SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પૃ. ૨૮૦-ર૯૨ ઓળખાણ આપતાં બોલી કે તે મહાપુરૂષ છે અને સર્વ ભાવને કહેનારા છે. સદાગમ સાચે ઉપદેશ આપનાર છે છતાં લોકો તેને બરાબર ઓળખતા નથી. હાલ જન્મેલ રાજપુત્ર તેને બરાબર ઓળખશે અને અનુસરશે તેવા જ્ઞાનથી સદાગમને આનંદ થયો છે. સદાગમનું માહાસ્ય જબરું છે. ઘણાને તેણે કર્મપરિણામ રાજાની જાળમાંથી છોડાવ્યા છે. બધાને કેમ છોડાવ્યા નથી ? તેના વિસ્તારથી તેઓ કારણે બતાવે છે. સદાગમના સ્વરૂપને અદ્ભુત હેવાલ સાંભળતાં અગૃહીતસંકેતાને પણ તેના દર્શન કરવાનું મન થાય છે. - પ્રકરણ ૬ ઠું-સંસારીજીવતસ્કર. ઉપરની વાતને પરિણામે મહાવિદેહ બજારમાં સદાગમ મંહાત્મા અનેક જનોથી વેષ્ટિત બેઠા હતા ત્યાં બન્ને સખીઓ ગઈ. તેને નજરે જોતાં અગ્ર૦ રાજી થઈ ગઈ અને પોતાને ત્યાં લઈ આવવા માટે સખીને આભાર માન્યો અને તેને પણ સદાગમની આરાધના કરવા તીવ્ર ઈચ્છા થઈ. ત્યાર પછી સખીઓ અવારનવાર સદાગમ પાસે આવવા લાગી. સદારામે એક દિવસ પ્રજ્ઞાવિશાલાને રાજપુત્રની ધાવ થવાનું કહ્યું કે તેણે કબુલ કર્યું. ત્યારપછી તે રાજપુત્રને સદાગમ પાસે લાવી અને અધ્યાપક તરીકે તેમની નિમણુક કરી. રાજકુમાર સદગમ પાસે અભ્યાસ કરે છે. એક વખત અગૃહીતસંકેતા સદગમ પાસે આવી અને પ્રજ્ઞાવિશાલાના કુશળ પુછયા તેવામાં રસ્તા પર મેટો કેળાહળ થયો અને જણાયું કે કોઇ ચોરને ફાંસી દેવા લઈ જાય છે. ચારે સદાગમને આશ્રય લીધે. સદગમે તેને અભય આપ્યું, એટલે તે છૂટે થઈ ગયે. અગ્રહીત સંકેતાએ ચોરને પૂછ્યું કે ક્યા ગુન્હાને અંગે તેને ફાંસીની સજા થઈ હતી જેના જવાબમાં ચાર પોતાના ગડાની વાર્તા વિસ્તારથી કહે છે જે અગ્રહીતસંકેતા. પ્રજ્ઞાવિશાલા સુમતિ અને સદાગમ સાંભળે છે. હવે પછીની આખી વાર્તા રે (જેનું નામ સંસારીજીવ છે તેણે ) કહેલી છે. પૃષ્ટ ૨૯૩ થી ર૯૯ - પ્રકરણ ૭ મું–અસંવ્યવહાર નગરે. અવ્યવહાર નગરમાં મહારાજા કર્મપરિણામના તાબાને અત્યંતઅબાધ નામને સેનાપતિ અને તીવ્રમોહદય નામને સરસુબે રહે છે. ત્યાંના લોકોને તેઓ તદ્દન અંધકારમાં રાખે છે, નિદ નામના ઓરડામાં તેમને ભરી રાખે છે. ત્યાં સંસારીજીવ પણ વસતો હતો. એક વખત તપરિણતિ પ્રતિહારીએ કર્મપરિણામ રાજાના દૂત તબ્રિયોગને પેલા બે અધિકારીઓની રાજસભામાં દાખલ કર્યો. તેણે જણાવ્યું કે “મહારાજાની બહેન લોકસ્થિતિ જેનું કામ સદાગમે નિવૃત્તિનગરીએ મોકલેલા લોકોની ખાલી પડેલી જગા પૂરવાનું હતું તેણે મને અહીં મોકલ્યો છે. તીવ્ર મહોદયે પોતાના નગરની વિશાળતા અને છાની બહોળતા બતાવવા સારૂ દુતને નગરમાં ફેરવ્યું અને મહારાજાને ભય દૂર કરવાનું કહેવા જણાવ્યું. અનેક ગેળાઓ અને પ્રાસાદમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવ બતાવ્યા અને સદાગમની મશ્કરી કરી. પછી ત્યાંથી કોને મોકલો તે કાર્ય ભવિતવ્યતા જે સંસારી જીવની સ્ત્રી થતી હતી તેને સેપ્યું. ભવિતવ્યતાનું વિસ્તારથી વર્ણન કર્યું. તેણીએ સંસારીજીવને એકાક્ષનિવાસનગરે મોકલવાની ભલામણ કરી. પૃષ્ટ, ૩૦૦-૩૧ર પ્રકરણ ૮ મું-એકાક્ષનિવાસનગરે. ભવિતવ્યતા પણ સંસારીજીવ સાથે ચાલી. એકાક્ષનિવાસનગરના પહેલા પાડા “વનસ્પતિમાં પ્રથમ તે પો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy