________________
પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ.
૩૮૫ આ સ્પર્શન ઉપર ઘણો અવિશ્વાસ આવ્યા કરે છે, બધને શોધાદેશ, માટે એ કોણ છે વિગેરે બાબતની તજવીજ કરીને પ્રભાવને સોંપણી. મને બરાબર હકીકત જણુંવ.” બોધે જવાબમાં કહ્યું
જેવો રાજકુમારનો હુકમ !” બોધ ત્યાર પછી તુરત ત્યાંથી બહાર નીકળી પડ્યો. બોધની પાસે એક પ્રભાવ નામનો મુદ્દામ માણસ દૂત તરીકે કાર્ય કરે તે હતો. એ પ્રભાવે દેશ દેશાવરની અનેક ભાષાઓને અભ્યાસ કર્યો હતો, જુદા જુદા પ્રકારના વેશ ધારણ કરવામાં અને ફેરવવામાં તે બહુ કુશળ હતો, પોતાના શેઠનું કાર્ય કરવામાં કેડ બાંધીને મંડી પડે તેવો હતો, પિતાનું કામ બરાબર સમજનારો અને અન્ય તેને પકડી ન શકે તેવી કુશળતાથી કામ આપનાર હતો. આ પ્રભાવ નામના દૂતને બોધે પોતાની પાસે બોલાવ્યો અને તેને જે કાર્ય માટે બોલાવ્યો હતો તે તેને જણાવી દીધું. પ્રભાવ ત્યાર પછી સ્પર્શનની મૂળશુદ્ધિ કરવા માટે અનેક દેશમાં ઘણે વખત રખડયો અને ઘણું હકીકત એકઠી કરી. એક દિવસ બોધ પાસે પાછો આવી પહોંચ્યો અને તેની સમીપ દાખલ થઈ પ્રણામ કરી જમીન પર બેસી ગયો. બધે પણ તેને સામા યોગ્ય નમસ્કાર આદિ કર્યા પછી સ્પર્શનના મૂળની શોધ કરતાં તેણે શું શું જોયું તેનું વર્ણન કરવા જણાવ્યું. પ્રભાવે આજ્ઞા માથે ચઢાવી પોતાનો અહેવાલ કહે શરૂ કર્યો
સ્પર્શનના મૂળની શેધ કરવા ગયેલ પ્રભાવને અહેવાલ,
“હું અહીંથી નીકળીને જુદા જુદા અનેક બાહ્ય પ્રદેશમાં ગયે; પરંતુ ત્યાં તો મને સ્પર્શનની પ્રવૃત્તિનું મૂળ કારણ જરા પણ સમજાયું નહિ. ત્યાર પછી હું અંતરંગ પ્રદેશમાં ગયે. ત્યાં મેં રાજસચિત્ત
* અહીં બેંગોલ રેયલ એ. સાયટિવાળી મૂળ બુક (નવીન ભાગ) નું પૃ. ૨૨૬ શરૂ થાય છે.
૧ આ પ્રમાણે આપની સમક્ષ પ્રભાવ સ્પર્શનની મૂળશુદ્ધિ સંબંધી હકીકત રજુ કરે છે; એ સર્વ હકીક્ત નંદિવર્ધનના બંધ માટે વિદૂર તેની પાસે કહે છે; અને આ આખી વાત સંસારીજીવ પોતાના અનુભવ પ્રમાણે અગ્રહીતસંકેતાને ઉછે. શીને સદાગમ સમક્ષ કહે છે. સ્પદ્રિયની મૂળશુદ્ધિનું વર્ણન અહીં સામાન્ય છે; પરંતુ ચેથા અધિકારમાં રસેંદ્રિયની મૂળશુદ્ધિને અંગે પ્રકર્ષ અને વિમર્શનો અધિકાર આવશે ત્યાં બહુ અદ્ભુત હકીકત રસમય વિસ્તાયુક્ત ભાષામાં આવશે. બન્ને વર્ણન ખાસ સરખાવવા યોગ્ય છે. ૨ રાજસચિત્ત-એનું વિશેષ વર્ણન ચોથા પ્રસ્તાવમાં આવશે.
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org