SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચાકથા. મૂખઇમાં તેની માતા અકુશળમાળાએ વધારો કર્યો અને સ્પર્શનની સોબત વધારે કરવા સૂચના કરી. વિચક્ષણ શુભસુંદરીએ પોતાના પુત્ર મનીષીને તેનાથી સાવધ રહેવા ભલામણ કરી અને વખત આવ્યે તેને સંબંધ તદ્દન તેડી નાખવા ભલામણું કરી. બાળ વિલાસ દરરોજ વધતો ચાલ્યો અને તેથી શિખામણને તે અવગણવા લાગે. પૃ. ૩૯૭–૪૦૭ પ્રકરણ -મધ્યમબુદ્ધિ. કર્મવિલાસ રાજાને ત્રીજી સામાન્યરૂપ નામની રાણી હતી, તેને પુત્ર મધ્યમબુદ્ધિ પરદેશ ગયો હતો. તે પાછો આવતાં તેના પર સ્પર્શને જાળ પાથરવા માંડી, પણ મનીષીએ તેને ચેતાવ્યું. તેથી પોતાની માતા સામાન્યરૂપાને પૂછતાં તેણે કહ્યું કે “એવી સંશયવાળી બાબતમાં કાળક્ષેપ કરવો સારો.” તેના પર તેણે એક નાની વાર્તા કહી તે આ પ્રમાણે – મિથુનય અંતરકથા-તથાવિધ નગરમાં જુ રાજા અને પ્રગુણી રાણી હતા. તેને મુગ્ધ નામને પુત્ર હતો. તેની સ્ત્રીનું નામ અકુટિલા હતું. મુધ અને અકુટિલા એકવાર બગીચામાં ક્રીડા કરવા ગયા. કુલની છાબડી પ્રથમ કોણ ભરે છે તે પર હેડ કરતાં બન્ને જુદી જુદી દિશાએ ગયા. હવે તે વખતે આકાશમાં કાળજ્ઞ અને વિચક્ષણા નામના વ્યંતર અને વ્યંતરી આવ્યા. તેમને અનુક્રમે અકટિલા અને મુગ્ધ કુમાર તરફ રાગ થયો. પરસ્પર એક બીજાથી તે હકીકત છાની રાખવા ખાતર બહાના કાઢી બન્ને ક્ટા પડ્યા. કાળશે મુગ્ધકુમારનું રૂપ લીધું અને અકુટિલા પાસે ગયો, ત્યારે વિચક્ષણુએ અકુટિલાનું રૂપ લીધું અને મુગ્ધકુમાર પાસે ગઈ. બનાવ એવો બન્યો કે લતામંડપમાં બન્ને જોડલાં એકઠાં થઈ ગયાં. બન્ને જોડલાંને ઘણું આશ્ચર્ય થયું અને મુગ્ધકુમારે તો માન્યું કે દેવકૃપાથી પોતે અને ભાર્યા એકના બેવડા થઈ ગયા છે. ત્યાંથી પિતા પાસે ગયા, વાત કરી, એટલે સર્વને આશ્ચર્ય ઉત્પન્ન થયું. કાળજ્ઞને પોતાની સ્ત્રીનું બેવફાપણું જોઈ ઘણે ગુસ્સે થયો પરંતુ પોતાને પણ દેષ હોવાથી તે મૌન રહ્યો. વિચક્ષણું પણ એવા જ નિર્ણય ઉપર આવી, ઘણું શરમાણી, પણ મનને સમજાવી ત્યાંજ રહી. | પૃષ્ઠ ૪૦૮-૪૧૬. પ્રકરણ ૭ મું-અંતરકથા ચાલુ-પ્રતિબાધકાચાર્ય. તથાવિધ નગર બહાર મેહવિલય નામના ઉદ્યાનમાં પ્રતિબંધક નામના આચાર્ય પધાર્યા. હજુ રાજા આખા પરિવારને અને બન્ને પુત્ર તથા પુત્રવધૂઓને લઈને વંદન કરવા ગયા. આચાર્યો મેક્ષસુખપર દેશના આપી તે વખતે કાળજ્ઞ અને વિચક્ષણને ઘણે ૫સ્તાવો થયો અને તે વખતે તેમના શરીરમાંથી એક કદરૂપી સ્ત્રી બહાર નીકળી દર જઈને બેઠી. કાળક્ષે બહુ પસ્તાવો કર્યો એટલે ભગવાને એના કારણ રૂપે પેલી કદરૂપી સ્ત્રી જેનું નામ ભેગતૃષ્ણા હતું તેને ઓળખાવી અને તેનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું, તેમજ તેને સર્વ પાપોનું કારણ જણાવી. એના પાસમાંથી ટવાને ઉપાય પૂછતાં આચાર્યે સમ્યગ્રદર્શનરૂપ મુદુગરને ઉપયોગ કરવા સૂચવ્યું. આ વાત સાંભળતાં રાજા રાણી અને કુમાર તથા વધૂને બહુ ખેદ થયો, અકાર્ય થઈ જવા માટે પશ્ચાત્તાપ થયું. તે વખતે તેમના શરીરમાંથી એક સુંદર બાળક બહાર નીકળ્યું અને ભગવાન સામે બેસી ગયું, તેની પછવાડે બીજું કાળું બાળક બહાર નીકળ્યું. તેજ બાળકમાંથી ત્રીજું ઘણું ખરાબ બાળક બહાર નીકળતું અને વધતું જતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy