________________
૨૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ ખરીદ કરી લો, તમારે લેવી હોય તો લો, નહિ તો તમારી ઈચ્છા !” આવી રીતે આચાર્યને કાંઈ સવાલ પૂછવામાં આવે ત્યારે તે જવાબ આપે કે મેં પણ એમજ સાંભળ્યું છે, માટે મેં સાંભળ્યું છે તેવું તમે સમજે, સ્વીકારો.” આ જે આચાર્ય જવાબ આપે તેની પાસેથી અભ્યાસ ન કરવો, સંશય પડે તો મિથ્યાત્વ લાગી જાય, આવી જાય અથવા મિથ્યાત્વમાં ઉતરી જવાનો સંભવ રહે તે માટે. બાકી જે સારી ગાય તપાસ કરવા દઈને વેચનાર હોય, મતલબ જે શંકાઓનું સમાધાન કરે તેવા આચાર્ય હોય તેની પાસેથી સૂત્રનો અભ્યાસ કરવો. પ્રથમ ખરીદનારની પેઠે જે તપાસ કર્યા વગર બેઠેલી ગાયને ખરીદ કરે તેવો શિષ્ય હોય તે ભણવાને માટે અયોગ્ય છે, પછવાડેના ખરીદનારની પેઠે જે તપાસ કરીને ભણનાર હોય તે ભણવાને-અભ્યાસને યોગ્ય છે. આવાં આવાં બીજાં ઉદાહરણ આપીને ગુરુ અને શિષ્ય થવાને યોગ્ય કોણ છે તે સંબંધી ચર્ચા કરવામાં આવી છે. જ્યાં ઉત્સર્ગમાર્ગની જરૂર હોય ત્યાં અપવાદમાર્ગની પ્રરૂપણ કરે એવાને ગુરુ કરવાની ત્યાં ના પાડી છે, જે નકામો વિસંવાદ ઊભો કરે તેવા આચાર્ય હોય તેને પણ અયોગ્ય ગણ્યા છે, જે સૂત્ર ઘણી વાર ભણે છતાં સ્મરણમાં રાખી શકે નહિ તે શિષ્ય થવાને યોગ્ય નથી અને તેવાને ગુરુપણું તો કદિ અપાયજ નહિ, સવાલ કાંઈ પૂછવામાં આવે અને જવાબ કાંઈ આપે તે ગુરુપણાને યોગ્ય નથી, મુદ્દાસર જવાબ આપે તેજ ગુરુપણાને યોગ્ય છે, સાંભળે કાંઈ અને બોલે કાંઈ તે શિષ્યપણાને યોગ્ય નથી.
આગળ ચાલતાં શિષ્ય ગુરુ થવાનો હોવાથી અયોગ્યને શિષ્ય પણ ન કરો એવી સ્પષ્ટ આજ્ઞા છે. ગુરુનો ઉપકાર ન સમજનાર અને પોતાની મરછમાં આવે તેમ વર્તનારને શિષ્ય કરવાની મનાઈ કરવામાં આવી છે. વિનયવાન હોય, વારંવાર જિજ્ઞાસાપૂર્વક સવાલ પૂછનાર હોય, પૂછતી વખત યોગ્ય વિવેક જાળવનાર હોય અને ગુરુનો અભિપ્રાય સમજી તે પ્રમાણે વર્તનાર હોય તેને ગુરુ શ્રત આપે છે. હવે બીજી રીતે શિષ્ય પરીક્ષા કરવાના દાખલાઓ ત્યારપછી બતાવવામાં આવ્યા છે તેમાં પ્રથમ પુષ્પરાવર્ત મેઘ અને મગળીઆ પાષાણને આપ્યો છે તે દાખલો આ પ્રમાણે -
મગશેળીઓ પથ્થર મગ જેવડો હોય છે, તેને ગમે તેટલો પાણીમાં ભીંજવે, પણ તેને પાણી લાગતું નથી, પાણીમાંથી બહાર નીકળે ત્યારે જેવો ને તેવો હોય છે. સુકો, ભીનાશ પિચાશ વગરનો, નાનો રેતી જેવો પથ્થર આ હોય છે. પુષ્પરાવર્તન મેઘ ઠંડો, સુંદર, ચાલુ, શાંત પણ અસરકારક હોય છે, સર્વને નવપલ્લવ કરનાર હોય છે, શાંતિ આપનાર લેય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org