંત વીર્યનું પાત્ર છે, અનંત સુખનું ઠેકાણું છે અને ન ગણી શકાય તેટલા ગુણાનું વાસભુવન છે! રૃપે આપડો પોતાનું આવું સુંદર આત્મસ્વરૂપ છે તેને અત્યારે જાણતા નથી અને તેને લઈને જ આવા અત્યંત પાપી મિત્ર અને સ્ત્રી જેણે તેના સ્વરૂપમાં આટલા મેટા ફેરફાર કરી નાખ્યા છે તેની સાખતમાં પડી જઇને તેઓને તાબે રહે છે અને તેવી અવસ્થામાં રહીને અનેક દુ:ખપરંપરાને અનુભવ કરે છે.”
અરિક્રમન— મહારાજ ! અમે સ્ફુટવચન પ્રધાનને અહીંથી અમારી દીકરીને આપવા સારૂ જયસ્થળ નગરે માકલ્યા તે પહેલાં અમે ઘણા મનુષ્યાની પાસે સાંભળ્યું હતું કે જ્યારે એ નંદિવર્ધન કુમારના જન્મ થયા ત્યારે પદ્મરાજાના આખા રાજકુળમાં ઘણા જ આનંદ થઇ રહ્યો હતા, રાજાના ભંડારમાં અને સમૃદ્ધિમાં ઘણા વધારા થયા હતા અને આખા નગરને ઘણા આનંદ થયા હતા. ત્યાર પછી તે નં
મિત્ર ભાર્યા સેબતને સમય.
૧ જુએ પૃ. ૬૧૭. રાજસભામાં કનકશેખરનું મેટું અપમાન કર્યું અને પુ. ૬૨૦ માં કુશાવર્તપુર છેાડતી વખતે તેમની રા પણ ન લીધી. બીજી વખત આવ્યા ત્યારે તરવાર ઉગામી. જુએ પૃ. ૬૪૮.
૨ ભાઇ બહેન નંદિવર્ધનને હતાં એવી મૂળ કથામાં હકીકત આવી નથી. ૩ આ વિભાકર રાજાના પ્રસંગને લઇને છે. એ પૃ. ૬૪૬.
૪ પલ્લીપતિ રણવીર ઉપર કરેલ આક્રમણને સૂચવે છે. જીએ પૃ. ૬૪૩. અંબરીષ ચારાને તે વધારે લાગુ પડે છે. તુએ પૃ. ૬૪૮-૪૯.
Page #702
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ ] મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. દિવર્ધન કમાર મટે છે ત્યારે તે રાજ્યના પ્રધાન પુરૂષને ઘણે આનંદ, આપતો હતો, તેના ગુણેની વાતે ચારે તરફ ઘણી ફેલાણું હતી અને પોતાના પ્રતાપથી તેણે આખી દુનિયાને વશ કરી લીધી હતી, શત્રુઓ પર ઘણી જીત મેળવી હતી. વિજયપતાકા પ્રાપ્ત કરી હતી, યશને કે વગડાવ્યો હતો અને તેને લઈને આ પૃથ્વીતળપર એક સિંહની જેવું પરાક્રમ તેણે કરી બતાવ્યું હતું. છેવટે તેને સુખસમુદ્રમાં આનંદ કરતા સાંભળ્યો હતો. આવી આવી અનેક સુંદર વાતે કુમાર નંદિવર્ધનના સંબંધમાં અમે અગાઉ સાંભળી હતી. તેથી મહારાજ ! આ તેને પાપી મિત્ર અને દૂર ભાર્યા જે અત્યારે તેને આટલું બધું દુઃખ આપે છે તે તે વખતે તેની સાથે ન હતા? શું તેઓ હમણાજ તેના સંબંધમાં આવ્યા છે ?”
વિવેકાચા-“રાજન ! તે વખતે પણ આ મિત્ર અને ભાર્યા તે તેની સાથે જ હતા, પણ વળી તે વખતે તેનું એટલું બધું ઠીક કહેવાતું હતું અને દેખાતું હતું તેનું એક બીજું કારણ હતું.”
અરિદમન-“સાહેબ ! તે શું કારણ હતું?” વિવેકાચાર્ય-તે વખતે તેની સાથે એક પુણોદય નામને
મિત્ર હતો જે નિરંતર કુમારની સાથે રહેતો હતો. પુણોદયનું પહ્મરાજાના આખા કુટુંબને આનંદ છે અને બીજું સહચર. જે જે સર્વ થયું, જેની તમે હમણું વાત કરી તે સ
વનું કારણ એ પૃદય મિત્ર હતું. જ્યાં તે હોય છે ત્યાં તે પિતાના પ્રભાવથી આનંદ આનંદ કરી મૂકે છે અને યશવિસ્તાર ચારે તરફ ફેલાવે છે; પણ કમનશીબ વાત એવી બની કે પુણોદયથી એ રાવ સારાં વાનાં થતાં હતાં છતાં મેહને વશ પડેલ હોવાથી કુમારને તે વાતની ખબર પડતી ન હતી. એટલું જ નહિ પણ વાત એવી ઊંધી થતી હતી કે પૃદયના પ્રતાપથી તેને જે જે લાભ થાય, તેનું સારું થાય, તેની આબરૂ વધે, તે સર્વ તેના વૈશ્વાનર મિત્ર અને ભાર્યા હિંસાના પ્રતાપથી થયેલ છે એમ જ તે માનતા હતા. આથી પુણ્યોદય મિત્રને ધીમે ધીમે જણાવ્યું કે આ ભાઇશ્રી કાંઈ તેનો ગુણ માને તેવા કે વધારે સમજણવાળા છે જ નહિ. આવા વિચારથી ધીમે ધીમે તે કુમાર ઉપર પ્રેમ એ છે કરતો ગયો, તેનાથી ધીમે ધીમે દર થવા લાગ્યે અને જ્યારે આ નંદિવર્ધને વિનાકારણે રાજસભામાં ફટવચનનું માથું ઉડાવી દીધું ત્યારે તે એક દિશાએ રસ્તો માપી
૧ પૃ. ૬૩૬-૭; ત્યાં પુયોદય ચાલ્યો જાય છે તેનું વર્ણન આપ્યું છે.
Page #703
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ગયે અર્થાત તેનાથી તદ્દન છૂટે પડી ગયું. ત્યાર પછી તે પુણ્યદય વગરને થઈ પડયો, એટલે તે હિંસા અને વૈશ્વાનરે પિતાને ઘેર એની ઉપર વધારે ચલાવવા માંડ્યો અને તેથી અનેક પ્રકારનાં પાપ કરાવીને તેના ઉપર અનેક અનર્થના પ્રસંગો આપ્યા.”
અરિદમન–મહારાજ ! ત્યારે આ નંદિવર્ધનને એ હિંસા અને વૈશ્વાનરની સાથે કેટલા વખતથી સંબંધ થયેલે છે?”
વિવેકાચાર્યએ નંદિવર્ધન કુમારને હિંસા અને વૈશ્વાનર સાથે અનાદિકાળથી પરિચય છે. માત્ર પદ્મરાજાને ઘરે જ્યારે એને જન્મ થયે ત્યારે પેલા બન્ને વધારે સ્પષ્ટ રીતે તેનામાં પ્રગટ થયાં. અગાઉ તે બન્ને છુપાઈને રહ્યા હતાં.”
નંદિવર્ધનનું અનાદિ સ્વરૂપ, અરિદમન–“ત્યારે સાહેબ! આ નંદિવર્ધન કુમાર અનાદિ' કાળને છે?”
વિવેકાચાર્ય—“હા, તેમજ છે.”
અરિદમન–“ ત્યારે એ પદ્મરાજાના પુત્ર તરીકે શા માટે પ્રસિદ્ધ થ છે? અનાદિકાળનો હોય તો પછી તે છે જ એમ કહેવું જોઈએ.”
વિવેકાચાર્ય–“હું પધરાજાનો પુત્ર છું એવું તેને મિથ્યા અને ભિમાન (ખોટું આત્મજ્ઞાન) થયું છે. એવા બેટા અભિમાન ઉપર કઈ પણ પ્રકારનો મદાર બાંધો નહિ.”
અરિદમન—“ ત્યારે પરમાર્થથી આ નંદિવર્ધન કુમાર કેણુ છે અને કેનો પુત્ર છે? તે આપ બરાબર સમજાવો.”
વિવેકાચાર્ય–“અસલમાં આ નંદિવર્ધન કુમાર અસંવ્યવહાર નગરનો રહેનાર છે અને તેથી તે અસંવ્યવહારી કુટુંબનો ગણાય છે. એનું સંસારીજીવ નામ છે. કર્મપરિણામ મહારાજાના હુકમથી લેકસ્થિતિ અને તત્રિયોગને અનુસરીને તેને પિતાની ભાર્યા ભવિતવ્યતા
૧ પ્રશ્ન બે પ્રકાર છે. આત્મા તરીકે અથવા નંદિવર્ધન તરીકે. રાજાએ તો સામાન્ય પ્રશ્ન પૂછયો છે કે શું અનાદિકાળથી આ નંદિકુમાર છે ?
૨ જુઓ પૃ. ૩૦૦, ૩ જુઓ પૃ. ૨૯૮,
૪ લેકસ્થિતિ અને તત્રિયોગ દૂતના કર્તવ્યપર પૃ. ૩૦૩ પર વિવેચન થઈ ગયું. ત્યાં આપેલી નેટ પણ જુઓ પૃ. ૩૦૪.
૫ જુઓ પૃ. ૩૦૮. ત્યાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
Page #704
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ ] માલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. સાથે અસવ્યવહાર નગરથી બહાર કાઢવામાં આવ્યો છે ત્યારથી એ એક ઠેકાણેથી બીજે અને બીજેથી ત્રીજે રખડ્યા કરે છે. આ પ્રમાણે તમારે તેના સંબંધમાં સમજવું.”
અરિદમન-“સાહેબ! એ સર્વ કેવી રીતે થતું હશે અને એના સંબંધમાં કેવી રીતે થયું છે તે સર્વ વિસ્તારથી સાંભળવાની મને ઈચછા છે તો આપ પા કરીને મને તે સર્વ કહો.” વિકાચાચાર્ય–“જો તારી ઈચ્છા છે તે બરાબર સાંભળ.” પછી આચાર્ય મહારાજે મારે સર્વ હેવાલ વિસ્તારથી અરિદમન
રાજા સમક્ષ કહી સંભળાવ્યું. અરિદમનરાજા કેવળી ભવપ્રપંચ. આચાર્ય ભગવાનના દર્શનથી ગળી ગયેલ હોવાને
લીધે, બધ ઘણે સ્પષ્ટ અને શુદ્ધ હોવાને લીધે, ભગવાનનાં વચન વિશ્વાસ ઉપજાવે તેવાં હોવાને લીધે, તેનો આત્મા લઘુકમાં હોવાને લીધે તથા થોડા વખતમાં તેનું કલ્યાણ થવાનું હોવાને લીધે તેને ( રાજા અરિદમનને ) મનમાં સ્કુરણ થઈ આવી કે “આચાર્ય મહારાજે કેવળજ્ઞાનથી નંદિવર્ધન સંબંધી અને તેના રસંસાર પરિભ્રમણ સંબધી સર્વ હકીકત જાણું છે તે પ્રસંગને લઈને તે ખ્યાને સર્વ ભવપ્રપંચ મને બતાવવા ઈચ્છા રાખી હોય એમ જણાય છે. આ પ્રમાણે વિશુદ્ધ આત્માને લીધે વિચાર કરી પછી તેણે ભગવાનને પૂછયું “સાહેબ ! એ હકીકત જે પ્રમાણે મેં મારા મનમાં ધારી છે તે પ્રમાણે જ છે કે બીજી કઈ રીતે છે?”
વિકાચાર્ય–રાજન ! તે તેજ પ્રમાણે છે. તમારી બુદ્ધિ બરાબર રસ્તા પર આવી ગયેલી છે (માનુસારિણી થઈ ગઈ છે) તેથી હવે તમારી ધારણામાં ખેટી હકીકત આવવાને સંભવ નથી.”
૧ પૃષ્ટ ૩૧૩ માં સંસારીજીવને અસંવ્યવહાર નગરથી બહાર કાઢવામાં આવે છે તેનું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે.
૨ “માર્ગાનુસારી” એ સૈનને પારિભાષિક શબ્દ છે. સમ્યકત્વપ્રાપ્તિ ૫હેલાં ખોટા રસ્તા પરથી સાચા રસ્તા પર આવે અને નીતિનિયમોનું પાલન કરે તેને માગનુસારી કહેવામાં આવે છે. તેના ગુણો માટે જુઓ યોગશાસ્ત્ર-કર્તા શ્રીમાન હેમચંદ્રાચાર્ય.
Page #705
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ મું. ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા.
ચાર્યશ્રી વિવેક કેવળીએ જ્યારે અરિતમનરાજાને જણાવ્યું કે તેની બુદ્ધિ માર્ગાનુસારિણી થઇ છે એટલે રાજાને ઘણા આનંદ થયો, તત્ત્વ સમજવાની વિશેષ જિજ્ઞાસા થઇ અને સન્મુખભાવમાં મેટે વધારો થયા. પછી રાજાએ સવાલ કર્યો “ સાહેબ ! આપશ્રીએ હમણા જે વાત જણાવી તે નંદિવર્ધનની ખાસ છે કે બીજા કોઇ પ્રાણીના સંબંધમાં પણ તેવુંજ અને છે.” સવાલ પૂછવા પહેલાં જ રાજાના મનમાં ભવપ્રપંચના ખ્યાલ થઇ ગયા હતા, જવામ શું મળશે તેનું સહજ દર્શન થઇ ગયું હતું અને વિશેષ સ્પષ્ટતાની જરૂર હતી. આ અતિ મહત્વની બાબતપુર આચાર્યશ્રીએ ત્યાર પછી નીચે પ્રમાણે ખુલાસા કર્યોઃ—
પ્રાણીઓના ઉત્ક્રાન્તિક્રમ, મનુષ્યપણાની દુર્લભતા. ભવપ્રપંચની વિચિત્રતા, શુદ્ધ ધર્મગ્રાપ્તિની દુર્લભતા. વિવેકાચાર્ય—“ રાજન્ ! આ સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓના “ સંબંધમાં એવાજ પ્રકારના હેવાલ ઘણું ખરૂં અને છે. તે આ પ્રમાણે “ છેઃ સર્વ પ્રાણીઓ અસંવ્યવહારિક રાશિમાં પ્રાયે અનાદિકાળથી “ રહેતા હેાય છે. પ્રાણી જ્યારે ત્યાં વસતા હેાય છે ત્યારે ક્રોધ, માન, “ માયા, લાભ વિગેરે આશ્રવઢારા તેના અંતરંગના સગા સંબંધીએ “ હાય છે. વિશુદ્ધ જૈન આગમ ગ્રંથામાં બતાવેલાં અનુષ્ઠાન કરીને
*
વિશુદ્ધ માર્ગપર આવી જેટલા પ્રાણીએ કર્મથી મુક્તિ પામે છે— “ સિદ્ધ થાય છે તેટલાજ પ્રાણીએ એ અસંવ્યવહાર જીવરાશિમાંથી “ અહાર નીકળે છે ( વ્યવહાર રાશિમાં આવે છે) એ પ્રમાણે કેવ“ ળજ્ઞાનથી સર્વ વસ્તુઓ દેખી શકનારનું વચન છે. એ અસંવ્યવહાર “ રાશિમાંથી બહાર નીકળેલા જીવા એકેંદ્રિય જાતિમાં અનેક પ્રકારની “ વિડંબના પામતા હેરાનગતી ભાગવે છે, વિકલેંદ્રિયમાં નાના પ્ર
આ
૧ જે દ્વારા કર્મ આવે તે ‘આશ્રવન્દ્વાર' કહેવાય છે.
૨ એઇટ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિંદ્રિય જીવાનું સમુચ્ચય નામ વિકસેંદ્રિય' છે.
Page #706
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧] ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા. “કારનાં નાટકો કરે છે અને પાંચ ઇંદ્રિયવાળી તિર્થની જાતિમાં પરિ
ભ્રમણ કરે છે, ત્યાં સર્વત્ર તે અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે, “જુદા જુદા ભવમાં સહન કરવા માટે બંધાઈ ચૂકેલાં કર્મના જાળાં“ઓનાં પરિણમે ભેગવતાં વારંવાર નવાં નવાં રૂપો ભવિતવ્યતાને યોગે ધારણ કરે છે, અરઘઘટ્ટી (રેંટ)ના ન્યાયથી ઉપર નીચે ભમ્યા કરે છે અને ત્યાં તેઓનાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તા ઘણું રૂપ થાય છે અને વળી તેઓ કેઈ વખત પૃથ્વીનું રૂપ લે છે, કઈ વખત પાણીનું (અપ્લાયનું)-રૂપ લે છે, કેઈ વાર અ“ગ્નિનું રૂપ લે છે, કઈ વાર વાયુને દેહ ધારણ કરે છે, કેઈ વાર વન
સ્પતિનું શરીર ધારણ કરે છે. કેઈ વાર બેઇદ્રિય થાય છે, કઈ વાર ત્રણ ઇંદ્રિય ધારણ કરે છે, કેઈ વાર ચાર ઇંદ્રિય ધારણ કરે છે, “કઈ વાર અસંજ્ઞી પંચેદ્રિય તિર્યંચ થાય છે, કેઈ વખત સંસી પંચેંદ્રિય તિર્યંચ થાય છે, તિર્યંચ પંચંદ્રિયમાં પણ કઈ વાર જળચારી (મસ્યાદિક) થાય છે, કોઈ વાર જમીનપર ચાલનાર સ્થળચર થાય છે, “કઈ વાર આકાશચારી (પક્ષી)નું રૂપ લે છે આવી રીતે જુદાં જુદાં
રૂપ લઈને પ્રત્યેક સ્થાનમાં અનંતી વાર ભટકે છે. આવી રીતે અનેક “જગ્યાએ વિચિત્ર રૂપિવડે ભટકતાં ભટકતાં. મહાસમુદ્રમાં પડી ગયેલાને “જેમ કદાચ રદ્વીપની પ્રાપ્તિ થઈ જાય, મહારોગથી શરીર જર્જરિત થઈ “ગયા પછી જેમ કેઇને મહા ઔષધ (રામબાણ દવા)ની પ્રાપ્તિ થઈ
જાય, ઝેરથી મોટી મૂર્છા આવી ગયા પછી કદાચ મંત્ર જાણનાર ગારૂડીને જેમ ગ થઈ જાય અથવા તો દારિદ્રથી ગભરાઈ ગયેલા–ઘે“રાઈ ગયેલા પ્રાણુને જેમ અચાનક ચિતામણિ રત્નની પ્રાપ્તિ થઈ જાય
તે પ્રમાણે ઘણી મુશ્કેલી એ મળી શકે તેવો મનુષ્યભવ પ્રાપ્ત થઈ “જાય છે. ત્યાં પણ મોટા ધનના ભંડાર ઉપર જેમ વૈતાળો લાગુ પડી
જાય છે તેમ મનુષ્યભવમાં હિંસા ક્રોધ વિગેરે વૈતાળે આ પ્રાણીને “બહુ બહુ પ્રકારની હેરાનગતિઓ કરે છે તેને લઈને મહા મેહથી “મહાનિદ્રામાં પડી ગયેલા મનવાળા આવા નંદિવર્ધન જેવા રાંક પ્રા
૧ અહીં ઉપર નીચે શબ્દ અનેક અર્થવાચક છે. ઉચ્ચનીચ જાતિમાં, ઉર્વલોકને અધોલોકમાં, જુદા જુદા ઉચ્ચનીચ ભામાં વિગેરે.
૨ આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પર્યાસિ છે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરનાર પણ કહેવાય છે, પૂરી ન કરનાર અપર્યાયો કહેવાય છે.
- ૩ સ્થળચરમાં પણ ચાર પગે ચાલનાર, પેટ ઘસીને ચાલનાર, હાથવડે ચાલનાર-એમ જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરે છે.
Page #707
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[પ્રસ્તાવ ૩
“ગીઓ તે તદન હેરાન થઈ ભવ હારી જવા જેવા થઈ જાય છે,
એટલું જ નહિ પણ કેટલાક ઊંચી હદના પ્રાણીઓ કે જેઓ તીર્થકર મહારાજે બતાવેલ આ ભવપ્રપંચ સારી રીતે સમજેલા હોય છે. જેઓનાં હૃદયમંદિરમાં જિનવચનરૂપ દીપકને પ્રકાશ પડેલા “હોય છે. જેઓ તેને લઈને મનુષ્યભવ પ્રાપ્ત થવો કેટલે મુકેલ છે તે • સમજતા હોય છે, જેઓ સંસારસાગરને તારનાર એક ધર્મ જ છે " એમ બરાબર જાણતા હોય છે અને જે કાંઇક સંવેદન થવાથી " (સમ્યજ્ઞાન યોગે, ભગવાને બતાવેલ ઉપદેશનો અર્થ પિતાના અનુભવથી “ જાણતા હોય છે અને જેઓએ પોતાના પરમ આનંદનું સ્થાન સિદ્ધ " દશા છે એમ નિર્ણય કરેલ હોય છે તેવામાં પણ નાના બાળકની
પેઠે બીજાઓને ત્રાસ આપવા મંડી જાય છે, ગર્વથી લેવાઈ જાય છે, - બીજા પ્રાણીઓને છેતરવા મંડી જાય છે, પૈસા પેદા કરવાના " પ્રસંગ આવે ત્યારે રાજી રાજી થઈ જાય છે, અનેક પ્રાણીઓને મારી નાખે છે (મારવા પડે તેવો ધંધો કરે છે અથવા લડાઈ કરે છે), ખેટું બોલે છે, પારકા પૈસા ઉચાપત કરે છે, ઇંદ્રિયના વિષયોને ઉપભોગ કરવામાં આસક્ત બની જાય છે, મોટો સંગ્રહ (પરિગ્રહ) “એકડે ફરે છે. રાત્રી ભોજન કરે છે તેમજ વળી તેવા પ્રકારનું જ્ઞાન હોવા છતાં મારા શબ્દ સાંભળવામાં મોહ પામી જાય છે, સુંદર રૂપ જોવામાં મુંઝાઈ જાય છે, સારા રસવાળા પદાર્થો ખાવામાં આસક્ત થઈ જાય છે, સુગંધવાળા પદાર્થો સુંઘવામાં લલચાઈ “ જાય છે. સુંદર સ્પના પદાથા વસ્તુઓ કે પ્રાણીઓને પ્રેમથી ભેટી પડે છે. વળગી પડે છે, અને પિતાને પસંદ ન આવે તેવા શબ્દ રૂ૫ રસ ગંધ કે સ્પર્શવાળા પદાર્થો કે પ્રાણીપર દ્વેષ કરે છે, તેની સામે તિરસ્કારની નજરથી જુએ છે, તેની અવગણના કરે છે, પાપસ્થાનમાં અંતઃકરણને નિરંતર ભ્રમણ કરાવે છે. ભાષા ઉપર (બેલવા ચાલવા ઉપર ) કેઈ પણ પ્રકારને અંકુશ ન રાખતાં જેમ “મનમાં આવે તેમ બોલ્યા કરે છે, શરીરને તદ્દન ઉદ્ધત બનાવી મૂકે છે “અને તપસ્યા કરવાથી તો દૂર નાસતા ફરે છે. આ મનુષ્યને ભવ મો“ક્ષને ખેંચી લાવવામાં–મેળવી આપવામાં પ્રબળ કારણભૂત થઈ શકે
તેવો હોવા છતાં જે પ્રાણુઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેઓ ઓછા “નસીબવાળા અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો કમનસીબ હોવાથી
આ મનુષ્ય ભવ તેઓને જરા પણ ગુણકારક નથી બનત, એટલું જ “નહિ પણ જેમ આ નંદિવર્ધન કુમારના સંબંધમાં બન્યું છે તે પ્રમાણે “ઉલટ અનંત દુઃખપરંપરાથી ભરપૂર સંસારને વધારનાર થઈ પડે છે.
Page #708
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ ]
ભવપ્રચ અને માનુષ્યધર્મદુર્લભતા.
૬૬૭
6
મતલબ એ છે કે આ દુર્લભ મનુષ્યભવ એવા પ્રાણીઓને કાંઇ પણ * લાભ કરતા નથી એટલું જ નહિ પણ ઉલટા વધારે નુકશાન કરે છે. આ
'
ં પ્રાણીએ મનુષ્યના ભવ સંસારપરિભ્રમણમાં રખડતાં અનેક વાર પ્રાપ્ત
..
કર્યો પરંતુ તે તે ભવામાં વિશુદ્ધધર્મનું આરાધન ન કરવાથી તેણે કાંઇ
“પણું સાધન સિદ્ધ કર્યું નહિ. આ પ્રમાણે હાવાથી ભગવાનના ધર્મની
56
પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે એમ અગાઉ પણ અમે જણાવ્યું હતું.‘ “ એ હકીકત આ પ્રમાણે છે તે સાંભળેઃ-રાજન્ ! પદ્મરાગ, ઇંદ્રનીલ અને ખીન્ન અનેક રનોથી ભરપૂર રાજ્યભુવન પ્રાપ્ત થવું સહેલું
..
..
છે પણ જૈનંદ્ર શાસનની પ્રાપ્તિ થવી તેથી પણ ઘણી મુશ્કેલ છે. * રાજ્યદંડ અને ખજાનાથી સદૃષ્ટિ (રાજલક્ષ્મી) પામેલું અને આખી • દુનિયાપર નિષ્કંટક એકછત્ર રાજ્ય પ્રાપ્ત થવું સહેલું છે પરંતુ તીર્થંકર મહારાજે બતાવેલ જૈનધર્મ પ્રાપ્ત થવા તેટલા સહેલા નથી. રાજન્! ‘દેવગતિનાં સર્વ પ્રકારની ભાગસામગ્રીઓ વગર પ્રયાસે અને જોઇએ • તેટલી મળી શકે છે તે એટલી બધી હેાય છે કે તેનાથી ઇંદ્રિયો ધરાઇ જાય-એવી ભાગ સામગ્રીથી ભરપૂર દેવપણું પ્રાપ્ત થવું સહેલું “ છે, પરંતુ પરમાત્માનેા વિશુદ્ધ ધર્મ પ્રાપ્ત થવા ઘણા સુરકેલ છે. આ દુનિયામાં સર્વથી વધારે ઐશ્વર્ય ઇંદ્રનું ગણાય છે કારણ કે ભાગની સગવડવાળા દેવાને પણ તે ઉપરી છે-એવું ઇંદ્રપણું તેની સર્વ ઋદ્ધિ અને અધિકાર સાથે મુખે પ્રાપ્ત થઇ શકે છે, પણ તેટલા સુખે-સહેલાઇએ તીર્થંકરના ખતાવેલા ધર્મ પ્રાપ્ત થઇ શકતા નથી. વળી હું રાજન ! રાજ્યભવન. રાજ્યપ્રાપ્તિ, દેવભાગા કે ઇંદ્રપણું હું એ સર્વ ભવા સસારસુખનાં કારણભૂત છે જ્યારે કેવળી ભગવાને
..
..
• વિશુદ્ધ જ્ઞાનપૂર્વક મતાવેલ ધર્મ માક્ષસુખનું કારણ છે. હવે એ ‘સંસારસુખ અને મોક્ષસુખ એ બન્ને પ્રકારનાં સુખા વચ્ચે કાચ “ અને ચિંતામણિરત્નમાં જેટલા આંતર છે તેટલું અંતર છે; સંસાર• સુખમાં કાચ જેટલા ગુણ છે ત્યારે મેાક્ષસુખમાં ચિંતામણિ રતના · ગુણા છે. મતલબ ચિંતામણિ રત્નની જેમ તે સર્વ મનોવાંછિત આપે “ છે. જૈનધર્મની-સદ્ધર્મની પ્રાપ્તિ આ સંસારમાં થવી એ આવી “દુર્લભ વસ્તુ છે ત્યારે રાજન્ ! જેએ આ ધર્મપ્રાપ્તિની કિમત -
6.
*
તાનાં હૃદયમાં બરાબર સમજતા હોય તેમણે સંસારની કઇ વસ્તુ સાથે તેની સરખામણી કરવી ? મતલબ એ છે કે ધર્મપ્રાપ્તિ એ - એવી ઊંચા પ્રકારની વસ્તુ છે કે આ દુનિયાની કોઇ ચીજ કે ભાવ • સાથે તેની સરખામણી કરી શકાય નહિ. આ પ્રમાણે હકીકત ૧ તુ પૃ. ૬૫૫ માં બતાવેલા ઉપદેશ.
..
..
..
Page #709
--------------------------------------------------------------------------
________________
૬૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૩
“ હાવાથી રાજન્ ! મહા મુશ્કેલીએ આવા સંસારના વિસ્તાર ગમે “ તેમ કરીને ઓળંગી જઇ દુ:ખે કરીને પ્રાપ્ત થઇ શકે એવું મનુષ્ય “ પણું પ્રાપ્ત કરવું તે રાધાવેધને સાધવા જેવું મુશ્કેલ છે, તેને પ્રાપ્ત “ કરીને તેમ જ વળી કર્મના નાશ કરનાર જિનેશ્વર ભગવાનનું શાસન
<<
પણ પ્રાપ્ત કરીને જે મૂર્ખ પ્રાણી હિંસા ક્રોધ અને તેવાંજ ખીજાં “ પાપોમાં આનંદ પામે છે તે મહા ઉત્તમ ચિંતામણિ રત્નને બદલે “ કાચને ગ્રહણ કરેછે, ચંદન માળીને તેના પાડેલા કોલસાના વેપાર
66
કરે છે, મહા સમુદ્રમાં એક ખીલાને માટે મોટા વહાણને ભાંગી “ નાખે છે, મહા ઉત્તમ ધૈર્ય રત્નને અંદર પરાયેલી દારીની ખાતર “ કાપી નાખે છે, મેાટી દેવઅર્પિત હાંડીને અગ્નિની ખાતર ભાંગી “ નાખે છે, અજ્ઞાનના દોષને લઇને આંબલીના ઘડો રનની થાળીમાં ખાલી કરે છે, સેનાના હળથી જમીન ખેડીને આકાલીઆ મેળવવા સારૂ આકડાનાં બી જમીનમાં વાવે છે અને ચોતરફ કપૂરના કેટકાઓ ફેંકી દઈને કાદરાના વેપાર એ મૂર્ખ કરે છે અને મનમાં વળી તે બાબતમાં ગૌરવ લે છે. આ પ્રમાણે માનવાનું કારણ્ * કે જે પ્રાણીનું ચિત્ત હિંસા ક્રોધ વિગેરે પાપામાં આસક્ત હોય છે “ તેનાથી વિશુદ્ધ ધર્મ ગાઉના ગાઉ દૂર જઇને જ બેસે છે, અને જે
6.
..
એ છે
*
પ્રાણીનું મન પાપમાં પરોવાયલું હેાય છે તેમજ જે એવા વિશુદ્ધ
ધર્મથી રહિત હોય છે તે મેાક્ષમાર્ગના અંશ સાથે પણ જોડાઇ
“ શકતા નથી-આ પ્રમાણે હાવાથી એવા પ્રાણી સંસારની વિચિત્રતા
*
અને જૈનશાસનની દુઃપ્રાપ્યતા જાણતાં છતાં પણ આ મહા ભયંકર સંસારસમુદ્રમાં સંપૂર્ણ ડૂબી જાય છે અને અનેક પ્રકારની હેરાનગતિ ભાગવે છે. પરિણામે તેનું જ્ઞાન તદ્ન નકામું થઇ પડે છે જે પ્રમાણે “ આ નંદિવર્ધનના સંબંધમાં ખરાખર બન્યું છે.”
..
(6
..
નંદિવર્ધનની મેધદુર્લભતા. વૈશ્વાનરની અનંતાનુબંધી શત્રુતા, અન્ય જીવા સાથે વૈશ્વાનરના સંબંધ.
અરિદમન—“ ત્યારે સાહેબ ! આપશ્રીએ આટલા બધા વિસ્તારપૂર્વક સંસારના પ્રપંચ કહી સંભળાવ્યો તે નંદિવર્ધન સાંભળે છે અને તેણે ક્રોધ તથા હિંસાનાં કડવાં પરિણામે જાતે પણ અનુભવ્યાં છે ત્યારે હવે તેને એધ થયા હશે કે નહિ? તેનામાં કાંઇ જાગૃતિ આવી હશે કે નહિ ?”
૧ ચંદનનાં લાકડાંના કાલસા પાડવા એ તે મૂર્ખાઇની હદ જ થઇ અને તે પણ વળી અંગારાના વેપાર માટે હોય ત્યારે મૂર્ખતા ઉપર શિખર ચઢે છે.
Page #710
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧] ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા.
વિવેકાચાર્ય–“રાજન ! એને કઈ પણ પ્રકાર પ્રતિબંધ તે થયે જ નથી પણ હું આવા પ્રકારની વાત કરું છું તેથી તેના મનમાં ઉલટો ઘણે ઉદ્દેગ ઉત્પન્ન થયે છે.”
અરિદમન–“ ત્યારે સાહેબ! શું એ નંદિવર્ધન અભવ્ય છે?”
વિવેકાચાર્ય–“રાજન્ ! એ અભવ્ય નથી, ભવ્ય છે. તે મારા વચન ઉપર જરા પણ પ્રતીતિ કરતો નથી, તેમજ તેને આદર કરતા
નથી, તે તો તેના મિત્ર વૈશ્વાનર (ક્રોધ)ને દોષ છે. અનંતાનુબંધી. એ વિશ્વાનરને એની સાથે સંબંધ (પ્રેમ-ગાંઠ-અનુ
બંધ) અનંતકાળને હોવાથી એ વૈશ્વાનરનું ‘અનંતાનુબંધી એવું ત્રીજું નામ પણ આપવામાં આવ્યું છે. એ અનંતાનુબંધી વૈશ્વાનર અત્યારે તેનામાં જાગ્રત થયેલો હોવાથી અને તેના ઉપર તેની અત્યંત પ્રીતિ હોવાથી મારાં વચન તરફ તેને જરા પણ પ્રેમ થતો નથી, તેનામાં તે અસંતોષ ઉત્પન્ન કરે છે અને હૃદયના ધબકારા નિરંતર થયા કરે છે-આવા સંયોગોમાં એ બાપડાને પ્રબોધ કે પ્રતિબંધ શેને થાય? એ વૈશ્વાનરની સોબતને પરિણામે જુદે જુદે અનેક સ્થાનકે તેને હજુ રખડવાનું છે. ત્યાં તેને અનેક પ્રકારનાં વૈરે બાંધવાનાં છે અને અનંત પ્રકારનાં દુઃખ અનુભવતાં તેનાં ભયંકર પરિણામે ચાખવાનાં છે.”
અરિદમન—“ ત્યારે સાહેબ! એ વૈશ્વાનર તે એને ખરેખર મેટે દુશ્મન છે છતાં તે મિત્ર થઈ શત્રુની ગરજ સારે છે.”
વિવેકાચાર્ય–“એના શત્રુપણુની હદ થઇ છે! એથી વધારે ખરાબ કરનાર કેણ હેય?”
અરિદમન-- “ ત્યારે સાહેબ! આ શ્વાનર આ નંદિવર્ધનનો જ દોસ્તદાર થઈ રહ્યો છે કે બીજા કેઈન પણ મિત્ર તે હશે?”
કાચાર્ય–“રાજન્ ! જો તું આ પ્રશ્ન બહુ સ્પષ્ટ રીતે પૂછે છે તે પ્રમાણે તારે તેને બરાબર ખુલાસે જાણ હોય તે તને વિસ્તારથી તેની હકીકત કહી સંભળાવું, જેથી તારે ફરીવાર કાંઈ પૂછવાપણું જ રહે નહિ.”
અરિદમન-“એમ કરે તો સાહેબ! મારા ઉપર મેટી કૃપા થાય.” ૧ અભયઃ મેક્ષમાં જવાની યોગ્યતા વગરને જીવ.
૨ અનંતાનુબંધી મહાતીત્ર ક્રોધને “અનંતાનુબંધી કોધ” કહેવામાં આવે છે. એ યાજજીવિત રહે છે, પ્રાણીને નિરંતર જવલંત રાખે છે, મરણ પછી નરકગતિ અપાવે છે અને સમકિતનો રોધ કરે છે. એના સ્વરૂ૫ માટે જુઓ પ્રથમ કર્મગ્રંથ ગાથા ૧૬ મી અને તેપરની ટીકા.
૩ તેનાં ક્રોધ અને વૈશ્વાનર એવાં બે નામ તો ઉપર જણાવેલાં છે. આ ત્રિીનું નામ “અનંતાનુબંધી છે. (એ નામ નથી, પણ વિશેષણ છે, પણ અત્ર તેને નામ તરીકે જણાવેલ છે.).
Page #711
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨ મું. ત્રણ કુટું.
રિદમન રાજાને સવાલ ઘણા મુદ્દાસરના હતા, આખી પર્વદા સવાલના જવાબ સાંભળવા આતુર થઇ રહી હતી, વિવેક કેવળી મહારાજ પણ અત્યારે સર્વ હ કીકત સ્ફુટ કરી સમાવવા ઉદ્યુક્ત થયા હતા અને ચારે બાજુએથી જમાવટ બરાબર થઇ હતી. વિવેક કેવળીએ તે વખતે મધુર સ્વરે ત્રણ કુંટુંબની હકીકત કહી સંભળાવી અને રાજાએ તે પર પ્રશ્નાવળિ કરી તેને વિગતવાર હેવાલ નીચે પ્રમાણે છેઃ— ત્રણ કુટુંબ વર્ણન.
ક્ષાંતિમાર્દવાદિ (અંતરંગ.) ક્રોધ રાગદ્વેષાદિ (અંતરંગ.) માતાપિતા શરીરાદિ (મારું.)
..
વિવેકાચાર્ય— રાજન્ ! દરેક પ્રાણીને ત્રણ ત્રણ કુટુંબે હાય છે તે આ પ્રમાણેઃ પ્રથમ કુટુંબમાં ક્ષાન્તિ, માર્દવ (માનના ત્યાગ), “ આર્જવ (સરળતા-માયાનેા ત્યાગ), મુક્તિ (લાભના ત્યાગ ), જ્ઞાન,
'
દર્શન, વીર્ય, સુખ, સત્ય, શૌચ ( પવિત્રતા-બાહ્ય અને અત્યંતર ),
“ તપ અને સંતાષ વિગેરે કુટુંબીઓ ( ઘરના માણસેા ) હાય છે; બીજા
66
‘કુટુંબમાં ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, માહ, અજ્ઞાન, શાક, · ભય, અવિરતિ ( વ્રત નિયમના અભાવ ) વિગેરે કુટુંબીઓ (ઘરનાં ‘ માણસા ) હોય છે; અને આ શરીર, તેને ઉત્પન્ન કરનાર સ્ત્રીપુરૂષ (માતાપિતા) અને બીજા તેવાજ પ્રકારના લેાકેા (ભાઇ બહેન વિગેરે)
અ
--
સંબંધી તરીકે હાય છે તે ત્રીજું કુટુંબ કહેવાય છે. આ ત્રણ કુટું“ દ્રારા દરેક પ્રાણીનાં સંખ્યાવગરનાં સગાં સંબંધીઓ થાય છે.
“ આમાં જે ક્ષાંતિ માર્દવ આર્જવ વિગેરે પ્રથમ કુટુંબ કહેવામાં “ આવ્યું તે આ પ્રાણીનું સ્વાભાવિક કુટુંબ છે, અનાદિકાળથી તેની “ સાથે રહેલું હાય છે, તેના કદિ છેડા આવતા નથી, સર્વથા નારા
Page #712
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨ ]
ત્રણ કુંટું.
૬૭૧
“ થતા નથી, તે નિરંતર પ્રાણીનું હિત કરવામાં તત્પર રહે છે, તે “ કોઇ વખત છુપાઇ જાય છે અને કોઇ વખત બહાર પ્રગટપણે નીકળી “ આવે છે—તેવા તેના સ્વભાવ છે, તે અંતરંગમાં રહે છે અને પ્રાણીને “ તે મોક્ષપ્રાપ્તિ કરાવી આપે તેવી શક્તિવાળું છે, તેનું કારણ એ છે “ કે તે પેાતાની પ્રકૃતિથી જ પ્રાણીને ઊંચે' લઈ જાય છે.
• ત્યાર પછી ક્રોધ માન વિગેરે બીજું કુટુંબ પ્રાણીના સંબંધમાં “ કહેવામાં આવ્યું તે તદ્દન અસ્વાભાવિક છે, પરંતુ કમનસીબે હકી“ ત એવી બને છે કે વસ્તુસ્વરૂપ નહિ સમજનાર પ્રાણી તેને જાણે “ પોતાનું સ્વાભાવિક કુટુંબ હોય તેમ માનીને તેના ઉપર ઘણા જ “ પ્રેમ રાખે છે; આ બીજા પ્રકારનું ( ક્રોધ માન રાગ દ્વેષ રૂપ ) કુટુંબ “ અભવ્યાના સબંધમાં અનાદિકાળથી છે અને તેના છેડો તેને કદિ
(C
પણ આવે તેમ નથી તેથી અનંત છે. કેટલાક ભવ્ય પ્રાણીઓને “ ( આસન્નસિદ્ધિ થાને ) તે અનાદિકાળથી છે પણ તેને છેડો “ નજીકમાં આવે તેવા સ્વભાવવાળુ હોય છે; એ કુટુંબ કોઇ પણ અ“ પવાદ વગર એકાંતે પ્રાણીનું ઘણું જ અહિત કરનાર છે, પ્રથમ કું“ બની પેઠે તે પણ કોઇ વખત છુપાઇ જાય અને કોઇ વખત બહાર “ નીકળી પડે તેવા સ્વભાવવાળુ છે અને અંતરંગમાં રહે છે; પ્રાણીને “ જેટલા બને તેટલા સંસારવૃદ્ધિને લાભ કરાવી સંસારને વધારી આપવા તે તેના ધમ છે, કારણ પ્રાણીને ઊંચકીને ઉપરથી નીચે « (ઊંધા) પટકવા એ તેને સ્વભાવ છે.
*
“ ત્યાર પછી પ્રાણીનું ત્રીજું કુટુંબ જે ઉપર કહેવામાં આવ્યું તે “ તેા તદ્દન દેખીતી રીતે જ અસ્વભાવિક છે, તે તા થાડા વખત પહેલાં · શરૂ થયેલું ડાય છે અને થાડા વખત પછી તેની સાથેના સંબંધને “ છેડા આવનાર ાય છે અને તેથી તેનું અસ્તિત્વ તદ્દન અસ્થિર “ હોય છે, તે કાઇ પણ રીતે ચાસ કે સ્થિર રહી શકતું નથી; ભવ્ય પ્રાણીને કાઇ વખત તે કુટુંબ હિત કરે છે અને કોઇ વખત અહિત
૧ ઉચ્ચતમાં ઉચ્ચ ભાવમા, આત્માના શુદ્ધ સ્વરૂપમાં.
૨ સર્વ ભવ્યા મેાક્ષ જવાના નથી, જેમને સામગ્રીના સાવજ થવાને નથી, એવા અભવ્યની કાઢે વળગેલાને જાતિભવ્ય કહેવામાં આવે છે. આથી અહી ઉંટલાક ભવ્ય' એવા શબ્દ વાપર્યો છે.
૩ આ ત્રીજા કુટુંબમાં પ્રાણીનું શરીર મામાપ તથા સગાસંબંધી અને કુટુંબી અન્ય માણસાના સમાવેશ થાય છે. તેમાં તેા ધટવધ થયા કરે છે અને મરણ વખતે સંબંધનો એક્દમ છેડા આવે છે.
Page #713
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ “પણ કરે છે. તેને ઉત્પત્તિ અને વિનાશ ધર્મ છે અને તે બહિરંગ “પ્રદેશમાં જ વર્તતું હોય છે. ભવ્ય પ્રાણુને તે સંસાર અથવા મોક્ષનું કારણે થાય છે ત્યારે અભવ્ય પ્રાણુને માત્ર સંસારનું જ કારણે થાય છે. આ બાહ્ય કુટુંબ ઘણે ભાગે ઉપર જણાવેલા ક્રોધ માનવિગેરે બીજા કુટુંબને પોષનાર અને ટેકે આપનાર હોવાથી ઘણે ભાગે તે “સંસારવૃદ્ધિનું જ કારણ બને છે; કદાચ કઈ ભાગ્યવાનું પ્રાણી ક્ષાંતિ “માર્દવ વિગેરે પ્રથમના કુટુંબને અનુસરે છે તે ત્રીજું બાહ્ય કુટુંબ
તેને સહાય પણ કરે છે. એ પ્રમાણે બને છે ત્યારે આ ત્રીજું બાહ્ય “કુટુંબ મેક્ષનું કારણ પણ કહેવાય છે. રાજન્ ! આ પ્રમાણે હોવાથી
બીજા પ્રકારના કુટુંબના એક અંગભૂત તરીકે રહેલો વિશ્વાનર સર્વ “સંસારીજીને મિત્ર થઈને રહે છે અને તે જ કારણથી હિંસા સર્વ સંસારીજીવોની સ્ત્રી થાય છે. આ બાબતમાં જરા પણ સંદેહ કરવા જેવું નથી.”
પ્રથમ કુટુંબજ દબાયેલી સ્થિતિમાં તેના અનાદરનાં કારણે પર વિવેચન.
બીજા કુટુંબને સહચાર સ્નેહ સંબંધ, અરિદમન–મહારાજ ! આપે શાંતિ માદેવાદિ પ્રથમ કુટુંબના સંબંધમાં કહ્યું કે તે પ્રાણને સ્વાભાવિક કુટુંબ છે, પ્રાણીનું હિત કર
- નાર છે અને તેને મેક્ષમાં લઈ જવાનું કારણ બને અંતરંગ કુટુંબ છે એમ છે ત્યારે પ્રાણીઓ એ કુટુંબને બહુ પ્રેમઅનાદર પિષણનાં કારણે.
પૂર્વક કેમ આદર કરતા નહિ હોય? વળી મહારાજ!
" પેલું ક્રોધમાન રાગદ્વેષ વિગેરે બીજું કુટુંબ જેના સંબંધમાં આપે જણુવ્યું કે તે પ્રાણુને તદ્દન અસ્વાભાવિક છે, એકાંતે તેનું અહિત કરનાર છે અને સંસારની વૃદ્ધિનું કારણ છે-એ પ્રમાણે છે, છતાં પ્રાણુ ઘણું પ્રેમપૂર્વક એવા અધમ કુટુંબની પિષણું શામાટે કરતાં હશે?”
વિવેકાચા–“રાજન ! પ્રાણુઓ હિત કરનાર કુટુંબને કેમ “બરાબર આદરતા નથી અને અહિત કરનારની વિશેષ પિષણ શા છે માટે કરે છે તેનું કારણ તું બરાબર સાંભળ. હકીકત એવી છે કે “ક્ષમાશાંતિવિગેરે પ્રથમ કુટુંબ અને ક્રોધરાગાદિ બીજા કુટુંબ
વરચે અનાદિકાળથી વૈર ચાલ્યા કરે છે. બન્ને કુટુંબ અંતરંગ - “ને રાજ્યમાં રહેલા છે, પણ એ લડાઈમાં બીજા અધમ કુટુંબવડે પ્રથમનું સારું કુટુંબ ઘણે ભાગે હારેલું જ રહે છે. આવી રીતે
Page #714
--------------------------------------------------------------------------
________________
૬૭a
પ્રકરણ ૩૨]
ત્રણ કુટુંબે. અનાદિ સંસારમાં બીજું કુટુંબ વધારે જોર મેળવી જાય છે અને “પ્રથમનું કુટુંબ દબાઈ ગયેલી સ્થિતિમાં રહે છે; એને લઈને એ
પ્રથમનું કુટુંબ એટલું છુપાઈ જાય છે કે ભયથી તે પોતાનું દર્શન “પણ પ્રાણીને કરાવી શકતું નથી; આથી તેનું સ્પષ્ટ દર્શન પ્રાણીને થતું નથી. હવે એવી રીતે એ અભુત અંતરંગ કુટુંબનાં દર્શન પણ ન થવાને લીધે તેનામાં કેટલા અને કેવા ગુણે છે તે આ પ્રાણીના “ જાણવામાં પણ આવતું નથી, અને એ પ્રમાણે થવાથી પ્રાણીનો તેના “ઉપર પૂર્ણ આદરભાવ થતો નથી. આવું કુટુંબ પોતાના અંતરંગ “ રાજ્યમાં વર્તતું હોય છે, છતાં જાણે તેવું કે કુટુંબ પોતામાં વસતું
જ નથી એમ પ્રાણી માને છે. વાત એટલે સુધી વધી પડે છે કે “અમારા જેવા અંતરંગમાં રહેલા વિશુદ્ધ કુટુંબના ગુણોનું વર્ણન કરે “છે તે તેની પણ કાંઈ ગણના કરવામાં આવતી નથી. આની સાથે
વળી એવું બને છે કે તે બીજા પ્રકારનું અધમ કુટુંબ પેલા પ્રથમ “ પ્રકારના વિશુદ્ધ અંતરંગ કુટુંબને અનાદિ સંસારમાં મારી હઠાવી તેના ઉપર વિજયપતાકા મેળવે છે અને તેને પરિણામે પિતાને દોર વધારે મજબૂતપણે ચલાવી પ્રાણીને દઢપણે વળગી રહે છે અને પ્રગટપણે પ્રત્યક્ષ થઇ તેનું ઘણુરણી થઈ પડે છે તેવી સ્થિતિમાં સ્પષ્ટ થાય છે. આથી પ્રાણનાં દર્શન એ બીજા અધમ કુટુંબની સાથે દરરોજ થાય છે. દરરોજ સાથે રહેવાથી પ્રાણીને તેના ઉપર પ્રેમસંબંધ વધારે વધારે થતો જાય છે, તેને જોઈને પ્રાણીને મનમાં સંતોષ-આનંદ થાય છે. તેના ઉપર ઘણે વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તેની સાથે ગાઢ દોસ્તી સંબંધ ઉત્પન્ન થાય છે. આવી રીતે એ ક્રોધ તથા રાગ દ્વેષના સમૂહવાળા બીજા અધમ કુટુંબ ઉપર પ્રાણીની નિરંતર આસક્તિ વધતી જતી હોવાને પરિ“મે એનામાં જે અનેક દે હોય છે તે પ્રાણી જોઈ શકતા નથી અને પ્રેમને લઈને તેનામાં જે ગુણે નથી હોતા તે પણ તેનામાં છે એવો મિથ્યા આરોપ કરે છે. આ કારણને લઈને ખોટા પ્રેમને પરિણુમે પ્રાણી એ દ્વિતીય અધમ કુટુંબની પિષણ વધારે ને વધારે કરતો જાય છે. વળી તે અંતઃકરણપૂર્વક માને છે કે આ “અધમ કુટુંબ જ પિતાનું ખરેખરૂં સગું છે. તેથી તેના ઉપર
પરમ પ્રેમપૂર્વક બંધુબુદ્ધિ તે પ્રગટ કરે છે અને અમારા જેવા (સાધુઓ-વિશુદ્ધ ઉપદેશકો) જે કદિ તે કુટુંબના દોષો તેની પાસે પ્રકાશમાં મૂકે છે તો ઉલટે અમારા જેવાને તે પોતાના દુશ્મન ગણે છે.”
Page #715
--------------------------------------------------------------------------
________________
૬૭૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
અંતરંગ કુટુંબ ગુણદાષજ્ઞાનની જરૂર.
અરિદમન ક્ષાંતિ માર્દવાદિ વિશુદ્ધ અંતરંગ કુટુંબ અને ક્રોધ રાગાદિ અંતરંગ અધમ કુટુંબમાં રહેલા ગુણદાષાને બીચારા પ્રાણીઆ સ્પષ્ટરીતે જાણે તે બહુ સારૂં થાય! એથી એ બન્ને કુટુંબમાં રહેલા તફાવત પણ તેઓના ધ્યાનમાં આવે.
વિવેકાચાર્ય એથી વધારે સારૂં બીજું શું હોઇ શકે? જે પ્રાણી પેાતાનું સર્વથા કલ્યાણ કરવાની ઇચ્છા રાખતા હોય તેણે અવશ્ય આ પહેલા અને બીજા પ્રકારના કુટુંબના ગુણદોષનું વિશેષ જ્ઞાન કરવું જ ોઇએ. અમે પ્રાણીને ધર્મકથા કરવામાં-ઉપદેશ આપવામાં આ જ મુદ્દો ધ્યાનમાં રાખીએ છીએ. જૂદી જાદી ઉપદેશ પદ્ધતિથી પ્રાણી અન્ને અંતરંગ કુટુંબને આળખે એ જ અમારા જેવા ઉપદેશકાનું સાધ્ય હાય છે. વાત એવી છે કે જ્યાં સુધી પ્રાણીમાં ખરાખર યાગ્યતા આવતી નથી ત્યાં સુધી એ બન્ને કુટુંબ વચ્ચેના તફાવત પ્રાણી કાઇ પણ રીતે જાણી શકતા નથી; અને જે પ્રાણીઓ અયોગ્ય હોય છે તેના સંબંધમાં અમે પણ ઉપેક્ષા કરીએ છીએ. વળી જો સર્વ પ્રાણીઓ આ અંતરંગમાં રહેલા બન્ને કુટુંબાનાં ગુણદોષો જાણી શકે-જાણી જાય તે
આ સંસારને મૂળથીજ ઉચ્છેદ થઇ જાય. કારણકે અન્ને કુટુંબના ગુણદાષજ્ઞાનને પરિણામે બીજા અધમ કુટુંબના તિરસ્કાર કરી તેને મારી હઠાવી સર્વ પ્રાણીએ માક્ષે જ ચાલ્યા ાય.”
પ્રસ્તાવ ઢ
અરિદમન--“ સર્વ પ્રાણીઆને એ બન્ને અંતરંગ કુટુંબોના ગુણુદોષનું જ્ઞાન થવું અથવા કરાવવું એ ન થઇ શકે તેવી બાબત છે તેથી એ ચિતા આપણે શું કામ કરવી જોઇએ? અમે તે આપ સાહેબની કૃપાથી આ બન્ને અંતરંગ કુટુંબના ગુણદોષો તણી ગયા છીએ. સમજી ગયા છીએ, તેથી અમારૂં કાર્ય તે સિદ્ધ થઇ ગયું છે. વ્યવહારમાં કહે છે કે બુદ્ધિમાન માણસમાં જેટલી શક્તિ હેાય તેટલા પ્રમાણમાં તેણે બનતા પર ઉપકાર કરવા જોઇએ અને પરોપકાર કરવાની પાતામાં જા શક્તિ ન હેાય તો પાતાના સ્વાર્થ સાધવામાં અનતા આદર કરવા જોઇએ.”
૧ આ કથા પણ એ જ ઉદ્દેશથી રચાયલી છે અને આખા જૈનશાસનનું રહસ્ય પણ એજ છે કે સ્વને આળખા અને પરને ત્યાગ કરો. એના વિવેચનમાં શાસ્ત્રવિસ્તાર છે. ભા. ક.
૨ રાન્ત એમ સમજે છે કે જે જ્ઞાન ખીન્નને અશકય છે તે તેને થઇ ગયું તથી હવે તે તે જરૂર મેક્ષ જવાના છે. આટલી વાત પરથી રાન્તના મનમાં નિણૅય થઇ ગયા જણાય છે.
Page #716
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨] ત્રણ કરું.
૬૭પ જ્ઞાન સાથે વર્તનની જરૂરીઆત. વિકાચા–“રાજન ! એકલું જ્ઞાન કાર્યસિદ્ધિ માટે પૂરતું નથી.”
અરિદમન-“જે બીજી પણ કોઈ બાબતની જરૂરીઆત હોય તે આપસાહેબ તે કરમા."
વિવેકાચાર્ય–“તે ઉપરાંત (જ્ઞાન ઉપરાંત) બીજી બે બાબત કરવાની છે, અને તે શ્રદ્ધાન (આસ્થા ) અને અનુષ્ઠાન (ક્રિયા-વર્તનચારિત્ર) છે. આ બેમાંથી તમારામાં શ્રદ્ધાન તે છે, એટલે જે વાર્તા કહી તે સત્ય છે એવી પ્રતીતિ તમારા મનમાં છે. હવે તમારે તે પ્રમાણે અનુષ્ઠાન કરવાની જરૂર છે. એ જ્ઞાનના વિષયને વ્યવહારૂ વર્તનમાં મૂકવાની જરૂર છે. એમ કરશે એટલે તમારાં સર્વ મનવાંછિત સિદ્ધ થશે એમાં જરા પણ સદેહ જેવું નથી. રાજન્ ! તમારે એટલું ધ્યાનમાં રાખવું કે અનુષ્ઠાન કરવામાં તમારે ઘણાં નિર્દયે કામ કરવા પડશે.”
અનાદિ કુટુંબો વચ્ચે તુમુલ યુદ્ધ સામસામે લગાડેલા ધાએ અને શો.
યુદ્ધમાં નિર્દય સંહાર અને પરિણામ, અરિદમન-મહારાજ ! એ કામ કેવા પ્રકારનાં છે?” વિવેકાચાર્ય-એ કામ એવા પ્રકારની છે કે જેવાં કામ અમારા સર્વ સાધુઓ નિરંતર કર્યા જ કરે છે."
અરિદમન-સાધુઓ જે કામ નિરંતર કરે છે તે સાંભળવાની મને ઇચ્છા છે તો આપ કૃપા કરીને મને સર્વે કહો.”
વિવેકાચાર્ય–“રાજન ! સાંભળે! આ સાધુઓને બીજા અધમ કુટુંબ સાથે ઘણા વખતથી- અનાદિકાળથી સ્નેહ સંબંધ “લાગેલો હોય છે; તેઓ તેની અધમતા સમજ્યા પછી જાતે અત્યંત “ભયંકરપણું ધાર કરી એ અધમ કુટુંબને પહેલા વિશુદ્ધ કુટુંબ
સાથે રાત દિવસ સંઘટ્ટ કરાવે છે, લડાવે છે અને બન્ને વચ્ચે મેટ “સંહાર જમાવે છે. એ બીજા પ્રકારનું કુટુંબ જેને દાદ મહામહ નામનો છે અને જેનાથી એ કુટુંબ જન્મે છે, પ્રગટ થયું છે, તેને આ સાધુઓ જ્ઞાનને પરિણામે જ્ઞાનવડે જ હણે છે, તેથી તેઓ ખરેખરા નિર્દય ગણાય છે. એ અધમ કુટુંબના સર્વ તંત્ર ચલાવનાર મહા બળવાન રાગ નામનો સરદાર છે તેના આ સાધુઓ વૈરાગ્ય’ ૧ આ નિર્દય શબ્દ બીજ અંતરંગ કુટુંબના વિનાશને અંગે વાપર્યો છે. ૨ મહામહની નજરે.
Page #717
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ
፡¢
‘ક્ષમા’
નામના યંત્રવડે ચૂરેચૂરા કરી નાખે છે. વળી એ રાગની સાથે જ “ જન્મેલા તેને દ્વેષ નામના ભાઇ છે તેને એ નિર્દય સાધુએ મૈત્રી’ “ નામના તીરવડે દૂરથી હણી નાખે છે. વળી એ અધમ કુંટુંબમાં “ વસનારા દ્વેષગજેંદ્રના પુત્ર ક્રોધને એ દયાવગરના સાધુ “ નામની કરવતવડે વહેરી નાખે છે, જે વખતે ક્રોધ મોઢેથી રાડો પાડે “ છે. વળી દ્વેષગજેન્દ્રને માન નામના બીજો છેોકરો છે જે ક્રોધ (શ્વા“ નર)ના ભાઇ થાય છે; તેને માર્દવ' (માનત્યાગ, નમ્રતા) નામના ખડ્ગ ( તરવાર )થી મારીને એ નિર્દય સાધુએ પેાતાના હાથ પણ “ ધાતા નથી. વળી તેને માયા નામની એક કરી છે તેને એ
ર
૬૭૬
66
· નિર્દય સાધુએ આર્જવ ( સરળતા ) નામની લાકડીવડે સારી રીતે ફ્રૂટે છે અને લાભ નામના તેના એક સગા ભાઇને તે તે
"C
૯ ૮ મુક્તિ ’( નિર્લોભતા-લાભત્યાગ ) નામના કુહાડાથી એવા મારે છે “કે તેના ટુકડેટુકડા થઇ જાય છે. વળી એ દયાવગરના મુનિ “ સર્વ પ્રકારના સંહ કરાવવામાં તત્પર કામ (સ્પર્શેન્દ્રિય વિષય )ને તે “ અન્ને હાથ વચ્ચે લઇને ચાંચડની પેઠે ચાળી નાખે છે. તે અત્યંત “ આકરી સાન' નામની અગ્નિથી પેાતાનાં સર્વ શેાક સંબંધને “ ખાળી દે છે અને એજ કુટુંબના માણસ ભયને તેઓ જરા પણ દયા “ અતાવ્યા વગર ધૈર્ય’ નામના ખણુવડે દૂરથીજ વીંધી નાખે છે, એ
6.
કુટુંબમાં વળી હાસ્ય, રતિ અને જીગુપ્સા' નામના કુટુંબીઓ વસે “ છે તેમજ અતિ નામની એક ફઇબા પણ વસે છે; તે સર્વને એ
k
સાધુએ અત્યંત નિર્દયપણે વિવેકપૂર્વક જૂદા જૂદા ઉપાયો તેમજ “ શસ્ત્રો તેમની સામે કામે લગાડીને મારી હઠાવે છે. વળી ત્યાં પાંચ ઇંદ્રિયા નામના ભાઇ ભાડુંએ રહેલા હોય છે તેમને એ નિર્દય
'
64
· સાધુએ પેાતાના હાથમાં ‘સંતાષ’ નામનું મુલ્ગર લઇને ખંડોખંડ “ કરી મૂકે છે. આવી રીતે એ અંતરંગ અધમ કુટુંબમાં બીજા પણ “ જે કોઇ સગાવહાલાઓ કે સંબંધીએ હાય છે તે પ્રત્યેકને શોધી “ શોધીને તેની સામે યોગ્ય શસ્ત્રો ધારણ કરી સર્વને એ સાધુ નિર્દય
**
પુણે મારી હઠાવે છે અને જમીનપર પટકી પાડી ભોંભેગા કરે છે. “ આવી રીતે બીજા અધમ કુટુંબના માણસેાને ત્રાસ આપવાની સા“થે જ વળી એ સાધુએ પ્રથમના વિશુદ્ધ કુટુંબના પ્રેમાળ સગાવહા
૧ ભ્રુગુપ્સાઃ તુચ્છકાર, તિરસ્કાર, કંટાળા, વિષ્ઠાની ગંધ આવતાં સાધારણ માણસના મગજમાં જે વૃત્તિ થાય છે તે.
૨ પાંચ ઇંદ્રિયા; સ્પર્શ, રસ, ગંધ, દર્શન અને શ્રવણ.
Page #718
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨ ] ત્રણ કુટુંબે.
१७७ “લાંઓના બળમાં પુષ્ટિમાં તેમજ તેજમાં વધારે કર્યા કરે છે. આવી
રીતે પ્રથમનું કુટુંબ ઘણું પુષ્ટ થતું જતું હોવાને લીધે અને બીજા “કુટુંબના મુદ્દામ માણસો હિમત હારી જઈ નમાલા થઈ જતા હોવાને “લીધે એ બીજા પ્રકારનું અધમ કુટુંબ સાધુઓ ઉપર પિતાનો દોર
વધારે પડતી રીતે ચલાવી શકતું નથી. વળી રાજન્ ! એ સાધુ“ઓને તપાસ કરતાં ખબર પડી ગઈ હોય છે કે તેઓનું ત્રીજું
બાહ્ય કુટુંબ છે તે બીજા અંતરંગ અધમ કુટુંબને પુષ્ટિ આપનાર છે “એટલે એ સાધુઓએ ત્રીજા કુટુંબને (સંસારી મા, બાપ, સ્ત્રી, પુત્ર, “ભાઈ, બહેન વિગેરેનો) સર્વથા ત્યાગ જ કરી દીધો હોય છે. જ્યાં સુધી જ ત્રીજા બાહ્ય કબનો સર્વથા ત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી પ્રાણી બીજા અંતરંગ કુટુંબ ઉપર વિજય પ્રાપ્ત કરી શકતો નથી. તેટલા ભાટે હે રાજન્ ! જે તમારી પ્રબળ ઈચ્છા આ સંસારને મૂકી દે. વાની થઇ હોય તો મે તમને ઉપર કહી બતાવ્યું તેવું અત્યંત નિર્દય “કામ કરવાનું તમે શરૂ કરે. તેમાં આટલી વાત ધ્યાનમાં રાખજો કે “એક પણ બાજુએ વધારે પડતી રીતે ઢળ્યા વગર પોતાના અંત“રાત્માને મધ્યસ્થ રાખી જે નિર્દય કાર્યો કરવાને માટે મેં જણાવ્યું છે તે કરવાની પિતાની શક્તિ છે કે નહિ તેને બરાબર વિચાર કરજે. મેં ઉપર જે અત્યંત નિર્દય ક બીજા અંતરંગ કુટુંબને નબળા પાડવા માટેના જણાવ્યાં છે તે કેટલેક અંશે આ ઘાતકી સાધુઓ પિતાના અભ્યાસના બળથી કરે છે, બાકી બીજા દયાળુ ભાઈઓ “સંસારમાં આનંદ પામનારા હોય છે તેઓને આવાં કર્મના સંબંધમાં “વિચાર કે ચિંતવન કરવું પણ બની શકે તેવું નથી તો પછી તેના “આચરણની વાત જ શી કરવી? તેઓ એવા કર્મને વ્યવહારૂ આકારમાં કદિપણ મૂકી શકતા નથી.
રાજન્ ! અહીં ત્રીજા બાહ્ય કુટુંબનો ત્યાગ કરવાની વાત કરી, બીજા અંતરંગમાં રહેલ અધમ કુટુંબને ઘાત કરવા ભલામણ કરી અને પ્રથમના અંતરંગમાં રહેલ વિશુદ્ધ કુટુંબની પિષણ કરવાને “ઉપદેશ આપે એ ત્રણે બાબત બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે “અને એના ઉપર ખાસ શ્રદ્ધા કરવા યોગ્ય છે. એનું પરિણામ કરીને અને એના ઉપર શ્રદ્ધા લાવીને તે પ્રમાણે કરવામાં પોતાના વીર્યને ઉપયોગ કરી અનેક મહાત્મા મુનિઓ આ સંસારપ્રપંચથી મુક્ત
૧ અહીં છે. ર. એ. સોસાયટી વાળી બુકનું પૃ. ૪૨૬ શરૂ થાય છે. ૨ સંસારરાસક જી.
Page #719
--------------------------------------------------------------------------
________________
૭૮
ઉપમિતિ ભવપ્રપંથા કથા.
[ પ્રસ્તાવ ૩
· થઇ ગયા છે, સર્વ વિરોધી ભાવાથી દૂર થઇ ગયા છે અને પોતાના “ સ્વાભાવિક રૂપમાં આવી જઇ મેક્ષમાં રહ્યા રહ્યા આનંદ કરે છે. આ પ્રમાણે હોવાથી રાજન્ ! જે કર્મની અહીં વ્યાખ્યા કરી અને “ જેને માટે ઉપદેશ આપ્યા તે કરવામાં જરા કઠણ તેા છે પણ “ પરિણામે ઘણાં સુંદર છે. આ પ્રમાણે હકીકત છે. હવે તમને યોગ્ય “ લાગે તેમ કરો. ઝ
“
અનંત મહૅકુટુંબ સંબંધ, મહા માહની રમત, ત્યાગ પહેલાં તૈયારી,
અરિદ્રમન—“ સાહેબ ! આપે જણાવ્યું કે પ્રથમના અન્ને અંતરંગ કુટુંબ આ અનાદિ સંસારમાં અવિચ્છિન્ન પ્રવાહવાળા છે એટલે જેના પ્રવાહ દિ અટકતા નથી તેવા છે અને ત્રીજા કુટુંબને માટે આપશ્રીએ જણાવ્યું કે તેના તેા ઉત્પત્તિ અને વિનાશ વખતેવખત થયા કરે છે; ત્યારે સાહેબ! આ જે ત્રીજું કુટુંબ છે તે તો દરેક ભલે નવું નવું થયા કરતું હશે ? ”
વિવેકાચાર્ય—“ રાજન! એ ત્રીજું બાહ્ય કુટુંબ છે તે દરેક ભવમાં પ્રાણીને નવું નવું થયા જ કરે છે.”
અરિદમન—“ મહારાજ! જો એમ હોય તેા આ અનાદિ સંસારમાં પ્રાણીએ અનંતાં કુટુંબેને અત્યાર અગાઉ પ્રાપ્ત કરીને છેાડી દીધેલાં હાવા જોઇએ.”
વિવેકાચાર્ય—“ રાજન્! તું કહેછે તેમજ છે. આ પ્રાણીએ માહ્ય કુટુંબી તેા અનંતાં કર્યાં અને છેડી દીધાં એ ખામતમાં જરા પણ સંશય જેવું નથી. હકીકત એવી છે કે આ સંસારમાં રખડપાટા કરનારા સર્વ જીવા લગભગ મુસાફર જેવા છે, મુસાફરની જેમ દરેક ભવમાં આ પ્રાણી નવાં નવાં કુટુંબ સાથે સંબંધ જોડે છે અને પાછા જેમ કપડાં બદલે તેમ તેમને છોડી દઈને બીજા બીજા દેહામાં–શરીરમાં ફરી ફરીને સંચાર કરે છે.”
અરિદમન—“ જો સાહેબ! એમ છે તે તે એ ત્રીજા કુટુંમ ઉપર એહ સંબંધ કરવા તે મહામાહુની રમત જેવું છે. એવા અલ્પકાળ રહેનારા કુટુંબના ત્યાગ જ્યારે જરૂર થવાના જ છે ત્યારે તેનાપર પ્રેમ-મેહસંબંધ કેવી રીતે અને શામાટે કરવા? છતાં મમતાભાવ રહે છે તેથી તેમાં મહામેાહના ( અજ્ઞાન દશાના ) હાથ હાવા જોઇએ. ”
Page #720
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨]
ત્રણ કુટુંબો.
૬૭૯
વિવેકાચાર્ય—“ રાજન્! તમે બરાબર હકીકત જાણી છે. મહામાહ (અત્યંત અજ્ઞાન ) વગર કાણુ ડાહ્યો માણસ એવા પ્રકારની ચેષ્ટા કરે ? ”
અરિદમન—“ મારે આપને એક બીજો પણ સવાલ પૂછવાને છેઃ ધારો કે કોઇ પ્રાણી પેાતાનામાં બીજા અધમ અંતરંગ કુટુંબને મારી હઠાવવાની શક્તિ છે કે નહિ એ સંબંધના ગોટાળામાં પડી જાય અને તેથી કરીને તે અધમ કુટુંબના નાશ કરવાને શક્તિમાન થાય નહિ તેવા પ્રાણી કદાચ ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ કરે તે તેને તેથી શું ફળ થાય ? હું આપે ઉપર જણાવ્યા તેવા મુક્તિપ્રાપ્તિના લાભ તેને થાય કે નહિ તે આપ મને વિવેચનપૂર્વક જણાવેા. ”
વિવેકાચાર્ય— રાજન્ ! જે પ્રાણી ત્રીજા અધમ અંતરંગ કુટુંઅને મારી હઠાવતા નથી તે કદિ ત્રીજા સંસારી માહ્ય કુટુંબને ત્યાગ કરે તે તેથી તેને માત્ર આત્મવિડંબના જ થાય છે. ત્રીજા કુટુંબના ત્યાગ કરી આકુળવ્યાકુળપણું હોડી દઇ જે પ્રાણી બીજા અધમ કુટુંબને મારી હઠાવે છે તેનાજ ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ સફળ છે અને જો તેમ ન થાય તે તે તદ્દન નકામા અને નિષ્ફળ છે એ ધ્યાનમાં રાખવું,
૧૧
૧ સંસાર ત્યાગ કરી પાછા બીજા આકારમાં કષાય કે નેકષાયેા કરવા તે શાસ્ત્રકારની વિવેકદૃષ્ટિએ આત્મવિડંબના છે એ બાબત બહુ સમજવા યોગ્ય છે. ઘણીવાર માત્ર બાહ્યત્યાગમાં જ પરિપૂર્ણતા માનવામાં આવે છે તેમણે આ વિવેક ધ્યાનમાં રાખવા. ત્યાગવગર મુક્તિ નથી પણ આત્માને છેતરવા જેવું પાપ નથી. ત્યાગભાવના દાવા કરનાર પાસેથી લેાકા વિશુદ્ધ અંતરંગ આચરણની અપેક્ષા રાખે તે તદ્દન સ્વાભાવિક છે.
Page #721
--------------------------------------------------------------------------
________________
1 કપ
પ્રકરણ ૩૩ મું.
અરિદમનનું ઉત્થાન. | રિદમન રાજાએ કેવળી મહારાજ વિવેકાચાર્ય પાસે
સર્વ હકીકત સાંભળી, ત્રણ કુટુંબનાં સ્વરૂપ કર્તવ્ય છે અને અસર જાણ્યાં, તેમના વિશેષ જ્ઞાનની મહત્તા વિચારી, જ્ઞાન સાથે વર્તનની આવશ્યકતા દયાનમાં
લીધી, બાહ્ય કુટુંબની અનિત્યતા બરાબર ખ્યાલમાં લીધી અને જાતે સહદય હોવાથી ત્યાગના નિર્ણય પર આવી ગયો. નિર્ણય પર આવતાં પહેલા બધી હકીકત બરાબર સમજવા તેણે પ્રયત કર્યો હતો. વિવેક કેવળી અને તેની વચ્ચે ત્યાર પછી સભા સમક્ષ નીચે પ્રમાણે વાતચીત થઈ.
તત્વજ્ઞાનની આવશ્યકતા અને જરૂર, અરિદમન રાજાને ત્યાગ નિર્ણય.
પ્રધાન પુરૂનું કાળાચિત કર્તવ્ય, અરિદમન–“આપના પ્રસંગથી આ સંસારને પ્રપંચ ઘણે ભયંકર છે અને સંસારસમુદ્ર તટે ઘણું મુશ્કેલ છે એ હકીકત મેં જાણું, આ સંસારયાત્રામાં મહા મુશ્કેલીમાં મળી શકે તેવા મનુષ્યજન્મની પ્રાપ્તિ કરી, મોક્ષ-મુક્તિ સર્વ પ્રકારના આનંદથી ભરપૂર છે એમ તત્ત્વશ્રદ્ધાનપૂર્વક સમજણ પડી, એ મોક્ષને અપાવનાર શ્રી જિનેંદ્ર ભગવાનનું શાસન જ છે એવી પણ ખબર પડી, આપ જેવા પરોપકારી મહાત્માને પ્રસંગ થવાથી ત્રણે કુટુંબનું સ્વરૂપ અને હેતુફળ વિગેરે બરાબર સમજવામાં આવ્યાં–આવા સંગે પ્રાપ્ત થયા પછી કેણુ આત્મહિત ઇચ્છનાર ડાહ્યો માણસ પોતાના ખરેખરા બંધુ તરીકે થઈ રહેલા પ્રથમ અંતરંગ કુટુંબનું પિષણ બરાબર ન કરે? વળી કે ડાહ્યો માણસ સવે આત્મશુદ્ધિને વિન્ન કરનાર, સર્વ દુઃખોને આણું આપનાર, શત્રુ તરીકે કાર્ય કરનાર બીજા અંતરંગ કુટુંબને મારી ન હઠાવે અને ત્રીજું બાહ્ય સંસારી કુટુંબ જેને ત્યાગ કરવામાં ઘણું સુખ
Page #722
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩] અરિદમનનું ઉત્થાન.
૬૮૧ છે અને જેનો ત્યાગ ન કરવાથી દુઃખના દરિયા આવી પડે છે તેનો ત્યાગ ક્યો ડાહ્યો માણસ ન કરે?
વિકાચા–“જે પ્રાણીને સંસારનો ભય લાગ્યું હોય અને જેના સમજવામાં સાચું તત્વ આવી ગયું હોય તેણે એ ત્રણે કામે અવશ્ય કરવા યોગ્ય છેઃ (પ્રથમ અંતરંગ કુટુંબને સ્વીકાર-બીજા અંતરંગ કુટુંબપર વિજય અને ત્રીજા બાહ્ય કુટુંબને ત્યાગ.)”
અરિદમન-“ ત્યારે સાહેબ ! જેણે ખરૂં તત્વ જાણ્યું ન હોય તેવા પ્રાણીને આપે કહ્યું તે પ્રમાણે પ્રગતિ કરવાને કાંઈ અધિકાર આ સર્વરશાસનમાં છે કે નહિ ?”
વિવેકાચાયૅ–“નહિ, રાજન્ ! બીલકુલ નહિ."
રાજાએ પિતાના મનમાં વિચાર કર્યો કે-મે તે ગુરૂમહારાજ પાસેથી તત્ત્વ જાણ્યું છે અને તેના ઉપર મારી શ્રદ્ધા પણ બરાબર ચોંટી છે તેથી ગુરૂમહારાજે જે કામ કરવાને ઉપદેશ આપ્યો છે તે કરવાને અધિકાર અને પ્રાપ્ત થયે જણાય છે-આમ વિચારતાં રાજાને તે વખતે વીર્ષોલ્લાસ , અંતરાત્માની પ્રસન્નતા થઈ અને તેથી તે ગુરૂમહારાજ કેવળી ભગવાન વિવેકાચાર્યને પગે પડ્યો અને હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યો: “મહારાજ! આપસાહેબની આજ્ઞા હોય તે આપશ્રીએ હમણું જે અત્યંત નિર્દય કામ કરવાની વાત કહી છે તે કામ કરવાની મારી ઈચ્છા છે !”
વિવેકાચાર્ય– મહાવીર્ય ! તમારા જેવાએ તેમ કરવું ગ્ય જ છે. તમે તત્ત્વ જાણ્યું છે અને તમને તેની ઉપર રૂચિ થઈ છે, તેથી તે બાબતમાં મારી પૂરેપૂરી સંમતિ છે.”
તે વખતે રાજા અરિદમને પોતાની બાજુમાં રહેલ વિમળ મંત્રી ઉપર પોતાની નજર કરી; એટલે વધારે નમ્રતા બતાવીને “ફરમાવો સાહેબ” એમ મંત્રીશ્વર બોલ્યા.
અરિદમન–“આર્ય! મારે રાજ્ય, સગાસંબંધી અને શરીરનો સંગ છેડી દે છે, આ આચાર્ય મહારાજના ઉપદેશ પ્રમાણે રાગદ્વેષ વિગેરે કુટુંબીઓને મારી હઠાવવા છે, જ્ઞાન વિગેરે અંતરંગ વિશુદ્ધ કુટુંબની નિરંતર પિષણ કરવી છે અને સર્વરશાસનની દીક્ષા લેવી છે તેથી આ વખતે જે કરવા યોગ્ય હોય તે સર્વ જલદી કરે.”
૧ મહાવીર્ય પ્રબળ આત્મશક્તિને પ્રગટ કરી શકનાર. ૨ જાણે તેને કાંઈ કહેવું છે એ ભાવ બતાવનારી મુખમુદ્રા.
૮૬
Page #723
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૩
વિમળમતિ જેવા દેવના હુકમ ! પરંતુ સાહેબ! મારે એકલાએજ આ વખતે જે ઉચિત કરવાનું હોય તે કરવાનું છે એમ નથી પણ આ આપનું અંતઃપુર છે તેની અંદર રહેનાર સર્વેએ ( રાણીઓ તથા કામકાજ કરનાર માણુસાએ), આ આપના સામંત વર્ગ છે તેમણે, તેમજ આપના બીજો રાજ્યવર્ગ છે તેમણે અને સંક્ષેપમાં કહું તે। આ આખી સભાએ આ વખતને ઉચિત કામ કરવાનું છે.”
૬૮૨
બુદ્ધિશાળી પ્રધાનના અર્થસૂચક પ્રેરક જવાબ.
રાજાએ પેાતાના મનમાં વિચાર કર્યો કે મેં તે આ મંત્રીને એવે હુકમ કર્યાં હતા કે મારે દીક્ષા લેવાને વિચાર છે તેથી તેને યોગ્ય જિનસત્ર, જિનપૂજા, દાન, મહેાત્સવ વિગેરે જે કરવા યોગ્ય હાય તે સર્વ કરો તેના જવાબમાં આ શું બેલે છે ? એના બેલવામાં કોઇ ઊંડો ભાવાર્થ હોય એમ જણાય છે. આમ વિચારીને રાજાએ મંત્રીને કહ્યું “અત્યારે જે જે કામેા કરવાનાં છે તે તે સર્વે તારેજ કરવાનાં છે, તે કરવાં તે તારા અધિકારના વિષય છે અને તું તે સર્વ કરી શકે તેટલી શક્તિવાળા છે; ત્યારે પછી તે ગણાવ્યાં તે સર્વે ખીજાં આ સમયને ઉચિત વળી બીજું તે શું કરવાનાં હતાં?”
વિમળમતિ— સાહેબ ! આપસાહેબે જે કરવાના આરંભ કર્યો છે તેવું જ કાંઇ કરવું એ અમારે સર્વેને પણ આ વખતે ઉચિત ગણાય તેથી તે અમારે સૌએ મળીને કરવું જોઇએ, બીજું કાંઇ નહિ. કારણ ન્યાય તે સર્વને માટે સરખા જ હાવા જોઇએ. ભગવાન આચાર્ય મહારાજે હમણા જ આપણને સર્વને સમજાવ્યું છે કે સર્વ જીવાના દરેકના ત્રણ ત્રણ ફેંટુંબ હેાય છે. એ પ્રમાણે છે તેથી અમારે સર્વેએ પણ આ વખતને ઉચિત આપની ધારણા પ્રમાણે કરવું જોઇએ-એટલે કે પ્રથમ અંતરંગ કુટુંબ ક્ષમા માર્દવ આર્જવ વિગેરેની પાષણા કરવી જોઇએ, બીજા અંતરંગ કુટુંબ રાગદ્વેષના વિનાશ કરવા જોઇએ અને ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ કરવા જોઇએ. ”
અરિદ્રમન—“ જો તમે કહેા છે તે સર્વે પણ એ વાતને અંગીકાર કરતા હોય તેા ઘણું સારૂં !”
r
વિમળમતિ— આપ જે કર્તવ્ય કરવાના છે તે સર્વને શાંતિ આપનાર છે તેથી તેઓ સર્વ તે આદરે તેમાં સવાલ જ શે છે?”
પ્રધાનના આવા જવાબ સાંભળીને તે સભામાં જે ભારેક
Page #724
--------------------------------------------------------------------------
________________
અરિદમનનું ઉત્થાન,
૬૩
જીનેા હતા તેઓ પેાતાના મનમાં ભયથી કંપવા લાગ્યા કે રખેને આ મંત્રી તેમને પરાણે દીક્ષા અપાવી દેશે; આથી આયલા જેવા નિર્બળ પ્રાણીઓ ભયથી થરથરવા લાગ્યા, નીચ પ્રકૃતિના જીવા હતા તે ત્યાંથી નાસી જવા લાગ્યા, વિષયમાં અત્યંત આસક્ત પ્રાણીઓ હતા તે મુંઝઇ ગયા, જે પેાતાના મોટા કુટુંબની જાળમાં ફસાઇ ગયેલા હતા તેને પરસેવાની ઝરીએ આવી ગઇ, પણ જે લઘુકર્મી હતા બહુ રાજી થયા અને જે ધીર અને શાંત પ્રકૃતિવાળા સમજી પ્રાણીઓ હતા તે પ્રધાનના વચનપર વિચાર કરી તેને અનુસરવા સંઅંધી ચાગ્યાયેાગ્યતાના ખ્યાલ કરવા લાગ્યા. એવા લધુકર્મી ધીર પ્રકૃતિવાળા પ્રાણીઓએ પ્રગટપણે કહ્યું કે “જે પ્રમાણે મહારાજાને હુકમ થાય તે પ્રમાણે કરવા અમે સૌ તૈયાર છીએ. આવા સર્વ પ્રકારની સામગ્રીના સંપૂર્ણ લાભ મળ્યા છતાં એવે કાણુ મૂર્ખ હાય કે જે આવા સારા સથવારા છેડી દે?” રાજા આવાં વચના સાંભળી પાતાના મનમાં ઘણા રાજી થયા.
તે
પ્રમેાદવર્ધનમાં મહે।ત્સવ,
કરણ ૩૩ ]
વઘુમાં થવાના સાથે ત્યાગ,
પછી ત્યાં નજીકમાં પ્રમેાદ્દવર્ધન નામનું જિનમંદિર હતું ત્યાં રાજા અને બીજા સર્વ ગયા. ત્યાં એ અત્યંત વિશાળ દેરાસરમાં રહેલાં જિન બિખાને સાન કરાવવા આવ્યું એટલે પ્રભુના જન્માભિષેક કરવામાં આવ્યા, પછી પ્રભુની સુંદર પૂજા કરવામાં આવી, અનેક પ્રકારનાં સુંદર દાન આપવામાં આવ્યાં, કેદીઓને કેદખાનામાંથી છેડાવ્યા અને એવાં એવાં સમયેાચિત સર્વ કામે કરવામાં આવ્યાં. એ અરિક્રમન રાજાને શ્રીધર નામના પુત્ર હતા તેને નગરમાંથી ત્યાં બેલાવવામાં આવ્યે અને રાજાએ પેાતાનું રાજ્ય તેને સોંપી દીધું. જૈન શાસ્ત્રમાં બતાવેલી વિવિ પ્રમાણે વિવેકાચાર્યે સર્વને ( રાજા અને તેના સાથવાળાને ) દીક્ષા આપી. ત્યાર પછી આ સંસારના પ્રપંચપર વિશેષ ખેદ આવે અને મોક્ષપ્રાપ્તિ કરવાની ઇચ્છામાં વધારા થાય તેવા પ્રકારની દેશના આચાર્ય મહારાજે આપી. પછી દેવતાઓ વિગેરે દેશના સાંભળવા માટે અને જ્ઞાની આચાર્યને વંદન કરવા માટે આવ્યા હતા તે સર્વ પાતપેાતાને સ્થાનકે ગયા.
દીક્ષા.
Page #725
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪ મું. નંદિવર્ધન મરણ-ઉપસંહાર દ પર જવેલ રીતે અરિદમન રાજાનો સંસારત્યાગ જ થઈ થયે; તેને પ્રકૃતિવર્ગ અને અંતપુર તેમાં સા
છે. મેલ થયા, સ્વરૂપદર્શન પ્રત્યક્ષ થયું, અનુકરણ કરવા STD 6 યોગ્ય બનાવો મારી સામે બન્યા અને અગ્રહીત
સંકેતા! વિવેકાચાર્ય જ્ઞાની મહારાજે અમૃત જેવાં વચને કહ્યાં તેની એક જરા પણું અસર મારા ઉપર થઈ નહિ. થોડા વખતમાં જ પેલો વૈશ્વાનર મિત્ર અને હિંસાદેવી દૂર ગયા હતા તે
પાછા મારી નજીકમાં આવ્યા અને બન્નેએ મારા ભારેમી શરીરમાં પ્રવેશ કર્યો. અરિદમન રાજા દીક્ષા લેવાના નંદિવર્ધન. હતા તેથી સર્વ ભનુષ્યને બંધનથી છૂટા કરવાને
હુકમ તેમણે રાજપુરૂષોને આ હતું તેથી તેને ઓએ મને પણ બંધનથી મુક્ત કર્યો. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ સાધુએ (વિવેકાચાર્ય) મને લેક મળે નાહક વગોવ્યો. એવા વિચારથી મારા મનમાં તેમના ઉપર ઘણે ઘમઘમાટ થયો અને આવી રીતે જે સ્થાને લેકમાં વગેવણ થઈ હોય ત્યાં રહેવામાં લાભ શું એમ માનતે હું ત્યાંથી વિજયેપુર નગર તરફ જવાને ચાલી નીકળ્યો અને તે નગર તરફનો કેટલોક રસ્તો ઓળંગી પણ ગયે.
ધરાધર સાથે લડાઈ-નંદિવર્ધનનું મરણ, હવે એ વિજયપુર નગરના શિખરી નામના રાજાને એક ધરાધર નામનો પુત્ર હતો. તેના ઉપર પણ વિશ્વાનર અને હિંસાએ મારી પેઠે ઘણે જ દોર ચલાવેલું હોવાથી પિતાએ તે ધરાધરને પોતાના દેશથી બહાર કાઢી મૂક્યો હતો. એ ધરાધર પણ મને મુસાફરીમાં એક જંગલમાં બરાબર સામે મળે. મેં તેને વિજયપુર નગરને રસ્તો પૂછો પરંતુ તે વખતે તેના મનમાં ઘણું વ્યાકુળતા હોવાથી મારું
૧ સંસારીજીવ પોતાપર વીતેલી સર્વ વાર્તા સદાગમ સમક્ષ અગહીતસંકતાને ઉદ્દેશીને કહે છે.
Page #726
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪] નંદિવર્ધન મરણ-ઉપસંહાર.
૬૮૫ વચન તેના સાંભળવામાં આવ્યું નહિ. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ ભાઈસાહેબ મારી તરફ કાંઈક અવગણનાની–બેદરકારીની નજરથી જુએ છે. એ વિચારની સાથે જ મારા શરીરમાં રહેલ હિંસા અને વૈશ્વાનર ઉછળી પડ્યા એટલે તેની કેડમાંથી મેં છરી (જુમીઓ) ખેંચી લીધી. તેનામાં રહેલ વૈશ્વાનર પણ એકદમ જાગૃત થઈ જતા તેણે પણ પોતાની તરવાર ખેંચી. અમે બન્નેએ એક બીજાને એક જ વખતે સખ્ત ઝટકા માર્યા અને બન્નેના શરીરે ઘાયલ થયાં.
એ વખતે એક ભવમાં વેદી શકાય તેવી જે ગોળી મારી અને તેની પાસે હતી તે બન્નેની એકસાથે જીર્ણ થઈ ગઈ–પૂરી થઈ ગઈ. તે વખતે ભવિતવ્યતાએ અમને બન્નેને એકેક નવી નવી ગોળી આપી.
છઠ્ઠી નારકીએ નંદિવર્ધન. હવે એક પાપિષ્ટનિવાસ નામની નગરી છે તેમાં એક બીજાની ઉપરાઉપર સાત પરાઓ છે. એ નગરમાં પાપિષ્ટ નામના કુળપુત્રો જ રહે છે, બીજા કેઈન તે નગરીમાં નિવાસ થતો નથી. ભવિતવ્યતાએ આપેલી ગોળીની શક્તિથી મને અને ધરાધરને એ પાપિષ્ટનિવાસ નગરીના તમસ નામના છઠ્ઠા પાડામાં લઈ જવામાં આવ્યો અને ત્યાં રહેનાર ફળપુત્રનું રૂપ આપીને ત્યાંના રહેનાર તરીકે અમને સ્થાપન કર્યા. ત્યાં ગયા પછી અમારી બેની વચ્ચે વૈર ઘણું જ વધી ગયું. એક બીજાને અનેક પ્રકારે પીડા ઉપજાવતા વારંવાર માર ખાતા અમે ત્યાં બાવીશ સાગરોપમ સુધી રહ્યા અને મેટા દુઃખના દરિયામાં ડૂબી ગયા.
સંસારપરિભ્રમણ એટલો વખત પૂરો થયો ત્યારે વળી ભવિતવ્યતાએ અમને બન્નેને એક નવી ગોળી આપી અમને પંચાક્ષનિવાસ નગરમાં પાછી લઈ
૧ પાપિષ્ટનિવાસઃ સાત નરકનું સમુચ્ચય નામ છે. એનું વર્ણન ચોથા પ્રસ્તાવમાં આવશે.
૨ તમસ: સાત નારકીને સાત પાડા–મહોલ્લાનું રૂપ આપવામાં આવ્યું છે. તમસ નામની છઠ્ઠી નારકી છે,
૩ સાગરોપમમાં અસંખ્ય વરસે આવે છે. એના સમયના માન માટે જુઓ કર્મગ્રંથ ચેાથો. આ ગ્રંથની પૃ. ૮૨ ની નોટમાં પણ કાંઈક હકીકત આપી છે.
- ૪ નારકી મારીને વળતે જ ભવે નારકી થાય નહિ, અન્યગતિમાં જઈ આવી પાછો નારકી થઈ શકે એવો નિયમ છે.
Page #727
--------------------------------------------------------------------------
________________
૬૮૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ આવી અને ત્યાં ગોળીને પ્રભાવથી અમારૂં બન્નેનું ગર્ભજ સર્ષ (એ) નું રૂપ થયું. ત્યાં પણ પૂર્વના વૈરને લીધે પરસ્પર અમારે બન્નેને મોટું વૈર ચાલ્યા કર્યું.
એવી રીતે લડતાં લડતાં અમને આપેલી ગોળી જીર્ણ થઈ ગઈ; એટલે પાછો નવી ગોળીને પ્રયોગ કરીને ભવિતવ્યતા અમને બન્નેને એ પાપિચ્છનિવાસ નગરના ધુમ્રપ્રભા' નામના પાંચમા પાડામાં લઈ ગઈ. અમે ત્યાં પણ અરસ્પરસ ખૂબ લડયા અને મહા દુઃખમાં અને મારા સત્તર સાગરોપમ પસાર થયા. ત્યાં અનેક પ્રકારની પીડાઓનો મારે અનુભવ કરવો પડ્યો.
ત્યાંથી વળી ભવિતવ્યતા અમને પંચાક્ષનિવાસ નગરમાં લઈ આવી અને ગોળીના પ્રયોગથી અમારૂં બન્નેનું સિંહનું રૂપ બનાવ્યું. સિંહ તરીકે પણ અમે ઘણું લડ્યા.
એવી રીતે લડતાં લડતાં આખરે અમે જ્યારે સિંહનું રૂપ છેડી દીધું (મરણ પામ્યા) એટલે વળી પાપિચ્છનિવાસ નગરીના પંકપ્રભા નામના ચોથા પાડામાં અમને ભવિતવ્યતા લઇ આવી. ત્યાં અમે બન્ને ક્રોધને સારી રીતે માર્ગ આપવા લાગ્યા. એવી રીતે અરસ્પર કુટાતાં ટીપાતાં અમારા દશ સાગરેપમ ત્યાં પસાર થયા જે દરમ્યાન વાણુથી કહેવું પણ મુશ્કેલ પડે તેવું દુ:ખ અમે હાથે કરીને સહન કર્યું.
વળી ત્યાંથી ઉપાડીને અમને બન્નેને ભવિતવ્યતાએ બાજપક્ષીનું રૂપ આપ્યું. અમારા બન્નેમાં રહેલે વૈશ્વાનર તે વખતે એટલો બધો ઉછળી પડો કે અમારે મોટી મોટી લડાઈઓ થઈ.
વળી ભવિતવ્યતા નવીન ગળીને પ્રયોગ કરીને પાપિચ્છનિવાસ નગરીના વાલુકાપ્રભા નામના ત્રીજા પાડામાં અમને લઈ આવી. ત્યાં પણ અમે અનેક પ્રકારે એક બીજાને તાડના તર્જના કરતા હતા; એ ઉપરાંત ત્યાં ક્ષેત્રની પણ ઘણું પીડાઓ થઈ, વળી પરમાધામી દેવતાઓએ ત્યાં અમને ઘણે ત્રાસ આપે. એવી અનેક પીડાઓ ખમતાં અમારા સાત સાગરોપમ ત્યાં પસાર થયા.
૧ સર્ષ પાંચમી નરક સુધી જ જાય છે. ધુમ્રપ્રભા પાંચમી નારકી છે. ૨ સિંહ ચોથી નરક સુધી જ જાય છે. પંકપ્રભા થી નારકી છે. ૩ પક્ષી ત્રીજી નરક સુધી જ જાય છે. વાલુકાપ્રભ ત્રીજી નારકી છે.
૪ પ્રથમની ત્રણ નારકીમાં એક અધમ જાતના અસુરો જેને પરમાધામી” કહેવામાં આવે છે તેઓ નારકને બહુ દુઃખ આપે છે, અન્યને દુઃખી જોઈ તેઓને તેમાં બહ આનંદ આવે છે. એ દેવો જેથી નારકીથી હોતા નથી; છતાં ઉપરની નારકીમાં ક્ષેત્રવેદના અને અન્ય કૃત વેદના ઉત્તરોત્તર વધતી જ જાય છે.
Page #728
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪] નદિવર્ધન મરણ-ઉપસંહાર.
९८७ ત્યાર પછી વળી એક નવીન ગોળી આપીને ભવિતવ્યતા અમને પંચાક્ષનિવાસ નગરમાં લઈ આવી અને અમને તેણે નળીઆનું રૂપ આપ્યું. આટલા અમે હેરાન થયા તે પણ એક બીજા પર અમારો ક્રોધ અને ઈર્ષ્યા જરા પણ ઓછા થયા નહિ. નળીઆ તરીકે પણ એક બીજાને પરસ્પર લાત મારતા અને પ્રહાર કરતા અમે અમારા શરીરને લોહીલોહાણ બનાવી દેતા હતા.
એમ કરતાં કરતાં અમને આપેલી ગળીઓ જીર્ણ થઈ એટલે વળી નવીન ગળી તેણે (ભવિતવ્યતાએ) અમને આપી. વળી ત્યાંથી તે ગોળીના પ્રભાવથી પાપિચ્છનિવાસ નગરના શર્કરા પ્રભા નામના બીજા પાડામાં ભવિતવ્યતા અમને લઇ આવી. ત્યાં વળી અમારૂં બન્નેનું ઘણું ભયંકર રૂ૫ કરવામાં આવ્યું, અમે પણ એક બીજાને ટેટે પીસતા હતા અને પરમાધામ દેવતાઓ પણ અમને અનેક પ્રકારના ત્રાસ આપતા હતા તેમજ ક્ષેત્રની વેદના પણ પારાવાર હતી; તેને અનુભવતાં અમે મહા મુશીબતે ત્રામાં સાગરેપમ કાળ ત્યાં પૂર્ણ કર્યો.
આવી રીતે એક વખત પંચાક્ષનિવાસ નગરમાં અને એક વખત પાપિષ્ટનિવાસ નગરમાં અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ધકેલા ખાતા અને પિલા ધરાધર સાથે વેર ખેડતાં ભવિતવ્યતાના ગે મેં અનેક નવાં નવાં રૂપ ધારણ કર્યા. અહો ભદ્ર અગૃહીતસંકેતે ! એક ગોળી પૂરી થાય કે વળી કહળથી એક બીજી ગોળી કર્મપરિણામ રાજા તરથી મને આપવામાં આવે અને ભવિતવ્યતા પણ એ ગોળી માટે એવી યોજના કરે કે મને અસંવ્યવહાર નગર સિવાય બીજા સર્વ નગરોમાં વારંવાર રખડવું પડે. આવી રીતે ઘાણીમાં જેમ તલ અહીંથી તહીં અને તહીંથી અહીં કુટાયા કરીને પીલાયા કરે તેમ એક (અસંવ્યવહાર) નગર સિવાય સર્વત્ર રખડતાં પછડાતાં મારે અનંત કાળ ગયે.
૧ ભુજપરિસર્ષ બીજી નરક સુધી જાય છે. શર્કરામભા બીજી નાકી છે. સાત નારકીઓનાં નામ નીચે પ્રપાણ છે: ઘમ, વંશા, સેલા, અંજણ, રિડા, મઘા અને માધવતી. તેઓનાં ગોત્રનાં નામ નીચે પ્રમાણે અનુક્રમે છેઃ (૧) રત્નપ્રભા. (૨) શકરપ્રભા, (૩) વાલુકાપ્રભા. (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા. (૬)તમપ્રભા, (૭) તમસ્તમઃ પ્રભા.
૨ પ્રાણી અવ્યવહાર નગરથી નીકળ્યા પછી પાછો નિગોદમાં જાય તો પણુ તે વ્યવહારી કહેવાય છે, કારણ કે તેને વ્યવહાર ચાલુ છે.
Page #729
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવિશાલાની ચિંતવના આ પ્રમાણે સંસારીજીવ બોલતો હતો ત્યારે પ્રજ્ઞાવિશાલાએ વિચાર કર્યો કે એ ક્રોધ (વધાનર) તો ઘણું ભયંકર (આકરા) રૂપ વાળો જણાય છે ! અને હિંસા તે વળી તેનાથી પણ વધારે ભયંકર જણાય છે! દાખલા તરીકે આ મહા ભયંકર સંસારસમુદ્ર એ સંસારીજી ઘણી મુશ્કેલીઓ પાર ઉતરીને મનુષ્યભવ પ્રાપ્ત કર્યો તોપણ પાછા એ વિશ્વાનર હિંસાને તાબે પડી જઈને તેણે સ્વતઃ અણુવ્યાં તેવાં મહા ભયંકર કર્મો કર્યા, ભગવાનના વચનને પણ ગ્ય માન આપ્યું નહિ, મનુષ્યને આ ભવ હારી ગયે, ઉલટી મોટી વૈર (દુમનાઈ ) ની શ્રેણીઓ ઊભી કરી દીધી, પરિણામે સંસારસાગરમાં અનેક પ્રકારની વિડંબના પાયે, અનેક દુઃખસમૂહને હાથે કરીને સ્વીકાર કર્યો. એ હિંસા અને વૈશ્વાનરની શત્રુતા અનુભવથી સિદ્ધ છે અને આગમ (શાસ્ત્ર) માં વારંવાર બતાવવામાં આવી છે એ બરાબર જણાયા છતાં પણ પ્રાણીઓ જાણે પોતાના જ શત્રુ હોય (આત્મવૈરી હોય) તેમ વળી પાછા તે જ ક્રોધ કરે છે અને તે જ હિંસા દેવીનું અનુવર્તન કરે છે. જેઓ આ પ્રમાણે જાણતાં છતાં એમ જ કર્યા કરે છે તે બાપડા જરૂર નંદિવર્ધનના જેવીજ અનર્થપરંપરા પામે છે અને પામશે. આ વિચારથી મારા મનમાં ઘણે ખેદ થાય છે.
૧ નંદિવર્ધને.
Page #730
--------------------------------------------------------------------------
________________
SHESH E
શ્વેતપુરમાં આહેર; પુછ્યાયનું સહચરત્વ.
સંસારીજીવ અધૃતહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ ભવ્યપુરૂષ અને પ્રજ્ઞાવિશાલાની હાજરીમાં પોતાની વાર્તા આગળ ચલાવતાં બેલ્યાઃ ભદ્રે ! અગૃહીતસંકેતે ! એવી રીતે અનંત કાળ અનેક જગ્યાએ રખડાવીને એક વખત ભવિતવ્યતા મને શ્વેતપુર નામના નગરમાં લઇ ગઇ અને મને આહેરનું રૂપ આપ્યું. એ રૂપ ધારણ કર્યું તે વખતે પેલા વૈશ્વાનર મિત્ર હતા તે છુપાઇ ગયા અને હું કાંઇક શાંત રૂપવાળા થયા. તેથી મને કાંઇક દાન દેવાની બુદ્ધિ કુદરતી રીતે જ ઉત્પન્ન થઇ. જોકે વિશિષ્ટ પ્રકારના વર્તન ( શીલ ) ની પ્રક્રિયા ત્યાં કરવામાં આવી નહિ, ખાસ મોટા પ્રકારના સંયમનું અનુકરણ કરી શક્યો નહિ તે પણ ઘર્ષણર્ણન ન્યાયથી હું ત્યાં કાંઇક મધ્યમ ગુણવાળા થયો. મને આવી રીતે સુધરેલા જોઇ ભવિતવ્યતા મારી ઉપર પ્રસન્ન થઇ. તેથી તેણે મારા પૂર્વના દેશસ્તદાર પુણ્યાયને પાછો જાગૃત કર્યાં અને મને સહચર ( મિત્ર ) તરીકે આપ્યા. વળી તેણે મને ઉઘાડી રીતે કહ્યું “ આર્યપુત્ર ! તમે હવે સિદ્ધાર્થપુર નગરે સીધાવેા અને ત્યાં આનં દથી રહેજે. આ પુણ્યોદય તમારી સાથે ત્યાં આવશે અને તમારા મિત્ર અને સેવક તરીકે કામ કરશે. ” મેં મારી મક્કમ વિચારની ભાર્યાનું વચન સ્વીકાર્યું. તે વખતે એક ભવમાં ચાલે તેવી ગોળી જીર્ણ થઇ જવાથી ભવિતવ્યતાએ મને એક બીજી આખા ભવ સુધી ચાલે તેવી નવીન ગોળી આપી.
*
૧ વૈશ્વાનરનું છુપાવું: અહીં ક્રોધના નારા થયા નથી પણ ઉદયમાં બંધ થયે, સત્તામાં પડ્યો રહ્યો તેથી તે છુપાઈ ગયા એમ કહ્યું. ક્રોધના સર્વથા ઉદયમાંથી નારા દામે ગુણસ્થાનકે થાય છે અને સત્તામાંથી બારમે નાશ થાયછે.
*
૨ ઘર્ષણધર્ણન ન્યાયઃ દિમાં ઘડાતા પીટાતા પથ્થર જેમ ગેાળ થઇ જાય છે, કાઇ નદીના ગેાળમટાળ પથ્થરને ધડવા જતું નથી—તેને ઘર્ષણ્ન ન્યાય' કહે છે. એવી રીતે પ્રાણી પણ વિકાસક્રમમાં અથડાતાં પછડાતાં ઠેકાણે આવતા જાય છે. એવા વિકાસમાં વખત ઘણા જ ( અનંતા ) જાય છે,
રૂ ગાળી: એક ભવમાં વેદવા યોગ્ય કર્મનો સમૂહ.
૮૭
Page #731
--------------------------------------------------------------------------
________________
અંતિમ નિવેદન
भो भव्याः प्रविहाय मोहललितं युष्माभिराकर्ण्यतामेकान्तेन हितं मदीयवचनं कृत्वा विशुद्ध मनः। राधावेधसमं कथञ्चिदतुलं लब्ध्वापि मानुष्यकं, हिंसाक्रोधवशानुगैरिदमहो जीवैः पुरा हारितम् ॥
“અ ભવ્ય પ્રાણુઓ ! તમારૂં સર્વનું એકાન્ત હિત થાય તેવું “વચન કહું છું તે તમે મેહની ચેષ્ટાઓ છેડી દઇને મનને વિશુદ્ધ ક. રીને બરાબર સાંભળે. આ મનુષ્યપણું જેની પ્રાપ્તિ થવી રાધાવેધ સાધવાની પેઠે ઘણી મુશ્કેલ છે તે અનેક મુશીબતેને પરિણામે મેળવીને પ્રાણી હિંસા અને ક્રોધને વશ પડીને અગાઉ ઘણી વખત “હારી ગયા છે-મુશ્કેલી એ મેળવેલ મનુષ્યપણાનો કાંઈ પણ લાભ મેળવી શક્યો નથી.
अनादिसंसारमहाप्रपञ्चे, क्वचित्पुनः स्पर्शवशेन मूढैः। अनन्तवारान् परमार्थशून्यविनाशितं मानुषजन्म जीवैः ॥
* વળી આ અનાદિ સંસારના મોટા પ્રપંચમાં કઈ વાર પ્રાણીને મનુષ્યપણું પ્રાપ્ત થયું હશે અને સરવાળે તે અનેકવાર મળ્યું હશે “તપણુ સ્પર્શનને વશ પડીને તેને મૂર્ખ અને રહસ્ય નહિ સમજનાર પ્રાણીઓ નકામું બનાવી દીધું છે.
एतन्निवेदितमिह प्रकटं ततो भो. स्तां स्पर्शकोपपरतापमतिं विहाय । शान्ताः कुरुध्वमधुना कुशलानुबन्ध. मह्नाय लंघयथ येन भवप्रपञ्चम् ।
Page #732
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪]. નંદિવર્ધન મર-ઉપસંહાર
૬૯૧ ઉપર પ્રમાણે હકીકત સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે તેથી “સ્પર્શ (સુખ), કેપ (ક્રોધ) અને પરતાપ (હિંસા)ની બુદ્ધિ છેડી
દઈને હવે તમે શાંત થાઓ અને પુણ્યબંધ કરે કે જેથી તમે આ “સંસારને પ્રપંચ શિધ્ર ઓળંઘી શકે.
इत्युपमितभवप्रपञ्चायां कथायां क्रोधहिंसास्पर्श
द्रियविपाकवर्णनस्तृतीयः प्रस्तावः ।
ઉપમિતિ ભવપ્રપંચ કથામાં ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, હિંસા
અને સ્પર્શેન્દ્રિયના વિપાકનું વર્ણન કર્યું.
इति तृतीयः प्रस्तावः ।
Page #733
--------------------------------------------------------------------------
________________
ES
Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya-Sagar Press, 23, Kolbhat Lane, Bombay.
Published by Shah Kuverji Anandji, for Jain
Dharmaprasarak Sablia, Bhavnagar. SASAKYANUSURA
Page #734
--------------------------------------------------------------------------
________________
Page #735
--------------------------------------------------------------------------
________________
શ્રી સાગરગ જ્ઞાન ભંડાર
સ્ટેશન અંધજા, જો અભદાવાદ, મુ. પાપુર,
Page #736
--------------------------------------------------------------------------
________________
Page #737
--------------------------------------------------------------------------
________________