SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૨૫] હિંસાની અસર તળે. (૭ જ્યાં સુધી હેાય ત્યાં સુધી તેનામાં ગમે તેટલા ગુણા હોય તે પશુ કાસકુસુમ (શેરડીના ફુલ )ની પેઠે તે સર્વ ગુણી નકામા છે.” કનકચૂડ મહારાજા બોલ્યા “ જો એમ હોય તે તે એ બન્ને પાપીઓના ત્યાગ કરવા એ જ સારું છું. તેવા સાથે સંબંધ રાખવામાં લાભ નથી, કારણ કે જે માણસ પેાતાનું હિત ઇચ્છતા હેય તેણે સંબંધ એવા સાથે કરવા જોઇએ કે જે આ ભવમાં અને પરભવમાં હિત કરે અને અન્ને લોકને સુધારે. વળી સ્વહિતેચ્છુ માણસે એવી જ સ્ત્રીસાથે લગ્ન કરવું જોઇએ કે જે લેાકેાને આનંદ આપે અને ધર્મસાધન કરવામાં વધારે કારણભૂત અને; પરંતુ જે સ્ત્રીની ચેષ્ટા મૂળથી ખરાબ હાય તેની સાથે કદિ સંબંધ કરવા ન જોઇએ, ” હું તેા હમેશાં ક્રોધાગ્નિથી ધમધમેલા રહેતેા હતા, તે અગ્નિમાં મહારાજ કનકચૂડ અને કુમાર કનશેખરના વચનથી ઘી હેમાણું, એટલે મારા ક્રોધાગ્નિ વધારે સળગી ઉઠ્યો. તેના જોસથી મેં મારૂં માથું હલાવ્યું, જમીનપર હાથ પછાડ્યા, પ્રલયકાલ વખતે થાય તેવા મોટા હુંકાર કર્યો અને ભયંકર ચકળ વકળ થતી નજરે રાજા અને રાજકુંવર તરફ જોયા પછી રાજા નકચૂડને ઉદ્દેશીને મોટેથી કહ્યું “ અરે મૃતક! મારા જીવતર જેવા વૈશ્વાનર અને હિંસાને તું પાપી કહેનાર કણ થાય છે? તને એટલું પણ ભાન નથી કે કેાની શીખામણ આપ-કૃપાથી આ રાજ તને પાછું મળ્યું છે ? જો આ મારે નાર પર ઉગ્ર ક્રોધ, મિત્ર વૈશ્વાનર ન હેાત તેા તારો આપ પણ મહા સ મર્થ બળવાન્ સમરસેનને અને દુમને મારી નાખવાને કદિ પણ શક્તિવાન થાત ખરા ? અરે તેમાંથી એકને પણ મારી હડાવે તેવા તારી પાસે કાણુ છે? તે તે તું મને બતાવ. ” પછી કુમાર કનકરશેખરને ઉદ્દેશીને મેં કહ્યું “ અરે નીચ ચંડાળ ! શું તું મારાથી પણ મેટા પંડિત થઇ ગયા છે કે અત્યારે મને શિખામણ દેવાને ' નીકળી આવ્યા છે ? આ મનાવ નજરે જોઇને અને મારાં વચન સાંભળીને રાજા કુનકચૂડને તો મોટું આશ્ચર્ય થઇ આવ્યું અને કુમાર નકશેખરે કાંઇક પેાતાનું માઠું મલકાવ્યું. તેઓના મુખ પર આવા રંગ જોઇને મેં મારા મનમાં વિચાર કર્યો કે—અહા ! આ તે મને ગણતા પણ નથી ! તેજ ૧ કાસકુસુમ: શેરડીના ફુલ ધેાળા હોય છે પણ કાંઇ પણ ઉપયોગમાં આવતાં નથી, તદ્ન નકામા હેાય છે. ૨ મૃતકઃ મડદું, બાયલાને ઉદ્દેશીને કહેવાતા શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy