________________
પ્રકરણ ૧૫] શત્રુમદનાદિનો આતર પ્રદ
૫૧૫ લટકાવી દીધાં કે તેને લઈને અંધકાર સાથે સંબંધ તે તદ્દન દૂરજ થઈ ગયો અને કૃણુગરૂનો ધૂપ એટલે સુંદર અને સારી રીતે કરવામાં આવ્યો કે ત્યાં કઈ પણ પ્રકારની દુર્ગધની વાસ પણ રહી શકે નહિ. પડોપાંદડી જેવા સુગંધી દ્રવ્યના ફેલાવાથી તેમજ ઘુંટેલા કેવડાની સુંદર ગંધથી તે જિનમંદિરની અંદર બહાર તથા આસપાસ સર્વત્ર દેવલોકથી પણ વધારે સુગંધ આવવા લાગી અને સુંદર સ્ત્રીઓ સ્નાન કરે તેવાં સર્વ ગ્ય સાધનો ત્યાં તૈયાર કરીને દેવપૂજન માટે તે જિનમંદિરને સારી રીતે તૈયાર કરી દીધું. ત્યાર પછી તેઓએ (રાજમંત્રીઓએ) દેવવિમાન બનાવ્યાં હતાં તેને પારિજાતક મંદાર, નમેરૂ, હરિચંદન," સંતાનક દેવતાઓના સમૂહ અને અનેક પ્રકારનાં કમળોથી ભરી દીધાં અને તે જાણે આકાશમાં ઊડતાં આકાશને શોભાવતાં હોય તેવી રીતે મંદિરની ઉપર ગોઠવી દીધાં અને પછી દુંદુભિ આદિ સ્વર્ગીય વાજિંત્રો વગાડતાં તેઓ જિનમંદિર તરફ વાજતે ગાજતે આવ્યા. તેઓને એવી સારી રીતે તૈયાર થયેલા જોઈ લેકે તેઓની સામે જોઈ રહ્યા અને તેઓ અત્યંત આનંદમાં આવી જગગુરૂ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવા માટે તૈયાર થઈ ગયા. તેઓએ વિચિત્ર પ્રકારના રંગરાગપૂર્વક એવી સુંદર રીતે પૂજા કરવાની ગોઠવણ કરી છે કે તેઓની સામે આંખ ફરકાવ્યા વગર લાંબા વખત સુધી જેઈજ રહ્યા અને તે એટલું બારીકીથી અનિમેષ પણે જેવા લાગ્યા કે જાણે તેઓ ખરેખર દેવતાજ હોય તેમ શોભવા લાગ્યા. ત્યાર પછી ભગવાનના અનંત ગુણરૂપ આનંદથી ચિત્તમાં ભરપૂર થઈ જઈને રાજાએ સર્વ લેકેની સાથે જિનેશ્વર દેવની સારી વાણી વડે સ્તુતિ કરી અને સુંદર સિહાસન ઉપર એટલે મેરૂ પર્વત જેવા ઊંચા ભદ્રાસનમાં જિનેંદ્ર ભગવાનના બિંબને પધરાવ્યું. પછી મનીષીને વિધિપૂર્વક સ્નાન કરાવવા માટે ગયા.
૧ મંદિરને શોભા કરવા ઉપરાંત અહીં મંત્રીઓએ દેવતાઓ વિમાનમાં બેસી પૂજન કરવા આવતા હોય તેવી રચના કરી તેનું આ વર્ણન છે.
૨ પારિજાતક પારિજાત નામનું દેવલોકનું ઝાડ. ૩ મંદારઃ પારિભદ્ર નામનું દેવલોકનું ઝાડ, ૪ મેરૂઃ સુરપુત્રાગ નામનું દેવકનું ઝાડ. ૫ હરિચંદનઃ કેશર. ૬ સંતાનકઃ કલ્પવૃક્ષ. ૭ રચના સંપૂર્ણ બનાવવાને વિમાનમાં દેવોનાં રૂપને પણ ગોઠવવામાં આવ્યાં.
૮ દેવતાઓની આંખ ઉઘાડબંધ થતી નથી, તેઓ અનિમેષ હોય છે. લોકો પણ અહીં આંખે મટકાવતા ન હોવાથી દેવતા જેવા લાગે એવી કલ્પના છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org