________________
પરિશિષ્ટ ]. નિગોદનું સ્વરૂપ.
૩૩૫ નિશ્ચય નય આ સંબંધમાં એટલું વિશેષ કહે છે કે-જ્યાં બાદર નિગોદ કંદાદિ રહેલ હોય તે આકાશપ્રદેશ તેમજ બાદર નિગોદમાંથી અને સૂક્ષ્મ નિગીદમાંથી નીકળેલા પણ તે બે પ્રકારની નિગોદમાંજ ઉપજવાના જીવોના આત્મપ્રદેશો તેમજ તે બન્ને પ્રકારની નિગોદમાં ઉપજવા આવતા અન્ય પૃથ્વીકાયાદિ જીવોના આત્મપ્રદેશો જ્યાં વધારે લાભે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ પદ સમજવું, જેથી ગોળક અને ઉત્કૃષ્ટ પદ એ બે સરખાં નહીં થાય, પણ ઉત્કૃષ્ટ પદ ગોળા કરતાં ઓછાં થશે. બાકી બાદર નિગોદ વિગેરેના આશ્રય વિના તો તેની સમાનતા જ થશે.
ગોળા અસંખ્યાતા છે, અને તે પ્રત્યેક ગળામાં અસંખ્ય નિગોદ તો તેટલી જ અવગાહનાવાળી રહેલી છે. બાકી વધતી ઘટતી અવગાહનાવાળી નિગોદ અસંખ્યાત ગુણી છે અને તે પ્રત્યેક નિગોદમાં અનંતા છવો રહેલા છે. તે દરેક નિગોદના જીવો સિદ્ધના જીવો કરતાં અનંતગુણ છે. સિદ્ધના જીવો પાંચમે (મધ્યમ યુક્ત) અનંત છે, અને આ એક નિગોદમાં રહેલા જીવો આઠમે અનંત છે. સમકિત પામ્યા પછી પતિત થયેલા જીવો કે જેઓ અધે પુગળપરાવર્તથી અંદર ફરી સમકિત પામીને મોક્ષે અવશ્ય જવાનાજ છે તેવા જીવ અભવ્ય કરતાં અનંતગુણ છે, તે પણ પાંચમે અનંતે છે. પાંચમાં અનંતાનાં અનંતાં સ્થાને હોવાથી આ સંખ્યા અબાધિતપણે ઘટી શકે છે. સિદ્ધના જીવોમાં નિરંતર વૃદ્ધિ થતી જાય છે, છતાં તે પાંચમે અનંતે તે કારણથી જ ગણી શકાય છે. પુગળપરાવર્તન કાળ અનંતો હોવાથી અર્ધ પુગળપરાવર્ત જેટલા કાળમાં પ્રથમના પડવાઈ જીવો મોક્ષે જાય છે અને બીજા પણ લગભગ તેટલા જીવો નવા પડવાઈ થાય છે.
ક્ષેત્રવિચારણાઓ પ્રત્યેક ગોળકની તેમજ પ્રત્યેક નિગોદની અવગાહના અંગુળના અસંખ્યાતમા ભાગની અને અસંખ્ય આકાશપ્રદેશની છે. બાદર નિગોદની અવગાહના પણ અંગુળના અસંખ્યાતમા ભાગની છે, અને તેમાં પણ દરેક નિગોદ (શરીર)માં અનંતા જીવે છે. દરેક જીવનું તૈજસ અને કાર્મણ એ બે શરીર જુદાં જુદાં છતાં ઔદારિક શરીર જૂદું જુદું નથી.
નિગોદનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ અને માત્ર કેવળીગમ્ય છે કે જેને માટે શાસ્ત્ર ઉપર અને પરમાત્માની વાણું ઉપરજ આધાર રાખવાથી સમજાય છે. અતીન્દ્રિય પદાર્થ માત્ર શ્રદ્ધાવડેજ ગ્રાહ્ય થઈ શકે છે. તે છતાં ગુગમથી તે સ્વરૂપ મેળવીને પૂર્વ પુરુષોએ અનેક ગ્રંથોમાં અને સૂત્રમાં તેમજ તેની વૃત્તિઓમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. લોકપ્રકાશના દ્રવ્યલોક્વાળા પ્રથમ વિભાગમાં શ્રીવિનયવિજય ઉપાધ્યાયે પણ નિગોદનું સ્વરૂપ બહુ સારી રીતે વર્ણવ્યું છે, તેમાંથી તેમજ નિગોદષત્રિશિકામાંથી ગુરુદ્વારા સમજીને આ સ્વરૂપ અહીં સંક્ષિપ્ત લખેલું છે. વિશેષના ખપી જીવોને તે તે ગ્રંથો વાંચી જેવા વિજ્ઞપ્તિ છે.
ઈતિ નિગોદવિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org