________________
૨૩૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧. કે સાધુઓ તદન સુકો આહાર લે છે, તદ્દન રસકસ વગરનો આહાર લે છે વિગેરે વિગેરે. હવે તે લોકપાળ દેવ ગૌતમસ્વામીના શરીર તરફ જોઈ જ રહ્યો, તેમના શરીરની સુકુમારતા જોઈ તેને શંકા થઈ કે સુકા નિરસ આહાર લેનારના શરીરમાં આવી સુકુમારતા કેમ હોઈ શકે ? તે વખતે તેના મનમાં થતી શંકા સ્વામી સમજી ગયા એટલે તે શંકા ટાળવા માટે સ્વામીએ તેને પુંડરીક અધ્યયન કહી સંભળાવ્યું તે આ પ્રમાણે – પુંડરીક અધ્યયન,
મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામનું એક વિજય છે, તે વિજયમાં jડરીકિણી નામની એક નગરી છે, તે નગરીમાં એક નલિની ગુલ્મ નામને બગીચો ( ઉદ્યાન) છે. તે ઉદ્યાનમાં મહાપદ્મ નામનો એક રાજા થયો. એ રાજાની પટ્ટરાણીનું નામ પદ્માવતી દેવી હતું. એ મહાપદ્મ રાજા અને પદ્માવતી રાણીને પુંડરીક અને કંડરીક નામના બે પુત્રો થયા. બન્ને પુત્રો ઘણાજ સુકોમળ શરીરવાળા અને માત પિતાની બરાબર છાયા જેવાજ હતા. પુંડરીક કુમાર મોટો હોવાથી યુવરાજ થયો હતો.
હવે ત્યારપછી એક પ્રસંગે એવી હકીકત બની આવી કે એ નલિની ગુલમમાં કોઈ મોટા વિદ્વાન સ્થવિર આચાર્ય આવી પહોંચ્યા. તેમની દેશના સાંભળવા સારૂ મહાપમ રાજા બહાર નીકળી પડ્યા. દેશના સાંભળીને તેમને ઘણોજ પ્રતિબોધ થયો, ઉપદેશની અસર થઈ અને એ અસર તળે તેમણે જણાવ્યું કે “પ્રભો! પુંડરીક કુમારને રાજ્ય સ્થાપના કરી હું સંસારથી નીકળી જવા ઈચ્છું છું.” ગુરુ મહારાજે જવાબમાં જણાવ્યું જેમ સુખ ઉપજે તેમ કરો, સંસારમાં પ્રતિબંધ કરવો નહિ.” છેવટે પુંડરીકને રાજ્યગાદીએ બેસાડી મહાપક્રમ રાજાએ તુરતજ દીક્ષા લઈ લીધી અને ભૂમિ પર વિહાર કરવા માંડ્યો. હવે પુંડરીક રાજા થયો અને કંડરીક યુવરાજ થયો. મહાપા રાજા તો ચૌદ પૂર્વનો અભ્યાસ કરી ગયા, તેમણે ઘણું વર્ષો સુધી મહા તપ કર્યો, છઠ્ઠ અટ્ટમ (બે ત્રણ ઉપવાસ) સેંકડો કર્યા અને બહુ સુંદર રીતે ચારિત્ર પાળીને છેવટે એક માસની સંલેખના (અંતઆરાધના) કરી બે ઉપવાસને અંતે સિદ્ધ થયા, તેમની સર્વ ઈચ્છાઓ સફળ થઈ, તેઓ અજરામર થઈ ગયા.
પંડરીક રાજાને પોતાના પિતાના સિદ્ધ થવાના સમાચાર મળતાં તે ઘણોજ રાજી થયો. આ હકીકત વિગતવાર તેના જાણવામાં આવવાનો પ્રસંગ તેજ સ્થવિર સાધુઓથી થયો. એ સ્થવિરો વિહાર કરતાં કરતાં પુંડરીકિણી નગરીએ એક વખત આવ્યા ત્યારે તેનાથી સર્વ હકીકત પુંડરીક રાજાના જાણવામાં આવી. એ ધર્મકથાને પરિણામે પુંડરીક પરમ શ્રાવક થયો, શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org