________________
૧૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ રીતે જાણે છે અને આગળ ઉપર તે મને તું કહી સંભળાવીશ. તેનું સ્વરૂપ હવે તું મને જણાવ ! મને તે સાંભળવાની ઘણુંજ ઈચ્છા તે વખતથી થયેલી છે.”
સુબુદ્ધિ-જે એમજ આપની ઈચ્છા હોય તે આપ એકતમાં બેસો એટલે આપની સાથે વાત કરું.”
કર્મવિલાસ રાજાનું વાસ્તવ સ્વરૂપ, તેના આખા પરિવારપર વિચારણા
સ્પર્શેન્દ્રિય સંબંધ અને ગુરૂપદેશનું રહસ્ય, ત્યાર પછી મનીષીની રજા લઈને રાજા તથા મંત્રી રાજસભામાંથી ઊઠીને બાજુના એકાંત ઓરડામાં ગયા, ત્યાં સુબુદ્ધિ મંત્રીએ કહેવા માંડ્યું “રાજન્ ! આચાર્ય મહારાજે જે વાત કરી તેનો પરમાથે-કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે હતો જે આપ ધ્યાન રાખીને સાંભળે. તમને યાદ હશે કે ભગવાન આચાર્ય મહારાજે ચાર પ્રકારના પુરૂષ બતાવ્યા હતા તેમાં જે પ્રથમ ઉત્કૃષ્ટતમ વર્ગના પુરૂષો છે તે સર્વ કર્મના પ્રપંચથી રહિત હોવાથી તેઓને સિદ્ધ અથવા “મુક્ત” કહેવામાં આવે છે. ત્યાર પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જીવો કહ્યા તે અનુક્રમે બાળ મધ્યમબુદ્ધિ અને મનીષી (બુદ્ધિશાળી) સમજવા. હવે આચાર્ય મહારાજે જે કર્મવિલાસ રાજાની વાત કરી હતી તે પ્રાણુઓનાં એવા પ્રકારનાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપને જનક (ઉત્પન્ન કરનાર પિતા) પોતપોતાના કર્મને ઉદય સમજવો. એ કર્મોની બહુ જબરી શક્તિ છે અને તે જ સંબંધમાં આચાર્ય મહારાજ પાસે વાત થઈ હતી, બીજા કેઈના સંબંધમાં નહિ. એ રાજાની શુભ અશુભ અને મિશ્ર (શુભાશુભ) એવી ત્રણ પ્રકારની પરિણતિ છે. એ ત્રણે પ્રકારની વૃત્તિઓને અનુક્રમે શુભસુંદરી, અકુશળમાળા અને સામાન્યરૂપાનું નામ આપીને એને મનીષી બાળ અને મધ્યમબુદ્ધિની
૧ આવા ઉત્તમ વિચારો અને ખાસ કરીને સ્વરૂપ જ્ઞાન એકાંતમાં જ થાય છે. ચિત્તની એકાગ્રતા એકાંત વગર થવી લગભગ અશકય છે. રાજાને પોતાની સુબુદ્ધિ સાથે એકાગ્રતા કરી નિર્ણય પર આવવું છે.
૨ ચાર પ્રકારને પુરૂષોને હેવાલ આ પ્રસ્તાવના પ્ર. ૧૨ મા માં પૃષ્ઠ ૪૭૭ થી શરૂ થાય છે અને તેનું વર્ણન પૃષ્ઠ ૪૮૮ સુધી ચાલેલ છે. તે ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે.
૩ એટલે કર્મ એ ત્રણ વર્ગના પ્રાણીઓના પિતા થયા. બાળ, મધ્યમબુદ્ધિ અને મનીષીના પિતા કર્મવિલાસ છે એમ કહેવામાં આવ્યું છે. જુઓ પૃ. ૩૭૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org