________________
૨૪૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ - પુંડરીક તો સ્થવિરો પાસે તુરત પહોંચી ગયો, તેઓની પાસે ફરીવાર ચાર યમને નિયમ કર્યો, ત્રણ ઉપવાસ થયા હતા તેને પારણે જરા પણ દીનતા લાવ્યા વગર આહાર કરવા લાગ્યો. હવે આવું વખતના ઠેકાણા વગરનું, સકું, નિરસ અને ઠંડું ખાવાથી તે ભોજન તેને પચ્યું નહિ, તેની તેને ઘણી વેદના થઈ આવી, તેને એમ લાગ્યું કે એ વેદના પોતાથી વધારે વખત સહન થઈ શકશે નહિ એટલે હાથ જોડી માથે લગાવી બોડશુi રિહન્તાળું માવંતાળ ઈત્યાદિ અરિહંત અને સ્થવિરોને નમસ્કાર કરીને બોલ્યો કે અરે! મેં અગાઉ સ્થવિરો પાસે સર્વ પ્રાણાતિપાતત્યાગ વિગેરે ચારે યમ લીધા હતા, હવે અત્યારે એ ચારે યોગ સર્વથી લઉ છું, સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું, સર્વ ન કરવા યોગ્ય યોગોનો ત્યાગ કરું છું અને આ મારા શરીરને પણ છેલ્લો ઉશ્વાસ અને નિ:શ્વાસ લઈ ત્યાગ કરું છું એમ આલોચના કરી સર્વપ્રતિક્રમણ કર્યું અને સમાધિ આદરી. એક માસમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયો અને ત્યાં તેત્રીશ સાગરોપમના આયુષ્યમાં આનંદ કર્યો. ત્યાંથી ચ્યવન કરી મહાવિદેહમાં મનુષ્યદેહ ધારણ કરી મોક્ષ જશે.
આ પ્રમાણે વાત કરી ગૌતમસ્વામી દેવતાને કહે છે કે “તારે બહારની નજરે દુર્બળપણું કે સબળપણે જોવાનું નથી. એ કંડરીક ઘણે દુબળો થઈ ગયો હતો, પણ મનમાં ઉપાધિ રહ્યા કરતી હતી તેથી સાતમી નારકીએ ઉત્પન્ન થયો, જ્યારે પુંડરીક જાડો મજબૂત ભરેલ ગાલવાળો હતો છતાં સર્વાર્થસિદ્ધ ગયે એવી રીતે દેવાનુપ્રિય! બળ અથવા દુર્બળનું અત્ર કોઈ કારણ નથી, અહીં તો ધ્યાન ઉપર અંકુશ મેળવવો જોઈએ, ધ્યાનને નિગ્રહ કરવો એ પરમ પ્રમાણ છે.”
દેવતાએ સ્વામીના જ્ઞાનની પ્રશંસા કરી, સ્વામીને વંદના કરી અને અત્યંત સંવેગ રસમાં લીન થઈ પોતાને સ્થાનકે ગયો.
(કોઈ એમ કહે છે કે આ દેવ તિર્થંભક હતો) તાપસને બોધ.
સવારે ગૌતમસ્વામીએ ચેત્યોને વંદના કરી અને પછી અષ્ટાપદ પર્વત પરથી પાછું ઉતરવા માંડ્યું. જે તાપસોએ ગૌતમસ્વામીને ઉપર જતાં આગલે દિવસે જોયા હતા તે કહેવા લાગ્યા “સ્વામિન! તમે અમારા આચાર્ય છો, અમે તમારા શિષ્યો છીએ. ગૌતમસ્વામીએ જવાબ આપ્યો
૧ દેવતાઓની સેવા કરનારા હલકી જાતિના દેવ તિર્યર્જુભક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org