SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ-કથાસાર. ૨૧ જણાયું. પેલા પ્રથમના રૂપાળા બાળકે વધતા જતા ત્રીજા બાળકનાં માથાંમાં મુઠ્ઠી મારી વધતું અટકાવી દીધું એટલે બન્ને બેડોળ બાળકો સભામાંથી બહાર નીકળી ગયાં. આચાર્યે જણાવ્યું કે પ્રથમનું સુંદર બાળક આર્જવ હતું, બીજું અજ્ઞાન હતું અને ત્રીજું પાપ હતું. આર્જવ પાપને વધતું અટકાવી અજ્ઞાનને ધકેલી દે છે. આ સર્વ ગોટાળે કરનાર અજ્ઞાન છે. પોતાના કર્તવ્યને યથાર્થ ઉપદેશ સાંભળી ચારેએ આચાર્ય પાસે દીક્ષા લીધી, વ્યંતરવંતરીએ તેમના શરીરમાંથી નીકળી જઈ પ્રગટ થઈ સમ્યકત્વ આદર્યું અને અરસ્પરસ ખુલાસા કર્યા અને કાળવિલંબથી કેટલો લાભ છે તે પર વિચાર કર્યો. (અંતરકથા સંપૂર્ણ.) આ વાત કહીને સામાન્યરૂપા મધ્યમબુદ્ધિ પુત્રને કહે છે કે એવી બુંચવણું થાય ત્યારે વખત કાઢવો, હકીકત તપાસવી અને પછી નિર્ણય પર આવવું. મધ્યમબુદ્ધિએ માતાની આજ્ઞા માથે ચઢાવી. પૃ. ૪૧૭–૪૩૧. પ્રકરણ ૮મું-મદનકંદળી. બાળ તો સ્પર્શનના સંબંધમાં વધતો જ ચાલે. ઓછામાં પૂરું એની માતાએ એને પોતાની યોગશક્તિ બતાવી એના શરીરમાં પ્રવેશ કર્યો અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ગશક્તિ બતાવવા વચન આપ્યું. ત્યાર પછી હલકી જાતની સ્ત્રીઓને પણ આળ ભોગવવા લાગ્ય, વિવેકભ્રષ્ટ થયો અને લેમાં મોટા અપયશને પાત્ર થશે. મધ્યમબુદ્ધિની સલાહ એણે અવગણી નાખી. અન્યદા વસંતસમય આવ્યે. લીલાધર ઉદ્યાનમાં લોકે કીડા કરવા ગયા. આળ પણ મધ્યમબુદ્ધિને સાથે લઈ બગીચામાં ગયો. તેરસનો દિવસ હતો. કામદેવના મંદિરમાં દાખલ થયો. બાજુમાં વાસભુવન હતું તેમાં અતિ કોમળ કામદેવની શવ્યા હતી તે પર સુતે. દેવશય્યા ઉપર આળોટી સ્પર્શનું સુખ અનુભવવા લાગ્યો. હવે તેજ નગરમાં બહિરંગ રાજ્યમાં શત્રમર્દન રાજા હતો, તેની મદનકંદળી નામની અત્યંત સૌંદર્યવાળી રાણી હતી, તે ત્યાં કામદેવની પૂજા કરવા આવી. તેને બાળને સ્પર્શ થઈ ગયે. બાળને તેના પર અત્યંત મેહ થયો. રાણી વિદાય થઈ ગઈ, પણ બાળ તો વિરહના નિઃસાસા નાખતો રહ્યો. મધ્યમબુદ્ધિ મંદિરના દ્વાર પર અત્યાર સુધી ઊભો હતો તે હવે અંદર આવ્યો, બાળને કામશવ્યાપર જોય, તેને ઠપકો આપે, પણ બળે તેને જવાબ ન આપ્યું. તે વખતે મંદિરને અધિછાયક વ્યંતર ત્યાં આવી પહોંચ્યો, તેણે બાળને ખૂબ ફટકા, બહાર ધકેલી મૂક્યો અને તિરસ્કર્યો. લોકોમાં તેની ગેરઆબરૂ થઈ. મધ્યમબુદ્ધિ વચ્ચે પડો ન હોત તો માળના આજે બાર વાગી જાત. આને મધ્યમબુદ્ધિ પાસેથી એ સૌંદર્યવાન સ્ત્રીનું નામ જાણું અને તેની પાછળ ગાંડો થઈ ગયો. મધ્યમબુદ્ધિએ એને ઘણું સલાહ આપી પણ બાળ તો મદનકંદળી પાછળ ઘેલો જ થઈ ગયા. પૃ. ૪૩૨-૪૪૨ પ્રકરણ ૯ મું-બાળ મધ્યમમનીષી અને સ્પર્શન. મદનકંદળી પર આસક્ત થયેલ બાળ તેજ રાત્રે તેના મહેલમાં જવા નીકળે. મધ્યમબુદ્ધિ બંધુ પ્રેમથી તેની પછવાડે ગયે. રસ્તામાં કોઈ આકાશચારી પુરૂષે બાળને અદ્ધર ઉપાડશે. મધ્યમબુદ્ધિ જમીનપર તેની શોધ માટે તેજ દિશાએ ગયે, સાત દિવસ ફર્યો પણ આળનો પત્તો લાગે નહિ. આખરે બંધુનેહથી કુવામાં પડી આપઘાત કરવાને તેણે નિર્ણય કર્યો. ત્યાં નંદન નામના વણિકે તેને તેમ કરતાં અટકાવ્યો અને બાળનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy