SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ વધતું જોઈને પહેલું આળક જે શ્વેત રંગનું હતું તેણે પાતાની મુઠ્ઠી તેરથી પેલા વધતા બાળકના માથાપર લગાવીને તેને વધતું અટકાવી દીધું અને તેને અસલ સ્વરૂપમાં-પ્રકૃતિમાં આણી દીધું. આ પ્રમાણે બન્યું એટલે પેલા એ કાળા વર્ણના બાળકો હતાં તે ભગવાનના સભાસ્થાનમાંથી બહાર નીકળી ગયા. આ પ્રમાણે ત્રણે બાળકોનું આશ્ચર્યજનક ચરિત્ર ચાલી રહ્યું છે તે વખતે આચાર્ય ભગવાને રાજા વિગેરેને ઉદ્દેશીને કહ્યું “ ભદ્રો ! તમે સર્વ વિચાર કરી છે કે તમે પોતે વિપરીત આચરણ કર્યું-પણ તમારે તે સંબંધમાં દિલગીર થવાની જરૂર નથી, કારણ કે એમાં તમારો પોતાના કાંઇ દોષ નથી, તમે સર્વ તા સ્વરૂપથી નિર્મળ છે. ” જી ઋજીરાજા≠િ— સાહેબ ! ત્યારે એમાં કાના દાષ છે તે અમને સમાવેશ. ’ આચાર્ય આ ધેાળા વર્ણનું બાળક તમારા શરીરમાંથી બહાર નીકળ્યું ત્યાર પછી જે કાળા વર્ણનું બાળક બહાર નીકળ્યું તેને એ સર્વ દોષ છે. ’ જીરાજાદિ—“ સાહેબ! એ બાળકનું નામ શું છે?'' આચાર્ય— એનું નામ અજ્ઞાન છે. ” ઋજીરાજાતિ— એ અજ્ઞાન બાળકમાંથી વળી એક બીજું કાળું બાળક ઉત્પન્ન થયું અને તેને પેલા ધોળા બાળકે મુડ્ડી મારીને વધતું અટકાવી દીધું તે બાળકનું નામ શું છે તે અમને કૃપા કરીને કહેા. ’ આચાર્ય—‹ એનું નામ પાપ કહેવાય છે. ઝ ઋજુ રાજાતિ—“ ત્યારે સાહેબ ! પેલા ધોળા રંગના બાળકનું નામ શું તે પણ અમને જણાવવા કૃપા કરે. ” આચાર્ય—“ એનું નામ આર્જવ કહેવાય છે. ' ઋજુ રાજાદિ—‹ આ અજ્ઞાન આળક કેવું છે? એ અજ્ઞાનમાંથી પાપ કેવી રીતે ઉત્પન્ન થયું ? એને વધતાં જતાં આવે કેવી રીતે અટકાવ્યું ? એ સર્વ હકીકત અમે વિસ્તારથી સમજવા ઇચ્છા રાખીએ છીએ અને અમને તે સમજવાની ઘણી આતુરતા છે માટે આપ સાહેબ અમારા ઉપર કૃપા કરીને એ સર્વ હકીકત કહી સંભળાવે.” આચાર્ય-“ તે તમારી ઇચ્છા એ પ્રમાણે છે તેા સાંભળેઃ— ૧ આર્જવ: સરળતા, માયાને ત્યાગ. મૂળમાં એનું સ્વરૂપ વિસ્તારથી હમહાજ બતાવવામાં આવરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy