________________
પ્રકરણ ૨૦] વિમલાનના અને રતવતી.
૫૬૭ પહોંચ્યો. તેણે રીતસર નમસ્કારાદિનો વિવેક કરીને કનકચૂડ રાજાને વિજ્ઞપ્તિ કરી જણાવ્યું કે “દેવ! વિશાળ નામની નગરી છે, ત્યાં નંદન
નામના રાજા રાજ્ય કરે છે, તેમને પ્રભાવતી અને વિશાળાથી પદ્માવતી નામની બે રાણીઓ છે. તે બન્ને રાણીઆવેલ દૂત. આથી રાજાને બે પુત્રીઓ થઈ છે, તેઓનાં નામ
અનુક્રમે વિમલાનના અને રેલવતી છે. હવે એ રાજાની બે રાણીઓ પૈકી પ્રભાવતી રાણીને ભાઈ પ્રભાકર નામનો કનકપુરનો રાજા છે, તેને બંધુસુંદરી નામની રાણી છે. તેનાથી તેને વિભાકર નામનો પુત્ર થયો છે. એ ભાઈ બહેન પ્રભાકર અને પ્રભાવતીને ત્યાં અનુક્રમે વિભાકર અને વિમલાનના જમ્યા તે પહેલાં તેઓ બન્નેએ એવો વિચાર કર્યો હતો કે જે આપણે બન્નેમાંથી કેઈને દીકરી થાય અને બીજાને દીકરે આવે તે એકે પોતાની દીકરી બીજાના દીકરાને દેવી. ત્યાર પછી રાણી પ્રભાવતી જેને વિશાળ નગરીના નંદનરાજા સાથે પરણવ્યા હતા તેમને વિમલાનના નામની દીકરી થઈ અને તેના ભાઈ પ્રભાકરને વિભાકર નામનો પુત્ર થયો. તેથી ઉપર જણાવેલી શરત પ્રમાણે વિભાકર અને વિમલાનનાનું જન્મ પહેલા વેવિશાળ થઈ ચૂક્યું હતું અને વિમલાનના વિભાકરને દેવાઈ ગયેલી હતી. હવે એ વિમલાનનાએ એક વખતે બન્દી જનોના મુખેથી કુમાર કનકશેખરનું નામ સાંભળ્યું, તે સાથે બંદીજનો તેના અનેક ગુણો માટે બહુ મોટેથી વખાણ કરતા હતા તે તેણે સાંભળ્યા. કનકશેખર કુમારના એવા વખાણ સાંભળીને વિમલાનનાને તેના ઉપર ઘણેજ રાગ ઉત્પન્ન થયે તેથી જાણે પોતાના ટોળાથી છૂટી પડી ગયેલી હરણી હોય, પોતાના સહુચર (પતિ)થી વિયોગ પામેલી ચવાકી હોય, સ્વર્ગલેકમાંથી બહાર કાઢી મૂકેલી જાણે દેવાંગના હોય, માનસ સરોવરની પાળે મૂકી દઈને દૂર ગયેલી કલહંસી હોય, જુગટુ રમનારી સ્ત્રી જાણે તેના સાધન વગરની થઈ ગઈ હોય, તેવી રીતે તે તદ્દન શુન્ય હૃદય
૧ વિશાળ નગરીના દૂત કનકશેખરના પિતા પાસે વાત કહે છે તે ચાલુ છે. કનકશેખરની પાસે તેના પિતાના દૂતએ કહેલી વાત પમરાજા કહી સંભળાવે છે, નંદિવર્ધન કુમાર હાજર છે-આખી વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહી સંભળાવે છે.
૨ ચકલાક અને તેની સ્ત્રી નિરંતર સાથે જ રહે છે અને વિયોગ થાય ત્યારે મોટેથી રડ્યા કરે છે.
૩ હસે માનસ સરોવર પરજ રહે છે, ત્યાંથી દૂર જાય તે તેમને ગમતું નથી, તેઓ બીજે રહી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org