SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સ્પર્શનની યોગશક્તિ. ૩૮૯ સ્વભાવે બહુ વિચિત્ર છે. તેની સાથે હાલ તે કાળક્ષેપ કરવો અને અગાઉ જેવું તેની સાથે વર્તન રાખતો હતો તેવું જ બહારથી તો તેની સાથે વર્તન રાખવું, અગાઉની પેઠે જ તેની સાથે સંબંધ રાખીને સર્વત્ર ફરવું, તે જે જે કામ કરવાનું સૂચવે તેમાંથી આત્મિક પ્રયજનને બગાડે તેવું ન હોય તે કરવું અને જ્યાં સુધી મારાથી તેનો સર્વથા ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી તેની સાથે એ પ્રમાણે વર્તવું; પણ તેની સાથે પૂરતા પ્રેમથી અંતઃકરણપૂર્વક જોડાણ તે નજ કરવું. આ પ્રમાણે જે હું તેની સાથે વર્તીશ તો તે મને કઈ પણ પ્રકારની બાધા–પીડા ઉપજાવી શકશે નહિ-મનીષીએ પોતાના મનમાં આવી રીતે નિર્ણય કર્યો. ત્યાર પછી સ્પર્શન અને મનીષી ચિત્રવિચિત્ર સ્થાનોમાં અગાઉની માફકજ વિલાસ કરતા ફરવા હરવા લાગ્યા અને કાળ પસાર કરવા લાગ્યા. સંસારમાં સારભૂતને સવાલ; મનીષીને કૌતુક, બાળની આસક્તિ; સ્પર્શને બતાવેલ યોગછળની અસર. એક દિવસ પિતાના મિત્રમંડળમાં સ્પર્શને વાતચીત શરૂ કરી. તેણે કહ્યું “અરે ભાઈઓ ! લેકેમાં સારભૂત શું છે? સર્વ પ્રાણુઓ શેની અભિલાષા કરે છે?” બાળ—“મિત્ર ! એમાં સવાલ કરવા જેવું શું છે? એ તો બહ જાણીતી વાત છે અને બધા તે વાતને સારી રીતે સમજે છે.” સ્પર્શન–“ ત્યારે કહોને, તે શું છે?” બાળ-“મિત્ર ! તે સુખ છે.” સ્પર્શન–૧ તેમજ છે તો પછી દરરોજ તેની સેવા શા માટે કરવામાં આવતી નથી?” બાળ–“તેની સેવા કરવાને ઉપાય શું છે અને તેની મારફત તે થાય તેમ છે?” સ્પર્શન–“હું પોતે જ તેને ઉપાય છું.” બાળ–“તે કેવી રીતે ?” સ્પર્શન–“મારામાં યોગશક્તિ છે તેના વડે હું પ્રાણીના શરીરમાં પેસીને બહાર અથવા અંદર કઈ જગ્યાએ ચામડીમાં છુપાઈને ૧ આ સ્પર્શનનો વિષય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy