________________
૩૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩
સ્પર્શનસંબંધ પર કર્મવિલાસ. પછી બાળ, સ્પર્શન અને મનીષી ત્રણે નગરં તરફ પાછા ફર્યા. સર્વ રાજભુવનમાં દાખલ થયા. રાજસભામાં તેઓએ કર્મવિલાસ રાજાને કાળપરિણતિ મહાદેવી સાથે સિંહાસન પર બેઠેલા જોયા. રાજબાળકેએ પોતાના માતાપિતાને વંદન કર્યું. માતાપિતાએ તેઓને આશીર્વાદ આપ્યા, બેસવાને આસન આપ્યાં પણ તેઓ આસન ઉપર ન બેસતાં જમીન ઉપર બેસી ગયા. તેઓએ પોતાના પિતાને સ્પર્શન સાથે ઓળખાણ કરાવી અને તેની સર્વ હકીકત કહી બતાવી. એ હકીકત સાંભળીને કર્મવિલાસ મહારાજા બહુ રાજી થયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સ્પર્શનને મેં અગાઉ પણ ઘણીવાર જોયો છે. જેમ અપથ્ય સેવવાથી વ્યાધિ વધી પડે છે તેના જેવો તે છે (એટલે તે સંસાર-કર્મ-વ્યાધિને વધારનાર છે). એની સાથે આ બન્ને રાજકુમારને દોસ્તી થઈ એ બહુ સારું થયું. મારી તે અનાદિ કાળથી એવી પ્રકૃતિ પડી ગઈ છે કે જે પ્રાણુઓ આ સ્પર્શનની સાથે અનુકૂળ થઈને રહે છે તેની સાથે હું પ્રતિકૂળ થઈને રહું છું અને જે પ્રાણી એના ઉપર કઈ પણ પ્રકારનો સ્નેહ ન રાખતાં પ્રતિકુળ થઈને વર્તે છે તેની સાથે મારે અનુકૂળપણે વર્તવું પડે છે; જે એને એકાંતે સર્વથા ત્યાગ કરે છે તેને તે માટે તદન મૂકી દેવો પડે છે-છેડી દેવું પડે છે. આ પ્રમાણે હોવાથી કુમારે એના તરફ કેવું વર્તન રાખે છે તેનું બારીકીથી અવલોકન કરીને જેમ ઘટિત લાગશે-યોગ્ય લાગશે તેમ હું કરીશ. આ પ્રમાણે વિચાર કરીને અંતરંગ રાજા કર્મવિલાસે કહ્યું
વો! આ સ્પર્શના પિતાને પ્રાણત્યાગ કરતે હતો તેની સાથે દોસ્તી કરીને તેના પ્રાણ તમે બચાવ્યા તે બહુ સારું કર્યું. તમારે અને આ સ્પર્શનને સંબંધ દૂધ અને ખાંડના મેળાપ જેવો છે."
૧ આ અંતરંગ રાજસભા સમજવી. બહિરંગ પ્રદેશમાં રાજા રાણી શત્રુમર્દન અને મદનદળી છે તે કથામાં આગળ આવશે. અંતર પ્રદેશમાં રાજ કર્મવિલાસ છે. આ સંબંધમાં ખુલાસો પ્રકરણ ૧૪ ભામાં આજ પ્રસ્તાવમાં આવશે. ત્યાં શત્રુમર્દન રાજા પ્રબોધનરતિ આચાર્યને ખુલાસાવાર હકીક્ત પૂછશે એટલે સર્વ વાત સ્પષ્ટ થશે.
- ૨ કર્મપરિણામ રાજના મુખમાં જે વચને મૂક્યાં છે તે તેને યોગ્ય છે, વિ. ચારો પણ બરાબર છે. સ્પર્શનને વશ પડનાર વિશેષ કર્મ ઉપાર્જન કરે છે, વશ નહિ પડનાર અલ્પ કર્મ ઉપાર્જન કરે છે, અને સર્વથા ત્યાગ કરનાર મોક્ષ જાય છે. અકાળમાળા અને શુભસુન્દરી પણ પિતાની ઉત્ક્રાતિ પ્રમાણે વિચાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org