________________
૨૩૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ તેમને બન્નેને રસ્તામાં જ કેવળજ્ઞાન થયું. વળી ગાગલિ, પીડર અને યશોમતીને પણ વિચાર થયો કે અહો! આ શાલ મહાશાલે તો આપણને ખરા રાજ્ય પર સ્થાપન કર્યો અને સંસારબંદીખાનામાંથી છોડાવ્યાં! આવો વિચાર કરતાં શુભ ધ્યાને તે ત્રણેને પણ રસ્તામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી રીતે આ પાંચે કેવળજ્ઞાનીઓ ચંપા નગરીએ ગૌતમસ્વામી સાથે આવી પહોંચ્યા. મહાવીર ભગવાનને પ્રદક્ષિણા કરી તીર્થને પ્રણામ કરી તેઓ તો કેવળીઓને બેસવાની જગા (પર્ષદા ) તરફ ચાલ્યા. ગૌતમસ્વામીએ પણ ભગવાનને પ્રદક્ષિણા દઈ વંદન કર્યું, પોતે ભગવાનને પગે પડ્યા અને ઊભા થઈ બોલ્યા “ અરે તમે ક્યાં જાઓ છો? આવો અને આ તીર્થકર મહારાજને વંદન કરો. તે વખતે ભગવાન બોલ્યા “ગૌતમ! કેવળીઓની આશાતના કર નહિ.' ગૌતમસ્વામી તુરતજ સમજી ગયા કે એ પાંચે કેવળી છે એટલે તુરતજ પોતે તેઓની માફી માગી.
તે વખતે પોતાથી દીક્ષિતને કેવળજ્ઞાન થયું અને પોતે રહી ગયા એ વિચારથી ગૌતમસ્વામીને ખેદપૂર્વક સવાલ થયો, શંકા થઈ કે શું ત્યારે હું પોતે સંસારથી તરીશ નહિ! ગૌતમસ્વામીના મનમાં આવી ચિંતા ચાલતી હતી તે વખતે દેવતાઓને ધ્વનિ થયો કે જે મનુષ્ય અષ્ટાપદ પર્વત ઉપર ચઢી જાય અને ત્યાં રહેલાં મંદિરોનાં દર્શન કરે, વંદન કરે તે તેજ ભવમાં સિદ્ધ થાય.
ભગવાન તે ગૌતમસ્વામીનું મન જાણી રહ્યા હતા, વળી તેમણે જોયું કે ગૌતમના જવાથી તાપસોને પણ બોધ થવાનો છે એટલે ગૌતમને પોતાના સંબંધમાં ખાત્રી થશે અને તાપસને બોધ થશે એ બેવડા લાભનું કારણ જાણીને જ્યારે તુરતજ ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર જવાની રજા માગી ત્યારે ભગવાને કહ્યું “અષ્ટાપદને અને ચૈત્યોને વંદન કર.” અત્યંત આનંદપૂર્વક ગૌતમસ્વામી અષ્ટાપદ તરફ ચાલ્યા.
હવે લોકોમાં પણ વાત ચાલતી હતી કે જે મનુષ્ય હોઈ અષ્ટાપદ પર પહોંચી જાય અને ત્યાં રહેલાં ચિત્યોનું વંદન કરે તે તેજ ભવમાં મોક્ષ જાય તેને અનુસરીને પંદરસે તાપસી ત્રણ વિભાગે તેની ઉપર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતાઃ પાંચસો કૌડિન્ય પરિવારના હતા, પાંચસો દત્ત પરિવારના હતા અને પાંચસો શિવાલ પરિવારના હતા. કૌડિન્ય પરિવારના હતા તેઓ એક એક ઉપવાસ કરીને ઉપવાસને પારણે જીવવાળાં (સચિત્ત) વૃક્ષનાં મૂળો અને કંદનું ભક્ષણ કરતા હતા. અષ્ટાપદ પર્વતની પેલી મેખલા (હાડો)
- ૧ કેવળીને કહેવું કે તમે બીજાને વંદન કરે એ તેમનું અપમાન છે અને આ અપમાનદેષને આશાતના કહેવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org