SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ E, SSA પ્રકરણ ૧૧ મું. પ્રબંધનરતિ આચાર્ય P. હવે તે નગરની બહાર આવેલા નિજવિલસિત નામના રકમ ઉધાનમાં પ્રબોધનરતિ નામના આચાર્ય સમેસર્યા થયો છે જેમ પધાર્યા; ગંધહસ્તિને વિંટળાઈને અનેક હાથીઓ A . અને બચ્ચાંઓ રહે છે તેમ તે મહાત્મા આચાર્યને શકાત: ઘેરાઈને અનેક અતિશય ગુણવાળા મેટા નાના શિષ્યો રહેલા હતા, તેઓ પોતે કરૂણરસના સમુદ્ર હતા, સંસારસમુદ્ર તરવા માટે સેતુબંધ (પાજ-પુલ) હતા, તૃષ્ણલતાને છેદ કરવા માટે ફરશી હતા, માનપર્વતનો નાશ કરવા માટે વજ હતા, ઉપશમ (સમતા)વૃક્ષ (ઝાડ) ના મૂળ હતા, સંતોષઅમૃતના દરિયા હતા, સર્વ વિદ્યા અને જ્ઞાનવિજ્ઞાનના તીર્થ હતા, વિશુદ્ધ આચારોના ઘર ૧ નિજવિલસિતઃ આત્મગુણમાં વિલાસ કરો-રમણતા કરવી-એ રૂ૫ ઉ. ઘાન-બગીચો-અંત:કરણનો નાજુક વિભાગ. એ અંત:કરણમાં પ્રબોધ-જ્ઞાન શુદ્ધ દશામાં આવિર્ભાવ પામવા પર આ ઉપાય સમજવો. આ ઉદ્યાનનો બરાબર અર્થે આગળ સુબુદ્ધિ મંત્રી કરશે. એનો પ્રભાવ સળમાં પ્રકરણમાં જોવામાં આવશે. ૨ ગધહસ્તિની આકર્ષક શક્તિથી અનેક હાથીઓનાં ટોળાં તેને અનુસરીને ચાલે છે; સર્વ હાથીઓના મદ તેની પાસે ગળી જાય છે. ૬ વાર ઇદ્રનું હથિયાર મોટા પર્વતને કાપી નાખે છે. માન, પર્વત જેવું છે; તેને કાપી નાખવા માટે આચાર્ય વિજ જેવું કામ કરતા હતા. ૪ તીર્થઃ કાશી જેવા ક્ષેત્રો વિદ્યાવતાર તીર્થ કહેવાય છે. આ મહાત્મા પિતેજ વિદ્યાપીઠ હતા એમ કહેવાનો આશય છે. ૫ આચારેના ઘર તેઓમાં જ્ઞાન હોવા સાથે વિશુદ્ધ આચારો-ક્રિયામાર્ગ પિષનારાં તત્ત્વ-પણ હાજર હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy