________________
પ્રકરણ ૧૪ ] અપ્રમાદ યત્ર-મનીષી. કયાંથી આવેલા છે? તેઓને તો જાણે મોટું મહારાજ્ય જીતવાની ઈચ્છા થઈ હોય તેમ આનંદથી તે અપ્રમાદયંત્રને આદરવા ઈચ્છા થઈ છે ! એ મહાપુરૂષ કોણ છે?”
આચાર્ય—“એનું નામ મનીષી છે અને તે આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને જ રહેનાર છે.”
રાજા શમર્દને પિતાના મનમાં વિચાર કર્યો કે જ્યારે પેલા પાપી બાળને મેં મારી નાખવાનો હુકમ કર્યો હતો તે વખતે લોકોને મનીષી નામના તેના ભાઈની પ્રશંસા કરતાં સાંભળ્યા હતા. તેઓ એમ બેલતા હતા કે અહો એકજ બાપના બે દીકરા છે, છતાં આ બાળ અને મનીષી વચ્ચેનો તફાવત તે જુઓ ! એકનું આવું ખરાબ વર્તન છે અને તે સર્વ પ્રકારે તિરસ્કારને યોગ્ય છે, ત્યારે બીજો મહાત્મા છે અને સર્વ રીતે પ્રશંસાને પાત્ર છે. આ તેજ મનીષી હોવો જોઈએ. તે સાથે સાથે એના સંબંધનો ખુલાસો પણ આચાર્ય મહારાજને પૂછી લઉં. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને રાજા શત્રમર્દન બોલ્યા “મહારાજ ! આ નગરમાં એના માબાપ કેણુ છે અને તેના બીજા સગા સંબંધીઓ કોણ છે ?”
આચાર્ય–“આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો સ્વામી કર્મવિલાસ નામને મોટે રાજા છે તે આ મનીષીને પિતા થાય છે અને તેને શુભસુંદરી નામની પટ્ટરાણું છે જે આ મનીષીની માતા થાય છે. વળી તેજ કમૅવિલાસ રાજાને એક બીજી અકુશળમાળા નામની સ્ત્રી છે તેને પેલો બાળ નામને પુત્ર છે. વળી મનીધીની પાસે એક બીજો પુરુષ ઊભે છે તે સદરહુ રાજાની એક ત્રીજી સામાન્યરૂપા નામની રાણી છે તેને દીકરે મધ્યમબુદ્ધિ છે. એના સગાઓમાંથી આટલા હાલ તે અહીં છે. બાકીના એને ઘણું સગાઓ તો દેશાંતરમાં છે, તેની વાર્તા કરવાનું હાલ આપણને કોઈ પ્રયોજન નથી.”
શત્રમર્દન–૧ચારે મહારાજ ! શું આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો ભેતા (સ્વામી) એ કર્મવિલાસ છે? હું નહિ?”
૧ પોતાની ઉપર વાત આવી ત્યાં મૂળ બાબતને મૂકી દઈ પ્રાણી કે બીજા સવાલ પર ઉતરી જાય છે તેનું આ દૃષ્ટાન્ત છે. અહીં મનીષીની વાત પૂછતાં રાજ્યપર વાત આવી એટલે મનીષીની વાત અદ્ધર લટકી ગઈ અને રાજા કોણ છે તે વાત ચાલી. મનુષ્ય સ્વભાવ જ એવો છે. પગ નીચે રેલે આવે ત્યારે એનું અસલ સ્વરૂપ પ્રકાશે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org