________________
૨૩૭
પીઠબંધ ]
પરિશિષ્ટ. . કોઈ પણ રીતે સમજાવટથી કે ભયથી કંડરીકનો વિચાર ફરે તેમ ન લાગવાથી અનિચ્છાએ પુંડરીકે તેને દીક્ષા લેવાની રજા આપી. પછી પુંડરીકે પોતાના કુટુંબીઓને એકઠા કર્યા અને તેમને કહ્યું કે કંડરીક દીક્ષા લેવાનો છે તો અત્યંત ઠાઠમાઠ સાથે તેનો નિષ્ક્રમણમહોત્સવ સર્વેએ કરવો. મહોત્સવ થયા પછી છેવટે કંડરીકે દીક્ષા લીધી. અનુક્રમે તે અગીઆર અંગ ભણી ગયો અને એક બે ત્રણ ચાર ઉપવાસ કરતા અને મોટી તપસ્યાઓ કરતો તે પૃથ્વીતળ પર વિહાર કરવા લાગ્યો.
હવે એક વખત તદ્દન તેરસ સુકા આહારને લીધે કંડરીકને શરીરે રોગો થઈ આવ્યા અને આખા શરીરે આકરો દાહ થઈ આવ્યો, તોપણ તેણે વિહાર કરવાનું તો ચાલુ જ રાખ્યું. હવે સર્વ સ્થવિર સાધુઓ જેમની સાથે એ કંડરીક પણ હતો તેઓ સર્વ ગામેગામ અને શહેરેશહેર વિહાર કરતા એજ નલિનીગુભ વનમાં એક વખત આવી પહોંચ્યા. પુંડરીક રાજાને સાધુઓ આવી પહોંચવાના સમાચાર મળતાં તે તુરત જ સાધુઓને વંદન કરવા આવ્યો અને આવીને સર્વની સેવા બરદાસ્ત કરી. આચાર્ય પાસે ધર્મદેશના સાંભળ્યા પછી પોતાનો દીક્ષિત ભાઈ કંડરીક જ્યાં હતો ત્યાં તે આવી પહોંચ્યો. પોતે કંડરીકને નમ્યો, કંડરીકને પ્રણામ કર્યા. તે વખતે તેને જણાયું કે કંડરીકના શરીરમાં વ્યાધિએ પ્રવેશ કર્યો છે. ત્યારપછી પુંડરીક તુરતજ સ્થવિર સાધુઓ પાસે આવ્યો અને તેમને જણાવ્યું કે સાહેબ! કંડરીકના શરીરમાં વ્યાધિ થઈ ગયેલ છે તો આપની રજા હોય તે શુદ્ધ વાપરવા યોગ્ય નિર્જીવ ઔષધથી તેના વ્યાધિઓને ઉપાય કરું. વળી તેના વ્યાધ મટી જાય તેવાં ભજન પાન તેને કરાવું. તેટલા માટે ભગવન! આપ સર્વ મારી વાહનશાળામાં પધારો. પુંડરીક રાજાએ જે વાત કરી તે સ્થવિરોએ સાંભળી અને પછી સર્વ યાનશાળામાં આવી ૫હોંચ્યા. ત્યારપછી પુંડરીકે પોતાના ભાઈની દવા કરાવવા માંડી, તેને ભાવે તેવી વસ્તુઓ ખવરાવવા માંડી, તેના વ્યાધિઓ મટી જાય તેવો ખોરાક આપવા માંડ્યો એટલે તુરતજ તેના વ્યાધિઓ નાશ પામી ગયા, તેને ઘણો આનંદ થયો, શરીર નીરોગી થયું અને દેહમાં ચેતન વધારે આવ્યું.
હવે આવી રીતે તેના વ્યાધિઓ ઓછા થઈ ગયા, દૂર થઈ ગયા છેપણ મનપસંદ ભેજન મળતું હતું તેના ઉપરની મૂર્છાને લઈને વિહાર કરવો તેને ગમતો નહોતો. પુંડરીકને આ હકીકતની ખબર મળતાં તે કંડરીક પાસે આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી તેને નમસ્કાર કર્યો અને પછી કહેવા લાગ્યો “દેવાનુપ્રિય! તું ખરેખરો પુણ્યશાળી છે ! ખરો ભાગ્યશાળી છે ! ખરો સારાં લક્ષણવાળો છે ! તારો મનુષ્યભવ ખરો સફળ છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org