________________
પીઠબંધ ] પરિશિષ્ટ. 1.
૨૨૯ તેમાં માંસનો ટુકડો વળગાડ્યો અને દોરડાને પાણીમાં નાખ્યું અને પોતે કાંઠા ઉપર ઊભો રહ્યો. હવે સરોવરમાં એક અનુભવી વૃદ્ધ માછલો રહેતો હતો તે ઘણો કાબેલ હતો. માંસનો ટુકડો અંદર આવતાં પેલા વૃદ્ધ માછલાને ગંધ આવી એટલે તુરતજ તે માંસ ખાવા ત્યાં આવી પહોંચ્યો. એણે યુક્તિપૂર્વક આજુબાજુથી માંસ ખાઈ લીધું, પણ આંકડામાં પોતાની જાતને ભોકાવા દીધી નહિ અને પછી પોતાની પૂંછડીવડે દોરડાને ધક્કો મારી પોતે ત્યાંથી ખસી ગયો. જેવો દોરડાને ધક્કો લાગ્યો એટલે માછીમાર સમજ્યો કે એમાં માછલું જરૂર આવ્યું હશે એટલે તેણે ઉપર દોરડું ખેંચ્યું ત્યારે તેને જણાયું કે દેરડું તે માંસના ટુકડા વગરનું છે, માંસ તેમાંથી ખવાઈ ગયું છે અને કોઈ માછલું તેમાં પકડાયું નથી. ત્યારે વળી માછીમારે બીજો માંસનો ટુકડો આંકડામાં ભરાવ્યો અને દોરડું પાણીમાં નાખ્યું. બીજી વાર પણ આજુબાજુથી માંસ ખાઈને પૂંછડીવડે દેરડાને ધક્કો મારી પેલો અનુભવી માછલો ત્યાંથી ખસી ગયો. વળી ત્રીજી વાર માંસનો ટુકડો માછીમારે લટકાવીને આંકડાને અંદર નાખ્યો તો ત્રીજી વાર પણ બુદ્ધિશાળી માછલાએ તેમજ કર્યું અને માંસ ખાઈ ગયો અને માછીમારનો પ્રયત્ન નિષ્ફળ કર્યો.
પછી માંસને અંદર નાખતાં માછીમારને વિચાર કરતો જોઈ માછલી બોલ્યો “તું શું વિચાર કરે છે ? તું તે લાજ શરમ વગરનો છે ! મારી વાત સાંભળ. એક વખત તો હું ત્રણ વાર બગલીના મુખમાંથી નીકળી આવ્યો છું. તે આ પ્રમાણે બન્યું હતું. મને એક વાર બગલીએ ગ્રહણ કર્યો હતો, પછી મને ગળી જવા સારૂ બગલીએ મુખ ઊંચું કર્યું અને મને ઉપર ઉડાડ્યો. મેં તે વખતે વિચાર કર્યો કે જો હું ઉછાળેલ હોઈ સીધો સીધો પાછો પડીશ તે તો જરૂર બગલીના મહોંમાં પડીશ અને મારા પ્રાણ જશે, માટે આડો પડી જઉ–આવો વિચાર કરી યુક્તિપૂર્વક હું આડો પડ્યો એટલે બગલીના મુખમાંથી હું છટકી ગયો; વળી બગલીએ મને ગટ કરવા બીજી વાર ઊંચે ફેંક્યો, બીજી વાર પણ હું છટકી ગયો અને ત્રીજી વાર
જ્યારે બગલીએ તેમજ કર્યું ત્યારે જોર વાપરી આડો થઈ હું પાણીમાં પડ્યો અને પસાર થઈ ગયો. વળી ત્રણ વાર સમુદ્રકાંઠે સુકી જમીન પર આવી ગયો ત્યારે સંભાળથી બચી જઈ જ્યારે ભરતી આવી ત્યારે પાણીમાં પાછો દાખલ થઈ ગયો. એકવીશ વાર હું માછીમારોની જાળમાં આવી
૧ બગલા માછલાને પકડી તેને ઉપર ફેંકે છે અને નીચે પડે ત્યારે ચાંચ ઉઘાડી તેમાં અધર ઝીલી ગટ કરે છે. તેના ગળાની રચના એવી છે કે એ પ્રકારે જ તે માછલાને ખાઈ શકે છે. ડોક નીચી રાખીને તેનાથી માછલું સીધું ખાઈ શકાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org