________________
પીઠબંધ ]
પરિશિષ્ટ. ૩.
૨૪૧
એમ નહિ, તમારા અને અમારા પોતાના આચાર્યશ્રી ત્રણ જગતના ગુરુ વીર પરમાત્મા છે !” તેઓને વધારે નવાઈ લાગી કે “શું વળી તમારે પણ માથે બીજા આચાર્ય છે?
આખરે સર્વ તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. હવે ભિક્ષા લઈ આવવાનો વખત થયો એટલે આચાર્યશ્રી ગૌતમસ્વામીએ પૂછયું કેમ! ભિક્ષામાં શું લાવશું? તેઓએ જવાબ આપ્યો કે “ખીર.” હવે ગૌતમસ્વામી પોતે તો મહા લબ્ધિવાળા હતા. એક પાત્રા (ભિક્ષાના વાસણ)માં ખીર ભરીને વહોરીને લઈ આવ્યા. પછી સર્વને એક પંક્તિમાં બેસી જવા કહ્યું. હવે સ્વામીને અક્ષણમહાનસ લબ્ધિ હતી તેનો એવો ચમત્કાર છે કે જે વસ્તુ પર પોતે હાથ મૂકે તે કદિ ખૂટે નહિ. એકજ પાત્રામાં આણેલી ખીરથી સર્વને તૃપ્ત કરી દીધા, પછી પોતે આહાર કર્યો. હવે પાંચસો શિષ્ય જે શૈવાલ નામથી જાણીતા થયેલા હતા તેમને ખીરનું ભોજન કરતાં કરતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વે શિષ્યો સાથે સ્વામી ભગવાન જ્યાં રહેતા હતા તે તરફ ચાલ્યા. દૂરથી સમવસરણની રચના જોઈને દત્ત નામના પાંચસો શિષ્યોને કેવળજ્ઞાન થયું. બાકીના પાંચસે કૅડિન્ય નામના હતા તેમણે ભગવાનને નજરે જોયા એટલે તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે ગૌતમસ્વામીને આગળ કરીને સર્વેએ ભગવાનને પ્રદક્ષિણા કરી, ત્યારપછી તેઓ કેવળીઓને બેસવાની જગા તરફ ચાલવા લાગ્યા એટલે ગૌતમસ્વામીએ તેમને કહ્યું “આ આપણા સ્વામી છે! આપણા આચાર્ય છે, તેને તમે વંદના કરો, તેમને નમો.' ભગવાન પોતે કહેવા લાગ્યા “ગૌતમ! કેવળીઓની આશાતના કર નહિ.” ગૌતમસ્વામી હકીકત સમજ્યા અને માફી માગી (મિથ્યાદુકૃત દીધું).
હવે આ બનાવથી ગૌતમસ્વામીને વધારે અધીરજ ઉત્પન્ન થઈ, પોતે હજુ કેવળી કેમ ન થયા તેને માટે ચિંતા થવા લાગી. ત્યારપછી ભગવાને તેને પૂછયું “ગૌતમ! દેવાનું વચન પ્રમાણ કે જિનવરનું? ગૌતમસ્વામીએ જવાઅમાં કહ્યું “ખચીત, જિનવરનું જ. પછી ભગવાને તેને કહ્યું કે “ત્યારે હવે તારા મનમાં અધીરજ કેમ થાય છે ? તું મારા તરફ રાગવાળો છે! પણ ગૌતમ ! આગળ જતાં આપણે એક સરખા થઈ જશું, જરા પણ તફાવત વગરના થઈ જશું!” આ હકીકત કહીને પછી ભગવાને આખું કુમપત્રી અધ્યયન કહી સંભળાવ્યું તે આ પ્રમાણે –
૧ કેવળી તીર્થંકરને નમતા નથી, માત્ર તીર્થને જ નમે છે.
- ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org