________________
૨૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૧
ગયો, પણ જે રસ્તે જાળમાં આવતો તેજ રસ્તે પાછો બહાર નીકળી જતો; પણ એક વાર પણ હું જાળમાં ફસાયો નથી. વળી એક વાર તો સરોવરનું પાણી ખાલી કરી બધા માછલાઓને પકડવા માછીમારે પ્રયત્ન કર્યો, સરોવરમાં પાણી ન રહેવાથી હું બીજા માછલાઓ સાથે ફસાઈ ગયો, પકડાઈ ગયો. માછીમારે તો બધા માછલાઓનો પિંડો કરી એક સખ્ત લોઢાની સળીમાં સર્વને પરોવ્યા તે વખતે મેં યુક્તિ કરી એ લોઢાની સળી મારા મુખ આગળ રાખી મૂકી, પણ મારા શરીરમાં પેસવા ન દીધી અને પછી બધા માછલાઓ ઉપર કચરો લાગેલો હતો તેને ધોવા સારૂ બીજા સરોવરમાં માછીમાર ગમે ત્યારે તુરતજ કુદકો મારીને હું પાણીમાં પેસી ગયો. આવી મારી ચતુરતા છે ! આવી મારી ઘટના છે! અને હવે તું મને પકડવા ઈચ્છે છે? તને કાંઈ લાજ શરમ હોય તેમ લાગતું નથી ! !”
આ દ્રવ્યગ્રામૈષણા પર દૃષ્ટાન્ત કહ્યું. મસ્યસ્થાનકે સાધુ સમજવા, માંસસ્થાનકે આહાર પાણી સમજવાં, માછીમારસ્થાનકે રાગ વિગેરે દોષોનો સમૂહ સમજવો. સેંકડો ઉપાયથી પણ પેલો માછલો છેતરાયો નહિ તેવી રીતે સાધુ પણ જ્યારે તેને ભાત પાણી આપવામાં આવે ત્યારે આ ભાને અનુશાસન કરે છે અને તેમાં ફસાઈ જતા નથી. અનુશાસન કેવી રીતે કરે છે તે ત્યારપછી વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. હવે આવી રીતે માછલાઓ કદિ બોલતા નથી, પણ હકીકત સમજાવવા માટે આવા દૃષ્ટાન્તની યોજના-ક૯૫ના આગમમાં પણ કરી છે એમ બતાવવાનો અત્ર ઉદ્દેશ છે.
(૪) ઉત્તરાધ્યયનમાં દુમપત્રક અધ્યયન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં દશમું અધ્યયન ક્રમ પત્રક નામનું છે તેમાં પાંદડાંઓ શિખામણ આપતાં હોય તેમ બતાવી તે પરથી સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એવી શિખામણ આપી છે. આખું અધ્યયન ઘણું ઉપયોગી હોવાથી શ્રી શાંતિસૂરિની ટીકા અનુસારે ઉપરના અધ્યયનને સાર અહીં લખ્યો છે તે વિચારી જવો –
એક પૃષ્ટચંપા નામની નગરી હતી. તે નગરીનો શાલ નામનો રાજા હતો, મહાશાલ નામના યુવરાજ હતો. એ શાલ મહાશાલ નામના ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org