________________
૧૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ સારા ખાવાના પદાર્થો આપો, મુખવાસ માટે સારી સારી વસ્તુઓ ભેટ કરો, દાન આપવું એ ગૃહસ્થને મુખ્ય અને મેટો ધર્મ છે, દાનથી સંસારનો પાર પમાય છે... આવી રીતે મને લેભમાં નાખીને છેતરીને પોતાના શરીરનું પોષણ કરનાર 'દિગંબરની પેઠે આ જૈન શ્રમણને મારું ધન હરણ કરવું તે નહિ હોય ? જો એમ ન હોય તો સંસારનો પ્રપંચ તેઓ આટલે બધે પ્રયાસ લઈને મારી પાસે શા માટે કહેતા હોય ? આ બધી વાતનો સાર મને તે એટલે જણાય છે કે આ સર્વ સાધુઓ ( શ્રમણો ) ત્યાંસુધી સારા છે કે જ્યાં સુધી આપણે તેઓની પાસે જઇએ નહિ અને તેઓને વશ પડીએ નહિ; તેઓને વશ થઇ રહેનાર કોઇ શ્રદ્ધાળુ માલુમ પડ્યો એટલે એ માયાવી સાધુઓ નાના પ્રકારના વચન આડંબરથી તેને ભેળવીને તેનું સર્વસ્વ લુંટી લેવાનો પ્રયાસ કરે છે અને અત્યારે તેઓ મારી સાથે પણ એજ ધારણસર વર્તે છે એ બાબતમાં મારા મનમાં શંકા રહેતી નથી. આ ધર્માચાર્યો તો પિતાની વાત શરૂ કરી દીધી છે ત્યારે મારે હવે શું કરવું ? હું તો એ બાબતમાં વધારે વધારે વિચાર કરતાં વધારે વધારે મુંઝાતો જઉં છું. તેઓએ આવો સવાલ પૂછયો તેને કાંઈ પણ જવાબ આપ્યા વગર ચાલ્યો જઉં? અથવા ધર્મનું અનુષ્ઠાન કરવાની મારામાં શક્તિ નથી એમ સાફ કહી દઉં? અથવા તે ચોર વિગેરે મારું ધન લુંટી ગયા છે, મારી પાસે હવે કાંઇ બાકી પૈસા રહેલા નથી કે જે હું પાત્રને આપી શકું એવો ઉત્તર આપી દઉં? અથવા મારે કાંઈ તમારા ધર્માનુષ્ઠાનનું કામ નથી અને આપે મને તે બાબતમાં કદિ કાંઇ પણ કહેવું નહિ એમ કહીને ધર્માચાર્યને ઉડાવું? અથવા આપે હાલ જે વાત કરી છે તે અકાળે કહી છે એમ બતાવવા માટે કોધથી ભવાં ચઢાવું? ટુંકામાં હવે આ સાધુ મારાં કહેલાં વચનને સમજી જઈને મને છેતરવાનો પિતાનો વિચાર કેવી રીતે છોડી દેશે અથવા મને આ પંચાતમાંથી કેવી રીતે છોડશે તે સમજાતું નથી.
ઉપર જણાવ્યા તેવા અને તેને મળતા બીજા અનેક માઠા વિ
૧ અહીં “દિગંબર’ શબ્દોથી જૈનને દિગંબર સંપ્રદાય લે કે વેદાનુયાયી પરમહંસ આદિ દિગંબર-નગ્ન રહે છે તે મત લે તે સ્પષ્ટ નથી. સંઘ શબ્દ જૈન વિભાગ સૂચવે છે જ્યારે ઋષિ શબ્દ જૈનેતર સૂચવે છે. કહેવાનો મતલબ કોઈ મત ઉપર આક્ષેપની છેજ નહિ, પણ પ્રાણીના મનમાં આવા વિચાર થાય છે એ અત્ર ભાવ છે. દિગંબર સાધુઓને પણ “ઋષિ” કહેવામાં આવતા હતા, તેઓ શ્રાવકને ત્યાં ભોજન કરતા હતા. જૈન દિગંબર સંપ્રદાય વધારે સંભવિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org