________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ કમને એક કડાકડિ સાગરોપમની સ્થિતિ સુધી લઈ આવે પ્રગતિને બદલે પશ્ચાગતિ થઈ જાય છે. જેઓ પુરુષાર્થ કરી આગળ વધવાની ઇચ્છા રાખતા હોય છે તેઓ ગ્રંથિભેદ કરવા માટે ત્યારપછી અપૂર્વ કરણ કરે છે. આ બીજું કારણ છે. અહીં રાગ દ્વેષની ગાંઠ (ગ્રંથિ)ને કાપી નાખવારૂપ (ભેદ) ગ્રંથિભેદ કરે છે. કરણ આત્માના અધ્યવસાયરૂપ છે અને પ્રત્યેક કરણમાં આગળ વધતા જવાય છે તેમ પરિણતિની નિર્મળતા વિશેષ થાય છે. આખા સંસારપર્યટનમાં પૂર્વે કોઈ વખત નહિ થયેલા એવા આત્મઉન્નતિના અહીં અધ્યવસાય થતા હોવાથી આ કરણને “અપૂર્વ કરણ કહેવામાં આવે છે. જે પ્રાણીઓની ભવસ્થિતિ પરિપાક પામેલી હોતી નથી તેઓ આ અપૂર્વ કરણ કરી શકતા નથી અને જે પ્રાણી અભવ્ય હોય છે (કે જેઓ યોગ્ય સામગ્રી મળે તોપણ કદિ મોક્ષ જવાના નથી) તેઓ આ કરણ કરી શકતા નથી. એવા બન્ને પ્રકારના પ્રાણીઓ યથાપ્રવૃત્તિ કરણની સ્થિતિ સુધી અનેક વાર આવી ઉપર જણાવ્યું તેમ પાછા ચાલ્યા જાય છે. રાગ દ્વેષની ગ્રથિનું સ્થાનક પ્રત્યેક કર્મની (આયુષ્ય સિવાય) એક કડાકડિ સાગરોપમથી કાંઈક ઓછી સ્થિતિ રહે ત્યાંજ છે. ગ્રંથિભેદ કરે એ બહુ મુશ્કેલ છે અને જ્યાંસુધી સાતે કર્મોના સંબંધમાં સ્થિતિ ઉપર જણાવી તેટલી થઈ જતી નથી ત્યાંસુધી અપૂર્વ કરણ થઈ શકતું નથી. એક કર્મની પણ સ્થિતિ વધારે રહે તો સર્વ પ્રયાસ નિષ્ફળ થાય છે. અપૂર્વ કરણથી રાગ દ્વેષ મિથ્યાત્વરૂપ ગ્રંથિનો ભેદ કરી પ્રાણી તુરતજ અનિવૃત્તિ કરણ કરે છે. અહીં વિશેષ વિશુદ્ધ પરિણામના જેરથી મિથ્યાત્વ મેહનીયના પુજની બે સ્થિતિ પ્રાણી કરે છે. એક અંતર્મુહર્ત (સમયથી માંડીને ૪૮ મીનિટથી કાંઈક એવું )ની અને બીજી કોડાડિ સાગરોપમમાં કાંઈક ઓછી. આ બન્ને સ્થિતિમાંથી પ્રથમના અંતર્મુહુર્તની નાની સ્થિતિમાં રહેલા કર્મદળને ક્ષય કરે છે અને બન્ને વચ્ચે અંતર–આંતરે પાડે છે. આનું નામ અંતર કરણું કહેવાય છે. અંતર કરણમાં મિથ્યાત્વના ઉપર જણાવેલા બે પુંજમાંથી નાના પુજને ક્ષય કરેલો હોય છે તેથી તેને વિપાક કે પ્રદેશઉદય હતો નથી અને મોટા પુંજને ઉપશમાવેલ હોય છે તેથી તે વખતે પ્રાણુને ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. આ ત્રણ કરણ સંબંધી હકીકત આત્મપ્રબંધ વિગેરે અનેક જૈન ગ્રંથમાં છે ત્યાંથી બરાબર સમજવા યોગ્ય છે. નોટમાં વિસ્તારભયથી અતિ પ્રસંગ દૂર કરવા માટે વધારે લખી શકાય નહિ, પણ આત્મપ્રગતિને અંગે એ અગત્યનો વિષય હોવાથી તેને ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. સર્વ પ્રવૃત્તિનો ઉદેશ આત્માની પ્રગતિ કરાવવાનું છે, તેથી આત્માની પ્રગતિ કેમ થાય છે, કેવી રીતે થાય છે અને તેમાં શું શું થાય છે તે વિચારવું એકંદરે સર્વ રીતે જરૂરી છે.
૧ આયુષ્ય કર્મની સ્થિતિ ભવ આશ્રયી છે, મનુષ્ય ને તિર્યંચનું ત્રણ ૫ો૫મથી વધારે આયુષ્ય હાય નહિ, દેવ અને નારકીના જીવોનું આયુષ્ય તેત્રીશ સાગરેપમથી વધારે ન હોય, એમાં પણ જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્યના અનેક પ્રકાર છવ વિષયના ગ્રંથોમાં બતાવ્યા છે અને તે ઉપરાંત આયુષ્ય કર્મની બીજી ખાસીઅત એ છે કે એ આવતા એક ભવ માટે જ આ ભવમાં મુકરર થાય છે; ઘણું ભવ માટે બંધાઈ જતું નથી. આથી કરણવિચારણામાં આયુષ્ય કર્મને બાદ કરવામાં આવ્યું છે. આયુષ્ય કર્મનો સ્વભાવ વિચારતાં આ હકીક્ત બરાબર બંધબેસતી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org