SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] અપ્રમાદ યંત્ર-મનીષી. ૫૦૫ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરે છે, દિવસના સર્વ પ્રકારના દોષ વગરનો અને શાસ્ત્રમાં વર્ણવેલ અને સંયમયાત્રા બરાબર વહન કરવા માટે જોઈએ તેટલે જ શુદ્ધ આહાર લે છે, પિતાનું આચરણ પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિથી બરાબર યુક્ત રાખે છે, અનેક પ્રકારના અભિગ્રહો લઈને બહાદૂરીથી આગળ વધતા જાય છે, “અકલ્યાણ મિત્રને જરા પણ સંબંધ કરતા. ૧ ચાર આહાર અશન (રાંધેલી વસ્તુઓ), પાન (પાણી), ખારીમ મીઠાઈ-ફળાદિ અને વાદીમ ( પાન સોપારી વિગેરે મુખવાસ ). આ ચાર પ્રકારને આહાર કહેવાય છે. ચઉવિહાર કરનાર એ ચારે પ્રકારના આહારને રાત્રીએ ત્યાગ કરે છે.. ૨ આહાર દેષ: આહારને અંગે કેટલાક દેશે મુનિએ વર્જવા જોઈએ તેની વિગત માટે જુઓ પ્રવચનસારેદ્દાર દ્વારા લ્પ-૯૬-૧૧૨ ૩ પાંચસમિતિ ત્રણગુતિઃ સાધુએ સદૈવ પાંચસમિતિ અને ત્રણગુપ્તિ પાળવી જોઈએ. એને આઠ પ્રવચનમાતા કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે. ઈર્યાસમિતિ-ચાલતી વખતે ચાર હાથ પ્રમાણ આગળ ભૂમિ જોઈને ચાલવું. ભાષાસમિતિ-વિચારીને સત્ય-પ્રિય-હિત અને પથ્ય વચન બોલવું. એષણસમિતિ-આહાર પાણી વિગેરે નિરવ લેવાં. (૪૨ દોષરહિત લેવાં.) આદાનભંડમતનિક્ષેપણસમિતિ-કોઈપણ વસ્તુ લેતાં, મૂકતાં, ફેરવતાં પ્રમાર્જન કરી જીવની યતના કરવી. પારિષ્ટાનિકા સમિતિ-વસ્તુ નાખી દેતાં ભવિષ્યમાં છવોત્પત્તિ ન થાય તેવી તેની સ્થિતિ કરી જીવરહિત ભૂમિએ તેનો નિક્ષેપ કરવો. મનોમુસિ-મન પર મજબૂત અંકુશ. વચનગુસિ–વચનપર યોગ્ય અંકુશ. કાયમુસિ-શરીરની પ્રવૃત્તિ પર રીતસરને કાબુ. એ આઠ પ્રવચનમાતા સાધુએ આખે વખત ધ્યાનમાં રાખી પાળવાની છે. બાહ્ય અને અંતરંગ સર્વ પ્રવૃત્તિ ઉપર તેથી ઘણે અંકુશ આવી જાય છે. (શ્રાવકને એ પ્રવચનમાતા સામાયિક પસહ વખતે તે જરૂરી પાળવી એ આદેશ છે.) ૪ અભિગ્રહઃ સાધુઓ જૂદા જૂદા પ્રકારના અભિગ્રહ (નિયમ) લે છે–અમુક વસ્તુ મળશે તેમજ તે આહારમાં લઇશ-ત્યાં સુધી ઉપવાસ. વીર પરમાત્માનો વિગતવાર અભિગ્રહ વિચારવા ગ્ય છેઃ રાજ્યબાળા, દાસી થયેલી, પગમાં બેડી, સુપડાના, ખૂણામાં બાકળા લઈને આંખમાં આંસુ સાથે વહેરાવે તો ખપે–આ અભિગ્રહ છ માસે પૂરો થયો. અનેક પ્રકારે એકદત્તી આદિ તથા વસ્તુના અભિગ્રહો હાલ પણ સાધુઓ કરતાં જોવામાં આવ્યા છે. ૫ અકલ્યાણમિત્ર પોતાનું શ્રેય ન થાય-ખરાબ થાય તેવા કોઇપણ પ્રકારના સંબંધ સાધુઓ જોડતા નથી. સુંદર સંયોગો સાથે સુયોગ થાય તેને શાસ્ત્રકાર ગાવંચ૫ણું કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy