SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ee પીઠબંધ ] કર્મક્ષયથી મહામંદિર પ્રવેશ. છે અને તે સર્વ માઁની ઉપરની સ્થિતિને ક્ષય કરે છે. એ એક કડાકાડિ સાગરોપમની સાતે કર્મોની સ્થિતિમાંથી પણ થોડી સ્થિતિને ક્ષય કરે છે ત્યારે આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ પર્યંત ખાર અંગ-આગમરૂપ અથવા તેના આધારભૂત ૧ અહીં ઘેાડી સ્થિતિનેા ક્ષય કરે છે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સમજવી. ૨ ખાર અંગ, પીસ્તાળીશ આગમના પ્રથમ વિભાગમાં અગ્યાર અંગ આવે છે તે સંબંધી કાંઇક હકીકત અહીં ખતાવીએ. અત્યારે ખારમું અંગ ઢષ્ટિવાદ વિચ્છેદ ગયું છે, બાકીનાં ૧૧ અંગેા છે વધતે અંશે ઉપલબ્ધ છે. (૧) આચારાંગ સૂત્ર. આમાં ૨૫ અધ્યયન છે, મૂળ શ્તાક ૨૫૦૦ છે, એની ઉપર શીલાંગાચાર્યકૃત ૧૨૦૦૦ ટીકા છે. પૂર્વાચાયૅકૃત ચૂણ અને ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિ પણ તેના ઉપર છે. એનાં ભાષ્ય તથા લવૃત્તિ મળી શકતાં નથી. સર્વ મળીને એ ગ્રંથના કુલ ૨૩૨૫૦ સ્લૅક હાલ ઉપલબ્ધ છે. મૂળ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર પ્રા. જેકામીએ કર્યું છે. (૨) સુયગડાંગ સૂત્ર. એનાં ૨૩ અધ્યયન (પ્રકરણ) છે. પાખંડ મતેાના એમાં વિચાર છે અને દલીલા મુદ્દાસર બતાવી છે તેમજ આચાર વિચારની હકીકત તેમાં બતાવી છે. મૂળ શ્લાક ૨૧૦૦, શીલાંગાચાર્યની ટીકા ૧૨૮૫૦ અને ચૂર્ણિ ૧૦૦૦૦ છે. એના પર ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ છે. સર્વ મળીને એ ગ્રંથના ૨૫૨૦૦ શ્યાકા છે. આ ગ્રંથ દ્રવ્યાનુયાગનેા છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર પ્રા. જેકામીએ કર્યું છે. (૩) ઠાણાંગ સૂત્ર. એનાં દશ સ્થાને ( અધ્યયને ) છે. મૂળ શ્લોક ૩૭૭૦ છે. એના પર શ્રીઅભયદેવ સૂરિની ટીકા છે જેનું પ્રમાણ ૧૫૨૫૦ શ્યાક છે. સરવાળે એ ગ્રંથના ૧૯૦૨૦ શ્યાક છે. (૪) સમવાયાંગ સૂત્ર. મૂળ શ્લાક ૧૬૬૭ છે. એના પર અભયદેવ સૂરિની. ૩૭૭૬ શ્લાક પ્રમાણ ટીકા છે. સરવાળે એના ૫૮૪૩ શ્લાક ઉપલબ્ધ છે. (૫) ભગવતી સૂત્ર અથવા વિવાહપન્નતિ. એનાં ૪૧ શતક (અધ્યયને) છે. એમાં ગૌતમસ્વામીએ શ્રી મહાવીર પરમાત્માને છત્રીશ હજાર સવાલેા પૂછ્યા છે તેના ઉત્તર છે. મૂળ ગ્રંથ ૧૫૭પર શ્યાક પ્રમાણ, તેના પર અભયદેવ સુરિની ટીકા ૧૮૬૧૬ શ્લાકની છે. એના પર ૪૦૦૦ શ્લાકની ચૂર્ણ છે. એકંદરે એ ગ્રંથ ૩૮૩૬૮ શ્લાક પ્રમાણુ હાલ ઉપલબ્ધ છે. ૨૫૦૦ શ્લાક પ્રમાણ ટીપ્પણ પણ પ્રાચીન છે. 1 (૬) જ્ઞાતાધર્મકથા, અગાઉ આ ગ્રંથના ધર્મકથાભાગમાં નવીન સાડાત્રણ ક્રોડ ક્થાઓ હતી. આ ગ્રંથ કથાનુયોગને છે. હાલ તેમાં ૧૯ જ્ઞાતેા અને ૧૦ કથાએ બાકી રહી છે, જેનું પ્રમાણ ૫૫૦૦ શ્લાકનું છે. અભયદેવ સૂરિએ તે પર ૪રપર ફ્લાક પ્રમાણ ટીકા લખી છે. (૭) ઉપાસકદશાંગ. આમાં શ્રીવીરના મુખ્ય દશ શ્રાવકાને અધિકાર છે. ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy