SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ–૨ નિવાસ નગર સમજવું. એ ઇંદ્રિયવાળા જીવા, ત્રણ ઇંદ્રિયવાળા જીવા અને ચાર ઇંદ્રિયવાળા જીવા જેઆને માટે વિકલેંદ્રિયની સંજ્ઞા વાપરવામાં આવી છે તેને ઉત્પન્ન થવાનું અને વસવાનું સ્થાન તેને વિકલાક્ષનિવાસ નામનું નગર કહેવામાં આવ્યું છે. પાંચ ઇંદ્રિયવાળા તિર્યંચેાના સ્થાનને પંચાક્ષપશુસંસ્થાનનું નામ આપવામાં આવ્યું છે. એક ભવમાં ભાગવવા યોગ્ય-ઉદયમાં આવનારાં કર્મોના સમૂહને એક ભવવેદ્ય ‘ગાળી' નું નામ આપવામાં આવ્યું. એ કર્મોના ઉદયથી નાના પ્રકારનાં રૂપે થાય છે અને સુખ દુઃખ વિગેરેના અનુભવ પણ તે કાનાજ ઉદયથી થાય છે. આ પુરુષ ( પ્રાણી–જીવ ) પાતે તે અજર અમર છે, એ કદિ જીર્ણ થતા નથી અને કદિ મરણ પામતે નથી, તેથી એ પેાતે અનંત કાળ અવસ્થાન કરે (રહે, જીવે કે ફૅ) તેમાં કાંઇ નવાઇ જેવું નથી, તે બરાબર ચેાગ્ય છે. સંસારીજીવનાંજ કરમીયાં કીડી વિગેરે રૂપે થાય છે. એમાં નવાઇ જેવું શું છે? હજી તું બાળક છે, મુગ્ધ છે, તેથી આ બધી હકીકત જાણતા નથી. જો ભાઇ ! આ દુનિયામાં ત્રણ ભુવનમાં એવું કોઇ પણ ચરિત્ર નથી કે જે આ સંસારીજીવના સંબંધમાં બનતું ન હેાય, તેથી ભાઇ ! તેના સંબંધમાં જે જે હકીકત બની હોય તે તે સર્વે તેને કહી જવા દે. પછી હું ફુરસદે એ સર્વને ભાવાર્થ તને સમજાવીશ. ” ભવ્યપુરુષે પેાતાની ધાત્રી–પ્રજ્ઞાવિશાલાની આજ્ઞા પેાતાના માથા પર ચઢાવી. * * * Jain Education International ઉપસંહાર. उत्पत्तिस्तावदस्यां भवति नियमतो वर्यमानुष्यभूमौ, भव्यस्य प्राणभाजः समयपरिणतेः कर्मणश्च प्रभावात्; एतच्चाख्यातमत्र प्रथममनु ततस्तस्य बोधार्थमित्थं, प्रक्रान्तोऽयं समस्तः कथयितुमतुलो जीवसंसारचारः. स च सदागमवाक्यमपेक्ष्य भो, जडजनाय च तेन निवेद्यते; बुधजनेन विचारपरायणस्तदनु भव्यजनः प्रतिबुध्यते. સમયપરિણતિ ( કાળપરિણતિ ) અને કર્મના પ્રભાવથી ભવ્ય પ્રાણીની ઉત્પત્તિ ઉત્તમ મનુષ્યભૂમિમાં ત્યારપછી થાય છે. આ હુકીકત હવે કહેવામાં આવશે અને ત્યારપછી આ સર્વ હકીકત અને ૧ આનેા ખરાખર ખુલાસેા આઠમા પ્રસ્તાવમાં થશે. ૨ આગળના પ્રસ્તાવેામાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy