________________
પીઠબંધ] ની રેગી કરવાના ઉપાયનું ચિંતવન. ૧૨૯ રેગોથી તેની ચેતના હણાયેલી હોવાને લીધે તે કાંઈ જાણી શકતો નથી, સમજી શકતો નથી, વિચારી શકતા નથી. જે તે રોગોથી મુક્ત હોય તો પોતાની જાતને (આત્માને) હિત કરનારી પ્રવૃત્તિ છોડી દઈને પિતાની જાતને નુકશાન કરે તેવી બાબતમાં શા માટે પ્રવૃત્તિ કરે?
વિમળાલક અંજન: તવપ્રીતિકર જળ:
મહાકલ્યાણક ભજન, વળી તે ધર્મબોધકાર મંત્રીશ્વરે વિચાર કરવા માંડ્યો કે “ “ત્યારે હવે એ (નિપુણ્યક) બાપડો નીરોગી કેવી રીતે થાય તેને માટે મારે કાંઈ ઉપાય કરવો જોઈએ. અરે હા ! બરાબર છે, તેને નીરોગી કરવા માટે મારી પાસે ત્રણ સુંદર ઔષધો છે. તેમાં પ્રથમ તો મારી પાસે વિમળાલક નામનું મજાનું આંજણું છે, તે આંખના સર્વ વ્યાધિઓ દૂર કરવાને શક્તિમાન છે. તેને બરાબર વિધિપૂર્વક આંખમાં આંક્યું હોય તે સૂક્ષ્મ રીતે ગોઠવાયેલા અતીત અને અનાગત એટલે ભૂત કાળના અને ભવિષ્ય કાળના સર્વ ભાવોને જોઈ શકે તેવી સુંદર આંખો તે બનાવી શકે છે. વળી મારી પાસે બીજું તત્ત્વપ્રીતિકર નામનું તીર્થજળ છે તે સર્વ રોગોને એકદમ ઓછા કરી શકે છે, ખાસ કરીને શરીરમાં જે કાંઈ ઉન્માદ હોય તેને એકદમ તે નાશ કરે છે અને પંડિત પુરુષો કહે છે કે સમ્ય રીતે જોવામાં તે મજબૂત કારણરૂપ થાય છે. વળી આ તદ્દા અહીં લઈ આવી ઢાંકીને મૂકી ગઈ છે તે મહાકલ્યાણક નામનું પરમાત્ર છે તે સર્વે વ્યાધિઓને મૂળમાંથી નાશ કરવાને શક્તિમાન છે. તેને બરાબર વિધિપૂર્વક સેવવામાં આવ્યું હોય તો તે શરીરનો વર્ણ વધારે છે, પુષ્ટિ કરે છે, ધૃતિ આપે છે, બળ પ્રાપ્ત કરે છે, મનને આનંદમાં રાખે છે, પરાક્રમીપણું લાવી આપે છે, નિરંતર યુવાવસ્થા ટકાવી રાખે છે, વીર્યમાં વધારો કરે છે અને અજરામરપણું પ્રાપ્ત કરે છે એમાં જરા પણ શક જેવું નથી. એ પરમાત્ર એટલું બધું સારું ઔષધ છે કે તેના કરતાં વધારે સુંદર ઔષધ આ દુનિયામાં બીજું કઈ હોય એમ હું માનતો નથી. આ પ્રમાણે હોવાથી આ બાપડાને આ ઔષધવડે ઉપચાર કરીને તેને સમ્યગ રીતે વ્યાધિથી છોડાવું.” આ પ્રમાણે ધર્મબોધકરે પિતાના મનમાં વિચાર કર્યો.”
ધર્માચાર્ય પણ આ જીવના સંબંધમાં એવીજ રીતે વિચાર કરે છે
૧ આને સંબંધ અગાઉના પૃષ્ઠ ૨૫. સાથે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org