SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પીબંધ ] સહષઁદર્શન અને પ્રેરણા, ૧૧૯ * “ધર્મજ ત્રણ ભુવનને જોવા સમર્થ કલ્યાણુદર્શી આખા છે, ધર્મજ “મનને પ્રમોદ કરાવનાર અમૂલ્ય રતના ઢગલા છે, ધર્મજ ચિત્તને આહ્લાદ ઉત્પન્ન કરનાર અને વિષઘાતાદિ આઠ ગુણુને ધારણ કર“નાર સાનાના ઢગલા છે, ધર્મજ શત્રુને હરાવવામાં પ્રવીણ ચતુરંગ સેના છે, ધર્મજ અનંત રતિસાગરમાં અવગાહન કરાવનાર વિ“લાસસ્થાનેા છે; વધારે શું કહેવું? અનંત કાળ પર્યંત કોઇ પણ પ્રકારના અંતરાય વગર એકાંત સુખને પ્રાપ્ત કરાવનાર ધર્મજ છે, તેને ። “સુખને પ્રાપ્ત કરવાનું બીજું કોઇ પણ કારણુ નથી. ” * મધુર બાલનાર મહાત્મા ધર્માચાર્ય એ પ્રમાણે ઉપદેશ આપે છે ત્યારે આ પ્રાણીનું ધ્યાન કાંઇક ભગવાન્ તરફ ખેંચાય છે અને તેથી તે પેાતાની આંખેા કાંઇક ઊંચી કરે છે, મ્હોં ઉપર પ્રસન્નતાનાં ચિહ્નો બતાવે છે, રાજથા, સ્ત્રીકથા આદિ નકામી વાતાના વિક્ષેપે। તજી દે છે અને કોઇ વખત હૃદયમાં શુભ ભાવ આવવાથી મુખેથી હસે છે, હાથે ચપટી વગાડે છે આવી રીતે આ પ્રાણીને ધર્મની બાબતમાં કાંઇ કાંઇ રસ પડવા માંડ્યો છે એવી ધર્માચાર્યને ખબર પડતાં તે વળી આ પ્રમાણે આગળ કહે છેઃ— વિશેષ ઉપદેશ. ። “ હું ભાઇ! ઉપર મેં જે ધર્મની આટલી બધી પ્રશંસા કરી તે “ધર્મ ચાર પ્રકારના છે. દાનમય, શીલમય, તપમય અને ભાવનામય. “હું ભાઇ! જો તને સુખ મેળવવાની બહુ ઇચ્છા હોય તેા એ ચારે “ પ્રકારના ધર્મ તારે કરવા યોગ્ય છે. તું યાગ્ય પાત્રને તારી શક્તિ ፡ પ્રમાણે દાન આપ (દાન), સર્વ પાપાને તું છેડી દે ( સર્વવિરતિ થા ) “ અથવા સ્થૂળ પાપાના ત્યાગ કર ( દેશવિરતિ થા) અથવા અને તે “ પ્રમાણમાં પ્રાણાતિપાતથી, અસત્ય વચનથી, ચોરી કરવાથી, પર < દારા ગમનથી, અપરિમિત વસ્તુસંચયથી, રાત્રિભેાજનથી, મદ્ય“ પાનથી, માંસભક્ષણથી, સચિત્ત ( જીવવાળાં) ફળા ખાવાથી, મિત્રદ્રોહથી, ગુરુપની સાથે વિહાર કરવાથી અને તેવી બીજી “ તારાથી તજી શકાય તેવી મમતાથી નિવૃત્ત થા (શીલ ), તારી “ ૧ સેનાના આઠ ગુણા માટે જીએ દશવૈકાલિક નિયુક્તિ ગાથા ૩૫૧ (પૃ. ૨૬૩ ). વિષધાત, રસાયણ, મંગળ, વાળી શકાવાપણું, જમણેા આવર્ત પડે તે ગુણુ, ભારેપણું, ન મળે તે ગુણ અને કાહાય નહિ તે ગુણ. સેાનાના એ ગુણેા છે. ૨ હાથી, ધેાડા, રથ અને પાયદળ લડનારા. એવા લશ્કરને ચતુરંગી સેના કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy