SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] શ્રોતન્ય અને આ કથા. વિચાર કરી શકે છે. અને જે વસ્તુસમુદ્રના અન્ને કાંઠા સુધી પહોંચી જાય છે તેમજ જે સર્વ પાપાને ધોઇ નાખે છે તેને હું નમસ્કાર કરૂં છું. “ સરસ્વતી દેવી જે પેાતાના ચંદ્ર જેવા સુંદર અને ગાળ સુખનાં કિરણાથી વિકસિત થયેલ કમળને અચિન્હ તેજથી હાથમાં ધારણ કરે છે તેને નમસ્કાર કરૂં છું. “મારા જેવા (સામાન્ય મનુષ્ય) પણ જે ગુરુ મહારાજના પ્રભાવથી અન્યને ઉપદેશ દેવા તત્પર થઇ જાય છે તે ગુરુ મહાત્માના ખાસ કરીને નમસ્કાર થા.” આવી રીતે નમસ્કાર-મંગળાચરણ કરવાથી ગ્રંથ પૂર્ણ કરવામાં આવતી મારી મુશ્કેલીઓ શાંત થઇ ગઇ છે. હવે હું આકુળતા રહિત થઇ સ્વસ્થપણે મારે કહેવાની વસ્તુના પ્રસ્તાવ જણાવું છું. * ** * અતિ મુશ્કેલીથી પ્રાપ્ત થઇ શકે એવું દુર્લભ મનુષ્યપણું પામીને તેમજ શુભ કર્મોના ઉદયથી ફળ વિગેરે સારી કૈઅનુકૂળતાઓ પ્રાપ્ત કરીને ભવ્ય પ્રાણીએ તજવા ચેાગ્ય ભાવાના ત્યાગ કરવા જોઇએ, કરવા યોગ્ય કર્મો કરવાં જોઇએ, પ્રશંસા કરવા યોગ્ય મમતા અથવા ભાવેાનાં વખાણ કરવાં જોઇએ અને સાંભળવા ચાગ્ય ખાતા સાંભળવી જોઇએ. (આ પ્રમાણે હેય, કર્તવ્ય, શ્લાધ્ય અને શ્રોતવ્ય એ ચાર બાબત પર ધ્યાન આપવાનું કહ્યું તે ચારનું કાંઇક વિશેષ વર્ણન કરે છે. આ ચારે બાબતે મુમુક્ષુએ બરાબર વિચારવા યોગ્ય છે. ) આમુખમાં - ૩ પદેશ. જે કાંઇ ચિત્તની સહજ પણ મલિનતા કરે તેવું હોય અને મેક્ષને અટકાવે તેવું હોય-પછી તે મન સંબંધી હેાય, વચન સંબંધી હાય કે શરીર સંબંધી હાય-તે સર્વને જે પ્રાણી પેાતાનું હિત કરવા ઇચ્છતા હાય તેણે તજી દેવું જોઇએ. (આ હેય ભાત્ર વિચારણા થઇ.) ૧ સરસ્વતીને વાણીની દેવી ગણવામાં આવેલ છે, તેના હાથમાં પદ્મ-ક્રમળ આપવામાં આવેલ હેાય છે. ચંદ્ર જેવા ગેાળ અને આકર્ષક મુખમાંથી તે દેવીનું તેજ હાથમાં રહેલ કમળ પર પડે છે તે ભાવ અન્ન ખતાન્યા છે. ૨ આવી રીતે તીર્થંકર મહારાજ, સિદ્ધના જીવા, વાદેવી અને ગુરુને નમસ્કાર કરી ગ્રંથની શરૂઆત બહુ સારી રીતે કરવા માટે પ્રથમ મંગળાચરણ કરે છે. આ શિષ્ટાચાર બહુ આકર્ષણીય અને અનુકરણીય છે. ૩ અનુકૂળતાએ અનેક પ્રકારની છે. આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, શરીર નીરાગ, ઇંદ્રિયસુખ, બુદ્ધિ, ગ્રહણશક્તિ, સદ્ગુરુને જોગ, તત્ત્વ શ્રવણેચ્છા, આળસાદિ કાઠિયાના નાશ વિગેરે વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy