________________
પ્રકરણ ૩૪] નંદિવર્ધન મરણ-ઉપસંહાર.
૬૮૫ વચન તેના સાંભળવામાં આવ્યું નહિ. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ ભાઈસાહેબ મારી તરફ કાંઈક અવગણનાની–બેદરકારીની નજરથી જુએ છે. એ વિચારની સાથે જ મારા શરીરમાં રહેલ હિંસા અને વૈશ્વાનર ઉછળી પડ્યા એટલે તેની કેડમાંથી મેં છરી (જુમીઓ) ખેંચી લીધી. તેનામાં રહેલ વૈશ્વાનર પણ એકદમ જાગૃત થઈ જતા તેણે પણ પોતાની તરવાર ખેંચી. અમે બન્નેએ એક બીજાને એક જ વખતે સખ્ત ઝટકા માર્યા અને બન્નેના શરીરે ઘાયલ થયાં.
એ વખતે એક ભવમાં વેદી શકાય તેવી જે ગોળી મારી અને તેની પાસે હતી તે બન્નેની એકસાથે જીર્ણ થઈ ગઈ–પૂરી થઈ ગઈ. તે વખતે ભવિતવ્યતાએ અમને બન્નેને એકેક નવી નવી ગોળી આપી.
છઠ્ઠી નારકીએ નંદિવર્ધન. હવે એક પાપિષ્ટનિવાસ નામની નગરી છે તેમાં એક બીજાની ઉપરાઉપર સાત પરાઓ છે. એ નગરમાં પાપિષ્ટ નામના કુળપુત્રો જ રહે છે, બીજા કેઈન તે નગરીમાં નિવાસ થતો નથી. ભવિતવ્યતાએ આપેલી ગોળીની શક્તિથી મને અને ધરાધરને એ પાપિષ્ટનિવાસ નગરીના તમસ નામના છઠ્ઠા પાડામાં લઈ જવામાં આવ્યો અને ત્યાં રહેનાર ફળપુત્રનું રૂપ આપીને ત્યાંના રહેનાર તરીકે અમને સ્થાપન કર્યા. ત્યાં ગયા પછી અમારી બેની વચ્ચે વૈર ઘણું જ વધી ગયું. એક બીજાને અનેક પ્રકારે પીડા ઉપજાવતા વારંવાર માર ખાતા અમે ત્યાં બાવીશ સાગરોપમ સુધી રહ્યા અને મેટા દુઃખના દરિયામાં ડૂબી ગયા.
સંસારપરિભ્રમણ એટલો વખત પૂરો થયો ત્યારે વળી ભવિતવ્યતાએ અમને બન્નેને એક નવી ગોળી આપી અમને પંચાક્ષનિવાસ નગરમાં પાછી લઈ
૧ પાપિષ્ટનિવાસઃ સાત નરકનું સમુચ્ચય નામ છે. એનું વર્ણન ચોથા પ્રસ્તાવમાં આવશે.
૨ તમસ: સાત નારકીને સાત પાડા–મહોલ્લાનું રૂપ આપવામાં આવ્યું છે. તમસ નામની છઠ્ઠી નારકી છે,
૩ સાગરોપમમાં અસંખ્ય વરસે આવે છે. એના સમયના માન માટે જુઓ કર્મગ્રંથ ચેાથો. આ ગ્રંથની પૃ. ૮૨ ની નોટમાં પણ કાંઈક હકીકત આપી છે.
- ૪ નારકી મારીને વળતે જ ભવે નારકી થાય નહિ, અન્યગતિમાં જઈ આવી પાછો નારકી થઈ શકે એવો નિયમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org