________________
પીઠબંધ]
કથા શરીર. હવે આ કથાના વિષયો પર ટુંકામાં વિવેચન પ્રસ્તાવનારૂપે કરું છું. આ કથા બે પ્રકારની છે. અંતરંગ અને બહિરંગ, આ બે પ્રકારમાંથી અંતરંગ કથાશરીર શું છે તે પ્રથમ કહું છું. આ કથાના આઠ પ્રસ્તાવો (વિભાગો) સ્પષ્ટ રીતે પાડવામાં
આવશે. તે પ્રત્યેકમાં જે હકીકત કહેવામાં આવશે અંતરંગ તેનો સાર આ પ્રમાણે છે તે ધ્યાનમાં રાખશે. કથાશરીર. પ્રથમ પ્રસ્તાવમાં જે હેતુથી આ કથા આ પ્રકારે
અને આ આકારમાં રચવામાં આવી છે તે હેતુનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરવામાં આવશે. આ પ્રથમ પ્રસ્તાવ ઉપઘાત જેવો જ છે.
બીજા પ્રસ્તાવમાં એક “ભવ્યપુરુષ” સુંદર મનુષ્યપણું પામીને આત્મહિત કરવા તત્પર થઈ “સદાગમની સોબત મેળવે છે અને તેની પાસે રહે છે. સદાગમના સૂચવવાથી “અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને તેના બહાનાથી સદાગમની સમક્ષ રહીને એક સંસારીજીવ પિતાનું ચરિત્ર કહે છે અને પ્રજ્ઞાવિશાલા” સહિત ભવ્યપુરુષ તે સાંભળે છે. આ બીજા પ્રસ્તાવમાં તિર્યંચ ગતિમાં બનેલા સંસારીજીવના અનેક ભાવ પ્રતિપાદન કરવામાં આવ્યા છે, તે સર્વ પર તે વિચાર કરે છે તેનું અત્ર પ્રતિપાદન કરવામાં આવશે.
ત્રીજા પ્રસ્તાવમાં હિંસા અને ક્રોધને વશ થવાથી તેમજ સ્પર્શેદ્રિયમાં મૂઢ થવાથી અનેક દુઃખ પ્રાપ્ત થવાને લીધે અત્યંત પીડા પામવાથી સંસારી જીવ મનુષ્યજન્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે સર્વ હકીકત સંસારી જીવના મુખથીજ નિવેદન કરવામાં આવશે. અહીં
૧ “સદાગમ” શુદ્ધ શ્રુતજ્ઞાન. “અગૃહતસંકેતા’–ભેળા લેક, દીર્ધ વિચાર વગરના, ગતાનુગતિક વ્યવહારૂ પ્રાણીને બતાવનાર પાત્ર. “પ્રજ્ઞાવિશાલા” તીવ્ર દીધ વિચાર કરનાર વિચક્ષણ પાત્ર. આ સર્વ પાત્ર બીજા પ્રસ્તાવમાં આવશે ત્યારે તેનું સ્વરૂપ બરાબર સમજાશે. એ બીજા પ્રસ્તાવથી ખરેખરી ભવપ્રપંચની કથા ચાલે છે. પ્રથમ પ્રસ્તાવમાં ઉપઘાત છે. - ૨ એકથી ચાર ઇંદ્રિયવાળા સર્વ જીવો તથા જળચર, સ્થળચર અને ખેચર જનાવરો, પશઓ. પક્ષીઓ અને પ્રાણીઓને જૈન પરિભાષામાં તિર્યંચ કહે છે. એકેન્દ્રિયપણુથી ઉત્ક્રાંતિમાં પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ થતાં સુધી કેવી સ્થિતિ થાય છે તે બીજી પ્રસ્તાવમાં બતાવે છે. ત્રીજો પ્રસ્તાવથી મનુષ્યગતિની ઉત્કાન્તિ બતાવે છે અને અંતિમ ઉત્ક્રાન્તિ આઠમાં પ્રસ્તાવમાં બતાવે છે.
૩ પાઠ છાપેલ બુકમાં તથા પ્રતમાં છે તે પ્રમાણે અર્થ આ પ્રમાણે થાય છે? તે સર્વ સંસારી જીવ સુખથી જણાવે છે” મુન એ પાઠ જોઈએ એમ સંબંધ પરથી મને લાગે છે. ભા. ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org